Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં…

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં… Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં…

Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં… Textbook Questions and Answers

કમાડે ચીતર્યા મેં… અભ્યાસ

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલ [ ] માં લખો :

પ્રશ્ન 1.
લાભ શુભ અને શ્રીસવા કવિએ ક્યાં ચીતર્યા છે?
(ક) કમાડ ઉપર
(ખ) પુસ્તક ઉપર
(ગ) પાણિયારે
(ઘ) બારણા આગળ
ઉત્તરઃ
(ક) કમાડ ઉપર

Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં…

પ્રશ્ન 2.
સ્નેહના સાથિયા કયાં અંજાયા છે?
(ક) આભમાં
(ખ) પ્રિયતમાના પ્રેમમાં
(ગ) આંખોમાં
(ઘ) ભીંત ઉપર
ઉત્તરઃ
(ક) આભમાં

પ્રશ્ન 3.
‘કમાડે ચીતર્યા મેં કાવ્યના કવિનું નામ જણાવો.
(ક) તુષાર શુક્લ
(ખ) ચીનુ મોદી
(ગ) રમેશ પારેખ
(ઘ) સ્નેહરશ્મિ
ઉત્તરઃ
(ક) તુષાર શુક્લ

2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી?
ઉત્તર :
કવિના મતે સુવાસિત જીવનને મૂલવી શકાય તેમ નથી.

પ્રશ્ન 2.
કવિએ તરભાણામાં શું લીધું છે?
ઉત્તર :
કવિએ તરભાણામાં કંકુ લીધું છે.

પ્રશ્ન 3.
કવિ કોને ‘મરજાદી’ કહે છે?
ઉત્તર:
કવિ ઉંબરાને “મરજાદી’ કહે છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં…

પ્રશ્ન 4.
આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો.
ઉત્તરઃ
આ કાવ્યનું અન્ય શીર્ષક : “અવસરનાં તોરણિયાં.”

3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

પ્રશ્ન 1.
કવિએ કમાડે શું-શું ચીતર્યું છે? શા માટે?
ઉત્તર:
કવિએ કમાડે લાભ અને શુભ શબ્દો ચીતર્યા છે અને શ્રીલા લખ્યું છે; કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ પર આવા માંગલિક શબ્દો ચીતર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવશે.

પ્રશ્ન 2.
‘અવસરનાં તોરણિયાં’ દ્વારા કવિ શું કહે છે?
ઉત્તરઃ
અવસરનાં તોરણિયાં હસીને કહે છે કે તમે હૈયામાં હેત ભરીને આવો. અહીં લાખેણી લાગણીઓ સદાય લહેરાતી હોય છે. આવો વહાલભર્યો લહાવો તમારા જીવનમાં આવ્યો છે તો તમારાથી એનો આનંદ જેટલો લૂંટાય એટલો લૂંટી લો.

પ્રશ્ન 3.
ઉંબરાને કેવો કહ્યો છે? શા માટે?
ઉત્તર :
ઉંબરાને મરજાદી કહ્યો છે; કારણ કે ગૃહિણી ઉંબરાને ઓળંગીને દોડી આવી છે. એને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે.

4. સુખ આવશે અમારે સરનામે માટે તમે કવિની જેમ બીજું શું-શું કરી શકો, તે કહો.
ઉત્તરઃ
‘સુખ આવશે અમારે સરનામે એ માટે કવિની જેમ જીવનમાં સ્નેહના સાથિયા પૂરીશું. સત્કર્મોથી જીવનને મહેકતું કરીશું. સુખ અમારું સરનામું શોધતું આવે એ માટે સૌની સાથે હળીમળીને રહીશું. જીવનમાં સૌને ઉપયોગી થઈશું.

કમાડે ચીતર્યા મેં… સ્વાધ્યાય

1. સૂચના મુજબ કરો :

પ્રશ્ન 1.
કાવ્યમાં તમને સૌથી વધુ ગમતા હોય એવા બે શબ્દ લખો અને એ શબ્દો વાપરીને બે વાક્યો બનાવો.
ઉત્તરઃ
તોરણિયા, ઉંબરો વાક્ય લગ્નપ્રસંગે ઘરનાં બારણાં ફૂલોનાં તોરણિયાંથી શોભે છે.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં…

