GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

Gujarat Board GSEB Textbook Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

GSEB Class 12 Biology જૈવવ-વિવિધતા અને સંરક્ષણ Text Book Questions and Answers

પ્રશ્ન 1.
જૈવવિવિધતાનાં ત્રણ મહત્ત્વના ઘટકોનાં નામ જણાવો.
ઉત્તર:
(a) જનીનિકવિવિધતા
(b) જાતિવિવિધતા
(c) નિવસનતંત્રીયવિવિધતા

પ્રશ્ન 2.
પરિસ્થિતિવિદો કેવી રીતે વિશ્વમાં રહેલી જાતિઓની કુલ સંખ્યાનો અંદાજ લગાવે છે?
ઉત્તર:
તેઓએ આંકડાકીય તુલના દ્વારા જાતિની સભરતાનો વિસ્તૃત અભ્યાસ કીટકોના સમુદાય પર ઉષ્ણકટિબંધીય અને ઉપઉષ્ણ કટિબંધીય વિસ્તારો પર કર્યો અને આ ગુણોત્તર પ્રમાણનો અંદાજિત રીતે પ્રાણીઓ અને વનસ્પતિ સમુદાયો માટે ઉપયોગ કરી, પૃથ્વી પર રહેલી કુલ જાતિઓની જથ્થાબંધ અંદાજિત ગણતરી દર્શાવી.

GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 3.
શા માટે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રો સૌથી વધારે સ્તરોની જાતિસમૃદ્ધિ દશવિછે તેમાટેની ત્રણ પરિકલ્પનાઓ આપો.
ઉત્તર:
જૈવવિવિધતા વિશ્વભરમાં એકસમાન રીતે વિસ્તરેલી જોવા મળતી નથી. ધ્રુવીય વિસ્તારોમાં ખૂબ ઓછી જૈવવિવિધતા હોય છે જ્યારે દક્ષિણ અમેરિકા પૃથ્વી પર સૌથી વધુ જૈવવિવિધતા ધરાવે છે. કટિબંધો પર ઉચ્ચ જૈવ-વિવિધતા માટે ઘણી પરિકલ્પનાઓ છે.

  1. કટિબંધો પર કોઈ પ્રતિકૂળ ઋતુઓ જોવા મળતી નથી. સતત સાનુકૂળ પર્યાવરણીય સ્થિતિમાં કટિબંધના સજીવો વધુ વિકાસ પામે છે.
  2. સૌર ઊર્જાનું પ્રમાણ કટિબંધોમાં વધુ હોય છે જેના કારણે ઉત્પાદકતા વધુ હોય છે જે વધુ વિવિધતા માટે ભાગ ભજવે છે.
  3. કટિબંધોનું વાતાવરણ જૂનું (આદિ) છે તેથી પુષ્કળ સંખ્યામાં વનસ્પતિઓ અને પ્રાણીઓને ઉવિકાસ માટે ઘણો સમય મળી રહે છે.

પ્રશ્ન 4.
જાતિ-ક્ષેત્ર સંબંધમાં સમાશ્રયણનાઢોળાવની શું મહત્ત્વતા છે?
ઉત્તર:
એલેક્ઝાન્ડર વૉન હમ્બોલ્ટે જોયું કે ચોક્કસ વિસ્તારમાં જાતિની સભરતા કેટલાક પ્રમાણમાં વિસ્તારની વૃદ્ધિ સાથે વધે છે. જાતિની સભરતા અને વિસ્તારનો સંબંધ વિશાળ વિવિધતા ધરાવતા વર્ગો માટે લંબચોરસ હાયપરબોલા (આયતાકાર અતિશયોક્તિ) છે.

લઘુગુણકમાપપરતે એકસીધી રેખા છે.
log S = log C + Z logA
જયાં S = જાતિસમૃદ્ધિ (પ્રતિગ્રામ ગુણાંક)
Z = રેખાનો ઢોળાંશ (સમાશ્રયણ ગુણાંક)
C = Yઆંતછંદ
A = વિસ્તાર

Z સામાન્ય રીતે 0.1 – 0.2 છે. વર્ગીકરણ સમૂહ કે વિસ્તારને ગણતરીમાં લીધા સિવાય દા.ત., જયારે નાના વિસ્તારોમાં જાતિવિસ્તાર સંબંધોનું પૃથક્કરણ કરાયું ત્યારે ડીપ્રેશનના ઢોળાંશની કિંમત નોંધપાત્ર રીતે વર્ગીકરણ જૂથ કે વિસ્તારને અવગણી સમાન જ આવે છે. જે ખૂબ મોટા વિસ્તાર માટે જાતિ-વિસ્તાર પૃથક્કરણ કરાય છે. જેમ કે આખો ભૂગર્ભીય ખંડ તો રીગ્રેશનના ઢોળાંશની રેખા સાંકડીબને છે.

પ્રશ્ન 5.
કોઈ એક જૈવભૌગોલિક ક્ષેત્રમાં જાતિક્ષતિનાં મુખ્ય કારણો શું છે?
ઉત્તર:

  1. વસવાટનો નાશ અથવા ભાગલા
  2. વધુ પડતો વપરાશ
  3. એક્ઝોટિક જાતિનું આગમન
  4. સહવિનાશકતા.

પ્રશ્ન 6.
નિવસનતંત્રક્રિયાવિધિમાટે જેવવિવિધતા કેવી રીતે મહત્ત્વની છે?
ઉત્તર:

  • જૈવવિવિધતા નિવસનતંત્રીય સમાજોના વધુ જાતિઓ સાથેના સ્થાયીપણા માટે, ઓછી જાતિઓ કરતાં જરૂરી છે. તે પ્રાસંગિક ખલેલનો પ્રતિકાર કરી શકે છે.
  • નિવસનતંત્રની ઉત્પાદકતા પર જાતિ સભરતાની સીધી અસર જોવા મળે છે. ઊંચી જૈવવિવિધતા સાથેના નિવસનતંત્રની ઉત્પાદકતા નીચી જૈવવિવિધતા ધરાવતાં નિવસનતંત્રથી વધુ હોય છે. ઉદાહરણ તરીકે, ઉષ્ણ કટિબંધીય જંગલો સમશીતોષ્ણ જંગલોથી વધુ ઉત્પાદકતા ધરાવે છે.
  • જૈવવિવિધતા નિવસનતંત્રના સ્વાથ્ય અને જાળવણી માટે જરૂરી છે.

પ્રશ્ન 7.
પવિત્રઉપવનો શું છે? તેમની સંરક્ષણમાં શું ભૂમિકા છે?
ઉત્તર:
પહેલાના સમયમાં ઘણી સંસ્કૃતિઓમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો અને તેમાં રહેલાં બધાં જ વૃક્ષો તથા વન્યજીવનની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું તેને પવિત્ર ઉપવન કહે છે. આદિવાસી સમાજો માટે તેઓનું મૂલ્ય ઘણું ઊંચું છે. આદિવાસીઓ પવિત્ર વૃક્ષોની એક પણ ડાળી કાપવા દેવાની મંજૂરી આપતા નથી. તેઓ ભારતના કેટલાક પ્રદેશોમાં જોવા મળે છે. ઉદા., રાજસ્થાન (અરવલ્લી પહાડો), મધ્ય પ્રદેશ (સરગુજા), મેઘાલય અને મહારાષ્ટ્ર, પવિત્ર વૃક્ષો તે વિસ્તારમાં ઊગતી ઘણી નાશપ્રાય જાતિના સંરક્ષણમાં મદદ કરે છે.

પ્રશ્ન 8.
નિવસનતંત્રીય સેવાઓ અંતર્ગત પૂર અને જમીન-ધોવાણ કે ઘસારાનું નિયંત્રણ છે. આ સેવાઓ નિવસનતંત્રના જૈવિક ઘટકો દ્વારાકેવી રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તર:
વૃક્ષો પૂરનિયંત્રણ અને જમીન ધોવાણ માટે અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષોના મૂળ જમીનના કણોને મજબૂતાઈથી જકડી રાખે છે અને વહેતા પાણીને ઉપરના સ્તરને તેમની સાથે ખેંચી જતા રોકે છે. જમીનનું સેન્દ્ર (humus) અને વનસ્પતિના મૂળ ભૂમિને છિદ્રાળુ બનાવે છે જેથી ભૂમિમાં પાણી ગળાય છે જે પાણીના પ્રવાહનો વેગ ઘટાડે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 9.
વનસ્પતિઓની જાતિ-વિવિધતા (22 %) એ પ્રાણીઓની (72 %) જાતિ-વિવિધતા કરતાં ખૂબ જ ઓછી છે; પ્રાણીઓને સૌથી વધારે વૈવિધ્યીકરણપ્રાપ્ત થવાની સ્પષ્ટતા શું હોઈ શકે છે?
ઉત્તર:
વનસ્પતિઓની સરખામણીમાં પ્રાણીઓનાં કદમાં વધારો અને જનીનિક ભિન્નતા જોવા મળે છે. તે ઉપરાંત પ્રાણીઓ જટિલ ચેતાતંત્ર ધરાવે છે જે શરીરની વિવિધ ક્રિયાનું નિયમન અને સમન્વય કરે છે. પ્રાણીઓ સંવેદન અંગો ધરાવે છે જેના દ્વારા વાતાવરણીય સંવેદનાઓ ગ્રહણ કરી તેમની સામે પ્રતિચાર આપી શકે છે. પ્રચલન શક્તિ પણ પ્રાણીઓમાં જોવા મળતી ઉચ્ચ વિવિધતાઓનું કારણ હોઈ શકે.

પ્રશ્ન 10.
તમે એવી સ્થિતિ વિશે વિચારી શકો છો કે, જ્યાં આપણે જાણી જોઈને કોઈ જાતિને વિલુપ્ત કરવાનું ઇચ્છીએ છીએ ?
ઉત્તર:
તમે તેને કેવી રીતે ઉચિત સમજશો? સૂક્ષ્મ સજીવો જે સમાજ માટે હાનિકારક હોય તેનો નાશ કરવાનું ન્યાયિક છે, જો તેઓ નિવસનતંત્રના અગત્યના જૈવિક ઘટક ન હોય તો ઉદાહરણ તરીકે આપણે રોગ પ્રેરતા સજીવોને આ દુનિયામાંથી નાબૂદ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. (પોલિયો વાઇરસ, HIV) કેટલાંક થોડા હાનિકર્તા સૂક્ષ્મજીવોનો નાશ નિવસનતંત્રની કાર્યકીને અસર નહીં કરી શકે. તેથી, આવી સ્થિતિમાં ઇરાદાપૂર્વક જાતિને લુપ્ત કરવી ન્યાયિક છે.

GSEB Class 12 Biology જૈવવ-વિવિધતા અને સંરક્ષણ NCERT Exemplar Questions and Answers

બહવિકલ્પ પ્રશ્નો (MCQs)

પ્રશ્ન 1.
નીચે આપેલપૈકી કયો એક દેશસૌથી વધુ જૈવવિવિધતા ધરાવે છે?
(A) દક્ષિણ અમેરિકા
(B) દક્ષિણ આફ્રિકા
(C) રશિયા
(D) ભારત
જવાબ
(A) દક્ષિણ અમેરિકા
ઉષ્ણ કટિબંધના અક્ષાંશના દક્ષિણ અમેરિકા જેવા દેશોમાં તેનું વાતાવરણ વણબદલાયેલ અને સતત એકધારું અને વિવિધતા તરફનો વળાંકદર્શાવે છે કે જે પુષ્કળ જૈવવિવિધતા દર્શાવે છે.

પ્રશ્ન 2.
નીચે આપેલ પૈકી કઈ એક જૈવવિવિધતા ગુમાવવાનું કારણ નથી?
(A) વસવાટનો નાશ
(B) વિદેશી જાતિઓનો પ્રવેશ
(C) પ્રાણીઓને પ્રાણીઉદ્યાનોમાં મૂકવામાં આવે
(D) નૈસર્ગિકસ્રોતોનું અતિશોષણ
જવાબ
(C) પ્રાણીઓને પ્રાણીઉદ્યાનોમાં મૂકવામાં આવે
પ્રાણીઉદ્યાનોમાં પ્રાણીઓને મૂકવામાં આવે તો તે જૈવવિવિધતા નાશ પામવાનું કારણ નથી. જૈવવિવિધતા નાશ પામવાના મોટા કારણો આ પ્રમાણે છે:

  1. કુદરતી રહેઠાણનાશ પામવું (પ્રાથમિક કારણ)
  2. સ્વદેશી જાતિઓ સાથે વિદેશી જાતિઓનો પ્રવેશ
  3. કુદરતી સંસાધનોની અતિશયોક્તિ
  4. જાતિઓનું સહઅસ્તિત્વ

પ્રશ્ન 3.
નીચે આપેલપૈકી કઈ એક ભારતમાં દાખલ કરવામાં આવેલ વિદેશી જાતિનથી?
(A) લેન્ટના
(B) સાયનોડોન
(C) પાર્થેનિયમ
(D) આઇકોર્નિઆ
જવાબ
(B) સાયનોડોન
સાયનોડોન (ડોબગ્રાસ) એ આક્રમક વિદેશી જાતિઓ નથી. પાર્શેનિયમ (કોંગ્રેસ કે ગાજર ઘાસ); આઇકોર્નિઆ (વૉટર હાયસિન્થ) અને લાન્ટાના (ગંધારી) આ ત્રણ વિદેશી જાતિઓ છે કે જેઓ દેશી જાતિઓને ધમકરૂપ છે.

GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 4.
નીચે આપેલ પૈકી કયા ભાગમાં કળશપર્ણ વનસ્પતિ જોવા મળે છે?
(A) ઉત્તર-પૂર્વીય ભારતનાં વર્ષાજંગલોમાં
(B) સુંદરવનમાં
(C) થારના રણમાં
(D) પશ્ચિમ ઘાટમાં
જવાબ
(A) ઉત્તર-પૂર્વીય ભારતનાં વર્ષા જંગલોમાં

  • પીચર (નિપેન્થસ-કળશપર્ણ) નામની કીટાહારી વનસ્પતિ ઉત્તર પૂર્વ ભારતના જંગલોમાં જોવા મળે છે. નાઇટ્રોજનના અભાવવાળી જમીનમાં આ છોડ સામાન્ય રીતે ઊગે છે. સુંદરવનમાં વધુ પ્રમાણમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ હોય છે. મેન્ગવ વનસ્પતિઓ સુંદરવનની લાક્ષણિકતા છે.
  • પશ્ચિમઘાટમાં વિપુલ પ્રમાણમાં જૈવવિવિધતા જોવા મળે છે. રણપ્રદેશમાં ઊગતી વનસ્પતિઓ થરના રણમાં વધુ સામાન્ય છે.

પ્રશ્ન 5.
નીચે આપેલ પૈકીમાંથી કયું એક જૈવવિવિધતાના ધ્યાનાકર્ષિત પ્રદેશની મુખ્ય લાક્ષણિકતા નથી?
(A) જાતિની વધુ સંખ્યા
(B) વધુ સ્થાનિક જાતિઓ
(C) મોટા ભાગની ઉષ્ણકટિબંધમાં જોવા મળે.
(D) મોટા ભાગની ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળે.
જવાબ
(D) મોટા ભાગની ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળે.
જૈવવિવિધતાના હૉટસ્પોટ્સ વિસ્તારમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની મોટી સંખ્યા જોવા મળે છે. સ્થાનિક જાતિઓ વધુ પ્રમાણમાં અને વધુ સંખ્યામાં પરદેશી કે વિચિત્ર જાતિઓ જોવા મળે છે. તેઓ ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારોમાં જોવા મળે છે. ધ્રુવપ્રદેશમાં જૈવવિવિધતાના હૉટસ્પૉટ્સ જોવા મળતા નથી.

પ્રશ્ન 6.
કોલમ – I માં આપેલ પ્રાણીઓને કોલમ – II માં આપેલ સ્થાન સાથે જોડોઃ

કોલમ – I કાલમ-II
(a) ડોડો (i) આફ્રિકા
(b) ફ્યુગા (ii) રશિયા
(c) થાયલેસીન (iii) મોરેશિયસ
(d) ટેલર દરિયાઈ ગાય (iv) ઓસ્ટ્રેલિયા

નીચે આપેલમાંથી સાચી જોડપસંદ કરો:
(A) (a – i), (b – iii), (c – ii), (d – iv)
(B) (a – iv), (b – iii), (c – i), (d – ii)
(C) (a – iii), (b – i), (c – ii), (d – iv)
(D) (a – iii), (b – i), (c – iv), (d – ii)
જવાબ
(D) (a – iii), (b – i),(c – iv), (d – ii)

પ્રશ્ન 7.
નીચે આપેલ વનસ્પતિઓમાં શું સામાન્ય છે? એપેન્થસ, સાયલોટમ, રાઉલ્ફીઆ અને એકોનિટમ
(A) બધી જ વનસ્પતિઓ સુશોભન માટેની છે.
(B) બધી જ જાતિ ઉદૂવિકાસીય જોડાણ ધરાવે છે.
(C) બધા જ અતિશોષણ પામવાની સંભાવના ધરાવે છે.
(D) બધી જ વનસ્પતિ વિશિષ્ટ છે. જે પૂર્વ હિમાલયમાં આવેલી છે.
જવાબ
(C) બધા જ અતિશોષણ પામવાની સંભાવના ધરાવે છે.
બધી જ ઉપરોક્ત વનસ્પતિઓ તેઓના વ્યક્તિગત અનુક્રમે જોવા મળતાં લક્ષણોના આધારે અતિશોષણ પામવાની સંભાવના ધરાવે છે. નીપેન્થસ (કળશપર્ણ) કીટાહારી વનસ્પતિ છે. સાયલોટમ એ ત્રિઅંગી વનસ્પતિ છે અને એકોનીટમ ઔષધીય વનસ્પતિ છે.

પ્રશ્ન 8.
એકશિંગી ગેંડો નીચે આપેલા પૈકી કયા અભયારણ્યની ઓળખ છે?
(A) ભીટર કાનિકા
(B) બાન્દીપુર
(C) કાઝીરંગા
(D) કૉર્બેટ પાર્ક
જવાબ
(C) કાઝીરંગા

  • કાઝીરંગા નેશનલ પાર્કનાગોન અને ગોલાઘાટ (અસમ)માં આવેલ છે. એકશિંગીય ગેંડો આનેશનલ પાર્કમાં વિશિષ્ટ રીતે જોવા મળે છે.
  • વાઘ માટે પ્રખ્યાત કૉર્બેટ પાર્ક ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલ છે. આ ભારતનો સૌપ્રથમ નેશનલ પાર્ક છે કે જે વાઘ માટે પ્રખ્યાત છે. બાન્દીપુર નેશનલ પાર્ક મૈસુરમાં આવેલ છે અને વાઘ માટે વિશિષ્ટ છે.
  • ભીટર કનિકા નેશનલ પાર્ક ઓરિસ્સામાં વિશિષ્ટ રીતે ખારા પાણીના મગર જોવા મળે છે.

પ્રશ્ન 9.
નીચે આપેલ પ્રાણી-જૂથોમાંથી કર્યું એક નાશપ્રાયઃ થવાની વધુ સંભાવના ધરાવે છે?
(A) કીટકો
(B) સસ્તન
(C) ઉભયજીવી
(D) સરિસૃપ
જવાબ
(C) ઉભયજીવી
હાલમાં ઉભયજીવીઓમાં વધુ ટકાવારી જોવા મળે છે. વિશ્વમાં 32% જેટલા ઉભયજીવી લુપ્ત થવાનો ભય ધરાવે છે. આ સિવાય સસ્તનોના 23%અને પક્ષીઓના 12%લુપ્ત થવાનો ભય ધરાવે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 10.
નીચે આપેલ પૈકી કઈ એક વનસ્પતિ ભારતની નાશપ્રાયઃ જાતિ છે?
(A) રાઉલ્ફીઆસર્પેન્ટાઇના
(B) સેન્ટેલમ આલ્બમ (ચંદનનું કાષ્ઠ)
(C) સાયકસ બેડોનેઈ
(D) ઉપર્યુક્ત બધી જ
જવાબ
(D) ઉપર્યુક્ત બધી જ
ઉપર જણાવેલ બધી જ વનસ્પતિઓ લુપ્ત થવાના ભય ધરાવતી વનસ્પતિ જાતિઓ છે. રાઉલ્ફીઆ સર્પેન્ટાઇના (સર્પગંધા), સેન્ટલમ આલ્બમ (સુખડનું લાકડું), સાયકસ બેડોને ઈ તેઓના ઔષધીય અને વાણિજ્ય અગત્યતાના કારણે લુપ્ત થવાનો સામનો કરે છે.

પ્રશ્ન 11.
લેન્ટના, આઇકોર્નિયા અને આફ્રિકન કેટફિશ વચ્ચે સમાનતા શી છે?
(A) બધી જ ભારતનીનાશપ્રાયઃ જાતિ છે.
(B) બધી જ ચાવીરૂપ જાતિ છે.
(C) બધા જ સસ્તન છે, જે ભારતમાં જોવા મળે છે.
(D) બધી જ જાતિ ન તો નાશ થવાની સંભાવના યુક્ત છે કે ન તો ભારતની સ્વદેશી જાતિઓ છે.
જવાબ
(D) બધી જ જાતિ ન તો નાશ થવાની સંભાવના યુક્ત છે કે ન તો ભારતની સ્વદેશી જાતિઓ છે.
ઉપરોક્ત વર્ણવેલ ભારતની ત્રણ જાતિઓ કાંતો જોખમી નથી કે સ્વદેશી જાતિઓ નથી. ગંધારી (લાન્ટાના), આઇકોર્નિયા (વૉટર હાયેસિન્થ) અને આફ્રિકન કેટફિશ (ક્લેરીઆસ ગેરીપીનસ) બધી વિદેશી જાતિઓ છે, કે જેઓ આક્રમક છે અને સ્થાનિક જાતિઓ ઉપર હાનિકારક અસરો દર્શાવે છે કે જેથી સ્થાનિક જાતિઓ લુપ્ત થાય છે. પેસેન્જર

પ્રશ્ન 12.
પીઝનની લુપ્તતામાટે કોણ જવાબદાર છે?
(A) ભક્ષક પક્ષીઓની સંખ્યામાં વધારો
(B) માનવ દ્વારા અતિશોષણને પરિણામે
(C) ખોરાકની અપ્રાપ્યતા
(D) બર્ડફ્લ્યુ વાઇરસની ચેપગ્રસ્તતા
જવાબ
(B) માનવ દ્વારા અતિશોષણને પરિણામે
માનવ દ્વારા વધુ પડતું શોષણ થતાં પેસેન્જર પીઝન (Ectopistes migratorius) લુપ્ત થયેલ છે. શિકારી પક્ષીઓની સંખ્યામાં વધારો, ખોરાકની અપ્રાપ્યતા અને બર્ડ બ્લ્યુ વાઇરસનો ચેપ વગેરે પેસેન્જર પીઝન લુપ્ત થવા માટે જવાબદાર નથી.

પ્રશ્ન 13.
નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
(A) પાર્થનિયમ આપણા દેશની સ્થાનિક જાતિ છે.
(B) આફ્રિકન કૅટફિશ ભારતીય કૅટફિશ માટે ભયજનક નથી.
(C) સ્ટેલરદરિયાઈ ગાય લુપ્તપ્રાણી છે.
(D) લેન્ટના, ગાજર ઘાસ તરીકે વિખ્યાત છે.
જવાબ
(C) ટેલર દરિયાઈ ગાયલુપ્તપ્રાણી છે.

  • પાર્થેનિયમ (ગાજર ઘાસ) એ વિચિત્ર નીંદણ છે, કે જે ઝડપથી વૃદ્ધિ પામે છે અને સ્થાનિક જાતોને પ્રતિકૂળ રીતે અસરકર્તા છે.
  • આફ્રિકન કૅટફિશ એ વિદેશી જાતિ છે, કે જે સ્થાનિક ક્લેરીઆમ બટ્રાક આપણી સ્થાનિક જાતિની વૃદ્ધિને અસર કરે છે.
  • લેન્ટેના કેમેરા (ગંધારી) બીજી વિદેશી જાતિ છે. તે પણ સ્થાનિક જાતો સાથે સખત રીતે હરીફાઈ કરે છે.

પ્રશ્ન 14.
નીચે આપેલ નિવસનતંત્રમાંથી કર્યું એક નિવસનતંત્ર મહત્તમ જૈવવિવિધતાદશવિછે?
(A) મેન્ગ્રોસ
(B) રણપ્રદેશ
(C) પરવાળાના ખડકો
(D) અલ્પાઇન ઘાસનાં મેદાનો
જવાબ
(C) પરવાળાના ખડકો

  • પરવાળાના ખડકો વધુ ઉત્પાદક નિવસનતંત્ર (2000 – 6000 Kcal/m2/y) છે અને દરિયાકિનારાના વધુ વિવિધતા ધરાવતાં ભાગમાં માછલીઓ; મૃદુકાય; ક્રસ્ટેશીયન વાદળીઓ, કોઠાંત્રિઓ માટે નિવાસસ્થાન પૂરું પાડે છે.
  • મેન્ગ્રોસ ભેજવાળા અને ખારા પાણીવાળા સમુદ્ર કિનારે ઊગતી વનસ્પતિઓ છે. રણપ્રદેશમાં ખાસ કરીને મનિવાસી જાતિઓ જોવા મળે છે. અલ્પાઇન ઘાસનાં મેદાનો વધુ ઊંચાઈ ઉપર જોવા મળતા ઘાસનાં મેદાનો છે. તેમાં વૃક્ષોની વૃદ્ધિ જોવા મળતી નથી.

પ્રશ્ન 15.
નીચે આપેલ પૈકી કોને “પૃથ્વી ગ્રહનાં ફેફસાં’ તરીકે ઓળખવામાં આવે છે?
(A) ટાયગા જંગલ
(B) ટુંડ્રા જંગલ
(C) એમેઝોનનાં વર્ષાજંગલ
(D) ભારતનાં ઉત્તર-પૂર્વીય વર્ષાજંગલો
જવાબ
(C) એમેઝોનનાં વર્ષાજંગલ

  • એમેઝોન એ વર્ષાજંગલ છે જે દક્ષિણ અમેરિકાના એમેઝોન ખીણકાંઠાને આવરે છે. એમેઝોન પ્રદેશમાં દક્ષિણ અમેરિકાના નવ જેટલા દેશોનો સમાવેશ થાય છે. તે પૃથ્વીના અડધા કરતાં વધુ વર્ષાજંગલોને રજૂ કરે છે અને વધુમાં વધુ વિવિધતા ધરાવતું મોટામાં મોટું વિષુવવૃત્તીય વર્ષાજંગલ તરીકે રજૂ થયેલ છે.
  • તે વનસ્પતિઓની 40,000 જાતિઓ; 3000 માછલીઓ; 1300 પક્ષીઓ, સસ્તનો; ઉભયજીવીઓ, સરિસૃપો અને 1,25,000 કરતાં વધારે અપૃષ્ઠવંશીઓ ધરાવે છે.
  • એમેઝોન વર્ષાજંગલ પ્રખ્યાત રીતે પૃથ્વી ગ્રહનાં ફેફસાં તરીકે ઓળખાય છે. કારણ કે વનસ્પતિઓ (લીલોતરી) સતત રીતે કાર્બન ડાયૉક્સાઇડ ઑક્સિજનમાં રૂપાંતર કરે છે. ટાયગા જંગલ ઉત્તર ગોળાર્ધના પહોળા પટ્ટામાં આવેલ છે અને મોટામાં મોટી વનસ્પતિઓ અને પ્રાણીઓની કુદરતી ભૂમીય વસાહત છે.
  • ટુંડા જંગલ જ્યાં વનસ્પતિઓ અને પ્રાણીઓની નીચા તાપમાન અને ટૂંકી વૃદ્ધિની ઋતુ છે. ઉત્તર પૂર્વ ભારતના વિષુવવૃત્તીય જંગલો જનીનિક વિવિધતાનો સંગ્રહ ધરાવે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 16.
સક્રિય રસાયણડ્રગરેસેરપાઇનશેમાંથી મેળવાય છે?
(A) ધતુરા
(B) રાઉલ્ફીઆ
(C) એટ્રોપા
(D) પાપાવર
જવાબ
(B) રાઉલ્ફીઆ
રાઉલ્ફીઆ વોકીટોરીયામાંથી ક્રિયાશીલ રાસાયણિક દવા રેસેરપાઇન મળે છે કે જે હાઇપરટેન્શન માટે લખી આપવામાં આવે છે અને તે શામક (ટ્રાક્વિલાઇઝર) દવા તરીકે કાર્ય કરે છે. ધતુરાનો છોડ હલ્યુસિનોજેનિક (ભ્રાંતિ ઉત્પન્ન કરે છે.) ગુણધર્મ ધરાવે છે. બેલાડોના ઔષધ, એટ્રોપા બેલાડોનામાંથી પ્રાપ્ત કરવામાં આવતું ઓષધ છે. ઓપીયમ (અફીણ) પાપાવર સોમનીફેરામાંથી મેળવવામાં આવે છે.

પ્રશ્ન 17.
નીચે આપેલ પૈકી કયો એક વનસ્પતિ-સમૂહ વધારે જાતિ-વિવિધતા ધરાવે છે?
(A) અનાવૃત્ત બીજધારી
(B) લીલ
(C) દ્ધિઅંગી
(D) ફૂગ
જવાબ
(D) ફૂગ
ફૂગ એ વિવિધ પ્રકારના સુકોષકેન્દ્રી સજીવોના સમૂહ તરીકે વિવિધ પ્રકારો, કદ, દેહધાર્મિકતા અને પ્રજનનના પ્રકારો ધરાવે છે. તેઓ વધુ ચોક્કસ વિવિધતા દર્શાવે છે. આને લીલ, દ્ધિઅંગી વનસ્પતિઓ, પછી ત્રિભંગી અને બધા જ અનુસરે છે.

પ્રશ્ન 18.
નીચે આપેલ પૈકી કયા એક પ્રદેશની વાતુકીય ભિન્નતા ઓછી હોય છે?
(A) ઉષ્ણકટિબંધીય
(B) સમશીતોષ્ણ કટિબંધીય
(C) અલ્પાઇન
(D) (A) અને (B) બન્ને
જવાબ
(A) ઉષ્ણકટિબંધીયા

  • વધારે પ્રમાણમાં જૈવવિવિધતા ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં જોવા મળે છે કે જે ઓછા પ્રમાણમાં ઋતુકીય ફેરફારો દર્શાવે છે. એટલે કે તેઓની જૈવવિવિધતા કોઈ જાતના ફેરફારો દર્શાવતી નથી.
  • સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારમાં વધુ પ્રમાણમાં ઋતુકીય અને ઓછા પ્રમાણમાં સતત એકધારા પ્રમાણમાં જોવા મળતી નથી અને જાતીય વિવિધતાઓછા પ્રમાણમાં જોવા મળે છે.
  • તે ઉપરાંત અલ્પાઇન્સ વધુ ઊંચાઈએ અને નીચા તાપમાને આવેલ હોવાથી તેઓમાં ઓછી વિવિધતા દર્શાવે છે.

પ્રશ્ન 19.
જૈવવિવિધતા પર ઐતિહાસિક સંમેલન રીઓ ડી જાનેરો ખાતે 1992માં થયું હતું. તે કયા નામે ઓળખાય છે?
(A) CITES કન્વેન્શન
(B) અર્થ સમિટ
(C) G-16સમિટ
(D) MAB પ્રોગ્રામ
જવાબ
(B) અર્થ સમિટ

  • 1992માં રીઓ-ડી-જાનેરો (બ્રાઝિલ)માં જૈવવિવિધતા ઉપર યોજાયેલ ઐતિહાસિક સંમેલન પ્રથમપૃથ્વી સંમેલન તરીકે ઓળખાય છે.
  • બીજી રીતે સમજીએ તો CITES (સંભવિત જંગલી વનસ્પતિઓ અને પ્રાણીઓની લુપ્ત થનારાં ભયંકર સજીવો માટેનું આંતરરાષ્ટ્રીય વેપારનું સંમેલન) કે જેમાં શિકાર ઉપર પ્રતિબંધ અને અલ્પ જાતિઓ નાશ પામવા માટે મદદ થયેલ નથી.
  • MAB એ માનવ અને જૈવવિવિધતાના પ્રોગ્રામ (કાર્યક્રમ) કે જે જૈવવિવિધતાની જાળવણી અને સ્થાપન માટેની તૈયારી દર્શાવેછે.

પ્રશ્ન 20.
(i) in vitro ફલન
(ii) શીત-જાળવણી અને
(iii) પેશી-સંવર્ધન
ટેનિકોમાં સામાન્ય શું છે?

(A) બધી in situ જાળવણી પદ્ધતિઓ છે.
(B) બધી ex situ જાળવણી પદ્ધતિઓ છે.
(C) બધાં માટે અત્યાધુનિક સાધનો અને વધારે જગ્યા જોઈએ.
(D) બધીજ પદ્ધતિઓ લુપ્ત સજીવોની જાળવણીની છે.
જવાબ
(B) બધી ex situ જાળવણી પદ્ધતિઓ છે.

  • આપેલ બધી જ ત્રણ પદ્ધતિઓ એક્સ સીટુ સંરક્ષણની પદ્ધતિઓ છે. હાલમાં જોખમી જાતિઓના હાલના જીવંત પ્રજનન કોષોને ક્રાયોપ્રિઝર્વેશન પદ્ધતિ દ્વારા196°Cના ઘણા નીચા તાપમાને લાંબા સમય માટે જીવંત અવસ્થામાં રાખવામાં આવે છે.
  • પ્રયોગશાળામાં ઇન વિટ્રો પદ્ધતિથી ફલન પ્રાપ્ત કરી શકાય છે અને જાતિઓને સુધારી કે ટીસ્યુ કલ્ચર પદ્ધતિ-વનસ્પતિસંવર્ધનના સિદ્ધાંત દ્વારા ઉત્પન્ન કરી શકાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

અતિ ટૂંકજવાબી પ્રશ્નો (VSQs)

પ્રશ્ન 1.
કયાં લક્ષણો જૈવ સમાજને સ્થાયી બનાવે છે?
ઉત્તર:
જૈવ સમાજને સ્થાયી બનાવતાં લક્ષણો નીચે મુજબ છે :

  1. વરસથી વરસના ઉત્પાદનમાં ઓછી વિવિધતા જોવા મળે છે.
  2. કુદરતી રીતે કે માનવ દ્વારા નિર્મિત ખલેલ સામે રક્ષણ કે પ્રતિકારકતા ઉત્પન્ન થવી જોઈએ.
  3. વિદેશી જાતિઓ દ્વારા ઉત્પન્ન થતી આક્રમકતા સામે રક્ષણ મળવું જોઈએ.

પ્રશ્ન 2.
ભૂતકાળમાં કઈ ઘટના જાતિના સામૂહિક લોપની પ્રવેગિતતા માટે જવાબદાર છે?
ઉત્તર:
સાચું કારણ કોઈ જાણતું નથી. પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે નીચે આપેલ પૈકી કોઈ એક જાતિ ભૂતકાળમાં સમૂહમાં લુપ્ત થવા માટે ટ્રિગર્સથયેલ હોવું જોઈએ.

  1. સમુદ્રના સ્તર નીચા ગયા હશે.
  2. તાપમાનમાં ફેરફાર (ઠંડું થવું કે ગરમ થવું)
  3. ગ્રહોને એસ્ટ્રોઇડ કે મેટિરોઇસ ગરમ કરે ત્યારે
  4. સમુદ્રમાંથી ઝેરી હાઇડ્રોજન સલ્ફાઇડ ઉત્પન્ન થવાને કારણે
  5. નોવા | સુપર નોવા ગામા કિરણો ફાટતાં
  6. પૃથ્વીના સ્થળમંડળમાં પથ્થરની પ્લેટો પડવાથી.

પ્રશ્ન 3.
ભારતમાં વધુ માત્રામાં પરિસ્થિતિકીય જૈવવિવિધતા માટેનાં કારણો આપો.
ઉત્તર:

  1. ભારતમાં વધુ માત્રામાં પરિસ્થિતિકીય જૈવવિવિધતા જોવા મળે છે. કારણ કે વિવિધ સ્થાનિક ભૂગોળને અનુસરીને ભૌગોલિક વિવિધતા જોવા મળે છે.
  2. રણપ્રદેશ, વર્ષાજંગલો, કોરલ રીફ, ભીની જમીન, નદી કિનારાના મુખત્રિકોણ પ્રદેશ અને અલ્પાઇન મેડોઝ ભારતમાં આવેલ છે. આ નિવસનતંત્રની વિવિધ પ્રકારની જાતો મોટા પ્રમાણમાં નિવસનતંત્રની વિવિધતા દર્શાવે છે.

પ્રશ્ન 4.
ડેવિડ ટીલમેન અનુસાર વધુ વિવિધતા, વધુ પ્રાથમિક ઉત્પાદકતા. શું તમે એવું માનવસર્જિત નિવસનતંત્ર વિચારી શકો છો, જેની જૈવવિવિધતા ઓછી હોય, પરંતુ ઉત્પાદકતા વધુ હોય?
ઉત્તર:
માનવ દ્વારા નિર્મિત નિવસનતંત્ર જેવા કે કૃષિ વિષયક ક્ષેત્ર (ખેતરો) જેવાં કે ડાંગર કે ઘઉંના ખેતરોમાં સૌથી ઓછી વિવિધતા ધરાવે છે. પરંતુ સૌથી વધુ ઉત્પાદકતા ધરાવે છે. આ મોનોકલ્ચરનાં ઉદાહરણો છે.

પ્રશ્ન 5.
રેડ લિસ્ટ (2004) IUCN દ્વારા તૈયાર કરાયું તેમાં રેડ’ કોનું સૂચન કરે છે?
ઉત્તર:
IUCNના રેડલિસ્ટ (2004)માં રેડ એ સૌથી વધુ જોખમી રીતે જાતિ લુપ્ત થવાનો ભય દર્શાવતા સજીવો દર્શાવે છે.

પ્રશ્ન 6.
માત્ર ધ્યાન ખેંચતા પ્રદેશોની જૈવવિવિધતાનું રક્ષણ કરવાથી જ જાતિઓનો લુપ્તતાનો હાલનો દર 30 % સુધી ઘટાડી શકાય છે? સમજાવો.
ઉત્તર:

  • જૈવવિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો (હૉટસ્પૉટ્સ) કે જેમાં જાતિઓની સમૃદ્ધતા ઘણા ઊંચા સ્તરમાં (પ્રમાણમાં) જોવા મળે છે. ખાસ કરીને માનવના ભય હોય ત્યાં જોવા મળે છે. આ રીતે તેઓનું રક્ષણ, તેઓના લુપ્તતાના હાલના દરમાં ઘટાડો કરે છે.
  • આ વિસ્તારો જેવા કે જૈવવૈજ્ઞાનિક રિઝર્વ, નેશનલ પાર્ક અને અભયારણ્યમાં તેઓનું રક્ષણ થતું જોવા મળે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 7.
સ્થાનિક અને વિદેશી જાતિવચ્ચેનો ભેદ શું છે?
ઉત્તર:

સ્થાનિક જાતિઓ વિદેશી જાતિઓ
(1) સ્થાનિક જાતિઓ મૂળ અને સ્વદેશી જાતિઓ છે. (1) વિદેશી જાતિઓથી સ્થાનિક જાતિઓ દૂર થાય છે.
(2) તેઓ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પૂરતી જ હોય છે. (2) વિદેશી જાતિઓ એક ભૌગોલિક વિસ્તારમાંથી બીજા ભૌગોલિક વિસ્તારમાં રજૂ કરવામાં આવેલ હોય છે.

પ્રશ્ન 8.
જાતિ-વિવિધતા કઈ રીતે પરિસ્થિતિકીય વિવિધતાથી અલગ પડે છે?
ઉત્તર:

  • જાતિ-વિવિધતા એ એક વિસ્તારમાં સંખ્યા અને જાતિઓનો ફેલાવો દર્શાવે છે. જાતિ-વિવિધતા એકમ ક્ષેત્રમાં રહેલ જાતિઓ અને એકમ ક્ષેત્રમાં રહેલ જુદીજુદી જાતિઓની સંખ્યા પણ દર્શાવે છે.
  • પરિસ્થિતિકીય વિવિધતા એ પરિસ્થિતિકીય સ્તરની વિવિધતા દર્શાવે છે. જુદી જુદી પરિસ્થિતિકીય રહેઠાણ ઉદા., ભૂમીય (જંગલો, ઘાસ વિસ્તાર વગેરે) અને જલીય (મીઠા પાણીના અને દરિયાઈ પાણી)ને અનુસરે છે.

પ્રશ્ન 9.
રાઉલ્ફીઆ વોકીટોરીઆમાં જનીનિક ભિન્નતા શા માટે અગત્યની છે?
ઉત્તર:
રાઉલ્ફીઆ વોકીટોરીઆ નામની વનસ્પતિમાંથી રેસ્પેરીન (resperin) નામની દવા મળી આવે છે કે જે ટ્રાજ્વિલાઈઝર તરીકે કાર્ય કરે છે. આ ઔષધીય વનસ્પતિમાં જોવા મળતી વિવિધતા એ સક્રિય રસાયણ રેસેરપાઇન (reserpine) જે વનસ્પતિ ઉત્પન્ન કરે છે તેની શક્તિ અને સાંદ્રતાના આધારે જોવા મળે છે.

પ્રશ્ન 10.
રેડડેટાબુક એટલે શું?
ઉત્તર:
રેડ ડેટા બુકમાં લુપ્ત થયેલ (લુપ્ત થવાનો ભય દર્શાવતી જાતિઓ) જાતિઓની માહિતી અને નોંધનું સંકલન થયેલ હોય છે. આ બુક IUCN (ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચર ઍન્ડ નેચરલ રિસોર્સીસ) દ્વારા જળવાય છે. આ સંસ્થાની મુખ્ય કચેરી ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલ છે.

પ્રશ્ન 11.
જનીનસેતુની વ્યાખ્યા આપો.
ઉત્તર:
નવી ઉત્પન્ન થતી સંતતિમાં, પ્રત્યેક સજીવમાં રહેલ બધા જ કુલ જનીનોને દર્શાવે છે. જેને જનીનસેતુ કહે છે.

પ્રશ્ન 12.
‘ફળાહારી’ (Frugivorous) શબ્દનો અર્થ શો છે?
ઉત્તર:
જે પ્રાણીઓ ફળોને ખોરાક તરીકે લે છે, ફળોને તેઓના મુખ્ય ખોરાક તરીકે લે છે તેવાં પ્રાણીઓ માટે ફળાહારી શબ્દ વાપરવામાં આવે છે.

પ્રશ્ન 13.
IUCNનું વિસ્તૃત સ્વરૂપ શું છે?
ઉત્તર:
IUCN એ આંતરરાષ્ટ્રીય સંઘ કે જે કુદરતી અને કુદરતી સ્રોતોના સંરક્ષણ માટેની સંસ્થા છે. તેની મુખ્ય કચેરી ગ્લેન્ડ સ્વિત્કરલૅન્ડમાં આવેલ છે.

GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 14.
(1) જૈવિક શોધ
(2) સ્થાનિકતા શબ્દને વ્યાખ્યાયિત કરો.
ઉત્તર:
(1) જૈવિક શોધ : જીવવિજ્ઞાનના સ્રોતો ઉપર આધારિત નવા ઉત્પાદનોની શોધની પ્રક્રિયા અને વાણિજયતાને જૈવિક શોધ કહેછે.
(2) સ્થાનિકતા : ચોક્કસ વિસ્તારમાં રહેલ કેટલીક જાતિઓની હાજરી અને અત્રે જોવા મળતી જાતિઓની હાજરી દર્શાવે તેને સ્થાનિકતા કહે છે.

પ્રશ્ન 15.
આકૃતિમાં દશવિલી A અને B જાતિવચ્ચે શી સમાનતા છે?
GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ 1
ઉત્તર:
આકૃતિ A અને આકૃતિ Bમાં દર્શાવેલ બને આક્રમક નિંદણની જાતિઓ છે તથા સપુષ્પી આવૃત બીજધારી વનસ્પતિઓ છે.

પ્રશ્ન 16.
આપેલ આકૃતિA અને B જાતિમાં શું સમાનતા જોવા મળે છે?
GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ 2
ઉત્તર:
બન્ને પ્રમુખ જાતિ માટેનાં ઉદાહરણો છે તથા તેઓના કુદરતી નિવાસસ્થાનોમાં સંરક્ષણ પામેલ છે.

ટૂિંક જવાબી પ્રકારના પ્રશ્નો

પ્રશ્ન 1.
હાલમાં લુપ્ત થતી જાતિ કરતાં પહેલાં થયેલો સામૂહિક લોપ કેવી રીતે ભિન્ન છે? સમજાવો.
ઉત્તર:
શરૂઆતના વર્ષોમાં જાતિઓના સામૂહિક લોપના કુદરતી કારણ કે આપત્તિઓ જેવી કે પૂર, જવાળામુખી ફાટી નીકળવો, લાંબા સમય સુધીનો દુષ્કાળ અને ભૂખ્ખલન વગેરે હતા. જ્યારે હાલમાં માનવીની પ્રવૃત્તિઓ એ જાતિઓ લુપ્ત થવા પાછળનું મુખ્ય કારણ છે.

પ્રશ્ન 2.
જૈવવિવિધતાના નાશ માટેનાં ચાર કારણો – જેવાં કે વિદેશી જાતિઓનો પ્રવેશ, વસવાટની નાબૂદી અને વસવાટનું અલાયદીકરણ, અતિશોષણ અને સહલુપ્તતા-તેમાંથી તમે જૈવવિવિધતાના નાશનું મુખ્ય કારણ કયું ગણો છો? તેના આધાર માટેનાં કારણો આપો.
ઉત્તર:
વિશ્વ આજે જાતિ વિલોપનનો સામનો કરે છે, તેના મુખ્ય ચાર કારણો છે (ધી એવિલ ક્વાર્ટટ-The ‘Evil Quartet’ એ ઉપશીર્ષક છે કે જેનો તેમના વર્ણન માટે નીચે પ્રમાણે ઉપયોગ થાય છે) :

(a) વસવાટી નુકસાન તથા અવખંડન (Habitat loss and fragmentation):

  1. વર્ષાવનો (rain forest) પૃથ્વીની જમીન સપાટીના 14 ટકાથી વધુ વિસ્તારને આવરી લેતા હતાં, પરંતુ હાલમાં તે ઘટીને 6 ટકા થઈ ગયા છે.
  2. એમેઝોન વર્ષાવનોને પૃથ્વીનાં ફેફસાં તરીકે ઓળખવામાં આવે છે તેને સોયાબીનની ખેતી માટે, ઢોરનાં ચારાં માટે તૃણભૂમિમાં ફેરવી દેવાયું છે.
  3. પ્રદૂષણને કારણે ઘણા વસવાટો અવનતીકરણ પામ્યાં છે, ઘણી જાતિઓના અસ્તિત્વ માટે ભયરૂપ બન્યા છે.
  4. માનવ પ્રવૃત્તિઓને કારણે વિશાળ વસવાટોને નાના નાના ખંડોમાં વિભાજિત કરાય છે ત્યારે જે સસ્તનો કે પક્ષીઓને વિશાળ પ્રદેશની જરૂર છે તેની પર અસર પડે છે જેથી વસ્તી ઘટાડો જોવા મળે છે.

(b) અતિશોષણ (Over – exploitation): મનુષ્યની ખોરાક અને આશ્રયસ્થાન માટેની આવશ્યકતા અતિશય વધી ગઈ છે જેના માટે તે નૈસર્ગિકસ્રોતોનું અતિશોષણ કરે છે.

  1. છેલ્લાં 500 વર્ષોમાં સ્ટીલર સી-કાઉ, પેસેન્જર પીજીયન જેવી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે.
  2. ઘણી દરિયાઈ માછલીની વસ્તી ઓછી થઈ રહી છે. વ્યાવસાયિક રીતે મહત્ત્વની કેટલીક જાતિઓનું અસ્તિત્વ ખતરામાં મુકાયું છે.

(c) વિદેશી જાતિઓનું અતિક્રમણ (Alien speciesinvasions):

પેટપ્રશ્નઃ સ્થાનિક જાતિઓમાં ઘટાડોકે તેમનાવિલોપન માટે વિદેશી જાતિઓનું અતિક્રમણ કારણભૂત છે- શામાટે ?
ઉત્તર:
આકસ્મિક રીતે કે ઇરાદાપૂર્વક પ્રવેશ પામતી કેટલીક વિદેશી જાતિઓ કોઈ ચોક્કસ પ્રદેશમાં પ્રવેશ પામે છે અને કેટલીક જાતિઓ આક્રમક બની સ્થાનિક જાતિઓનો નાશ કે ઘટાડો પ્રેરે છે.

  1. નાઇલ પર્શને (મીઠા જળની માછલી) પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી તો સ્થાનિક સિચલિડ (cichlid) માછલીઓનો 200થી વધુ જાતિ સમૂહ એકસાથે નાશ પામ્યો.
  2. ગાજર ઘાસ (Parthenium), ગંધારી (lantana) અને જળકુંભી (Eichornia) જેવી નીંદણ જાતિઓ પર્યાવરણને નુકસાન કરે છે, સ્થાનિક જાતિઓ માટે ભય પ્રેરે છે.
  3. જળચર સજીવના ઉછેર માટે ક્લેરિયસ ગેરિપિનસ નામની આફ્રિકન કૅટફિશને આપણી નદીઓમાં દાખલ કરાઈજેસ્થાનિક કૅટફિશ માટે જોખમરૂપ બની રહી છે.

(d) સહવિલોપન કે સહલુપ્તતા (Co-extinctions) : જયારે કોઈ એક જાતિ લુપ્ત થઈ જાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણીજાતિઓ પણ ફરજિયાતપણે લુપ્ત થઈ જાય છે. યજમાન માછલીની જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના પરોપજીવીઓનું જૂથ પણ નાશ પામે છે. વનસ્પતિમાં પરાગવાહકની સહોપકારિતામાં એક જાતિનું વિલોપન અન્ય જાતિનો નાશ
પ્રેરે છે.

પ્રશ્ન 3.
તમારા રોજબરોજના અવલોકનને આધારે, એક ઉદાહરણ દ્વારા સમજાવો કે કઈ રીતે એક જાતિની લુપ્તતા બીજી જાતિને પણ લુપ્તતા તરફ દોરી જાય છે.
ઉત્તર:
સહલુપ્તતા એ એકબીજા સાથે પરસ્પર સંકળાયેલ કે એકબીજા સાથે સંકળાયેલ જાતિઓ પૈકી છે. ઉદાહરણ તરીકે યજમાન માછલી લુપ્ત થાય તેની સાથે બહારની બાજુએ સંકળાયેલ બીજા પરોપજીવીઓ પણ લુપ્ત થાય છે. બીજા ઉદાહરણ તરીકે વનસ્પતિમાં પરાગનયન કરવાની સાથે પરસ્પરતાથી જોડાયેલ હોય છે, કે જ્યાં એક જાતિની લુપ્તતા બીજી જાતિની લુપ્તતા તરફ દોરવામાં આવેલ હોય છે.

કીટકો; ઓફિક્સ એક કરતાં વધુ વનસ્પતિની જાતિ ઉપર ખોરાક માટે આધાર રાખતાં પોલીફેગસ અથવા મોનોફેગસ (ચોક્કસ વનસ્પતિની જાતિ ઉપર ખોરાક માટે આધાર રાખતાં પ્રાણીઓ). મોનોફેગસ કીટકો લુપ્ત બને છે. જે વનસ્પતિ જાતિઓ કે જેની ઉપર તેઓ ખોરાક માટે ભાગ લે છે. તે પણ લુપ્ત બને છે.

GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 4.
જાતિ-વિસ્તાર વક્રને જાતિઓની સંખ્યા વિરુદ્ધ વિસ્તારનો આલેખ દોરી કેવી રીતેનાના વિસ્તાર કરતાં મોટા વિસ્તારનો ઢાળ વધુ જોવા મળે છે?
ઉત્તર:
વધુ મોટા વિસ્તારમાં જાતિઓની સંખ્યા ઘણી વધારે હોય છે. તેથી વક્ર ઘણો ઢોળાવવાળો હોય છે. તે હોવા પાછળનું કારણ એ છે કે મોટા વિસ્તારમાં ખોરાકની પ્રાપ્તિ વધુ હોય છે અને બીજા સ્રોતો પણ વધુ હોય છે. આથી તેના કારણે વધુ જાતિઓ વધે છે.

પ્રશ્ન 5.
શું તે શક્ય છે કે ઉત્પાદકતા અને વિવિધતા નૈસર્ગિક સમાજમાં એકસો વર્ષો સુધીના સમયગાળામાં અચળ રહી શકે?
ઉત્તર:
ના, ચોક્કસ સમયગાળા દરમિયાન નૈસર્ગિક સમાજમાં વિવિધતા અને ઉત્પાદકતા ચોક્કસ રહી શકે નહીં. કારણ કે,

  1. હકીકતમાં નૈસર્ગિક સમાજ ક્યારેય જાળવી શકાય નહીં.
  2. પુષ્કળ પ્રમાણમાં સ્રોતો ક્યારેય સતત મળી શકતાં નથી. તેઓ હંમેશાં અપૂરતા પ્રમાણમાં કે જરૂર પૂરતા હોતા નથી.
  3. અસ્તિત્વ અને પ્રજનન માટે વાતાવરણીય પરિસ્થિતિ સતત રીતે બદલાતી રહે છે.

પ્રશ્ન 6.
ઉષ્ણકટિબંધ/ઉપઉષ્ણકટિબંધના પ્રદેશોમાં જૈવવિવિધતાનું પ્રમાણ સમશીતોષ્ણકટિબંધપ્રદેશકરતાં ઘણું વધારે છે. સમજાવો.
ઉત્તર:
ઉષ્ણકટિબંધ અને ઉપઉષ્ણકટિબંધ વિસ્તાર વધારે પ્રમાણમાં જૈવવિવિધતા દર્શાવે છે. કારણ કે વાતાવરણીય સ્થિતિ ઓછા પ્રમાણમાં ચલિત હોય છે. આથી ઉષ્ણકટિબંધમાં લાંબો ઉત્ક્રાંતીય સમય, જાતિની વિવિધતા, સમશીતોષ્ણ વાતાવરણમાં ઋતુકીય વાતાવરણ ઓછું, સતત અને અણધારું હોય છે. આથી વિશિષ્ટ વિશિષ્ટતા અને જાતિની વિવિધતા જોવા મળે છે.

પ્રશ્ન 7.
શા માટે બેક્ટરિયાની જૈવવિવિધતાનું માપન કરવા માટે પરંપરાગત પદ્ધતિઓ યોગ્ય નથી?
ઉત્તર:

  • વિટ્રોમાં કેટલાંક બૅક્ટરિયાનો વિકાસ કરી શકાતો નથી. કારણ કે તે તેઓના બાહ્યાકાર અને જૈવરાસાયણિક લક્ષણો ઓળખવામાં સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.
  • બૅક્ટરિયાની જૈવવિવિધતા નક્કી કરવા બાહ્યાકાર રચના જૈવ રાસાયણિક અને કેટલીક અન્ય લાક્ષણિકતાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આથી બૅક્ટરિયાની જૈવવિવિધતા નક્કી કરવામાં પરંપરાગત પદ્ધતિઓ ઉપયોગી નથી.

પ્રશ્ન 8.
કયા માપદંડોને આધારે કોઈ જાતિને લુપ્તતાના ભયમુક્ત જૂથમાં વર્ગીકૃતકરી શકાય?
ઉત્તર:
જાતિને લુપ્તતાના ભયયુક્ત જૂથમાં વર્ગીકૃત કરવાના માપદંડો નીચે મુજબ છે:

  1. ભયાનક દરેક જાતિના સભ્યોની સંખ્યામાં ઘટાડો થાય છે.
  2. તેઓનું રહેઠાણ સુધારેલ હોય કે નાશ પામેલ હોય.
  3. શિકારી પ્રવૃત્તિઓ વધેલ હોય.

પ્રશ્ન 9.
અન્ય પ્રાણી જૂથ કરતાં ઉભયજીવી પ્રાણીઓની લુપ્ત થવાની સંભાવના વધારે છે. તે માટેની સંભવિત સમજૂતી આપો.
ઉત્તર:
અન્ય પ્રાણીજૂથ કરતાં ઉભયજીવી પ્રાણીઓની લુપ્ત થવાની સંભાવના વધારે છે.

  • રહેઠાણનો સુધારો કે નાશ પામવું: ઉભયજીવીઓ રક્ષણ મેળવવા જલીય કે ભૂમિ ઉપરના રહેઠાણની જરૂરિયાત ધરાવે છે. રહેઠાણ માટેનો ભય તેઓની વસ્તીને અસર કરે છે. આથી ઉભયજીવીઓ તેઓના રહેઠાણના સુધારા માટેની નબળાઈ ધરાવે છે કે પછી સજીવોને એક જ પ્રકારના રહેઠાણની જરૂરિયાત રહેલ છે.
  • રહેઠાણનું વિભાજન આનો અર્થ એ કે નાના નાના રહેઠાણ દ્વારા ઓછા વિસ્તાર દ્વારા રહેઠાણમાં સુધારો થાય છે. નાની વસ્તી આવા ટુકડાઓમાં વસે છે. તેઓ વાતાવરણમાં નાના ફેરફારોને કારણે ઘણી વખત આંતરિક પ્રજનન, આનુવંશિકતાનું વહન કે લુપ્તતા માટે ઘણી વખત સંવેદનશીલ હોય છે.
  • વાતાવરણમાં મોટા પ્રમાણમાં ફેરફાર ઃ આ પ્રકારના ફેરફારો તેઓના જલીય રહેઠાણને સુધારી ઉભયજીવીઓને સ્પાઉનીંગથી અટકાવે છે.

પ્રશ્ન 10.
પૃથ્વી પર કુલ જાતિઓની સંખ્યા વૈજ્ઞાનિકો કઈ રીતે મૂલ્યાંકિત કરે છે?
ઉત્તર:

  • વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રાથમિક પદ્ધતિમાં પૃથ્વી ઉપર રહેલ જાતિઓની સંખ્યાને મૂલ્યાંકિત કરવા નવી જાતિઓની શોધ દ્વારા અંદાજિત દર લેવામાં આવે છે
  • ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં કીટકોની જાતિઓના સમૂહની સમૃદ્ધતાનો સંપૂર્ણ અભ્યાસ કરી આંકડાશાસ્ત્રીય તફાવત દ્વારા જાતિઓની કુલ સંખ્યાને મૂલ્યાંકિત કરવામાં આવે છે. ગુણોત્તરને પછી વનસ્પતિઓ અને પ્રાણીઓની હાલની જાતિઓને મૂલ્યાંકિત કરી, પૃથ્વી ઉપરની કુલ જાતિઓની કુલ અંદાજિત સંખ્યા નક્કી કરી શકાય.

GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 11.
સજીવની વિવિધતામાનવ માટે ફાયદાકારક છે, તેનાં બે ઉદાહરણો આપો.
ઉત્તર:
જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાનાં કારણોને નીચેનાં ત્રણ ઉદ્દેશ્યોમાં સમાવાય છે:
(a) સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી
(b) વ્યાપક રીતે ઉપયોગિતાવાદી
(c) નૈતિક.

(a) સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદીઃ આ કારણો ખૂબ સ્પષ્ટ છે જેમ કે,

  1. મનુષ્યો પ્રકૃતિમાંથી સીધા અગણિત લાભો મેળવે છે ખોરાક (ધાન્ય, કઠોળ, ફળ), બળતણ, રેસા, ઔદ્યોગિક પેદાશો જેમ કે ગુંદર, રાળ, રંગ, ટેનિન વગેરે અને ઔષધીય પેદાશો.
  2. સ્થાનિક જાતિઓ લગભગ વનસ્પતિની 25000 જેટલી જાતિઓનો પારંપરિક દવાઓ તરીકે ઉપયોગ કરે છે. 25 ટકાથી વધુ દવાઓ વનસ્પતિમાંથી મેળવાયછે.

(b) વ્યાપક રીતે ઉપયોગિતાવાદીઃ

  1. પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસનતંત્રકીય સેવાઓમાં જૈવવિવિધતા મહત્ત્વનો ભાગ ભજવે છે.
  2. એમેઝોન જંગલો પ્રકાશસંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણના કુલ ઑક્સિજનના 20 ટકા જેટલો O2 ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે.
  3. પરાગનયન જેના વગર ફળો કે બીજ નિર્માણ ના પામી શકે.
  4. બીજા અપ્રત્યક્ષ લાભો પણ આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ. જેવા કે, પક્ષીઓને નિહાળવાનો, ગાતા સાંભળવાનો, વિવિધ પુષ્પોને નિહાળવાનો, ગાઢ જંગલોમાં ચાલવાનો વગેરે.

(c) નૈતિકઃ

  1. આ પૃથ્વી ગ્રહ પર રહેલી એવી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ જેના આપણે ઋણી છીએ.
  2. દાર્શનિક કે આધ્યાત્મિક રીતે આપણે સમજવું જરૂરી છે કે દરેક જાતિઓ તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે.
  3. ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ સુખાકારી માટે આપણા જૈવિક વારસાનું જતન કરવાની આપણી નૈતિક ફરજ છે.

પ્રશ્ન 12.
જૈવવિવિધતાના લોપનાં માનવસર્જિત કારણો સિવાયનાં અન્ય બે મુખ્ય કારણો આપો.
ઉત્તર:
(c) વિદેશી જાતિઓનું અતિક્રમણ (Alien speciesinvasions):

પેટપ્રશ્નઃ સ્થાનિક જાતિઓમાં ઘટાડોકે તેમનાવિલોપન માટે વિદેશી જાતિઓનું અતિક્રમણ કારણભૂત છે- શામાટે ?
ઉત્તર:
આકસ્મિક રીતે કે ઇરાદાપૂર્વક પ્રવેશ પામતી કેટલીક વિદેશી જાતિઓ કોઈ ચોક્કસ પ્રદેશમાં પ્રવેશ પામે છે અને કેટલીક જાતિઓ આક્રમક બની સ્થાનિક જાતિઓનો નાશ કે ઘટાડો પ્રેરે છે.

  1. નાઇલ પર્શને (મીઠા જળની માછલી) પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી તો સ્થાનિક સિચલિડ (cichlid) માછલીઓનો 200થી વધુ જાતિ સમૂહ એકસાથે નાશ પામ્યો.
  2. ગાજર ઘાસ (Parthenium), ગંધારી (lantana) અને જળકુંભી (Eichornia) જેવી નીંદણ જાતિઓ પર્યાવરણને નુકસાન કરે છે, સ્થાનિક જાતિઓ માટે ભય પ્રેરે છે.
  3. જળચર સજીવના ઉછેર માટે ક્લેરિયસ ગેરિપિનસ નામની આફ્રિકન કૅટફિશને આપણી નદીઓમાં દાખલ કરાઈજેસ્થાનિક કૅટફિશ માટે જોખમરૂપ બની રહી છે.

(d) સહવિલોપન કે સહલુપ્તતા (Co-extinctions) : જયારે કોઈ એક જાતિ લુપ્ત થઈ જાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણીજાતિઓ પણ ફરજિયાતપણે લુપ્ત થઈ જાય છે. યજમાન માછલીની જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના પરોપજીવીઓનું જૂથ પણ નાશ પામે છે. વનસ્પતિમાં પરાગવાહકની સહોપકારિતામાં એક જાતિનું વિલોપન અન્ય જાતિનો નાશ
પ્રેરે છે.

પ્રશ્ન 13.
નાશપ્રાયઃ જાતિ એટલે શું? નાશપ્રાયઃ વનસ્પતિ અને નાશપ્રાયઃ પ્રાણીજાતિનું એક-એક ઉદાહરણ આપો.
ઉત્તર:

  • નાશપ્રાયઃ જાતિઓ એ સજીવોની વસ્તી છે કે જે લુપ્ત થવાના ઊંચા જોખમનો સામનો કરે છે કારણ કે,
    (a) તેઓની સંખ્યા ઘણી ઓછી હોય છે.
    (b) બદલાતા વાતાવરણ દ્વારા સંકટ અનુભવે છે.
    (c)શિકારીઓની ધમકીનો સામનો કરે છે.
  • નાશપ્રાયઃ વનસ્પતિ જાતિઓ વીનસ ફલાય ટ્રેપ
  • નાશપ્રાય: પ્રાણીની જાતિઓ સાઇબેરિયન વાઘ

પ્રશ્ન 14.
ધાર્મિક વનસ્પતિઓ એટલે શું ? અને તેમની જૈવવિવિધતાની જાળવણીમાં શી ભૂમિકા છે?
ઉત્તર:
જનીનનિધિ: જવલ્લે પ્રાપ્ત જનીનોની જાળવણી માટે વિકસાવાય છે. ખાસ કરીને પાકોની જાતો અને જંગલી જનીનિક સ્રોતોની જાળવણી માટે મહત્ત્વની છે.

પ્રશ્ન 15.
પરવાળા ખડક, મેન્ગ્રોસ વનસ્પતિઓ અને વેલાનમુખીનો અભ્યાસ કરવા માટેનાં યોગ્ય સ્થળો જણાવો.
ઉત્તર:
પરવાળા ખડકોનો, અભ્યાસ કરવા માટે અંદામાન અને નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળમાં સુંદરવનમાં મેન્ગ્રોવ પ્રકારની વનસ્પતિઓ, કર્ણાટકના દરિયાકિનારે વેલાનર્મુખી સૂચવેલ છે.

પ્રશ્ન 16.
શું તે સાચું છે કે ઉષ્ણ કટિબંધમાં સૌરઊર્જાની પ્રાપ્યતા વધુ છે? ટૂંકમાં વર્ણવો.
ઉત્તર:
હા, ઉષ્ણ કટિબંધમાં વધુ સૌરઊર્જા મળી શકે છે. કારણ કે,

  1. સૂર્યનાં કિરણો વધુ કેન્દ્રિત હોય છે.
  2. સૂર્યનાં કિરણોને પસાર થવા માટે ઓછું વાતાવરણ જરૂરી છે. આથી વાતાવરણમાં સૂર્યનાં કિરણોના શોષણ અને પરાવર્તન માટે ઓછી શક્તિની આવશ્યકતા રહેલ છે.
  3. ઉષ્ણ કટિબંધના વર્ષાજંગલોના વિસ્તારમાં વધુ ઘટ્ટ વિસ્તારવાળી વનસ્પતિઓ હોવાથી વિકિરણો શોષે છે. ઉષ્ણ કટિબંધમાં વધુ સૂર્યશક્તિ મળવાને કારણે વધુ પ્રમાણમાં ઉત્પાદકતા મેળવી શકે છે કે જેના બદલામાં ઘણી મોટી જૈવવિવિધતા પૂરી પાડેછે.

GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 17.
સહલુપ્તતા શું છે?યોગ્યઉદાહરણ સાથે વર્ણવો.
ઉત્તર:

  • જયારે જાતિ લુપ્ત બને છે ત્યારે તેની સાથે સંકળાયેલ વનસ્પતિ અને પ્રાણીની જાતિઓ ફરજિયાત રીતે લુપ્ત બને છે. ઉદાહરણ જયારે યજમાન માછલીની જાતિ લુપ્ત બને છે ત્યારે પરોપજીવી પણ દૂર થાયછે, આને સહલુપ્તતા કહે છે.
  • સહલુપ્તતાના બીજા ઉદાહરણોમાં વનસ્પતિની પરાગરજવાહક પરસ્પરતા દર્શાવે છે. ત્યારે એકની લુપ્તતા બીજાની લુપ્તતા દર્શાવે છે. જ્યારે એક વસ્તુ ઉપર આધાર રાખતાં મોનોફેગસ કીટકો ચોક્કસ વનસ્પતિ જાતિ ઉપર આધાર રાખે છે. તે વનસ્પતિ લુપ્ત થતાં તે કીટક પણ લુપ્ત થાય છે.

દીર્ઘજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
વિદેશી જાતિના પ્રવેશથી કેવી રીતે કોઈ વિસ્તારની જાતિ વિવિધતા ઘટે છે તે સવિસ્તર સમજાવો.
ઉત્તર:

(c) વિદેશી જાતિઓનું અતિક્રમણ (Alien speciesinvasions):

પેટપ્રશ્નઃ સ્થાનિક જાતિઓમાં ઘટાડોકે તેમનાવિલોપન માટે વિદેશી જાતિઓનું અતિક્રમણ કારણભૂત છે- શામાટે ?
ઉત્તર:
આકસ્મિક રીતે કે ઇરાદાપૂર્વક પ્રવેશ પામતી કેટલીક વિદેશી જાતિઓ કોઈ ચોક્કસ પ્રદેશમાં પ્રવેશ પામે છે અને કેટલીક જાતિઓ આક્રમક બની સ્થાનિક જાતિઓનો નાશ કે ઘટાડો પ્રેરે છે.

  1. નાઇલ પર્શને (મીઠા જળની માછલી) પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી તો સ્થાનિક સિચલિડ (cichlid) માછલીઓનો 200થી વધુ જાતિ સમૂહ એકસાથે નાશ પામ્યો.
  2. ગાજર ઘાસ (Parthenium), ગંધારી (lantana) અને જળકુંભી (Eichornia) જેવી નીંદણ જાતિઓ પર્યાવરણને નુકસાન કરે છે, સ્થાનિક જાતિઓ માટે ભય પ્રેરે છે.
  3. જળચર સજીવના ઉછેર માટે ક્લેરિયસ ગેરિપિનસ નામની આફ્રિકન કૅટફિશને આપણી નદીઓમાં દાખલ કરાઈજેસ્થાનિક કૅટફિશ માટે જોખમરૂપ બની રહી છે.

પ્રશ્ન 2.
તમે એક વ્યક્તિ તરીકે કેવી રીતે જૈવવિવિધતાના લોપને અટકાવી શકો?
ઉત્તર:

  • જૈવવિવિધતા વિવિધ પ્રકારની જાતિઓ, નિવસનતંત્ર, જનીન અને જનીનસંકુલ ચોક્કસ સ્થાનમાં અને પૃથ્વીના જુદા જુદા ભાગોમાં જોવા મળે છે.
  • એક વ્યક્તિ તરીકે જૈવવિવિધતા જૈવિક અને અજૈવિક સ્રોતોનું મૅનેજમેન્ટ દ્વારા સંરક્ષણ કરવાની ચોક્કસ નીતિ દ્વારા સંરક્ષણ કરી શકાય. કેટલીક સંરક્ષણની નીતિઓ નીચે મુજબ છે :
    1. ઉપયોગી પ્રાણીઓ અને વનસ્પતિઓને તેઓના કુદરતી રહેઠાણોમાં ઉપયોગી સંરક્ષણ પૂરું પાડવું જોઈએ.
    2. ખોરાક મેળવવાના અને પ્રજનનનો વિસ્તાર જેવાં મહત્ત્વપૂર્ણ રહેઠાણનું સંરક્ષણ તેમજ આરામનો વિસ્તાર લુપ્ત થાય તે પહેલાંના પ્રાણીઓ (endangered)ની જાતિઓનું રક્ષણ કરવું જોઈએ તેમજ તેઓની વૃદ્ધિ અને ગુણનને વધારવું જોઈએ.
    3. શિકારનો પ્રતિબંધ લાદવો જોઈએ અથવા નિયંત્રિત કરવો જોઈએ.
    4. દ્વિપક્ષીય કે બહુપક્ષીય કરાર દ્વારા માઇગ્રેટ થનારા પ્રાણીઓને રક્ષણ આપવું જોઈએ.
    5. જૈવવિવિધતાની અગત્યતા અને તેના સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવા જોઈએ.
    6. કુદરતી સ્રોતોની અતિશયોક્તિ રાખવી જોઈએ.
    7. માલનો પુરવઠો અને સેવાઓ જાળવી રાખવા માટે જૈવવિવિધતા ઘણો અગત્યનો ભાગ ભજવે છે.
    8. જૈવ વિવિધતાનું સંરક્ષણ બધા જીવંત સજીવો અને તેઓના ભવિષ્યની પેઢીઓના સંરક્ષણ માટે ખાતરી આપે છે.

પ્રશ્ન 3.
નિવસનતંત્રની સ્થિરતા અને વિવિધતા એકબીજા સાથે સીધા સંબંધિત છે. આ વિધાન માટે પોલ ઈથરલીક દ્વારા અપાયેલ સમજૂતી સિવાય તમે કોઈ વૈજ્ઞાનિક સમજૂતી આપી શકો?
ઉત્તર:

  • નિવસનતંત્રની સ્થિરતા અને વિવિધતા વચ્ચેનો સીધો સંબંધની વૈજ્ઞાનિક સમજૂતી નીચે પ્રમાણે હોઈ શકે:
  • જંગલના વિસ્તારમાં વનસ્પતિઓની વિવિધ જાતિઓ વૃદ્ધિ પામે છે તેનો વિચાર કરો. વનસ્પતિઓ, કીટકોની વિવિધ જાતિઓનું રહેઠાણ છે, કે જેની ઉપર વિવિધ પક્ષીઓની જાતિઓ નાશ પામે ત્યારે તેને સંલગ્ન કીટકોની વસ્તી પર પણ અસર થાય છે કે જે પક્ષીઓને ખોરાકનમળવા બાબત દર્શાવે છે.
  • વધારામાં જો વનસ્પતિ જાતિઓ નાઇટ્રોજન સ્થાપક હોય તો આ વનસ્પતિઓનો નાશ થાય પછી એટલે કે નાઇટ્રોજનયુક્ત જમીનમાં પરિપૂર્ણ ન થઈ શકે. આ દેખીતી રીતે બીજી વનસ્પતિઓને પણ અસર થાય. આથી જો ચક્રિય પ્રક્રિયા ચાલુ રહે તો આખી રહેઠાણ કે નિવસનતંત્ર નકારાત્મક અસર પામે છે.

પ્રશ્ન 4.
માનવ ઉર્વિકાસની સાથે માનવ અને વન્યજીવન વચ્ચેના સંઘર્ષની સાથે માનવ ઉવિકાસની શરૂઆત થઈ હતી. આધુનિક માનવની પ્રવૃત્તિઓને કારણે સંઘર્ષની તીવ્રતા વધી. તમારા જવાબની યથાર્થતા માટે યોગ્યઉદાહરણો આપી સમજાવો.
ઉત્તર:

  • 2.5 મિલિયન વર્ષો પૂર્વે માનવી સૌપ્રથમ ઉત્ક્રાંતિ પામેલ હતો અને કૃષિ (ખેતીવાડી)ની શરૂઆત 11 હજાર વર્ષો પૂર્વે થઈ હતી. તે પછી માનવીએ ખેતીવાડી માટે જંગલની જમીનનું શોષણ શરૂ કરેલ હતું.
  • મૅડિકલ ટેકનોલૉજીના વિકાસ માનવીનો જીવનકાળ વધારી દીધો છે તે ઉપરાંત માતા અને બાળકનો મૃત્યુદર ઘટાડ્યો છે. વધુમાં માનવવસ્તીની સમસ્યા સુધારેલછે.
  • આની સાથે ઔદ્યોગિક ઉત્ક્રાંતિને લીધે પૃથ્વીના સ્રોતોનો વિશાળ વપરાશ વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરેલ છે. કચરાનો મોન્યુમેન્ટલ જથ્થો, બીજી જાતિઓના કુદરતી રહેઠાણનો નાશ કરેલ છે. આ રહેઠાણ જલીય કે ભૂમીય, ખતરનાક બને છે અને પછી તેઓની લુપ્તતા પ્રેરે છે.
  • માનવ અને જંગલી જીવન વચ્ચેનો સંઘર્ષ વધે તેવી માનવ પ્રવૃત્તિઓ છે.

પ્રશ્ન 5.
નિવસનતંત્રની સેવા એટલે શું ? નૈસર્ગિક નિવસનતંત્રો દ્વારા દર્શાવાતી મુખ્ય ચાર સેવાઓ જણાવો. શું તમે નિવસનતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાની કિંમત ચૂકવવાના હિમાયતી છો કે વિરોધી છો?
ઉત્તર:

  • નિવસનતંત્ર પ્રક્રિયાઓની નીપજોને નિવસનતંત્રની સેવાઓ તરીકે કહેવામાં આવે છે. જંગલો નિવસનતંત્રીય સેવાઓના મુખ્ય સ્રોત છે. તેઓ પૂરી પાડે છે તેવી નિવસનતંત્રીય સેવાઓ નીચે મુજબ છે :
    1. હવા અને પાણીનું શુદ્ધીકરણ
    2. દુષ્કાળ અને પૂરને દૂર કરવાં
    3. ચક્રીય રીતે પોષકતત્ત્વોની ગોઠવણ
    4. ઉપજાઉ જમીન ઉત્પન્ન કરવી
    5. જંગલજીવન રહેઠાણ પૂરું પાડવું.
    6. જૈવવિવિધતાની જાળવણી
    7. પાકનું પરાગનયન થવું
    8. કાર્બન માટે સંગ્રહ કરતી જગ્યા ઊભી કરવી
    9. સૌંદર્ય, ખુશી, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પૂરાં પાડવાં.
  • રૉબર્ટ કોનસ્ટાન્ઝા અને તેના મિત્રોએ કુદરતી જીવનની સપોર્ટ સેવાઓ પૂરી પાડવાની કિંમતોની યાદી મૂકવાનો પ્રયાસ કર્યો હતો કે જે એક વર્ષમાં લગભગયુ.એસ. ડૉલર 33 ટ્રિલિયન હતો.
  • ના, હું નિવસનતંત્રની સેવાની કિંમત ચૂકવવા માટે વિરોધ કરું છું. પરંતુ કુદરત આપણને કેટલી બધી સેવાઓ મફતમાં આપે છે. તે આપણે સમજવું જોઈએ તે અગત્યની બાબત છે. જો આપણે કુદરતના સ્રોતોનો ખોટો કે વધુ પડતો ઉપયોગ કરીએ, તો આપણે તેના માટે ભારે કિંમત ચૂકવવી પડે.

GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 6.

જૈવવિવિધતાનાં ખોરાક, ડ્રગ્સ, દવા, બળતણ અને રેસાઓના ઉપભોગીમૂલ્યની યોગ્યઉદાહરણ દ્વારા સમજૂતી આપો.
ઉત્તર:

  • આ પૃથ્વી ઉપર જૈવવૈજ્ઞાનિક સ્રોતો જીવનનો આધાર છે. મહત્તમ જૈવવિવિધતા ધરાવતા દેશોમાં બાકીના વિશ્વ સાથે સ્પર્ધા કરવાની વધુ સારી ક્ષમતા હોય છે. જૈવવિવિધતાનું આર્થિક મહત્ત્વ ઊંચું હોવાને કારણે તેના ઘણા ઉપયોગો છે, કેટલાકમાંથી જે ઉપભોક્તા મૂલ્યને અનુસરે છે તે નીચે મુજબ છેઃ
  • ખોરાકઃ જૈવવિવિધતાના સ્રોતો જેવાં કે પશુધન, જંગલની વસ્તુઓ અને માછલીઓ આધુનિક કૃષિવિદ્યામાં જૈવવિવિધતાના નવા પાકના સ્રોતો દ્વારા થાય છે. ઉદાહરણઃ માત્ર ત્રણ અનાજ જેવા કે ઘઉં, ચોખા અને મકાઈમાં 55% પ્રોટીન અને 60%કેલરી માનવમાં પૂરી પાડે છે.
  • ઔષધો જેવાં કે મૉર્ફિન (પાપાવર સોમ્નીફેરમ), ક્વિનાઈન (સીકોના લેડજેરીઆના), રેસ્પેરીન (રાઉવોલ્ફીઆ વોમીટારીયા), બેલાડોના (એટ્રોપા બેલાડોના), એકોનાઇટ (એકોનીટમ), ટેટ્રાસાયક્લિન (બેક્ટરિયા), ડીજીટાલીન (ડીજીટાલીસ) વગેરે ઔષધીય વનસ્પતિઓના ઉદાહરણ છે.
  • વનસ્પતિઓ જેવી કે કોરકોરસ, ગોસીપીયમમાંથી રેસાઓ મળે છે. જયારે જેટ્રોપા જૈવબળતણનો સ્રોત છે. અશ્મિ બળતણ (પેટ્રોલિયમ) સજીવોનાઅશ્મિ માંથી મળે છે.

પ્રશ્ન 7.
જો આપણે વિષુવવૃત્તીય પ્રદેશથી ધ્રુવ તરફ જઈએ, તો જાતિવિવિધતા ઘટતી જાય છે. આ માટેનાં શક્યકારણો જણાવો.
ઉત્તર:

  • જેમ આપણે વિષુવવૃત્ત પ્રદેશથી ધ્રુવ તરફ જઈએ છીએ તેમ જાતિઓની વિવિધતા ઘટતી જાય છે. કારણ કે,
    1. તાપમાન ઘટતું ‘ જાય છે અને સ્થિતિ કઠોર બને છે.
    2. સૂર્યશક્તિનું પ્રમાણ અને તીવ્રતા ઘટતી જાય છે.
    3. વનસ્પતિઓ ઘટતી જાય છે.
    4. જાતિઓને મદદ કરવા ઓછા સ્રોત પ્રાપ્ત થાય છે.
  • પ્રજાતિકરણ એ સમય અને પર્યાવરણની સ્થિરતાનું કાર્ય છે. આથી જો પરિસ્થિતિ કઠોર (સખત) હોવાથી જાતિઓને બચવા અને અનુકૂળ બનવાનું અઘરું છે. યુવતરફ જૈવવિવિધતામાં ઘટાડો પરિણમે છે.

પ્રશ્ન 8.
પૌલ ઇહરલિકે આપેલ અધિતક “રીવેટ પોપર હાઇપોથિસિસ’ને ટૂંકમાં વર્ણવો.
ઉત્તર:
જાતિની સંખ્યા અને નિવસનતંત્રની કામગીરી આ બંને બાબતો પરસ્પર આધારિત છે કે નહિ તેની કોઈ સ્પષ્ટતા પરિસ્થિતિવિદો પાસે નથી.

પહેલાંની માન્યતા પ્રમાણે વધુ જાતિ ધરાવતાં સમુદાયોની સ્થિરતા ઓછી જાતિ ધરાવતાં સમુદાયો કરતાં વધુ જોવા મળે છે.

  1. સ્થિર સમુદાયમાં તેની ઉત્પાદકતામાં વધુ ફેરફાર ન થતો હોવો જોઈએ.
  2. કુદરતી કે માનવસર્જિત અવરોધો સામે પ્રતિકારક અથવા સ્થિતિસ્થાપક(resilient) હોવું જરૂરી છે.
  3. વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ સામે પ્રતિરોધક પણ હોવું જરૂરી છે.

ડેવિડટિલમેન દ્વારા કરાયેલા પ્રયોગો દ્વારા જાણવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો કુલ જૈવભારમાં ઓછી વિવિધતા દર્શાવતા હતા. વધતી જતી વિવિધતા ઉચ્ચ ઉત્પાદકતા દર્શાવે છે.

હજુ આપણે જાતિસમૃદ્ધિ, નિવસનતંત્રને કઈ રીતે દઢ બનાવે છે તેની સ્પષ્ટતા ધરાવતા નથી. પણ એટલું જ સત્ય છે કે સમૃદ્ધ જૈવવિવિધતા માનવજાતના અસ્તિત્વ માટે જરૂરી છે.

સ્ટેનફૉર્ડ પરિસ્થિતિવિદ્ પૉલ એહરલિચે સાદેશ્યતાના પ્રયોગ દ્વારા આને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિમાન જેવાં નિવસનતંત્રને હજારો ખીલીઓના ઉપયોગ દ્વારા એકસાથે જોડવામાં આવે છે. જો વિમાનના બધાં જ મુસાફરો એક પછી એક ખીલી દૂર કરે (જાતિઓ લુપ્ત થાય.) ત્યારે શરૂઆતમાં આની અસર વિમાન (નિવસનતંત્ર) પરનહીંથાય. (નિવસનતંત્રની ક્રિયાશીલતા જળવાઈ રહેશે.) પણ જ્યારે વધુને વધુ ખીલીઓ દૂર થશે તો વિમાન માટે જોખમી (નિવસનતંત્ર ભયમાં મૂકાશે) બનશે. સાથે સાથે કયો ભાગ દૂર કરાયો છે (બારી-બારણાં કે પંખો) તે મહત્ત્વનું છે. જો ચાવીરૂપ જાતિઓ દૂર થાય તો નિવસનતંત્ર પર ગંભીર અસરો જોવા મળે.

GSEB Solutions Class 12 Biology Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ

પ્રશ્ન 9.
જાતિ સમૃદ્ધતા અને વ્યાપક જાતિવર્ગક માટેનો વિસ્તાર કાટખૂણીય ઉપવલયદશવેિ છે. ટૂંકમાં સમજાવો.
ઉત્તર:

  • જર્મનીના પ્રખ્યાત પ્રકૃતિવિ અને ભૂગોળશાસ્ત્રી એલેકઝાંડર વૉન હમ્બોલ્ટે દક્ષિણ અમેરિકાનાં જંગલોના વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન જોયું કે શોધખોળ વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિસમૃદ્ધિમાં વધારો થાય છે, પણ તે અમુક મર્યાદા સુધી જ હોય છે.
  • વર્ગકો (taxa) જેવાં કે આવૃત બીજધારી વનસ્પતિ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલીઓ વગેરેની વ્યાપક વિવિધતા માટે જાતિસમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ લંબચોરસ અતિવલય (rectangularhyperbola)સ્વરૂપે જોવા મળે છે.
  • લઘુગુણકમાપ પર, આ સંબંધ એ નીચેના સમીકરણ દ્વારા દર્શાવાતી સીધી રેખા છે.
    log S = logC + ZlogA
    S = જાતિસમૃદ્ધિ (Species richness)
    A = વિસ્તાર (Area)
    Z = રેખાનો ઢાળ (સમાશ્રયણ ગુણાંક -Regression coefficient)
    C = Yઆંતછંદ (Intercept)
  • પરિસ્થિતિવિદોએ શોધ કરી કે Z રેખાનું મૂલ્ય 0.1 થી 0.2ની ક્ષેત્રમર્યાદામાં હોય છે. વર્ગીકરણીય સમૂહ (બ્રિટનમાં વનસ્પતિઓ, કેલિફોર્નિયામાં પક્ષીઓ, ન્યૂયોર્કમાં મૂદુકાયો વગેરે) કોઈ પણ હોય તેને અનુલક્ષીને સમાશ્રયણ રેખાનો ઢાળ આશ્ચર્યજનક રીતે સરખો જ રહે છે.
  • પણ જો તમે સમસ્ત ખંડો જેવા ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ-વિસ્તાર સંબંધોનું વિશ્લેષણ કરશો તો જોવા મળે છે કે સમાશ્રયણ રેખાનો ઢાળ ખૂબ જ ત્રાંસો છે. (Z નું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્ર મર્યાદા દર્શાવે છે.) ઉષ્ણ કટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની Z રેખાનો ઢોળાવ 1.15 જેટલો જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *