Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ Textbook Questions and Answers

અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :

પ્રશ્ન 1.
વહેલી સવારે બાદશાહે ઝરૂખાની નીચે શું જોયું ?
(ક) નોકર ચોગાનમાં ઊભો હતો.
(ખ) નોકર ચોગાનમાંથી ઝાડુ લેતો હતો.
(ગ) નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો.
(ઘ) નોકર ઝાડું ઊંચું કરી બાદશાહ સામે જોતો હતો.
ઉત્તર :
(ગ) નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો.

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

પ્રશ્ન 2.
રાજ્ય પર કયા રાજાએ ચડાઈ કરી ?
(ક) બુંદેલખંડના
(ખ) ઝારખંડના
(ગ) ઉત્તરાખંડના
(ઘ) પુષ્પખંડના
ઉત્તર :
(ક) બુંદેલખંડના

પ્રશ્ન 3.
નોકરને જવાબ શીખવનાર કોણ હતું ?
(ક) અકબર
(બ) બિરબલ
(ક) બેગમ
(ડ) ફાંસીગર
ઉત્તર :
(બ) બિરબલ

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો ?
ઉત્તર :
બાદશાહ જાતે જ લશ્કર લઈને રણમેદાન તરફ આવે છે, એવા સમાચાર મળતાં બુંદેલખંડનો રાજા અર્થે રસ્તેથી જ પરત ફર્યો.

પ્રશ્ન 2.
શિરામણ સમયે સેનાપતિએ શા સમાચાર આપ્યા ?
ઉત્તર :
શિરામણ સમયે સેનાપતિએ આવીને સમાચાર આપ્યા, ‘‘બાદશાહ સલામત ! આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે.”

પ્રશ્ન 3.
બેગમે બાદશાહને શા સમાચાર આપ્યા ?
ઉત્તર :
બાદશાહ જમવા બેસતા હતા ત્યાં બેગમે સમાચાર આપ્યા કે તેના ભાઈને સાપ કરડ્યો છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
બાદશાહને પોતાનો દહાડો બગડશે એવું કેમ લાગ્યું ?
ઉત્તર :
બાદશાહે સવારમાં ઊઠીને મહેલના ઝરૂખાથી નીચે નજર કરી તો એક નોકર ઝાથી ચોગાન વાળી રહ્યો હતો. નોકરે પોતાનું મોં છુપાવવાની કોશિશ કરી, છતાં બાદશાહે એનું મોં જોઈ લીધું. આથી બાદશાહને થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું છે તેથી આજનો દિવસ ચોક્કસ બગડશે.

પ્રશ્ન 2.
સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા ?
ઉત્તર :
સાંજે જમતી વખતે બાદશાહ જેવો કોળિયો ભરવા જાય છે, તેવામાં જ એક ગરોળી ટપ કરતી એમની થાળીમાં પડી. આજે સવારથી જ આવું કંઈ ને કંઈ બન્યા કરતું હતું, તેથી બાદશાહ ગુસ્સે થયા.

પ્રશ્ન 3.
રાજાનાં દર્શન કરતી વખતે ઝાડુવાળાએ શું કહ્યું ?
ઉત્તર :
રાજાનાં દર્શન કરતી વખતે ડુવાળાએ કહ્યું : “આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી. પણ ગઈ કાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું. તેથી ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ ? જે ન્યાયાધીશ મને ફાંસીની સજા કરે તો આપને કઈ સજા કરશે ?”

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

પ્રશ્ન 4.
અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ શું કહીને દૂર કર્યો ?
ઉત્તર :
અંતે રાજાએ કહ્યું : “શુકન-અપશુકનનો ખોટો વહેમ રાખીને એ નોકરને હું અન્યાય કરી બેસત. જે થયું તે સારું થયું. એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો.” આમ કહી રાજાએ પોતાનો ખોટો વહેમ દૂર કર્યો.

2. તમે જીવનમાં અનુભવેલા કે જોયેલા ચાતુર્ય પ્રસંગ વિશે આઠ-દસ વાક્યો લખો.

પ્રશ્ન 1.
તમે જીવનમાં અનુભવેલા કે જોયેલા ચાતુર્ય પ્રસંગ વિશે આઠ-દસ વાક્યો લખો.
ઉત્તર :
હું જ્યારે પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારનો આ પ્રસંગ છે. ચોમાસાની ઘનઘોર અંધારી રાત હતી. અમારા ઘરની સામેનું મકાન બંધ હતું. મકાનમાલિક બહારગામ ગયા હતા. સળવળાટ થતાં મેં બારી ખોલીને જોયું. ત્રણ ચોર તાળું તોડી બંધ મકાનમાં ઘૂસતા હતા. પહેલાં તો હું ડરી ગયો. પણ પછી હિંમત ભેગી કરી બહાર નીકળ્યો.

ધીમેથી બંધ મકાન તરફ ગયો. અવાજ ન થાય એ રીતે બહારથી દરવાજો બંધ કરી દીધો અને ‘ચોર આવ્યા… ચોર આવ્યા…’ એવી બૂમરાણ મચાવી દીધી. ગામલોકો ભેગા થઈ ગયા. ત્રણેય ચોરોને પોલીસના હવાલે કરી દીધા. ગામના સરપંચ અને ગ્રામજનોએ મને શાબાશી આપી.

3. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :

પ્રશ્ન 1.

 1. સવારનો નાસ્તો
 2. ઝટપટ ઉકેલી ન શકે તેવો પ્રશ્ન
 3. કાળના જેવા મોં વાળું
 4. મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે
 5. શાબાશી બદલ અપાતો પોશાક

ઉત્તર :

 1. સવારનો નાસ્તો – શિરામણ
 2. ઝટપટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન – કોયડો
 3. કાળના જેવા મોં વાળું – કાળમુખું
 4. મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે- મૈયત
 5. શાબાશી બદલ અપાતો પોશાક – સરપાવ

4. બાદશાહ દ્વારા બોલાયેલાં ગમે તે ચાર વાક્યો પાઠમાંથી શોધીને લખો.

પ્રશ્ન 1.
બાદશાહ દ્વારા બોલાયેલાં ગમે તે ચાર વાક્યો પાઠમાંથી શોધીને લખો.
ઉત્તર :
બાદશાહ દ્વારા બોલાયેલાં વાક્યો :

 • “સેના તૈયાર કરો. હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું.”
 • “કેવો કમનસીબ દિવસ છે ! આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો.”
 • “અલ્યા, તારું અપશુકનિયાળ મોં મેં ગઈ કાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો.”
 • “શુકન-અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત.”

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

5. નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો :

પ્રશ્ન 1.
નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો :
એક નાનું ગામ – યુવાનો ભણેલા – વૃદ્ધો વ્યવહારકુશળ – ગામમાંથી જાન જવી – જાનમાં વૃદ્ધોને ન લઈ જવા – જાનમાં માત્ર યુવાનો જ – કન્યાપક્ષની શરત – જવાબ આપો તો જ કન્યા પધરાવીએ – ‘ગામનું તળાવ ઘીથી ભરી આપો’ – યુવાનોની ચિંતા – સંતાઈને આવેલા વૃદ્ધનો જવાબ – ‘પહેલાં તળાવ ખાલી તો કરી આપો’ – કન્યા પક્ષનું કહેવું, જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે.
ઉત્તર :
“ઘરડાં ગાડા વાળે”
એક નાનું ગામ હતું. ગામના યુવાનો ખૂબ ભણેલા હતા અને વૃદ્ધો વ્યવહારકુશળ હતા. એક વાર ગામમાંથી એક ન જતી હતી. એ સમયે ગામના કેટલાક ભણેલા યુવાનોએ પોતાના ભણતરના અભિમાનમાં વૃદ્ધોને જાનમાં ન લઈ જવાનો નિર્ણય કર્યો. જનમાં માત્ર યુવાનો જ ગયા. કન્યાપક્ષના વડીલોને તેની જાણ થઈ. તેઓએ જાનૈયાઓને જણાવ્યું કે, “ગામનું તળાવ ઘીથી ભરી આપો તો જ અમે કન્યા પધરાવીએ.”

યુવાનો વિચારમાં પડી ગયા. ગામનું તળાવ ઘીથી ભરાય એટલું ઘી લાવવું ક્યાંથી ? યુવાનોને ચિંતા કરતા જોઈ સંતાઈને જાનમાં આવેલા એક વૃદ્ધ યુવાનોને કહ્યું કે, પહેલાં કન્યાપક્ષના વડીલોને તળાવ ખાલી કરી આપવાનું કહો. યુવાનોએ કન્યાપક્ષના વડીલોને જણાવ્યું કે, “પહેલાં તળાવ ખાલી તો કરી આપો. પછી અમે તળાવ ઘીથી ભરી દઈશું.”
જાનૈયાઓનો જવાબ સાંભળી કન્યા પક્ષના વડીલોને સમજાઈ ગયું કે જનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે.

6. નીચેના ફકરામાંથી યોગ્ય વિરામચિહ્નો મૂકો :

પ્રશ્ન 1.
નીચેના ફકરામાંથી યોગ્ય વિરામચિહ્નો મૂકો :
થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા જમતાં જમતાં એ લાલપીળા થઈ ગયા એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો એમણે હુકમ કર્યો જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળને આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો
ઉત્તર :
થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. જમતાં જમતાં એ લાલપીળા થઈ ગયા, એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો. એમણે હુકમ કર્યો, “જાઓ, પકડી લાવો પેલા અપશુકનિયાળને. આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે, એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેશે”

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

Std 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ Additional Important Questions and Answers

ભાષાસજજતા

સમાનાર્થી શબ્દો બાપો :

 • ચતુરાઈ – ચાલાકી
 • યુક્તિ – કરામત
 • દિવસ – દિન, દહાડો
 • સવાર – ઉષા, પરોઢ
 • નજર – દૃષ્ટિ
 • નોકર – ચીકર
 • મો – મુખ, મોઢુ
 • હાથ – હસ્ત
 • સમાચાર – ખબર
 • રાજા – નૃપ
 • લડાઈ – યુદ્ધ, જંગ
 • રસ્તો – માર્ગ
 • ભૂખ – સુધા
 • સાપ – સર્પ, ભુજંગ
 • સાંજ – સંધ્યા
 • અવાજ – નાદ, ધ્વનિ
 • કાન – કર્ણ
 • ઇરછા- મરજી, કામના
 • સજા – શિક્ષા, દંડ
 • ન્યાય – ઇન્સાફ
 • ન્યાયાધીશ – જજ
 • જવાબ – ઉત્તર
 • ઓસડ – ઔષધ
 • છેલ્લી – અંતિમ
 • ઝાડુ – સાવરણી
 • ઝરૂખો – જીજું
 • કેદખાનું – જેલ
 • દાટવું – ગાડવું
 • સેના – લશ્કર, ફોજ
 • હુકમ- આજ્ઞા, ફરમાન

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

વિરુદ્ધાર્થી શબ્દો આપો :

 • દિવસ × રાત
 • સેવાર × સાંજ
 • નીચે × ઉપર
 • નોકર × માલિક
 • રાજા × રંક
 • પકડવું × છોડવું
 • આગળ × પાછળ
 • બહાર × અંદર
 • છેલ્લું × પહેલું
 • ન્યાય × અન્યાય
 • જવાબ × સવાલ
 • શુકન × અપશુકન
 • સાચું × ખોટું
 • સારું × ખરાબ

નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો :

 • અપશુકનીયાળ – અપશુકનિયાળ
 • કમનસિબ – કમનસીબ
 • કાળમુખ – કાળમુખું
 • જરુખો – ઝરૂખો
 • સીરામણ – શિરામણ
 • જાડૂ – ઝાડું
 • કોળીયો – કોળિયો
 • લસ્કર – લશ્કરે
 • સીપાઈ – સિપાઈ
 • ન્યાયાધિસ – ન્યાયાધીશ

નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો:

પ્રશ્ન 1.
ન્યાય, નોકર, ઝરૂખો, ઝાડુ, ચોગાન, ફાંસી
ઉત્તર :
ચોગાન, ઝરૂખો, ઝાડુ, નોકર, ન્યાય, ફાંસી

પ્રશ્ન 2.
સાંજ, સેના, શિરામણ, સરપાવ, વહેમ, લશ્કર
ઉત્તર :
લક૨, વહેમ, શિરામણ, સરપાવ, સાંજ, સેના

નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :

 • નાતનો માણસ – નાતીલો
 • રાતનું ભોજન – વાળુ
 • જેનાં શુકન ખરાબ ગણાતાં હોય તેવું – અપશુકનિયાળ
 • બારી બહાર કાઢેલ બાંધકામ – ઝરૂખો, છજું
 • મુસલમાનો યા ખ્રિસ્તીઓના શબને દાટવાનું સ્થાન – કબ્રસ્તાન
 • પૂછીને બરોબર તપાસ કરવી – પૂછપરછ
 • મોંમાં એકવાર લેવાય એટલો ખોરાક – કોળિયો
 • લડાઈનું મેદાન – રણભૂમિ, યુદ્ધભૂમિ
 • પત્નીનો ભાઈ – સાળો
 • મોટા દરજજાના મુસલમાનની સ્ત્રી – બેગમ

નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો:

પ્રશ્ન 1.
બાદશાહ બરાડી ઉઠ્યા કેવો કમનસીબ દિવસ છે
ઉત્તર :
બાદશાહ બરાડી ઊઠ્યા, “કેવો કમનસીબ દિવસ છે !”

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

પ્રશ્ન 2.
ઝાડુવાળો કહે આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી
ઉત્તર :
ઝાડુવાળો કહે, “આપે કરેલી સા માટે તો મારે કશું જ કહેવાનું નથી.”

પ્રશ્ન 3.
સેનાપતિએ આવીને સમાચાર આપ્યા બાદશાહ સલામત આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈને ચડી આવ્યો છે
ઉત્તરઃ
સેનાપતિએ આવીને સમાચાર આપ્યા, “બાદશાહ સલામત ! આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈને ચડી આવ્યો છે.”

નીચેની સંજ્ઞાઓનું દ્રવ્યવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞામાં વર્ગીકરણ કરો:

પ્રશ્ન 1.
નીચેની સંજ્ઞાઓનું દ્રવ્યવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞામાં વર્ગીકરણ કરો:
ટોળું, દૂધ, ઘઉં, સભા, ચોખા, સૈન્ય, ઘી, તાંબું, ઝૂમખું, સોનું, પાણી, સરધસે.
ઉત્તર :

દ્રવ્યવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા
દૂધ, ઘઉં, ચોખા, ઘી તાંબું, સોનું, પાણી ટોળું, સભા, સૈન્ય ઝૂમખું, સરઘસ

પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર

નીચેના પ્રશ્નનો ઉત્તર આપો: ઝાડુવાળાએ પોતાને થયેલી સજા બાબતે રાજાને શું કહ્યું?

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નનો ઉત્તર આપો: ઝાડુવાળાએ પોતાને થયેલી સજા બાબતે રાજાને શું કહ્યું?
ઉત્તર :
ઝાડુવાળાએ પોતાને થયેલી સજી બાબતે રાજાને કહ્યું કે, “આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી. પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોટું જોયું હતું. તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. તો ખાપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ ? અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે – તો આપને કઈ સજા કરશે ?”

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

પાઠના આધારે નીચેનાં પાત્રો વિશે પાંચ-સાત વાક્યો લખો :

પ્રશ્ન 1.
અકબરે
ઉત્તર :
અકબર દિલ્હીનો બાદશાહ હતો. એકવાર તેણે સવારના પહોરમાં ઊઠતાંવેંત ડુવાળાનું મોં જોયું. અકબરને વહેમ પડ્યો કે આજે મારો દિવસ બગડવાનો. ત્યારબાદ એક પછી એક એવા બનાવો બન્યા કે બાદશાહનો આ વહેમ દેઢ થયો. બાદશાહે ઝાડુવાળાને ફાંસીની સજા ફરમાવી. પરંતુ બીરબલે ઝાડુવાળાને યુક્તિ કરીને બચાવી લીધો. બાદશાહના મનમાંથી શુકન-અપશુકન વિશેના ખોટા ખ્યાલો દૂર થયા, બાદશાહે ઝાડુવાળાને સરપાવ આપી માનભેર છોડી મૂક્યો.

પ્રશ્ન 2.
બીરબલ
ઉત્તર :
અકબર બાદશાહના દરબારમાં બીરબલ નામે એક ચતુર વજીર હતા, બાદશાહ એમને જાતજાતના કોયડા પૂછતા અને બીરબલ એ કોયડા ઉકેલી આપતા. એકવાર બાદશાહ અકબર સવારના પહોરમાં ઝાડુવાળાનું મોં જોયું અને એમનો દિવસ બગડ્યો. બાદશાહે તે નોકરને અપશુકનિયાળ સમજીને ફાંસીની સજા ફરમાવી. બીરબલને આ વાતની જાણ થઈ ત્યારે તેણે પેલા નોકરને બચાવવા ચતુરાઈ વાપરી. બીરબલે જણાવેલી યુક્તિથી છેવટે નોકર બચી ગયો અને બાદશાહ અકબરનો વહેમ પણ દૂર થઈ ગયો.

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
બાદશાહ અકબરે સવારના પહોરમાં કોનું મોં જોયું?
ઉત્તર :
બાદશાહ અકબરે સવારના પહોરમાં ઝાડુવાળા નોકરનું માં જોયું.

પ્રશ્ન 2.
બાદશાહને જોઈ નોકરે શું કર્યું?
ઉત્તર :
બાદશાહને જોઈ નોકરે ઝાડું ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું.

પ્રશ્ન 3.
સવારના પહોરમાં નોકરનું મોં જોવાથી બાદશાહે મનમાં શું વિચાર્યું?
ઉત્તર :
બાદશાહને મનમાં થયું કે સવારના પહોરમાં મેં આ માણસનું મોં જોયું છે તેથી આજે મારો દાડો બગડવાનો.

પ્રશ્ન 4.
‘દહાડો બગડવો’ એટલે ?
ઉત્તર :
“દહાડો બગડવો” એટલે ન ધાર્યું હોય તેવું કંઈક ખરાબ થવું.

પ્રશ્ન 5.
દાતણપાણી કર્યા પછી બાદશાહ શું કરવા બેઠા?
ઉત્તર :
દાતણપાણી કર્યા પછી બાદશાહ શિરામણ કરવા બેઠા.

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

પ્રશ્ન 6.
“શિરામણ’નો અર્થ શું થાય?
ઉત્તર :
‘શિરામણ’ એટલે ‘સવારનો નાસ્તો.’

પ્રશ્ન 7.
‘ચડી આવવું’ એટલે શું?
ઉત્તર :
‘ચડી આવવું’ એટલે ‘આક્રમણ કરવું’.

પ્રશ્ન 8.
આક્રમણના સમાચાર સાંભળી રાજાએ શું કર્યું?
ઉત્તર :
આક્રમણના સમાચાર સાંભળી રાજા ખાવાનું પડતું મૂકી તરત જ ઊભા થઈ ગયા.

પ્રશ્ન 9.
બેગમના ભાઈને શું થયું હતું?
ઉત્તર :
બેગમના ભાઈને સાપ કરડવ્યો હતો.

પ્રશ્ન 10.
મૈયત’નો અર્થ શો થાય?
ઉત્તર :
કબ્રસ્તાનમાં લઈ જવા માટે ખાટમાં શબ ગોઠવેલું હોય તેને “મૈયત’ કહેવાય છે.

પ્રશ્ન 11.
વાળુ કરવા બેઠેલા બાદશાહના થાળમાં શું પડ્યું?
ઉત્તર :
વાળુ કરવા બેઠેલા બાદશાહના થાળમાં એક ગરોળી પડી.

પ્રશ્ન 12.
બાદશાહે સિપાઈઓને શો હુકમ કર્યો ?
ઉત્તર :
બાદશાહે સિપાઈઓને ડુવાળા નોકરને પકડી લાવવાનો હુકમ કર્યો.

પ્રશ્ન 13.
બાદશાહે ઝાડુવાળા નોકરને કઈ સજા ફરમાવી?
ઉત્તર :
બાદશાહે ઝાડુવાળા નોકરને ફાંસીએ ચડાવી દેવાની સજા ફરમાવી.

પ્રશ્ન 14.
ફાંસી આપતાં પહેલાં નોકરને શું પૂછવામાં આવ્યું?
ઉત્તર :
ફાંસી આપતાં પહેલાં નોકરને તેની છેલ્લી ઇચ્છા વિશે પૂક્વામાં આવ્યું.

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

પ્રશ્ન 15.
નોકરની છેલ્લી ઇચ્છા શી હતી ?
ઉત્તર :
નોકરની છેલ્લી ઇચ્છા બાદશાહ સલામતનાં દર્શન કરવાની હતી.

પ્રશ્ન 16.
નોકર કોની યુક્તિના કારણે ફાંસીની સજામાંથી બચી ગયો ?
ઉત્તરઃ
નોકર બીરબલની યુક્તિના કારણે ફાંસીની સજામાંથી બચી ગયો.

નીચેનાં વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો :

પ્રશ્ન 1.

 1. બાદશાહ પાછો ફર્યો અને ફરી જમવા બેઠો.
 2. “મારી છેલ્લી ઇચ્છા બાદશાહ સલામતનાં દર્શન કરવાની છે.”
 3. બાદશાહને જોઈ એણે ઝાડું ઊંચું કરી પોતાનું મોં ઢાંકી
 4. એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો.
 5. સિપાઈઓએ પેલા બિચારા નોકરને પકડીને કેદખાનામાં પૂરી દીધો.

ઉત્તર :

 1. બાદશાહને જોઈ એણે ઝાડું ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું.
 2. બાદશાહ પાછો ફર્યો અને ફરી જમવા બેઠો.
 3. સિપાઈઓએ પેલા બિચારા નોકરને પકડીને કેદખાનામાં પૂરી દીધો.
 4. “મારી છેલ્લી ઇરછા બાદશાહ સલામતનાં દર્શન કરવાની છે.”
 5. એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો.

નીચેનાં વિધાનો પૂર્ણ કરો:

પ્રશ્ન 1.
બાદશાહ શિરામણ કરી ન શક્યા, કારણ કે
ઉત્તર :
બુંદેલખંડનો રાજા ચડાઈ કરીને આવ્યો છે, આ સમાચાર સેનાપતિ તે જ સમયે લાવ્યો હતો.

પ્રશ્ન 2.
બાદશાહે ઝાડુવાળાને જેલ ભેગો કર્યો, કારણ કે…
ઉત્તર :
સવારમાં તેનું મોં જોવાથી અપશુકન થયા છે એમ બાદશાહ માનતો હતો.

પ્રશ્ન 3.
ઝાડુવાળાને ફાંસી આપતાં પહેલાં બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો, કારણ કે…
ઉત્તર :
બીરબલની સૂચના મુજબ ઝાડુવાળાએ è બાદશાહ સલામતનાં દર્શન કરવાની ઇચ્છા દર્શાવી હતી.

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

પ્રશ્ન 4.
બીરબલ મરકમરક હસી રહ્યો હતો, કારણ કે…
ઉત્તર :
ઝાડુવાળાને તેણે શીખવાડેલી યુક્તિ સફળ નીવડી હતી.

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો:

પ્રશ્ન 1.
બાદશાહે સવારના પહોરમાં……..
A. ઝાડુવાળાનું મોં જોયું.
B. બેગમનું મોં જોયું.
C. બીરબલનું મોં જોયું.
ઉત્તર :
A. ઝાડુવાળાનું મોં જોયું.

પ્રશ્ન 2.
બાદશાહના રાજય પર…
A. ચિત્તોડના રાજાએ ચડાઈ કરી.
B. બુંદેલખંડના રાજીએ ચડાઈ કરી.
C. મારવાડના રાજાએ ચડાઈ કરી.
ઉત્તર :
B. બુંદેલખંડના રાજીએ ચડાઈ કરી.

પ્રશ્ન 3.
છેવટે બાદશાહે ઝાડુવાળાને…
A. ફાંસી આપી.
B. જેલમાં પૂરી રાખ્યો.
C. સરપાવ આપી માનભેર છોડી દીધો.
ઉત્તર :
C. સરપાવ આપી માનભેર છોડી દીધો.

નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો :

પ્રશ્ન 1.
“મારા ભાઈને સાપ કરડ્યો છે.”
ઉત્તર :
આ વાક્ય બેગમ બોલે છે અને બાદશાહને કહે છે.

પ્રશ્ન 2.
“આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈને ચડી આવ્યો છે.”
ઉત્તર :
આ વાક્ય સેનાપતિ બોલે છે અને રાજાને કહે છે.

પ્રશ્ન 3.
“આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય.”
ઉત્તર :
આ વાક્ય અકબર બોલે છે અને બીરબલને કહે છે.

પ્રશ્ન 4.
“મારી છેલ્લી ઇચ્છા બાદશાહ સલામતનાં દર્શન કરવાની છે.”
ઉત્તર :
આ વાક્ય ઝડુવાળો (નોકર) બોલે છે અને સિપાઈને કહે છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

પ્રશ્ન 5.
“હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું.”
ઉત્તર :
આ વાક્ય અકબર બોલે છે અને સેનાપતિને કહે છે.

પ્રશ્ન 6.
“આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ ?”
ઉત્તર :
આ વાક્ય ઝાડુવાળો (નોકર) બોલે છે અને અકબરને કહે છે.

નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો :

પ્રશ્ન 1.
અપશુકનિયાળ
ઉત્તર :
આડી ઊતરનારી બિલાડી અપશુકનિયાળ છે એ માન્યતા ખોટી છે.

પ્રશ્ન 2.
શિરામણ
ઉત્તર :
મજૂરો ઘરે આવી શિરામણ કરવા બેઠા.

પ્રશ્ન 3.
કમનસીબ
ઉત્તર :
ધરતીકંપનો કમનસીબે દિવસ ગુજરાતીઓ ભૂલશે નહિ.

પ્રશ્ન 4.
કાળમુખા
ઉત્તર :
ખૂન કરી જેલ જનાર કાળમુખા દીકરાનું મોં માં જોવા ઇચ્છતી ન હતી.

પ્રશ્ન 5.
પૂછપરછ
ઉત્તર
ગામમાં આવી પોલીસે ચોર વિશે પૂછપરછ કરી.

પ્રશ્ન 6.
રોકકળ
ઉત્તર :
મરનાર પાછળ સગાં-નેહીઓ રોકકળ કરે છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

પ્રશ્ન 7.
સરપાવ
ઉત્તરઃ
રાજ ખુશ થાય તો સરપાવ આપે છે.

કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો :

પ્રશ્ન 1.

 1. નોકર ઝાડુથી ……………. વાળી રહ્યો હતો. (ઓરડો, અગાસી, ચોગાન)
 2. બાદશાહને જોઈ નોકરે ……………. ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું. (ઝાડુ, રૂમાલ, સૂપડી)
 3. ……………. નું કોઈ ઓસડ નથી. (રહેમ, વહેમ, કહેર)
 4. અકબર રાજાના રાજય પર ……………. નો રાજ લશ્કર લઈને ચડી આવ્યો. (ઝારખંડ, ઉત્તર ખંડ, બુંદેલખંડ,
 5. ……………. ના ભાઈને સાપ કરડ્યો હતો. (બૅઝમ, બાદશાહ, બીરબલ)
 6. બાદશાહના સાળાની મૈયતને ……………. માં દાટવા લઈ ગયા. (અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કબ્રસ્તાન)
 7. વાળુ કરવા જતાં બાદશાહના થાળમાં …………………. પડી. (માખી, ગરોળી, રેતી)
 8. રાજાએ ……………. ને પકડી લાવવાનો હુકમ કર્યો. (નોકર, ચોર, ડાકુ)
 9. ફાંસી આપતાં પહેલાં નોકરને એની …………………. પૂછવામાં આવી. (ઉંમર, તબિયત, છેલ્લી ઈચ્છ)
 10. નોકરની વાત સાંભળી બાદશાહ …………………. માં પડી ગયા. (વિચાર, ચિંતા, દ્વિધા)
 11. બાદશાહે નોકરને …………………. આપી માનભેર ઘેર પહોંચાડી દેવાનું કહ્યું. (શિક્ષસ, દંડ, સરપાવ)

ઉત્તર :

 1. ચોગાન
 2. ઝાડુ
 3. વહેમ
 4. બુંદેલખંડ
 5. બેગમ
 6. કબ્રસ્તાન
 7. ગરોળી
 8. નોકર
 9. છેલ્લી ઇચ્છા
 10. વિચાર
 11. સરપાવ

નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:

પ્રશ્ન 1.
બાદશાહ અકબરે એક દિવસ સવારના પહોરમાં કોનું મોં જોયું?
A. બેગમનું
B. બીરબલનું
C. નોકરનું
D. સિપાઈનું
ઉત્તર :
C. નોકરનું

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

પ્રશ્ન 2.
નોકર ઝાડુથી શું વાળી રહ્યો હતો?
A. ઓરડો
B. ચોગાન
C. અગાસી
D. રસ્તો
ઉત્તર :
B. ચોગાન

પ્રશ્ન 3.
બાદશાહને જોઈ નોકરે શું કર્યું?
A. ઊભો રહી ગયો
B. જતો રહ્યો
C. સંતાઈ ગયો
D. પોતાનું મોં ઢાંકી દીધું
ઉત્તર :
D. પોતાનું મોં ઢાંકી દીધું

પ્રશ્ન 4.
‘બાદશાહ સલામત ! આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લકર લઈને ચડી આવ્યો છે.’ – એવા સમાચાર કોણે આપ્યા?
A. સિપાઈએ
B. સેનાપતિએ
C. બીરબલે
D. નોકરે
ઉત્તર :
B. સેનાપતિએ

પ્રશ્ન 5.
અર્ધ રસ્તેથી કોણ પાછું ફરી ગયું?
A. બુંદેલખંડનો રાજા
B. ચિત્તોડનો રાજા
C. મેવાડના રાજા
D. મારવાડનો રાજા
ઉત્તર :
A. બુંદેલખંડનો રાજા

પ્રશ્ન 6.
બેગમના ભાઈને શું કહ્યું હતું ?
A. વીંછી
B. કૂતરું
C. સાપ
D. ઉંદર
ઉત્તર :
C. સાપ

પ્રશ્ન 7.
વાળુ કરતાં બાદશાહના થાળમાં શું પડ્યું?
A. મચ્છર
B. માખી
C. ગરોળી
D. રેતી
ઉત્તર :
C. ગરોળી

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

પ્રશ્ન 8.
એક પછી એક મુસીબતો આવવાથી બાદશાહ નોકરને શું માને છે ?
A. અપશુકનિયાળ
B. શુકનિયાળ
C. ચતુર
D. ચોર
ઉત્તર :
A. અપશુકનિયાળ

પ્રશ્ન 9.
બાદશાહે અપશુકનિયાળ નોકરને કઈ સજા ફરમાવી ?
A. કોરડા ફટકારવાની
B. ફાંસીએ ચડાવી દેવાની
C. કારાવાસની
D. કાળાપાણીની
ઉત્તર :
B. ફાંસીએ ચડાવી દેવાની

પ્રશ્ન 10.
નોકરની છેલ્લી ઇચ્છા શું હતી ?
A. ભગવાનનાં દર્શન કરવાની ,
B. પોતાની માતાનાં દર્શન કરવાની
C. બાદશાહનાં દર્શન કરવાની
D. બેગમનાં દર્શન કરવાની
ઉત્તર :
C. બાદશાહનાં દર્શન કરવાની

પ્રશ્ન 11.
સવારના પહોરમાં કોનું મોઢું જોવાથી નોકરને ફાંસીએ ચડવાનું થયું ?
A. સિપાઈનું
B. ચોરનું
C. સેનાપતિનું
D. બાદશાહનું
ઉત્તર :
D. બાદશાહનું

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

પ્રશ્ન 12.
કોની યુક્તિથી નોકર ફાંસીની સજામાંથી બચી ગયો ?
A. માતાની
B. પત્નીની
C. સેનાપતિની
D. બીરબલની
ઉત્તર :
D. બીરબલની

બિરબલની યુક્તિ Summary in Gujarati

બિરબલની યુક્તિ પાઠ-પરિચય :

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ 1

લોકોમાં જાતજાતના વહેમો અને શુકન-અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે. બાદશાહ અકબર પણ આવી અંધશ્રદ્ધામાં ફસાઈ ગયેલા. સવારના પહોરમાં ઝાડુવાળા નોકરનું મોં જોવાથી પોતાનો આખો દિવસ ખરાબ જશે એમ તેઓ માની લે છે. બને છે પણ એવું જ, એટલે બાદશાહ તે નોકરને ફાંસીની સજા આપે છે. છે કે બીરબલની ચતુરાઈથી તે નોકર બચી જાય છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

રૂઢિપ્રયોગો- અર્થ અને વાક્યપ્રયોગ

નજર કરવી – લક્ષ આપવું, જઈ લેવું
વાક્ય : ભણાવતી વખતે શિક્ષક દરેક વિદ્યાર્થી તરફ નજર કરતા હતી.

દહાડો બગડવો – ન ધાર્યું હોય તેવું થવું
વાક્ય : સવારમાં ઝાડુવાળા નોકરનું મોં જોવાથી બાદશાહનો દહાડો બગડ્યો.

બરાડી ઊઠવું – મોટેથી બૂમ પાડવી
વાક્ય : વિદ્યાર્થીઓને તોફાન કરતા જોઈને શિક્ષક બરાડી ઊડ્યા.

ઊંચે શ્વાસે – ઉતાવળે
વાક્ય : સ્કૂલે જવાનો સમય થઈ જતાં મનીષાએ ઊંચે શ્વાસે જમી લીધું.

કાનમાં કહેવું – ગુપ્ત વાત કરવી
વાક્ય : ગુપ્તચરે ખાવી પ્રધાનને બાજુના રાજ વિશે કાનમાં કહ્યું.

લાલપીળા થઈ જવું – ખૂબ ગુસ્સે થવું
વાક્ય : પુત્ર બીજીવાર નાપાસ થતાં પિતા લાલપીળા થઈ ગયા.

ચડી આવવું – આક્રમણ કરવું
વાક્ય : રાજની માંદગીના સમાચાર જાણી શત્રુ રાજા તેના રાજય પર ચડી આવ્યો.

મરક મરક હસવું – મંદ મંદ હસવું
વાક્ય: માતાને જોઈ નાનું બાળક મરક મરક હસવા લાગ્યું.

Class 6 Gujarati Textbook Solutions Chapter 8 બિરબલની યુક્તિ

કહેવત

વહેમનું કોઈ ઓસડ નથી – વહેમને દૂર કરવાનો કોઈ ઉપાય નથી.

બિરબલની યુક્તિ શબ્દાર્થ :

 • કોયડો – રુપેટ ન ઊકલી શકે તેવો મુદો
 • યુક્તિ – કરામત, ઉપાય
 • ચતુરાઈ – ચાલાકી, હોશિયારી
 • મહેલ – મોટું આલિશાન મકાન
 • ઝરૂખો – જીજું
 • ઝાડુ – સાવરણી, મોટો સાવરણો
 • ચોગાન – ખુલ્લું મેદાન
 • પહોર – ત્રણ ક્લાકનો ગાળો
 • દહાડો – દિવસ
 • દહાડો બગડવો – ન ગમતું થવું
 • શિરામણ – સવારનો નાસ્તો
 • સેનાપતિ – લશ્કરનો વડો
 • લશ્કર – સૈન્ય
 • જાતે – પોતે
 • કાળમુખું – કાળના જેવા મોં વાળું
 • રણમેદાન – લડાઈનું મેદાન, રણભૂમિ
 • બેગમ – રાજાની રાણી
 • હાંફળેફાંફાળું – ગભરાયેલું, બેબાસાપ
 • ઉતારવો – મંત્રથી સાપના ઝેરની અસર દૂર કરવી
 • સાળો – વહુનો (પત્નીનો) ભાઈ
 • મૈયત – સ્મશાનયાત્રા
 • કબ્રસ્તાન – શબ દાટવાનું સ્થાન
 • વાળું – રાત્રિ ભોજન
 • થાળ – મોટી થાળી
 • ઝટે – તરત
 • હુકમ – નાજ્ઞા
 • અપશુકનિયાળ – જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું
 • કમનસીબ – કમભાગી, દુર્ભાગી
 • કેદખાનું – જેલ, કારાગાર
 • ફાંસી – મૃત્યુદંડ
 • નાતીલું – નાતનું
 • રોકકળ – રડારોળ
 • પૂછપરછ કરવી – પૂછીને તપાસ કરવી
 • હકીકત – ખબર, બાતમી
 • ન્યાય – ખરા-ખોટાનો ફેંસલો કરવો
 • ન્યાયાધીશ – ન્યાય આપનાર અમલદાર
 • વહેમ – ખોટી માન્યતા, ભ્રમ
 • સરપાવ – ઈનામ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *