Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 10 નથી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 10 Gujarati Textbook Solutions Chapter 10 નથી
Class 10 Gujarati Textbook Solutions Chapter 10 નથી Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1.
કાન્તિ ઘેર આવતો ત્યારે બા તેનાં …………. લેતી.
(a) કપડાં
(b) ભોજન
(c) પૈસા
(d) દુઃખણાં
ઉત્તર :
(d) દુઃખણાં
પ્રશ્ન 2.
“હાય-હાય આંખ ફૂટી ગઈ કે શું ?” – આ વાક્ય કોણ બોલે છે ? કોને કહે છે ?
(a) કંચનમાસી બાને
(b) કાન્તિ કંચનમાસીને
(c) બા કાન્તિને
(d) કાન્તિ બાને
ઉત્તર :
(a) કંચનમાસી બાને
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કાન્તિ અને રમા ક્યાં જઈને વસે છે ?
ઉત્તર :
કાન્તિ અને રમાં લગ્નના બીજા જ વર્ષે અમદાવાદ જઈને વસે છે.
પ્રશ્ન 2.
લેખકના મતે રમાએ કાન્તિને બા પાસેથી કેવી રીતે વાળી લીધો હતો ?
ઉત્તર :
લેખકના મતે રમાએ કાન્તિને બા પાસેથી એવી રીતે વાળી લીધો હતો કે જાણે કોઈ વાછડાને તેની મા ગાય પાસેથી વાળી લે.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કાન્તિએ નાનપણમાં રમતાં-રમતાં પથ્થર ફેંક્યો તે કોને વાગ્યો હતો ? તેનું શું પરિણામ આવ્યું ?
ઉત્તર :
એક વાર કાન્તિ પથ્થરથી નિશાન તાકતો હતો. ત્યારે તેની ઉંમર દસ-અગિયાર વરેસની હશે. બહુ અનાડી હતો, આ પથ્થર બાને વાગ્યો, આંખ ઉપર પથ્થર વાગવાથી લોહીની ધાર નીકળી. બા અને કંચનમાસી તેના ઉપર નિજાયા, તે નાસી ગયો.
પ્રશ્ન 2.
બા નાનપણમાં મોટાને તેડતી ત્યારે કાન્તિના દિલમાં કેવો ભાવ જાગતો ?
ઉત્તર :
બા નાનપણમાં મોટાને તેડતી અને કાનિને ચાલવું પડતું, તેથી કાન્તિના મનમાં મોટા ભાઈ ત૨ફ તિરસ્કાર અને નફરતની લાગણી જન્મે છે. બા પોતાને અન્યાય કરે છે, એમ કાન્તિને ઘણાં વર્ષો સુધી યાદ રહ્યું
4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
વિધવા બા પારવતીએ કાન્તિ અને તેના મોટાભાઈને કેવી-કેવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઉછેર્યા હતા ?
ઉત્તર :
વિધવા બા પારવતીએ કાન્તિ અને તેના મોટા ભાઈ હિંમતને ઘણી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને ઉછેરીને મોટા કર્યા હતા અને પરણાવીને ઠરીઠામ પણ કર્યા હતા. વિધવા બા વડી, પાપડ, ગોદડાં, ગાદલાં, ભરત, ગૂંથણ વગેરે કામ કરી તેમાંથી જે પૈસા મળે તેમાંથી કરકસર કરીને બે પૈસા રળી લેતા અને બે છોકરાને ઉછેરતા, પોતાનું મકાન હતું એટલે શાંતિથી રાંધી-ખાઈ લેતા. બીજી કોઈ આવક ન હતી.
પ્રશ્ન 2.
પારવતીબા અને મોટાભાઈ માટે રમાના મનમાં કેવો ભાવ હતો તે પાઠને આધારે લખો.
ઉત્તર :
પારવતીબા અને મોટા ભાઈ હિંમત માટે રમાના મનમાં ઇર્ષ્યા ઉપરાંત નફરતનો ભાવ રહેતો હતો. પારવતીબા પાસેથી કાન્તિને એવી રીતે વાળી લીધો, જેવી રીતે કોઈ વાછડાને ગાય પાસેથી વાળી લે. બીજે વરસે જ જુદી થઈને અમદાવાદ જતી રહે છે, ત્યાં પણ કાન્તિના મનમાં બા વિશે સાચી-ખોટી વાતો કહીને માનસિક પરિતાપ આપે છે. બાને કસબી અને પૈસાની પુજારણ કે કંજૂસ પણ કહે છે.
મોટા ભાઈ હિંમત વિશે પણ જેમતેમ બોલે છે, પોતાના પૈસે મોટા ભાઈ જીવે છે – બા જીવે છે એમ કાન્તિને કહે છે. એક બે વખત મોટા ભાઈ બાનું ઉપરાણું લેવા અમદાવાદ આવીને તેને ઠપકાંના બે વેણ કહેવા આવે છે, તે રમાથી સહન થતાં નથી. આમ, પહેલેથી જ રમાને બા અને મોટા ભાઈ તરફ જરાપણ લાગણી થતી નથી.
Std 10 Gujarati Textbook Solutions Chapter 10 નથી Additional Important Questions and Answers
સ્વાધ્યાય
નીચેના પ્રખોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.
પ્રશ્ન 1.
કાન્તિ શેરીનું શું વળે છે ?
(A) છોડ
(B) નામું
(C) ધૂળ
(D) ફૂલ
ઉત્તર :
(B) નામું
પ્રશ્ન 2.
કાન્તિનું શું ભારે થઈ જાય છે ?
(A) માથું
(B) શરીર
(C) પગ
(D) ગજવું
ઉત્તર :
(C) પગ
પ્રશ્ન 3.
શેરી કેવી હતી ?
(A) ગંધ
(B) સાંકડી
(C) ઊંચીનીચી
(D) પરિચિત
ઉત્તર :
(D) પરિચિત
પ્રશ્ન 4.
કાન્તિ ઘણાં વર્ષો પછી ક્યાં આવ્યો હતો ?
(A) નોકરીમાં
(B) બાગમાં
(C) વતનમાં
(D) મંદિરે
ઉત્તર :
(C) વતનમાં
પ્રશ્ન 5.
એકાએક તેની બાજુમાં થઈને શું પસાર થયું ?
(A) સસલું
(B) સમડી
(C) પથ્થર
(D) છોકરી
ઉત્તર :
(C) પથ્થર
પ્રશ્ન 6.
આ પથ્થર ક્યાં જઈને પડે છે ?
(A) ખાબોચિયામાં
(B) ઘરમાં
(C) છાપરે
(D) ઓટલા
ઉત્તર :
(A) ખાબોચિયામાં
પ્રશ્ન 7.
ઉપર કાન્તિના કપડાં પર શું પડે છે ?
(A) કરચલી
(B) ગંદકી
(C) પથ્થર
(D) છાંટા
ઉત્તર :
(D) છાંટા
પ્રશ્ન 8.
પાછળથી કોનો અવાજ આવે છે ?
(A) એક સ્ત્રીનો
(B) બાનો
(C) કંચન માસીનો
(D) ૨માનો
ઉત્તર :
(A) એક સ્ત્રીનો
પ્રશ્ન 9.
પથ્થર ફેંકનાર છોકરો કેવો હતો ?
(A) ગોરો
(B) કાળો
(C) નાગપૂર્ગો
(D) ઊંચો
ઉત્તર :
(C) નાગપૂર્ગો
પ્રશ્ન 10.
મોચીનું શું નામ હતું ?
(A) કાનજી
(B) વાલજી
(C) લાલજી
(D) નાનજી
ઉત્તર :
(C) લાલજી
પ્રશ્ન 11.
પરસૌત્તમ કોણ હતો ?
(A) મોચી
(B) સુથાર
(C) સોની
(D) લુહાર
ઉત્તર :
(B) સુથાર
પ્રશ્ન 12.
કોલ્ડિંગ હાઉસનું શું નામ હતું ?
(A) અંબિકા
(B) મહાકાળી
(C) ગોપાલ
(D) ભગવાન
ઉત્તર :
(D) ભગવાન
પ્રશ્ન 13.
કાન્તિએ બેગ મૂકીને બારણાને શેનાથી ધક્કો માર્યો ?
(A) માથાથી
(B) પગથી
(C) હાથથી
(D) લાકડીથી
ઉત્તર :
(C) હાથથી
પ્રશ્ન 14.
કાન્તિના બીજા હાથમાં શું હતું ?
(A) એક થેલી
(B) એક બેગ
(C) બે થેલી
(D) એક થેલો
ઉત્તર :
(C) બે થેલી
પ્રશ્ન 15.
ઘર કયા બારનું હતું ?
(A) પશ્ચિમ
(B) ઉત્તર
(C) દક્ષિણ
(D) ઉગમણું
ઉત્તર :
(D) ઉગમણું
પ્રશ્ન 16.
ફળિયું કેવું હતું ?
(A) નાનું
(B) સાંકડું
(C) મોટું
(D) લાંબુ
ઉત્તર :
(C) મોટું
પ્રશ્ન 17.
જમણા હાથ તરફનું શું પડી ગયું હતું ?
(A) મકાન
(B) ઓરડી
(C) વડનું ઝાડ
(D) ભીંત
ઉત્તર :
(D) ભીંત
પ્રશ્ન 18.
આ ફળિયામાં કાન્તિ શું શીખ્યો હતો ?
(A) ગિલ્લીદંડો રમતાં
(B) લખોટી રમતાં
(C) ભમરડો ફેરવતાં
(D) કુસ્તી કરતાં
ઉત્તર :
(C) ભમરડો ફેરવતાં
પ્રશ્ન 19.
બાને ઘણીવાર શું ચડે છે ?
(A) હેડકી
(B) રીસ
(C) આંચ કી.
(D) ધૂન
ઉત્તર :
(B) રીસ
પ્રશ્ન 20.
કાન્તિનો પથ્થર બાને ક્યાં વાગ્યો ?
(A) કપાળ ઉપર
(B) માથા ઉપર
(C) આંખ પાસે
(D) ડાબા હાથે
ઉત્તર :
(C) આંખ પાસે
પ્રશ્ન 21.
ઓટલા ઉપર કોણ બેઠું હતું ?
(A) વાસંતીમાસી
(B) ઉષા માસી
(C) કલાસમાસી
(D) કંચનમાસી
ઉત્તર :
(D) કંચનમાસી
પ્રશ્ન 22.
કાત્તિ ક્યાં સંતાઈને બેઠો હતો ?
(A) જગજીવન સુથારનાં ખાંચામાં
(B) હરજીવન મિસ્ત્રીના ખાંચામાં
(C) પરસોત્તમ દરજીના ખાંચામાં
(D) લાલજી મોચીના ખાંચામાં
ઉત્તર :
(B) હરજીવન મિસ્ત્રીના ખાંચામાં
પ્રશ્ન 23.
મોટો ભાઈ કાન્તિને ગોતવા કયાં, કયા ગામ સુધી જઈ આવે છે ?
(A) સારંગપુર
(B) ગઢડા
(C) ધંધુકા
(D) હળવદ
ઉત્તર :
(B) ગઢડા
પ્રશ્ન 24.
ખુલ્લા બારણામાંથી આવીને કેટલા છોકરા ફળિયામાં ઊભાં હતાં ?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
ઉત્તર :
(C) ત્રણ
પ્રશ્ન 25.
કોણ બારણા વચ્ચે આવીને અટકી ગયું હતું ?
(A) કંચનમાસી
(B) ૨માં
(C) એક છોકરી
(D) ગાય
ઉત્તર :
(C) એક છોકરી
પ્રશ્ન 26.
કાન્તિ કયા ગામથી વતનમાં આવે છે ?
(A) ગઢડાથી
(B) બોટાદથી
(C) અમદાવાદથી
(D) ગોંડલથી
ઉત્તર :
(C) અમદાવાદથી
પ્રશ્ન 27.
કાન્તિના બાનું શું નામ હતું ?
(A) વાસંતી
(B) આશા
(C) પારવતી,
(D) નીતા
ઉત્તર :
(C) પારવતી,
પ્રશ્ન 28.
અત્યારે કાન્તિની ઉમર કેટલી છે ?
(A) પચાસની
(B) પિસ્તાલીસની
(C) ચાલીસની
(D) પાંત્રીસની
ઉત્તર :
(B) પિસ્તાલીસની
પ્રશ્ન 29.
દરજીનું શું નામ હતું ?
(A) બચું
(B) ડાહ્યો
(C) ખોડા
(D) ભીખો
ઉત્તર :
(C) ખોડા
પ્રશ્ન 30.
બા કેવી હતી ?
(A) વિધવા
(B) ઊંચી
(C) શ્યામ રંગની
(D) વાતોડિયા
ઉત્તર :
(A) વિધવા
પ્રશ્ન 31.
બા મોટાને શું કરતી હતી ?
(A) મારતી હતી
(B) ફટવતી હતી
(C) ખિજાતી હતી
(D) ધક્કો મારતી હતી
ઉત્તર :
(B) ફટવતી હતી
પ્રશ્ન 32.
કોના હાકોટે શેરીનાં છોકરાં ઘરમાં ભરાઈ જતાં ?
(A) મોટા ભાઈ હિંમતના
(B) કંચનમાસીના
(C) રમાના
(D) કાન્તિના
ઉત્તર :
(D) કાન્તિના
પ્રશ્ન 33.
કાન્તિ કોની પાનની દુકાનેથી પાન ખાય છે ?
(A) કનૈયાની
(B) મૂળજીની
(C) ભગતની
(D) હિંમતની
ઉત્તર :
(C) ભગતની
પ્રશ્ન 34.
છોકરાંઓ શેરીમાં શું કરતાં હોય છે ?
(A) રખડતાં હોય
(B) સંતાઈ જતાં હોય
(C) ઊંધતાં હોય
(D) બાઝતાં હોય
ઉત્તર :
(D) બાઝતાં હોય
પ્રશ્ન 35.
ડોશી શું રાખીને બેઠાં છે ?
(A) માળા
(B) મકાન
(C) ડાબલો
(D) પેટી
ઉત્તર :
(C) ડાબલો
પ્રશ્ન 36.
ડોશીના ગળેથી શું ઘટતું નથી ?
(A) પૈસા
(B) પ્રાણ
(C) કંઠી
(D) માળા
ઉત્તર :
(A) પૈસા
પ્રશ્ન 37.
આપણે જિંદગી માણવી હોય તો શું કરવું જોઈએ ?
(A) ફરવા જવું
(B) ડાન્સ કરવો
(C) કમાવું
(D) ભક્તિ કરવી
ઉત્તર :
(C) કમાવું
પ્રશ્ન 38.
રમા સાથે શું થઈ શકે તેમ નહોતું ?
(A) દલીલ
(B) વકીલ
(C) શંકા
(D) લડાઈ
ઉત્તર :
(A) દલીલ
પ્રશ્ન 39.
કાન્તિના મોટા ભાઈનું શું નામ હતું ?
(A) દીપક
(B) જયેશ
(C) હિંમત
(D) શ્વેતાંગ
ઉત્તર :
(C) હિંમત
પ્રશ્ન 40.
પરણ્યા પછીના કેટલા વર્ષે રમા અને કાન્તિ અમદાવાદ ગયાં હતાં ?
(A) પહેલા જ વર્ષે
(B) બીજા જ વર્ષે
(C) ત્રીજા જ વર્ષે
(D) ચોથા જ વર્ષે
ઉત્તર :
(B) બીજા જ વર્ષે
પ્રશ્ન 41.
કાન્તિને એ વખતે શેમાં નોકરી હતી ?
(A) કારખાનામાં
(B) પટાવાળાની
(C) ક્લાર્કની
(D) મિલમાં
ઉત્તર :
(D) મિલમાં
પ્રશ્ન 42.
આપણે ગાય પાસેથી કોને વાળી લેવાનું હોય છે ?
(A) વાછડાને
(B) દોરડાને
(C) ધંટડીને
(D) ધાસને
ઉત્તર :
(A) વાછડાને
પ્રશ્ન 43.
કાન્તિને મોટા ભાઈ તરફ શું હતું?
(A) પ્રેમ
(B) નફરત
(C) માન
(D) લાગણી
ઉત્તર :
(B) નફરત
પ્રશ્ન 44.
પારવતીબેન – બા કેવાં હતાં ?
(A) નિષ
(B) કસબી
(C) આળસુ
(D) ધનિક
ઉત્તર :
(B) કસબી
પ્રશ્ન 45.
મોટાની વહુ ને મોટાનાં છોકરાં બાની શું કરે છે ?
(A) ગુલામી
(B) સેવા-ચાકરી
(C) ભક્તિ
(D) રસોઈ
ઉત્તર :
(B) સેવા-ચાકરી
પ્રશ્ન 46.
રમાએ શું કરીને બધું ઠીકઠાક કરી દીધું ?
(A) પ્રેમ કરીને
(B) લગ્ન કરીને
(C) મલમપટ્ટા કરીને
(D) લડાઈ કરીને
ઉત્તર :
(C) મલમપટ્ટા કરીને
પ્રશ્ન 47.
મોટા ભાઈ હિંમતની કયા શહેરમાં નોકરી હતી ?
(A) મોરબી
(B) ચરાડવા
(C) હળવદ
(D) રાજ કોટ
ઉત્તર :
(D) રાજ કોટ
પ્રશ્ન 48.
બાને ક્યાં ન ફાવ્યું ?
(A) શહેરમાં
(B) ગામડામાં
(C) નોકરીમાં
(D) ૨મા સાથે
ઉત્તર :
(A) શહેરમાં
પ્રશ્ન 49.
મોટો કેવો માણસ છે ?
(A) ભલો માણસ
(B) ડાહ્યો માણસ
(C) બરવાળ
(D) અભિમાની
ઉત્તર :
(C) બરવાળ
પ્રશ્ન 50.
બા કાન્તિને કોની પાસે પત્ર લખાવતી ?
(A) કૌશિક પાસે
(B) કંચનમાસી પાસે
(C) ૨મા પાસે
(D) દિનેશ પાસે
ઉત્તર :
(B) કંચનમાસી પાસે
પ્રશ્ન 51.
કાન્તિના બા રમાને કેવી કહે છે ?
(A) પુત્રવધૂ
(B) દીકરી
(C) જબરી
(D) વાંઝણી
ઉત્તર :
(D) વાંઝણી
પ્રશ્ન 52.
એક દિવસ મા કોની જેમ ઊડી ગઈ ?
(A) ચકલી
(B) સમડી
(C) કાગડી
(D) ગીધ
ઉત્તર :
(D) ગીધ
પ્રશ્ન 53.
કંચનમાસી અને તેના પર કાન્તિને શું આપે છે ?
(A) શિખામણ
(B) માળા
(C) પોટલું
(D) દસ્તાવેજ
ઉત્તર :
(C) પોટલું
પ્રશ્ન 54.
પોટલામાં શું હોય છે ?
(A) જૂનાં કપડાં
(B) ઘરેણાં-પૈસા
(C) માળા
(D) મકાનની ચાવી
ઉત્તર :
(B) ઘરેણાં-પૈસા
પ્રશ્ન 55.
રમાને ક્યાં દાખલ કરવી પડી ?
(A) ધર્મશાળામાં
(B) દવાખાનામાં
(C) નિશાળમાં
(D) બગીચામાં
ઉત્તર :
(B) દવાખાનામાં
પ્રશ્ન 56.
કંચનમાસીને પગે શું આવ્યું હતું ?
(A) પેથર
(B) વા
(C) લોહી
(D) પારો
ઉત્તર :
(B) વા
પ્રશ્ન 57.
કાન્તિની બા પાસે વાનો મંતરેલો શું હતો ?
(A) હીરો
(B) પારો
(C) સિક્કો
(D) મોર
ઉત્તર :
(B) પારો
પ્રશ્ન 58.
કાન્તિની બા શું પામી હતી ?
(A) સમૃદ્ધિ
(B) ગરીબી
(C) મૃત્યુ
(D) દેહદાન
ઉત્તર :
(C) મૃત્યુ
પ્રશ્ન 59.
બાને ક્યારેય શું ચડતી નહોતી ?
(A) ઉધરસ
(B) શ્વાસ
(C) આધાશીશી
(D) રીસ
ઉત્તર :
(D) રીસ
પ્રશ્ન 60.
હવે કાન્તિનું બા વિનાનું ઘર નહોતું, તો શું ખાલી હતું ?
(A) ખોળિયું
(B) ખોરડું
(C) બાળપણ
(D) રૂદન
ઉત્તર :
(B) ખોરડું
પ્રશ્ન 61.
‘નથી’ વાર્તાના લેખક કોણ છે ?
(A) ગિરીશ વ્યાસ
(B) પ્રવીણ પંડવા
(C) મોહમ્મદ માંકડ
(D) વિનુ માંકડ
ઉત્તર :
(C) મોહમ્મદ માંકડ
પ્રશ્ન 62.
આ ‘નથી’ વાર્તા શેમાંથી પસંદ કરવામાં આવી છે ?
(A) ‘સાથ’
(B) ‘સહકાર’
(C) ‘સિદ્ધાંત’
(D) ‘સંગાથ’
ઉત્તર :
(D) ‘સંગાથ’
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કાત્તિ કેટલા વર્ષો પછી વતનમાં પાછો આવે છે ?
ઉત્તર :
કાન્તિ ઘણાં વર્ષો પછી વતનમાં પાછો આવે છે.
પ્રશ્ન 2.
વતનમાં આવતાં કાન્તિની શારીરિક અને માનસિક સ્થિતિ કેવી થઈ ?
ઉત્તર :
વતનમાં આવતાં કાત્તિને શારીરિક અને માનસિક તકલીફ થઈ. પગ ચાલતા હતા. માથું જાણે ભારે થવા લાગ્યું. અંદર કોઈક વજન મુકાઈ ગયું હોય તેમ લાગ્યું.
પ્રશ્ન 3.
કાન્તિના ઘરની શેરી કેવી હતી ?
ઉત્તર :
કાન્તિના ઘરની શેરી ઘણી લાંબી હતી.
પ્રશ્ન 4.
કાનિ નાનપણમાં ક્યાંથી બરફ લાવે છે ?
ઉત્તર :
કાન્તિ નાનપણમાં ‘ભગવાન કોલ્ડિંગમાંથી બરફ લાવે છે.
પ્રશ્ન 5.
કાન્તિ ઘેર આવતો ત્યારે બા શું કરતી ?
ઉત્તર :
કાન્તિ ઘેર આવતો ત્યારે બા એનાં દુઃખણાં લેતી, હાથમાંથી બેગ લઈ લેતી. બે-ચાર એવા શબ્દો બોલતી કે કાન્તિનો બધો ભાર ઊતરી જતો.
પ્રશ્ન 6.
કાનિ શું લઈને ઘેર આવ્યો છે ?
ઉત્તર :
કાન્તિના એક હાથમાં બેગ અને બીજા બે હાથમાં થેલી લઈને ઘેર આવ્યો છે.
પ્રશ્ન 7.
કાનિનું ઘર કેવું હતું ?
ઉત્તર :
કાન્તિનું ઘર ઉગમણા બારનું હતું. ધૂળિયું હતું. ગારમાટીનું ચણતર હતું. જમણા હાથ તરફની ભીંત પડી ગઈ હતી. મોટું ફળિયું હતું. આ ઘરમાં કાન્તિનો જન્મ થયો હતો.
પ્રશ્ન 8.
આ ફળિયામાં કાન્તિ શું શીખ્યો હતો ?
ઉત્તર :
આ ફળિયામાં કાન્તિ ભમરડા ફેરવતાં શીખ્યો હતો અને બા રસોડામાં હોય ત્યારે ઓસરીની ગારનાં પોડાં ઉખાડીને છાનોમાનો ખાતો.
પ્રશ્ન 9.
બાની રીસ કેવી હતી ?
ઉત્તર :
બાની રીસ ચડતી નહિ, અને કદાચ ચડે તો પછી તરત જ ઊતરી જતી, એટલે બાની રીસ કણિક હતી.
પ્રશ્ન 10.
એકવાર કાનિએ કેવું નિશાન તાક્યું ?
ઉત્તર :
એકવાર કાન્તિનું નિશાન ખાલી ગયું. બાને તેના નિશાનનો એક પથ્થર આંખ નીચે વાગ્યો અને બધા લોહીલwણ થઈ ગઈ.
પ્રશ્ન 11.
મોટા દીકરાએ બાને શું કહ્યું?
ઉત્તર :
મોટા દીકરા હિંમતે બાને કહ્યું કે “એની મેળે થાકીને ઘેર આવશે. તું નકામી ચિંતા શા માટે કરે છે ?”
પ્રશ્ન 12.
બાએ મોટા દીકરા હિંમતને શું કહ્યું?
ઉત્તર :
બાએ મોટા દીકરા હિંમતને કહ્યું કે ‘કાન્તિને ઘેર લઈ આવો, પછી જ હું ખાઈશ.’
પ્રશ્ન 13.
કંચનમાસીએ કાત્તિને શું આપ્યું ? એમાં શું હતું ?
ઉત્તર :
કંચનમાસીએ કાન્તિને બાએ આપેલું પોટલું આપ્યું. તેમાં બાના ઘરેણાં અને પૈસા હતા. બાએ મરતાં પહેલાં આ પોટલું કંચનમાસીને એમ કહીને આપેલું કે મારા મૃત્યુ પછી આ પોટલું તમે કાન્તિને પહોંચાડજો.
પ્રશ્ન 14.
કાન્તિ અમદાવાદથી આવતો ત્યારે ઘેર કોણ આવતું ?
ઉત્તર :
કાન્તિ અમદાવાદથી જ્યારે પણ વતનના ઘેર આવતો ત્યારે સૌથી પહેલાં કંચનભાસી આવતાં, ને પૂછતાં, ‘શરીર તો સારું છેને, ભાઈ ? તારી બાને કાગળ ટેમસર લખતો હોતો ? બિચારાં લોહવાટ કરીને અડધો થઈ જાય છે. ‘
પ્રશ્ન 15.
મોટા ભાઈ અને કાન્તિ વચ્ચે ચરી બાબતમાં શું થતું ?
ઉત્તર :
મોટા ભાઈ અને કાન્તિની ઉંમરમાં અને શરીરમાં બહુ ફેર નહોતો. બંને જ્યારે નાના હતા ત્યારે ખોડા દરજીની સિવેલી ચેરીઓ પહેરતાં, પણ વિવાદ થતો, એક પણ ચરી બંનેમાંથી એકેયને થતી નહિ; એટલે બંને અંદરોઅંદર ઝઘડતા હતા.
પ્રશ્ન 16.
બાનું અને કાત્તિનું વલણ મોટા ભાઈ તરફ કેવું હતું ?
ઉત્તર :
બા મોટાને ખૂબ હેત કરતી, તેને તેડીને ફરતી. તેને ફટવતી હતી. કાન્તિને તેડતી નહિ. તેથી કાન્તિ બાને અને મોટાને નફરત કરે છે, કાન્તિને આ અન્યાય લાગતો.
પ્રશ્ન 17.
કાન્તિની યુવાની કેવી હતી ?
ઉત્તર :
યુવાન અવસ્થામાં કાન્તિનો રોફ હતો, ભગતની દુકાનેથી પાન ખાઈને આવતો ત્યારે શેરીનાં છોકરાં બાઝતાં હોય તો એને
જોઈને ર થઈ જતાં અને એક હાકોટો પડે ત્યાં શેરીનાં છોકરાં ઘરમાં ભરાઈ જતાં.
પ્રશ્ન 18.
રમા કાન્તિને શું કહે છે ?
ઉત્તર :
રમા કાન્તિને કહેતી, હવે ચાલીસ થવા આવ્યાં, બેતાલીસ થવા આવ્યાં, પિસ્તાલીસ થવા આવ્યાં. કાન્તિનો વર્ષોનો હિસાબ એ બરાબર રાખતી હતી. રમા કાન્તિના વર્ષો અને પૈસાનો હિસાબ બરાબર રાખે છે.
પ્રશ્ન 19.
કાન્તિને બા તરફ કેવી લાગણી થાય છે ?
ઉત્તર :
કાન્તિને બા તરફ હવે નફરતની લાગણી થાય છે. મોટા ભાઈ કમાતાં નથી; તોય બા એને પ્રેમ કરે છે. પોતાના પૈસા વાપરવા આપે છે. બે વરસ સુધી બાને પૈસા મોકલ્યા પણ હવે લગભગ બંધ કરી દીધા. બા મોટાને સાચવે છે તેથી કાન્તિને બા અને મોટા ભાઈ તરફ નફરત થવા લાગે છે.
પ્રશ્ન 20.
રમા અને કાન્તિનું દામ્પત્યજીવન કેવું હતું ?
ઉત્તર :
૨મા અને કાન્તિનું દામ્પત્યજીવન એકંદરે દુઃખી હતું. બંનેને કોઈ સંતાન ન હતું. મિલની નોકરીના પગારમાંથી થોડા પૈસા બાને મોકલવા પડતા, અમદાવાદ શહેરમાં મુકેલીથી જીવતાં હતાં, બાનો કાન્તિને પ્રેમ મળતો નહિ. રમાને બાના પૈસા અને મકાન તરફ પ્રેમ હતો. મોટા ભાઈ તરફ બંનેને નફરત હતી. આમ, બંને દુઃખી હતાં.
પ્રશ્ન 21.
૨માના મતે બા કેવા કસબી હતા ?
ઉત્તર :
૨માં જાણતી હતી કે બા પાસે જરૂર પૈસાની બચત છે, રમા બાને કસબી જાણે છે. બા વડી, પાપડ, ગોદડાં, ભરત-ગૂંથણ કેટ કેટલું જાણતાં- કમાણી સારામાં સારી હતી.
પ્રશ્ન 22.
એક દિવસ કાન્તિએ બાને શું કહ્યું?
ઉત્તર :
એક દિવસ કાન્તિએ બાને કહ્યું, ‘મોટાને તારી સાથે રાખવો હોય તો હવેથી હું એક પૈસો તને નહિ મોકલું. હું કમાયા કરું ને એ વાપર્યા કરે એ નહિ બને.’
પ્રશ્ન 23.
બાએ ગુસ્સામાં કાન્તિને શો જવાબ આપ્યો ?
ઉત્તર :
બાએ પણ ગુસ્સામાં આવીને કાન્તિને જવાબ આપ્યો, “મોર્ટા મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું ? બોલતાં જરાક વિચાર કર, મોટાની વહુને મોટાનાં છોકરાં મારી સેવાચાકરી કરે છે. તારે ને તારી વહુને કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે એને કરવા દેવું નથી ? તું રળે છે ને બે પૈસા મોકલે છે એમાં આટલો રોફ શું મારે છે ? જા પૈસોય મોકલતો નહિ, તારો પૈસો મારે આજ થી હરામ છે.’
પ્રશ્ન 24.
કાન્તિને બા પાસે માંદગીના ખબર કાઢવા જવું હતું, પણ કેમ ના જઈ શક્યો ?
ઉત્તર :
કંચનમાસીનો બાની માંદગીનો પત્ર વાંચીને કાન્તિને બાની માંદગીના ખબર કાઢવા જવું હતું, પણ પોતાની પત્ની રમાની તબિયત ઠીક રહેતી નથી, તેથી તે ન જઈ શક્યો. રમાને તે દિવસે સાંજે પેટમાં દુ:ખવા આવ્યું, રાત્રે ઊલટી થઈ. રમા માંદી પડી ગઈ ! આ કારણે કાન્તિ બા પાસે જઈ શક્યો નહિ.
પ્રશ્ન 25.
કંચનમાસી અને એના વર કાન્તિને ઘેર કેમ આવે છે ?
ઉત્તર :
કંચનમાસી અને એના પર કાન્તિને ધેર અમદાવાદ આવે છે. પારવતીબાએ મૃત્યુ પહેલાં એક પોટલું બાંધી રાખેલું. જેમાં એમનાં ઘરેણાં અને પૈસા હતા. કંચનમાસીને બાએ કહેલું કે મારા મૃત્યુ પછી આ પોટલું તમે કાન્તિને સોંપજો, એટલે આ પોટલું આપવા કાંતિને ઘેર આવેલો.
પ્રશ્ન 26.
કંચનમાસી અને એના વરે કાન્તિને શું કહ્યું?
ઉત્તર :
કંચનમાસી અને એના વરે કાન્તિને કહ્યું કે ‘પારવતીબોને આ પોટલું તને સોંપવાનું કીધું છે એટલે આવી છું. પરની જે કાંઈ થોડીઘણી ઘરવખરી હતી, વાસણસણ એ મોટાને આપ્યું છે અને તને ઘરે સોંપવાનું કહ્યું છે. આ પોટલામાં… ઘરેણું ગાંઠું, પૈસા જે હોય છે. અમે ઉપાડીને જોયું નથી.’
પ્રશ્ન 27.
રમાનો કંચનમાસી વિશેનો શો અભિપ્રાય છે ?
ઉત્તર :
માને કંચનમાસી જરાપણ વિકાસપાત્ર લાગતા નથી. બોલી, ‘આવોને કાંઈ સોંપાતું હશે ? ડોશી જેવું મૂરખ કોઈ નહિ હોય, પોટલીમાં કોઈ પૈસા કે ઘરેણાં રાખતું હશે ? એમાંથી લેતાં વાર કેટલી ? “જો કે કાન્તિને કંચનમાસી ઉપર પૂરો ભરોસો છે.”
પ્રશ્ન 28.
કાન્નિનું આખરે શું થયું ?
ઉત્તર :
કાન્તિ આખરે, જતી જિદગીએ એકલો પડી ગયો, પોતાની પત્ની ગુજરી ગઈ એટલે એકલો પડી ગયો અને વતનમાં પોતાની બા ગુજરી ગઈ એટલે તો સાવ એકલો પડી ગયો, ઘર મળ્યું પણ હવે તે બા નથી, તેથી પર નથી, ખોરડે છે, સૂનું આંગણું છે. જીવન પણ સૂનું થઈ ગયું. કાન્તિ આખરે દુ:ખી થયો.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કાનિનો યુવાની અવસ્થામાં શેરીમાં કેવો રોફ હતો ?
ઉત્તર :
કાન્તિનો યુવાની અવસ્થામાં શેરીમાં ખૂબ રોફ હતો. એક હાકોટો પડે ત્યાં શેરીનાં છોકરાં એમના ઘરમાં ભરાઈ જતા અને ભગતની દુકાનેથી પાન ખાઈને આવે અને શેરીમાં છોકરા બાઝતા હોય કે રમતાં હોય તે કાત્તિને જોતાં જ રક્ થઈ જતાં.
પ્રશ્ન 2.
રમાનો કાન્તિ ઉપરનો કેવો પ્રભાવ હતો ?
ઉત્તર :
રેમાનો કાન્તિ ઉપર ખૂબ જ પ્રભાવ હતો. પરણ્યાને બે જ વર્ષમાં રમાને કારણે કાન્તિને અમદાવાદમાં નોકરી મળી. રમાએ તેને પોતાનો કરી લીધો હતો, કાન્તિની બા તરફની લાગણી અને પ્રેમ રમાને કારણે ઓછાં થઈ ગયાં હતાં. રમાને કારણે મોટા ભાઈ ત૨ફ પણ નફરત વધી હતી. રમાને કારણે બાને પૈસા મોકલવાનું પણ બંધ કર્યું હતું.
પ્રશ્ન 3.
રમાની કાનિના બા તરફની લાગણીનું વર્ણન કરો.
ઉત્તર :
રમાને કાન્તિની બા ત૨ફ બહુ લાગણી હતી નહિ, પરણ્યાને બે જ વર્ષમાં અમદાવાદ રહેવા જતા રહ્યા હતા. બાનો મોટા ભાઈ તરફનો પક્ષપાત ૨માને ગમતો નહિ, કાન્તિને બા તરફ લાગણી ઓછી થાય એ માટે રમાં અવારનવાર મા વિરુદ્ધ ગમે તેવા આરોપ લગાવતી. બાને કસબી કહીને, કંજૂસ કહીને વગોવતી હતી.
પ્રશ્ન 4.
કાન્તિના ગામના માણસો વિશે ટૂંકમાં લખો.
ઉત્તર :
કાન્તિના ગામમાં જુદી જુદી જ્ઞાતિના માણસો રહેતાં હતાં. લાલજી મચી, પરસૌત્તમ સુથાર, પરસોત્તમ દરજી, ભગવાન કોલ્ડિંગના માલિક, ભગત પાનવાળા, કંચનમાસી અને તેના વર – જેવાં સાધારણ પણ નીતિવાન માણસો રહેતાં હતાં. કાન્તિને બાની ગેરહાજરીમાં આવતી યાદ વિશે લખો. ઉત્તર કાન્તિને બાની ગેરહાજરી સતત સાલે છે, વારંવાર તેને એમ લાગે છે કે હમણાં બા આવીને પોતાને પાણી આપશે કે રસોડામાં જઈને રાંધશે કે રીસ ચડાવીને બીજે બેઠી હશે. ઓસરીની કોરે ઊભી હશે કે મધુરું-મધુરું હસતી હશે – એમ કાન્તિને વારંવાર આભાસ થયા કરે છે. બા નથી નો ખ્યાલ જ કાન્તિના મનમાં બંધબેસતો નથી, બા નથી નો અભાવ તેને દુ:ખી કરે છે.
નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1.
મોટા ભાઈ હિંમતનું પાત્રાલેખન કરો.
ઉત્તર :
બાને મોટા દીકરા હિંમત તરફ પહેલેથી જ પક્ષપાત છે. કાન્તિ અને મોટા દીકરાની ઉમરનો કંઈ બહુ તફાવત નથી. બંને લગભગ સરખા જ દેખાતા હતા, તો પણ બા બહાર જતી વખતે કાયમ મોટાને જ તેડે અને નાના કાન્તિને ચલાવે. ભાગ્યે જ અથવા કોઈવાર જ કાન્તિને તેડે. બીજું, મોટો કંઈ કમાતો ન હતો, તો પણ બા પોતાની સાથે જ રાખે છે, કાન્તિ જે પૈસા મોકલે તેમાંથી બા અને કાન્તિના મોટા ભાઈ જીવન ગુજારે છે. લગ્ન પછી મોટા ભાઈ રાજ કોટ નોકરીએ લાગે છે, બચવાળ છે; તેથી કંઈક મદદ કરવા કાન્તિને બા પત્રમાં લખે છે. આમ, બાને પહેલેથી જ મોટા દીકરા હિંમત ત૨ફ બહુ પ્રેમ અને લાગણી દેખાય છે.
પ્રશ્ન 2.
નાના દીકરા કાન્તિનું શબ્દચિત્ર દોરો.
ઉત્તર :
બાનો નાનો દીકરો કાન્તિ નાનપણથી જ તોફાની અને રોફવાળો રહ્યો છે. એકવાર તોફાનને કારણે બાને આંખ નીચે પથ્થર વાગે છે અને લોહી નીકળે છે ત્યારે કંચનમાસી એને વઢે છે, તો નાસી જાય છે. નાનપણમાં ભમરડા ફેરવવા, શેરીમાં છોકરાઓને ડરાવવા જેવાં એનાં પરાક્રમો પ્રખ્યાત છે. નાનપણથી જ મોટા ભાઈ તરફ નફરત દેખાડે છે.
લગ્ન પછી બીજે જ વર્ષે ૨માં સાથે અમદાવાદ જતો રહે છે, એક-બે વર્ષ સુધી બાને પૈસા મોકલે છે; પણ પછી મોટા ભાઈ તરફના રોષને કારણે બાને પૈસા મોકલવાનું બંધ કરે છે. બા તરફ લાગણી થાય છે, પણ રમાના કારણે દબાઈને રહેવું પડે છે. બાના ઘરેણાં અને પૈસા આપવા આવનાર કંચનમાસી અને તેના વરને ચા પણ પીવડાવી શકતો નથી, આ એની મજબૂરી અને અવદશા બતાવે છે. રમાના અને બાના અવસાન પછી તે સાવ એકલો પડી જાય છે અને દુ:ખી થઈને જીવે છે.
પ્રશ્ન 3.
‘નથી’ વાર્તાના શીર્ષકની ચર્ચા કરો.
ઉત્તર :
‘નથી’ વાર્તાનું શીર્ષક સાર્થક અને ઉચિતિ છે. વાર્તાના પ્રારંભથી અને અંત સુધી ‘નથી’ની વાત વારંવાર મન:ચક્ષુ સમક્ષ દષ્ટિગોચર થયા કરે છે. વિધવા બા પારવતીબાને પતિ નથી. જીવન સારી રીતે જીવી શકાય એટલા પૈસાની છૂટ નથી. બે નાનાં દીકરાંઓને ઉછેરવા માટે ગામના કામ કરીને બાને થાક લાગે છે, મૂડી ભેગી થતી નથી. જેમતેમ દુ:ખનો સામનો કરીને જીવવું પડે છે.
કાન્તિ અને મોટા ભાઈ પાસે પણ ધન નથી, કાન્તિને સંતાન નથી. છેલ્લે પોતાની પત્ની રમાં અને બાના અવસાનથી આ બંને સ્ત્રીઓ પણ નથી, એમ અનેક વખત ‘નથી’ની વાત વારંવાર ચિત્રની જેમ વાચકના મનમાં આવે છે અને વધારે તો ‘બા’ નથી નો આજે પો. કાન્તિને પૈરી વળે છે અને હવે તે બા અને ૨માં વિના સુખી નથી, એવું એનું માનસ આપણને પણ ‘નથી’નો આભાસ કરાવે છે, આમ; શીર્ષક “નથી” સાર્થક છે.
નીચેના પ્રશ્નોનાં સૂચના મુજબ ઉત્તર લખો :
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો.
- પરિચિત – ઓળખીતું, જાણીતું
- રસ્તો – પથ, માર્ગ
- કંચન – સોનું, હેમ
- અણસારે – ઇશારો, સંકેત
- બરફ – હિમ
- આંખ – લોચન, નયન
- બાપડો – બિચાર, રાંક
- રસોડું – પાકશાળા, રસોઈઘર
- ચિંતા – ઉચાટ, ફિકર
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો.
- પરિચિત × અપરિચિત
- જીવન × મૃત્યુ
- અંધારું × અજવાળું
- જવું × આવવું
- અન્યાય × ન્યાય
- મજા × સજા
- નિર્બળ × સબળ
- સ્વદેશ × પરદેશ
નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યપ્રયોગ કરો.
પગ ભારે થઈ જવા. અર્થ : જતાં સંકોચ થવો.
વા.પ્ર. – મધુને ધેર જતાં મારા પગ ભારે થઈ જાય છે.
વાળ ધોળા થઈ જવા. અર્થ : ઉમર વધી જવી,
વા.પ્ર. – વાળ ધોળા થઈ જાય ત્યારે ઊંઘ અને આહાર ઓછા થાય છે.
અડધા થઈ જવું. અર્થ: વધુ પડતી ચિંતા થવી.
વા.પ્ર. – દીકરો સમયસર ધેર ન આવે તો મા અડધી થઈ જાય છે.
રસ્તો કાઢોં. અર્થ : ઉપાય શોધવો.
વા.પ્ર. – રમેશે મુશ્કેલીમાંથી રસ્તો કાઢ્યો.
૨ફ થઈ જવું. અર્થ : ભાગી જવું.
વા.પ્ર. – ખાઈને સૂઈ જવું અને મારીને રક્ થઈ જવું.
(જિંદગી માણવી. અર્થ : મજા કરવી.
વા.પ્ર. – યુવાનીમાં જિંદગી નહિ માણો તો પછી શું કરશો ?
ચેન ન પડવું. અર્થ ગમવું નહિ.
વા.પ્ર. – માં વિના બાળકને ચેન પડતું નથી.
માઠું લાગવું. અર્થ : લાગણી દુભાવવી.
વાપ્ર. – માતા-પિતાને માઠું લાગે, તેવું વહુએ બોલવું જોઈએ નહિ.
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
- છોકરાં છંયાંવાળું – બરવાળ
- સંતતિ ન હોય તેવી સ્ત્રી – વાંઝણી
- પતિ ન હોય તેવી સ્ત્રી – વિધવા
- પત્ની ન હોય તેવો પુરુષ – વિધુર
- પરણેલો ન હોય તેવો પુરુષ – વાંઢો
- પતિ અને પત્ની – દંપતિ
- પ્રેમથી પૂરેપૂરું ભરેલું – પ્રેમભર્યું
- સંક્ષિપ્ત રીતે કહેવાયેલું – સૂત્ર
- જમીન પર રંગ પૂરી પાડેલી ભાત – રંગાવલિ
- પીળા રંગનું એક રત્ન – પોખરાજ
નીચેના શબ્દોની સાચી જોડણી લખો.
- પરીચીત – પરિચિત
- મીસ્તરી – મિસ્ત્રી
- ખાબોચીયામાં – ખાબોચિયામાં
- પત્થર – પથ્થર
- જલ્ટિથી – જલદીથી
- કોલ્ડ્રીંક – કોડ્રિગ
- સ્થીતી – સ્થિતિ
- ફળી – ફળિયું
- દિગિ – જિંદગી
નીચેના વાક્યોમાં વિરામચિહનો મૂકી, ફરીથી લખો.
હાય હાય આંખ ફૂટી ગઈ કે શું
“હાય, હાય આંખ ફૂટી ગઈ કે શું ?”
તું નકામી ચિંતા શા માટે કરે છે
“તું નકામી ચિંતા શા માટે કરે છે ?”
વડીપાપડ ગોદડાં ગાદલાં ભરત ગૂંથણ કેટકેટલું જાણતાં હતાં
વડી, પાપડ, ગોદડાં, ગાદલાં, ભરત, ગૂંથણ, કેટકર્ટલું જાણતાં હતાં ?
નથી Summary in Gujarati
નથી કાવ્ય-પરિચય :
‘લેખક પરિચય : મોહમ્મદ વલીભાઈ માંકડનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં થયો હતો. તેમણે ગુજરાતી સાહિત્ય એકાદમીના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી, ‘કાયર’, ‘વંચિતા’, “માટીની ચાદર’, “ધુમ્મસ’, ‘અશ્વ દોડ’, ‘ખેલ’ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ‘ના’, ‘ઝાકળનાં મોતી’, ‘વાતવાતમાં” તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘કેલીડોસ્કોપ ભાગ 1 થી 4′, ‘સુખ એટલે’, ‘આપણે માણસો’, “ઉજાસ’ વગેરેમાં તેમની જીવનપ્રેરક કથાઓ સંગ્રહિત છે.
પાઠનો સારાંશ : માતાનો નિઃસ્વાર્થ પ્રેમ અને પુત્રની ઉપેક્ષા અને અવગણનાની આ વાર્તા છે. માનવ સંબંધોમાં કેવી કેવી ગૂંચો સર્જાય છે અને બધું મળે છે, પરંતુ માતા ફરી મળતી નથી એની કરુણતાને અસરકારક રીતે વર્ણવે છે. વાર્તામાં ‘બા ક્યારેય રીસાતી , નથી” એ વાક્ય દરેક વખતે નવો સંદર્ભ રજૂ કરે છે. પુત્રની ભૂલોને સદા માફ કરતી માતા અંતે પસા-ધર બધું કાંતિને આપી જાય છે; પરંતુ હવે એ ઘરમાં બા નથી એની ખોટ કાંતિને બાનાં મૃત્યુ પછી સમજાય છે. એ વાત્સલ્ય સમર્પણને સંતાનની બેદરકારીને પ્રગટાવી આ વાર્તા માતાના મહિમાને અને સંતાનની લધુતાને યાદગાર રીતે ઉપસાવે છે.
નથી શબ્દાર્થ :
- પરિચિત – ઓળખીતું, જાણીતું
- અણસાર – ઇશારો, સંકેત
- બાપડો – બિચારો
- ૨સ્તો – પંથ, માર્ગ
- બ૨ફ – હિમ
- રસો – પા કશાળ, રસોઈધરે
- કંચન – સોનું, હેમ
- આંખ – લોચન, નયન
- ચિંતા – ઉચાટ, ફિકર
- ફળિયું – મહોલ્લો, શેરી
- કાન્તિ – તેજ, પ્રકાશ
- ૨મા – લયમી
નથી તળપદા શબ્દો
- કોરે – તરફ, ભણી
- દ:ખણાં – ઓવારણાં, મીઠડાં
- ઉગમણું – પૂર્વ દિશા
- સબકા – પીડા થવી, વેદના
- બોન – બહેન
- પ્રોડા – પડ
- ગાર – ગારો, કીચડ
- ટેમસર – ટાઈમસર
- લોહવાટ – ચિંતા