Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 2 ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 2 ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857)
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી હૈ સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?
A. સુજા-ઉદૌલાને
B. શાહઆલમને
C. મીરજાફરને
D. મીરકાસીમને
ઉત્તરઃ
D. મીરકાસીમને
પ્રશ્ન 2.
બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક ₹ 26 લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું?
A. મુઘલ બાદશાહ શાહઆલમને
B. મુઘલ બાદશાહ બહાદુરશાહને
C. અવધના નવાબને
D. બંગાળના નવાબ મીરજાફરને
ઉત્તરઃ
A. મુઘલ બાદશાહ શાહઆલમને
પ્રશ્ન 3.
નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ની દીવાની સત્તા આપી?
A. મુઘલ બાદશાહ હુમાયુએ
B. અવધના નવાબે
C. મુઘલ બાદશાહ શાહઆલમે
D. બંગાળના નવાબ મીરજાફરે
ઉત્તરઃ
C. મુઘલ બાદશાહ શાહઆલમે
પ્રશ્ન 4.
કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી?
A. લૉર્ડ વિલિયમ બેન્ટિકે
B. લૉર્ડ કૉર્નવૉલિસે
C. લૉર્ડ હેસ્ટિંગ્સ
D. લૉર્ડ વેલેસ્લીએ
ઉત્તરઃ
B. લૉર્ડ કૉર્નવૉલિસે
પ્રશ્ન 5.
ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી હતી?
A. ઈ. સ. 1793માં
B. ઈ. સ. 1739માં
C. ઈ. સ. 1784માં
D. ઈ. સ. 1782માં
ઉત્તરઃ
A. ઈ. સ. 1793માં
પ્રશ્ન 6.
કાયમી જમાબંધીમાં અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કોણે કામ કરવાનું હતું?
A. ગણોતિયાએ
B. ખેડૂતે
C. ઈજારદારે
D. જમીનદારે
ઉત્તરઃ
D. જમીનદારે
પ્રશ્ન 7.
કાયમી જમાબંધીમાં જમીનદારે જમીન મહેસૂલના કેટલા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા?
A. પાંચ
B. સાત
C. આઠ
D. નવ
ઉત્તરઃ
D. નવ
પ્રશ્ન 8.
કઈ મહેસૂલ પદ્ધતિને કારણે ‘અન્નભંડાર’ તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું?
A. રૈયતવારી પદ્ધતિને કારણે
B. કાયમી જમાબંધીને કારણે
C. મહાલવારી પદ્ધતિને કારણે
D. હંગામી જમાબંધીને કારણે
ઉત્તરઃ
B. કાયમી જમાબંધીને કારણે
પ્રશ્ન 9.
કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ માટે કયું વિધાન બંધબેસતું નથી?
A. આ પદ્ધતિ જમીનદારોની તરફદારી કરતી હતી.
B. આ પદ્ધતિને કારણે અન્નભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું.
C. આ પદ્ધતિમાં સરકારે જમીન મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી ગામના મુખીને સોંપી હતી.
D. એક સમયનું સમૃદ્ધ ગણાતું બંગાળ કંગાળ બની ગયું.
ઉત્તરઃ
C. આ પદ્ધતિમાં સરકારે જમીન મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી ગામના મુખીને સોંપી હતી.
પ્રશ્ન 10.
રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા?
A. સર ટોમસ રો
B. લૉર્ડ મેકોલે
C. સર હૉકિન્સ
D. થૉમસ મૂનરો
ઉત્તરઃ
D. થૉમસ મૂનરો
પ્રશ્ન 11.
થૉમસ મૂનો કયા પ્રાંતના ગવર્નર હતા?
A. મદ્રાસ(ચેન્નઈ)ના
B. મુંબઈના
C. કલકત્તા(કોલકાતા)ના
D. સુરતના
ઉત્તરઃ
A. મદ્રાસ(ચેન્નઈ)ના
પ્રશ્ન 12.
નીચેના પૈકી કઈ પદ્ધતિનો અમલ ભારતના ઉત્તર-પશ્ચિમ પ્રાંતો અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો?
A. મહાલવારી પદ્ધતિનો
B. હંગામી જમાબંધીનો
C. રૈયતવારી પદ્ધતિનો
D. કાયમી જમાબંધીનો
ઉત્તરઃ
A. મહાલવારી પદ્ધતિનો
પ્રશ્ન 13.
બ્રિટિશ મહેસૂલી દફતર(રેકૉર્ડ)માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો?
A. ગ્રામણી
B. મહાલ
C. વડવા
D. હલાસ
ઉત્તરઃ
B. મહાલ
પ્રશ્ન 14.
મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીનમહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોપવામાં આવી હતી?
A. સરપંચને
B. જમીનદારને
C. મુખીને
D, પસાયતાને
ઉત્તરઃ
C. મુખીને
પ્રશ્ન 15.
બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શો હતો?
A. બંગાળમાં ઈચ્છા પ્રમાણે જમીનમહેસૂલ ઉઘરાવવાનો
B. અંગ્રેજ લશ્કરમાં ભારતીયોની ભરતી કરવાનો
C. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાનો
D. યુરોપના દેશોમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી મેળવવાનો
ઉત્તરઃ
D. યુરોપના દેશોમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી મેળવવાનો
પ્રશ્ન 16.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની વસ્તુઓમાં કઈ વસ્તુ મુખ્ય હતી?
A. ખેતપેદાશો
B. ગૃહઉદ્યોગોની વસ્તુઓ
C. ઢાકાની મલમલ
D. રેશમી કાપડ
ઉત્તરઃ
A. ખેતપેદાશો
પ્રશ્ન 17.
કઈ મહેસૂલ પદ્ધતિમાં મહેસૂલના એકમમાં સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો?
A. રૈયતવારીમાં
B. મહાલવારીમાં
C. હંગામી જમાબંધીમાં
D. કાયમી જમાબંધીમાં
ઉત્તરઃ
B. મહાલવારીમાં
પ્રશ્ન 18.
ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી?
A. સર હૉકિન્સ
B. સર ટૉમસ રોએ
C. થૉમસ મૂનરોએ
D. હોલ્ટ મેકેન્ઝીએ
ઉત્તરઃ
D. હોલ્ટ મેકેન્ઝીએ
પ્રશ્ન 19.
હોલ્ટ મેકંજીએ મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિ ક્યારે અમલમાં મૂકી હતી?
A. ઈ. સ. 1818માં
B. ઈ. સ. 1824માં
C. ઈ. સ. 1822માં
D. ઈ. સ. 1839માં
ઉત્તરઃ
C. ઈ. સ. 1822માં
પ્રશ્ન 20.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું…….
A. વ્યાપારીકરણ કર્યું.
B. રાષ્ટ્રીયકરણ કર્યું.
C. ઉદારીકરણ કર્યું.
D. વૈશ્વિકીકરણ કર્યું.
ઉત્તર:
A. વ્યાપારીકરણ કર્યું.
પ્રશ્ન 21.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વ્યાપારીકરણ કરેલી ખેતપેદાશોમાં કઈ એક ખેતપેદાશનો સમાવેશ થતો નથી?
A. ગળીનો
B. બાસમતી ચોખાનો
C. કાચા રેશમનો
D. કપાસનો
ઉત્તરઃ
B. બાસમતી ચોખાનો
પ્રશ્ન 22.
બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઇંગ્લેન્ડને સ્પેઇન અને ઈટાલી પર નિર્ભર ન રહેવું પડે?
A. કપાસ
B. ગળી
C. અફીણ
D. કાચું રેશમ
ઉત્તરઃ
D. કાચું રેશમ
પ્રશ્ન 23.
ગળી કયા કામમાં વપરાય છે?
A. માટીકામમાં
B. રંગકામમાં
C. સફાઈકામમાં
D. કડિયાકામમાં
ઉત્તરઃ
B. રંગકામમાં
પ્રશ્ન 24.
ગળીનો છોડ કયા પ્રદેશોમાં થાય છે?
A. ઠંડા પ્રદેશોમાં
B. રણપ્રદેશોમાં
C. ગરમ પ્રદેશોમાં
D. ડુંગરાળ પ્રદેશોમાં
ઉત્તરઃ
C. ગરમ પ્રદેશોમાં
પ્રશ્ન 25.
ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો?
A. માટીનાં વાસણોને
B. લાકડાની વસ્તુઓને
C. રેશમી કાપડને
D. સુતરાઉ કાપડને
ઉત્તરઃ
D. સુતરાઉ કાપડને
પ્રશ્ન 26.
ઈ. સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો ક્યા દેશોમાંથી મેળવતા હતા?
A. આફ્રિકન દેશોમાંથી
B. આરબ દેશોમાંથી
C. કેરેબિયન દેશોમાંથી
D. એશિયાઈ દેશોમાંથી
ઉત્તરઃ
C. કેરેબિયન દેશોમાંથી
પ્રશ્ન 27.
ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં છોડવા તૈયાર થાય ત્યારે કાપીને તેમને સીધા કારખાનામાં પહોંચાડવામાં આવતા?
A. નારંગ
B. નિજ
C. પોલો
D રેયતી
ઉત્તરઃ
B. નિજ
પ્રશ્ન 28.
ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં ગળી તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવામાં આવતી?
A. રેયતી
B. રિન્ક
C. નિજ
D. સ્નેડર
ઉત્તરઃ
A. રેયતી
પ્રશ્ન 29.
ગળીના ઉત્પાદનની રેતી પ્રથા કોને વધુ લાભદાયક હતી?
A. ગળીના દલાલોને
B. ગળીના ઉત્પાદકોને
C. ગળીના નિકાસકારોને
D. ગળીના કારખાનેદારોને
ઉત્તરઃ
D. ગળીના કારખાનેદારોને
પ્રશ્ન 30.
કોના અસંતોષના કારણે ઈ. સ. 1859 – 1860માં વ્યાપક પ્રમાણમાં ગળીનાં રમખાણો થયાં હતાં?
A. ગળીના વેપારીઓના
B. ગળીના કારખાનેદારોના
C. ગળીના ખેડૂતોના
D. અંગ્રેજ કંપનીના અમલદારોના
ઉત્તર:
C. ગળીના ખેડૂતોના
પ્રશ્ન 31.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં ક્યારે ગળીનાં રમખાણો થયાં હતાં?
A. ઈ. સ. 1859 – 1860માં
B. ઈ. સ. 1857 – 1858માં
C. ઈ. સ. 1847 – 1848માં
D. ઈ. સ. 1893- 1894માં
ઉત્તરઃ
A. ઈ. સ. 1859 – 1860માં
પ્રશ્ન 32.
ગળી ભારતના કયા ભાગનો મહત્ત્વનો વેપારીપાક છે?
A. ઉત્તર ભારતનો
B. પૂર્વ ભારતનો
C. દક્ષિણ ભારતનો
D. પશ્ચિમ ભારતનો
ઉત્તરઃ
B. પૂર્વ ભારતનો
પ્રશ્ન 33.
કપાસ ભારતના કયા ભાગનો મહત્ત્વનો વેપારીપાક છે?
A. પશ્ચિમ ભારતનો
B. દક્ષિણ ભારતનો
C. ઉત્તર ભારતનો
D. પૂર્વ ભારતનો
ઉત્તરઃ
A. પશ્ચિમ ભારતનો
પ્રશ્ન 34.
ભારતમાં વેપારીપાકોના ખરીદ-વેચાણમાં કોનો પ્રભાવ હતો?
A. નિકાસકારોનો
B. વેપારીઓનો
C. દલાલોનો
D. અંગ્રેજ કંપનીનો
ઉત્તરઃ
D. અંગ્રેજ કંપનીનો
પ્રશ્ન 35.
19મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહોમાં કયા એક સમૂહનો સમાવેશ થતો નથી?
A. સંથાલ
B. મુંડા
C. ખાંડ
D. વાંસફોડા
ઉત્તરઃ
D. વાંસફોડા
પ્રશ્ન 36.
સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા?
A. ગિરીડીહની આસપાસ
B. પારસનાથની આસપાસ
C. હઝારીબાગની આસપાસ
D. લોહારદગાની આસપાસ
ઉત્તરઃ
C. હઝારીબાગની આસપાસ
પ્રશ્ન 37.
સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા?
A. ચામડાં કમાવવાનો
B. પશુપાલનનો
C. વન્યપેદાશો એકઠી કરવાનો
D. રેશમના કીડા ઉછેરવાનો
ઉત્તરઃ
D. રેશમના કીડા ઉછેરવાનો
પ્રશ્ન 38.
છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા?
A. ખૉડ
B. મુંડા
C. સંથાલ
D. કોયા
ઉત્તરઃ
B. મુંડા
પ્રશ્ન 39.
છોટા નાગપુરની આસપાસ રહેતા મુંડા જાતિના આદિવાસીઓ કયો વ્યવસાય કરતા હતા?
A. શિકાર કરવાનો અને વન્યપેદાશો એકત્ર કરવાનો
B. પશુપાલનનો
C. રેશમના કીડા ઉછેરવાનો
D. ચામડાં રંગવાનો
ઉત્તરઃ
A. શિકાર કરવાનો અને વન્યપેદાશો એકત્ર કરવાનો
પ્રશ્ન 40.
મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા?
A. લબાડીયા
B. મુંડા
C. ખાંડ
D. ખોટ
ઉત્તરઃ
D. ખોટ
પ્રશ્ન 41.
મધ્ય ભારતમાં રહેતા ખોંડ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા?
A. પશુપાલનનો
B. સ્થાયી ખેતીનો
C. શિકાર કરવાનો અને વન્યપેદાશોનો સંગ્રહ કરવાનો
D. જંગલમાંથી માત્ર ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરવાનો
ઉત્તરઃ
C. શિકાર કરવાનો અને વન્યપેદાશોનો સંગ્રહ કરવાનો
પ્રશ્ન 42.
વનગુજ્જર અને લબાડીયા જનજાતિના સમુદાયો કયો વ્યવસાય કરતા હતા?
A. ઘેટાં-બકરાં પાળવાનો
B. ગાયો-ભેસો પાળવાનો
C. ઘોડા ઉછેરવાનો
D. ખેતી અને પશુપાલન
ઉત્તરઃ
B. ગાયો-ભેસો પાળવાનો
પ્રશ્ન 43.
કુલુનો ગદ્દી અને કશ્મીરનો બકરબાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો?
A. રેશમના કીડા ઉછેરવાનો
B. કેશરની ખેતીનો
C. ગાયો-ભેંસો પાળવાનો
D. ઘેટાં-બકરાં પાળવાનો
ઉત્તરઃ
D. ઘેટાં-બકરાં પાળવાનો
પ્રશ્ન 44.
ઓડિશાનાં જંગલોમાં રહેતા ખોંડ સમુદાયના લોકો કયો વ્યવસાય કરતા હતા?
A. શિકાર કરવાનો અને વન્યપેદાશો એકત્ર કરવાનો
B. પશુપાલનનો
C. ખેતીનો
D. રેશમના કીડા ઉછેરવાનો
ઉત્તરઃ
A. શિકાર કરવાનો અને વન્યપેદાશો એકત્ર કરવાનો
પ્રશ્ન 45.
કઈ જનજાતિના લોકો કપડાં વણવાનો, ચામડાં કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા?
A. લબાડીયા
B. ખોંડ
C. મુંડા
D. સંથાલ
ઉત્તરઃ
B. ખોંડ
પ્રશ્ન 46.
આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા?
A. એક
B. બે
C. ત્રણ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
B. બે
પ્રશ્ન 47.
છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિઓના સમૂહો કયા પ્રકારની ખેતી કરતા હતા?
A. બાગાયતી
B. સ્થળાંતરીય
C. આદ્ર
D. સ્થાયી
ઉત્તરઃ
D. સ્થાયી
પ્રશ્ન 48.
‘ઉલગુલાન ચળવળ’ ક્યારે શરૂ થઈ હતી?
A. ઈ. સ. 1895માં
B. ઈ. સ. 1887માં
C. ઈ. સ. 1878માં
D. ઈ. સ. 1868માં
ઉત્તરઃ
A. ઈ. સ. 1895માં
પ્રશ્ન 49.
ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના ક્યા વિસ્તારમાં હતો?
A. મોતિહારી
B. હઝારીબાગ
C. પૂર્ણિમા
D. છોટા નાગપુર
ઉત્તરઃ
D. છોટા નાગપુર
પ્રશ્ન 50.
બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો?
A. 15 ડિસેમ્બર, 1870માં
B. 15 નવેમ્બર, 1875માં
C. 25 ઑગસ્ટ, 1880માં
D. 10 જાન્યુઆરી, 1868માં
ઉત્તરઃ
B. 15 નવેમ્બર, 1875માં
પ્રશ્ન 51.
નીચેના પૈકી કઈ બાબત બિરસા મુંડાના બચપણ સાથે જોડાયેલ નથી?
A. ઘેટાં-બકરાં ચરાવવાં
B. અખાડાની રમતો રમવી
C. વાંસળી વગાડવી
D. ખેલકૂદની રમતો રમવી
ઉત્તરઃ
D. ખેલકૂદની રમતો રમવી
પ્રશ્ન 52.
બિરસા મુંડાએ બચપણમાં કોની કોની વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી?
A. મુંડા લોકો અને દીકુઓ વચ્ચેના
B. સંથાલ લોકો અને દીકુઓ વચ્ચેના
C. ખોંડ લોકો અને દીકુઓ વચ્ચેના
D. કોયા લોકો અને દીકુઓ વચ્ચેના
ઉત્તરઃ
A. મુંડા લોકો અને દીકુઓ વચ્ચેના
પ્રશ્ન 53.
અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ક્યારે ધરપકડ કરી હતી?
A. ઈ. સ. 1875માં
B. ઈ. સ. 1880માં
C. ઈ. સ. 1895માં
D. ઈ. સ. 1899માં
ઉત્તરઃ
C. ઈ. સ. 1895માં
પ્રશ્ન 54.
જેલમાંથી મુક્ત થયા પછી બિરસા મુંડાએ ફરીથી જનજાગૃતિ ચળવળ ક્યારે શરૂ કરી હતી?
A. ઈ. સ. 1895માં
B. ઈ. સ. 1897માં
C. ઈ. સ. 1898માં
D. ઈ. સ. 1899માં
ઉત્તરઃ
B. ઈ. સ. 1897માં
પ્રશ્ન 55.
બિરસારાજનો ધ્વજ કયા રંગનો હતો?
A. કાળા રંગનો
B. લાલ રંગનો
C. સફેદ રંગનો
D. વાદળી રંગનો
ઉત્તરઃ
C. સફેદ રંગનો
પ્રશ્ન 56.
બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું હતું?
A. ઈ. સ. 1890માં
B. ઈ. સ. 1895માં
C. ઈ. સ. 1898માં
D. ઈ. સ. 1900માં
ઉત્તર:
D. ઈ. સ. 1900માં
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. પ્લાસીના યુદ્ધ પછી મીરજાફરને હટાવીને અંગ્રેજોએ ………………….. ને નવાબ બનાવ્યો.
ઉત્તરઃ
મીરકાસીમ
2. બક્સરના યુદ્ધમાં …………………… ની જીત થઈ.
ઉત્તરઃ
અંગ્રેજો
૩. મુઘલ બાદશાહે 12 ઑગસ્ટ, ……………………… માં ઈસ્ટ ઈન્ડિયા. કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ની દીવાની સત્તા આપી.
ઉત્તરઃ
1765
4. ગવર્નર જનરલ ……………………. ના સમયમાં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી.
ઉત્તરઃ
કૉર્નવોલિસ
5. ગવર્નર જનરલ લૉર્ડ કોર્નવોલિસે ભારતમાં ……………………….. નામની જમીનમહેસૂલ પદ્ધતિ દાખલ કરી હતી.
ઉત્તરઃ
કાયમી જમાબંધી
6. કાયમી જમાબંધીમાં જમીનદારે મહેસૂલના ……………………….. ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા.
ઉત્તરઃ
નવ
7. કાયમી જમાબંધીમાં જમીનદારે મહેસૂલનો ……………………… પોતાના મહેનતાણા પેટે રાખવાનો હતો.
ઉત્તરઃ
દસમો
8. કાયમી જમાબંધી ………………………. ની તરફદારી કરતી હતી.
ઉત્તરઃ
જમીનદારો
9. …………………………. મહેસૂલ પદ્ધતિને કારણે અન્નભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું.
ઉત્તરઃ
કાયમી જમાબંધી
10. કાયમી જમાબંધીને કારણે અન્નભંડાર તરીકે ઓળખાતું …………………….. કંગાળ બન્યું.
ઉત્તરઃ
બંગાળ
11. ઈ. સ. 1820માં મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) પ્રાંતોમાં …………………….. પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી.
ઉત્તરઃ
રયતવારી
12. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા ……………………. હતા.
ઉત્તરઃ
થૉમસ મૂનરો
13. ……………………… પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો.
ઉત્તરઃ
રૈયતવારી
14. ……………………… નામના અંગ્રેજ અધિકારીએ ભારતના ઉત્તરપશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી.
ઉત્તરઃ
હોલ્ટ મેકેન્ઝી
15. બ્રિટિશ મહેસૂલી દફતર(રેકૉર્ડ)માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે …………………….. શબ્દનો ઉપયોગ થયો હતો.
ઉત્તરઃ
મહાલ
16. મહાલનો એકમ ગ્રામ અથવા ……………………….. હતો.
ઉત્તરઃ
ગ્રામનો સમૂહ
17. હોલ્ટ મેકેન્ઝી નામનો અંગ્રેજ અધિકારી ……………………… પદ્ધતિનો પ્રણેતા હતો.
ઉત્તરઃ
મહાલવારી
18. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કેટલીક ખેતપેદાશોનું ……………………….. કર્યું હતું.
ઉત્તરઃ
વ્યાપારીકરણ
19. 19મી સદીના અંત સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં ઉત્પાદિત કાચા ………………………. ઉપર પોતાની સત્તા સ્થાપી દિીધી.
ઉત્તરઃ
રેશમ
20. ગળીનો ઉપયોગ ………………………….. કાપડને રંગવામાં થાય છે.
ઉત્તરઃ
સુતરાઉ
21. ગળીનો છોડ ………………………….. પ્રદેશોમાં થાય છે.
ઉત્તરઃ
ગરમ
22. ઈ. સ. 1790 સુધી યુરોપના દેશો ગળીનો પુરવઠો ……………………….. દેશોમાંથી મેળવતા હતા.
ઉત્તરઃ
કેરેબિયન
23. અંગ્રેજ કંપનીએ ભારતમાં પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં ……………………….. ને વસાવી ગળીનું ઉત્પાદન વધાર્યું.
ઉત્તરઃ
યુરોપિયનો
24. ભારતમાં ગળીના ઉત્પાદનની ………………….. પ્રથાઓ હતી.
ઉત્તરઃ
બે
25. ગળીના ઉત્પાદનની …………………….. પ્રથામાં ગળીનો કાચો માલ કારખાનામાં મોકલવામાં આવતો હતો.
ઉત્તરઃ
નિજ
26. ગળીના ઉત્પાદનની …………………………. પ્રથામાં તૈયાર ગળીને બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવામાં આવતી હતી.
ઉત્તરઃ
રૈયતી
27. ગળીનું મોટા ભાગનું ઉત્પાદન ……………………… પ્રથાથી થતું હતું.
ઉત્તરઃ
રૈયતી
28. ઈ. સ. 1859 – 1860 દરમિયાન ભારતમાં વ્યાપક પ્રમાણમાં ……………………… નાં રમખાણો થયાં હતાં.
ઉત્તરઃ
ગળી
29. ગળી એ …………………………….. ભારતનો મહત્ત્વનો વેપારીપાક છે.
ઉત્તરઃ
પૂર્વ
30. કપાસ એ ……………………………. ભારતનો મહત્ત્વનો વેપારી પાક છે.
ઉત્તરઃ
પશ્ચિમ
31. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના …………………… સમૃદ્ધ બનતા હતા.
ઉત્તરઃ
ઉદ્યોગો
32. પોતાની રાજકીય દુરુપયોગ કરીને અંગ્રેજ કંપનીએ ભારતના વેપારી પાકો પર સત્તા જમાવતાં ખેડૂતો જમીનવિહોણા …………………………… બની ગયા.
ઉત્તરઃ
ખેતમજૂરો
33. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હઝારીબાગની આસપાસ ……………………………. જાતિના આદિવાસીઓના સમૂહો રહેતા હતા.
ઉત્તરઃ
સંથાલ
34. સંથાલ જાતિના આદિવાસીઓ ……………………… ના કીડા ઉછેરતા હતા.
ઉત્તરઃ
રેશમ
35. છોટા નાગપુરની આસપાસ ………………………. જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા.
ઉત્તરઃ
મુંડા
36. …………………….. જાતિના આદિવાસીઓ શિકાર કરવાનો અને વન્યપેદાશો એકઠી કરવાનો વ્યવસાય કરતા હતા.
ઉત્તરઃ
મુંડા
37. મધ્ય ભારતમાં ………………….. જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા.
ઉત્તરઃ
ખાંડ
૩8. પંજાબના પહાડી પ્રદેશમાં …………………….. નામના આદિવાસી સમૂહો રહેતા હતા.
ઉત્તરઃ
વનગુજ્જર
39. આંધ્ર પ્રદેશમાં ………………………. નામના આદિવાસી સમૂહો રહેતા હતા.
ઉત્તરઃ
લબાડીયા
40. કુલ્લ પ્રદેશમાં …………………… નામના આદિવાસી સમૂહો રહેતા હતા.
ઉત્તર:
ગદ્દી
41. કશ્મીરમાં …………………… નામનો આદિવાસી સમુદાય રહેતો હતો.
ઉત્તર:
બકરબાલ
42. …………………… જનજાતિના લોકો કપડાં વણવાનો અને ચામડાં કમાવવાનો વ્યવસાય કરતા હતા.
ઉત્તર:
ખાંડ
43. ખોંડ જાતિના લોકો ચામડાંના ……………………. માટે કસૂંબી અને પલાશનાં ફૂલોનો ઉપયોગ કરતા હતા.
ઉત્તર:
રંગકામ
44. કેટલાક આદિવાસી સમૂહો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને ‘…………………………’ ખેતી કરતા હતા.
ઉત્તર:
સ્થળાંતરીય (સ્થળાંતરિત)
45. 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહો ‘…………………………’ ખેતી કરતા હતા.
ઉત્તર:
સ્થાયી
46. ઈ. સ. 1895માં …………………… એ ‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ લીધું હતું.
ઉત્તર:
બિરસા મુંડા
47. ‘ઉલગુલાન’ ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારમાં ………………………. વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં હતો.
ઉત્તર:
છોટા નાગપુર
48 બિરસા મુંડાનો જન્મ ……………………….. માં થયો હતો.
ઉત્તર:
15 નવેમ્બર, 1875
49. બિરસા મુંડાના પિતાનું નામ …………………….. અને માતાનું નામ …………………… હતું.
ઉત્તર:
સુગના મુંડા, કરમી મુન્ડાઈના
50. બિરસા મુંડાએ બચપણમાં મુંડા લોકો અને ………………………… (બહારથી આવેલા લોકો) વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી.
ઉત્તર:
દીકુઓ
51. અંગ્રેજોને ભય લાગ્યો કે, બિરસાના નેતૃત્વમાં જનજાતિઓ …………………….. સ્થાપિત કરી દેશે.
ઉત્તર:
મુંડારાજ
52. જેલમાંથી મુક્ત થયા પછી બિરસાએ ……………………….. ઝંડાવાળું બિરસારાજ અને ચળવળ મજબૂત કર્યા.
ઉત્તર:
સફેદ
53. ઈ. સ. ………………………. માં બિરસાનું અવસાન થયું હતું.
ઉત્તર:
1900
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. મીરકાસીમના શાસનમાં બંગાળમાં મહેસૂલ વસૂલ કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકું પડ્યું.
ઉત્તર:
ખોટું
2. બક્સરના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાઈવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી.
ઉત્તર:
ખરું
૩. બક્સરના યુદ્ધ પછી થયેલી સંધિ મુજબ અંગ્રેજ કંપનીએ મુઘલ બાદશાહ શાહઆલમ બીજાને વાર્ષિક ₹ 25 લાખ આપવાનું સ્વીકાર્યું.
ઉત્તર:
ખોટું
4. ઈ. સ. 1793માં ગવર્નર જનરલ કૉર્નવોલિસે ભારતમાં રયતવારી પદ્ધતિ દાખલ કરી.
ઉત્તર:
ખોટું
5. કાયમી જમાબંધીમાં નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડ્યું.
ઉત્તર:
ખરું
6. કાયમી જમાબંધી જમીનદારોની તરફેણ કરતી હતી.
ઉત્તર:
ખરું
7. કાયમી જમાબંધીને પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા.
ઉત્તર:
ખરું
8. રેયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા હોલ્ટ મેકેન્ઝી હતા.
ઉત્તર:
ખોટું
9. રૈયતવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો.
ઉત્તર:
ખરું
10. રૈયતવારી પદ્ધતિને લીધે ખેડૂતને સારો ફાયદો થયો હતો.
ઉત્તરઃ
ખોટું
11. મહાલવારી પદ્ધતિમાં મહાલનો એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો.
ઉત્તર:
ખરું
12. મહાલવારી પદ્ધતિમાં જમીનમહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના સરપંચને સોંપવામાં આવી હતી.
ઉત્તર:
ખોટું
13. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ, બિહાર અને ઓરિસ્સા (ઓડિશા)માં ખેતી અને ખેતપેદાશોનું યાંત્રીકરણ કર્યું.
ઉત્તર:
ખોટું
14. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેઇન અને ઇટલીમાંથી આવતું હતું.
ઉત્તર:
ખરું
15. ગળીનો છોડ ઠંડા પ્રદેશોમાં થાય છે.
ઉત્તર:
ખોટું
16. ગળીનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો.
ઉત્તર:
ખરું
17. ઈ. સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો આફ્રિકન દેશોમાંથી મેળવતા હતા.
ઉત્તર:
ખોટું
18. ભારતમાં ગળીના ઉત્પાદનની ચાર પ્રથાઓ હતી.
ઉત્તર:
ખોટું
19. નિજ પ્રથામાં ખેડૂતો ગળીનું ઉત્પાદન પોતાના જ બળદ, હળ અને ઓજારો વડે કરતા હતા.
ઉત્તર:
ખરું
20. રૈયતી પ્રથામાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો.
ઉત્તર:
ખરું
21. ગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોના અસંતોષને કારણે ઈ. સ. 1859 – 1860માં વ્યાપક પ્રમાણમાં ગળીનાં રમખાણો થયાં હતાં.
ઉત્તર:
ખરું
22. ગળી એ પશ્ચિમ ભારતનો મહત્ત્વનો પાક છે, જ્યારે કપાસ એ પૂર્વ ભારતનો મહત્ત્વનો પાક છે.
ઉત્તર:
ખોટું
23. ભારતમાં વેપારીપાકોના ખરીદ-વેચાણ પર વેપારીઓનો પ્રભાવ હતો.
ઉત્તર:
ખોટું
24. ભારતના વેપારીપાકો પર અંગ્રેજ કંપનીની સત્તા સ્થપાતાં ખેતમજૂરો જમીનના માલિકો બની ગયા.
ઉત્તર:
ખોટું
25. સંથાલ જાતિના આદિવાસી સમૂહો હઝારીબાગની આસપાસ રહેતા હતા.
ઉત્તર:
ખરું
26. મુંડા જાતિના આદિવાસી સમૂહો છોટા નાગપુરની આસપાસ રહેતા હતા.
ઉત્તર:
ખરું
27. ખાંડ જાતિના આદિવાસી સમૂહો મધ્ય ભારતમાં રહેતા હતા.
ઉત્તર:
ખરું
28. વનગુજ્જર આદિવાસી સમુદાય આંધ્ર પ્રદેશમાં રહેતો હતો.
ઉત્તર:
ખોટું
29. લબાડીયા આદિવાસી સમુદાય કશ્મીરમાં રહેતો હતો.
ઉત્તર:
ખોટું
30. કુલુનો ગદ્દી અને કશ્મીરનો બકરબાલ આદિવાસી સમુદાય રેશમના કીડા ઉછેરતા હતા.
ઉત્તર:
ખોટું
31. ખોડ જનજાતિના લોકો કપડાં વણવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા.
ઉત્તર:
ખોટું
32. ખાંડ જનજાતિના લોકો ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાશનાં ફૂલોનો ઉપયોગ કરતા હતા.
ઉત્તર:
ખરું
33. છોટા નાગપુરના મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિના સમૂહો સ્થળાંતરીય (સ્થળાંતરિત) ખેતી કરતા.
ઉત્તર:
ખોટું
34. ‘ઉલગુલાન ચળવળ’નું નેતૃત્વ ઈ. સ. 1895માં બિરસા મુંડાના પિતા સુગના મુંડાએ લીધું હતું.
ઉત્તર:
ખોટું
35. બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સ્થળાંતરમાં વીત્યું હતું.
ઉત્તર:
ખરું
36. બિરસાએ મુંડા સમુદાયને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જણાવ્યું હતું.
ઉત્તર:
ખરું
37. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો કે, જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં બિરસારાજ સ્થાપિત કરવા ઇચ્છતી
હતી.
ઉત્તર:
ખોટું
38. ઈ. સ. 1900માં બિરસા મુંડાનું અવસાન થયું હતું.
ઉત્તર:
ખરું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) શાહઆલમ બીજો | (1) મહાલવારી પદ્ધતિ |
(2) લૉર્ડ કૉર્નવૉલિસ | (2) મુઘલ બાદશાહ |
(3) થૉમસ મૂનરો | (3) અવધના નવાબ |
(4) હોલ્ટ મેકેન્ઝી | (4) રૈયતવારી પદ્ધતિ |
(5) કાયમી જમાબંધી |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) શાહઆલમ બીજો | (2) મુઘલ બાદશાહ |
(2) લૉર્ડ કૉર્નવૉલિસ | (5) કાયમી જમાબંધી |
(3) થૉમસ મૂનરો | (4) રૈયતવારી પદ્ધતિ |
(4) હોલ્ટ મેકેન્ઝી | (1) મહાલવારી પદ્ધતિ |
2.
વિભાગ ‘એ’ | વિભાગ ‘બ’ |
(1) ગવર્નર જનરલ | (1) હોલ્ટ મેકેન્ઝી |
(2) ગવર્નર | (2) મીરકાસીમ |
(3) અંગ્રેજ અધિકારી | (3) લૉર્ડ કૉર્નવૉલિસ |
(4) બંગાળનો નવાબ | (4) થૉમસ મૂનરો |
(5) શાહઆલમ બીજો |
ઉત્તર:
વિભાગ ‘એ’ | વિભાગ ‘બ’ |
(1) ગવર્નર જનરલ | (3) લૉર્ડ કૉર્નવૉલિસ |
(2) ગવર્નર | (4) થૉમસ મૂનરો |
(3) અંગ્રેજ અધિકારી | (1) હોલ્ટ મેકેન્ઝી |
(4) બંગાળનો નવાબ | (2) મીરકાસીમ |
૩.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) પૂર્વ ભારતનો મહત્ત્વનો પાક | (1) પંજાબનો પહાડી પ્રદેશ |
(2) પશ્ચિમ ભારતનો મહત્ત્વનો પાક | (2) હઝારીબાગની આસપાસ |
(3) સંથાલ જનજાતિનો વસવાટ | (3) છોટા નાગપુરની આસપાસ |
(4) મુંડા જનજાતિનો વસવાટ | (4) કપાસ |
(5) ગળી |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) પૂર્વ ભારતનો મહત્ત્વનો પાક | (5) ગળી |
(2) પશ્ચિમ ભારતનો મહત્ત્વનો પાક | (4) કપાસ |
(3) સંથાલ જનજાતિનો વસવાટ | (2) હઝારીબાગની આસપાસ |
(4) મુંડા જનજાતિનો વસવાટ | (3) છોટા નાગપુરની આસપાસ |
4.
વિભાગ ‘અ’ (જનજાતિઓ) | વિભાગ ‘બ’ (રહેઠાણ) |
(1) ખાંડ | (1) કશ્મીર |
(2) લબાડીયા | (2) મધ્ય ભારત |
(3) વનગુજ્જર | (3) આંધ્ર પ્રદેશ |
(4) બકરબાલ | (4) કશમીર |
(5) પંજાબનો પહાડી પ્રદેશ |
ઉત્તર:
વિભાગ ‘અ’ (જનજાતિઓ) | વિભાગ ‘બ’ (રહેઠાણ) |
(1) ખાંડ | (2) મધ્ય ભારત |
(2) લબાડીયા | (3) આંધ્ર પ્રદેશ |
(3) વનગુજ્જર | (5) પંજાબનો પહાડી પ્રદેશ |
(4) બકરબાલ | (1) કશ્મીર |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
બંગાળના નવાબ મીરકાસીમને અંગ્રેજો સાથે કઈ બાબતમાં અણબનાવ થયો?
ઉત્તર:
બંગાળના નવાબ મીરકાસીમના શાસન દરમિયાન બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં મીરકાસીમને અંગ્રેજો સાથે અણબનાવ થયો.
પ્રશ્ન 2.
બક્સરના યુદ્ધમાં વિજયી બનેલા અંગ્રેજોએ કોની કોની સાથે કઈ સંધિ કરી?
ઉત્તર:
બક્સરના યુદ્ધમાં વિજયી બનેલા અંગ્રેજોએ અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. એ સંધિ મુજબ અવધના નવાબે અંગ્રેજ કંપનીને ₹ 50 લાખ આપવાનું સ્વીકાર્યું; જ્યારે અંગ્રેજ કંપની મુઘલ બાદશાદ શાહઆલમને વાર્ષિક ₹ 26 લાખની ખંડણી આપે અને તેના બદલામાં મુઘલ બાદશાહ અંગ્રેજ કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)માં જમીન- ૬ મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપે.
પ્રશ્ન 3.
મુઘલ બાદશાહે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળની દીવાની સત્તા ક્યારે આપી?
ઉત્તર:
મુઘલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળની દીવાની સત્તા 12 ઑગસ્ટ, 1765ના રોજ આપી.
પ્રશ્ન 4.
ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા ક્યારે શરૂ થઈ?
ઉત્તર:
12 ઑગસ્ટ, 1765ના રોજ મુઘલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળની દીવાની સત્તા આપી. એ સાથે જ ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા શરૂ થઈ. આ સત્તાથી અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના માલિક બન્યા.
પ્રશ્ન 5.
ઈ. સ. 1793માં ભારતમાં કઈ જમીનમહેસૂલ પદ્ધતિ દાખલ કરવામાં આવી?
ઉત્તર:
ઈ. સ. 1793માં ભારતમાં કાયમી જમાબંધી નામની જમીનમહેસૂલ પદ્ધતિ દાખલ કરવામાં આવી.
પ્રશ્ન 6.
કાયમી જમાબંધીમાં કોનું શોષણ થતું હતું? કેમ?
ઉત્તરઃ
કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલું મહેસૂલ તેને ફરજિયાત આપવું પડતું હતું. જમીનદાર ખેડૂતો પર જુલમ કરીને પણ તેમની પાસેથી મહેસૂલ વસૂલ કરતો હતો.
પ્રશ્ન 7.
કાયમી જમાબંધીનું શું પરિણામ આવ્યું?
ઉત્તરઃ
કાયમી જમાબંધીને પરિણામે બંગાળમાં ખેડૂતોના અનેક વિદ્રોહો થયા; અન્નભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બની ગયું.
પ્રશ્ન 8.
રૈયતવારી પદ્ધતિ ક્યારે અને ક્યાં દાખલ કરવામાં આવી હતી?
ઉત્તરઃ
રેયતવારી પદ્ધતિ ઈ. સ. 1820માં મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) પ્રાંતોમાં દાખલ કરવામાં આવી હતી.
પ્રશ્ન 9.
રૈયતવારી પદ્ધતિના અમલ સમયે મદ્રાસ(ચેન્નઈ)ના ગવર્નર કોણ હતા?
ઉત્તર:
રેયતવારી પદ્ધતિના અમલ સમયે મદ્રાસ(ચેન્નઈ)ના ગવર્નર થૉમસ મૂનરો હતા.
પ્રશ્ન 10.
રૈયતવારી પદ્ધતિમાં મુખ્ય કઈ જોગવાઈ કરવામાં આવી હતી?
ઉત્તરઃ
રૈયતવારી પદ્ધતિમાં મુખ્ય આ જોગવાઈ કરવામાં આવી હતી : જમીન ખેડનારને – ખેડૂતને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો અને તેણે સરકારની શરત મુજબ સરકારને મહેસૂલ ચૂકવવાનું હતું.
પ્રશ્ન 11.
મહાલવારી પદ્ધતિ ક્યારે, કોણે દાખલ કરી હતી?
ઉત્તરઃ
મહાલવારી પદ્ધતિ ઈ. સ. 1822માં હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ દાખલ કરી હતી.
પ્રશ્ન 12.
ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ક્યાં થયો હતો?
ઉત્તર:
ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર-પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો.
પ્રશ્ન 13.
બ્રિટિશ મહેસૂલી દફતર(રેકૉર્ડ)માં મહાલ શબ્દનો ઉપયોગ કોના માટે થતો હતો?
ઉત્તરઃ
બ્રિટિશ મહેસૂલી દફતર(રેકૉર્ડ)માં મહાલ શબ્દનો પ્રયોગ ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે થતો હતો.
પ્રશ્ન 14.
મહાલનો એકમ ક્યો હતો? ઉત્તરઃ મહાલનો એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો.
પ્રશ્ન 15.
મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ શો હતો?
ઉત્તરઃ
મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ ખેડૂતનું ખેતર નહિ, પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનનો સમૂહ હતો.
પ્રશ્ન 16.
મહાલવારી પદ્ધતિમાં જમીનમહેસૂલ કઈ રીતે નક્કી કરવામાં આવતું?
ઉત્તર:
મહાલવારી પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીનમહેસૂલ નક્કી કરવામાં આવતું.
પ્રશ્ન 17.
મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી કોને સોપવામાં આવતી?
ઉત્તરઃ
મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી.
પ્રશ્ન 18.
અંગ્રેજોએ ભારતની જમીનવ્યવસ્થામાં કરેલ મૂળભૂત ફેરફારોનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
અંગ્રેજોએ ભારતની જમીનવ્યવસ્થામાં કરેલ 3 મૂળભૂત ફેરફારોને પરિણામે ભારતનાં ગામડાંની સ્થિરતા, સ્વાયત્તતા – સ્વતંત્રતા અને સાતત્ય છિન્નભિન્ન થયાં.
પ્રશ્ન 19.
બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શો હતો? એ માટે તે શું કરવા ઇચ્છતી હતી?
ઉત્તર:
બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી મેળવીને તે વસ્તુઓની નિકાસ કરવાનો હતો. એ માટે કંપની ભારતની ખેતપેદાશોના ખરીદ-વેચાણનાં બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઇચ્છતી હતી.
પ્રશ્ન 20.
અંગ્રેજોએ ભારતની ખેતપેદાશો મેળવવા માટે શું કર્યું?
ઉત્તર:
અંગ્રેજોએ ભારતની ખેતપેદાશો મેળવવા માટે ખેતીનું પોતાની મરજી મુજબ વ્યાપારીકરણ કર્યું.
પ્રશ્ન 21.
અંગ્રેજોએ કયા કયા પાકોનું વ્યાપારીકરણ કર્યું?
ઉત્તર:
અંગ્રેજોએ મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ, મરી વગેરે પાકોનું વ્યાપારીકરણ કર્યું.
પ્રશ્ન 22.
અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું?
ઉત્તરઃ
અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેઇન અને ઇટાલીમાંથી આવતું હતું.
પ્રશ્ન 23.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતનું કાચું રેશમ મેળવવા શું કર્યું?
ઉત્તર:
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતનું કાચું રેશમ મેળવવા ખેડૂતો પર બળજબરીપૂર્વક જુલમ ગુજાર્યો અને 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા કાચા રેશમ પર પોતાની સત્તા સ્થાપી દીધી.
પ્રશ્ન 24.
ગળીનો છોડ કેવા પ્રદેશોમાં થાય છે?
ઉત્તરઃ
ગળીનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે.
પ્રશ્ન 25.
ગળીનો ઉપયોગ શામાં થાય છે?
ઉત્તરઃ
ગળીનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થાય છે.
પ્રશ્ન 26.
ભારતની ગળીની વિશેષતા શી હતી?
ઉત્તર
ભારતની ગળીની વિશેષતા એ હતી કે, સુતરાઉ કાપડ ઉપર તેનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. એવો રંગ બીજી કોઈ ગળીથી ઉપસતો ન હતો.
પ્રશ્ન 27.
યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ શાથી વધવા ? લાગી?
ઉત્તર :
ઈ. સ. 1790 સુધી યુરોપના દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ એ દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી.
પ્રશ્ન 28.
અંગ્રેજોએ ભારતમાં ગળીનું ઉત્પાદન વધારવા શું કર્યું?
ઉત્તરઃ
અંગ્રેજોએ ભારતમાં ગળીનું ઉત્પાદન વધારવા પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવ્યા અને તેમના અંકુશ છે નીચે ખેડૂતોને ગળીનું વાવેતર કરવા મજબૂર બનાવ્યા.
પ્રશ્ન 29.
ભારતમાં ગળીના ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી? હું કઈ કઈ?
ઉત્તર:
ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથાઓ હતીઃ
- “નિજ’ અને
- “રયતી’.
પ્રશ્ન 30.
‘નિજ’ પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું?
ઉત્તર:
નિજ’ પ્રથામાં ગળીનું ઉત્પાદન કરવા ખેડૂતો પોતાનાં જ હળ, બળદો અને ઓજારોનો ઉપયોગ કરતા અને ગળીનો પાક તૈયાર થાય ત્યારે તેને કાપીને સીધો કારખાનામાં મોકલતા.
પ્રશ્ન 31.
‘યતી’ પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું?
ઉત્તરઃ
રેવતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પ્રથામાં કારખાનેદાર ખેડૂતને લોન આપતો હતો.
પ્રશ્ન 32.
ગળીનું મોટા ભાગનું ઉત્પાદન કઈ પ્રથાથી થતું હતું? ? શા માટે?
ઉત્તરઃ
ગળીનું મોટા ભાગનું ઉત્પાદન રૈયતી પ્રથાથી થતું હતું, કારણ કે આ પ્રથાથી ગળીના કારખાનેદારોને લાભ થતો હતો. કારખાનેદારો ગળીના ભાવ નીચા બાંધતા હતા તેમજ એ ભાવે તેઓ ખેડૂતોને ગળીનું વાવેતર કરવા મજબૂર કરતા હતા.
પ્રશ્ન 33.
ઈ. સ. 1780ના દાયકામાં ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર કોનો અંકુશ હતો?
ઉત્તર:
ઈ. સ. 1780ના દાયકામાં ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર ઈસ્ટ ઇન્ડિયા કંપની અને તેમના કૃપાપાત્ર વેપારીઓનો અંકુશ હતો.
પ્રશ્ન 34.
કપાસની ખેતીમાં ખેડૂતો શાથી પાયમાલ થયા?
ઉત્તર:
ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંકુશ હતો, તેથી કંપની ખેડૂતોને બજારભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થયા.
પ્રશ્ન 35.
વેપારીપાકોના ખેડૂતો શાથી વધુ ને વધુ ગરીબ બનતા હતા?
ઉત્તર:
ખેડૂતોને વેપારી પાકોના વાવેતર માટે અગાઉથી ધીરાણ આપીને કંપની તેમને દેવાદાર બનાવતી હતી, એ પછી તેમની પાસેથી એ પાકોને નીચા ભાવે ખરીદવામાં આવતા. આથી, વેપારીપાકોના ખેડૂતો વધુ ને વધુ ગરીબ બનતા હતા.
પ્રશ્ન 36.
ભારતના ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિના લોકોએ રે અંગ્રેજો સામે શા માટે બળવો કર્યો?
ઉત્તર:
અંગ્રેજોએ અપનાવેલી વેપારી-શોષણનીતિને કારણે ભારતના ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિના લોકોએ અંગ્રેજો સામે બળવો કર્યો.
પ્રશ્ન 37.
19મી સદીમાં ભારતમાં કઈ કઈ જનજાતિના સમૂહો રહેતા હતા?
ઉત્તર:
19મી સદીમાં ભારતમાં ખાંડ, સંથાલ, મુંડા, કોયા, કોલ, ગોંડ, ભીલ, વનગુજ્જર, લબાડીયા, ગદ્દી, બકરબાલ વગેરે જનજાતિના સમૂહો રહેતા હતા.
પ્રશ્ન 38.
સંથાલ જનજાતિના સમૂહો ક્યાં રહેતા હતા? તેઓ શો વ્યવસાય કરતા હતા?
ઉત્તરઃ
સંથાલ જનજાતિના સમૂહો વર્તમાન ઝારખંડ રાજ્યમાં હઝારીબાગની આસપાસ રહેતા હતા. તેઓ રેશમના કીડા ઉછેરવાનો વ્યવસાય કરતા હતા.
પ્રશ્ન 39.
મુંડા જનજાતિના સમૂહો ક્યાં રહેતા હતા? તેઓ શો વ્યવસાય કરતા હતા?
ઉત્તર
મુંડા જનજાતિના સમૂહો વર્તમાન ઝારખંડ રાજ્યમાં છોટા નાગપુરની આસપાસ રહેતા હતા. તેઓ શિકાર કરવાનો અને વન્યપેદાશો એકઠી કરવાનો વ્યવસાય કરતા હતા.
પ્રશ્ન 40.
મધ્ય ભારતમાં રહેતા ખોડ જનજાતિના સમૂહો શો વ્યવસાય કરતા હતા?
ઉત્તર:
મધ્ય ભારતમાં રહેતા ખોંડ જનજાતિના સમૂહો શિકાર કરવાનો અને વન્યપેદાશોનો સંગ્રહ કરવાનો વ્યવસાય કરતા હતા.
પ્રશ્ન 41.
વનગુજ્જર અને લબાડીયા જનજાતિના સમૂહો ક્યાં રહેતા હતા? તેઓ શો વ્યવસાય કરતા હતા?
ઉત્તર:
વનગુજ્જર જનજાતિના સમૂહો પંજાબના પ્રદેશમાં અને લબાડીયા જનજાતિના સમૂહો આંધ્ર પ્રદેશમાં રહેતા હતા. તેઓ ગાયો-ભેંસો પાળવાનો વ્યવસાય કરતા હતા.
પ્રશ્ન 42.
ગદ્દી અને બકરબાલ જનજાતિના સમૂહો ક્યાં રહેતા હતા? તેઓ શો વ્યવસાય કરતા હતા?
ઉત્તર:
ગાદી જનજાતિના સમૂહો હિમાચલ રાજ્યમાં કુલુમાં અને બકરબલ જનજાતિના સમૂહો કશ્મીરમાં રહેતા હતા. તેઓ ઘેટા-બકરાં પાળવાનો વ્યવસાય કરતા હતા.
પ્રશ્ન 43.
ચામડાંના રંગકામ માટે કયાં ફૂલોનો ઉપયોગ થતો હતો?
ઉત્તર:
ચામડાંના રંગકામ માટે કસૂંબી અને પલાશનાં ફૂલોનો ઉપયોગ થતો હતો.
પ્રશ્ન 44.
જનજાતિના સમૂહો કેટલા પ્રકારની ખેતી કરતા હતા? કઈ કઈ?
ઉત્તરઃ
જનજાતિના સમૂહો બે પ્રકારની ખેતી કરતા હતા:
- સ્થળાંતરીય (સ્થળાંતરિત) ખેતી અને
- સ્થાયી ખેતી.
પ્રશ્ન 45.
કઈ કઈ જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરતા હતા? સ્થાયી ખેતી કરવાથી તેમને શો લાભ થયો હતો?
ઉત્તર:
ઝારખંડ રાજ્યમાં છોટા નાગપુરના મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરતા હતા. સ્થાયી ખેતી કરવાથી તેમને જમીનના અધિકારો મળ્યા હતા.
પ્રશ્ન 46.
જનજાતિઓના મુખિયાઓની સ્વતંત્રતા શાથી છીનવાઈ ગઈ?
ઉત્તર:
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતાં તેણે જનજાતિઓના સમુદાયોના મુખિયાઓની સત્તા પર કાપ મૂક્યો. આથી તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ.
પ્રશ્ન 47.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયો માટે નવા કાયદા શા માટે બનાવ્યા?
ઉત્તર:
ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇચ્છતી હતી કે જનજાતિઓ એક જગ્યાએ સ્થાયી વસવાટ કરીને ખેતી કરે, જેથી તેમની ખેતીનાં ઉત્પાદનો કંપનીની આવકનું સાધન બને. આથી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયો માટે નવા કાયદા બનાવ્યા.
પ્રશ્ન 48.
બિરસા મુંડાએ ક્યારે, કઈ ચળવળનું નેતૃત્વ લીધું હતું?
ઉત્તર:
બિરસા મુંડાએ ઈ. સ. 1895માં ‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ લીધું હતું.
પ્રશ્ન 49.
‘ઉલગુલાન’ ચળવળનો પ્રભાવ કયા વિસ્તારમાં હતો?
ઉત્તરઃ
‘ઉલગુલાન’ ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારમાં છોટા નાગપુરના લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં હતો.
પ્રશ્ન 50.
મુંડા જનજાતિનો શો દાવો હતો?
ઉત્તર:
મુંડા જનજાતિનો દાવો હતો કે, છોટા નાગપુરનો બધો વિસ્તાર તેમનો છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની તેમના પરંપરાગત હકો છીનવી લે છે અને તેમની પાસે ફરજિયાત વેઠ કરાવે છે.
પ્રશ્ન 51.
બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો? તેનાં માતા૨ પિતાનાં નામ શાં હતાં?
ઉત્તર:
બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર, 1875માં થયો હતો. તેની માતાનું નામ કમી મુન્ડાઈના અને પિતાનું નામ સુગના મુંડા હતું.
પ્રશ્ન 52.
બિરસા મુંડાનું બચપણ કેવી રીતે પસાર થયું હતું?
ઉત્તર:
બિરસા મુંડાનું બચપણ ઘેટાં-બકરાં ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતો રમવામાં તેમજ પિતા સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં પસાર થયું હતું.
પ્રશ્ન 53.
બિરસાએ કઈ શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું?
ઉત્તરઃ
બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું.
પ્રશ્ન 54.
બિરસાએ બચપણમાં કોની કોની વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી?
ઉત્તર:
બિરસાએ બચપણમાં મુંડા લોકો અને દીકુઓ (બહારથી આવેલા લોકો) વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી.
પ્રશ્ન 55.
બિરસાએ જનઆંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને કઈ હાકલ કરી હતી?
ઉત્તર:
બિરસાએ જનઆંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને દારૂ છોડી દેવાની, ઘર અને ગામની સફાઈ કરવાની અને ડાકણ-જાદુ કળામાં વિશ્વાસ નહિ રાખવાની તેમજ પોતાના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવવાની અને એક સ્થળે રહીને ખેતી કરવાની હાકલ કરી હતી.
પ્રશ્ન 56.
અંગ્રેજોને બિરસાના આંદોલનથી શો ભય લાગ્યો હતો?
ઉત્તર:
અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો હતો કે, જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં મુંડારાજની સ્થાપના કરી દેશે.
પ્રશ્ન 57.
કયો આરોપ મૂકી અંગ્રેજોએ બિરસાની ધરપકડ કરી?
ઉત્તર:
સરકારના રાજ્યવહીવટમાં અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી અંગ્રેજોએ બિરસાની ધરપકડ કરી.
પ્રશ્ન 58.
જેલમાંથી મુક્ત થયા પછી બિરસાએ શું કર્યું?
ઉત્તર:
જેલમાંથી મુક્ત થયા પછી બિરસાએ દીકુઓ અને અંગ્રેજો સામે સફેદ ધ્વજવાળી ‘ઉલગુલાન’ ચળવળને મજબૂત બનાવી હતી.
પ્રશ્ન 59.
‘ઉલગુલાન’ ચળવળ શાથી મંદ પડી ગઈ?
ઉત્તર:
ઈ. સ. 1900માં બિરસાનું અવસાન થવાથી ‘ઉલગુલાન’ ચળવળ મંદ પડી ગઈ.
6. કંપની શાસન દરમિયાન ગળીની ખેતીનું વ્યાપારીકરણ થતાં ગળીના ખેડૂતોની શી સ્થિતિ થઈ?
ઉત્તર:
ઈ. સ. 1790 સુધી યુરોપના દેશો સુતરાઉ કાપડને રંગવા માટે ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. પરંતુ એ દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટતાં યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધી ગઈ. તેથી અંગ્રેજ કંપનીએ ભારતમાં પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી રેતી પ્રથા’થી ગળીનું ઉત્પાદન વધાર્યું. ગળીના ઉત્પાદનની “રેયત પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પ્રથામાં કારખાનેદાર ખેડૂતને લોન આપતો હતો.
ગળીનું મોટા ભાગનું ઉત્પાદન રૈયતી પ્રથાથી થતું હતું, કારણ કે તેનાથી કારખાનેદારોને લાભ થતો હતો. કારખાનેદારો ગળીના ભાવ નીચા બાંધતા હતા અને એ ભાવે તેઓ ખેડૂતોને ગળીનું વાવેતર કરવા મજબૂર કરતા હતા. જો ખેડૂતો ગળીનું વાવેતર કરવા ઇન્કાર કરે તો તેની પર જુલમ ગુજારવામાં આવતો અને તેના પાકનો નાશ કરવામાં આવતો. ખેડૂતો પર કારખાનેદારોની ધાક જાળવી રાખવા અંગ્રેજ કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા. તેઓ ગળીના ઉત્પાદનના ખોટા હિસાબો બતાવી ખેડૂતો પાસે ગળીનું ફરજિયાત વાવેતર કરાવતા. અંગ્રેજ કંપનીના અમલદારો અને ગળીના કારખાનેદારો એકબીજા સાથે મળેલા હતા. તેથી ખેડૂતોની કોઈ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. ખેડૂતોના ભારે અસંતોષના કારણે ઈ. સ. 1859 – 1860 દરમિયાન વ્યાપક પ્રમાણમાં ગળીનાં રમખાણો થયાં હતાં.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
કાયમી જમાબંધી
ઉત્તર:
ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસના શાસન દરમિયાન ભારતમાં ઈ. સ. 1793માં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. કાયમી જમાબંધી અનુસાર, (1) જમીનદારને જમીનની માલિકીનો અને જમીન મહેસૂલ વસૂલ કરવાનો હક આપવામાં આવ્યો. જમીનદારે અંગ્રેજ [લૉર્ડ કૉર્નવૉલિસ) સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. (2) જમીનદારે જમીન મહેસૂલના નવ ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા અને દસમો ભાગ મહેનતાણા પેટે પોતાની પાસે રાખવાનો હતો.
કાયમી જમાબંધીમાં ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલું મહેસૂલ તેને ફરજિયાત આપવું પડતું હતું. જમીનદાર ખેડૂતો પર જુલમ કરીને પણ તેમની પાસેથી મહેસૂલ વસૂલ કરતો હતો, કેમ કે જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી. આમ છતાં, કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ સરકારને આપ્યું. જે જમીનદારો મહેસૂલ ભરી ન શક્યા તેમની જમીન સરકારે જપ્ત કરી. સમય જતાં, જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. પરિણામે ખેડૂતો જમીનવિહોણા ખેતમજૂરો બની ગયા. સરકારે ખેતી અને ખેડૂતના વિકાસમાં કોઈ રસ ન દાખવ્યો.
આમ, કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થયું. અનભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. ખેડૂતોના ભારે અસંતોષને કારણે બંગાળમાં ખેડૂતોએ વિદ્રોહો ક્ય.
પ્રશ્ન 2.
જનજાતિઓની સ્થિતિ
ઉત્તરઃ
19મી સદીમાં ભારતમાં ખાંડ, સંથાલ, મુંડા, કોયા, કોલ, વનગુજ્જર, લબાડીયા, ગદ્દી, બકરબાલ વગેરે જનજાતિઓના સમૂહો રહેતા હતા. સંથાલ જનજાતિના સમૂહો વર્તમાન ઝારખંડ રાજ્યમાં હઝારીબાગની આસપાસ રહેતા હતા. તેઓ રેશમના કીડા ઉછેરતા હતા. રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. મુંડા જનજાતિના સમૂહો ઝારખંડ રાજ્યમાં છોટા નાગપુરની આસપાસ રહેતા હતા. તેઓ શિકાર કરવાનો અને વન્યપેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. મધ્ય ભારતમાં રહેતા ખાંડ જનજાતિના સમૂહો પણ શિકાર કરવાનો અને વન્યપેદાશો એકઠી કરવાનો વ્યવસાય કરતા હતા. કેટલાક જનજાતિના સમૂહો પશુપાલનનો વ્યવસાય કરતા હતા. ઉદાહરણ તરીકે, પંજાબના પહાડી પ્રદેશમાં રહેતા વનગુજ્જર અને આંધ્ર પ્રદેશમાં રહેતા લબાડીયા જનજાતિના સમૂહો ગાયો અને ભેસો પાળતા હતા. હિમાચલ રાજ્યના કુલુમાં રહેતા ગરદી અને કશ્મીરમાં રહેતા બકરબાલ જનજાતિના સમૂહો ઘેટાં-બકરાં પાળતા હતા. કેટલીક જનજાતિઓ ખેડૂતો હતી. તેઓ ખેતી કરતી હતી. દા.ત., ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં રહેતી જનજાતિઓ ખેતીનો વ્યવસાય કરતી હતી.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
કાયમી જમાબંધીની જોગવાઈઓ જણાવો.
ઉત્તરઃ
કાયમી જમાબંધીની જોગવાઈઓ
- જમીનદારને જમીનની માલિકીના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા.
- જમીનદારે જમીનમહેસૂલના નવ ભાગ અંગ્રેજ કંપનીને જમા કરાવવાના હતા અને દસમો ભાગ તેણે મહેનતાણા પેટે પોતાની પાસે રાખવાનો હતો.
પ્રશ્ન 2.
રૈયતવારી પ્રથાથી ખેડૂતને કોઈ ફાયદો થતો નહોતો તેનાં શાં કારણો હતાં?
ઉત્તર:
રેયતવારી પ્રથાથી ખેડૂતોને કોઈ ફાયદો થતો નહોતો તેનાં મુખ્ય કારણો આ પ્રમાણે હતાં:
- જમીનનું મહેસૂલ વધારે પડતું હતું.
- અંગ્રેજ કંપની ઇચ્છે ત્યારે તે જમીનમહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી.
- કોઈ પણ સ્થિતિમાં એટલે ખેતરમાં અનાજનું ઉત્પાદન થાય કે ન થાય, કુદરતી આપત્તિમાં પાક નાશ પામે તો પણ ખેડૂતને જમીનમહેસૂલ ફરજિયાત આપવું પડતું હતું.
પ્રશ્ન 3.
ઓડિશાનાં જંગલોમાં રહેતા ખાંડ જનજાતિ સમુદાયના લોકો શો વ્યવસાય કરતા હતા?
ઉત્તર:
ઓડિશાનાં જંગલોમાં રહેતા ખોંડ જનજાતિ સમુદાયના લોકો ટોળીઓ બનાવીને સમૂહમાં શિકાર કરતા હતા. તેઓ જંગલમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકઠી
કરીને એ બધી વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા હતા છે અને એ વસ્તુઓ સ્થાનિક બજારમાં વેચતા હતા.
પ્રશ્ન 4.
સ્થળાંતરીય (સ્થળાંતરિત) ખેતી કોને કહેવામાં આવતી?
ઉત્તરઃ
ગીચ જંગલોના પ્રદેશમાં સ્થળાંતરીય (સ્થળાંતરિત) ખેતી કરવામાં આવે છે.
કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોનાં વૃક્ષોને અડધેથી કાપતા. તેઓ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટે જમીન ખુલ્લી કરતા. એ પછી કાપેલાં વૃક્ષો અને ઘાસને સળગાવી તેની રાખને જમીનમાં ભેળવી દેતા અને એ જમીનમાં ખેતી કરતા. રાખમાં પોટાશનું તત્ત્વ હોવાથી જમીન ફળદ્રુપ બનતી. એક વખત ઉત્પાદન લીધા પછી જમીનની ફળદ્રુપતા ઘટતાં તેઓ તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને એ જ પદ્ધતિથી ત્યાં ફરીથી ખેતી કરતા. આ પ્રકારની ખેતીને સ્થળાંતરીય’ (સ્થળાંતરિત) ખેતી કહેવામાં આવતી.
નીચેના વિધાનોનાં કારણો આપોઃ
પ્રશ્ન 1.
એક સમયનું અન્નભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું.
ઉત્તરઃ
જમીનદારે તેમના ખેડૂતો પાસેથી કેટલું જમીનમહેસૂલ લેવું તે કાયમી જમાબંધીમાં નક્કી કરવામાં આવ્યું નહોતું. આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલ મહેસૂલ તેને આપવું પડતું હતું. જમીનદાર ખેડૂતો પર જુલમ વરસાવીને મહેસૂલ વસૂલ કરતો. કાયમી જમાબંધીને કારણે ખેડૂતોનું ભારે શોષણ થયું. જમીનદારોએ ખેડૂતોની જમીન ખરીદતાં ખેડૂતો જમીનવિહોણા ખેતમજૂરો બની ગયા. અંગ્રેજ સરકારે ખેડૂત કે તેની ખેતીનો વિકાસ થાય એવાં કોઈ પગલાં ભર્યા નહિ. બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું. આથી, એક સમયનું અન્નભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું.
પ્રશ્ન 2.
19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમના ઉત્પાદન પર અંગ્રેજ કંપનીએ પોતાની સત્તા સ્થાપી દીધી.
ઉત્તર:
અઢારમી સદીના સમયગાળા દરમિયાન બ્રિટનમાં કાચું રેશમ સ્પેઇન અને ઇટાલીમાંથી આયાત કરવામાં આવતું હતું. બંગાળમાં પોતાની રાજકીય સત્તા સ્થપાતાં અંગ્રેજ કંપનીને લાગ્યું. કે, જો બંગાળમાં તૈયાર થતું રેશમ તેમના હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેઈન કે ઇટાલી પર નિર્ભર રહેવું ન પડે. આથી, અંગ્રેજ કંપનીએ ગેરરીતિ આચરીને અને ખેડૂતો પર જુલમ ગુજારીને 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમના ઉત્પાદન પર પોતાની સત્તા સ્થાપી દીધી.
પ્રશ્ન 3.
ઈ. સ. 1859 – 1860માં વ્યાપક પ્રમાણમાં ગળીનાં રમખાણો થયાં.
ઉત્તરઃ
ગળીનું મોટા ભાગનું ઉત્પાદન રૈયતી પ્રથાથી થતું હતું, કારણ કે તેનાથી કારખાનેદારોને લાભ થતો હતો. કારખાનેદારો ગળીના ભાવ નીચા બાંધતા હતા અને એ ભાવે તેઓ ખેડૂતોને ગળીનું વાવેતર કરવા મજબૂર કરતા હતા. જો ખેડૂતો ગળીનું વાવેતર કરવા ઇન્કાર કરે તો તેની પર જુલમ ગુજારવામાં આવતો અને તેના પાકનો નાશ કરવામાં આવતો. ખેડૂતો પર કારખાનેદારોની ધાક જાળવી રાખવા અંગ્રેજ કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા. તેઓ ગળીના ઉત્પાદનના ખોટા હિસાબો બતાવી ખેડૂતો પાસે ગળીનું ફરજિયાત વાવેતર કરાવતા. અંગ્રેજ કંપનીના અમલદારો અને ગળીના કારખાનેદારો એકબીજા સાથે મળેલા હતા. તેથી ખેડૂતોની કોઈ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. ખેડૂતોના ભારે અસંતોષના કારણે ઈ. સ. 1859 – 1860 દરમિયાન વ્યાપક પ્રમાણમાં ગળીનાં રમખાણો થયાં હતાં.
પ્રશ્ન 4.
કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતો પાયમાલ થયા.
ઉત્તરઃ
ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંકુશ હતો, તેથી કંપની ખેડૂતોને બજારભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થયા.
પ્રશ્ન 5.
અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ધરપકડ કરી.
ઉત્તરઃ
બિરસાએ જનઆંદોલન દરમિયાન મુંડા જનજાતિના ડે લોકોને તેમના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી. બિરસાની દરેક વાત મુંડા જનજાતિના લોકો સારી રીતે માનતા હતા. તેથી અંગ્રેજ સરકારને ભય લાગ્યો કે, જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં છોટા નાગપુરના વિસ્તારમાં મુંડારાજની સ્થાપના કરી દેશે. બિરસાના જનઆંદોલનનો વ્યાપ વધતાં સરકારના રાજ્યવહીવટમાં અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી અંગ્રેજોએ ઈ. સ. 1895માં બિરસા મુંડાની ધરપકડ કરી.
પ્રવૃત્તિઓ
1. તમારા વિસ્તારમાં થતા કોઈ એક રોકડિયા પાક (બજારમાં વેચવામાં આવતો પાકો વિશે માહિતી મેળવો. એ પાકની ખેતી, ઉત્પાદન, વેચાણ, ઉપયોગ, નિકાસ વગેરે બાબતોની વર્ગમાં જૂથ ચર્ચા કરી તમારી નોંધપોથીમાં તેની નોંધ લખો. આ પ્રવૃત્તિ માટે તમારા શિક્ષકોની મદદ લો.
2. આપણા દેશની આયાત-નિકાસની ચીજવસ્તુઓની જાણકારી તમારા વિષયશિક્ષક પાસેથી મેળવી તેની નોંધ તમારી નોંધપોથીમાં કરો. આયાત-નિકાસ વ્યાપાર શા માટે થાય છે તેનાં કારણો શોધો.
૩. ‘નવનીત સ્કૂલ ઍટલાસની મદદથી કેરેબિયન દેશોનાં સ્થાન અને નામ શોધો. એ દેશોનાં નામ તમારી નોંધપોથીમાં નોંધો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો:
પ્રશ્ન 1.
રૈયતવારી પદ્ધતિથી ખેડૂતને કોઈ ફાયદો થતો નહોતો. તેનાં કારણોમાં કયું એક કારણ સાચું નથી?
A. ખેતપેદાશો સરકારને જ વેચવાની હતી.
B. જમીનનું વધારે પડતું મહેસૂલ
C. મહેસૂલમાં વધારો કરવાનો સરકારનો હક
D. કોઈ પણ સ્થિતિમાં મહેસૂલ આપવું પડતું.
ઉત્તરઃ
A. ખેતપેદાશો સરકારને જ વેચવાની હતી.
પ્રશ્ન 2.
અંગ્રેજોએ ભારતમાં ગળીનું ઉત્પાદન વધાર્યું, કારણ કે……
A. ભારતની ગળી ખૂબ સસ્તી હતી.
B. ભારતમાં ગળીનું ઉત્પાદન ખૂબ ઓછું હતું.
C. ભારતની ગળીના ઉપયોગો વધી ગયા હતા.
D. ભારતની ગળીની માંગ વધવા લાગી હતી.
ઉત્તરઃ
D. ભારતની ગળીની માંગ વધવા લાગી હતી.
પ્રશ્ન 3.
કયા તત્ત્વને કારણે રાખથી જમીન ફળદ્રુપ બનતી હતી?
A. ફૉસ્ફરસ
B, કૅલ્શિયમ
C. મૅગ્નેશિયમ
D. પોટાશ
ઉત્તરઃ
D. પોટાશ
પ્રશ્ન 4.
કાયમી જમાબંધી, રેયતવારી અને મહાલવારી જમીનમહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર હતા…….
A. વેલેસ્લી, થૉમસ મૂનરો, ઍલ્ફિન્સ્ટન
B. કૉર્નવોલિસ, થોમસ મૂનરો, હોલ્ટ મેકેન્ઝી
C. થૉમસ મૂનરો, વેલેસ્લી, ડેલહાઉસી
D. કૉર્નવોલિસ, વેલેસ્લી, થૉમસ મૂનરો
ઉત્તરઃ
B. કૉર્નવોલિસ, થોમસ મૂનરો, હોલ્ટ મેકેન્ઝી
પ્રશ્ન 5.
નીચેના આદિવાસી વિદ્રોહને કાલાનુક્રમમાં ગોઠવોઃ
A. સાંથાલ, કૌલ, બશીર, વારલી
B. બશીર, સાંથાલ, કોલ, વારલી
C. કૌલ, સાંથાલ, બશીર, વારલી
D. સાંથાલ, બશીર, કોલ, વારલી
ઉત્તરઃ
C. કૌલ, સાંથાલ, બશીર, વારલી
પ્રશ્ન 6.
ઉલગુલાનનો અર્થ ………
A. કૂચ
B. મહાન વિદ્રોહ
C. લડાઈ
D. છાપામાર યુદ્ધ
ઉત્તરઃ
B. મહાન વિદ્રોહ
પ્રશ્ન 7.
ગળીનાં રમખાણો કયા વર્ષે થયાં હતાં?
A. ઈ. સ. 1859 – 60માં
B. ઈ. સ. 1865 – 66માં
C. ઈ. સ. 1882 – 83માં
D. ઈ. સ. 1891 – 92માં
ઉત્તરઃ
A. ઈ. સ. 1859 – 60માં
પ્રશ્ન 8.
આદિવાસીઓમાં થતી સ્થળાંતરિત ખેતી કયા નામે ઓળખાતી હતી?
A. સ્થાયી ખેતી
B. ઝૂમ ખેતી
C. કૉન્ટ્રાક્ટ ફાર્મિંગ (કરાર ખેતી)
D. ભાગબટાઈ
ઉત્તરઃ
B. ઝૂમ ખેતી