Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 17 ન્યાયતંત્ર Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 17 ન્યાયતંત્ર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
સર્વોચ્ચ અદાલતના તાબાની અદાલત કઈ છે?
A. તાલુકા અદાલત
B. જિલ્લા અદાલત
C. વડી અદાલત
D. મજૂર અંદાલત
ઉત્તર :
C. વડી અદાલત
પ્રશ્ન 2.
સિવિલ જજની અદાલત કેટલી રકમ સુધીના દાવાની સુનાવણી હાથ ધરે છે?
A. 10 લાખ સુધીના
B. 15 લાખ સુધીના
C. 20 લાખ સુધીના
D. 25 લાખ સુધીના
ઉત્તર :
D. 25 લાખ સુધીના
પ્રશ્ન ૩.
બધી તાબાની અદાલતો કઈ સંબંધિત અદાલતના નિરીક્ષણ હેઠળ કામ કરે છે?
A. સર્વોચ્ચ અદાલતના
B. વડી અદાલતના
C. તાલુકા અદાલતના
D. જિલ્લા અદાલતના
ઉત્તર :
B. વડી અદાલતના
પ્રશ્ન 4.
જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?
A. રાજ્યપાલ
B. રાષ્ટ્રપ્રમુખ
C. મુખ્ય ન્યાયાધીશ
D. વડા પ્રધાન
ઉત્તર :
A. રાજ્યપાલ
પ્રશ્ન 5.
તાબાની અદાલતના ચુકાદા વિરુદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે?
A. તાલુકા અદાલતમાં
B. વરિષ્ઠ ફોજદારી અદાલતમાં
C. વડી અદાલતમાં
D. સર્વોચ્ચ અદાલતમાં
ઉત્તર :
C. વડી અદાલતમાં
પ્રશ્ન 6.
ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે?
A. દિલ્લીમાં
B. અમદાવાદમાં
C. ગાંધીનગરમાં
D. વડોદરામાં
ઉત્તર :
B. અમદાવાદમાં
પ્રશ્ન 7.
કઈ અદાલતો તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે?
A. તાલુકા અદાલતો
B. જિલ્લા અદાલતો
C. વડી અદાલતો
D. સેશન્સ અદાલતો
ઉત્તર :
C. વડી અદાલતો
પ્રશ્ન 8.
વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?
A. રાષ્ટ્રપ્રમુખ
B. રાજ્યપાલ
C. વડા પ્રધાન
D. ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તર :
A. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 9.
વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે?
A. માતૃભાષામાં
B. ગુજરાતીમાં
C. રાષ્ટ્રભાષામાં
D. અંગ્રેજીમાં
ઉત્તર :
D. અંગ્રેજીમાં
પ્રશ્ન 10.
ભારતની સર્વોચ્ચ અદાલત ક્યા શહેરમાં આવેલી છે?
A. અમદાવાદમાં
B. દિલ્લીમાં
C. કોલકાતામાં
D. મુંબઈમાં
ઉત્તર :
B. દિલ્લીમાં
પ્રશ્ન 11.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?
A. વડા પ્રધાન
B. રાષ્ટ્રપ્રમુખ
C. ઉપરાષ્ટ્રપ્રમુખ
D. કાયદામંત્રી
ઉત્તર:
B. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 12.
ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોની પાસે છે?
A. સંસદની પાસે
B. વડી અદાલત પાસે
C. સર્વોચ્ચ અદાલત પાસે
D. રાષ્ટ્રપ્રમુખ પાસે
ઉત્તર:
C. સર્વોચ્ચ અદાલત પાસે
પ્રશ્ન 13.
સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તર:
A. એક
પ્રશ્ન 14.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
A. મહારાજયોગ
B. મહાભિયોગ
C. મહાવિનિયોગ
D. મહાસંપાતયોગ
ઉત્તર:
B. મહાભિયોગ
પ્રશ્ન 15.
કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી?
A. વડી અદાલતના
B. લોકઅદાલતના
C. જિલ્લા અદાલતના
D. સર્વોચ્ચ અદાલતના
ઉત્તર:
D. સર્વોચ્ચ અદાલતના
પ્રશ્ન 16.
ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો?
A. 26 જાન્યુઆરી, 1950ના રોજ
B. 28 જાન્યુઆરી, 1950ના રોજ
C. 1 ફેબ્રુઆરી, 1950ના રોજ
D. 28 માર્ચ, 1950ના રોજ
ઉત્તર:
B. 28 જાન્યુઆરી, 1950ના રોજ
પ્રશ્ન 17.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક કોણ કરે છે?
A. વડા પ્રધાન
B. લોકસભાના સ્પીકર
C. રાષ્ટ્રપ્રમુખ
D. ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તર:
C. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 18.
કઈ અદાલતના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી?
A. સંઘસરકારની અદાલતના
B. લશ્કરી અદાલતના
C. વડી અદાલતના
D. સંસદની અદાલતના
ઉત્તર:
B. લશ્કરી અદાલતના
પ્રશ્ન 19.
તાબાની અદાલતો માટે કઈ અદાલતે આપેલા ચુકાદા કે નિર્ણય કાયમી દસ્તાવેજ ગણાય છે?
A. સંઘીય અદાલતે
B. સુગ્રથિત અદાલતે
C. સર્વોચ્ચ અદાલતે
D. વડી અદાલતે
ઉત્તર:
C. સર્વોચ્ચ અદાલતે
પ્રશ્ન 20.
ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં કોનો ફાળો મોટો છે?
A. લોકઅદાલતોનો
B. જાહેર હિતની અરજીનો
C. ન્યાયાધીશોનો
D. રાષ્ટ્રપ્રમુખનો
ઉત્તર:
B. જાહેર હિતની અરજીનો
પ્રશ્ન 21.
અદાલતોમાં કેસોનું ભારણ ઘટાડવા માટે કાયદા વિભાગ દ્વારા શાનું આયોજન કરવામાં આવ્યું છે?
A. જાહેર અદાલતોનું
B. તાબાની અદાલતોનું
C. લોકઅદાલતોનું
D. પ્રાદેશિક અદાલતોનું
ઉત્તરઃ
C. લોકઅદાલતોનું
પ્રશ્ન 22.
ભારતના બંધારણમાં કોની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવ્યું છે?
A. કૃષિતંત્રનું
B. કારોબારીતંત્રનું
C. ન્યાયતંત્રનું
D. પોલીસતંત્રનું
ઉત્તરઃ
C. ન્યાયતંત્રનું
પ્રશ્ન 23.
કેશવાનંદ ભારતી કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના શેના રક્ષણની વિગતોની ચર્ચા કરી હતી?
A. માનવહકોની
B. મૂળભૂત હકોની
C. સામાજિક હકોની
D. રાજનીતિના હકોની
ઉત્તરઃ
B. મૂળભૂત હકોની
પ્રશ્ન 24.
હાલમાં આપણી શાળાઓમાં ચાલતી કઈ યોજનામાં અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે?
A. મિશન મંગલમ્ યોજનામાં
B. સબલા યોજનામાં
C. ચિરંજીવી યોજનામાં
D. મધ્યાહ્ન ભોજન યોજનામાં
ઉત્તરઃ
D. મધ્યાહ્ન ભોજન યોજનામાં
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેનાં વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર ……………………………. અદાલત છે.
ઉત્તરઃ
સર્વોચ્ચ
2. તાલુકા મથકમાં આવેલી અદાલતને …………………………….. અદાલત પણ કહે છે.
ઉત્તરઃ
તાલુકા
૩. દીવાની (સિવિલ) મામલા માટે નીચલી કોર્ટ ………………………………. ન્યાયાધીશની કૉર્ટ હોય છે.
ઉત્તરઃ
સિવિલ
4. ફોજદારી મામલાની સૌથી નીચલી અદાલત ………………………………. મૅજિસ્ટ્રેટની હોય છે.
ઉત્તરઃ
ન્યાયિક (જ્યુડિશિયલ)
5. ન્યાયિક (જ્યુડિશિયલ) મૅજિસ્ટ્રેટે આપેલા ચુકાદા વિરુદ્ધ …………………………….. અદાલતમાં અપીલ કરી શકાય છે.
