GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ Important Questions and Answers.

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો:

પ્રશ્ન 1.
……………………………….. નદીઓ મોસમી હોય છે.
A. હિમાલયની
B. દ્વીપકલ્પીય
C. કશ્મીરની
ઉત્તરઃ
B. દ્વીપકલ્પીય

પ્રશ્ન 2.
ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં ………………………. ના નામે ઓળખાય છે. ?
A. હુગલી
B. મેઘના
C. પદ્મા
ઉત્તરઃ
C. પદ્મા

પ્રશ્ન 3.
ગંગા અને બ્રહ્મપુત્રનો મુખત્રિકોણપ્રદેશ ‘……………………………’ ના નામે ઓળખાય છે.
A. સુંદરવન
B. ભાગીરથી
C. ગંગોત્રી
ઉત્તરઃ
A. સુંદરવન

પ્રશ્ન 4.
બ્રહ્મપુત્ર નદી તિબેટમાં …………………………….. નામે ઓળખાય છે.
A. લોહિત
B. દિહાંગ
C. કેતુલા
ઉત્તરઃ
B. દિહાંગ

પ્રશ્ન 5.
………………………………. નદીએ ધુંઆધાર ધોધની રચના કરી છે.
A. ગોદાવરી
B. નર્મદા
C. કૃષ્ણા
ઉત્તરઃ
B. નર્મદા

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 6.
……………………………… નદી ‘દક્ષિણની ગંગા’ તરીકે ઓળખાય છે.
A. ગોદાવરી
B. કાવેરી
C. કૃષ્ણા
ઉત્તરઃ
A. ગોદાવરી

પ્રશ્ન 7.
રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ……………………….. પાણીનું સરોવર છે.
A. મીઠા
B. ખારા
C. ઝરણાંના
ઉત્તરઃ
B. ખારા

પ્રશ્ન 8.
………………………………… દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જળવિભાજક બને છે. ?
A. અરવલ્લી
B. સાતપુડા
C. પશ્ચિમઘાટ
ઉત્તરઃ
C. પશ્ચિમઘાટ

પ્રશ્ન 9.
ગંગાનો પ્રવાહ પશ્ચિમ બંગાળમાં ………………………………. ના નામે ઓળખાય છે.
A. ભાગીરથી-હુગલી
B. પબા
C. મેઘના
ઉત્તરઃ
A. ભાગીરથી-હુગલી

પ્રશ્ન 10.
ભાગીરથી-હુગલી અને પદ્મા આ બંનેનો સંયુક્ત પ્રવાહ ……………………………… ના નામે ઓળખાય છે.
A. મેઘના
B. પદ્મા
C. ભાગીરથી
ઉત્તરઃ
A. મેઘના

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 11.
દિહીંગ, લોહિત અને કેતુલા જેવી શાખા-નદીઓ મળીને અસમમાં તે ……………………………………. ના નામે ઓળખાય છે.
A. ગંગા
B. કોસી
C. બ્રહ્મપુત્ર
ઉત્તર:
C. બ્રહ્મપુત્ર

પ્રશ્ન 12.
નર્મદા નદી મધ્ય પ્રદેશના ……………………….. પાસેથી નીકળે છે.
A. પહાડો
B. અમરકંટક
C. બ્રહ્મગિરિ
ઉત્તર:
B. અમરકંટક

પ્રશ્ન 13.
………………………………. નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે.
A. ગોદાવરી
B. કૃષ્ણા
C. કાવેરી
ઉત્તર:
A. ગોદાવરી

પ્રશ્ન 14.
ગોદાવરી નદી મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના ……………………………….. ના ઢોળાવોમાંથી નીકળે છે.
A. પશ્ચિમઘાટ
B. પૂર્વઘાટ
C. નીલગિરિ
ઉત્તર:
A. પશ્ચિમઘાટ

પ્રશ્ન 15.
કૃષ્ણા નદી મહારાષ્ટ્રના પશ્ચિમઘાટના ……………………………… પાસેથી નીકળે છે.
A. બેલ
B. બ્રહ્મગિરિ
C. મહાબળેશ્વર
ઉત્તર:
C. મહાબળેશ્વર

પ્રશ્ન 16.
કાવેરી નદી પશ્ચિમઘાટની …………………………….. પર્વતમાળામાંથી નીકળે છે.
A. બ્રહ્મગિરિ
B. સાતપુડા
C. નીલગિરિ
ઉત્તર:
A. બ્રહ્મગિરિ

પ્રશ્ન 17.
વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ……………………………………. જેવાં સરોવરો રચાયાં છે.
A. લગૂન
B. ઘોડાની નાળ
C. રકાબી
ઉત્તર:
B. ઘોડાની નાળ

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 18.
સમુદ્રની ભરતીના કારણે ‘………………………..’ જેવાં સરોવરો રચાયાં છે.
A. રકાબી
B. ઘોડાની નાળ
C. લગ્ન
ઉત્તર:
C. લગ્ન

પ્રશ્ન 19.
કશ્મીરનું ……………………………. સરોવર ભૂગર્ભીય ક્રિયાઓથી રચાયેલું છે.
A. વુલર
B. સાંભર
C. પુલિકટ
ઉત્તર:
A. વુલર

પ્રશ્ન 20.
આપણે નદીઓને ‘…………………………….’ કહીએ છીએ.
A. જલદેવી
B. લોકમાતા
C. ભૂમિપુત્રી
ઉત્તર:
B. લોકમાતા

પ્રશ્ન 21.
એક ક્ષેત્રની નદીતંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે કયો શબ્દ વપરાય છે?
A. જલવિભાજક
B. જળપરિવાહ
C. જળરચના
D. બેસિન
ઉત્તર :
B. જળપરિવાહ

પ્રશ્ન 22.
કઈ નદીને દક્ષિણની ગંગા’ કહેવામાં આવે છે?
A. કાવેરીને
B. કૃષ્ણાને
C. મહાનદીને
D. ગોદાવરીને
ઉત્તર :
D. ગોદાવરીને

પ્રશ્ન 23.
નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ફેલાયેલું છે?
A. ગોદાવરી
B. નર્મદા
C. મહાનદી
D. તાપી
ઉત્તર :
C. મહાનદી

પ્રશ્ન 24.
નીચેના પૈકી કયું સરોવર લગૂન સરોવર’ છે?
A. ડાલ
B. ચિલ્કા
C. સાંભર
D. ભીમતાલ
ઉત્તર :
B. ચિલ્કા

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 25.
દ્વીપકલ્પીય નદીઓ માટે કયો પર્વત મુખ્ય જળવિભાજક છે?
A. વિંધ્ય
B. સાતપુડા
C. પૂર્વધાટ
D. પશ્ચિમઘાટ
ઉત્તર :
D. પશ્ચિમઘાટ

પ્રશ્ન 26.
કઈ નદીનું ઉદ્ભવસ્થાન તિબેટમાં માનસરોવરની નજીક છે?
A. સિંધુ
B. ગંગા
C. બ્રહ્મપુત્ર
D. સતલુજ
ઉત્તરઃ
A. સિંધુ

પ્રશ્ન 27.
ભાગીરથી અને અલકનંદા કયા સ્થળ પાસે એકબીજીને મળે છે?
A. રુદ્રપ્રયાગ
B. કર્ણપ્રયાગ
C. હૃષીકેશ
D. દેવપ્રયાગ
ઉત્તરઃ
D. દેવપ્રયાગ

પ્રશ્ન 28.
ગંગા અને યમુનાનો સંગમ કયા સ્થળ પાસે થાય છે?
A. હરદ્વાર
B. અલાહાબાદ
C. વારાણસી
D. દેવપ્રયાગ
ઉત્તરઃ
B. અલાહાબાદ

પ્રશ્ન 29.
ઘાઘરા, ગંડક અને કોસીનાં મૂળ કયા દેશમાં છે?
A. બાંગ્લાદેશમાં
B. ભૂતાનમાં
C. બર્મામાં
D. નેપાળમાં
ઉત્તરઃ
D. નેપાળમાં

પ્રશ્ન 30.
બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ કયા નામે ઓળખાય છે?
A. ભાગીરથી
B. પદ્મા
C. હુગલી
D. મેઘના
ઉત્તરઃ
B. પદ્મા

પ્રશ્ન 31.
ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે?
A. ભાગીરથી
B. હુગલી
C. પદ્મા
D. મેઘના
ઉત્તરઃ
D. મેઘના

પ્રશ્ન 32.
ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખત્રિકોણપ્રદેશ કયા નામે ઓળખાય છે?
A. સુંદરવન
B. સાગરવન
C. દેવવન
D. વનશ્રી
ઉત્તરઃ
B. સાગરવન

પ્રશ્ન 33.
કયા પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદી દિડાંગ’ નામે ઓળખાય છે?
A. અરુણાચલ પ્રદેશ
B. બાંગ્લાદેશ
C. તિબેટ
D. અસમ
ઉત્તરઃ
A. અરુણાચલ પ્રદેશ

પ્રશ્ન 34.
દ્વિપકલ્પની મુખ્ય ચાર નદીઓ કઈ છે?
A. મહાનદી, ચંબલ, કૃષ્ણા અને કાવેરી
B. કાવેરી, કૃષ્ણા, બેતવા અને ગોદાવરી
C. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી
D. કૃષ્ણા, ગોદાવરી, કાવેરી અને ભાભર
ઉત્તરઃ
C. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી

પ્રશ્ન 35.
નર્મદા નદીએ કયા ધોધની રચના કરી છે?
A. ધુંઆધાર
B. જોગ
C. તુંગભદ્રા
D. શિવસમુદ્રમ
ઉત્તરઃ
A. ધુંઆધાર

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 36.
દ્વીપકલ્પીય નદીઓ પૈકી કઈ નદી સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવે છે?
A. મહાનદી
B. ગોદાવરી
C. નર્મદા
D. કૃષ્ણા
ઉત્તરઃ
B. ગોદાવરી

પ્રશ્ન 37.
નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે?
A. નર્મદા
B. મહાનદી
C. ગોદાવરી
D. કૃષ્ણા
ઉત્તરઃ
D. કૃષ્ણા

પ્રશ્ન 38.
કાવેરી કઈ પર્વતમાળામાંથી નીકળે છે?
A. દેવગિરિ
B. બ્રહ્મગિરિ
C. નીલગિરિ
D. સાતપુડા
ઉત્તરઃ
B. બ્રહ્મગિરિ

પ્રશ્ન 39.
નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર કેરલ, કર્ણાટક અને તમિલનાડુમાં ફેલાયેલું છે?
A. દામોદર
B. કાવેરી
C. કૃષ્ણા
D. ગોદાવરી
ઉત્તરઃ
B. કાવેરી

પ્રશ્ન 40.
ભારતમાં મીઠા પાણીનાં મોટા ભાગનાં કુદરતી સરોવરો કયા ક્ષેત્રમાં છે?
A. નર્મદા બેસિન ક્ષેત્રમાં
B. કૃષ્ણા બેસિન ક્ષેત્રમાં
C. હિમાલયના ક્ષેત્રમાં
D. કાવેરી બેસિન ક્ષેત્રમાં
ઉત્તરઃ
C. હિમાલયના ક્ષેત્રમાં

પ્રશ્ન 41.
કશ્મીરનું કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે?
A. નૈનિતાલ
B. પુલિકટ
C. ચિલ્કા
D. વુલર
ઉત્તરઃ
D. વુલર

પ્રશ્ન 42.
નીચેનામાંથી કયું એક જોડકું ખરું છે?
A. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના – NRDP
B. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના – NCRT
C. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના – NRCP
D. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના – NRCS
ઉત્તરઃ
D. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના – NRCS

પ્રશ્ન 43.
નીચેનામાંથી કયું સરોવર રાજસ્થાનમાં આવેલું છે?
A. સાંભર
B. પુલિકટ
C. ચિલ્કા
D. વુલર
ઉત્તરઃ
A. સાંભર

પ્રશ્ન 44.
નીચેનામાંથી ખારા પાણીનું સરોવર કયું છે?
A. વુલર
B. ડાલ
C. ભીમતાલ
D. સાંભર
ઉત્તરઃ
D. સાંભર

પ્રશ્ન 45.
નીચેનામાંથી કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું નથી?
A. વુલર
B. પુલિકટ
C. ડાલ
D. નૈનિતાલ
ઉત્તરઃ
B. પુલિકટ

પ્રશ્ન 46.
નીચેના પૈકી કયું સરોવર લગૂન સરોવર છે?
A. સાંભર
B. ડાલ
C. પુલિકટ
D. વુલર
ઉત્તર :
C. પુલિકટ

પ્રશ્ન 47.
નીચેના પૈકી કયું સરોવર ‘લગૂન સરોવર’ નથી?
A. ચિલ્કા
B. પુલિક્ટ
C. કોલેરુ
D. સાંભર
ઉત્તર :
D. સાંભર

પ્રશ્ન 48.
નીચેના પૈકી કઈ નદી ઓડિશામાંથી વહીને બંગાળની ખાડીને મળે છે?
A. ગંડક
B. સાબરમતી
C. મહાનદી
D. મહી
ઉત્તર :
C. મહાનદી

પ્રશ્ન 49.
નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ફેલાયેલું છે?
A. ગોદાવરી
B. નર્મદા
C. મહાનદી
D. તાપી
ઉત્તર :
C. મહાનદી

પ્રશ્ન 50.
નર્મદા નદી કયા રાજ્યમાંથી નીકળે છે?
A. ઓડિશા
B. ઝારખંડ
C. છત્તીસગઢ
D. મધ્ય પ્રદેશ
ઉત્તર :
D. મધ્ય પ્રદેશ

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 51.
ધુંઆધાર ધોધની રચના કઈ નદીએ કરી છે?
A. તાપી
B. નર્મદા
C. કૃષ્ણા
D. મહાનદી
ઉત્તર :
B. નર્મદા

પ્રશ્ન 52.
તાપી નદી કઈ ગિરિમાળામાંથી નીકળે છે?
A. વિંધ્યાચળ
B. સાતપુડા
C. અરવલ્લી
D. કૈમૂર
ઉત્તર :
B. સાતપુડા

પ્રશ્ન 53.
દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી કઈ છે?
A. નર્મદા
B. કાવેરી
C. ગોદાવરી
D. કૃષ્ણા
ઉત્તર :
C. ગોદાવરી

પ્રશ્ન 54.
બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં એક સરોવરનું સ્થળ દર્શાવ્યું છે. તે સરોવર કયું છે?
A. સાંભર
B. વુલર
C. કોલેરુ
D. લોણાર
ઉત્તર :
B. વુલર

પ્રશ્ન 55.
બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં એક સરોવરનું સ્થળ દર્શાવ્યું છે. તે સરોવર કયું છે?
A. ડાલ
B. ઢેબર
C. લોણાર
D. નળ
ઉત્તર :
D. નળ

પ્રશ્ન 56.
બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં એક સરોવરનું સ્થળ દર્શાવ્યું છે. તે સરોવર કયું છે?
A. સાંભર
B.કોલેરુ
C. વેમ્બનાડ
D. ચિલ્કા
ઉત્તર :
C. વેમ્બનાડ

પ્રશ્ન 57.
બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નદીનો એક મુખત્રિકોણપ્રદેશ દર્શાવ્યો છે. તે મુખત્રિકોણપ્રદેશ કયો છે?
A. ગંગાનો મુખત્રિકોણપ્રદેશ
B. કૃષ્ણાનો મુખત્રિકોણપ્રદેશ
C. ગોદાવરીનો મુખત્રિકોણપ્રદેશ
D. મહાનદીનો મુખત્રિકોણપ્રદેશ
ઉત્તર:
D. મહાનદીનો મુખત્રિકોણપ્રદેશ

પ્રશ્ન 58.
બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નદીનો એક મુખત્રિકોણપ્રદેશ દર્શાવ્યો છે. તે મુખત્રિકોણપ્રદેશ કયો છે?
A. કૃષ્ણાનો મુખત્રિકોણપ્રદેશ
B. કાવેરીનો મુખત્રિકોણપ્રદેશ
C. ગોદાવરીનો મુખત્રિકોણપ્રદેશ
D. મહાનદીનો મુખત્રિકોણપ્રદેશ
ઉત્તર :
B. કાવેરીનો મુખત્રિકોણપ્રદેશ

પ્રશ્ન 59.
ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલી નદીઓનો સાચો ક્રમ કયો છે?
A. ગોદાવરી, ચંબલ, સતલુજ, કૃષ્ણા
B. સતલુજ, ચંબલ, ગોદાવરી, કૃષ્ણા
C. ચંબલ, કૃષ્ણા, સતલુજ, ગોદાવરી
D. કૃષ્ણા, સતલુજ, ગોદાવરી, ચંબલ
ઉત્તર :
B. સતલુજ, ચંબલ, ગોદાવરી, કૃષ્ણા

પ્રશ્ન 60.
દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલી નદીઓનો સાચો ક્રમ કયો છે?
A. ગોદાવરી, કાવેરી, યમુના, નર્મદા
B. નર્મદા, યમુના, કાવેરી, ગોદાવરી
C. યમુના, નર્મદા, ગોદાવરી, કાવેરી
D. કાવેરી, ગોદાવરી, નર્મદા, યમુના
ઉત્તર:
D. કાવેરી, ગોદાવરી, નર્મદા, યમુના

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 61.
દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલાં સરોવરોનો સાચો ક્રમ કયો છે?
A. વેમ્બવાડ, કોલેરુ, સાંભર, વુલર
B. કોલેરુ, વુલર, વેમ્બનાડ, સાંભર
C. સાંભર, વેમ્બવાડ, કોલેરુ, વુલર
D. વુલર, કોલેરુ, સાંભર, વેમ્બનાડ
ઉત્તર :
A. વેમ્બવાડ, કોલેરુ, સાંભર, વુલર

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
હિમાલયની નદીઓની સરખામણીમાં દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ વધારે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
સિંધુ, યમુના અને બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
બ્રહ્મપુત્ર નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન થાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 4.
પશ્ચિમઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળવિભાજક બન્યો છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
મહાનદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 6.
કાવેરી નદી પશ્ચિમઘાટની નીલગિરિ શ્રેણીમાંથી નીકળે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 7.
નદીઓના વિસર્ષણને કારણે ઘોડાની નાળ જેવાં સરોવરો રચાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 8.
ગંગા અને યમુનાનો સંગમ અલાહાબાદ પાસે થાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 9.
બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ પદ્મા નામે ઓળખાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 10.
નર્મદા નદીએ શિવસમુદ્રમ ધોધની રચના કરી છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 11.
કૃષ્ણા નદીને ‘દક્ષિણની ગંગા’ કહેવામાં આવે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 12.
તાપી નદી સાતપુડા પર્વતમાંથી નીકળે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 13.
ઘાઘરા, ગંડક અને કોસીનાં મૂળ ભૂતાનમાં છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 14.
ચિલ્કા લગૂન સરોવર’ છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 15.
કશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે.
ઉત્તર:
ખરું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
નદીનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને શું કહે છે?
ઉત્તર:
નદીબેસિન

પ્રશ્ન 2.
કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ ૨ કરે તેને શું કહેવાય?
ઉત્તર:
જલવિભાજક

પ્રશ્ન 3.
ભારતના જળપરિવાહની રચના કોના આધારે કરવામાં આવે છે?
ઉત્તર:
ભૌગોલિક રચનાના

પ્રશ્ન 4.
કઈ નદીઓમાં બારે માસ જળપ્રવાહ રહે છે?
ઉત્તર:
હિમાલયની

પ્રશ્ન 5.
નદીઓના વિસર્ષણને કારણે કેવા સરોવરો રચાય છે?
ઉત્તર:
નાળ આકાર

પ્રશ્ન 6.
અતિશય ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામતા નદીના ત્રિકોણ આકાર ભાગને શું કહે છે?
ઉત્તર:
ડેલ્ટા

પ્રશ્ન 7.
કઈ નદીઓ મોસમી છે?
ઉત્તર:
દ્વિીપકલ્પીય નદીઓ

પ્રશ્ન 8.
દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળવિભાજક કોણ ગણાય છે?
ઉત્તર:
પશ્ચિમઘાટ

પ્રશ્ન 9.
કોઈ એક મોટી નદી અને તેની શાખા-નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે, તેને શું કહેવામાં આવે છે?
ઉત્તર:
જળપરિવાહ પ્રણાલી

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 10.
કઈ નદી-બેસીનનો ત્રીજો ભાગ જમ્મુ-કશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે?
ઉત્તર:
સિંધુ નદી

પ્રશ્ન 11.
ગંગા નદી ક્યાંથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે?
ઉત્તર:
હરદ્વાર આગળથી

પ્રશ્ન 12.
ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
પદ્યાના નામે

પ્રશ્ન 13.
ગંગાનો ફાંટો પશ્ચિમ બંગાળમાં કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
ભાગીરથી-હુગલી

પ્રશ્ન 14.
ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
મેઘના

પ્રશ્ન 15.
ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખત્રિકોણપ્રદેશ કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
સુંદરવન

પ્રશ્ન 16.
બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
દિહાંગના નામે

પ્રશ્ન 17.
ભારતમાં કઈ નદી વધારે વરસાદવાળાં ક્ષેત્રોમાંથી પસાર થાય છે?
ઉત્તર:
બ્રહ્મપુત્ર નદી

પ્રશ્ન 18.
મધ્ય પ્રદેશના અમરકંટક પાસેથી કઈ નદી નીકળે છે?
ઉત્તર:
નર્મદા

પ્રશ્ન 19.
નર્મદા નદી પર કયો ધોધ આવેલો છે?
ઉત્તર:
ધુંઆધાર

પ્રશ્ન 20.
મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાંથી કઈ નદી નીકળે છે?
ઉત્તર:
તાપી

પ્રશ્ન 21.
કઈ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી છે?
ઉત્તર:
ગોદાવરી

પ્રશ્ન 22.
કઈ નદીને “દક્ષિણની ગંગા’ કહેવાય છે?
ઉત્તર:
ગોદાવરી

પ્રશ્ન 23.
કઈ નદીનું ઉદ્ગમસ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે?
ઉત્તર:
મહાનદીનું

પ્રશ્ન 24.
કઈ નદી મહારાષ્ટ્રના પશ્ચિમઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે?
ઉત્તર:
કૃષ્ણા

પ્રશ્ન 25.
કઈ નદી પશ્ચિમઘાટની બ્રહ્મગિરિ પર્વતમાળામાંથી નીકળે છે?
ઉત્તર:
કાવેરી

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 26.
સમુદ્રની ભરતીને લીધે કયાં સરોવરો રચાય છે?
ઉત્તર:
લગ્ન

પ્રશ્ન 27.
રાજસ્થાનના કયા સરોવરમાંથી મીઠું પકવવામાં આવે છે?
ઉત્તર:
સાંભર

પ્રશ્ન 28.
કશ્મીરનું કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે?
ઉત્તર:
વુલર

પ્રશ્ન 29.
ભારતની કૃષિના વિકાસ માટે કોને પાયો ગણવામાં આવે છે?
ઉત્તર:
નદીને

પ્રશ્ન 30.
‘લોકમાતા’ કોને કહે છે?
ઉત્તર:
નદીને

પ્રશ્ન 31.
શાના પરિણામે જળ-પ્રદૂષણમાં સતત વધારો થાય છે?
ઉત્તર:
ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
સિંધુ નદી પ્રણાલી વિશે સમજાવો.
ઉત્તર:

  • સિંધુ નદી તિબેટમાં કૈલાસ-માનસરોવર ક્ષેત્રમાંથી નીકળી ઉત્તર-પશ્ચિમ દિશામાં વહી ભારતમાં જમ્મુ-કાશ્મીરના લદ્દાખ અને બલિસ્તાનમાંથી પસાર થાય છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. આ ક્ષેત્રમાં તેને જાકાર, શ્લોક, નૂબરા, ગિલગિટ, હુંજા વગેરે નદીઓ મળે છે.
  • જમ્મુ-કશ્મીરમાંથી તે દક્ષિણ દિશા તરફ વળી ? પાકિસ્તાનમાં બલિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને અટક શહેર નજીક પર્વતીય ક્ષેત્રની બહાર નીકળે છે. પાકિસ્તાનના પંજાબમાં તેને પંજાબની પાંચ નદીઓ – ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ – નો સંયુક્ત પ્રવાહ પંજનદ મિથાનકોટના ઉપરવાસમાં રે મળે છે. ત્યાંથી આગળ વધી તે કરાંચીની પૂર્વ બાજુએ અરબ સાગરને મળે છે. સિંધુ નદીના મેદાનનો ઢોળાવ ધીમો છે.
  • સિંધુના બેસિનનો \(\frac{1}{3}\) થી વધુ વિસ્તાર ભારતમાં જમ્મુકશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં આવેલો છે.
  • સિંધુ વિશ્વની એક લાંબી નદી છે. તેની લંબાઈ આશરે 2900 કિમી છે.

પ્રશ્ન 2.
બ્રહ્મપુત્ર નદી પ્રણાલીની માહિતી આપો.
અથવા
બ્રહ્મપુત્ર નદીતંત્ર વિશે તમે જે જાણતા હો તે લખો.
ઉત્તર:

  • બ્રહ્મપુત્ર નદી તિબેટમાં સિંધુ અને સતલુજના ઉદ્ગમની નજીક નીકળે છે. તે સિંધુથી સહેજ વધારે લાંબી છે, પણ તે તેના પ્રવાહનો મોટો ભાગ ભારતની બહાર છે.
  • તિબેટમાં તે હિમાલયને સમાંતર પૂર્વ તરફ વહી નામચા બરવા શિખર(7757 મી)ની ફરતે અંગ્રેજી “U” જેવો વળાંક લઈ અરણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તેણે પર્વત કોરીને 5500 મીટર ઊંડી કોતર જેવી ખીણ બનાવી છે. ભારતમાં તે અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈને વહે છે. અહીં તેને પાણીથી ભરપૂર એવી ઘણી નદીઓ મળે છે.
  • તિબેટમાં તે “ત્સાંગપો’ના નામે, અરુણાચલ પ્રદેશમાં “દિડાંગ” = કે “સિતાંગ’ના નામે, અસમમાં “બ્રહ્મપુત્ર’ના નામે અને બાંગ્લાદેશમાં = “જમુના નામે ઓળખાય છે.
  • તિબેટમાં ત્સાંગપોમાં પાણી અને કાંપ ઓછાં હોય છે, પણ ભારતમાં તે અસમનાં ભારે વરસાદવાળા પ્રદેશમાં થઈને વહેતી  હોવાથી તેમાં પુષ્કળ પાણી અને કાંપનો વધારો થાય છે અને વધારામાં – તેમાં અનેક શાખા-નદીઓનું પાણી ઠલવાય છે.
  • અસમમાં બ્રહ્મપુત્ર નદી એકબીજા સાથે ગૂંથાયેલા ફાંટાઓમાં વહેંચાઈને એક ગુંફિત (braided) નદીના સ્વરૂપે વહે છે. આ કારણે તેના પ્રવાહની વચ્ચે કેટલાક મોટા દ્વીપ પણ બનેલા છે.
  • દર વર્ષે ચોમાસામાં બ્રહ્મપુત્ર નદીના જળજથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. પરિણામે તેમાં અવારનવાર ભારે પૂર આવે છે ત્યારે અસમ અને બાંગ્લાદેશમાં ભયંકર તારાજી થાય છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 3.
ભારતનાં સરોવરો વિશે મુદ્દાસર લખો.
ઉત્તર:

  • ભારતમાં અનેક નાનાં-મોટાં સરોવરો છે.
  • ભારતમાં મીઠા પાણીનાં સરોવરો મુખ્યત્વે હિમાલયના ક્ષેત્રમાં છે. તે મોટા ભાગે હિમનદીથી બન્યાં છે. પહાડોના ઢોળાવો પર હિમથી ભરાયેલા ગર્તનો હિમ (બરફ) આબોહવા ગરમ થવાથી પીગળી જતાં પાણી ગર્તમાં જ ભરાઈ રહે છે અને સરોવર રચાય છે.
  • કશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાના કારણે બનેલું છે. તે ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું કુદરતી સરોવર છે.
  • શ્રીનગરનું ડાલ સરોવર, ભીમતાલ, નૈનિતાલ, લોકતક, બડાપાની વગેરે મીઠા પાણીનાં મહત્ત્વનાં સરોવરો છે.
  • વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવાં સરોવરો રચાયાં છે.
  • સમુદ્રની ભરતીના કારણે દરિયાકિનારે લગૂન’ સરોવરો રચાયાં છે.
  • ઓરિસ્સાનું ચિલ્કા સરોવર, કોરોમંડલ કિનારાનું પુલિકટ સરોવર અને મલબાર કિનારાનું વેમ્બનાડ સરોવર ખારા પાણીનાં મોટાં “લગૂન’ (પશ્ચજળ) સરોવરો છે. તેમાં ચિલ્કા સૌથી મોટું છે. તે ભારતનું સૌથી મોટું કુદરતી સરોવર છે.
  • રાજસ્થાનનું સાંભર ખારા પાણીનું સરોવર છે. તેના પાણીમાંથી મીઠું પકવાય છે.
  • ભારતનાં અનેક માનવરચિત સરોવરો નદીઓ પર બંધ બાંધવાથી રચાયેલાં છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ 1

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
હિમાલયની નદીઓ વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તરઃ

  • હિમાલયની નદીઓનાં ખીણક્ષેત્રો (બેસિન) મોટાં છે.
  • અનેક નદીઓએ હિમાલયમાં તીવ્ર ઢોળાવવાળી ઊંડી ખીણો અને વિશિષ્ટ કોતરો બનાવ્યાં છે.
  • આ નદીઓમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયનાં શિખરોનો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે. તેથી તે બારમાસી – કાયમી છે.
  • તે પર્વતાવસ્થામાં તીવ્ર ઘસારો કરી રેતી અને કાંપ મેદાનમાં ઘસડી લાવે છે, જ્યાં નિક્ષેપણ ક્રિયાથી પૂરનાં મેદાન, ભેખડો, તટબંધ વગેરે સ્વરૂપો રચાય છે.
  • મેદાનપ્રદેશમાં નદીના તળમાં થતા નિક્ષેપણથી નદીના પ્રવાહમાં વિસર્પણ Meandering) જોવા મળે છે.

પ્રશ્ન 2.
ભારતીય દ્વિીપકલ્પની નદીઓ વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તરઃ

  • ભારતીય દ્વીપકલ્પની મોટા ભાગની નદીઓના પાણીનો જથ્થો માત્ર વરસાદ પર આધારિત છે. તેથી તે મોસમી કે હંગામી છે.
  • ઉનાળામાં મોટા ભાગની નદીઓમાં પાણી ઓછું થઈ જાય છે કે બંધ થઈ જાય છે.
  • હિમાલયની નદીઓની સરખામણીમાં તેમની લંબાઈ ઓછી છે.
  • તે નદીઓ છીછરી છે.
  • મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે.
  • દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમઘાટ મુખ્ય જળવિભાજક છે.

પ્રશ્ન 3.
ગોદાવરી બેસિન વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તરઃ

  • ગોદાવરી નદી ભારતીય દ્વિીપકલ્પની સૌથી મોટી નદી છે. તેની લંબાઈ આશરે 1465 કિમી છે.
  • તે મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના પશ્ચિમઘાટના ઢોળાવોમાંથી નીકળી પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે.
  • તે દ્વીપકલ્પમાં સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવે છે, જેનો 50 % ભાગ મહારાષ્ટ્રમાં અને બાકીનો આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં છે.
  • ગોદાવરીની શાખા-પ્રશાખા નદીઓમાં પૂર્ણા, માંજરા, પેનગંગા, વર્ધા, વેનગંગા, પ્રાણહિતા અને ઇંદ્રાવતી મુખ્ય છે, જેમાં માંજરા, પેનગંગા અને વેનગંગા ઘણી મોટી છે.
  • ગોદાવરીનો પ્રવાહમાર્ગ લાંબો છે તેમજ તેનું બેસિન ક્ષેત્ર પણ વિસ્તૃત છે. તેથી તેને “દક્ષિણની ગંગા’ કહે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 4.
નદીઓનું આર્થિક મહત્ત્વ જણાવો.
ઉત્તરઃ
નદીઓનું આર્થિક મહત્ત્વઃ

  • નદીઓનું જળ કુદરતી સંસાધન છે.
  • નદીઓના જળ માનવીની આર્થિક જરૂરિયાતો પૂરી પાડી છે.
  • ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓને આભારી છે.
  • વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓનો ઉદ્ભવ અને વિકાસ નદીતટે જ થયો હતો.
  • ભારતનાં અનેક મોટાં શહેરો નદીકિનારે વિકાસ પામ્યાં છે. દા. ત., દિલ્લી, કોલકાતા, અમદાવાદ, સુરત, ભરૂચ વગેરે.
  • બારે 3 માસ વહેતી નદીઓ આંતરિક જળમાર્ગ માટે ઉપયોગી છે.

પ્રશ્ન 5.
જળ-પ્રદૂષણથી કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવી શકે છે? હું વિદ્યાર્થી તરીકે તમે આ પ્રદૂષણ અટકાવવા શું કરશો?
ઉત્તર:
જળ-પ્રદૂષણથી આ સમસ્યાઓ ઉદ્ભવી શકે છે:

  1. પીવા માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ પાણી દુર્લભ બને છે.
  2. રોજિંદા વપરાશ અને ખેતી માટે એ પાણી અયોગ્ય બને છે.
  3. સજીવોનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. તેનાથી અનેક રોગો ફેલાય છે.
  4. જાહેર સુખાકારીના અનેક પ્રશ્નો ઊભા થાય છે.

જળ-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો

  • જળ-પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું.
  • રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના (NRCP) દ્વારા જળ શુદ્ધીકરણ માટે બનાવેલા નદીઓમાં ન ઠાલવે,
  • ઔદ્યોગિક એકમો પોતા નદીઓમાં ન ઠાલવે, તે માટેના કડક કાયદા બનાવવ.
  • ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતાં પહેલાં તેની પર જરૂરી શુદ્ધીકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં રહેલાં હાનિકારક તત્ત્વો નાબૂદ થાય.
  • દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો.
  • બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી.

નીચેનાં નદી-બેસિનો વિશે ટૂંકમાં માહિતી આપો:

પ્રશ્ન 1.
તાપી બેસિન
ઉત્તરઃ

  • તાપી નદી મધ્ય પ્રદેશમાં પશ્ચિમઘાટ ગિરિમાળાના બેતૂર જિલ્લામાં મુલ્તાઈ પાસેથી નીકળી નર્મદાને સમાંતર એક ફાટખીણમાંથી વહી સુરત પાસે અરબ સાગરને મળે છે.
  • તે નર્મદાથી નાની છે. તેની લંબાઈ આશરે 724 કિમી છે.
  • તેનું બેસિન ક્ષેત્ર મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાયેલું છે.

પ્રશ્ન 2.
મહાનદી બેસિન
ઉત્તર:

  • મહાનદી છત્તીસગઢમાં મકલના પહાડોમાંથી નીકળી ઓડિશામાં થઈને બંગાળની ખાડીને મળે છે.
  • તેની લંબાઈ આશરે ? 860 કિમી છે.
  • તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ફેલાયેલું છે.

નીચેના વિધાનોનાં ભૌગોલિક કારણો આપોઃ

પ્રશ્ન 1.
હિમાલયની નદીઓ બારે માસ પાણીથી ભરપૂર રહે છે.
અથવા
હિમાલયની નદીઓ શાથી બારે માસ પાણીથી ભરપૂર રહે છે?
ઉત્તર:

  • હિમાલયની મોટા ભાગની નદીઓ હિમાલયના હિમાચ્છાદિત પ્રદેશોમાંથી નીકળે છે. આ પ્રદેશોમાં ચોમાસામાં ભારે વરસાદ પડે છે. તેથી આ નદીઓમાં ચોમાસામાં મોટાં પૂર આવે છે.
  • ઉનાળામાં હિમાલયનાં શિખરોનો બરફ પીગળવાથી આ નદીઓમાં ઘણું પાણી આવે છે. આમ, હિમાલયની નદીઓમાં વર્ષની બે ઋતુઓમાં ઘણું પાણી આવે છે. તેથી તે બારે માસ પાણીથી ભરપૂર રહે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 2.
બ્રહ્મપુત્ર નદીમાં ચોમાસામાં વિનાશક પૂર આવે છે. અથવા બ્રહ્મપુત્ર નદીમાં ચોમાસામાં શાથી વિનાશક પૂર આવે છે?
ઉત્તરઃ

  • બ્રહ્મપુત્ર નદી ભારતમાં અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈને વહે છે. અહીં તેને અનેક નાની નદીઓ મળે છે.
  • આ પ્રદેશો ભારે વરસાદવાળા હોવાથી અહીંની નદીઓ બ્રહ્મપુત્રમાં પુષ્કળ પાણી લાવે છે. તેમાં ચોમાસામાં અવારનવાર ભારે વરસાદનું પાણી ઉમેરાતાં બ્રહ્મપુત્રમાં વિનાશક પૂર આવે છે.

નીચેના શબ્દોની સંકલ્પના સમજાવોઃ

પ્રશ્ન 1.
જળપરિવાહ પ્રણાલી (Drainage pattern)
અથવા
જળપરિવાહ પ્રણાલી એટલે શું?
ઉત્તર:
એક મોટી નદી અને તેની શાખા-પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર “જળપરિવાહ પ્રણાલી’ (Drainage pattern) કહેવાય છે.

પ્રશ્ન 2.
જળવિભાજક અથવા જળવિભાજક એટલે શું?
ઉત્તર:
જે કોઈ પર્વતધાર કે ઉચ્ચભૂમિ વડે બે પડોશી જળપરિવાહ અલગ થાય છે, તે પર્વતધાર કે ઉચ્ચભૂમિને “જળવિભાજક’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 3.
નદીનું ખીણક્ષેત્ર (River basin) અથવા નદીનું ખીણક્ષેત્ર એટલે શું?
ઉત્તરઃ
નદીની આસપાસના જેટલા પ્રદેશનો ઢોળાવ નદી તરફનો હોય અને તેના પર પડતા વરસાદનું પાણી વહીને તે નદીમાં આવતું હોય તેટલા પ્રદેશને તે નદીનું ખીણક્ષેત્ર’ (basin) કહે છે.

પ્રશ્ન 4.
વિસર્પણ (Meandering) અથવા વિસર્પણ એટલે શું?
ઉત્તર:
નદીના તળમાં નિક્ષેપના અવરોધથી વહેણનું વળાંકો લઈ, ગતિ કરતા સર્પની જેમ વાંકુંચૂકું વહેવું ‘વિસર્પણ’ કહેવાય છે.

પ્રશ્ન 5.
ગુંફિત નદી (Braided river) અથવા ગુંફિત નદીનો અર્થ સમજાવો.
ઉત્તરઃ
જે નદી, તળમાં મોટા પાયે નિક્ષેપણ થવાથી, એકબીજા સાથે ગૂંથાયેલા ફાંટાઓમાં વહેંચાઈને વહેતી હોય તેને “ગુંફિત નદી’ કહે છે. તેના પ્રવાહની વચ્ચે દ્વીપ બનેલા દેખાય છે. દા. ત., બ્રહ્મપુત્ર નદી.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ભારતની નદીઓને કયા બે વિભાગોમાં વહેંચવામાં આવે છે?
ઉત્તર:
ભારતની નદીઓને બે વિભાગોમાં વહેંચવામાં આવે છેઃ

  1. હિમાલયની નદીઓ અને
  2. દીપકલ્પીય નદીઓ.

પ્રશ્ન 2.
નદી પરિવાહની ત્રણ અવસ્થાઓ કઈ કઈ છે?
ઉત્તરઃ
નદી પરિવાહની ત્રણ અવસ્થાઓઃ

  • ઉપરવાસ,
  • મધ્યસ્થ ભાગ અને
  • હેઠવાસ.

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 3.
ડેલ્ટા કોને કહે છે?
ઉત્તર:
નદી તેના મુખપ્રદેશ આગળ અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે તે ભાગ ત્રિકોણ આકારનો અત્યંત ફળદ્રુપ પ્રદેશ બને છે. તેને ડેલ્ટા’ (મુખત્રિકોણપ્રદેશ) કહે છે.

પ્રશ્ન 4.
દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળવિભાજક કયો છે?
ઉત્તરઃ
દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળવિભાજક પશ્ચિમઘાટ છે.

પ્રશ્ન 5.
હિમાલયની મુખ્ય નદીઓ કઈ કઈ છે?
ઉત્તર:
સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર હિમાલયની મુખ્ય નદીઓ છે.

પ્રશ્ન 6.
‘જળપરિવાહ પ્રણાલી’ એટલે શું?
ઉત્તરઃ
એક મોટી નદી અને તેની શાખા-નદીઓ એકબીજીને મળે છે ત્યારે જે સ્વરૂપ રચાય છે, તેને ‘જળપરિવાહ પ્રણાલી’ કહે છે.

પ્રશ્ન 7.
સિંધુ નદી ક્યાંથી નીકળે છે?
ઉત્તર:
સિંધુ નદી તિબેટમાં કેલાસ-માનસરોવર ક્ષેત્રમાંથી નીકળે છે.

પ્રશ્ન 8.
સિંધુ નદીને જમ્મુ-કાશ્મીરમાં કઈ કઈ નદીઓ મળે છે?
ઉત્તરઃ
સિંધુ નદીને જમ્મુ-કશ્મીરમાં જાસ્કર, શ્લોક, કૂબરા, ગિલગિટ, હુંજા વગેરે નદીઓ મળે છે.

પ્રશ્ન 9.
પંજાબની કઈ નદીઓ સંયુક્તરૂપે સિંધુ નદીને મળે છે? ક્યાં?
ઉત્તરઃ
પંજાબની પાંચ નદીઓ સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમનો સંયુક્ત પ્રવાહ સિંધુ નદીને પાકિસ્તાનમાં મિઠાનકોટના સહેજ ઉપરવાસમાં મળે છે.

પ્રશ્ન 10.
સિંધુ નદીની પ્રણાલીમાં ભારતનાં કયાં રાજ્યોની નદીઓનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
સિંધુ નદીની પ્રણાલીમાં ભારતનાં ત્રણ રાજ્યો જમ્મુકશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબની નદીઓનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 11.
જેના સંગમથી ગંગા બને છે તે ગંગાની બે શીર્ષધારાઓના નામ જણાવો.
ઉત્તર:
ગંગાની બે શીર્ષધારાઓનાં નામ અલકનંદા અને ભાગીરથી છે.

પ્રશ્ન 12.
ગંગાને ઉત્તરમાંથી કઈ કઈ મોટી નદીઓ મળે છે?
ઉત્તર:
ગંગાને ઉત્તરમાંથી મળનારી મોટી નદીઓ : ગોમતી. ઘાઘરા, ગંડક અને કોસી છે.

પ્રશ્ન 13.
ગંગાને તેના જમણા કિનારે કઈ કઈ મોટી નદીઓ મળે છે?
ઉત્તર:
ગંગાને તેના જમણા કિનારે મળતી મોટી નદીઓ યમુના અને સોન છે.

પ્રશ્ન 14.
ગંગા અને યમુનાનો સંગમ ક્યાં થાય છે?
ઉત્તરઃ
ગંગા અને યમુનાનો સંગમ અલાહાબાદ પાસે પ્રયાગમાં થાય છે.

પ્રશ્ન 15.
ગંગા નદીના મુખ્ય ફાંટાઓ પશ્ચિમ બંગાળમાં અને બાંગ્લાદેશમાં કયાં કયાં નામે ઓળખાય છે?
ઉત્તર:
પશ્ચિમ બંગાળમાં વહેતો ગંગાનો મુખ્ય ફાંટો ‘ભાગીરથી’ અને બહુગલી નદીના નામે તથા બાંગ્લાદેશમાં વહેતો મુખ્ય પ્રવાહ પદ્મા’ અને પછી આગળ જતાં તેમનો સંયુક્ત પ્રવાહ ‘મેઘના’ નામે ઓળખાય છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 16.
ગંગાને બાંગ્લાદેશમાં કઈ મોટી નદી મળે છે?
ઉત્તરઃ
ગંગાને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર નદી મળે છે.

પ્રશ્ન 17.
ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખત્રિકોણપ્રદેશ કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખત્રિકોણપ્રદેશ સુંદરવન’ના નામે ઓળખાય છે.

પ્રશ્ન 18.
બ્રહ્મપુત્ર નદી જુદા જુદા વિસ્તારોમાં કયાં ક્યાં નામે ? ઓળખાય છે?
ઉત્તર:
બ્રહ્મપુત્ર નદી તિબેટમાં ‘ત્સાંગપો’, અરુણાચલ પ્રદેશમાં સિતાંગ’ કે ‘દિડાંગ’, અસમમાં ‘બ્રહ્મપુત્ર’ અને બાંગ્લાદેશમાં ‘જમુના’ નામે ઓળખાય છે.

પ્રશ્ન 19.
દીપકલ્પ ભારતની મુખ્ય નદીઓ કઈ કઈ છે?
ઉત્તર:
દ્વિીપકલ્પ ભારતની મુખ્ય નદીઓ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી છે.

પ્રશ્ન 20.
દ્વીપકલ્પ ભારતની કઈ બે મોટી નદીઓ અરબ સાગરને મળે છે?
ઉત્તર:
દ્વિપકલ્પ ભારતની નર્મદા અને તાપી નદીઓ અરબ સાગરને મળે છે.

પ્રશ્ન 21.
દ્વીપકલ્પીય ભારતની કઈ બે મોટી નદીઓ ફાટખીણમાં થઈને વહે છે?
ઉત્તર:
દ્વિપકલ્પીય ભારતની નર્મદા અને તાપી નદીઓ ફાટખીણમાં થઈને વહે છે.

પ્રશ્ન 22.
નર્મદા નદી ક્યાંથી નીકળી કોને મળે છે?
ઉત્તર:
નર્મદા નદી મધ્ય પ્રદેશમાં અમરકંટક પાસેથી નીકળી અરબ સાગરને મળે છે.

પ્રશ્ન 23.
નર્મદા નદીએ કયા જળધોધની રચના કરી છે?
ઉત્તર:
નર્મદા નદીએ ‘ધુંઆધાર’ નામના જળધોધની રચના કરી છે.

પ્રશ્ન 24.
નર્મદા નદીનું બેસિન ક્ષેત્ર કયાં રાજ્યોમાં ફેલાયેલું છે?
ઉત્તર:
નર્મદા નદીનું બેસિન ક્ષેત્ર મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ફેલાયેલું છે.

પ્રશ્ન 25.
તાપી નદી ક્યાંથી નીકળી કોને મળે છે?
ઉત્તર:
તાપી નદી મધ્ય પ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાની નજીક બેસૂલ જિલ્લામાંથી નીકળી સુરત પાસે અરબ સાગરને મળે છે.

પ્રશ્ન 26.
દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે?
ઉત્તર:
દ્વિીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી ગોદાવરી છે.

પ્રશ્ન 27.
ગોદાવરી નદી ક્યાંથી નીકળી કોને મળે છે?
ઉત્તર:
ગોદાવરી નદી મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાંથી નીકળી બંગાળની ખાડીને મળે છે.

પ્રશ્ન 28.
ગોદાવરીની મુખ્ય શાખા-નદીઓ કઈ કઈ છે? તેમાં મોટી કઈ કઈ છે?
ઉત્તરઃ
ગોદાવરીની મુખ્ય શાખા-નદીઓ પૂર્ણા, માંજરા, પેનગંગા, વર્ધા, વેનગંગા, પ્રાણહિતા અને ઇંદ્રાવતી છે. તેમાં માંજરા, પેનગંગા અને વેનગંગા મોટી છે.

પ્રશ્ન 29.
કૃષ્ણા નદીની મુખ્ય શાખા-નદીઓ કઈ કઈ છે?
ઉત્તર:
કૃષ્ણા નદીની મુખ્ય શાખા-નદીઓ કોયના, ઘટપ્રભા, ભીમા, તુંગભદ્રા અને મુસી છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 30.
મહાનદી ક્યાંથી નીકળી કોને મળે છે?
ઉત્તર:
મહાનદી છત્તીસગઢના પહાડી પ્રદેશમાંથી નીકળી ઓડિશામાં થઈને બંગાળની ખાડીને મળે છે.

પ્રશ્ન 31.
મહાનદીનું બેસિન ક્ષેત્ર ક્યાં કયાં રાજ્યોમાં ફેલાયેલું છે?
ઉત્તર:
મહાનદીનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ફેલાયેલું છે.

પ્રશ્ન 32.
કૃષ્ણા નદીનું બેસિન ક્ષેત્ર કયાં કયાં રાજ્યોમાં ફેલાયેલું છે?
ઉત્તર:
કૃષ્ણા નદીનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે.

પ્રશ્ન 33.
કાવેરી નદી ક્યાંથી નીકળી કોને મળે છે?
ઉત્તરઃ
કાવેરી નદી કર્ણાટકમાં પશ્ચિમઘાટની બ્રહ્મગિરિ શ્રેણીમાંથી નીકળી બંગાળની ખાડીને મળે છે.

પ્રશ્ન 34.
કાવેરી નદીની મુખ્ય શાખા-નદીઓ કઈ કઈ છે?
ઉત્તર:
કાવેરી નદીની મુખ્ય શાખા-નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની છે.

પ્રશ્ન 35.
કાવેરી નદીનું બેસિન ક્ષેત્ર ક્યાં ક્યાં રાજ્યોમાં ફેલાયેલું છે?
ઉત્તરઃ
કાવેરી નદીનું બેસિન ક્ષેત્ર કેરલ, કર્ણાટક અને તમિલનાડુમાં હું ફેલાયેલું છે.

પ્રશ્ન 36.
ભારતના પૂર્વ કિનારે આવેલાં ત્રણ ‘લગૂન’ સરોવરોનાં નામ લખો.
ઉત્તર:
ભારતના પૂર્વ કિનારે આવેલાં ત્રણ ‘લગૂન’ સરોવરોઃ ચિલ્કા, કોલેરુ અને પુલિકટ.

પ્રશ્ન 37.
સાંભર સરોવર કયા રાજ્યમાં છે? તે કેવા પાણીનું સરોવર છે?
ઉત્તરઃ
સાંભર સરોવર રાજસ્થાનમાં છે. તે ખૂબ ખારા પાણીનું સરોવર છે.

પ્રશ્ન 38.
ભારતમાં મીઠા પાણીનાં મુખ્ય કુદરતી સરોવરો કયાં કયાં છે?
ઉત્તર:
ભારતમાં મીઠા પાણીનાં મુખ્ય કુદરતી સરોવરો વુલર, રે ડાલ, ભીમતાલ, નૈનિતાલ, લોકતક, બાપાની, કોલેરુ, ઢેબર વગેરે.

પ્રશ્ન 39.
આધુનિક સમયમાં નદીના પાણીનો ઉપયોગ કયાં કયાં કામો માટે થાય છે?
ઉત્તરઃ
આધુનિક સમયમાં નદીના પાણીનો ઉપયોગ પીવા અને ઘરવપરાશ, સિંચાઈ, જળવિદ્યુત, નૌકાવિહાર વગેરે કામો માટે થાય છે.

કારણો આપી વિધાનો પૂરાં કરી:

પ્રશ્ન 1.
હિમાલયની નદીઓ બારમાસી છે, કારણ કે…
ઉત્તરઃ
આ નદીઓમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયનાં શિખરોનો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે.

પ્રશ્ન 2.
ભારતીય દ્વિીપકલ્પની નદીઓ મોસમી કે હંગામી છે, કારણ કે…
ઉત્તર:
ભારતીય દ્વિપકલ્પની મોટા ભાગની નદીઓના પાણીનો જથ્થો માત્ર વરસાદ પર આધારિત છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 3.
અસમમાં બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની વચ્ચે કેટલાક મોટા રે દ્વિપ બનેલા છે, કારણ કે…
ઉત્તરઃ
અસમમાં બ્રહ્મપુત્ર નદી એકબીજા સાથે ગૂંથાયેલા ફાંટાઓમાં { વહેંચાઈને એક ગુંફિત (braided) નદીના સ્વરૂપે વહે છે.

પ્રશ્ન 4.
મેદાનોમાં ઘોડાની નાળ જેવા આકારનાં સરોવરો રચાય ડે છે, કારણ કે…
ઉત્તર:
મેદાનોમાં નદીઓનું વિસર્પણ અને પૂરનો પ્રભાવ હોય છે.

પ્રશ્ન 5.
મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમઘાટમાંથી નીકળી છે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે, કારણ કે…
ઉત્તર:
ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવ પશ્ચિમથી પૂર્વ તરફ છે.

પ્રશ્ન 6.
ગોદાવરીને દક્ષિણની ગંગા’ કહે છે, કારણ કે…
ઉત્તર:
ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહમાર્ગ લાંબો અને તેનું બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે.

પ્રશ્ન 7.
જળ-પ્રદૂષણમાં સતત વધારો થયા કરે છે, કારણ કે…
ઉત્તર:
જળ-પ્રદૂષણ ઉદ્યોગીકરણ અને શહેરીકરણનું પરિણામ છે.

પ્રશ્ન 8.
સાંભર સરોવરના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે, કારણ કે….
ઉત્તર:
સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે.

યોગ્ય જોડકાં જોડો:

પ્રશ્ન 1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. સિંધુ નદીની એક શાખા-નદી 1. લગૂન સરોવર
2. ગંગા નદીની એક શાખા-નદી 2. સતલુજ
3. દક્ષિણની ગંગા 3. ભાગીરથી
4. ચિલ્કા સરોવર 4. ગોદાવરી નદી
5. કોસી

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. સિંધુ નદીની એક શાખા-નદી 2. સતલુજ
2. ગંગા નદીની એક શાખા-નદી 5. કોસી
3. દક્ષિણની ગંગા 4. ગોદાવરી નદી
4. ચિલ્કા સરોવર 1. લગૂન સરોવર

GSEB Class 9 Social Science Important Questions Chapter 15 જળ-પરિવાહ

પ્રશ્ન 2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય 1. પદ્મા જલવિભાજક
2. પશ્ચિમઘાટ 2. સિંધુ નદીની એક શાખા
3. વેનગંગા 3. ગંગા નદીને મળતી એક નદી
4. યમુના 4. બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ
5. બિયાસ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જલવિભાજક 2. સિંધુ નદીની એક શાખા
2. પશ્ચિમઘાટ 5. બિયાસ
3. વેનગંગા 4. બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ
4. યમુના 1. પદ્મા

પ્રશ્ન 3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ધુંઆધાર ધોધ 1. કોલેરુ સરોવર
2. દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી 2. નર્મદા નદી
3. સમુદ્રની ભરતીના કારણે રચાયેલું 3. વુલર સરોવર સરોવર
4. ગોદાવરી નદી 4. ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું
5. ડેલ્ટા સરોવર

ઉત્તર :

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ધુંઆધાર ધોધ 2. નર્મદા નદી
2. દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી 4. ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું
3. સમુદ્રની ભરતીના કારણે રચાયેલું 1. કોલેરુ સરોવર
4. ગોદાવરી નદી 3. વુલર સરોવર સરોવર

પ્રશ્ન 4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ખારા પાણીનું સરોવર 1. મેઘના
2. ગંગા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ 2. અલાહાબાદ
3. ત્રિકોણ આકારનો અતિશય ફળદ્રુપ 3. સાંભર – પ્રદેશ
4. હરદ્વાર 4. ગંગા અને યમુનાનું સંગમસ્થળ
5. ડેલ્ટા

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ખારા પાણીનું સરોવર 3. સાંભર – પ્રદેશ
2. ગંગા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ 1. મેઘના
3. ત્રિકોણ આકારનો અતિશય ફળદ્રુપ 5. ડેલ્ટા
4. હરદ્વાર 2. અલાહાબાદ

પ્રશ્ન 5.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. બ્રહ્મગિરિ પર્વતમાળામાંથી નીકળતી નદી 1. સાંભર
2. સાતપુડા ગિરિમાળામાંથી નીકળતી નદી 2. પુલિકટ
3. રાજસ્થાનમાં આવેલું સરોવર 3. વુલર
4. લગૂન સરોવર 4. કાવેરી
5. તાપી

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. બ્રહ્મગિરિ પર્વતમાળામાંથી નીકળતી નદી 4. કાવેરી
2. સાતપુડા ગિરિમાળામાંથી નીકળતી નદી 5. તાપી
3. રાજસ્થાનમાં આવેલું સરોવર 1. સાંભર
4. લગૂન સરોવર 2. પુલિકટ

પ્રશ્ન 6.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. બે ફાંટાઓમાં વહેંચાતો ગંગાનો પ્રવાહ 1. ગંગા
2. તિબેટમાં માનસરોવર પાસેથી નીકળતી નદી 2. નર્મદા
3. હરદ્વાર પાસે મેદાનમાં પ્રવેશતી નદી 3. બ્રહ્મપુત્ર
4. તિબેટમાં ‘ત્સાંગપો’ના નામથી ઓળખાતી નદી 4. સિંધુ
5. ફરાક્કા પાસે

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. બે ફાંટાઓમાં વહેંચાતો ગંગાનો પ્રવાહ 5. ફરાક્કા પાસે
2. તિબેટમાં માનસરોવર પાસેથી નીકળતી નદી 4. સિંધુ
3. હરદ્વાર પાસે મેદાનમાં પ્રવેશતી નદી 1. ગંગા
4. તિબેટમાં ‘ત્સાંગપો’ના નામથી ઓળખાતી નદી 3. બ્રહ્મપુત્ર

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *