Class 8 Gujarati Textbook Solutions Chapter 1 બજારમાં

   

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 1 બજારમાં Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 1 બજારમાં

Class 8 Gujarati Textbook Solutions Chapter 1 બજારમાં Textbook Questions and Answers

બજારમાં અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :

પ્રશ્ન 1.
ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ? [ ]
(ક) અકસ્માતને
(ખ) ખરીદીને
(ગ) ફરવાને
(ઘ) ખાવાપીવાને
ઉત્તર :
(ક) અકસ્માતને

Class 8 Gujarati Textbook Solutions Chapter 1 બજારમાં

પ્રશ્ન 2.
તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ?
(ક) 100
(ખ) 105
(ગ) 108
(ઘ) 111
ઉત્તર :
(ગ) 108

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
ચિત્રમાં કયાં કયાં વાહનો દેખાય છે?
ઉત્તરઃ
ચિત્રમાં નીચે જણાવેલાં વાહનો દેખાય છેઃ

  • 108 ઍબ્યુલન્સ
  • ટેન્કર
  • રિક્ષા
  • કાર
  • મોટરબાઇક
  • પોલીસ જીપ
  • બસ
  • રેંકડી

પ્રશ્ન 2.
ચિત્રમાં શાની શાની દુકાન દેખાય છે?
ઉત્તરઃ
ચિત્રમાં આનંદ પ્રોવિઝન સ્ટોર, બુક સ્ટોર, સીડી કૉર્નર, લેડીઝ ટેલર, ચમાં ઘર, નાસ્તા હાઉસ વગેરે દુકાનો દેખાય છે.

પ્રશ્ન 3.
ચિત્રમાં કેટલાં વૃક્ષો દેખાય છે?
ઉત્તર :
ચિત્રમાં છ વૃક્ષો દેખાય છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 1 બજારમાં

બજારમાં સ્વાધ્યાય

1. ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો.
ઉત્તરઃ
ચિત્રમાં નીચે જણાવેલી વસ્તુઓ દેખાય છે:

  • City Mall
  • રેંકડી
  • પ્રકાશ સ્કૂલ
  • સ્કૂલ-બસ
  • રિક્ષા
  • ટાવર
  • વૃક્ષો
  • પીઠડ કૉપ્લેક્ષ
  • આનંદ પ્રોવિઝન સ્ટોર
  • સીડી કૉર્નર
  • બુક સ્ટોર
  • લેડીઝ ટેલર
  • ચશ્માં ઘર
  • ટેન્કર
  • મોટરબાઈક
  • પોલીસ જીપ
  • 108 ઍબ્યુલન્સ
  • નાસ્તા હાઉસ
  • મંદિર
  • ઇલેક્ટ્રિક થાંભલો
  • બસ-સ્ટેશન
  • બસ
  • વાહનો તથા માણસોની અવરજવર
  • પોલીસ
  • કાર.

Class 8 Gujarati Textbook Solutions Chapter 1 બજારમાં

પ્રશ્ન 2.
ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે?
ઉત્તરઃ
ટૅન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસને અને ઍબ્યુલન્સને ફોન કરી રહી હશે.

પ્રશ્ન 3.
ચિત્રમાં દેખાતાં વાહનોનો ઉપયોગ જણાવો.
ઉત્તરઃ

  • ઍબ્યુલન્સનો ઉપયોગ દર્દીને હૉસ્પિટલમાં પહોંચાડવા માટે થાય છે.
  • પોલીસ જીપનો ઉપયોગ ઘટના સ્થળની વિગત મેળવવા આગળની કાર્યવાહી કરવા માટે થાય છે.
  • ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજે સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે.
  • બસ મુસાફરોને એક ગામથી બીજે ગામ લઈ જાય છે. (5) રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે.
  • કાર કે મોટરબાઈક એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચવામાં મદદરૂપ થાય છે.

પ્રશ્ન 4.
હેભેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો?
ઉત્તરઃ
હેભેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો.

પ્રશ્ન 5.
શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે?
ઉત્તર :
શહેરમાં નીચે જણાવેલી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે :

  • ઍબ્યુલન્સ
  • હૉસ્પિટલ
  • શાળા
  • બસ-સ્ટેશન
  • જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનોવાળાં કૉપ્લેક્ષ
  • પોલીસ જીપ
  • નાસ્તા-હાઉસ.

Class 8 Gujarati Textbook Solutions Chapter 1 બજારમાં

2. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારા શબ્દોમાં લખો :

પ્રશ્ન 1.
ચિત્રમાં દેખાતાં આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે?
ઉત્તરઃ
ચિત્રમાં દશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં નીચેની વસ્તુઓ મળતી હશે :

  • ઘઉં, ચોખા, દાળ વગેરે અનાજ
  • શીંગનું તેલ, તલનું તેલ જેવાં ખાદ્યતેલ
  • ઘી
  • મરચું, હળદર, ધાણાજીરું વગેરે મરીમસાલા
  • સૂકો મેવો
  • ઘઉંનો લોટ તથા ચણાનો લોટ
  • પાપડ, વડી
  • નાહવાના તથા કપડાં ધોવાના સાબુ અને પાવડર, વાસણ સાફ કરવાનો સાબુ અને પાવડર
  • નમકીન
  • પીપરમીન્ટ, ચૉકલેટ વગેરે
  • માથામાં નાખવાનું તેલ
  • ચા, કૉફી, ચાનો મસાલો
  • જીવનજરૂરિયાતની અનેક વસ્તુઓ.

પ્રશ્ન 2.
અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે?
ઉત્તરઃ
અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો એના વિશે જાતજાતની વાતચીત કરતા હોય છે. એક કહેશે કે બાઈક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ. બીજો કહેશે આવડી મોટી ટૅન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત થાય જ ને!

ત્રીજો કહેશે બાઈક ચલાવનાર જુવાનિયા એટલી તેજ બાઈક દોડાવતા હોય છે કે આવા અકસ્માત થયા વગર રહે જ નહિ. કોઈ કહેશે સારું થયું બાઈક ચલાવનારે હેભેટ પહેરી હતી, નહિતર ખોપરી જ ફાટી જાત.

પ્રશ્ન 3.
તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે?
ઉત્તર :
મારા મતે રસ્તે ચાલતા માણસને બચાવવા જતાં અકસ્માત થયો હશે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 1 બજારમાં

પ્રશ્ન 4.
વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ?
ઉત્તર :
વાહન ચલાવતી વખતે નીચે જણાવેલી બાબતોની સાવધાની રાખવી જોઈએ :

  • જ્યાં માણસોની વધારે અવરજવર હોય ત્યાં વાહન ઝડપથી ચલાવવું નહિ.
  • ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી નહિ.
  • ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહિ.

પ્રશ્ન 5.
અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે?
ઉત્તરઃ
અકસ્માત સ્થળેથી કોઈએ 108ને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ 108 અકસ્માત સ્થળે પહોંચી હશે.

પ્રશ્ન 6.
જો બસસ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે?
ઉત્તરઃ
જો બસ-સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે. ટાઢ, તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે.

પ્રશ્ન 7.
કયૂટર-સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો.
ઉત્તરઃ
અમારા ઘરની નજીક “કમ્યુટર કૅર’ નામનું એક કમ્યુટર સેન્ટર છે. એક વાર હું ત્યાં ગઈ હતી. ત્યાં મેં કમ્યુટર માટે જરૂરી અનેક પાર્ટ્સ (Parts) જોયા. એક એન્જિનિયરભાઈએ મને કષ્પટરનો કોઈ પાર્ટ બગડી ગયો હોય તો જ્યો પાર્ટ કામ લાગશે તે વિગતે સમજાવ્યું.

ઉપરાંત Internet કેમ ચલાવવું, e-mail કેમ કરવો તેની માહિતી પણ તેમણે મને આપી. ત્યાં લેપટોપના પાર્ટ્સ પણ મળતા હતા.

Class 8 Gujarati Textbook Solutions Chapter 1 બજારમાં

પ્રશ્ન 8.
રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે, પેટ્રોલપંપ પર કેવું દૃશ્ય હશે?
ઉત્તર :
રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે, એ જાણીને આસપાસના વિસ્તારમાંથી કેટલીય ગાડીના માલિકો, રિક્ષા તથા ટેક્સિચાલકો પેટ્રોલ ભરાવવા દોડી આવ્યા હશે. રસ્તા પર ખાસ્સી લાંબી લાઇન લાગી હશે.

સૌ અંદરોઅંદર પેટ્રોલ વધારા અંગે સરકારની ભારે ટીકા કરતા હશે, કેમ કે આ રીતે પેટ્રોલનો ભાવવધારો અવારનવાર થતો જ રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *