Gujarat Board GSEB Class 7 Social Science Important Question Chapter 19 બજાર Important Questions and Answers.
GSEB Class 7 Social Science Important Questions Chapter 19 બજાર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહી શકાય?
A. ચાર રસ્તા
B. સટ્ટાબજાર
C. દલાલ બજાર
D. બજાર
ઉત્તરઃ
D. બજાર
પ્રશ્ન 2.
આપણે તેલ, મસાલા અને ગૃહવપરાશની વસ્તુઓ ક્યાંથી ખરીદીએ છીએ?
A. કરિયાણાની દુકાનેથી
B. ડેરીમાંથી
C. રેકડીઓમાંથી
D. સ્ટેશનરીની દુકાનેથી
ઉત્તરઃ
D. સ્ટેશનરીની દુકાનેથી
પ્રશ્ન 3.
કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે?
A. ગુજરી બજારની
B. શૉપિંગ કૉપ્લેક્સની
C. મહોલ્લા બજારની
D. મોલની
ઉત્તરઃ
C. મહોલ્લા બજારની
પ્રશ્ન 4.
કયા બજારનો દુકાનદાર તેના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે?
A. શૉપિંગ કૉપ્લેક્સનો
B. નિયંત્રિત બજારનો
C. સાપ્તાહિક બજારનો
D. મહોલ્લા બજારનો
ઉત્તરઃ
D. મહોલ્લા બજારનો
પ્રશ્ન 5.
કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે?
A. મોલ
B. સાપ્તાહિક બજાર
C. મહોલ્લા બજાર
D. નિયંત્રિત બજાર
ઉત્તરઃ
B. સાપ્તાહિક બજાર
પ્રશ્ન 6.
કયા બજારમાં નાના વેપારીઓ અને કારીગરોને રોજગાર મળી રહે છે?
A. સાપ્તાહિક બજારમાં
B. મહોલ્લા બજારમાં
C. શૉપિંગ કૉપ્લેક્સમાં
D. મોલમાં
ઉત્તરઃ
A. સાપ્તાહિક બજારમાં
પ્રશ્ન 7.
એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલીય અલગ-અલગ પ્રકારની દુકાનો હોય તેને શું કહે છે?
A. મોલ
B. શૉપિંગ કૉપ્લેક્સ
C. મહોલ્લા બજાર
D. સાપ્તાહિક બજાર
ઉત્તરઃ
B. શૉપિંગ કૉપ્લેક્સ
પ્રશ્ન 8.
આપણને નાની-મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ ક્યાં મળે છે?
A. સાપ્તાહિક બજારમાં
B. મહોલ્લા બજારમાં
C. શૉપિંગ કૉપ્લેક્સમાં
D. મોલમાં
ઉત્તરઃ
D. મોલમાં
પ્રશ્ન 9.
કયા બજારના શો-રૂમોમાં ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે?
A. સાપ્તાહિક બજારના
B. શૉપિંગ કૉપ્લેક્સના
C. મોલના
D. મહોલ્લા બજારના
ઉત્તરઃ
C. મોલના
પ્રશ્ન 10.
કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત શું હોવું જરૂરી છે?
A. સારી બૅન્કિંગ વ્યવસ્થા
B. સારી દુકાનો
C. સારી બજાર-વ્યવસ્થા
D. સારા વેપારીઓ
ઉત્તરઃ
C. સારી બજાર-વ્યવસ્થા
પ્રશ્ન 11.
ખેતઉત્પાદનના વેચાણમાં ખેડૂતોનું શોષણ થતું અટકાવવા માટે સરકારે કઈ વ્યવસ્થા કરી?
A. માર્કેટિંગ યાર્ડની
B. કૃષિ મેળાની
C. અદ્યતન ગોદામોની
D. કૃષિ મંડળીઓની
ઉત્તર:
A. માર્કેટિંગ યાર્ડની
પ્રશ્ન 12.
કયા બજારમાં ખેડૂતોની ખેતપેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે?
A. ગુજરી બજારમાં
B. મોલમાં
C. નિયંત્રિત બજારમાં
D. મહોલ્લા બજારમાં
ઉત્તર:
C. નિયંત્રિત બજારમાં
પ્રશ્ન 13.
કયા બજારમાંથી વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે?
A. મોલમાંથી
B. નિયંત્રિત બજારમાંથી
C. ગુજરી બજારમાંથી
D. શૉપિંગ કૉપ્લેક્સમાંથી
ઉત્તર:
B. નિયંત્રિત બજારમાંથી
પ્રશ્ન 14.
કયા બજારમાં ખેડૂતોને રાત્રિરોકાણ-નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે?
A. શૉપિંગ કૉપ્લેક્સમાં
B. ગુજરી બજારમાં
C. મોલમાં
D. નિયંત્રિત બજારમાં
ઉત્તર:
D. નિયંત્રિત બજારમાં
પ્રશ્ન 15.
કયા બજારમાંથી ખરીદેલી વસ્તુ ગ્રાહકના ઘર સુધી સીધી જ પહોંચી જાય છે?
A. મોલમાંથી
B. નિયંત્રિત બજારમાંથી
C. ઑનલાઇન બજારમાંથી
D. સાપ્તાહિક બજારમાંથી
ઉત્તર:
C. ઑનલાઇન બજારમાંથી
પ્રશ્ન 16.
જે વેપારી કારખાનામાં ઉત્પાદિત થતો માલસામાન મોટા પ્રમાણમાં ખરીદે તેને કયો વેપારી કહેવાય?
A. જથ્થાબંધ વેપારી
B. નાનો દુકાનદાર
C. મોટો દુકાનદાર
D. છૂટક વેપારી
ઉત્તર:
A. જથ્થાબંધ વેપારી
પ્રશ્ન 17.
ખેતપેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂત કયા ખાતરનો ઉપયોગ કરે છે?
A. કમ્પોસ્ટ ખાતર
B. રાસાયણિક ખાતર
C. છાણિયું ખાતર
D. અળસિયાનું ખાતર
ઉત્તર:
B. રાસાયણિક ખાતર
પ્રશ્ન 18.
નાણાં આપીને ચીજવસ્તુ કે સેવા ખરીદનારને શું કહી શકાય?
A. મોટો વેપારી
B. છૂટક વેપારી
C. નાનો વેપારી
D. ગ્રાહક
ઉત્તર:
D. ગ્રાહક
પ્રશ્ન 19.
વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે?
A. યૂ.એસ.એ.માં
B. ગ્રેટ બ્રિટનમાં
C. ભારતમાં
D. જાપાનમાં
ઉત્તર:
C. ભારતમાં
પ્રશ્ન 20.
કયો દેશ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે?
A. ભારત
B. ચીન
C. યુ.એસ.એ.
D. ગ્રેટ બ્રિટન
ઉત્તર:
A. ભારત
પ્રશ્ન 21.
કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે કયા બિલનો ચોક્કસ આગ્રહ રાખવો જોઈએ?
A. ક્રેડિટ કાર્ડના બિલનો
B છાપેલા બિલનો
C. ડેબિટ કાર્ડના બિલનો
D. જી.એસ.ટી.વાળા બિલનો
ઉત્તર:
D. જી.એસ.ટી.વાળા બિલનો
પ્રશ્ન 22.
ઘરવપરાશની અને ઇલેક્ટ્રૉનિક્સ વસ્તુઓ કયા માર્કોની ખરીદવી જોઈએ?
A. હોલમાર્કની
B. આઈ.એસ.આઈ. માર્કોની
C. એગમાર્કની
D. એફ.એસ.એસ.એ.આઈ. માર્કોની
ઉત્તર:
B. આઈ.એસ.આઈ. માર્કોની
પ્રશ્ન 23.
સોના-ચાંદીના દાગીના કયા માર્કના ખરીદવા જોઈએ?
A. એગમાર્કના
B. વૂલમાર્કના
C. હોલમાર્કના
D. આઈ.એસ.આઈ. માર્કના
ઉત્તર:
C. હોલમાર્કના
પ્રશ્ન 24.
ઊનની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે?
A. આઈ.એસ.આઈ.
B. આઈ.એસ.ઓ.
C. એગમાર્ક
D. વૂલમાર્ક
ઉત્તર:
D. વૂલમાર્ક
પ્રશ્ન 25.
ખાદ્યપદાર્થોની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે?
A. એગમાર્ક
B. આઈ.એસ.આઈ.
C. વૂલમાર્ક
D. બી.એસ.આઈ.
ઉત્તર:
A. એગમાર્ક
પ્રશ્ન 26.
ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો છે?
A. ઈ. સ. 1986માં
B. ઈ. સ. 1970માં
C. ઈ. સ. 1968માં
D. ઈ. સ. 1972માં
ઉત્તર:
A. ઈ. સ. 1986માં
પ્રશ્ન 27.
શું બનાવવા માટે કપાસ એ કાચો માલ છે?
A. પ્લાસ્ટિક
B. કાપડ
C. ફટાકડા
D. દૂધ
ઉત્તર:
B. કાપડ
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી 3 જગ્યાઓ પૂરોઃ
1. ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે ……………………….
ઉત્તર:
બજાર
2. બજાર એટલે જ્યાં ………………………………. અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ.
ઉત્તર:
ખરીદનાર
3. આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની …………………………….. માંથી ખરીદીએ છીએ.
ઉત્તર:
દુકાનો
4. આપણે પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે ……………………………….. ની દુકાનેથી ખરીદીએ છીએ.
ઉત્તર:
સ્ટેશનરી
5. ……………………………. બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય
ઉત્તર:
મહોલ્લા
6. ………………………………… બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે.
ઉત્તર:
ગુજરી કે સાપ્તાહિક
7. કેટલાક વિસ્તારોમાં સાપ્તાહિક બજાર …………………………………. કહેવાય છે.
ઉત્તર:
હાટ
8. ……………………………….. બજારમાં જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જગ્યાએથી મળી રહે છે.
ઉત્તર:
સાપ્તાહિક
9. સાપ્તાહિક બજારમાં નાના વેપારીઓ અને ………………………………….. ને રોજગાર મળી રહે છે.
ઉત્તર:
કારીગરો
10. …………………………… એ માં એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલીયે અલગ – અલગ પ્રકારની દુકાનો હોય છે.
ઉત્તર:
શોપિંગ કૉપ્લેક્સ,
11. …………………………….. માં આપણને નાની-મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી રહે છે.
ઉત્તર:
શૉપિંગ કૉપ્લેક્સ
12. શૉપિંગ મોલમાં ………………………… અને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે.
ઉત્તર:
ગ્રાહક
13. શૉપિંગ મોલમાં ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર ……………………………. આપવામાં આવે છે.
ઉત્તર:
વિશેષ વળતર
14 ઉત્પાદનના વેચાણમાં ખેડૂતનું શોષણ અટકાવવા માટે સરકારે રે નિયંત્રિત બજાર એટલે કે …………………….. ની વ્યવસ્થા કરી.
ઉત્તર:
માર્કેટિંગ યાર્ડ
15. ……………………………… બજારમાં ખેડૂતોની ખેતપેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે.
ઉત્તર:
નિયંત્રિત
16. નિયંત્રિત બજારમાં ભાવનિર્ધારણમાં ……………………………….. વધે છે.
ઉત્તર:
પારદર્શિતા
17. ખેડૂતને ……………………… માં રાત્રિરોકાણ-નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે.
ઉત્તર:
માર્કેટિંગ યાર્ડ
18. …………………………………… બજારમાં ગ્રાહકના ઘર સુધી ચીજવસ્તુઓ સીધી જ પહોંચી જાય છે.
ઉત્તર:
ઑનલાઈન
19. ‘આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ તેને ………………………………. વેપારી કહે છે.
ઉત્તર:
છૂટક
20. નાણાં આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ………………………….. કહેવાય
ઉત્તર:
ગ્રાહક
21. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો …………………………….. માં છે.
ઉત્તર:
ભારત ગ્રાહકદિન
22. …………………….. દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે.
ઉત્તર:
ભારત
23. ઘરવપરાશની અને ઇલેક્ટ્રૉનિક્સ વસ્તુઓ …………………………………. માની જ ખરીદવી જોઈએ.
ઉત્તર:
આઈ.એસ. આઈ. (ISI)
24. સોના-ચાંદીના દાગીના ‘…………………………’ની નિશાનીવાળા ખરીદવા જોઈએ.
ઉત્તર:
હોલમાર્ક
25. ઊનની બનાવટો માટે ‘……………………………… ‘નો માર્કો વપરાય છે.
ઉત્તર:
વૂલમાર્ક
26. ખાદ્યપદાર્થો ‘………………………….’ માટે અને ‘………………………….”નો માર્કો વપરાય છે.
ઉત્તર:
એગમાર્ક, એફ.એસ.એસ.એ.આઈ.
27. ભારત સરકારે ગ્રાહકોના અધિકાર માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ‘ ………………….. ‘ બનાવ્યો છે.
ઉત્તર:
1986
28. ગ્રાહકશિક્ષણથી ગ્રાહક …………………………… થી બચી શકે છે.
ઉત્તર:
છેતરપિંડી
29. કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે વેપારી પાસેથી …………………………. વાળું બિલ અચૂક મેળવી લેવું.
ઉત્તર:
જી.એસ.ટી.
30. આપણા દેશમાં દર વર્ષે 15 માર્ચના રોજ ‘……………………………..’ ઊજવવામાં આવે છે.
ઉત્તર:
વિશ્વ
31. આપણા દેશમાં દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ ‘……………………….’ ઊજવવામાં આવે છે.
ઉત્તર:
રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
32. કપાસિયાનું તેલ …………………………. તરીકે વપરાય છે.
ઉત્તર:
ખાદ્યતેલ
૩૩. કપાસિયાનો ……………………….. પશુઓના આહારમાં ખાણ તરીકે વપરાશ થાય છે.
ઉત્તર:
ખોળ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. બજારમાં અનેક ચીજવસ્તુઓ વેચાતી હોય છે.
ઉત્તરઃ
ખરું
2. મહોલ્લાની દુકાનો ચાર રસ્તાની આજુબાજુ હોય છે.
ઉત્તરઃ
ખોટું
3. મહોલ્લા બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય છે.
ઉત્તરઃ
ખોટું
4. કેટલાક વિસ્તારોમાં સાપ્તાહિક બજારને ‘હાટ’ કહે છે.
ઉત્તરઃ
ખરું
5. સાપ્તાહિક બજારમાં જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જગ્યાએથી મળી રહે છે.
ઉત્તરઃ
ખરું
6. શૉપિંગ મોલમાં વસ્તુના દેખાવને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
7. શૉપિંગ મોલમાં વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે.
ઉત્તરઃ
ખરું
8. શૉપિંગ મોલમાં વસ્તુની છાપેલી કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
9. દૂધ-ઉત્પાદનમાં ખેડૂતોનું શોષણ અટકાવવા સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરી.
ઉત્તરઃ
ખોટું
10. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ ગુજરાતના દરેક તાલુકા મથકે આવેલી છે.
ઉત્તરઃ
ખરું
11. નિયંત્રિત બજારમાં ખેડૂતોની દરેક ખેતપેદાશનું વેચાણ એક જ કિંમતે કરવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
12. નિયંત્રિત બજારમાં વેપારીઓનું આર્થિક ધોરણ જળવાય છે.
ઉત્તર:
ખોટું
13. નિયંત્રિત બજારને ‘માર્કેટિંગ યાર્ડ પણ કહેવામાં આવે છે.
ઉત્તર:
ખરું
14. હવેના સમયમાં ઑનલાઇન શૉપિંગનું પ્રમાણ ઘટી રહ્યું છે.
ઉત્તર:
ખોટું
15. ઑનલાઇન શૉપિંગથી ખરીદેલી વસ્તુ ગ્રાહકના ઘર સુધી સીધી જ પહોંચી જાય છે.
ઉત્તર:
ખરું
16. જથ્થાબંધ વેપારી પોતાનો માલસામાન નાના વેપારીઓ કે દુકાનદારોને વેચે છે.
ઉત્તર:
ખરું
17. નાનો દુકાનદાર વધુ નફો મેળવે છે.
ઉત્તર:
ખોટું
18. નાણાં આપીને વસ્તુ કે સેવા ખરીદનાર વેપારી કહેવાય છે.
ઉત્તર:
ખોટું
19. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો યુ.એસ.એ.માં છે.
ઉત્તર:
ખોટું
20. ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે.
ઉત્તર:
ખરું
21. ઘરવપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે ‘આઈ.એસ.ઓ.ની નિશાની લગાડવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
22. સોના-ચાંદીના દાગીના પર ‘હોલમાર્કની નિશાની લગાડવામાં આવે છે.
ઉત્તર:
ખરું
23. ઊનની બનાવટો પર ‘એગમાર્કની નિશાની લગાડવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
24 ખાદ્યપદાર્થો માટે ‘એગમાર્ક અને “એફ.એસ.એસ.એ. આઈ.ના માર્કનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉત્તર:
ખરું
25. ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં છે.
ઉત્તર:
ખરું
26. ભારત સરકારે ગ્રાહકોના અધિકારો માટે ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986’ અમલમાં મૂક્યો છે.
ઉત્તર:
ખરું
27. કાપડ બનાવવા માટે કપાસ એ કાચો માલ છે.
ઉત્તર:
ખરું
28. કપાસિયાનું તેલ સાબુ બનાવવા વપરાય છે.
ઉત્તર:
ખોટું
29. વર્તમાન સમયમાં સમગ્ર ભારત એક બજાર છે.
ઉત્તર:
ખોટું
બંધબેસતાં જોડકાં જોડો :
પ્રશ્ન 1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) દુકાનો આપણા ઘરની આજુબાજુ | (1) ઑનલાઇન બજાર |
(2) જરૂરિયાતની વસ્તુઓ એક જ જગ્યાએ | (2) નિયંત્રિત બજાર |
(3) પાકનો સંગ્રહ કરવા માટે ગોડાઉન | (3) શૉપિંગ કૉપ્લેક્સ |
(4) કમ્યુટર પરથી ડિજિટલ પેમેન્ટ | (4) સાપ્તાહિક બજાર |
(5) મહોલ્લા બજાર |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) દુકાનો આપણા ઘરની આજુબાજુ | (5) મહોલ્લા બજાર |
(2) જરૂરિયાતની વસ્તુઓ એક જ જગ્યાએ | (4) સાપ્તાહિક બજાર |
(3) પાકનો સંગ્રહ કરવા માટે ગોડાઉન | (2) નિયંત્રિત બજાર |
(4) કમ્યુટર પરથી ડિજિટલ પેમેન્ટ | (1) ઑનલાઇન બજાર |
પ્રશ્ન 2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઘરવપરાશની વસ્તુઓ માટેનો માર્કો | (1) વૂલમાર્ક |
(2) સોના-ચાંદી માટેનો માર્કો | (2) આઈ.એસ.આઈ. |
(3) ઊનની બનાવટો માટેનો માર્કો | (3) એગમાર્ક |
(4) આઈ.એસ.ઓ. માક | (4) ખાદ્યપદાર્થો માટેનો |
(5) હોલમાર્ક |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઘરવપરાશની વસ્તુઓ માટેનો માર્કો | (2) આઈ.એસ.આઈ. |
(2) સોના-ચાંદી માટેનો માર્કો | (5) હોલમાર્ક |
(3) ઊનની બનાવટો માટેનો માર્કો | (1) વૂલમાર્ક |
(4) આઈ.એસ.ઓ. માક | (3) એગમાર્ક |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
બજારમાં મુખ્યત્વે કઈ કઈ ચીજવસ્તુઓ વેચાતી હોય છે?
ઉત્તર:
બજારમાં મુખ્યત્વે શાકભાજી, ફળો, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક્સ, પેન-પેન્સિલ, બૂટ-મોજાં, મોબાઇલ ફોન, ટેલિવિઝન, સાઇકલ, ફ્રીઝ વગેરે ચીજવસ્તુઓ વેચાતી હોય છે.
પ્રશ્ન 2.
આપણે આપણી આસપાસની દુકાનોમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદીએ છીએ?
ઉત્તર:
આપણે આપણી આસપાસની દુકાનોમાંથી આ વસ્તુઓ ખરીદીએ છીએઃ
- ડેરીમાંથી દૂધ, દહીં, છાશ વગેરે;
- કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા, દાળ, ચોખા, ગોળ, ખાંડ અને ગૃહવપરાશની વસ્તુઓ;
- સ્ટેશનરીની દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક્સ, પુસ્તકો વગેરે;
- દવાની દુકાનેથી દવાઓ.
પ્રશ્ન 3.
‘સાપ્તાહિક બજાર’ કોને કહે છે? ઉદાહરણ આપો.
ઉત્તર:
અઠવાડિયા દરમિયાન કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતા બજારને ‘સાપ્તાહિક બજાર’ કહે છે. ઉદાહરણ : દર શનિવારે ભરાતા સાપ્તાહિક બજારને શનિવારી બજાર કહેવામાં આવે છે.
પ્રશ્ન 4.
શૉપિંગ કૉપ્લેક્સ કોને કહે છે?
ઉત્તર:
એક જ બિલ્ડિંગમાં એકસાથે અનેક અલગ-અલગ ૨ પ્રકારની દુકાનો હોય છે તેને ‘શૉપિંગ કૉપ્લેક્સ’ કહે છે.
પ્રશ્ન 5.
ગુજરાતના દરેક તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના શા માટે કરવામાં આવી છે?
ઉત્તર:
ખેડૂતો પોતાના પાકોના વેચાણમાં ગેરરીતિઓનો ભોગ ન બને તેમજ તેમના પાકોના વાજબી ભાવો મળી રહે અને તેનાથી તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બને એ હેતુથી ગુજરાતના
દરેક તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના ર કરવામાં આવી છે.
પ્રશ્ન 6.
ખેડૂતોને ખેતપેદાશોના દૈનિક બજારભાવ ક્યાંથી મળી રહે છે?
ઉત્તર:
ખેડૂતોને ખેતપેદાશોના દૈનિક બજારભાવ રેડિયો, : ટેલિવિઝન, દૈનિક વર્તમાનપત્રો, ઑનલાઇન મોબાઇલ ફોન વગેરે દ્વારા મળી રહે છે.
પ્રશ્ન 7.
ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં કઈ કઈ સગવડો મળી રહે છે?
ઉત્તર:
ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિરોકાણ માટે રહેવાની અને તેમના પાકોનો સંગ્રહ કરવા માટે ગોડાઉનની સગવડો – મળી રહે છે.
પ્રશ્ન 8.
બજારમાં ગયા વિના જ આપણે કેવી રીતે ચીજવસ્તુઓની ખરીદી કરી શકીએ છીએ?
ઉત્તરઃ
બજારમાં ગયા વિના જ આપણે આપણાં કમ્યુટર, મોબાઇલ ફોન અને ટેલિવિઝન પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ.
પ્રશ્ન 9.
ઑનલાઇન શૉપિંગ માટે અનેક કંપનીઓ કેવી રીતે બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે?
ઉત્તરઃ
ઑનલાઇન શૉપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજારભાવ કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે.
પ્રશ્ન 10.
ઑનલાઇન શૉપિંગનો ઉપયોગ શાથી વધુ ને વધુ થઈ રહ્યો છે?
ઉત્તરઃ
ઑનલાઇન શૉપિંગમાં કંપનીઓ ગ્રાહકોને સીધા વેચાણમાં વધુ વળતર આપીને બજારભાવ કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચે છે તેમજ ખરીદેલી ચીજવસ્તુઓ ગ્રાહકના ઘર સુધી સીધી જ પહોંચાડે છે. તેથી ઑનલાઇન શૉપિંગનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે.
પ્રશ્ન 11.
જથ્થાબંધ વેપારી કોને કહે છે?
ઉત્તરઃ
જે વેપારી ખેતરો, કારખાનાં કે ઘરોમાં ઉત્પાદિત થતો માલસામાન મોટા પ્રમાણમાં ખરીદે છે તેને ‘જથ્થાબંધ વેપારી’ કહે છે.
પ્રશ્ન 12.
છૂટક વેપારી કોને કહે છે?
ઉત્તરઃ
આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી ચીજવસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી’ કહે છે.
પ્રશ્ન 13.
ખેડૂત ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરે છે?
ઉત્તરઃ
ખેતરમાં ઉત્પાદિત થતી ખેતપેદાશોનું વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂત ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે.
પ્રશ્ન 14.
મોટરકારની કંપનીઓ મોટરકાર કેવી રીતે બનાવે છે?
ઉત્તરઃ
મોટરકારમાં વપરાતા જુદા જુદા ભાગો (Parts) નાનાં કારખાનાંઓમાં બને છે. મોટરકારની કંપનીઓ એ ભાગો ખરીદીને તેને જોડીને મોટરકાર બનાવે છે.
પ્રશ્ન 15.
નાના દુકાનદાર અને મોટા દુકાનદાર વચ્ચે કયો તફાવત છે?
ઉત્તર:
નાનો દુકાનદાર ઓછાં નાણાં રોકીને છૂટક વેપાર કરે છે અને તે વેપારમાં ખૂબ ઓછો નફો મેળવે છે; જ્યારે મોટા દુકાનદાર મોલ કે શૉપિંગ કૉપ્લેક્સમાં વધુ નાણાં રોકીને વેપાર કરે છે અને વધારે નફો મેળવે છે.
પ્રશ્ન 16.
કેટલાક વૃદ્ધ પુરુષો કે મહિલાઓ કયા કારણે રસ્તાની આસપાસ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે?
ઉત્તર:
કેટલાક વૃદ્ધ પુરુષો અને મહિલાઓની ઉંમર આરામ 3 કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આસપાસ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે.
પ્રશ્ન 17.
ગ્રાહક પોતાની જરૂરિયાતની અને મોજશોખની વસ્તુઓ ક્યાંથી ખરીદે છે? ગ્રાહક તરીકે તેનો મુખ્ય અધિકાર કયો છે?
ઉત્તરઃ
ગ્રાહક પોતાની જરૂરિયાતની અને મોજશોખની વસ્તુઓ વિવિધ પ્રકારનાં બજારોમાંથી ખરીદે છે. તેથી એક ગ્રાહક તરીકે વસ્તુની ગુણવત્તા અને કિંમત તપાસવી, વસ્તુની પસંદગી કરવી, નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવું વગેરે તેનો મુખ્ય અધિકાર છે.
પ્રશ્ન 18.
સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ શા માટે નક્કી કર્યા છે?
ઉત્તરઃ
ગ્રાહકને સારી ગુણવત્તાની વસ્તુઓ મળી રહે તે માટે – સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કર્યા છે.
પ્રશ્ન 19.
‘આઈ.એસ.આઈ. (ISI)નો માર્કો કઈ વસ્તુઓ પર લગાવવામાં આવે છે?
ઉત્તર:
‘આઈ.એસ.આઈ.'(ISI)નો માર્કો ઘરવપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ (ઇલેક્ટ્રૉનિક્સ) પર લગાવવામાં આવે છે.
પ્રશ્ન 20.
‘હોલમાર્ક અને ‘વૂલમાર્ક કોને માટે વાપરવામાં આવે છે?
ઉત્તર:
‘હોલમાર્ક એ સોના અને ચાંદીના દાગીના માટે તથા વૂલમાર્ક’ એ ઊનની બનાવટો માટે વાપરવામાં આવે છે.
પ્રશ્ન 21.
ખાદ્યપદાર્થો (ખેતી પર આધારિત વસ્તુઓ) પર કયા માર્ક લગાવવામાં આવે છે?
ઉત્તર:
ખાદ્યપદાર્થો (ખેતી પર આધારિત વસ્તુઓ) પર એગમાર્ક (Agmark) અને ‘એફ.એસ.એસ.એ.આઈ.'(fssai)નો માર્કો લગાવવામાં આવે છે.
પ્રશ્ન 22.
શાકાહારી અને માંસાહારી ખાદ્યસામગ્રી પર કયા રંગની નિશાનીઓ લગાવવામાં આવે છે?
ઉત્તર:
શાકાહારી ખાદ્યસામગ્રી પર લીલા (Green) રંગની અને માંસાહારી ખાદ્યસામગ્રી પર લાલ (Red) રંગની નિશાની લગાવવામાં આવે છે.
પ્રશ્ન 23.
ગ્રાહક કઈ કઈ બાબતોમાં છેતરામણીનો ભોગ બનતો , હોય છે?
ઉત્તર:
વર્તમાન બજાર-વ્યવસ્થાને લીધે ગ્રાહક વસ્તુની ગુણવત્તા, વસ્તુનો જથ્થો, વસ્તુની કિંમત અને ખરીદીની પછીની સેવા વગેરે બાબતોમાં છેતરામણીનો ભોગ બનતો હોય છે.
પ્રશ્ન 24.
સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ (કાયદો) ક્યારે અમલમાં મૂક્યો? આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ શો છે?
ઉત્તરઃ
સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ (કાયદો) ઈ. સ. 1986માં અમલમાં મૂક્યો. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈઓ કરવાનો છે.
પ્રશ્ન 25.
ગ્રાહક સલામતીના અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે?
ઉત્તર:
ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986′ અંતર્ગત ગ્રાહકને નીચેના અધિકારો પ્રાપ્ત થયા છે:
સલામતીનો અધિકાર: આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ-વેચાણ સામે સલામતી મેળવી શકે છે. વ્યક્તિ કોઈ ચીજવસ્તુ ખરીદે અને તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તેના સ્વાથ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.
પ્રશ્ન 26.
માહિતી મેળવવાના અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે?
ઉત્તરઃ
માહિતી મેળવવાનો અધિકાર આ અધિકાર મુજબ ગ્રાહક ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે ચીજવસ્તુ કે સેવા સંબંધિત જરૂરી તમામ માહિતી મેળવી શકે છે.
પ્રશ્ન 27.
પસંદગી કરવાના અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે?
ઉત્તર:
પસંદગી કરવાનો અધિકાર : આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ-તપાસીને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરી શકે છે.
પ્રશ્ન 28.
રજૂઆત કરવાના અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે?
ઉત્તર:
રજૂઆત કરવાનો અધિકારઃ આ અધિકાર મુજબ ગ્રાહકોનાં હિતો સાથે જોડાયેલ ગ્રાહક સુરક્ષા મંડળ સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે.
પ્રશ્ન 29.
ફરિયાદ-નિવારણના અધિકાર અન્વયે ગ્રાહકને કયો ? અધિકાર મળ્યો છે?
ઉત્તર:
ફરિયાદ-નિવારણનો અધિકાર : આ અધિકાર મુજબ ગ્રાહક ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ ફરિયાદનું નિવારણ અને પોતાને થયેલ નુકસાનનું યોગ્ય વળતર મેળવી શકે છે.
પ્રશ્ન 30.
ગ્રાહકશિક્ષણ મેળવવાના અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે?
ઉત્તર:
ગ્રાહકશિક્ષણ મેળવવાનો અધિકારઃ આ અધિકાર મુજબ ગ્રાહકનાં હિતો સાથે જોડાયેલી તમામ બાબતોથી અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહકશિક્ષણ મેળવવાનો ગ્રાહકને હક આપવામાં આવ્યો છે.
પ્રશ્ન 31.
કપડાંની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ?
ઉત્તર:
કપડાંની ખરીદી વખતે કપડાંનું કાપડ, તેનો કલર, સિલાઈ, જરીભરત, માપ-સાઇઝ વગેરે બરાબર તપાસી લેવાં જોઈએ.
પ્રશ્ન 32.
બજાર-વ્યવસ્થામાં ક્રાંતિ શાથી આવી છે?
ઉત્તર:
સારા રસ્તાઓ, પરિવહન, બૅન્કિંગ અને સંદેશાવ્યવહારની સુવિધાઓને લીધે બજાર-વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે.
પ્રશ્ન 33.
વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. કેવી રીતે?
ઉત્તર:
વર્તમાન સમયમાં વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલ છે. આ ઉપરાંત, આપણી આસપાસનાં બજારો અને ઑનલાઇન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ. આથી કહી શકાય કે, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે.
ટૂંક નોંધ લખો :
પ્રશ્ન 1.
મહોલ્લા બજાર
ઉત્તર :
મહોલ્લા બજારની દુકાનો આપણા ઘરની આસપાસમાં જ હોય છે. એ દુકાનોમાંથી ગ્રાહકો તેમના રોજિંદા ઉપયોગની વસ્તુઓ તેમની જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકે છે. દા.ત., ડેરીની દુકાનમાંથી દૂધ, દહીં, છાશ, ઘી, વગેરે; કરિયાણાની દુકાનમાંથી તેલ, મસાલા, ચા, ખાંડ, ગોળ, સાબુ, દાળ, ચોખા અને ઘરવપરાશની વસ્તુઓ, સ્ટેશનરીની દુકાનમાંથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે; દવાની દુકાનેથી દવાઓ મળે છે. મહોલ્લા બજારનો દુકાનદાર તેના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વસ્તુઓ વેચે છે.
પ્રશ્ન 2.
સાપ્તાહિક બજાર
ઉત્તર:
સાપ્તાહિક બજાર સપ્તાહના કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય છે. તેને ‘ગુજરી બજાર’ પણ કહે છે. કેટલાક વિસ્તારોમાં તેને ‘હાટ’ કહેવામાં આવે છે. જો સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતું હોય તો તેને શનિવારી બજાર કહેવાય છે. આ બજારમાં વેપારીઓ દિવસ દરમિયાન તેમના વેચાણની વસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકલીને ઘેર જતા રહે છે. તેઓ બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન બનાવે છે. સમગ્ર દેશમાં મુખ્યત્વે શહેરોમાં અનેક જગ્યાએ સાપ્તાહિક બજારો યોજાય છે. આ બજારમાં લોકોને એક જ જગ્યાએથી રોજિંદી જરૂરિયાતની અનેક વસ્તુઓ મળી રહે છે. આ બજારમાં વેપારીને દુકાનનું ભાડું, વીજળી, મકાનવેરો, કર્મચારીનો પગાર વગેરેનો ખર્ચ થતો નથી. તેથી તે ચીજવસ્તુઓ બજારભાવ કરતાં ઓછા ભાવે વેચી શકે છે. સાપ્તાહિક બજાર દ્વારા નાના વેપારીઓ અને કારીગરોને રોજગાર મળી રહે છે.
પ્રશ્ન 3.
‘શૉપિંગ કૉપ્લેક્સ’
ઉત્તર:
મોટાં શહેરોમાં એક જ બિલ્ડિંગમાં એકસાથે જુદી જુદી વસ્તુઓના વેચાણની અનેક દુકાનો હોય છે, જેને ‘શૉપિંગ કૉપ્લેક્સ’ કહે છે.
શિૉપિંગ કૉપ્લેક્સ, શૉપિંગ કૉપ્લેક્સના શો-રૂમોમાં નાની-મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળે છે. મોટી કંપનીઓ જાહેરખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે મોટા શો-રૂમોમાં વેચતી હોય છે. એ વસ્તુઓની કિંમતો વધુ હોવાથી પૈસાદાર લોકો જ તેને ખરીદી શકતા હોય છે.
શૉપિંગ કૉપ્લેક્સની કેટલીક વિશિષ્ટતાઓ હોય છે. જેમ કે
- મોલની દુકાનો ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને સજાવવામાં આવે છે.
- વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોવાથી ગ્રાહકને વસ્તુની પસંદગી કરવાની તક મળે છે.
- વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક ખરીદી માટે પોતાનો પૂરતો સમય આપીને વિશેષ વળતર મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે.
- મોલમાં વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે.
- મોલમાં ખરીદી માટે કાઉન્ટર પર રોકડ નાણાં, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બૅન્કિંગ વગેરેથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે.
પ્રશ્ન 4.
નિયંત્રિત બજાર (માર્કેટિંગ યાર્ડ) (APMC)
ઉત્તર :
કૃષિના પાકોનું વધુ ઉત્પાદન મેળવ્યા પછી તેના વેચાણ માટે સારી બજાર-વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. આઝાદી પછીના સમયમાં ખેતઉત્પાદનોના વેચાણની કોઈ વ્યવસ્થા ન હતી. તેથી ખેડૂતોનું શોષણ થતું અટકાવવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ(ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)ની વ્યવસ્થા કરી. ખેડૂતો ખેતઉત્પાદનોના વેચાણમાં ગેરરીતિઓના ભોગ ન બને; તેમનાં ખેતઉત્પાદનોના વાજબી ભાવો મળે અને એ રીતે તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બને એ હેતુથી ગુજરાતના દરેક તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રચના કરવામાં આવી છે.
નિયંત્રિત બજાર કે માર્કેટિંગ યાર્ડની મુખ્ય વિશિષ્ટતાઓ આ પ્રમાણે છે :
- નિયંત્રિત બજાર કે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ખેતપેદાશોનું વેચાણ જાહેર હરાજીથી કરવામાં આવે છે, જેથી ખેડૂતોને તેમની ખેતપેદાશોના વધુ સારા ભાવ મળી શકે છે.
- આ પદ્ધતિથી ભાવનિર્ધારણમાં પારદર્શિતા વધે છે.
- વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે તેમજ વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા , જથ્થામાં મળી શકે છે.
- બૅન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ અને અન્ય સગવડોનું નિર્માણ વગેરે સેવાઓનો અમલ અસરકારક રીતે થાય છે.
- ખેડૂતોને ખેતપેદાશોના દૈનિક બજારભાવો રેડિયો, ટેલિવિઝન, દૈનિક વર્તમાનપત્રો અને ઑનલાઇન મોબાઇલ ફોન દ્વારા મળી રહે છે.
- ખેતપેદાશો વેચવા આવતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિરોકાણની સુવિધા તેમજ તેમના પાકોનો સંગ્રહ કરવા ગોડાઉન-ગોદામોની સગવડ મળે છે.
પ્રશ્ન 5.
ઑનલાઇન બજાર
ઉત્તર :
બજારમાં ગયા વિના જ ગ્રાહક તેનાં કમ્યુટર, મોબાઇલ ફોન કે ટેલિવિઝન દ્વારા ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી શકે છે. અનેક કંપનીઓ ઑનલાઇન શૉપિંગ માટે ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજારભાવ કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે. ખરીદેલી ચીજવસ્તુ સીધી જ ગ્રાહકના ઘર સુધી પહોંચે છે. તેથી ઑનલાઇન શૉપિંગનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે. દરેક ગ્રાહકે ઑનલાઇન શૉપિંગમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, નહીંતર છેતરપિંડીનો ભોગ બનવાનો પૂરેપૂરો સંભવ છે.
પ્રશ્ન 6.
બજારમાં ચાલતી ખરીદ-વેચાણની પ્રક્રિયા અથવા આપણી આસપાસનું બજાર
ઉત્તર:
ચીજવસ્તુઓનું ઉત્પાદન કારખાનાં, ગૃહઉદ્યોગો, ઘરો અને ખેતરોમાં થાય છે, પરંતુ આપણે સીધા જ કારખાનાં : કે ખેતરોમાંથી ચીજવસ્તુઓ ખરીદતા નથી. વેપારીઓ જ ચીજવસ્તુઓનું ખરીદ-વેચાણ કરે છે. જે વેપારીઓ કારખાનાં, ખેતરો કે ઘરોમાં ઉત્પાદિત થતો ? જથ્થાબંધ માલસામાન ખરીદે છે તે જથ્થાબંધ વેપારીઓ કહેવાય છે. તેઓ એ માલસામાન નાના વેપારીઓ કે દુકાનદારોને વેચે છે. આમ, માલસામાનની ખરીદી અને વેચાણ કરનાર બંને વેપારી જ છે.
આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી ચીજવસ્તુઓ ખરીદીએ તેને છૂટક વેપારી કહે છે. મોટરકારમાં વપરાતા નાના-મોટા, જુદા જુદા ભાગો (Parts) કારખાનામાં બનતા હોય છે. મોટરકાર બનાવતી કંપનીઓ એ ભાગો ખરીદે છે અને તેમને જોડીને મોટરકારો બનાવતી હોય છે. એ મોટરકારો આપણે શો-રૂમોમાંથી ખરીદીએ છીએ. આમ, આપણી આજુબાજુ અનેક વસ્તુઓનું ઉત્પાદન અને તેમનું ખરીદવેચાણ થતું હોય છે.
પ્રશ્ન 7.
બજારમાં વિવિધતા
ઉત્તરઃ
મહોલ્લા બજારથી શૉપિંગ કૉપ્લેક્સ સુધીની દુકાનો છે અને દુકાનદારોમાં વિવિધતા છે. બજારમાં દુકાનો લગાવીને બેઠેલા દુકાનદારો વચ્ચે એક મોટો તફાવત છે. જેમકે, નાનો દુકાનદાર ઓછાં નાણાં રોકીને છૂટક વેપાર કરે છે; જ્યારે મોટો દુકાનદાર કૉપ્લેક્સમાં વધારે નાણાં રોકીને વેપાર કરે છે. નાના દુકાનદાર વેપારમાં ખૂબ ઓછો નફો મેળવે છે; જ્યારે મોટો દુકાનદાર વેપારમાં વધુ નફો મેળવે છે. ખરીદનાર વર્ગમાં પણ તફાવત છે. સમાજના ઘણા લોકો સસ્તામાં મળતી ચીજવસ્તુઓ પણ ખરીદી શકતા નથી; જ્યારે ઘણા લોકો શૉપિંગ કૉપ્લેક્સમાં મળતી મોંઘી ચીજવસ્તુઓ ખરીદી શકે છે.
આમ, વ્યક્તિની આર્થિક સ્થિતિના આધારે નક્કી થાય છે કે, તે ક્યા બજારનો ખરીદનાર કે વેચનાર બની શકે તેમ છે. આપણી આસપાસ કેટલીક મોટી ઉંમરની વ્યક્તિઓ નાનીમોટી વસ્તુઓ વેચતા જોવા મળે છે. એ વૃદ્ધ પુરુષો કે સ્ત્રીઓની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આજુબાજુ ચીજવસ્તુઓ વેચતા હોય છે. આવી જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદીને તેને મદદરૂપ બનવાની જરૂર છે.
પ્રશ્ન 8.
બજારમાં ગ્રાહક
ઉત્તરઃ
દરેક વ્યક્તિ ગ્રાહક છે, કારણ કે તે નાણાં આપીને બજારમાંથી વસ્તુઓ કે સેવાઓ ખરીદે છે. દા. ત., સાબુ, તેલ બિસ્કિટ, અનાજ કે જરૂરિયાતની અન્ય વસ્તુઓ ખરીદનાર અથવા મોબાઇલ ફોનનું રીચાર્જ, વીમો, ટ્રેન ટિકિટનું બુકિંગ વગેરે સેવાઓ મેળવનાર ગ્રાહક જ ગણાય છે. દુનિયામાં સૌથી વધારે ગ્રાહકો ભારતમાં છે, તેથી ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે. ગ્રાહક પોતાની જરૂરિયાતની અને મોજશોખની વસ્તુઓ વિવિધ પ્રકારનાં બજારોમાંથી ખરીદે છે. તેથી એક ગ્રાહક તરીકે વસ્તુની ગુણવત્તા અને કિંમત તપાસવી, વસ્તુની પસંદગી કરવી, નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવું વગેરે તેના મુખ્ય અધિકારો છે.
ગ્રાહકને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ મળી રહે તે રં માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કર્યા છે. એ ? – અનુસાર બજારમાં ખાસ પ્રકારના માર્યા(નિશાની)વાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. જેમ કે, ઘરવપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ (ઇલેક્ટ્રોનિક્સ) માટે આઈ.એસ.આઈ.” (ISI); સોના-ચાંદીના દાગીના માટે ‘હોલમાર્ક’; ઊનની બનાવટો માટે “વૂલમાર્ક’; ખાદ્યપદાર્થો માટે ‘એગમાર્ક (Agmark) અને “એફ.એસ.એસ.એ.આઈ. (fssai)’ વગેરે માક (નિશાની) લગાવવામાં આવે છે. આ ઉપરાંત, શાકાહારી ખાદ્યસામગ્રી પર લીલા (Green) રંગની અને માંસાહારી ખાદ્યસામગ્રી પર લાલ (Red) રંગની નિશાની કરવામાં આવે છે. આ માર્ક (નિશાનીઓ) જોઈ-તપાસીને ગ્રાહક ભરોસાપાત્ર અને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ ખરીદી શકે છે. હું
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
મહોલ્લા બજારની વિશિષ્ટતાઓ કઈ કઈ છે?
ઉત્તરઃ
મહોલ્લા બજારની વિશિષ્ટતાઓ આ પ્રમાણે છે :
- મહોલ્લા બજારની દુકાનો આપણા ઘરની આસપાસ હોય છે.
- એ દુકાનોમાંથી ગ્રાહકો તેમના રોજિંદા વપરાશની વસ્તુઓ તેમની જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી શકે છે.
- મહોલ્લા બજારનો દુકાનદાર તેના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વસ્તુઓ વેચે છે.
પ્રશ્ન 2.
સાપ્તાહિક કે ગુજરી બજારની વિશિષ્ટતાઓ કઈ કઈ છે?
ઉત્તર:
સાપ્તાહિક કે ગુજરી બજારની વિશિષ્ટતાઓ આ પ્રમાણે છેઃ
- સાપ્તાહિક કે ગુજરી બજાર સપ્તાહના કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય છે.
- આ બજારમાં વેપારીઓ દિવસ દરમિયાન તેમના વેચવા માટેની દુકાનો લાવે છે અને સાંજ સુધીમાં દુકાન – સંકેલીને ઘેર જતા રહે છે.
- આ બજારમાં લોકોને એક જ જગ્યાએથી રોજિંદી જરૂરિયાતની અનેક વસ્તુઓ મળી રહે છે.
- આ બજાર દ્વારા નાના વેપારીઓ અને કારીગરોને રોજગાર મળે છે.
- આ બજારમાં વેપારીને દુકાનનું ભાડું, વીજળી, મકાનવેરો, કર્મચારીનો પગાર વગેરેનો ખર્ચ થતો નથી. તેથી તે ચીજવસ્તુઓ બજારભાવ કરતાં ઓછા ભાવે વેચી શકે છે.
પ્રશ્ન 3.
શૉપિંગ કૉપ્લેક્સની વિશિષ્ટતાઓ કઈ કઈ છે?
ઉત્તર:
મોટાં શહેરોમાં એક જ બિલ્ડિંગમાં એકસાથે જુદી જુદી વસ્તુઓના વેચાણની અનેક દુકાનો હોય છે, જેને ‘શૉપિંગ કૉપ્લેક્સ’ કહે છે.
શિૉપિંગ કૉપ્લેક્સ, શૉપિંગ કૉપ્લેક્સના શો-રૂમોમાં નાની-મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળે છે. મોટી કંપનીઓ જાહેરખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે મોટા શો-રૂમોમાં વેચતી હોય છે. એ વસ્તુઓની કિંમતો વધુ હોવાથી પૈસાદાર લોકો જ તેને ખરીદી શકતા હોય છે.
શૉપિંગ કૉપ્લેક્સની કેટલીક વિશિષ્ટતાઓ હોય છે. જેમ કે
- મોલની દુકાનો ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને સજાવવામાં આવે છે.
- વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોવાથી ગ્રાહકને વસ્તુની પસંદગી કરવાની તક મળે છે.
- વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક ખરીદી માટે પોતાનો પૂરતો સમય આપીને વિશેષ વળતર મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે.
- મોલમાં વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે.
- મોલમાં ખરીદી માટે કાઉન્ટર પર રોકડ નાણાં, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બૅન્કિંગ વગેરેથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે.
પ્રશ્ન 4.
નિયંત્રિત બજાર કે માર્કેટિંગ યાર્ડની વિશિષ્ટતાઓ કઈ છે? કઈ છે?
ઉત્તર:
કૃષિના પાકોનું વધુ ઉત્પાદન મેળવ્યા પછી તેના વેચાણ માટે સારી બજાર-વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. આઝાદી પછીના સમયમાં ખેતઉત્પાદનોના વેચાણની કોઈ વ્યવસ્થા ન હતી. તેથી ખેડૂતોનું શોષણ થતું અટકાવવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ(ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)ની વ્યવસ્થા કરી. ખેડૂતો ખેતઉત્પાદનોના વેચાણમાં ગેરરીતિઓના ભોગ ન બને; તેમનાં ખેતઉત્પાદનોના વાજબી ભાવો મળે અને એ રીતે તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બને એ હેતુથી ગુજરાતના દરેક તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રચના કરવામાં આવી છે.
નિયંત્રિત બજાર કે માર્કેટિંગ યાર્ડની મુખ્ય વિશિષ્ટતાઓ આ પ્રમાણે છે :
- નિયંત્રિત બજાર કે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ખેતપેદાશોનું વેચાણ જાહેર હરાજીથી કરવામાં આવે છે, જેથી ખેડૂતોને તેમની ખેતપેદાશોના વધુ સારા ભાવ મળી શકે છે.
- આ પદ્ધતિથી ભાવનિર્ધારણમાં પારદર્શિતા વધે છે.
- વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે તેમજ વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા , જથ્થામાં મળી શકે છે.
- બૅન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ અને અન્ય સગવડોનું નિર્માણ વગેરે સેવાઓનો અમલ અસરકારક રીતે થાય છે.
- ખેડૂતોને ખેતપેદાશોના દૈનિક બજારભાવો રેડિયો, ટેલિવિઝન, દૈનિક વર્તમાનપત્રો અને ઑનલાઇન મોબાઇલ ફોન દ્વારા મળી રહે છે.
- ખેતપેદાશો વેચવા આવતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિરોકાણની સુવિધા તેમજ તેમના પાકોનો સંગ્રહ કરવા ગોડાઉન-ગોદામોની સગવડ મળે છે.
પ્રવૃત્તિઓ
1. તમારા નિવાસસ્થાન નજીક ભરાતા સાપ્તાહિક બજારની મુલાકાત લો અને જાણકારી મેળવો.
2. તમારા નજીકના શહેરમાં શૉપિંગ કૉપ્લેક્સ-શૉપિંગ મોલની મુલાકાત લઈ તેની વિશેષતાઓની નોંધ તમારી નોંધપોથીમાં કરો.
3. ઑનલાઇન શૉપિંગની પ્રક્રિયા શિક્ષક કે તમારા ઘરના સભ્ય પાસેથી જાણો.
4. તમારા ઘરમાં વપરાશમાં લેવાતી ઇલેક્ટ્રૉનિક્સ ચીજવસ્તુઓ આઈ.એસ.આઈ. માર્કવાળી છે કે કેમ? તેની ચકાસણી કરો. રે
5. તમે રોજબરોજ વપરાશમાં લેતા હોવ તેવી ખાદ્યચીજોની પ્રમાણિત કરતી નિશાનીનાં રેપર એકઠાં કરી પોથી તૈયાર કરો.
6. તમારા મિત્રએ ખરીદેલો મોબાઇલ ફોન ખામીયુક્ત છે. ગ્રાહક સુરક્ષા સંદર્ભે તેણે શું કરવું જોઈએ? નુકસાનીનું વળતર કેવી રીતે મેળવી શકાય તેની સલાહ મેળવો.
7. તમારા વિસ્તારના ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકને જાગૃત કરવા માટેનાં પેમ્ફલેટ્સ તૈયાર કરો.
HOTs પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો :
પ્રશ્ન 1.
તમે દુકાનેથી પેન ખરીદો છો, તો તમે શું કહેવાઓ?
A. ગ્રાહક
B. વેપારી
C. દુકાનદાર
D. વેચનાર
ઉત્તર:
A. ગ્રાહક
પ્રશ્ન 2.
તમે ખેડૂત છો, તો તમે તમારું ઉત્પાદન વેચવા ક્યાં જશો?
A. માર્કેટિંગ યાર્ડમાં
B. જી.આઈ.ડી.સી.માં
C. મોલમાં
D. તમામ
ઉત્તર:
A. માર્કેટિંગ યાર્ડમાં
પ્રશ્ન 3.
શાકાહારી ખાદ્યસામગ્રી પર કયા રંગની નિશાની હોય છે?
A. લાલ રંગની
B. લીલા રંગની
C. ભૂરા રંગની
Dપીળા રંગની
ઉત્તર:
B. લીલા રંગની
પ્રશ્ન 4.
વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો?
A. માર્કોને
B. એક્સપાયરી ડેટને
C. બિલ લેવું
D. આપેલ તમામને
ઉત્તર:
D. આપેલ તમામને
પ્રશ્ન 5.
ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ ગ્રાહકને કેટલા હક મળેલા છે?
A. પાંચ
B. છ
C. સાત
D. આઠ
ઉત્તર:
B. છ
પ્રશ્ન 6.
કયા પ્રકારના બજારમાં વસ્તુ ખરીદવા માટે સ્થળ ઉપર જવું પડતું નથી?
A. ગુજરી બજારમાં
B. શૉપિંગ મોલમાં
C. ઑનલાઇન બજારમાં
D. મહોલ્લાની બજારમાં
ઉત્તર:
C. ઑનલાઇન બજારમાં
પ્રશ્ન 7.
કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે?
A. સાપ્તાહિક બજાર
B. મોલ
C. નિયંત્રિત બજાર
D. મહોલ્લાની બજાર
ઉત્તર:
A. સાપ્તાહિક બજાર
પ્રશ્ન 8.
ખેડૂતોનું શોષણ અટકાવવા સરકારે કઈ વ્યવસ્થા કરી છે?
A. ખેતીવાડી સંરક્ષણ સમિતિ
B. જમીન વિકાસ બૅન્ક
C. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ
D. ડેરી વિકાસ બોર્ડ
ઉત્તર:
C. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ
પ્રશ્ન 9.
માંસાહારી ખાદ્યસામગ્રી પર કયા રંગની નિશાની કરવામાં આવે છે?
A. લીલા રંગની
B. લાલ રંગની
C. પીળા રંગની
D. વાદળી રંગની
ઉત્તર:
B. લાલ રંગની
પ્રશ્ન 10.
તમે સોનાનો હાર ખરીદવા જશો ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો?
A. આઈ.એસ.આઈ. માર્કોની
B વૂલમાર્કની
C. હોલમાર્કની
D. એગમાર્કની
ઉત્તર:
C. હોલમાર્કની