Gujarat Board GSEB Textbook Solutions Class 7 Social Science Chapter 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર Textbook Exercise and Answers.
પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર Class 7 GSEB Solutions Social Science Chapter 8
GSEB Class 7 Social Science પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર Textbook Questions and Answers
1. બંધબેસતાં જોડકાં જોડો:
1.
વિભાગ ‘અ’ (મેળાઓ) | વિભાગ ‘બ’ (જિલ્લાઓ) |
(1) તરણેતરનો મેળો | (A) સાબરકાંઠા |
(2) ચિત્ર-વિચિત્રનો મેળો | (B) અમદાવાદ |
(3) મીરાદાતારનો ઉર્સ મુબારક | (C) જૂનાગઢ |
(4) પલ્લીનો મેળો | (D) મહેસાણા |
(5) ભવનાથનો મેળો | (E) ગાંધીનગર |
(6) વૌઠાનો મેળો | (F) સુરેન્દ્રનગર |
ઉત્તર:
વિભાગ ‘અ’ (મેળાઓ) | વિભાગ ‘બ’ (જિલ્લાઓ) |
(1) તરણેતરનો મેળો | (F) સુરેન્દ્રનગર |
(2) ચિત્ર-વિચિત્રનો મેળો | (A) સાબરકાંઠા |
(3) મીરાદાતારનો ઉર્સ મુબારક | (D) મહેસાણા |
(4) પલ્લીનો મેળો | (E) ગાંધીનગર |
(5) ભવનાથનો મેળો | (C) જૂનાગઢ |
(6) વૌઠાનો મેળો | (B) અમદાવાદ |
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો:
પ્રશ્ન 1.
કાંગડા શૈલીની વિશેષતા જણાવો.
ઉત્તર:
વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શેલીની વિશેષતા હતી.
પ્રશ્ન 2.
કેરલમાં યોજાતી નૌકાસ્પર્ધા કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
કેરલમાં યોજાતી નોકાસ્પર્ધા ‘વલ્લમકાલી’ના નામે ઓળખાય છે.
પ્રશ્ન 3.
વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું?
ઉત્તર:
વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ ‘લીલાતિલકમ્’ હતું.
પ્રશ્ન 4.
ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોનાં નામ આપો.
ઉત્તર:
નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ એ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા.
[નોંધઃ ઉપરના પ્રશ્ન (4)ના ઉત્તરમાં ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોનાં નામ માગ્યાં છે. એટલે વિદ્યાર્થીઓની જાણકારી માટે અહીં ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોનાં નામ આપ્યાં છે.
- આદિકવિ નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્યસાહિત્યનો પ્રારંભ થયો. નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય મધ્યયુગનો સમય ગણાય છે. તેમાં મીરાંબાઈ, અખો, પ્રેમાનંદ, ધીરા ભગત, ભોજાભગત, પ્રીતમ, શામળ ભટ્ટ, ભાલણ, દયારામ વગેરેનો સમાવેશ થાય છે.
- કવિ દયારામ પછી નર્મદ-દલપતરામથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ.
- અર્વાચીન યુગમાં કવિ બળવંતરાય ક. ઠાકોર, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, કલાપી, બાલાશંકર કંથારિયા, મણિભાઈ નભુભાઈ દ્વિવેદી, ન્હાનાલાલ, ઉમાશંકર જોષી, સુન્દરમ્ વગેરેએ પદ્યસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.
- અર્વાચીન સમયમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાળા, મહિપતરામ રૂપરામ, જ્યોતીન્દ્ર દવે, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચન્દ્રકાન્ત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગદ્યસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.].
પ્રશ્ન 5.
કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયું?
ઉત્તર:
કથક જયપુર અને લખનઉ આ બે ઘરાનાઓમાં વહેંચાયું.
3. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. શુરવીરની ગાથા ………………….. અને ………………….. દ્વારા ગાવામાં આવતી હતી.
2. રાજા અનંતવર્મને ……………………….. નું નિર્માણ કરાવ્યું.
3. કુચીપુડીનો ઉદ્ભવ …………………. ના કુચીપુડી નામના ગામમાં થયો હતો.
ઉત્તર:
1. કાવ્ય, ગીતો
2. જગન્નાથ મંદિર
3. આંધ્ર પ્રદેશ