GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

Gujarat Board GSEB Textbook Solutions Class 8 Science Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ Textbook Questions and Answers, Notes Pdf.

કોલસો અને પેટ્રોલિયમ Class 8 GSEB Solutions Science Chapter 4

GSEB Class 8 Science પદાર્થો : ધાતુ અને અધાતુ Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેનામાંથી શાને ટીપીને તેના પાતળાં પતરાં બનાવી શકાય છે?
(અ) ઝિંક
(બ) ફૉસ્ફરસ
(ક) સલ્ફર
(ડ) ઑક્સિજન
ઉત્તરઃ
(અ) ઝિંક (ધાતુ છે. ટીપીને પાતળાં પતરાં બનાવી શકાય છે.)

પ્રશ્ન 2.
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
(અ) બધી જ ધાતુઓને ખેંચી શકાય છે.
(બ) બધી જ અધાતુઓને ખેંચી શકાય છે.
(ક) સામાન્ય રીતે ઘાતુઓને ખેંચી શકાય છે.
(ડ) કેટલીક અધાતુઓને ખેંચી શકાય છે.
ઉત્તરઃ
(ક) સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે.

પ્રશ્ન 3.
ખાલી જગ્યા પૂરો:

પ્રશ્ન 1.
ફૉસ્ફરસ એ ખૂબ ……… અધાતુ છે.
ઉત્તરઃ
સક્રિય

પ્રશ્ન 2.
ધાતુઓ ઉષ્માની અને ………….ની ………… છે.
ઉત્તરઃ
વિદ્યુત, સુવાહક

GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

પ્રશ્ન 3.
આયર્ન એ કૉપર કરતાં …………. સક્રિય છે.
ઉત્તરઃ
વધારે

પ્રશ્ન 4.
ધાતુઓ ઍસિડ સાથે પ્રક્રિયા કરીને વાયુ બનાવે છે.
ઉત્તરઃ
હાઇડ્રોજન

પ્રશ્ન 4.
નીચેનાં વિધાનો ખરાં હોય, તો [T] અને ખોટાં હોય તો[F] કહોઃ

પ્રશ્ન 1.
સામાન્ય રીતે અધાતુઓ ઍસિડ સાથે પ્રક્રિયા આપે છે. [ ]
ઉત્તરઃ
F

પ્રશ્ન 2.
સોડિયમ એ ખૂબ સક્રિય ધાતુ છે.
ઉત્તરઃ
T

પ્રશ્ન 3.
કૉપર એ ઝિંક સલ્ફટના દ્રાવણમાંથી ઝિકને વિસ્થાપિત કરે છે. [ ]
ઉત્તરઃ
F

પ્રશ્ન 4.
કોલસામાંથી તાર ખેંચી શકાય છે. []
ઉત્તરઃ
F

પ્રશ્ન 5.
નીચેના કોષ્ટકમાં કેટલાક ગુણધર્મો આપેલા છે. તેમને ધ્યાનમાં રાખીને ધાતુ અને અધાતુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો (જે ગુણધર્મ જોવા મળતો હોય ત્યાં ✓ કરવું.)
ઉત્તરઃ

ગુણધર્મો

ધાતુઓ

અધાતુઓ

(1) દેખાવ ચળકાટ ધરાવે છે. ચળકાટ ધરાવતા નથી. તે ઝાંખાં છે. (અપવાદઃ હીરો)
(2) સખતપણું સખત છે. નરમ છે.
(3) ટિપાઉપણું ટીપી શકાય છે. ટીપી શકાતાં નથી.
(4) ખેંચીને તાર બનાવી શકાય છે. ખેંચીને તાર બનાવી શકાય છે. ખેંચીને તાર બનાવી શકાતાં નથી.
(5) ઉષ્માવાહકતા ઉષ્માવાહક છે. ઉષ્મા-અવાહક છે.
(6) વિદ્યુતવાહકતા વિદ્યુતવાહક છે. વિદ્યુત-અવાહક છે.

(અપવાદઃ ગ્રેફાઈટ)

પ્રશ્ન 6.
નીચેના વિધાનો માટે કારણો આપોઃ

GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

પ્રશ્ન 1.
ખાદ્ય પદાર્થોને પેક કરવા ઍલ્યુમિનિયમ ફૉઇલ વપરાય છે.
ઉત્તરઃ
ઍલ્યુમિનિયમ ધાતુમાં ટિપાઉપણાનો ગુણ હોવાથી તેમાંથી પાતળા પતરાં બનાવી શકાય છે, જેથી એલ્યુમિનિયમ ફૉઇલ ખાદ્ય પદાર્થોને પેક કરવા વપરાય છે.

પ્રશ્ન 2.
ગરમ પ્રવાહીમાં ડૂબાડવામાં આવતા સળિયા ધાતુ તત્ત્વોનાં બનેલાં હોય છે.
ઉત્તર:
ધાતુઓ ઉષ્માની સુવાહક હોવાથી ગરમ પ્રવાહીમાં ડૂબાડવામાં આવતા સળિયા ધાતુ તત્ત્વોનાં બનેલાં હોય છે.

પ્રશ્ન ૩.
ઝિંકના ક્ષારના દ્રાવણમાંથી કોપર ઝિકને વિસ્થાપિત કરી શકતું નથી.
ઉત્તરઃ
ઝિક કરતાં કૉપર ઓછી સક્રિય ધાતુ હોવાથી ઝિકના ક્ષારના દ્રાવણમાંથી કૉપર ઝિકને વિસ્થાપિત કરી શકતું નથી.

પ્રશ્ન 4.
સોડિયમ અને પોટેશિયમનો કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે.
ઉત્તરઃ
સોડિયમ અને પોટેશિયમ ધાતુઓ ઘણી જ સક્રિય છે. બંને ધાતુઓ હવામાંના ઑક્સિજન સાથે તેમજ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને કેરોસીન સાથે પ્રક્રિયા કરતાં નથી. તદુપરાંત બંને ધાતુઓ કેરોસીન કરતાં ભારે હોવાથી કેરોસીનમાં તળિયે બેસી જાય છે અને હવા સાથે સંપર્કમાં આવતાં નથી. આ કારણે સોડિયમ અને પોટેશિયમનો કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે.

પ્રશ્ન 7.
શું લીંબુનાં અથાણાને ઍલ્યુમિનિયમના વાસણમાં સંગ્રહી શકાય? સમજાવો.
ઉત્તરઃ
ઍલ્યુમિનિયમના વાસણમાં લીંબુના અથાણાંને સંગ્રહી શકાય નહિ. લીંબુમાં ઍસિડ (સાઇટ્રિક ઍસિડ) હોય છે. ઍલ્યુમિનિયમ ઍસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું હોવાથી તે કટાય છે. જેથી લીંબુનું અથાણું બગડી જાય છે.

પ્રશ્ન 8.
કૉલમ માં આપેલા પદાર્થોની કૉલમ 8માં આપેલા તેના ઉપયોગો સાથે યોગ્ય જોડી બનાવોઃ

કૉલમ A

કૉલમ B

(1) સોનું (a) થરમૉમિટર
(2) આયર્ન (b) વિદ્યુત તાર
(3) ઍલ્યુમિનિયમ (c) ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવો
(4) કાર્બન (d) આભૂષણો
(5) કૉપર (e ) યંત્રો
(6) મરક્યુરી (f) બળતણ

ઉત્તરઃ
(1) → (d),
(2) → (e),
(3) → (c),
(4) → (f),
(5) → (b),
(6) → (a).

પ્રશ્ન 9.
નીચેના દરેક કિસ્સામાં શું થશે, જ્યારે ………

(અ) તાંબાની તકતી પર જલદ સક્યુરિક ઍસિડ રેડવામાં આવે?
ઉત્તરઃ
તાંબાની તકતી પર જલદ સક્યુરિક ઍસિડ રેડવામાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ કૉપર સલ્ફટ બને છે અને સલ્ફર ડાયૉક્સાઈડ વાયુ મુક્ત થાય છે.
કૉપર + જલદ સફ્યુરિક ઍસિડ → કૉપર સલ્ફટ + સલ્ફર ડાયોક્સાઈડ (વાયુ) + પાણી
[ફિક્ત જાણ માટેઃ Cu + 2H2SO4 → CuSO4 + SO2 + 2H2O]
[નોંધઃ પાઠ્યપુસ્તકના પ્રશ્નમાં ફેરફાર કર્યો છે. તાંબું મંદ સક્યુરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરતું નથી.]

(બ) લોખંડની ખીલીઓને કૉપર સલ્ફટના દ્રાવણમાં ડુબાડતાં તેમાં થતી પ્રક્રિયાનું સમીકરણ શબ્દોમાં લખો.
ઉત્તર:
લોખંડની ખીલીઓને કૉપર સલ્ફટના દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે લોખંડ કૉપર સલ્ફટમાંથી કૉપર(તાંબા)નું વિસ્થાપન કરી લોખંડનો સલ્ફટ (આયર્ન
સલ્ફટ) બનાવે છે. તેથી દ્રાવણનો ભૂરો રંગ ઝાંખો થઈ લીલાશ પડતો બને છે. . (લોખંડની ખીલીઓ તામ્રવર્ણી બનેલી દેખાય છે.)
પ્રક્રિયાનું સમીકરણ : લોખંડની ખીલી (Fe) + કૉપર સલ્ફટ (CuSO4) (દ્રાવણ) → આયર્ન સલ્ફટ (FeSO4) (દ્રાવણ) + કોપર (Cu)

પ્રશ્ન 10.
સલોનીએ કોલસાના ટુકડાને ગરમ કર્યો તથા ઉત્પન થયેલા વાયુને કસનળીમાં લીધો.
(અ) તે કઈ રીતે વાયુની પ્રકૃતિ જાણશે?
(બ) આ દરમિયાન થતી બધી જ પ્રક્રિયાઓનાં સમીકરણો શબ્દોમાં લખો.
ઉત્તરઃ
(અ) વાયુની પ્રકૃતિ જાણવા તેમાં ભીનાં લાલ અને ભૂરા લિટમસપત્રો ઉતારશે. આ વાયુ ભૂરા લિટમસને લાલ બનાવશે. આ વાયુ ઍસિડિક પ્રકૃતિ ધરાવે છે.
(બ) કોલસો + ગરમી (ઑક્સિજન વાયુ) → કાર્બન ડાયોક્સાઇડ
કાર્બન ડાયૉક્સાઇડ + પાણી – કાબૉનિક ઍસિડ (ઍસિડને કારણે ભૂરો લિટમસ લાલ બનશે.)

GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

પ્રશ્ન 11.
એક દિવસ રીટા તેની માતા સાથે સોનીને ત્યાં ગઈ. તેની માતાએ સોનીને સોનાનાં જૂનાં આભૂષણો પૉલિશ કરવા માટે આપ્યાં. બીજે દિવસે જ્યારે તેઓ આભૂષણો પાછાં લાવ્યાં ત્યારે તેમને તેનું વજન થોડુંક ઓછું લાગ્યું. શું તમે વજનમાં થયેલા આ ઘટાડાનું કારણ આપી શકશો?
ઉત્તરઃ
સોનું રાસાયણિક દષ્ટિએ લગભગ નિષ્ક્રિય છે. સોનાનાં આભૂષણો બનાવવા માટે સોનામાં થોડાક પ્રમાણમાં તાંબું ઉમેરવામાં આવે છે, કારણ કે સોનું ઘણી જ નરમ ધાતુ છે. (22 કેરેટ સોનાનાં આભૂષણોમાં 22 ભાગ સોનું અને 2 ભાગ તાંબું હોય છે.) સોનામાં રહેલા તાંબાને કારણે સમય જતાં તાંબાની વાતાવરણમાંના વાયુઓ સાથેની પ્રક્રિયાને કારણે સોનું ઝાંખું પડે છે. જ્યારે સોનાના આભૂષણોને પૉલિશ કરવામાં આવે છે, ત્યારે આ ઝાંખું નહિવત્ પડ દૂર થાય છે, જેના કારણે સોનાના આભૂષણના વજનમાં નહિવત્ ઘટાડો થાય છે.

GSEB Class 8 Science પદાર્થો : ધાતુ અને અધાતુ Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
ધાતુ અને અધાતુને ટીપવાથી થતી અસર તપાસવી.
સાધન-સામગ્રી લોખંડની ખીલી, કોલસાનો ટુકડો, ઍલ્યુમિનિયમના જાડા તારનો ટુકડો, પેન્સિલની અણી.
GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 1

પદ્ધતિઃ

  1. લોખંડની ખીલીને સખત સપાટી પર મૂકો.
  2. તેને હથોડી વડે ટીપો. (ટીપતી વખતે તમને વાગે નહિ તેની કાળજી રાખશો.)
  3. શક્ય તેટલા જોરથી લોખંડની ખીલીને ટીપતા રહો.
  4. આ પ્રમાણે બાકીની વસ્તુઓને હથોડીથી ટીપો. તમારાં અવલોકનો નીચેના કોષ્ટકમાં નોંધો.

GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 2
નિર્ણયઃ ધાતુને ટીપવાથી સપાટ થાય છે, તૂટી જતી નથી. અધાતુને ટીપવાથી ટુકડાઓમાં તૂટી જાય છે.

પ્રવૃત્તિ 2:
ધાતુ અને અધાતુની વીજવાહકતા તપાસવી. સાધન-સામગ્રી : લોખંડની ખીલી, સલ્ફર, કોલસાનો ટુકડો, તાંબાનો તાર,
GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 3
પદ્ધતિઃ

  1. આકૃતિમાં બતાવ્યા મુજબ ઇલેક્ટ્રિક ટેસ્ટરની ગોઠવણ કરો.
  2. વાહક તારના બે છેડા છૂટા રાખો. [A અને B]
  3. વાહક તારના બે છેડા સાથે જોડાણમાં લોખંડની ખીલી મૂકી વીજપરિપથ પૂર્ણ કરો.
  4. બલ્બ પ્રકાશ આપે છે કે નહિ તેની નોંધ કરો.
  5. વારાફરતી જુદા જુદા પદાર્થોને વાહક તારના બે છેડા સાથે સંપર્કમાં મૂકો. દરેક વખતે બલ્બ પ્રકાશ આપે છે કે નહિ તેની નોંધ કરો. તમારા અવલોકનો નીચેના કોષ્ટકમાં નોંધો.

GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 4
નિર્ણયઃ ધાતુ વિદ્યુતની સુવાહક છે. અધાતુ વિદ્યુતની અવાહક છે.

GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

પ્રવૃત્તિ ૩.
લોખંડના કાટનો ગુણધર્મ તપાસવો. સાધન-સામગ્રી : લોખંડનો કાટ, પાણી, લાલ અને ભૂરા લિટમસપત્રો.
GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 5
પદ્ધતિઃ

  1. લોખંડની ઑક્સિજન અને પાણી સાથેની પ્રક્રિયાથી બનતા કાટને ચમચી જેટલો લઈ ડીશમાં મૂકો.
  2. એક કસનળીમાં થોડું પાણી લઈ તેમાં કાટ ઉમેરો.
  3. કાટ પાણીમાં નિલંબિત રહેશે.
  4. કસનળીને સારી રીતે હલાવો.
  5. આ દ્રાવણમાં વારાફરતી લાલ અને ભૂરા લિટમસપત્રો મૂકો.
  6. લિટમસપત્રોનું અવલોકન કરો.

અવલોકનઃ લાલ લિટમસપત્ર ભૂરો બનશે. ભૂરા લિટમસપત્ર પર કોઈ અસર થશે નહિ.
નિર્ણય: લોખંડનો કાટ બેઝિક ગુણધર્મ ધરાવે છે.

પ્રવૃત્તિ 4:
સલ્ફરને ગરમ કરવાથી મળતા સલ્ફર ડાયોક્સાઇડનો ગુણધર્મ તપાસવો.
સાધન-સામગ્રીઃ સલ્ફરનો ભૂકો, પ્રજ્વલન પળી, મીણબત્તી, વાયુપાત્ર, ઢાંકણ, પાણી, લાલ અને ભૂરા લિટમસપત્રો
GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 6
પદ્ધતિઃ

  1. સલ્ફરનો થોડો ભૂકો પ્રજ્વલન પળીમાં લો.
  2. તેને મીણબત્તીની જ્યોત પર ગરમ કરો.
  3. સલ્ફરનું દહન શરૂ થાય કે તરત જ પ્રજ્વલન પળીને વાયુપાત્રમાં ઉતારી વાયુપાત્રને ઢાંકણથી ઢાંકી દો.
  4. ઉત્પન્ન થતો વાયુ વાયુપાત્રમાંથી બહાર નીકળી ન જાય તેની કાળજી રાખો.
  5. વાયુપાત્રમાં થોડું પાણી ઉમેરી તરત જ ઢાંકણથી ઢાંકી દો.
  6. વાયુપાત્રને બરાબર હલાવો.
  7. વાયુપાત્રમાં બનેલા દ્રાવણમાં લાલ અને ભૂરા લિટમસપત્રો મૂકો. શું થાય છે તેનું અવલોકન કરો.
    અવલોકનઃ ભૂરો લિટમસપત્ર લાલ બને છે. લાલ લિટમસપત્ર પર કોઈ અસર થતી નથી.

નિર્ણયઃ સલ્ફર ડાયૉક્સાઈડ વાયુ ઍસિડિક પ્રકૃતિ ધરાવે છે.
[સિલ્ફર ડાયૉક્સાઈડ વાયુ અત્યંત ઝેરી છે. આ પ્રવૃત્તિનું નિદર્શન શિક્ષકે પ્રયોગશાળામાં કરવું.]

પ્રવૃત્તિ 5:
સોડિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયા સમજવી.
સાધન-સામગ્રીઃ
સોડિયમ ધાતુનો ટુકડો, બીકર, પાણી, ચીપિયો, ફિલ્ટર પેપર, સુતરાઉ કાપડનો ટુકડો, લાલ અને ભૂરા લિટમસપત્રો.
GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 7
પદ્ધતિઃ

  1. 250 મિલિનું બીકર લઈ તેને પાણીથી અડધું ભરી દો.
  2. કેરોસીનમાં રાખેલા સોડિયમ ધાતુના ટુકડાને કાળજીથી કાપો.
  3. ચીપિયા વડે આ ટુકડાને ફિલ્ટર પેપરની મદદથી સૂકવી દો.
  4. પછી તેને સુતરાઉ કાપડના ટુકડામાં લપેટી લો.
  5. સુતરાઉ કાપડમાં લપેટેલા સોડિયમના ટુકડાને પાણી ભરેલા બકરમાં મૂકો.
  6. સોડિયમની પાણી સાથેની પ્રક્રિયાનું ધ્યાનથી અવલોકન કરો. પ્રક્રિયા પૂરી થતાં બીકરમાં લાલ અને ભૂરા લિટમસપત્રો મૂકી અવલોકન કરો.

અવલોકનઃ સોડિયમ ધાતુ પાણી સાથે જલદ પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતી ઉષ્માથી હાઈડ્રોજન વાયુ સળગી ઊઠે છે. બનેલા દ્રાવણમાં લાલ લિટમસપત્ર ભૂરું બને છે. ભૂરા લિટમસપત્ર પર અસર થતી નથી.

નિર્ણયઃ સોડિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝિક દ્રાવણ બનાવે છે.
ફક્ત જાણ માટે:
સમીકરણ 2Na + 2H2O → 2NaOH + H2
આ રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉષ્માને કારણે હાઈડ્રોજન વાયુ સળગી ઊઠે છે. આપણને સળગતી સોડિયમની ગોળી પાણી પર દોડતી દેખાય છે.
[આ પ્રવૃત્તિનું નિદર્શન શિક્ષકે પ્રયોગશાળામાં કરવું.]

પ્રવૃત્તિ 6:
ધાતુ અને અધાતુની મંદ હાઈડ્રોક્લોરિક ઍસિડ અને મંદ સક્યુરિક ઍસિડ સાથેની પ્રક્રિયા સમજવી.
સાધન-સામગ્રીઃ મેગ્નેશિયમની પટ્ટી, ઍલ્યુમિનિયમનો વરખ, લોખંડનો વહેર, તાંબાનો પાતળો તાર, કોલસાનો ભૂકો, સલ્ફરનો ભૂકો, મંદ હાઈડ્રોક્લોરિક ઍસિડ, મંદ સક્યુરિક ઍસિડ, બર્નર.

પદ્ધતિઃ

  1. ધાતુ અને અધાતુના નમૂનાઓને અલગ અલગ કસનળીઓમાં લઈ તેના પર A, B, C, D, E અને F એમ અક્ષરો અંકિત કરો.
  2. ડ્રૉપરની મદદથી દરેક કસનળીમાં વારાફરતી મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડનાં 5 મિલિ ટીપાં ઉમેરો.
  3. પ્રક્રિયાનું ધ્યાનથી અવલોકન કરો.
  4. ઠંડા દ્રાવણમાં પ્રક્રિયા ન થતી હોય, તો તેને ધીમેથી ગરમ કરો.
  5. દરેક કસનળીના મુખ આગળ સળગતી દીવાસળી લાવો.
  6. આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન મંદ સક્યુરિક ઍસિડ ઉમેરીને કરો. તમારાં અવલોકનો કોષ્ટકમાં નોંધો.

GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 9

GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

પ્રવૃત્તિ 7:
સોડિયમ હાઈડ્રૉક્સાઇડના દ્રાવણ સાથે ઍલ્યુમિનિયમના ફૉઇલની પ્રક્રિયા સમજવી.
સાધન-સામગ્રી: સોડિયમ હાઇડ્રૉક્સાઇડની ગોળીઓ, ઍલ્યુમિનિયમ ફૉઇલ, પ્લાસ્ટિકની ચમચી, કસનળી, પાણી, દીવાસળી.
આકૃતિ:
GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 10
પદ્ધતિઃ

  1. સોડિયમ હાઇડ્રૉક્સાઇડની 3-4 ગોળીઓને પ્લાસ્ટિકની ચમચી વડે લઈ 5 મિલિ પાણીમાં ઓગાળી સોડિયમ હાઇડ્રૉક્સાઈડનું તાજું દ્રાવણ બનાવો. (દ્રાવણ બનાવતી વખતે કાળજી રાખવી કારણ કે પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે.)
  2. આ દ્રાવણ પહોળા મુખની કસનળીમાં લો.
  3. કસનળીમાં ઍલ્યુમિનિયમ ફૉઇલનો એક ટુકડો નાખો.
  4. કસનળીના મુખ આગળ સળગતી દીવાસળી લાવો. ધ્યાનથી અવલોકન કરો.
    અવલોકન: કસનળીના મુખ આગળ સળગતી દીવાસળી લાવતાં ધાણી ફૂટ્યા જેવા અવાજ સાથે વાયુ સળગે છે.

નિર્ણયઃ આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે.

ફક્ત જાણ માટે:
GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 11
હાઇડ્રોજન વાયુ ધાણી ફૂટે તેવા અવાજ સાથે સળગે છે.
[આ પ્રવૃત્તિનું નિદર્શન શિક્ષકે પ્રયોગશાળામાં કરવું.]
GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 12

પ્રવૃત્તિ 8:
વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવો. સાધન-સામગ્રી : કૉપર સલ્ફટ, ઝિંક સલ્ફટ, આયર્ન સલ્ફટ, દાણાદાર ઝિંક, લોખંડની ખીલી, તાંબાનું ગૂંચળું, બીકર, પાણી.
GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 13
પદ્ધતિઃ

  1. 100 મિલિ ક્ષમતાવાળાં પાંચ બીકર લઈ તેમના પર A, B, C, D અને E એમ પાંચ અક્ષરો અંકિત કરો.
  2. દરેક બીકરમાં લગભગ 50 મિલિ પાણી લો.
  3. A અને B બીકરમાં એક ચમચી કૉપર સલ્ફટ ઓગાળો.
  4. C અને E બીકરમાં ઝિક સલ્ફટ અને D બકરમાં આયર્ન સલ્ફટ એક-એક ચમચી ઓગાળો.
  5. A બીકરમાં દાણાદાર ઝિંક ઉમેરો. B બકરમાં લોખંડની ખીલી મૂકો.
  6. C અને D બીકરમાં તાંબાનું ગૂંચળું મૂકો. E બીકરમાં લોખંડની ખીલી મૂકો.
  7. થોડી વાર પછી જુદાં જુદાં બીકરમાં થયેલા ફેરફારો નોંધો.

અવલોકનઃ

(1) બીકર Aમાં કૉપર સલ્ફટનું ભૂરા રંગનું દ્રાવણ રંગહીન બને છે. લાલ રંગનું તાંબું મુક્ત થાય છે.
GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 14

(2) બીકર Bમાં કૉપર સલ્ફટનું ભૂરા રંગનું દ્રાવણ આછા લીલા રંગનું બને છે. લાલ રંગનું તાંબું લોખંડની ખીલી પર છવાયેલું દેખાય છે.
GSEB Solutions Class 8 Science Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 15

(3) બીકર C, D અને Eમાં કોઈ પણ ફેરફાર જોવા મળશે નહિ.

નિર્ણયઃ

  1. બકર A અને Bમાં વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે.
  2. બીકર C, D અને Eમાં વિસ્થાપન પ્રક્રિયાઓ થતી નથી.

[નોંધઃ આ પ્રવૃત્તિમાં લીધેલાં ધાતુ તત્ત્વોની સક્રિયતા ઊતરતા ક્રમમાં આ મુજબ છેઃ ઝિંક > લોખંડ > તાંબુ સક્રિયતા ઘટતી જાય છે.]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *