GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત Important Questions and Answers.

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ‘……………………………’ ની સ્થાપના કરી.
A. આરઝી જૂનાગઢ
B. આરઝી હકૂમત
C. આઝાદ જૂનાગઢ
ઉત્તરઃ
B. આરઝી હકૂમત

પ્રશ્ન 2.
રાજ્ય પુનર્ચનાપંચના અધ્યક્ષ (ચૅરમૅન) ………………….. હતા.
A. પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલઅલી
B. હૃદયનાથ કુંઝરુ
C. કે. એમ. પનિકર
ઉત્તરઃ
A. પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલઅલી

પ્રશ્ન 3.
………………………… ના રોજ ગુજરાતના અલગ રાજ્યની રચના કરવામાં આવી.
A. 24 નવેમ્બર, 1958
B. 10 જાન્યુઆરી, 1960
C. 1 મે, 1960
ઉત્તરઃ
C. 1 મે, 1960

પ્રશ્ન 4.
ભારતની ઉત્તર-પૂર્વ દિશામાં રચાયેલાં સાતેય રાજ્યોને ……………………. તરીકે ઓળખવામાં આવે છે.
A. છ બહેનો
B. નવ બહેનો
C. સાત બહેનો
ઉત્તરઃ
C. સાત બહેનો

પ્રશ્ન 5.
આજે ભારતીય સંઘ(ઈ. સ. 2018)માં …………………………. રાજ્યો છે.
A. 29
B. 35
C. 27
ઉત્તરઃ
A. 29

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 6.
……………………. માં બોડો જાતિના લોકો અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.
A. મિઝોરમ
B. મણિપુર
C. અસમ
ઉત્તરઃ
C. અસમ

પ્રશ્ન 7.
આંધ્ર પ્રદેશમાંથી …………………….. રાજ્યની રચના થઈ.
A. ઝારખંડ
B. તેલંગણા
C. કર્ણાટક
ઉત્તરઃ
B. તેલંગણા

પ્રશ્ન 8.
બ્રિટિશરોનો મુખ્ય હેતુ ભારતનું ……………………. કરવાનો હતો.
A. વિકાસ
B. શોષણ
C. પરાધીન
ઉત્તરઃ
B. શોષણ

પ્રશ્ન 9.
ભારતે અંતરિક્ષમાં ……………………….. , ……………………. અને …………………….. નામના (દૂરસંચાર) ઉપગ્રહો છોડ્યા છે.
A. દિવાકર, આર્યભટ્ટ, ધૂમકેતુ
B. આર્યભટ્ટ, ધૂમકેતુ, રોહિણી
C. આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી
ઉત્તરઃ
C. આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી

પ્રશ્ન 10.
આઝાદીના દિવસે જ જૂનાગઢના નવાબે ……………………… સાથે જોડાણ કર્યું.
A. હૈદરાબાદ
B. પાકિસ્તાન
C. ભારતીય સંઘ
ઉત્તરઃ
B. પાકિસ્તાન

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 11.
ઈ. સ. 1956માં ……………………… રાજ્યને આંધ્ર પ્રદેશ રાજ્યમાં સમાવવામાં આવ્યું.
A. હૈદરાબાદ
B. મૈસૂર
C. કર્ણાટક
ઉત્તરઃ
A. હૈદરાબાદ

પ્રશ્ન 12.
…………………. સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ હતા.
A. ડૉ. વિક્રમ સારાભાઈ
B. કનૈયાલાલ મુનશી
C. વી. પી. મેનન
ઉત્તરઃ
C. વી. પી. મેનન

પ્રશ્ન 13.
આઝાદી મળી એ સમયે કમીરના મહારાજા …………………….. હતા.
A. ચેતસિંહ માનવા
B. હરિસિંહ ડોગરા
C. માનસિંહ ડોગરા
ઉત્તરઃ
B. હરિસિંહ ડોગરા

પ્રશ્ન 14.
ગોવા, દીવ અને દમણમાં પોર્ટુગીઝ સરકાર દ્વારા અત્યાચાર થતાં ‘……………………. ‘માં સત્યાગ્રહીઓ શહીદ થયા.
A. ગોવામુક્તિ આંદોલન
B. ગોવાવિજય આંદોલન
C. ઑપરેશન વિજય
ઉત્તરઃ
A. ગોવામુક્તિ આંદોલન

પ્રશ્ન 15.
ગોવાનું મુખ્ય મથક …………………………. છે.
A. સેલવાસ
B. દમણ,
C. પણજી
ઉત્તરઃ
C. પણજી

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 16.
ઉત્તરાખંડની રાજધાની ………………………. છે.
A. દેહરાદૂન
B. ચંડીગઢ
C. શિમલા
ઉત્તરઃ
A. દેહરાદૂન

પ્રશ્ન 17.
ભારતમાં ભાષાવાદે ……………………… ને ઉત્તેજન આપ્યું છે.
A. વિવિધતા
B, જ્ઞાતિવાદ
C. પ્રદેશવાદ
ઉત્તરઃ
C. પ્રદેશવાદ

પ્રશ્ન 18.
ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ………………………. મહાન વૈજ્ઞાનિક હતા.
A. ડૉ. હોમીભાભા
B. ડે. એ. પી. જે. અબ્દુલ ક્લામ
C. ડૉ. રાજા રામન્ના
ઉત્તરઃ
B. ડે. એ. પી. જે. અબ્દુલ ક્લામ

પ્રશ્ન 19.
ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારનાં ……………………….. વિકસાવ્યાં છે.
A. GSLV
B. GTPL
C. GSTL
ઉત્તરઃ
A. GSLV

(અ) નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
પાકિસ્તાને કબજે કરેલો કશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી?
A. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ
B. સોવિયેત સરકાર સમક્ષ
C. અમેરિકન સરકાર સમક્ષ
D. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા સમક્ષ
ઉત્તર:
A. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 2.
ભારતની ઉત્તર-પૂર્વ દિશામાં રચાયેલાં રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે?
A. ‘સેવન સિસ્ટર્સ’ (સાત બહેનો)
B. ‘ગિરિઝંદો’
C. ‘સપ્તક રાજ્યો’
D. ‘ગિરિબહેનો’
ઉત્તર:
A. ‘સેવન સિસ્ટર્સ’ (સાત બહેનો)

પ્રશ્ન 3.
મહારાષ્ટ્રમાંથી ક્યા અલગ રાજ્યની માગણી ચાલુ છે?
A. વિદર્ભની
B. સોલાપુરની
C. નાગપુરની
D. સાતારાની
ઉત્તર:
A. વિદર્ભની

પ્રશ્ન 4.
ઉદ્યોગો, ઊર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં કઈ ટેક્નોલૉજીનો ઉપયોગ વધી રહ્યો છે?
A. બાયો-ટેક્નોલૉજીનો
B. અણુ-ટેક્નોલૉજીનો
C. સ્પેસ-ટેક્નોલૉજીનો
D. માઇનિંગ-ટેક્નોલૉજીનો
ઉત્તર:
A. બાયો-ટેક્નોલૉજીનો

પ્રશ્ન 5.
સંયુક્ત રાષ્ટ્રોએ કયા દિવસને વિશ્વ યોગદિન તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો છે?
A. 12 માર્ચના દિવસને
B. 21 જૂનના દિવસને
C. 15 ઑગસ્ટના દિવસને
D. 26 જાન્યુઆરીના દિવસને
ઉત્તર:
B. 21 જૂનના દિવસને

પ્રશ્ન 6.
હૈદરાબાદને ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?
A. કનૈયાલાલ મુનશીએ
B. લાલબહાદુર શાસ્ત્રીએ
C. વી. પી. મેનને
D. જયપ્રકાશજીએ
ઉત્તર:
A. કનૈયાલાલ મુનશીએ

પ્રશ્ન 7.
‘આરઝી હકૂમત’ની સ્થાપના કોણે કરી?
A. શામળદાસ ગાંધીએ
B. ભારત સરકારે
C. જૂનાગઢના નાગરિકોએ
D. રતુભાઈ અદાણીએ
ઉત્તર:
C. જૂનાગઢના નાગરિકોએ

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 8.
જૂનાગઢના નાગરિકોએ કયા શહેરમાં ‘આરઝી હકૂમત’ની સ્થાપના કરી?
A. મુંબઈમાં
B. રાજકોટમાં
C. અમદાવાદમાં
D. જૂનાગઢમાં
ઉત્તર:
A. મુંબઈમાં

પ્રશ્ન 9.
ભારત સરકારે જૂનાગઢને ભારતસંઘ સાથે કેવી રીતે જોડી દીધું?
A. લોકમત લઈને
B. સમજાવટથી
C. પોલીસ પગલું ભરીને
D. લાલચ આપીને
ઉત્તર:
A. લોકમત લઈને

પ્રશ્ન 10.
ભારત આઝાદ થયું ત્યારે કશ્મીરના રાજા કોણ હતા?
A. માધોસિંહ
B. માણેકરાવ
C. જયસિંહ
D. હરિસિંહ
ઉત્તર:
D. હરિસિંહ

પ્રશ્ન 11.
પુડુચેરીમાં લોકોએ ફ્રેંચ સરકારને શેનું એલાન આપ્યું?
A. ‘પુડુચેરી છોડો’નું
B. ‘ભારત છોડો’નું
C. ‘નામ છોડો’નું
D. ‘શરણાગતિ સ્વીકારો’નું
ઉત્તર:
B. ‘ભારત છોડો’નું

પ્રશ્ન 12.
રાજકીય પક્ષો અને સત્યાગ્રહીઓએ ગોવાને પોર્ટુગીઝોથી મુક્ત કરવા શું કર્યું?
A. ‘ગોવામુક્તિ આંદોલન’
B. ‘પોલીસ પગલું’
C. ‘ઑપરેશન વિજય’
D. ‘હિંદ છોડો’ આંદોલન
ઉત્તર:
A. ‘ગોવામુક્તિ આંદોલન’

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 13.
ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે શું કર્યું?
A. ‘પોલીસ પગલું’
B. ‘ગોવા છોડો’ આંદોલન
C. ‘ગોવા વિજય’
D. ‘ઑપરેશન વિજય’
ઉત્તર:
D. ‘ઑપરેશન વિજય’

પ્રશ્ન 14.
દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક કયું છે?
A. પિંપરી
B. દમણ
C. સેલવાસ
D. પણજી
ઉત્તર:
C. સેલવાસ

પ્રશ્ન 15.
દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે?
A. પણજી
B. દમણ
C. દીવ
D. સેલવાસ
ઉત્તર:
B. દમણ

પ્રશ્ન 16.
ગોવાનું મુખ્ય મથક કયું છે?
A. પણજી
B. પિંપરી
C. સેલવાસ
D. દમણ
ઉત્તર:
A. પણજી

પ્રશ્ન 17.
‘રાજ્ય પુનરચનાપંચના અધ્યક્ષ’ (ચૅરમૅન) કોણ હતા?
A. ફઝલઅલી
B. અબુલ ફઝલ
C. હૃદયનાથ કુંઝરુ
D. કે. એમ. પનિકર
ઉત્તર:
A. ફઝલઅલી

પ્રશ્ન 18.
રાજ્યોની પુનરચનાના કાયદા મુજબ કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી?
A. 21 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશો
B. 16 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશો
C. 14 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશો
D. 12 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો
ઉત્તર:
C. 14 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશો

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 19.
ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી?
A. 1 માર્ચ, 1958ના રોજ
B. 31 ઑગસ્ટ, 1960ના રોજ
C. 10 જાન્યુઆરી, 1961ના રોજ
D. 1 મે, 1960ના રોજ
ઉત્તર:
D. 1 મે, 1960ના રોજ

પ્રશ્ન 20.
ઈ. સ. 2000માં બિહારમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
A. ઉત્તરાખંડની
B. છત્તીસગઢની
C. તેલંગણાની
D. ઝારખંડની
ઉત્તર:
D. ઝારખંડની

પ્રશ્ન 21.
ઈ. સ. 2000માં મધ્ય પ્રદેશમાંથી ક્યા નવા રાજ્યની રચના કરવામાં આવી?
A. છત્તીસગઢની
B. ઝારખંડની
C. આંધ્ર પ્રદેશની
D. ઉત્તરાખંડની
ઉત્તર:
A. છત્તીસગઢની

પ્રશ્ન 22.
ઈ. સ. 2002માં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
A. ઝારખંડની
B. છત્તીસગઢની
C. ઉત્તરાખંડની
D. તેલંગણાની
ઉત્તર:
C. ઉત્તરાખંડની

પ્રશ્ન 23.
આંધ્ર પ્રદેશનો કયો વિસ્તાર આર્થિક દૃષ્ટિએ પછાત છે?
A. રાયલસીમા
B. પેનુકોંડા
C. મકપુર
D. આદોની
ઉત્તર:
A. રાયલસીમા

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 24.
છેલ્લા પાંચ દાયકામાં ભારતે કયા ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે?
A. કૃષિક્ષેત્રે
B. ઔદ્યોગિક ક્ષેત્રે
C. ખનીજ-સંશાધનના ક્ષેત્રે
D. વિજ્ઞાન અને ટેકનોલૉજીના ક્ષેત્રે
ઉત્તર:
D. વિજ્ઞાન અને ટેકનોલૉજીના ક્ષેત્રે

પ્રશ્ન 25.
ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો છે?
A. સામ પિત્રોડાએ
B. ડૉ. એ. પી. જે. અબ્દુલ ક્લામે
C. ઈ. શ્રીધરને
D. કે. જયવર્ધને
ઉત્તર:
C. ઈ. શ્રીધરને

પ્રશ્ન 26.
ભારતે રાજસ્થાનમાં ક્યા સ્થળે સફળ પરમાણુ અખતરા કર્યા હતા?
A. પોખરણ
B. જેસલમેર
C. ખેતડી
D. કોલાયત
ઉત્તર:
A. પોખરણ

પ્રશ્ન 27.
જૂનાગઢના નવાબે કોને જોડાણખત લખી આપ્યું?
A. હૈદરાબાદને
B. કશ્મીરને
C. ભારતસંઘને
D. પાકિસ્તાનને
ઉત્તર:
D. પાકિસ્તાનને

પ્રશ્ન 28.
પાકિસ્તાને ભારતના કયા દેશી રાજ્યને પોતાની સાથેના જોડાણની અનુમતિ આપી દીધી?
A. જમ્મુ-કાશ્મીરને
B. જૂનાગઢને
C. હૈદરાબાદને
D. રાજસ્થાનને
ઉત્તર:
B. જૂનાગઢને

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 29.
ઈ. સ. 1975માં ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ છોડ્યો હતો?
A. ભાસ્કર
B. રોહિણી
C. પૃથ્વી
D. આર્યભટ્ટ
ઉત્તર:
D. આર્યભટ્ટ

પ્રશ્ન 30.
ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે?
A. પટના
B. ભોપાલ
C. દિલ્લી
D. લખનઉ
ઉત્તર:
D. લખનઉ

પ્રશ્ન 31.
ઉત્તરાખંડની રાજધાની કઈ છે?
A. શિમલા
B. દેહરાદૂન
C. રાયપુર
D. દિસપુર
ઉત્તર:
B. દેહરાદૂન

પ્રશ્ન 32.
કર્ણાટકની રાજધાની કઈ છે?
A. બેંગલુર
B. ઈમ્ફાલ
C. ચંડીગઢ
D. ચેન્નઈ
ઉત્તર:
A. બેંગલુર

(બ) સમયાનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવોઃ [પ્રત્યેકનો 1 ગુણ].

પ્રશ્ન 1.
A. ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં જોડી દીધું.
B. બ્રિટિશ પાર્લામેન્ટ હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો.
C. યમનમાં લોકોએ મુક્તિસેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો.
D. હૈદરાબાદ રાજ્યને આંધ્ર પ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું.
ઉત્તર :
B, A, C, D

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

2.
A. ભારતના રાજ્યબંધારણનો અમલ શરૂ થયો.
B. આંધ્ર પ્રદેશમાંથી તેલંગણાની અલગ રાજ્ય તરીકે રચના થઈ.
C. ગોવા, દીવ, દમણ, દાદરા-નગરહવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યાં.
D. બિહારમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી.
ઉત્તરઃ
A, C, D, B

પ્રશ્ન 3.
A. ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી.
B. મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ રાજ્યની રચના કરવામાં આવી.
C. જવાહરલાલ નેહરુએ સંસદમાં ‘રાજ્ય પુનર્ચનાપંચ નીમવાની જાહેરાત કરી.
D. ભારતે અવકાશમાં આર્યભટ્ટ નામનો ઉપગ્રહ છોડ્યો.
ઉત્તર:
C, A, D, B

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ [ પ્રત્યેકનો 1 ગુણ]

(1) શ્રી કનૈયાલાલ મુનશી ગૃહખાતાના તે સમયના સચિવ હતા.
ઉત્તર:
ખોટું

(2) આઝાદીના દિવસે જ જૂનાગઢના નવાબે હૈદરાબાદના નવાબ સાથે જોડાણ કર્યું.
ઉત્તર:
ખોટું

(3) આજેય પણ જમ્મુ-કશ્મીર રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો અંકુશ છે.
ઉત્તર:
ખરું

(4) ભારત આઝાદ થયો તે સમયે દીવ, દમણ અને ગોવા પર છે પોર્ટુગીઝોનો અંકુશ હતો.
ઉત્તર:
ખરું

(5) 1 માર્ચ, 1961ના દિવસે ગુજરાતના અલગ રાજ્યની રચના કરવામાં આવી.
ઉત્તર:
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

(6) છત્તીસગઢ રાજ્યની રચના મધ્ય પ્રદેશ રાજ્યમાંથી કરવામાં આવી છે.
ઉત્તર:
ખરું

(7) ભારતમાં એક જ ધર્મ પાળનારા અને એક જ ભાષા બોલનારા લોકો વસે છે.
ઉત્તર:
ખોટું

(8) ભારતમાં ઉદ્યોગો, ઊર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયો ટેક્નોલૉજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે.
ઉત્તર:
ખરું

(9) આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ જામનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે જામનગરમાં ‘જવાબદાર સરકાર’નો શુભારંભ કર્યો.
ઉત્તર:
ખોટું

(10) હૈદરાબાદ રાજ્યને ભારતીય સંઘમાં ભેળવી દેવામાં શ્રી કનૈયાલાલ મુનશીએ અગત્યની ભૂમિકા ભજવી હતી.
ઉત્તર:
ખરું

(11) સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઇચ્છાશક્તિ થકી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું.
ઉત્તર:
ખરું

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

(12) પુડુચેરીના લોકોએ વિશાળ સભા યોજી પોર્ટુગીઝ સરકારને ‘ભારત છોડો’નું એલાન આપ્યું.
ઉત્તર:
ખોટું

(13) દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક પણજી છે.
ઉત્તર:
ખોટું

(14) 1 મે, 1960નો દિવસ ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ છે.
ઉત્તર:
ખરું

(15) ઈ. સ. 2000માં બિહારમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી.
ઉત્તર:
ખરું

(16) ઈ. સ. 2012માં આંધ્ર પ્રદેશમાંથી તેલંગણાની અલગ રાજ્ય તરીકે રચના થઈ.
ઉત્તર:
ખોટું

(17) હાલમાં ભારતીય સંઘમાં 27 રાજ્યો છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

(18) ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે.
ઉત્તર:
ખરું

(19) અસીમા ચેટરજીનું રસાયણશાસ્ત્રના વિષયમાં નોંધપાત્ર પ્રદાન
રહ્યું છે.
ઉત્તર:
ખરું

(20) દર વર્ષે 21 જૂનનો દિવસ વિશ્વભરમાં ‘વિશ્વ યોગદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
ઉત્તર:
ખરું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]

(1) આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં કઈ સરકારની શરૂઆત કરી? – ‘જવાબદાર સરકાર’ની
(2) ભારતનાં દેશી રાજ્યોના રાજાઓમાં દેશભક્તિ કોણે જાગ્રત કરી? – સરદાર વલ્લભભાઈ પટેલે
(3) સરદાર પટેલના સચિવનું નામ શું હતું? – વી. પી. મેનન
(4) ભારત સરકારે પોલીસ પગલું ભરીને કયા રાજ્યને ભારતીય સંઘમાં ભેળવી દીધું? – હૈદરાબાદને :
(5) ઈ. સ. 1956માં રાજ્યોની પુનર્રચના થતાં હૈદરાબાદ રાજ્યને કયા રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું? – આંધ્ર પ્રદેશમાં :
(6) જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને કોની સાથે જોડાણખત લખી આપ્યું? – પાકિસ્તાન
(7) મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ શાની સ્થાપના કરી? – ‘આરઝી હકૂમત’ની
(8) કશ્મીરના મહારાજાનું નામ શું હતું? – હરિસિંહ ડોગરા
(9) દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક કયું છે? – સેલવાસ
(10) દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે? – દમણ

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

(11) ગોવાનું મુખ્ય મથક કયું છે? – પણજી
(12) ઈ. સ. 1953માં સંસદમાં ‘રાજ્ય પુનરચનાપંચ’ નીમવાની જાહેરાત કોણે કરી? – જવાહરલાલ નેહરુએ
(13) ગુજરાતમાં 1 મેનો દિવસ ક્યા દિવસ તરીકે ઊજવવામાં આવે છે? -ગુજરાત સ્થાપનાદિન
(14) સ્વતંત્રતા મળ્યા પછી ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ? – સરદાર વલ્લભભાઈ પટેલની
(15) ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કયા અલગ રાજ્યની રચના કરવામાં આવી? – તેલંગણાની
(16) ઝારખંડની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી? – બિહારમાંથી
(17) ઈ. સ. 2000માં મધ્ય પ્રદેશમાંથી કયા અલગ રાજ્યની રચના કરવામાં આવી? – છત્તીસગઢની
(18) ઈ. સ. 2000માં ઉત્તરાખંડની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી? – ઉત્તર પ્રદેશમાંથી
(19) અસમમાં કઈ જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર : આંદોલન ચલાવી રહ્યા છે? – બોડો જાતિના
(20) હાલ મહારાષ્ટ્રમાંથી કયા અલગ રાજ્ય રચવાની માગણી ચાલી રહી છે? – વિદર્ભ રાજ્યની

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

(21) ભારત સ્વતંત્ર બન્યા પછી દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી? – આયોજનપંચની
(22) સંયુક્ત રાષ્ટ્ર (UN) એ 21 જૂનના દિવસને કયા દિવસ તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો છે? – વિશ્વ યોગદિન
(23) અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે બાહ્ય અવકાશમાં ઉપગ્રહો છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબનની મેળવેલી સિદ્ધિ માટે ભારતની કઈ સંસ્થાની ભૂમિકા નોંધપાત્ર રહી છે? – ઇસરોની
(24) જાનકી અમ્માનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે? – વનસ્પતિ ક્ષેત્રે
(25) અસીમા ચેટરજીનું કયા વિષયમાં નોંધપાત્ર પ્રદાન રહ્યું છે? – રસાયણશાસ્ત્રમાં
(26) ડૉ. ઇન્દિરા આહુજાનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે? – તબીબી ક્ષેત્રે
(27) કલ્પના ચાવલાનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે? – અવકાશ ક્ષેત્રે
(28) સુનિતા વિલિયમ્સનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે? – અવકાશ ક્ષેત્રે

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

યોગ્ય જોડકાં બનાવો: [પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ]

1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. મુંબઈ પુનરચના ધારો 1. 21 જૂન
2. જૂનાગઢના નવાબ 2. પોલીસ પગલું
3. હૈદરાબાદ 3. 10 માર્ચ
4. વિશ્વ યોગદિન 4. ઈ. સ. 1960
5. પાકિસ્તાન સાથે જોડાણ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. મુંબઈ પુનરચના ધારો 4. ઈ. સ. 1960
2. જૂનાગઢના નવાબ 5. પાકિસ્તાન સાથે જોડાણ
3. હૈદરાબાદ 2. પોલીસ પગલું
4. વિશ્વ યોગદિન 1. 21 જૂન

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ 1. શ્રી કનૈયાલાલ મુનશી
2. હૈદરાબાદના જોડાણમાં અગત્યની ભૂમિકા 2. ‘જવાબદાર સરકાર’
3. જૂનાગઢ 3. આરઝી હકૂમત
4. ‘રાજ્ય પુનર્ચનાપંચ’ના સભ્ય 4. હૃદયનાથ કુંઝરુ
5. શ્રી વી. પી. મેનન

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ 2. ‘જવાબદાર સરકાર’
2. હૈદરાબાદના જોડાણમાં અગત્યની ભૂમિકા 1. શ્રી કનૈયાલાલ મુનશી
3. જૂનાગઢ 3. આરઝી હકૂમત
4. ‘રાજ્ય પુનર્ચનાપંચ’ના સભ્ય 4. હૃદયનાથ કુંઝરુ

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. બિહારમાંથી નવા રાજ્યની રચના 1. તેલંગણા
2. મધ્ય પ્રદેશમાંથી નવા રાજ્યની રચના 2. ઉત્તરાખંડ
3. આંધ્ર પ્રદેશમાંથી નવા રાજ્યની રચના ૩. વિદર્ભ
4. ઉત્તર પ્રદેશમાંથી નવા રાજ્યની રચના 4. ઝારખંડ
5. છત્તીસગઢ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. બિહારમાંથી નવા રાજ્યની રચના 4. ઝારખંડ
2. મધ્ય પ્રદેશમાંથી નવા રાજ્યની રચના 5. છત્તીસગઢ
3. આંધ્ર પ્રદેશમાંથી નવા રાજ્યની રચના 1. તેલંગણા
4. ઉત્તર પ્રદેશમાંથી નવા રાજ્યની રચના 2. ઉત્તરાખંડ

4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક 1. 29
2. દમણ અને દીવનું મુખ્ય મથક 2. 27
3. ગોવાનું મુખ્ય મથક 3. સેલવાસ
4. ભારતીય સંઘનાં કુલ રાજ્યો 4. દમણ
5. પણજી

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક 3. સેલવાસ
2. દમણ અને દીવનું મુખ્ય મથક 4. દમણ
3. ગોવાનું મુખ્ય મથક 5. પણજી
4. ભારતીય સંઘનાં કુલ રાજ્યો 1. 29

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

5.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1948 1. ભારતના રાજ્યબંધારણનો અમલ થયો
2. ઈ. સ. 1950 2. હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું
3. ઈ. સ. 1953 3. ‘સેવન સિસ્ટર્સ’ (સાત બહેનો)ની રચના થઈ
4. ઈ. સ. 1956 4. ‘રાજ્ય પુનર્ચનાપંચ’ની રચના થઈ
5. હૈદરાબાદ રાજ્યને આંધ્ર પ્રદેશમાં સમાવવામાં આવ્યું

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1948 2. હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું
2. ઈ. સ. 1950 1. ભારતના રાજ્યબંધારણનો અમલ થયો
3. ઈ. સ. 1953 4. ‘રાજ્ય પુનર્ચનાપંચ’ની રચના થઈ
4. ઈ. સ. 1956 5. હૈદરાબાદ રાજ્યને આંધ્ર પ્રદેશમાં સમાવવામાં આવ્યું

નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
પ્રદેશવાદ
ઉત્તરઃ
ચોક્કસ પ્રાદેશિક વિસ્તારમાં કાયમી વસવાટ કરીને રહેતી પ્રજામાં પોતાના વિસ્તારની ભૂમિ માટે એક પ્રકારની ભાવાત્મક લાગણી જન્મે છે, તેને ‘પ્રદેશવાદ’ કહે છે. પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા, જાતિ અને ધર્મ આ ત્રણ પરિબળો જવાબદાર છે.

પ્રશ્ન 2.
હરિયાળી ક્રાંતિ
ઉત્તર :
ભારતમાં કૃષિક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓને પરિણામે દેશ અન્ન-ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે. દેશમાં કૃષિ-ઉત્પાદન ઘણું વધ્યું છે. આ ઘટના ‘હરિયાળી ક્રાંતિ’ કહેવાય છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 3.
‘ઑપરેશન વિજય’
ઉત્તરઃ
‘ઑપરેશન વિજય’ એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ રે સરકારના અંકુશથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન.

કારણો આપી વિધાનો પૂરાં કરો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું, કારણ કે
ઉત્તર:
ભારત આઝાદ થયો એ પહેલાં હૈદરાબાદના નિઝામે ભારતીય સંઘથી સ્વતંત્ર રહેવાનું જાહેર કર્યું હતું. જોડાણ વિશે નિઝામે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, જો ભારતના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણોસર ભારતમાં જોડાઈ શકશે નહિ.

પ્રશ્ન 2.
હૈદરાબાદમાં પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું, કારણ કે……..
ઉત્તર :
સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી. એ સમયે નિઝામના અધિકારીઓએ અને સૈન્ય લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એ અસહ્ય પરિસ્થિતિમાંથી બચાવવા માટે ભારત સરકારને હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરવું પડ્યું.

પ્રશ્ન 3.
આજે પણ કશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો હું અંકુશ છે, કારણ કે………
ઉત્તર:
કશમીરને પોતાની સાથે જોડવા માટે પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કર્યું. રાજા હરિસિંહે કમીરનું રક્ષણ કરવા ભારત સરકારની લશ્કરી મદદ માગી. ભારત સરકારે તેમની પાસેથી કશ્મીરના ભારતસંઘ સાથેના જોડાણખત પર સહી કરાવી લીધી. એ પછી ભારત સરકારે કશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને ભગાડી મૂક્યા. પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો અંકુશ જમાવી દીધો હતો.

પ્રશ્ન 4.
મુંબઈમાં ‘આરઝી હકૂમત’ની સ્થાપના કરવામાં આવી, કારણ કે………
ઉત્તર:
મુંબઈમાં રહેતા જૂનાગઢના નાગરિકો જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માગતા હતા.

પ્રશ્ન 5.
ભારતમાં પ્રદેશવાદ કે પ્રાદેશિકતાની ભાવના સર્જાઈ છે, કારણ કે………
ઉત્તર:
ભારતમાં રાજ્ય-રાજ્ય વચ્ચે કે પ્રદેશ-પ્રદેશ વચ્ચે ઘણી અસમાનતાઓ છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 6.
‘ઑપરેશન વિજય’ કરવામાં આવ્યું, કારણ કે …………
ઉત્તર:
‘ઑપરેશન વિજય’ એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથે વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહિ મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ‘ઑપરેશન વિજય’ કરવામાં આવ્યું.

પ્રશ્ન 7.
ઈ. સ. 1953માં ‘રાજ્ય પુનર્રચનાપંચની રચના કરવામાં આવી, કારણ કે………..
ઉત્તરઃ
ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માગણી સમગ્ર દેશમાં ઉદ્ભવી હતી.

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં લખોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
જુલાઈ, 1947માં બ્રિટિશ પાર્લમેન્ટ ક્યો ધારો પસાર કર્યો?
ઉત્તર:
જુલાઈ, 1947માં બ્રિટિશ પાર્લામેન્ટ હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો.

પ્રશ્ન 2.
ભારત આઝાદ થયો એ સમયે દેશમાં લગભગ કેટલાં દેશી રાજ્યો હતાં?
ઉત્તર:
ભારત આઝાદ થયો એ સમયે દેશમાં લગભગ 562 દેશી રાજ્યો હતાં.

પ્રશ્ન 3.
ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ક્ષેત્રફળ દેશી રાજ્યોમાં હતું?
ઉત્તર:
ભારતના કુલ ક્ષેત્રફળના 48 % ક્ષેત્રફળ દેશી રાજ્યોમાં હતું.

પ્રશ્ન 4.
ભારતની કુલ જનસંખ્યાના કેટલા ટકા જનસંખ્યા દેશી રાજ્યોની હતી?
ઉત્તર:
ભારતની કુલ જનસંખ્યાના 20 % જનસંખ્યા દેશી રાજ્યોમાં હતી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 5.
આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ કોણે ‘જવાબદાર સરકાર’ બનાવી?
ઉત્તર :
આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે “જવાબદાર સરકાર બનાવી.

પ્રશ્ન 6.
ભાવનગર રાજ્ય ક્યારે, કોના પ્રયત્નથી શામાં વિલીન થયું?
ઉત્તર :
ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી, 1948માં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્રમાં વિલીન થઈ ગયું.

પ્રશ્ન 7.
પંડિત જવાહરલાલ નેહરુએ કઈ ઘટનાને “સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ” ગણાવ્યું?
ઉત્તરઃ
સંયુક્ત સૌરાષ્ટ્રની રચના અને તેમાં ભાવનગર રાજ્યના વિલીનીકરણની ઘટનાને પંડિત જવાહરલાલ નેહરુએ “સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ” ગણાવ્યું.

પ્રશ્ન 8.
15 ઑગસ્ટ, 1947 સુધીમાં ક્યાં દેશી રાજ્યોના શાસકોએ જોડાણખત પર હસ્તાક્ષર કર્યા નહોતા?
ઉત્તરઃ
15 ઑગસ્ટ, 1947 સુધીમાં જમ્મુ-કશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદ રાજ્યોના શાસકોએ ‘જોડાણખત’ પર હસ્તાક્ષર કર્યા નહોતા.

પ્રશ્ન 9.
દેશી રાજ્યોના ભારતસંઘ સાથેના જોડાણનો પ્રશ્ન કોના કોના પ્રયત્નોથી હલ થયો?
ઉત્તરઃ
દેશી રાજ્યોના ભારતસંઘ સાથેના જોડાણનો પ્રશ્ન એ સમયના ભારતના નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના મુખ્ય સચિવ વી. પી. મેનનના પ્રયત્નોથી હલ થયો.

પ્રશ્ન 10.
ભારત સરકારે હૈદરાબાદને ક્યારે અને કેવી રીતે ભારતીય સંઘ સાથે જોડી દીધું?
ઉત્તર :
ભારત સરકારે હૈદરાબાદને પોલીસ પગલું ભરીને 18 સપ્ટેમ્બર, 1948ના રોજ ભારતીય સંઘ સાથે જોડી દીધું.

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 11.
હૈદરાબાદના ભારતીય સંઘ સાથેના જોડાણમાં કોણે 3 અગત્યની ભૂમિકા ભજવી હતી?
ઉત્તરઃ
હૈદરાબાદના ભારતીય સંઘ સાથેના જોડાણમાં 3 શ્રી કનૈયાલાલ મુનશીએ અગત્યની ભૂમિકા ભજવી હતી.

પ્રશ્ન 12.
જૂનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ કેવી રીતે થયું?
ઉત્તર:
સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઇચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ થયું.

પ્રશ્ન 13.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં કયો પ્રશ્ન સળગતો પ્રશ્ન બન્યો છે?
ઉત્તર:
ઈ. સ. 1947માં પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કરી કશ્મીરનો \(\frac { 1 }{ 3 }\) જેટલો પ્રદેશ પચાવી પાડ્યો છે તે પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સળગતો પ્રશ્ન બન્યો છે.

પ્રશ્ન 14.
ભારત આઝાદ થયો એ સમયે દેશના કયા પ્રદેશો પર ફેંચોનો અંકુશ હતો?
ઉત્તર:
ભારત આઝાદ થયો એ સમયે દેશના પુડુચેરી (પોંડિચેરી), કરાઇકલ (તમિલનાડુ), માહે (કેરલ), યનામ (આંધ્ર પ્રદેશ) અને ચંદ્રનગર (પશ્ચિમ બંગાળ) પર ફેંચોનો અંકુશ હતો.

પ્રશ્ન 15.
ગોવા, દીવ, દમણ અને દાદરા-નગરહવેલીને ભારતીય સંઘમાં ક્યારે જોડી દેવામાં આવ્યાં?
ઉત્તર
ભારતના બંધારણના 12મા સુધારા મુજબ ગોવા, દીવ, દમણ અને દાદરા-નગરહવેલીને 12 માર્ચ, 1962માં ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યાં.

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 16.
ગોવા, દમણ અને દીવમાંથી કોને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે?
ઉત્તરઃ
ગોવા, દમણ અને દીવમાંથી ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે.

પ્રશ્ન 17.
દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક કયું છે? ઉત્તરઃ દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક સેલવાસ છે.

પ્રશ્ન 18.
દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે?
ઉત્તરઃ
દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે.

પ્રશ્ન 19.
ગોવાનું મુખ્ય મથક કયું છે? ઉત્તર : ગોવાનું મુખ્ય મથક પણજી છે.

પ્રશ્ન 20.
ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો?
ઉત્તરઃ
26 જાન્યુઆરી, 1950ના દિવસથી ભારતના બંધારણનો અમલ થયો.

પ્રશ્ન 21.
‘રાજ્ય પુનર્રચનાપંચ’ના અધ્યક્ષ કોણ હતા? આ પંચના અન્ય બે સભ્યો કોણ હતા?
ઉત્તરઃ
‘રાજ્ય પુનર્રચનાપંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલઅલી હતા. આ પંચના અન્ય બે સભ્યો હૃદયનાથ 3 કુંઝરુ અને કે. એમ. પનિકર હતા.

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 22.
રાજ્યોની પુનર્રચના પછી કેટલાં ઘટક રાજ્યો અને સંઘપ્રદેશો અસ્તિત્વમાં આવ્યા?
ઉત્તર:
રાજ્યોની પુનર્રચના પછી 14 ઘટક રાજ્યો અને 5 સંઘપ્રદેશો અસ્તિત્વમાં આવ્યા.

પ્રશ્ન 23.
ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી?
ઉત્તરઃ
1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી.

પ્રશ્ન 24.
ભારતનાં કયાં સાત રાજ્યોને ‘સાત બહેનો’ (seven Sisters) તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તર
આ સાત રાજ્યોને ‘સાત બહેનો’ (Seven Sisters) તરીકે ઓળખવામાં આવે છે. ભારતનાં અસમ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલૅન્ડ.

પ્રશ્ન 25.
ઈ. સ. 2000માં બિહાર અને મધ્ય પ્રદેશમાંથી કયાં કયાં નવાં રાજ્યોની રચના કરવામાં આવી?
ઉત્તર :
ઈ. સ. 2000માં બિહારમાંથી ઝારખંડ નામના નવા રાજ્યની અને મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ નામના નવા રાજ્યની રચના કરવામાં આવી.

પ્રશ્ન 26.
ઈ. સ. 2002માં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
ઉત્તર:
ઈ. સ. 2002માં ઉત્તર પ્રદેશમાંથી ‘ઉત્તરાખંડ’ નામના નવા રાજ્યની રચના કરવામાં આવી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 27.
ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
ઉત્તર :
ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી ‘તેલંગણા’ નામના નવા રાજ્યની રચના કરવામાં આવી.

પ્રશ્ન 28.
મહારાષ્ટ્રમાંથી કયા અલગ રાજ્યની માગણી ચાલુ છે?
ઉત્તરઃ
મહારાષ્ટ્રમાંથી ‘વિદર્ભ’ નામના નવા રાજ્યની માગણી ચાલુ છે.

પ્રશ્ન 29.
આજે (ઈ. સ. 2016માં) ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો છે?
ઉત્તર
આજે (ઈ. સ. 2016માં) ભારતીય સંઘમાં 29 રાજ્યો છે.

પ્રશ્ન 30.
પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ક્યાં પરિબળો જવાબદાર છે?
ઉત્તર
પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા, જાતિ અને ધર્મ આ ત્રણ પરિબળો જવાબદાર છે.

પ્રશ્ન 31.
અસમમાં કઈ જાતિના લોકો ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે?
ઉત્તરઃ
અસમમાં બોડો જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.

પ્રશ્ન 32.
ભારતના બંધારણમાં ભારતને કેવું રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું છે?
ઉત્તર
ભારતના બંધારણમાં ભારતને ‘સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક રાષ્ટ્ર’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 33.
આયોજનપંચનો મુખ્ય હેતુ શો હતો?
ઉત્તર:
આયોજનપંચનો મુખ્ય હેતુ દેશના જુદા જુદા પ્રદેશોનો સમતોલ આર્થિક, સામાજિક તેમજ અન્ય ક્ષેત્રોમાં વિકાસ સાધવા માટે કેન્દ્રીય આયોજન કરવાનો હતો.

પ્રશ્ન 34.
ભારતે કયા ક્ષેત્રે અતિવિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિઓ મેળવી છે?
ઉત્તર:
ભારતે વિજ્ઞાન અને ટેકનોલૉજીના ક્ષેત્રે અતિવિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિઓ મેળવી છે.

પ્રશ્ન 35.
ભારતમાં મેટ્રો રેલ-પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો છે?
ઉત્તર:
ઈ. શ્રીધરન (મેટ્રો મૅન) નામના ઇજનેરે ભારતમાં મેટ્રો રેલ-પ્રોજેક્ટને સફળ બનાવ્યો છે.

પ્રશ્ન 36.
ભારત કઈ ક્રાંતિને લીધે અન્ન-ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે?
ઉત્તર:
ભારત હરિયાળી ક્રાંતિને લીધે અન્ન-ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે.

પ્રશ્ન 37.
ભારતમાં કૃષિક્ષેત્રના વિકાસમાં કઈ કઈ બાબતોનો મહત્ત્વનો ફાળો છે?
ઉત્તર
ભારતમાં કૃષિક્ષેત્રના વિકાસમાં બહુહેતુક સિંચાઈ યોજનાઓ, જળાશયો, નહેરો, કૃષિ ટેક્નોલૉજી, કૃષિ સંશોધન સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, કૃષિ યુનિવર્સિટીઓ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે બાબતોનો મહત્ત્વનો ફાળો છે.

પ્રશ્ન 38.
ઊર્જાની માંગને પહોંચી વળવા માટે શું કરવામાં આવ્યું છે?
ઉત્તરઃ
ઊર્જાની માંગને પહોંચી વળવા માટે દેશમાં અણુ-ઊર્જા માટેનાં રિઍક્ટરો બાંધવામાં આવ્યાં છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 39.
સંસદમાં રાજ્ય પુનર્ચનાપંચ નીમવાની જાહેરાત કોણે, ક્યારે કરી?
ઉત્તર:
સંસદમાં રાજ્ય પુનર્ચનાપંચ નીમવાની જાહેરાત ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ઈ. સ. 1953માં કરી.

નીચેના વિધાનોનાં કારણો આપો [પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું.
ઉત્તર:
ભારત આઝાદ થયો એ પહેલાં હૈદરાબાદના નિઝામે ભારતીય સંઘથી સ્વતંત્ર રહેવાનું જાહેર કર્યું હતું.

  • આથી ભારત સરકારે તેને સમજાવ્યું કે, હૈદરાબાદની ચારે બાજુ ભારતીય સંઘના પ્રદેશો આવેલા છે એટલે તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહિ.
  • જોડાણ વિશે નિઝામે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, જો ભારતના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણોસર ભારતમાં જોડાઈ શકશે નહિ.
  • આમ, પોતાની વિચારસરણી મુજબ હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું.

પ્રશ્ન 2.
આજે પણ કશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો અંકુશ છે.
ઉત્તર:
ભારતને સ્વરાજ્ય મળ્યું એ પહેલાં કશ્મીરના રાજા હરિસિંહે ભારત સાથે કશ્મીરનું જોડાણ કરવાનો નિર્ણય લીધો નહિ તેમજ જોડાણખત પર સહી કરી નહિ.

  • આ દરમિયાન કશ્મીરને પોતાની સાથે જોડવા માટે પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કર્યું. રાજા હરિસિંહે કશ્મીરનું રક્ષણ કરવા ભારત સરકારની લશ્કરી મદદ માગી.
  • ભારત સરકારે તેમની પાસેથી કશ્મીરના ભારતસંઘ સાથેના જોડાણખત પર સહી કરાવી લીધી. એ પછી ભારત સરકારે કશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને નસાડી મૂક્યા.
  • પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો ૨ અંકુશ જમાવી દીધો હતો.
  • એ ભાગ પાછો મેળવવા ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ નોંધાવી. સલામતી સમિતિએ યુદ્ધવિરામ કરવા જણાવ્યું.
  • ભારતની એ ફરિયાદનો નિકાલ આજ દિન સુધી આવ્યો નથી. તેથી આજે પણ કશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો અંકુશ છે.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો [પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
આઝાદી પછી ભારત સમક્ષ કયા બે મુખ્ય પ્રશ્નો તાત્કાલિક ઊભા થયા?
ઉત્તર:
આઝાદી પછી ભારત સમક્ષ તાત્કાલિક નીચેના બે મુખ્ય પ્રશ્નો ઊભા થયા:

  • સ્વતંત્ર ભારતને અનુરૂપ રાજ્યબંધારણ ઘડવું.
  • બ્રિટિશ પ્રાંતો અને નાનાં-મોટાં 562 દેશી રાજ્યો – રિયાસતોનું એકીકરણ કરી, તેમને ભારતસંઘ સાથે જોડી દઈને એક, અખંડ અને સ્વતંત્ર ભારતની રચના કરવી.

પ્રશ્ન 2.
કશ્મીરના મહારાજા હરિસિંહે જોડાણખતમાં શા માટે સહી કરી?
અથવા
કારણો આપોઃ કમરના મહારાજા હરિસિંહે તાબડતોબ જોડાણખત પર સહી કરી.
ઉત્તર:
કશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથે જોડાવાનો નિર્ણય લીધો નહોતો. તેમણે ભારત સાથે જોડાવા માટેના જોડાણખત પર સહી કરી નહોતી.

  • આ દરમિયાન કશ્મીરને પોતાની સાથે જોડવા માટે પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કર્યું. પાકિસ્તાનના સૈનિકોએ કશ્મીરમાં લૂંટફાટ અને અત્યાચાર શરૂ કર્યા.
  • કટોકટીની આ સ્થિતિ સામે કશ્મીરનું રક્ષણ કરવા રાજા હરિસિંહે ભારતની લશ્કરી સહાય માગી.
  • ભારત સરકારે તેમને જણાવી દીધું કે, પહેલાં તમે ભારતીય સંઘ સાથે જોડાવા માટેના જોડાણખત પર સહી કરો એ પછી અમે કશ્મીરનું રક્ષણ કરવા લશ્કર મોકલીશું.
  • આથી કશ્મીરના રાજા હરિસિંહે તાબડતોબ જોડાણખતમાં સહી કરી.

પ્રશ્ન 3.
રાજ્યોની પુનર્ચના પછી કેટલાં ઘટક રાજ્યો અને સંઘપ્રદેશો અસ્તિત્વમાં આવ્યા?
ઉત્તરઃ
રાજ્યોની પુનરચના પછી 14 ઘટક રાજ્યો અને 5 સંઘપ્રદેશો અસ્તિત્વમાં આવ્યાઃ 14 ઘટક રાજ્યો

  1. આંધ્ર પ્રદેશ,
  2. અસમ,
  3. બિહાર,
  4. મુંબઈ,
  5. જમ્મુ-કશ્મીર,
  6. કેરલ,
  7. મધ્ય પ્રદેશ,
  8. મદ્રાસ,
  9. કર્ણાટક,
  10. ઓરિસ્સા,
  11. પંજાબ,
  12. રાજસ્થાન,
  13. ઉત્તર પ્રદેશ અને
  14. પશ્ચિમ બંગાળ.

5 સંઘપ્રદેશોઃ

  1. દિલ્લી,
  2. હિમાચલ પ્રદેશ,
  3. મણિપુર,
  4. ત્રિપુરા, અને
  5. લક્ષદ્વીપ ટાપુઓ.

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 4.
કેન્દ્ર સરકારે કોના અધ્યક્ષપદે ‘રાજ્ય પુનર્રચનાપંચ’ની રચના કરી? તેમાં બીજા કયા બે સભ્યો હતા?
ઉત્તર:
કેન્દ્ર સરકારે ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલઅલીના અધ્યક્ષપદે ‘રાજ્ય પુનર્રચનાપંચ’ની રચના કરી. તેમાં બીજા બે સભ્યો હૃદયનાથ કુંઝરુ અને કે. એમ. પનિકર હતા.

ટૂંક નોંધ લખો: [પ્રત્યેકના 3 ગુણો]

પ્રશ્ન 1.
જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ
ઉત્તર:
જૂનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે. જૂનાગઢનો નવાબ મુસ્લિમ હતો, જ્યારે રાજ્યની મોટા ભાગની વસ્તી હિંદુઓની હતી.

  • નવાબે પ્રજાની ઇચ્છા વિરુદ્ધ આઝાદીના દિવસે જ જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેને મંજૂર કર્યું.
  • સરદાર પટેલે તાત્કાલિક વળતાં પગલાં લેવાનું નક્કી કર્યું.
  • જૂનાગઢને સ્વતંત્ર કરી તેને ભારતીય સંઘમાં જોડવા માટે મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ‘આરઝી હકૂમત’ની સ્થાપના કરી.
  • સૌરાષ્ટ્રનાં બધાં રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેનો જોડાણનો વિરોધ કર્યો. નવાબે જૂનાગઢના લોકોને ત્રાસ આપવા માંડ્યો.
  • ભારતના સૈન્ય અને નૌકાદળે જૂનાગઢને ચારે બાજુથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો.
  • 9 નવેમ્બર, 1947માં ભારત સરકારે જૂનાગઢ કબજે કર્યું.
  • એ પછી જૂનાગઢમાં લોકમત લેવાતાં લોકોએ જૂનાગઢને સંપૂર્ણપણે ભારતીય સંઘ સાથે જોડી દેવાની તરફેણ કરી.
  • આમ, સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની ઇચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ થયું.

પ્રશ્ન 2.
હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ.
ઉત્તર:
હૈદરાબાદ રાજ્ય દક્ષિણ ભારતમાં આવેલું છે. હૈદરાબાદના નિઝામે પોતાના રાજ્યને 15 ઑગસ્ટના દિવસે સ્વતંત્ર જાહેર કર્યું.

  • ભારત સરકારે નિઝામને ભારતીય સંઘમાં જોડાઈ જવાની અનેક વખત વિનંતી કરી. ભારત સરકારે તેને સમજાવ્યું કે હૈદરાબાદની ચારે બાજુ ભારતીય સંઘના પ્રદેશો આવેલા છે એટલે તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહિ.
  • જોડાણ અંગે નિઝામે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, જો ભારતના ભાગલા પડશે તો તે ભૌગોલિક કારણસર પાકિસ્તાન સાથે અને વૈચારિક કારણોસર ભારત સાથે જોડાઈ શકશે નહિ. આથી તેણે સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું.
  • સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી. નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે, હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે. તેથી તેમની ઇચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે.
  • એ સમયે નિઝામના અધિકારીઓએ અને સૈન્ય પ્રજા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એમાંથી બચાવવા માટે ભારત સરકારે હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરીને 18 સપ્ટેમ્બર, 1948ના રોજ તેને ભારતીય સંઘ સાથે જોડી દીધું. નિઝામે શરણાગતિ સ્વીકારી. નિઝામને તેનાં હિતોની બાંયધરી આપવામાં આવી.
  • હૈદરાબાદના જોડાણની સમગ્ર કાર્યવાહીમાં કનૈયાલાલ મુનશીની ભૂમિકા મહત્ત્વની હતી.

પ્રશ્ન 3.
રાજ્ય પુનર્રચનાપંચની ભલામણો
ઉત્તર:
1 ઑક્ટોબર, 1953ના રોજ અ-વર્ગના ચેન્નઈ (મદ્રાસ) રાજ્યમાંથી ભાષાના ધોરણે આંધ્ર પ્રદેશના નવા રાજ્યની રચના કરી. એ પછી ભાષાના ધોરણે રાજ્યોની નવેસરથી રચના કરવાની માગણી આખા દેશમાં થવા લાગી.

  • આથી કેન્દ્ર સરકારે રાજ્યોની પુનર્રચનાના પ્રશ્નનો અભ્યાસ કરી જરૂરી ભલામણો કરવા ઈ. સ. 1953માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ફઝલઅલીના અધ્યક્ષપદે ‘રાજ્ય પુનર્રચનાપંચની નિમણૂક કરી. હૃદયનાથ કુંઝરુ અને કે. એમ. પનિકરને એ પંચના સભ્યો તરીકે નીમવામાં આવ્યા. સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોની પ્રજાના અભિપ્રાયો, મંતવ્યો, રજૂઆતો, મુલાકાતો તેમજ પત્રવ્યવહાર દ્વારા સૂચનો મેળવી રાજ્ય પુનર્ચનાપંચે તેનો અહેવાલ 30 સપ્ટેમ્બર, 1955ના રોજ કેન્દ્ર સરકારને સોંપ્યો.
  • સંસદમાં એ અહેવાલની વિગતવાર ચર્ચા કરવામાં આવી. સંસદે રાજ્યોની પુનર્રચના કરવા માટે ભારતના બંધારણમાં સુધારો કરતો ખરડો પસાર કર્યો.
  • એ ખરડાને ભારતના રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મળતાં 1 નવેમ્બર, 1956થી તેનો અમલ કરવામાં આવ્યો.
  • રાજ્ય પુનર્ચનાપંચની ભલામણો મુજબ દેશનાં ચાર પ્રકારનાં રાજ્યો રદ કરવામાં આવ્યાં અને 14 ઘટકરાજ્યો અને 5 કેન્દ્રશાસિત સંઘપ્રદેશોમાં રાજ્યોની પુનર્ચના કરવામાં આવી. એ ચોદ પૈકી મોટા ભાગનાં રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવામાં આવી હતી.

નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખોઃ [પ્રત્યેકના 4 ગુણ]

પ્રશ્ન 1.
ટૂંક નોંધ લખો કશમીરનો પ્રશ્ન
ઉત્તર:
ભારતને સ્વરાજ્ય મળ્યું એ સમયે કશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરા મૂંઝવણમાં હતા, કારણ કે તેમણે ભારત સાથેના જોડાણખત પર સહી કરી નહોતી.

  • આ દરમિયાન પાકિસ્તાને કશ્મીરને પોતાની સાથે જોડવા માટે કશ્મીર પર આક્રમણ કર્યું. પાકિસ્તાનના સૈનિકોએ કશ્મીરમાં લૂંટફાટ અને અત્યાચાર શરૂ કર્યા. આ કટોકટીની સ્થિતિમાં રક્ષણ મેળવવા રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માગી.
  • ભારત સરકારે તેમને ભારતીય સંઘ સાથે જોડાવા માટેના જોડાણખત પર સહી કરવા જણાવ્યું.
  • તેથી રાજા હરિસિંહે તાબડતોબ જોડાણખત પર સહી કરી. એ પછી ભારત સરકારે કશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને નસાડી મૂક્યા.
  • પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો લશ્કરી કબજો જમાવી દીધો.
  • એ ભાગ પાછો મેળવવા ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ નોંધાવી. સલામતી સમિતિએ યુદ્ધવિરામ કરવા જણાવ્યું.
  • જમ્મુ-કશ્મીર રાજ્યના ત્રીજા ભાગ પર પાકિસ્તાનનો આજે પણ છે અંકુશ ચાલુ છે. પરંતુ કશ્મીર કાયદેસર રીતે ભારતનો જ ભાગ છે તે હકીકત નિર્વિવાદ છે.
  • આજે કશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનો સળગતો પ્રશ્ન છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

પ્રશ્ન 2.
બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતમાં કેટલા વર્ગનાં રાજ્યો હતાં? કયાં કયાં?
ઉત્તર:
26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતમાં अ, ब, क અને ड વર્ગોનાં ચાર પ્રકારોનાં રાજ્યો હતાં. આ ચાર વર્ગ(પ્રકાર)નાં રાજ્યોનો દરજ્જો એકસમાન નહોતોઃ
अ-વર્ગનાં રાજ્યો

  1. આંધ્ર પ્રદેશ,
  2. અસમ,
  3. બિહાર,
  4. મુંબઈ,
  5. મદ્રાસ,
  6. ઓડિશા (ઓરિસ્સા),
  7. પંજાબ,
  8. ઉત્તર પ્રદેશ અને
  9. પશ્ચિમ બંગાળ.

ब-વર્ગનાં રાજ્યો

  1. હૈદરાબાદ,
  2. જમ્મુ-કશ્મીર,
  3. મધ્ય ભારત,
  4. મૈસૂર,
  5. પેપ્સ (પતિયાલા ઍન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન),
  6. રાજસ્થાન,
  7. સૌરાષ્ટ્ર અને
  8. ત્રાવણકોર – કોચી.

क-વર્ગનાં રાજ્યો:

  1. અજમેર,
  2. બિલાસપુર,
  3. ભોપાલ,
  4. કૂર્ગ,
  5. દિલ્લી,
  6. હિમાચલ પ્રદેશ,
  7. કચ્છ,
  8. મણિપુર,
  9. ત્રિપુરા અને
  10. વિંધ્ય પ્રદેશ.

ड-વર્ગનું રાજ્ય અંદમાન-નિકોબાર ટાપુઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *