This GSEB Class 6 Science Notes Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ covers all the important topics and concepts as mentioned in the chapter.
કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ Class 6 GSEB Notes
→ પ્લાસ્ટિકની કોથળીઓ, પૅકિંગની વસ્તુઓ, ઘરેલુ કચરો જેવાં કે પ્લાસ્ટિકનાં તૂટેલાં રમકડાં, જૂનાં કપડાં, બૂટ-ચંપલ વગેરે કચરા તરીકે ફેંકી દઈએ છીએ.
→ આપણે કચરો હંમેશાં કચરાપેટીમાં જ નાખવો જોઈએ. આપણા રહેઠાણની નજીકની જગ્યાઓ, જાહેર જગ્યાઓ અને અન્ય જગ્યાઓ સ્વચ્છ રહે તે માટે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
→ સફાઈ કર્મચારીઓ કચરાને એકત્રિત કરીને નીચાણવાળા ખુલ્લા વિસ્તારોમાં જ્યાં ઊંડા ખાડા હોય છે ત્યાં લઈ જાય છે. આ ખુલ્લા વિસ્તારોને જમીન પુરાણ-વિસ્તાર (Landfall Area) કહે છે.
→ જમીન પુરાણ-વિસ્તારમાં કચરો લાવ્યા પછી તેને પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા ભાગને ઉપયોગમાં ન લઈ શકાય તેવા કચરાથી અલગ કરવામાં આવે છે. બિનઉપયોગી ઘટકોને જમીન પુરાણ-વિસ્તારમાં ફેલાવીને તેને માટી વડે ઢાંકી દેવામાં આવે છે. ઉપયોગી ઘટકોના વ્યવસ્થાપન માટે જમીન પુરાણવિસ્તારની નજીક ખાતર બનાવવાવાળા વિસ્તારોનું નિર્માણ કરવામાં આવે છે.
→ કેટલાક પદાર્થોનું કોહવાવું અને ખાતરમાં ફેરવવાની ક્રિયાને કમ્પોસ્ટિંગ (Composting) કહે છે.
→ નગરપાલિકા બે પ્રકારના કચરાને એકત્રિત કરવા માટે બે અલગ કચરાપેટી આપે છે:
- ભૂરા રંગની કચરાપેટી
- લીલા રંગની કચરાપેટી
→ ભૂરા રંગની કચરાપેટીમાં પ્લાસ્ટિક, ધાતુઓ, કાચ જેવી પુનઃઉપયોગમાં આવતી વસ્તુઓ નાખવામાં આવે છે.
→ લીલા રંગની કચરાપેટીમાં રસોડાનો કચરો તથા વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય કચરો નાખવામાં આવે છે.
→ ખેડૂત લણણી પછી ખેતરોમાં સૂકાયેલાં પાંદડાં, પાકનો કચરો તથા ભૂસા જેવાં દ્રવ્યોને સળગાવી દે છે. આ પ્રવૃત્તિને અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ. આવા કચરાને ઉપયોગી ખાતરમાં ફેરવી શકાય છે.
→ લાલ અળસિયાંઓની મદદથી ખાતર બનાવવાની ક્રિયાને વર્મીકમ્પોસ્ટિંગ કહે છે.
→ લાલ અળસિયાંઓને દંત હોતા નથી. તેમાં એક વિશિષ્ટ સંરચના હોય છે જેને પષણી (Gizzard) કહે છે. જે ખોરાકનો ભૂકો કરવામાં તેને મદદ કરે છે.
→ નકામી વસ્તુઓમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી શકાય છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવો. આને લીધે કચરાનો ઉપયોગ થશે અને ઉપયોગી વસ્તુ પણ બનશે.
→ પસ્તીવાળાં જૂનાં સમાચારપત્રો, કાચ અને ધાતુનો ભંગાર, પ્લાસ્ટિકની કોથળીઓ તમારી પાસેથી લઈ જાય છે. આ વસ્તુઓમાંથી પુનઃનિર્માણ કરી ઉપયોગી વસ્તુ બનાવવામાં આવે છે. દા. ત., સમાચારપત્રો, નકામા કાગળ, મૅગેઝિન વેગેરના ઉપયોગથી કાગળનું પુનઃનિર્માણ કરી શકાય છે
→ પ્લાસ્ટિકના ભંગારમાંથી પ્લાસ્ટિકનું પણ પુનઃનિર્માણ કરી શકાય છે. પ્લાસ્ટિક જૈવ-અવિઘટનીય (કોહવાટ ન પામે તેવો) પદાર્થ છે. તેથી પ્લાસ્ટિકનો કચરો સમસ્યા ઊભી કરે છે. પ્લાસ્ટિકને સળગાવીને તેનો નિકાલ કરવો ન જોઈએ. પ્લાસ્ટિકનું પુનઃનિર્માણ કરવું જોઈએ.