Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો Textbook Questions and Answers

સાકરનો શોધનારો અભ્યાસ

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા [ ] માં દર્શાવો :

પ્રશ્ન 1.
અંજન ઉપર નિખિલરાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે?
(ક) દોડાવીને
(ખ) થપ્પડ મારીને
(ગ) દંડ કરીને
(ઘ) ચાબુકથી ફટકારીને
ઉત્તરઃ
(ખ) થપ્પડ મારીને

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

પ્રશ્ન 2.
ભાસ્કરરાય એમની પેટીમાં શું લાવ્યા હતા?
(ક) પુસ્તકો
(ખ) કપડાં
(ગ) મીઠાઇ
(ઘ) રમકડાં
ઉત્તરઃ
(ઘ) રમકડાં

પ્રશ્ન 3.
અંજન સાકર શામાંથી શોધતો હતો?
(ક) પેટીમાંથી
(ખ) રેતમાંથી
(ગ) કોલસામાંથી
(ઘ) શેરડીમાંથી
ઉત્તરઃ
(ગ) કોલસામાંથી

2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો?
ઉત્તરઃ
ટેબલ પર હાથ અડકતાં અંજનથી લાલ શાહીનો ખડિયો ઢોળાઈ ગયો.

પ્રશ્ન 2.
નિખિલરાયને અંજન ટેબલના ખાનામાંથી કઈ-કઈ વસ્તુઓ સોંપે છે?
ઉત્તરઃ
અંજન ટેબલના ખાનામાંથી પૈડું અને સળિયા, ભમરડો અને જાળ કાઢીને નિખિલરાયને સોંપે છે.

પ્રશ્ન 3.
અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે?
ઉત્તરઃ
અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

3. આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે, તે જણાવો :

પ્રશ્ન 1.
પણ ભાઈ દવા પીધા વિના તે કંઈ ચાલે?
ઉત્તરઃ
અંજનનો દવા પીવાનો સમય થઈ ગયો છે, પણ અંજન દવા પીવાની ના પાડે છે. તે કહે છે કે એને દવા કડવી લાગે છે અને દવા પીધા પછી એની આંખે અંધારા આવે છે. આ સાંભળીને કિન્નરી અંજનને ઉપરનું વાક્ય કહે છે.

પ્રશ્ન 2.
બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે.
ઉત્તરઃ
નિખિલરાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુસ્સો આવે છે. તેઓ અંજનને ધમકાવે છે. એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને મા બોલાવે છે ત્યારે નિખિલરાય અંજનને ઉપરનું વાક્ય કહે છે.

પ્રશ્ન 3.
પણ પીળા રંગનું શું થશે?
ઉત્તર :
લાલ શાહીમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે કે નહિ એની ખાતરી કરવા અંજને બ્લૉટિંગના લાલ ડાઘામાં વાદળી શાહી ભેળવી. એનાથી જાંબુડો રંગ થયો. તે વખતે તેને વિચાર આવ્યો કે પીળા રંગનું શું થશે?

4. નીચેની ખાલી જગ્યાઓ પૂરો :

(1) અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતાં ………. રંગ મળ્યો.
(2) કિન્નરી અંજનને ………………………. પૂછવા આવી હતી.
(3) અંજન કિન્નરીને …………………ને મદદ કરવાનું કહે છે.
(4) ભાસ્કરકાકા બાળકો માટે ……………….. લાવ્યા હતા.
(5) અંજન કોલસામાંથી …………….. શોધવા માગે છે.
ઉત્તરઃ
(1) જાંબુડો
(2) સત્તર સત્તા કેટલા
(3) મા
(4) રમકડાં
(5) સાકર

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

સાકરનો શોધનારો સ્વાધ્યાય

1. પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખો :

પ્રશ્ન 1.
અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે?
ઉત્તરઃ
‘લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો રંગ થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી રંગ થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે….’ અંજન આ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે. આ બધું યાદ રાખવાની મહેનત કરે છે, પણ એમાં એ ફાવતો નથી.

પ્રશ્ન 2.
અંજન કિન્નરી પર ખિજાયા પછી કઈ લાગણી અનુભવે છે?
ઉત્તર:
અંજન કિન્નરી પર ખિજાયા પછી બહેનને દુભવ્યાની લાગણી અનુભવે છે.

પ્રશ્ન 3.
નિખિલરાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી?
ઉત્તરઃ
અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજે દિવસે બાટલી તોડે છે. આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યાં અને આખા ઘરમાં ડાઘા પાડ્યા. નિખિલરાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી.

પ્રશ્ન 4.
અંજન કેવી વ્યથા અનુભવે છે.?
ઉત્તરઃ
અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતાં સતત ટોકતા રહે છે અને વઢે છે. તે અંજન પાસેથી પૈડું, ભમરડો, લખોટા જેવાં રમવાનાં સાધનો લઈ લે છે. આથી તેનો આનંદ મરી જાય છે. પિતાની બીકથી એ માંદો પડી જાય છે.

અંજન માને છે કે તેણે તડકામાં ખૂબ કૂદાકૂદ કરી એટલે તેને તાવ આવ્યો. એની મા માને છે કે એના બાપુ વસ્યા ન હોત તો તે માંદો ન પડત, તેની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે, પણ અંજન માને કે બહેનને દોષિત ગણતો નથી.

એ તો પોતાના નસીબનો જ વાંક કાઢે છે.

પ્રશ્ન 5.
ભાસ્કરરાયનો અંજન વિશે શો અભિપ્રાય હતો?
ઉત્તરઃ
અંજન વિશે ભાસ્કરરાયનો અભિપ્રાય હતો કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે એટલે એને રૂંધી ન નખાય, એને સાચે માર્ગે વળવા દેવો જોઈએ. જ્યાં એનું વ્યક્તિત્વ હણાય નહિ, પણ વિકસે ત્યાં એને જવા દેવો જોઈએ. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

2. આપેલા શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તાલેખન કરો.
શીર્ષક : સંપ ત્યાં જંપ.
ઉત્તરઃ
એક હાથી હતો. પહાડ જેવો તગડો હાથી. એને પીપળાનાં પાન બહુ ભાવે. એક દિવસ એ પીપળાના ઝાડ પાસે આવ્યો ત્યારે એક ડાળ પર મકોડાની હાર પસાર થતી હતી. હાથીભાઈ તો મોટાં અને કૂણાં પાન ખાવામાં મશગૂલ થઈ ગયા.

મકોડાઓએ તેમને વિનંતી કરી, “હાથીભાઈ, બે ઘડી ઊભા રહો. અમે ડાળ પરથી ઊતરી જઈએ પછી તમે આરામથી પાન ખાજો.” પણ હાથીભાઈએ ગર્વથી કહ્યું, “તમે મને રોકનાર કોણ?” એમ કહીને હાથીએ સૂંઢથી ડાળી તોડી નાખી.

મકોડાઓ હાથીથી બચવા ઝાડ પરથી ભૂસકા મારવા માંડ્યા. એમાં કેટલાંક બચ્યાં હતાં. કેટલાક ઘરડા હતા. હાથીએ તો કોઈની પરવા કરી નહિ. હાથીએ તો મોટી ડાળ પર સૂંઢ વીંટીને જરાક જોર કર્યું ત્યાં કડડ કરતી ડાળ તૂટી. મકોડાઓ ભાગંભાગ કરી ભૂસકા માર્યા.

એમાં કેટલાકને વાગ્યું, કેટલાક અથડાયા. કેટલાક પછડાયા. કેટલાક તો મરી ગયા. હાથી તો પેટ ભરીને પાન ખાધાં પછી ડોલતોડોલતો ચાલવા લાગ્યો.

મકોડાઓએ હાથીભાઈને બરાબર પાઠ ભણાવવાનો વિચાર કર્યો. હાથીભાઈ પીપળાનાં પાન ખાઈને તલાવડીમાં પેઠા અને પાણીમાં છબછબિયાં કરવા માંડ્યા. હાથીભાઈ તો ગેલમાં આવી ગયા. પાણી પીને હાથી તલાવડીમાંથી બહાર નીકળીને જાંબુના એક ઝાડ નીચે છાંયામાં સૂઈ ગયા.

હાથી ઘસઘસાટ ઊંઘતો હતો. એવામાં એક, બે, દસ, સો, હજાર જેટલા મકોડાઓ ગાતા – ગાતાં આવ્યા અને “હાથીડા રે હાથીડા,

“વેર લેવા આવ્યા છીએ; ચટક ચટકા લાવ્યા છીએ.”

એમ ગાતા – ગાતાં થોડીવારમાં મકોડાઓ આવીને હાથીના શરીરના જુદા જુદા ભાગો પર ગોઠવાઈ ગયા. એક, દો, તીન એમ અવાજ કરતાં જ મકોડાઓ તે હાથીને ડંખ મારવા લાગ્યા. હાથી જાગી ગયો.

હાથી કૂદતો જાય, પૂંછડી ઉલાળતો જાય, કાન ફફડાવતો જાય અને ઉંહકારા કરતો જાય, પણ મકોડા સાંભળે જ નહિ. તેઓ તો ડંખ ઉપર ડંખ અને ચટક ચટકા મારતા જ જાય.

હાથીભાઈએ મકોડાઓની માફી માગી. હવે કદી આવી ભૂલ નહિ કરું એની ખાતરી આપી ત્યારે બધા મકોડાઓ હાથીભાઈના શરીર પરથી ઊતર્યા.

હાથી તલાવડી તરફ દોડ્યો, પણ હાથીએ તલાવડીમાં માછલીઓને પણ પરેશાન કરી હતી એટલે બધી માછલીઓ તેના કાનમાં ગલીપચી કરવા લાગી. હાથી તો કૂદાકૂદ કરે, પણ માછલીઓ હાથીને છોડે નહિ. હાથીએ માછલીઓની પણ માફી માગી ત્યારે માછલીઓ આઘીપાછી થઈ ગઈ.

આમ, મકોડાઓએ અને માછલીઓએ સંપથી હાથીને બરાબર પાઠ ભણાવ્યો.

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

3. તમે વાંચેલાં પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગયું અને શા માટે તે લખો.
ઉત્તરઃ
મેં વાંચેલાં પુસ્તકો પૈકી મને તારક મહેતાનું “દુનિયાને ઊંધાં ચશ્માં’ પુસ્તક ગમ્યું, કારણ એમાં દરેક પ્રસંગમાંથી સતત હાસ્ય પેદા થાય છે. એ વાંચીને મારું મન હળવું ફૂલ થઈ જાય છે.