પ્રશ્ન 2.
નીચે આપવામાં આવેલા ઉદાહરણ મુજબ બીજા પાંચ શબ્દો અંતાક્ષરીની રીતે લખો : ઉદાહરણ : અવસર-રમત-તડકો-કોયલ-લખોટી
ઉત્તર :
સાથિયા – યાચના – નાગર – રમકડું – ડુંગર

પ્રશ્ન 3.
નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો :

 1. તરભાણું,
 2. અવસર,
 3. આયખું,
 4. સરનામું,
 5. સાથિયા,
 6. ઉંબરો

ઉત્તર :

 1. તરભાણું – પૂજા કરતી વખતે માએ તાંબાના તરભાણામાં કંકુ ઘોળ્યું.
 2. અવસર – લગ્નના મંગળ અવસર પર કન્યા ઘરચોળું પહેરીને મંડપમાં આવી.
 3. આયખું – માજીએ લોકોનાં દળણાં દળીને આયખું વિતાવ્યું.
 4. સરનામું – સરનામું બરાબર હોય તો ઘર શોધવામાં વાર ન લાગે.
 5. સાથિયા – દીવાળીમાં ઘરઆંગણે સાથિયા પૂરવામાં આવે છે.
 6. ઉંબરો – ભારતીય નારી પોતાના કુળના ઉંબરાની મર્યાદા ક્યારેય ઓળંગતી નથી.

2. ઉદાહરણ મુજબ કરો :
લાભ-લાભાલાભ, લાભદાયી, લાભકારી, લાભપ્રદ શુભ –
ઉત્તરઃ
શુભ – શુભાશુભ, શુભદાયી, શુભકારી, શુભપ્રદ.

3. નીચેની ખાલી જગ્યાઓ ઉદાહરણ મુજબ પૂર્ણ કરો :
ગુડીપડવો, …………………………… બાજ, …………………………… ચોથ, …………………………… પાંચમ,
…………………………… છ8, …………………………… સાતમ, …………………………… આઠમ, …………………………… નવમી
…………………………… દસમ, …………………………… અગિયારશ, …………………………… બિારસ,
…………………………… તેરસ, …………………………… ચૌદશ …………………………… પૂનમ
ઉત્તરઃ
ગુડી પડવો, ભાઈબીજ, ગણેશચોથ, લાભપાંચમ,
રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, ગોકુળઆઠમ, રામનવમી,
વિજયાદસમી, દેવપોઢી અગિયારસ, વાઘબારસ,
ધનતેરસ, કાળીચૌદસ, શરદપૂનમ

4. ‘સુખ આવશે અમારે સરનામે’
ઉપરની પંક્તિમાં શબ્દોનો વારાફરતી ક્રમ બદલી પાંચ વાક્યો ફરીથી લખો :
ઉત્તરઃ

 • અમારે સરનામે સુખ આવશે.
 • આવશે અમારે સરનામે સુખ.
 • સરનામે આવશે અમારે સુખ.
 • સુખ આવશે અમારે સરનામે.
 • આવશે સુખ અમારે સરનામે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં…

કમાડે ચીતર્યા મેં… પ્રવૃત્તિ

પ્રશ્ન 1.
નીચે આપેલ શબ્દોની ચિઠ્ઠીઓ બનાવી વિદ્યાર્થીઓ શુભ-મંગળ ભાવ પ્રગટ કરતા શબ્દોને અલગ તારવશે :
મોરપિચ્છ, અરીસો, તપેલી, ઉકરડો,
કળશ, દૂધી, તુલસી, લાભ,
તોરણ, નાળિયેર, ઉંબરો, શુભ
ઉત્તર :
શુભ – મંગળભાવ પ્રગટ કરતા શબ્દોઃ કળશ, તુલસી, તોરણ, લાભ, નાળિયેર, શુભ

પ્રશ્ન 2.
મંગળ ભાવ સૂચવતા શબ્દોની ચિત્ર-આકૃતિ બનાવવી.
વિવિધ ધર્મોનાં શુભ પ્રતીકો-શબ્દોની યાદી બનાવો.
ઉત્તર :
– વૈષ્ણવ ધર્મ / સ્વામિનારાયણ ધર્મ : મંદિર, શ્રીકૃષ્ણ, રાધા, – શ્રી સ્વામિનારાયણ, માળા, કંકુ, તિલક, ચંદન, સ્વસ્તિક, દીવો, અગરબત્તી, ફૂલ, હાર, પંચામૃત વગેરે.
– જૈન ધર્મઃ દેરાસર, ઉપાશ્રય, માળા, ચંદન, સ્વસ્તિક, મૂર્તિઓ વગેરે.
– ખ્રિસ્તી ધર્મ : દેવળ, ક્રોસ.
– પારસી ધર્મ: અગિયારી, માળા, કિસ્તી, આતશ.
– ઇસ્લામ ધર્મ: મસ્જિદ.

પ્રશ્ન 3.
શુભકામનાઓ માટે આપણે શું-શું કરીએ છીએ, તેની યાદી કરો.
ઉત્તરઃ
શુભકામનાઓ માટે આપણે ઇષ્ટદેવની મૂર્તિ સામે દીવો કરીએ છીએ. અગરબત્તી પેટાવીએ છીએ. મૂર્તિને હાર ચડાવીએ છીએ. આરતી કરીએ છીએ. ઇષ્ટદેવને ભોગ ધરીએ છીએ. ઈષ્ટદેવ સામે કીર્તન કરીએ છીએ. ઉત્સવો દરમિયાન ઘરના આંગણા સામે રંગોળી કરીએ છીએ.

દરવાજે ફૂલોનું – આસોપાલવનું કે મોતીનું તોરણ બાંધીએ છીએ. ભીંતે લાભ અને શુભ લખીએ છીએ. કંકુના સાથિયા કરીએ છીએ. આંગણે તુલસીની પૂજા કરીએ છીએ અને ઇષ્ટદેવને પ્રાર્થના કરીને આપણું જીવન સત્કર્મોથી સુવાસિત બનાવીએ છીએ.

સૌના પ્રત્યે હેત વરસાવે અને સૌનું ભલું ઇચ્છીએ છીએ.

પ્રશ્ન 4.
શાળાની પ્રાર્થનાસભામાં કઈ-કઈ શુભ-મંગલકારી વસ્તુઓ મૂકો છો?
ઉત્તર :
શાળાની પ્રાર્થનાસભામાં અમે આટલી મંગલકારી વસ્તુઓ મૂકીએ છીએસરસ્વતીની મૂર્તિ, તેને ચડાવવા માટે હાર, કંકુ, શ્રીફળ, અગરબત્તી, દીવો, પંચામૃત, ફળ – ફૂલ, અબીલગુલાલ, સૂકો મેવો વગેરે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં…

પ્રશ્ન 5.
ગામની જાણકાર વ્યક્તિ પાસેથી શુભકામનાઓને લગતા શ્લોકો સાંભળો.
OR
દ્વિગુસમાસનાં ઉદાહરણો શોધી યાદી બનાવો.
ઉત્તર :
દ્વિગુ સમાસનાં ઉદાહરણો નવરાત્રિ, ચોઘડિયું, પંચાનન, દશાનન, અઠવાડિયું, પાંચશેરી, સપ્તપદી.

Std 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં… Additional Important Questions and Answers

કમાડે ચીતર્યા મેં… પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો: કમાડે ચીતર્યા મેં…’ ગીતનો ભાવ સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
“કમાડે ચીતર્યા મેં…’ એક સુંદર ગીત છે. આ ગીતમાં કવિએ “સુખ આવશે અમારે સરનામે’ આ શબ્દોમાં માનવના સુખની પ્રતીક્ષા વ્યક્ત કરી છે. આ પંક્તિનું પુનરાવર્તન જ માનવીની સુખની ઝંખનાને દઢ કરે છે. એ માટે કવિએ લાભ – શુભ, પલાળેલા કંકુવાળું તાંબાનું તરભાણું, સાથિયા, તોરણ વગેરે માંગલિક પ્રતીકોથી શોભતાં ગામડાંનાં ઘરોને તાદશ કર્યા છે.

સ્નેહનો સાથિયો આંખમાં અંજાયો હોય તો સુખ અમારે સરનામે જરૂર આવશે એવી ઘરની ગૃહિણીને આશા છે. કવિ અવસરનાં તોરણિયાંને સજીવરૂપે કલ્પીને તેને હસતું બતાવ્યું છે. એટલું જ નહિ, અવસરનાં તોરણિયાં કેટલા આત્મવિશ્વાસથી કહે છે કે હૈયામાં હેત ભરીને આવશો તો લહેરાતી લાખેણી લાગણીઓને મનભરીને લૂંટવાનો સરસ અવસર આવ્યો છે ! આ તો વહાલભર્યો લહાવો છે.

અવસરના તોરણિયાના આ શબ્દો ગૃહિણીને સ્પર્શી છે અને તે મર્યાદાનો ઉંબરો ઓળંગીને સુખને મળવા સામેથી દોડી જાય છે.

કવિ જીવનનું એક સત્ય તારવે છેનાની અમથી જિંદગીમાં મોટી મોટી આશા રાખીએ તો કેટલીય ભૂલ થઈ જાય, પણ જેમ ફૂલનો સ્વભાવ ખીલવાનો અને ખરવાનો છે, પણ એ બે વચ્ચેના ગાળામાં ફૂલ સુગંધિત જીવન ગાળે છે, એમ સંબંધોથી બંધાઈ ગયા પછી માનવીને પણ સત્કર્મોથી પોતાના જીવનને મહેકતું કરવું છે, કેમ કે એવા જીવનનું મૂલ્ય આંકી શકાય તેમ નથી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં…

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
કવિ ફૂલના દાંતથી શું સમજાવે છે?
ઉત્તર:
કવિ ફૂલના દષ્ટાંતથી સમજાવે છે કે ફૂલનો સ્વભાવ ખીલવાનો અને ખરવાનો છે, પણ એ બે વચ્ચેના ગાળામાં ફૂલ પોતાની સુવાસ ચારેબાજુ પ્રસરાવે છે. માનવી પણ એની નાની જિંદગીમાં મોટી મોટી આશાઓ બાંધે છે. એમાં કેટલીય ભૂલો થઈ જાય છે, પણ એક વાર સંબંધોથી બંધાયા પછી જીવનને સત્કર્મોથી સુવાસિત તો કરી શકાય ને!

પ્રશ્ન 2.
કાવ્યનું શીર્ષક બદલો અને તેના વિશે જણાવો.
ઉત્તર :
કાવ્યનું બદલેલું શીર્ષક: “અવસરનાં તોરણિયાં.’ જીવનનું દ્વાર અવસરના તોરણિયાથી શોભે છે. એ તોરણિયા આપણને સુખ મેળવવાનો માર્ગ બતાવે છે.

એ કહે છે કે હૈયું જો હેતના હિલોળા લેતું હશે તો તમારી આસપાસ લાખેણી લાગણીઓ સતત લહેરાતી તમે અનુભવશો. એ લાગણીઓને મનભરીને લૂંટો. આવો વહાલભર્યો લહાવો વારંવાર નહિ મળે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 3.
કવિએ તાંબાના તરભાણામાં મૂકેલું કંકુ કેવી રીતે ઘોળ્યું?
ઉત્તર :
તાંબાના તરભાણામાં મૂકેલા કંકુમાં આચમની ભરીને પાણી નાખ્યું અને જમણા હાથની આંગળી વડે એને હેતથી હળવે હળવે ઘોળ્યું.

3. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
આંખમાં કેવા સાથિયા અંજાયા છે?
ઉત્તરઃ
આંખમાં નેહરૂપી સાથિયા અંજાયા છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં…

પ્રશ્ન 2.
ફૂલની શી ખાસિયત છે?
ઉત્તરઃ
ફૂલની ખાસિયત એ છે કે ખીલવા અને ખરવાની વચ્ચેના ગાળામાં ચારે બાજુનું વાતાવરણ મહેકતું થઈ જાય એવું જીવન જીવવાનું તે જાણે છે.

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોઃ

પ્રશ્ન 1.
તરભાણામાં મૂકેલા કંકુમાં શું રેડ્યું?
A. દહીં
B. પંચામૃત
C. પાણી
D. દૂધ
ઉત્તરઃ
C. પાણી

પ્રશ્ન 2.
તરભાણામાં મૂકેલા કંકુમાં પાણી રેડીને તેને શેના વડે ઘોળ્યું?
A. ચમચી વડે
B. જમણા હાથની આંગળી વડે
C. સળી વડે
D. ડાબા હાથની આંગળી વડે
ઉત્તરઃ
B. જમણા હાથની આંગળી વડે

પ્રશ્ન 3.
આંખમાં કેવો સાથિયો અંજાયો છે?
A. કંકુનો
B. ફૂલનો
C. અબીલગુલાલનો
D. સ્નેહનો
ઉત્તરઃ
D. સ્નેહનો

Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં…

પ્રશ્ન 4.
ક્યા તોરણિયાએ હસીને કહ્યું?
A. આસોપાલવના
B. અવસરના
C. ફૂલના
D. મોતીના
ઉત્તરઃ
B. અવસરના

પ્રશ્ન 5.
ગૃહિણીએ વટાવેલા ઉંબરાને કવિએ કેવો કહ્યો છે?
A. લાકડાનો
B. આરસનો
C. ગ્રેનાઇટનો
D. મરજાદી
ઉત્તરઃ
D. મરજાદી

6. કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (લાખેણી, ભૂલ, સરનામે, સ્નેહ)

 1. તણા સાથિયા જ્યાં આંખે અંજાયા.
 2. એમાં થઈ જાતી કેટલીય :
 3. લાગણીઓ ઘેરાતી જાય.
 4. સુખ આવશે અમારે –

ઉત્તરઃ

 1. સ્નેહ
 2. ભૂલ
 3. લાખેણી
 4. સરનામે

7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

 1. ભીંતે ચીતર્યા મેં લાભ અને શુભ.
 2. હૈયામાં હેત ભરી આવો.
 3. નાનું શું આયખું ને ઊંચેરી આશા.

ઉત્તરઃ

 1. ખોટું
 2. ખરું
 3. ખોટું

Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં…

કમાડે ચીતર્યા મેં… વ્યાકરણ

1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

 • કમાડ = બારણું, દરવાજો
 • સાથિયો = સ્વસ્તિક
 • લાખેણી = અણમોલ, અમૂલ્ય
 • અવસર = તક, પ્રસંગ
 • આયખું = આયુષ્ય, જિંદગી
 • ઠેસ = ઠોકર
 • મહેક = સુગંધ, પરિમલ
 • હૈયું = હૃદય, ઉર
 • આંખ = નેણ, લોચન
 • ફૂલ = પુષ્પ, કુસુમ

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:

 • લાભ ✗ હાનિ
 • શુભ ✗ અશુભ
 • સુખ ✗ દુઃખ
 • સ્નેહ ✗ ષ
 • હસવું ✗ રડવું
 • મોટેરી ✗ નાનેરી

3. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ

સરનામે, આંગળી, લાભ, કમાડ, સ્નેહ
ઉત્તર :
આંગળી, કમાડ, લાભ, સરનામે, સ્નેહ

4. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

 • આકારનું એક મંગળસૂચક ચિહ્ન – સાથિયો, સ્વસ્તિક
 • બધું સવાયું થાઓ એ ભાવનાથી લખાતો માંગલિક શબ્દ – શ્રી સવા
 • તાંબાનું તાસક જેવું પાત્ર – તરભાણું
 • આચમન કરવા માટેની તાંબાની ચમચી – આચમની
 • વસ્ત્ર પર પાંદડાં, ફૂલ કે ભરત ગૂંથીને બનાવેલી કમાન આકારની શોભા – તોરણિયા, તોરણ
 • બારસાખની નીચેનો ભાગ – ઉંબરો

કમાડે ચીતર્યા મેં… Summary in Gujarati

કમાડે ચીતર્યા મેં… કાવ્યપરિચય
Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં… 1
તુષાર શુક્લ [જન્મઃ 29 – 06 – 1955]

આ ગીતમાં કવિએ ઘરોમાં જોવા મળતાં લાભ – શુભ, તાંબાનું તરભાણું, તોરણ, સાથિયા, ઉંબરો જેવાં પ્રતીકો દ્વારા ગૃહિણીની સંવેદનાને વાચા આપી છે. આજે તો આ પ્રતીકો લુપ્ત થવા આવ્યાં છે, પણ આ પ્રતીકો દ્વારા કવિએ સુખની પ્રતીક્ષા કરતી ગૃહિણીના ભાવને સુંદર રીતે રજૂ કર્યા છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં…

આ ગીતમાં “સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા,” “અવસરના તોરણિયે લીલું હસે,” “લૂંટી લ્યો વહાલ ભર્યો લ્હાવો’ અને “સંબંધાવું તો છે મહેક મહેક થાવું શબ્દો દ્વારા સુખને ઝંખતી ગૃહિણીની આશા વ્યક્ત કરી છે. “સુખ આવશે અમારે સરનામે પંક્તિનું પુનરાવર્તન ગૃહિણીની આશાને દ્વિગુણિત કરે છે.

કાવ્યની સમજૂતી

મેં (ઘરના) બારણા પર લાભ અને શુભ એ બે (માંગલિક) શબ્દો ચીતર્યા છે અને પાના પર શ્રીવા લખ્યું છે. (હવે, અમારા જીવનમાં સુખ આવશે.

તાંબાના તરભાણામાં કંકુ પાથર્યું અને એમાં આચમનીથી પાણી ઉમેર્યું. જમણા હાથની આંગળી વડે હેતથી હળવે હળવે એને ઘોળીને સ્નેહરૂપી સાથિયા કર્યા. એ અમારી આંખમાં અંજાયા. (હવે, અમારા જીવનમાં સુખ આવશે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં… 2

અવસરનાં તોરણ હસીને કહે: હૈયામાં હેત ભરીને આવો. લાખેણી લાગણીઓ લહેરાતી જાય છે. કહે: આ તો વહાલભર્યો લહાવો છે. એને લૂંટી લ્યો (માણી લો), મર્યાદારૂપી ઉંબરાને ઓળંગીને હું સામેથી દોડતી આવી છું. (હવે, અમારા જીવનમાં સુખ આવશે.

(આપણે) આયુષ્ય (જીવન) નાનું છે અને (હૈયામાં) મોટી મોટી આશાઓ છે. એમાં કેટલીય ભૂલો થઈ જાય. જુઓ ફૂલ પણ ખીલવા અને ખરવાની પળોની વચ્ચે કેમ જીવવું એ જાણે છે. સંબંધોથી બંધાયા છીએ તો જીવનને સારાં કામોથી) સુવાસિત બનાવવું છે. એનું મૂલ્ય આંકી શકાય નહિ. (હવે અમારા જીવનમાં સુખ આવશે.

ભાષાસજજતા
દ્વિગુ સમાસ નીચેનાં વાક્યો વાંચોઃ

 • ઠાકોરજી સામે છપ્પનભોગ ધર્યો છે.
 • મણમાં પાંચશેરીની ભૂલ.
 • રાજા પાસે ત્રિલોકનું રાજ્ય હતું.

Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં…

આ ત્રણે રેખાંકિત સમાસોમાં પૂર્વપદ છપ્પન, પાંચ અને ત્રિ (ત્રણ) શબ્દો સંખ્યા દર્શાવે છે અને ઉત્તર પદમાં સમૂહના અર્થનું સૂચન કરતા શબ્દો (ભોગ, શેર અને લોકો છે. એટલે કે છપ્પન ભોગનો સમૂહ, પાંચ શેરનો સમૂહ અને ત્રિ(ત્રણ) લોકનો સમૂહ એવો અર્થ મળે ત્યારે એ દ્વિગુ સમાસ કહેવાય.

કમાડે ચીતર્યા મેં… શબ્દાર્થ

 • કમાડ – બારણું, દરવાજો.
 • ચીતર્યા – દોય.
 • લાભ – શુભ – બંને માંગલિક શબ્દો.
 • આલેખવું – રેખાઓથી અથવા શબ્દોથી વર્ણવવું.
 • શ્રીસવા – બધું સવાયું થાઓ એ ભાવના વ્યક્ત કરતો આંક ‘ના’.
 • તરભાણું – તાંબાની તાસક.
 • આચમની – આચમન કરવા માટેની તાંબાની ચમચી.
 • ઘોળી – ઓગાળીને.
 • સાથિયો – ૬ એક મંગળસૂચક આકૃતિ.
 • અંજાયા – (અહીં) દોરાયા.
 • અવસર – પ્રસંગ.
 • તોરણિયાં – વસ્ત્ર પર પાંદડાં,
 • ફૂલ કે ભરતગૂંથીને બનાવેલાં તોરણો.
 • લાખેણી – અણમોલ, અમૂલ્ય.
 • લૂંટી લ્યો – (અહીં) મનભરીને માણી લો.
 • લ્હાવો – આનંદ.
 • મરજાદી – મર્યાદાવાળું.
 • ઉંબરો – બારસાખનો નીચેનો ભાગ.
 • ઠેસ – ઠોકર,
 • વટાવતીક – ઓળંગીને.
 • આયખું – આયુષ્ય. Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં…
 • સંબંધાવું – સંબંધ બાંધવો.
 • મહેક મહેક થાવું – સુવાસ ફેલાવવી.
 • મુલાવી શકાય નહીં – મૂલ્ય કે કિંમત આંકી શકાય નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *