Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 10 પૃથ્વીનાં આવરણો Important Questions and Answers.
GSEB Class 6 Social Science Important Questions Chapter 10 પૃથ્વીનાં આવરણો
નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
સૌર પરિવારમાં કયો ગ્રહ અજોડ છે?
A. ગુરુ
B. શનિ
C. પૃથ્વી
D. શુક્ર
ઉત્તર:
C. પૃથ્વી
પ્રશ્ન 2.
પૃથ્વીનાં મુખ્ય કેટલાં આવરણો છે?
A. ચાર
B. બે
C. પાંચ
D. ત્રણ
ઉત્તર:
A. ચાર
પ્રશ્ન ૩.
‘મૃદા’ શબ્દનો શો અર્થ થાય છે?
A. વાજિંત્ર
B. માટી
C. પથ્થર
D. દબાણ
ઉત્તર:
B. માટી
પ્રશ્ન 4.
મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?
A. 97 %
B. 71 %
C. 22 %
D. 29 %
ઉત્તર:
D. 29 %
પ્રશ્ન 5.
સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે?
A. 45°
B. 20°
C. 30°
D. 15°
ઉત્તર:
C. 30°
પ્રશ્ન 6.
જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?
A. 71 %
B. 97 %
C. 68 %
D. 78 %
ઉત્તર:
A. 71 %
પ્રશ્ન 7.
મહાસાગરોના તળિયે કેટલા કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે?
A. 8થી 9
B. 9થી 10
C. 10થી 11
D. 12થી 13
ઉત્તર:
C. 10થી 11
પ્રશ્ન 8.
પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે?
A. 80 %
B. 88 %
C. 71 %
D. 97 %
ઉત્તર:
D. 97 %
પ્રશ્ન 9.
આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને ‘વાતાવરણ’ કહે છે?
A. 600
B. 700
C. 800 થી 1000
D. 1200
ઉત્તર:
C. 800 થી 1000
પ્રશ્ન 10.
પૃથ્વીનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી?
A. વાતાવરણ
B. મૃદાવરણ (ઘનાવરણ)
C. જલાવરણ
D. જીવાવરણ
ઉત્તર:
A. વાતાવરણ
પ્રશ્ન 11.
પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદરહિત છે?
A. જલાવરણ
B. જીવાવરણ
C. વાતાવરણ
D. મૃદાવરણ (ઘનાવરણ)
ઉત્તર:
C. વાતાવરણ
પ્રશ્ન 12.
વાતાવરણમાં ઑક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે?
A. 0.94 %
B. 78.03 %
C. 28.5 %
D. 20.99 %
ઉત્તર:
D. 20.99 %
પ્રશ્ન 13.
વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે?
A. 20.99 %
B. 78.03 %
C. 4.06 %
D. 18.06 %
ઉત્તર:
B. 78.03 %
પ્રશ્ન 14.
વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?
A. 20 કિમીની
B. 110 કિમીની
C. 60 કિમીની
D. 130 કિમીની
ઉત્તર:
A. 20 કિમીની
પ્રશ્ન 15.
વાતાવરણમાં ઑક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?
A. 45 કિમીની
B. 130 કિમીની
C. 110 કિમીની
D. 20 કિમીની
ઉત્તર:
C. 110 કિમીની
પ્રશ્ન 16.
વાતાવરણમાં નાઈટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?
A. 110 કિમીની
B. 130 કિમીની
C. 20 કિમીની
D. 68 કિમીની
ઉત્તર:
B. 130 કિમીની
પ્રશ્ન 17.
વાતાવરણનો કયો વાયુ સૂર્યનાં જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે?
A. ઑક્સિજન
B. નાઈટ્રોજન
C. હાઇડ્રોજન
D. ઓઝોન
ઉત્તર:
D. ઓઝોન
પ્રશ્ન 18.
નીચેના પૈકી કયો વાયુ સ્વાથ્યવર્ધક છે?
A. નાઈટ્રોજન
B. ઓઝોન
C. કાર્બન ડાયૉક્સાઈડ
D. હાઇડ્રોજન
ઉત્તર:
B. ઓઝોન
પ્રશ્ન 19.
વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે?
A. ઓઝોન
B. ઑક્સિજન
C. રજકણો
D. કાર્બન ડાયૉક્સાઈડ
ઉત્તર:
C. રજકણો
પ્રશ્ન 20.
પૃથ્વીના ક્યા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે?
A. મૃદાવરણ(ઘનાવરણ)ના
B. વાતાવરણના
C. જીવાવરણના
D. જલાવરણના
ઉત્તર:
B. વાતાવરણના
પ્રશ્ન 21.
પૃથ્વીના કયા આવરણથી રેડિયો અને દૂરદર્શનનાં પ્રસારણો શક્ય બને છે?
A. જલાવરણથી
B. જીવાવરણથી
C. મૃદાવરણ(ઘનાવરણ)થી
D. વાતાવરણથી
ઉત્તર:
D. વાતાવરણથી
પ્રશ્ન 22.
પૃથ્વીના કયા આવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગી ઊઠી નાશ પામે છે?
A. વાતાવરણ
B. જલાવરણ
C. જીવાવરણ
D. મૃદાવરણ(ઘનાવરણ)
ઉત્તર:
A. વાતાવરણ
પ્રશ્ન 23.
પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે ‘કુદરતી ઢાલ’ની ગરજ સારે છે?
A. જીવાવરણ
B. વાતાવરણ
C. મૃદાવરણ (ઘનાવરણ)
D. જલાવરણ
ઉત્તર:
B. વાતાવરણ
પ્રશ્ન 24.
સૌર પરિવારનો કયો ગ્રહ ‘જીવાવરણ’ ધરાવે છે?
A. બેંગ્યુન
B. પૃથ્વી
C. શુક્ર
D. ગુરુ
ઉત્તર:
B. પૃથ્વી
પ્રશ્ન 25.
પૃથ્વીના કયા આવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે?
A. મૃદાવરણ(ઘનાવરણ)માં
B. જલાવરણમાં
C. વાતાવરણમાં
D. જીવાવરણમાં
ઉત્તરઃ
D. જીવાવરણમાં
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. પૃથ્વી પર કુલ ……………………… આવરણો છે.
ઉત્તરઃ
ચાર
2. સૌર પરિવારમાં માત્ર …………………… પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન, પાણી અને હવા છે.
ઉત્તરઃ
પૃથ્વી
૩. ‘મૃદા’ શબ્દનો અર્થ ………………………. થાય છે.
ઉત્તરઃ
માટી
4. પૃથ્વી તેની ઉત્પત્તિના સમયે ………………………… ના સ્વરૂપે હતી.
ઉત્તરઃ
અગનગોળા
5. મૃદાવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ‘………………………….’ કે ‘……………………’ તરીકે પણ ઓળખવામાં
આવે છે.
ઉત્તરઃ
ખડકાવરણ, ઘનાવરણ
6. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં ………………………… થતો જાય છે.
ઉત્તરઃ
વધારો
7. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ …………………………… થી 100 કિલોમીટર જેટલો જાડો છે.
ઉત્તરઃ
64
8. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે ‘…………………………’ સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે.
ઉત્તરઃ
30
9. પૃથ્વીની ઊંડાઈએ ખડકોના પીગળેલા દ્રવ્યને …………………………. કહે છે.
ઉત્તરઃ
ઍમા
10. મૃદાવરણનો …………………………. અને વનસ્પતિજીવન સાથે ગાઢ સંબંધ છે.
ઉત્તર:
જીવાવરણ
11. આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ ………………………
ઉત્તરઃ
મૃદાવરણ (ઘનાવરણ)
12. પૃથ્વીની સપાટી પર ………………………. કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે.
ઉત્તરઃ
ભૂમિપ્રદેશ (જમીન)
13. પૃથ્વીની સપાટીનો લગભગ ………………………. % જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે.
ઉત્તરઃ
71
14. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને ‘…………………………’ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
મહાસાગરો
15. મહાસાગરોના તળિયે ……………………….. કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે.
ઉત્તરઃ
10થી 11
16. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી ……………………….. % સમુદ્રોમાં રહેલું ખારું પાણી છે.
ઉત્તરઃ
97
17. સમુદ્રો માનવીના ……………………… આહારના ભંડારો પણ છે.
ઉત્તરઃ
પ્રોટીનયુક્ત
18. …………………………. વાયુ ભારે હોવાથી તે હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં હોય છે.
ઉત્તરઃ
કાર્બન ડાયૉક્સાઈડ
19. વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ જતાં …………………………. અને ……………………………….. જેવા હલકા વાયુઓ જ જોવા મળે છે.
ઉત્તરઃ
હાઇડ્રોજન, હિલિયમ
20. …………………………….. વાયુ સૂર્યનાં જલદ પારજાંબલી કિરણોને શોષી લે છે.
ઉત્તર:
ઓઝોન
21. ………………………. દ્વારા પ્રકાશનાં કિરણોનું પરાવર્તન થાય છે.
ઉત્તરઃ
રજકણો
22. ……………………… ના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે.
ઉત્તરઃ
વાતાવરણ
23. વાતાવરણ પૃથ્વી માટે ‘…………………………’ ની ગરજ સારે છે.
ઉત્તરઃ
કુદરતી ઢાલ
24. પૃથ્વી પરના સજીવો ખોરાક અને બીજી બધી જરૂરિયાતો ………………………….. માંથી મેળવે છે.
ઉત્તર:
જીવાવરણ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
1. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને પ્રવાહી પદાર્થોનો બનેલો છે.
ઉત્તરઃ
ખોટું
2. પૃથ્વીના પોપડાના નીચલા ભાગને ‘મૃદાવરણ’ (ઘનાવરણ) કહે છે.
ઉત્તરઃ
ખોટું
૩. ઊંડા સમુદ્રોમાં પૃથ્વીનો પોપડો પાતળો હોય છે.
ઉત્તરઃ
ખરું
4. પૃથ્વી સપાટીનો આશરે 29 % ભાગ મૃદાવરણે (ઘનાવરણે) રોકેલો છે.
ઉત્તરઃ
ખરું
5. જલાવરણની જીવાવરણ અને વનસ્પતિજીવન સાથે ગાઢ સંબંધ છે.
ઉત્તરઃ
ખરું
6. પૃથ્વી સપાટી પર ભૂમિવિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે.
ઉત્તરઃ
ખોટું
7. પૃથ્વીસપાટીનો લગભગ 71 % જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલ છે.
ઉત્તરઃ
ખરું
8. જીવાવરણનું અસ્તિત્વ માનવ પર આધારિત છે.
ઉત્તરઃ
ખોટું
9. સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
10. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી.
ઉત્તર:
ખરું
11. પૃથ્વીની સપાટીની નજીકનું વાતાવરણ પાતળું છે.
ઉત્તરઃ
ખોટું
12. પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં હવા ઘટ્ટ થતી જાય છે.
ઉત્તરઃ
ખોટું
13. વાતાવરણમાં ઑક્સિજન વાયુની હાજરી આશરે 110 કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે.
ઉત્તરઃ
ખરું
14. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.
ઉત્તરઃ
ખરું
15. વાતાવરણ પૃથ્વી માટે કુદરતની ઢાલની ગરજ સારે છે.
ઉત્તરઃ
ખરું
બંધબેસતાં જોડકાં જોડો:
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મૃદાવરણ (ઘનાવરણ) | (1) વિવિધ વાયુઓનું આવરણ |
(2) વાતાવરણ | (2) માનવીના જીવનનિર્વાહનો આધાર |
(3) જીવાવરણ | (3) ચારેય આવરણોનો સરવાળો |
(4) જલાવરણ | (4) માનવસહિત અનેક સજીવોનું નિવાસસ્થાન |
(5) સજીવસૃષ્ટિનું અસ્તિત્વ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મૃદાવરણ (ઘનાવરણ) | (4) માનવસહિત અનેક સજીવોનું નિવાસસ્થાન |
(2) વાતાવરણ | (1) વિવિધ વાયુઓનું આવરણ |
(3) જીવાવરણ | (2) માનવીના જીવનનિર્વાહનો આધાર |
(4) જલાવરણ | (5) સજીવસૃષ્ટિનું અસ્તિત્વ |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
સોરપરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા શી છે?
ઉત્તર:
તમામ સજીવસૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે એ સોરપરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા છે.
પ્રશ્ન 2.
પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે?
ઉત્તરઃ
પૃથ્વીનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે.
પ્રશ્ન 3.
મૃદાવરણને ‘ખડકાવરણ’ કે ‘ઘનાવરણ’ તરીકે શાથી ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
મૃદાવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ‘ખડકાવરણ’ કે ‘ઘનાવરણ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 4.
પૃથ્વીના ઉપરના પોપડાની જાડાઈ કેટલી છે?
ઉત્તરઃ
પૃથ્વીના ઉપરના પોપડાની જાડાઈ આશરે 64 કિલોમીટરથી 100 કિલોમીટરની છે.
પ્રશ્ન 5.
મેંગ્યા એટલે શું?
ઉત્તરઃ
પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીને લીધે ખડકો પીગળીને બનતો ભૂરસ ‘મૅગ્સા’ કહેવાય છે.
પ્રશ્ન 6.
પૃથ્વીનો પોપડો શાથી ફાટી જતો નથી?
ઉત્તરઃ
ભૂગર્ભમાં કેટલાક વાયુઓ છે, જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર આવવા પ્રયત્ન કરે છે. શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગો પર દબાણ કરે છે. આમ, ગરમી અને દબાણ જેવાં પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી.
પ્રશ્ન 7.
જલાવરણ કોને કહે છે? અથવા જલાવરણ એટલે શું?
ઉત્તરઃ
પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ’ કહે છે.
પ્રશ્ન 8.
વાતાવરણ એટલે શું? અથવા વાતાવરણ કોને કહે છે?
ઉત્તર:
પૃથ્વીની ચોતરફ વીંટળાઈને આવેલા લગભગ 800 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને ‘વાતાવરણ’ કહે છે.
પ્રશ્ન 9.
વાતાવરણમાં શું શું ભળેલું હોય છે?
ઉત્તર:
વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ વગેરે ભળેલાં હોય છે.
પ્રશ્ન 10.
ઓઝોન વાયુ શું કાર્ય કરે છે?
ઉત્તરઃ
ઓઝોન વાયુ સૂર્યનાં અત્યંત જલદ પારજાંબલી (અસ્ટ્રાવાયોલેટ) કિરણોનું મોટા પ્રમાણમાં શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે.
પ્રશ્ન 11.
ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારોમાં અને ક્યારે વધુ હોય છે?
ઉત્તર:
ઓઝોન વાયુનું પ્રમાણ વહેલી સવારે ખુલ્લા મેદાનો પર અને સમુદ્રકિનારે વધુ હોય છે.
પ્રશ્ન 12.
વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ કઈ રીતે સારે છે?
ઉત્તરઃ
પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવેલી ઉલ્કા વાતાવરણ સાથેના ઘર્ષણથી સળગી ઊઠી નાશ પામે છે. આ રીતે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલ’ની ગરજ સારે છે.
પ્રશ્ન 13.
જીવાવરણ કોને કહે છે? અથવા જીવાવરણ એટલે શું?
ઉત્તરઃ
મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને ‘જીવાવરણ’ કહે છે.
પ્રશ્ન 14.
વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તર:
વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશને ચોમેર ફેલાવવાનું કાર્ય કરે છે. તેથી સૂર્યોદય વખતે એકાએક અજવાળું ફિ કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી.
પ્રશ્ન 15.
રેડિયો અને દૂરદર્શનનાં પ્રસારણો શાથી શક્ય બને છે?
ઉત્તર:
અવાજ અને પ્રકાશનાં મોજાં વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછાં ફરે છે. આથી રેડિયો અને દૂરદર્શનનાં પ્રસારણો શક્ય બને છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો?
ઉત્તરઃ
આપણી પૃથ્વી સૌરપરિવારનો અજોડ ગ્રહ છે. સૌરપરિવારમાં, તમામ સજીવસૃષ્ટિને જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. આ બધી અનુકૂળતાઓ પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ છે. સૌરપરિવારના અન્ય કોઈ ગ્રહ પર હજુ પાણી અને ઑક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી.
પ્રશ્ન 2.
પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું?
ઉત્તરઃ
પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળા સ્વરૂપે હતી. એ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતાં તેમાંના કેટલાંક તત્ત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આ રીતે પૃથ્વીની આસપાસ વાયુઓનું અને પૃથ્વીની સપાટી પર માટી તથા ખડકોનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતાં મહાસાગરો બન્યા. આ રીતે પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું.
નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો:
(1) મૃદાવરણ (ઘનાવરણ)
(2) જલાવરણ
(૩) વાતાવરણ
(4) જીવાવરણ
ઉત્તર:
(1) મૃદાવરણ (ઘનાવરણ): મૃદુ એટલે માટી. મૃદાવરણ (ઘનાવરણ) એટલે માટીનું આવરણ. પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને ‘મૃદાવરણ’ (ઘનાવરણ) કહે છે. તે માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનું બનેલું છે, તેથી તેને ખડકાવરણ કે ‘ઘનાવરણ’ પણ કહે છે. તે પૃથ્વીની સપાટીનો લગભગ 29 % ભાગ રોકે છે.
(2) જલાવરણઃ પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને ‘જલાવરણ’ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્ર, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરે જળાશયોનો સમાવેશ થાય છે. જલાવરણ પૃથ્વીની સપાટીના લગભગ 71 % ભાગ પર વ્યાપેલું છે.
(૩) વાતાવરણઃ પૃથ્વીની સપાટીથી લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને ‘વાતાવરણ’ કહે છે. વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે. તેમાં કેટલાક વાયુઓ તેમજ પ્રવાહી અને ઘન પદાર્થો આવેલા છે.
(4) જીવાવરણઃ મૃદાવરણ (ઘનાવરણ), વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને ‘જીવાવરણ’ કહે છે. સૌરપરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ અસ્તિત્વ ધરાવે છે. જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
મૃદાવરણ (ઘનાવરણ) Lithosphere)
ઉત્તર:
(મૃદા + આવરણ = મૃદાવરણ) મુદા એટલે માટી. પૃથ્વીના પોપડાના ઉપલા ભાગને ‘મૃદાવરણ’ કહે છે. તે ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ‘ખડકાવરણ’ કે ‘ઘનાવરણ’ પણ કહેવાય છે.
પૃથ્વીનો ઉપરનો પોપડો આશરે 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે ઍલ્યુમિનિયમ અને સિલિકા જેવાં હલકાં તત્ત્વો રહેલાં છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો છે. મૃદાવરણ (ઘનાવરણ) પૃથ્વીની સપાટીનો લગભગ 29 % ભાગ છે. તેમાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણો વગેરે ભૂમિસ્વરૂપો આવેલાં છે. મૃદાવરણ(ઘનાવરણ)ની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ જતાં આશરે 30° સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે.
મૃદાવરણ(ઘનાવરણ)નો જીવાવરણ અને વનસ્પતિજીવન સાથે ગાઢ સંબંધ છે. આપણાં ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો, ખનીજો વગેરે મૃદાવરણ (ઘનાવરણ) સાથે સંબંધ ધરાવે છે.
પ્રશ્ન 2.
જલાવરણ (Hydrosphere)
ઉત્તરઃ
પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ’ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્ર, ઉપસાગરો, ( સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. જલાવરણ પૃથ્વીની સપાટીના લગભગ 71% ભાગ પર વ્યાપેલું છે. પૃથ્વીની સપાટી પર વિપુલ જલરાશિ અને વિશાળ ક્ષેત્રફળ ધરાવતો વિસ્તાર ‘મહાસાગર’ કહેવાય છે. પૃથ્વી પર પૅસિફિક,
ઍટલૅન્ટિક, હિંદ અને આટિક આ ચાર મહાસાગરો છે. તેમાં કેટલીક જગ્યાએ 10થી 11 કિમી ઊંડી ખાઈઓ આવેલી છે. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી 97% મહાસાગરો અને સમુદ્રોમાં રહેલું ખારું પાણી છે. બાકીનું 3% મીઠું પાણી છે. તેનો આશરે પોણો ભાગ ધ્રુવવિસ્તારો તેમજ હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે રહેલો છે. મીઠા પાણીનો કેટલોક જથ્થો ભૂગર્ભમાં છે અને પાણીનો કેટલોક જથ્થો સરોવર અને નદીઓ જેવાં જળાશયોમાં છે. આમ, પૃથ્વી પરના કુલ પાણીનો માત્ર 1% ભાગ સજીવોને મીઠા પાણી સ્વરૂપે ઉપલબ્ધ છે.
પ્રશ્ન 3.
જીવાવરણ (Biosphere).
ઉત્તર:
મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને ‘જીવાવરણ’ કહેવામાં આવે છે. સૌરપરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ છે. જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક અને અન્ય જરૂરિયાતો જીવાવરણમાંથી મેળવે છે. જીવાવરણના સજીવો માનવજગતને વિવિધતાભર્યો ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. માનવજીવનનું અસ્તિત્વ અને જીવનનિર્વાહ જીવાવરણ પર આધારિત છે.
પ્રશ્ન 4.
વાતાવરણનું મહત્ત્વ અથવા વાતાવરણની ઉપયોગિતા જણાવો.
ઉત્તર:
વાતાવરણનું મહત્ત્વ આ પ્રમાણે છે:
- ઓઝોન વાયુ સૂર્યનાં જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. ઓઝોન ઘણો ફૂર્તિદાયક છે.
- વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ચોતરફ ફેલાવે છે. તેથી સૂર્યોદય થતાં પૃથ્વી પર અચાનક અજવાળું થતું નથી કે સૂર્યાસ્ત થતાં અચાનક અંધારું થતું નથી. રજકણો પ્રકાશનાં કિરણોનું પરાવર્તન કરે છે, જેથી આપણને સૂર્યપ્રકાશ મળે છે. રજકણો વાદળાં બનવામાં પણ મદદરૂપ થાય છે.
- આપણે વાતાવરણના લીધે અવાજ સાંભળી શકીએ છીએ. અવાજ અને પ્રકાશ માટેનાં વિદ્યુત ચુંબકીય મોજાંનું વાતાવરણમાં પરાવર્તન થતું હોવાથી રેડિયો અને ટેલિવિઝનનું પ્રસારણ થઈ શકે છે.
- વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવો અવકાશી. ૨ પદાર્થ સળગી ઊઠી નાશ પામે છે. આમ, વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલ’ની ગરજ સારે છે.
વિચારો પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
પર્વતારોહકો પર્વત પર ચઢતી વખતે પોતાની સાથે ઑક્સિજનના બાટલા શા માટે રાખે છે?
ઉત્તરઃ
પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. વાતાવરણમાં 110 કિમીની ઊંચાઈ પછી ઑક્સિજન(પ્રાણવાયુ)ની હાજરી
ઓછી જણાય છે. ખૂબ ઊંચાઈ જતાં હવા પાતળી થતી જાય છે. પાતળી હવામાં ઑક્સિજનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આથી પર્વતારોહકો પર્વત પર ચઢતી વખતે પોતાની સાથે ઑક્સિજનના બાટલા રાખે છે, જેથી શ્વાસ લેવામાં તકલીફ ન પડે.
પ્રવૃત્તિઓ
1. પાઠ્યપુસ્તકના પાના નં. 61 ઉપર આપેલું વાતાવરણમાં ઊંચાઈ અનુસાર વાયુઓનું પ્રમાણ’નું ચિત્ર તમારી નોટબુકમાં દોરો.
2. દુનિયાના રેખાંકિત નકશામાં મહાસાગરો, સમુદ્ર, ઉપસાગરો, સામુદ્રધુનીઓ, અખાતો વગેરે દર્શાવો.
૩. પૃથ્વીનાં વિવિધ આવરણો પર મોટા પાયે અસર થઈ હોય એવી કુદરતી અને માનવસર્જિત ઘટનાઓની નોંધ તમારી નોટબુકમાં કરો.
4. પર્યાવરણના જતન માટે આપણે શું કરી શકીએ તેની ચર્ચા પૃથ્વીનાં ચાર આવરણોના સંદર્ભે વર્ગસભામાં કરો.
5. તમારી આજુબાજુમાં પ્રદૂષણ ફેલાવતી બાબતો તમારી નોટબુકમાં નોંધો. પ્રદૂષણની માત્રા ઓછી કરવાના ઉપાયો શોધો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામેના માં લખોઃ
પ્રશ્ન 1.
ક્ષેત્રફળમાં દુનિયાનો સૌથી મોટો મહાસાગર કયો છે?
A. આટિક મહાસાગર
B. પૅસિફિક મહાસાગર
C. હિંદ મહાસાગર
D. ઍટલૅન્ટિક મહાસાગર
ઉત્તરઃ
B. પૅસિફિક મહાસાગર
પ્રશ્ન 2.
લક્ષદ્વીપ અને માલદીવ કયા મહાસાગરમાં આવેલા છે?
A. હિંદ મહાસાગરમાં
B. ઍટલૅન્ટિક મહાસાગરમાં
C. આર્કટિક મહાસાગરમાં
D. ઍસિફિક મહાસાગરમાં
ઉત્તરઃ
A. હિંદ મહાસાગરમાં
પ્રશ્ન 3.
પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી?
A. મૃદાવરણ (ઘનાવરણ)
B. જીવાવરણ
C. વાતાવરણ
D. જલાવરણ
ઉત્તરઃ
C. વાતાવરણ
પ્રશ્ન 4.
મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?
A. નદીઓ
B. સરોવરો
C. કૂવાઓ
D. વરસાદ
ઉત્તરઃ
D. વરસાદ
પ્રશ્ન 5.
વાતાવરણનો કયો વાયુ ઑક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે?
A. ઓઝોન
B. નાઇટ્રોજન
C. કાર્બન ડાયૉક્સાઈડ
D. હાઇડ્રોજન
ઉત્તરઃ
B. નાઇટ્રોજન
પ્રશ્ન 6.
વધારે વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે?
A. નાઈટ્રોજન
B. કાર્બન મોનોક્સાઇડ
C. હાઇડ્રોજન
D. ઓઝોન
ઉત્તરઃ
B. કાર્બન મોનોક્સાઇડ
પ્રશ્ન 7.
કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે?
A. O2
B. H2
C. N2
D. CO2
ઉત્તરઃ
D. CO2
પ્રશ્ન 8.
ખડકો અને ઘન પદાર્થની બનેલ આવરણ કયા નામે ઓળખાય છે?
A. જલાવરણ
B. ખડકાવરણ
C. જીવાવરણ
D. વાતાવરણ
ઉત્તરઃ
B. ખડકાવરણ
પ્રશ્ન 9.
હું મનુષ્યના આહાર, આવાસ અને અસ્તિત્વનું પાયારૂપ આવરણ છું.
A. મૃદાવરણ
B. ઘનાવરણ
C. ખડકાવરણ
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ
પ્રશ્ન 10.
નીચેનામાંથી કઈ બાબત મહાસાગર સાથે જોડાયેલ છે?
A. પ્રોટીનયુક્ત આહાર
B. જળમાર્ગ
C. ખનીજો
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ
પ્રશ્ન 11.
નીચેનામાંથી કઈ બાબત વાતાવરણ સાથે જોડાયેલ નથી?
A. તે સ્વાદરહિત છે.
B. તે વાયુઓનું બનેલું છે.
C. તે ખડકોનું બનેલું છે.
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
C. તે ખડકોનું બનેલું છે.
પ્રશ્ન 12.
બંધબેસતાં જોડકાં બનાવો:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મૃદાવરણ (ઘનાવરણ) | (1) પૃથ્વી સપાટીનો મહત્તમ વિસ્તાર ધરાવતું આવરણ |
(2) જલાવરણ | (2) સોરપરિવારમાં ફક્ત પૃથ્વી ગ્રહને જ મળેલ આવરણ |
(3) વાતાવરણ | (3) પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનોથી રચાયેલ આવરણ |
(4) જીવાવરણ | (4) ઘન, પ્રવાહી અને વાયુ તત્ત્વો ધરાવતું આવરણ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મૃદાવરણ (ઘનાવરણ) | (3) પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનોથી રચાયેલ આવરણ |
(2) જલાવરણ | (1) પૃથ્વી સપાટીનો મહત્તમ વિસ્તાર ધરાવતું આવરણ |
(3) વાતાવરણ | (4) ઘન, પ્રવાહી અને વાયુ તત્ત્વો ધરાવતું આવરણ |
(4) જીવાવરણ | (2) સોરપરિવારમાં ફક્ત પૃથ્વી ગ્રહને જ મળેલ આવરણ |