સાકરનો શોધનારો પ્રવૃત્તિ

પ્રશ્ન 1.
જૂથમાં ચર્ચા કરો :
– તમને આ નાટકનું કયું પાત્ર ગમ્યું? શા માટે?
– તમે અંજનની જગ્યાએ હોત, તો શું કરત?
– ‘મને શું થવું ગમે?’ વિષય પર પાંચ વાક્યો બોલો
ઉત્તરઃ
મને ભાસ્કરરાયનું પાત્ર ગમ્યું, કારણ કે ભાસ્કરરાય બાળમાનસના જાણકાર છે. તેઓ બાળકોના વિકાસને રૂંધવામાં માનતા નથી. તેઓ ભણતરની સાથે બાળકની બુદ્ધિ, શક્તિ અને તેના હુન્નરને વિકસાવવામાં તેમજ એમને સાચા માર્ગે વાળવામાં માને છે.

એના હુન્નરને વિકસવાની તક આપવામાં માને છે. તેઓ માને છે કે આવાં બાળકો જ જગતને નવું અજવાળું આપી શકે છે. તેઓ અંજનના પિતા નિખિલરાયને સાચો રસ્તો દર્શાવે છે. અંજન તથા કિન્નરીને એમનું હસતું – કિલ્લોલ કરતું બાળપણ પાછું અપાવવામાં તેઓ સફળ થાય છે.

પ્રશ્ન 2.
નાટકની વર્ગખંડમાં રજૂઆત કરાવવી.

Std 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો Additional Important Questions and Answers

સાકરનો શોધનારો પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
શું નિખિલરાયનું અંજન પ્રત્યેનું વર્તન યોગ્ય છે? – પાઠના આધારે લખો.
ઉત્તરઃ
નિખિલરાય હંમેશાં અંજનને ટોક્તા રહે છે. તેઓ એને એની મનગમતી પ્રવૃત્તિ કરવા દેતા નથી. તેઓ એની કુતૂહલવૃત્તિને દબાવી દે છે. અંજનનાં આંગળા અને કપડાં પર શાહીના ડાઘ જોઈને નિખિલરાય અંજનને થપ્પડ લગાવી દે છે અને કહે છે, “કેમ? કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું?”

આથી ડરને લીધે તેને તાવ આવી જાય છે. પિતા તેને રમવા દેતા નથી. તેની પાસેથી તેનાં રમકડાં લઈ લે છે. તેની માને પણ અપમાનિત કરે છે. અંજન કેવળ ભણે અને બીજું કાંઈ જ ન કરે એવું તેઓ ઇચ્છે છે. બાળક સાથે આવું વર્તન કરવાથી બાળકનો વિકાસ રૂંધાઈ જાય છે.

એ હંમેશાં ભયભીત રહે છે. આમ, નિખિલરાયનું અંજન પ્રત્યેનું વર્તન બિલકુલ યોગ્ય નથી.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
અંજન કઈ વાતથી હેરાન થઈ જાય છે?
ઉત્તરઃ
અંજન કોઈ પણ વિષયને ગોખીને યાદ કરવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં એ ફાવતો નથી. એક વિષય પાકો કરે છે ત્યાં બીજું મગજમાંથી નીકળી જાય છે. તેને ગોખણિયા ભણતર પર ચીડ ચડે છે.

દરેક વિષય ગોખવામાં એટલો બધો સમય વીતી જાય છે કે રમવા માટે સમય જ મળતો નથી. આથી તે હેરાન થઈ જાય છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

પ્રશ્ન 2.
નિખિલરાય અંજનને વાંચવા માટે શી ચેતવણી આપે છે? શા માટે?
ઉત્તરઃ
અંજનને બે રંગોની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નહિ તેની ખાતરી કરવી હતી. નિખિલરાયને તેની આ પ્રવૃત્તિ પસંદ નહોતી. તેઓ માને છે કે આ તો રંગારાનું કામ છે. આથી તેઓ અંજનને વાંચવા બેસાડે છે અને ચેતવણી આપે છે કે દસ વાગ્યા પહેલાં તેણે ખુરશીમાંથી ઊઠવું નહિ.

જો એ આઘોપાછો થશે તો તેઓ તેના પગ કાપી નાખશે.

પ્રશ્ન 3.
અંજનના શિક્ષકે નિખિલરાયને અંજન વિશે શી ફરિયાદ કરી હતી?
ઉત્તર :
અંજનના શિક્ષકે નિખિલરાયને અંજન વિશે ફરિયાદ કરી હતી કે અંજન પહેલા નંબરનો ઠોઠ છે. તેનું મન ભીંતોમાં ભમતું હોય છે. તે ફાવે ત્યારે ઊંઘી જાય છે અને ઊંઘતો ન હોય ત્યારે દરેક બાંકડા પર પોતાનું નામ લખીને બાંકડા બગાડે છે.

પ્રશ્ન 4.
નિખિલરાયે અંજન પ્રત્યે કડક વલણ અપનાવવાનું શા માટે નક્કી કર્યું?
ઉત્તરઃ
અંજનનું ભણવામાં કે વાંચવામાં ધ્યાન નહોતું. શાળાના શિક્ષકની પણ ફરિયાદ હતી કે અંજન ભણવામાં પહેલા નંબરનો ઠોઠ છે. તે કોઈ ને કોઈ અડપલાં કરતો રહે છે. નિખિલરાય માને છે કે અંજનની બહેન કિન્નરી અને મા તેનું ઉપરાણું લઈને તેને બગાડે છે.

આથી નિખિલરાયે અંજન પ્રત્યે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું.

પ્રશ્ન 5.
નિખિલરાયે ભણવા બાબતે અંજનને કડક શબ્દોમાં શું કહ્યું?
ઉત્તર :
નિખિલરાયે અંજનને ભણવા બાબતે કડક શબ્દોમાં કહ્યું કે જો તેને તોફાન કરવાં હોય તો તે તેના મોસાળ પાછો ચાલ્યો જાય. અહીં રહેવું હોય તો ભણવામાં ધ્યાન આપવું પડશે. જો તે મસ્તી કરશે તો મારા હાથનો માર ખાવો પડશે.

આટલું કહીને નિખિલરાયે અંજન પાસેથી પૈડું, ભમરડો, લખોટા વગેરે રમવાનાં સાધનો લઈ લીધાં અને સાઇકલ પર બેસવાની પણ મનાઈ કરી દીધી.

પ્રશ્ન 5.
ભણતર અંગેના ભાસ્કરરાયના વિચારો જણાવો.
ઉત્તરઃ
ભણતર અંગે ભાસ્કરરાયના વિચારો આ પ્રમાણે છે: પાઠ્યપુસ્તકો કેવળ મોઢે કરવાથી કોઈની ગરીબાઈ દૂર થતી નથી. ગોખણપટ્ટી કરીને પાસ થનારા કેટલાય લોકો ગામમાં રખડતા ફરે છે.

રાજા રામ એના વર્ગમાં હંમેશાં પહેલાં પાંચની અંદર રહેતો હતો, પણ એ માંડ પાંત્રીસ રૂપરડીની નોકરી કરે છે ! અને પેલો છેલ્લે બાંકડે પડી રહેતો રામલાલ લોખંડના ધંધામાં કેટલું કમાયો! એમાંથી તેણે બંગલો બંધાવ્યો છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

3. નીચેના પ્રશ્નોના ઉત્તર બે વાક્યોમાં લખો

પ્રશ્ન 1.
કંકાસથી કંટાળી ગયેલો અંજન શું વિચારે છે?
ઉત્તરઃ
કંકાસથી કંટાળી ગયેલો અંજન વિચારે છે કે તે હસતો નથી એટલે મા રડ્યા કરે છે! તે બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે ! પણ તે શું કરે? તેનો આનંદ મરી ગયો છે! જાણે ચેતન જ જતું રહ્યું!

પ્રશ્ન 2.
શું સાંભળીને અંજનનો ચહેરો ઊતરી જાય છે? શા માટે?
ઉત્તરઃ
‘ભાસ્કરકાકા એમની પેટીમાં એટલાં રમકડાં લઈને આવ્યા છે કે રાતદિવસ રમ્યા જ કરીએ!’ કિન્નરીના આ શબ્દો સાંભળીને અંજનનો ચહેરો ઊતરી જાય છે; કારણ કે તેના બાપુએ તેને રમવાની મનાઈ કરી છે.

4. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
વાદળી શાહીનો ખડિયો બ્લૉટિંગ પેપર ઉપર ઊંધો વાળવા જતાં શું થાય છે?
ઉત્તર :
વાદળી શાહીનો ખડિયો બ્લૉટિંગ પેપર ઉપર ઊંધો વાળવા જતાં અંજનના હાથ અને કપડાં ખરાબ થઈ જાય છે.

પ્રશ્ન 2.
નિખિલરાયનો મિજાજ ક્યારે બગડે છે?
ઉત્તરઃ
અંજનનાં આંગળાં અને કપડાં પર ડાઘ જોઈને નિખિલરાયનો મિજાજ બગડે છે.

પ્રશ્ન 3.
અંજનને કઈ વાતની ખાતરી કરવી હતી?
ઉત્તરઃ
અંજનને લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ તો જાંબુડો રંગ થાય કે નહિ તેની ખાતરી કરવી હતી.

પ્રશ્ન 4.

અંજનની માંદગી વિશે તેની મા શું માનતી હતી?
ઉત્તર :
અંજનની માંદગી વિશે તેની મા માનતી હતી કે અંજનને તેના પિતા બહુ વસ્યા એટલે અંજન માંદો પડ્યો હતો.

પ્રશ્ન 5.
અંજન માંદો પડ્યો એમાં કિન્નરીને પોતાનો વાંક કેમ લાગે છે?
ઉત્તર :
અંજન માંદો પડ્યો એમાં કિન્નરીને પોતાનો વાંક લાગે છે; કારણ કે કિન્નરીએ અંજનને પજવ્યો ન હોત તો તેના બાપુને કંઈ ખબર પડત નહિ અને તે અંજનને લડત નહિ.

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

પ્રશ્ન 6.
અંજન આનંદમાં આવી કિન્નરીને કેમ બાઝી પડે છે?
ઉત્તર :
ભાસ્કરરાય નિખિલરાયને કહેવાના છે કે તેઓ અંજનને અને કિન્નરીને વઢે નહિ, પણ રમવા દે. કિન્નરીના આ શબ્દો સાંભળી અંજન આનંદમાં આવી જાય છે અને તે કિન્નરીને બાઝી પડે છે.

પ્રશ્ન 7.
અંજનને કોલસામાંથી શું શોધવું હતું?
ઉત્તરઃ
અંજનને કોલસામાંથી સાકર શોધવી હતી.

5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોઃ

પ્રશ્ન 1.
પીળા રંગમાં લાલ રંગ મેળવીએ તો કયો રંગ બને?
A. જાંબુડો
B. નારંગી
C. ભૂરો
D. મજન્ટા
ઉત્તરઃ
B. નારંગી

પ્રશ્ન 2.
બ્લૉટિંગ પેપર વડે ડાઘ સાફ કરવા જતાં અંજનના ક્યા અવયવ ખરડાય છે?
A. આંગળાં
B. ચહેરો
C. હાથ
D. પગ
ઉત્તરઃ
A. આંગળાં

પ્રશ્ન 3.
વાદળી શાહીનો ખડિયો બ્લૉટિંગ પેપર ઉપર ઊંધો વાળવા જતાં શું ખરડાય છે?
A. પુસ્તક
B. દીવાલ
C. હાથ અને કપડાં
D. જાજમ
ઉત્તરઃ
C. હાથ અને કપડાં

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

પ્રશ્ન 4.
અંજનને તાવ આવવાનું કારણ ભાસ્કરરાય શું માને છે?
A. તડકામાં ખૂબ કૂદાકૂદ કરવી
B. પિતાની બીક
C. કિન્નરીનો વાંક
D. નસીબનો વાંક
ઉત્તરઃ
B. પિતાની બીક

7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

 1. હું તે ગણિત ગોખું કે ગુજરાતી ગોખું?
 2. તે તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે !
 3. અંજન પૈડું અને સળિયા, ભમરડો અને જાળ નિખિલરાયને સોંપે છે.
 4. બાળકોનાં ભવિષ્ય એમનાં દાદા – દાદી જ રગદોળે છે.
 5. દાક્તરસાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો.
 6. ભાસ્કરરાય એમની પેટીમાં નવાં કપડાં લાવ્યાં છે!
 7. અંજનનું જીવન જ્યાં હણાય નહિ, પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો.

ઉત્તરઃ

 1. ખોટું
 2. ખરું
 3. ખરું
 4. ખોટું
 5. ખરું
 6. ખોટું
 7. ખરું

સાકરનો શોધનારો વ્યાકરણ

1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

 • મહેનત = પ્રયત્ન
 • જાજમ = શેતરંજી
 • ઢીલોઢસ = નરમ
 • રાવ = ફરિયાદ
 • હુન્નર = કસબ
 • અડપલું = અટકચાળું
 • ક્લેશ = સંતાપ, કંકાસ
 • અવતાર = જન્મ
 • ગમગીન = ઉદાસ
 • હેરાન = પરેશાન

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:

 • મેલું ✗ સ્વચ્છ
 • ગરીબાઈ ✗ શ્રીમંતાઈ
 • કડક ✗ નરમ
 • સુંવાળું ✗ ખરબચડું
 • માંદું ✗ સાજું
 • શક્તિ ✗ અશક્તિ
 • અજવાળું ✗ અંધારું
 • મીઠો ✗ કડવો
 • અભિમાન ✗ નિરભિમાન
 • કાળું ✗ ધોળું

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

3. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો:

 • અભિઆસ
 • નીખીલરાય
 • પૂરસી
 • કીનરી
 • સુરેનદનાથ
 • વેકુઠ
 • શુસોભીત
 • ખુસમીજાજ
 • બુધિ
 • ઊજાગરા

ઉત્તરઃ

 • અભ્યાસ
 • નિખિલરાય
 • ખુરશી
 • કિન્નરી
 • સુરેન્દ્રનાથ
 • વૈકુંઠ
 • સુશોભિત
 • ખુશમિજાજ
 • બુદ્ધિ
 • ઉજાગરા

4. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવોઃ

 • અભ્યાસખંડ – અભ્યાસ માટેનો ખંડ – તપુરુષ
 • ભાઈબહેન – ભાઈ અને બહેન – દ્વન્દ્ર
 • વીજળીપંખો – વીજળીથી ચાલતો પંખો – મધ્યમપદલોપી
 • ઉલ્લાસભય – ઉલ્લાસથી ભર્યો – તપુરુષ

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

5. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો

નિખિલરાય, છૂટાંછવાયાં, મિજાજ, વાદળી, અંજન, બારી, કિન્નરી
ઉત્તર :
અંજન, કિન્નરી, છૂટાંછવાયાં, નિખિલનાય, બારી, મિજાજ, વાદળી

6. નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો શોધીને લખો:

 1. કડકડાટ
 2. ખાલીખમ
 3. બરાબર
 4. માવતર
 5. કકળાટ
 6. તાકીતાકીને
 7. નિયમસર
 8. કડકો
 9. ઢીલોટ્સ
 10. છાનામાના

ઉત્તર :
દ્વિરુક્ત શબ્દોઃ

 1. ખાલીખમ
 2. બરાબર
 3. તાકીતાકીને
 4. ઢીલોઢસ
 5. છાનામાના રવાનુકારી શબ્દોઃ
  • કડકડાટ
  • કકળાટ
  • કડકો

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

7. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો:

(1) ગાલ લાલ કરવા – તમાચો મારવો
વાક્ય: દીકરાને મોડી રાતે દારૂના નશામાં આવેલો જોઈને પિતાએ એના ગાલ લાલ કરી નાખ્યા.

(2) મિજાજ બગડવો – ગુસ્સે થવું
વાક્ય : વાસંતીએ લેસન કર્યું નહોતું તેથી શિક્ષકનો મિજાજ બગડ્યો.

(3) ઉપરાણું તાણવું – તરફદારી કરવી, પક્ષ લેવો
વાક્ય : દીકરો ખોટાં કામ કરીને આવે ત્યારે મા – બાપે એનું ઉપરાણું તાણવું ન જોઈએ.

(4) માથે મોત ભમવું – મરણનો ભય હોવો
વાક્યઃ અશોકને દેશમાં જવાની ના પાડી, પણ એને માથે મોત ભમતું હશે એટલે ધરતીકંપ થતાં એ જમીનમાં દટાઈ ગયો.

(5) મોમાં આંગળા નાખીને બોલાવવું – પરાણે બોલાવવું
વાક્ય : કેટલાક લોકો એવા મીંઢા હોય છે કે એમના મોમાં આંગળા નાખીને બોલાવોને તો ય ન બોલે.

(6) વહારે ધાવું – મદદે આવવું
વાક્ય : રેલવે અકસ્માત થતાં આજુબાજુના લોકો ઘાયલોની વહારે ધાયા.

(7) આંખો કાઢવી – બીક બતાવવી
વાક્યઃ પોલીસે આંખો કાઢી એટલે ચોરે પોતાનો ગુનો કબૂલ કરી લીધો.

(8) મગજ ચસકી ન જવું – મગજ ખસી ન જવું, ગાંડપણ ન આવવું
વાક્ય : વિમલેશભાઈનાં સંસ્કારોને કારણે સુખ – સમૃદ્ધિમાં પણ એમનાં સંતાનોનાં મગજ ચસકી ગયાં નહોતાં.

(9) મોંમાં મગ ભરવા – ચૂપ રહેવું
વાક્ય : નિલેશને એના પિતાએ એની પરીક્ષાના પરિણામ વિશે પૂછ્યું, પણ એ તો મોંમા મગ ભરીને બેસી રહ્યો.

(10) કકળાટ કરવો – રડારોળ કરવી, (અહીં) કંકાસ કે કજિયો કરવો
વાક્ય : સુજ્ઞાબહેનના પાડોશી આખો દિવસ બસ કકળાટ કર્યા કરતાં હોય છે.

(11) ચહેરો પીળો પડી જવો – ચહેરો ફિક્કો થઈ જવો
વાક્યઃ પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલ મહેન્દ્રનો ચહેરો પીળો પડી ગયો.

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

(12) આંખે અંધારા આવવાં – ચક્કર આવવાં
વાક્ય: મૂકેશ દોડાદોડીને એટલો થાકી ગયો હતો કે એને આંખે અંધારાં આવી ગયાં.

(13) લાશ થઈ જવું – ખૂબ નબળા થઈ જવું
વાક્ય : કૅન્સરના રોગને લીધે કમલાનું શરીર લાશ થઈ ગયું હતું.

(14) મામલો બગડવો – પરિસ્થિતિ ખરાબ થવી
વાક્ય: બે જૂથ વચ્ચે નાની એવી વાતમાં મામલો બગડ્યો અને સૌ મારામારી પર આવી ગયા.

(15) આનંદ મરી જવો – નિરુત્સાહી થઈ જવું
વાક્ય: અચાનક લગ્નમંડપમાં જ દહેજ બાબતે બોલાચાલી થતાં સૌનો લગ્નનો આનંદ મરી ગયો.

(16) ચહેરો ઊતરી જવો – મોઢા ઉપર ઉદાસીનો ભાવ દેખાવો
વાક્ય સાસરેથી આવેલી દીકરીનો ચહેરો ઊતરી ગયેલો જોઈને મા વિચારમાં
પડી ગઈ.

(17) આંખ આડા કાન કરવા – વાત ધ્યાનમાં ન લેવી
વાક્ય : શિક્ષક વર્ગમાં કોઈ સલાહ આપે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ આંખ આડા કાન કરે છે.

(18) દળદર ફિટવું – ગરીબાઈ દૂર થવી
વાક્યઃ ખૂબ મહેનત કરીએ, પ્રામાણિકતા અને લગનથી ધંધો કરીએ તો જ દળદર ફિટે છે.

(19) આડું જોઈ જવું – અણગમો દેખાડવો
વાક્યઃ પિતાએ પરિમલને ઑફિસે આવીને કામે લાગી જવા કહ્યું તો એ આડું જોઈ ગયો.

(20) કાને અથડાવું – શબ્દો સંભળાવા
વાક્ય : બે શિક્ષકો પ્રિન્સિપાલની નિંદા કરતા હતા એ શબ્દો એમના કાને અથડાયા.

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

9. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

 • બરુની કલમ – મિત્તો
 • શાહી ચૂસનારો કાગળ – બ્લૉટિંગ
 • ભણવામાં ‘ઢ – હોઠ
 • ખાટલાની ચોખટ – ઈસ
 • ભગવાન વિષ્ણુનો લોક – વૈકુંઠ
 • મોટાં પુસ્તકો – થોથાં

10. નીચે આપેલાં વાક્યોમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ તારવોઃ

 1. એક પાકું કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલીખમ થઈ જાય છે!
 2. મને એમ કે બાળકને કોણ ક્લેશ કરાવે?
 3. માંદલો અંજન પથારીમાં પડ્યો છે.
 4. તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા.
 5. બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવો કેમ?
 6. હું અહીં આવી ત્યારે તેઓ માને એમ જ કહેતા હતા.

ઉત્તરઃ

 1. સંયુક્ત વાક્ય
 2. સાદું વાક્ય
 3. સાદું વાક્ય
 4. સંકુલ વાક્ય
 5. સંયુક્ત વાક્ય
 6. સંકુલ વાક્ય

સાકરનો શોધનારો પ્રવૃત્તિઓ

જૂથમાં ચર્ચા કરોઃ

પ્રશ્ન 1.
તમે અંજનની જગ્યાએ હોત, તો શું કરત?
ઉત્તર :
હું અંજનની જગ્યાએ હોત, તો હું પણ અંજનની જેમ નિરાશ થઈ જાત. જીવનમાંથી રસ ઊડી જાત, હું માંદો પડ્યો હોત તો એ માટે અંજનની જેમ હું મારા નસીબને નહિ, પણ મારા પિતાને જ દોષી ગણત.

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

પ્રશ્ન 2.
“મને શું થવું ગમે?” વિષય પર પાંચ વાક્યો બોલો.
ઉત્તરઃ

 • મને ક્રિકેટર થવું ગમે.
 • ક્રિકેટ એવી રમત છે જે ખેલદિલીની ભાવના જગાડે છે.
 • ક્રિકેટના મેદાનમાં ચોગ્ગા અને છગ્ગા મારીને મારે પ્રેક્ષકોનાં દિલ જીતવાં છે.
 • મને મહેન્દ્રસિંહ ધોની જેવા કેપ્ટન બનવાની ઇચ્છા છે.
 • મારે સચિનની જેમ ક્રિકેટજગતમાં નામ કમાવું છે. આ એકાંકીની વર્ગખંડમાં રજૂઆત કરો.

સાકરનો શોધનારો Summary in Gujarati

સાકરનો શોધનારો પાઠપરિચય
યશવંત સવાઈલાલ પંડ્યા [જન્મ ઈ. સ. 1905, મૃત્યુઃ ઈ. સ. 1955]

સાકરનો શોધનારો’ એકાંકીમાં લેખકે અંજનના પાત્ર દ્વારા બાળમાનસનું આલેખન કર્યું છે. ત્રણ દશ્યોમાં વહેંચાયેલા એકાંકીમાં અંજનનો બાળવિકાસ તેના પિતા નિખિલરાય જ રુંધે છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો 1

પુત્રના પ્રયોગોને ન સમજી શકનાર પિતા નિખિલરાયનું કડક વર્તન, તેની માતાનો પુત્ર પ્રત્યેનો વાત્સલ્યભાવ, ભાઈબહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ તેમજ કાકા ભાસ્કરરાયની બાળમનોવૃત્તિને સમજવાની ક્ષમતા વગેરેને લેખકે આ એકાંકીમાં સુંદર રીતે પ્રસ્તુત કર્યા છે.

ભાષાસજતા
જોડણી

શુદ્ધ ગુજરાતી ભાષા લખવા માટે શબ્દોની સાચી જોડણી તેમજ યોગ્ય સ્થાને અનુસ્વારનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. જો એની સમજ ન હોય અને ખોટી જોડણી કરી હોય તો અર્થ બદલાઈ જાય છે. હ્રસ્વ ‘ઇ’ની જગ્યાએ દીર્ઘ ‘ઈ’ લખીએ તોપણ અર્થ બદલાઈ જાય છે.
દા. ત.,

 • દિન – દિવસ,
 • દિન – ગરીબ.
 • પાણી – જળ,
 • પાણિ – હાથ.
 • ચિર – લાંબું,
 • ચીર – વસ્ત્ર.

Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો

વિરામચિહ્નો યોગ્ય જગ્યાએ ન મુકાય તોપણ અર્થ બદલાઈ જાય છે.
દા. ત.,

 • કોઈએ ચોરી કરવી નહિ, કરનારને જેલમાં પૂરી દેવામાં આવશે.
 • કોઈએ ચોરી કરવી, નહિ કરનારને જેલમાં પૂરી દેવામાં આવશે.

અનુસ્વારનો યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો પણ અર્થ બદલાઈ જાય છે.
દા. ત.,

 • તમારે મારી ચિંતા કરવી નહિ.
 • હું તમારી ચિંતા કરું છું.

સાકરનો શોધનારો શબ્દાર્થ

 • જાજમ – શેતરંજી.
 • રખડતી – (અહીં) વેરવિખેર.
 • મેલાં – ગંદા.
 • કિત્તો – બરુની કલમ.
 • છૂટું છવાયું – વેરણછેરણ.
 • સંભારવું – યાદ કરવું.
 • ગોખવું – મોઢે કરવા માટે વારંવાર બોલવું.
 • નિરાશ – હતાશ. ઢળવું ઢોળાઈ જવું.
 • બ્લૉટિંગ – શાહી ચૂસનારો એક કાગળ.
 • દહાડો – દિવસ.
 • સારી પેઠે – સારી રીતે.
 • ખરડાવું – ખરાબ થવું, ગંદું થવું.
 • લગીર – જરા, થોડું.
 • હાશ – શાંતિ, રાહત.
 • ધમપછાડા – તોફાન, મસ્તી.
 • પજવવું – હેરાન કરવું.
 • ગધ્ધા – ગધેડો.
 • ફરિયાદ – રાવ.
 • દી – દિવસ. Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો
 • થપ્પડ – તમાચો, લાફો.
 • ઢીલોઢસ – નરમ.
 • હુન્નર – કારીગરી, કસબ.
 • મેળવણી – મિશ્રણ.
 • હાલવું – (અહીં) આઘાપાછા થવું.
 • વાઢી નાખવું – કાપી નાખવું.
 • રેઢિયાળ – ધણી વિનાનું, નિયંત્રણ વિનાનું, (અહીં) નકામું.
 • ઠોઠ – ભણવામાં નબળો.
 • ક્લેશ – સંતાપ, કંકાસ.
 • માવતરપણું – વડીલપણું.
 • ઠપકો – ધમકી.
 • અડપલું – અટકચાળું.
 • ભા – ભાઈ.
 • ખોડવું – લગાડવું.
 • અવતાર – જન્મ.
 • લગી – સુધી.
 • સોડ – પડખું.
 • રગદોળવું – બગાડવું.
 • માંદલો – બીમાર.
 • હણાવું – (અહીં) ફિક્કુ પડી જવું, ઝાંખું થઈ જવું.
 • પડખે – બાજુમાં,
 • ઈસ – ખાટલાનું ચોકઠું.
 • સુંવાળું – કોમળ.
 • તાકીતાકીને – ટગરટગર.
 • પાસું – પડખું. Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો
 • વાંક – અપરાધ, (અહીં) દોષ.
 • ધખવું – વઢવું, ગુસ્સે થવું.
 • ઘડી – ઘડી – વારંવાર.
 • રંગ – (અહીં) રોનક.
 • ઉમંગ – ઉત્સાહ.
 • ચેતન – ચેતના.
 • પરોવાવું – (અહીં) વ્યસ્ત રહેવું.
 • હઠ – જીદ.
 • વૈકુંઠ – ભગવાન વિષ્ણુનો લોક, સ્વર્ગ.
 • ગમગીન – ઉદાસ.
 • છાનામાના – ચૂપચાપ.
 • બંધી – મનાઈ.
 • ઉલ્લાસભર્યો – આનંદિત.
 • બાઝી પડવું – ભેટવું.
 • નજરે પડવું – દેખાવું.
 • અધ્ધર – ઉભડક, ટેકા વગર.
 • મિજાજ – મનની સ્થિતિ.
 • ખુશમિજાજ – ખૂબ જ પ્રસન્ન.
 • બહાનું – ખોટું કારણ, નિમિત્ત.
 • દોષ – વાંક.
 • લક્ષણ – ગુણ, (અહીં) સ્વભાવ.
 • થોથું – મોટું પુસ્તક.
 • દળદર – દારિદ્ર, ગરીબી.
 • જડવું – મળવું.
 • ચૌટું – બજાર.
 • રૂપરડી – રૂપિયો.
 • આંખ આગળ – નજર સામે.
 • રૂંધવું – અટકાવવું, અવરોધવું.
  વળવા દેવું – જવા દેવું.
 • હણાવું – બગડવું.
 • પ્રફુલ્લવું – વિકસવું.
 • જગ – જગત, વિશ્વ.
 • અજવાળું – પ્રકાશ.
 • ભણી – તરફ. Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો
 • કિલકિલાટ – હર્ષનો અવાજ, શોરબકોર.

રૂઢિપ્રયોગ

 • ખાલીખમ થઈ જવું – ભુલાઈ જવું.
 • નામ જ ન લેવું – લેવા – દેવા ન રાખવી, (અહીં) વાત જ ન કરવી.
 • ગાલ લાલ કરવા – તમાચો મારવો.
 • મિજાજ બગડવો – ગુસ્સે થવું.
 • મન ભીંતોમાં ભમવું – ધ્યાન ન હોવું, મન કોઈ જગ્યાએ સ્થિર ન હોવું.
 • ઉપરાણું તાણવું – તરફદારી કરવી, પક્ષ લેવો.
 • માથે મોત ભમવું – મરણનો ભય હોવો.
 • મોંમાં આંગળા નાખીને બોલાવવું – પરાણે બોલાવવું.
 • વહારે ધાવું – મદદે આવવું.
 • આંખો કાઢવી – બીક બતાવવી.
 • મગજ ચસકી ન જવું – મગજ ખસી ન જવું, ગાંડપણ ન આવવું.
 • મોંમાં મગ ભરવા – મૂંગા રહેવું.
 • કકળાટ કરવો – રડારોળ કરવી, (અહીં) કંકાસ કે કજિયો કરવો.
 • આંખમાંથી આંસુ ખરવાં – રડવું.
 • ચહેરો પીળો પડી જવો – ચહેરો ફિક્કો થઈ જવો. તેજ હણાવું તેજ ઓછું થવું.
 • આંખે અંધારાં આવવાં – ચક્કર આવવાં. લાશ થઈ જવું – ખૂબ નબળા થઈ જવું.
 • મામલો બગડવો – પરિસ્થિતિ ખરાબ થવી.
 • નાડ તપાસવી – રોગીની નાડ જોઈને તેના રોગની માહિતી મેળવવી.
 • આનંદ મરી જવો – નિરુત્સાહી થઈ જવું.
 • જીવન જતું રહેવું – જીવનમાંથી રસ ઊડી જવો.
 • ચહેરો ઊતરી જવો – મોઢા ઉપર ઉદાસીનો ભાવ દેખાવો.
 • સમા કરવું – બરાબર કરવું. Class 8 Gujarati Textbook Solutions Chapter 14 સાકરનો શોધનારો
 • આંખ આડા કાન કરવા – કોઈ બાબત પર ધ્યાન ન આપવું.
 • દળદર ફિટવું – ગરીબાઈ દૂર થવી.
 • આડું જોઈ જવું – અણગમો બતાવવો.
 • કાને અથડાવું – શબ્દો સંભળાવા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *