Gujarat Board GSEB Solutions Class 6 Sanskrit Chapter 9 सूक्तयः Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Gujarat Board Textbook Solutions Class 6 Sanskrit Chapter 9 सूक्तयः
GSEB Solutions Class 6 Sanskrit सूक्तयः Textbook Questions and Answers
सूक्तयः स्वाध्यायः
1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અને જોઈને લખો :
उद्यमसमः, सर्वत्र, सत्यमेव, विनयेन, उत्सवप्रियाः
उत्तर :
(ઉપરના શબ્દો તમારી નોટબુકમાં લખો.)
2. એકમમાં આપેલ સૂક્તિઓનું લયબદ્ધ પઠન કરો.
3. આપેલી સૂક્તિઓમાંથી તમારા શિક્ષક જે પાંચ સૂક્તિઓ લખાવે તે સાંભળીને લખો.
4. સત્યમેવ નયતે એ વિષય પર તમારા વર્ગમાં બે જૂથમાં ચર્ચા કરો.
उत्तर :
(તમારા શિક્ષક આ ચર્ચાના નિર્ણાયક બની ‘सत्यमेव जयते’ એ સત્ય સિદ્ધ કરશે.)
5. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
(१) …………………………………….. सत्पुरुषाः इव। (वृक्षाः, काकाः)
उत्तर :
वृक्षाः सत्पुरुषाः इव।
(२) …………………………………….. परमो धर्मः। (हिंसा, अहिंसा)
उत्तर :
अहिंसा परमो धर्मः।
(३) …………………………………….. एव जयते। ( सत्यम्, असत्यम् )
उत्तर :
सत्यम् एव जयते।
(४) विद्या …………………………………….. शोभते। (विनयेन, धनेन)
उत्तर :
विद्या विनयेन शोभते।
( ५ ) नास्ति …………………………………….. समः बन्धुः। ( उद्यम, धन)
उत्तर :
नास्ति उद्यमेन समः बन्धुः।
सूक्तयः પ્રવૃત્તિ:
- તમારા વિસ્તારમાં ઉજવાતા ઉત્સવો, તહેવારોની યાદી તૈયાર કરો.
- વિવિધ સૂક્તિઓનો સંગ્રહ તૈયાર કરો.
- પસંદ કરેલી સૂક્તિઓ શાળામાં વિવિધ જગ્યાએ લખો.
Sanskrit Digest Std 6 GSEB सूक्तयः Important Questions and Answers
सूक्तयः વિશેષ પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો:
પ્રશ્ન 1.
केन समः बन्धुः नास्ति?
उत्तर :
उद्यमेन समः बन्धुः नास्ति।
પ્રશ્ન 2.
वृक्षाः कीदृशाः सन्ति?
उत्तर :
वृक्षाः सत्पुरुषाः इव सन्ति।
પ્રશ્ન 3.
का देवः मन्यते?
उत्तर :
माता देवः मन्यते।
પ્રશ્ન 4.
कः परमः धर्मः अस्ति?
उत्तर :
अहिंसा परमः धर्मः अस्ति।
પ્રશ્ન 5.
विद्या केन शोभते?
उत्तर :
विद्या विनयेन शोभते।
પ્રશ્ન 6.
जनाः कीदृशाः सन्ति?
उत्तर :
जनाः उत्सवप्रियाः सन्ति।
2. નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો:
પ્રશ્ન 1.
‘नास्ति उद्यमसमः बन्धुः।’ – આ સૂક્તિ શાનું મહત્ત્વ દર્શાવે છે?
उत्तर :
‘नास्ति उद्यमसमः बन्धुः।’ – આ સૂક્તિ મહેનત એટલે કે શ્રમનું મહત્ત્વ દર્શાવે છે.
પ્રશ્ન 2.
वृक्षाः सत्पुरुषाः इव।’ – આ સૂક્તિમાં વૃક્ષોને શાની ઉપમા આપી છે?
उत्तर :
‘वृक्षाः सत्पुरुषाः इव।’ – આ સૂક્તિમાં વૃક્ષોને સંતપુરુષોની (સજ્જનોની) ઉપમા આપી છે.
પ્રશ્ન 3.
शीलं सर्वत्र वै धनम्।’ – આ સૂક્તિમાં કઈ વસ્તુને સાચું ધન કહ્યું છે?
उत्तर :
‘शीलं सर्वत्र वै धनम्।’ – આ સૂક્તિમાં ચારિત્ર્યને સાચું ધન કહ્યું છે.
પ્રશ્ન 4.
ભારત દેશનો મુદ્રાલેખ શો છે?
ઉત્તરઃ
“સત્યમેવ જયતો’ સત્યનો જ જય થાય છે. એ ભારતદેશનો મુદ્રાલેખ છે.
3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
‘नास्ति उ द्य मसम: बनधु:।’ એટલે શું?
A. ઉદ્યમ જેવો કોઈ મનુષ્ય નથી.
B. ઉદ્યમ જેવો કોઈ મિત્ર નથી.
C. ઉદ્યમ જ સૌથી મોટો સગો છે.
D. ઉદ્યમ મોટો બંધુ નથી.
ઉત્તર :
C. ઉદ્યમ જ સૌથી મોટો સગો છે.
પ્રશ્ન 2.
‘शील सर्वत्र वै धनम।’ એટલે શું?
A. શીલ બધે ધનથી ખરીદાય છે.
B. શીલ એ જ ગરીબોનું ધન છે.
C. ઊંચું ચરિત્ર ધન વગર પ્રાપ્ત થતું નથી.
D. ચારિત્ર્ય બધે જ સંપત્તિ છે.
ઉત્તર :
D. ચારિત્ર્ય બધે જ સંપત્તિ છે.
પ્રશ્ન 3.
‘सत्यमेव जयते’ એટલે શું?
A. સત્યની જ જીત થાય છે.
B. સત્ય જેવો વિજય હોય છે.
C. સત્યથી જિતાય છે.
D. સચ્ચાઈ જ જીતની ચાવી છે.
ઉત્તર :
A. સત્યની જ જીત થાય છે.
પ્રશ્ન 4.
‘विद्या विनयेन शोभते।’ એટલે શું?
A. વિદ્યાથી વિનય શોભે છે.
B. વિનય અને વિદ્યા બંને શોભે છે.
C. વિનય (શિસ્ત) વડે વિદ્યા શોભે છે.
D. વિનય વિનાનો માણસ સારો લાગતો નથી.
ઉત્તર :
C. વિનય (શિસ્ત) વડે વિદ્યા શોભે છે.
પ્રશ્ન 5.
वृक्षाः ………………………………………… इव।
A. कृष्णः
B. सत्पुरुषाः
C. पिक:
D. बकः
ઉત્તર :
B. सत्पुरुषाः
પ્રશ્ન 6.
अहिंसा ………………………………………… धर्मः अस्ति।
A. सत्यम्
B. परमः
C. सर्वत्र
D. मोक्षः
ઉત્તર :
B. परमः
પ્રશ્ન 7.
………………………………………… एव जयते।
A. असत्यम्
B. सत्यम्
C. सत्येन
D. सत्यात्
ઉત્તર :
B. सत्यम्
પ્રશ્ન 8.
विद्या ………………………………………… शोभते।
A. धनेन
B. धर्मेण
C. विनयेन
D. शीलेन
ઉત્તર :
C. विनयेन
પ્રશ્ન 9.
मातदेवो …………………………………………।
A. भव
B. भवतु
C. भवतम्
D. भवत
ઉત્તર :
A. भव
4. નીચેના વિધાનોમાંથી સાચાં વિધાનો સામે ✓ ની અને ખોટાં વિધાનો સામે ✗ ની નિશાની કરોઃ
- नास्ति उद्यमसमः बन्धुः।
- वृक्षाः असत्पुरुषाः इव।
- भ्रातृदेवो भव।
- વિદ્યા વિનયથી શોભે છે.
- ઉદ્યમ અથવા મહેનત સૌથી મોટો શત્રુ છે.
- हिंसा परमो धर्मः।
- जनाः खलु उत्सवप्रियाः सन्ति।
ઉત્તર :
- नास्ति उद्यमसमः बन्धुः। [ ✓ ]
- वृक्षाः असत्पुरुषाः इव। [ ✗ ]
- भ्रातृदेवो भव। [ ✗ ]
- વિદ્યા વિનયથી શોભે છે. [ ✓ ]
- ઉદ્યમ અથવા મહેનત સૌથી મોટો શત્રુ છે. [ ✗ ]
- हिंसा परमो धर्मः। [ ✗ ]
- जनाः खलु उत्सवप्रियाः सन्ति। [ ✓ ]
5. નીચેના ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો:
- પરિશ્રમ –
- ભાઈ –
- ચારિત્ર્ય –
- જય પામે છે. –
- શ્રેષ્ઠ/ઉત્તમ –
- ખરેખર –
ઉત્તર :
- પરિશ્રમ – उद्यमः, श्रमः
- ભાઈ – बन्धुः, भ्राता
- ચારિત્ર્ય – शीलम्
- જય પામે છે. – जयते
- શ્રેષ્ઠ/ઉત્તમ – परमः
- ખરેખર – खलु
6. નીચે આપેલાં વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરોઃ
- વૃક્ષો સપુરુષો જેવાં હોય છે.
- તું માતાને દેવ માનજે.
- સત્યનો જ જય થાય છે.
- અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે.
- વિદ્યા વિનયથી શોભે છે.
- લોકો ખરેખર ઉત્સવપ્રેમી હોય છે.
उत्तर :
- वृक्षाः सत्पुरुषाः इव।
- मातृदेवो भव।
- सत्यमेव जयते।
- अहिंसा परमो (परमः) धर्मः।
- विद्या विनयेन शोभते।
- उत्सवप्रियाः खलु जनाः।
7. નીચેની સૂક્તિઓનો ગુજરાતીમાં અનુવાદ કરી, સુંદર અક્ષરે તમારી નોંધપોથીમાં લખો:
પ્રશ્ન 1.
आचारः परमो धर्मः।
ઉત્તર :
આચાર શ્રેષ્ઠ ધર્મ છે.
પ્રશ્ન 2.
शीलं परं भूषणम्।
ઉત્તરઃ
ચારિત્ર્ય શ્રેષ્ઠ આભૂષણ છે.
પ્રશ્ન 3.
विद्याविहीनः पशुः।
उत्तर :
વિદ્યા વગરનો (માણસ) પશુ છે.
પ્રશ્ન 4.
अति सर्वत्र वर्जयेत्।
ઉત્તરઃ
અતિનો બધે ત્યાગ કરવો.
પ્રશ્ન 5.
श्वःकार्यम् अद्य कुर्वीत। (श्वःकार्यम् – આવતી કાલે કરવાનું કામ))
ઉત્તર :
આવતી કાલનું કામ આજે કરવું.
પ્રશ્ન 6.
यादृशं वपते बीजं तादृशं लभते फलम्।
उत्तर :
(માણસ) જેવું બીજ વાવે છે તેવું ફળ મેળવે છે.
પ્રશ્ન 7.
जनसेवा परो धर्मः।
उत्तर :
જનસેવા ઉત્તમ ધર્મ છે.
પ્રશ્ન 8.
सङ्घ शक्तिः कलौ युगे। (कलौ युगे – કલિયુગમાં)
ઉત્તર :
કલિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે.
પ્રશ્ન 9.
संहतिः कार्यसाधिका।
ઉત્તર :
સંગઠન કાર્ય સાધનારું હોય છે.
પ્રશ્ન 10.
स्वाध्यायात् मा प्रमदितव्यम्।
ઉત્તરઃ
સ્વાધ્યાય કરવામાં આળસ કરવી નહીં.
सूक्तयः Summary in Gujarati
આ પાઠમાં સંસ્કૃત સાહિત્યનાં ઉત્તમ સુભાષિતોમાંથી રત્નકણિકાઓ જેવી આઠ સૂક્તિઓ આપવામાં આવી છે. આ સૂક્તિઓ જીવનવ્યવહાર અને નીતિનું જ્ઞાન આપતાં સુંદર સૂત્રો જેવી છે. આ સુવચનો જીવનમાં ઉતારવાથી વ્યક્તિત્વનું ઉત્તમ ઘડતર થાય છે.
1. નાતિ કદમ: વન્યુ
અનુવાદઃ ઉદ્યમ કે મહેનત જેવો કોઈ સગો નથી.
ભાવાર્થઃ ઉદ્યમ માણસનો સાચો સગો કે વિશ્વાસપાત્ર મિત્ર છે. ઉદ્યમ કે જાતમહેનતથી વ્યક્તિ પોતાનાં બધાં કામો પાર પાડી શકે છે. સગાં કે મિત્રોને વ્યક્તિ પાસેથી કોઈ ને કોઈ અપેક્ષા હોય છે. પરંતુ ઉદ્યમને કોઈ અપેક્ષા હોતી નથી. આમ, અહીં ઉદ્યમનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે.
આપત્તિનાં સમયે ચિંતા કર્યા વિના ઉદ્યમ કરવાથી આપત્તિને દૂર કરી શકાય છે.
2. વૃક્ષઃ સત્યુષા: રૂવા
અનુવાદઃ વૃક્ષો પુરુષો જેવાં હોય છે.
ભાવાર્થ : અહીં વૃક્ષોને સન્દુરુષોની સાથે સરખાવ્યાં છે. વૃક્ષો પોતે તડકામાં ઊભાં રહીને બીજા ઉપર છાંયડો કરે છે, તેનાં ફળો પણ બીજા માટે હોય છે. આમ, વૃક્ષો સન્દુરુષો જેવાં હોય છે. વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે. પોતે અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાનાં ફળ આપે છે.
પરોપકારી મનુષ્યો પણ એવા જ હોય છે. જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન વ્યર્થ છે. જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ જ પોતાનું જીવન સાર્થક કરે છે.
3. શીનં સર્વત્ર વૈ
અનુવાદઃ શીલ કે ઊંચું ચારિત્ર્ય ખરેખર બધે જ ધનરૂપ છે.
ભાવાર્થઃ અહીં શીલ એટલે કે ચારિત્ર્યને જ સાચું ધન ગયું છે. વિદેશોમાં વિદ્યા ધન છે, સંકટોમાં બુદ્ધિ એ જ ધન છે, પરલોકમાં ધર્મ ધન છે; પરંતુ ચારિત્ર્ય બધે જ ધન છે. જીવનમાં ચારિત્ર્યને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ. સંસ્કારી અને સદ્ગણી વ્યક્તિ બધે જ આદર પામે છે.
4. મા ભવા
અનુવાદઃ તું માતાને દેવ માનજે.
ભાવાર્થઃ (સૈતિરીયોપનિષમાં ગુરુ શિષ્યોને દીક્ષાંત પ્રવચનમાં આ વાક્ય કહે છે.) “જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’ – આ ઉક્તિ માતાનું ગૌરવગાન કરે છે. માતા પોતાનાં પુત્રપુત્રીને સુસંસ્કારોનાં અમૃત પાઈને પ્રગતિના શિખરે પહોંચાડે છે. આથી માતા દેવતુલ્ય છે; તેનું માન-સન્માન અને પૂજન થવું જોઈએ.
5. સત્યમેવ જયતે
અનુવાદઃ સત્ય જ વિજય પામે છે.
ભાવાર્થ : [આ વાક્ય મુંડેશ્નોપનિષદ્ગો એક અંશ અને ભારત સરકારના (સત્યમેવ ગયે) મુદ્રાલેખ રૂપે પ્રસિદ્ધ છે.] સત્યને માર્ગે ચાલનારને અનેક મુસીબતોનો મુકાબલો કરવો પડે છે પણ છેવટે તેની જ જીત થાય છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર પર અનેક આફતો આવી હતી, પણ તેઓ એ બધાને પાર કરી ગયા હતા. આથી હરિશ્ચંદ્રનું નામ અમર થઈ ગયું છે.
6. હિંસા પરમો થા.
અનુવાદઃ અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે.
ભાવાર્થ: જગતના બધા ધર્મોએ હિંસાનો ત્યાગ કરવાનું કહ્યું છે. અહિંસાને જીવનમાં સ્થાન આપવાનો ઉપદેશ કર્યો છે. મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, કીટપતંગો અને વનસ્પતિ સુદ્ધાં અહિંસાને આવકારે છે. આ રીતે પોતાના જીવનને સુખશાંતિમય બનાવે છે.
7. વિદ્યા વિના મા
અનુવાદઃ વિદ્યા વિનય વડે શોભે છે.
ભાવાર્થ : જીવનમાં વિનય કે શિસ્ત ન હોય તો વિદ્યાનો કશો અર્થ નથી. માણસ ગમે તેટલો ભણ્યો હોય પણ જો તેનામાં વિનય ન હોય તો તેનું ભણતર નકામું છે. વિનય કે શિસ્ત ઉચ્ચ જીવન માટે આવશ્યક છે.
8. સત્સ વપ્રિયા: વહુ નાના:
અનુવાદઃ લોકો ખરેખર ઉત્સવપ્રેમી હોય છે.
ભાવાર્થ : છે માનવજીવનની ઘટમાળ એવી, દુઃખપ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.’ આ પ્રસિદ્ધ કાવ્યપંક્તિમાં જણાવ્યું છે કે મનુષ્યજીવનમાં દુઃખ વિશેષ પ્રમાણમાં અને સુખ બહુ જ અલ્પ માત્રામાં છે. આથી મનુષ્યો સુખ માટે, આનંદ ઝંખતા હોય છે.
આથી જ તે વિવિધ ઉત્સવો, પર્વો, તહેવારો વગેરે ઊજવીને જીવનને આનંદમય બનાવવાના પ્રયત્નો કરે છે. પ્રાચીન સમયથી જ ભારતના લોકો ઉત્સવપ્રિય રહ્યાં છે. મહાકવિ કાલિદાસનાં આ પ્રસિદ્ધ વાક્ય પરથી મનુષ્યોના ઉત્સવપ્રિય સ્વભાવનું સૂચન થાય છે.