Class 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક

   

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક

Class 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક Textbook Questions and Answers

1. સ્વાધ્યાય નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
આધુનિક માનવને આનંદ આપનાર વિશિષ્ટ સાધન કયું છે?
ઉત્તરઃ
આધુનિક માનવને આનંદ આપનાર વિશિષ્ટ સાધન પુસ્તક છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક

પ્રશ્ન 2.
દોસ્તોયન્કીએ વેનિસ જોવાને બદલે શું કર્યું?
ઉત્તરઃ
દોસ્તોયવસ્કીએ વેનિસ જોવાને બદલે વિક્ટર હ્યુગોનું પ્રખ્યાત પુસ્તક “લ મિઝરેબલ હોટેલના રૂમમાં ભરાઈ રહીને એક અઠવાડિયું એ પુસ્તક વાંચવામાં કાઢ્યું.

પ્રશ્ન 3.
નેપોલિયને કોની કઈ કૃતિ રણમેદાનમાં વાંચી હતી?
ઉત્તરઃ
નેપોલિયને જર્મન મહાકવિ ગેટેની નવલકથા The Sorrows of Werther’ રણમેદાનમાં વાંચી હતી.

પ્રશ્ન 4.
પેપર શબ્દ ક્યાંથી આવ્યો હોવાનું મનાય છે?
ઉત્તરઃ
પેપર શબ્દ પેપીરસ ઉપરથી આવ્યો હોવાનું મનાય છે.

પ્રશ્ન 5.
પ્રિન્ટિંગ પ્રેસની શોધનું શ્રેય કોને જાય છે?
ઉત્તરઃ
પ્રિન્ટિંગ પ્રેસની શોધનું શ્રેય જોહાન ગુટેનબર્ગ નામના એક જર્મનના ફાળે જાય છે.

2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ગમે તેટલું લખવા છતાં લેખક શા માટે સંતોષ અનુભવતા નથી?
ઉત્તરઃ
પુસ્તક શબ્દ યાદ આવતાં જ લેખકને એટલા બધા વિચારો ઊભરાવા માંડે છે – વાંચેલું, જાણેલું, અનુભવેલું એટલું બધું યાદ આવવા માંડે છે કે ગમે તેટલું લખવા છતાં તે સંતોષ અનુભવતા નથી. થોડું લખવાથી પણ તેમને સંતોષ થશે નહિ.

Class 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક

પ્રશ્ન 2.
ગુજરાતીઓ ‘ચોપડી’ કરતાં ‘ચોપડાને વધુ ચાહે છે એમ લેખક શાથી કહે છે?
ઉત્તર :
ગુજરાતીઓને વેપારમાં, પૈસામાં, હિસાબમાં રસ વિશેષ રહ્યો છે. ગુજરાતીઓ ચોપડી કરતાં ચોપડાને વિશેષ ચાહે છે. તેઓ ચોપડા પૂજન’ બહુ અદબથી કરે છે. ચોપડી વસાવવામાં અને વાંચવામાં કશુંક દેવું પડે છે. ગુજરાતીઓને લેવામાં વિશેષ રસ છે. આથી ગુજરાતીઓ ‘ચોપડી’ કરતાં ‘ચોપડા’ને વધુ ચાહે છે એમ લેખક કહે છે.

પ્રશ્ન 3.
“માણસ વાચન છોડી દેશે’ તેવું મેકલુહાન શાથી કહે છે?
ઉત્તરઃ
“માણસ વાચન છોડી દેશે તેવું એકલુહાન કહે છે કારણ કે સિનેમા, રેડિયો, ટેલિવિઝન જેવાં માસમીડિયા સાધનો તેને પુસ્તક કરતાં ઓછા સમયમાં વધારે આનંદ અને વધારે માહિતી આપી શકે છે.

પ્રશ્ન 4.
લેખક પુસ્તકને ‘જાદુઈ દીવો’ શા માટે કહે છે?
ઉત્તરઃ
પુસ્તક સાથે તમે વાતો કરી શકો છો, હસી શકો છો, રડી શકો છો, સફર કરી શકો છો. પુસ્તક સાથે તમે દરિયાપાર, અવકાશમાં, ધરતીના ઊંડાણમાં, ઇચ્છા પડે ત્યાં જઈ શકો છો. આમ, પુસ્તક એ જાદુઈ દીવો છે.

પ્રશ્ન 5.
પ્રથમ પુસ્તક શી રીતે અસ્તિત્વમાં આવ્યું હોવાનું લેખક માને છે?
ઉત્તરઃ
ઈસુની પ્રથમ સદીના પ્રથમ વર્ષે કે ત્યારપછી થોડા વખતે, એક રોમન લહિયાએ જુદા જુદા પાચમેન્ટને એકસાથે રાખવા માટે તેની એક બાજુના ભાગને સીવી લીધો. આ સીવેલો ભાગ પુસ્તકની પીઠ બન્યો. આ રીતે પ્રથમ પુસ્તક અસ્તિત્વમાં આવ્યું હોવાનું લેખક માને છે.

3. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
પુસ્તકો જ આપણા સાચા મિત્રો છે’ આ વિધાનની યથાર્થતા પાઠને આધારે સિદ્ધ કરો.
ઉત્તરઃ
પુસ્તકનો જન્મ થયો નહોતો. માણસ શિકાર કરતો હતો, હોંકારા પડકારા કરતો હતો, નાચતો હતો, બહાદુરીના નારાઓ લગાવતો હતો, ખેતી કરતો હતો, ગીતો ગાતો હતો, એકાંતમાં જઈને ધ્યાન ધરતો હતો, પોતાને મળેલું જ્ઞાન બીજાને આપવા માટે ઉત્સુક થઈ જતો હતો ત્યારે તેની પાસે પુસ્તક નહોતું. માણસને અકળામણ હતી. માણસની સદીઓની અકળામણ, ઉત્કટતા, ઝંખનાના પરિણામરૂપે પુસ્તકોનો જન્મ થયો છે.

પુસ્તક એક જાદુઈ દીવો છે. તેની સાથે તમે વાત કરી શકો છો, હસી શકો છો, રડી શકો છો, સફર કરી શકો છો, દરિયાપાર અવકાશમાં, ધરતીના ઊંડાણમાં, ઇચ્છા પડે ત્યાં જઈ શકો છો.

રેડિયો, સિનેમા કે એવી બીજી વસ્તુઓ આપણને આનંદ આપી શકે છે, માહિતી આપી શકે છે, પણ પુસ્તકનો આનંદ અને પુસ્તકમાંથી મળતું જ્ઞાન એક અનોખી, પોતાની જ વિશિષ્ટતા ધરાવે છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક

પુસ્તકનો વાચક ઇચ્છા પડે ત્યારે, ઇચ્છા પડે ત્યાંથી, પુસ્તક વાંચી શકે છે અને વાંચવાનું બંધ કરી શકે છે. કેટલાંક પુસ્તકો એવી ખાણો જેવાં હોય છે, જેમાંથી દરેક વાચન વખતે નવા અર્થો, નવા સંદર્ભો, નવું જ્ઞાન , નવો આનંદ, નવો સંતોષ મળે છે.

પુસ્તક જ માત્ર એકાંકી માનવીનો સાચો સાથીદાર છે.

Std 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક Additional Important Questions and Answers

1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો

પ્રશ્ન 1.
પુસ્તકોનો જન્મ કેમ થયો છે?
ઉત્તરઃ
માણસ શિકાર કરતો હતો, હોંકારાપડકારા કરતો હતો, નાચતો હતો, બહાદુરીના નારાઓ લગાવતો હતો, ખેતી કરતો હતો, ગીતો ગાતો હતો, એકાંતમાં જઈને ધ્યાન ધરતો હતો, પોતાને મળેલું જ્ઞાન બીજાને આપવા માટે ઉત્સુક થઈ જતો હતો ત્યારે તેની પાસે પુસ્તક નહોતું.

પુસ્તક વિનાની એ દુનિયામાં થોડા નારાઓ હતા, થોડું સંગીત હતું, થોડા શ્લોકો હતા, થોડા મંત્રો હતા પણ એ બધાંને પોતાના ખિસ્સામાં સંઘરી શકે તેવી કોઈ ચીજ નહોતી.

માણસને અકળામણ હતી, પણ તેના રહસ્યને, તેના હૃદયની ઊર્મિઓને કાયમ માટે ધબકતા રાખીને સંઘરી શકે તેવી કોઈ વસ્તુ તેને હાથ લાગતી નહોતી. માણસની એવી સદીઓની અકળામણ, ઉત્કટતા, ઝંખનાના પરિણામરૂપે પુસ્તકોનો જન્મ થયો છે.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો

પ્રશ્ન 1.
પુસ્તક આધુનિક માનવી માટે દિલોજાન દોસ્ત કેવી રીતે છે?
ઉત્તરઃ
આધુનિક માનવીને પુસ્તક સાથે એવી મહોબ્બત છે કે, પુસ્તક સાથે તે હસે છે, રડે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે, પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને, ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ ખુલ્લી કરે છે. આથી પુસ્તક આધુનિક માનવી માટે દિલોજાન દોસ્ત છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક

પ્રશ્ન 2.
બીજી વસ્તુઓ કરતાં પુસ્તક કઈ રીતે વિશિષ્ટતા ધરાવે છે?

ઉત્તરઃ
બીજી વસ્તુઓ આનંદ અને માહિતી આપી શકે છે, પણ પુસ્તક વિશિષ્ટતા ધરાવે છે. પુસ્તકનાં પાનાં ફેરવીને માણસ તે ફરી વાંચી શકે છે, વાંચનમાંથી પોતાને મનગમતાં ચિત્રો ઊભાં કરી શકે છે.

3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
પુસ્તક સદીઓ સુધી કેમ જીવશે?
ઉત્તરઃ
‘પુસ્તકને જન્મ લેતાં સદીઓ લાગે છે એટલે તે સદીઓ સુધી જીવશે.

પ્રશ્ન 2.
મિસરવાસીઓએ કયા છોડમાંથી લખી શકાય તેવો ચપટો પદાર્થ બનાવ્યો?
ઉત્તરઃ
મિસરવાસીઓએ નાઈલના ફળદ્રુપ પ્રદેશમાં થતા “પેપીરસ’ નામના છોડમાંથી લખી શકાય તેવો ચપટો પદાર્થ બનાવ્યો.

પ્રશ્ન 3.
યોશીદા કેનાકેએ પુસ્તક વિશે શું કહ્યું છે?
ઉત્તરઃ
યશોદા કેનાકેએ પુસ્તક વિશે કહ્યું છે, “દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી.”

4. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
દિલોજાન દોસ્ત પુસ્તક પાઠના લેખકનું નામ જણાવો.
(a) મોહમ્મદ માંકડ
(b) જનક ત્રિવેદી
(c) મનુભાઈ પંચોલી
(d) કુન્દનિકા કાપડિયા
ઉત્તરઃ
(a) મોહમ્મદ માંકડ

Class 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક

પ્રશ્ન 2.
દિલોજાન દોસ્ત પુસ્તક પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) નવલિકા
(b) ચિંતન
(c) લઘુકથા
(d) નાટ્યખંડ
ઉત્તરઃ
(b) ચિંતન

પ્રશ્ન 3.
“દિલોજાન દોસ્ત પુસ્તક પાઠ લેખકના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
(a) મનના મરોડ
(b) માટીની ચાદર
(c) કેલિડોસ્કોપ
(d) ખેલ
ઉત્તરઃ
(c) કેલિડોસ્કોપ

દિલોજાન દોસ્ત : પુસ્તક વ્યાકરણ (Vyakaran)

1. નીચેનાં વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખોઃ

(1) ભાષાની વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો હતો.
(2) તેની ઉપયોગ દિનપ્રતિદિન વધવા લાગી.
(3) ઉંદરનાં બચ્ચે બે કે ત્રણ અઠવાડીયામાં જન્મે છે.
(4) પુસ્તકનો પ્રશસ્તી લખવા બેસીએ તો પાર ન આવે.
ઉત્તરઃ
(1) ભાષાનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો હતો.
(2) તેનો ઉપયોગ દિનપ્રતિદિન વધવા લાગ્યો.
(3) ઉંદરનાં બચ્ચાં બે કે ત્રણ અઠવાડિયામાં જન્મે છે.
(4) પુસ્તકની પ્રશસ્તિ લખવા બેસીએ તો પાર ન આવે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક

2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો

(1) નેપોલિયન રણમેદાનમાં પણ પુસ્તક વાંચવાનું છોડતો નહોતો.
(2) આ ગુંચળાના એક છેડે ગોળ લાકડી રહેતી.
(3) ભાષાનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો હતો.
(4) કાગળનો સફેદ જાદુ બધા દેશોમાં ઝડપથી ફેલાઈ ગયો.
ઉત્તરઃ
(1) માં, ને
(2) ના, એ
(3) નો, થી
(4) નો, માં, થી

૩. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ’ વિભાગમાંથી શોધીને લખો:

”અ” વિભાગ – ”બ” વિભાગ
(1) ઉમદા – વિવેક, મર્યાદા
(2) પ્રશસ્તિ – તીવ્ર, જલદ
(3) અદબ – શ્રેષ્ઠ, ખાનદાન
(4) ઉત્કટ – વિસ્તાર, પસારો
(5) કલેવર – પ્રશંસા, વાહવાહ
(6) વ્યાપ – શિરીર, ખોળિયું.
ઉત્તરઃ
(1) ઉમદા – શ્રેષ્ઠ, ખાનદાન
(2) પ્રશસ્તિ – પ્રશંસા, વાહવાહ
(3) અદબ – વિવેક, મર્યાદા
(4) ઉટ – તીવ્ર, જલદ
(5) કલેવર – શરીર, ખોળિયું
(6) વ્યાપ – વિસ્તાર, પસારો

Class 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક

4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ

  1. ઉદાસ ✗ –
  2. સાનુકૂળ ✗ –
  3. સંયોજિત ✗ –
  4. દુરુપયોગ ✗ –
  5. જથ્થાબંધ ✗ –
  6. ભૌતિક ✗ –
  7. સંસ્કારી ✗ –
  8. ફળદ્રુપ ✗ –
  9. સ્મૃતિ ✗ –
  10. ભિન્ન ✗ –

ઉત્તરઃ

  1. ઉદાસ ✗ પ્રસન્ન
  2. સાનુકૂળ ✗ પ્રતિકૂળ
  3. સંયોજિત ✗ વિભાજિત
  4. દુરુપયોગ ✗ સદુપયોગ
  5. જથ્થાબંધ ✗ છૂટક
  6. ભૌતિક ✗ આધ્યાત્મિક
  7. સંસ્કારી ✗ અસંસ્કારી
  8. ફળદ્રુપ ✗ વેરાન
  9. સ્મૃતિ ✗ વિસ્મૃતિ
  10. ભિન્ન ✗ અભિન્ન

Class 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક

5. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:

  1. અસ્તીત્વ
  2. દીનપ્રતિદિન
  3. ક્રાંતીકારી
  4. પ્રશસ્તી
  5. હસ્તલેખીત
  6. ટેલીવીઝન
  7. ઉસ્તુક
  8. ચિત્રલીપી
  9. ઉમ
  10. મહત્વ

ઉત્તરઃ

  1. અસ્તિત્વ
  2. દિનપ્રતિદિન
  3. ક્રાંતિકારી
  4. પ્રશસ્તિ
  5. હસ્તલિખિત
  6. ટેલિવિઝન
  7. ઉત્સુક
  8. ચિત્રલિપિ
  9. ઊર્મિ
  10. મહત્ત્વ

Class 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક

6. નીચેના શબ્દોની સંધિ છૂટી પાડોઃ

(1) એકાંત
(2) સાનુકૂળ
(3) દુરુપયોગ
ઉત્તરઃ
(1) એકાંત = એક + અંત
(2) સાનુકૂળ = સ + અનુકૂળ
(3) દુરુપયોગ = દુઃ + ઉપયોગ

7. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

(1) વિસ્મયકારક – ઉપપદ સમાસ
(2) દિનપ્રતિદિન – દ્વન્દ સમાસ
(3) હસ્તલિખિત – મધ્યમપદલોપી સમાસ
(4) મનઃસ્થિતિ – તપુરુષ સમાસ

Summary in Gujarati

દિલોજાન દોસ્ત : પુસ્તક પ્રાસ્તાવિક
મોહમ્મદ માંકડ [જન્મઃ 13 – 2 – 1928].

પ્રસ્તુત ગદ્યમાં લેખકે પુસ્તકનું મહત્ત્વ દર્શાવ્યું છે. પુસ્તકના જન્મથી તેના આજ સુધીના વિકાસની રોમાંચક કથા અહીં નિરૂપિત થઈ છે. આજે આનંદ અને માહિતી આપતાં માસમીડિયાનાં અનેક સાધનો વચ્ચે પણ પુસ્તકનું મહત્ત્વ ટકી રહ્યું છે, જે પ્રતિવર્ષ છપાતાં નવાં પુસ્તકોની સંખ્યામાં થતા વધારાથી સમજી શકાય છે.

પુસ્તક એ કેવળ ભૌતિક – ધૂળ વસ્તુ નથી, તેને પણ કલેવર, ધબકારા, વિચારો, લાગણીઓ, જ્ઞાન અને આત્મા છે, તેથી તે માનવનો દિલોજાન દોસ્ત છે. “દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી.” વાક્યમાં આ ગદ્યનો સાર આવી જાય છે.

દિલોજાન દોસ્ત : પુસ્તક પ્રાસ્તાવિક શબ્દાર્થ

  • ઉમદા – સારું, શ્રેષ્ઠ, ખાનદાન.
  • શિષ્ટ – ઉમા, લાયક. Class 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક
  • ઉમર ખય્યામ – એક સુપ્રસિદ્ધ ફારસી તત્ત્વજ્ઞાની.
  • કોટડી – ઓરડી.
  • દોસ્તોયવસ્કી – રશિયાના એક સુપ્રસિદ્ધ સાહિત્યકાર.
  • પ્રશસ્તિ – પ્રશંસા, વાહવાહ, પ્રશંસાની કવિતા કે લેખ.
  • નેપોલિયન – ફ્રાન્સનો એક મહાપુરુષ.
  • દિલોજાન – પ્રાણપ્રિય.
  • ઉમળકો – વહાલ, હેતનો ઊભરો.
  • ગણ્યાગાંઠ્યા – થોડાક.
  • અદબ – વિવેક, મર્યાદા.
  • ઉગ્ર – આકરું, જબરું.
  • ઉત્કટ – તીવ્ર, જલદ, પ્રબળ.
  • અકળામણ – અકળાવાની અસર, કંટાળો કે ચીડ.
  • વિસ્મયકારક – આશ્ચર્ય – અચંબો પમાડે તેવું.
  • કલેવર – શરીર, ખોળિયું.
  • ચિત્રલિપિ – સાંકેતિક ચિત્રોની બનેલી લિપિ.
  • શિલાલેખ – પથ્થર પર કોતરેલો લેખ.
  • ટીપણું – પંચાંગ.
  • દસ્તાવેજ – આધારભૂત એવું કોઈ પણ લખાણ.
  • અવશેષ – બાકી રહેલો ભાગ, બચેલો ભાગ.
  • કડાકૂટ – માથાકૂટ.
  • વ્યાપ – વિસ્તાર, પસારો.
  • લહિયો – લખવાનું કામ કરનારો માણસ.
  • કમાવેલા – સાફ કરેલા.
  • શાહુડી – જમીનમાં બોડ કરીને રહેતું એક અણીદાર પીંછાંવાળું પ્રાણી.
  • ક્રાંતિ – (ધરમૂળથી) ફેરફાર, પરિવર્તન, ઊથલપાથલ, રેવોલ્યુશન.
  • દૂરગામી – દૂર સુધી જાય તેવું.
  • હસ્તલિખિત – હાથનું લખેલું, હાથપ્રત.
  • લુખત્ય – લોપાયેલું, નાશ પામેલું.
  • સ્મૃતિ – સ્મરણ, યાદ. Class 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક
  • મનઃસ્થિતિ – મનોદશા, મનની સ્થિતિ.
  • સદાબહાર – સદા લીલું રહેતું, એવરગ્રીન.
  • એકાકી – એકલું, નિરાધાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *