Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 12 વિદ્યુત તથા પરિપથ Textbook Questions and Answers, Textbook Activities Pdf.
વિદ્યુત તથા પરિપથ Class 6 GSEB Solutions Science Chapter 12
GSEB Class 6 Science વિદ્યુત તથા પરિપથ Textbook Questions and Answers
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર
1. ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને …………………….. કહેવાય છે.
ઉત્તરઃ
સ્વિચ
પ્રશ્ન 2.
વિદ્યુતકોષમાં બે ટર્મિનલ (ધુવ) હોય છે.
ઉત્તરઃ
બે 5
પ્રશ્ન 2.
નીચેનાં વાક્યો સાચાં છે કે ખોટાં તેનું નિશાન કરોઃ
- વિદ્યુતપ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે. (✓)
- વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે શણની દોરી વાપરી શકાય છે. (✗)
- વિદ્યુતપ્રવાહ થરમૉકોલની શીટમાંથી પસાર થઈ શકે છે. (✗)
પ્રશ્ન 3.
સમજાવો કે આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી?
ઉત્તરઃ
આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે. પ્લાસ્ટિક વિદ્યુત-અવાહક પદાર્થ છે. તેથી વિદ્યુત પરિપથના A અને B વચ્ચેનો ભાગ સળંગ વાહક તારથી જોડાયેલ નથી. આમ, આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય. તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી.
પ્રશ્ન 4.
આપેલ આકૃતિમાં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટા છેડાઓને કેવી રીતે જોડવા પડશે?
ઉત્તરઃ
આપેલ આકૃતિમાં વિદ્યુતકોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી. તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા બે વાયરો જોડાયેલા નથી. તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુતકોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય.
પ્રશ્ન 5.
વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે? કેટલાંક વિદ્યુત ઉપકરણોનાં નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જ જોડાયેલ હોય છે.
ઉત્તર:
વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ – (ON) કરવા અથવા બંધ (OFF) કરવામાં થાય છે. વિદ્યુત સ્વિચ વિદ્યુત ઉપકરણોમાં તેની સાથે જ જોડાયેલ (Inbuilt) હોય તેવા વિદ્યુત ઉપકરણો નીચે મુજબ છે :
રેડિયો, ટીવી, ઍર કૂલર, એસી (AC), વૉશિંગ મશીન, માઇક્રોવેવ ઑવન, ગ્રાઇન્ડર, મિક્સર વગેરે.
પ્રશ્ન 6.
આકૃતિ (પ્રશ્ન 4)માં સેફટી પિનને બદલે જો રબર લગાડવામાં આવે, તો બલ્બ પ્રકાશિત થશે?
ઉત્તરઃ
ના, બલ્બ પ્રકાશિત થશે નહિ.
કારણ સેફ્ટી પિન વિદ્યુત-સુવાહક પદાર્થ છે અને તેને બદલે મૂકવાનો પદાર્થ રબર વિદ્યુત-અવાહક પદાર્થ છે. આમ, વિદ્યુત પરિપથમાં વિદ્યુત-સુવાહકને બદલે વિદ્યુત-અવાહક પદાર્થ મૂકવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે. આથી બલ્બ પ્રકાશિત થશે નહિ.
પ્રશ્ન 7.
શું બાજુની આકૃતિમાં દર્શાવવામાં આવેલા પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે?
ઉત્તરઃ
ના, બલ્બ પ્રકાશિત થશે નહિ.
કારણ : વિદ્યુતકોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડેલા છે. તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહિ.
પ્રશ્ન 8.
કોઈ વસ્તુ સાથે ‘વાહક-ટેસ્ટર’નો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે. શું આ પદાર્થ વિદ્યુત-સુવાહક છે કે વિદ્યુત-અવાહક? સમજાવો.
ઉત્તર:
તે પદાર્થ વિદ્યુત-સુવાહક છે. કોઈ વસ્તુ સાથે “વાહક-ટેસ્ટરનો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે. એટલે કે પદાર્થ વિદ્યુત-સુવાહક જ હશે. પદાર્થ વિદ્યુત-અવાહક હોત તો વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ શકે નહિ અને બલ્બ પ્રકાશિત થાય નહિ.
પ્રશ્ન 9.
તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઈલેક્ટ્રિશિયન શા માટે રબરનાં મોજાં પહેરે છે? સમજાવો.
ઉત્તર:
ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર વિદ્યુત-સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજાં પહેરે તો ખુલ્લા વાયરને મોજાં પહેરેલ હાથ અડકે તોપણ રબર વિદ્યુત-અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહિ. આથી, ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજાં પહેરે છે.
પ્રશ્ન 10.
ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતાં સાધનો જેવાં કે ક્રૂ-ડ્રાઈવર અને પક્કડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચઢાવેલ હોય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો છો?
ઉત્તર:
ઇલેક્ટ્રિશિયનના સ્કૂ-ડ્રાઇવર અને પક્કડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકનાં આવરણ હોય છે. રબર અને પ્લાસ્ટિક વિદ્યુત-અવાહક પદાર્થો છે. આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્કૂ-ડ્રાઇવર અને પક્કડ વડે ઇલેક્ટ્રિકનું કામ કરે ત્યારે વિદ્યુતપ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીરમાં પસાર થઈ શક્તો નથી. પરિણામે તેને વીજળીનો આંચકો લાગતો નથી.
GSEB Class 6 Science વિદ્યુત તથા પરિપથ Textbook Activities
પાઠયપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1:
ટૉર્ચના વિદ્યુત બલ્બનું નિરીક્ષણ કરવું.
સાધન-સામગ્રી : ટૉર્ચ
પદ્ધતિઃ
- એક ટૉર્ચ લઈ તેની અંદર રહેલ બલ્બને જુઓ.
- બલ્બની મધ્યમાં એક પાતળો ગૂંચળામય તાર છે તે જુઓ.
- હવે ટૉર્ચની સ્વિચ ઑન કરો. બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે તે જુઓ.
- પાતળો તાર બે મોટા તારની વચ્ચે જોડાયેલો છે તે જુઓ.
- આ મોટા તાર કોની સાથે જોડાયેલા છે તે જુઓ.
અવલોકનઃ
- બલ્બનો પ્રકાશિત થતો ભાગ પાતળો તાર છે, તેને ફિલામેન્ટ કહે છે.
- બલ્બમાનાં બે મોટા તાર ફિલામેન્ટને આધાર આપે છે.
- બે મોટા તારમાંથી એક તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલ છે. બીજો તારા આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલ છે.
- બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો તથા ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ (ધ્રુવો) છે. આ બંને ટર્મિનલ એકબીજાને અડકે નહિ એવા પ્રકારે ગોક્વાયેલા હોય છે.
નિર્ણયઃ
- બલ્બની મધ્યમાં પાતળો તાર છે તે ફિલામેન્ટ છે.
- ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો છે.
- બે મોટા તાર ફિલામેન્ટને આધાર આપે છે.
- બલ્બને બે ટર્મિનલ (ધ્રુવો) છે.
પ્રવૃત્તિ 2:
વિદ્યુતકોષ અને ટૉર્ચના બલ્બનો ઉપયોગ કરી સાદો વિદ્યુત પરિપથ બનાવવો.
સાધન-સામગ્રી : એક વિદ્યુતકોષ, ટૉર્ચનો બલ્બ, ચપ્પ, ચાર વાયર.
પદ્ધતિઃ
- વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલાં વાયરના ચાર ટુકડા લો.
- વાયરના ટુકડાને બંને છેડાથી પ્લાસ્ટિકનું થોડું આવરણ ચપ્પા વડે કાઢી નાખો. આ રીતે ચારેય વાયરના બંને છેડે ધાતુનો તાર ખુલ્લો કરો.
- એક વિદ્યુતકોષ લઈ તેના બંને ટર્મિનલ સાથે બે વાયરના ખુલ્લા કરેલા વાયર જોડો.
[જુઓ આકૃતિ (a)].
(આકૃતિ (b) બલ્બના બે ટર્મિનલ સાથે જોડેલા બે વાયર) - હવે બલ્બ લઈ તેના બંને ટર્મિનલ સાથે બે વાયરના ખુલ્લા કરેલા વાયર જોડો. (જુઓ આકૃતિ (b)).
- હવે વિદ્યુતકોષના બે ટર્મિનલ સાથે જોડેલા બે વાયરને બલ્બના બે ટર્મિનલ સાથે જોડેલા બે વાયર સાથે જોડો. [જુઓ આકૃતિ (c)].
- આમ, કરવાથી વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે.
- આથી બનતો વિદ્યુત પરિપથ પૂર્ણ પરિપથ છે.
પ્રવૃત્તિ 3:
એક વાયરનો ઉપયોગ કરી વિદ્યુતકોષ અને ટૉર્ચના બલ્બનું જોડાણ કરવું. વિદ્યુત પરિપથ પૂર્ણ કરવો અને તોડવો. આ ક્રિયાઓ દ્વારા સ્વિચનું કાર્ય સમજવું.
સાધન-સામગ્રી : વિદ્યુતકોષ, બલ્બ, એક વાયર, ચપ્પ.
પદ્ધતિઃ
- વિદ્યુતકોષ, બલ્બ અને એક વાયરનો ટુકડો લો.
- વાયરના બંને છેડા પરથી ચપ્પાની મદદથી પ્લાસ્ટિકને દૂર કરો.
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારેય બાજુ વીંટાળો.
- વાયરના બીજા છેડાને રબરબૅન્ડની મદદથી વિદ્યુતકોષના ત્રણ ટર્મિનલ સાથે જોડો.
- હવે બલ્બની આધારની ધાતુની અણી એટલે કે તેનો ટર્મિનલ વિદ્યુતકોષના ધન ટર્મિનલ પર મૂકો. બલ્બ પ્રકાશિત થાય છે કે નહિ તે જુઓ.
- હવે બલ્બને વિદ્યુતકોષના ટર્મિનલથી હટાવો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે?
અવલોકનઃ
- બલ્બને વિદ્યુતકોષના ટર્મિનલ સાથે અડકાડતા વિદ્યુત પરિપથ પૂર્ણ બને છે. આથી બલ્બ પ્રકાશિત બને છે.
- બલ્બને વિદ્યુતકોષના ટર્મિનલથી દૂર હટાવતા વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે. આથી બલ્બ પ્રકાશિત રહેતો નથી.
નિર્ણય:
સ્વિચનું કાર્ય છે : વિદ્યુત પરિપથને પૂર્ણ કરવો અને જરૂર પડશે વિદ્યુતપરિપથને અપૂર્ણ બનાવવો.
પ્રવૃત્તિ 4:
વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વિચની રચના કરવી.
સાધન-સામગ્રી : બે ડ્રૉઇંગ પિન, સેફ્ટી પિન, બે વાયર, એક નાની થરમૉકોલની શીટ.
પદ્ધતિ:
- સેફટી પિન અને એક ડ્રૉઇંગ પિન લો.
- સેફટી પિનની રિંગમાં એક ડ્રૉઇંગ પિન ભરાવી થરમૉકોલની શીટ પર ચોંટાડી દો.
- ખાત્રી કરો કે સેફટી પિન સરળતાથી ફરી શકે છે.
- હવે બીજી ડ્રૉઇંગ પિનને થરમૉકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે.
આ રીતે જોડાયેલ સેફટી પિન એ તમારી સ્વિચ છે. - હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ (b)માં દર્શાવ્યા મુજબ જોડીને વિદ્યુત પરિપથ બનાવો.
- સેફટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રૉઇંગ પિનને અડકે. આ વખતે બલ્બને જુઓ.
- હવે સેફટી પિનને એક ડ્રૉઇંગ પિનથી દૂર કરો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે?
અવલોકન અને સમજ:
જ્યારે સેફ્ટી પિન બંને ડ્રૉઇંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રૉઇંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે. આવી સ્થિતિને સ્વિચ ઑન કહે છે. જ્યારે સેફટી પિનને ડ્રૉઇંગ પિનથી દૂર કરતાં ડ્રૉઇંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા બંધ થતી નથી. આવી સ્થિતિને સ્વિચ ઑફ કહે છે.
નિર્ણયઃ
સ્વિચનો ઉપયોગ પંખા, લાઇટો કે અન્ય ઉપકરણો ચાલુ કરવા તથા જરૂર ન હોય ત્યારે સ્વિચ ઑફ કરી તેમને બંધ કરવા થાય છે.
પ્રવૃત્તિ 5:
વિદ્યુત-સુવાહક અને વિદ્યુત-અવાહક વસ્તુઓની ચકાસણી કરવી.
આપેલ વસ્તુઓઃ ચાવી, રબર, ફૂટપટ્ટી, દીવાસળીની સળી, કાચની બંગડી, લોખંડની ખીલી.
સાધન-સામગ્રી : વિદ્યુતકોષ, ટૉર્ચનો બલ્બ, ત્રણ વાયર (વાહક તાર), અવાહક ટૅપ.
પદ્ધતિઃ
- એક વિદ્યુતકોષ, ટૉર્ચનો બલ્બ અને ત્રણ વાયર લો.
- આકૃતિ (a)માં દર્શાવ્યા મુજબ તેમને જોડો અને બે વાયરના છૂટા છેડા વચ્ચે થોડી જગ્યા રહેવા દો.
- બે વાયર વચ્ચે રહેલી જગ્યામાં આપેલ વસ્તુઓને એક પછી એક વારાફરતી વાયરના છેડાઓને અડકે તેમ મૂકો.
- દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહિ તે નોંધો. તમારાં અવલોકનો કોષ્ટક 12.1માં નોંધો.
કોષ્ટક 12.1: વિદ્યુત-સુવાહક તેમજ વિદ્યુત-અવાહક
નિર્ણયઃ
- જે પદાર્થો | વસ્તુઓને વાયરના સ્વતંત્ર છેડા વચ્ચે જોડવાથી બલ્બ પ્રકાશિત થાય છે તે વિદ્યુત-સુવાહકો છે.
- જે પદાર્થો વસ્તુઓને વાયરના સ્વતંત્ર છેડા વચ્ચે જોડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી તે વિદ્યુત-અવાહક છે.