Well-structured Std 12 Computer Textbook MCQ Answers and Std 12 Computer MCQ Answers Ch 6 ઑબ્જેક્ટ આધારિત ખ્યાલો can serve as a valuable review tool before computer exams.
GSEB Std 12 Computer Chapter 6 MCQ ઑબ્જેક્ટ આધારિત ખ્યાલો
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી, વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :
પ્રશ્ન 1.
સૉફ્ટવેર સિસ્ટમની કઈ બાબતમાં ઑબ્જેક્ટ આધારિત પદ્ધતિ કે ક્રિયા નોંધપાત્ર ભૂમિકા ભજવે છે?
B. ડિઝાઇન
A. વિશ્લેષણ
C. અમલીકરણ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 2.
ઑબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ સૉફ્ટવેરની શું ખાસિયત છે?
A. તે વધુ વિશ્વસનીય છે.
B. તેની જાળવણી અને પુનઃઉપયોગનું કાર્ય ખૂબ સરળ છે.
C. તેના વિકાસનું કાર્ય ખૂબ સરળ છે.
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 3.
જાવા પ્રોગ્રામિંગ ભાષા સિસ્ટમનાં વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે?
A. પ્રક્રિયાગત (Procedural) પ્રોગ્રામિંગ
B. ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ
પ્રશ્ન 4.
ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત ………………… ના સમયગાળામાં થઈ હતી.
A. 1950
B. 1970
C. 1960
D. 1980
ઉત્તર:
C. 1960
પ્રશ્ન 5.
ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ……………….. ના દાયકાની મધ્યથી નવા સૉફ્ટવેર બનાવવામાં મુખ્ય પદ્ધતિ બની ગઈ હતી.
A. 1950
B. 1960
C. 1970
D. 1980
ઉત્તર:
D. 1980
પ્રશ્ન 6.
ઑબ્જેક્ટ આધારિત પદ્ધતિ વિકસાવવા પાછળનું મુખ્ય ધ્યેય શું હતું?
A. સિસ્ટમના વધતા કદ અને જટિલતાનું નિયંત્રણ કરવા
B. મોટી અને જટિલ સિસ્ટમને સમય સાથે સુધારવાના કાર્યને સરળ બનાવવા
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 7.
નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ ભાષા ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે?
A. C++
B. VB.net
C. ASP.net
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 8.
પ્રોગ્રામિંગની રીતને કેટલા પ્રકારમાં વહેંચી શકાય?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
A. બે
પ્રશ્ન 9.
કયા પ્રકારના પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી (Function) તેમજ પ્રક્રિયાઓ (Procedures) લખવામાં કેન્દ્રિત રહે છે?
A. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ (Procedural Programming)
B. ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ (Object-oriented Programming)
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ (Procedural Programming)
પ્રશ્ન 10.
કયા પ્રકારના પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્રબિંદુ ઑબ્જેક્ટ પર હોય છે?
A. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ (Procedural Programming)
B. ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ (Object-oriented Programming)
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ (Object-oriented Programming)
પ્રશ્ન 11.
ઑબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કઈ વસ્તુ કેન્દ્રબિંદુ ઉપર હોય છે?
A. ડેટા
B. વિધેય
C. ઑબ્જેક્ટ
D. આપેલ તમામ
ઉત્તર:
C. ઑબ્જેક્ટ
પ્રશ્ન 12.
જાવા માટે નીચેનામાંથી શું વધારે યોગ્ય છે?
A. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ભાષા
B. ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા
C. ક્વેરી-લેંગ્વેજ
D. આપેલ તમામ
ઉત્તર:
B. ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા
પ્રશ્ન 13.
ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એકસરખા ઑબ્જેક્ટનું કયા ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે?
A. વિધેય
B. ડેટા
C. ક્લાસ
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. ક્લાસ
પ્રશ્ન 14.
ઑબ્જેક્ટ આધારિત ભાષામાં નીચેનામાંથી કયા ગુણધર્મો હોવા જરૂરી છે?
A. ઍક્સ્ટ્રક્શન (Abstraction)
B. ઇન્કેપ્સ્યુલેશન (Encapsulation) અને પૉલિમોર્ફિઝમ (Polymorphism)
C. ઇન્ડેરિટન્સ (Inheritance)
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 15.
નીચેનામાંથી કયું પ્રોગ્રામિંગની રીતનો એક પ્રકાર છે?
A. પ્રક્રિયાગત
B. ઑબ્જેક્ટ આધારિત
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 16.
કઈ પ્રોગ્રામિંગ પદ્ધતિમાં પ્રોગ્રામર ખૂબ સહેલાઈથી હાલના મૉડ્યુલમાં ફેરફાર કરીને નવા પ્રોગ્રામની રચના કરી શકે છે?
A. પ્રક્રિયાગત
B. ઑબ્જેક્ટ આધારિત
C. ક્વેરી આધારિત
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. ઑબ્જેક્ટ આધારિત
પ્રશ્ન 17.
ઑબ્જેક્ટ કયા સ્વરૂપે હોઈ શકે?
A. ભૌતિક (Physical)
B. અમૂર્ત (Abstract)
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 18.
નીચેનામાંથી કોણ ભૌતિક સ્વરૂપના ઑબ્જેક્ટનો ઉલ્લેખ કરે છે?
A. કમ્પ્યૂટર
B. કાર
C. વ્યક્તિ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 19.
નીચેનામાંથી કોણ અમૂર્ત સ્વરૂપના ઑબ્જેક્ટનો નિર્દેશ કરે છે?
A. તારીખ
B. સમય
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 20.
ઑબ્જેક્ટને ઓળખવા માટે તેની લાક્ષણિકતાની કિંમત વપરાય છે, જે ……………….. તરીકે ઓળખાય છે.
A. સ્ટેટ
B. વિધેય
C. ક્લાસ
D. આપેલ તમામ
ઉત્તર:
A. સ્ટેટ
પ્રશ્ન 21.
ઑબ્જેક્ટ સાથે શું સંકળાયેલ હોય છે?
A. વિધેય
B. સ્ટેટ
C. બિહેવીયર
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. બિહેવીયર
પ્રશ્ન 22.
રેલવે આરક્ષણ વિનિયોગ માટે નીચેનામાંથી કોને ઑબ્જેક્ટ તરીકે લઈ શકાય?
A. પ્રવાસી
B. ટિકિટ
C. સ્ટેશન
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 23.
નીચેનામાંથી કયું ઑબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે?
A. ઍટ્રિબ્યુટ
B. સ્ટેટ
C. બિહેવીયર
D. આપેલ તમામ
ઉત્તર:
B. સ્ટેટ
પ્રશ્ન 24.
એકસમાન ઑબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે?
A. ક્લાસ
B. ઑબ્જેક્ટ
C. મેથડ
D. આપેલ તમામ
ઉત્તર:
A. ક્લાસ
પ્રશ્ન 25.
ઑબ્જેક્ટ આધારિત પદ્ધતિ ……………….. ના ખ્યાલનો ઉપયોગ ક૨ે છે, જે ફક્ત તેના ઍટ્રિબ્યુટની કિંમતોથી જ અલગ હોય તેવા ઑબ્જેક્ટને અભિવ્યક્ત કરવા સમર્થ બનાવે છે.
A. વિધેય
B. ક્લાસ
C. ઍરે
D. પૉઇન્ટર
ઉત્તર:
B. ક્લાસ
પ્રશ્ન 26.
નીચેનામાંથી કોણ સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઑબ્જેક્ટનું એક ટેમ્પ્લેટ (Template) છે?
A. ક્લાસ
B. વિધેય
C. ઍરે
D. પૉઇન્ટર
ઉત્તર:
A. ક્લાસ
પ્રશ્ન 27.
નીચેનામાંથી કઈ બાબત ક્લાસ ડાયાગ્રામ રજૂ કરે છે?
A. અનેક ક્લાસનો સમૂહ
B. અવરોધો
C. જુદા જુદા ક્લાસો વચ્ચેના સંબંધની સ્થિતિ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 28.
UML એટલે શું?
A. United Main LAN
B. United Model Language
C. Unified Modelling Language
D. Union Model Language
ઉત્તર:
C. Unified Modelling Language
પ્રશ્ન 29.
નીચેનામાંથી શેનો ઉપયોગ ઑબ્જેક્ટ આધારિત સૉફ્ટવેરની પ્રતિકૃતિ (Model) તૈયાર કરવામાં કરી શકાય?
A. Universal Modelling Language
B. Unified Mastering Language
C. Unified Modelling Language
D. Universal Mastering Language
ઉત્તર:
C. Unified Modelling Language
પ્રશ્ન 30.
યુનિફાઇડ મૉડલિંગ લેંગ્વેજ (UML) કોના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે?
A. ઑબ્જેક્ટ મૅનેજમેન્ટ ગ્રૂપ (OMG)
B. ઇન્ટરનેટ મૅનેજમેન્ટ ગ્રૂપ (IMG)
C. પ્રોગ્રામિંગ મૅનેજમેન્ટ ગ્રૂપ (PMG)
D. ક્લાસ મૅનેજમેન્ટ ગ્રૂપ (CMG)
ઉત્તર:
A. ઑબ્જેક્ટ મૅનેજમેન્ટ ગ્રૂપ (OMG)
પ્રશ્ન 31.
નીચેનામાંથી શેના દ્વારા વિનિયોગના સ્થાયી દેખાવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે?
A. ઑબ્જેક્ટ ડાયાગ્રામ
B. ક્લાસ ડાયાગ્રામ
C. બાઇનરી ડાયાગ્રામ
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. ક્લાસ ડાયાગ્રામ
પ્રશ્ન 32.
ક્લાસ ડાયાગ્રામમાં કોઈ પણ ક્લાસને રજૂ કરવા માટે કેટલા વિભાગ હોય છે?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તર:
C. ત્રણ
પ્રશ્ન 33.
ક્લાસ ડાયાગ્રામમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે?
A. name
B. attribute
C. bahaviour
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 34.
ક્લાસ ડાયાગ્રામના સૌથી ઉપરના વિભાગમાં શું હોય છે?
A. ક્લાસનું નામ
B. ક્લાસના ઍટ્રિબ્યૂટ કે પ્રૉપર્ટી
C. ક્લાસનું બિહેવીયર અથવા ઑપરેશન
D. આપેલ તમામ
ઉત્તર:
A. ક્લાસનું નામ
પ્રશ્ન 35.
ક્લાસ ડાયાગ્રામના વચ્ચેના વિભાગમાં શું હોય છે?
A. ક્લાસનું નામ
B. ક્લાસના ઍટ્રિબ્યૂટ કે પ્રૉપર્ટી
C. ક્લાસનું બિહેવીયર અથવા ઑપરેશન
D. આપેલ તમામ
ઉત્તર:
B. ક્લાસના ઍટ્રિબ્યૂટ કે પ્રૉપર્ટી
પ્રશ્ન 36.
ક્લાસ ડાયાગ્રામના સૌથી નીચેના વિભાગમાં શું હોય છે?
A. ક્લાસનું નામ
B. ક્લાસના ઍટ્રિબ્યુટ કે પ્રૉપર્ટી
C. ક્લાસનું બિહેવીયર અથવા ઑપરેશન
D. આપેલ તમામ
ઉત્તર:
C. ક્લાસનું બિહેવીયર અથવા ઑપરેશન
પ્રશ્ન 37.
નીચેનામાંથી કયું દૃશ્યતાનું ચિહ્ન નથી?
A. ~
B. *
C. #
D. –
અથવા
UMLમાં નીચેનામાંથી કર્યો સંકેત દૃશ્યતા માટે વપરાય છે?
A. *
B. #
C. < D. >
ઉત્તર:
B. * અથવા B. #
પ્રશ્ન 38.
UMLની સંકેતલિપિમાં ઍટ્રિબ્યૂટની વાક્યરચનામાં કયા કૌંસની જોડીમાં લખવામાં આવેલી બાબત વૈકલ્પિક હોય છે?
A. ચોરસ ‘[ ]’
B. ખૂણિયા ‘< >’
C. ગોળ ‘( )’
D. આપેલ તમામ
ઉત્તર:
A. ચોરસ ‘[ ]’
પ્રશ્ન 39.
UMLની સંકેતલિપિમાં ઍટ્રિબ્યુટની વાક્યરચનામાં લખવામાં આવેલી બાબત ફરજિયાત હોય છે?
A. ચોરસ ‘[ ]’
B. ખૂણિયા ‘< >’
C. ગોળ ‘( )’
D. આપેલ તમામ
ઉત્તર:
C. ગોળ ‘( )’
પ્રશ્ન 40.
UMLની સંકેતલિપિમાં કેટલા પ્રકારની દૃશ્યતાનાં ચિહ્નો વપરાય છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
C. ચાર
પ્રશ્ન 41.
UMLની સંકેતલિપિમાં નીચેનામાંથી કા સંકેત(ચિહ્ન)નો ઉપયોગ થાય છે?
A. +
B. #
C. ~
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 42.
UMLમાં કયા સંકેતનો ઉપયોગ અંગત દૃશ્યતા માટે વપરાય છે?
A. –
B. +
C. ~
D. *
ઉત્તર:
A. –
પ્રશ્ન 43.
UMLની સંકેતલિપિમાં સુરક્ષિત પ્રકારની દૃશ્યતા માટે કયા સંકેતનો ઉપયોગ થાય છે?
A. +
B. –
C. #
D. ~
ઉત્તર:
C. #
પ્રશ્ન 44.
UMLની સંકેતલિપિમાં જાહેર પ્રકારની દૃશ્યતા માટે નીચેનામાંથી કર્યો સંકેત વપરાય છે?
A. +
B. –
C. #
D. ~
ઉત્તર:
A. +
પ્રશ્ન 45.
UMLની સંકેતલિપિમાં પૅકેજ પ્રકારની દૃશ્યતા માટે કયા સંકેતનો ઉપયોગ થાય છે?
A. +
B. –
C. #
D. ~
ઉત્તર:
D. ~
પ્રશ્ન 46.
ઇન્કેપ્સ્યુલેશન વડે નીચેનામાંથી શું પૂરું પાડવામાં આવે છે?
A. ડેટાની સુરક્ષિતતા
B. ડેટાનો સહિયારો ઉપયોગ
C. ડેટા અને મેથડ છૂટા પાડવા
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 47.
કમ્પ્યૂટર પ્રોગ્રામનાં મુખ્ય અંગ કયાં છે?
A. ડેટા
B. કાર્ય
C. ડેટા અને કાર્ય બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. ડેટા અને કાર્ય બંને
પ્રશ્ન 48.
ડેટા ઇન્કેપ્સ્યુલેશન ડેટાને કેવી સુરક્ષા પ્રદાન કરે છે?
A. ડેટામાં ફેરફાર અથવા દુરુપયોગ સામે
B. પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 49.
ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં કોણ ડેટાને સુરક્ષા પૂરી પાડે છે?
A. ઇન્કેપ્સ્યુલેશન
B. ડેટા ઍન્સ્ટ્રક્શન
C. મેસેજિંગ
D. પૉલિમોર્ફિઝમ
ઉત્તર:
A. ઇન્કેપ્સ્યુલેશન
પ્રશ્ન 50.
ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ………………. બિનઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના ઑબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી સલામત રાખે છે.
A. ડેટા ઍન્સ્ટ્રક્શન
B. ઇન્ક્રપ્યુલેશન
C. મેસેજિંગ
D. પૉલિમોર્ફિઝમ
ઉત્તર:
B. ઇન્ક્રપ્યુલેશન
પ્રશ્ન 51.
નીચેનામાંથી કોણ સિસ્ટમ ડેટાનો સંગ્રહ, નિર્માણ અને જાળવણી કેવી રીતે થાય છે, તેની કેટલીક માહિતી ગુપ્ત રાખે છે?
A. ડેટા ઍન્સ્ટ્રક્શન
B. મેસેજિંગ
C. પૉલિમોર્ફિઝમ
D. ઇન્હેરિટન્સ
ઉત્તર:
A. ડેટા ઍન્સ્ટ્રક્શન
પ્રશ્ન 52.
ડેટા ઍક્સ્ટ્રક્શન વડે શું શક્ય બનાવી શકાય છે?
A. ડેટા સુરક્ષિતતા
B. ડેટા છુપાવવો
C. ડેટાની ગણતરી કરવા બાબતની માહિતીનું અમલીકરણ છુપાવવું
D. આપેલ તમામ
ઉત્તર:
A. ડેટા સુરક્ષિતતા
પ્રશ્ન 53.
નીચેનામાંથી કોણ પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખે છે?
A. ઇન્કેપ્સ્યુલેશન
B. પૉલિમોર્ફિઝમ
C. ડેટા ઍન્સ્ટ્રક્શન
D. ઇન્હેરિટન્સ
ઉત્તર:
C. ડેટા ઍન્સ્ટ્રક્શન
પ્રશ્ન 54.
ઑબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને શું કહે છે?
A. ઇનૅપ્સ્યુલેશન
B. પૉલિમોર્ફિઝમ
C. ડેટા ઍન્સ્ટ્રક્શન
D. મેસેજિંગ
ઉત્તર:
D. મેસેજિંગ
પ્રશ્ન 55.
ઑબ્જેક્ટ આધારિત પરિભાષામાં ……………… એટલે ‘અનેક સ્વરૂપ’ કે ‘બહુરૂપતા’.
A. ઇન્કેપ્સ્યુલેશન
B. પૉલિમોર્ફિઝમ
C. ઇન્ડેરિટન્સ
D. એગ્રિગેશન
ઉત્તર:
B. પૉલિમોર્ફિઝમ
પ્રશ્ન 56.
ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેનાં નામ સરખાં હોય, પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને શું કહેવાય છે?
A. ઑપરેટર ઓવરલોડિંગ
B. ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ
C. ઑબ્જેક્ટ ઓવરલોડિંગ
D. ક્લાસ ઓવરલોડિંગ
ઉત્તર:
B. ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ
પ્રશ્ન 57.
પૉલિમોર્ફિઝમ કેટલા પ્રકારના ઓવરલોડિંગ દ્વારા બને છે?
A. 2
B. 3
C. 4
D. 6
ઉત્તર:
A. 2
પ્રશ્ન 58.
પૉલિમોર્ફિઝમ નીચેનામાંથી ક્યા પ્રકારના ઓવર-લોડિંગના કારણે શક્ય બને છે?
A. ફંક્શન ઓવરલોડિંગ
B. ઑપરેટર ઓવરલોડિંગ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 59.
નીચેનામાંથી કયો વિકલ્પ પૉલિમોર્ફિઝમ વડે પ્રાપ્ત થતો નથી?
A. મેથડ ઓવરલોડિંગ
B. ઑપરેટર ઓવરલોડિંગ
C. ડેટા હાઇડિંગ
D. આપેલ તમામ
ઉત્તર:
C. ડેટા હાઇડિંગ
પ્રશ્ન 60.
એગ્રિગેશન ક્યા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે?
A. પૂર્ણ સંબંધ (‘is-a’ relationship)
B. સમાન સંબંધ (‘is-like’ relationship)
C. અંશતઃ સંબંધ (‘a-part-of’ relationship)
D. આપેલ તમામ
ઉત્તર:
A. પૂર્ણ સંબંધ (‘is-a’ relationship)
પ્રશ્ન 61.
જ્યારે એક ક્લાસના ઑબ્જેક્ટ બીજા ક્લાસના ઑબ્જેક્ટ બનેલા હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે?
A. એગ્રિગેશન (Aggregation)
B. કમ્પોઝિશન (Composition)
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A અથવા B
પ્રશ્ન 62.
એગ્રિગેશન અલગ અલગ ક્લાસ વચ્ચેનો કયો સંબંધ રજૂ કરે છે?
A. પૂર્ણ
B. તેમાંનો અંશ
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A અથવા B
પ્રશ્ન 63.
એગ્રિગેશન બે ક્લાસ વચ્ચેના કેવા સંબંધને રજૂ કરે છે?
A. ભિન્ન
B. અજોડ
C. સમાન
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. ભિન્ન
પ્રશ્ન 64.
કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેના કેવા સંબંધ રજૂ કરે છે?
A. ભિન્ન
B. અજોડ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. અજોડ
પ્રશ્ન 65.
કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઑબ્જેક્ટ ધરાવતા હોય ત્યારે તેને શું કહેવાય છે?
A. ઓનર ક્લાસ (Owner class)
B. પૂર્ણ ક્લાસ (Whole class)
C. એકત્ર ક્લાસ (Aggregating class)
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 66.
જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલ છે, તેને શું કહેવાય છે?
A. સબ્જેક્ટ ક્લાસ (Subject class)
B. આંશિક ક્લાસ (Part class)
C. એકત્રિત ક્લાસ (Aggregated class)
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 67.
એગ્રિગેશન કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે?
A. ખાલી ચોરસ
B. ભરેલા ચોરસ
C. ખાલી હીરા
D. ભરેલા હીરા
ઉત્તર:
C. ખાલી હીરા
પ્રશ્ન 68.
નીચેનામાંથી કયા ચિહ્નનો ઉપયોગ કરીને કમ્પોઝિશન દર્શાવવામાં આવે છે?
ઉત્તર:
પ્રશ્ન 69.
ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ………………. અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને મેળવીને ઑબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાના સામર્થ્યનો નિર્દેશ કરે છે.
A. ઍક્સ્ટ્રક્શન
B. ઇન્કેપ્સ્યુલેશન
C. ઇન્હેરિટન્સ
D. પૉલિમોર્ફિઝમ
ઉત્તર:
C. ઇન્હેરિટન્સ
પ્રશ્ન 70.
ઇન્હેરિટન્સ કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે?
અથવા
ઇન્હેરિટન્સમાં બે ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોય છે?
A. પૂર્ણ સંબંધ (‘is-a’ relationship)
B. ‘એક છે’ સંબંધ (‘has-a’ relationship)
C. અંશતઃ સંબંધ (a-part-of’ relationship)
D. આપેલ તમામ
ઉત્તર:
B. ‘એક છે’ સંબંધ (‘has-a’ relationship)
પ્રશ્ન 71.
ક્લાસ ડાયાગ્રામમાં કમ્પોઝિશનને કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે?
A. ખાલી હીરાના ચિહ્ન વડે
B. ભરેલા હીરાના ચિહ્ન વડે
C. ખાલી ત્રિકોણના ચિહ્ન વડે
D. આપેલ તમામ વડે
ઉત્તર:
B. ભરેલા હીરાના ચિહ્ન વડે
પ્રશ્ન 72.
નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્હેરિટન્સનો પ્રકાર દર્શાવે છે?
A. સિંગલ ઇન્હેરિટન્સ
B. મલ્ટિલેવલ ઇન્હેરિટન્સ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 73.
નીચે દર્શાવેલ આકૃતિ કયા પ્રકારના ઇન્હેરિટન્સનું ઉદાહરણ છે?
A. સિંગલ ઇન્હેરિટન્સ
B. મલ્ટિલેવલ ઇન્હેરિટન્સ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. સિંગલ ઇન્હેરિટન્સ
પ્રશ્ન 74.
નીચેનામાંથી શેમાં ક્લાસની ક્રિયાત્મકતા (Function-ality) ભેગી વાપરવા, પુનઃઉપયોગ કરવા અથવા વધારવા માટે અન્ય ક્લાસમાંથી વારસામાં મેળવે છે?
A. ઇન્હેરિટન્સ
B. કમ્પોઝિશન
C. પૉલિમોર્ફિઝમ
D. આપેલ તમામ
ઉત્તર:
A. ઇન્હેરિટન્સ
પ્રશ્ન 75.
નીચેનામાંથી શેમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી, પણ બીજા ક્લાસ વડે ‘બનેલો’ હોય છે?
A. ઇન્હેરિટન્સ
B. કમ્પોઝિશન
C. પૉલિમોર્ફિઝમ
D. આપેલ તમામ
ઉત્તર:
B. કમ્પોઝિશન
પ્રશ્ન 76.
નીચે દર્શાવેલ આકૃતિ કયા પ્રકારના ઇન્હેરિટન્સનું ઉદાહરણ છે?
A. સિંગલ ઇન્હેરિટન્સ
B. મલ્ટિલેવલ ઇન્હેરિટન્સ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. મલ્ટિલેવલ ઇન્હેરિટન્સ