Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી Ex 5.4 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી Ex 5.4
પ્રશ્ન 1.
કાટખૂણા અને સરળકોણનું માપ કેટલું છે?
જવાબ:
(a) કાટખૂણાનું માપ 90° છે.
(b) સરળકોણનું માપ 180° છે.
પ્રશ્ન 2.
ખરાં છે કે ખોટાં તે કહોઃ
(a) લઘુકોણનું માપ 90° કરતાં નાનું છે.
(b) ગુરુકોણનું માપ 90° કરતાં નાનું છે.
(c) સરળકોણનું માપ 180° કરતાં વધુ છે.
(d) એક આખા પરિભ્રમણનું માપ 360° છે.
(e) જો m∠A = 50° અને m∠B = 35° હોય, તો m∠A > m∠B
જવાબઃ
(a) ખરું
(b) ખોટું
(c) ખોટું
(d) ખરું
(e) ખરું
પ્રશ્ન 3.
નીચેના ખૂણાઓનાં માપ લખોઃ
(a) લઘુકોણ
(b) ગુરુકોણ
(દરેકનાં ઓછામાં ઓછા બે ઉદાહરણ આપો.)
જવાબ:
(a) લઘુકોણ : m∠A = 40°, m∠P = 42°, m∠X = 82°, m∠Y = 58°
(b) ગુરુકોણઃ m∠Z = 95°, m∠B = 105°, m∠R = 155°, m∠C = 170°
પ્રશ્ન 4.
કાટખૂણિયાની મદદથી નીચેના ખૂણા માપી તેમનાં માપ લખોઃ
જવાબઃ
(a) 45°
(b) 125°
(c) 90°
(d) ∠1 = 609, ∠2 = 125°, ∠3 = 90°
પ્રશ્ન 5.
કયો ખૂણો મોટો હશે. પહેલાં અનુમાન કરો અને પછી મારોઃ
ખૂણા Aનું માપ = ……….
ખૂણા નું માપ = ………
જવાબઃ
બંને ખૂણાઓનાં માપનું અનુમાન કરતાં ∠Aના માપ કરતાં ∠Bનું માપ વધુ હોય તેવું લાગે છે. હવે, આપેલા બે ખૂણાઓમાં ક્યો ખૂણો મોટા માપનો છે, તે શોધવા કોણમાપકનો ઉપયોગ કરીશું.
કોણમાપકથી માપતાં ∠A = 40° અને ∠B = 65° છે.
∴ m∠B > m∠A
પ્રશ્ન 6.
આપેલા બે ખૂણામાંથી કયા ખૂણાનું માપ વધુ હશે? અનુમાન કરો પછી તેનું માપન કરો:
જવાબઃ
આપેલ બંને ખૂણાઓને જોતાં જણાય છે કે ∠Bનું માપ ∠Aના માપ કરતાં મોટું જણાય છે.
હવે, કોણમાપકથી બંને ખૂણાઓનાં માપ શોધીએ. કોણમાપકથી માપતાં m∠A = 45° અને m∠B = 60° છે.
∴ m∠B > m∠A
પ્રશ્ન 7.
નીચેની ખાલી જગ્યાઓ લઘુકોણ, ગુરુકોણ, કાટખૂણા અને સરળકોણનો ઉપયોગ કરી પૂરોઃ
(a) એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં ઓછું છે. ………….
જવાબઃ
લઘુકોણ
(b) એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં વધુ છે. …………..
જવાબઃ
ગુરુકોણ
(c) એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાનાં માપના સરવાળા જેટલું છે. …….
જવાબઃ
સરળકોણ
(d) બે ખૂણાઓનાં માપનો સરવાળો કાટખૂણા જેટલો છે, તો તેમાંનો દરેક ……… છે.
જવાબઃ
લઘુકોણ
(e) બે ખૂણાનાં માપનો સરવાળો સરળકોણ જેટલો છે અને તેમાંનો એક લઘુકોણ છે, તો બીજો ખૂણો ……….. છે.
જવાબઃ
ગુરુકોણ
પ્રશ્ન 8.
દરેક આકૃતિમાં દર્શાવેલ ખૂણાનાં માપ લખો. (પહેલાં તમારી આંખો વડે જોઈ અનુમાન કરો અને પછી કાટખૂણિયાની મદદથી સાચાં માપ શોધી કાઢો.)
જવાબઃ
આંખથી ખૂણાઓનાં આશરે માપ નીચે પ્રમાણે જણાય છેઃ
(a) 45°
(b) 120°
(c) 60°
(d) 130°
હવે, કોણમાપકથી ખૂણાઓનાં માપ શોધતાં નીચે પ્રમાણે મળે છે :
(a) 40°
(b) 180°
(c) 65°
(d) 135°
પ્રશ્ન 9.
દરેક આકૃતિમાં ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધોઃ
જવાબ:
(a) ઘડિયાળમાં 9થી 12 વચ્ચેના ભાગ = 3
ઘડિયાળમાં આવા કુલ 12 ભાગ હોય છે.
∴ 12 ભાગ = 360°
∴ 1 ભાગ = \(\frac{360^{\circ}}{12}\) = 30°
∴ 3 ભાગ = 3 × 30° = 90°
ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો 90° છે.
(b) ઘડિયાળમાં 12થી 1 વચ્ચેનો ભાગ = 1
∴ 1 ભાગ = 30°
ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો 30° છે.
(c) ઘડિયાળમાં 12થી 6 વચ્ચેના ભાગ = 6
∴ 6 ભાગ = 6 × 30° = 180°
ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો 180° છે.
પ્રશ્ન 10.
તપાસો:
આપેલ આકૃતિમાં ખૂણાનું માપ 30° છે. બહિર્ગોળ લેન્સ (બિલોરી કાચ) વડે આ આકૃતિ જુઓ. શું ખૂણો મોટો લાગે છે? શું ખૂણાનું માપ બદલાય છે?
જવાબ:
જવાબ:
ના, બહિર્ગોળ લેન્સથી જોતાં ખૂણાનું માપ મોટું થતું નથી. વળી, ખૂણાનો આકાર પણ બદલાતો નથી. બહિર્ગોળ લેન્સથી જોતાં માત્ર ખૂણાનું ચિત્ર જ મોટું જણાય.
પ્રશ્ન 11.
દરેક ખૂણો માપો અને વર્ગીકરણ કરો:
જવાબઃ
કોણમાપકથી ખૂણાઓ માપતાં તેમનાં માપ નીચે પ્રમાણે છે. આ માપ મુજબ તેમનું વર્ગીકરણ પણ નીચે દર્શાવેલ છે :