Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 24 કેટલી જમીન જોઈએ? Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Chapter 24 કેટલી જમીન જોઈએ?
Class 11 Gujarati Textbook Solutions Chapter 24 કેટલી જમીન જોઈએ? Textbook Questions and Answers
કેટલી જમીન જોઈએ? સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
પાહોમે શો નિસાસો નાખ્યો?
ઉત્તરઃ
પાહોમે નિસાસો નાખ્યો: ‘ભગવાન મારું તો કંઈ જીવન છે. બસ, દરરોજ સવારથી સાંજ સુધી જમીન ખેડ્યા કરવાની ! મારી પાસે માલિકીની થોડી જમીન હોય તો કેવું સારું !
પ્રશ્ન 2.
પાહોમ મજૂર મટીને ખેડૂત શી રીતે થયો?
ઉત્તર:
પાહોમે એના જમીનદાર પાસેથી પાંચ એકર જમીન ખરીદી, તેથી એ મજૂર મટીને ખેડૂત થયો.
પ્રશ્ન 3.
પાહોમ વૉલ્ગાના કિનારે શા માટે ગયો?
ઉત્તરઃ
વોલ્ગા નદીના કિનારાની જમીન ફળદ્રુપ હતી; એમાં ઓછી મહેનતે, અને ઓછા ખાતરે બહુ સારો પાક થતો, વળી એ જમીનની કિંમત નહિ જેવી હતી તેથી પાહોમ વોલ્ગાના કિનારે ગયો.
પ્રશ્ન 4.
જમીનદાર થવાની લ્હાયમાં પાહોમ શું ભૂલી ગયો?
ઉત્તરઃ
જમીનદાર થવાની લાયમાં, સાચું સુખ સંતોષમાં છે, એ વાત પહોમ ભૂલી ગયો.
પ્રશ્ન 5.
નાયકે પાહમ આગળ કઈ શરત મૂકી?
ઉત્તરઃ
નાયકે પાહીમ આગળ શરત મૂકી : “જે સ્થળેથી તમે ચાલવા માંડો તે જ સ્થળે સાંજે પાછા પહોંચી જવું જોઈએ. આ શરતનું પાલન ન થાય તો તમારા રૂબલ જાય.”
2. નીચેના દરેક પ્રશ્નનો ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ખેતમજૂરી તરીકે પાહોમનું જીવન કેવું હતું?
ઉત્તરઃ
પાહોમ અને એની પત્ની ખેતમજૂરી તરીકે મજૂરી કરતાં. તેઓ ખાતાં, પીતાં અને લહેરથી રહેતાં. તેઓ ચિંતામુક્ત-મોજીલું જીવન જીવતાં.
પ્રશ્ન 2.
જમીનદાર બન્યા છતાં એને સંતોષ કેમ ન થયો?
ઉત્તરઃ
એક વાર એક મુસાફર પાહોમને ત્યાં પાણી પીવા આવ્યો. એની સાથેની વાતચીત પરથી પાહોમને જાણવા મળ્યું કે બશ્મીર લોકો પાસે એટલી બધી જમીન છે કે નાની એવી ભેટથી પણ તેઓ ખુશ થઈને પાણીના મૂલે જમીનને વેચી દે છે. તેથી પાહોમને આ જમીન ખરીદવાની ઇચ્છા થઈ.
પ્રશ્ન 3.
પાઠના આધારે બશ્મીર લોકો વિશે ટૂંકી નોંધ લખો.
ઉત્તરઃ
બશ્મીર લોકો સ્ટેપીઝ પ્રદેશમાં રહેતા હતા. સ્વભાવે તેઓ બહુ સરળ હતા. એમની પાસે એટલી બધી જમીન હતી કે નાની એવી ભેટથી પણ ખુશ થઈને તેઓ પાણીના મૂલે જમીનને વેચતા. તેઓ ભારે મોજીલા હતા.
પ્રશ્ન 4.
સ્ટેપીઝ પ્રદેશમાં પાહોમને કઈ શરતે જમીન મળતી હતી?
ઉત્તર :
સ્ટેપીઝ પ્રદેશમાં પાહોમને દિવસના હજાર રૂબલની શરતે જમીન મળતી હતી. જે સ્થળેથી તમે ચાલવા માંડો તે જ સ્થળે સાંજે પાછા પહોંચી જવું જોઈએ.” આ શરતનું પાલન ન થાય તો તમારા રૂબલ જાય.
પ્રશ્ન 5.
શક્ય એટલી વધુ જમીન મેળવવા પાહોમે કેવો પુરુષાર્થ કર્યો?
ઉત્તર :
શક્ય એટલી વધુ જમીન મેળવવા પાહમ આગળ ને આગળ ચાલતો રહ્યો. શ્વાસોચ્છવાસ વધી ગયો, તરસથી એનું મોં સુકાવા લાગ્યું, પણ તે પૂરી તાકાતથી દોડ્યો.
3. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો :
માથાથી પગ સુધી લંબાઈની માત્ર છ ફૂટ જમીનની જ એને જરૂર હતી!” આ વાક્ય સમજાવો.
ઉત્તરઃ
પાહોમ ખેતમજૂર હતો. પતિપત્ની બંને મજૂરી કરતાં, ખાતાં, પીતાં અને લહેરથી રહેતાં. એક વાર એને જમીનદાર બનવાનો મનમાં વિચાર આવ્યો. પાહોમે જમીન ખરીદી. હવે એ મજૂર મટીને ખેડૂત બની ગયો. ધીમે ધીમે એણે પોતાનું મકાન બનાવ્યું, સારી ઘરવખરી વસાવી.
એને સંતોષ ન થયો. “વોલ્ગા નદીના કિનારે ફળદ્રુપ જમીન છે અને ઓછી મહેનતે સારો પાક થાય છે, એવી જાણ થતાં તે કુટુંબ સાથે ત્યાં ઉપડ્યો. ત્યાં એ એક શ્રીમંત ખેડૂત બની ગયો.
બશ્મીર લોકો મફતના ભાવે જમીન આપે છે, તેની જાણ થતાં તે એક હજાર રૂબલ લઈને એના નોકર સાથે ત્યાં પહોંચ્યો. એની ભેટસોગાદથી નાયક ખુશ થયો અને ‘દિવસના હજાર રૂબલ’ના ભાવે તેને જમીન આપી.
આ જમીન મેળવવા પાહોમ ચાલવા લાગ્યો. તે ખૂબ આગળ નીકળી ગયો. સૂર્યાસ્ત પહેલાં એને મૂળ સ્થાને પાછા આવવાનું હતું. તે ખૂબ થાકી ગયો હતો, તેનાથી દોડાતું નહોતું, છતાં તે દોડ્યો. આખરે એ પડી ગયો, પરંતુ એનો હાથ સીધો ટોપી પર પડ્યો. એના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. એના શરીરમાં ચેતન ન હતું.
નોકરે કબર ખોદી. એને એમાં સુવાડી દેવામાં આવ્યો. માથાથી પગ સુધીની લંબાઈની માત્ર છ ફૂટ જમીનની જ એને જરૂર હતી !
અતિ લોભનું પરિણામ પાહોમે ભોગવ્યું. સાચું સુખ સંતોષમાં છે.
Std 11 Gujarati Textbook Solutions Chapter 24 કેટલી જમીન જોઈએ? Additional Important Questions and Answers
કેટલી જમીન જોઈએ? પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
જમીનદારે પોતાના મજૂરોને તદ્દન ઓછી કિંમતે બધી જમીન શા માટે વેચાતી આપી દીધી?
ઉત્તર :
જમીનદાર ખૂબ ભલા હતા અને એમને કોઈ સંતાન કે વારસદાર નહોતો તેથી પોતાના મજૂરોને તદ્દન ઓછી કિંમતે બધી જમીન વેચાતી આપી દીધી.
2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
કેટલી જમીન જોઈએ?” પાઠના લેખકનું નામ જણાવો.
(a) લિયો ટૉલ્સટૉય
(b) રમણલાલ ચી. શાહ
(c) રાઘવજી માધડ
(d) દિલીપ રાણપુરા
ઉત્તરઃ
(a) લિયો ટૉલ્સટૉય
પ્રશ્ન 2.
“કેટલી જમીન જોઈએ?’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) લઘુકથી
(b) આત્મકથા-ખંડ
(c) નવલિકા
(d) પ્રવાસનિબંધ
ઉત્તરઃ
(c) નવલિકા
પ્રશ્ન 3.
લિયો ટૉલ્સટૉયની કઈ કૃતિનો ગુજરાતીમાં યુદ્ધ અને શાંતિ’ નામે અનુવાદ થયો છે?
(a) વૉર ઍન્ડ પીસ
(b) વિંઝ ઑફ ફાયર
(c) ઇન્ડિયા
(d) ઇગ્નાઇટેડ માઈન્ડ
ઉત્તરઃ
(a) વૉર ઍન્ડ પીસ
કેટલી જમીન જોઈએ? વ્યાકરણ
1. નીચેનાં વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખો:
(1) એમનું ચેન પડે નહિ વિના કામ.
(2) તમારે તેટલી જમીન લઈ શકો છો તમે જોઈને.
(3) એકર પાંચસો ત્યાં તો જમીન સહેલાઈથી મળવું શકીશ.
(4) પાછા મૂળ જગ્યાએ પહોંચાય નહીં તો શી થશે?
ઉત્તરઃ
(1) કામ વિના એમને ચેન પડે નહિ.
(2) તમારે જોઈએ તેટલી જમીન તમે લઈ શકો છો.
(3) પાંચસો એકર જમીન તો ત્યાં સહેલાઈથી મેળવી શકીશ.
(4) મૂળ જગ્યાએ પાછા નહીં પહોંચાય તો શું થશે?
2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:
(1) પાહોમે પણ પાંચ એકર જમીન ખરીદી.
(2) તું ઘરની સંભાળ રાખજે.
(3) દરરોજ સવારથી સાંજ સુધી જમીન ખેડ્યા કરવાની !
(4) પરસેવાથી એ રેબઝેબ થઈ ગયો.
ઉત્તર :
(1) એ
(2) ની
(૩) થી
(4) થી
3. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરોઃ
(1) આંખે અંધારાં આવવાં – તમ્મર આવવાથી ન દેખાવું
વાક્યઃ તડકામાં આંખે અંધારાં આવતાં માજી પડી ગયાં.
(2) ચેન ન પડવું-સુખ કે આરામ ન લાગવો, નિરાંત ન હોવી
વાક્ય: પુત્રની ચિંતામાં પિતાને ચેન પડતું નહોતું.
(3) ઊંઘ હરામ થઈ જવી – ઊંઘ જતી રહેવી, ચિંતાને લીધે ઊંઘ ન આવવી.
વાક્ય : દીકરાની સ્કૂલ ફી ભરવાની ચિંતામાં પિતાની ઊંઘ હરામ થઈ ગઈ.
(4) પાણીના મૂલે – સાવ સસ્તા ભાવે
વાક્યઃ પૈસાની ખૂબ જરૂર હોવાથી ખેડૂતે પોતાની જમીન પાણીના મૂલે વેચી દીધી.
(5) હૈયે વળગવું-આકર્ષણ હોવું
વાક્ય : આસપાસની ફળદ્રુપ જમીન ખેડૂતને હૈયે વળગી હતી.
4. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો “બ” વિભાગમાંથી શોધીને લખો:
“અ” વિભાગ – “બ” વિભાગ
(1) શ્રમ – ભેટ, ઇનામ
(2) સશક્ત – મહેનત, તકલીફ
(3) સંપત્તિ – આગેવાન, સરદાર
(4) નાયક – મજબૂત, શક્તિશાળી
(5) બક્ષિસ – ધન, દોલત
ઉત્તરઃ
(1) શ્રમ – મહેનત, તકલીફ
(2) સશક્ત – મજબૂત, શક્તિશાળી
(3) સંપત્તિ – ધન, દોલત
(4) નાયક – આગેવાન, સરદાર
(5) બક્ષિસ – ભેટ, ઇનામ
5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
- સંતોષ
- લાંબો
- ગરમી
- બહાદુર
- કાયમ
- ચેતન
ઉત્તરઃ
- સંતોષ ✗ અસંતોષ
- લાંબો ✗ ટૂંકો
- ગરમી ✗ ઠંડી
- બહાદુર ✗ કાયર
- કાયમ ✗ ક્ષણિક
- ચેતન ✗ જડ
6. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ
- નિશાસો
- સંપતી
- બીયારણ
- દીન-પતિદીન
- અભીવાદન
- આશ્વર્ય
- કિડી
- ક્ષીતીજ
- શ્વાસોશ્વાસ
- ઉત્સાહીત
ઉત્તરઃ
- નિસાસો
- સંપત્તિ
- બિયારણ
- દિન-પ્રતિદિન
- અભિવાદન
- આશ્ચર્ય
- કીડી
- ક્ષિતિજ
- શ્વાસોચ્છવાસ
- ઉત્સાહિત
7. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
- પતિપત્ની – દ્વન્દ સમાસ
- ઈશ્વરકૃપા – તપુરુષ સમાસ
- સુખસમૃદ્ધિ – દ્વન્દ સમાસ
- નદીકિનારો – તપુરુષ સમાસ
- આગતાસ્વાગતા – દ્વ સમાસ
- ભેટસોગાદ – દ્વન્દ સમાસ
ઉત્તરઃ
- પતિપત્ની – દ્વન્દ સમાસ
- ઈશ્વરકૃપા – તપુરુષ સમાસ
- સુખસમૃદ્ધિ – દ્વન્દ સમાસ
- નદીકિનારો – તપુરુષ સમાસ
- આગતાસ્વાગતા – દ્વ સમાસ
- ભેટસોગાદ – દ્વન્દ સમાસ
કેટલી જમીન જોઈએ? Summary in Gujarati
કેટલી જમીન જોઈએ? પ્રાસ્તાવિક
લિયો ટૉલ્સટૉય [જન્મઃ 9 – 9 – 1828; મૃત્યુ: 20 – 11 – 1910]
પાહોમ ચિંતામુક્ત-મોજીલું જીવન જીવતો ખેતમજૂર છે. પતિપત્ની મજૂરી કરે છે અને સુખેથી રોટલો ખાય છે. એક વાર એના મનમાં જમીનદાર બનવાની ઇચ્છા જાગી. તે જમીનદાર બન્યો. જેમ જેમ સુખસંપત્તિમાં વધારો થતો ગયો તેમ તેમ તેની તૃષ્ણા પણ વધતી ગઈ.
છેવટે અતિલોભમાં એને અઢળક જમીન અને જીવ ગુમાવવાં પડ્યાં! સાચું સુખ સંયમ, સંતોષ અને વિવેકમાં જ રહેલું છે, તે ટૉલ્સટૉયની આ જગવિખ્યાત વાર્તા શીખવે છે.
મહાન રશિયન સાહિત્યકાર ટૉલ્સટૉયની વાર્તા પરથી સુરતની જીવનભારતી શાળાના આચાર્ય ધીરુભાઈ દોશીએ આ પાઠ તૈયાર કર્યો છે.
કેટલી જમીન જોઈએ? શબ્દાર્થ
- નિસાસો નાખવો – દુઃખ કે નાસીપાસીની આહ નાખવી.
- સશક્ત – મજબૂત, શક્તિશાળી.
- શ્રમ – મહેનત, તકલીફ.
- સંપત્તિ – ધન, દોલત, આબાદી.
- શયતાન – ઈશ્વર સામે બળવો કરનાર એક ફિરસ્તો, બદમાશ.
- વારસદાર – મરનારની મિલક્ત, જવાબદારીનો હકદાર.
- બિયારણ – અનેક બીજનો સમૂહ, વાવવા માટેનાં બીજ.
- ઘરવખરી – ઘરને લગતો સરસામાન, રાચરચીલું.
- વોલ્ગા – રશિયાની એક નદી.
- કસદાર – કસવાળી, ફળદ્રુપ.
- લાય – તીવ્ર ઝંખના.
- રૂબલ – રશિયાનો રૂપિયા જેવો સિક્કો.
- મોજીલા – આનંદી, લહેરી.
- નાયક – આગેવાન, સરદાર.
- અભિવાદન – નમસ્કાર.
- બક્ષિસ – ભેટ, ઇનામ.
- જાકીટ – (અ.) એક પ્રકારનું પહેરવાનું વસ્ત્ર.
- ધ્રાસ્કો – ફાળ.
- એળે જવું – નકામું જવું.
- ક્ષિતિજ -પૃથ્વી અને આકાશ જ્યાં મળતાં દેખાય તે કલ્પિત રેખા.