Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 20 દિલાવરી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Chapter 20 દિલાવરી
Class 11 Gujarati Textbook Solutions Chapter 20 દિલાવરી Textbook Questions and Answers
દિલાવરી સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ઘોડાગાડી ક્યાંથી પસાર થઈ રહી હતી?
ઉત્તરઃ
ઘોડાગાડી કાઠિયાવાડ તાબેના નાનકડા એવા સનાળી ગામના પાદરમાંથી પસાર થઈ રહી હતી.
પ્રશ્ન 2.
સનાળી ગામ કોના નામથી જાણીતું હતું?
ઉત્તરઃ
સનાળી ગામ કવિરાજ ગગુભાના નામથી જાણીતું હતું.
પ્રશ્ન 3.
ગગુભા દરબારને શી વિનંતી કરતા?
ઉત્તરઃ
ગગુભા દરબારને પોતાની ઝૂંપડીએ પધારી આંગણું પાવન કરવાની વિનંતી કરતા.
પ્રશ્ન 4.
‘ચકલીના માળે ગરુડ પધાર્યા’ એમ ગગુભાએ કોને કહ્યું?
ઉત્તરઃ
‘ચકલીના માળે ગરુડ પધાર્યા એમ ગગુભાએ રાજવીદરબારને કહ્યું.
પ્રશ્ન 5.
દરબારના મનમાં કઈ વાત ઘુમ્યા કરતી હતી?
ઉત્તર:
“કવિરાજે ચકલી અને ગરુડની ઉપમા આપી ક્યાંક મરમમાં સંભળાવી તો નહિ દીધું હોય ને!’ આ વાત દરબારના મનમાં ઘૂમ્યા કરતી હતી.
2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
લેખકે સલૂણી સાંજને કોની સાથે સરખાવી છે ? શા માટે?
ઉત્તરઃ
“દિલાવરી’ પાઠના લેખકે સલૂણી સાંજને નવોઢા નારી સાથે સરખાવી છે. સલૂણી સાંજ નવોઢા નારીની જેમ ઘીમે પગલે ચકલીના માળા જેવા ગામમાં પ્રવેશી રહી છે.
પ્રશ્ન 2.
ઘોડાગાડીમાંથી બહાર આવી દરબાર મનોમન શું બોલ્યા? શા માટે?
ઉત્તરઃ
કવિરાજ ગગુભાને લીધે ચકલીના માળા જેવું સનાળી ગામ ખૂબ જાણીતું હતું. તે ગામ આવતાં ઘોડાગાડીમાંથી બહાર આવી દરબાર મનોમન બોલ્યા: “કાલ સવારે ગગુભાનો મીઠો ઠપકો સાંભળવા પડે – પાદરમાંથી નીકળ્યા તોય મને યાદ ના કર્યો !?”
પ્રશ્ન 3.
ગગુભાના મોં પર ક્ષોભનું લીંપણ શાથી લીંપાઈ ગયું?
ઉત્તરઃ
ગગુભાએ રાજવી – દરબારનું સ્વાગત કરતાં કહ્યું હતું આજ ચકલીના માળે ગરુડ પધાર્યા.” રાજવી – દરબારે તેનો ગર્ભિત અર્થ સમજીને ગગુભા માટે અનાજનાં ગાડાં મોકલ્યાં. દરબાર પોતાને ચકલી સમજી બેઠા એવા ગર્ભિત અર્થથી ગગુભાના ગર્વિલા મોં પર ક્ષોભનું લીંપણ લીંપાઈ ગયું.
3. પાત્રલેખન કરો :
પ્રશ્ન 1.
કવિરાજ ગગુભા
ઉત્તરઃ
કાઠિયાવાડ પંથકનું સાવ નાનું ગામ તે સનાળી. તે કવિરાજ ગગુભાનું ગામ. જાણીતા કવિરાજનું ગામ હોવાથી તે જાણીતું હતું. હડાળા રજવાડામાં કસુંબલ ડાયરો ભરાય.
આ ડાયરામાં લીલા શાખના કવિ ગગુભા ને દરબાર વાજસુર વાળાની બેઠકો થાય. ડાયરામાં સત, ધર્મ અને સાહિત્યની વાતો જામે.
રાજવી – દરબાર આ ગામમાંથી પસાર થતાં કવિરાજ ગગુભાને મળવા બોલાવે છે. ગગુભા રાજવી – દરબારને વિનંતી કરીને પોતાને ઘેર લઈ જાય છે. કહે છે: “આજ ચકલીના માળે ગરુડ પધાર્યા… અમારું આંગણું પાવન કરો!’ ગગુભાને ઘરે બંનેએ ચા – પાણી પીધાં.
એકબીજાના પરિવારના ખબરઅંતર પૂછ્યા. રાજવી – દરબારે પૂછતાં કવિરાજ ગગુભાએ જણાવ્યું કે “ઓણ સાલ વરસાદ મન મૂકીને વરસ્યો નહોતો. નબળા ચોમાસાના લીધે ખેતરમાંથી ખાસ કાંઈ નીપજ્યું નથી.”
રાજવી – દરબાર ગગુભાના મનની વાત સમજીને કવિરાજ ગગુભા માટે અનાજનાં ગાડાં મોકલે છે. ગગુભા મનમાં ભાંજગડ કરવા લાગ્યા : બાપુએ મને લાલચુ તો નહિ જાણ્યો હોય ને!’ બાપુની મોટપ ખાતર બાપુને ગરુડની ઉપમા આપી હતી, પરંતુ બાપુ તેમને ખરેખર ચકલી સમજી બેઠા !
Std 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક Additional Important Questions and Answers
દિલાવરી પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
હડાળા રજવાડાની સુગંધ ચોમેર કેમ પ્રસરી ગયેલી?
ઉત્તરઃ
હડાળા રજવાડાની સુગંધ ખાસ તો દરબારી ગઢમાં કસુંબલ ડાયરો ભરાતો તેને લીધે ચોમેર પ્રસરી ગયેલી. ડાયરામાં સત્ય, ધર્મ અને સાહિત્યની વાતો મંડાતી. આ ડાયરામાં કવિ ગગુભા અને દરબાર વાજસુર વાળાની બેઠકો પણ થતી.
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
કસુંબલ ડાયરામાં ક્યારેક કયા મોંઘેરા મહેમાનનાં પગલાં પડતાં?
ઉત્તર :
કસુંબલ ડાયરામાં ક્યારેક મોંઘેરા મહેમાન એવા ક્ષાના સાગર “કલાપી’નાં પગલાં પડતાં.
પ્રશ્ન 2.
અનાજનાં ગાડાં ક્યાંથી આવેલાં ને ક્યાં મોકલવાનાં હતાં?
ઉત્તરઃ
અનાજનાં ગાડાં ખારી ગામેથી આવેલાં ને બગસરા ગામે મોકલવાનાં હતાં.
પ્રશ્ન 3.
“આજ ચકલીના માળે ગરુડ પધાર્યામાં ચકલી અને ગરુડ શબ્દો કોને માટે વપરાયા છે?
ઉત્તર :
“આજ ચકલીના માળે ગરુડ પધાર્યા’માં ચકલી શબ્દ કવિરાજ ગગુભા માટે અને ગરુડ શબ્દ રાજવી – દરબાર માટે વપરાયો છે.
3. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
દિલાવરી’ લોકકથાના લેખકનું નામ જણાવો.
(a) દિલીપ રાણપુરા
(b) રાઘવજી માધડ
(c) ચંદ્રકાન્ત મહેતા
(d) રમણલાલ ચી. શાહ
ઉત્તર:
(b) રાઘવજી માધડ
પ્રશ્ન 2.
“દિલાવરી’ ગદ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) નવલિકા
(b) લઘુકથા
(c) લોકકથા
(1) ચરિત્રલેખ
ઉત્તર:
(c) લોકકથા
દિલાવરી વ્યાકરણ
1. નીચેનાં વાક્યો ભાષાની દૃષ્ટિએ સુધારીને ફરીથી લખોઃ
(1) કેસરી આભમાં ખુલ્લા રંગના દીવડા ઝળહળવા લાગ્યો છે.
(2) ગામના પાદરમાંથી ઘોડાગાડી એક પસાર થઈ રહી છે.
(3) ચા – પાણી છે તો આગ્રહ પીવડાવું ઘો.
(4) મને આપને પણ ત્યાં આવવાની તાલાવેલી છે.
ઉત્તરઃ
(1) ખુલ્લા આભમાં કેસરી રંગના દીવડા ઝળહળવા લાગ્યા છે.
(2) ગામના પાદરમાંથી એક ઘોડાગાડી પસાર થઈ રહી છે.
(3) આગ્રહ છે તો ચા – પાણી પીવડાવી દો.
(4) મને પણ આપને ત્યાં આવવાની તાલાવેલી છે.
2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:
(1) આપની લાગણીને હું સમજું છું.
(2) દરબાર ઘોડાગાડીમાંથી બહાર આવ્યા.
(3) સૂરજ આથમવાની તૈયારીમાં છે.
(4) ગગુભાનો મીઠો ઠપકો સાંભળવો પડે.
ઉત્તરઃ
(1) ની, ને
(2) માંથી
(3) ની, માં
(4) નો
3. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો:
(1) પેટમાં ટાઢક વળવી – નિરાંત કે શાંતિ થવી
વાક્યઃ એનો સલામત રીતે મુંબઈ પહોંચ્યાનો ફોન આવ્યો ત્યારે પેટમાં ટાઢક વળી.
(2) ચકલીના માળે ગરુડ પધારવાં – નાની વ્યક્તિને ઘેર મોટી વ્યક્તિનું આવવું
વાક્ય : પોતાના આંગણે ગુરુજી પધારતાં વૃદ્ધા આંખમાં હર્ષનાં આંસુ સાથે બોલ્યાં પધારો… ગુરુજી, આજે ચકલીના માળે ગરુડ પધાર્યા.
(3) સોનાનો સૂરજ ઊગવો – સારાં વાનાં થવાં
વાક્યઃ ગુરુજી ! આપ આમ પધાર્યા ને જાણે અમારે માટે સોનાનો સૂરજ ઊગ્યો…
(4) શોભનું લીંપણ લીપાવું – શરમાઈ જવું, ક્ષોભ થવો.
વાક્ય મનુભાઈના ગર્વિલા મોં પર શેઠની મોટી વાતો સાંભળી ક્ષોભનું લીંપણ લીંપાઈ ગયું.
(5) વાત ઘર કરી જવી – વાત બરાબર યાદ રહી જવી, કસી જવી
વાક્ય : સ્વાથ્ય અંગેની તમારી વાત મને ઘર કરી ગઈ છે.
4. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખોઃ
(1) હારે – સાથે
(2) વંદેહો – સંદેશો
(3) ધરમ – ધર્મ
(4) આયા – અહીં
(5) મે’માનગતિ – મહેમાનગતિ
(6) ઓણ – આ
(7) લ્યો – લો
5. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોને સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખો:
“અ” વિભાગ – “બ” વિભાગ
(1) સલુણી – સંદેહ, શક
(2) અણસાર – મનોહર, સુંદર
(3) સંશય – અતિશય, પુષ્કળ
(4) મબલક – ઇશારો, સંકેત
(5) સાબદાં – મોટાઈ, ઉદારતા
(6) દિલાવરી – સજ્જ, તૈયાર
ઉત્તરઃ
(1) સલૂણી – મનોહર, સુંદર
(2) અણસાર – ઈશારો, સંકેત
(3) સંશય – સંદેહ, શક
(4) મબલક – અતિશય, પુષ્કળ
(5) સાબદાં – સજ્જ, તૈયાર
(6) દિલાવરી – મોટાઈ, ઉદારતા
6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
(1) સત
(2) અંદર
ઉત્તરઃ
(1) સત x અસત્
(2) અંદર x બહાર
7. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ
(1) ગ્રહપ્રવેસ
(2) લેબાસ
(3) વડેમાર્ગ
(4) શંસય
(5) કાઠીયાવાડ
ઉત્તરઃ
(1) ગૃહપ્રવેશ
(2) લેબાશ
(3) વટેમાર્ગ
(4) સંશય
(5) કાઠિયાવાડ
8. નીચેના શબ્દની સંધિ છૂટી પાડોઃ
હર્ષાવેશ
ઉત્તરઃ
હર્ષાવેશ = હર્ષ + આવેશ
9. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
- ગૃહપ્રવેશ –
- ઉબડખાબડ –
- અન્નદાતા –
- ઘમ્મરવલોણું –
- ઘોડાગાડી –
- અન્નજળ –
ઉત્તરઃ
- ગૃહપ્રવેશ – મધ્યમપદલોપી સમાસ
- ઉબડખાબડ – દ્વન્દ સમાસ
- અન્નદાતા – ઉપપદ સમાસ
- ઘમ્મરવલોણું – કર્મધારય સમાસ
- ઘોડાગાડી – મધ્યમપદલોપી સમાસ
- અન્નજળ – દ્વન્દ સમાસ
દિલાવરી Summary in Gujarati
દિલાવરી પ્રાસ્તાવિક
રાઘવજી માધડ [જન્મ: 1 – 6 – 1961]
આ લોકકથામાં રાજવી – દરબારની ઉદારતાનો પ્રસંગ છે. કે જાણીતા કવિરાજના ગામમાંથી પસાર થતાં તે કવિરાજને યાદ કરે છે, મળે છે. કવિરાજ રાજવી – દરબારને આગ્રહ કરી પોતાને ઘેર લઈ જાય છે. વાતચીત દરમિયાન વરસ નબળું હોવાથી અનાજ પાક્યું નથી તે તે જાણી લે છે.
પછી પોતાના રાજમાં જઈ રાજવી દરબાર કવિરાજ માટે અનાજનાં ગાડાં મોકલાવે છે. એકાએક આવેલાં રાજનાં ગાડાં જોઈને કવિરાજ વિચારમાં પડી જાય છે. આ લોકકથામાં તળપદ પરિવેશ, રીત – રિવાજ, લોકબોલી વગેરે વિસરાયેલી સંસ્કૃતિને જાણે સજીવન કરે છે.
દિલાવરી શબ્દાર્થ
- સલૂણી – મનોહર, સુંદર.
- નવોઢા – નવવધૂ.
- મનેખ – માણસ, લોક.
- અહુરી વેળા – સાંજવેળા.
- અણસાર – ઈશારો, સંકેત.
- રૂઆબદાર – રોજ્વાળું.
- તોખાર – ઘોડા.
- લેબાશ – પહેરવેશ.
- જણ – માણસ.
- હદેહો – સંદેશો.
- શાખ – અટક.
- પાવન પવિત્ર, શુદ્ધ.
- આયા – અહીં.
- ઉબડખાબડ – ખાડાટેકરાવાળી.
- મબલક – અતિશય, પુષ્કળ.
- વટેમાર્ગુ – મુસાફર.
- રાતની રેણ – રાતવાસો.
- સંશય – સંદેહ, શક.
- જે વજે – ગણોત, મહેસૂલના સ્વરૂપે ખેડૂત પાસેથી લેવાતું અનાજ.
- સાબદાં – સજ્જ, તૈયાર.
- પસાયતા – સિપાઈ.
- ગર્વિત – ગર્વવાળું, અભિમાની.
- ભાંગજડ – ભાંજગડ.
- દિલાવરી – મનની મોટાઈ, ઉદારતા.