Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

Gujarat Board GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં Textbook Questions and Answers

રાનમાં અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો.

પ્રશ્ન 1.
‘આકાશ હવે ઊતરશે’ એ શબ્દોનો અર્થ એ કે
(ક) આકાશ નીચું દેખાશે.
(ખ) વરસાદ વરસશે.
(ગ) દિવસ આથમશે.
(ઘ) ધરતીને આકાશ મળશે.
ઉત્તર :
(ખ) વરસાદ વરસશે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

પ્રશ્ન 2.
વાછંટની શી અસર થશે?
(ક) પાકને પાણી મળશે.
(ખ) દરિયો છલકાશે.
(ગ) ધાબા પરથી પાણી પડવા લાગશે.
(ઘ) વસ્તુઓ ભીંજાશે.
ઉત્તર :
(ઘ) વસ્તુઓ ભીંજાશે

પ્રશ્ન 3.
વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે ?
(ક) ગાયને
(ખ) મોરને
(ગ) ચકલીને
(ઘ) ગામને
ઉત્તર :
(ખ) મોરને

પ્રશ્ન 4.
લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે ?
(ક) વરસાદના
(ખ) મોરના
(ગ) વાયરાના
(ઘ) વરસાદના
ઉત્તર :
(ઘ) વરસાદના

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો.

પ્રશ્ન 1.
લીલાશ ક્યાં સૂતેલી છે ?
ઉત્તર :
લીલાશ વાડ પર સૂતેલી છે.

પ્રશ્ન 2.
ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે ?
ઉત્તરઃ
ધોધમાર વરસાદમાં આપણી સાથે વાદળ, ઝરણાં, ઘાસ, ડુંગર તેમજ આખું ગામ રહેશે.

પ્રશ્ન 3.
વરસતા વરસાદમાં કોને કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે ?
ઉત્તરઃ
વરસતા વરસાદમાં સૌ કોઈને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે.

પ્રશ્ન 4.
‘રાનમાં’ કાવ્યના કવિનું નામ શું છે ?
ઉત્તર :
રાનમાં’ કાવ્યના કવિનું નામ ધ્રુવ ભટ્ટ છે.

રાનમાં સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના વિચારીને ઉત્તર લખો.

પ્રશ્ન 1.
વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો.
ઉત્તરઃ
વરસાદમાં ઘરમાં પુરાઈ રહેવું કોને ગમે? અમે સૌ બાળકો ઘર બહાર દોડી જઈએ. વરસાદની જોરદાર ધારાઓ ઝીલવાનો આનંદ લઈએ. અમને પાણીમાં છબછબિયાં કરવાની મજા પડે છે. “આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ – ગાતાં ગાતાં અમે વરસાદને આવકારીએ છીએ.

અમે કાગળની હોડીઓ બનાવી વરસાદના પાણીમાં તરતી મૂકીએ છીએ.

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

પ્રશ્ન 2.
ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે ?
ઉત્તરઃ
ચોમાસા પૂર્વેનો ઉકળાટ વરસાદ આવતાં શમી જાય છે. ઠંડો પવન ફૂંકાય છે. પશુ, પંખી અને લોકોમાં આનંદ છવાઈ જાય છે. મોર નાચી ઊઠે છે. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. માટીની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે. ખેડૂતો હળબળદ લઈને ખેતરે જાય છે. નદી, નાળાં, કૂવા, સરોવર અને તળાવમાં નવાં પાણી આવે છે.

પ્રશ્ન 3.
મોટે ભાગે ચોમાસામાં કયાં-કયાં પક્ષી-પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે ?
ઉત્તરઃ
મોટે ભાગે ચોમાસામાં મોર ટહુકા કરે છે. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. તમરાંનો તીણો અવાજ સંભળાય છે.

પ્રશ્ન 4.
તમારા ગામમાં વરસાદ પડ્યો છે. તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી. તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય તે લખો.
ઉત્તર :
(મહેશ અને નરેશ નામના બે મિત્રો ફોન પર વાત કરે છે.)
નરેશ : મહેશ, કેમ છે? તારા તરફથી હમણાં કશા સમાચાર નથી !

મહેશ: તને મળવા આવવાનો હતો પણ અઠવાડિયાથી વરસાદ જ બંધ રહેતો નથી.
નરેશઃ હા ! છાપામાં વાંચ્યું હતું કે તારા ગામ બાજુ વરસાદ બહુ છે.

મહેશ: ખરેખર અહીં વધારે વરસાદ છે. ઘણું નુક્સાન થયું છે. ત્રણ-ચાર જૂનાં મકાનો પડી ગયાં છે. પેલી ધરમદાસની જૂની હવેલી પણ પડી ગઈ.
નરેશ : ગામના તળાવમાં નવું પાણી આવ્યું હશે !

મહેશ: હવે તો તળાવ છલકાવાની તૈયારીમાં છે.
નરેશ : અમારે ત્યાં તો છાંટોય વરસાદ નથી. ઉકળાટ તો એટલો બધો છે કે પશુ-પંખીઓ અને માણસો ત્રાહિમામ્ પોકારી રહ્યાં છે.

મહેશઃ ઉકળાટ છે એટલે વરસાદ આવશે જ – હવામાન ખાતાના સમાચાર હતા કે તમારી બાજુ પણ અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા છે.
નરેશ : વરસાદ રહી જાય પછી આપણે મળીએ. (ફોન મૂકી દે છે.)

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
(1) રાન
(2) વાદળ
(3) પાન
(4) સંદેશો
(5) ડુંગર
(6) આકાશ
ઉત્તરઃ
(1) રાન = જંગલ, અરણ્ય
(2) વાદળ = મેઘ, જળધર
(3) પાન = પર્ણ, પાંદડું
(4) સંદેશો = ખબર, સમાચાર
(5) ડુંગર = પર્વત, પહાડ
(6) આકાશ = નભ, આભ

3. સૂચવ્યા મુજબ કરો.

1. નીચેની પંક્તિઓમાં દર્શાવેલો ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિઓ વાપરી છે તે આ કાવ્યમાંથી શોધીને લખો.

પ્રશ્ન 1.
વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે.
ઉત્તરઃ
‘વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, …”

પ્રશ્ન 2.
પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશ આપશે.
ઉત્તરઃ
‘ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું…’

પ્રશ્ન 3.
કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા તેમાં હવેથી વાછંટ પણ રહેવા લાગશે.
ઉત્તરઃ
‘કાલ સુધી રેહતા’તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં, …”

પ્રશ્ન 4.
1, આ કાવ્યમાં આવતા વાદળ, શબ્દમાંથી નીચેના જેવા શબ્દો બને છે. વા, વાદ, વાળ, દળ, દવા
2. આવો બીજો શબ્દ છે મકાન. આ શબ્દ પરથી બનતા શબ્દો લખો અને તે દરેક શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવો.
ઉત્તરઃ
કાન, કાનમ, કામ, નમ, મન કક્કાવારીના ક્રમમાં કાન, કાનમ, કામ, નમ, મન

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

પ્રશ્ન 5.
આ શબ્દો પરથી વાક્યો બનાવો.
ઉત્તરઃ

  • મગન કાનનો કાચો છે.
  • કાનમ મગનનો દીકરો છે.
  • કાનમ મગનનો પડતો બોલ ઝીલીને કામ કરે છે.
  • મગન કહે, બેટા!.. નમે તે સૌને ગમે’.
  • કાનમને મન આ શીખ, એના બાપે આપેલી સાચી સંપત્તિ છે.

પ્રશ્ન 6.
આ કાવ્યનો મુખપાઠ કરો.
ઉત્તરઃ
નોંધઃ વિદ્યાર્થીઓ કાવ્યનો મુખપાઠ કરશે.

રાનમાં પ્રવૃત્તિઓ

પ્રશ્ન 1.
વર્ષાગીતોનો હસ્તલિખિત અંક તૈયાર કરો.
ઉત્તર :
આવ, મેહુલિયા!
આવ, મેહુલિયા ! આવ.
તને બોલાવે તળાવ, પેલાં કૂવા ને વાવ રે,
મૂગાં બોલાવે ઢોરાં;
ઓલાં ખેતર કોરાં કોરાં :
એની માટીને ફરી મહેકાવ,
રે મેહુલિયા ઓલી નદીયુંનાં નીર,
એનાં ફાટ્યાં જાણે ચીર !
એને નવલાં તે વ્હેરિયાં અપાવ, રે મેહુલિયા
કેવી ધરતીની કાય!
એ તો જોઈ કેમ જાય?
એને હવે નહીં ટટળાવ, રે મેહુલિયા
સારી ધરતીની માગ :
આજે લાગી છે આગ :
એને આવી હવે તું ઓલાવ, રે મેહુલિયા

– પ્રફ્લાદ પારેખ

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

પ્રશ્ન 2.
પ્રાર્થનાસભામાં વર્ષાગીતો રજૂ કરો.

પ્રશ્ન 3.
ધોરણ 6માં તમે આ પ્રકારનું કાવ્ય શીખી ગયાં છો, યાદ કરીને લખો.

Std 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં Additional Important Questions and Answers

1. નીચેનાં સંયોજકો વાપરીને વાક્યો બનાવોઃ

પ્રશ્ન 1.
(1) છતાં
(2) કેમ કે
(3) અને
(4) કે
ઉત્તરઃ
(1) બધું કામ મિહિરે કર્યું, છતાં યશ તેના મિત્રને મળ્યો.
(2) નિશા સભામાં હાજર રહી, કેમ કે તેને જ સભાનું સંચાલન કરવાનું હતું.
(3) તેમણે મને બોલાવ્યો અને મારી સાથે વાતે વળગ્યા.
(4) મેં જોયું કે આઈ સોડ તાણીને સૂઈ ગઈ છે.

2. કૌસમાંથી સાચું સંયોજક પસંદ કરી, નીચેનાં વાક્યો જોડોઃ

પ્રશ્ન 1.
ત્રણેય એટલું તો સમજી ગયાં હતાં. આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયંસંચાલિત યાન છે. (કે, અથવા)
ઉત્તરઃ
ત્રણેય એટલું તો સમજી ગયાં હતાં કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયંસંચાલિત યાન છે.

પ્રશ્ન 2.
અમે એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો. એ રોકાયો નહીં. (છતાં, તો)
ઉત્તર :
અમે એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં એ રોકાયો નહીં.

પ્રશ્ન 3.
બાદશાહ પાછા ફર્યા. બાદશાહ ફરી જમવા બેઠા. (અને, પણ)
ઉત્તરઃ
બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા.

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

પ્રશ્ન 4.
સોખું વરસ ચાલતું હતું. મહારાજનો સ્વર્ગવાસ થયો. (જ્યારે ત્યારે, જેમ-તેમ)
ઉત્તરઃ
(જ્યારે) સોખું વરસ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો.

પ્રશ્ન 5.
એણે ભલે ના પાડી. હું તને કામ આપવા તૈયાર છું. (પરંતુ, તેથી)
ઉત્તર :
એણે ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું.

વિશેષ પ્રશ્નોત્તર

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
ચોમાસું ક્યાં ગાજે છે?
A. રાનમાં
B. ગામમાં
C. સીમમાં
D. નભમાં
ઉત્તરઃ
A. રાનમાં

પ્રશ્ન 2.
વાયરા શો સંદેશો લાવશે?
A. વરસ બેઠું
B. ચોમાસું બેઠું
C. મકાન બેઠું
D. ઊંટ બેઠું
ઉત્તરઃ
B. ચોમાસું બેઠું

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો?

પ્રશ્ન 1.
રાનમાં ક્યાંક શું ગાજે છે?
ઉત્તરઃ
રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

પ્રશ્ન 2.
ચોમાસું આવતાં જ મેદાનમાં શું રેલાશે?
ઉત્તરઃ
ચોમાસું આવતાં જ મેદાનમાં લીલાશ રેલાશે.

પ્રશ્ન 3.
કવિને ટહુકો બની શું કરવું છે?
ઉત્તરઃ
કવિને ટહુકો બનીને ઝાડ તળે પાનમાં ગહેકવું છે.

પ્રશ્ન 4.
“છાપરાના છેડા પરનાં નળિયાં, જેમાંથી પાણી નીચે પડે છે’ – એ માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે?
ઉત્તરઃ
છાપરાના છેડા પરનાં નળિયાં, જેમાંથી પાણી નીચે પડે છે’ – એ માટે કવિએ ‘નેવાં’ શબ્દ વાપર્યો છે.

3. કાવ્યને આધારે નીચેના “બવિભાગના શબ્દો “અ” સાથે જોડોઃ

“અ”  “બ’
(1) ટહુકો  (1) લીલાશ
ચોમાસું  (2) રાન
વાછંટો  (3) સંદેશો
વાયરા  (4) મકાનમાં
વાડ  (5) ઝાડપાન

ઉત્તરઃ

“અ” “બ’
(1) ટહુકો (5) ઝાડપાન
(2) ચોમાસું (2) રાન
(3) વાછંટો (4) મકાનમાં
(4) વાયરા (3) સંદેશો
(5) વાડ (1) લીલાશ

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

4. કાવ્યને આધારે પંક્તિનો યોગ્ય ક્રમ માં લખો

  • કાલ સુધી રહેતાં’તાં આપણે ને કાલથી તો …
  • ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે
  • વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી
  • આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી ..
  • તમને થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ..

રાનમાં વ્યાકરણ

1. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:

  • ઊતરવું ✗ ચઢવું
  • હેઠું ✗ ઊંચે
  • કાલ ✗ આજ
  • તળે ✗ ઉપર

2. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક-એક શબ્દ લખોઃ

  • પવનથી ઊડેલા વરસાદના છાંટા – વાછંટ
  • છાપરાનાં છેલ્લા ભાગનાં નળિયાં, જેમાંથી પાણી નીચે પડે તે-નેવાં

૩. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો

  1. એનો ગભરુ જીવ રડી પડ્યો.
  2. તે અલમસ્ત ગાયને ઝૂડવા લાગ્યો.
  3. એક છોકરો બોલી ઊઠ્યો.
  4. તમે કાલ્પનિક ઘોડા દોડાવો છો.
  5. હરાયું ઢોર કોને કહેવાય?

ઉત્તરઃ

  1. ગભરુ
  2. અલમસ્ત
  3. એક
  4. કાલ્પનિક
  5. હરાયું

4. ચિત્ર જુઓ, ફકરો વાંચો અને તેમાંથી સંયોજકો જુદા તારવો :
એક હતો ચકલો અને એક હતી ચકલી. જંગલમાં, એક ઝાડ પર તેમણે માળો બાંધ્યો. માળો નાનો છતાં સુંદર હતો. જ્યાં તેમણે માળો બાંધ્યો હતો ત્યાં એક હાથી આવ્યો. હાથી એક યા બીજા કારણસર ગુસ્સામાં હતો. તેણે સૂંઢથી ડાળી પકડીને જેવી હલાવી કે તરત જ બચ્ચાં નીચે પડ્યાં. બચ્ચાં જેવાં પડ્યાં તેવાં જ મરી ગયાં. ચકલી ગુસ્સે થઈ પણ હાથી આગળ કરે શું?

ચકલીના ત્રણ મિત્રો હતા – લક્કડખોદ, તમરું અને દેડકો. તેણે મિત્રોને ભેગા કર્યા, ને બદલો લેવાનું વિચાર્યું. તમરાએ એવું સુંદર ગીત ગાયું કે હાથી મંત્રમુગ્ધ થઈ ગયો. તેણે આંખો બંધ કરી. લક્કડખોદે તક ઝડપી લીધી ને હાથીની આંખો તીણી ચાંચથી ફોડી નાખી. હાથી આંધળો થયો. હાથી જેવો આગળ વધ્યો કે દેડકાએ ડ્રાઉં ડ્રાઉં શરૂ કર્યું. હાથીને લાગ્યું કે નજીકમાં તળાવ હશે. જેવો તે આગળ વધ્યો, તેવો ઊંડા ખાડામાં પડ્યો. પડ્યો કે તરત મરી ગયો.
ઉત્તરઃ
‘અને’, ‘છતાં, “જ્યાં… ત્યાં’, “યા’, કે’, “જેવાં… તેવાં’, ‘પણ’,
‘અને’, ‘ને’, કે’, “ને, ‘જેવો… તેવો’ વગેરે સંયોજકો છે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

5. નીચેનાં વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો:

  1. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
  2. સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં.

ઉત્તર :

  1. ચોમાસું, રાન
  2. લીલાશ, મેદાન

6. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવોઃ

આકાશ, ચોમાસું, ઝરણું, ડુંગર, ગામ
ઉત્તરઃ
આકાશ, ગામ, ચોમાસું, ઝરણું, ડુંગર

રાનમાં Summary in Gujarati

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં 1
ધ્રુવ ભટ્ટ [જન્મ: 08-05-1947]

કાવ્યની સમજૂતી
જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે, હવે વાડવેલા પરથી સઘળી હરિયાળી (ચોમાસું આવતાં જ મેદાનમાં રેલાશે. ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં 2

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

(ઘેરાયેલાં વાદળોથી) સરતું ઊંચું આકાશ (વરસાદ થતાં) હવે મોટી ધારાઓ રૂપે નીચે ઊતરશે, (વરસાદથી) ભીંજાયેલ પવન (વાયરા) સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું બેઠું છે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં 3

કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા, ત્યાં હવે વરસાદની વાછટો ફેલાઈ ગઈ હશે. ક્યાંક જંગલમાં (દૂર) ચોમાસાની ગાજવીજ થાય છે.

વરસાદ વરસતાં આપણને જે (આનંદ) થાય છે એવું વાદળને, ઝરણાને અને ઘાસને થાય છે. આ વરસાદ પડવાના બનાવ(ઘટના)થી ડુંગરને જે (આનંદ) થાય, તે ઘરનાં નેવેથી દડદડતા વરસાદને કારણે આખા ગામને થાય છે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં 4

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

(વરસાદથી તરબતર થયેલા) તમને પણ થાય કે ચાલ, હું (મોરનો) ટહુકો થઈ જાઉં ને ઝાડ નીચે (એનાં) પાંદડાંમાં ગહેકી ઊઠું. ક્યાંક જંગલમાં (દૂર) ચોમાસાની ગાજવીજ થાય છે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં 5

ભાષાસજજતા

સંયોજક
નીચેનાં વાક્યો વાંચોઃ

(1) તેઓ સમજી ગયા. આ જીવ બધાનો બૉસ’ હોવો જોઈએ.

  • તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બૉસ’ હોવો જોઈએ.

(2) પાછા ફરીને જોયું. હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો.

  • પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો.

(3) પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો. મારી કંઈક શાખ જામી.

  • (જ્યારે) પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જામી.

Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

(4) વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું. દિવસે તેઓ ક્રિકેટ રમતા.

  • (ત્યાં) વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું જ્યાં) દિવસે તેઓ ક્રિકેટ રમતા.

(5) રાકેશ ઘેર હશે. રાકેશ શાળામાં હશે.

  • રાકેશ ઘેર અથવા શાળામાં હશે.

ઉપરનાં વાક્યો કે’, ‘તો’, “જ્યારે… ત્યારે’, ‘ત્યાં… જ્યાં જેવા શબ્દોથી જોડાતાં બે વાક્યોનું એક વાક્ય બને છે.

બે કે તેથી વધારે પદો, વાક્યખંડો કે વાક્યોને જોડે તે પદને સંયોજક કહે છે.

અઘરા શબ્દોના અર્થ

  • રાન – જંગલ, વન
  • ગાજે છે – ગાજવીજ થાય છે
  • સઘળી – બધી
  • ધોધમાર – પુષ્કળ, મોટી
  • ધારાઓમાં હેઠું – નીચે, (અહીં) ધરતી ઉપર ભીંજાતા
  • વાયરા – વરસાદથી ભીંજાયેલો પવન ધારધાર
  • બેસવું – બરોબર જામવું
  • વાછંટ – પવનથી ઊડેલા વરસાદના છાંટા
  • ઘટના – બનાવ
  • નેવું – છાપરાના છેડા પરનાં નળિયાં, જેમાંથી પાણી નીચે પડે છે
  • દડદડવું – (અહીં) પાણી પડવાનો
  • અવાજ તળે – નીચે Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં
  • ગહેકવું – (અહીં મોરનું) ટહુકવું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *