Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 20 પ્રચલન અને હલનચલન Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 20 પ્રચલન અને હલનચલન
GSEB Class 11 Biology પ્રચલન અને હલનચલન Text Book Questions and Answers
પ્રશ્ન 1.
કંકાલ સ્નાયુના એક સ્નાયુતંતુકખંડની જુદા જુદા ભાગો દર્શાવતી આકૃતિ દોરો.
ઉત્તર:
પ્રશ્ન 2.
સ્નાયુસંકોચનનો સરકતા તંતુક સિદ્ધાંત વ્યાખ્યાયિત કરો.
ઉત્તર:
એક્ટિન તંતુકો, માયોસિન તંતુકો પર ઝડપથી વારંવાર ક્રમિક રીતે, 40 – 50/મિનિટ સરકે છે, જેના કારણે સંકોચન જોવા મળે છે.
પ્રશ્ન 3.
સ્નાયુસંકોચનના મહત્ત્વના તબક્કાઓ વર્ણવો.
ઉત્તર:
- સ્નાયુસકોચનની ક્રિયાવિધિ સરકતા તંતુવાદ (Sliding filament theory) દ્વારા સમજાવી શકાય છે, તે મુજબ, સ્નાયુતંતુનું સંકોચન પાતળા તંતુ કોનું જાડા તંતુ કો ઉપર સરકવાના કારણે થાય છે.
- સનાયુસંકોચનની શરૂઆત મધ્યસ્થ ચેતાતંત્રના પ્રેરક ચેતાકોષ દ્વારા મોકલવામાં આવતા સંદેશાઓ દ્વારા થાય છે.
- સ્નાયુતંતુના ચેતાતંતું પડ વચ્ચેના જોડાણને ચેતા સ્નાયુ સંધાન (Neure muscular junction) કહે છે. ચેતા સંદેશાઓ જ્યારે આ જોડાણા સ્થાને પહોંચે, ત્યારે એસિટાઇલ કોલાઇન, ચેતા પ્રેષક મુક્ત થાય છે, જે સ્નાયુતંતુપડમાં લાવીજ સ્થિતિમાનનું નિમન્નિ કરે છે, જે સ્નાયુતંતુ દ્વારા પ્રસરે છે તેને લીધે સ્નાયુરસમાં Ca++આયનો મુક્ત થાય છે.
- Ca++ના સ્તરમાં થતો વધારો, એક્ટિન તંતુઓના ઉપરના ટ્રોપોનીનના ઉપ-એકમ સાથેના જોડાણું તરફ દોરી જય છે અને તેને લીધે માયોસિનના સક્રિય સ્થાનેથી ઢાંકણને દૂર કરે છે.
- ATPના જળવિભાજન દ્વારા પ્રાપ્ત શક્તિનો ઉપયોગ કરી માયોસિન તંતુકના શીર્ષ એક્ટિનના ખુલ્લા સક્રિય સ્થાનો સાથે સંતુનિર્માણ માટે જોડાય છે.
- આ બંધ્યી ને ડાયેલા એક્ટિન તંતુઓ A-બિંબના કેન્દ્ર તરફ ખસે છે, ખો એક્ટિને સાથે જોડાયેલ z-રેખા પણ અંદરની તરફ ખેંચાય છે, જેનાથી સ્નાયુતંતુક ખંડ ટૂંકો થાય છે, એટલે કે સંકોચન (Contraction) થાય છે.
- સ્નાયુના ટૂંકા થવાના સમયે, સંકોચન થતાં 1-બિબ ટૂંકો થાય છે, જયારે A-બિબ તેની લંબાઈ જાળવી રાખે છે.
- માયોસિન, ADP અને Pi મુક્ત કરે છે, જે વિશ્રામી સ્થિતિમાં પરત જાય છે. નવો ATP બને છે અને સેતુ નિર્માણ તૂટે છે.
- સંતુનિર્માણ અને તૂટવાનું ચક્ર પુનરાવર્તિત થયા કરે છે, જેના પરિણામે સરકવાનું આગળ ચાલે છે. પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે, જ્યાં સુધી
- Ca++ આયનો અંતઃસજાળમાં પાછા ના ફરે, તેના પરિણામે એક્ટિન તંતુકો ઢંકાય છે.
- આ ‘N’-રેખાઓ મૂળસ્થાને પરત ફરે ત્યારે શિથીલન થાય છે.
- વિવિધ સ્નાયુઓમાં આ પ્રક્રિયાઓનો સમય જુદો હોય છે.
- સ્નાયુઓની પુનરાવર્તિત સક્રિયતા ગ્લાયકોજનના અજારક વિઘટનને કારણે તેમને લેક્ટિક ઍસિડના ભરાવા તરફ દોરી જય છે, પરિણામે સ્નાયુ શ્રમિત થાય છે.
પ્રશ્ન 4.
સાચું કે ખોટું તે લખો. જો ખોટું હોય તો વિધાન બદલીને લખો.
(a) એક્ટિન પાતળા તંતુકોમાં હાજર હોય છે.
ઉત્તર:
સાચું વિધાન છે.
(b) રેખિત સ્નાયુતંતુનો Fવિસ્તાર એ જાડા અને પાતળા તંતુકો દર્શાવે છે.
ઉત્તર:
ખોટું વિધાન છે.
– રેખિત સ્નાયુતંતુનો H વિસ્તાર ફક્ત જાડા તંતુકો – માયોસિન દર્શાવે છે.
(c) માનવકંકાલમાં 206 અસ્થિઓ છે.
ઉત્તર:
સાચું વિધાન છે.
(d) મનુષ્યમાં 11 જોડ પાંસળીઓ છે.
ઉત્તર:
ખોટું વિધાન છે.
– મનુષ્યમાં 12 જોડ પાંસળીઓ છે.
(e) ઉરોસ્થિ શરીરના વક્ષ બાજુ આવેલ છે.
ઉત્તર:
સાચું વિધાન છે.
પ્રશ્ન 5.
તફાવત લખો :
(a) એક્ટિન અને માયોસિન :
એક્ટિન | માયોસિન |
એક્ટિન ધરાવતા બિંબ I – બિંબ તરીકે ઓળખાય છે. | માયોસિન ધરાવતા બિંબ A – બિંબ તરીકે ઓળખાય છે. |
આછા બિંબ કહે છે. | ઘેરા બિંબ કહે છે. |
પાતળા તંતુકો છે. | જાડા તંતુકો છે. |
(b) લાલ અને સફેદ સ્નાયુઓ :
લાલ સ્નાયુઓ | સફેદ સ્નાયુઓ |
સ્નાયુઓ લાલ રંગના ઑક્સિજનનો સંગ્રહ કરતા રંજકકણો ધરાવે છે, જેને માયોગ્લોબિન કહે છે. | સ્નાયુઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં માયોગ્લોબિન ધરાવે છે. |
જે સ્નાયુઓમાં માયોગ્લોબિનની વધુ હાજરી હોય, તે લાલાશ પડતા દેખાય છે, તેને લાલ સ્નાયુઓ કહે છે. | માયોગ્લોબિન ઓછા પ્રમાણમાં છે, તેથી ઝાંખા અથવા સફેદ દેખાય છે. |
સ્નાયુઓ ઘણાં કણાભસૂત્રો ધરાવે છે, જે ATPના ઉત્પાદન માટે તેમાં સંગ્રહાયેલ O2 ને વાપરે છે, તેથી તેને જારક સ્નાયુઓ કહે છે. | કણાભસૂત્રની સંખ્યા ઓછી હોય છે. સ્નાયુરસ વધુ હોય છે. શક્તિ માટે અજારક પ્રક્રિયા પર નિર્ભર છે. |
(c) સ્કંધમેખલા અને નિતંબમેખલા :
સ્કંધમેખલા | નિતંબમેખલા |
સ્કંધમેખલા ધડના અગ્ર ભાગે જોવા મળે છે. | નિતંબમેખલા ધડના પશ્વ ભાગે જોવા મળે છે. |
અક્ષીય કંકાલ સાથે અગ્ર ઉપાંગના અસ્થિઓને જોડે છે. | અક્ષીય કંકાલ સાથે પશ્વ ઉપાંગના અસ્થિઓને જોડે છે. |
સ્કંધમેખલાનો પ્રત્યેક અડધો ભાગ અક્ષક અને સ્કંધાસ્થિ ધરાવેછે. | નિતંબમેખલા બે શ્રોણી અસ્થિ ધરાવે છે. પ્રત્યેક શ્રોણી અસ્થિ નિતંબાસ્થિ, આસનાસ્થિ, પુરોનિતંબકાસ્થિના જોડાણથી બનેછે. |
સ્કંધ ઉલૂખલ, ભુજાસ્થિના શીર્ષ સાથે ખભાનો સાંધો બનાવવા જોડાય છે. | નિતંબ ઉલૂખલ ઉર્વસ્થિને પગનું-જાંઘનું અસ્થિ ચુસ્ત રીતે જોડેછે. |
પ્રશ્ન 6.
યોગ્ય જોડકાં જોડો.
કૉલમ – I | કૉલમ – II |
(a) લીસા (સરળ) સ્નાયુ | (i) માયોગ્લોબિન |
(b) ટ્રોપોમાયોસિન | (ii) પાતળાં તંતુકો |
(c) લાલ સ્નાયુ | (iii) સીવન |
(d) ખોપરી | (iv) અનૈચ્છિક |
ઉત્તર:
કૉલમ – I | કૉલમ – II |
(a) લીસા (સરળ) સ્નાયુ | (iv) અનૈચ્છિક |
(b) ટ્રોપોમાયોસિન | (ii) પાતળાં તંતુકો |
(c) લાલ સ્નાયુ | (i) માયોગ્લોબિન |
(d) ખોપરી | (iii) સીવન |
પ્રશ્ન 7.
માનવશરીરના કોષો દ્વારા દર્શાવાતા જુદા જુદા પ્રકારના હલનચલન કયા કયા છે ?
ઉત્તર:
માનવશરીરના કોષોમાં મુખ્ય ત્રણ પ્રકારના હલનચલન જોવા મળે છે. જેવા કે અમીબીય, પદ્મલ અને સ્નાયુલ.
- આપણા શરીરમાં આવેલા વિશિષ્ટ કોષો જેવા કે ભક્ષક કોષો (Macrophages) અને રૂધિરમાંના શ્વેતકણો અમીબીય હલનચલન દર્શાવે છે. કોષીય કંકાલના ઘટકો જેવા કે સૂક્ષ્મ તંતુઓ પણ અમીબીય હલનચલન દર્શાવે છે.
- પશ્નલ હલનચલન આપણા નલિકામય આંતરિક અંગોમાં થાય છે, જે અંદરની સપાટી પર પહ્મલ અધિચ્છદથી આવરિત છે. શ્વાસનળીમાં આવેલા પશ્નો, શ્વસનમાં લેવાતી હવામાંથી રજકણો દૂર કરે છે. માદા પ્રજનનતંત્રમાં અંડવાહિની દ્વારા અંડકોષનું વહન થાય છે.
- આપણા ઉપાંગો, જીભ-જડબાં વગેરેનાં હલનચલન માટે સ્નાયુનું હલનચલન જરૂરી છે.
પ્રશ્ન 8.
તમે કંકાલસ્નાયુ અને હૃદસ્નાયુઓને કેવી રીતે ઓળખશો ?
ઉત્તર:
કંકાલસ્નાયુ અને હૃદસ્નાયુ બંને રેખિત સ્નાયુ છે. બંનેમાં ઘેરાં અને આછા બિંબ જોવા મળે છે.
- કંકાલસ્નાયુ નિયમિત, સમાંતર સમૂહમાં ગોઠવાયેલા હોય છે. હૃદસ્નાયુ શાખિત અને અધિબિંબ (Intercalated disc) થી જોડાયેલા હોય છે.
- રેખિત સ્નાયુનું સંકોચન-પ્રસરણ ટૂંકા ગાળાનું હોય છે. હૃદસ્નાયુ સંકોચન-પ્રસરણ તાલબદ્ધ નિયમિત હોય છે.
- રેખિત સ્નાયુ ઐચ્છિક ચેતાતંત્રના નિયંત્રણ હેઠળ છે. હૃદસ્નાયુ અનૈચ્છિક ચેતાતંત્રના નિયંત્રણ નીચે છે.
પ્રશ્ન 9.
નીચેનાઓમાં કયા પ્રકારનું જોડાણ આવેલું છે ?
(a) શિરોધર/એક્સીસ.
ઉત્તર:
મિજાગરા સાંધો.
(b) મણિબંધાસ્થિ/પશ્વમણિબંધાસ્થિ અંગુઠાનાં.
ઉત્તર:
સેડલ (saddle joint).
(c) અંગુલ્યાસ્થિઓ વચ્ચે.
ઉત્તર:
સરકતો સાંધો.
(d) ઉર્વસ્થિ અને નિતંબ ઉલૂખલ.
ઉત્તર:
કંદૂક અને ઉલૂખલ સાંધો.
(e) ખોપરી-મસ્તિષ્ક પેટીનાં અસ્થિ.
ઉત્તર:
તંતુમય સાંધો.
(f) નિતંબમેખલામાં નિતંબાસ્થિ.
ઉત્તર:
કાસ્થિમય સાંધો.
પ્રશ્ન 10.
ખાલી જગ્યા પૂરો :
(a) બધાં જ સસ્તનો (કેટલાક અપવાદ સિવાય) ……………………… ગ્રીવા કશેરૂકાઓ હોય છે.
(b) મનુષ્યના પ્રત્યેક ઉપાંગમાં અંગુલ્યાસ્થિઓની સંખ્યા … હોય છે.
(c) સ્નાયુતંતુના પાતળા તંતુઓ 2’F’ એક્ટિન અને બે બીજા પ્રોટીન ધરાવે છે, જેને ……………………… અને ………………… કહે છે.
(d) સ્નાયુતંતુમાં Ca++ નો સંગ્રહ ………………… માં થાય છે.
(e) ………………….. અને ………………….. જોડ પાંસળીઓની તરતી પાંસળીઓ કહે છે.
(f) મનુષ્યની મસ્તિષ્ક પેટી ………………………. અસ્થિની બનેલી છે.
ઉત્તર:
(a) 7
(b) 14
(c) ટ્રોપોમાયોસિન, ટ્રોપોનીન
(d) સ્નાયુ કોષરસીય જાળ
(e) 11 અને 12
(f) 8
GSEB Class 11 Biology પ્રચલન અને હલનચલન NCERT Exemplar Questions and Answers
બહુવિકલ્પી પ્રશ્નો (MCQ)
પ્રશ્ન 1.
નીચેનાને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ – I | કૉલમ – II |
(a) ઝડપી સ્નાયુતંતુક | (i) માયોગ્લોબિન |
(b) ધીમા સ્નાયુતંતુક | (ii) લેક્ટિક ઍસિડ |
(c) એક્ટિન તંતુકો | (iii) સંકોચનશીલ એકમ |
(d) સ્નાયુતંતુકખંડ | (iv) I-બિંબ |
વિકલ્પો :
(A) (a – i), (b – ii), (c – iv), (d – iii)
(B) (a – ii), (b – i), (c – iii), (d – iv)
(C) (a – ii), (b – i), (c – iv), (d – iii)
(D) (a – iii), (b – ii), (c – iv), (d – i)
ઉત્તર:
(C)
કૉલમ – I | કૉલમ – II |
(a) ઝડપી સ્નાયુતંતુક | (ii) લેક્ટિક ઍસિડ |
(b) ધીમા સ્નાયુતંતુક | (i) માયોગ્લોબિન |
(c) એક્ટિન તંતુકો | (iv) I-બિંબ |
(d) સ્નાયુતંતુકખંડ | (iii) સંકોચનશીલ એકમ |
પ્રશ્ન 2.
પાંસળીઓ …………………….. સાથે જોડાયેલી છે.
(A) સ્કંધાસ્થિ
(B) ઉરોસ્થિ
(C) અક્ષક
(D) આસના0િ
ઉત્તર:
(B) ઉરો0િ
પ્રશ્ન 3.
શિરોધર અને અક્ષક વચ્ચે કયા પ્રકારનો ચલિત સાંધો જોવા મળે છે?
(A) ઉખળી
(B) સેડલ
(C) મિજાગરા
(D) સરકતો
ઉત્તર:
(A) ઉખળી
પ્રશ્ન 4.
સ્નાયુઓમાં ATPase ………………….. માં આવેલો હોય છે.
(A) એક્ટિનીન
(B) ટ્રોપોનીન
(C) માયોસિન
(D) એક્ટિન
ઉત્તર:
(B) ટ્રોપોનીન
પ્રશ્ન 5.
……………………. ના કરોડસ્તંભમાં આંતરકશેરૂકા તક્તી જોવા મળે છે.
(A) પક્ષીઓ
(B) સરિસૃપ
(C) સસ્તનો
(D) ઉભયજીવીઓ
ઉત્તર:
(C) સસ્તનો
પ્રશ્ન 6.
નીચેનામાંથી ક્યાં સાચી ક્રમિક કશેરૂકાઓની શ્રેણી મનુષ્યનાં કરોડથંભમાં દર્શાવે છે ?
(A) ગ્રીવા – કટિ – ઉરસીય – ત્રિક – પુચ્છાસ્થિ
(B) ગ્રીવા – ઉરસીય – કટિ – પુચ્છાસ્થિ – ત્રિક
(C) ગ્રીવા – ત્રિક – ઉરસીય – કટિ – પુચ્છાસ્થિ
(D) ગ્રીવા – ઉરસીય – કટિ – ત્રિક – પુચ્છા0િ
ઉત્તર:
(D) ગ્રીવા – ઉરસીય – કટિ – ત્રિક – પુચ્છાસ્થિ
પ્રશ્ન 7.
નીચેનામાંથી કયો વિકલ્પ અસંગત છે ?
(A) મિજાગરા સાંધો – ભુજાસ્થિ અને સ્કંધમેખલા
(B) ઉખળી સાંધો – શિરોધર, અક્ષક અને કપાલી કંદૂક વચ્ચે
(C) સરકતો સાંધો – મણિબંધાસ્થિ વચ્ચે
(D) સેડલ સાંધો – અંગુઠાના મણિબંધાસ્થિ અને પશ્વ મણિબંધાસ્થિ વચ્ચે
ઉત્તર:
(A) મિજાગરા સાંધો – ભુજાસ્થિ અને સ્કંધમેખલા
પ્રશ્ન 8.
ઘૂંટીનો સાંધો અને કોણીનો સાંધો ………………………….. ના ઉદાહરણ છે.
(A) સેડલ સાંધો
(B) કંદૂક અને ઉલૂખલ સાંધો
(C) ઉખળી સાંધો
(D) મિજાગરા સાંધો
ઉત્તર:
(D) મિજાગરા સાંધો
પ્રશ્ન 9.
ભક્ષક કોષો અને શ્વેતકણો ………………………. પ્રકારનું હલનચલન દર્શાવે છે.
(A) પલ્મીય હલનચલન
(B) કશાની હલનચલન
(C) અમીબોઇડ હલનચલન
(D) સરકતો હલનચલન
ઉત્તર:
(C) અમીબોઇડ હલનચલન
પ્રશ્ન 10.
નીચેનામાંથી કયો. અસ્થિને લગતો રોગ નથી ?
(A) આર્થરાઇટીસ
(B) ઓસ્ટીઓપોરોસીસ
(C) રીકેટ્સ
(D) એથેરોસ્કલેરોસીસ
ઉત્તર:
(D) એથેરોસ્કેલેરોસીસ
પ્રશ્ન 11.
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?
(A) હૃદસ્નાયુઓ રેખિત અને અનૈચ્છિક છે.
(B) હાથ અને પગનાં સ્નાયુઓ રેખિત અને ઐચ્છિક છે.
(C) આંત્રમાર્ગની અંદરની દીવાલમાં આવેલા સ્નાયુઓ રેખિત અને અનૈચ્છિક છે.
(D) પ્રજનન માર્ગમાં આવેલા સ્નાયુઓ અરેખિત અને અનૈચ્છિક છે.
ઉત્તર:
(C) આંત્રમાર્ગની અંદરની દીવાલમાં આવેલા સ્નાયુઓ રેખિત અને અનૈચ્છિક છે.
પ્રશ્ન 12.
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ?
(A) ભુજાસ્થિનું શીર્ષ સ્કંધમેખલાનાં નિતંબ ઉલૂખલ સાથે જોડાણ સાધે છે.
(B) ભુજાસ્થિનું શીર્ષ સ્કંધમેખલાનાં સ્કંધ ઉલૂખલ સાથે જોડાણ સાધે છે.
(C) ભુજાસ્થિનું શીર્ષ નિતંબમેખલાની નિતંબ ઉલૂખલ સાથે જોડાણ પામે છે.
(D) ભુજાસ્થિનું શીર્ષ નિતંબમેખલાનાં સ્કંધ ઉલૂખલ સાથે જોડાણ પામે છે.
ઉત્તર:
(B) ભુજાસ્થિનું શીર્ષ સ્કંધમેખલામાં સ્કંધ ઉલૂખલ સાથે જોડાણ સાધે છે.
પ્રશ્ન 13.
લાક્ષણિક રેખાઓ અને અનૈચ્છિક સ્નાયુઓ.
(A) આંત્રમાર્ગના સ્નાયુઓ
(B) હૃદસ્નાયુઓ
(C) પ્રચલનને મદદ કરતા સ્નાયુઓ
(D) આંખના પોપચાનાં સ્નાયુઓ
ઉત્તર:
(B) હૃદસ્નાયુઓ
પ્રશ્ન 14.
નીચેનાની યોગ્ય જોડ ગોઠવો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ – I | કૉલમ – II |
(a) ઉરોસ્થિ | (i) સાયનોવિયલ પ્રવાહી |
(b) સ્કંધ ઉલૂખલ | (ii) કશેરૂકા |
(c) મુક્ત ચલિત સાંધા | (iii) સ્કંધમેખલા |
(d) કાસ્થિજાત સાંધા | (iv) ચપટાં અસ્થિ |
વિકલ્પો :
(A) (a – ii), (b – i), (c – iii), (d – iv)
(B) (a – iv), (b – iii), (c – i), (d – ii)
(C) (a – ii), (b – i), (c – iv), (d – iii)
(D) (a – iv), (b – i), (c – ii), (d – iii)
ઉત્તર:
(B)
કૉલમ – I | કૉલમ – II |
(a) ઉરોસ્થિ | (iv) ચપટાં અસ્થિ |
(b) સ્કંધ ઉલૂખલ | (iii) સ્કંધમેખલા |
(c) મુક્ત ચલિત સાંધા | (i) સાયનોવિયલ પ્રવાહી |
(d) કાસ્થિજાત સાંધા | (ii) કશેરૂકા |
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
મનુષ્યનાં શરીરમાં પેશીઓ/કોષોનાં નામ જણાવો, જે
(A) અમીબોઇડ હલનચલન,
(B) પશ્મીય હલનચલન દર્શાવે છે.
ઉત્તર:
(A) ભક્ષક કોષો અને શ્વેતકણો અમીબોઇડ હલનચલન દર્શાવે છે.
(B) આંત્રમાર્ગનાં પોલાણના અસ્તરના કોષો, અંડવાહિનીનાં કોષો પદ્મલ હલનચલન દર્શાવે છે.
પ્રશ્ન 2.
પ્રચલન ……………. અને ………………….. તંત્ર સાથેનું સ્નાયુઓનું યોગ્ય સહનિયમન દર્શાવે છે.
ઉત્તર:
કંકાલતંત્ર, ચેતાતંત્ર.
પ્રશ્ન 3.
સ્નાયુતંતુપડ, સ્નાયુરસ અને સ્નાયુરસીય જાળ આપણા શરીરનાં ચોક્કસ કોષનું નિદર્શન કરે છે. આ કોષ કયો છે અને કોષનાં કયા ભાગો માટે આ નામ નિદર્શિત થાય છે ?
ઉત્તર:
આ કોષ સ્નાયુકોષ છે. તેનું કોષરસપડ – સ્નાયુતંતુપડ, તેનો કોષરસ – સ્નાયુરસ અને તેમાં આવેલ ER નલિકાતંત્ર સ્નાયુરસીય જાળ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 4.
નીચે આપેલી આકૃતિમાં એક્ટિન તંતુકના જુદા જુદા ભાગોનું નામ નિર્દેશન કરો.
ઉત્તર:
પ્રશ્ન 5.
કાનમાં આવેલાં ત્રણ નાનાં અસ્થિઓને કર્ણાસ્થિઓ કહે છે. તેમને કર્ણના પટલથી શરૂ કરી યોગ્ય ક્રમમાં લખો.
ઉત્તર:
પેગડું, એરણ, હથોડી.
પ્રશ્ન 6.
અસ્થિના અને કાસ્થિના આધારક દ્રવ્ય (matrix)માં શું ફેર હોય છે?
ઉત્તર:
અસ્થિ અને કાસ્થિ વિશિષ્ટ સંયોજક પેશી છે. શરૂઆતમાં તેમાં કેલ્શિયમના ક્ષારો હોવાથી તેમાં ખૂબ સખત આધારક હોય છે અને પછીથી કોન્વોઇટિન ક્ષારો (કાસ્થિજન્ય) હોવાના કારણે સહેજ મૃદુ આધારક હોય છે.
પ્રશ્ન 7.
માયસ્પેનીયા ગ્રેવીસમાં કઈ પેશી અસરગ્રસ્ત બને છે ? તે થવાનું કારણ શું હોય છે ?
ઉત્તર:
આ સ્વ-રોગપ્રતિકારક રોગ છે, જે ચેતા સ્નાયુસંધાનને (Neuro – muscular – junction) અસર કરે છે, જેને લીધે થાક, નબળાઈ અને કંકાલસ્નાયુનો પક્ષાઘાત થાય છે.
પ્રશ્ન 8.
આપણાં હાડકાંના સાંધાઓ કર્કશ અવાજ અને દર્દ સિવાય કઈ રીતે કામ કરે છે ?
ઉત્તર:
સાંધાઓ શરીરના અસ્થિ ભાગો સહિતના દરેક પ્રકારના હલનચલન માટે આવશ્યક છે. સાંધાઓ, અસ્થિઓ અથવા અસ્થિ અને કાસ્થિ વચ્ચેનાં જોડાણ સ્થાન છે. સ્નાયુ દ્વારા ઉત્પન્ન થતા બળનો ઉપયોગ સાંધાઓ દ્વારા હલનચલન કરવા માટે થાય છે. અહીં સાંધાઓ ઉચ્ચાલનના આધારબિંદુ તરીકે કાર્ય કરે છે. આ કારણથી કર્કશ અવાજ કે દર્દ સિવાય પ્રચલન-હલનચલન થઈ શકે છે.
પ્રશ્ન 9.
મનુષ્યના શરીરમાં કંદૂક અને ઉલૂખલ પ્રકારના સાંધાઓનું સ્થાન જણાવો.
ઉત્તર:
- ભુજાસ્થિ અને સ્કંધમેખલા,
- ઉર્વસ્થિ અને નિતંબમેખલા.
પ્રશ્ન 10.
આપણાં હાથમાં ત્રણ જુદાં જુદાં પ્રકારનાં અસ્થિઓ જોવા મળે છે.
મંતવ્ય જણાવો.
ઉત્તર:
હાથનાં ત્રણ ભાગ બાહુ, અગ્ર બાહુ અને હસ્ત. હસ્તનાં ભાગમાં કાંડુ, હથેળી અને આંગળીઓ જોવા મળે છે.
– બાહુનું અસ્થિ – ભુજાસ્થિ, અગ્ર બાહુનું – અરિય પ્રકોઠાસ્થિ અને
હસ્તનાં ભાગમાં – મણિબંધાસ્થિ જેવા ત્રણ જુદાં જુદાં પ્રકારો છે.
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
પાંસળીનાં સંદર્ભમાં નીચેનાનું વર્ણન કરો.
(A) બાયસીફેલીક પાંસળીઓ (દ્વિશિરસ્થિ)
(B) સાચી પાંસળીઓ
(C) તરતી પાંસળીઓ
ઉત્તર:
(A) દ્વિશિરસ્થિ પાંસળીઓ : પાંસળીઓ પૃષ્ઠ બાજુએથી કરોડસ્તંભ અને વક્ષ બાજુએથી ઉરો0િ સાથે જોડાયેલી હોય છે. તેના પૃષ્ઠ છેડે બે જોડાણસ્થાનો હોય છે, માટે તેને દ્વિશિરસ્થિ કહે છે.
(B) સાચી પાંસળીઓ : પ્રથમ સાત જોડી પાંસળીઓને સાચી પાંસળીઓ કહે છે, તે પૃષ્ઠ બાજુ ઉરસીય કશેરૂકા અને વક્ષ બાજુ ઉરોસ્થિ સાથે જોડાણ ધરાવે છે.
(C) તરતી પાંસળીઓઃ પાંસળીઓની છેલ્લી બે જોડીઓ (11, 12). વક્ષ બાજુ જોડાણ ધરાવતી નથી, તેથી તેમને તરતી પાંસળીઓ કહેછે.
પ્રશ્ન 2.
વૃદ્ધ અવસ્થામાં માણસો કઠણ અને સોજાવાળા સાંધાઓથી પીડિત હોય છે. આ સ્થિતિને શું કહે છે ? આ લક્ષણો માટેનું કારણ શું હોઈ શકે ?
ઉત્તર:
ઉંમર વધવા સાથે થતો રોગ અસ્થિ સુષિરતા છે. તેમાં અસ્થિદ્રવ્ય ઘટતું જાય છે અને અસ્થિભંગની (Fracture)ની શક્યતાઓ વધે છે. ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ આનું મુખ્ય કારણ છે.
પ્રશ્ન 3.
Ca++ની આપ-લે અસ્થિ અને બાહ્ય કોષીય પ્રવાહી વચ્ચે કેટલાંક અંતઃસ્ત્રાવોની અસર હેઠળ થાય છે.
(A) જો બાહ્ય કોષીય પ્રવાહીમાં Ca++ વધુ હોય તો શું થઈ શકે ?
(B) જો બાહ્ય કોષીય પ્રવાહીમાં Ca++નું ખૂબ ઓછું પ્રમાણ હોય તો શું થઈ શકે છે ?
ઉત્તર:
(A) શરીરમાં Ca++ના ઓછા પ્રમાણના કારણે ટીટેની (Tetany) રોગ થાય છે. આપોઆપ ઝડપી સ્નાયુઓનું સંકોચન થાય છે.
(B) વધારે પ્રમાણમાં Ca++નું પ્રમાણ વધવાથી હાડકાં બરડ બને છે, ફ્રેક્સર થવાની સંભાવના જોવા મળે છે.
પ્રશ્ન 4.
બે અંતઃસ્ત્રાવોના નામ આપો, જે Ca++ સ્તરની વધઘટ પ્રેરે છે.
ઉત્તર:
પેરાથોન અને કેલ્સિટોનીન.
પ્રશ્ન 5.
રાહુલ જીગ્નેશિયમમાં નિયમિત કસરત કરવા જાય છે. થોડા સમયથી તેના વજનમાં વધારો નોંધાય છે. તેનું કારણ શું હોઈ શકે? યોગ્ય જવાબ પસંદ કરી વિસ્તારથી સમજાવો.
(A) રાહુલના શરીરમાં ચરબીના ભરાવાને કારણે વજનમાં વધારો થાય છે.
(B) રાહુલનું વજન સ્નાયુઓમાં વધારો અને ચરબીના ઘટાડાને કારણે જોવા મળે છે.
(C) રાહુલના સ્નાયુના આકારમાં સુધારો થતાં તેનાં વજનમાં વધારો થાય છે.
(D) રાહુલના વજનમાં વધારો થાય છે, કારણ કે તેના શરીરમાં પાણીનો ભરાવો થાય છે.
ઉત્તર:
(B) રાહુલનું વજન સ્નાયુઓમાં વધારો અને ચરબીમાં ઘટાડાને કારણે જોવા મળે છે.
કસરત દરમિયાન સ્નાયુઓ ક્રિયાશીલ બને છે. તેમાં વધુ પ્રમાણમાં ગ્લાયકોજન સંગ્રહાય છે. કસરત માટેની જરૂરી શક્તિ ચરબીના દહનથી મળે છે. ગ્લાયકોજન સ્નાયુઓમાં સંગ્રહ પામતાં કુલ વજનમાં વધારો થાય છે.
પ્રશ્ન 6.
રાધા ટ્રેડમીલ પર સતત 15 મિનિટ સુધી ખૂબ ઝડપથી દોડે છે. તે ટ્રેડમીલ બંધ કરી એકાએક બહાર આવે છે. થોડો સમય તે ખૂબ ઝડપી શ્વાસોચ્છવાસ લે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(A) તેના સ્નાયુઓ ખૂબ ભારે કસરત કરે છે ત્યારે શું અસર અનુભવે છે ?
(B) તેના શ્વાસોચ્છવાસનો દર કેમ બદલાય છે ?
ઉત્તર:
(A) ભારે કસરત દરમિયાન સ્નાયુઓ અકારક શ્વસન કરે છે, પરિણામે લેક્ટિક ઍસિડનો ભરાવો થતાં શ્રમ,થાક લાગે છે.
(B) શરીરમાં O2 ની ઊણપને પૂરી કરવા ઝડપી શ્વાસોચ્છવાસ દ્વારા વધારાનો O2 મેળવાય છે. લેક્ટિક ઍસિડને પાયરૂવિક ઍસિડમાં ફેરવે છે, જે કેન્સેચક્રમાં દાખલ થઈ શક્તિ મુક્ત કરે છે.
પ્રશ્ન 7.
ગાઉટ વિશે બે-ત્રણ વાક્યોમાં સમજાવો.
ઉત્તર:
યુરિક ઍસિડના સ્ફટિકો જમા થવાનાં કારણે સાંધાઓમાં સોજો આવે છે.
પ્રશ્ન 8.
સ્નાયુસંકોચન માટે શક્તિનો સ્ત્રોત કયો હોય છે?
ઉત્તર:
સ્નાયુસંકોચન માટે શક્તિનો સ્ત્રોત લાલ સ્નાયુઓ છે. તેમાં માયોગ્લોબિન રહેલું છે, જે O2 નો સંગ્રહ કરે છે. આ સ્નાયુઓ ઘણાં કણાભસૂત્રો ધરાવે છે, જે ATP ના ઉત્પાદન માટે તેમાં સંગ્રહ પામેલા મોટા જથ્થામાં O2 નો ઉપયોગ કરે છે.
પ્રશ્ન 9.
સ્કંધમેખલા અને નિતંબમેખલાના જોડાણ માટેના મુદ્દા કયા છે ?
ઉત્તર:
સ્કંધમેખલા અને નિતંબમેખલાના અસ્થિઓ અક્ષીય કંકાલ સાથે અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગના અસ્થિઓને અનુક્રમે જોડે છે.
- આ સ્કંધ ઉલૂખલ, ભુજાસ્થિના શીર્ષ સાથે ખભાનો સાંધો બનવા માટે જોડાય છે.
- નિતંબ ઉલૂખલ ઉર્વસ્થિને ચુસ્ત રીતે જોડે છે. નિતંબ મેખલાના બંને ભાગ વક્ષ બાજુએ ભેગા મળી પુરોનિતંબકાસ્થિ સંધાન બનાવે છે, જે તંતુમય કાસ્થિ ધરાવે છે.
દીર્ઘ જવાબી પ્રશ્નો (LQ)
પ્રશ્ન 1.
રૂધિરમાં Ca++ આયનની સાંદ્રતા સ્નાયુસંકોચનને અસર કરે છે. શું તે કેટલાંક કિસ્સામાં ટિટેની પ્રેરે છે? તમે રૂધિરમાં થતી કેલ્શિયમની વધઘટને ટિટેની સાથે કઈ રીતે જોડો છો ?
ઉત્તર:
શરીરના પ્રવાહીમાં Ca+2નું ઓછું પ્રમાણ ઝડપી સ્નાયુઓનું આપોઆપ – સંકોચન થાય છે.
– રૂધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવવા માટે થાયરોકેલ્સિટોનીન (TCT) અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે. પેરાથોન (PTH) હાયપરટેલ્સમીક અંતઃસ્ત્રાવ છે, જે રૂધિરમાં કેલ્શિયમનું સ્તર વધારે છે. પેરાથોનના ઓછા સ્ત્રાવથી Ca++નું પ્રમાણ ઘટે છે, જે ટિટેની પ્રેરી શકે છે.
પ્રશ્ન 2.
વયસ્ક સ્ત્રી બાથરૂમમાં પડી જતાં પીઠમાં સખત દુખાવો થાય છે. એક્સ-રે પરીક્ષણ બાદ ડૉક્ટરોએ નિદાન કર્યું કે તે “સ્લીડ ડિસ્ક” છે. તેનો અર્થ શું થાય છે ? તે આપણી તબિયત પર કઈ રીતે અસર કરે છે ?
ઉત્તર:
સ્લિડ ડિસ્ક એટલે બે કશેરૂકા વચ્ચે કાસ્થિની બનેલી આંતરકશેરૂકા ગાદી-તક્તીની રચના હોય છે, જે કરોડસ્તંભ અને તે દ્વારા ઐચ્છિક સ્નાયુના હલનચલનમાં નિયંત્રણ કરે છે. આંતરકશેરૂકા તક્તી ખસી જવાથી સ્લિપ્ટ ડિસ્ક થાય છે, જે ત્યાં આવેલી કરોડરજ્જુ ચેતા પર દબાણ પ્રેરે છે. ચેતાની સતત ઉત્તેજિત અવસ્થાને કારણે જે તે ભાગના સ્નાયુઓ પર દબાણ/ઉત્તેજના સતત રહે છે, દુખાવો અસહ્ય બને . છે, હલનચલન થઈ શકતું નથી.
પ્રશ્ન 3.
સ્નાયુસંકોચન માટે સરકતા સિદ્ધાંતનો વાદ સ્પષ્ટ આકૃતિઓ સાથે સમજાવો.
ઉત્તર:
- સ્નાયુસકોચનની ક્રિયાવિધિ સરકતા તંતુવાદ (Sliding filament theory) દ્વારા સમજાવી શકાય છે, તે મુજબ, સ્નાયુતંતુનું સંકોચન પાતળા તંતુ કોનું જાડા તંતુ કો ઉપર સરકવાના કારણે થાય છે.
- સનાયુસંકોચનની શરૂઆત મધ્યસ્થ ચેતાતંત્રના પ્રેરક ચેતાકોષ દ્વારા મોકલવામાં આવતા સંદેશાઓ દ્વારા થાય છે.
- સ્નાયુતંતુના ચેતાતંતું પડ વચ્ચેના જોડાણને ચેતા સ્નાયુ સંધાન (Neure muscular junction) કહે છે. ચેતા સંદેશાઓ જ્યારે આ જોડાણા સ્થાને પહોંચે, ત્યારે એસિટાઇલ કોલાઇન, ચેતા પ્રેષક મુક્ત થાય છે, જે સ્નાયુતંતુપડમાં લાવીજ સ્થિતિમાનનું નિમન્નિ કરે છે, જે સ્નાયુતંતુ દ્વારા પ્રસરે છે તેને લીધે સ્નાયુરસમાં Ca++આયનો મુક્ત થાય છે.
- Ca++ના સ્તરમાં થતો વધારો, એક્ટિન તંતુઓના ઉપરના ટ્રોપોનીનના ઉપ-એકમ સાથેના જોડાણું તરફ દોરી જય છે અને તેને લીધે માયોસિનના સક્રિય સ્થાનેથી ઢાંકણને દૂર કરે છે.
- ATPના જળવિભાજન દ્વારા પ્રાપ્ત શક્તિનો ઉપયોગ કરી માયોસિન તંતુકના શીર્ષ એક્ટિનના ખુલ્લા સક્રિય સ્થાનો સાથે સંતુનિર્માણ માટે જોડાય છે.
- આ બંધ્યી ને ડાયેલા એક્ટિન તંતુઓ A-બિંબના કેન્દ્ર તરફ ખસે છે, ખો એક્ટિને સાથે જોડાયેલ z-રેખા પણ અંદરની તરફ ખેંચાય છે, જેનાથી સ્નાયુતંતુક ખંડ ટૂંકો થાય છે, એટલે કે સંકોચન (Contraction) થાય છે.
- સ્નાયુના ટૂંકા થવાના સમયે, સંકોચન થતાં 1-બિબ ટૂંકો થાય છે, જયારે A-બિબ તેની લંબાઈ જાળવી રાખે છે.
- માયોસિન, ADP અને Pi મુક્ત કરે છે, જે વિશ્રામી સ્થિતિમાં પરત જાય છે. નવો ATP બને છે અને સેતુ નિર્માણ તૂટે છે.
- સંતુનિર્માણ અને તૂટવાનું ચક્ર પુનરાવર્તિત થયા કરે છે, જેના પરિણામે સરકવાનું આગળ ચાલે છે. પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે, જ્યાં સુધી
- Ca++ આયનો અંતઃસજાળમાં પાછા ના ફરે, તેના પરિણામે એક્ટિન તંતુકો ઢંકાય છે.
- આ ‘N’-રેખાઓ મૂળસ્થાને પરત ફરે ત્યારે શિથીલન થાય છે.
- વિવિધ સ્નાયુઓમાં આ પ્રક્રિયાઓનો સમય જુદો હોય છે.
- સ્નાયુઓની પુનરાવર્તિત સક્રિયતા ગ્લાયકોજનના અજારક વિઘટનને કારણે તેમને લેક્ટિક ઍસિડના ભરાવા તરફ દોરી જય છે, પરિણામે સ્નાયુ શ્રમિત થાય છે.
પ્રશ્ન 4.
સંકોચન દરમિયાન સ્નાયુ કેવી રીતે ટૂંકા થાય છે અને વિશ્રામી અવસ્થામાં મૂળ સ્થિતિમાં કેવી રીતે પાછા ફરે છે ?

Ca++ આયન્સનો સ્નાયુસંકોચનની ક્રિયાવિધિમાં ફાળો જણાવો. તમારા જવાબો યોગ્ય આકૃતિ દ્વારા જણાવો.

સ્કંધમેખલા અને નિતંબમેખલા વચ્ચે તફાવત આપો.
ઉત્તર:
સ્કંધમેખલા | નિતંબમેખલા |
સ્કંધમેખલા ધડ પ્રદેશના અગ્ર ભાગમાં આવેલ છે. | નિતંબમેખલા ધડ પ્રદેશના પશ્વ ભાગમાં આવેલ છે. |
અક્ષીય કંકાલતંત્ર સાથે અગ્ર ઉપાંગના અસ્થિઓને જોડે છે. | અક્ષય કંકાલતંત્ર સાથે પથ ઉપાંગના અસ્થિઓને જોડે છે. |
સ્કંધમેખલા અર્ધભાગની બનેલ છે. પ્રત્યેક અર્ધભાગ મુખ્યત્વે બે અસ્થિઓ ધરાવે છે – અંધાસ્થિ, અક્ષક. | નિતંબમેખલા બે શ્રોણી અસ્થિ ધરાવે છે, જે આસનાસ્થિ, નિતંબાસ્થિ અને પુરોનિતંબકાસ્થિના બનેલ છે. |
સ્કંધ ઉલૂખલ ભુજાસ્થિ સાથે જોડાઈ ખભાનો સાંધો બનાવે છે. | નિતંબ ઉલૂખલ ઉર્વસ્થિ સાથે જોડાય છે, જે પશ્વ ઉપાંગનું અસ્થિ છે. |