Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

1. તમારા શિક્ષક પાસેથી વાર્તાચિત્રો મેળવી નીચે મુજબની પ્રવૃત્તિઓ કરો :

પ્રશ્ન 1.
તમારા શિક્ષક પાસેથી વાર્તાચિત્રો મેળવી નીચે મુજબની પ્રવૃત્તિઓ કરો :
1. ચિત્રોને યોગ્ય ક્રમમાં ગોઠવો.
2. ગોઠવેલાં ચિત્ર અનુસાર એક-બે વાક્યો લખો.
3. વાક્યોને વાર્તામાં ઢાળો.
4. વાર્તાનું મુખવાચન કરો.
ઉત્તર :
શિક્ષક પાસેથી મેળવેલાં વાતચિત્રો :

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 1

1. ચિત્રોને યોગ્ય ક્રમમાં ગોઠવો.
Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 2

2. ગોઠવેલાં ચિત્ર અનુસાર એક-બે વાક્યો લખો.
Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 3 Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 4

3. વાર્તામાં ઢાળેલાં વાક્યો : એક કાગડો આકાશમાં ઊડતો હતો. તેને ખૂબ તરસ લાગી હતી. તે પાણીની શોધમાં હતો. કાગડાએ એક કૂંજો જોયો. કૂંજામાં પાણી ખૂબ ઊંડું હતું. કાગડાની ચાંચ પાણી સુધી પહોંચવી મુશ્કેલ હતી. કુંજની બાજુમાં કાંકરા પડેલા હતા. કાગડાએ ચાંચમાં એક-એક કાંકરો લઈને કૂંજામાં નાખવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં કૂંજામાંનું પાણી ઊંચે આવ્યું. કાગડાએ ધરાઈને પાણી પીધું. કેવો ચતુર કાગડો !

4. મુખવાચન : વિદ્યાર્થીએ યોગ્ય આરોહ-અવરોહથી, બધા સાંભળી શકે તેટલા અવાજથી અને જરૂરી હાવભાવ સાથે શિક્ષકની હાજરીમાં વાર્તાનું મુખવાચન કરવું.

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

2. નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો :

પ્રશ્ન 1.
નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો :
હરણ અને કાગડો – મિત્ર – જંગલમાં સાથે – એકબીજા વિના ન રહેવું – મિત્રનું માનવું – શિયાળનું આવવું – કાગડાને સમજ આવી જવી – હરણને વાત કરવી – શિયાળની લાલચ – હરણને ફસાવવું – કાગડાની ના – હરણનું ન માનવું – જાળમાં ફસાવું – મિત્રની વાત યાદ આવવી – કાગડાનું આવવું – બચી જવું.
ઉત્તર :
સાચી મિત્રતા
એક જંગલ હતું. જંગલમાં એક હરણ અને કાગડો રહે. બંને મિત્રો હતા. જંગલમાં તેઓ સાથે ને સાથે જ રહે, એકબીજા વિના સહેજ પણ ન ચાલે.
જંગલમાં એક શિયાળ પણ રહેતું હતું, એ ઘણું લુચ્યું હતું. એણે હરણ સાથે દોસ્તી કરવા માંડી. કાગડાએ હરણને ચેતવતાં કહ્યું :
“હરભાઈ, શિયાળની મિત્રતા છોડી દેજો, એ તેમને ફસાવશે” પણ હરણે કાગડાની વાત ન માની.

શિયાળ એક દિવસ હરણને ભોળવી શિકારીએ પાથરેલી જાળ પર લઈ ગયું. હરણ શિકારીની જાળમાં ફસાઈ ગયું, હરણને હવે પસ્તાવો થવા લાગ્યો. કાગડાએ હરણને ઝાડ નીચે ન જોયું. તેથી એ હરણને શોધવા નીકળ્યો. હરણને શિકારીની જાળમાં ફસાયેલું જોતાં તેણે જાળમાંથી છૂટવાની એક યુક્તિ રચી હરણને બતાવી.

સવાર થતાં શિકારી પોતાની જાળ તપાસવા આવ્યો. જળમાં ફસાયેલું હરણ એને મરેલું લાગ્યું, એ જળ સંકેલવા લાગ્યો. લાગ મળતાં જ કાગડો કા… કા. , કરવા લાગ્યો. કાગડાનો સંકેત મળતાં જ હરણ નાસવા લાગ્યું. કાગડાની યુક્તિથી હરણ બચી ગયું.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ -અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :

પ્રશ્ન 1.
કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે ? [ ]
(ક) વેદોની
(ખ) કૃષ્ણની
(ગ) દેવોની
(ઘ) પુણ્યની
ઉત્તર :
(ગ) દેવોની

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

પ્રશ્ન 2.
વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી ? [ ]
(ક) પરમેશ્વરની
(ખ) મૂર્તિની
(ગ) ચિત્રની
(ઘ) ગણપતિની
ઉત્તર :
(ખ) મૂર્તિની

પ્રશ્ન 3.
રવિશંકર મહારાજને ‘માણસાઈના દીવા’ કોણે કહ્યા છે ? [ ]
(ક) ગાંધીજીએ
(ખ) ઝવેરચંદ મેઘાણીએ
(ગ) મહેન્દ્ર મેઘાણીએ
(ઘ) ધીરુભાઈએ
ઉત્તર :
(ખ) ઝવેરચંદ મેઘાણીએ

4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે ?
ઉત્તર :
જુઓ પાઠ 1, ‘અભ્યાસ’નો પ્રશ્ન (1).

પ્રશ્ન 2.
કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે ?
ઉત્તર :
જુઓ પાઠ 2, ‘અભ્યાસ’નો પ્રશ્ન 2(1).

પ્રશ્ન 3.
શિલ્પી શું કરી રહ્યો હતો ?
ઉત્તર :
જુઓ પાઠ 3, ‘અભ્યાસ’નો પ્રશ્ન 2. (1).

પ્રશ્ન 4.
જોગણ ગામમાં મહારાજે શું જોયું ?
ઉત્તર :
જુઓ પાઠ 4, ‘અભ્યાસ’નો પ્રશ્ન 2. (3).

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

પ્રશ્ન 5.
રવિશંકર મહારાજનો જીવનમંત્ર શો હતો ?
ઉત્તર :
જુઓ પાઠ 4, ‘સ્વાધ્યાય’નો પ્રશ્ન 1. (5).

પ્રશ્ન 6.
શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી ?
ઉત્તર :
જુઓ પાઠ 3, ‘સ્વાધ્યાય’નો પ્રશ્ન 1. (2).

5. નીચેના વિશે પાંચ-સાત વાક્યો લખો :

પ્રશ્ન 1.
કોઈ એક રમતવીર
ઉત્તર :
સચિન તેંડુલકર
સચિને નાની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. આજે તે અનેક રેકોર્ડ પોતાના નામે ધરાવે છે, સચિન ટેસ્ટ, વનડે તથા ટ્વેન્ટી-ટ્વેન્ટી દરેક ફૉર્મેટમાં ખીલી ઊઠે છે. આજે તે ક્રિકેટનો ભગવાન કહેવાય છે. સચિનને ક્રિકેટ રમતો જેવો તે એક લહાવો છે. આજે તે અનેક ક્રિકેટરોને પ્રેરણા આપી રહ્યો છે.

પ્રશ્ન 2.
કોઈ એક વૈજ્ઞાનિક
ઉત્તર :
જગદીશચંદ્ર બોઝ
જગદીશચંદ્ર બોઝ બાળપણથી જ તેજસ્વી હતો, તેમણે પોતાના ઘેર પ્રયોગશાળા શરૂ કરી હતી. તેમણે સાબિત કરી બતાવ્યું કે વનસ્પતિમાં પણ જીવ હોય છે. વનસ્પતિ પણ લાગણીશીલ હોય. છે, તે આપણી જેમ ખોરાક-પાણી લે છે, તે આપણી જેમ ઊંધે છે અને જાગે છે. આ શોધથી તેમણે વિજ્ઞાનક્ષેત્રે ભારતને ગૌરવ અને થશ અપાવ્યાં.

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

પ્રશ્ન 3.
કોઈ એક સમાજસેવક
ઉત્તર :
રવિશંકર મહારાજ
રવિશંકર મહારાજ ‘મૂકસેવક’ તરીકે જાણીતા છે. ચરખો ચલાવી ખાદીનાં સાદાં વસ્ત્રો પહેરવાં, સાદું ખાવું-પીવું અને સાદાઈથી રહેવું એ એમનો જીવનમંત્ર હતો. – રવિશંકર મહારાજે પોતાનું જીવન દેશસેવા અને લોકસેવાનાં કાર્યોમાં અર્પણ કરી દીધું હતું. તેમણે અભણ લોકોને અક્ષરજ્ઞાન આપવાનું કાર્ય કર્યું. તેમજ બહારવટિયાઓને સુધારવાનું કામ પણ કર્યું. ગુજરાતના કોઈ પણ ભાગમાં દુષ્કાળ હોય, નદીમાં પૂર આવ્યું હોય, રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યારે રવિશંકર મહારાજ લોકોની મદદે અચૂક દોડી જતા. એટલે જ ગુજરાત તેમને ‘પૂજય દાદા’ તરીકે ઓળખે છે.

6. તમારી દિનચર્યા લખો.

પ્રશ્ન 1.
તમારી દિનચર્યા લખો.
નોંધ : નીચેના ઉત્તર મુજબ દરેક વિધાર્થી પોતાની દિનચર્યા લખી શકે છે.
ઉત્તર :
હું સવારે છ વાગે ઊઠું છું. સૌપ્રથમ ઈશ્વરની પ્રાર્થના કરું છું. ત્યાર પછી મારાં માતા-પિતાને પગે લાગું છું. પછી હું બ્રશ કરું છું. ત્યારબાદ સ્નાન કરી નાસ્તો કરું છું. હું સવારે 8થી 10 વાગ્યા સુધી અભ્યાસ કરું છું. પછી જમીન શાળાએ જાઉં છું.

અગિયાર વાગ્યે અમારી શાળા શરૂ થાય છે. શાળામાં હું મન લગાવીને ભણું છું. રિસેસમાં મારી બહેનપણીઓ સાથે નાસ્તો હું પાંચ વાગ્યે શાળામાંથી છૂટીને ઘરે આવું છું. હાથ-પગ ધોઈને નાસ્તો કરું છું. થોડીક વાર બહેનપણીઓ સાથે રમું છું. સાંજે એક લાક ટીવી જોઉં છું. રાતે 10 વાગ્યા સુધી હું મારું ગૃહકાર્ય કરે છું, પછી થોડો સમય હું મમ્મી-પપ્પા અને ભાઈ સાથે વાતો કરું છું. રાતે સાડા દસ વાગ્યે અમે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ. પછી હું સૂઈ જાઉં છું.

7. વિચારકોએ આપેલી સૂક્તિઓ લખો.
ઉદાહરણ : “ઊઠો જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.” – સ્વામી વિવેકાનંદ

પ્રશ્ન 1.
વિચારકોએ આપેલી સૂક્તિઓ લખો.
ઉદાહરણ : “ઊઠો જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.” – સ્વામી વિવેકાનંદ
ઉત્તર :

  1. ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. – ગાંધીજી
  2. ચારે દિશાએથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાઓ. – ઋવેદ
  3. નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન. – ઉમાશંકર જોશી
  4. ધસાઈએ તો ઊજળા થઈએ. – રવિશંકર મહારાજ
  5. જય જવાન, જય કિસાન, – લાલબહાદુર શાસ્ત્રી
  6. હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે. – બાલાશંકર કંથારિયા
  7. મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા. – ઓશો રજનીશ
  8. ક્રોધને જીતવામાં મૌન જેવું બીજું કોઈ સહાયક નથી. – મહાત્મા ગાંધી

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

8. નીચેના શબ્દોના અર્થ આપી, વાક્યપ્રયોગ કરો :
પાણી – પાણિ, ગુણ – ગૂણ, ચિર – ચીર, ઉદર – ઉંદર, ગોળ – ગૉળ, મોર – મોર

પ્રશ્ન 1.
નીચેના શબ્દોના અર્થ આપી, વાક્યપ્રયોગ કરો :
પાણી – પાણિ, ગુણ – ગૂણ, ચિર – ચીર, ઉદર – ઉંદર, ગોળ – ગૉળ, મોર – મોર
ઉત્તર :
પાણી – જળ
વાક્ય : પાણીનો બગાડ કરવો નહીં.

પાણિ – હાથ.
વાક્ય : તેણે પાણિ વડે ધનુષ પકડ્યું.

ઉદર – પેટ
વાક્ય : જેનું ઉદર સાફ હોય, તેને કોઈ રોગ થતો નથી.

ઉંદર – એક નાનું પ્રાણી
વાક્ય : ઉદર ગણપતિનું વાહન છે.

ગુણ – સારું લક્ષણ
વાક્ય : વડીલોને વંદન કરવા એ ગુણ કહેવાય.

ગૂણ – થેલો, કોથળો
વાક્ય : દુકાનદારે બે ગૂણ ઘઉં વેચ્યા.

ગોળ – વર્તુળ
વાક્ય : ઘુવડની આંખો ગોળ હોય છે.

ગોળ – ખાવાનો એક ગળ્યા પદાર્થ
વાક્ય : મજૂરે રોટલો ગોળ સાથે ખાધો.

ચિર – લાંબા વખતનું
વાક્ય : રામાયણની વાતો ચિરકાળથી પ્રચલિત છે.

ચીર – વસ્ત્ર
વાક્ય : શ્રીકૃષ્ણ દ્રૌપદીનાં ચીર પૂર્યા હતાં.

મોર – એક પક્ષી
વાક્ય : મોર એક ઝાડ પર બેઠો હતો.

મૌર – આંબાની મંજરી
વાક્ય : ઉનાળામાં આંબા પર મૉર આવે છે.

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

9. રોજિંદા વ્યવહારમાં બોલાતા અંગ્રેજી શબ્દોની યાદી બનાવીને તેનો વાક્યપ્રયોગ કરો.
ઉદાહરણ : ટેબલ
વાક્ય : હોમવર્ક કરવા માટે મારા ઘરે મોટું ટેબલ છે.

પ્રશ્ન 1.
રોજિંદા વ્યવહારમાં બોલાતા અંગ્રેજી શબ્દોની યાદી બનાવીને તેનો વાક્યપ્રયોગ કરો.
ઉદાહરણ : ટેબલ
વાક્ય : હોમવર્ક કરવા માટે મારા ઘરે મોટું ટેબલ છે.
ઉત્તર :

  • સ્કૂલબૅગ – વિદ્યાર્થીઓ સ્કૂલબૅગ લઈને શાળામાં જય છે.
  • પોસ્ટ-ઑફિસ – મીનાએ પોસ્ટ-ઑફિસમાંથી ટપાલટિકિટ ખરીદી.
  • બ્રશ – હું દિવસમાં બે વાર બ્રશ કરું છું.
  • માર્કેટ – માર્કેટમાં ઘણી દુકાનો હોય છે.
  • હૉસ્પિટલ – શ્રેયા તેનાં બીમાર દાદીને હૉસ્પિટલમાં લઈ ગઈ.
  • ગ્લાસ – મહેશ દિવસમાં આઠ ગ્લાસ પાણી પીએ છે.
  • બેંક – આપણને બેંકમાંથી નાણાંની લેવડ-દેવડ કરતાં આવડવું જોઈએ.
  • બસ સ્ટેશન – મારા ઘરથી બસ સ્ટેશન સાવ નજીક છે.
  • બૅન્ય – વિદ્યાર્થીઓ બૅન્ચ પર બેઠા છે.
  • કમ્યુટર – અમારી શાળામાં ઘણાં કયૂટર છે.
  • સ્કૂલ – રાજેશ નિયમિત સ્કૂલમાં જાય છે.
  • હોમવર્ક – મીરાં શાળામાંથી ખાવી પ્રથમ શાળાનું હોમવર્ક કરે છે.
  • યુનિફોર્મ – યુનિફૉર્મમાં વિદ્યાર્થીઓ સુંદર લાગે છે.
  • નોટબુક – હું દરેક વિષયની અલગ નોટબુક રાખું છું.
  • લાઇબ્રેરી – અંજના લાઇબ્રેરીમાં જાય છે.
  • રિસેસ – રિસેસમાં વિદ્યાર્થીઓ રમે છે.
  • પ્રેક્ટિસ – છેલ્લા તાસમાં વિદ્યાર્થીઓએ નાટકની પ્રેક્ટિસ કરી.
  • ટેલિફોન – આપણે ટેલિફોન પર કામ પૂરતી જ વાત કરવી જોઈએ.
  • બર્થ ડે – વિજયે તેનો બર્થ ડે ધામધૂમથી ઊજવ્યો.
  • ડૉક્ટર – ડૉક્ટરની દવાથી દર્દી જલદી સાજો થઈ ગયો.
  • ટ્રાફિક – દિવસે-દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે,
  • ટ્રેન – વિપુલને ટ્રેનની મુસાફરી કરવી ગમે છે.
  • ક્રિકેટ – શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે.
  • પ્રોગ્રામ – શાળામાં આજે સુંદર પ્રોગ્રામ થયો.

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

10. નીચે જેવા શબ્દો શોધી તેનો વાક્યમાં પ્રયોગ કરો :
ઉદાહરણ : કાચોપોચો, નરમગરમ

પ્રશ્ન 1.
નીચે જેવા શબ્દો શોધી તેનો વાક્યમાં પ્રયોગ કરો :
ઉદાહરણ : કાચોપોચો, નરમગરમ
ઉત્તર :
આકુળ-વ્યાકુળ
વાક્ય : ઓફિસની ફાઈલ ન મળતાં પપ્પા આકુળ-વ્યાકુળ થઈ ગયા.

હવા-ઉજાસ
વાક્ય : બારીઓ વધુ હોય તો ઘરમાં હવા-ઉજાસ રહે.

હરવું-ફરવું
વાક્ય : પ્રવાસમાં મિત્રો સાથે હરવા-ફરવાની ખૂબ આવી.

અવાર-નવાર
વાક્ય : કુપોષણને કારણે બાળકો અવાર-નવાર બીમાર પડી જાય છે.

ખાવું-પીવું
વાક્ય : ડૉક્ટરે દદીને સાદું ખાવા-પીવાની સલાહ આપી.

અસ્ત-વ્યસ્ત
વાક્ય : મિત્રના ઘરમાં દરેક વસ્તુ અસ્ત-વ્યસ્ત પડી હતી.

જેમ-તેમ
વાક્ય : વરસતા વરસાદમાં જેમ-તેમ કરીને અમે શાળાએ પહોંચ્યા.

સારું-નરસું
વાક્ય : આપણને સારા-નરસાની ખબર પડવી જોઈએ.

રહેણી-કરણી
વાક્ય : ભારતીય પ્રજની રહેણી-કરણીમાં ઘણી વિવિધતા જોવા મળે છે.

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

11. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
યંત્ર, કર્તવ્ય, જીવનમંત્ર, કિનારો, પ્રસંગ, દુષ્કાળ, આરોગ્ય, મૂર્તિ, સ્વ-મૂલ્યાંકન.

પ્રશ્ન 1.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
યંત્ર, કર્તવ્ય, જીવનમંત્ર, કિનારો, પ્રસંગ, દુષ્કાળ, આરોગ્ય, મૂર્તિ, સ્વ-મૂલ્યાંકન.
ઉત્તર :
આરોગ્ય, કર્તવ્ય, કિનારો, જીવનમંત્ર, દુષ્કાળ, પ્રસંગ, મૂર્તિ, યંત્ર, સ્વ-મૂલ્યાંકન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *