Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions Std 10 Gujarati Vyakaran Vakya Prakara Kartari Bhave Karmani Ani Prerak Vakya Rupantara વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Vyakaran Vakya Prakara Kartari Bhave Karmani Ani Prerak Vakya Rupantara

Std 10 Gujarati Vyakaran Vakya Prakara Kartari Bhave Karmani Ani Prerak Vakya Rupantara Questions and Answers

વાક્યમાંનું ક્રિયાપદ એક બાજુ કર્તા સાથે, તો બીજી બાજુ કર્મ છે સાથે સંબંધ ધરાવે છે. ક્રિયાપદ કે વાક્યની એવી રચના કે જેમાં કર્તા – કર્મ કે ક્રિયાભાવની પ્રધાનતા હોય એવા વાક્યને “રચના’ કે ‘પ્રયોગ’ કહે છે.

આમ, ગુજરાતી ભાષાની ક્રિયાત્મક વાક્યરચનાના ત્રણ મુખ્ય ઘટકો છેઃ કર્તા, કર્મ અને ક્રિયાપદ.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

“પ્રજ્ઞા ચોપડી વાંચે છે.’ આ વાક્યમાં પ્રજ્ઞા’ – કર્તાપદ, “ચોપડી’ – કર્મપદ અને ‘વાંચે છે – ક્રિયાપદ, વાક્યમાં આ ત્રણમાંથી જે પદનું પ્રાધાન્ય વિશેષ હોય એ પ્રમાણે તેના ભેદ પડે છે.

 • જે વાક્યમાં કર્તાનું પ્રાધાન્ય હોય તે વાક્ય કર્તરિરચના. દા. ત., પ્રજ્ઞા ચોપડી વાંચે છે.
 • જે વાક્યમાં કર્મનું પ્રાધાન્ય વિશેષ હોય તે વાક્ય કર્મણિરચના. દા. ત., પ્રજ્ઞાથી ચોપડી વંચાય છે.”
 • જો કર્તા કે કર્મનું પ્રાધાન્ય ન હોય, પણ કેવળ ક્રિયા કે ભાવનું પ્રાધાન્ય હોય ને કેવળ ક્રિયા કે ભાવ પ્રમાણે વાક્યરચના થાય તો ભાવેરચના કહેવાય છે. દા. ત., પ્રજ્ઞાથી માંડ વાંચી શકાયું.

કર્તરિરચના

નીચેનાં વાક્યો વાંચો:

 • હવે તાવ ઊતરી ગયો છે.
 • અંક્તિ પહેલેથી જ નબળા બાંધાનો છે.
 • નીતા ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી.
 • હલકો અંધકાર ઊતરે છે.

તમે જાણો છો કે જે વાક્ય કર્તા ધરાવે તે કર્તરિ, પણ વાક્યમાં કર્તા છે એવું શી રીતે નક્કી કરવું? ઉપરોક્ત ચાર વાક્યો વાંચો. ‘તાવ’, ‘અંકિત’, “નીતા” અને “અંધકાર’ કર્તા ગણાય? એ નક્કી કરવા, નીચેનાં કર્તા નક્કી કરવા અંગેનાં લક્ષણો સમજો અને જાતે જ કર્તાવાળાં વાક્યો દર્શાવો.

 • કર્તા ચેતન હોય, એનામાં જીવ હોય.
 • વાક્યમાં જો કશી ક્રિયા હોય, તો તેના ઉપર કર્તાનું નિયંત્રણ હોય.
 • કર્તા ઇચ્છે તો એ ક્રિયા બંધ રાખી શકે એટલે કે તેની ઇચ્છા કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં હોય.
 • એ ક્રિયા માટેની જવાબદારી કર્તાની હોય.

વાક્ય :(1) અને (4) માં સ્થિતિનું નિરૂપણ છે, કર્તાની શરતો પ્રમાણે એ વાક્યોમાં કર્તા નથી. વાક્ય (2) અને (૩)માં “અંકિત’ અને “નીતા’ સજીવ છે, પણ અંકિતનું સ્થિતિ પર નિયંત્રણ નથી તેથી વાક્ય (2) કર્તરિવાક્ય નથી. વાક્ય (3)માં કર્તરિવાક્યની બધી શરતો પળાય છે. તેથી ત્રીજા (3) વાક્યમાં કર્તા છે, ક્રિયા છે – વાક્ય ? કર્તરિ થાય છે.

નીચેનાં વાક્યો વાંચી, વધુ દઢીકરણ કરો:

 • હું ચોપડી વાંચું છું.
 • નીલા સુખડી ખાય છે.
 • વાવાઝોડાથી ઝાડ ઊખડી ગયું.
 • બાગમાં ગુલાબ ઊગ્યાં છે.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

વાક્ય (1) અને (2)માં ‘વાંચવા’ તેમજ ખાવાની ક્રિયા છે, વાક્યનો કર્તા છે, કર્તાનું ક્રિયા ઉપર નિયંત્રણ છે, પ્રયોજન છે, તેથી કર્તરિવાક્યો છે.

વાક્ય (3) અને (4)માં ઊખડી ગયું” તેમજ “ઊગ્યાં છે. પ્રક્રિયા છે, સ્થિતિ છે, નિયંત્રણ કે જવાબદારી સ્વીકારનાર કર્તા નથી, તેથી કર્તરિવાક્યો નથી.

આમ, જે વાક્યમાં ક્રિયા હોય, તેમાં કર્તા હોય, તે જ વાક્ય 3 કર્તરિ’ કહેવાય. યાદ રાખો કે કર્તરિવાક્ય જ કર્મણિ, ભાવે કે પ્રેરક વાક્યમાં રૂપાંતર પામી શકે.

ભાવેરચના

ભાવેરચનામાં ક્રિયાપદ મોટે ભાગે અકર્મક હોય છે.

“બ” “અ”
1. ગ્રાહકો અંદર જાય છે. ગ્રાહકોથી અંદર જવાય છે.
2. એક વાર તો મેં પૂછી નાખ્યું. એક વાર તો મારાથી પુછાઈ ગયું.
3. ત્યાં માલતી ભજિયાં તળે છે. ત્યાં માલતીથી ભજિયાં તળાય છે.

કર્તરિરચના અને કર્મણિરચનાનાં વાક્યોમાં, વાક્યનું સ્વરૂપ બદલાતાં, વાક્યનો અર્થ બદલાય છે તે જુઓ. “ગ્રાહકો અંદર જાય છે.’ – આ વાક્યમાં ગ્રાહકો અંદર જાય છે.’ – એ હકીકતનું માત્ર બયાન છે, કથન છે. ‘ગ્રાહકોથી અંદર જવાય છે. એમાં ગ્રાહકોની અંદર જવાની શક્તિ, પહેલાં નહોતું જઈ શકાતું, એવો અર્થ પ્રગટ થાય છે. ગ્રાહકોની યોગ્યતા અને છૂટ વગેરે જેવા અર્થો પણ એમાંથી વ્યક્ત થાય છે.

એ સિવાય જાય છે’, “જવાય છે.”, “પૂછી નાખ્યું, પુછાઈ ગયું,’ ‘તળે છે.” “તળાય છે’, એવાં કર્મણિનાં રૂપો જુઓ. કર્મણિરૂપો ‘આ’ પ્રત્યય લે છે.

કર્મણિરચના

 1. ઇન્દિરા માથાનો છેડો સરખો કરે છે. (કર્તરિરચના)
  • ઇન્દિરાથી માથાનો છેડો સરખો કરાય છે. (કર્મણિરચના)
  • ઇન્દિરાથી વડે) માથાનો છેડો સરખો કરવામાં આવે છે. (કર્મણિરચના)

(1) ‘ઇન્દિરા માથાનો છેડો સરખો કરે છે એ મૂળ કર્તરિરચના છે, મૂળ ધાતુ કર’ને ‘આ’ પ્રત્યય લાગીને ‘કરા’ કર્મણિધાતુ વપરાય છે (કરાય છે.) અથવા તો ક્રિયાપદના વિધ્યર્થ કૃદંત (‘કર’નું વિધ્યર્થ કૃદંત “કરવા’)ને “માં” પ્રત્યય લગાડીને એની સાથે ‘આવ’ ધાતુ (કરવા + માં + આવ) વપરાય છે. (કરવામાં આવે છે.)

આમ, (11) અને (ii) બંને વાક્યો કમણિરચનાઓ થાય છે.

(2) કર્મણિરચનામાં ક્રિયાપદ મૂળ કર્તરિરચનાના કર્મને અનુસરે છે.
માથાનો છેડો (કર્મ) સરખો કરાય છે, (ક્રિયાપદ)
માથાનો છેડો (કર્મ) સરખો કરવામાં આવે છે, (ક્રિયાપદ)

(3) કર્મશિરચનામાં મૂળ કર્તરિરચનાનો કતાં ‘થી’, ‘વડે’, ‘તરફથી’ એ અનુગ કે નામયોગીથી દર્શાવાય છે. ‘ઇન્દિરા’ કર્તા છે. કર્મશિરચનામાં ‘ઇન્દિરાથી’ કે ‘ઇન્દિરા વડે’ અનુગ કે નામયોગી સાથે આવેલ છે.

(4) કમ ન હોય ત્યારે પણ આ પ્રકારની રચના થઈ શકે છે, એને ‘ભાવેરચના’ કહે છે.

‘આક્કા રડી પડી’ એ વાક્યમાં કર્મ નથી, તેથી ‘આક્કાથી રડી પડાયું’એ ભાવેરચના છે.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

કર્મણિરચનાના ઉપયોગ :
પપ્પા પર તો કંઈ દફતર લટકાવાય?
અહીં ‘કર્મની પ્રધાનતા સાથે “દફતર લટકાવાય’ કે નહિ એવો યોગ્યતા અયોગ્યતાનો અર્થ પણ છે.

મારાથી એક કોળિયો પણ ખવાશે નહિ.
અહીં ‘કર્મની પ્રધાનતા સાથે કર્મ કરવાની શક્તિનો પણ અર્થ રહેલો છે.

નીચેનાં વાક્યો વાંચો :
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 1

નીચેનાં વાક્યો જુઓ:

 • રેશ્માથી હસી પડાયું. (પડવું – પડાવું)
 • મારાથી હવે શું જિવાશે? (જીવવું – જિવાવું)
 • જિજ્ઞાથી એમાં બોલાય, ખરું? (બોલવું – બોલાવું)

ઉપરનાં વાક્યોમાં કર્મ નથી. કતપદ ‘થી” પ્રત્યય લે છે ને ક્રિયા – રૂપો ‘આ’ પ્રત્યય – ‘પડાય’, ‘જિવાશે”, “બોલાય’ – લે છે. સમગ્ર વાક્યોમાં ક્રિયાના ભાવ – વિચાર મુખ્ય છે. આવી રચનાઓને ‘ભાવેરચનાઓ’ કહે છે.

કર્મણિરચના અને ભાવેરચનામાં કયું સામ્ય છે? – તમે જોયું કે બંને રચનાખોમાં ‘મા’ પ્રત્યયવાળું ખાસ રૂ૫ લેવાય છે. કર્મણિરચના કર્તા, ભાવેરચનાના કર્તાની જેમ “થી’ પ્રત્યય લે છે. ‘રેશ્માથી”, ‘મારાથી’, ‘જિજ્ઞાથી’ વગેરે. બીજા કેટલાંક વાક્યોનો અભ્યાસ કરો.

કર્તરિપ્રયોગ ભાવે પ્રયોગ
(1) એકાએક એમણે પાછળ જોઈ લીધું. (1) એકાએક એમનાથી પાછળ જોઈ લેવાયું.
(2) બાળકો પિતાને, માતાને પૂછતાં નથી. (2) બાળકોથી પિતાને, માતાને પુછાતું નથી.
(3) સૂરજ ડોશી ભૂરી પાસે જ બેસી રહ્યાં. (3) સૂરજ ડોશીથી ભૂરી પાસે જ બેસી રહેવાયું.

[નોંધ: ભાવે પ્રયોગમાં ક્રિયારૂપ ત્રીજો પુરુષ નપું. એ.વ. લે છે.]

પ્રેરકરચના

સાદી અને પ્રેરક રચના :
ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા પ્રેરવાનો અર્થ હોય ત્યારે વાક્યરચના પ્રેરક બને છે. બાળક દૂધ પીએ છે” એ સાદી વાક્યરચના છે, પણ “માતા બાળકને દૂધ પાય છે’ એ પ્રેરક વાક્યરચના છે. પહેલા વાક્યમાં બાળક પીવાની ક્રિયા કરે છે એટલો જ અર્થ છે. બીજા વાક્યમાં માતા બાળકને પીવાની ક્રિયા કરવા પ્રેરે છે એવો અર્થ છે.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

સાદી અને પ્રેરક વાક્યરચનામાં મુખ્ય ફરક એ છે કે પ્રેરક વાક્યરચનામાં ક્રિયાપદ પ્રેરક કે પ્રેરણાર્થક હોય છે.

નીચે સાદી વાક્યરચનાઓને પ્રેરક વાક્યરચનાઓમાં કઈ રીતે ફેરવેલ છે તે જુઓ :
(1) હું વાર્તા વાંચું છું. હું વાર્તા વંચાવું છું.

(2) લતાએ ગીત ગાયું. લતાએ ગીત ગવડાવ્યું. અહીં મૂળ કર્તાને જ પ્રેરક કર્તા બનાવી દીધો છે.

(3) હું વાર્તા વાંચું છું. હું રમેશ પાસે વાર્તા વંચાવું છું.
(4) લતાએ ગીત ગાયું. લતાએ હેતાને ગીત ગવડાવ્યું.

આ વાક્યોમાં, પ્રેરક વાક્યરચના કરતી વખતે “પ્રેરિત કર્તાઓ’ ઉમેરેલ છે. પ્રેરિત કર્યા એટલે જેની પાસે કામ કરાવ્યું હોય તે. ઉપરની પ્રેરક વાક્યરચનાઓમાં “રમેશ’ અને ‘હેતા’ પ્રેરિત કર્તાઓ છે. પ્રેરિત કર્તા ‘પાસ’ નામયોગથી કે “નૈ’ અનુગથી દર્શાવેલ છે.

(5) હું વાર્તા વાંચું છું. : પિતાજી મને વાર્તા વંચાવે છે.
પિતાજી મારી પાસે વાર્તા વંચાવે છે.

(6) લતાએ ગીત ગાયું. આશાએ લતાને ગીત ગવડાવ્યું.
આશાએ લતા પાસે ગીત ગવડાવ્યું.

આમાં મૂળ કર્તા હું અને “લતાઓને ને અનુગ તથા પાસે નામયોગી લગાડીને પ્રેરિત કર્તા બનાવેલ છે, તેમજ “પિતાજી’ અને આશાએ એ નવા પ્રેરક કર્તાઓ ઉમેરેલ છે.

(7) ઝાડ પડ્યું. માળીએ ઝાડ પાડ્યું.

(8) બાળક હસે છે. મા બાળકને હસાવે છે.
અહીં ‘પડ્યું અને હસે છે’ એ અકર્મક ક્રિયાપદો પ્રેરક વાક્યરચનામાં સકર્મક બન્યાં છે અને પ્રેરિત કર્તાઓએ કર્મનું સ્થાન લીધું છે.

(9) ઝાડ પડ્યું. માળીએ ઝાડ પાડ્યું. શેઠે માળી દ્વારા ઝાડ પડાવ્યું.

(10) રમા પત્ર લખે છે. મા રમાને પત્ર લખાવે છે. બાપુ મા મારફત રમાને પત્ર લખાવરાવે છે.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

ઉપરની પ્રેરક વાક્યરચના પરથી પુન:પ્રેરક વાક્યરચના થયેલી છે. ‘પડવું’નું પ્રેરક ક્રિયાપદ ‘પાડવું અને પુન:પ્રેરક ક્રિયાપદ ‘પડાવવું થાય છે, તેમજ ‘લખવું’નું પ્રેરક ક્રિયાપદ લખાવવું અને પુન:પ્રેરક ક્રિયાપદ લખાવરાવવું થાય છે.

યાદ રાખો

 • સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતી વખતે મૂળ કર્તાને જ પ્રેરક કર્તા બનાવી શકાય છે.
 • પ્રેરક વાક્યમાં જેની પાસે કામ કરાવવું હોય તે પ્રેરિત કર્તા ઉમેરવો હોય તો ઉમેરી શકાય છે.
 • પ્રેરિત કર્તા બને અનુગથી કે ‘પાસ’, ‘દ્વારા’, “મારફત’ જેવાં નામયોગીઓથી દર્શાવાય છે.
 • મૂળ કર્તાને પ્રેરિત કર્તા બનાવી દઈ, નવો પ્રેરક કર્તા ઉમેરીને પણ પ્રેરક વાક્ય બનાવી શકાય છે.
 • અકર્મક ક્રિયાપદો પ્રેરક વાક્યરચનામાં સકર્મક બને છે અને પ્રેરિત કર્તા કર્મનું સ્થાન લે છે.
 • પ્રેરક વાક્યરચના પરથી બીજી પ્રેરક વાક્યરચના – પુનઃપ્રેરક વાક્યરચના પણ બનાવી શકાય છે.

વાક્યરૂપાંતર

વિધિ – નિષેધઃ
વાક્યોની કેટલીક વિશેષતાઓ, વાક્યોના રૂપાંતરને કારણે વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. સાદા વાક્યને આપણે વિધાનવાક્ય કે વિધિવાક્ય તરીકે પણ જાણીએ છીએ. સાદા વાક્યમાંથી પ્રશ્નાર્થવાક્ય તો માત્ર આરોહ – અવરોહમાં ફેર કરવાથી બની શકે છે. પહેલાં આપણે વિધાનવાક્યમાંથી નિષેધવાક્ય(નકારવાચક વાક્યો)નું રૂપાંતર જોઈએ.

હકારવાળું વાક્ય તે વિધિવાક્ય અને નકારવાળું વાક્ય તે નિષેધવાક્ય. “મને તેનો અણગમો હતો’, એ વિધિવાક્ય છે, મને તેનો અણગમો હતો નહિ એ નિષેધવાક્ય છે. અહીં જોઈ શકાય છે કે વિધિવાક્ય કરતાં નિષેધવાક્યમાં એક વધુ પદ છેલ્લે ઉમેરાયું છે. – “નહિ’. નકારવાચક ‘પદ’ છે. ગુજરાતીમાં નિષેધવાચક ચાર પદ વપરાશમાં છે. “ન’, “નહિ” (“નહીં’), ‘ના’, ‘મા’.

‘ના’ અને ‘મા’ નિષેધવાચક છે. પણ એનો ઝાઝો વપરાશ આપણે ત્યાં નથી.

દા. ત., ‘તમને કાલે લગ્નમાં આવવાના છો? – ‘ના’.

ના, ના એથી તો ભલું કે સૂડા, પોપટને કાગડા મારાં ફળને ઠોલે.’

‘મા’ નિષેધનો અર્થ બતાવે છે, પણ ખાસ કરીને બોલીમાં આજ્ઞાર્થમાં વપરાય છે.

દા. ત., બોલ મા હવે … એટલે બોલ નહિ…

એની વાત કર’ એ વિધિવાક્ય (હકરાવે છે, “એની વાત કરી મા’. એ નિષેધવાક્ય છે. “મા” એ વાક્યને છેડે નિષેધવાચક પદ, નહિ, ના અર્થમાં છે.

આપણી ભાષામાં વ્યાપક રીતે, વધુ વપરાશમાં હોય એવાં ન અને નહિ કે “નહીં’ નિષેધવાચક પદો છે. “નહિ’ સાદો નકાર દર્શાવે છે’; “નહીં’માં જોશ કે આગ્રહનો ભાવ છે; જેમ કે, “તે આવશે નહિ.” પરંતુ તે આવશે નહીં.

1. એ આજે આવે તો સારું. 1. એ આજે ન આવે તો સારું
2. ઉષાનું એને દુઃખ, સુધાનું એને દુ:ખ. 2. ન તો એને ઉષાનું દુઃખ, ન તો એને સુધાનું દુઃખ
3. આજે એ આવ્યો. 3. આજેય એ ન આવ્યો.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

અહીં, જોઈ શકાશે કે “ન’ (નિષેધવાચક પદ) ક્રિયાપદની પહેલાં કે વાક્યની શરૂઆતમાં આવી શકે છે. “નહિ પણ ક્રિયાપદની પહેલાં તેમજ ક્યારેક વાક્યની શરૂઆતમાં પણ આવે છે.
દા. ત., તે આવે. તે

નહિ આવે. નહિ મેલું રે તારા ફળિયામાં પગ નહિ મેલું.
‘ન + હતો’નું નહોતો થાય છે ને તે સહાયકારક તરીકે હોય ત્યારે મુખ્ય ક્રિયાપદની આગળ તેમજ પાછળ બંને રીતે આવી શકે છે.
(1) રામલાલ તો બોલી શકતા હતા. – 1. રામલાલ બોલી શકતા નહોતા. શકતા હતા. રામલાલ બોલી રામલાલ બોલી નહોતા શકતા.
(2) મારે ત્યાં ખીલી મારવાની હતી. – 2. મારે ત્યાં ખીલી મારવાની નહોતી. મારે ત્યાં ખીલી મારવાની ના હતી. મારે ત્યાં ખીલી નહોતી મારવાની.

વિધિવાક્યમાં “છ”નું (છે, છો, છું, છીએ પૈકી) કોઈ રૂપ હોય, તો નિષેધવાક્ય થતાં તેની જગ્યાએ ‘નથી’ મુકાય છે.

(1) એ પુસ્તક તારા માટે છે. (વિધિવાક્ય)
એ પુસ્તક મારા માટે નથી. (નિષેધવાક્ય)

(2) તમે કાગળ લખો છો? (વિધિવાક્ય)
તમે કાગળ લખતા નથી? (નિષેધવાક્ય)

આજ્ઞાર્થવાક્યમાં નિષેધનાં ક્રિયારૂપો જુઓ :
(1) આટલું એને યાદ કરાવજોઃ

 • આટલું એને યાદ કરાવશો મા.
 • આટલું એને યાદ ન કરાવશો.
 • આટલું એને યાદ નહિ કરાવતા.
 • આટલું એને યાદ કરાવતા નહિ.

આપણે વિધિવાક્ય(હકારાત્મક)નું રૂપાંતર નિષેધ (નકારાત્મક) વાક્યમાં કરવાની રીતો જોઈ. દા. ત., મેં ખાધું – મેં ખાધું નથી. મેં ખાધું નહિ. અહીં જોઈ શકાય છે. વાક્યને “હકારને બદલે “નકાર’ બનાવ્યું. અહીં વાક્યનો અર્થ બદલાય છે પરંતુ “વાક્યરૂપાંતરના નિયમ પ્રમાણે વિધિવાક્યનું નિષેધવાક્યમાં રૂપાંતર કરતાં મૂળ અર્થ કે ભાવ બદલાવાં જોઈએ નહિ.

દા. ત.,
(1) મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી.
મારા વર્તન વિશે મને બહુ ચીવટ ન હતી (નહોતી). – અર્થ બદલીને. મારા વર્તન વિશે મને જરાય બેદરકારી ન હતી (નહોતી). – અર્થ બદલ્યા વગર.

(2) મને તેનો અણગમો હતો.
મને તેનો અણગમો ન હતો (નહોતો). – અર્થ બદલીને.
મને તે ગમતું ન હતું નહોતું). – અર્થ બદલ્યા વગર.

(3) પગલું મૂકીને ના બીવું.
પગલું મૂકીને બીવું. – અર્થ બદલીને.
પગલું મૂકીને હિંમત રાખવી. – અર્થ બદલ્યા વગર.

(4) હું પૈસા આપવા ગલ્લા પાસે ગયો.
હું પૈસા આપવા ગલ્લા પાસે ન ગયો. – અર્થ બદલીને.
હું પૈસા આપવા ગલ્લાથી દૂર ન ગયો. – અર્થ બદલ્યા વગર.

(5) ફતેહ કરીને આગળ વધીએ.
ફતેહ કરીને આગળ નહિ વધીએ. – અર્થ બદલીને.
ફતેહ કરીને પીછેહઠ નહિ કરીએ. – અર્થ બદલ્યા વગર.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

નોંધ: વિધિવાક્યને નિષેધવાક્યમાં ફેરવતી વખતે ઘણી વાર વાક્યમાંના અમુક શબ્દનો વિરુદ્ધાર્થક શબ્દ પ્રયોજાય છે. જુઓ વાક્ય (1) માં “ચીવટને બદલે બેદરકારી … વગેરે.

વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર સ્વાધ્યાય

1. નીચેનાં વાક્યોનું નિષેધવાક્યમાં રૂપાંતર કરોઃ
(1) મારે ખરેખર જીવવું છે.
(2) તને ચિંતા છે.
(3) ગગીફઈ બેચેની અનુભવતાં હતાં.
(4) મારે હૈયે સમષ્ટિનું હિત છે.
(5) હસમુખ પાન લાવવાનું ભૂલી જતો.
ઉત્તરઃ
(1) મારે ખરેખર મરવું નથી. (અથવા મારે ખરેખર જીવવું નથી.)
(2) તું નિશ્ચિત છે. (અથવા, તને ચિંતા નથી.)
(3) ગગીફઈને ચેન પડતું નહોતું.
(4) મારે હૈયે સમષ્ટિનું હિત નથી એમ નહીં. (અથવા મારે હૈયે સમષ્ટિનું અહિત નથી.)
(5) હસમુખને પાન લાવવાનું યાદ રહેતું નહિ.

2. નીચેનાં વાક્યોનું કર્મણિવાક્યમાં રૂપાંતર કરોઃ

(1) જૂની ખખડધજ આમલી ત્રણેય મકાનોને ઢાંકતી હતી.
(2) જુમો વેણુની પીઠ પર મોટી મોટી મશક લાદતો.
(3) વિનુએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી.
(4) સૈનિકોએ મુંજની બેડીઓ કાઢી નાખી.
(5) અમરતકાકીએ દીકરાને પત્ર લખ્યો.
ઉત્તરઃ
(1) જૂની ખખડધજ આમલીથી ત્રણેય મકાનો ઢંકાતાં હતાં.
(2) જુમાથી વેણુની પીઠ પર મોટી મોટી મશક લદાતી.
(૩) વિનથી નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાઈ.
(4) સૈનિકોથી મુંજની બેડીઓ કાઢી નંખાઈ.
(5) અમરતકાકીથી દીકરાને પત્ર લખાયો.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

3. નીચેનાં કર્તરિવાક્યોનું ભાવેવાક્યોમાં રૂપાંતર કરોઃ

(1) હું નહિ ખાઉં.
(2) પહેલાં તો વેલ થોડું દોડ્યો.
(3) કૂતરાં તો ઇધરઉધર શિકાર કરીને જીવી શકે.
(4) અમે બહાર જઈએ છીએ.
(5) પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા.
ઉત્તરઃ
(1) મારાથી નહિ ખવાય.
(2) પહેલાં તો વેણુથી થોડુંક દોડાયું.
(3) કૂતરાંથી તો ઇધરઉધર શિકાર કરીને જીવી શકાય.
(4) અમારાથી બહાર જવાય છે.
(5) પાણી માટે પ્રભાશંકરથી પાણિયારા પાસે જવાયું.

4. નીચેનાં કર્તરિવાક્યોનું પ્રેરકવાક્યોમાં રૂપાંતર કરોઃ

(1) સૈનિકોએ ઢોલ વગાડ્યા.
(2) શ્રુતિ બધું જ સમજે છે.
(3) નીશા અંગ્રેજી શાળામાં દાખલ થઈ.
(4) ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો.
(5) આ માણસ અપજશ આપવા બેઠો છે.
ઉત્તરઃ
(1) કૌરવોએ સેનિકો પાસે ઢોલ વગાડાવ્યા.
(2) હું શ્રુતિને બધું સમજાવું છું.
(3) શીલાએ નીશાને અંગ્રેજી શાળામાં દાખલ કરાવી.
(4) મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો.
(5) આ માણસ અપજશ અપાવવા બેઠો છે.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

5. નીચેનાં વાક્યોનું વિધિવાક્યોમાં રૂપાંતર કરોઃ

(1) ચમત્કારિક વસ્ત્રને સાંધવાનું કામ સહેલું નથી.
(2) વહુને હું વારંવાર કહેતો નથી.
(3) પરમાત્મા પણ ક્યાં પ્રત્યેક મનુષ્યને નોખો નથી જણાતો?
(4) હું ખોટું કહેતો નથી.
(5) માણસના જીવતા દેહને માટે ત્યાં સ્થાન ન હતું.
ઉત્તરઃ
(1) ચમત્કારિક વસ્ત્રને સાંધવાનું કામ અઘરું છે.
(2) વહુને હું ક્યારેક જ કહું છું.
(3) પરમાત્મા પ્રત્યેક મનુષ્યને નોખો જણાય છે.
(4) હું સાચું જ કહું છું.
(5) માણસના મૃતદેહને માટે ત્યાં સ્થાન હતું.

પરીક્ષાલક્ષી સ્વાધ્યાય

(બોર્ડ – પ્રશ્નપત્રના પરિરૂપના પ્રશ્નપ્રકારો અનુસાર પ્રશ્નોત્તર) નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો:

1. કર્તરિ – કર્મણિ

પ્રશ્ન 1.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 2
ઉત્તરઃ
1. કર્તરિરચના – ડેગડિયાનું મહાજનેય વિચારમાં પડી ગયું.
2. કર્મણિરચના – આપણું જ ધાન મારાથી ભીખમાં નહિ લેવાય.

પ્રશ્ન 2.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 3
ઉત્તરઃ
1. કર્તરિરચના – હું માત્ર ઉંબરે ઊભી છું.
2. કર્મણિરચના – મારાથી સંજયને ઘણી વાર કહેવાઈ જતું.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

પ્રશ્ન 3.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 4
ઉત્તરઃ
1. કર્તરિરચના – એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ.
2. કર્મણિરચના – પહેલાં તો મારાથી આ શિબિર પૂરી કરાશે.

પ્રશ્ન 4.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 5
ઉત્તરઃ
1. કર્તરિરચના – હું અને આનંદ વિરાટબાબુને ગેસ્ટહાઉસમાં મૂકવા જઈએ છીએ.
2. કર્મણિરચના – મારાથી તો ભૂતકાળ બાદ કરીને જીવાતું હતું.

પ્રશ્ન 5.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 6
ઉત્તરઃ
1. કર્તરિરચના – ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યાં હતાં.
2. કર્મણિરચના – પત્નીથી થોડાં ડગલાં આગળ ચલાયું ખરું.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

પ્રશ્ન 6.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 7
ઉત્તરઃ
1. કર્તરિરચના – હું ટાઇમટેબલ અનુસાર ચાલી શકતો નથી.
2. કર્મણિરચના – કોઈનાથી કંઈ બોલાતું નથી.

પ્રશ્ન 7.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 8
ઉત્તરઃ
1. કર્તરિરચના – પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે.
2. કર્મણિરચના – તારો આ વલોપાત મારાથી જીરવી શકાતો નથી.

પ્રશ્ન 8.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 9
ઉત્તર :
1. કર્તરિરચના – આજે સાડાચાર વાગ્યે હું પરવારીને અહીં આવ્યો છું.
2. કર્મણિરચના – આવા અંધારામાં તમારાથી કેવી રીતે અવાયું?

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

પ્રશ્ન 9.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 10
ઉત્તરઃ
1. કર્તરિરચના – મમ્મી રોટલી વણે છે.
2. કર્મણિરચના – એક વાર તો મારાથી પ્રશ્ન પુછાઈ ગયો.

પ્રશ્ન 10.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 11
ઉત્તર :
1. કર્તરિરચના – એમણે બીજો લાડુ પણ થાળીમાં મૂક્યો.
2. કર્મણિરચના – સૈનિકો વડે કિલ્લો તોડી પડાયો.

પ્રશ્ન 11.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 12
ઉત્તર :
1. કર્તરિરચના – હમીર અને નાગાજણે રાવળનો વેશ લીધો.
2. કર્મણિરચના – મારા વડે સંસ્કૃતને બદલે ફારસી વિષય લેવાયો છે.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

2. ભાવે/ પ્રેરક

1. નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 13
ઉત્તર :
1. ભાવેરચના – મૂંગા મૂંગા ડુંગરથી આગળ ચલાયું.
2. પ્રેરકરચના – વસુદેવ દ્વારા ભગવાન કૃષ્ણને ગોકુળ પહોંચાડાયા.

પ્રશ્ન 2.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 14
ઉત્તર :
1. ભાવેરચના – ભીખુથી આજે ધરાઈને ખવાયું.
2. પ્રેરકરચના – જીવલાએ ભીખુ પાસે શીરો રંધાવ્યો.

પ્રશ્ન 3.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 15
ઉત્તર :
1. ભાવેરચના – પછી તો એનાથી બેસી પડાયું.
2. પ્રેરકરચના – મામાએ ભાણેજને ઘોડી પરથી નીચે ઉતાર્યો.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

પ્રશ્ન 4.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 16
ઉત્તર :
1. ભાવેરચના – બાથી જરાય જેપીને ન બેસાય.
2. પ્રેરકરચના – મનીષા દીદીએ રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું.

પ્રશ્ન 5.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 17
ઉત્તર :
1. ભાવેરચના – દેવજીથી વધારે આકરા થઈને બોલી જવાયું.
2. પ્રેરકરચના – આ વખતે નવી લીધેલી છત્રી પર મેં મારું નામ, સરનામું, ફોન નંબર બધું જ લખાવ્યું.

પ્રશ્ન 6.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 18
ઉત્તર :
1. ભાવેરચના – મારાથી હવે આ જોવાતું નથી!
2. પ્રેરકરચના – દાનપુણ્ય નિમિત્તે લોકોમાં અનાજ વહેંચાવાઈ રહ્યું હતું.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

પ્રશ્ન 7.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 19
ઉત્તર :
1. ભાવેરચના – મારાથી હવે જરાય દોડાતું નથી.
2. પ્રેરકરચના – આવો હુકમ કોણ જાણે કોણે કઢાવ્યો હશે!

પ્રશ્ન 8.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 20
ઉત્તર :
1. ભાવેરચના – એના દાંત પડી ગયા છે એટલે એનાથી ખવાતું નથી.
2, પ્રેરકરચના – અમે રસોઈયા પાસે જલેબી બનાવડાવી.

પ્રશ્ન 9.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 21
ઉત્તરઃ
1. ભાવેરચના – મારાથી બોલ્યા વિના રહેવાશે નહીં.
2. પ્રેરકરચના – મેં બધું વાળીને સાફ કરાવ્યું.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

પ્રશ્ન 10.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 22
ઉત્તર :
1. ભાવેરચના – મારાથી નિશ્ચિત થઈ જવાયું.
2. પ્રેરકરચના – તેને વલ્કલ છોડાવી સફેદ સાદું વસ્ત્ર પહેરાવ્યું હતું.

પ્રશ્ન 11.
Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર 23
ઉત્તરઃ
1. ભાવેરચના – દાદાજીથી હસી પડાય છે.
2. પ્રેરકરચના – મોનિકા એની બહેન જોડે વાળ ગૂંથાવે છે.

2. નીચેનાં વાક્યોની પ્રેરક વાક્યરચના બનાવો

પ્રશ્ન 1.
1. હું હાઈસ્કૂલમાં ભણતો હતો.
2. અમે નિયમ જાળવતા.
3. હું તે વેળા સંસ્કૃત શીખ્યો.
4. મેં એ પ્રશ્ન પડતો મૂક્યો.
5. નયને મને ટિકિટ આપી.
ઉત્તર :
1. તેઓ મને હાઈસ્કૂલમાં ભણાવતા હતા.
2. ગુરુજી અમારી પાસે નિયમ જળવાવતા.
3. તેમણે તે વેળા મને સંસ્કૃત શીખવાડ્યું.
4. તેણે મારી પાસે એ પ્રશ્ન પડતો મુકાવ્યો.
5. નયને મને ટિકિટ અપાવી.

Class 10 Gujarati Vyakaran વાક્યપ્રકાર : કર્તરિ, ભાવે, કર્મણિ અને પ્રેરક વાક્યરૂપાંતર

પ્રશ્ન 2.
1. અમે વધારે રાંધતા નથી.
2. અમલદારોએ આકારણી કરી.
3. એમણે નોકરને કહ્યું.
4. ઢોર ખાશે શું?
5. હું લાકડાની પાટ પર તડકામાં બેઠો.
ઉત્તર :
1. અમે રસોયા પાસે વધારે રંધાવતા નથી.
2. અમલદારો પાસે સરકારે આકારણી કરાવી.
3. એમણે નોકર પાસે શેઠને કહેવડાવ્યું.
4. તમે ઢોરને ખવરાવશો શું?
5. તેણે મને લાકડાની પાટ પર તડકામાં બેસાડ્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *