Gujarat Board GSEB Textbook Solutions Class 12 Biology Chapter 10 માનવ-કલ્યાણમાં સૂક્મ્મ જીવો Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 12 Biology Chapter 10 માનવ-કલ્યાણમાં સૂક્મ્મ જીવો
GSEB Class 12 Biology માનવ-કલ્યાણમાં સૂક્મ્મ જીવો Text Book Questions and Answers
પ્રશ્ન 1.
બેક્ટરિયા નરી આંખે જોઈ શકાતા નથી, પરંતુ તેઓને જોવા માટે : સૂક્ષ્મદર્શક યંત્ર (Microscope) ની મદદ લેવી પડે છે. જો તમે તમારા ઘરેથી તમારી જીવવિજ્ઞાનની પ્રયોગશાળામાં સૂક્ષ્મદર્શકયંત્રની મદદથી સૂક્ષ્મજીવોની હાજરી દર્શાવવા માટે એક નમૂનો નિર્દેશન માટે લઈ જાઓ છો, તો તમે કયો નીનમૂનો લેશો અને શા માટે?
ઉત્તર:
દહીંનો નમૂનો લઈ શકાય કારણ કે તેમાં લાખોની સંખ્યામાં લેક્ટિક ઍસિડબેક્ટરિયા હોય છે જેમાઈક્રોસ્કોપની મદદથી જોઈ શકાયછે.
પ્રશ્ન 2.
ચયાપચય દરમિયાન સૂક્ષ્મજીવો વાયુઓ મુક્ત કરે છે, તેને સિદ્ધ કરતાં ઉદાહરણો આપો.
ઉત્તર:
ઢોંસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું એ બેક્ટરિયા દ્વારા આથવણની ક્રિયાથી બને છે. આ ખીરામાં CO2 ઉત્પન્ન થવાને કારણે : તે ફૂલેલું દેખાય છે.
પ્રશ્ન 3.
તમે કયા ખોરાકમાં લેક્ટિક એસિડ બેક્ટરિયા (LAB) જોઈ શકો છો? તેઓના કેટલાક ઉપયોગીપ્રયોજનો જણાવો.
ઉત્તર:
દહીંમાં લેક્ટિક ઍસિડ બૅક્ટરિયા જોઈ શકાય છે. જે વિટામિન Bjpની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે. આપણા જઠરમાં પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવામાં LAB ખૂબ જ લાભદાયી છે.
પ્રશ્ન 4.
ઘઉં, ચોખા અને ચણામાંથી બનાવેલ કેટલીક પરંપરાગત ભારતીય ખાદ્યપદાર્થો (અથવા તેઓની નીપજ)ના નામ આપો અને તેમાં કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે?
ઉત્તર:
- ઢોંસા, ઇડલી અને ઉપમા
- બૅક્ટરિયા સ્ટ્રેપ્ટોકોકસ, લેક્ટોબેસિલસ ફરમેન્ટમ
- યીસ્ટ સેકેરોમાયસીસ, ટ્રાઇકોસ્પોરોન
પ્રશ્ન 5.
નુકસાનકારક બેક્ટરિયાના કારણે થતા રોગોના નિયંત્રણમાં કયા ઉપયોગી સૂક્ષ્મજીવોની મુખ્ય ભૂમિકા હોય છે?
ઉત્તર:
સૂક્ષ્મજીવો નુકસાનકારક બેક્ટરિયાના કારણે થતા રોગોના નિયંત્રણમાં ખૂબ જ ઉપયોગી છે. કારણ કે તેમાંથી પ્રતિજૈવિક દ્રવ્યો તૈયાર કરવામાં આવે છે. દા.ત., પેનિસિલિયમ.
પ્રશ્ન 6.
ફૂગની કોઈ પણ બે જાતિનાં નામ આપો કે જે એન્ટિબાયોટિક્સના નિર્માણમાં ઉપયોગી છે?
ઉત્તર:
- પેનિસિલિયમનોટેટમ,
- પેનિસિલિયમક્રિસોજીનમ.
પ્રશ્ન 7.
સુએઝ એટલે શું? આપણા માટે સુએઝ કેવી રીતે હાનિકારક છે?
ઉત્તર:
- શહેરો અને નગરોમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય છે જેનો મુખ્ય ઘટકમાનવમળ છે.
- આ ગંદા પાણીને સુએઝ કહે છે. આ સુએઝમાં ખૂબ જ પ્રમાણમાં રોગકારક સૂક્ષ્મજીવો જોવા મળે છે જે વિવિધ પ્રકારના રોગોથવા માટે જવાબદાર છે.
પ્રશ્ન 8.
પ્રાથમિક અને દ્વિતીય ટ્રીટમેન્ટ વચ્ચે ચાવીરૂપ ભેદ કયો છે?
ઉત્તર:
પ્રાથમિક સારવારમાં સુએઝમાં રહેલા ભૌતિક કણોનો તબક્કાવાર નિકાલ કરાય છે જ્યારે દ્વિતીય સારવારમાં સૂક્ષ્મજીવો દ્વારા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરાવાય છે.
પ્રશ્ન 9.
શું તમે વિચારી શકો છો કે, સૂક્ષ્મજીવો ઊર્જાના સ્રોત છે? જો હા હોય તો કેવી રીતે?
ઉત્તર:
સક્રિય સ્વજમાં સૂક્ષ્મજીવો હાજર હોય છે જેમાં તેમનું એનએરોબિક પાચન કરાવાય છે જેનાથી બાયોગેસનું નિર્માણ થાય છે. આ બાયોગેસ ઊર્જાના સ્રોતતરીકે ઉપયોગી છે.
પ્રશ્ન 10.
સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગઘટાડી શકાય છે. આ કેવી રીતે થઈ શકે છે તે સમજાવો.
ઉત્તર:
જૈવિક ખાતરો અને જૈવિક પેસ્ટની મદદ દ્વારા રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. જમીનની ફળદ્રુપતામાં સૂક્ષ્મજીવોનો મોટો ફાળો હોય છે. જેમાં બેક્ટરિયા, ફૂગ અને સાયનો બૅક્ટરિયાનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 11.
BOD કસોટીને અનુલક્ષીને પાણી, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બહાર નીકળતા પાણી, નદીનું પાણી, સારવાર ન પામેલ સુએઝના પાણી (દ્વિતીય ઇન્ફલ્યુઅન્ટ)ની કસોટી કરાય છે. નમૂનાઓને નામનિર્દેશિત A, B અને C કરાય છે. પરંતુ પ્રયોગશાળાના સ્વીકારનાર વ્યક્તિએ નોંધ કરી નહિ. ત્રણ નમૂનાઓ A,B અને C કરાય છે. પરંતુ પ્રયોગશાળાના સ્વીકારનાર વ્યક્તિએ નોંધ કરી નહિ. ત્રણ નમૂનાઓ A,B અને Cનાં BOD મૂલ્યોની નોંધ ક્રમાનુસાર 20 mg/L, 8 mg/L 0 40 mg/L છે. પાણીનો કયો નમૂનો સૌથી વધુ પ્રદૂષિત છે? શું નદીનુંછે. પાણી અન્ય નમૂનાઓની સાપેક્ષ વધુ સ્વચ્છ છે તેવું તમે કહી શકશો?
ઉત્તર:
નમૂનો A- દ્વિતીય ઈન્ફલ્યુઅન્ટ, નમૂનો B-નદીનું પાણી, નમૂનો C-સારવાર વિહીન સુએઝ.
પ્રશ્ન 12.
સાયક્લોસ્પોરીન A (પ્રતિરક્ષાશામક દવા) અને સ્ટેટિન્સ (રૂધિર કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડનાર કારકો) ક્યાંથી મેળવાય છે ? તે સૂક્ષ્મજીવોનાં નામ શોધો.
ઉત્તર:
(A) સાયક્લોસ્પોરીન A ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (ફૂગ)
(B) સ્ટેટિન્સ =મોનાસ્કસ પુપુરિયસ (યીસ્ટ)
પ્રશ્ન 13.
સૂક્ષ્મજીવોની નીચે આપેલ ઘટના માટે ભૂમિકા શોધો અને તેની તમારાશિક્ષક સાથે ચર્ચા કરોઃ
(a) એકકોષજન્ય પ્રોટીન (SCP)
(b) ભૂમિ
ઉત્તર:
(a) sCP: તે પ્રોટીનથી ભરપૂર આહાર છે. જેમાં ચરબીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તે મોટે ભાગે સ્પાયરુલિના યીસ્ટ અને યુઝારિયમમાંથી મેળવવામાં આવે છે.
(b) ભૂમિઃ રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગને લીધે ભૂમિનું પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે. જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ ખાતરોનો મુખ્ય સ્રોત બૅક્ટરિયા, ફૂગ અને સાયનો બૅક્ટરિયા છે. આમ, આવા સૂક્ષ્મજીવો રાસાયણિક ખાતરોના ઉપયોગને અટકાવે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે.
પ્રશ્ન 14.
માનવ સમાજ માટે તેઓની અગત્યને આધારે ઊતરતા ક્રમમાં ગોઠવો. (સૌથી અગત્યનું પહેલું લેવું.) તમારા જવાબનાં કારણો સહિત આપો.
બાયોગેસ, સાઇટ્રિક એસિડ, પેનિસિલિન અને દહીં.
ઉત્તર:
- પેનિસિલિન, બાયોગેસ, દહીં, સાઇટ્રિક ઍસિડ.
- માનવ સમાજ માટે પેનિસિલિન એ વધુ મહત્ત્વનું છે. કારણ કે પેનિસિલિન એ વિવિધ સૂક્ષ્મ જીવોને મારી નાખે છે અને રોગથી બચાવે છે માટે તેનું સ્થાન પ્રથમ છે. બાયૉગૅસ એ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે. જ્યારે દહીં અને સાઇટ્રિક ઍસિડનો ખાદ્ય પદાર્થોમાં સમાવેશ થાય છે.
પ્રશ્ન 15.
જમીનની ફળદ્રુપતામાં જૈવિક ખાતરો કેવી રીતે વધારો કરે છે?
ઉત્તર:
જમીનની ફળદ્રુપતામાં જૈવિક ખાતરો ખૂબ જ ઉપયોગી છે. જૈવિક ખાતરો એ એવા સજીવો છે કે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. ઉદા., રાઈઝોબિયમ બૅક્ટરિયા એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે.
GSEB Class 12 Biology માનવ-કલ્યાણમાં સૂક્મ્મ જીવો NCERT Exemplar Questions and Answers
બહુવિકલ્પ પ્રશ્નો (MCQs)
પ્રશ્ન 1.
જ્યારે લેક્ટિક એસિડ બેક્ટરિયા દ્વારા દૂધનું દહીંમાં રૂપાંતરણ થાય છે ત્યારે નીચે આપેલપૈકી કયા એક વિટામિનનું પ્રમાણ વધે છે?
(A) વિટામિન – C
(B) વિટામિન – D
(C) વિટામિન – B12
(D) વિટામિન – E
જવાબ
(C) વિટામિન – B12
- લેક્ટ્રોબેસિલસ બૅક્ટરિયા જે મોટે ભાગે લેક્ટિક ઍસિડ બૅક્ટરિયા (LAB) તરીકે ઓળખાય છે. તે દૂધને દહીંમાં રૂપાંતર કરે છે.
- દૂધમાં થોડા પ્રમાણમાં દહીં ઉમેરવામાં આવે છે ત્યારે લેક્ટિક ઍસિડ બેક્ટરિયાનું પ્રમાણ વધે છે. ત્યારે તે વિટામિન – B12 નું પ્રમાણ વધારે છે.
પ્રશ્ન 2.
નકામા પાણીની સારવારથી વધારે માત્રામાં સ્વજનું નિર્માણ કરે છે, જેને કોના દ્વારા સારવાર અપાય છે?
(A) અનારકપાચકો
(B) સક્રિય સ્લજા (flocs)
(C) રસાયણો
(D) ઑક્સિડેશન તળાવ
જવાબ
(A) અનારકપાચકો
- સુએઝ સારવાર દરમિયાન ઉત્પન્ન થતાં થરની સારવાર અજારક પાચકો દ્વારા કરવામાં આવે છે.
- ગરમ મોટી ટાંકીમાં સૂક્ષ્મજીવો દ્વારા વિઘટનની પ્રક્રિયા કરવામાં આવે છે
પ્રશ્ન 3.
મિથેનોજેનિક બેક્ટરિયાક્યાં જોવા મળતા નથી?
(A) દુધાળાં પ્રાણીઓનાં રૂમેન (જઠર)માં
(B) ગોબર ગેસ પ્લાન્ટ
(C) પાણીથી ભરેલાં ડાંગરનાં ખેતરોનાં તળિયે
(D) સક્રિય સ્વજ
જવાબ
(D) સક્રિય સ્વજ
સક્રિયસ્વજમાં મિથેનોજેનિક બૅક્ટરિયા જોવા મળતા નથી.
પ્રશ્ન 4.
બેક્ટરિયાની આપેલ યાદીને તેની આર્થિક ઉપયોગી નીપજ સાથે જોડી, સાચો વિકલ્પ પસંદ કરો.
બેક્ટરિયા | નીપજ |
(a) એસ્પેરેજીલસ | (i) લેક્ટિક એસિડ |
(b) એસેટોબેક્ટર એસેટી | (ii) બ્યુટીરિક એસિડ |
(c) ક્લોસ્ટ્રીડિયમ ન્યૂટિલિઝ્મ | (iii) એસિટિક એસિડ |
(d) લેક્ટોબેસિલસ | (iv) સાઇટ્રિક એસિડ |
(A) (a – ii), (b – iii), (c – iv), (d – i)
(B) (a – ii), (b – iv), (c – iii), (d – i)
(C) (a – iv), (b – iii), (c – ii), (d – i)
(D) (a – iv), (b – i), (c – iii), (d – ii)
જવાબ
(C) (a – iv), (b – iii), (c – ii), (d – i)
પ્રશ્ન 5.
નીચે આપેલા જૈવસક્રિયદ્રવ્ય અને તેના ફાળાને જોડો.
જેવસક્રિયદ્રવ્ય | ફાળો |
(a) ટેટીન | (i) તેલના ડાઘા દૂર કરે છે. |
(b) સાયક્લોસ્પોરીન | (ii) રુધિરવાહિનીઓમાંથી ગંઠાઈ ગયેલ ભાગદૂરકરે. |
(c) સ્ટ્રેપ્ટોકાઇનેઝ | (iii) રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે. |
(d) લાપેઝ | (iv) પ્રતિકારકનિગ્રાહકીકારક |
(A) (a – ii), (b – iii), (c – i), (d – iv)
(B) (a – iv), (b – ii), (c – i), (d – iii)
(C) (a – iv), (b – i), (c – ii), (d – iii)
(D) (a – iii), (b – iv), (c – ii), (d – i)
જવાબ
(D) (a – iii), (b – iv), (c – ii), (d – i)
પ્રશ્ન 6.
નકામા પાણીની પ્રાથમિક ટ્રીટમેન્ટ સાથે કોને દૂર કરવાની ઘટના સંકળાયેલ છે?
(A) દ્રાવ્ય અશુદ્ધિઓ
(B) સ્થાયી કણો
(C) વિષારીદ્રવ્યો
(D) હાનિકારક બેક્ટરિયા
જવાબ
(B) સ્થાયી કણો
- પ્રથમ તબક્કામાં ગાળણ અને અવસાદન દ્વારા પાણીમાં રહેલા ભૌતિક કણ દ્રવ્યોનો નિકાલ કરાય છે.
- વારંવાર ગાળણ કરી તરતો કચરો દૂર કરાય છે. ત્યાર બાદ અવસાદન દ્વારા માટી કે કાંકરીઓને દૂર કરાય છે.
- આવાં ઘન દ્રવ્યો એકઠાં થઈ પ્રાથમિક સ્લજ (કાદવ કે રગડો) રચે છે. જ્યારે તેની ઉપરનું મુક્ત પાણી બહિ:સ્રાવી નિયંદિત પાણી અથવા ઇન્ફલ્યુઅન્ટ કહેવાય છે.
પ્રશ્ન 7.
નકામા પાણીના BODનું અનુમાપન કોના પ્રમાણના માપન દ્વારા થાય છે?
(A) કુલ કાર્બનિક દ્રવ્યો
(B) જૈવ વિઘટનીય કાર્બનિક દ્રવ્યો
(C) ઑક્સિજનનો ઉદ્ભવ
(D) ઑક્સિજનનો વપરાશ
જવાબ
(D) ઑક્સિજનનો વપરાશ
બાયોકેમિકલ ઑક્સિજન ડિમાન્ડ (BOD) એટલે 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઑક્સિડેશન કરવા માટે બેક્ટરિયા દ્વારા વપરાતો ઑક્સિજનનો જથ્થો.
પ્રશ્ન 8.
નીચે આપેલ પૈકી કયું એક આલ્કોહોલિક પીણું નિચંદન દ્વારા નિર્માણ પામતું નથી?
(A) વાઇન
(B) વ્હિસ્કી
(C) રમ
(D) બ્રાન્ડી
જવાબ
(A) વાઇન
વાઇન અને બીઅરને બનાવવા માટે નિસ્યદીકરણ પદ્ધતિની જરૂર પડતી નથી.
પ્રશ્ન 9.
ભારતમાં બહોળા પ્રમાણમાં ગાયના છાણમાંથી ટેક્નોલોજી દ્વારા બાયોગેસનું ઉત્પાદન થાય છે, જે કોને લીધે શક્ય બન્યું છે?
(A) ગૅસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા
(B) ઑઇલ ઍન્ડ નેચરલ ગેસ કમિશન
(C) ઇન્ડિયન ઍગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન
(D) ઇન્ડિયન ઓઇલ કૉર્પોરેશન
જવાબ
(C) ઇન્ડિયન ઍગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન
પ્રશ્ન 10.
મુક્તજીવી ફૂગટ્રાઇકોડર્માનો ઉપયોગશાના માટે થાય છે?
(A) કીટકોનો નાશ કરવા માટે
(B) વનસ્પતિ રોગોના જૈવિક નિયંત્રણ માટે
(C) પતંગિયાંની ઇયળો (કેટરપીલર્સ)નું નિયંત્રણ કરવા માટે
(D) ઍન્ટિબાયૉટિક્સના ઉત્પાદન માટે
જવાબ
(B) વનસ્પતિ રોગોના જૈવિક નિયંત્રણ માટે
પ્રશ્ન 11.
જો સક્રિય સ્વઝ ફ્લોક્સને ઓક્સિજનની પ્રાપ્યતા ઘટાડવામાં આવે તો શું થાય?
(A) કાર્બનિક દ્રવ્યોના વિઘટનનો દર ધીમો થાય.
(B) લોક્સનો કેન્દ્રસ્થ ભાગ ઑક્સિજનવિહીન બને છે જેને કારણે બૅન્ટેરિયાનો નાશ થાય અને આખરે ફ્લોક્સ તૂટે.
(C) લોક્સના કદમાં અજારક બેક્ટરિયાને લીધે વધે છે, જે ફલોક્સની ફરતે વૃદ્ધિ પામે.
(D) પ્રજીવો વધુ સંખ્યામાં વૃદ્ધિ પામે.
જવાબ
(B) લોક્સનો કેન્દ્રસ્થ ભાગ ઑક્સિજનવિહીન બને છે જેને કારણે બૅક્ટરિયાનો નાશ થાય અને આખરે લોક્સતૂટે.
પ્રશ્ન 12.
માઇકોરાઇઝા (કવકમૂળ) યજમાન વનસ્પતિને શામાં મદદરૂપ થતું નથી?
(A) ફૉસ્ફરસ ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો કરવામાં.
(B) શુષ્કતા સામે સહિષ્ણુતામાં વધારો કરવામાં.
(C) મૂળના રોગકારકો સામે પ્રતિરોધકતામાં વધારો કરવામાં.
(D) કીટકો સામે પ્રતિરોધકતામાં વધારો કરવામાં.
જવાબ
(D) કીટકો સામે પ્રતિરોધકતામાં વધારો કરવામાં.
પ્રશ્ન 13.
નીચે આપેલ પૈકી કયો એક નાઇટ્રોજન સ્થાપન દર્શાવતો સજીવ નથી?
(A) એનાબીના
(B) નો સ્ટોક
(C) એઝેટોબેક્ટર
(D) સ્યુડોમોનાસ
જવાબ
(D) સ્યુડોમોનાસ
- સુડોમોનાસ ડીનાઇટ્રીફાઇંગ બૅક્ટરિયા છે જે નાઇટ્રેટનું મુક્ત નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે.
- બાકીના ત્રણ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે.
પ્રશ્ન 14.
સ્વિસ ચીઝમાં મોટાંકાણાંકોના દ્વારાબને છે?
(A) યંત્ર દ્વારા
(B) બૅક્ટરિયા કે જેઓ મિથેન વાયુનું નિર્માણ કરે છે.
(C) બૅક્ટરિયા કે જેઓ વધુ માત્રામાં કાર્બન ડાયૉક્સાઇડનું નિર્માણ કરે છે.
(D) ફૂગ દ્વારા જે ચયાપચયિક પ્રવૃત્તિઓ દરમિયાન ઘણાબધા વાયુઓ મુક્ત કરે છે.
જવાબ
(C) બેકટેરિયા કે જેઓ વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ કરે છે.
પ્રોપીઓની બૅક્ટરિયમ દ્વારા મોટા પ્રમાણમાં CO2 ઉત્પન્ન થાય છે. જેના દ્વારા છિદ્રો જોવા મળે છે.
પ્રશ્ન 15.
દુધાળાં ઢોરના છાણમાંથી મિથેન વાયુનું ઉત્પાદન થયા પછી વધેલાં દ્રવ્યોનું શું કરવામાં આવે છે?
(A) બાળી નખાય છે.
(B) જમીનમાં દાટી દેવામાં આવે છે.
(C) તેનો ઉપયોગ સેન્દ્રિય ખાતર તરીકે થાય.
(D) બાંધકામમાં ઉપયોગી બને છે.
જવાબ
(C) તેનો ઉપયોગ સેન્દ્રિય ખાતર તરીકે થાય.
- બાયોગેસ પ્લાન્ટમાં મોટા ટેન્કમાં બાયોગેસનું ઉત્પાદન કરવામાં આવે છે.
- તેમાં મિથેનોજેન્સ બૅક્ટરિયાનો ઉમેરો કરાયછે.
- ગેસ ઉત્પન્ન થયા પછી વધેલાં તત્ત્વોનો સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરાયછે.
પ્રશ્ન 16.
મિથિનોજેન્સકોનું નિર્માણનથી કરતા?
(A) ઑક્સિજન
(B) મિથેન
(C) હાઇડ્રોજન સલ્ફાઇડ
(D) કાર્બન ડાયોક્સાઇડ
જવાબ
(A) ઑક્સિજન
સૂક્ષ્મજીવો દ્વારા સ્વજમાં વિવિધ પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય છે. જેમાં મિથેન, CO2 અને હાઇડ્રોજન સલ્ફાઇડનો સમાવેશ થાય છે. પરંતુ ઑક્સિજન હોતો નથી.
પ્રશ્ન 17.
સક્રિય સ્વજઝડપથી સ્થાયી થવાની ક્ષમતા ધરાવે છે, તેથી તે….
(A) અવસાદી ટાંકામાંથી જારકટાંકામાં ઝડપથી પાછા ધકેલાય.
(B) જ્યારે સેટલિંગ ટાંકાનાં તળિયે ડૂબે છે ત્યારે નકામા પાણીમાંના રોગકારક બેક્ટરિયાનું શોષણ કરે છે.
(C) નિકાલ પામે અને અનારકરીતે પાચન થાય.
(D) કલીલીય કાર્બનિક દ્રવ્યોનું શોષણ ન કરે.
જવાબ
(A) અવસાદીટાંકામાંથી જારકટાંકામાં ઝડપથી પાછા ધકેલાય.
પ્રશ્ન 18.
કોલમ – I અને કોલમ- II ને જોડો અને સાચો જવાબ પસંદ કરોઃ
કોલમ – I | કોલમ – II |
(a) લેડીબર્ડ | (i) મિથેનો બેક્ટરિયા |
(b) માઇકોરાઇઝા(કવકમૂળ) | (ii) ટ્રાઇકોડર્મા |
(c) જૈવિક નિયંત્રણ | (iii) એફિક્સ |
(d) બાયોગેસ | (iv) ગ્લોમસ |
સાચો જવાબ છે:
(A) (a – ii), (b – iv), (c – iii), (d – i)
(B) (a – iii), (b – iv), (c – ii), (d – i)
(C) (a – iv), (b – i), (c – ii), (d – iii)
(D) (a – iii), (b – ii), (c – i), (d – iv)
જવાબ
(B) (a – iii), (b – iv), (c – ii), (d – i)
અતિ ટૂંકજવાબી પ્રશ્નો (VSQs)
પ્રશ્ન 1.
સ્વિસીઝ મોટાંકાણાં શામાટે ધરાવે છે?
ઉત્તર:
પ્રોપીની બેક્ટરિયમ દ્વારા મોટા પ્રમાણમાં CO2 ઉત્પન્ન થાય છે. તેના લીધે તેમાં મોટાંછિદ્રો જોવા મળે છે.
પ્રશ્ન 2.
આથવણકારકો એટલે શું?
ઉત્તર:
- જૈવતકનીકી દ્વારા બનાવવામાં આવતા ઉત્પાદકો માટે સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉછેર કરવામાં આવે છે.
- આ સૂક્ષ્મજીવોનો ઉછેર મોટા પાત્રમાં કરવામાં આવે છે. જેને ! આથવણકારો કહે છે.
પ્રશ્ન 3.
સ્ટેટીનના નિર્માણ માટે ઉપયોગી સૂક્ષ્મ જીવનું નામ આપો. તે રુધિરમાં કોલેસ્ટેરોલનું નીચું તરકેવી રીતે જાળવે છે?
ઉત્તર:
- સ્ટેટીનનું ઉત્પાદનમોનાસ્કસપુપુરિયસ દ્વારા કરવામાં આવે છે.
- રુધિરમાં તે કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવામાં ઉપયોગી છે.
પ્રશ્ન 4.
નકામા પાણીની દ્વિતીયક સારવારને શા માટે આપણે જૈવ-સારવાર કહીએ છીએ?
ઉત્તર:
- કારણ કે પાણીની દ્વિતીયક સારવાર દરમિયાન કાર્બનિક તત્ત્વોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે.
- આમ સારવાર માટે સજીવોનો ઉપયોગ થતો હોવાથી તેને જૈવ સારવાર પણ કહેવાય છે.
પ્રશ્ન 5.
હાલના દિવસોમાં ન્યુક્લિઓપોલીહેડ્રો વાઇરસનો ઉપયોગ શાના ? માટે થાય છે?
ઉત્તર:
- બકુલો વાઇરસ કુદરતી રીતે ઉત્પન્ન થાય છે તેમજ જૈવિક નિયંત્રણ કરે છે.
- આ વાઇરસ અમુક ચોક્કસ પ્રકારના કીટકોનો નાશ કરે છે.
- બકુલોવાઇરસ એ ન્યુક્લિઓપોલીહેડ્રોવાઇરસની જાતિ છે.
- કીટનિયંત્રણમાં બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 6.
મેડિસિનના ક્ષેત્રમાં માનવકલ્યાણ માટે એન્ટિબાયોટિક્સનું સંશોધન કેવી રીતે ઉપયોગી છે?
ઉત્તર:
- ઍન્ટિબાયોટિક્સ એ સૂક્ષ્મજીવો દ્વારા બનાવવામાં આવે છે. જેની શોધ મુખ્યત્વે 20મી સદીમાં થઈ હતી.
- માનવકલ્યાણમાં તેનું યોગદાન ખૂબ જ અગત્યનું છે.
- ઍન્ટિબાયોટિક્સ એવાં દ્રવ્યો છે જે રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરે છે.
પ્રશ્ન 7.
કેટલાંક આલ્કોહોલિક પીણાંઓના ઉત્પાદન માટે નિચંદન શા માટે જરૂરી છે?
ઉત્તર:
- વિવિધ પદ્ધતિઓ દ્વારા વિવિધ પ્રકારના આલ્કોહૉલિક પીણાં બનાવવામાં આવે છે.
- વાઇન અને બીઅરના ઉત્પાદનમાં નિસ્યદીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો નથી.
- જયારે વ્હિસ્કી, બ્રાન્ડી અને રમની બનાવટમાં નિસ્યદીકરણ પદ્ધતિ ખૂબ જ જરૂરી છે.
- નિયંદીકરણ પદ્ધતિ એ આલ્કોહોલિક પીણાંમાં આલ્કોહૉલનું પ્રમાણ વધારે છે.
પ્રશ્ન 8.
એસ્પરજીલસ નાઇજર, ક્લોરૃસિડિયમ બ્યુટિલિઝ્મ અને લેક્ટ્રોબેસિલસની અગત્યની લાક્ષણિકતાઓ લખો.
ઉત્તર:
- એસ્પરજીલસ નાઇજર – સાઇટ્રિક
- ઍસિડ ક્લોરૃસિડિયમ – બ્યુટિલિકમ-બુટારિક ઍસિડ
- લેક્ટ્રોબેસિલસ-લેક્ટિક ઍસિડ
પ્રશ્ન 9.
જો આપણા આંતરડામાં પણ દુધાળાં પશુઓના આમાશય (rumen)માં જોવા મળતાં સૂક્ષ્મજીવો આવેલ હોય, તો શું થાય?
ઉત્તર:
- જો દુધાળા પશુઓના આમાશયમાં રહેલા બેક્ટરિયા આપણા આંતરડામાં જોવા મળે તો આપણે પણ ખોરાકમાં રહેલા સેલ્યુલોઝનું પાચન કરી શકીશું.
- કારણ કે આવા બેક્ટરિયામાં સેલ્યુલેઝ ઉત્સુચક જોવા મળે છે. જે સેલ્યુલોઝનું પાચન કરે છે.
પ્રશ્ન 10.
બાયોટેક્નોલોજીમાં ઉપયોગી કોઈ પણ બે સૂમજીવોનાં નામ જણાવો.
ઉત્તર:
- બેસિલસ થુરિન્જિએન્સિસ
- ઈ.કોલાઈ
પ્રશ્ન 11.
Eco RI, રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ માટે કયો સજીવ સ્રોત છે?
ઉત્તર:
ઈ.કોલાઈRY13 એEco RIએન્ડોન્યુક્લિએઝસ્રોત છે.
પ્રશ્ન 12.
કોઈપણ જનીન પરિવર્તિત પાકનું નામ આપો.
ઉત્તર:
- Bt કોટન એ જનીન પરિવર્તિત પાકનું ઉદાહરણ છે.
- જે ગોળકીડા પ્રત્યે પ્રતિકારકતા દર્શાવે છે.
- બેસિલસ થુરિન્જિએન્સિસમાંથી મેળવેલું આ જનીન કટકો માટે પ્રતિકારકતા દર્શાવે છે.
પ્રશ્ન 13.
જૈવિકખાતર તરીકે શામાટે નીલહરિત લીલપ્રખ્યાત નથી?
ઉત્તર:
- નીલહરિત લીલ એ જમીનમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે છે. છતાં પણ તે જૈવિક ખાતર તરીકે પ્રચલિત નથી. તે માટે ઘણા પ્રકારની મૂંઝવણ ઊભી થયેલી છે.
- તેમજ તેમાં વધુ પ્રમાણમાં મ્યુસીલેજ હોય છે જે ખેતરોને લપસતા કે ચીકણા બનાવે છે.
- માટે તે જૈવિક ખાતર તરીકે પ્રખ્યાત નથી.
પ્રશ્ન 14.
રોક્વીફોર્ટ ચીઝના નિર્માણમાં પેનિસિલિયમની કઈ જાતિ ઉપયોગી છે?
ઉત્તર:
પેનિસિલિયમની “પેનિસિલિયમ રોક્વીફોટ” નામની જાતિ આ વિશિષ્ટ પ્રકારની ચીઝ બનાવવામાં વપરાય છે.
પ્રશ્ન 15.
ગંગા એક્શન પ્લાનમાં સંકળાયેલ રાજ્યોનાં નામ આપો.
ઉત્તર:
- પાસ ગંગા નદી હિમાલયમાંથી નીકળીને બંગાળની ખાડી સુધી વહે છે.
- ગંગા ઍક્શન પ્લાન (GAP) એ એપ્રિલ 1986માં શરૂ કરવામાં આવ્યો હતો.
- આ પ્લાનમાં ઉત્તરાંચલ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડે ભાગ લીધો છે.
પ્રશ્ન 16.
ઔધોગિક ક્ષેત્રે અગત્યના કોઈપણ બે ઉભેચકોનાં નામ આપો.
ઉત્તર:
- લાઇપેઝ- તૈલીય તત્ત્વોને દૂર કરવામાં વપરાય છે.
- પેક્ટિનેઝ અને પ્રોટીએઝ – ફળો અને શાકભાજીને શુદ્ધ કરવા વપરાય છે.
પ્રશ્ન 17.
પ્રતિકારકતાતંત્રના પ્રતિકારક નિગ્રાહકકારકનું નામ આપો.
ઉત્તર:
- સાયક્લોસ્પોરીન-A એ અંગપ્રત્યારોપણની ક્રિયામાં રોગ પ્રતિકારક નિગ્રાહક કારક તરીકે વપરાય છે.
- જે ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમનામની ફૂગ દ્વારા બનાવાય છે.
પ્રશ્ન 18.
દંડાકાર વાઇરસનું ઉદાહરણ આપો.
ઉત્તર:
- ટોબેકો મોઝેઇક વાઇરસ એ દંડાકાર આકારનો હોય છે.
- જે સૌપ્રથમ શોધાયેલો વનસ્પતિજન્યવાઇરસ છે.
પ્રશ્ન 19.
દુધાળાં ઢોરનાં આમાશય (rumen)માં અને સુએઝ ટ્રીટમેન્ટના કાદવબંનેમાં જોવા મળતા બેક્ટરિયા-જૂથનું નામ આપો.
ઉત્તર:
“મિથેનોજેન્સ” બૅક્ટરિયા એ ઢોરના જઠરના પ્રથમ આમાશયમાં તેમજ સુએઝ કાદવ ટ્રીટમેન્ટનાએમબંને સ્થાને જોવા મળે છે.
પ્રશ્ન 20.
સ્વિસચીઝના નિર્માણ માટે ઉપયોગી સૂક્ષ્મજીવનું નામ આપો.
ઉત્તર:
પ્રોપિયોનીબૅક્ટરિયમ એ સ્વિસ ચીઝની બનાવટમાં ઉપયોગી છે.
ટૂંકજવાબી પ્રકારના પ્રશ્નો
પ્રશ્ન 1.
નકામા પાણીની જૈવિક ટ્રીટમેન્ટમાં ફ્લોક્સ શામાટે અગત્યના છે?
ઉત્તર:
- ફૂલોક્સ એ એવો સમૂહ છે જેમાં બૅક્ટરિયા પાણીમાં રહેલી ફૂગની કવકજાળ સાથે જોડાયછે.
- જૈવિકસારવાર દરમિયાન તે ખૂબ જ ઉપયોગી છે.
- તેઓ કાર્બનિક દ્રવ્યોના વિઘટન તેમજ રોગકારકોને દૂર કરે છે.
પ્રશ્ન 2.
બેસિલસ યુરિન્જિએન્સિસ બેક્ટરિયા કેવી રીતે આપણને કીટકોની ઇયળોનું નિયંત્રણ કરવામાં ઉપયોગી છે?
ઉત્તર:
BT એ ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરે છે. પાકને નુકસાન કરતા જીવાતો અને કીટકોના અન્નમાર્ગમાં આ ઝેરી દ્રવ્ય દાખલ થાય છે અને તેમનો નાશ કરે છે.
પ્રશ્ન 3.
માઇકોરાઇઝલફૂગકેવી વનસ્પતિઓમાટે મદદરૂપ થાય છે?
ઉત્તર:
- ગ્લોમસ જાતિની ફૂગના ઘણા સભ્યો અને છોડ સાથેના સહજીવનથી માઈકોરાઇઝા રચાયછે.
- માઇકોરાઇઝા જમીનમાંથી ફૉસ્ફરસનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે તેમજ રોગપ્રતિકારકતા બક્ષી ક્ષાર અને શુષ્કતા સામે વનસ્પતિને ટકાવી રાખે છે.
પ્રશ્ન 4.
ડાંગરના ખેતરમાં સાયનો બેક્ટરિયા શા માટે ઉપયોગી ગણવામાં આવે છે?
ઉત્તર:
એનાબીના, નોસ્ટોક, ઓસિલેટોરિયા જેવા સાયનોબૅક્ટરિયા ડાંગરના ખેતરમાં વાતાવરણીય નાઇટ્રોજન અને કાર્બનિક તત્ત્વોનું સ્થાપન કરી જમીનને ફળદ્રુપ બનાવે છે.
પ્રશ્ન 5.
પેનિસિલિનનું સંશોધનકેવી રીતે થયેલું છે?
ઉત્તર:
- પેનિસિલિનના પ્રથમ શોધક એલેક્ઝાંડર ફ્લેમિંગ હતા.
- તેમણે સ્ટેફેલોકોકસના સંવર્ધન પર પેનિસિલિનનો ઉછેર જોવા મળ્યો હતો.
- તેમજ પેનિસિલિન સ્ટેફેલોકોક્સની વૃદ્ધિ અટકાવતો હતો.
- ત્યાર બાદ તેનું અલગીકરણ કરવામાં આવ્યું.
પ્રશ્ન 6.
પેનિસિલિનની એન્ટિબાયોટિફસ તરીકેની ભૂમિકા પ્રદર્શિત કરવાનીનામનાકયા વૈજ્ઞાનિકોને પ્રાપ્ત છે? તેમનાં નામ આપો.
ઉત્તર:
- પેનિસિલિનની શોધ સૌપ્રથમ એલેક્ઝાંડર ફલેમિંગ દ્વારા કરવામાં આવી હતી.
- ત્યાર બાદ અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરેયને તેના ઉત્પાદનમાં સુધારા કરી તેને ઍન્ટિબાયૉટિક તરીકે ગણાવ્યું.
- આ શોધ બદલ આ ત્રણેય વૈજ્ઞાનિકોને 1945માં નોબલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા.
પ્રશ્ન 7.
માનવોના સારા સ્વાથ્યને પુનઃસ્થાપિત કરવામાં ફૂગમાંથી સર્જાતા જૈવસક્રિયઅણુઓ કેવીરીતે મદદરૂપ થાય છે?
ઉત્તર:
- ફૂગ દ્વારા ઉત્પન્ન થતા અમુક અણુઓ માનવ સ્વાથ્ય માટે ખૂબ જ લાભદાયક છે.
- સાયક્લોસ્પોરીન-A એ અંગ પ્રત્યારોપણની ક્રિયા દરમિયાન રોગપ્રતિકારકતા ઘટાડનાર તરીકે વર્તે છે.
- સ્ટેટીન એ શરીરમાં કૉલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.
પ્રશ્ન 8.
કપડાં ધોવા માટે વપરાતા ડિટર્જન્ટનો ઉપયોગ આપણે કરીએ છીએ, તેમાં ઉલ્લેચકોની ભૂમિકા શી છે ? શું આ ઉન્સેચકો કોઈ ચોક્કસ પ્રકારના સૂક્ષ્મજીવોમાંથી મેળવાયછે?
ઉત્તર:
- લાઇપેઝ ઉત્સુચક એ કપડાં પર રહેલા તૈલીય ઘટકોને દૂર કરવા માટે ઉપયોગી છે.
- તે કેન્ડીડા લીપોલાયટીકા અને જીઓટ્રાઇકમ કેન્ડીડમમાંથી મેળવાય છે.
પ્રશ્ન 9.
બાયોગેસની રાસાયણિક પ્રકૃતિ કેવી છે? બાયોગેસના ઉત્પાદનમાં સંકળાયેલ સજીવનું નામ આપો.
ઉત્તર:
- બાયોગૅસ દરમિયાન CH4, CO2,અને H2ગેસ જોવા મળે છે.
- તેમજ મિથેનોબૅક્ટરિયમ બાયોગેસ ઉત્પાદનમાં ભાગ લે છે.
પ્રશ્ન 10.
રસાયણો દ્વારા પરિઆવરણીય વિઘટનને ઘટાડવામાં સૂક્ષ્મ જીવો કેવી રીતે સંકળાયેલા છે અને કેવી રીતે વિઘટન ઘટાડે છે?
ઉત્તર:
- અજૈવિક ખાતરો તેમજ જંતુનાશકો એ વાતાવરણ તેમજ માનવ અને અન્ય સજીવો માટે ખૂબ જ હાનિકારક છે.
- ઘણા બધા સૂક્ષ્મજીવો ખાતર અને કીટનિયંત્રણ તરીકે ઉપયોગી છે.
- આવા ખાતરને જૈવિક ખાતર અને જંતુનાશકોને જૈવિક જંતુનાશકો કહે છે.
- રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર જેવા સૂક્ષ્મજીવો જમીનને ફળદ્રુપ બનાવે છે.
- ટ્રાઇકોડર્મા અને વિવિધ ફૂગની જાતો એ જંતુનાશક તરીકે વર્તી જમીનને રોગકારકોથી બચાવે છે.
પ્રશ્ન 11.
વ્યાપક રીતે વપરાતાં એન્ટિબાયોટિક શું છે ? આવા એન્ટિબાયોટિક્સનું નામ આપો.
ઉત્તર:
આવાં ઍન્ટિબાયૉટિકો એ ગ્રામ નૅગેટિવ અને ગ્રામ પોઝિટીવ બંને પ્રકારના બૅક્ટરિયાની વૃદ્ધિ અટકાવે છે. જેને બ્રોડ સ્પેક્ટ્રમ ઍન્ટિબાયોટિક કહે છે.
દા.ત. ટેટ્રાસાયક્લિન, ફેનીકોલ્સ, ક્લોરોક્વિનોલોન્સ વગેરે.
પ્રશ્ન 12.
બેક્ટરિયામાં પરોપજીવી વાઇરસને કયા નામથી ઓળખવામાં આવે છે? તેની નામનિર્દેશિત આકૃતિદોરો.
ઉત્તર:
બૅક્ટરિયામાં પરોપજીવી વાઇરસને બૅક્ટરિયોફેઝ કહે છે.
પ્રશ્ન 13.
ક્લોટ બ્લસ્ટર (ગાંઠને તોડનાર) તરીકે ઉપયોગી બેક્ટરિયા કયા છે? તેની કાર્યપ્રણાલી શું છે?
ઉત્તર:
- સ્ટ્રેપ્ટોકોક્સ બૅક્ટરિયા રુધિરવાહિનીમાં જામેલા ક્લોટને તોડી શકે છે.
- આ બૅક્ટરિયામાંથી સ્ટ્રેપ્ટોકાઇનેઝ નામનું દ્રવ્ય ઉત્પન્ન થાય છે. જે ક્લોટને તોડવા સક્ષમ હોય છે.
પ્રશ્ન 14.
જૈવિક ખાતરો એટલે શું? તેનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર:
- જૈવિક ખાતરો એવા સજીવો છે કે જે જમીનની ફળદ્રુપતા જાળવવામાં મદદ કરે છે.
- રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે.
- નીલહરિત લીલ જેવી કે નોસ્ટોક અને એનાબીના જમીનમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરી તેની ફળદ્રુપતા વધારે છે.
દીર્ઘજવાબી પ્રશ્નો
પ્રશ્ન 1.
મોટાપાયે નકામા પાણી કે જેમાં કાર્બનિક દ્રવ્યોથી સભર હોય તેની ટ્રીટમેન્ટ માટે અજારક વિઘટન કરતાં જારક વિઘટન શા માટે વધારે અગત્યનું છે, તેની ચર્ચા કરો.
ઉત્તર:
- જારક વિઘટન ખૂબ જ મહત્ત્વનું છે. કારણ કે તેમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો જેવાં કે બેક્ટરિયા, ફૂગ, પ્રજીવો ભાગ લે છે. તેમજ તે કાર્બનિક પદાર્થો અને નાઇટ્રોજનયુક્ત પદાર્થોનું ઝડપથી ઑક્સિડેશન કરે છે.
- ઑક્સિજનનો ઉમેરો પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તેમજ અન્ય રોગકારકો દૂર થાય છે.
પ્રશ્ન 2.
(A) મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેટ્સ દ્વારા અપાયેલ મુખ્ય પ્રોગ્રામ કે જે ભારતની મોટા ભાગની નદીઓને પ્રદૂષણથી બચાવવા માટેનો પ્રારંભિક પ્રોગ્રામ છે. આ વિશેની ચર્ચા કરો.
(B) હાલમાં ગંગાને રાષ્ટ્રીયનદી તરીકે જાહેર કરેલ છે. આ નદીના પ્રદૂષણના સંદર્ભે થતાં કાર્યવિશેની ચર્ચા કરો.
ઉત્તર:
- (A) ઈ.સ. 1985 પહેલાં ફક્ત થોડા જ શહેરો પાસે સુએઝ સારવાર પદ્ધતિ હતી. મોટા ભાગના શહેરો તેમના પ્રદૂષિત પાણી સીધા નદીમાં જ ઠાલવતા હતા.
- ત્યાર પછી ભારત સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યાં.
- તેમાં ગંગા ઍક્શન પ્લાન (GAP) અને યમુના ઍક્શન પ્લાન (YAP)ની શરૂઆત કરવામાં આવી.
- (B) ગંગા ઍક્શન પ્લાનને એપ્રિલ, 1986માં શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામની શરૂઆત ગંગા નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો.
- પ્રદૂષણનું પ્રમાણ ઘણું વધી ગયું છે તેવું વૈજ્ઞાનિકો દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું.
- અમુક અભ્યાસ દ્વારા એવું જાણવા મળ્યું કે આ નદીમાં બીજી નદીઓની સરખામણીમાં વધુ ઑક્સિજનની માત્રા જોવા મળે છે.
- નેશનલ રિવર ગંગા બેસીન ઑથોરિટી (NRGBA)ની સ્થાપના કેન્દ્રીય સરકાર દ્વારા 20 ફેબ્રુઆરી, 2009ના રોજ કરવામાં આવી.
- ગંગાને રાષ્ટ્રીય નદી તરીકે પણ ઘોષિત કરવામાં આવી છે.
પ્રશ્ન 3.
બાયોગેસ પ્લાન્ટની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો અને તેમાં નીચે આપેલ નામનિર્દેશન દર્શાવો ઃ ગેસહોલ્ડર, સ્વજ ચેમ્બર, ડાયજેસ્ટર, છાણ+પાણીનો ટાંકો
ઉત્તર:
- બાયોગેસ પ્લાન્ટમાં 3થી 5 મીટર ઊંડો કોંક્રિટનો ખાડો બનાવેલ હોય છે, જેમાં જૈવિક કચરો અને છાણનો કાદવ મિશ્ર કરી ભરવામાં આવે છે.
- જ્યારે બૅક્ટરિયા દ્વારા વાયુ ઉત્પાદન થાય છે ત્યારે આચ્છાદન ઊંચકાય છે.
- પ્લાન્ટ સાથે વાયુને બહાર લઈ જતી પાઇપ ગોઠવેલી હોય છે.
- ‘બાયૉગૅસનો ઉપયોગ ખોરાક રાંધવા અને પ્રકાશઊર્જા તરીકે થાય છે.
- વધેલો કાદવખાતર તરીકે ઉપયોગી છે.
પ્રશ્ન 4.
કીટકો અને રોગોના જૈવિક નિયંત્રણ કરવા પાછળના મુખ્ય વિચારોને વર્ણવો.
ઉત્તર:
- આ એક પ્રાકૃતિક પદ્ધતિ છે.
- નિવસનતંત્રમાં સૂક્ષ્મજીવો દ્વારા રોગકારકો સામે રક્ષણ મેળવી શકાય છે.
- ટ્રાઇકોડર્માએ જમીનમાં રહેલા રોગકારકોનો નાશ કરે છે.
- પેનિસિલિન એ સ્ટેફેલોકોક્સની વૃદ્ધિને અટકાવે છે તેમજ પેનિસિલિનમાંથી ઍન્ટિબાયોટિક પણ બનાવી શકાય છે.
- બેસિલસથુરિન્જિએન્સિસ એ પેસ્ટિસાઇડ તરીકે વર્તે છે.
- આમ જૈવિક નિયંત્રણમાં સૂક્ષ્મજીવો ખૂબ જ મોટો ભાગ ભજવે છે.
પ્રશ્ન 5.
(A) ટ્રીટમેન્ટ ન કરેલા મોટા જથ્થાના સુએઝને નદીમાં છોડવામાં આવે તો શું થાય?
(B) સુએઝ ટ્રીટમેન્ટમાં અજારકસ્તકના પાચનની રીત શું છે?
ઉત્તર:
- (A) જો મોટા પ્રમાણમાં શુદ્ધીકરણ કર્યા વગરના ગંદા પાણીને નદીમાં ઠાલવવામાં આવે તો નદીનું પાણી પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષિત થશે તેમજ પાણી દ્વારા ફેલાતા રોગનો વધારો થશે.
- (B) અજારક ઝના વિઘટન દરમિયાન અજારક બૅક્ટરિયા એ જારક બૅક્ટરિયાનો નાશ કરે છે તેમજ કાર્બનિક દ્રવ્યોનું પણ વિઘટન કરે છે.
- આ વિઘટન દરમિયાન વિવિધ પ્રકારના વાયુઓ જેવાં કે મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જે બાયૉગૅસ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 6.
લેક્ટિક એસિડ બેક્ટરિયા કયા પ્રકારના ખોરાકમાં જોવા મળે છે? તેના ઉપયોગના ઉપયોજનની ચર્ચા કરો.
ઉત્તર:
- દહીંમાં લેક્ટિક ઍસિડ બૅક્ટરિયા જોવા મળે છે.
- દહીંની બનાવટમાં સૌપ્રથમ દૂધમાં થોડા પ્રમાણમાં દહીં ઉમેરવામાં આવે છે. થોડા સમય બાદ તેમાં રહેલા બૅક્ટરિયા દૂધને દહીંમાં ફેરવે છે.
- દૂધમાં વિટામિન-B12 નું પ્રમાણ વધારી દૂધની ગુણવત્તા વધારે છે.
- જઠરમાં રહેલા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે.