GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

Solving these GSEB Std 12 Biology MCQ Gujarati Medium Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 1.
પુષ્પનું પુષ્પાસન ચનાની દૃષ્ટિએ કોની સાથે સામ્યતા ધરાવે છે?
(A) વનસ્પતિની ટોચ
(B) વનસ્પતિના પર્ણ
(C) વનસ્પતિના પ્રકાંડ
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) વનસ્પતિની ટોચ

પ્રશ્ન 2.
વનસ્પતિના પુષ્પમાં વંધ્ય ઉપાંગો કયાં છે ?
(A) વજપત્રો
(B) પુંકેસરો
(C) સ્ત્રીકેસરો
(D) દલચક્રો
ઉત્તર:
(A) વજપત્રો

પ્રશ્ન 3.
વનસ્પતિના પુષ્પમાં ફળદ્રુપ ઉપાંગો જણાવો.
(A) પુંકેસરો
(B) સ્ત્રીકેસરો
(C) દલપુંજ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 4.
નીચે આપેલ પૈકી કયો ભાગ પુંકેસર ધરાવે છે ?
(A) તંતુ
(B) પરાગાશય
(C) પરાગાસન
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 5.
નીચે આપેલ પૈકી કયો ભાગ સ્ત્રીકેસર ધરાવે છે?
(A) પરાગવાહિની
(B) પરાગાશય
(C) તંતુ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) પરાગવાહિની

પ્રશ્ન 6.
લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) પરાગાશય દ્વિખંડી હોય છે.
(B) પરાગાશયના દરેક ખંડ ચતુઃ કોટરો ધરાવે છે.
(C) પરાગાશય ક્રિકોટરીય છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 7.
લઘુબીજાણુધાની વિકાસ પામી ………………………. માં પરિણમે છે.
(A) પરાગનલિકા
(B) પરાગકોથળી
(C) પરાગરજ
(D) પરાગાશય
ઉત્તર:
(B) પરાગકોથળી

પ્રશ્ન 8.
લઘુબીજાણુવાનીના કયાં સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે ?
(A) તંતુમયસ્તર
(B) અધિસ્તર
(C) મધ્યસ્તર
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 9.
લઘુબીજાણુધાનીનું કયું સ્તર પરાગરજને પોષણ પૂરું પાડે છે ?
(A) તંતુમયસ્તર
(B) પોષસ્તર
(C) અધિસ્તર
(D) મધ્યસ્તર
ઉત્તર:
(B) પોષસ્તર

પ્રશ્ન 10.
પોષક સ્તરના કોષો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) ઘટ્ટ કોષરસ ધરાવે છે.
(B) એક કરતાં વધારે કોષકેન્દ્રો ધરાવે છે.
(C) રંગસૂત્ર ગુણન (અંતઃપ્લોઇડી) પામે છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 11.
પરાગરજની સંગતતા નક્કી કરવા પોષક સ્તર શેનો સ્ત્રાવ કરે છે ?
(A) ઉભેચક
(B) અંતઃસ્ત્રાવ
(C) પ્રોટીન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 12.
એન્ડોથેસિયમ કયા પ્રકારનું સ્તર છે ?
(A) તંતુમય
(B) પોષક સ્તર
(C) અધિસ્તર
(D) મધ્યસ્તર
ઉત્તર:
(A) તંતુમય

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 13.
PMCનું પૂર્ણ નામ …………………………. .
(A) Pollen Mother Cell
(B) Pol Mother Cell
(C) Pollen Modified Cell
(D) Pollen Mature Cell
ઉત્તર:
(A) Pollen Mother Cell

પ્રશ્ન 14.
પરાગરજનો વ્યાસ જણાવો.
(A) 30-50 μm
(B) 25-50 μm
(C) 25-60 μm
(D) 30-60 μm
ઉત્તર:
(B) 25-50 μm

પ્રશ્ન 15.
પરાગરજનું બહારનું સખત આવરણ શેનું બનેલું છે ?
(A) સ્પોરોફોર્મ
(B) સ્પોરેલેનિન
(C) સ્પોરોપોલેનીન
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) સ્પોરોપોલેનીન

પ્રશ્ન 16.
પરાગરજનું સખત આવરણ કઈ પરિસ્થિતિ સામે રક્ષણ આપે છે ?
(A) ઊંચા તાપમાન
(B) જલદ ઍસિડ અને બેઇઝ
(C) ઉન્સેચકો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 17.
પરાગરજના બાહ્ય આવરણ જ્યાં સ્પોરોપોલેનીન ગેરહાજર છે તેને શું કહે છે ?
(A) જનનછિદ્ર
(B) પરાગછિદ્ર
(C) સ્પોરોછિદ્ર
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) જનનછિદ્ર

પ્રશ્ન 18.
પરાગરજનું અંત આવરણ શેનું બનેલું છે ?
(A) સેલ્યુલોઝ
(B) પેક્ટિન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 19.
પરિપક્વ પરાગરજ કયો કોષ ધરાવે છે?
(A) વાનસ્પતિક કોષ
(B) જનનકોષ
(C) માતૃકોષ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 20.
પરિપકવ પરાગરજનો કયો કોષ મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ધરાવે છે?
(A) વાનસ્પતિક કોષ
(B) માતૃકોષ
(C) જનનકોષ
(D) (A) અને (B)
ઉત્તર:
(A) વાનસ્પતિક કોષ

પ્રશ્ન 21.
પરિપક્વ પરાગરજનો કયો કોષ નાનો, ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે ?
(A) વાનસ્પતિક કોષ
(B) માતૃકોષ
(C) જનનકોષ
(D) (A) અને (C)
ઉત્તર:
(C) જનનકોષ

પ્રશ્ન 22.
60 %થી વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજ કઈ અવસ્થાએ મુક્ત થાય છે ?
(A) ક્રિકોષીય
(B) ત્રિકોષીય
(C) ચતુર્થ
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) ક્રિકોષીય

પ્રશ્ન 23.
પરાગરજની એલર્જી પ્રેરતી સર્વવ્યાપી વનસ્પતિ કઈ છે ?
(A) ઘઉં
(B) ગાજરઘાસ
(C) જળકુંભી
(D) (B) અને (C)
ઉત્તર:
(B) ગાજરઘાસ

પ્રશ્ન 24.
પરાગરજથી મનુષ્ય પર કઈ અસર સર્જાય છે ?
(A) તીવ્ર ઍલર્જી
(B) શ્વાસવાહિકાની યાતના
(C) અસ્થમા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 25.
પોષક તત્ત્વોથી સમૃદ્ધ પરાગરજની પેદાશો બજારમાં કયા સ્વરૂપે મળે છે ?
(A) પાવડર
(B) ગોળીઓ
(C) સિરપ
(D) (B) અને (C)
ઉત્તર:
(D) (B) અને (C)

પ્રશ્ન 26.
પરાગરજના વપરાશની અસર …………………………… .
(A) રમતવીરોની ઝડપમાં વધારો કરે છે.
(B) દોડમાં ભાગ લેતા ઘોડામાં ઝડપનો વધારો કરે છે.
(C) ઝડપમાં ઘટાડો કરે છે.
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 27.
પરાગરજની જીવિતતા પર અસર કરતાં પરિબળો ……………………..
(A) તાપમાન
(B) ભેજ
(C) સમય
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 28.
ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે ?
(A) 30 મિનિટમાં
(B) 30 સેકન્ડમાં
(C) 40 મિનિટમાં
(D) 40 સેકન્ડમાં
ઉત્તર:
(A) 30 મિનિટમાં

પ્રશ્ન 29.
કયા કુળની વનસ્પતિમાં પરાગરજની જીવિતતા મહિનાઓ સુધી હોય છે ?
(A) સોલેનેસી
(B) રોઝેસી
(C) લેગ્યુમીનેસી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 30.
પરાગરજને વર્ષો સુધી કેવી રીતે સંગ્રહિત કરી શકાય છે ?
(A) પ્રવાહી નાઇટ્રોજનમાં (-196°C)
(B) ઘન નાઇટ્રોજનમાં (-198°C)
(C) પ્રવાહી નાઇટ્રોજનમાં (-198°C)
(D) ઘન નાઇટ્રોજનમાં (-196°C)
ઉત્તર:
(A) પ્રવાહી નાઇટ્રોજનમાં (-196°C)

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 31.
MMC નું પૂર્ણ નામ …………………… .
(A) Megasporogenesis Mother Cell
(B) Megaspore Mother Cell
(C) Multicarpallary Mother Cell
(D) Megasporangium Mother Cell
ઉત્તર:
(B) Megaspore Mother Cell

પ્રશ્ન 32.
મહાબીજાણુ માતૃકોષ અધકરણના પરિણામે કેટલા મહાબીજાણુઓ સર્જાય છે ?
(A) બે
(B) છ
(C) ચાર
(D) સોળ
ઉત્તર:
(C) ચાર

પ્રશ્ન 33.
અંડકછિદ્ર તરફના ત્રણ કોષો ભેગા મળી શેની રચના બનાવે છે ?
(A) ધ્રુવીય કોષો
(B) અંડપ્રસાધન
(C) કેન્દ્રસ્થ કોષ
(D) (A) અને (B)
ઉત્તર:
(B) અંડપ્રસાધન

પ્રશ્ન 34.
અંડપ્રસાધનમાં કયા કોષોનો સમાવેશ થાય છે ?
(A) બે સહાયક કોષો, એક અંડકોષ
(B) એક સહાયક કોષ, બે અંડકોષો
(C) એક સહાયક કોષ, એક અંડકોષ
(D) બે સહાયક કોષ, બે અંડકોષ
ઉત્તર:
(A) બે સહાયક કોષો, એક અંડકોષ

પ્રશ્ન 35.
નીચે આપેલ કઈ વનસ્પતિ બે પ્રકારનાં પુષ્પો સર્જે છે ?
(A) વાયોલા
(B) કોમેલિના
(C) અબુટી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 36.
કયાં પુષ્પો સ્પષ્ટપણે સ્વફલન દશાવેિ છે ?
(A) હવાઈ પુષ્પો
(B) સંવૃત પુષ્પો
(C) અફલિત પુષ્પો
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) સંવૃત પુષ્પો

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 37.
ગેઇટેનોગેમી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) ગેઈટેનોગેમી એ કાર્યાત્મક રીતે પરંપરાગનયન છે.
(B) જનીનિક દૃષ્ટિએ તે સ્વફલન સાથે સમાનતા ધરાવે છે.
(C) પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 38.
વનસ્પતિઓ પરાગનયનના વાહક તરીકે કયા ઘટકોનો ઉપયોગ કરે છે ?
(A) અજૈવિક
(B) જૈવિક
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)

પ્રશ્ન 39.
કયા જૈવિક ઘટકનો વાહક તરીકે ઉપયોગ થાય છે ?
(A) પવન
(B) પ્રાણી
(C) પાણી,
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) પ્રાણી

પ્રશ્ન 40.
એક અંડકયુક્ત બીજાશય ધરાવતાં અનેક પુષ્પો ધરાવતો પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિ જણાવો.
(A) ઘઉં
(B) મકાઈ ડોડો
(C) સોયાબીન
(D) શેરડી
ઉત્તર:
(B) મકાઈ ડોડો

પ્રશ્ન 41.
જલપરાગિત વનસ્પતિના મીઠા પાણીમાં ઊગતી વનસ્પતિના ઉદાહરણ જણાવો.
(A) ઝોઢેરા
(B) વેલિસ્નેરિયા
(C) હાઇડ્રીલા
(D) (B) અને (C).
ઉત્તર:
(D) (B) અને (C)

પ્રશ્ન 42.
દરિયાઈ જલપરાગિત વનસ્પતિના ઉદાહરણ જણાવો.
(A) ઝોઢેરા
(B) હાઇડ્રીલા
(C) વેલિનેરિયા
(D) (A) અને (B)
ઉત્તર:
(A) ઝોઢેરા

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 43.
લીલ, દ્ધિઅંગી અને ત્રિઅંગીઓમાં નર જન્યુના સ્થળાંતર માટેનું નિયમિત વાહક માધ્યમ કોણ છે ?
(A) હવા
(B) પાણી
(C) કટક
(D) પ્રાણીઓ
ઉત્તર:
(B) પાણી

પ્રશ્ન 44.
સપુષ્પી વનસ્પતિમાં પરાગવાહકો તરીકે કોનો ઉપયોગ થાય છે?
(A) ભંગ કીટકો
(B) ચામાચીડિયું
(C) મધમાખી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 45.
પુષ્પ દ્વારા પ્રાણીઓને મળતા સામાન્ય પુરસ્કાર કયા છે ?
(A) પરાગરજ
(B) મધુદ્રવ્ય
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)

પ્રશ્ન 46.
કઈ જાતિઓમાં પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેમને ઈંડાં મૂકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડે છે ?
(A) સૂરણ પુષ્પ
(B) ગુલાબ
(C) જાસૂદ
(D) સૂર્યમુખી
ઉત્તર:
(A) સૂરણ પુષ્પ

પ્રશ્ન 47.
ફૂદાં પોતાનાં ઈંડાં કઈ વનસ્પતિના બીજાશયના પોલાણમાં મૂકે છે ?
(A) સૂરણ
(B) અંજીર
(C) યુક્કા
(D) વેલેગ્નેરિયા
ઉત્તર:
(C) યુક્કા

પ્રશ્ન 48.
નીચે આપેલ કઈ વનસ્પતિમાં સ્વલન અટકાવી શકાય છે પરંતુ ગેઇટેનોગેમી નહીં ?
(A) દિવેલા
(B) પપૈયા
(C) મકાઈ
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 49.
નીચે આપેલ કઈ વનસ્પતિમાં સ્વફલન અને ગેઇટેનોગેમી બંને અટકાવી શકાય છે ?
(A) પપૈયા
(B) દિવેલા
(C) મકાઈ
(D) સૂરણ
ઉત્તર:
(A) પપૈયા

પ્રશ્ન 50.
ઇમેક્યુલેશન કરેલ પુષ્પને શેનાથી બનેલ કોથળી ચઢાવવામાં આવે છે ?
(A) પ્લાસ્ટિક કાગળ
(B) મીણિયો કાગળ
(C) રબર કાગળ
(D) છિદ્રાળુ કાગળ
ઉત્તર:
(B) મીણિયો કાગળ

પ્રશ્ન 51.
હિલિંગી પુણો ધરાવતી વનસ્પતિને ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે છે. આ ક્રિયાને શું કહે છે ?
(A) વંધ્યીકરણ
(B) બેગીંગ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)

પ્રશ્ન 52.
કેવાં પુષ્પોમાં વંધ્યીકરણની જરૂરિયાત રહેતી નથી ?
(A) એકલિંગી
(B) દ્વિલિંગી
(C) વંધ્યપુષ્પ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) એકલિંગી

પ્રશ્ન 53.
PEN નું પૂર્ણ નામ ………………………… .
(A) Primary Endosperm Nucleus
(B) Primary Endo Nucleus
(C) Primary Exosperm Nucleus
(D) Primary Exo Nucleus
ઉત્તર:
(A) Primary Endosperm Nucleus

પ્રશ્ન 54.
PEC નું પૂર્ણ નામ ……………………….. .
(A) Primary Exosperm Cell
(B) Primary Exo Cell
(C) Primary Endosperm Cell
(D) Primary Endo Cell
ઉત્તર:
(C) Primary Endosperm Cell

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 55.
સંયુમ્ન અને બિકીય જોડાણ ધૂણપુટમાં થાય છે. આ ઘટનાને ………………….. કહે છે
(A) ભૃણ
(B) બેવડું ફલન
(C) ત્રિકીય જોડાણ
(D) પ્રાથમિક ફલન
ઉત્તર:
(B) બેવડું ફલન

પ્રશ્ન 56.
કયો કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભૂણપોષ કોષમાં પરિણમે છે ?
(A) ભૂણ
(B) અંડપ્રસાધનનો કોષ
(C) મધ્યસ્થ કોષ
(D) તલ0 કોષ
ઉત્તર:
(C) મધ્યસ્થ કોષ

પ્રશ્ન 57.
પુખ્તતાએ અંડક કે અંડકો બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. આ ઘટનાને સામૂહિક રીતે ……………………………. કહે છે.
(A) પૂર્વફલન ઘટના
(B) પશ્ચ ફ્લન ઘટના
(C) ફલન
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) પશ્ચ ફ્લન ઘટના

પ્રશ્ન 58.
……………………….. વારંવાર કોષકેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષકેન્દ્રો સર્જે છે.
(A) PEN
(B) DEC
(C) ભૂણપોષ
(D) ભૂણ
ઉત્તર:
(A) PEN

પ્રશ્ન 59.
હજારો કોષકેન્દ્રોનું બનેલ મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષનું ઉદાહરણ આપો.
(A) અનાનસ
(B) મકાઈ
(C) મગફળી
(D) નાળિયેળ
ઉત્તર:
(D) નાળિયેળ

પ્રશ્ન 60.
વિકસિત ભૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે કયા બીજના ભૃણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે ?
(A) વટાણા
(B) મગફળી
(C) વાલ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 61.
વિકસિત ભૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે કયા બીજના ભૂણપોષ ચિરલગ્ન રહે છે ?
(A) દિવેલા
(B) નાળિયેર
(C) મગફળી
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 62.
દ્વિદળી ભૂણમાં ભૂણજનનની અવસ્થાઓ દર્શાવો.
(A) યુગ્મનજ → પૂર્વભૂણ → હૃદયાકાર → ગોળાકાર → પુખ્ત ભૂણ
(B) યુગ્મનજ → પૂર્વભૂણ → ગોળાકાર → હૃદયાકાર → પુખ્ત ભૂણ
(C) યુગ્મનજ → હૃદયાકાર → પૂર્વભૂણ → ગોળાકાર → પુખ્ત ભૂણ
(D) યુગ્મનજ → હૃદયાકાર → ગોળાકાર → પૂર્વભૂણ → પુખ્ત ભૂણ
ઉત્તર:
(B) યુગ્મનજ → પૂર્વભૂણ → ગોળાકાર → હૃદયાકાર → પુખ્ત ભૂણ

પ્રશ્ન 63.
દ્વિદળી વનસ્પતિના બીજપત્રોનો ઉપરનો ભૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષ શેમાં પરિણમે છે ?
(A) ભૂણાગ્ર
(B) અધરાક્ષ
(C) આદિમૂળ
(D) (B) અને (C)
ઉત્તર:
(A) ભૂણાગ્ર

પ્રશ્ન 64.
દ્વિદળી વનસ્પતિનાં બીજપત્રોનો નીચેનો ભૂણધરીનો વિસ્તાર અધરાક્ષ શેમાં પરિણમે છે ?
(A) આદિમૂળ
(B) આદિસ્કંધ
(C) અધરાક્ષ
(D) (A) અને (B)
ઉત્તર:
(A) આદિમૂળ

પ્રશ્ન 65.
ઘાસના કુળમાં આવેલ બીજપત્રને શું કહે છે ?
(A) વરુથિકા
(B) પૂર્વભૂણ
(C) બીજદેહશેષ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) વરુથિકા

પ્રશ્ન 66.
આવૃત બીજધારીમાં ………………………… એ લિંગી પ્રજનનની અંતિમ નીપજ છે.
(A) પર્ણ
(B) પુષ્પ
(C) ફળ
(D)બીજ
ઉત્તર:
(D)બીજ

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 67.
બીજ લાક્ષણિક રીતે કયા ભાગો ધરાવે છે ?
(A) બીજાવરણ
(B) બીજપત્ર
(C) ભૂણધરી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 68.
આબ્યુમિન વગરના બીજા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(a) અધૂણપોષી બીજમાં સ્થાયી ભૂણપોષ હોતો નથી.
(b) વટાણા, મગફળી અધૂણપોષી બીજ છે.
(c) બીજના પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન રહે છે.
(d) દિવેલામાં આવ્યુમિન ભૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે.

(A) a, d
(B) a, b
(C) a, b, c
(D) b, c, d
ઉત્તર:
(B) a, b

પ્રશ્ન 69.
ભૂણપોષી બીજનું ઉદાહરણ જણાવો.
(A) ઘઉં
(B) મકાઈ
(C) દિવેલા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 70.
બીજની કઈ રચના બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે ?
(A) અંડકછિદ્ર
(B) બીજાંડ
(C) અંડવાલ
(D) બીજાવરણ
ઉત્તર:
(A) અંડકછિદ્ર

પ્રશ્ન 71.
નીચે આપેલ પૈકી કયું ફળ ફૂટફળ છે ?
(A) સફરજન
(B) સ્ટ્રોબેરી
(C) કાજુ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 72.
સૌથી જૂનું બીજ જણાવો.
(A) ખજૂરી
(B) લ્યુપાઈનસ આર્કિટિક્સ
(C) વડ
(D) ઓરોબેન્કી
ઉત્તર:
(B) લ્યુપાઈનસ આર્કિટિક્સ

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 73.
આર્કટિક ટંડમાંથી મળેલ સૌથી જૂના બીજ કેટલા વર્ષની સુષુપ્તતા પછી અંકુરિત થયા છે ?
(A) 10,000
(B) 5,000
(C) 40,000
(D) 50,000
ઉત્તર:
(A) 10,000

પ્રશ્ન 74.
મૃત દરિયા નજીક કોના મહેલમાં ખજૂરી મળી આવી હતી ?
(A) રાજન હેરોડ
(B) રાજન ટેરો
(C) રાજન ટોનાર્ડ
(D) રાજન લેનાર્ડ
ઉત્તર:
(A) રાજન હેરોડ

પ્રશ્ન 75.
તાજેતરમાં કેટલા વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે ?
(A) 100 વર્ષ
(B) 2000 વર્ષ
(C) 1000 વર્ષ
(D) 200 વર્ષ
ઉત્તર:
(B) 2000 વર્ષ

પ્રશ્ન 76.
ખૂબ જ મોટી સંખ્યામાં બીજ ધરાવતા ફળનું નામ જણાવો.
(A) ઑર્કિડ
(B) સ્ટ્રાઇગા
(C) ઓરોબેન્કી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 77.
કયા કુળની વનસ્પતિ ફલન વગર બીજનું નિર્માણ કરે છે?
(A) ઘાસ
(B) સોલેનેસી
(C) એસ્ટસ
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)

પ્રશ્ન 78.
મહાબીજાણુ માતૃકોષમાંથી શેનું નિર્માણ થાય છે?
(A) ભૂણપુટ
(B) પરાગરજ
(C) પ્રદેદીય કોષ
(D) મહાબીજાણુ
ઉત્તર:
(D) મહાબીજાણુ

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 79.
પ્રદેહમાંથી કેટલા મહાબીજાણુ માતૃકોષ નિર્માણ પામે છે?
(A) બે
(B) આઠ
(C) ચાર
(D) એક
ઉત્તર:
(D) એક

પ્રશ્ન 80.
પુખ્ત ભૂણપુટ કેટલા કોષો ધરાવે છે?
(A) પાંચ
(B) એક
(C) આઠ
(D) સાત
ઉત્તર:
(D) સાત

પ્રશ્ન 81.
કઈ વનસ્પતિમાં જલપરાગનયન (હાઇડ્રોફીલી) જોવા મળે છે?
(A) વેલેસ્લેરીયા
(B) મકાઈ
(C) ઘાસ
(D) યુક્કા
ઉત્તર:
(A) વેલેસ્લેરીયા

પ્રશ્ન 82.
નીચેના પૈકી કોના પુષ્પ માખી દ્વારા પરાગિત થાય છે?
(A) યુક્કા
(B) સૂરણ
(C) ઝોસ્ટેરા
(D) મકાઈ
ઉત્તર:
(B) સૂરણ

પ્રશ્ન 83.
કઈ વનસ્પતિઓમાં સ્વફલન જોવા મળે છે ?
(A) એપીએસી અને લેમિએસી
(B) વર્લીનેસી અને મોરેસી
(C) મેનીસ્પર્મસી અને મોરેશી
(D) એપોસાયનેસી ગ્રામની
ઉત્તર:
(A) એપીએસી અને લેમિએસી

પ્રશ્ન 84.
અંડપ્રસાધન શું ધરાવે છે?
(A) અંડકોષ + 2 સહાયક કોષો
(B) અંડકોષ + દ્વિતીય કોષકેન્દ્ર
(C) ત્રણ પ્રતિધ્રુવીય કોષો
(D) સહાયક કોષ +દ્વિતીય કોષકેન્દ્ર
ઉત્તર:
(A) અંડકોષ + 2 સહાયક કોષો

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 85.
ભૂણવિકાસમાં તલસ્થ કોષ 20 થી 25 કોષીય રચના ઉત્પન્ન કરે છે તેને ………………………. કહે છે.
(A) અગ્રસ્થ કોષ
(B) નિલમ્બ
(C) અધોવર્ધક કોષ
(D) મધ્યસ્થ કોષ
ઉત્તર:
(B) નિલમ્બ

પ્રશ્ન 86.
કઈ આવૃત બીજધારી વનસ્પતિઓમાં બહુભૂણતા નોંધાઈ છે ?
(A) લીંબુ
(B) કોનીફર્સ
(C) ઘાસ
(D) સાયકેડસ
ઉત્તર:
(A) લીંબુ

પ્રશ્ન 87.
કેટલીક વનસ્પતિ જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર થાય છે. આવાં ફળોને શું કહે છે?
(A) પાર્થનોજીનેસીસ
(B) પાર્થનોકાર્પિક
(C) એડવેન્ટીવ એમ્બિયોની
(D) એપોમિક્સિસ
ઉત્તર:
(B) પાર્થનોકાર્પિક

પ્રશ્ન 88.
ઘઉંના 100 દાણાના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ જરૂરી છે?
(A) 100
(B) 75
(C) 125
(D) 50
ઉત્તર:
(C) 125

પ્રશ્ન 89.
દ્વિકીય માદા છોડ અને ચતુષ્કી નર છોડનું ફલન કરાવવામાં આવે તો ભૂણપોષની પ્લોઇડી કેવી હશે?
(A) ચતુષ્કી
(B) ત્રિકીય
(C) કિકીય
(D) પંચકીય
ઉત્તર:
(B) ત્રિકીય

પ્રશ્ન 90.
શેના દ્વારા આવૃત બીજધારી વનસ્પતિઓમાં માદા જન્યુજનક અવસ્થાની શરૂઆત થાય છે?
(A) અંડક
(B) મહાબીજાણુ
(C) ભૃણપુટ
(D) પ્રદેહ
ઉત્તર:
(C) ભૃણપુટ

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 91.
નીચેના પૈકી કઈ જોડમાં એકકીય ચનાઓ જોવા મળે છે?
(A) પ્રદેહ અને પ્રતિ ધ્રુવ કોષો
(B) પ્રતિધ્રુવકોષો અને અંડકોષ
(C) પ્રતિધ્રુવકોષો અને મહાબીજાણુ માતૃકોષ
(D) પ્રદેહ અને પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર
ઉત્તર:
(B) પ્રતિધ્રુવકોષો અને અંડકોષ

પ્રશ્ન 92.
જુદા પ્રકારનું શોધી કાઢો.
(A) પ્રદેહ
(B) ભૂણપુટ
(C) બીજાંડ છિદ્ર
(D) પરાગરજ
ઉત્તર:
(D) પરાગરજ

પ્રશ્ન 93.
શેના જોડાણને બેવડું ફલન કહે છે?
(A) બે અંડકોષો
(B) બે અંડકોષ અને ધ્રુવીય કોષકેન્દ્ર સાથે પરાગકેન્દ્રનું જોડાણ
(C) એક નરજન્ય સાથે અંડકોષ અને બીજા સાથે સહાયક કોષો વચ્ચેનું જોડાણ
(D) એક નરજન્ય સાથે અંડકોષ અને બીજા નરજન્ય સાથે દ્વિતીય કોષકેન્દ્રનું જોડાણ
ઉત્તર:
(D) એક નરજન્ય સાથે અંડકોષ અને બીજા નરજન્ય સાથે દ્વિતીય કોષકેન્દ્રનું જોડાણ

પ્રશ્ન 94.
બીજને બદલે કોષો દ્વારા નવા છોડના પ્રજનનને ……………………… કહે છે.
(A) વિકૃતિ
(B) પેશી સંકરણ
(C) રોગ પ્રતિકારકો
(D) જૈવખાતર
ઉત્તર:
(B) પેશી સંકરણ

પ્રશ્ન 95.
દસ પરાગરજ માતૃકોષોના અર્ધીકરણ દ્વારા થતા વિભાજનને અંતે કેટલી પરાગરજ ઉત્પન્ન થશે?
(A) 10
(B) 20
(C) 40
(D) 80
ઉત્તર:
(C) 40

પ્રશ્ન 96.
અનાવૃત બીજધારીમાં ભૂણપોષ કેવો હોય છે?
(A) ત્રિકીયા
(B) એકકીય
(C) દ્વિકીય
(D) બહુકીય
ઉત્તર:
(B) એકકીય

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 97.
નિલમ્બનો સૌથી મોટો કોષ જે અગ્રસ્થના સંપર્કમાં હોય છે તેને શું કહે છે?
(A) અધોવર્ધકકોષ
(B) ભૂણપોષ
(C) અગ્રસ્થ કોષ
(D) ભૂણીય કોષ
ઉત્તર:
(A) અધોવર્ધકકોષ

પ્રશ્ન 98.
સંવૃત પુષ્પો શેમાં જોવા મળે છે?
(A) વાયોલા
(B) ઓક્ટલીસ
(C) કોમેલીના
(D) ઉપરોક્ત બધા
ઉત્તર:
(D) ઉપરોક્ત બધા

પ્રશ્ન 99.
દ્વિલિંગી પુષ્પોમાં પુંકેસર અને સ્ત્રીકેસર જુદા જુદા સમયે પરિપક્વ બને તેને શું કહે છે?
(A) પૃથફ પક્વતા
(B) સ્વવંધ્યતા
(C) અનાત્મ પરાગણ
(D) એલોગેમી
ઉત્તર:
(A) પૃથફ પક્વતા

પ્રશ્ન 100.
પવન દ્વારા પરાગનયન કરતી વનસ્પતિઓમાં પુષ્પની લાક્ષણિક્તા કઈ છે?
(A) પુષ્પ મોટાં, મીઠી સુગંધવાળા, રંગહીન
(B) પુષ્ય નાનાં, સુગંધ વિહીન, રંગીન
(C) પુષ્પ નાનાં, સુગંધ વિહીન, રંગવિહીન
(D) પુષ્પ મોટાં, મીઠી સુગંધવાળાં, રંગીન
ઉત્તર:
(C) પુષ્પ નાનાં, સુગંધ વિહીન, રંગવિહીન

પ્રશ્ન 101.
નીચે આપેલા વિધાનોને સાચા ક્રમમાં ગોઠવો.
(1) પુજન્યુનો સહાયક કોષના કોષરસમાં પ્રવેશ થાય છે.
(2) જનનકોષના વિભાજનને અંતે બે એકકીય પુંજવું બને છે.
(3) પરાગરજ જનનકોષ અને નાલકોષ ધરાવે છે.
(4) યુગ્મનાજ બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ છે.
(5) સહાયક કોષ તૂટતાં એક પુંજન્યુ અને એક અંડકોષનું ફલન થાય છે.

(A) 2, 3, 4, 5, 4
(B) 3, 2, 3, 5, 4
(C) 3, 4, 2, 3, 5
(D) 2, 1, 5, 4, 3
ઉત્તર:
(B) 3, 2, 3, 5, 4

પ્રશ્ન 102.
પરાગરજમાં સૌથી મોટું કોષકેન્દ્ર કયું છે?
(A) જનનકોષ કેન્દ્ર
(B) વાનસ્પતિક કોષકેન્દ્ર
(C) માલીકોષ કેન્દ્ર
(D) પ્રાથમિક આવરણીય કોષકેન્દ્ર
ઉત્તર:
(B) વાનસ્પતિક કોષકેન્દ્ર

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 103.
ભૃણપુટમાં ………………………. હોય છે.
(A) આઠ કોષો, સાત કોષકેન્દ્રો
(B) સાત કોષો, સાત કોષકેન્દ્રો
(C) આઠ કોષો, આઠ કોષકેન્દ્રો
(D) સાત કોષો, આઠ કોષકેન્દ્રો
ઉત્તર:
(D) સાત કોષો, આઠ કોષકેન્દ્રો

પ્રશ્ન 104.
સહાયક કોષો રંગસૂત્રોની દષ્ટિએ કેવા હોય છે?
(A) એકકીય
(B) દ્વિતીય
(C) ત્રિકીય
(D) અનિયમિત
ઉત્તર:
(A) એકકીય

પ્રશ્ન 105.
બેવડું ફલન કઈ વનસ્પતિનું આગવું લક્ષણ છે?
(A) આવૃત બીજધારીનું
(B) લીલનું
(C) અનાવૃત બીજધારીનું
(D) દ્વિલિંગનું
ઉત્તર:
(A) આવૃત બીજધારીનું

પ્રશ્ન 106.
સામાન્ય રીતે પુખ્ત અંડકોષનું ફલન થતાં ક્રમાનુસાર કયા કોષો n, 2n અને 3n ધરાવે છે?
(A) અંડકોષ, દ્વિતીય કોષકેન્દ્ર, ભૂણપોષ
(B) અંડકોષ, પ્રતિધ્રુવીય કોષો, કોષકેન્દ્ર
(C) ભૂણપોષ, કોષકેન્દ્ર, અંડકોષ
(D) પ્રતિધ્રુવીય કોષો, સહાયક કોષો, અંડકાવરણો :
ઉત્તર:
(A) અંડકોષ, દ્વિતીય કોષકેન્દ્ર, ભૂણપોષ

પ્રશ્ન 107.
256 પરાગરજનું નિર્માણ કેટલા અર્ધીકરણ કોષવિભાજન દ્વારા કયા કોષોમાંથી થાય છે?
(A) 64 લઘુ બીજાણુ માતૃકોષ
(B) 128 લઘુબીજાણુ માતૃકોષ
(C) 512લઘુબીજાણુ માતૃકોષ
(D) 256 લઘુબીજાણુ માતૃકોષ
ઉત્તર:
(A) 64 લઘુ બીજાણુ માતૃકોષ

A : (Assertion) વિધાન દશવિ છે.
R : (Reason) કારણ દશવિ છે.
(a) A અને B બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
(b) A અને B બંને સાચાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
(c) A સાયું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.

પ્રશ્ન 108.
A : સપુષ્પી વનસ્પતિમાં ચાર પૈકી ત્રણ મહાબીજાણુઓ અવનત પામે અને એક મહાબીજાણુ સક્રિય રહે છે.
R : સક્રિય મહાબીજાણુમાંથી માદાજન્યુજનકનો વિકાસ થાય છે. જેને એકબીજાણુક વિકાસ કહે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 109.
A : 8 કોષકેન્દ્રીય અવસ્થામાંથી છ કોષકેન્દ્રો કોષદીવાલ વડે આવરિત થાય છે અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે.
R : બાકીના બે ધ્રુવીય કોષકેન્દ્રો અંડપ્રસાધનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 110.
A : સંવૃત પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થાય છે.
R : સંવૃત પુષ્પોમાં સ્પષ્ટપણે ગેઇટેનોગેમી જોવા મળે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c

પ્રશ્ન 111.
A : પુંકેસર ખૂબ સારી રીતે ખુલ્લા અને મોટાં પીંછાયુક્ત પરાગાસન હોવાથી વાતપ્રવાહિત પરાગરજને સરળતાથી જકડી શકે.
R : ઘાસમાં વાતપરાગનયન ખૂબ સામાન્ય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 112.
A : વેલેસ્લેરિયામાં માદા પુષ્પો પોતાના લાંબા વૃા વડે પાણીની સપાટી પર આવે છે.
R : દરિયાઈ ઘાસમાં માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે.
(A) a
(B) b
(C) c
(D)d
ઉત્તર:
(B) b

પ્રશ્ન 113.
A : દરિયાઈ ઘાસની જાતિઓમાં પરાગરજ લાંબી, પટ્ટીમય હોય છે અને પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે.
R : જલપરાગિત જાતિઓમાં પરાગરજ સામાન્ય હોય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c

પ્રશ્ન 114.
A : કીટકો ખાસ કરીને મધમાખીઓ પ્રભાવી જૈવિક પરાગવાહકો છે.
R : પ્રાઇમેટ, વૃક્ષારોહી, તીક્ષ્ણ દાંતવાળા, કોતરતાં પ્રાણીઓ, સરીસૃપો કેટલીક જાતિઓમાં પરાગવાહકો તરીકે નોંધાયા છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 115.
A : સૂરણ પુષ્ય 4 ફૂટની ઊંચાઈ ધરાવે છે.
R : વનસ્પતિમાં બીજનો વિકાસ શરૂ થાય ત્યારે જ ફૂદાંની ઈચળ કે ડિલ્મ ઈંડાંમાંથી બહાર આવે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(D) d

પ્રશ્ન 116.
A : પરાગરજ સાચા પ્રકારની હોય તો સ્ત્રીકેસર તેનો સ્વીકાર કરી પશ્વ ફલન ઘટનાઓને પ્રેરે છે.
R : પરાગરજ ખોટા પ્રકારની હોય તો પરાગરજનું અંકુરણ અવરોધે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

પ્રશ્ન 117.
A : બે નરજન્યુ પૈકીનો એક અંડકોષના કોષકેન્દ્ર સાથે જોડાય છે અને સંયુગ્મન પૂર્ણ થાય છે. પરિણામે 2n યુગ્મનજ સર્જાય છે.
R : અન્ય નરજન્ય દ્વિતીય કોષકેન્દ્ર સાથે જોડાઈ PEN નું નિર્માણ કરે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

પ્રશ્ન 118.
A : આવશ્યક જથ્થામાં ભૂણપોષનું નિર્માણ થઈ જાય – ત્યારબાદ યુગ્મનાજનું વિભાજન થાય છે.
R : વિકસતા ભૂણને પોષણ પૂરું પાડવા માટેનું આ એક અનુકૂલન છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 119.
A : મૂળટોપ એક અવિભેદિત આવરણથી આવરિત છે. જેને ધૂણમૂળચોલ કહે છે.
R : ઉપરાક્ષ પોલા પર્ણ જેવી રચનાઓથી આવરિત હોય છે જેને ભૂણાઝયોલ કહે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

પ્રશ્ન 120.
A : બીજાશયમાંથી જ ફળ વિકાસ પામે તેને અફલિત ફળ કહે છે.
R : અફલિત ફળના વિકાસ અને વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી પ્રેરી
શકાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(D) d

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 121.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) બીજાણુજનક (x) પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુબીજાણુ સર્જાવાની પ્રક્રિયા
(b) લઘુબીજાણુજનન (y) તરુણ પરાગાશયમાં સમજાત કોષોના સમૂહ લઘુબીજાણુધાનીની મધ્યમાં સ્થાન લે છે.
(c) પરાગચતુક (z) લઘુબીજાણુ સર્જાય ત્યારે ચાર કોષોના સમૂહ સ્વરૂપે હોય છે.

(A) (a – z), (b – y), (c – x)
(B) (a – z), (b – x), (c – y)
(C) (a – y), (b – x), (c – z)
(D) (a – x), (b – y), (c – z)
ઉત્તર:
(C) (a – y), (b – x), (c – z)

પ્રશ્ન 122.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) અંડકનાલ (v) અંડક એક કે બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે.
(b) અંડકાવરણો (w) અંડકનો દેહ જે ભાગ વડે અંડકનાલ સાથે જોડાયેલો હોય.
(c) બીજકેન્દ્ર (x) અંડક એ દંડ વડે જરાય સાથે જોડાયેલ છે.
(d) અંડક છિદ્ર (y) અંડછિદ્રનો સામનો છેડો
(e) અંડકતલ (z) અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર

(A) (a – x), (b – v), (c – w), (d – z), (e – y)
(B) (a – v), (b – x), (c – w), (d – y), (e – z)
(C) (a – y), (b – z), (c – x), (d – v), (e – w)
(D) (a – w), (b – x), (c – v), (d – y), (e – z)
ઉત્તર:
(A) (a – x), (b – v), (c – w), (d – z), (e – y)

પ્રશ્ન 123.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) પ્રદેહ (x) મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણ
(b) માદા જન્યુજનક (y) પ્રદેહની અંદરનો વિસ્તાર
(c) મહાબીજાણુજનન (z) અંડકાવરણોથી ઘેરાયેલા કોષોના સમૂહ

(A) (a – x), (b – z), (c – y)
(B) (a – z), (b – x), (c – y)
(C) (a – z), (b – y), (c – x)
(D) (a – y), (b – z), (c – x)
ઉત્તર:
(C) (a – z), (b – y), (c – x)

પ્રશ્ન 124.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કાલમ – I કોલમ – II
(a) તંતુમય પ્રસાધન (x) અંડકછિદ્ર તરફના ત્રણ કોષો ભેગા મળે છે.
(b) પ્રતિધ્રુવીય કોષો (y) સહાયક કોષો અંડછિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ સ્થૂલન ધરાવે છે.
(c) અંડપ્રસાધના (z) ત્રણ કોષો અંડકતલ તરફ ગોઠવાય છે.

(A) (a – x), (b – y), (c – z)
(B) (a – y), (b – x), (c – z)
(C) (a – z), (b – y), (c – x)
(D) (a – y), (b – z), (c – x)
ઉત્તર:
(D) (a – y), (b – z), (c – x)

પ્રશ્ન 125.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I વાત કોલમ – II
(a) પરાગનયન (w) પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપન
(b) સ્વફલન (x) પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતરની ક્રિયા
(c) પરવશ (y) પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપન
(d) ગેઇટેનોગેમી (z) પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર

(A) (a – z), (b – x), (c – w), (d – y)
(B) (a – x), (b – z), (c – w), (d – y)
(C) (a – x), (b – y), (c – z), (d – w)
(D) (a – z), (b – x), (c – y), (d – w)
ઉત્તર:
(B) (a – x), (b – z), (c – w), (d – y)

પ્રશ્ન 126.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) અંતઃસંવર્ધન દબાણ (x) પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈને પરાગ નલિકાનો અંડકમાં પ્રવેશ
(b) સ્વ-અસંગતતા (y) સતત સ્વ-પરાગનયન
(c) પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયા (z) આ એક જનીનિક ક્રિયાવિધિ છે.

(A) (a – x), (b – z), (c – y)
(B) (a – x), (b – y), (c – z)
(C) (a – y), (b – x), (c – z)
(D) (a – y), (b – z), (c – x)
ઉત્તર:
(D) (a – y), (b – z), (c – x)

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 127.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) બીજદેહશેષ (x) બીજાશયની દીવાલ ફળની દીવાલમાં વિકાસ પામે છે.
(b) સુષુપ્તતા (y) ભૃણની ચયાપચયિક ક્રિયા ધીમી પડે છે ને નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે છે.
(c) ફ્લાવરણ (z) પ્રદેહનો ભાગ ચિરલગ્ન સ્વરૂપે રહે છે.

(A) (a – z), (b – x), (c – y)
(B) (a – y), (b – z), (c – x)
(C) (a – y), (b – x), (c – z)
(D) (a – z), (b – y), (c – x)
ઉત્તર:
(D) (a – z), (b – y), (c – x)

પ્રશ્ન 128.
કોલમ – I અને કોલમ-1 યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) ફૂટફળ (x) ફળનું નિર્માણ ફલન વગર નિર્માણ
(b) સત્યફળ (y) પુષ્પાસન ફળનિર્માણમાં ભાગ ભજવે
(c) અફલિત ફળ (z) ફળ માત્ર બીજાશયમાંથી જ વિકાસ પામે

(A) (a – y), (b – x), (c – z)
(B) (a – z), (b – x), (c – y)
(C) (a – y), (b – z), (c – x)
(D) (a – z), (b – y), (c – x)
ઉત્તર:
(C) (a – y), (b – z), (c – x)

પ્રશ્ન 129.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) અનિર્ભેળતા (x) નરજન્ય અંડકોષના કોષકેન્દ્ર સાથે જોડાય છે.
(b) બહુભૂણતા (y) ફલન વગર બીજનું નિર્માણ
(c) સંયુમ્ન (z) એક બીજમાં એક કરતાં વધુ ધૂણની હાજરી

(A) (a – y), (b – x), (c – z)
(B) (a – z), (b – x), (c – y)
(C) (a – y), (b – z), (c – x)
(D) (a – z), (b – y), (c – x)
ઉત્તર:
(C) (a – y), (b – z), (c – x)

પ્રશ્ન 130.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) પુષ્પનું સૌથી બહારનું ચક્ર (w) દલચક્ર
(b) પુષ્પનું સહાયક બીજું ચક્ર (x) વજ ચક્ર
(c) પુષ્પનું આવશ્યક બહારનું ચક્ર (y) સ્ત્રીકેસર ચક
(d) પુષ્યનું સૌથી અંદરનું ચક્ર (z) પુંકેસર ચક્ર

(A) (a – w) (b – x) (c – y) (d – z)
(B) (a – x) (b – w) (c – z) (d – y)
(C) (a – w) (b – x) (c – z) (d – y)
(D) (a – x) (b – w) (c – y) (d – z)
ઉત્તર:
(B) (a – x) (b – w) (c – z) (d – y)

પ્રશ્ન 131.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) એનીમોફીલી (w) પાણી દ્વારા
(b) હાઇડ્રોફીલી (x) પવન દ્વારા
(c) ઝૂફીલી (y) કીટકો દ્વારા
(d) એરેમોફીલી (z) પ્રાણી દ્વારા

(A) (a – x) (b – z) (c – w) (d – y)
(B) (a – x) (b – w) (c – z) (d – y)
(C) (a – z) (b – x) (c – w) (d – y)
(D) (a – x) (b – y) (c – z) (d – w)
ઉત્તર:
(B) (a – x) (b – w) (c – z) (d – y)

પ્રશ્ન 132.
કોલમ – I અને કોલમ – I યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) ભૃણપુટનો લિંગી કોષ (w) સહાયક કોષો
(b) ધૂણપુટના લિંગી પ્રજનન નો સહાયક કોષ (x) પ્રતિ ધ્રુવ કોષો
(c) ભૂપુટનો લિંગી કોષની સામેનો કોષ (y) અંડકોષો
(d) ભૂણપુટની મધ્યનો કોષ (z) દ્વિતીય કોષકેન્દ્ર

(A) (a – y) (b – w) (c – z) (d – x)
(B) (a – y) b – x) (c – w) (d – z)
(C) (a – y) (b – w) (c – x) (d – z)
(D) (a – y) (b – x) (c – z) (d – w)
ઉત્તર:
(C) (a – y) (b – w) (c – x) (d – z)

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 133.
ક્લેસ્ટોગેમીનો ફાયદો શું છે ? [NEET – 2013]
(A) વધુ જનીનિક વિભિન્નતા
(B) વધુ સંખ્યામાં સંતતિ
(C) પરાગવાહકોની જરૂર પડતી નથી
(D) જરાયુજ અંકુરણ
ઉત્તર:
(C) પરાગવાહકોની જરૂર પડતી નથી

પ્રશ્ન 134.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે? [NEET – 2013]
(A) પરાગરજના બહારના સખત આવરણને અંત આવરણ કહે છે.
(B) બીજાણુજનક પેશી એ એકકીય હોય છે.
(C) એન્ડોથેસીયમ (તંતુમયસ્તર) લઘુબીજાણુઓ ઉત્પન્ન કરે છે.
(D) પોષકસ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે.
ઉત્તર:
(D) પોષકસ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે.

પ્રશ્ન 135.
મહાબીજાણુધાની કોની બરાબર છે ? [NEET-2013]
(A) ભૂણપુટ
(B) ફળ
(C) પ્રદેહ
(D) અંડક
ઉત્તર:
(D) અંડક

પ્રશ્ન 136.
તંતુમય ઘટકોનું કાર્ય શું છે? [NEET – 2014]
(A) પરાગાસન ઉપર યોગ્ય પરાગરજને ઓળખે છે.
(B) જનનકોષના વિભાજનને પ્રેરે છે.
(C) મધુરસ ઉત્પન્ન કરે છે.
(D) પરાગનલિકાના પ્રવેશનું માર્ગદર્શન કરે છે.
ઉત્તર:
(D) પરાગનલિકાના પ્રવેશનું માર્ગદર્શન કરે છે.

પ્રશ્ન 137.
બજારમાં પરાગની ગોળીઓ ………………………… માટે મળી રહે છે.
(A) પ્રયોગશાળામાં ફલન માટે
(B) સંવર્ધન કાર્યક્રમ માટે
(C) ખોરાકના પૂરક તરીકે
(D) નવસ્થાન જાળવણી માટે
ઉત્તર:
(C) ખોરાકના પૂરક તરીકે

પ્રશ્ન 138.
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે. [NEET – 2014
(A) પરાગરજ દ્વારા તે જ વનસ્પતિના બીજા પુષ્પનું ફલન
(B) પરાગરજ દ્વારા તે જ પુષ્પનું ફલન
(C) એક જ જાતિના એક પુષ્પની પરાગરજ દ્વારા તે જ જાતિના બીજા પુષ્પનું ફલન
(D) એક જાતિના પુષ્પની પરાગરજ દ્વારા બીજી જાતિના પુષ્પનું ફલન
ઉત્તર:
(A) પરાગરજ દ્વારા તે જ વનસ્પતિના બીજા પુષ્પનું ફલન

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 139.
તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ? [NEET – 2015, I-2016]
(A) અપરિપક્વ ભૂણ
(B) મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ
(C) બીજાવરણનું સૌથી અંદરનું આવરણ
(D) વિઘટન પામતો પ્રદેહ
ઉત્તર:
(B) મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ

પ્રશ્ન 140.
આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ………………………….. . [NEET – 2015]
(A) પરાગાશયમાં થાય છે.
(B) આગળ વિભાજને પામ્યા વગર જન્યુઓ ઉત્પન્ન કરે છે.
(C) તેમાં અર્ધીકરણ સંકળાયેલ છે.
(D) અંડકમાં થાય છે.
ઉત્તર:
(C) તેમાં અર્ધીકરણ સંકળાયેલ છે.

પ્રશ્ન 141.
તંતુમય ઘટકો તેમનું વિશિષ્ટ લક્ષણ છે …………………………. [NEET – 2015].
(A) જનનકોષ
(B) પ્રદેહભૂણ
(C) સમિતાયા કોષો
(D) સહાયક કોષો
ઉત્તર:
(D) સહાયક કોષો

પ્રશ્ન 142.
નીચેનામાંથી કયું અફલિત ફળ છે? [NEET – 2015)
(A) રીંગણ
(B) સફરજન
(C) ફણસ
(D) કેળું
ઉત્તર:
(D) કેળું

પ્રશ્ન 143.
ઘઉંના દાણામાં એક ભૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે તેને શું કહે છે? [NEET – 2015 ]
(A) એપીબ્લાસ્ટ (બાહ્યગર્ભસ્તર)
(B) ભૃણમૂળચોલ
(C) વરુથિકા
(D) ભૂણાવ્રચોલ
ઉત્તર:
(B) ભૃણમૂળચોલ

પ્રશ્ન 144.
આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે ? [NEET – 2015].
(A) બે નર જન્યુઓ અને એક નાલકોષ
(B) એક નર જન્ય અને એક નાલકોષ
(C) એક નર જન્યુ અને બે નાલકોષ
(D) ત્રણ નર જન્યુઓ
ઉત્તર:
(A) બે નર જન્યુઓ અને એક નાલકોષ

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 145.
આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે? [NEET-II-2016].
(A) મહાબીજાણુધાની
(B) મહાબીજાણુપર્ણ
(C) મહાબીજાણુ માતૃકોષ
(D) મહાબીજાણુ
ઉત્તર:
(A) મહાબીજાણુધાની

પ્રશ્ન 146.
જળકુંભી (આઇકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે? [NEET-II-2016].
(A) પાણી
(B) કીટકો અને પવન
(C) પક્ષીઓ
(D) ચામાચીડિયા
ઉત્તર:
(B) કીટકો અને પવન

પ્રશ્ન 147.
મોટાભાગની આવૃત બીજધારીમાં ………………………….[NEET -II-2016]
(A) અંડકોષમાં તંતુમય ઘટકો હોય છે
(B) તેમાં ઘણી સંખ્યામાં પ્રતિધ્રુવ કોષો હોય છે.
(C) મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે.
(D) એક નાનો મધ્યસ્થ કોષ ભૃણપુટમાં હોય છે
ઉત્તર:
(C) મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે.

પ્રશ્ન 148.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? [NEET -1-2016]
(A) કીટકો જે પરાગનયન કર્યા વગર પરાગરજ અથવા મધુરસ ખાય છે તેમને પરાગ-મધુરસ લૂંટારું કહે છે.
(B) પરાગરજ અંકુરણ અને પરાગનલિકાની વૃદ્ધિનું નિયમન પરાગરજના રાસાયણિક ઘટક જે સ્ત્રીકેસર સાથે આંતરપ્રક્રિયા કરે છે.
(C) કેટલીક વનસ્પતિની જાતિઓમાં કેટલાક સરિસૃપ પણ પરાગનયન કરતા હોવાનું નોંધાયું છે.
(D) ઘણી જાતિઓમાં પરાગરજ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર અંકુરણ પામી શકે છે, પરંતુ ફક્ત તે જ જાતિની પરાગરજ જ પરાગવાહિનીમાં વૃદ્ધિ પામે છે.
ઉત્તર:
(D) ઘણી જાતિઓમાં પરાગરજ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર અંકુરણ પામી શકે છે, પરંતુ ફક્ત તે જ જાતિની પરાગરજ જ પરાગવાહિનીમાં વૃદ્ધિ પામે છે.

પ્રશ્ન 149.
મકાઈના દાણાના બીજપત્રને શું કહે છે? [NEET -1- 2016]
(A) ભૃણમૂળ ચોલ
(B) ભૂણાગ્ર ચોલ
(C) વરુથિકા
(D) ભૃણાગ્ર
ઉત્તર:
(C) વરુથિકા

પ્રશ્ન 150.
પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ? [NEET -1-2016].
(A) યોજી
(B) જરાયુ
(C) પુષ્પાસન અથવા દલપત્ર
(D) પરાગાશય
ઉત્તર:
(C) પુષ્પાસન અથવા દલપત્ર

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 151.
સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિમણમાં કઈ પ્રક્રિયા સંકળાયેલી છે ? [NEET-I-2016].
(A) કલિકાસર્જન
(B) દૈહિક સંકરણ
(C) અસંયોગીજનન
(D) બીજાણુજનન
ઉત્તર:
(C) અસંયોગીજનન

પ્રશ્ન 152.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? [NEET -1-2016].
(A) પરાગરજનું બાહ્યસ્તર સ્પોરોપોલેનીનનું બનેલું છે.
(B) ઘણી જાતોની પરાગરજ તીવ્ર એલર્જી કરે છે.
(C) પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહેલી પરાગરજ પાક સંવર્ધન પ્રોગ્રામમાં ઉપયોગમાં લઈ શકાય છે.
(D) પરાગાશયના સ્ફોટનમાં પોષકસ્તર મદદ કરે છે.
ઉત્તર:
(D) પરાગાશયના સ્ફોટનમાં પોષકસ્તર મદદ કરે છે.

પ્રશ્ન 153.
બેવડું ફલન ………………………….. માં જોવા મળે છે. [NEET-2017]
(A) અનાવૃત બીજધારી
(B) લીલ
(C) ફૂગ
(D) આવૃત બીજધારી
ઉત્તર:
(D) આવૃત બીજધારી

પ્રશ્ન 154.
આવૃત બીજધારીઓમાં સક્રિય મહાબીજાણુ ………………………… માં વિકાસ પામે છે. [NEET-2017]
(A) અંડક
(B) ભૂણપોષ
(C) ભૂણપુટ
(D) ભૂણ
ઉત્તર:
(C) ભૂણપુટ

પ્રશ્ન 155.
દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ ……………………………. બંને અટકાવે છે. [NEET-2017]
(A) સ્વફલન અને પરપરાગનયન
(B) સ્વફલન અને ગેઇટોનોગેમી
(C) ગેઇટોનોગેમી અને પરપરાગનયન
(D) સંવૃત પુષ્પતા અને પરપરાગનયન
ઉત્તર:
(B) સ્વફલન અને ગેઇટોનોગેમી

પ્રશ્ન 156.
આકર્ષકો અને બદલો. …………………… માટે જરૂરી છે. [NEET-2017]
(A) પવન દ્વારા પરાગનયન
(B) કીટકો દ્વારા પરાગનયન
(C) જલ દ્વારા પરાગનયન
(D) સંવૃત પુષ્પતા
ઉત્તર:
(B) કીટકો દ્વારા પરાગનયન

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 157.
પરાગરજોને ઘણા વર્ષો પર્યત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને સંગ્રહી શકાય. [NEET-2018]
(A) -160°C
(B) -120°C
(C) -196°C
(D) -80°C
ઉત્તર:
(C) -196°C

પ્રશ્ન 158.
બીજમાં કાયમી પૂર્વદહને આ કહેવાય છે [NEET – 2017]
(A) અંત બીજાવરણ (ટેગમેન)
(B) અંડતલ
(C) પ્રદેહશેષ (પેરીસ્પર્મ)
(D) બીજકેન્દ્ર
ઉત્તર:
(C) પ્રદેહશેષ (પેરીસ્પર્મ)

પ્રશ્ન 159.
કયા દ્રવ્યને કારણે પરાગરજ અશ્મિ તરીકે પણ લાંબો સમય રહે છે? માર્ચ – 2020]
(A) લિગ્નીન
(B) પેક્ટિન
(C) સેલ્યુલોઝ
(D) સ્પોરોપોલેનીન
ઉત્તર:
(D) સ્પોરોપોલેનીન

પ્રશ્ન 160.
આવૃત બીજધારી વનસ્પતિઓનો લાક્ષણિક ભૂણપુટ પુખ્તતાએ અને ……………………….. રચના ધરાવે છે. [માર્ચ -2020].
(A) 6 કોષકેન્દ્રીય – 7 કોષીય
(B) 7 કોષકેન્દ્રીય – 8 કોષીય
(C) 8 કોષકેન્દ્રીય – 7 કોષીય
(D) 7 કોષકેન્દ્રીય – 6 કોષીય
ઉત્તર:
(C) 8 કોષકેન્દ્રીય – 7 કોષીય

પ્રશ્ન 161.
કાળામરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વિનાનો રહે છે જેને ………………………… કહે છે. [માર્ચ – 20200 ]
(A) આક્યુમીન યુક્ત
(B) આવ્યુમીન મુક્ત
(C) બીજ દેહશેષ
(D) ફલાવરણ
ઉત્તર:
(C) બીજ દેહશેષ

પ્રશ્ન 162.
વિધાન – A : પરાગરજ અશ્મિ સ્વરૂપે જોવા મળે છે.
કારણ R : તેના બાહ્યાવરણમાં સ્પોરોપોલેનીનનું આવરણ જોવા મળે છે. [ઓગસ્ટ – 2020]
(A) વિધાન – A સાચું અને કારણ – R ખોટું છે.
(B) વિધાન – A અને કારણ – R બંને સાચાં છે.
કારણ – R એ વિધાન – Aની સમજૂતી નથી.
(C) વિધાન – A અને કારણ – R બંને સાચાં છે.
કારણ – R એ વિધાન – Aની સમજૂતી છે.
(D) વિધાન – A ખોટું અને કારણ – R સાચું છે.
ઉત્તર:
(C) વિધાન – A અને કારણ – R બંને સાચાં છે.
કારણ – R એ વિધાન – Aની સમજૂતી છે.

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 163.
નીચે આપેલાં વિધાનો પૈકી કયાં સાચાં છે ?
P = અફીણ બહુબીકેસરીય યુક્ત સ્ત્રીકેસર ધરાવે છે.
Q = ફોટોસ્તર લઘુબીજાણુ માતૃકોષને પોષણ પૂરું પાડે છે.
R = કોમેલીનામાં હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો જોવા મળે છે. [ઓગસ્ટ – 2020].
(A) વિધાન P ખોટું અને R સાચું છે.
(B) વિધાન P અને Q બંને ખોટાં છે.
(C) વિધાન P અને Q બંને સાચાં છે.
(D) વિધાન P અને B બંને સાચાં છે.
ઉત્તર:
(D) વિધાન P અને B બંને સાચાં છે.

પ્રશ્ન 164.
જલકુંભી માટે સારો વિકલ્પ પસંદ કરો. [ઓગસ્ટ -2020].
(A) તેને ટેરર ઑફ બેંગાલ કહે છે.
(B) આ વનસ્પતિઓ કે જે તેમના સુંદર પુષ્પો માટે ભારતમાં લાવવામાં આવી.
(C) તે કીટક કે પવન દ્વારા પરાગિત થાય છે.
(D) A, B, C ત્રણેય
ઉત્તર:
(D) A, B, C ત્રણેય

પ્રશ્ન 165.
નીચેની નામનિર્દેશનવાળી આકૃતિમાં કયો વિકલ્પ સાચો છે ? [GUJCET – 2020]
GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati 1
(A) (i) પોષક સ્તર (ii) મધ્યસ્તર (iii) સ્કોટીસ્તર (iv) અધિસ્તર
(B) (i) અધિસ્તર (ii) સ્કોટીસ્તર (iii) મધ્યસ્તર (iv) પોષક સ્તર
(C) (i) અધિસ્તર (ii) મધ્યસ્તર (iii) સ્કોટીસ્તર (iv) પોષકસ્તર
(D) (i) અધિસ્તર (i) પોષક સ્તર (iii) મધ્યસ્તર (iv) સ્ફોટીસ્તરો
ઉત્તર:
(B) (i) અધિસ્તર (ii) સ્કોટીસ્તર (iii) મધ્યસ્તર (iv) પોષક સ્તર

પ્રશ્ન 166.
……………………… દ્વારા અંડકનો દેહ અંડકનાલ સાથે જોડાયેલો હોય છે. [GUJCET – 2020].
(A) અંડક છિદ્રીય પ્રદેશ
(B) અંડકતલ
(C) બીજકેન્દ્ર
(D) પ્રદેહ
ઉત્તર:
(C) બીજકેન્દ્ર

પ્રશ્ન 167.
વિધાન X, Y અને Z માટે કયો વિકલ્પ સાચો છે ? [GUJCET – 2020].
વિધાન – X : એટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિ અસંયોગીજનન દશવિ છે.
વિધાન – Y : અસંયોગીજનન એ લિંગી પ્રજનનની નકલ કરતું અલિંગી પ્રજનન છે.
વિધાન – Z : કેટલાંક અસંયોગી બીજમાંથી અર્ધીકરણ વગર દ્વિતીય અંડકોષનું નિર્માણ થાય છે.
(A) વિધાન X અને Y સાચાં છે. પણ Z ખોટું છે.
(B) વિધાન X સાચું છે. પણ વિધાન Y અને Z ખોટાં છે.
(C) વિધાન X ખોટું છે. પણ Y અને Z સાચાં છે.
(D) તમામ વિધાન X, Y અને Z સાચાં છે.
ઉત્તર:
(D) તમામ વિધાન X, Y અને Z સાચાં છે.

પ્રશ્ન 168.
જળકુંભી (વોટર હાયસિન્થ) અને પોયણા (વોટર લીલી)માં પરાગનયન આના દ્વારા થાય છે. [NEET – 2020]
(A) કીટકો અથવા પવન
(B) માત્ર પાણીનો પ્રવાહ
(C) પવન અને પાણી
(D) કીટકો અને પાણી
ઉત્તર:
(A) કીટકો અથવા પવન

GSEB Std 12 Biology MCQ Chapter 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગીપ્રજનન in Gujarati

પ્રશ્ન 169.
બીજાશયનો દેહ, અહીંથી અંદનાલ સાથે જોડાયેલ હોય છે. [NEET – 2020].
(A) બીજકેન્દ્ર
(B) બીજાંડછિદ્ર
(C) પ્રદેહ
(D) અંડકતલ
ઉત્તર:
(A) બીજકેન્દ્ર

પ્રશ્ન 170.
વનસ્પતિના એ ભાગો, જે બે પેઢીઓ એકની અંદર બીજા, ધરાવે છે. [NEET – 2020]
(a) પરાગાંશયમાં આવેલ પરાગજી
(b) બે નરજન્યુ ધરાવતું, અંકુરિત પરાગરજ
(C) ફળમાં રહેલ બીજ
(d) બીજાંડમાં આવેલ ભૂણપુટ

(A) માત્ર (a)
(B) (a), (b) અને (c)
(C) અને (C) અને (d)
(D) (a) અને (d)
ઉત્તર:
(D) (a) અને (d)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *