Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ Important Questions and Answers.
GSEB Class 11 Biology Important Questions Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
ઉત્સર્જન કોને કહે છે ?
ઉત્તર:
શરીરમાંથી નકામા દ્રવ્યો દૂર કરવાની ક્યિા,
પ્રશ્ન 2.
કયા અંગમાં એમોનિયાનું યુરિયામાં રૂપાંતર થાય છે ?
ઉત્તર:
યકૃત
પ્રશ્ન 3.
મુખ્ય નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો કયા છે ?
(i) મસ્પ,
(ii) પીઓ.
ઉત્તર:
(i) મત્સ્ય : એમોનિયા,
(ii) પક્ષીઓ : યુરિક એસિડ
પ્રશ્ન 4.
અળસિયા તેમજ કરચલામાં ઉત્સર્ગ અંગો ક્યા છે ?
ઉત્તર:
- અળસિયું ; વિટપીય ઉત્સર્ગિકાઓ
- કરચલો : હરિત ગ્રંથિ, એન્ટીનલ ગ્રંથિ.
પ્રશ્ન 5.
એમોનિયા ત્યાગી પ્રાણીઓનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર:
રેતી કીડો, ઉભયજીવીનો ટેડપોલ.
પ્રશ્ન 6.
મનુષ્યના શરીરમાં મૂત્રનું સંગ્રહસ્થાન કર્યું છે ?
ઉત્તર:
મૂત્રાશય,
પ્રશ્ન 7,
ઉત્સર્ગ અંગોના નામ જણાવો. (i) પટ્ટીકીડો, (ii) વંદો.
ઉત્તર:
(i) પટ્ટીકીડો : જ્યોત કોષો,
(ii) વંદો : માલ્પિધિયન નલિકાઓ.
પ્રશ્ન 8.
શરીરના કયા અંગમાં યુરિયાનું નિર્માણ થાય છે ?
ઉત્તર:
યકૃત
પ્રશ્ન 9.
મનુષ્ય સિવાયનાં અન્ય એક યુરિયા ત્યાગી પ્રાણીનું નામ આપો.
ઉત્તર:
દેડકો.
પ્રશ્ન 10.
ઉત્સર્જનનું મુખ્ય લક્ષ્ય શું છે ?
ઉત્તર:
સમસ્થિતિની જાળવણી,
પ્રશ્ન 11.
ઉત્સર્ગિકાઓ એટલે શું ? તે કયા પ્રાણીઓમાં જોવા મળે છે ?
ઉત્તર:
ઉત્સર્ગિકાઓ નલિકામય રચના છે, તે નુપૂરક સમુદાયમાં જોવા મળે છે.
પ્રશ્ન 12.
મુખ્ય નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો કયા છે ?
ઉત્તર:
યુરિયા, યુરિક ઍસિડ, એમોનિયા,
પ્રશ્ન 13.
એમોનિયા ત્યાગી પ્રકારના ઉત્સર્જનની સમજૂતી આપો.
ઉત્તર:
જયારે એમોનિયા મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય હોય અને મંદ મૂત્ર સ્વરૂપે નિકાલ પામે, તો તેને એમોનિયા ત્યાગી ઉત્સર્જન કહે છે,
પ્રશ્ન 14.
કયા સમુદાયમાં માલ્પિધિયન નલિકાની હાજરી જોવા મળે છે ?
ઉત્તર:
સંધિપાદ સમુદાય,
પ્રશ્ન 15,
પૃથુકૃમિ સમુદાયની ઉત્સર્ગ રચનાનું નામ શું છે ?
ઉત્તર:
પૂર્વ ઉત્સર્ગિકાઓ | જયોત કોષો.
પ્રશ્ન 16.
પ્રોટીનના ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યો ક્યા છે ?
ઉત્તર:
યુરિયા, યુરિક એસિડ, NH3.
પ્રશ્ન 17.
શરીરના કયા ભાગમાં એમોનિયાનું યુરિયામાં રૂપાંતર થાય છે ?
ઉત્તર:
યક્ત.
પ્રશ્ન 18,
જ્યોત કોષો દ્વારા કયા પદાર્થો દૂર કરાય છે ?
ઉત્તર:
એમોનિયા.
પ્રશ્ન 19.
સ્થલજ સરિસૃપો કયા સ્વરૂપે નાઇટ્રોજનનું ઉત્સર્જન કરે છે ?
ઉત્તર:
યુરિક એસિડ,
પ્રશ્ન 20.
બે યુરિક ઍસિડ ત્યાગી પ્રાણીઓનાં નામ આપો.
ઉત્તર:
પણીઓ, સરિસૃપો (ગરોળી).
પ્રશ્ન 21.
મનુષ્યના મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે ?
ઉત્તર:
મૂત્રપિંડ નલિ કા (Nephron).
પ્રશ્ન 22.
મૂત્રપિંડને રૂધિર પૂરું પાડતી અને મૂત્રપિંડમાંથી રૂધિરનું વહન કરતી ધમની અને શિરાના નામ જણાવો.
ઉત્તર:
મૂત્રપિંડ ધમની, મૂત્રપિંડ શિરા.
પ્રશ્ન 23.
ઉત્સર્ગ એકમ (મૂત્રપિંડ નલિકા) તેના મૂત્રનો ત્યાગ ક્યાં કરે છે ?
ઉત્તર:
મૂત્રપિંડ નિવાપ (Renal Pelvis).
પ્રશ્ન 24.
માલ્પિધિયન કાય કોને કહે છે ?
ઉત્તર:
બાફમેનની કોથળી અને રૂધિરકેશિકા ગુચ્છ ભેગા મળી માલ્પિધિયન કાય તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 25.
ઉત્સર્ગ એકમ (મૂત્રપિંડ નલિકા) કોને કહે છે ?
ઉત્તર:
મૂત્રપિંડના રચનાત્મક અને ક્રિયાત્મક ઐકમને ઉત્સર્ગ એકમ કહે છે.
પ્રશ્ન 26.
મૂત્રપિંડ કેટલા” ઉત્સર્ગ એકમ ધરાવે છે ?
ઉત્તર:
પ્રત્યેક મૂત્રપિંડ લગભગ 10 લાખ ઉત્સર્ગ એકમ ધરાવે છે.
પ્રશ્ન 27.
બર્ટિનીની કોલમ કોને કહે છે ?
ઉત્તર:
મૂત્રપિંડનો બાધક વિરતાર, મસ્જક પિરામીડની વચ્ચેના ભાગમાં પ્રસરેલ હોય છે તેને બર્ટિનીની કોલમ કહે છે,
પ્રશ્ન 28.
ઉત્સર્ગ એકમનું બીજું નામ આપો.
ઉત્તર:
મૂત્રપિંડ નલિકા.
પ્રશ્ન 29.
દૂરસ્થ ગૂંચળાકાર નલિકાની દીવાલનું આચ્છાદન કરતાં અધિચ્છદનું નામ જણાવો.
ઉત્તર:
પલ, ઘનાકાર અધિચ્છદ.
પ્રશ્ન 30.
મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં ઉત્સર્જન અંગોના નામ જણાવો.
ઉત્તર:
એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્ર માર્ગ,
પ્રશ્ન 31.
મૂત્રપિંડની બાહ્ય રચના જણાવો.
ઉત્તર:
મૂત્રપિંડ લાલાશ પડતા કથ્થાઈ રંગનું, વાલના દાણા જેવું, બાહ્ય સપાટી બહિર્ગોળ અને અંદરની સપાટી અંતર્ગોળ હોય છે.
પ્રશ્ન 32.
મૂત્રપિંડની લંબાઈ અને પહોળાઈ કેટલી છે ?
ઉત્તર:
પ્રત્યેક મૂત્રપિંડ લગભગ 10-12 સેમી લંબાઈ અને 3-સેમી પહોળાઈ ધરાવે છે.
પ્રશ્ન 33.
સ્ત્રી અને પુરૂષમાં મૂત્રપિંડનું વજન કેટલું હોય છે ?
ઉત્તર:
સ્ત્રીમાં 135 ગ્રામ અને પુરૂષમાં 150 ગ્રામ જેટલું વજન મૂત્રપિંડનું જોવા મળે છે.
પ્રશ્ન 34.
મૂત્રપિંડનું આવરણ શેનું બનેલું છે ?
ઉત્તર:
મૂત્રપિંડ તંતુવક સંયોજક પેશીની બનેલ, મજબૂત પાતળી સફેદ કોથળીથી આવરિત છે.
પ્રશ્ન 35.
મૂત્રપિંડમાં નાભિ દ્વારા કઈ રચના પ્રવેશ પામે છે ?
ઉત્તર:
મૂત્રવાહિની, રૂધિરવાહિની અને ચેતાઓ.
પ્રશ્ન 36.
મૂત્રપિંડના કયા બે સ્પષ્ટ વિસ્તારો જોવા મળે છે ?
ઉત્તર:
મૂત્રપિંડ બાધક બહારની તરફ), મૂત્રપિંડ મજજક (અંદર).
પ્રશ્ન 37.
મૂત્રવાહિનીનું કાર્ય શું છે ?
ઉત્તર:
મૂત્રપિંડમાંથી મૂત્રાશય સુધી મૂત્રનું વહન કરે છે,
પ્રશ્ન 38.
મૂત્રાશયનું કાર્ય શું છે ?
ઉત્તર:
મૂત્રનો અસ્થાયી સંગ્રહ કરે છે.
પ્રશ્ન 39.
ઉત્સર્ગ એકમની લંબાઈ અને પહોળાઈ કેટલી છે ?
ઉત્તર:
ઉત્સર્ગ એકમ 3 સેમી લંબાઈ અને 20 – 30 am પહોળાઈ ધરાવે છે.
પ્રશ્ન 40.
ઉત્સર્ગ એકમના મુખ્ય પ્રકારો જણાવો.
ઉત્તર:
- જકા ઉત્સર્ગ એકમ (Juxta glomerular)
- બાહ્ય ઉત્સર્ગ એકમ (Cortex nephron)
પ્રશ્ન 41.
બાઉમેનની કોથળીના અધિચ્છદના સ્તરમાં આવેલા કોષનું નામ જણાવો.
ઉત્તર:
પાડોસાઇટ.
પ્રશ્ન 42.
ગ્લોમ્યુટ્રલર ફિલ્ટરેટનું પ્રતિદિન પ્રમાણ કેટલું હોય છે?
ઉત્તર:
180 લિટર.
પ્રશ્ન 43.
પાણીનું ઓબ્લેિમેટરી પુનઃશોષણ કોને કહે છે ?
ઉત્તર:
ગાળણમાં રહેલા 80% જેટલા પાણીનું પુનઃશોષણ PCT અને હેન્સેના પાશમાં થાય છે તેને ઓબ્લેિમેટરી પુનઃશોષણ કહે છે.
પ્રશ્ન 44.
મૂત્ર નિર્માણની ક્રિયામાં પ્રક્રિયાનો યોગ્ય ક્રમ દર્શાવો.
ઉત્તર:
સૂક્ષ્મ ગાળણ → પુન:શોષણ → સ્ત્રાવ.
પ્રશ્ન 45.
બાઉમેનની કોથળીના પોલાણમાં એકત્રિત થતા પ્રવાહીને શું કહે છે ?
ઉત્તર:
રૂધિરકેશિકા ગુચ્છ ગાળણ.
પ્રશ્ન 46.
અસરકારક દાબ તફાવત રૂધિરકેશિકા ગુચ્છમાં કઈ રીતે ઉત્પન્ન થાય છે ?
ઉત્તર:
અંતર્વાહી ધમનિકાનો ગાળો, બહિર્વાહી ધમનિકાના ગાળા કરતાં મોટો હોય છે, તેથી રૂધિરકેશિકા ગુચ્છમાં રૂધિર ખૂબ દબાણ હેઠળ વહે છે.
પ્રશ્ન 47.
JG કોષોમાંથી રેનીન કેવી રીતે મુક્ત થાય છે ?
ઉત્તર:
રૂધિરકેશિકા ગુચ્છ ગાળણ (GFR)માં ઘટાડો થતા IG કોષો સક્રિય થઈ રેનીનનો સ્ત્રાવ કરે છે.
પ્રશ્ન 48.
JGA કયા ભાગોનું બનેલું છે ?
ઉત્તર:
જસ્સા ગ્લોમ્યુર્લર કોષો, મેક્યુલા ડેન્સા અને લેસીક્સ કોષો.
પ્રશ્ન 49.
99 % ગાળણનો સંગ્રહ ક્યાં થાય છે ?
ઉત્તર:
99% ગાળણ રૂધિરમાં પુનઃશોષણ પામે છે.
પ્રશ્ન 50.
મનુષ્ય દ્વારા પ્રતિદિન કેટલા મૂત્રનું નિર્માણ થાય છે ?
ઉત્તર:
1.5 લિટર.
પ્રશ્ન 51.
મૂત્રપિંડ નલિકાના કયા ભાગમાં ઇલેક્ટ્રોલાઈટ અને પાણીનું મહત્તમ પુનઃશોષણ થાય છે ?
ઉત્તર:
નિકટવર્તી ગૂંચળાકાર નલિકા (PCT).
પ્રશ્ન 52.
હેન્સેના પાશમાં ગાળણમાંથી શું દૂર થાય છે ?
ઉત્તર:
પાણી (H2 O).
પ્રશ્ન 53.
નલિકાના કયા ભાગમાંથી K+ ઉત્સર્જનનું નિયંત્રણ થાય છે ?
ઉત્તર:
K+ નો સ્ત્રાવ દૂરસ્થ ગૂંચળાકાર નલિકા (DST) દ્વારા થાય છે.
પ્રશ્ન 54.
સંગ્રાહણ નલિકાની લાંબી નલિકા ક્યાં સુધી વિસ્તાર પામે છે?
ઉત્તર:
સંગ્રાહણ નલિકાની લાંબી નલિકા મૂત્રપિંડ બાહ્યક પ્રદેશથી મૂત્રપિંડના મજક વિસ્તારમાં પ્રસરણ પામે છે.
પ્રશ્ન 55.
હેજોનો પાશ એટલે શું?
ઉત્તર:
ઉત્સર્ગ નલિકાનો ભાગ જે નિકટવર્તી ગૂંચળાકાર નલિકા અને દૂરસ્થ ગૂંચળાકાર નલિકા વચ્ચે છે. (“U આકારનો, અવરોહી અને આરોહી પ્રદેશ).
પ્રશ્ન 56.
ઉત્સર્ગ એકમના કયા ભાગમાં ગાળણમાં કેટલાક દ્રવ્યો ઉમેરાય છે?
ઉત્તર:
દૂરસ્થ ગૂંચળાકાર નલિકામાં.
પ્રશ્ન 57.
મૂત્રને સાંદ્ર કરવા માટેની ક્રિયાવિધિ કઈ છે ?
ઉત્તર:
કાઉન્ટર કરન્ટ ક્રિયાવિધિ.
પ્રશ્ન 58.
નલિકાના કયા ભાગમાં મુખ્યત્વે મૂત્ર સાંદ્ર થાય છે ?
ઉત્તર:
હેન્સેનો પાશ.
પ્રશ્ન 59.
કઈ રુધિરવાહિની કાઉન્ટર કરન્ટ ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે?
ઉત્તર:
વાસા રેક્ટા.
પ્રશ્ન 60.
હેલેના પાશના આરોહી ભાગ દ્વારા સક્રિય રીતે શેનું વહન થાય છે ?
ઉત્તર:
હેલેના પાશના આરોહી વિસ્તાર દ્વારા Cl– અને Na+ આયનોનું વહન નલિકામાંથી આંતરાલીય પ્રવાહીમાં થાય છે.
પ્રશ્ન 61.
મનુષ્ય દ્વારા કેવા પ્રકારના મૂત્રનું ઉત્સર્જન કરાય છે?
ઉત્તર:
અધિસાંદ્ર (Hypertonic).
પ્રશ્ન 62.
હેલેના પાશની લંબાઈમાં વધ/ઘટની શી અગત્યતા છે?
ઉત્તર:
જો હેલેના પાશની લંબાઈ વધુ હોય તો મૂત્ર વધુ સાંદ્ર હોય અને લંબાઈ ટૂંકી હોય તો મૂત્ર મંદ હોય.
પ્રશ્ન 63.
કયા પ્રાણીઓ કાઉન્ટર કરન્ટ ક્રિયાવિધિ દર્શાવે છે ?
ઉત્તર:
પક્ષીઓ અને સસ્તન.
પ્રશ્ન 64.
ANF નું પૂરું નામ આપો.
ઉત્તર:
એટ્રીયલ નેટ્રીયુરેટીક ફેક્ટર.
પ્રશ્ન 65.
RAASનું પૂરું નામ જણાવો.
ઉત્તર:
રેનીન-એન્જિયોટેન્સીન આલ્ટોસ્ટેરોન સિસ્ટમ.
પ્રશ્ન 66.
ADHનું બીજું નામ શું છે ?
ઉત્તર:
વેસો પ્રેસીન.
પ્રશ્ન 67.
આલ્હોસ્ટેરોનનું કાર્ય શું છે ?
ઉત્તર:
નલિકાના દૂરસ્થ ભાગમાં Na+ અને પાણીનું પુનઃશોષણ પ્રેરે છે.
પ્રશ્ન 68.
ANFનો સ્ત્રાવ શરીરના કયા ભાગમાંથી થાય છે ?
ઉત્તર:
ANFનો સ્ત્રાવ કર્ણકની દીવાલમાંથી થાય છે.
પ્રશ્ન 69.
ANFનો સ્ત્રાવ શાનાં કારણે થાય છે ?
ઉત્તર:
રૂધિરના કદમાં વધારો અને દબાણના કારણે ANFનો સ્ત્રાવ થાય છે.
પ્રશ્ન 70.
મૂત્ર નિકાલ કોને કહે છે ?
ઉત્તર:
મૂત્રાશયમાંથી મૂત્રમાર્ગ દ્વારા મૂત્રનો શરીર બહાર નિકાલ થવાની ક્રિયાને મૂત્ર નિકાલ કહે છે.
પ્રશ્ન 71.
મૂત્રાશયનું કાર્ય શું હોય છે ?
ઉત્તર:
મૂત્રાશયનું કાર્ય મૂત્રનો થોડા સમય માટે અસ્થાયી સંગ્રહ કરવાનો છે.
પ્રશ્ન 72.
મૂત્રાશયની દીવાલનું ખેંચાણ શેના કારણે થાય છે ?
ઉત્તર:
C.N.S.માં પ્રાપ્ત થતા ઐચ્છિક સંદેશાને કારણે મૂત્રાશયની દીવાલનું ખેંચાણની શરૂઆત થાય છે.
પ્રશ્ન 73.
મૂત્રનિકાલ પરાવર્તી ક્રિયા એટલે શું?
ઉત્તર:
મૂત્રાશયમાંથી મૂત્રનો ત્યાગ થવાની ક્રિયાને મૂત્રનિકાલ કહે છે અને ચેતાકીય ક્રિયાવિધિ. જે મૂત્રનિકાલને ઉત્તેજે છે તેને મૂત્રનિકાલ પરાવર્તી ક્રિયા કહે છે.
પ્રશ્ન 74.
સામાન્ય રીતે દિવસમાં કેટલા મૂત્રનું ઉત્સર્જન થાય છે ?
ઉત્તર:
1 થી 1.5 લિટર મૂત્ર/પ્રતિદિન.
પ્રશ્ન 75.
મૂત્રનો રંગ કેવો હોય છે ? pH કેટલી છે ?
ઉત્તર:
મૂત્ર આછા પીળા રંગનું એસિડીક પ્રવાહી છે. તેની pH 6.0 છે.
પ્રશ્ન 76.
પ્રતિદિન કેટલા યુરિયાનું ઉત્સર્જન થાય છે ?
ઉત્તર:
25 – 30 ગ્રામ યુરિયા.
પ્રશ્ન 77.
મૂત્રના પૃથક્કરણની શી જરૂર હોય છે ?
ઉત્તર:
મૂત્રના પૃથક્કરણના મૂત્રપિંડની અનિયમિતતા કે રોગનું દાક્તરી નિદાન થઈ શકે છે.
પ્રશ્ન 78.
ગ્યુકોસુરિયા એટલે શું?
ઉત્તર:
મૂત્રમાં લૂકોઝની હાજરી, જે ડાયાબિટીસ મેલિટસ રોગ સૂચવે છે.
પ્રશ્ન 79.
કીટોન્યુરિયા કોને કહે છે ?
ઉત્તર:
મૂત્રમાં કીટોન બોડીની હાજરી, લાંબા સમયના ઉપવાસના કારણે જોવા મળે છે.
પ્રશ્ન 80.
મૂત્રપિંડ સિવાય કયા અંગો નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરે છે ?
ઉત્તર:
ફેફસાં, યકૃત અને ત્વચા.
પ્રશ્ન 81.
ફેફસાં દ્વારા પ્રતિદિન કેટલો CO2 મુક્ત થાય છે ?
ઉત્તર:
લગભગ 200 ml/મિનિટ, 18 લિટર/કલાક.
પ્રશ્ન 82.
યકૃત દ્વારા કયા પદાર્થોનો સ્ત્રાવ થાય છે ?
ઉત્તર:
યકૃત પિત્તનો સ્ત્રાવ કરે છે, જેમાં બિલીરૂબીન, બિલીવર્ડન, કોલેસ્ટેરોલ, સ્ટિરોઇડલ અંતઃસ્ત્રાવો, વિટામીન્સ અને દવાઓનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 83.
યકૃતમાં ઉત્પન્ન થતાં ઉત્સર્ગ દ્રવ્યો કેવી રીતે નિકાલ પામે છે ?
ઉત્તર:
યકૃતમાં ઉત્પન્ન થતાં ઘણાં ખરાં ઉત્સર્ગ દ્રવ્યો, પાચનમાર્ગમાં, મળોત્સર્જન દરમિયાન બહાર નિકાલ પામે છે.
પ્રશ્ન 84.
ત્વચામાં કઈ બે મુખ્ય ગ્રંથિઓ જોવા મળે છે ?
ઉત્તર:
પ્રસ્વેદ ગ્રંથિ (Sweat gland), સ્નિગ્ધ ગ્રંથિ (Sebaceous gland).
પ્રશ્ન 85.
પ્રસ્વેદનું બંધારણ શું છે?
ઉત્તર:
પ્રસ્વેદ પાણી જેવું પ્રવાહી છે, તેમાં NaCl, યુરિયાનું થોડું પ્રમાણ, લેક્ટિક ઍસિડ વગેરે જોવા મળે છે
પ્રશ્ન 86.
પ્રસ્વેદનું પ્રાથમિક કાર્ય શું છે ?
ઉત્તર:
તે શરીરની સપાટી પર તાપમાન નિયંત્રિત રાખે છે.
પ્રશ્ન 87.
સ્નિગ્ધ ગ્રંથિ દ્વારા કયા પદાર્થોનો સ્ત્રાવ થાય છે ?
ઉત્તર:
સ્ટિરોલ, હાઇડ્રોકાર્બન, મીણ વગેરે સીબમ ઉત્પન્ન કરે છે.
પ્રશ્ન 88.
સીબમનું કાર્ય શું છે ?
ઉત્તર:
તે વાળને સુંવાળા અને ભીનાં રાખે છે. ત્વચાને સૂકી થતી અટકાવે છે.
પ્રશ્ન 89.
સ્નિગ્ધ ગ્રંથિનું બીજું નામ શું છે ?
ઉત્તર:
સીરેમિનસ (Cerraminous) ગ્રંથિ.
પ્રશ્ન 90.
યુરેનિયા એટલે શું?
ઉત્તર:
રૂધિરમાં વધુ પ્રમાણમાં યુરિયાની હાજરીને યુરેનિયા કહે છે.
પ્રશ્ન 91.
યુરેનિયા થવાનું કારણ શું છે ?
ઉત્તર:
તે થવાનું કારણ કોઈ યાંત્રિક અવરોધ કે બેક્ટરિયાનો ચેપ છે.
પ્રશ્ન 92.
યુરેનિયાનાં લક્ષણો કયા છે?
ઉત્તર:
મૂત્રપિંડ દ્વારા યુરિયાનું ઉત્સર્જન ઘટે છે. પેશાબમાં બળતરા, મૂત્રત્યાગ વખતે પીડા, વારંવાર મૂત્રત્યાગની ઇચ્છા થવી વગેરે જોવા મળે છે.
પ્રશ્ન 93.
હિમોડાયાલિસીસ શું છે?
ઉત્તર:
રૂધિરમાંથી કૃત્રિમ હિમોડાયાલાઇઝર દ્વારા ઉત્સર્જન પદાર્થો દૂર કરી, રૂધિરને પાછું પરિવહનમાં મોકલવાની ક્રિયાને હિમોડાયાલિસીસ કહે છે.
પ્રશ્ન 94.
હિમોડાયેલાઇઝિંગ પ્રવાહીના ઘટક કયા હોય છે ?
ઉત્તર:
તેના ઘટકો રૂધિરરસ જેવા જ હોય છે. સિવાય કે તેમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હોતા નથી.
પ્રશ્ન 95.
મૂત્રપિંડની નિષ્ફળતા એટલે શું?
ઉત્તર:
થોડી કે પૂર્ણ રીતે ઉત્સર્જન કાર્ય કરવાની અક્ષમતાને મૂત્રપિંડની નિષ્ફળતા કહે છે.
પ્રશ્ન 96.
મૂત્રપિંડ નિષ્ફળ થવાના કારણો કયા છે ?
ઉત્તર:
નલિકામાં ઈજા, બેક્ટરિયાનો ચેપ, દવાનું રીએક્શન વગેરે.
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
મૂત્રપિંડમાં પથરી શાને કારણે થાય છે ?
ઉત્તર:
ઓક્ઝલેટ કે યુરિક ઍસિડ ક્ષારના અદ્રાવ્ય ઘટકો નાનાં કણ સ્વરૂપે મૂત્રપિંડમાં ભેગા થાય છે.
પ્રશ્ન 2.
મૂત્રપિંડની પથરી દૂર કરવાની પદ્ધતિ કઈ છે ?
ઉત્તર:
મૂત્રપિંડની પથરી દૂર કરવા શસ્ત્રક્રિયા થાય છે.
પ્રશ્ન 3.
નેફ્રાઇટીસની અસર શું છે ?
ઉત્તર:
નલિકાઓમાં સોજો, કાઉન્ટર કરન્ટ ક્રિયાવિધિમાં અસર, જેને કારણે વારંવાર મૂત્રત્યાગ થવો.
પ્રશ્ન 4.
નેફ્રાઇટીસના લક્ષણો કયા છે?
ઉત્તર:
પીઠમાં દુખાવો, વારંવાર પીડા યુક્ત મૂત્રત્યાગ.
પ્રશ્ન 5.
ANFનું કાર્ય શું છે ?
ઉત્તર:
તે JGAમાંથી રેનીનના સ્ત્રાવને અવરોધે છે અને તે દ્વારા સંગ્રાહણ નલિકા દ્વારા NaCl ના પુનઃ શોષણને અવરોધે છે. તે આલ્ટોસ્ટેરોનના સ્ત્રાવને પણ ઘટાડે છે.
પ્રશ્ન 6.
મૂત્રપિંડના કાર્યના નિયમનમાં કયા અંગો સંકળાયેલા છે ?
ઉત્તર:
મૂત્રપિંડના કાર્યનું સક્રિય રીતે નિયમન અને નિયંત્રણ અંતઃસ્ત્રાવી ફીડબેક ક્રિયાવિધિ, જેમાં હાયપોથલામસ, JGA અને હૃદય દ્વારા થાય છે.
પ્રશ્ન 7.
આસુતિ સંવેદકો કેવી રીતે સક્રિય થાય છે ?
ઉત્તર:
શરીરમાં આવેલા આસૃતિ સંવેદકો રૂધિરના કદના ફેરફાર દ્વારા, દેહજળના કદ અને આયનોની સાંદ્રતામાં ફેરફારને કારણે સક્રિય થાય છે.
પ્રશ્ન 8.
ડાયયુરેસીસ (વારંવાર મૂત્રત્યાગ) કેવી રીતે રોકી શકાય ?
ઉત્તર:
ADH, મૂત્રપિંડના નલિકાના દૂરસ્થ ભાગે પાણીનું પુનઃ શોષણ પ્રેરે છે અને તે દ્વારા ડાયયુરેસીસને રોકે છે.
પ્રશ્ન 9.
ADH માટેની ફીડબેક ક્રિયાવિધિ કઈ છે ?
ઉત્તર:
દેહજળના કદમાં થતા વધારાને કારણે આસૃતિ સંવેદકો નિષ્ક્રિય બને છે અને ADHના સ્ત્રાવને અવરોધે છે.
પ્રશ્ન 10.
રેનીનનો સ્ત્રાવ કઈ રીતે થાય છે ?
ઉત્તર:
ગ્લોબ્યુરૂલર રૂધિરના પ્રવાહમાં ઘટાડાને કારણે JG કોષો રેનીન મુક્ત કરે છે.
પ્રશ્ન 11.
રેનીનનું કાર્ય શું છે ?
ઉત્તર:
રેનીન એન્જિયોટેન્સીનોજેનને એન્જિયોટેન્સીના અને ત્યારબાદ એન્જિયોટેન્સીન-IIને રૂધિરમાં મુક્ત કરે છે.
પ્રશ્ન 12.
એન્જિયોટેન્સીન-IIનું કાર્ય શું છે ?
ઉત્તર:
એન્જિયોટેન્સીન-II શક્તિશાળી રૂધિરવાહિની સંકોચક છે, જેના કારણે ગ્લોબ્યુરૂલર રૂધિરનું દબાણ અને તેથી GFR વધે છે.
પ્રશ્ન 13.
યુરિક ઍસિડે ત્યાગી ઉત્સર્જનની સમજૂતી આપો. પ્રાણીઓમાં તે શી રીતે મદદ કરે છે ?
ઉત્તર:
યુરિક ઍસિડ સૌથી ઓછો ઝેરી પદાર્થ છે. તેના નિકાલ માટે ખૂબ ઓછા પાણીની જરૂર હોય છે, સરિસૃપ પક્ષીઓ વગેરે તેનાં નિકાલ માટેનું અનુકૂલન, ઓછા પાણીના વ્યય સાથે દર્શાવે છે.
પ્રશ્ન 14.
એમિનો એસિડનું વિનત્રલીકરણ શા માટે થાય છે ?
ઉત્તર:
પ્રાણી શરીર ચરબી કે કાર્બોદિતોનો સંગ્રહ કરી શકે છે પણ પ્રોટીન કે એમિનો ઍસિડનો સમહ કરી શકતું નથી. તેથી એમિનો એસિડનું તૂર્ત જ વિનત્રલીકરણ થાય છે – NH2 સમૂહ છૂટો પડે છે અને બાકીના કાર્બનિક એસિડ શક્તિનાં સ્રોત તરીકે વપરાય છે,
પ્રશ્ન 15.
બેવડું ઉત્સર્જન એટલે શું ?
ઉત્તર:
કેટલાંક પ્રાણીઓ બે પ્રકારની ઉત્સર્જન પદ્ધતિ ધરાવે છે. દા.ત. , જ્યારે પૂરતાં પ્રમાણમાં પાન્ની પ્રાપ્ય હોય. અળસિયું એમોનિયાનું ઉત્સર્જન કરે છે જ્યારે શુષ્ક વાતાવરણમાં યુરિયાનું ઉત્સર્જન કરે છે. આને બેવડું ઉત્સર્જન કહે છે,
પ્રશ્ન 16.
જે પ્રાણીઓ યુરિયા ત્યાગી ઉત્સર્જન દશાવતા હોય તેમાં તેનો ફાયદો/લાભ જણાવો.
ઉત્તર:
યુરિયાનાં નિકાલ માટે ઓછા પાણીની જરૂર હોય છે. સ્થલજ પ્રાણીઓ પાણીનો વ્યય એટંકાવવા યુરિયા ત્યાગી પદ્ધતિ દર્શાવે છે.
પ્રશ્ન 17.
ઉત્સર્જન અને આકૃતિનિયમનને સાથે કેમ સાંકળવામાં આવે છે ?
ઉત્તર:
આમૃતિનિયમન દ્વારા દેહજળનાં પ્રવાહીના કદનું નિયમન કરાય છે, જે મુખ્યત્વે ઉત્સર્જન દ્વારા શક્ય બને છે.
પ્રશ્ન 18.
ટેકપોલ એમોનિયા ત્યાગી છે, જ્યારે દેડકો યુરિયા ત્યાગી છે. કેમ ?
ઉત્તર:
ટેડપોલ સંપૂર્ણ રીતે જલજ નિવાસી છે માટે તે એમોનિયા ત્યાગી પદ્ધતિ દર્શાવે છે, જયારે દેડકો ઉભયજીવી છે માટે યુરિયા ત્યાગી ‘પદ્ધતિ દેવ છે.
પ્રશ્ન 19.
શરીરમાં મૂત્રપિંડનું સ્થાન જણાવો.
ઉત્તર:
મૂત્રપિંડ કરોડસ્તંભની બંને તરફ, છેલ્લી ગ્રીવા કશેરૂકા અને ત્રીજી કટિ કશેરૂકાની હરોળમાં, પૃષ્ઠ દેહ કોષ્ઠીય પોલાણની અંદરની દીવાલની નિકટમાં જોવા મળે છે.
પ્રશ્ન 20.
રૂધિરકેશિકા ગુચ્છ એટલે શું ?
ઉત્તર:
અંતર્વાહી ધમનિકા દ્વારા બનતું રૂધિરકેશિકાઓનું ગૂંચળાકાર જાળું. (મૂત્રપિંડ ધમનીની સૂથમ શાખા),
પ્રશ્ન 21.
માલ્પિધિયન કાય કોને કહે છે ?
ઉત્તર:
બાઉમેનની કોથળી અને રૂધિરકેશિકા ગુચ્છથી બનતી સંયુક્ત રચનાને માલ્પિધિયન કાય કહે છે,
પ્રશ્ન 22.
મૂત્રપિંડ નલિકાના કયા વિસ્તારો છે ?
ઉત્તર:
નિકટવર્તી ગૂંચળાકાર નલિકા (PCT) હેન્સેની પાશ – અવરોહી – આરોહી પાશ દૂરસ્થ ગૂંચળાકાર નલિકા (DCT).
પ્રશ્ન 23.
બિલીનીની નલિકા કોને કહે છે ?
ઉત્તર:
ઘણી બધી સંગ્રાહલ નલિકાઓ જોડાઈને બિલીનીની નલિકા બનાવે છે.
પ્રશ્ન 24.
મૂત્રપિંડના કયા ભાગમાં મૂત્ર એકત્રિત થાય છે ?
ઉત્તર:
મૂત્ર, મૂત્રપિંડ નિવાપમાં એકત્ર થાય છે.
પ્રશ્ન 25.
વાસા રેક્ટા કોને કહે છે ?
ઉત્તર:
રૂધિરકેશિકા જાળની નાની રૂધિરકેશિકા હેન્સેના પાશને સમાંતર જોવા મળે છે, તેને વાસા રેક્ટા કહે છે.
પ્રશ્ન 26.
પેરીટયુબ્યુલર રૂધિરકેશિકા કોને કહે છે ?
ઉત્તર:
બહિવહી ધમનિકા રૂધિરકેશિકા ગુચ્છની બહાર નીકળી રૂધિરકેશિકા જાળ, મૂત્રપિંડ નલિકાની ફરતે બનાવે છે, જેને પૈરીટ્યુબ્યુલર કેશિકા કહે છે.
પ્રશ્ન 27.
રેનીનનો ઉત્સર્જન ક્રિયામાં શો ફાળો છે ?
ઉત્તર:
રેનીન, એન્જિયોટેન્સીનોજેનને એન્જિયોટેન્સીના અને પછી એન્જિયોટેન્સીન-II માં ફેરવે છે. એન્જિયોટેન્સીન-II ગ્લોમ્યુટ્રલર ગાળણ દર વધારે છે.
પ્રશ્ન 28.
રૂધિરકેશિકા ગુચ્છ દ્વારા પ્રતિદિન કેટલા પ્રવાહીનું ગાળણ થાય છે ?
ઉત્તર:
180 લિટર/પ્રતિદિન.
પ્રશ્ન 29.
મૂત્ર, GF કરતાં ખૂબ ઓછું કઈ રીતે હોય છે ?
ઉત્તર:
પ્રતિદિન 180 લિટર જેટલું ગાળણ નિર્માણ પામે છે. આટલા મોટા પ્રમાણમાં પ્રવાહીનો નિકાલ કરવો ઘણી બધી મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે. તેને અટકાવવા મોટાભાગનું પ્રવાહી (લગભગ 99%) નલિકાના વિવિધ ભાગો દ્વારા પુન:શોષણ પામે છે. પરિણામે ફક્ત 1.5 લિટર જેટલા મૂત્રનું નિર્માણ પ્રતિદિન થાય છે.
પ્રશ્ન 30.
હેન્સેના આરોહી અને અવરોહી ભાગમાં H2Oની પ્રવેશ્યશીલતામાં શું તફાવત હોય છે ?
ઉત્તર:
અવરોહી ભાગ પાણી માટે પ્રવેશ્યશીલ છે, જ્યારે આરોહી ભાગ પાણી માટે અપ્રવેશ્યશીલ છે.
પ્રશ્ન 31.
PCTના ઘનાકાર બ્રશ-બોર્ડર કોષોની બંધારણીય વિશેષતા શું છે ?
ઉત્તર:
PCTના ઘનાકાર કોષોમાં સૂક્ષ્મ રસાંકરોની સંખ્યા વધુ હોય છે. તેમાં કણાભસૂત્ર મોટી સંખ્યામાં હોય છે. આના કારણે શોષણ સપાટીનો વિસ્તાર વધે છે તેમજ સક્રિય વહનની ક્રિયા ઝડપથી થઈ શકે છે.
પ્રશ્ન 32.
ઉત્સર્ગ એકમમાં સૂક્ષ્મ ગાળણ, પુનઃશોષણ અને સ્ત્રાવની પ્રક્રિયા ક્યાં થાય છે ?
ઉત્તર:
- સૂક્ષ્મ ગાળણ : રૂધિરકેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળીમાં.
- પુનઃશોષણ : નિકટવર્તી ગૂંચળાકાર નલિકા (PCT)માં.
- સ્ત્રાવ : દૂરસ્થ ગૂંચળાકાર નલિકા (DCT)
Higher Order Thinking Skills (HOTS)
પ્રશ્ન 1.
ઉત્સર્જનનું મહત્ત્વ શું છે ?
ઉત્તર:
ચયાપચયને પરિણામે ઉત્પન્ન થતાં નકામા દ્રવ્યો શરીર માટે નુકસાનકારક હોય છે. તે શરીરનાં બધાં અગત્યનાં કાર્યને નુકસાન કરે છે, તેથી તેને દૂર કરવા જરૂરી છે,
પ્રશ્ન 2.
સજીવોમાં ઉત્સર્ગ દ્રવ્યોનાં નિર્માણ માટે પાણી અને શક્તિનો ઉપયોગ વ્યસ્ત પ્રમાણમાં છે, – સમજાવો.
ઉત્તર:
એમોનિયા ખૂબ ઝેરી પદાર્થ છે, તેની દ્રાબેતા માટે પુષ્કળ પાણી જરૂરી હોય છે, જયારે તેના નિર્માણમાં કોઈ શક્તિ વપરાતી નથી, યુરિયા પ્રમાણમાં ઓછો ઝેરી છે. NH3 યકૃતમાં, CO2 સાથે જોડાય છે અને યુરિયા નિર્માણ પામે છે. આ પ્રક્રિયામાં શક્તિ વપરાય છે. પાણી પ્રમાણમાં ઓછું વપરાય છે. યુરિક ઍસિડ ખૂબ અલ્પ દ્રાવ્ય છે, પણ તેના નિર્માણમાં વધુ શક્તિ વપરાય છે, આમ, સજીવોમાં ઉત્સર્ગ દ્રવ્યોનાં નિર્માણ માટે પાણી અને શક્તિ વ્યસ્ત પ્રમાણમાં વપરાય છે.
પ્રશ્ન 3.
જસ્ટા ગ્લોમ્યુરૂલર અને બાહ્યક ગ્લોબ્યુરૂલર રચનામાં શું તફાવત હોય છે ?
ઉત્તર:
જસ્સા મસ્જક ઉત્સર્ગ એકમ અધિસાંદ્રિય મસ્જક પ્રવાહી ઉત્પન્ન કરે છે.
પ્રશ્ન 4.
મનુષ્યમાં મૂત્રનો સાચો પથવહન માર્ગ કયો છે ?
ઉત્તર:
મૂત્રપિંડ બાહ્યક → મૂત્રપિંડ મસ્જક → સંગ્રાહણ નલિકા → મૂત્રવાહિની → મૂત્રાશય → મૂત્રમાર્ગ.
પ્રશ્ન 5.
કોલમ ઓફ બર્ટિની અને બિલીનીની નલિકામાં શો તફાવત છે ?
ઉત્તર:
બર્ટિનીની કોલમ મૂત્રપિંડ બાહ્યકનું મૂત્રપિંડ મસ્જકના કેલાઈસીસમાં વિસ્તરણ છે. બિલીનીની નલિકા અનેક સંગ્રાહણ નલિકાના જોડાણથી બનતી રચના છે.
પ્રશ્ન 6.
મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં પુનઃશોષણની પ્રક્રિયા કઈ રીતે થાય છે ?
ઉત્તર:
99% જેટલા ગ્લોમ્યુટ્રલર ગાળણ (GFR)નું પુનઃશોષણ મૂત્રપિંડ નલિકા દ્વારા થાય છે. નલિકાના અધિચ્છદીય કોષો, ઉત્સર્ગ એકમના વિવિધ ભાગોમાં આ ક્રિયા સક્રિય/મંદ પ્રસરણ દ્વારા કરે છે. દા.ત., લૂકોઝ, એમિનો ઍસિડ, Na+ જેવા પદાર્થો ગાળણમાંથી સક્રિય રીતે પુનઃશોષણ પામે છે, જ્યારે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો મંદ પ્રસરણ દ્વારા શોષણ પામે છે.
પ્રશ્ન 7.
રીનલ ગ્રીસહોલ્ડ (Threshold – મર્યાદા આંક) શું છે ?
ઉત્તર:
રીનલ (મૂત્રપિંડ) શ્રીસહોલ્ડ (મર્યાદા આંક) એટલે પદાર્થોની રૂધિરમાં મહત્તમ સાંદ્રતા, જે રૂધિરકેશિકા ગુચ્છ ગાળણ દરમિયાન પૂર્ણ રીતે પુનઃશોષણ પામી શકે. લૂકોઝનો રીનલ ગ્રીસહોલ્ડ લગભગ 180 mg/100 ml રૂધિરમાં હોય છે, જ્યારે આ કિંમત વધે છે ત્યારે મૂત્રમાં લૂકોઝ જોવા મળે છે.
પ્રશ્ન 8.
નલિકામાં પુનઃશોષણના કયા બે પ્રકારો છે ? આ ક્રિયા દ્વારા પુનઃશોષણ પામતાં પદાર્થોનાં નામ જણાવો.
ઉત્તર:
પુનઃશોષણની બે પદ્ધતિઓ – સક્રિય વહન અને મંદ વહન.
લૂકોઝ, એમિનો ઍસિડ, વિટામીન્સ, Na+, K+, Cl–, HCO–3 , પાણી સક્રિય વહન તેમજ પ્રસરણ દ્વારા પુન:શોષણ પામે છે. એમોનિયા, યુરિયા, યુરિક ઍસિડ નિષ્ક્રિય વહન દ્વારા શોષણ પામે છે.
Curiosity Questions
પ્રશ્ન 1.
સરળ પ્રસરણ પદ્ધતિથી જટિલ ઉત્સર્જન તંત્ર સુધીનાં ઉવિકાસીય માર્ગનું પૃથક્કરણ જણાવો.
ઉત્તર:
અપૃષ્ઠવંશીઓમાં ઉત્સર્જન રચના પ્રાથમિક નલિકામય, ઉત્સર્ગિકા જોવા મળે છે. જેમ કે પૂર્વ ઉત્સર્ગિકા/જ્યોત કોષો – પૃથુકૃમિ. ઉત્સર્ગિકા (નુપૂરક) માલ્પિધિયન નલિકા (સંધિપાદ), એન્ટીનલ ગ્રંથિ (સ્તર કવચી). at પૃષ્ઠવંશીઓમાં મિસોનેફ્રીક કે મેટાનેફ્રીક પ્રકારનાં મૂત્રપિંડ ઉત્સર્જન તંત્રનો મુખ્ય બંધારણીય એકમ જોવા મળે છે.
પ્રશ્ન 2.
માલ્પિધિયન નલિકા અને મૂત્રપિંડમાંથી વધુ કાર્યક્ષમ રચના કઈ છે? શા માટે ?
ઉત્તર:
માલ્પિધિયન નલિકા પ્રાથમિક રચના છે. (સંધિપાદ) તે મુખ્યત્વે એમોનિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ દર્શાવે છે. મૂત્રપિંડ ઉત્સર્જન તંત્રનો બંધારણીય એકમ છે, જ્યાં મૂત્ર સાંદ્રતમંદ થઈ શકે છે. દેહકોષ્ઠની આકૃતિ ‘ જળવાય છે તેથી મૂત્રપિંડ વધુ જટિલ અને કાર્યક્ષમ રચના છે.