Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના મુખ્ય નેતાઓમાં કોનો સમાવેશ કરી શકાય નહિ?
A. બાલાજી વિશ્વનાથનો
B. રાણી લક્ષ્મીબાઈનો
C. નાનાસાહેબ પેશ્વાનો
D. તાત્યા ટોપેનો
ઉત્તર:
A. બાલાજી વિશ્વનાથનો
પ્રશ્ન 2.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું મુખ્ય કારણ કર્યું હતું?
A. અંગ્રેજોની ખર્ચાળ ન્યાયપદ્ધતિ
B. અંગ્રેજોની અન્યાયી જકાતનીતિ
C. ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ
D. ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના
ઉત્તર:
D. ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના
પ્રશ્ન 3.
કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા?
A. અંગ્રેજી ભાષાને કારણે
B. બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે
C. ખ્રિસ્તી પાદરીઓને મળેલું સરકારી રક્ષણ
D. ભારતમાં આવેલી નવજાગૃતિને કારણે
ઉત્તર:
B. બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે
પ્રશ્ન 4.
કઈ સાલ સુધીમાં અંગ્રેજોએ ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી?
A. ઈ. સ. 1764 સુધીમાં
B. ઈ. સ. 1800 સુધીમાં
C. ઈ. સ. 1818 સુધીમાં
D. ઈ. સ. 1810 સુધીમાં
ઉત્તર:
C. ઈ. સ. 1818 સુધીમાં
પ્રશ્ન 5.
સહાયકારી યોજનાનો જનક કોણ હતો?
A. લૉર્ડ ડેલહાઉસી
B. લૉર્ડ વિલિયમ બેન્ટિક
C. લૉર્ડ વેલેસ્લી
D. વૉરન હેસ્ટિંગ્સ
ઉત્તર:
C. લૉર્ડ વેલેસ્લી
પ્રશ્ન 6.
લૉર્ડ ડેલહાઉસીએ ક્યા પેશ્વાનું પેન્શન બંધ કરી દીધું હતું?
A. નાના ફડણવીસનું
B. નાનાસાહેબનું
C. બાલાજી બાજીરાવનું
D. બાલાજી વિશ્વનાથનું
ઉત્તર:
B. નાનાસાહેબનું
પ્રશ્ન 7.
અંગ્રેજોની કઈ વ્યવસ્થા લોકો માટે ત્રાસદાયક હતી?
A. લશ્કરી
B. વહીવટી
C. ઔદ્યોગિક
D. શૈક્ષણિક
ઉત્તર:
B. વહીવટી
પ્રશ્ન 8.
અંગ્રેજોની જકાતનીતિથી સમાજનો ક્યો વર્ગ બરબાદ થઈ ગયો?
A. ખેડૂત વર્ગ
B. શિક્ષિતોનો વર્ગ
C. કારીગર વર્ગ
D. દેશી રાજાઓનો વર્ગ
ઉત્તર:
A. ખેડૂત વર્ગ
પ્રશ્ન 9.
નીચેના પૈકી ક્યા પાકોનું ઉત્પાદન ભારતના ખેડૂતોએ ફરજિયાત કરવું પડતું હતું?
A. કપાસ, ચણા, ગળી
B. કપાસ, ગળી, ડાંગર
C. કપાસ, ગળી, ચા
D. કપાસ, ગળી, રેશમ
ઉત્તર:
D. કપાસ, ગળી, રેશમ
પ્રશ્ન 10.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં કોણે ભાગ લીધો નહોતો?
A. દેશી રાજાઓએ
B. જમીનદારોએ
C. શિક્ષિતોએ
D. ખેડૂતોએ
ઉત્તર:
C. શિક્ષિતોએ
પ્રશ્ન 11.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી?
A. જમીનદારોએ
B. ખેડૂતોએ
C. દેશી રાજાઓએ
D. ભારતીય સૈનિકોએ
ઉત્તર:
D. ભારતીય સૈનિકોએ
પ્રશ્ન 12.
અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું?
A. ઍન્ફિલ્ડ
B. સુપરફિલ્ડ
C. બ્રાઉન બેઝ
D. યુરોફિલ્ડ
ઉત્તર:
A. ઍન્ફિલ્ડ
પ્રશ્ન 13.
સૌપ્રથમ કયા પ્રાંતના સિપાઈઓએ ઍન્ફિલ્ડ રાઈફલના કારતૂસો વાપરવાનો ઇન્કાર કર્યો?
A. મુંબઈના
B બંગાળના
C. ચેન્નઈના
D. દિલ્લીના
ઉત્તર:
B બંગાળના
પ્રશ્ન 14
29 માર્ચ, 1857ના રોજ બંગાળની કઈ છાવણીના સિપાઈઓએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઈન્કાર કર્યો?
A. સિરહાનપુરની
B. બરહાનપુરની
C. બરાકપુરની
D. જગદીશપુરની
ઉત્તર:
C. બરાકપુરની
પ્રશ્ન 15.
મંગલ પાંડેએ સૌપ્રથમ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી?
A. મેજર હ્યુરોઝની
B. મેજર હ્યુમજની
C. મેજર હસ્ટનની
D. મેજર હ્યુસનની
ઉત્તર:
D. મેજર હ્યુસનની
પ્રશ્ન 16.
મંગલ પાંડેને કયા દિવસે ફાંસી આપવામાં આવી હતી?
A. 31 માર્ચ, 1857ના દિવસે
B. 8 એપ્રિલ, 1857ના દિવસે
C. 20 એપ્રિલ, 1857ના દિવસે
D. 10 મે, 1857ના દિવસે
ઉત્તર:
B. 8 એપ્રિલ, 1857ના દિવસે
પ્રશ્ન 17.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા?
A. મંગલ પાંડે
B. તાત્યા ટોપે
C. નાનાસાહેબ પેશ્વા
D. બહાદુરશાહ ઝફર
ઉત્તર:
A. મંગલ પાંડે
પ્રશ્ન 18.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી?
A. 29 માર્ચ, 1857ના રોજ
B. 10 એપ્રિલ, 1857ના રોજ
C. 1 મે, 1857ના રોજ
D. 10 મે, 1857ના રોજ
ઉત્તર:
D. 10 મે, 1857ના રોજ
પ્રશ્ન 19.
10 મે, 1857ના રોજ 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ ક્યાં શરૂ થયો હતો?
A. કાનપુરમાં
B. ઝાંસીમાં
C. મેરઠમાં
D. લખનઉમાં
ઉત્તર:
C. મેરઠમાં
પ્રશ્ન 20.
મેરઠમાં વિદ્રોહ કર્યા પછી ભારતીય સૈનિકોએ ક્યા સ્થળ ઉપર કૂચ કરી?
A. દિલ્લી ઉપર
B. કાનપુર ઉપર
C. લખનઉ ઉપર
D. પટના ઉપર
ઉત્તર:
A. દિલ્લી ઉપર
પ્રશ્ન 21.
ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું?
A. મેરઠને
B. દિલ્લીને
C. ગ્વાલિયરને
D. ઝાંસીને
ઉત્તર:
B. દિલ્લીને
પ્રશ્ન 22.
ઉત્તર ભારતના સંગ્રામનાં મુખ્ય કેન્દ્રોમાં કયા કેન્દ્રનો સમાવેશ થતો નથી?
A. ગ્વાલિયરનો
B. કાનપુરનો
C. પટનાનો
D. લખનઉનો
ઉત્તર:
A. ગ્વાલિયરનો
પ્રશ્ન 23.
લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું?
A. ઝીનત મહાલે
B. મુમતાજ મહાલે
C. તાત્યા ટોપેએ
D. બેગમ હજરત મહાલે
ઉત્તર:
D. બેગમ હજરત મહાલે
પ્રશ્ન 24.
કાલપી, ગ્વાલિયર જેવાં સ્થળોનું નેતૃત્વ કોણે કર્યું?
A. નાનાસાહેબ પેશ્વાએ
B. તાત્યા ટોપેએ
C. રાણી લક્ષ્મીબાઈએ
D. કુંવરસિંહે
ઉત્તર:
C. રાણી લક્ષ્મીબાઈએ
પ્રશ્ન 25.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના સૌથી વયોવૃદ્ધ નેતા કોણ હતા?
A. કુંવરસિંહ
B. ગરબડદાસ મુખી
C. તાત્યા ટોપે
D. નાનાસાહેબ પેશ્વા
ઉત્તર:
A. કુંવરસિંહ
પ્રશ્ન 26.
બરેલીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું?
A. જોધા માણેકે
B. બહાદુરશાહે
C. બહાદુરખાને
D. કુંવરસિંહે
ઉત્તર:
C. બહાદુરખાને
પ્રશ્ન 27.
કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું?
A. નાનાસાહેબ પેશ્વાએ
B. રાણી લક્ષ્મીબાઈએ
C. કુંવરસિંહે
D. બેગમ હજરત મહાલે
ઉત્તર:
A. નાનાસાહેબ પેશ્વાએ
પ્રશ્ન 28.
ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું?
A. માલાજી જોષીએ
B. જીવાભાઈ ઠાકોરે
C. કૃષ્ણદાસ દવેએ
D. ગરબડદાસ મુખીએ
ઉત્તર:
D. ગરબડદાસ મુખીએ
પ્રશ્ન 29.
મહિસાગર જિલ્લાના કયા વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી?
A. પાંડરવાડાના
B. ધાનપુરના
C. ઉમરવાડાના
D. ડેડિયાપાડાના
ઉત્તર:
A. પાંડરવાડાના
પ્રશ્ન 30.
ઈ. સ. 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કર્યું કારણ ખરું નથી?
A. સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો.
B. સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપથી વિજય મેળવ્યા નહોતા.
C. સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ.
D. મોટા ભાગના રાજાઓ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા.
ઉત્તર:
B. સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપથી વિજય મેળવ્યા નહોતા.
પ્રશ્ન 31.
ઈ. સ. 1857ના સંગ્રામમાં વિજય મેળવ્યા પછી ભારતમાં અંગ્રેજોના શાસનમાં મુખ્ય શું પરિવર્તન આવ્યું?
A. બ્રિટિશ પાર્લમેન્ટે ભારતનું શાસન સંભાળી લીધું.
B. અંગ્રેજોએ લશ્કરની પુનઃરચના કરી.
C. દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પરિવર્તન કર્યું.
D. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ.
ઉત્તર:
A. બ્રિટિશ પાર્લમેન્ટે ભારતનું શાસન સંભાળી લીધું.
પ્રશ્ન 32.
ઈ. સ. 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કર્યું હતું?
A. કેટલાક દેશી રાજાઓએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો.
B. શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે રહીને લડ્યા હતા.
C. સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો નહોતો.
D. સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો.
ઉત્તર:
D. સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો.
પ્રશ્ન 33.
ઇંગ્લેન્ડના કયા રાજપુરુષે 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે?
A. જ્યૉર્જ નેલ્સને
B. સર થોમસ રોએ
C. ડિઝરાયલીએ
D. સર વિલિયર્સે
ઉત્તર:
C. ડિઝરાયલીએ
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ઈ. સ. 1757ના …………………… ના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસનની શરૂઆત કરી.
ઉત્તર:
પ્લાસી
2. અંગ્રેજોએ …………………… વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને બ્રિટિશ શાસન હેઠળ લાવી દીધું.
ઉત્તર:
મૈસૂર
3. અંગ્રેજોએ ઈ. સ. …………………….. સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી.
ઉત્તર:
1818
4. બ્રિટિશ …………………… ને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા.
ઉત્તર:
સામ્રાજ્યવાદ
5. લૉર્ડ વેલેસ્લીએ ………………….. યોજના દ્વારા પોતાનાં રાજ્યોને અંગ્રેજ શાસનને આધીન બનાવી દીધાં.
ઉત્તર:
સહાયકારી
6. લૉર્ડ ડેલહાઉસીએ ……………………. દ્વારા કેટલાંક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધાં.
ઉત્તર:
ખાલસાનીતિ
7. લૉર્ડ ડેલહાઉસીએ …………………….. પેશ્વાનું પેન્શન બંધ કર્યું હતું.
ઉત્તર:
નાનાસાહેબ
8. અંગ્રેજ શાસનમાં ……………………. અત્યંત ખર્ચાળ હતું.
ઉત્તર:
ન્યાયતંત્ર
9. અંગ્રેજોની અન્યાયી ……………………… ને કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો.
ઉત્તર:
જકાતનીતિ
10. ખ્રિસ્તી …………………… એ ભારતમાં હિંદુઓ અને મુસલમાનોને ખ્રિસ્તીધમ બનાવવા પ્રયત્નો કર્યા હતા.
ઉત્તર:
પાદરીઓ
11. ઈ. સ. 1857ના સંગ્રામની સૌપ્રથમ શરૂઆત ભારતીય ……………………… એ કરી હતી.
ઉત્તર:
સૈનિકો
12. અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ ………………………… વ્યવહાર કરતા નહિ.
ઉત્તર:
સામાજિક
13 ‘…………………… કારતૂસ’ એ 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું.
ઉત્તર:
ચરબીવાળા
14. ઈ. સ. 1857માં અંગ્રેજ સરકારે સૈનિકો માટે નવી ‘………………………….. રાઈફલ’ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું.
ઉત્તર:
ઍન્ફિલ્ડ
15. જાન્યુઆરી, 1857માં બંગાળના ભારતીય સૈનિકોમાં અફવા ફેલાઈ કે, ઍન્ફિલ્ડ રાઈફલની કારતૂસો બનાવવા માટે ……………………. અને ……………………. ની ચરબીનો ઉપયોગ થાય છે.
ઉત્તર:
ગાય, ડુક્કર
16. 29 માર્ચ, 1857ના રોજ બંગાળની ……………………… ની છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઈન્કાર કર્યો.
ઉત્તર:
બરાકપુર
17. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનો પ્રથમ શહીદ ……………………… હતો.
ઉત્તર:
મંગલ પાંડે
18. સ્વાતંત્ર્યસંગ્રામની ખરી શરૂઆત ………………………. માં થઈ હતી.
ઉત્તર:
મેરઠ
19. સ્વાતંત્ર્યસંગ્રામની ખરી શરૂઆત ………………………., 1857ના રોજ થઈ હતી.
ઉત્તર:
10 મે
20. ભારતીય સૈનિકોએ 11મે, 1857ના રોજ મેરઠથી …………………… કૂચ કરી.
ઉત્તર:
દિલ્લી
21. ભારતીય સૈનિકોએ …………………….. ને સ્વાતંત્ર્યસંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું.
ઉત્તર:
દિલ્લી
22. ભારતીય સૈનિકોએ મુઘલ બાદશાહ …………………… ને ભારતના શહેનશાહ જાહેર કર્યા.
ઉત્તર:
બહાદુરશાહ બીજા
23. લખનઉમાં સ્વાતંત્ર્યસંગ્રામનું નેતૃત્વ ………………………… લીધું હતું.
ઉત્તર:
બેગમ હજરત મહાલે
24. ઝાંસીની રાણી ……………………… એ 1857ના સંગ્રામમાં કાલપી અને ગ્વાલિયરનું નેતૃત્વ લીધું હતું.
ઉત્તર:
લક્ષ્મીબાઈ
25. બિહારના જાગીરદાર ……………………. 82 વર્ષની વયે 1857નાં સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું.
ઉત્તર:
કુંવરસિંહે
26. બરેલીના મુખ્ય નેતા ……………………. હતા.
ઉત્તર:
બહાદુરખાન
27. કાનપુરમાં સ્વાતંત્ર્યસંગ્રામનું નેતૃત્વ ……………………… પેશ્વા અને તેમના પ્રધાન …………………….. એ લીધું હતું.
ઉત્તર:
નાનાસાહેબ, તાત્યા ટોપે
28. ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામનું નેતૃત્વ આણંદના …………………….. એ લીધું હતું.
ઉત્તર:
ગરબડદાસ મુખી
29. દ્વારકા અને ઓખામંડળ વિસ્તારમાં ……………………… અને ……………………… અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો.
ઉત્તર:
જોધા માણેકે, મૂળુ માણેકે
30. મહીસાગર જિલ્લાના …………………….. વિસ્તારના આદિવાસીઓએ 1857ના સંગ્રામમાં અંગ્રેજો સામે લડત ચલાવી હતી.
ઉત્તર:
પાંડરવાડા
31. …………………….. અને …………………….. 1857ના સંગ્રામના અંગ્રેજ સૈન્યોના સેનાપતિઓ હતા.
ઉત્તર:
જનરલ કૅમ્પબેલ, હ્યુરોઝ
32. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામ પછી ભારતનું શાસન બ્રિટિશ ……………………….. સંભાળી લીધું.
ઉત્તર:
પાર્લમેન્ટ
33. અંગ્રેજ સરકારે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવી ……………………. એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી.
ઉત્તર:
હિંદુ-મુસ્લિમ
34. ………………………. નેતાગીરીનો અભાવ એ 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું.
ઉત્તર:
કેન્દ્રીય
35. ઈ. સ. 1857ના સંગ્રામને નિષ્ફળ બનાવવામાં ભારતના ……………………… અને ……………………… સૈનિકોએ નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો.
ઉત્તર:
શીખ, ગુરખા
36. અંગ્રેજો 1857ના સંગ્રામને માત્ર …………………. વિદ્રોહ કહે છે.
ઉત્તર:
સૈનિક
37. કેટલાક ભારતીયો 1857ના સંગ્રામને …………………… માને છે.
ઉત્તર:
જનવિદ્રોહ
38. ઇંગ્લેન્ડના રાજપુરુષ ……………………… એ 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે.
ઉત્તર:
ડિઝરાયેલી
39. …………………. 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામ’ ગણાવે છે.
ઉત્તર:
વિનાયક દામોદર સાવરકર
40. ડૉ. સને 1857ના સંગ્રામને ‘……………………………’ ની ઉપમા આપી છે.
ઉત્તર:
સ્વતંત્રતાસંગ્રામ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. ઈ. સ. 1757ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી દીધું હતું.
ઉત્તર:
ખોટું
2. ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના એ 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું.
ઉત્તર:
ખરું
૩. ઈ. સ. 1757ના મેરઠના યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી.
ઉત્તર:
ખોટું
4. બ્રિટિશ સામ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા.
ઉત્તર:
ખોટું
5. વેલેસ્લીએ સહાયકારી યોજના દ્વારા પોતાનાં રાજ્યોને અંગ્રેજી શાસન નીચે લાવી દીધાં.
ઉત્તર:
ખરું
6. ડેલહાઉસીએ ખાલસાનીતિ દ્વારા અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધાં.
ઉત્તર:
ખરું
7. ડેલહાઉસીએ અનેક રાજાઓની જમીનો જપ્ત કરી હતી.
ઉત્તર:
ખોટું
8. બ્રિટિશ કંપનીના વહીવટીતંત્રમાં ઉચ્ચ સ્થાનો પર ભારતીય અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી.
ઉત્તર:
ખોટું
9. અંગ્રેજો ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માગતા હતા.
ઉત્તર:
ખરું
10. અંગ્રેજોની અન્યાયી જકાતનીતિને કારણે ભારતનો નોકરિયાત વર્ગ બરબાદ થઈ ગયો.
ઉત્તરઃ
ખોટું
11. અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં હસ્તક્ષેપ કર્યો હતો.
ઉત્તર:
ખરું
12. અંગ્રેજો ભારતીયો સાથે સદ્ભાવપૂર્ણ વ્યવહાર કરતા હતા.
ઉત્તર:
ખોટું
13. અંગ્રેજોએ મંદિરો અને ગુરુદ્વારાઓની મિલકતો પર કર નાખ્યો હતો.
ઉત્તર:
ખોટું
14. ઈ. સ. 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો.
ઉત્તર:
ખરું
15. કોઈ પણ ભારતીય સૈનિકને સુબેદારથી વધારે ઊંચો હોદો આપવામાં નહોતો આવતો.
ઉત્તર:
ખરું
16. ભારતીય સૈનિકોને દરિયાપાર નહિ જવાની બાંહેધરી આપવી પડતી હતી.
ઉત્તર:
ખોટું
17. અંગ્રેજોનો ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર એ 1857ના આ સંગ્રામનું તાત્કાલિક કારણ હતું.
ઉત્તર:
ખોટું
18. ગાય હિંદુઓ માટે પવિત્ર છે; જ્યારે ડુક્કરનું માંસ મુસ્લિમો માટે વર્જ્ય છે.
ઉત્તર:
ખરું
19. 29 માર્ચ, 1857ના રોજ મેરઠની લશ્કરી છાવણીના ભારતીય સેનિકોએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઈન્કાર કર્યો.
ઉત્તર:
ખોટું
20. ઈ. સ. 1857ના સંગ્રામ દરમિયાન ભારતીય સૈનિકોએ દિલ્લી જીતી લઈને બીજા જ દિવસે મેરઠ તરફ કૂચ કરી.
ઉત્તરઃ
ખોટું
21. ઈ. સ. 1857ના સંગ્રામમાં ભારતીય સૈનિકોએ મુઘલ બાદશાહ શાહઆલમ બીજાને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા હતા.
ઉત્તર:
ખોટું
22. ઈ. સ. 1857ના સંગ્રામનાં મુખ્ય કેન્દ્રોમાં કાનપુરનો સમાવેશ થતો ન હતો.
ઉત્તર:
ખોટું
23. રાણી લક્ષ્મીબાઈ ઝાંસીનાં મહારાણી હતાં.
ઉત્તર:
ખરું
24. કુંવરસિંહ બિહારના જાગીરદાર હતા.
ઉત્તર:
ખરું
25. જોધા માણેકે અને મૂળુ માણેકે સાબરકાંઠામાં અંગ્રેજોનો ભારે પ્રતિકાર કર્યો હતો.
ઉત્તર:
ખોટું
26. ઈ. સ. 1857ના સંગ્રામને અંતે ભારતમાંથી કંપની શાસનનો અંત આવ્યો.
ઉત્તર:
ખરું
27. હિંદુઓની એકતા તોડવા માટે અંગ્રેજોએ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અમલમાં મૂકી.
ઉત્તર:
ખોટું
28. ભારતના મોટા ભાગના રાજાઓ 1857ના સંગ્રામથી દૂર રહ્યા હતા.
ઉત્તર:
ખરું
29. શીખો અને ગુરખાઓએ અંગ્રેજોના પક્ષે લડીને ઈ. સ. 1857ના સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો.
ઉત્તર:
ખરું
30. ઈ. સ. 1857નો સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો હતો.
ઉત્તર:
ખોટું
31. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલીએ ઈ. સ. 1857ના સંગ્રામને ‘સૈનિક બળવો’ ગણાવ્યો છે.
ઉત્તર:
ખોટું
32. વિનાયક દામોદર સાવરકરે ઈ. સ. 1857ના સંગ્રામને કે ‘ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ’ કહ્યો છે.
ઉત્તર:
ખરું
33. ઇતિહાસકાર ડૉ. સેને ઈ. સ. 1857ના સંગ્રામને ‘સ્વતંત્રતા-સંગ્રામની ઉપમા આપી છે.
ઉત્તર:
ખરું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મૈસૂર વિગ્રહો | (1) ઇંગ્લેન્ડનું નૌકાદળ |
(2) લૉર્ડ વેલેસ્લી | (2) ખાલસાનીતિ |
(3) લૉર્ડ ડેલહાઉસી | (3) જકાતનીતિ |
(4) અંગ્રેજોની દરિયાઈ તાકાત | (4) સહાયકારી યોજના |
(5) ટીપુ સુલતાન |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મૈસૂર વિગ્રહો | (5) ટીપુ સુલતાન |
(2) લૉર્ડ વેલેસ્લી | (4) સહાયકારી યોજના |
(3) લૉર્ડ ડેલહાઉસી | (2) ખાલસાનીતિ |
(4) અંગ્રેજોની દરિયાઈ તાકાત | (1) ઇંગ્લેન્ડનું નૌકાદળ |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) 29 માર્ચ, 1857 | (1) દિલ્લી |
(2) 10 મે, 1857 | (2) ભારતના શહેનશાહ |
(3) ઈ. સ. 1857ના સંગ્રામનું મુખ્ય કેન્દ્ર | (3) મેરઠની લશ્કરી છાવણી |
(4) બહાદુરશાહ બીજો | (4) બરાકપુરની લશ્કરી છાવણી |
(5) દિલ્લીના શહેનશાહ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) 29 માર્ચ, 1857 | (4) બરાકપુરની લશ્કરી છાવણી |
(2) 10 મે, 1857 | (3) મેરઠની લશ્કરી છાવણી |
(3) ઈ. સ. 1857ના સંગ્રામનું મુખ્ય કેન્દ્ર | (1) દિલ્લી |
(4) બહાદુરશાહ બીજો | (2) ભારતના શહેનશાહ |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ | (1) રાણી લક્ષ્મીબાઈ |
(2) લખનઉના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા | (2) નાનાસાહેબ પેશ્વા |
(3) બિહારના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા | (3) મંગલ પાંડે |
(4) કાનપુરના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા | (4) કુંવરસિંહ |
(5) બેગમ હજરત મહાલ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ | (3) મંગલ પાંડે |
(2) લખનઉના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા | (5) બેગમ હજરત મહાલ |
(3) બિહારના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા | (4) કુંવરસિંહ |
(4) કાનપુરના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા | (2) નાનાસાહેબ પેશ્વા |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) અંગ્રેજો | (1) રાજકીય અને ધાર્મિક બળવો |
(2) ડિઝરાયલી | (2) જનવિદ્રોહ |
(3) વિનાયક દામોદર સાવરકર | (3) સ્વતંત્રતાસંગ્રામ |
(4) ડૉ. સેન | (4) ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ |
(5) સેનિક વિદ્રોહ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) અંગ્રેજો | (5) સેનિક વિદ્રોહ |
(2) ડિઝરાયલી | (1) રાજકીય અને ધાર્મિક બળવો |
(3) વિનાયક દામોદર સાવરકર | (4) ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ |
(4) ડૉ. સેન | (3) સ્વતંત્રતાસંગ્રામ |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ કોણે કોણે કર્યો?
ઉત્તર:
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે, મંગલ પાંડે, કુંવરસિંહ, બેગમ હજરત મહલ વગેરે કર્યો હતો.
પ્રશ્ન 2.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું મુખ્ય રાજકીય કારણ કર્યું હતું?
ઉત્તર:
ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના એ ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું મુખ્ય રાજકીય કારણ હતું.
પ્રશ્ન 3.
અંગ્રેજોએ કેવી રીતે સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી?
ઉત્તર:
અંગ્રેજોએ મૈસૂરના ટીપુ સુલતાનને, ડચ અને ફ્રેન્ચ કંપનીઓને તેમજ અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુઘલ બાદશાહ, બંગાળના નવાબ, તાંજોરના રાજા અને મરાઠાઓને એક પછી એક હરાવીને ઈ. સ. 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી.
પ્રશ્ન 4.
કોણે, કઈ યોજના દ્વારા પોતાનાં રાજ્યોને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધાં?
ઉત્તર:
ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધાં.
પ્રશ્ન 5.
કોણે, કઈ નીતિ દ્વારા કયાં કયાં રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધાં?
ઉત્તર:
લૉર્ડ ડેલહાઉસીએ ખાલસાનીતિ દ્વારા સતારા, જેતપુર, ઝાંસી, સંભલપુર, નાગપુર વગેરે રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધાં.
પ્રશ્ન 6.
લૉર્ડ ડેલહાઉસીએ કયા રાજાઓનું પેન્શન બંધ કર્યું?
ઉત્તર:
લૉર્ડ ડેલહાઉસીએ નાનાસાહેબ પેશ્વાનું અને આર્કોટ, તાંજોર, કર્ણાટક વગેરે રાજ્યોના રાજાઓનું પેન્શન બંધ કર્યું.
પ્રશ્ન 7.
અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અને પોલીસતંત્ર કેવું હતું?
ઉત્તર:
અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ અને પોલીસતંત્ર નિષ્ક્રિય હતું.
પ્રશ્ન 8.
અંગ્રેજો પાસ, ગળી, રેશમ વગેરે પાકોનું ભારતના ખેડૂતો પાસે શા માટે ફરજિયાત ઉત્પાદન કરાવતા હતા?
ઉત્તર:
અંગ્રેજો ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માટે કપાસ, ગળી, રેશમ વગેરે પાકોનું ભારતના ખેડૂતો પાસે ફરજિયાત ઉત્પાદન કરાવતા હતા.
પ્રશ્ન 9.
અંગ્રેજ શાસન દરમિયાન કયા કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો?
ઉત્તર:
અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજોની અન્યાયી
પ્રશ્ન 10.
ઈ. સ. 1857ના સંગ્રામમાં કારીગરોએ શા માટે ભાગ લીધો?
ઉત્તર:
અંગ્રેજોની અન્યાયી જકાતનીતિને કારણે ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હસ્તકલા ઉદ્યોગો વગેરે પડી ભાંગ્યા, જેથી કારીગરો બેકાર બન્યા. પોતાને થયેલા અન્યાયનો બદલો લેવા કારીગરોએ ઈ. સ. 1857ના સંગ્રામમાં ભાગ લીધો.
પ્રશ્ન 11.
અંગ્રેજ શાસન દરમિયાન ખ્રિસ્તી પાદરીઓએ શું કર્યું?
ઉત્તર:
અંગ્રેજ શાસન દરમિયાન ખ્રિસ્તી પાદરીઓએ હિંદુઓ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા ખૂબ પ્રયત્નો કર્યા.
પ્રશ્ન 12.
ઈ. સ. 1850માં અંગ્રેજ સરકારે ક્યો કાયદો બનાવ્યો?
ઉત્તર:
ઈ. સ. 1850માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે, જે હિંદુ કે મુસ્લિમ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવશે તેને પૈતૃક મિલક્તમાં હિસ્સો મળશે.
પ્રશ્ન 13.
અંગ્રેજો ભારતીયો સાથે કેવો વ્યવહાર કરતા હતા?
ઉત્તર:
અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભર્યો અને અપમાનજનક વ્યવહાર કરતા હતા. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર રાખતા નહિ.
પ્રશ્ન 14.
ભારતીયો પ્રત્યે અંગ્રેજોની માનસિકતા કેવી હતી?
ઉત્તર:
ભારતીયો ગંદા, રોગિષ્ઠ અને નિમ્ન કોટિના છે તેમજ ગોરા લોકો – અંગ્રેજો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે એવી માનસિકતા ધરાવતા હતા.
પ્રશ્ન 15.
ઈ. સ. 1857નો સંગ્રામ સૌપ્રથમ કોણે કર્યો હતો?
ઉત્તર:
ઈ. સ. 1857નો સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ તે કર્યો હતો.
પ્રશ્ન 16.
અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોનાં પગાર, ભથ્થાં અને સગવડો કેવાં હતાં?
ઉત્તર:
અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોનાં પગાર, ભથ્થાં અને સગવડો અંગ્રેજી સૈનિકોની તુલનામાં અત્યંત નિમ્ન કોટિનાં હતાં.
પ્રશ્ન 17.
અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકો પર કયા પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા હતા?
ઉત્તર:
અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા હતા.
પ્રશ્ન 18.
અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને કઈ બાંહેધરી આપવી પડતી હતી?
ઉત્તરઃ
અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપારના દેશોમાં જવાની બાંહેધરી આપવી પડતી હતી.
પ્રશ્ન 19.
ઈ. સ. 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ કર્યું હતું?
ઉત્તર:
લશ્કરમાં સેનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી દાખલ કરાયેલ ઍન્ફિલ્ડ રાઇફલના કારતૂસો એ ઈ. સ. 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું.
પ્રશ્ન 20.
જાન્યુઆરી, 1857માં બંગાળની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોમાં કઈ અફવા ફેલાઈ હતી?
ઉત્તર:
જાન્યુઆરી, 1857માં બંગાળની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ હતી કે, નવી ઍન્ફિલ્ડ રાઈફલના કારસો પર લગાવવામાં આવેલ કૅપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 21.
બંગાળની બરાકપુર લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળી કારતૂસો વાપરવાનો શા માટે ઇન્કાર કર્યો?
ઉત્તર:
નવી ઍન્ફિલ્ડ રાઈફલની કારતૂસોને રાઈફલમાં મૂકતાં પહેલાં તેની ઉપર લગાવેલી કૅપને દાંત વડે તોડવી પડતી. એ કૅપની બનાવટમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો છે એ વાત ભારતીય સૈનિકોમાં ફેલાઈ. આથી, બંગાળની બરાકપુર લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળી કારતૂસો વાપરવાનો ઈન્કાર કર્યો.
પ્રશ્ન 22.
બંગાળની બરાકપુર લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળી કારતૂસો વાપરવાનો ઈન્કાર ક્યારે કર્યો?
ઉત્તરઃ
29 માર્ચ, 1857ના રોજ બંગાળની બરાકપુર લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇન્કાર કર્યો.
પ્રશ્ન 23.
મંગલ પાંડેએ કોની કોની હત્યા કરી?
ઉત્તરઃ
મંગલ પાંડેએ અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની અને લેફ્ટનન્ટ બઘની હત્યા કરી.
પ્રશ્ન 24.
મંગલ પાંડેને ક્યારે ફાંસી આપવામાં આવી?
ઉત્તર:
8 એપ્રિલ, 1857ના રોજ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી.
પ્રશ્ન 25.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો?
ઉત્તર:
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો.
પ્રશ્ન 26.
ઈ. સ. 1857ના સંગ્રામની ખરી શરૂઆત ક્યારે, ક્યાં થઈ?
ઉત્તર:
ઈ. સ. 1857ના સંગ્રામની ખરી શરૂઆત 10 મે, 1857ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં થઈ.
પ્રશ્ન 27.
ભારતીય સૈનિકોએ મેરઠથી ક્યાં કૂચ કરી? ત્યાં તેમણે શું કર્યું?
ઉત્તરઃ
ભારતીય સૈનિકોએ મેરઠથી દિલ્લી કૂચ કરી. ત્યાં તેમણે અનેક અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી દિલ્લીને જીતી લીધું.
પ્રશ્ન 28.
ભારતીય સૈનિકોએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા?
ઉત્તર:
ભારતીય સૈનિકોએ મુઘલ બાદશાહ બહાદુરશાહ બીજાને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા.
પ્રશ્ન 29.
ઈ. સ. 1857ના સંગ્રામમાં ઉત્તર ભારતનાં મુખ્ય કેન્દ્રો કયાં કયાં હતાં?
ઉત્તરઃ
ઈ. સ. 1857ના સંગ્રામમાં ઉત્તર ભારતનાં મુખ્ય કેન્દ્રો કાનપુર, લખનઉ, ઝાંસી, પટના, જગદીશપુર, બરેલી, બનારસ, ફેઝાબાદ, આગરા વગેરે હતાં.
પ્રશ્ન 30.
લખનઉમાં ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું?
ઉત્તર:
લખનઉમાં ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું નેતૃત્વ બેગમ હજરત મહાલે લીધું હતું.
પ્રશ્ન 31.
ઈ. સ. 1857ના સંગ્રામમાં કાલપી અને ગ્વાલિયરનું નેતૃત્વ કોણે લીધું હતું?
ઉત્તર:
ઈ. સ. 1857ના સંગ્રામમાં કાલપી અને ગ્વાલિયરનું નેતૃત્વ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ લીધું હતું.
પ્રશ્ન 32.
82 વર્ષની વયે ઈ. સ. 1857ના સંગ્રામનું નેતૃત્વ કોણ કરી રહ્યા હતા?
ઉત્તરઃ
82 વર્ષની વયે ઈ. સ. 1857ના સંગ્રામનું નેતૃત્વ બિહારના જાગીરદાર કુંવરસિંહે કર્યું હતું.
પ્રશ્ન 33.
ઈ. સ. 1857ના સંગ્રામમાં બરેલીના મુખ્ય નેતા કોણ હતા?
ઉત્તર :
ઈ. સ. 1857ના સંગ્રામમાં બરેલીના મુખ્ય નેતા બહાદુરખાન હતા.
પ્રશ્ન 34.
કાનપુરમાં ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું?
ઉત્તર:
કાનપુરમાં ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું નેતૃત્વ નાનાસાહેબ પેશ્વા અને તેમના પ્રધાન તાત્યા ટોપેએ લીધું હતું.
પ્રશ્ન 35.
મધ્ય પ્રદેશમાં ઈ. સ. 1857નો સંગ્રામ ક્યાં સ્થળોએ ફેલાયો હતો?
ઉત્તર :
મધ્ય પ્રદેશમાં ઈ. સ. 1857નો સંગ્રામ ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર વગેરે સ્થળોએ ફેલાયો હતો.
પ્રશ્ન 36.
મહારાષ્ટ્રમાં ઈ. સ. 1857નો સંગ્રામ ક્યાં સ્થળોએ ફેલાયો હતો?
ઉત્તર:
મહારાષ્ટ્રમાં ઈ. સ. 1857નો સંગ્રામ સતારા, કોલ્હાપુર, સાવંતવાડી વગેરે સ્થળોએ ફેલાયો હતો.
પ્રશ્ન 37.
ઈ. સ. 1857ના સંગ્રામમાં સમગ્ર ભારતનું નેતૃત્વ કોણે કોણે કર્યું હતું?
ઉત્તર:
ઈ. સ. 1857ના સંગ્રામમાં રાજાઓ, જાગીરદારો, જમીનદારો, ખેડૂતો, કારીગરો, વેપારીઓ, આદિવાસીઓ, ગ્રામીણ વિસ્તારના લોકો, સ્ત્રી-નેતાઓ તેમજ હિંદુ અને મુસ્લિમ ધર્મના લોકો વગેરેએ સમગ્ર ભારતનું નેતૃત્વ કર્યું હતું.
પ્રશ્ન 38.
ઈ. સ. 1857ના સંગ્રામ પછી ભારતમાં અંગ્રેજ શાસનમાં કયું રાજકીય પરિવર્તન થયું?
ઉત્તર:
ઈ. સ. 1857ના સંગ્રામ પછી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ(બ્રિટિશ તાજ)નું શાસન સ્થપાયું.
પ્રશ્ન 39.
ઈ. સ. 1857ના સંગ્રામ પછી અંગ્રેજોએ શાં પરિવર્તનો કર્યા?
ઉત્તર:
ઈ. સ. 1857ના સંગ્રામ પછી અંગ્રેજોએ વિદ્રોહનાં કારણોનો અભ્યાસ કરી વહીવટ, સામાજિક નીતિ અને આર્થિક નીતિમાં પરિવર્તન કર્યું. તેમણે લશ્કરની પુનઃરચના કરી તેમજ દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પણ પરિવર્તન કર્યું.
પ્રશ્ન 40.
ઈ. સ. 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કોને ગણાવી શકાય?
ઉત્તર:
ઈ. સ. 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કેન્દ્રીય નેતાગીરીના અભાવને ગણાવી શકાય.
પ્રશ્ન 41.
કઈ કઈ બાબતોને લીધે અંગ્રેજોએ ઈ. સ. 1857ના સંગ્રામને ખૂબ ઝડપથી દબાવી દીધો?
ઉત્તર:
આધુનિક લશ્કરી સરંજામ, દરિયાઈ તાકાત, શક્તિશાળી અને બાહોશ સેનાપતિઓ, રેલવે અને તાર-વ્યવસ્થા વગેરે બાબતોને લીધે અંગ્રેજોએ ઈ. સ. 1857ના સંગ્રામને ખૂબ ઝડપથી દબાવી દીધો.
પ્રશ્ન 42.
ઈ. સ. 1857ના સંગ્રામમાં કયા કયા રાજ્યોના શાસકોએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો?
ઉત્તર :
ઈ. સ. 1857ના સંગ્રામમાં હૈદરાબાદ, કશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા, ભોપાલ વગેરે રાજ્યોના શાસકોએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો.
પ્રશ્ન 43.
ઈ. સ. 1857ના સંગ્રામમાં કઈ લડાયક જાતિઓએ અંગ્રેજોના પક્ષે લડીને સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો?
ઉત્તર:
ઈ. સ. 1857ના સંગ્રામમાં શીખ અને ગુરખા જેવી લડાયક જાતિઓએ અંગ્રેજોના પક્ષે લડીને સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો.
પ્રશ્ન 44.
ઈ. સ. 1857ના સંગ્રામમાં કયા વર્ગનો સાથ-સહકાર મળ્યો નહિ?
ઉત્તર:
ઈ. સ. 1857ના સંગ્રામમાં અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો, બુદ્ધિજીવીઓ વગેરેના વર્ગનો સાથ-સહકાર મળ્યો નહિ.
પ્રશ્ન 45.
ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલીએ ઈ. સ. 1857ના સંગ્રામને કેવો કહ્યો છે?
ઉત્તર:
ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલીએ ઈ. સ. 1857ના સંગ્રામને ‘રાજકીય અને ધાર્મિક બળવો’ કહ્યો છે.
પ્રશ્ન 46.
વિનાયક દામોદર સાવરકરે ઈ. સ. 1857ના સંગ્રામને કેવો કહ્યો છે?
ઉત્તર:
વિનાયક દામોદર સાવરકરે ઈ. સ. 1857ના સંગ્રામને ‘ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ’ કહ્યો છે.
પ્રશ્ન 47.
ડૉ. સેને ઈ. સ. 1857ના સંગ્રામને કઈ ઉપમા આપી છે?
ઉત્તર:
ડૉ. સેને ઈ. સ. 1857ના સંગ્રામને ‘સ્વતંત્રતાસંગ્રામ’ની ઉપમા આપી છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
પ્રશ્ન 1.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆત અને તેનો વિકાસ કેવી રીતે થયો?
અથવા
ટૂંક નોંધ લખો ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆત અને વિકાસ
ઉત્તર:
29 માર્ચ, 1857ના રોજ બંગાળની બરાકપુરની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇન્કાર કર્યો. આથી, અંગ્રેજ અધિકારીઓએ આખી પલટનને 3 છાવણી છોડી જવા હુકમ કર્યો. એ સમયે મંગલ પાંડે નામનો સૈનિક અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની સામે દોડી આવ્યો. મેજર હ્યુસને મંગલ પાંડેની ધરપકડ કરવા હુકમ કર્યો. મંગલ પાંડેએ ગોળી મારીને મેજર હ્યુસનની હત્યા કરી. એ પછી તેણે લેફ્ટનન્ટ બઘની પણ ગોળી મારીને હત્યા કરી. તેથી મંગલ પાંડેની ધરપકડ કરવામાં આવી અને તેને 8 એપ્રિલ, 1857ના રોજ ફાંસી આપવામાં આવી. મંગલ પાંડે ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનો પ્રથમ શહીદ બન્યો.
10 મે, 1857ના રોજ મેરઠમાં સંગ્રામ શરૂ થયો. અહીં 85 ભારતીય સૈનિકોએ ઍન્ફિલ્ડ રાઈફલના કારતૂસો વાપરવાનો ઈન્કાર કર્યો. આથી, અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી જેલમાં પૂર્યા. બીજા ભારતીય સૈનિકોએ બળવો કરી અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી અને પોતાના સાથી સૈનિકોને જેલમાંથી છોડાવ્યા. 11 મેના રોજ બધા ભારતીય સૈનિકો દિલ્હી પહોંચ્યા. એ સૈનિકોએ અનેક અધિકારીઓની હત્યા કરી દિલ્લી જીતી લીધું. દિલ્લી ઈ. સ. 1857ના સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું. ભારતીય સૈનિકોએ મુઘલ બાદશાહ બહાદુરશાહને ભારતના શહેનશાહ જાહેર કર્યા.
પ્રશ્ન 2.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનાં શાં પરિણામો આવ્યાં?
ઉત્તર:
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનાં પરિણામો મુખ્યત્વે આ પ્રમાણે આવ્યાં:
- ઈ. સ. 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો. સંગ્રામમાં ભારતીયોની હાર થઈ.
- શરૂઆતમાં સંગ્રામના નેતાઓએ ખૂબ ઝડપથી વિજય મેળવ્યા હતા, પરંતુ અંગ્રેજોના શક્તિશાળી સૈન્ય સામે ટકી શક્યા નહિ. તેઓ હારવા લાગ્યા. જનરલ કૅમ્પબેલ અને હ્યુરોઝ જેવા શક્તિશાળી સેનાપતિઓએ સંગ્રામના નેતાઓને એક પછી એક હરાવીને સંગ્રામને દાબી દીધો. ભારતમાં ફરીથી અંગ્રેજ શાસનની સ્થાપના થઈ.
- ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો. બ્રિટિશ પાર્લમેન્ટે ભારતનો વહીવટ પોતાને હસ્તક લઈ લીધો. ભારતમાં બ્રિટિશ તાજનું શાસન સ્થપાયું.
- બ્રિટિશ સરકારે સંગ્રામનો અભ્યાસ કરી વહીવટી પરિવર્તનો કર્યા.
- બ્રિટિશ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની આર્થિક નીતિમાં પરિવર્તન કરીને ભારતના ઉદ્યોગોને ઉત્તેજન આપવાની નીતિ અપનાવી.
- અંગ્રેજ સરકારે સામાજિક નીતિમાં પરિવર્તનો કર્યા. તેણે સમાજસુધારણાની નીતિનો ત્યાગ કર્યો. હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની કોમી એકતા તોડવા માટે સરકારે ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવી.
- સંગ્રામ પછી અંગ્રેજ સરકારે લશ્કરી તંત્રની પુનઃરચના કરી. લશ્કરમાં અંગ્રેજ સૈનિકોની સંખ્યા વધારવામાં આવી તેમજ હિંદી સૈનિકોનાં પગાર, ભથ્થાં, સગવડો વગેરેમાં પણ વધારો કરવામાં આવ્યો.
- અંગ્રેજ સરકારે દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પણ પરિવર્તન કર્યું. તેણે દેશી રાજ્યોની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કર્યું.
પ્રશ્ન 3.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનાં મુખ્ય સ્થળો કયાં કયાં હતાં?
ઉત્તર:
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનાં મુખ્ય સ્થળો આ પ્રમાણે હતાં:
- ઉત્તર ભારતમાં મેરઠ, દિલ્લી, બરેલી, આગરા, કાનપુર, પટના, ફેઝાબાદ, બનારસ, અલાહાબાદ, ગોરખપુર, જગદીશપુર વગેરે;
- રાજસ્થાનમાં આબુ, અજમેર વગેરે;
- મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર, ઝાંસી, કાલપી, ઈન્દોર વગેરે;
- મહારાષ્ટ્રમાં સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, ધારવાડ વગેરે;
- ગુજરાતમાં અમદાવાદ, આણંદ, લુણાવાડા, પાટણ, દ્વારકા, ઓખા, વડોદરા, ગોધરા, દાહોદ, ખેરાળુ, વિજાપુર, સાબરકાંઠા અને મહીસાગરનો પાંડરવાડા વિસ્તાર વગેરે.
પ્રશ્ન 4.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનાં રાજકીય કારણો કયાં કયાં હતાં?
અથવા
ટૂંક નોંધ લખોઃ ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનાં રાજકીય કારણો
ઉત્તરઃ
રાજકીય કારણોઃ
- ઈ. સ. 1757ના પ્લાસીના અને ૪ ઈ. સ. 1764ના બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ ભારતમાં રાજકીય સત્તા સ્થાપી. એ પછી ડચ અને ફ્રેન્ચ પ્રજાને, ટીપુ સુલતાનને તેમજ અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુઘલ બાદશાહ, તાંજોર, મરાઠાઓ વગેરેને પરાજિત કરી ઈ. સ. 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર અંગ્રેજોએ પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી.
- લૉર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના અને લૉર્ડ ડેલહાઉસીએ ખાલસાનીતિ દ્વારા ભારતનાં દેશી રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યવાદમાં ભેળવી દીધાં.
- લૉર્ડ ડેલહાઉસીએ નાનાસાહેબ પેશ્વા, મુઘલ બાદશાહ બહાદુરશાહ અને અન્ય રાજાઓનાં પેન્શન બંધ કર્યા. તેણે ઇનામ કમિશન દ્વારા અનેક જમીનદારોની જમીનો ૪ જપ્ત કરી. પરિણામે દેશી રાજ્યોનાં રાજાઓ, જમીનદારો અને ૪ મુસ્લિમોમાં અંગ્રેજ સરકાર સામે ભારે અસંતોષ વ્યાપ્યો. તેઓ અંગ્રેજોના દુશ્મન બન્યા. તેમણે પોતાની પ્રજાને અંગ્રેજો સામે ઉશ્કેરી.
પ્રશ્ન 5.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનાં વહીવટી કારણો કયાં ક્યાં હતાં?
અથવા
ટૂંક નોંધ લખો ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનાં વહીવટી કારણો
ઉત્તરઃ
વહીવટી કારણોઃ
- અંગ્રેજોએ વહીવટના બધા જ ઊંચા હોદ્દાઓ પર અંગ્રેજોની નિયુક્તિ કરી. ભારતીયોની નિમણૂક માત્ર નીચલી કક્ષાનાં સ્થાનો પર કરવામાં આવતી. ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજ કર્મચારીઓ વચ્ચે પગારમાં મોટો તફાવત હતો. આથી, ભારતીયોમાં અસંતોષ વધતો ગયો.
- અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ત્રાસદાયક હતી. અંગ્રેજ સરકારે સામાન્ય અને ગરીબ વર્ગ પર આકરા કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી મહેસૂલની ઉઘરાણી કડકાઈપૂર્વક કરવામાં આવતી હતી.
- અંગ્રેજોની અત્યંત ખર્ચાળ ન્યાયપદ્ધતિથી અને પોલીસતંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે રોષ જન્મ્યો હતો.
પ્રશ્ન 6.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનાં સામાજિક અને ધાર્મિક કારણો કયાં કયાં હતાં?
અથવા
ટૂંક નોંધ લખો ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનાં સામાજિક અને ધાર્મિક કારણો
ઉત્તર:
સામાજિક અને ધાર્મિક કારણોઃ
- ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિંદુ અને મુસલમાનોને ઇરાદાપૂર્વક ખ્રિસ્તી બનાવવા પ્રયત્નો કર્યા. ઈ. સ. 1850માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જો કોઈ હિંદુ અને મુસ્લિમ ખ્રિસ્તી ધર્મી બને તો તેને પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળી શકે. તેણે મંદિરો અને મસ્જિદોની મિલકતો પર કર નાખ્યો હતો. આથી, અંગ્રેજ સરકાર હિંદુ ધર્મનો નાશ કરવા માગે છે, એવી શંકા લોકોમાં વધારે દઢ બની.
- અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભય વ્યવહાર કરતા. તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા, રોગિષ્ઠ અને નિમ્ન કોટિના છે; ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહિ. અંગ્રેજોનાં રહેઠાણો પણ હિંદુઓનાં રહેઠાણોથી દૂર હતાં. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ, રોષ અને ધિક્કાર જાગ્યાં હતાં.
પ્રશ્ન 7.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનાં લશ્કરી કારણો કયાં કયાં હતાં?
અથવા
ટૂંક નોંધ લખો ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનાં લશ્કરી કારણો
ઉત્તર:
લશ્કરી કારણો:
- અંગ્રેજ સરકાર ભારતીય સૈનિકોનું ભારે શોષણ કરતી હતી. કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં, અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં હિંદી સૈનિકોને પગાર, ભથ્થાં, સગવડો ઘણાં ઓછાં મળતાં હતાં.
- લશ્કરમાં કોઈ પણ ભારતીય સૈનિક સૂબેદારથી વધારે ઊંચો હોદો મેળવી શકતો નહિ.
- અંગ્રેજ અફસરો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહિ. તેઓ હિંદી સૈનિકોને હલકા અને તુચ્છ સમજતા.
- ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
- ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપારના દેશોમાં યુદ્ધ લડવા માટે જવાની બાંહેધરી આપવી પડતી હતી.
ઉપર્યુક્ત કારણોને લીધે અંગ્રેજ સૈન્યના ભારતીય સૈનિકોમાં અંગ્રેજો પ્રત્યે ખૂબ રોષ ફેલાયો હતો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો:
પ્રશ્ન 1.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની નિષ્ફળતાનાં જવાબદાર કારણોમાં કયા એક કારણનો સમાવેશ કરી શકાય નહિ?
A. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ
B. અંગ્રેજોની ચઢિયાતી લશ્કરી શક્તિ
C. શીખો અને ગુરખાઓનો છૂપો સહકાર
D. મોટા ભાગના રાજાઓની અલિપ્તતા
ઉત્તર:
C. શીખો અને ગુરખાઓનો છૂપો સહકાર
પ્રશ્ન 2.
નીચે આપેલ ચિત્ર કઈ વીરાંગનાનું છે?
A. રાણી લક્ષ્મીબાઈનું
B. રાણી અહલ્યાબાઈનું
C. બેગમ હજરત મહાલનું
D. બેગમ મુમતાજ મહાલનું
ઉત્તર:
A. રાણી લક્ષ્મીબાઈનું
પ્રશ્ન 3.
નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે?
A. કાનપુર – નાનાસાહેબ, લખનઉ – બેગમ હજરત, જગદીશપુર – કુંવરસિંહ
B. કાનપુર – બેગમ હજરત, લખનઉ – કુંવરસિંહ, જગદીશપુર – નાનાસાહેબ
C. લખનઉ – નાનાસાહેબ, જગદીશપુર – બેગમ હજરત, કાનપુર – કુંવરસિંહ
D. જગદીશપુર – નાનાસાહેબ, કાનપુર – બેગમ હજરત, લખનઉ- કુંવરસિંહ
ઉત્તર:
A. કાનપુર – નાનાસાહેબ, લખનઉ – બેગમ હજરત, જગદીશપુર – કુંવરસિંહ
પ્રશ્ન 4.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય?
A. વહીવટી કારણ
B. ધાર્મિક કારણ
C. ડેલહાઉસીની ખાલસાનીતિ
D. ચરબીવાળા કારતૂસો
ઉત્તર:
D. ચરબીવાળા કારતૂસો
પ્રશ્ન 5.
ઈ. સ. 1857ની ઘટનાને કયા લેખકે પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ ગણાવ્યો છે?
A. જવાહરલાલ નેહરુએ
B આર. સી. મજમુદારે
C. ડિઝરાયેલીએ
D. વી. ડી. સાવરકરે
ઉત્તર:
D. વી. ડી. સાવરકરે
પ્રશ્ન 6.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું?
A. બહાદુરશાહ બીજાને
B. બરેલીને બહાદુરખાનને
C. અવધના વાજીદઅલીશાને
D. સિરાજ ઉદ્ દોલાને
ઉત્તર:
A. બહાદુરશાહ બીજાને
પ્રશ્ન 7.
ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં અંગ્રેજોનો વિજય થયો, કારણ કે……..
A. શક્તિશાળી અને આધુનિક સેના
B. તાર-ટપાલ અને રેલવેની આધુનિક સેવા
C. ભારતમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ
D. આપેલ પૈકી તમામ
ઉત્તર:
D. આપેલ પૈકી તમામ