Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો:

પ્રશ્ન 1.
ઈશ્વર ક્યાં રમી રહ્યો છે?
ઉત્તર :
ઈશ્વર મેઘધનુષના રંગોમાં રમી રહ્યો છે.

પ્રશ્ન 2.
ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે?
ઉત્તર :
ઈશ્વર ફૂલોનાં રંગ અને સુગંધરૂપે સોગાદ આપે છે.

પ્રશ્ન 3.
મોચી ભગત સ્વભાવે કેવા હતા?
ઉત્તર :
મોચી ભગત સ્વભાવે સાચુલા, પ્રામાણિક અને સંતોષી હતા.

Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

પ્રશ્ન 4.
મોચી ભગત નવાં ઓજાર ક્યારે વસાવી શક્યા?
ઉત્તર :
મોચી ભગતે બાર મહિના મજુરી કરી ત્યારે તે નવાં ઓજાર વસાવી શક્યા.

પ્રશ્ન 5.
ધરતી પર શું શું સુંદર દેખાય છે?
ઉત્તર :
ધરતી પર સરિતા અને સરોવર; સવાર અને રાત્રિ; વન, ઉપવન અને ગિરિવર; માછલી, પંખી, સમીર તેમજ માનવહૈયું સુંદર દેખાય છે.

2. નીચેનાં વાક્યોમાં આપેલા વિકલ્પોમાંથી, સાચા વિકલ્પ ઉપ૨ (✓) કરોઃ

પ્રશ્ન 1.

 1. ફૂલફૂલની રંગસુગંધે તારી છે સોગાદ / સોગાધ.
 2. રાડ, ત્રાડ ને લાડની સાથે મોરપિચ્છનો સુર / સૂર.
 3. લાવ ને, જરા મોચીને ત્યાં આટો આંટો મારું.
 4. ‘આપ ખરા સાધુ / સાધુ’
 5. કવિતા સુંદર, જિવન / જીવન સુંદર.

ઉત્તર :

 1. સોગાદ [✓]
 2. સૂર [✓]
 3. આટો [✓]
 4. સાધુ [✓]
 5. જીવન [✓]

3. શબ્દરમતઃ સૂચના મુજબ કરો:
શબ્દના છેલ્લા અક્ષર પરથી નીચે આપેલાં ખાનાંમાં બીજા શબ્દો લખો.

પ્રશ્ન 1.
Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 1
ઉત્તર :
Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 2

4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપોઃ

પ્રશ્ન 1.

 1. સરોવર : ………..
 2. ગર્વ : ………..
 3. ઉષા : ………..
 4. રળિયાત : ………..
 5. સમીર : ………..
 6. નિશા : ………..

ઉત્તર :

 1. સરોવર : સરવર, તળાવ
 2. ગર્વ : અહંકાર, અભિમાન
 3. ઉષા : પરોઢ, મળસકું
 4. રળિયાત : ખુશી, પ્રસન્નતા
 5. સમીર : પવન, વાયુ
 6. નિશા : રાત્રિ, રાત

Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપોઃ

પ્રશ્ન 1.

 1. ધરતી × …………..
 2. ઉષા × …………..
 3. ટૂંકું × …………..
 4. પૂર્ણ × …………..

ઉત્તર :

 1. ધરતી × આકાશ
 2. ઉષા × સંધ્યા
 3. ટૂંકું × લાંબું
 4. પૂર્ણ × અપૂર્ણ

6. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી, વાક્યપ્રયોગ કરો:

પ્રશ્ન 1.
જીવ બળવો ………………………
…………………………………………
ઉત્તર :
જીવ બળવો – અતિશય સંતાપ થવો
વાક્ય : છોકરાં માટે માબાપનો જીવ બળે એ સ્વાભાવિક છે.

પ્રશ્ન 2.
બેઠાં બેઠાં ખાવું …………………..
…………………………………………….
ઉત્તર :
બેઠાં બેઠાં ખાવું – મહેનત કર્યા વગર ખાવું
વાક્ય : બેઠાં બેઠાં ખાય એવો આળસુ દીકરો માબાપને ગમતો નથી.

Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

પ્રશ્ન 3.
બાવડાના બળથી …………………..
……………………………………………….
ઉત્તર :
બાવડાના બળથી – જાતમહેનતથી
વાક્ય મોચી બાવડાના બળથી જે મળે તેમાં સંતોષ માનતો હતો.

પ્રશ્ન 4.
પેટનો ખાડો પૂરવ ………………………
……………………………………………………
ઉત્તર :
પેટનો ખાડો પૂરવ – ગુજરાન ચલાવવું
વાક્ય : મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસને પેટનો ખાડો પૂરવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે.

7. પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો:

પ્રશ્ન 1.
વિભુ હશે તો કેવા સુંદર,
સુંદર વન, ઉપવન, ગિરિવર.
ઉષા સુંદર, નિશા સુંદર,
એવું થાતું મુજ મનમાં
ઉત્તર :
ઉષા સુંદર, નિશા સુંદર,
સુંદર વન, ઉપવન, ગિરિવર.
વિભુ હશે તો કેવા સુંદર,
એવું થાતું મુજ મનમાં.

Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

8. ઉખાણાં બનાવો અથવા મેળવીને લખો:

પ્રશ્ન 1.
Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 3
ઉત્તર :
1. કાદવમાં જન્મીને પાણી ઉપર રહે,
રૂપ, રંગ ને સુગંધથી સૌ કોઈ એને ચાહે. [કમળ]

2. કાગળની છે કાયા, ને અક્ષરની છે આંખ,
અલકમલકની સહેલ કરાવે, ખૂલે જ્યારે પાંખ. [ચોપડી]

3. પાણી નીચે ફર્યા કરે, પણ નથી એ માછલું,
દુશ્મન જહાજ જોતાં એનું પળમાં કાઢે કાટલું. [સબમરીન]

9. તમારા ઘરમાં / શાળામાં જોવા મળતાં સામયિકો, વર્તમાનપત્રો, પુસ્તકો વગેરેની યાદી બનાવો:

પ્રશ્ન 1.
તમારા ઘરમાં / શાળામાં જોવા મળતાં સામયિકો, વર્તમાનપત્રો, પુસ્તકો વગેરેની યાદી બનાવો:
……………………………..
………………………………
ઉત્તર :

સામયિકો વર્તમાનપત્રો પુસ્તકો
1. અખંડ આનંદ ગુજરાત સમાચાર રામાયણ
2. બાલસૃષ્ટિ સંદેશ મહાભારત
3. કવિતા દિવ્ય ભાસ્કર સરસ્વતીચંદ્ર
4. નવનીત-સમર્પણ જનસત્તા સત્યના પ્રયોગો
5. ઉદેશ ટાઇમ્સ ઑફ ઈન્ડિયા હેરી પોટર

Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

10. નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી, ફકરો ફરી લખો :

પ્રશ્ન 1.
મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો તેણે કહ્યું જે કહેવાના એ લેવાના મહારાજ આપની ઇચ્છા હોય તો બનાવું સાધુએ કહ્યું અચ્છા બનાવો ક્યારે આપશો
ઉત્તર :
મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, “જે કહેવાના એ લેવાના, મહારાજ ! આપની ઇચ્છા હોય તો બનાવું.”
સાધુએ કહ્યું, “અચ્છા બનાવો. ક્યારે આપશો?”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *