Solving these GSEB Std 12 Biology MCQ Gujarati Medium Chapter 5 આનુવંશિક્તા અને ભિન્નતાના સિદ્ધાંતો will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 12 Biology MCQ Chapter 5 આનુવંશિક્તા અને ભિન્નતાના સિદ્ધાંતો in Gujarati
પ્રશ્ન 1.
આનુવંશિકતાને સમજવા માટે કયા વૈજ્ઞાનિકે વટાણાના છોડ પર પ્રયોગો કર્યા ?
(A) જેમ્સ વોટસન
(B) ગ્રેગર મેન્ડલ
(C) ફ્રાન્સિસ ક્રિક
(D) વિલિયમ બેસન
ઉત્તર:
(B) ગ્રેગર મેન્ડલ
પ્રશ્ન 2.
નીચે આપેલ પૈકી કયું કારણ મેન્ડલની સફળતા માટેનું કારણ છે ?
(A) સૌપ્રથમ આંકડાકીય પૃથક્કરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો.
(B) પ્રયોગમાં લીધેલા છોડની ઉત્તરોત્તર પેઢીઓ પરના પ્રયોગો દ્વારા મેન્ડલના આનુવંશિકતાના નિયમોનું નિર્દેશન થાય છે.
(C) વટાણાની સંકર જાતો ફળદ્રુપ હોય છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 3.
જન્યુમાં કોઈ એક એલેલ હોવાની સંભાવના કેટલી હોય છે ?
(A) 25 %
(B) 50 %
(C) 75 %
(D) 100 %
ઉત્તર:
(B) 50 %
પ્રશ્ન 4.
કયા વૈજ્ઞાનિકના અધ્યયનની મદદથી પિતૃઓ દ્વારા જન્યુઓનું નિર્માણ, ફલિતાંડનું નિર્માણ f1 અને f2 સંતતિના છોડને સમજી શકાય છે ?
(A) રેજિનાલ્ડ પુનેટ
(B) ગ્રેગર મેન્ડલ
(C) ફ્રાન્સીસ ક્રિક
(D) જેમ્સ વોટસન
ઉત્તર:
(A) રેજિનાલ્ડ પુનેટ
પ્રશ્ન 5.
પૂનેટ સ્કવેરમાં ઊંચા નર પિતુ અને નીચા માદા છોડ દ્વારા ઉત્પન્ન જન્યુઓ f1 સંતતિ કેવી રીતે દર્શાવાય છે ?
(A) TT
(B) tt
(C) Tt
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) Tt
પ્રશ્ન 6.
પુનેટ સ્કવેરમાં f2 પેઢીમાં સ્વરૂપ પ્રકાર જણાવો.
(A) 3 : 1
(B) 1 : 3
(C) 1 : 2 : 1
(D) 1 : 2 : 3
ઉત્તર:
(A) 3 : 1
પ્રશ્ન 7.
પુનેટ સ્કવેરમાં fપેઢીમાં જનીન સ્વરૂપ જણાવો.
(A) 1 : 3
(B) 1 : 2 : 1
(C) 1 : 3 : 1
(D) 3 : 1
ઉત્તર:
(B) 1 : 2 : 1
પ્રશ્ન 8.
પુનેટ સ્કવેરમાં મળતાં પરિણામોને ગાણિતિક રીતે કેવી રીતે વ્યક્ત કરી શકાય ?
(A) \(\frac {1}{4}\) TT + \(\frac {1}{4}\) Tt + \(\frac {1}{4}\) tt
(B) \(\frac {1}{4}\) TT + \(\frac {1}{2}\) Tt + \(\frac {1}{4}\) tt
(C) \(\frac {1}{2}\) TT + \(\frac {1}{2}\) Tt + \(\frac {1}{4}\) tt
(D) \(\frac {1}{2}\)TT + \(\frac {1}{4}\) Tt + \(\frac {1}{2}\) tt
ઉત્તર:
(B) \(\frac {1}{4}\) TT + \(\frac {1}{2}\) Tt + \(\frac {1}{4}\) tt
પ્રશ્ન 9.
નીચે આપેલ વિધાન પૈકી કયો પ્રભુતાનો નિયમ દશવિ છે ?
(A) કારકોમાં જોડમાં હોય છે.
(B) લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે.
(C) જો કારકની જોડના બે કારકો અસમાન હોય તો એક કારક બીજા પર પ્રભાવી હોય છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 10.
શ્વાનપુષ્પમાં એકસંકરણનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ દર્શાવો.
(A) 1 : 2 : 1
(B) 2 : 1 : 1
(C) 1 : 1 : 2
(D) 4 : 1 : 1
ઉત્તર:
(A) 1 : 2 : 1
પ્રશ્ન 11.
અપૂર્ણ પ્રભુતા કયા પુષ્પ દ્વારા સમજાવી શકાય છે ?
(A) શ્વાનપુષ્પ
(B) સ્નેપડ્રેગન
(C) પુનેટ સ્કવેર
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 12.
જનીન I કયા પોલિમરના પ્રકારનું નિયંત્રણ કરે છે ?
(A) શર્કરા પોલિમર
(B) પ્રોટીન પોલિમર
(C) સ્ટાર્ચ પોલિમર
(D) (B) અને (C)
ઉત્તર:
(A) શર્કરા પોલિમર
પ્રશ્ન 13.
રુધિરજૂથ A માટે શક્ય જનીન પ્રકાર જણાવો.
(A) IAIA
(B) IAI
(C) IAi
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 14.
રુધિરજૂથ O માટે શક્ય જનીન પ્રકાર જણાવો.
(A) ii
(B) IAIA
(C) IAi
(D) IBi
ઉત્તર:
(A) ii
પ્રશ્ન 15.
મેડલે વટાણાના છોડમાં એકસાથે બે લક્ષણોનું વારસાગમન દર્શાવવા કેવાં બીજ પસંદ કર્યા ?
(A) પીળા ગોળ બીજ
(B) લીલા ખરબચડાં બીજ
(C) લીલા ગોળ બીજ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 16.
દ્વિસંકરણ પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર પ્રમાણ જણાવો.
(A) 9 : 3 : 3 : 1
(B) 3 : 9 : 3 : 1
(C) 3 : 3: 9 : 1
(D) 1 : 3 : 3 : 9
ઉત્તર:
(A) 9 : 3 : 3 : 1
પ્રશ્ન 17.
પુનેટ સ્કવેરના મુક્ત વહેંચણીના નિયમ મુજબ yyrr માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) પીળા, ગોળ, સમયુગ્મી
(B) સમયગ્ની લીલા અને સમયુગ્મી ગોળ
(C) સમયુગ્મી પીળા અને સમયુગ્મી કરચલીવાળા
(D) સમયુગ્મી લીલા અને સમયુગ્મી કરચલીવાળા
ઉત્તર:
(C) સમયુગ્મી પીળા અને સમયુગ્મી કરચલીવાળા
પ્રશ્ન 18.
મેન્ડલે તેનું આનુવંશિકતા ઉપરનું કાર્ય ક્યારે પ્રકાશિત કરેલું?
(A) 1865
(B) 1861
(C) 1965
(D) 1900
ઉત્તર:
(A) 1865
પ્રશ્ન 19.
નીચે આપેલ કયા કારણે મેન્ડલનું કાર્ય લાંબો સમય અપ્રચલિત રહ્યું ?
(A) કારકોની કોઈ ભૌતિક સાબિતી આપી શક્યા નહોતા.
(B) જૈવિક ઘટનાનું આંકડાકીય પૃથક્કરણ કરવાનો અભિગમ સંપૂર્ણ નવો હતો.
(C) સમકાલીનોને એ કારકો અંગેનો વિચાર સ્વીકાર્ય ન હતો.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 20.
આનુવંશિકતા સંબંધી મેડલના પરિણામોનું પુનઃ સંશોધન કોણે કર્યું?
(A) શેરમાક
(B) દ-વિઝા
(C) કોરેન્સ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 21.
કયા વૈજ્ઞાનિકે મેડલના નિયમોને રંગસૂત્રીય હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા ?
(A) વોલ્ટન સટન
(B) થીયોડોર બોવરી
(C) શેરમાક
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 22.
રંગસૂત્ર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) કોષવિભાજન પહેલા સ્વયંજનન અને વિભાજિત થાય છે.
(B) તે જોડમાં હોય છે.
(C) અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 23.
આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ કોણે રજૂ કર્યો ?
(A) સપ્ટન
(B) શેરમાક
(C) કોરેન્સ
(D)દ-વિઝ
ઉત્તર:
(A) સપ્ટન
પ્રશ્ન 24.
આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રયોગાત્મક ચકાસણી કયા વૈજ્ઞાનિકે કરી ?
(A) સપ્ટન
(B) બાવરી
(C) થોમસ હન્ટ મોર્ગન
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) થોમસ હન્ટ મોર્ગન
પ્રશ્ન 25.
થોમસ મોર્ગને આનુવંશિકતાના રંગસૂત્રીય સિદ્ધાંતની સાબિતી માટે કોનો ઉપયોગ કર્યો ?
(A) Snapdragon
(B) Pisum sativam
(C) Drosophila melanogaster
(D) (B) અને (C)
ઉત્તર:
(C) Drosophila melanogaster
પ્રશ્ન 26.
નીચે આપેલ કારણો પૈકી કયા કારણથી મોર્ગને ફળમાખી પર કાર્ય કર્યું?
(A) સ્પષ્ટ લિંગભેદ
(B) મૈથુનથી વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે.
(C) જીવનચક્ર 15 દિવસમાં પૂર્ણ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 27.
મોર્ગને પીળા શરીર અને સફેદ આંખોવાળી માદા માખીનું સંકરણ કેવા પ્રકારના નર માખી સાથે કરાવ્યું ?
(A) પીળા શરીર અને સફેદ આંખોવાળી
(B) બદામી શરીર અને લાલ આંખોવાળી
(C) પીળા શરીર અને કાળી આંખોવાળી
(D) બદામી શરીર અને સફેદ આંખોવાળી
ઉત્તર:
(B) બદામી શરીર અને લાલ આંખોવાળી
પ્રશ્ન 28.
મોર્ગને શોધેલા મજબુતાઈથી જોડાયેલા સફેદ અને પીળા જનીનનું પુનઃસંયોજન કેટલું હતું ?
(A) 1.3%
(B) 37.2%
(C) 33.7%
(D)3.1%
ઉત્તર:
(A) 1.3%
પ્રશ્ન 29.
મોર્ગનના સહલગ્નતામાં લઘુપાંખ અને સફેદ જનીનનું પુનઃ સંયોજન પ્રમાણ કેટલું હતું ?
(A) 3.1%
(B) 37.2%
(C) 33.7%
(D) 1.3%
ઉત્તર:
(B) 37.2%
પ્રશ્ન 30.
HGP નું પૂર્ણ નામ ……………………….. .
(A) હ્યુમન જીનોમ પ્રોજેક્ટ
(B) હોર્મોન જનીન પ્રોજેક્ટ
(C) હ્યુમન જનીન પ્રોજેક્ટ
(D) હોમન જીનોમ પ્રોજેક્ટ
ઉત્તર:
(A) હ્યુમન જીનોમ પ્રોજેક્ટ
પ્રશ્ન 31.
કયા રોગનું કારણ ફિનાઈલ એલેનીન હાઈડ્રોક્ઝાયલેઝ ઉન્સેચક માટે સંકેતન કરતા જનીનની વિકૃતિ છે ?
(A) ફિનાઈલ કીટોન્યુરિયા
(B) સિકલસેલ એનીમિયા
(C) પૉઇન્ટ મ્યુટેશન
(D) થેલેસેમિયા
ઉત્તર:
(A) ફિનાઈલ કીટોન્યુરિયા
પ્રશ્ન 32.
PKU થી થતી અસર જણાવો.
(A) માનસિક મંદતા
(B) વાળ
(C) ત્વચાના રંજકકણોમાં ઘટાડો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 33.
મનુષ્ય તથા ડ્રોસોફિલામાં નરમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત કયા રંગસૂત્ર હોય છે ?
(A) એક X
(B) એક Y
(C) બે X, Y
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 34.
પક્ષીઓમાં માદામાં કયા લિંગી રંગસૂત્રો જોવા મળે છે ?
(A) ZW
(B) ZZ
(C) ZO
(D) (B) અને (C)
ઉત્તર:
(A) ZW
પ્રશ્ન 35.
મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો પૈકી માદામાં કેટલા દૈહિક અને કેટલા લિંગી રંગસૂત્રો જોવા મળે છે ?
(A) 22 દૈહિક અને 23 મી જોડ XX રંગસૂત્ર
(B) 22 દૈહિક અને 23 મી જોડ X રંગસૂત્ર
(C) 22 દૈહિક અને 23 મી જોડ Y રંગસૂત્ર
(D) 22 દૈહિક અને 23 મી જોડ XY રંગસૂત્ર
ઉત્તર:
(A) 22 દૈહિક અને 23 મી જોડ XX રંગસૂત્ર
પ્રશ્ન 36.
મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો પૈકી નરમાં કેટલા દૈહિક અને લિંગી રંગસૂત્રો જોવા મળે છે ?
(A) 22 દૈહિક અને 23 મી જોડ X રંગસૂત્ર
(B) 22 દૈહિક અને 23 મી જોડ Y રંગસૂત્ર
(C) 22 દૈહિક અને 23 મી જોડ XY રંગસૂત્ર
(D) 22 દૈહિક અને 23 મી જોડ XX રંગસૂત્ર
ઉત્તર:
(C) 22 દૈહિક અને 23 મી જોડ XY રંગસૂત્ર
પ્રશ્ન 37.
કઈ ક્રિયાને એકકીય-દ્વિકીય જાતિ નિશ્ચયન તંત્ર કહે છે ?
(A) મનુષ્યમાં લિંગ નિશ્ચયન
(B) મધમાખીમાં લિંગ નિશ્ચયન
(C) પક્ષીમાં લિંગ નિશ્ચયન
(D) તીતીઘોડામાં લિંગ નિશ્ચયન
ઉત્તર:
(B) મધમાખીમાં લિંગ નિશ્ચયન
પ્રશ્ન 38.
પોઈન્ટ મ્યુટેશનનું જાણીતું ઉદાહરણ જણાવો.
(A) હિમોફિલિયા
(B) સિકલસેલ એનીમિયા
(C) કૅન્સર
(D) ફિનાઈલ કિટોન્યુરીયા
ઉત્તર:
(B) સિકલસેલ એનીમિયા
પ્રશ્ન 39.
મેન્ડેલિયન વિકારનું ઉદાહરણ જણાવો.
(A) થેલેસેમિયા
(B) સિસ્ટિક ફાઈબ્રોસિસ
(C) રંગઅંધતા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 40.
રંગઅંધ પુત્રીનો જન્મ થવાની સંભાવના નીચે આપેલ કયા કિસ્સામાં જોવા મળે છે ?
(A) વાહક સ્ત્રી અને સાદો પુરુષ
(B) વાહક સ્ત્રી અને રંગઅંધ પુરુષ
(C) સાદી સ્ત્રી અને રંગઅંધ પુરુષ
(D) સાદી સ્ત્રી અને વાહક પુરુષ
ઉત્તર:
(B) વાહક સ્ત્રી અને રંગઅંધ પુરુષ
પ્રશ્ન 41.
રંગઅંધતા આ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી કેવા શુક્રકોષોની ખામી છે ?
(A) લાલ શુક્રકોષો
(B) પીળા શુક્રકોષો
(C) વાદળી શુક્રકોષો
(D) ગુલાબી શુક્રકોષો
ઉત્તર:
(A) લાલ શુક્રકોષો
પ્રશ્ન 42.
રંગઅંધતા દર્શાવતા વ્યક્તિઓ કયો રંગ પારખવામાં નિષ્ફળ જાય છે ?
(A) લાલ
(B) લીલા
(C) પીળા
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 43.
રુધિર ગંઠાવાની ક્રિયામાં રુકાવટ કરતો રોગ જણાવો.
(A) સિકલસેલ એનીમિયા
(B) હિમોફિલિયા
(C) રંગઅંધતા
(D) થેલેસેમિયા
ઉત્તર:
(B) હિમોફિલિયા
પ્રશ્ન 44.
રાણી વિક્ટોરિયાના કુટુંબની વંશાવળી કયા રોગનો વારસો દર્શાવતાં અનેક સંતાનો દશવિ છે ?
(A) રંગઅંધતા
(B) સિકલસેલ એનીમિયા
(C) હિમોફિલિયા
(D) ફિનાઈલ કિટોન્યુરિયા
ઉત્તર:
(C) હિમોફિલિયા
પ્રશ્ન 45.
સિકલસેલ એનીમિયાનું કારણ હિમોગ્લોબીન અણુના β ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા ક્રમનાં ……………………….. નું …………………… દ્વારા દૂર થવાનું છે.
(A) લ્યુસિન, વેલાઈન
(B) ગ્લામિક ઍસિડ, વેલાઈન
(C) વેલાઈન, બ્યુટામિક ઍસિડ
(D) વેલાઈન, લ્યુસિન
ઉત્તર:
(B) ગ્લામિક ઍસિડ, વેલાઈન
પ્રશ્ન 46.
ગ્લોબિન પ્રોટીનમાં એમિનો એસિડની બાદબાકી β ગ્લોબિનના છઠ્ઠા સંકેતમાં GAG ના સ્થાને છે ……………………. દ્વારા દૂર થવાને કારણે થાય છે.
(A) GTG
(B) AUA
(C) GUG
(D) CTC
ઉત્તર:
(C) GUG
પ્રશ્ન 47.
ઓછા ઓકિસજનની હાજરીમાં રકતકણનો આકાર દ્વિઅંતર્ગોળમાંથી બદલાઈને કેવો થઈ જાય છે ?
(A) ત્રાકાકાર
(B) દાતરડા
(C) અંતર્ગોળ
(D) ફૂલી જાય
ઉત્તર:
(B) દાતરડા
પ્રશ્ન 48.
α થેલેસેમિયા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) દરેક પિતૃના 16મા રંગસૂત્ર પર આવેલા HBA1 અને HBA2 દ્વારા નિયંત્રિત છે.
(B) એક કે ચાર જનીન દૂર થવાના કારણે જોવા મળે છે.
(C) જનીનો વધુ અસરકર્તા તેમ α ગ્લોબિનનું ઉત્પાદન ઓછું થાય.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 49.
β થેલેસેમિયા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) પિતૃના 11 મા રંગસૂત્ર ઉપર આવેલ એકલ જનીન HBB દ્વારા નિયંત્રિત છે.
(B) એક કે બંને જનીનોની દૂર થવાને કારણે થાય છે.
(C) વધુ જનીનો અસરકર્તા તેમ β ગ્લોબિન અણુનું વધુ ઉત્પાદન.
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 50.
21 મા રંગસૂત્રમાં એક વધારાના રંગસૂત્રના કારણે કઈ અનિયમિતતા જોવા મળે છે ?
(A) ટર્નસ સિન્ડ્રોમ
(B) ક્લાઈન ફેલ્ટર્સ
(C) ડાઉન્સ સિન્ડ્રોમ
(D) (A) અને (C)
ઉત્તર:
(C) ડાઉન્સ સિન્ડ્રોમ
પ્રશ્ન 51.
ટર્નસ સિન્ડ્રોમમાં રંગસૂત્રની સ્થિતિ કઈ હોય છે ?
(A) (2n – 1)
(B) (2n – 2)
(C) (2n + 1)
(D) (2n + 2)
ઉત્તર:
(A) (2n – 1)
પ્રશ્ન 52.
રંગસૂત્રીય અનિયમિતતાનું ઉદાહરણ આપો.
(A) ડાઉન્સ સિન્ડ્રોમ
(B) ટર્નસ સિન્ડ્રોમ
(C) ક્લાઈન ફેલ્ટર
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 53.
કઈ અનિયમિતતા લેન્ગગન ડાઉન દ્વારા કરાઈ હતી ?
(A) ક્લાઈન ફલટર્સ
(B) ડાઉન્સ સિન્ડ્રોમ
(C) ટર્નસ સિન્ડ્રોમ
(D) સિકલસેલ
ઉત્તર:
(B) ડાઉન્સ સિન્ડ્રોમ
પ્રશ્ન 54.
ડાઉન્સ સિન્ડ્રોમ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(a) ઠીંગણું કદ, મોટું માથું, ટૂંકી ગરદન
(b) લાંબા પડતા પગ
(c) મોંગોલોઈડ પ્રજા જેવા ગડીયુક્ત આંખનાં પોપચાં
(d) ટૂંકા અક્કડ આંગળા, સપાટ હથેળી
(A) (a), (b), (c)
(B) (a), (c), (d)
(C) (a), (b), (c), (d)
(D) (a), (d)
ઉત્તર:
(B) (a), (c), (d)
પ્રશ્ન 55.
ક્લાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(a) ટ્રાયસોમીનું ઉદાહરણ છે.
(b) ઊંચું કદ, લાંબા પડતા પગ, ટૂંકી ગરદન
(c) 700 માંથી 1 વ્યક્તિને થાય છે.
(d) શુક્રપિંડો અલ્પવિકસિત
(A) (a), (b), (c)
(B) (a), (b), (c), (d)
(C) (a), (b)
(D) (a), (b), (d)
ઉત્તર:
(D) (a), (b), (d)
પ્રશ્ન 56.
ટર્નસ સિન્ડ્રોમ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(a) 45 રંગસૂત્રો (XO) હોય છે.
(b) 1500 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ આ અનિયમિતતા દશવિ છે. ”
(c) સ્ત્રી ઠીંગણું કદ, ટૂંકુ કરચલીવાળું ગળું
(d) ગડીયુક્ત આંખના પોપયા
(A) (a), (c)
(B) (a), (b), (c)
(C) (b), (c), (d)
(D) (a), (b), (c), (d)
ઉત્તર:
(A) (a), (c)
પ્રશ્ન 57.
ટર્નર્સ સિન્ડ્રોમ થવાનું કારણ ……………………… છે.
(A) પોલિપ્લોઈડી
(B) પોલિસોમિક રંગસૂત્રો
(C) ટ્રાયસોમિક રંગસૂત્રો
(D) મોનોસોમિક રંગસૂત્રો
ઉત્તર:
(D) મોનોસોમિક રંગસૂત્રો
પ્રશ્ન 58.
જ્યારે બંને જનીનો સાથે મળીને તેમની અસરો અભિવ્યક્ત કરે ત્યારે તેને ……………………. કહેવાય.
(A) અપૂર્ણ પ્રભાવી જનીન
(B) સહપ્રભાવી જમીન
(C) પ્રભાવી જનીન
(D) સહપ્રચ્છન્ન જમીન
ઉત્તર:
(B) સહપ્રભાવી જમીન
પ્રશ્ન 59.
“એક લક્ષણ માત્ર એક જ જનીન જોડ દ્વારા નિયંત્રિત થાય છે.” આપેલ વિધાન કઈ બાબતમાં ખોટું પડ્યું?
(A) સહપ્રભાવિતામાં
(B) લિંગ સંકલિત વારસામાં
(C) અપૂર્ણ પ્રભુતામાં
(D) લિંગ પ્રભાવી વારસામાં
ઉત્તર:
(C) અપૂર્ણ પ્રભુતામાં
પ્રશ્ન 60.
કઈ ઘટનામાં વૈકલ્પિક કારક તેના યુગ્મ કારક પર પ્રભાવી અસર બતાવતું નથી ?
(A) સપ્રભુતામાં
(B) બહુવિકલ્પી જનીનોમાં
(C) સંપૂર્ણ પ્રભુતામાં
(D) પ્લોટ્રોપીઝમમાં
ઉત્તર:
(C) સંપૂર્ણ પ્રભુતામાં
પ્રશ્ન 61.
સજીવોનાં લક્ષણોમાં તબક્કાવાર અને સતત ફેરફારની પ્રક્રિયા
(A) ભિન્નતા.
(B) પુનઃસંયોજન
(C) ઉત્ક્રાંતિ
(D) વ્યતિકરણ
ઉત્તર:
(C) ઉત્ક્રાંતિ
પ્રશ્ન 62.
આશરે 5000 વર્ષો પહેલાં ચીની લિપિમાં ………………………. ની ઉત્તમ જાત પેદા કરવાના ઉલ્લેખો છે.
(A) ઘઉં
(B) મકાઈ
(C) ડાંગર
(D) ખજૂર
ઉત્તર:
(C) ડાંગર
પ્રશ્ન 63.
હિમોગ્લોબિનની બીટા સાંકળા પર રહેલો બ્યુટામિક એસિડ કયા એમિનો એસિડથી બદલાય છે ?
(A) લ્યુસીન
(B) વેલાઇન
(C) α કીટોગ્લટારિક ઍસિડ
(D) એસ્પાર્ટિક ઍસિડ
ઉત્તર:
(B) વેલાઇન
પ્રશ્ન 64.
બંને કારકોમાં જે અભિવ્યક્ત થાય તે …………………
(A) સંચયી જનીન
(B) પ્રભાવી જમીન
(C) પ્રચ્છન્ન જનીન
(D) બહુવિકલ્પી જનન
ઉત્તર:
(B) પ્રભાવી જમીન
પ્રશ્ન 65.
જ કસોટી સંકરણમાં મળતું પરિણામ 100 % ઊંચા છોડ હોય તો પિતૃઓનું જનીન પ્રકાર …………………..
(A) સમયુગ્મી પ્રભાવી
(B) સમયુગ્મી પ્રચ્છન્ન
(C) (A) અને (B) બંને
(D) વિષમયુગ્મી પ્રભાવી
ઉત્તર:
(A) સમયુગ્મી પ્રભાવી
પ્રશ્ન 66.
એકબીજાથી જુદાં પડતાં વારસાગમનનો અભ્યાસ ………………….
(A) એકસંકરણ પ્રયોગ
(B) દ્વિસંકરણ પ્રયોગ
(C) બે જનીનોનું વારસાગમન
(D) (B) અને (C) બંને
ઉત્તર:
(D) (B) અને (C) બંને
પ્રશ્ન 67.
નીચે આપેલ કયો જનીન એ સંયુગ્મી પ્રચ્છન્ન છે?
(A) RRYY
(B) RrYy
(C) rrYY
(D) rryy
ઉત્તર:
(D) rryy
પ્રશ્ન 68.
બન્ને જનીનો તેમની અભિવ્યક્તિ સંપૂર્ણપણે રજૂ કરે છે.
(A) અપૂર્ણ પ્રભુતા
(B) વ્યતિકરણ
(C) સહપ્રભાવિતા
(D) કસોટી સંકરણ
ઉત્તર:
(C) સહપ્રભાવિતા
પ્રશ્ન 69.
હિમોફિલિક પિતા અને સામાન્ય માતા દ્વારા જન્મેલી પુત્રી …………………….
(A) સામાન્ય
(B) વાહક
(C) હિમોફિલિક
(D) આપેલ બધા
ઉત્તર:
(B) વાહક
પ્રશ્ન 70.
નીચે પૈકી કયું વાક્ય ખોટું છે?
(A) પ્રોસોફિલા પ્રયોગશાળામાં સહેલાઈથી ઉછેરી શકાય છે.
(B) તેનો જીવનકાળ 25 દિવસનો છે.
(C) તે એકલિંગી છે.
(D) સ્વલનની શક્યતા હોતી નથી.
ઉત્તર:
(B) તેનો જીવનકાળ 25 દિવસનો છે.
પ્રશ્ન 71.
આવનાર ગર્ભ નર થશે કે માદા તે નક્કી કરતી બાબત એટલે ……………………
(A) લિંગ નિશ્ચયન
(B) વ્યતિકરણ
(C) પુનઃસંયોજન
(D) સંકરણ
ઉત્તર:
(A) લિંગ નિશ્ચયન
પ્રશ્ન 72.
શરીરના દૈહિક લક્ષણો સાથે સંકળાયેલાં રંગસૂત્રો ……………………..
(A) દૈહિક રંગસૂત્રો
(B) લિંગી રંગસૂત્રો
(C) X રંગસૂત્ર
(D) Y રંગસૂત્ર
ઉત્તર:
(A) દૈહિક રંગસૂત્રો
પ્રશ્ન 73.
XO માદા અને XY નર પદ્ધતિનું લિંગ નિશ્ચયન કઈ શ્રેણીના કયા સજીવોમાં જોવા મળે છે?
(A) લેપિડોપ્ટેરા, ફુમિયા
(B) હાયમેનોપ્ટેરા, ઝોન
(C) ગાયનેન્ટોમોર્ફ, બીટલ્સ
(D) એક પણ નહિ
ઉત્તર:
(A) લેપિડોપ્ટેરા, ફુમિયા
પ્રશ્ન 74.
ડ્રોન (વંધ્ય નર)માં પ્રજનન કોષોના નિર્માણ વખતે કયા પ્રકારનું વિભાજન જોવા મળે છે?
(A) સમભાજન
(B) અર્ધીકરણ
(C) બીજાણુસર્જન
(D) અસમભાજન
ઉત્તર:
(A) સમભાજન
પ્રશ્ન 75.
અસંયોગીજનન દ્વારા નીચે પૈકી કોનો વિકાસ થાય છે ?
(A) ફળદ્રુપ સાદી રાણી
(B) વંધ્ય માદા સેવકો
(C) ફળદ્રુપ નર
(D) એક પણ નહિ
ઉત્તર:
(C) ફળદ્રુપ નર
પ્રશ્ન 76.
ફલન થયા વગર અંડકોષનો વિકાસ થઈ બાળપ્રાણી બનવાની ઘટના
(A) વ્યતિકરણ
(B) અસંયોગીજનન
(C) સંયોગીજનન
(D) લિંગી પ્રજનન
ઉત્તર:
(B) અસંયોગીજનન
પ્રશ્ન 77.
ડ્રોસોફિલામાં માદાપણા માટેના જવાબદાર જનીનો ………………….. પર હોય છે.
(A) X રંગસૂત્ર પર
(B) Y રંગસૂત્ર પર
(C) X-X રંગસૂત્ર પર
(D) દૈહિક રંગસૂત્ર પર
ઉત્તર:
(A) X રંગસૂત્ર પર
પ્રશ્ન 78.
પોઇન્ટ મ્યુટેશનમાં DNAનો કયો ભાગ ખામીયુક્ત બને છે ?
(A) ફોસ્ફરસ સમૂહ
(B) નાઇટ્રોજન બેઇઝ
(C) શર્કરા
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) નાઇટ્રોજન બેઇઝ
પ્રશ્ન 79.
નીચે પૈકી કયો વિકલ્પ વિકૃતિનો પ્રકાર દશવિ છે?
(A) રંગસૂત્રોમાં સંખ્યાકીય ફેરફાર
(B) રંગસૂત્રોમાં સંરચનાત્મક ફેરફાર
(C) જનીનિક ફેરફાર
(D) આપેલ બધા જ
ઉત્તર:
(D) આપેલ બધા જ
પ્રશ્ન 80.
રંગસૂત્ર જૂથની સંખ્યામાં થતા ફેરફારને કયા નામથી ઓળખવામાં આવે છે?
(A) એક્યુપ્લોઇડી
(B) ટ્રાયસોમી
(C) નલીસોમી
(D) યુપ્લોઇડી
ઉત્તર:
(D) યુપ્લોઇડી
પ્રશ્ન 81.
રંગસૂત્રના એક જૂથમાં એક કે વધારે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો થાય તો આવા ફેરફારને. ………………………..
(A) પોલિપ્લોઇડી
(B) હેપ્લોઇડી
(C) યુપ્લોઇડી
(D) એક્યુપ્લોઇડી
ઉત્તર:
(D) એક્યુપ્લોઇડી
પ્રશ્ન 82.
નીચે પૈકી કયો વિકલ્પ રંગસૂત્રની રચનાત્મક ખામી નથી ?
(A) લોપ
(B) ઉત્ક્રમણ
(C) નલીસોમી
(D) સ્થાનાંતર
ઉત્તર:
(C) નલીસોમી
પ્રશ્ન 83.
જો એક દંપતીના બધા પુત્રો રંગઅંધતા ધરાવતા હોય તો
(A) માતા એ સમયુગ્મી રંગઅંધતા ધરાવતી હશે.
(B) માતા સમયુગ્મી અને પિતા સામાન્ય હશે.
(C) માતા સમયુગ્મી અને પિતા રંગઅંધ હશે.
(D) માતા સામાન્ય અને પિતા રંગઅંધ હશે.
ઉત્તર:
(A) માતા એ સમયુગ્મી રંગઅંધતા ધરાવતી હશે.
પ્રશ્ન 84.
મેન્ડલનાં પરિણામોને પુનઃસંશોધિત કરનાર વૈજ્ઞાનિકો ……………………….
(A) દ-વિસ, કોરેન્સ, શેરમાક
(B) વૉટ્સન ક્રીક, વિલ્હેન્સન
(C) બેટ્સન અને પુનેટ
(D) જેકોબ અને મોનાડ
ઉત્તર:
(A) દ-વિસ, કોરેન્સ, શેરમાક
પ્રશ્ન 85.
મેન્ડલ દ્વારા દર્શાવવામાં આવેલા કારકો એ ખરેખર રંગસૂત્ર છે એમ દર્શાવનારા વૈજ્ઞાનિકો …………………
(A) મોર્ગન, દ-વિસ
(B) સટન, બાવરી
(C) કોરેન્સ, શેરમાક
(D) બેટ્સન, પુનેટ
ઉત્તર:
(B) સટન, બાવરી
પ્રશ્ન 86.
વિકૃતિ શબ્દનો પ્રયોગ કરનાર …………………………
(A) દ-વિસ
(B) મોર્ગન
(C) બ્રીજીસ
(D) હેન્કિંગ
ઉત્તર:
(A) દ-વિસ
પ્રશ્ન 87.
લિંગ નિશ્ચયન માટેનો રંગસૂત્રીય વાદ રજૂ કરનાર વૈજ્ઞાનિકના નામ ……………………..
(A) સ્ટીવન્સ, બ્રિીજીસ
(B) મોર્ગન, બેટ્સન
(C) જહોનાસન, પુનેટ
(D) સટન, મોર્ગન
ઉત્તર:
(A) સ્ટીવન્સ, બ્રિીજીસ
પ્રશ્ન 88.
સૌપ્રથમ ડ્રોસોફ્લિામેલેનોમેસ્ટર પર પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક ……………………
(A) ટી. એચ. મોર્ગન
(B) જહોનાસન
(C) ડેવેનપોર્ટ
(D) ગોલ્ડસ્મિથ
ઉત્તર:
(A) ટી. એચ. મોર્ગન
પ્રશ્ન 89.
જે વિષમયુગ્મી ઊંચા અને સમયુગ્મી નીચા વટાણાના છોડ વચ્ચે સ્વફલન કરાવવામાં આવે તો કેવા પરિણામ પ્રાપ્ત થાય?
(A) 50 % ઊંચા, 50 % નીચા
(B) 25 % ઊંચા, 75 % નીચા
(C) 75 % ઊંચા, 25 % નીચા
(D) 70 % ઊંચા, 30 % નીચા
ઉત્તર:
(A) 50 % ઊંચા, 50 % નીચા
પ્રશ્ન 90.
માદા ડ્રોસોફિલા માટે રંગસૂત્રો દર્શાવવાની સાચી રીત કઈ છે?
(A) 4AA +XX
(B) 3AA + X
(C) 3AA + XX
(D) 4AA + X
ઉત્તર:
(C) 3AA + XX
પ્રશ્ન 91.
ડ્રોસોફિલામાં કુલ કેટલાં રંગસૂત્રો આવેલાં છે?
(A) 8
(B) 4
(C) 12
(D) 10
ઉત્તર:
(A) 8
પ્રશ્ન 92.
મેન્ડલના મત અનુસાર એક જનીનના કેટલા પૈકલિક કારક હોય છે?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) અનેક
ઉત્તર:
(B) બે
પ્રશ્ન 93.
જો કુલ ચાર નરજન્યુઓનું ચાર માદા જન્યુઓ વચ્ચે ફલન કરાવવામાં આવે તો કુલ કેટલી શક્યતા પ્રાપ્ત થાય?
(A) 4
(B) 9
(C) 16
(D) 8
ઉત્તર:
(C) 16
પ્રશ્ન 94.
તે પ્રેરિત વિકૃતિ થવા માટેનાં પરિબળોની સંગતતા છે.
(A) મસ્ટર્ડ ગેસ, પેરોક્સાઇડ્ઝ
(B) કોન્ચિસીન, બેન્ઝીન
(C) નાઇટ્રસ, નાઇટ્રીક ઍસિડ
(D) ફોર્માલ્ડિહાઇડ, એસિટોકાર્માઇન
ઉત્તર:
(A) મસ્ટર્ડ ગેસ, પેરોક્સાઇડ્ઝ
પ્રશ્ન 95.
ડ્રોન કીટકોમાં રહેલ રંગસૂત્રો માટેની સંગતતા જણાવો.
(A) 32
(B) 8
(C) 16
(D) 7
ઉત્તર:
(C) 16
પ્રશ્ન 96.
રંગસૂત્રના પ્રકારને આધારે અસંગત પસંદ કરો.
(A) ટર્નર્સ સિન્ડ્રોમ
(B) સુપર ફિમેલ
(C) ક્વાઇન ફેલ્ટર સિન્ડ્રોમ
(D) ડાઉન્સ સિન્ડ્રોમ
ઉત્તર:
(D) ડાઉન્સ સિન્ડ્રોમ
પ્રશ્ન 97.
તે હાઇમેનોપ્ટરના સભ્યો માટેની સંગતતા છે.
(A) મધમાખીઓ
(B) ભમરાઓ
(C) કીડીઓ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 98.
વધારાનાX રંગસૂત્રધરાવતા પુરુષના લક્ષણની બાબતમાં સંગતતા
કઈ છે?
(A) ચહેરા પર વાળનું પ્રમાણ વધુ
(B) વિકસિત શુક્રપિંડો
(C) સ્વરૂપલક્ષીય સ્ત્રી પણ વંધ્યા
(D) સ્ત્રી જેવી પહોળી છાતી તથા ચપટી નિતંબમેખલા
ઉત્તર:
(D) સ્ત્રી જેવી પહોળી છાતી તથા ચપટી નિતંબમેખલા
પ્રશ્ન 99.
તે જનીન વિકૃતિના સંદર્ભ માટેની અસંગતતા છે.
(1) કોઈ પણ જનીન વિકૃતિ પામી શકે છે.
(2) વિકૃતિ સ્વયંભૂ અથવા પરપ્રેરિત હોઈ શકે છે.
(3) કૃત્રિમ પસંદગીમાં મદદરૂપ થાય છે.
(4) વિકૃત જનીન વ્યક્તિ માટે નુકસાન કારક છે.
(A) FTFT
(B) TTFT
(C) TTTF
(D) TFTF
ઉત્તર:
(B) TTFT
પ્રશ્ન 100.
સાચાં અને ખોટાં વિધાન પસંદ કરો.
(1) ડેવેનપોર્ટના મત મુજબ ચામડીનો રંગ બહુવિકલ્પી જનીનો દ્વારા નક્કી થાય છે.
(2) દેવેનપોર્ટે મનુષ્યનાં રુધિરજૂથનો બહિષ્કાર કર્યો.
(3) દેવેનપોર્ટ રંગસૂત્રની આનુવંશિકતા વાદની શોધ કરી.
(4) ડેવેનપોર્ટ વિષમજવુજ આધારિત વાદ રજૂ કર્યો.
(A) FTFT
(B) TTFT
(C) TTTF
(D) TFFF
ઉત્તર:
(D) TFFF
પ્રશ્ન 101.
સાચાં અને ખોટાં વિધાન પસંદ કરો.
(1) પ્લીટ્રોપિઝમ એક જ જનીનો દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ
(2) સિકલ સેલ એનીમિયા પ્લીટ્રોપિઝમનું ઉદાહરણ છે.
(3) ડ્રોસોફિલામાં લાલ આંખ પ્લીટ્રોપિઝમનું ઉદાહરણ છે.
(4) જે જનીન પ્લીટ્રોપિઝમ માટે જવાબદાર હોય તેને પ્લીટ્રોપિક જનીન કહે છે.
(A) FTFT
(B) TTFT
(C) TTTF
(D)TFTF
ઉત્તર:
(B) TTFT
પ્રશ્ન 102.
જનીનિક વિકૃતિ થયા બાદ સજીવના લક્ષણોમાં બદલાવ આવે છે. કારણ કે …………………………
(A) પ્રોટીન બંધારણ બદલાઈ જાય છે.
(B) DNAના સ્વયંજનનમાં બદલાવ આવે છે.
(C) પ્રોટીન સંશ્લેષણ પદ્ધતિમાં બદલાવ આવે છે.
(D) RNA સંશ્લેષણ પદ્ધતિમાં બદલાવ આવે છે.
ઉત્તર:
(A) પ્રોટીન બંધારણ બદલાઈ જાય છે.
પ્રશ્ન 103.
જો મનુષ્યનાં લિંગી રંગસૂત્ર પર પ્રચ્છન જનીન આવેલા હોય તો ……………………..
(A) વિષકારી સાબિત થાય.
(B) માત્ર પુરુષમાં જ અભિવ્યક્તિ થશે.
(C) માત્ર સ્ત્રીમાં જ અભિવ્યક્તિ થશે.
(D) અંશતઃ વિષકારી સાબિત થશે.
ઉત્તર:
(B) માત્ર પુરુષમાં જ અભિવ્યક્તિ થશે.
પ્રશ્ન 104.
કયા સજીવોમાં XO લિંગ નિશ્ચયન પદ્ધતિ જોવા મળે છે ?
(A) મનુષ્ય
(B) તીતીઘોડા
(C) ઘોડા
(D) ડોસોફિલા
ઉત્તર:
(B) તીતીઘોડા
પ્રશ્ન 105.
ટર્નર્સ સિન્ડ્રોમમાં રંગસૂત્રોની સ્થિતિ કઈ હોય છે?
(A) 21 + XY
(B) 44 + XXY
(C) 44 +XYY
(D) 44 + XO
ઉત્તર:
(D) 44 + XO
પ્રશ્ન 106.
કયા પ્રકારમાં જનીન પ્રમાણ અને સ્વરૂપ પ્રમાણ સમાન રહે છે ?
(A) મુક્ત વિશ્લેષણ
(B) બહુવિકલ્પી જમીન
(C) અપૂર્ણ પ્રભુતા
(D) સહપ્રભાવિતા
ઉત્તર:
(C) અપૂર્ણ પ્રભુત
પ્રશ્ન 107.
વિકૃતિઓનો વિચાર કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો?
(A) ગ્રેગર મેડલ જેમણે વટાણાની જાતિ પર કાર્ય કરેલ હતું.
(B) હ્યુગો ૬ ત્રિસ જેઓએ ઇવનિંગ પ્રિમરોઝ પર કાર્ય કરેલ છે.
(C) હાડ વેઇનબર્ગ જેમણે વસતિમાં વૈકલ્પિક કારકોનાં આવર્તન પર કાર્ય કરેલ છે.
(D) ચાર્લ્સ ડાર્વિન જેઓએ સજીવોમાં ઉત્ક્રાંતિવાદની સમજૂતી આપી.
ઉત્તર:
(B) હ્યુગો ૬ ત્રિસ જેઓએ ઇવનિંગ પ્રિમરોઝ પર કાર્ય કરેલ છે.
પ્રશ્ન 108.
ડ્રોસોફિલામાં ………………………. દ્વારા જાતિ નક્કી થાય છે.
(A) અંડકોષ ફલન પામેલ છે કે અસંયોગીજનન થયું છે.
(B) X રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોની જોડનો ગુણોત્તર
(C) X અને Y રંગસૂત્રો
(D) X રંગસૂત્રોની જોડીઓ અને દૈહિક રંગસૂત્રોની જોડી વચ્ચેનો ગુણોત્તર
ઉત્તર:
(B) X રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોની જોડનો ગુણોત્તર
પ્રશ્ન 109.
એક માણસ કેટલાક રોગ ધરાવે છે જે સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેઓને ત્રણ પુત્રી અને પાંચ પુત્રો છે. બધી જ પુત્રીઓ, પિતાના રોગથી પીડાય છે. આ માટે કયા પ્રકારની આનુવંશિકતા સૂચવી શકાય ?
(A) લિંગ સંકલિત પ્રચ્છન્ન
(B) લિંગ સંકલિત પ્રભાવી
(C) દૈહિક પ્રભાવી રંગસૂત્રો
(D) લિંગ પૂરતા પ્રચ્છન્ન
ઉત્તર:
(B) લિંગ સંકલિત પ્રભાવી
પ્રશ્ન 110.
દ્વિસંકરણ પ્રયોગના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.
(A) એક જ રંગસૂત્ર પર આવેલા અને ચુસ્ત રીતે ગોઠવાયેલા સંલગ્ન જનીનો વધુ પ્રમાણમાં પુનઃસંયોજન દર્શાવે છે.
(B) એક જ રંગસૂત્ર પર આવેલા દૂર ગોઠવાયેલા જનીનો ઓછા પ્રમાણમાં પુનઃસંયોજન ધરાવે છે.
(C) એક જ રંગસૂત્ર પર છૂટાછવાયાં ગોઠવાયેલાં જનીનો ચુસ્ત રીતે ગોઠવાયેલાં જનીનો જેટલું જ પુનઃસંયોજન દર્શાવે છે.
(D) એક જ રંગસૂત્ર પર આવેલા ચુસ્ત રીતે ગોઠવાયેલા સંલગ્ન જનીનો ઘણું ઓછું પુનઃસંયોજન ધરાવે છે.
ઉત્તર:
(D) એક જ રંગસૂત્ર પર આવેલા ચુસ્ત રીતે ગોઠવાયેલા સંલગ્ન જનીનો ઘણું ઓછું પુનઃસંયોજન ધરાવે છે.
પ્રશ્ન 111.
વટાણા પરનાં મેડલના પ્રયોગોમાં બીજનો ગોળ આકાર (RR) ખરબચડાં બીજ (rr) પર પ્રભાવી છે. પીળો રંગ (YY) લીલા રંગ (yy) પર પ્રભાવી છે. RRYY અને rryy વચ્ચેના સંકરણના F1 પેઢીના દેખાવ સ્વરૂપ કયા હશે?
(A) પીળા રંગ, ખરબચડાં બીજ
(B) લીલા રંગ, ખરબચડાં બીજ
(C) પીળા રંગ, ગોળ બીજ
(D) લીલા રંગ, ગોળ બીજ
ઉત્તર:
(C) પીળા રંગ, ગોળ બીજ
પ્રશ્ન 112.
નીચે પૈકીનો કયો રોગ આનુવંશિક નથી ?
(A) સિસ્ટિક ફાઇબ્રોસિસ
(B) થેલેસેમિયા
(C) હિમોફિલિયા
(D) ક્રિટીનિઝમ
ઉત્તર:
(D) ક્રિટીનિઝમ
પ્રશ્ન 113.
માનવ સ્ત્રી કરતાં પુરુષમાં હિમોફિલિયા વધુ પ્રમાણમાં જોવા મળે છે. કારણ ………………………
(A) બાલ્યાવસ્થામાં બાળકીઓનું વધુ મૃત્યુ થાય છે.
(B) આ રોગY સંલગ્ન પ્રચ્છન્ન વિકૃત જનીનથી થાય છે.
(C) આ રોગ X સંલગ્ન પ્રચ્છન્ન વિકૃત જનીનથી થાય છે.
(D) આ રોગ X સંલગ્ન પ્રભાવી વિકૃત જનીનથી થાય છે.
ઉત્તર:
(C) આ રોગ X સંલગ્ન પ્રચ્છન્ન વિકૃત જનીનથી થાય છે.
પ્રશ્ન 114.
………………… માટે કસોટી સંકરણ કરાય છે.
(A) F2 ની સ્થિતિએ વનસ્પતિનો જનીન પ્રકાર નક્કી કરવા માટે.
(B) બંને લક્ષણો સંલગ્ન છે કે કેમ તે નક્કી કરવા
(C) જનીનના વૈકલ્પિક કારકોની સંખ્યા નક્કી કરવા
(D) બે જાતિઓ કે પ્રકારો સફળતાપૂર્વક સંતતિ પેદા કરી શકે કે નહીં.
ઉત્તર:
(A) F2 ની સ્થિતિએ વનસ્પતિનો જનીન પ્રકાર નક્કી કરવા માટે.
પ્રશ્ન 115.
જનીન પ્રકાર અથવા સ્વરૂપ પ્રકારની એક જ જોડી વચ્ચે થતાં બે સંકરણો જેમાં જન્યુઓની ઉત્પત્તિ એકસંકરણમાં બદલાયેલ હોય છે કે જે ………………………….. થી ઓળખાય છે.
(A) વિરુદ્ધ સંકરણ
(B) કસોટી સંકરણ
(C) ક્રૉસ સંકરણ
(D) બેવડું સંકરણ
ઉત્તર:
(C) ક્રૉસ સંકરણ
પ્રશ્ન 116.
મેડલ દ્વારા અભ્યાસ કરાયેલા વટાણાના સાત લક્ષણોનું નિયમન કરતાં જનીનો, હાલમાં કેટલાં જુદાં જુદાં રંગસૂત્રો ઉપર આવેલાં હશે?
(A) ચાર
(B) સાત
(C) છે
(D) પાંચ
ઉત્તર:
(A) ચાર
પ્રશ્ન 117.
AaBB x aaBB વચ્ચેનું સંકરણ ……………………. પ્રકારનો જનીન પ્રકાર આપે છે.
(A) 1AaBB : 1aaBB
(B) 1AaBB : 3aaBB
(C) 3AaBB : 1aaBB
(D) બધા AaBb
ઉત્તર:
(A) 1AaBB : 1aaBB
પ્રશ્ન 118.
પ્રજનન કરાવતી વખતે પુષ્યમાંથી પુંકેસરના નિકાલને ……………………… કહે છે.
(A) એન્થસીસ
(B) પરાગનયન
(C) ઇમેક્યુલેશન
(D) વાસેક્ટોમી
ઉત્તર:
(C) ઇમેક્યુલેશન
પ્રશ્ન 119.
એક સંકરિત કસોટી સંકરણમાં જનીન પ્રકાર પ્રમાણ શું છે?
(A) 1 : 1
(B) 1 : 2
(C) 3 : 1
(D) 1 : 2 : 1
ઉત્તર:
(D) 1 : 2 : 1
પ્રશ્ન 120.
આપેલ ચાર્ટમાંથી અનુમાન કરો.
(A) લક્ષણ પ્રભાવી છે અને X રંગસૂત્ર દ્વારા વાહક છે.
(B) લક્ષણ X રંગસૂત્ર દ્વારા વાહક છે.
(C) લક્ષણ લિંગ સંકલિત પ્રચ્છન્ન છે.
(D) લક્ષણ દૈહિક પ્રચ્છન્ન છે.
ઉત્તર:
(C) લક્ષણ લિંગ સંકલિત પ્રચ્છન્ન છે.
પ્રશ્ન 121.
જનીન નકશા એ છે કે જે ………………………
(A) રંગસૂત્ર પર જનીનનું સ્થળ દર્શાવે છે.
(B) જનીન ઉત્ક્રાંતિના તબક્કા દર્શાવે છે.
(C) કોષવિભાજનના તબક્કા દર્શાવે છે.
(D) એક વિસ્તારમાં વિવિધ જાતિઓની વહેંચણી દર્શાવે છે.
ઉત્તર:
(A) રંગસૂત્ર પર જનીનનું સ્થળ દર્શાવે છે.
પ્રશ્ન 122.
રંગઅંધતા એ ………………… છે.
(A) લિંગ મર્યાદિત લક્ષણ
(B) લિંગ સંકલિત લક્ષણ
(C) લિંગ અસરકારક
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) લિંગ સંકલિત લક્ષણ
પ્રશ્ન 123.
ચામડીના રંગોના ઘેરાપણા માટે જનીન પ્રકાર નીચે મુજબ છે :
(i) AA, bb, CC
(ii) AA, bb, cc
(iii) AA, BB, CC
(iv) aa, bb, cc
કયો વિકલ્પ ચામડીના રંગને તેના ઘેરા રંગનાં સંદર્ભમાં ઊતરતા ક્રમમાં દર્શાવવા માટે સાચો છે ?
(A) i → iv → ii → iii
(B) iii → i → ii → iv
(C) iii → ii → i → iv
(D) i → iii → i → iv
ઉત્તર:
(A) i → iv → ii → iii
પ્રશ્ન 124.
મેડલે તેના પ્રયોગો માટે વટાણાના છોડનો ઉપયોગ કર્યો. નીચેનામાંથી શાના કારણે તેને સફળતા મળી હતી ?
(A) તેણે ચોક્કસ આનુવંશિક લક્ષણો જોયાં.
(B) તેણે કોઈ એક લક્ષણ એક સમય માટે ગણતરીમાં લીધું.
(C) તેને વટાણાના છોડ ગમતા હતા.
(D) તેણે તેના સંશોધનનું આંકડાકીય પૃથક્કરણ કર્યું.
ઉત્તર:
(B) તેણે કોઈ એક લક્ષણ એક સમય માટે ગણતરીમાં લીધું.
પ્રશ્ન 125.
આનુવંશિકતાને લગતા ત્રણ અગત્યના નિયમો મેન્ડલ દ્વારા પ્રસ્થાપિત થયા, તે નીચેનામાંથી શેની સાથે સંબંધિત છે ?
(A) વિશ્લેષણ, મુક્તવિશ્લેષણ અને સંલગ્નતા
(B) વિશ્લેષણ, મુક્તવિશ્લેષણ અને પ્રભાવિતા
(C) સંલગ્નતા, પ્રભાવીપણું અને વિશ્લેષણ
(D) સંલગ્નતા, લક્ષણોનું વિશ્લેષણ, કારકોનું વિશ્લેષણ
ઉત્તર:
(B) વિશ્લેષણ, મુક્તવિશ્લેષણ અને પ્રભાવિતા
A : (Assertion) વિધાન દશવિ છે.
R : (Reason) કારણ દશવિ છે.
(a) A અને B બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
(b) A અને B બંને સાચાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.
પ્રશ્ન 126.
A : XO અને XY પ્રકારના નર બે પ્રકારના જન્યુઓનું નિર્માણ કરે છે ? (a) X સહિત/રહિત (XO) (b) કેટલાક Xકેટલાક Y.
R : આ પ્રકારની લિંગનિશ્ચયન ક્રિયાવિધિને નર વિષમયુગ્મતા કહે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 127.
A : વિકૃતિના પરિણામે DNAના અનુક્રમમાં વૈકલ્પિક ફેરફાર થાય છે.
R : સજીવના જનીન પ્રકાર અને રવરૂપ પ્રકારમાં ફેરફાર થાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 128.
A : DNA ખંડનો લોપ રંગસૂત્રમાં ફેરફાર પ્રેરે છે જે અસાધારણ વિપથને જન્મ આપે છે.
R : જે થેલેસેમિયામાં સામાન્ય રીતે જોવા મળે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 129.
A : રંગઅંધતા જ રંગસૂત્ર પર હાજર જનીનોની વિકૃતિને કારણે થાય છે.
R : રંગઅંધતા આશરે 8 % નરોમાં અને 0.4 % સ્ત્રીઓમાં જોવા મળે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(D) d
પ્રશ્ન 130.
A : સિકલસેલ એનીમિયા રોગનું નિયંત્રણ એક જોડ જનીન HbA અને HbS કરે છે.
R : આ રોગનાં લક્ષણો ત્રણ સંભવિત જનીન પ્રકારમાંથી માત્ર HbS વાળા સમયુગ્મી વ્યક્તિમાં દેખાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 131.
A : થેલેસેમિયા દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રુધિર રોગ છે.
R : બંને પિતૃઓ બિનઅસરકારક વાહક જનીનનું વહન કરતા હોય ત્યારે પિતૃઓમાંથી સંતતિમાં જોવા મળે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 132.
A : સિકલ – સેલ એનીમિયા જનીન આધારિત ખામી છે. ઘણાં નવજાત બાળકોમાં જોવા મળે છે.
R : તે Hb વૈકલ્પિક કાસ્કોની વિષમયુગ્મતાને કારણે જોવા મળે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 133.
A : હિમોફિલિયા જનીન સંબંધિત રોગ છે.
R : તે ફક્ત સ્ત્રીઓમાં જોવા મળે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 134.
A : એક જ જનીન દ્વારા એક કરતાં વધુ લક્ષણોનું નિયંત્રણ કરવાની ઘટનાને પ્લીઓટ્રોપિઝમ કહે છે.
R : ફિનાઈલ કીટોન્યુરિયા માટે જવાબદાર જનીન ઘણા બધા દેખાવ સ્વરૂપ લક્ષણોને અસરકર્તા છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 135.
A : ટર્નર્સ સિન્ડ્રોમ એ X રંગસૂત્રની મોનોસોમી છે.
R : આ રોગમાં સ્ત્રીના ગર્ભાશયનો વિકાસ અ૫ રહે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 136.
A : જો રંગઅંધ વાહક સ્ત્રીના લગ્ન સાદા પુરષ સાથે થાય તો સાદી પુત્રી જન્મવાની સંભાવના 50 % હોય છે.
R : જો રંગઅંધ વાહક સ્ત્રીના લગ્ન સાદા પુરુષ સાથે થાય તો રંગઅંધ પુત્ર જન્મવાની શક્યતા 50 % હોય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(D) d
પ્રશ્ન 137.
A : લિંગનિશ્ચયન માટેનો રંગસૂત્રવાદ કુમારી સ્ટીવન્સ રજૂ કર્યો.
R : આ વાદ પ્રમાણે સજીવો બે પ્રકારનાં દૈહિક રંગસૂત્રો અને એક પ્રકારનાં લિંગી રંગસૂત્રો ધરાવે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 138.
A : ડ્રોસોફિલામાં રંગસૂત્રોની 4 જોડ આવેલ છે.
R : મનુષ્યમાં રંગસૂત્રોની 23 જોડ આવેલ છે.
(A) a
(B) b
(C) c
(D)d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 139.
A : દૈહિક વિકૃતિ વારસાગત વિકૃતિ છે.
R : ઘાતક વિકૃતિમાં મ્યુટર મૃત્યુ પામે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 140.
કોલમ – I અને કોલમ -II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) ઈમેક્યુલેશન | (w) પુંકેસરને જ્યુવેનાઈલ તબક્કામાં દૂર કરવામાં આવે. |
(b) બેગિંગ | (x) TT અને સt વચ્ચે કરાવાતું સંકરણ. |
(c) વૈકલ્પિક કારક | (y) વંધ્ય પુષ્પને કોથળી દ્વારા ઢાંકી આવરિત કરાય. |
(d) એકસંકરણ પ્રયોગ | (z) જનીનો જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે છે. |
(A) (a – y) (b – w) (c – x) (d – z)
(B) (a – w) (b – y) (c – x) (d – z)
(C) (a – w) (b – y) (c – z) (d – x)
(D) (a – x) (b – y) (c – z) (d – w)
ઉત્તર:
(C) (a – w) (b – y) (c – z) (d – x)
પ્રશ્ન 141.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) વિશ્લેષણનો નિયમ | (x) સંકરણમાં વિરોધી પ્રકારનાં લક્ષણોની જોડીને સામેલ કરવામાં આવે છે ત્યારે બે કારકો નિશ્ચિત થયા વગર ભેગાં રહે છે. |
(b) શુદ્ધતાનો નિયમ | (y) F<sub>2</sub> ના ઊંચા છોડના જનીન પ્રકાર નિર્ધારણ માટે નીચા છેડા સાથે સંકરણ કરાવ્યું. |
(c) કસોટી સંકરણ | (z) કોઈ પણ જગ્યુકોષ લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવે છે. |
(A) (a – z) (b – x) (c – y)
(B) (a – z) (b – y) (c – x)
(C) (a – x) (b – z) (c – y)
(D) (a – x) (b – y) (c – z)
ઉત્તર:
(C) (a – x) (b – z) (c – y)
પ્રશ્ન 142.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) IAIA | (v) B |
(b) IBi | (w) AB |
(c) IAIB | (x) A |
(d) ii | (y) O |
(A) (a – v) (b – x) (c – y) (d – w)
(B) (a – x) (b – v) c – w) (d – y)
(C) (a – v) (b – x) (c – w) (d – y)
(D) (a – x) (b – v) (c – y) (d – w)
ઉત્તર:
(B) (a – x) (b – v) c – w) (d – y)
પ્રશ્ન 143.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) અપૂર્ણ પ્રભુતા | (x) બંને જનીનો તેમની અભિવ્યક્તિ સ્વતંત્રપણે રજૂ કરે છે. |
(b) સહપ્રભાવિતા | (y) બે લક્ષણોથી જુદા પડતા બે છોડ વચ્ચે સંકરણ |
(c) દ્વિસંકરણ | (z) વૈકલિક કારક તેના યુગ્મ કારક પર પ્રભાવી નથી. |
(A) (a – z) (b – x) (c – y)
(B) (a – x) (b – y) (c – y)
(C) (a – y) (b – x) (c – z)
(D) (A – z) (b – y) (c – x)
ઉત્તર:
(A) (a – z) (b – x) (c – y)
પ્રશ્ન 144.
કોલમ – I અને કોલમ-II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કલમ – II |
(a) સહલગ્નતા | (x) એક જ જનીન દ્વારા બે અથવા વધારે સંબંધિત લક્ષણો પર થતી અસર |
(b) બહુજનીન | (y) એક લક્ષણ પર બે અથવા વધુ સ્વતંત્ર કારકોની જોડીઓ, જનીનોની જોડીઓ અસર કરતી હોય છે. |
(c) પ્લીટ્રોપીઝમ | (z) એક જ રંગસૂત્રના જનીનોનું ભૌતિક જોડાણ |
(A) (a – x) (b – y) (c – z)
(B) (a – z) (b – x) (c – y)
(C) (a – z) (b – y) (c – x)
(D) (a – x) (b – z) (c – y)
ઉત્તર:
(C) (a – z) (b – y) (c – x)
પ્રશ્ન 145.
કોલમ – I અને કોલમ – I યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) અલ્લેડ સ્ટટવેર | (x) મનુષ્યમાં ચામડીનો રંગ બહુવિકલ્પી જનીનો દ્વારા નક્કી થાય છે. |
(b) ડેવેન પોર્ટ | (y) કીટકોમાં શુક્રકોષજનનની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષકેન્દ્રી સંરચનાની શોધ. |
(c) હેન્કિંગ | (z) એક જ રંગસૂત્રના જનીનોનું ભૌતિક જોડાણ |
(A) (a – x) (b – y) (c – z)
(B) (a – x) (b – z) (c – y)
(C) (a – y) (b – x) (c – z)
(D) (a – y) (b – z) (c – x)
ઉત્તર:
(B) (a – x) (b – z) (c – y)
પ્રશ્ન 146.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) XO પ્રકાર લિંગનિશ્ચયન | (w) માનવમાં |
(b) XY પ્રકાર લિંગાનિશ્ચયન | (x) ફલિત અંડકોષ માદા બની જાય છે. |
(c) X રંગસૂત્રયુક્ત શુકકોષ | (y) ફલિત અંડકોષ નર બની જાય છે. |
(d) X રંગસૂત્રરહિત શુક્રકોષ | (z) તીતીઘોડો |
(A) (a – z) (b – w) (c – y) (d – x)
(B) (a – z) (b – x) (c – w) (d – y)
(C) (a – z) (b – w) (c – x) (d – y)
(D) (a – x) (b – y) (c – z) (d – w)
ઉત્તર:
(C) (a – z) (b – w) (c – x) (d – y)
પ્રશ્ન 147.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) અસંયોગજ | (x) ફલન વગર અંડકોષનો વિકાસ થઈ બાળપ્રાણી બનવાની ઘટના |
(b) અસંયોગીજનન | (y) નર કે જે 32 રંગસૂત્ર પૈકી 16 રંગસૂત્રો ધરાવે |
(c) ફોન | (z) અસંયોગીજનનથી ઉત્પન્ન થતી જાત |
(A) (a – z) (b – x) (c – y)
(B) (a – x) (b – y) (c – z)
(C) (a – z) (b – y) (c – x)
(D) (a – x) (b – z) (c – y)
ઉત્તર:
(A) (a – z) (b – x) (c – y)
પ્રશ્ન 148.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) પોઈન્ટ મ્યુટેશન | (w) ભૌતિક અને રાસાયણિક કારકો કે જે વિકૃતિ પ્રેરે છે. |
(b) ફ્રેમશિફટ મ્યુટેશન | (x) DNA ની એક બેઈઝ જોડમાં થતું પરિવર્તન |
(c) ચુટાઇન્સ | (y) DNA ની બેઈઝનો લોપ કે દ્વિગુણના |
(d) ચુટાજન | (z) પારજાંબલી કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરે છે. |
(A) (a – x) (b – y) (c – z) (d – w)
(B) (a – y) (b – x) (c – y) (d – z)
(C) (a – x) (b – y) (c – z) (d – w)
(D) (a – w) (b – y) (c – z) (d – x)
ઉત્તર:
(A) (a – x) (b – y) (c – z) (d – w)
પ્રશ્ન 149.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) વંશાવળી પૃથક્કરણ | (x) વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ |
(b) વંશવૃક્ષ | (y) કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ |
(c) મેન્ડેલિયન અનિયમિતતા | (z) અનેક પેઢી સુધી કોઈ એક લક્ષણની નોંધ |
(A) (a – z) (b – x) (c – y)
(B) (a – x) (b – z) (c – y)
(C) (a – x) (b – y) (c – z)
(D) (A – z) (b – y) (c – x)
ઉત્તર:
(A) (a – z) (b – x) (c – y)
પ્રશ્ન 150.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) ફિનાઈલ કિટોન્યુરિયા | (x) રુધિર ગંઠાવામાં રુકાવટ કરતો રોગ |
(b) થેલેસેમિયા | (y) ફિનાઈલ એલેનીન એમિનો એસિડને ટાયરોસીનમાં ફેરવવાના ઉત્સચકની ઊણપ |
(c) હિમોફિલિયા | (z) લોહીમાં પૂરતા પ્રમાણમાં Hb બનતું નથી. |
(A) (a – y) (b – z) (c – x)
(B) (a – x) (b – y) (c – z)
(C) (a – x) (b – z) (c – y)
(D) (a – y) (b – x) (c – z )
ઉત્તર:
(A) (a – y) (b – z) (c – x)
પ્રશ્ન 151.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) રંગસૂત્રીય અનિયમિતતા | (w) અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન ન થવાથી સજીવોમાં રંગસૂત્રનું એક આખું જૂથ વધી જાય છે. |
(b) પ્લોઈડી | (x) કોષવિભાજન સમયે રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ ન થવાને કારણે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો થાય છે. |
(c) એક્યુપ્લોઈડી | (y) એક અથવા વધુ રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણી |
(d) પોલિપ્લોઈડી | (z) રંગસૂત્રની દ્વિતીય સંખ્યામાં જોવા મળતી વધઘટ |
(A) (a – y) (b – z) (c – x) (d – w)
(B) (a – y) (b – z) (c – w) (d – x)
(C) (a – z) (b – w) (c – x) (d – y)
(D) (a – z) (b – w) (c – y) (d – x)
ઉત્તર:
(A) (a – y) (b – z) (c – x) (d – w)
પ્રશ્ન 152.
કોલમ – I, કોલમ – I અને કોલમ – III યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II | કોલમ – III |
(a) ડાઉન્સ સિન્ડ્રોમ | (x) X રંગસૂત્રની ગેરહાજરી (XO) | (p) 1500 વ્યક્તિમાંથી 1 વ્યક્તિમાં |
(b) ટર્નર્સ સિન્ડ્રોમ | (y) કેચોંટાઈપ 47 XXY | (q) 700 વ્યક્તિમાંથી 1 બાળકમાં |
(c) ક્લાઈન ફેલ્ટર્સ | (z) 21 મા રંગસૂત્રમાં વધારાનું ઉમેરાય | (r) આવી સ્ત્રીમાં પ્રજનન અંગો અને ગર્ભાશય અલ્પવિકસિત |
(A) (a – z – p) (b – y – r) (c – x – q)
(B) (a – x – q) (b – y – p) (c – z – r)
(C) (a – z – q) (b – x – r) (c – y – p)
(D) (a – x – p) (b – z – q) (c – y – r)
ઉત્તર:
(C) (a – z – q) (b – x – r) (c – y – p)
પ્રશ્ન 153.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) એક સંકરણ પ્રયોગ | (1) 9 : 3 : 3 : 1 |
(b) દ્વિસંકરણ પ્રયોગ | (2) 1 : 2 : 1 |
(c) સહલગ્નતા | (3) 3 : 1 |
(d) અપૂર્ણ પ્રભુતા | (4) 11 : 1 : 1 : 3 |
(A) (a – 3), (b – 1), (c – 4), (d – 2)
(B) (a – 1), (b – 2), (c – 4), (d – 3)
(C) (a – 2), (b – 1), (c – 4), (d – 3)
(D) (a – 3), (b – 1), (c – 2), (d – 4)
ઉત્તર:
(A) (a – 3), (b – 1), (c – 4), (d – 2)
પ્રશ્ન 154.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) XY નર પદ્ધતિ | (1) પક્ષી |
(b) Zw-ZZ પદ્ધતિ | (2) તીતીઘોડો |
(c) XX માદા XO નર | (3) ડ્રોસોફિલા |
(A) (a – 3), (b – 2), (c – 1)
(B) (a – 3), (b – 1), (c – 2)
(C) (a – 2), (b – 1), (c – 3)
(D) (a – 1), (b – 2), (c – 3)
ઉત્તર:
(B) (a – 3), (b – 1), (c – 2)
પ્રશ્ન 155.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) પોલિપ્લોઇડી | (1) 2n – 2 |
(b) મોનોસોમી | (2) n, 3n, 2n ……. |
(c) નલીસોની | (3) 2n + 1 |
(d) ટ્રાયસોમી | (4) 2n – 1 |
(A) (a – 4), (b – 2), (c – 3), (d – 1)
(B) (a – 2), (b – 4), (c – 1), (d – 3)
(C) (a – 2), (b – 3), (c – 1), (d – 4)
(D) (a – 2), (b – 4), (c – 3), (d – 1)
ઉત્તર:
(B) (a – 2), (b – 4), (c – 1), (d – 3)
પ્રશ્ન 156.
નીચેનામાં સિન્ડ્રોમ અને રંગસૂત્રીય અનિયમિતતા કોલમ I અને કોલમ IIમાંથી યોગ્ય રીતે જોડો.
કોલમ – I (સિન્ડ્રોમ) | કોલમ – II (રંગસૂત્રીય અનિયમિતતા) |
(A) ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ | (P) ટ્રાયસોમી 13 |
(B) ટર્નર્સ સિન્ડ્રોમ | (Q) ટ્રાયસોમી 18 |
(C) સુપર ફિમેલ | (R) 44 + XXY |
(D) ડાઉન્સ સિન્ડ્રોમ | (S) 44 + XXX |
(A) (A – R), (B – T), (C – S), (D – P)
(B) (A – P), (B – R), (C – Q), (D – T)
(C) (A – Q), (B – P), (C – T), (D – S)
(D) (A – S), (B – R), (C – T), (D – P)
ઉત્તર:
(A) (A – R), (B – T), (C – S), (D – P)
પ્રશ્ન 157.
કોલમ I અને કોલમ ને યોગ્ય રીતે જોડો.
કોલમ I | કોલમ II |
(1) સિકલસેલ એનીમિયા | (a) હોમોજેન્ટિસિક એસિડ |
(2) આશ્લેટોન્યુરિયા | (b) મેલેનીનની ખામી |
(3) અવર્ણતા | (c) એમિનો એસિડ એકઠાં થાય |
(4) ફિનાઈલ કીટોન્યુરિયા | (d) હિમોગ્લોબિનની ખામી |
(A) (1 – d), (2 – a), (3 – b), (4 – c)
(B) (1 – a), (2 – b), (3 – c), (4 – d)
(C) (1 – b), (2 – c), (3 – d), (4 – a)
(D) (1 – d), (2 – c), (3 – b), (4 – a)
ઉત્તર:
(A) (1 – d), (2 – a), (3 – b), (4 – c)
પ્રશ્ન 158.
કોલમ I અને કોલમ II ને યોગ્ય રીતે જોડો.
કોલમ I | કોલમ II |
(1) વિલિયમ બેટ્સન | (a) જનીન શબ્દ વાપર્યો |
(2) જહોનસન | (b) કારક શબ્દ વાપર્યો |
(3) મેન્ડલ | (c) રુધિરજૂથ |
(4) લેન્ડસ્ટેઇનર | (d) જનીનવિધાનો સૌપ્રથમ ઉપયોગ કર્યો |
(A) (1 – d), (2 – a), (3 – b), (4 – c)
(B) (1 – a), (2 – b), (3 – c), (4 – d)
(C) (1 – b), (2 – c), (3 – d), (4 – a)
(D) (1 – d), (2 – c), (3 – b), (4 – a)
ઉત્તર:
(A) (1 – d), (2 – a), (3 – b), (4 – c)
પ્રશ્ન 159.
કોલમ I અને કોલમ II માં સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમા I માતા-પિતાનું રુધિરજૂથ | કોલમ II સંતાનનું સંભવિત રુધિરજૂથ |
(A) A × B | (p) B, O |
(B) A × AB | (q) A, B, AB, O |
(C) B × B | (r) A, B, AB |
(D) O × AB | (s) A, B |
ઉત્તર:
(D) (A – q), (B – r), (C – p), (D – s)
પ્રશ્ન 160.
હિમોફિલિયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે ? [NEET – 2013 ]
(A) તે લિંગ સંકલિત રોગ છે.
(B) તે પ્રરછન્ન રોગ છે.
(C) તે પ્રભાવી રોગ છે.
(D) રુધિર જામી જવાની ક્રિયામાં અસર કરતું એક જ પ્રોટીન સંકળાયેલ છે.
ઉત્તર:
(C) તે પ્રભાવી રોગ છે.
પ્રશ્ન 161.
F1 પેઢીના સંકરણમાં મેડલનો કયો તર્ક પૈતૃક લક્ષણોને મળતો આવે છે ? [NEET – 2013]
(A) સહપ્રભાવિતા
(B) અપૂર્ણ પ્રભુતા
(C) પ્રભાવિતાનો સિદ્ધાંત
(D) એક જનીનની આનુવંશિકતા
ઉત્તર:
(A) સહપ્રભાવિતા
પ્રશ્ન 162.
જો બંને પિતૃઓ થેલેસેમિયાના વાહક હોય તો કઈ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે ? ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી? [NEET – 2013]
(A) કોઈ સંભાવના નહીં
(B) 50%
(C) 25%
(D) 100%
ઉત્તર:
(C) 25%
પ્રશ્ન 163.
જો AB રુધિર જૂથ ધરવતી બે વ્યક્તિ લગ્ન કરે છે અને પ્રમાણમાં વધુ સંતાનો હોય છે. આ બાળકો A રુધિરજૂથ, AB રુધિર જૂથ, ‘B’ રધિર જૂથ 1 : 2 : 1 ના પ્રમાણમાં જોવા મળે છે. A અને B પ્રકારના પ્રોટીન AB રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં હોય છે. આ શેનું ઉદાહરણ છે ? [NEET – 2013]
(A) સહપ્રભાવિતા
(B) અપૂર્ણ પ્રભાવિતા
(C) અંશતઃ પ્રભાવિતા
(D) પૂર્ણ પ્રભાવિતા
ઉત્તર:
(A) સહપ્રભાવિતા
પ્રશ્ન 164.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. જેમાં બે જનીન જે 50% પુનઃ સંયોગી આવર્તન દશવિ છે ?[NEET – 2013]
(A) જનીનો જુદા જુદા રંગસૂત્રો ઉપર આવેલા હશે.
(B) જનીન એકબીજાની ખૂબ જ નજદીક ગોઠવાયેલા હશે.
(C) જનીનો મુક્ત વહેંચણી દર્શાવે છે.
(D) જો જનીનો એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો તે પ્રત્યેક અર્ધીકરણમાં એક કરતાં વધારે વ્યતિકરણ દર્શાવે છે.
ઉત્તર:
(B) જનીન એકબીજાની ખૂબ જ નજદીક ગોઠવાયેલા હશે.
પ્રશ્ન 165.
છૂંદેલા ફળનો રંગ એ …………………… નું ઉદાહરણ છે. [NEET – 2014]
(A) પ્રચ્છન્ન પ્રભુતા
(B) પ્રભાવી પ્રબળતા
(C) પૂરક જનીન
(D) અવરોધક જનીન
ઉત્તર:
(B) પ્રભાવી પ્રબળતા
પ્રશ્ન 166.
ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં ……………………..[NEET – 2014].
(A) 45 રંગસૂત્રો, XO સાથે
(B) એક વધારાનું X રંગસૂત્ર હોય છે.
(C) નરનાં લક્ષણો દર્શાવે છે.
(D) સામાન્ય પુરુષ સાથે સંતતિ પેદા કરવા સક્ષમ હોય છે.
ઉત્તર:
(A) 45 રંગસૂત્રો, XO સાથે
પ્રશ્ન 167.
એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે? [NEET – 2014]
(A) 25 %
(B) 0 %
(C) 50 %
(D) 75 %
ઉત્તર:
(A) 25 %
પ્રશ્ન 168.
પ્લીટ્રોપિક જનીન [NEET – 2015].
(A) તે ફક્ત આદિ વનસ્પતિઓમાં પ્રદર્શિત થાય છે.
(B) તેના જનીનો પ્લીઑસીન કાળમાં ઉદ્ભવ્યા હશે.
(C) બીજા જનીનની સાથે લક્ષણનું નિયમન કરે છે.
(D) સજીવમાં એક કરતાં વધારે લક્ષણોનું નિયમન કરે છે.
ઉત્તર:
(D) સજીવમાં એક કરતાં વધારે લક્ષણોનું નિયમન કરે છે.
પ્રશ્ન 169.
મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં ……………………… નો ઉપયોગ કર્યો નથી. [NEET – 2015]
(A) બીજનો રંગ
(B) સિંગની લંબાઈ
(C) બીજનો આકાર
(D) પુષ્પનું સ્થાન
ઉત્તર:
(B) સિંગની લંબાઈ
પ્રશ્ન 170.
રંગઅંધ પુરુષ સામાન્ય દષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો પૌત્ર રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો પૌત્ર રંગઅંધ હોવાની સંભાવના કેટલી ? [NEET – 2015)
(A) 0.5
(B) 1
(C) Nil
(D) 0.25
ઉત્તર:
(D) 0.25
પ્રશ્ન 171.
આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો : [NEET – 2015].
(A) X – સંલગ્ન પ્રભાવી
(B) દૈહિક પ્રભાવી
(C) X- સંલગ્ન પ્રચ્છન્ન
(D) દૈહિક પ્રચ્છન્ન
ઉત્તર:
(D) દૈહિક પ્રચ્છન્ન
પ્રશ્ન 172.
લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો ?[NEET – 2015].
(A) ટી. એચ. મોર્ગન
(B) ટી. બોવેરી
(C) જી. મૅન્ડલ
(D) ડબલ્યુ. સદન
ઉત્તર:
(A) ટી. એચ. મોર્ગન
પ્રશ્ન 173.
સહપ્રભાવિતા દર્શાવતા જનીનમાં …………………… હોય છે. [NEET – 2015].
(A) બીજા ઉપર એક કારક પ્રભાવી હોય છે.
(B) એક જ રંગસૂત્ર ઉપર કારકો એકબીજાની નજદીક ગોઠવાયેલ હોય છે.
(C) કારકો એકબીજા માટે પ્રચ્છન્ન હોય છે.
(D) વિષમયુગ્મી રચનામાં બંને જનીન (કારક) મુક્ત રીતે પ્રદર્શિત થાય છે.
ઉત્તર:
(D) વિષમયુગ્મી રચનામાં બંને જનીન (કારક) મુક્ત રીતે પ્રદર્શિત થાય છે.
પ્રશ્ન 174.
એક સંલગ્ન ગ્રુપમાંથી બીજા ગ્રૂપમાં સ્થળાંતર કરવાની ક્રિયા વિધિને શું કહે છે ? [NEET – II – 2016].
(A) ઉત્ક્રમણ
(B) ક્રિકૃતિ
(C) સ્થાનાંતર
(D) વ્યતિકરણ
ઉત્તર:
(C) સ્થાનાંતર
પ્રશ્ન 175.
સાચી સંવર્ધક વનસ્પતિ છે ……………………….. છે. [NEET – II – 2016]
(A) એક જે પોતાની જાતે જ સંવર્ધન કરી શકે.
(B) ભિન્ન વનસ્પતિઓ વચ્ચે પરફલનને કારણે ઉત્પન્ન થાય છે.
(C) સમયુગ્નિકની નજદીક અને પોતાની જાતની જ સંતતિ પેદા કરે છે.
(D) તેના જનીન બંધારણમાં સમયુગ્મી પ્રચ્છન્ન
ઉત્તર:
(C) સમયુગ્નિકની નજદીક અને પોતાની જાતની જ સંતતિ પેદા કરે છે.
પ્રશ્ન 176.
જો એક રંગઅંધ માનવી, સમયુગ્મી સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે? [NEET – II – 2016].
(A) 0.75
(B) 1
(C) 0
(D) 0.5
ઉત્તર:
(C) 0
પ્રશ્ન 177.
ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે F1 પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. [NEET -1- 2016]
(A) 1 : 2 : 1 :: ઊંચા વિષમયુગ્મી ઊંચા સમયુગ્મી : નીચા
(B) 3 : 1 :: ઊંચા નીચા
(C) 3 : 1 :: નીચા ઊંચા
(D) 1 : 2 : 1 :: ઊંચા સમયુગ્મી : ઊંચા વિષમયુગ્મી : નીચા
ઉત્તર:
(D) 1 : 2 : 1 :: ઊંચા સમયુગ્મી : ઊંચા વિષમયુગ્મી : નીચા
પ્રશ્ન 178.
સાચું વિધાન શોધો [NEET -1-2016]
(i) હિમોફિલિયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે.
(i) ડાઉન સિન્ડ્રોમ એ એક્યુપ્લોઇડીને કારણે થાય છે.
(i) ફિનાઈલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનની ખામી છે.
(iv) સિકલસેલ એનીમિયા એ X સંકલિત પ્રચ્છન્ન જનીનની| ખામી છે.
(A) II અને IV
(B) I, III અને IV
(C) I, II અને III
(D) I અને IV
ઉત્તર:
(C) I, II અને III
પ્રશ્ન 179.
F1 દ્વિસંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ? [NEET -1- 2016]
(A) અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રો છૂટા પડવામાં અસફળ રહે છે.
(B) બે જનીન સંલગ્ન છે અને એક જ રંગસૂત્ર ઉપર આવેલ છે.
(C) બંને લક્ષણો એક કરતાં વધારે જનીન દ્વારા નિયંત્રિત હોય છે.
(D) બે જનોન બે ભિન્ન રંગસૂત્રો ઉપર આવેલ છે.
ઉત્તર:
(B) બે જનીન સંલગ્ન છે અને એક જ રંગસૂત્ર ઉપર આવેલ છે.
પ્રશ્ન 180.
કોલમ – I માં આપેલ શબ્દને કોલમ – II માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો. [NEET -1-2016]
કોલમ – I | કોલમ – II |
(A) પ્રભાવી | (1) ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે. |
(B) સહપ્રભાવિતા | (2) વિષમયુગ્ગી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે. |
(C) પ્લીટ્રોપી (એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ) | (3) વિષમયુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે. |
(D) પોલીજીનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો) | (4) એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ |
ઉત્તર:
(A) (A – 2) (B – 3) (C – 4) (D – 1)
પ્રશ્ન 181.
ખેતરમાંથી લાવવામાં આવેલ વનસ્પતિના કોષમાં વિધાર્થીએ ટેલોઝ અવસ્થામાં આવેલ કોષ જોયો. તેણે તેના શિક્ષકને ટેલોફેઝ અવસ્થામાં જોવા મળતાં અન્ય કોષો કરતાં અલગ પ્રકારનું જોવા મળે છે તેવું જણાવ્યું. તેમાં કોષરસપટલની ઉત્પત્તિ જોવા મળી નહીં. આથી કોષમાં, બીજા વિભાજન પામતાં કોષો કરતાં વધારે સંખ્યામાં રંગસૂત્રો જોવાં મળ્યાં. આ વસ્તુ ……………………………… માં પરિણમે. [NEET – I – 2016]
(A) પોલિપ્લોઇડી
(B) સોમાક્લોનલ ભિન્નતા
(C) પોલિટીની
(D) એક્યુપ્લોઇડી થાય છે.
ઉત્તર:
(A) પોલિપ્લોઇડી
પ્રશ્ન 182.
નીચેનામાંથી કયું હિમોફિલિયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે ? [NEET -1-2016].
(A) X- સંલગ્ન પ્રચ્છન્ન જનીન અનિયમિતતા
(B) રંગસૂત્રીય અનિયમિતતા
(C) પ્રભાવી જનીન અનિયમિતતા
(D) પ્રચ્છન્ન જનીન અનિયમિતતા
ઉત્તર:
(A) X- સંલગ્ન પ્રચ્છન્ન જનીન અનિયમિતતા
પ્રશ્ન 183.
દૈહિક પ્રાથમિક નોન ડીસપંક્શનને કારણે કયો રોગ થાય છે ? [NEET – 2017]
(A) ડાઉન સિન્ડ્રોમ
(B) ક્લાઈન ફેલ્ટર સિન્ડ્રોમ
(C) ટર્નર સિન્ડ્રોમ
(D) સિકલસેલ એનીમિયા
ઉત્તર:
(A) ડાઉન સિન્ડ્રોમ
પ્રશ્ન 184.
થેલેસેમિયા અને સિકલ-સેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો. [NEET – 2017]
(A) બંને ગુણાત્મક ગ્લોબલ શૃંખલાના સંશ્લેષણની ખામીને કારણે થાય છે.
(B) બંને માત્રાત્મક ગ્લોબલ શૃંખલાના સંશ્લેષણની ખામીને કારણે થાય છે.
(C) થેલેસેમિયા એ ગ્લોબિન અણુના ઓછા સંશ્લેષણને કારણે થાય છે.
(D) સિકલસેલ એનીમિયા એ માત્રાત્મક ગ્લોબિન અણુની સમસ્યાને કારણે થાય છે.
ઉત્તર:
(C) થેલેસેમિયા એ ગ્લોબિન અણુના ઓછા સંશ્લેષણને કારણે થાય છે.
પ્રશ્ન 185.
પતિ અને પત્નીનો જીનોટાઇપ IAIB અને IAi છે. તેમના બાળકોમાં રૂધિર પ્રકારમાં કેટલા ભિન્ન પ્રકારના જીનોટાઇપ અને ફીનોટાઇપ શક્ય છે ? [NEET – 2017].
(A) 3 જીનોટાઇપ : 3 ફીનોટાઇપ
(B) 3 જીનોટાઈપ : 4 ફીનોટાઇપ
(C) 4 જીનોટાઇપ : ૩ ફીનોટાઇપ
(D) 4 જીનોટાઇપ : 4 ફીનોટાઈપ
ઉત્તર:
(C) 4 જીનોટાઇપ : ૩ ફીનોટાઇપ
પ્રશ્ન 186.
નીચેનાં લક્ષણો પૈકી કયું મેડલે તેના વટાણાના છોડ ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં લીધું નહોતું ? [NEET – 2017]
(A) પ્રકાંડ – ઊંચું અથવા નીચું
(B) પ્રકાંડરોમ – ગ્રંથિમય અથવા ગ્રંથિવિહીન
(C) બીજ – લીલાં અથવા પીળાં
(D) સિંગ – ઊપસેલી અથવા મણકામય
ઉત્તર:
(B) પ્રકાંડરોમ – ગ્રંથિમય અથવા ગ્રંથિવિહીન
પ્રશ્ન 187.
નીચે આપેલ કયો સમયગાળો મેડલના સંકરણના પ્રયોગોનો હતો ? [NEET – 2017]
(A) 1856 – 1863
(B) 1840 – 1850
(C) 1857 – 1869
(D) 1870 – 1877
ઉત્તર:
(D) 1870 – 1877
પ્રશ્ન 188.
એક સ્ત્રી X-સંલગ્ન સ્થિતિ તેના કોઈ એક X રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્ર આના દ્વારા વારસામાં મેળવાય છે. [INEET – 2018].
(A) પુત્રો તેમજ પુત્રીઓ બન્ને
(B) માત્ર પુત્રીઓ
(C) માત્ર પૌત્ર તેમજ પૌત્રીઓ
(D) માત્ર પુત્રો
ઉત્તર:
(A) પુત્રો તેમજ પુત્રીઓ બન્ને
પ્રશ્ન 189.
નીચે પૈકીની કઈ લાક્ષણિકતાઓ મનુષ્યમાં ‘રુધિરજૂથનાં વારસાગમનનું’ પ્રતિનિધિત્વ કરે છે ? [NEET – 2018]
(a) પ્રભુતા
(b) સહપ્રભુતા
(c) બહુવૈકલિક કારકો
(d) અપૂર્ણ પ્રભુતા
(e) બહુજનીનિક આનુવંશિકતા
(A) a, c અને e
(B) b, c અને e
(C) by d અને e
(D) a, b અને c
ઉત્તર:
(B) b, c અને e
પ્રશ્ન 190.
સાચું વિધાન પસંદ કરો. [NEET – 2018].
(A) એસ. આલ્ટમેન દ્વારા ટ્રાન્સડક્શન (પરાંતરણ) શોધવામાં આવ્યું.
(B) ફ્રેન્કલીન સ્ટાલે, “લિકેજ” શબ્દ આપ્યો.
(C) ભાષાંતર (ટ્રાન્સલેશનમાં)માં, સ્લીસીઓસોમ્સ ભાગ લે છે.
(D) પુનેટ ક્વેર, એક બ્રિટિશ વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવેલ.
ઉત્તર:
(D) પુનેટ ક્વેર, એક બ્રિટિશ વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવેલ.
પ્રશ્ન 191.
સાચું જોડકું પસંદ કરો. [NEET – 2018].
(A) જી. મૅન્ડલ – રૂપાંતરણ
(B) રિબોઝાઇમ – ન્યુક્લિક ઍસિડ
(C) ટી. એચ. મોર્ગન – પરાંતરણ (ટ્રાન્સડકશન)
(D) F2 × પ્રચ્છન્ન છોડ – દ્વિસંકરણ પ્રયોગ
ઉત્તર:
(B) રિબોઝાઇમ – ન્યુક્લિક ઍસિડ
પ્રશ્ન 192.
નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે? [NEET-2018].
(A) ટી.એચ.મોર્ગન – સહલગ્નતા
(B) વટાણામાં સ્ટાર્ચનું સંશ્લેષણ – બહુવિકલ્પી કારકો
(C) XO પ્રકારનું લિંગ નિશ્ચયન – તીડ (ગ્રાસકોપર)
(D) ABO રુધિર જૂથ – સહપ્રભાવિતા
ઉત્તર:
(A) ટી.એચ.મોર્ગન – સહલગ્નતા
પ્રશ્ન 193.
જનીન સ્થાન બે વૈકલ્પિક જનીનો A, a ધરાવે છે. જો પ્રભાવી અલીલ A ની આવૃત્તિ 0.4 હોય તો સમયુગ્મી પ્રભાવી, વિષમયુગ્મી તેમજ સમયુગ્મી પ્રચ્છનવાળી વ્યક્તિની વસતિમાં આવૃત્તિ કેટલી હશે? [NEET – 2019].
(A) 0.16(AA); 0.36(Aa); 0.48 (aa)
(B) 0.36(AA); 0.48(Aa); 0.16 (aa)
(C) 0.16(AA); 0.24(Aa); 0.36 (aa)
(D) 0.16(AA); 0.48(Aa); 0.36 (aa)
ઉત્તર:
(D) 0.16(AA); 0.48(Aa); 0.36 (aa)
પ્રશ્ન 194.
કેટલીક વનસ્પતિઓમાં, માદા જન્યુજનક એ ફલન પામ્યા વગર ધૂણમાં વિકાસ પામે છે. આ ઘટનાને આ કહેવાય છે : [NEET – 2019]
(A) અસંયોગીજનન
(B) સ્વફલન
(C) અફલિતતા
(D) સંયુગ્મન
ઉત્તર:
(A) અસંયોગીજનન
પ્રશ્ન 195.
જનીન નકશાની રચના કરવા માટે કયો એકમ (સેન્ટિમોર્ગન) અંગીકૃત કરાય છે ? [NEET – 2019]
(A) એ જનીનો વચ્ચેનું રંગસૂત્ર પર અંતર કે જે 50% વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે.
(B) બે પ્રદર્શિત (અભિવ્યક્ત) જનીન કે જે 10% વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ અંતર.
(C) બે પ્રદર્શિત જનીન કે જે 100% વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ અંતર.
(D) એ જનીનો રંગસૂત્ર પર કે જે 1% વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ અંતર.
ઉત્તર:
(D) એ જનીનો રંગસૂત્ર પર કે જે 1% વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ અંતર.
પ્રશ્ન 196.
એન્ટિરીનમ (સ્નેપડ્રેગોન)ના લાલ પુષ્પોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડનું સંકરણ કરાવતા F1 માં ગુલાબી પુષ્પો મળે છે. જ્યારે ગુલાબી પુષ્પોવાળા F1 નું સ્વફલન થાય ત્યારે F2 મળે છે. તેમાં સફેદ, લાલ અને ગુલાબી પુષ્પો મળે છે. નીચે પૈકી ખોટાં વિધાન પસંદ કરો. [NEET – 2019]
(A) આ પ્રયોગમાં વિશ્લેષણાનો નિયમ લાગુ પડતો નથી.
(B) આ પ્રયોગ પ્રભુત્વના નિયમને અનુસરતો નથી.
(C) F1 માં ગુલાબી પુષ્પો મળે તે અપૂર્ણ પ્રભાવિતાને કારણે છે.
(D) F2 માં જે પ્રમાણે મળે છે તે છે \(\frac {1}{4}\) (લાલ) : \(\frac {2}{4}\) (ગુલાબી) : \(\frac {1}{4}\) (સફેદ)
ઉત્તર:
(A) આ પ્રયોગમાં વિશ્લેષણાનો નિયમ લાગુ પડતો નથી.
પ્રશ્ન 197.
જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃ જોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યું [NEET – 2019]
(A) સટન બોવરી
(B) ટી.એચ. મોર્ગન
(C) ગ્રેગર જે. મેન્ડલ
(D) અલ્લેડ સ્ટઈવેન્ટ
ઉત્તર:
(D) અલ્લેડ સ્ટઈવેન્ટ
પ્રશ્ન 198.
ખોટું વિધાન પસંદ કરો.
(A) નર માનવીમાં બૈ પૈકી એકલિંગી રંગસૂત્ર બીજા કરતાં ટૂંકું હોય છે.
(B) નર ફળમાખી વિષમજવુક (હટેરોગેમેટિક) છે.
(C) નર ગ્રાસકોપરમાં, 50% શુક્રકોષો લિંગી-રંગસૂત્ર ધરાવતાં નથી.
(D) પાલતું મરઘીઓમાં, સંતતિઓની જાતનો આધાર અંડકોષ (ઈંડું) કરતાં શુક્રકોષના પ્રકાર પર રહેલો છે.
ઉત્તર:
(D) પાલતું મરઘીઓમાં, સંતતિઓની જાતનો આધાર અંડકોષ (ઈંડું) કરતાં શુક્રકોષના પ્રકાર પર રહેલો છે.
પ્રશ્ન 199.
નીચેના શRNAમાં નીચે પૈકીની કઈ સ્થિતિમાં રીડિંગ ફ્રેમમાં કોઈ ફેરફાર થતો નથી ? [NEET – 2019]
5′ AACAGCGGUGCUAUU 3′
(A) 7મા, 8મા અને 9માં સ્થાન પરથી GGUનું ડિલીશન.
(B) 5મા સ્થાને G ને દાખલ કરવામાં આવે.
(C) 5મા સ્થાન પરથી G નો લોપ થાય ત્યારે.
(D) 4થા અને 5માં સ્થાન પર અનુક્રમે A અને N દાખલ કરવામાં આવે.
ઉત્તર:
(A) 7મા, 8મા અને 9માં સ્થાન પરથી GGUનું ડિલીશન.
પ્રશ્ન 200.
એ કઈ જનીનિક વિકૃતિ છે કે જેમાં વ્યક્તિમાં નર વિકાસ, ગાયનેકોમેટીઆ અને વંધ્ય લક્ષણો જોવા મળે ? [NEET – 2019].
(A) ડાઉન્સ સિન્ડ્રોમ
(B) ટર્નર્સ સિન્ડ્રોમ
(C) ક્લેઇનફેસ્ટર સિન્ડ્રોમ
(D) એડવર્ડ સિન્ડ્રોમ
ઉત્તર:
(C) ક્લેઇનફેસ્ટર સિન્ડ્રોમ
પ્રશ્ન 201.
F1 માં માત્ર એક પિતૃનાં લક્ષણનું અભિવ્યક્ત થવું તથા F2 માં બંને પિતૃના લક્ષણોનું અભિવ્યક્ત થવું એ …………………………….. દ્વારા સમજાવી શકાય છે. [માર્ચ – 2020].
(A) પ્રભુતાનો નિયમ
(B) પુનેટ ક્વેર
(C) વિશ્લેષણનો નિયમ
(D) બહુવૈકલ્પિક જનીનો
ઉત્તર:
(C) વિશ્લેષણનો નિયમ
પ્રશ્ન 202.
……………………………. મેન્ડેલિયન અનિયમિતતા છે. [માર્ચ – 2020]
(A) કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ
(B) સિસ્ટિક ફાઈબ્રોસીસ
(C) ટર્નર્સ સિન્ડ્રોમ
(D) ડાઉન્સ સિન્ડ્રોમ
ઉત્તર:
(B) સિસ્ટિક ફાઈબ્રોસીસ
પ્રશ્ન 203.
α – થેલેસેમિયા અને β – થેલેસેમિયા સંલગ્ન જનીનો અનુક્રમે કયાં રંગસૂત્રો પર છે ? [માર્ચ – 2020].
(A) 18 મા અને 11 મા
(B) 11 મા અને 16 મા
(C) 16 મા અને 11 મા
(D) 12 મા અને 18 મા
ઉત્તર:
(C) 16 મા અને 11 મા
પ્રશ્ન 204.
હિમોફિલિક પિતા અને સામાન્ય માતા દ્વારા નર હિમોફિલિક બાળક થવાની શક્યતા કેટલી ? [ઓગસ્ટ – 2020].
(A) 50%
(B) 25%
(C) 0%
(D) 100%
ઉત્તર:
(C) 0%
પ્રશ્ન 205.
પિતા IB એલેલ આપે છે અને માતા IA એલેલ આપે છે તો તેના સંતતિનો જનીન પ્રકાર અને સંતતિનું રુધિર જૂથ જણાવો.
[ઓગસ્ટ – 2020]
(A) IAIB – B
(B) IAIB – A
(C) IAIB – AB
(D) IAIA – AB
ઉત્તર:
(C) IAIB – AB
પ્રશ્ન 206.
દશર્વિલ ચાર્ટ માટે કયો વિકલ્પ સાચો છે ? [ઓગસ્ટ – 2020]
(A) લિંગી રંગસૂત્રીય પ્રભાવી લક્ષણ
(B) દૈહિક પ્રચ્છન્ન લક્ષણ
(C) દૈહિક પ્રભાવી લક્ષણ
(D) લિંગી રંગસૂત્રીય પ્રચ્છન્ન લક્ષણ
ઉત્તર:
(B) દૈહિક પ્રચ્છન્ન લક્ષણ
પ્રશ્ન 207.
જો કોઈ વ્યક્તિના હિમોગ્લોબીનની B ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા ક્રમ એસિડ (Glu)ના સ્થાન પર વેલાઈન (Val) જોડાતા તે વ્યક્તિમાં કયા પ્રકારનો રોગ જોવા મળે છે ? [GUJCET – 2020]
(A) સિકલ-સેલ એનીમિયા
(B) આલ્બીનીઝમ
(C) હિમોફિલિયા
(D) ફિનાઇલકીટોક્યુરીયા
ઉત્તર:
(A) સિકલ-સેલ એનીમિયા
પ્રશ્ન 208.
પિતા રંગઅંધ છે અને માતા સામાન્ય છે તો પુત્રના રંગઅંધ થવાના કેટલા ટકા ચાન્સ હોઈ શકે ? [GUJCET – 2020].
(A) 25 %
(B) 0 %
(C) 50 %
(D) 100 %
ઉત્તર:
(B) 0 %
પ્રશ્ન 209.
નીચેની વંશાવળી નકશો કયા પ્રકારની આનુવંશિકતા દશવિ છે ? [GUJCET – 2020]
(A) X – સંલગ્ન પ્રભાવી વંશાવળી
(B) દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી વંશાવળી
(C) દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન વંશાવળી
(D) X- સંલગ્ન પ્રચ્છન્ન વંશાવળી
ઉત્તર:
(B) દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી વંશાવળી
પ્રશ્ન 210.
મેડલના દ્વિસંકરણ પ્રયોગમાં F2 પેઢીમાં કયા પ્રકારનું પરિણામ મળે છે ? [GUJCET – 2020]
(A) 9 : 3 : 3 : 1 → સ્વરૂપ પ્રકાર
(B) 9 : 3 : 3 : 1 → જનીન પ્રકાર
(C) 1 : 1 : 1 : 1 → જનીન પ્રકાર
(D) 1 : 1 : 1 : 1 → સ્વરૂપ પ્રકાર
ઉત્તર:
(A) 9 : 3 : 3 : 1 → સ્વરૂપ પ્રકાર
પ્રશ્ન 211.
મનુષ્યનું રુધિરજૂથ નીચેનામાંના ક્યા પ્રકારનો વારસો દશવિ છે ?
(i) અપૂર્ણ પ્રભુતા
(ii) સહપ્રભાવિતા
(iii) બહુવૈકલ્પિક કારકો
(iv) પ્લીટ્રોપી [NEET – 2020]
(A) (ii) અને (iii)
(B) (i) અને (ii)
(C) (ii) અને (iv)
(D) (iii) અને (iv)
ઉત્તર:
(A) (ii) અને (iii)
પ્રશ્ન 212.
રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી આમણે કરી ? [NEET – 2020]
(A) મૅન્ડલ
(B) સપ્ટન
(C) બોવરી
(D) મોર્ગન
ઉત્તર:
(D) મોર્ગન
પ્રશ્ન 213.
સાચી જોડ પસંદ કરો. [ધોરણ-12: પ્રકરણ-5][NEET- 33: Ch – 29]
(A) હીમોફિલિયા – Y સંલગ્ન
(B) ફિનાઇલ કીટોન્યુરીયા – દૈહિક પ્રભાવી રંગસૂત્રીય વિશેષક
(C) સિકલસેલ એનીમિયા – દૈહિક પ્રચ્છન્ન રંગસૂત્રીય, રંગસૂત્ર-11
(D) થેલેસેમિયા – X સંલગ્ન
ઉત્તર:
(C) સિકલસેલ એનીમિયા – દૈહિક પ્રચ્છન્ન રંગસૂત્રીય, રંગસૂત્ર-11
પ્રશ્ન 214.
બે વિરોધાભાસી સ્વરૂપ ધરાવતી, એક લક્ષણ સિવાય બાકીના તમામ લક્ષણ સરખા હોય, એવી કેટલી શુદ્ધ ઉછેરવાળી વટાણાની જાતિઓની જોડ મેડલે પસંદ કરી હતી ? [NEET – 2020].
(A) 4
(B) 2
(C) 14
(D) 8
ઉત્તર:
(C) 14
પ્રશ્ન 215.
ABO રુધિરજૂથનું નિયંત્રણ કરતા જનીન ‘I’ ના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો. [NEET – 2020]
(A) જનીન (I) ના ત્રણ અલીલ છે.
(B) વ્યક્તિમાં ત્રણમાંથી ફક્ત બે અલીલ હશે.
(C) જ્યારે IA અને IB સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.
(D) અલીલ ” કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી.
ઉત્તર:
(C) જ્યારે IA અને IB સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.