ઉત્તરઃ
જિલ્લા
6. જિલ્લા ન્યાયાધીશની નિમણુક રાજ્યપાલ …………………………… સાથે ચર્ચા-વિચારણા કરીને કરે છે.
ઉત્તરઃ
વડી અદાલત
7. જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે હું તે ……………………………… કહેવાય છે.
ઉત્તરઃ
જિલ્લા ન્યાયાધીશ
8. જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તે …………………….. કહેવાય છે.
ઉત્તરઃ
સેશન્સ ન્યાયાધીશ
9. તાબાની અદાલતના ચુકાદા સામે …………………………………. માં અપીલ કરી શકાય છે.
ઉત્તરઃ
વડી અદાલત
10. સામાન્ય રીતે દરેક રાજ્યમાં ……………………….. વડી અદાલત હોય છે.
ઉત્તરઃ
એક
11. ………………………………. તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે.
ઉત્તર:
વડી અદાલતો
12. બે કે તેથી વધુ રાજ્યો માટે …………………………. જ વડી અદાલત પણ હોઈ શકે છે.
ઉત્તર:
એક
13. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક ……………………… કરે છે.
ઉત્તર:
રાજ્યપાલ
14. વડી અદાલતના અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સંબંધિત રાજ્યની વડી અદાલતના ……………………… સાથે મંત્રણા કરીને કરે છે.
ઉત્તર:
મુખ્ય ન્યાયાધીશ
15. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને રાજ્યના ‘…………………………..’ અથવા તેમણે આ સંબંધમાં નિમાયેલ વ્યક્તિ શપથ લેવડાવે છે.
ઉત્તર:
રાજ્યપાલ
16. વડી અદાલતનો વ્યવહાર ………………………….. ભાષામાં ચાલે છે.
ઉત્તર:
અંગ્રેજી
17. વડી અદાલતના અધિકારક્ષેત્રમાં ………………………….. અધિકાર ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
ઉત્તર:
ત્રણ
18. વડી અદાલત બંધારણની કલમ ……….. અનુસાર રાજ્યના સંદર્ભમાં નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની સત્તા ધરાવે છે.
ઉત્તર:
226
19. વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ ……………………………………. અદાલતમાં અપીલ કરી શકાય છે.
ઉત્તર:
સર્વોચ્ચ
20. દેશની બધી અદાલતોમાં ………………………….. અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે.
ઉત્તર:
સર્વોચ્ચ
21. ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના 28 જાન્યુઆરી, …………..ના રોજ થઈ હતી.
ઉત્તર:
1950
22. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક ………………….. કરે છે.
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ
23. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક સામાન્ય રીતે …………………………………. ના ધોરણે થાય છે.
ઉત્તર:
વરિષ્ઠતા (Seniority)
24. સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયાધીશને “ ……………………. શપથ ” લેવડાવે છે.
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ
25. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની ૨ પ્રક્રિયા-વિધિ ……………………………. કહેવાય છે.
ઉત્તર:
મહાભિયોગ
26. સર્વોચ્ચ અદાલત ………………………….. ના અર્થઘટન માટે થયેલા ચુકાદા પરની અપીલો સાંભળે છે.
ઉત્તર:
બંધારણ
27. ………………………….. અદાલતના ચુકાદાને બીજી કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી.
ઉત્તર:
સર્વોચ્ચ
28. ……………………………………………. અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે.
ઉત્તર:
વડી
29. સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલા પોતાના નિર્ણય કે ચુકાદાની ……………………. કરવાની સત્તા છે.
ઉત્તર:
પુનઃસમીક્ષા
30. માર્શલ લૉ હેઠળ ……………………. અદાલતના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી.
ઉત્તર:
લશ્કરી
31. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી ……………………….. ગણાય છે.
ઉત્તર:
દસ્તાવેજ
32. ……………………………. નો ચુકાદો દેશની અન્ય તમામ અદાલતો માટે બંધનકર્તા છે.
ઉત્તર:
સર્વોચ્ચ અદાલત
૩૩. સર્વોચ્ચ અદાલત …………………………..અદાલત (Court of Records) ગણાય છે.
ઉત્તર:
નઝીરી છે
34. આપણા દેશનું ન્યાયતંત્ર ……………………………. ના સંરક્ષક અને વાલી તરીકે કામ કરે છે.
ઉત્તર:
બંધારણ
35. આપણા દેશનું ન્યાયતંત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારોની ………………………….. નક્કી કરે છે.
ઉત્તર:
સત્તાની મર્યાદા
36. આપણા દેશના બંધારણમાં અને સરકાર કે વહીવટી તંત્રની અસરમાંથી મુક્ત અને સ્વતંત્ર રાખવામાં આવેલ છે.
ઉત્તર:
ન્યાયતંત્ર
37. દેશના ન્યાયતંત્રને વધારે ન્ય બનાવવામાં ‘જાહેર હિતની અરજી’નો ફાળો મોટો છે.
ઉત્તર:
લોકાભિમુખ
38. ગુજરાત સરકારના કાયદા વિભાગે અદાલતના કેસોનું ભારણ ઘટાડવા માટે નું આયોજન કર્યું છે.
ઉત્તર:
લોકઅદાલતો
39. ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા ………………………. કાર્યરત છે.
ઉત્તર:
લોકઅદાલતો
40. ગુનાની પ્રથમ દર્શાય અથવા પ્રથમ માહિતી નોંધને ……….. કહેવામાં આવે છે.
ઉત્તર:
FIR
41. FIR નોંધાવવા માટે પોલીસ-સ્ટેશનમાં ………………………… રીતે પણ ફરિયાદ કરી શકાય છે.
ઉત્તરઃ
મૌખિક
42. ભારતના બંધારણમાં ……………………………. ની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવ્યું છે.
ઉત્તરઃ
ન્યાયતંત્ર
43. ભારતમાં બહુચર્ચિત એવા …………………………. ના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણની ચર્ચા કરી હતી.
ઉત્તરઃ
કેશવાનંદ ભારતી
44. જસ્ટીસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સરકારના કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના …………………………… ના અધિકારોનું રક્ષણ કરવા જણાવ્યું હતું.
ઉત્તરઃ
ગોપનીયતા
45. હાલમાં શાળાઓમાં ચાલતી ……………………….. યોજનામાં અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે.
ઉત્તરઃ
મધ્યાહન ભોજન
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે.
ઉત્તર:
ખોટું
2. ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે.
ઉત્તર:
ખોટું
૩. દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલત હોય છે.
ઉત્તર:
ખરું
4. ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક ગુજરાતના મુખ્યમંત્રી કરે છે.
ઉત્તર:
ખોટું
5. જિલ્લા અદાલતના ન્યાયાધીશ ફોજદારી મુકદમા ચલાવે ત્યારે તે સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે.
ઉત્તર:
ખરું
6. સેશન્સ ન્યાયાધીશ આરોપીને ફાંસી, જન્મટીપ કે 10 વર્ષથી વધુ કેદની સજા ફરમાવી શકે છે.
ઉત્તર:
ખરું
7. વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ તાબાની અદાલતમાં અપીલ થઈ શકે છે.
ઉત્તર:
ખોટું
8. ગુજરાત રાજ્યની વડી અદાલત ગાંધીનગરમાં આવેલી છે.
ઉત્તર:
ખોટું
9. વડી અદાલત તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને ૨ જોડતી કડીરૂપ સ્થાન ધરાવે છે.
ઉત્તર:
ખરું
10. એક રાજ્ય માટે બે વડી અદાલતો હોઈ શકે છે.
ઉત્તર:
ખોટું
11. ભારતની બધી વડી અદાલતોના ન્યાયાધીશોની સંખ્યા એકસરખી હોય છે.
ઉત્તરઃ
ખોટું
12. વડી અદાલતનો વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે.
ઉત્તરઃ
ખરું
13. વડી અદાલત માત્ર ફોજદારી મુકદમા ચલાવી શકે છે.
ઉત્તરઃ
ખોટું
14. આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્લીમાં આવેલી છે.
ઉત્તરઃ
ખરું
15. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ 26 જાન્યુઆરી, 1950ના રોજ થયો હતો.
ઉત્તરઃ
ખોટું
16. સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની નિમણૂક સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કરે છે.
ઉત્તરઃ
ખોટું
17. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક મુખ્યત્વે નોકરીના સમયગાળાને આધારે થાય છે.
ઉત્તરઃ
ખરું
18. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા અરજી કરી શકે છે.
ઉત્તરઃ
ખરું
19. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને ‘લેખાભિયોગની પ્રક્રિયા દ્વારા હોદા પરથી દૂર કરી શકાય છે.
ઉત્તરઃ
ખોટું
20. સર્વોચ્ચ અદાલત કેન્દ્ર સરકારે ઘડેલો કાયદો બંધારણીય છે. – કે નહિ તે પ્રશ્નનો ચુકાદો આપવાની સત્તા ધરાવે છે.
ઉત્તરઃ
ખરું
21. સર્વોચ્ચ અદાલતના ચુકાદાને દેશની અન્ય કોઈ પણ અદાલતમાં પડકારી શકાય છે.
ઉત્તર:
ખોટું
22. કોઈ કાયદાના અર્થઘટનને લગતા પ્રશ્ન અંગે રાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે.
ઉત્તર:
ખરું
23. સર્વોચ્ચ અદાલત પોતે આપેલા ચુકાદાનું પોતે જ પુનરાવલોકન કરી શકતી નથી.
ઉત્તર:
ખોટું
24. ન્યાયની દેવીની ‘આંખે પાટા અને હાથમાં માત્ર તલવાર’ છે.
ઉત્તર:
ખોટું
25. દેશનું ન્યાયતંત્ર બંધારણના સંરક્ષક અને વાલી તરીકે કામ કરે છે.
ઉત્તર:
ખરું
26. આપણા બંધારણમાં ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે.
ઉત્તર:
ખરું
27. લોકઅદાલતનો મુખ્ય ઉદ્દેશ કૉર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષોને કાયદાકીય માર્ગદર્શન આપવાનો છે.
ઉત્તર:
ખોટું
28. સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત (Court of Records) ગણાય છે.
ઉત્તર:
ખરું
29. ન્યાયની દેવીના એક હાથમાં ત્રાજવું અને બીજા હાથમાં બંદૂક છે.
ઉત્તર:
ખોટું
30. ન્યાયતંત્ર કેન્દ્ર સરકાર અને નાગરિકોની સત્તાની મર્યાદા નક્કી કરે છે.
ઉત્તર:
ખોટું
31. ન્યાયતંત્રને વધુ મજબૂત બનાવવામાં જાહેર હિતની અરજીનો ફાળો મોટો છે.
ઉત્તર:
ખોટું
32. ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે, જેને ‘નાનો મોટો’ (Nano Moto) કહેવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
33. લોકઅદાલતો દ્વારા લોકોને કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે.
ઉત્તર:
ખરું
34. ગુનાનું આરોપનામું તૈયાર કરવામાં FIR ખૂબ જ મહત્ત્વનો પુરાવો બની શકે છે.
ઉત્તર:
ખરું
35. સામાન્ય રીતે પોલીસ FIR નોંધવાનો ઇન્કાર કરી શકે છે.
ઉત્તર:
ખોટું
36. ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવ્યું છે.
ઉત્તર:
ખરું
37. ભારતીય સંસદ નાગરિકોને ગોપનીયતાનો અધિકાર આપે છે.
ઉત્તર:
ખોટું
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
ન્યાયની જરૂર ક્યારે પડે છે?
ઉત્તર:
જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે ગુનો બને છે. એ સમયે અન્ય વ્યક્તિનો હક છીનવાઈ જાય છે. આ પરિસ્થિતિમાં ન્યાયની જરૂર પડે છે.
પ્રશ્ન 2.
આપણા દેશમાં કયા કયા પ્રકારના દાવા (Complaints) અંગે ન્યાય આપવામાં આવે છે?
ઉત્તરઃ
આપણા દેશમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારના દાવા (Complaints) અંગે ન્યાય આપવામાં આવે છે.
પ્રશ્ન 3.
દીવાની દાવા કોને કહેવાય?
ઉત્તરઃ
મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવા દીવાની દાવા કહેવાય.
પ્રશ્ન 4.
દેશના નાગરિકોને ન્યાય આપવા માટે કઈ કઈ અદાલતોની સ્થાપના કરવામાં આવી છે?
ઉત્તરઃ
આપણા દેશમાં નાગરિકોને ન્યાય આપવા માટે છે તાલુકા અદાલતો, જિલ્લા અદાલતો, વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે.
પ્રશ્ન 5.
ભારતના સંઘરાજ્યમાં સમગ્ર દેશ માટે કેવા પ્રકારની ન્યાયપદ્ધતિ છે?
ઉત્તર:
ભારતના સંઘરાજ્યમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, એકસૂત્રી અને સ્વતંત્ર પ્રકારની ન્યાયપદ્ધતિ છે.
પ્રશ્ન 6.
ભારતના ન્યાયતંત્રની ટોચ પર કઈ અદાલત છે?
ઉત્તર:
ભારતના ન્યાયતંત્રની ટોચ પર સર્વોચ્ચ અદાલત છે.
પ્રશ્ન 7.
રાજ્યની વડી અદાલતના તાબામાં કઈ કઈ અદાલતો હોય છે?
ઉત્તરઃ
રાજ્યની વડી અદાલતના તાબામાં જિલ્લા અને તાલુકાની અદાલતો હોય છે.
પ્રશ્ન 8.
તાલુકા અદાલત કોને કહે છે?
ઉત્તર:
તાલુકા મથકમાં આવેલી તાબાની અદાલતને તાલુકા અદાલત કહે છે.
પ્રશ્ન 9.
દીવાની (સિવિલ) મામલા માટે સૌથી નીચલી કૉર્ટ કઈ હોય છે? તે કયા કેસોની સુનાવણી કરે છે?
ઉત્તરઃ
દીવાની (સિવિલ) મામલા માટે સૌથી નીચલી કૉર્ટ સિવિલ જજની હોય છે. તે ₹ 25 લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનાવણી કરે છે.
પ્રશ્ન 10.
ફોજદારી મામલાની સૌથી નીચલી કૉર્ટ કઈ છે? તે કયા કેસોની સુનાવણી હાથ ધરે છે?
ઉત્તર:
ફોજદારી મામલાની સૌથી નીચલી કૉર્ટ ન્યાયિક (જ્યુડિશિયલ) મૅજિસ્ટ્રેટની છે. તે ચોરી, લૂંટફાટ, મારામારી વગેરે ફોજદારી કેસોની સુનાવણી કરે છે.
પ્રશ્ન 11.
ન્યાયિક (જ્યુડિશિયલ) મૅજિસ્ટ્રેટ ગુનેગારને કેટલી સજા કરવાની સત્તા ધરાવે છે?
ઉત્તરઃ
ન્યાયિક (જ્યુડિશિયલ) મૅજિસ્ટ્રેટ ગુનેગારને ત્રણ વર્ષ સુધીની કેદની અને 10,000 સુધીના દંડની સજા કરવાની સત્તા ધરાવે છે.
પ્રશ્ન 12.
દરેક જિલ્લામાં કઈ કઈ અદાલત હોય છે?
ઉત્તર:
દરેક જિલ્લામાં દીવાની અદાલત અને ફોજદારી અદાલત હોય છે.
પ્રશ્ન 13.
તાબાની બધી અદાલતો કોના નિરીક્ષણ હેઠળ કામ કરે છે?
ઉત્તર:
તાબાની બધી અદાલતો સંબંધિત વડી અદાલતના નિરીક્ષણ હેઠળ કામ કરે છે.
પ્રશ્ન 14.
સિવિલ (નાગરિક) અધિકારક્ષેત્રની મુખ્ય અદાલત કઈ છે?
ઉત્તર:
દરેક જિલ્લામાં ઉચ્ચતમ અદાલત જિલ્લા અને સેશન્સ જજ(જિલ્લાની વરિષ્ઠ ફોજદારી)ની અદાલત હોય છે. તે સિવિલ (નાગરિક) અધિકારક્ષેત્રની મુખ્ય અદાલત છે, જેને સેશન્સ અદાલતનો દરજ્જો પણ મળેલ છે.
પ્રશ્ન 15.
રાજ્યના જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?
ઉત્તરઃ
રાજ્યના જિલ્લા ન્યાયાધીશની નિમણૂક રાજ્યપાલ તે રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા-વિચારણા કરીને કરે છે.
પ્રશ્ન 16.
તાલુકા અને જિલ્લા અદાલતોમાં ન્યાયાધીશ ક્યારે ચુકાદો આપે છે?
ઉત્તર:
તાલુકા અને જિલ્લા અદાલતોમાં આરોપી અને ફરિયાદી હાજર રહી પોતપોતાના વકીલો દ્વારા પોતાનો પક્ષ ન્યાયાધીશો સમક્ષ રાખે છે. આરોપી અને ફરિયાદીનો વિવાદ સાંભળ્યા પછી ન્યાયાધીશ ચુકાદો આપે છે.
પ્રશ્ન 17.
જિલ્લા ન્યાયાધીશ કોને કહેવાય?
ઉત્તર:
જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે તે જિલ્લા ન્યાયાધીશ કહેવાય.
પ્રશ્ન 18.
સેશન્સ ન્યાયાધીશ ગુનેગારને કઈ સજા કરવાની સત્તા ? ધરાવે છે?
ઉત્તરઃ
સેશન્સ ન્યાયાધીશ ગુનેગારને ફાંસી, જન્મટીપ કે 10 વર્ષથી વધુ કેદની સજા કરવાની સત્તા ધરાવે છે.
પ્રશ્ન 19.
મહાનગરોમાં (મેટ્રો શહેરોમાં) કઈ કઈ અદાલતો હોય ? છે? એ અદાલતોના ન્યાયાધીશો કઈ સજા કરવાની સત્તા ધરાવે છે?
ઉત્તરઃ
મહાનગરોમાં મેટ્રો શહેરોમાં) સિટી સિવિલ અદાલતો, સેશન્સ અદાલતો અને મજૂર અદાલતો હોય છે. એ અદાલતોના ન્યાયાધીશો સાત વર્ષ કે તેથી વધુ વર્ષની સજા અને અમર્યાદિત રકમનો દંડ કરવાની સત્તા ધરાવે છે.
પ્રશ્ન 20.
તાબાની અદાલતોના ચુકાદા વિરુદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે?
ઉત્તર:
તાબાની અદાલતોના ચુકાદા વિરુદ્ધ રાજ્યની વડી અદાલતમાં અપીલ કરી શકાય છે.
પ્રશ્ન 21.
ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે?
ઉત્તર:
ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે.
પ્રશ્ન 22.
વડી અદાલત કોને કોને જોડતી કડી છે?
ઉત્તરઃ
વડી અદાલત તેની તાબાની અદાલતો અને દેશની ? સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે.
પ્રશ્ન 23.
સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે?
ઉત્તરઃ
સામાન્ય રીતે દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે.
પ્રશ્ન 24.
ભારતનાં કયાં ક્યાં રાજ્યો માટે એક જ વડી અદાલત છે?
ઉત્તર:
ભારતનાં પૂર્વોત્તર રાજ્યો અસમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા માટે તેમજ પંજાબ અને હરિયાણા રાજ્યો વચ્ચે તથા આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે.
પ્રશ્ન 25.
વડી અદાલતમાં કેટલા ન્યાયાધીશો હોય છે?
ઉત્તરઃ
વડી અદાલતમાં ભારતના બંધારણ પ્રમાણે એક મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપ્રમુખ વખતોવખત જેટલા ન્યાયાધીશોની નિમણૂક કરે તેટલા અન્ય ન્યાયાધીશો હોય છે.
પ્રશ્ન 26.
વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?
ઉત્તર:
વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાખ્રમુખ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની તેમજ રાજ્યના રાજ્યપાલની સાથે મંત્રણા કરીને કરે છે. અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સંબંધિત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની સાથે મંત્રણા કરીને કરે છે.
પ્રશ્ન 27.
દેશની બધી વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા કેટલી હોય છે?
ઉત્તર:
દેશની બધી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એકસરખી હોતી નથી.
પ્રશ્ન 28.
વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિને શપથ કે પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે?
ઉત્તરઃ
વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિને રાજ્યપાલ કે તેમણે આ સંબંધમાં નીમેલ વ્યક્તિ સમક્ષ હોદ્દો અને ગુપ્તતાના શપથ કે પ્રતિજ્ઞા લેવડાવે છે.
પ્રશ્ન 29.
વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે?
ઉત્તરઃ
વડી અદાલતનો વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે.
પ્રશ્ન 30.
વડી અદાલતમાં મુકદ્દમો કેવી રીતે ચાલે છે?
ઉત્તરઃ
વડી અદાલતમાં ન્યાયાધીશ સમક્ષ મુકદ્દમા અંગે આરોપી અને ફરિયાદીના વકીલો દલીલો કરે છે; જરૂર જણાય તો આરોપી કે ફરિયાદીને ખાસ હાજર રાખવામાં આવે છે. બંને પક્ષોનો વિવાદ સાંભળ્યા પછી ન્યાયાધીશ ચુકાદો આપે છે.
પ્રશ્ન 31.
વડી અદાલત કયા મુકદમા ચલાવી શકે છે?
ઉત્તર:
વડી અદાલત દીવાની અને ફોજદારી મુકદમા ચલાવી શકે છે.
પ્રશ્ન 32.
વડી અદાલતના અધિકારક્ષેત્રને કેટલા ભાગમાં વહેંચી શકાય? કયા કયા?
ઉત્તરઃ
વડી અદાલતના અધિકારક્ષેત્રને ત્રણ ભાગમાં વહેંચી શકાયઃ
- મૂળ અધિકારક્ષેત્ર,
- વિવાદી અધિકારક્ષેત્ર અને
- વહીવટી અધિકારક્ષેત્ર.
પ્રશ્ન 33.
વડી અદાલતને બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો –હુકમો જારી કરવાની સત્તા છે?
ઉત્તરઃ
વડી અદાલતને બંધારણની કલમ – 226 અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો – હુકમો જારી કરવાની સત્તા છે.
પ્રશ્ન 34.
વડી અદાલતના ચુકાદાઓ વિરુદ્ધ કઈ અદાલતમાં 3 અપીલ કરી શકાય છે?
ઉત્તરઃ
વડી અદાલતના ચુકાદાઓ વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.
પ્રશ્ન 35.
આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે?
ઉત્તરઃ
આપણા દેશની સર્વોચ્ચ અદાલત પાટનગર દિલ્લીમાં આવેલી છે.
પ્રશ્ન 36.
ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઈ?
ઉત્તર:
ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના 28 જાન્યુઆરી, 3 1950ના રોજ થઈ.
પ્રશ્ન 37.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂંક રાષ્ટ્રપ્રમુખ કરે છે.
પ્રશ્ન 38.
સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક કયા ધોરણે થાય છે?
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતા(Seniority)ના ધોરણે થાય છે.
પ્રશ્ન 39.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિયુક્તિ ખાસ કરીને શાના આધારે થાય છે?
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિયુક્તિ ખાસ કરીને નોકરીના સમયગાળાને આધારે થાય છે.
પ્રશ્ન 40.
સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયાધીશને હોદ્દો સ્વીકારતાં પહેલાં કોની સમક્ષ, કેવા સોગંદ લેવા પડે છે?
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયાધીશને હોદ્દો સ્વીકારતાં પહેલાં રાષ્ટ્રપ્રમુખ સમક્ષ ભારતના બંધારણને વફાદાર રહેવાના અને તેનું રક્ષણ કરવાના શપથ લેવા પડે છે.
પ્રશ્ન 41.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કેવી રીતે દૂર કરી શકાય છે?
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓના ભંગના આધારે મહાભિયોગ દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે.
પ્રશ્ન 42.
સર્વોચ્ચ અદાલતને કોઈને પણ શાના બદલ શિક્ષા કરવાનો અધિકાર મળેલો છે?
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલતને પોતાના સહિત ભારતભરની કોઈ પણ અદાલતના આદેશનો અનાદર કે કાયદાના તિરસ્કાર કરવા બદલ કોઈને પણ શિક્ષા કરવાનો અધિકાર મળેલો છે.
પ્રશ્ન 43.
કઈ અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી?
ઉત્તરઃ
માર્શલ લૉ હેઠળ અપાયેલા લશ્કરી અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી.
પ્રશ્ન 44.
કોના ચુકાદા વિરુદ્ધ ન્યાય મેળવવા અપીલ થઈ શકતી નથી?
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ ન્યાય મેળવવા અપીલ થઈ શકતી નથી.
પ્રશ્ન 45.
ન્યાયની દેવીનું પ્રતીક શું સૂચવે છે?
ઉત્તર:
ન્યાયની દેવીનું પ્રતીક સૂચવે છે કે, ગમો-અણગમો રાખ્યા વિના અને પક્ષપાત વગર ન્યાય આપવામાં આવશે તેમજ ગુનો સાબિત થાય તો ગુનેગારને ચોક્કસ સજા કરવામાં આવશે.
પ્રશ્ન 46.
બંધારણે કઈ રીતે ન્યાયતંત્રની સ્વતંત્રતાને રક્ષણ આપ્યું છે?
ઉત્તર:
વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનો વ્યવહાર અયોગ્ય છે તેમની બિનકાર્યક્ષમતા પુરવાર થાય તો મહાભિયોગની પ્રક્રિયા દ્વારા તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ રીતે બંધારણે ન્યાયતંત્રની સ્વતંત્રતાને રક્ષણ આપ્યું છે.
પ્રશ્ન 47.
કઈ કઈ અદાલતો નઝીરી અદાલતો (Court of Records) ગણાય છે?
ઉત્તરઃ
રાજ્યો માટે વડી અદાલતો અને સમગ્ર રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલતો (Court of Records) ગણાય છે.
પ્રશ્ન 48.
ભારતીય ન્યાયપ્રણાલીમાં કયો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે?
ઉત્તર:
કોઈ પણ વ્યક્તિ પર ગુનો કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હોય ત્યારે જ્યાં સુધી તેનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી એ સિદ્ધાંત ભારતીય ન્યાયપ્રણાલીમાં સ્વીકારવામાં આવ્યો છે.
પ્રશ્ન 49.
ન્યાયતંત્રની જરૂરિયાત છે. શા માટે?
ઉત્તર:
કોઈ દોષિત સજામાંથી છટકી ન જાય અને કાયદો ૬. દંડમુક્ત છે તેવું માનીને તેનો ભંગ કરીને વધુ ને વધુ ગુના કરવા ન પ્રેરાય તે માટે ન્યાયતંત્રની જરૂરિયાત છે.
પ્રશ્ન 50.
ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં કોનો ફાળો મોટો છે?
ઉત્તર:
ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં જાહેર 3 હિતની અરજીનો ફાળો મોટો છે.
પ્રશ્ન 51.
જાહેર હિતની અરજીનો દુરુપયોગ થતો રોકવા માટે 3 વડી અદાલતને કઈ સત્તા આપવામાં આવી છે?
ઉત્તર:
જાહેર હિતની અરજી બિનજરૂરી કે અયોગ્ય હોય તો 3 અરજી કરનારને વડી અદાલત સજા કે દંડ કરી શકે છે. આમ, જાહેર હિતની અરજીનો દુરુપયોગ થતો રોકવા માટે વડી અદાલતને
આ સત્તા આપવામાં આવી છે.
પ્રશ્ન 52.
સરકારશ્રીના કાયદા વિભાગ દ્વારા લોકઅદાલતોનું આયોજન શા માટે કરવામાં આવે છે?
ઉત્તરઃ
રોજ અદાલતમાં આવતા કેસોની સંખ્યાની સામે નિકાલ થતા કેસોની સંખ્યા ઓછી હોવાથી અદાલતમાં કેસોનો ભરાવો દિન-પ્રતિદિન વધતો જાય છે. એ કેસોનું ભારણ ઘટાડવા માટે 3 સરકારશ્રીના કાયદા વિભાગ દ્વારા લોકઅદાલતોનું આયોજન કરવામાં આવે છે.
પ્રશ્ન 53.
કોના દ્વારા ગુજરાત રાજ્યના કુલ કેટલા જિલ્લાઓમાં કાયમી લોકઅદાલતોની સ્થાપના કરવામાં આવી છે?
ઉત્તર:
ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કાયમી લોકઅદાલતોની સ્થાપના કરવામાં આવી છે.
પ્રશ્ન 54.
લોકઅદાલતનો મુખ્ય ઉદ્દેશ શો છે?
ઉત્તર:
લોકઅદાલતનો મુખ્ય ઉદ્દેશ કૉર્ટમાં કેસ લડી રહેલા બંને પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો છે.
પ્રશ્ન 55.
સુઓ મોટો (suo MOTO) કોને કહેવામાં આવે છે?
ઉત્તરઃ
કોઈ વખત અદાલત જાતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે ત્યારે તેને સુઓ મોટો (SUO MOTO) કહેવામાં આવે છે.
પ્રશ્ન 56.
FIR કોને કહેવામાં આવે છે?
ઉત્તરઃ
ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવે છે અથવા મૌખિક ફરિયાદ કરે છે; કેટલીક વાર પોલીસ સામેથી પણ ગુનાની નોંધ કરે છે. આમ, ફરિયાદ અંગેની માહિતી પ્રથમવાર મળતી હોવાથી તેને પ્રથમ દર્શાય અથવા પ્રથમ માહિતી નોંધ (FIR – First Information Report) કહેવામાં આવે છે.
પ્રશ્ન 57.
આરોપનામું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
ઉત્તરઃ
ફરિયાદની નોંધ તૈયાર થયા પછી તેની તપાસ થાય, આરોપીઓની શોધખોળ થાય અને તેમના વિરુદ્ધ પુરાવા ભેગા કરી આરોપનામું તૈયાર કરવામાં આવે છે.
પ્રશ્ન 58.
કયા કયા ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કર્યું છે?
ઉત્તરઃ
ભારતમાં બહુચર્ચિત કેશવાનંદ ભારતીના (કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરલ રાજ્ય) ચુકાદામાં અને જસ્ટીસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સરકારના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કર્યું છે.
પ્રશ્ન 59.
હાલમાં આપણી પ્રાથમિક શાળાઓમાં ચાલતી કઈ યોજનામાં પણ અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે?
ઉત્તરઃ
હાલમાં આપણી પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહ્ન ભોજન યોજનામાં પણ અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ન્યાયતંત્રની જરૂરિયાત શી છે?
અથવા
ન્યાયતંત્રની જરૂરિયાત સમજાવો.
ઉત્તરઃ
આરોપીએ કરેલ ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી એ સિદ્ધાંત ભારતીય ન્યાયપ્રણાલીએ સ્વીકારેલો છે. કોઈ પણ નિદોંષ વ્યક્તિને સજા ન થાય તે માટે ન્યાયતંત્રમાં પૂરતી સાવચેતી રાખવામાં આવી છે. એ સાથે કોઈ દોષિત વ્યક્તિ કાયદાની પકડમાંથી છટકી ન જાય તેની ખાસ તકેદારી ન્યાયતંત્રમાં રાખવામાં આવી છે.
ન્યાયતંત્રના બારણેથી દોષિત ગુનેગારો છટકી જાય તે સમગ્ર સમાજ માટે ખતરારૂપ બને છે, કારણ કે તેનાથી પ્રજાનો ન્યાયની પ્રક્રિયામાંથી વિશ્વાસ ઊઠી જાય છે. સમાજમાં ભયની પરિસ્થિતિ ઊભી થાય છે. સમાજમાં અશાંતિ, અસલામતી અને અવ્યવસ્થા સર્જાય છે. એટલે કોઈ પણ દોષિત સજામાંથી છટકી ન જાય તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે તે એમ માનતો થઈ જાય છે કે કાયદો શિક્ષા કરી શકતો નથી. તેથી તે કાયદાનો ડર રાખ્યા વિના વધુ ને વધુ ગુનાઓ કરવા પ્રેરાય છે. આમ, ગુનેગારોને ઉચિત શિક્ષા કરી, સમાજમાંથી ગુનાખોરી નાબૂદ કરવા ન્યાયતંત્રની જરૂરિયાત છે.
પ્રશ્ન 2.
ન્યાયતંત્ર મુખ્યત્વે કયાં કયાં કાર્યો કરે છે? ન્યાયતંત્રનાં કાર્યો જણાવો.
ઉત્તરઃ
ન્યાયતંત્ર મુખ્યત્વે નીચે પ્રમાણેનાં કાર્યો કરે છે :
- ન્યાયતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરે છે.
- તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની સત્તાઓની મર્યાદા નક્કી કરે છે.
- તે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે.
- બંધારણમાં ન્યાયતંત્રને સરકાર કે વહીવટી તંત્રની અસરમાંથી મુક્ત રહીને કોઈની શેહશરમ રાખ્યા વિના નિર્ભય રીતે, નિષ્પક્ષપણે, તટસ્થ અને પ્રામાણિકપણે ન્યાય આપે છે.
- તે તેના ચુકાદાનો ભંગ કરનારને અને તેના પ્રત્યે તિરસ્કાર કે ધૃણા બતાવનારને શિક્ષા કરે છે.
- સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપ્રમુખને કાયદાવિષયક સલાહ આપે છે.
- તે દેશની નઝીરી અદાલત (Court of Records) તરીકે કામ કરે છે.
ટૂંક નોંધ લખોઃ
પ્રશ્ન 1.
ન્યાયતંત્રનું માળખું
ઉત્તરઃ
ન્યાયતંત્ર સરકારનું ત્રીજું અંગ છે. તે દેશના નાગરિકોને ન્યાય આપવાનું કાર્ય કરે છે. આ માટે દેશમાં તાલુકા અદાલતો, જિલ્લા અદાલતો, વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. ભારતના ન્યાયતંત્રના પાયામાં તાલુકા અદાલતો છે; જ્યારે ટોચ પર સર્વોચ્ચ અદાલત છે. ભારતીય સંઘરાજ્યમાં સમગ્ર દેશ માટે એકધારું, સળંગ, સુગ્રથિત અને સ્વતંત્ર સ્વરૂપનું 3 ન્યાયતંત્ર ગોઠવવામાં આવ્યું છે.
આપણા દેશના ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારના દાવા (Complaints) અંગે ન્યાય આપવામાં આવે છે. મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ “દીવાની દાવા” કહેવાય છે, જ્યારે ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓ “ફોજદારી દાવા” કહેવાય છે.
પ્રશ્ન 2.
તાબાની અદાલતો
ઉત્તરઃ રાજ્યની વડી અદાલત(હાઈકોટ)ની હકૂમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતો ‘તાબાની અદાલતો અથવા નીચલી અદાલતો કહેવાય છે. તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે.
સમગ્ર દેશમાં તાબાની અદાલતોનું સંસ્થાકીય માળખું અને તેમનાં કાર્યો નજીવા તફાવતથી એકસરખાં છે. બધી તાબાની અદાલતો સંબંધિત વડી અદાલતના નિરીક્ષણ હેઠળ કામ કરે છે.
તાબાની અદાલતોમાં ફરિયાદી અને આરોપીને કોર્ટમાં હાજર રાખવામાં આવે છે. તેઓ બંને પોતપોતાના વકીલો રોકીને પોતાનો પક્ષ ન્યાયાધીશ સમક્ષ રાખે છે. ફરિયાદી અને આરોપીનો વિવાદ સાંભળ્યા પછી ન્યાયાધીશ ચુકાદો આપે છે.
પ્રશ્ન 3.
તાલુકા અદાલતો
ઉત્તરઃ
તાલુકા મથકમાં આવેલી અદાલતોને તાલુકા અદાલત પણ કહે છે. આ અદાલતમાં દીવાની (સિવિલ) મામલા માટે સિવિલ જજની કૉર્ટ હોય છે. આ કૉર્ટ 25 લાખ સુધીના નાગરિક કેસોની સુનાવણી કરે છે. ફોજદારી મામલાની તાબાની અદાલત ન્યાયિક (જ્યુડિશિયલ) મૅજિસ્ટ્રેટની કૉર્ટ હોય છે. ન્યાયિક મૅજિસ્ટ્રેટ ફોજદારી કેસોની સુનાવણી કરે છે. તેઓ ગુનેગારને ત્રણ વર્ષ સુધીની કેદની અને ₹ 10,000 સુધીના દંડની સજા કરવાની સત્તા ધરાવે છે. તાલુકા અદાલતે આપેલા ચુકાદા વિરુદ્ધ જિલ્લા અદાલતમાં અપીલ કરી શકાય છે.
પ્રશ્ન 4.
જિલ્લા અદાલતો
ઉત્તરઃ
દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય છે. જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે. દરેક જિલ્લાની દીવાની અદાલતમાં એક લાખ રૂપિયા સુધીના દાવાઓ ચલાવવામાં આવે છે. ફોજદારી અદાલત 3 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને ₹ 5000 કે તેથી વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ (ફાંસી) કે જન્મટીપની આજીવન કારાવાસ જેવી સજાઓ કે 10 વર્ષથી વધુ કેદની સજા ફરમાવી શકે છે.
મિટૉપલિસ શહેરો(મહાનગરો)માં સિટી સિવિલ અને સેશન્સ કિૉટ તેમજ મજૂરોના વિવાદ માટે મજૂર અદાલતો પણ હોય છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને મિટ્રોપલિસિયન મૅજિસ્ટ્રેટ સાત કે તેથી વધુ વર્ષની સજા તથા અમર્યાદિત રકમનો દંડ કરવાની સત્તા ધરાવે છે.
પ્રશ્ન 5.
વડી અદાલત :
ઉત્તરઃ
સામાન્ય રીતે દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે.પરંતુ બે કે તેથી વધારે રાજ્યો માટે એક જ વડી અદાલત હોઈ : શકે છે. દા. ત., ભારતનાં પૂર્વોત્તર રાજ્યો અસમ, અરુણાચલ : પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ અને ત્રિપુરા માટે તેમજ પંજાબ અને હરિયાણા રાજ્યો વચ્ચે તથા આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે. દેશની બધી જ : વડી અદાલતોનાં કાર્યક્ષેત્રો નક્કી કરવામાં આવેલ છે. વડી અદાલતો તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે. કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત જે સ્થાન અને મોભો ધરાવે છે તેવું જ સ્થાન અને મોભો રાજ્યકક્ષાએ વડી અદાલત ધરાવે છે. વડી અદાલત પોતાના રાજ્યના વિસ્તારમાં સર્વોપરી છે અને કાયદાનું અર્થઘટન કરી ન્યાય આપવાનું કાર્ય કરે છે.
વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સવોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તેમજ સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે મંત્રણા કરીને કરે છે. અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાસ્પ્રમુખ સંબંધિત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે મંત્રણા કરીને કરે છે. દેશની બધી વડી અદાલતોના ન્યાયાધીશોની સંખ્યા એકસરખી હોતી નથી.
વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિ પોતાનો હોદો ધારણ કરે તે પહેલાં રાજ્યપાલ અથવા તેમણે આ સંબંધમાં નીમેલ વ્યક્તિ સમક્ષ હોદ્દાને વફાદાર રહેવાના અને ગુપ્તતાના શપથ કે પ્રતિજ્ઞા લઈ તેના પર તેણે સહી કરવી પડે છે. – વડી અદાલતનો વ્યવહારે અંગ્રેજી ભાષામાં ચાલે છે. વડી અદાલતમાં આરોપી અને ફરિયાદીને હાજર રહેવાની જરૂર હોતી નથી. બંને પક્ષના વકીલો જ દલીલો કરે છે. જરૂર જણાય ત્યારે જ આરોપી કે ફરિયાદીને ખાસ હાજર રાખવામાં આવે છે. વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં ગાંધીનગર – સરખેજ હાઈવે પર આવેલી છે.
પ્રશ્ન 6.
સર્વોચ્ચ અદાલત
ઉત્તરઃ
આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્લીમાં છે. દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના 28 જાન્યુઆરી, 1950ના રોજ થઈ હતી. ભારતના રાષ્ટ્રપ્રમુખ પ્રધાનમંત્રીની સલાહથી સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિની નિમણૂક તેમની નોકરીના સમયગાળાના આધારે કરે છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિની નિમણૂક સામાન્ય રીતે પરિક્તા(seniority)ના ધોરણે કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયમૂર્તિ પોતાનો હોદ્દો સ્વીકારે તે પહેલાં રાષ્ટ્રપ્રમુખ સમક્ષ બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના અને હોદ્દાની ગુપ્તતાના સોગંદ લેવા પડે છે.
રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓને આધારે મહાભિયોગની કાર્યવાહીથી દૂર કરી શકાય છે. સંસદનાં બંને ગૃહોમાં તેના કુલ તેમજ હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની \(\frac{2}{3}\) બહુમતીથી પસાર કરેલા ઠરાવના આધારે જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે.
સર્વોચ્ચ અદાલતનો વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે. આ અદાલતમાં કૉર્ટ-કાર્યવાહી દરમિયાન બંને પક્ષના વકીલો જ દલીલો કરે છે. જરૂર જણાય તો જ ફરિયાદી કે આરોપીને કૉર્ટમાં હાજર રાખવામાં આવે છે. બંને પક્ષોના વકીલોની દલીલો સાંભળ્યા પછી સર્વોચ્ચ અદાલત ચુકાદો આપે છે. એ ચુકાદા પર ન્યાય મેળવવા માટે અરજી થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ભારતની તમામ અદાલતોએ માન્ય રાખવો પડે છે.
પ્રશ્ન 7.
સર્વોચ્ચ અદાલતનાં કાર્યો અને સત્તાઓ
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલતનાં કાર્યો અને સત્તાઓ નીચે પ્રમાણે છે:
- વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે.
- સર્વોચ્ચ અદાલત એના અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળે છે.
- બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પરની અપીલો સાંભળે છે.
- સર્વોચ્ચ અદાલતને પોતાના સહિત ભારતભરની કોઈ પણ કોર્ટના આદેશનો અનાદર કે કાયદાનો તિરસ્કાર કરવા બદલ કોઈને પણ શિક્ષા કરવાની સત્તા આપવામાં આવી છે.
- સર્વોચ્ચ અદાલતને પોતે અગાઉ આપેલા ચુકાદાઓની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે.
- તે રાષ્ટ્રપ્રમુખ કે ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી વિશે વિવાદ 3 ઉકેલવાની સત્તા ધરાવે છે.
- નાગરિકોના હકોનું જતન કરવા માટે બંધારણ સાથે ૨ સુસંગત ન હોય તેવા કારોબારીના નિર્ણયને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે. અપવાદ તરીકે, માર્શલ લૉ હેઠળ લશ્કરી અદાલતના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી.
પ્રશ્ન 8.
નઝીરી અદાલત (Court of Records)
ઉત્તર:
જે અદાલતના ચુકાદાની નોંધ (Records) પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે વાંધો લઈ શકાતો નથી, તેને નઝીરી અદાલત'(Court of Records) કહેવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત (કૉર્ટ ઑફ રેકર્ડ્ઝ) ગણાય છે. પોતાના ચુકાદાઓ કે નિર્ણયો, કાયદાનાં અર્થઘટનો વગેરેને સર્વોચ્ચ અદાલત દસ્તાવેજો સ્વરૂપે સાચવે છે. એ ચુકાદાઓ અને નિર્ણયો દેશના તમામ નાગરિકો અને દેશની બધી અદાલતો માટે બંધનકર્તા હોય છે તેમજ તેમને નમૂનારૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે પોતાના ચુકાદાઓ આપે છે. તેને તેઓ સંદર્ભ તરીકે ઉપયોગમાં લે છે.
સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટે નિયમો – ધારાધોરણો ઘડે છે. એ નિયમોનું પાલન કરવાનું બધી અદાલતો માટે અનિવાર્ય છે. સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના કેસમાં આપેલા પોતાના ચુકાદાની નોંધ (Record) રાખે છે અને પ્રકાશિત કરે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયો આખરી ગણાય – છે. તેમની વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી.
પ્રશ્ન 9.
ન્યાયતંત્રની સ્વતંત્રતા
ઉત્તર:
ઉપર ન્યાયની દેવીનું ચિત્ર આપ્યું છે. તેની આંખે ! પાટો બાંધેલો છે અને તેના હાથમાં ત્રાજવું છે. તે સૂચવે છે કે, ન્યાયની દેવી ગમો-અણગમો કે પક્ષપાત રાખ્યા વિના જાય છે તોળે છે. ન્યાયની દેવીના હાથમાં રહેલી તલવાર દર્શાવે છે કે, ગુનો સાબિત થાય તો ગુનેગારને ચોક્કસ સજા કરવામાં આવશે. ન્યાયતંત્ર માટે ન્યાયની દેવીનું આ પ્રતીક ઘણું સૂચક છે.
દેશના કારોબારી તંત્રની લાગવગ, શેહ-શરમ, લાલચ કે દબાણમાં આવ્યા વિના ન્યાયાધીશો નિષ્પક્ષ, તટસ્થ, પ્રામાણિકપણે અને નિર્ભય રીતે ન્યાય આપી શકે – પોતાની ફરજ બજાવી શકે તે માટે ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. ભારતના બંધારણમાં આ માટે ખાસ જોગવાઈ કરીને ન્યાયતંત્રની સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં આવ્યું છે.
વડી અદાલતો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનો વ્યવહાર અયોગ્ય કે તેમની બિનકાર્યક્ષમતા પુરવાર થાય તો મહાભિયોગની કાર્યવાહી દ્વારા તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. – ભારતનું ન્યાયતંત્ર સંપૂર્ણપણે સંસ્થા આધારિત છે. ન્યાયતંત્રમાં વ્યક્તિ ગમે તે સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોય કે મહાન હોય, પરંતુ તે કાયદાથી પર નથી. કોઈ પણ વ્યક્તિની મરજી કે મુન્સફી પર ન્યાયતંત્ર ચાલતું નથી. પ્રજાના પ્રતિનિધિઓએ ઘડેલા અને અમલમાં મૂકેલા કાયદા મુજબ જ ચાલે છે.
પ્રશ્ન 10.
જાહેર હિતની અરજી (PIL)
ઉત્તરઃ
જાહેર હિતની અરજીમાં સમાજના સામાજિક અને ૬ આર્થિક રીતે નબળા વર્ગોનું હિત કેન્દ્ર સ્થાને હોય છે. જાહેર હિતની અરજી રાજ્યની વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય છે. સમાજની કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા અરજદાર બનીને જાહેર હિતની અરજી કરી શકે છે. બંને અદાલતો જાહેર હિતના દાવાને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદની અરજી તરીકે સ્વીકારે છે અને સંબંધિતોને આદેશો આપે છે.
ન્યાયતંત્રને લોકાભિમુખ બનાવવામાં જાહેર હિતની અરજીનો ફાળો નોંધપાત્ર છે. જો જાહેર હિતની અરજી બિનજરૂરી કે અયોગ્ય હોય તો અદાલત અરજદારને સજા કે દંડ કરી શકે છે. જાહેર હિતની અરજીનો દુરુપયોગ થતો રોકવા માટે અદાલતને એ સત્તા આપવામાં આવી છે. નાગરિકોના અધિકારો કે જાહેર હિતના ભંગ અંગે વર્તમાનપત્રોમાં છપાયેલા સમાચારોનો આશરો લઈને વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત આપમેળે (સુમો મોટો) ફરિયાદ દાખલ કરી કાનૂની પગલાં લઈ શકે છે.
પ્રશ્ન 11.
લોકઅદાલતો
ઉત્તરઃ
વર્તમાન સમયમાં અદાલતોમાં કેસોનો ભરાવો દિનપ્રતિદિન વધતો જાય છે. એ કેસોનું ભારણ ઘટાડવા માટે કાયદા વિભાગ દ્વારા લોકઅદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લોકઅદાલતો સ્થાપવામાં આવી છે. આ અદાલતોમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માટે કૉર્ટ-ફી રાખવામાં આવી નથી.
લોકઅદાલતો દ્વારા વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો ઝડપી અને બિનખર્ચાળ નિકાલ લાવી શકાય છે. આ ઉપરાંત, સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી, સુખદ અને કાયમી ઉકેલ લાવી શકાય છે.
લોકઅદાલતના મુખ્ય ફાયદાઓ નીચે પ્રમાણે છેઃ
- લોકઅદાલતના માધ્યમથી સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી, સુખદ અને કાયમી સમાધાન થાય છે.
- પ્રજા અને કૉર્ટ-કચેરીનાં સમય અને નાણાં બચે છે.
- વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો બિનખર્ચાળ અને ઝડપી નિકાલ થાય છે.
- પ્રજાને કાયદાકીય આંટીઘૂંટીથી બચાવી શકાય છે. .
- સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે, ઝડપી અને સસ્તો ન્યાય મળે છે.
- લોકઅદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ મળેલું છે.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
મહાભિયોગની કાર્યવાહી સમજાવો.
અથવા
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કેવી રીતે બરતરફ કરી શકાય છે? જણાવો.
ઉત્તરઃ
રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓના ભંગના આધારે મહાભિયોગની કાર્યવાહીથી હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદના બંને ગૃહોમાં તેના કુલ તેમજ હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની \(\frac{2}{3}\) બહુમતીથી પસાર કરેલા ઠરાવને આધારે જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ વિધિને ‘મહાભિયોગની કાર્યવાહી’ કહે છે. મહાભિયોગની કાર્યવાહી દરમિયાન સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં નિવેદન કરવાની તક આપવામાં આવે છે.
પ્રશ્ન 2.
સર્વોચ્ચ અદાલતે કયા કયા ચુકાદાઓમાં નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કર્યું છે? શા માટે?
ઉત્તર:
ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવ્યું છે. એ અધિકારની રૂએ ભારતની સર્વોચ્ચ અદાલતે તેમજ રાજ્યોની વડી અદાલતોએ શકવર્તી ચુકાદા આપી નાગરિકોના અધિકારોનું રક્ષણ કર્યું છે તથા ન્યાયિક સમાજવ્યવસ્થાના નિર્માણમાં યોગદાન આપ્યું છે.
ભારતમાં બહુચર્ચિત કેશવાનંદ ભારતીના (કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરલ રાજ્ય) ચુકાદામાં સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેચે બહુમતીથી આપેલા ચુકાદામાં નાગરિકોના મૂળભૂત અધિકારોહકોના રક્ષણની વિગતવાર ચર્ચા કરી હતી. જસ્ટીસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સરકારના કેસ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના ગોપનીયતાના અધિકારોનું-હકોનું રક્ષણ કરવા જણાવ્યું હતું, કારણ કે ભારતનું બંધારણ નાગરિકોને ગોપનીયતાનો અધિકાર આપે છે.
નીચેના વિધાનોનાં કારણો આપો:
પ્રશ્ન 1.
ન્યાયતંત્ર લોકશાહીની આધારશીલા છે.
ઉત્તર:
ભારતીય સંઘીય લોકશાહીમાં બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા રાજ્ય-રાજ્ય વચ્ચે સત્તાઓ અને કાર્યક્ષેત્ર અંગે કોઈ ઘર્ષણો ઊભાં થાય તો તેનો બંધારણીય ઉકેલ લાવવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. ન્યાયતંત્ર કાયદાની કોઈ તે કલમ કે જોગવાઈની બંધારણીય સુસંગતતા તપાસે છે અને તેનું અર્થઘટન કરે છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેનું ન્યાયતંત્ર ધ્યાન રાખે છે. આમ, ભારતનું ન્યાયતંત્ર લોકશાહીની આધારશીલા છે.
પ્રશ્ન 2.
વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે.
ઉત્તર:
ભારતની સંઘીય શાસનપદ્ધતિમાં સમગ્ર દેશ માટે સળંગ, એકસૂત્રી અને સ્વતંત્ર સ્વરૂપનું ન્યાયતંત્ર છે. કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત છે. મધ્યમાં વડી અદાલત છે અને પાયામાં જિલ્લા અદાલતો તથા તાબાની અદાલતો છે.
વડી અદાલત જિલ્લા અદાલતોની અપીલો સાંભળે છે અને છે તેના ચુકાદાઓ આપે છે, જ્યારે વડી અદાલતોની અપીલો સર્વોચ્ચ અદાલત સાંભળે છે અને તેના ચુકાદાઓ આપે છે. આમ, ભારતના ન્યાયતંત્રમાં વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે.
પ્રશ્ન 3.
સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત ગણાય છે.
ઉત્તરઃ
- સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે.
- એ ચુકાદાઓ અને નિર્ણયો દેશના બધા નાગરિકો અને દેશની બધી અદાલતો માટે બંધનકર્તા હોય છે તેમજ તેમને નમૂનારૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે પોતાના ચુકાદાઓ આપે છે.
- સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયોનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે.
- સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના મુકદ્મામાં આપેલ ચુકાદાની નોંધ (Record) રાખે છે અને તેને ગૅઝેટમાં પ્રકાશિત કરે છે. તેથી સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત (Court of Records) ગણાય છે.
પ્રશ્ન 4.
સર્વોચ્ચ અદાલતને “સર્વોચ્ચ’ કહેવામાં આવે છે.
ઉત્તરઃ
સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને : આખરી અદાલત છે. તેના ચુકાદા અને નિર્ણયો અંતિમ ગણાય છે. એ ચુકાદા કે નિર્ણયો વિરુદ્ધ ક્યાંય અપીલ થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતો ઉપર નિયંત્રણ, માર્ગદર્શન અને દેખરેખનો અધિકાર ધરાવે છે. આથી સર્વોચ્ચ અદાલતને : “સર્વોચ્ચ’ કહેવામાં આવે છે.
પ્રવૃત્તિઓ
1. ન્યાયતંત્રની સ્વતંત્રતા’ – આ વિષય પર કોઈ ન્યાયાધીશ કે સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી(વકીલ)નો વાર્તાલાપ ગોઠ્ઠો.
2. અદાલતની કાર્યવાહી જાણવા, સમજવા અને તેને નજરે જોવા માટે અદાલતની મુલાકાત ગોઠવો.
૩. શાળામાં મૉક અદાલતનો કાર્યક્રમ ગોઠવો.
4. નજીકના પોલીસ-સ્ટેશનની મુલાકાત ગોઠવો.
5. ભારતની સર્વોચ્ચ અદાલત ખરેખર ‘સર્વોચ્ચ’ છે, એ વિષય પર તમારા વર્ગખંડમાં એક વક્તત્વસ્પર્ધાનું આયોજન કરો.
6. લોકઅદાલતની કામગીરી નજરે જોવા માટે તેની મુલાકાત ગોઠવો અને તેનો અહેવાલ તૈયાર કરો.
7. નજીકના સમયમાં અદાલતો દ્વારા અપાયેલ મહત્ત્વના ચુકાદાઓ બાબતે સમાચારપત્રોમાં આવેલ વિગતોનાં કટિંગ્સ ભેગાં કરો અને તેનો અંક બનાવો.
Hots પ્રશ્નોતર
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
1. ચોરી, લૂંટફાટ, મારામારી વગેરે કયા દાવાઓ કહેવાય?
A. દીવાની દાવા
B. ફોજદારી દાવા
C. પારિવારિક દાવા
D. સંપત્તિ દાવા
ઉત્તરઃ
B. ફોજદારી દાવા
2. દેશની સર્વોપરી અદાલત કઈ છે?
A. જિલ્લા અદાલત
B. તાલુકા અદાલત
C. સર્વોચ્ચ અદાલત
D. વડી અદાલત
ઉત્તર :
C. સર્વોચ્ચ અદાલત
૩. કઈ અદાલતના માધ્યમથી કેસોના ઝડપી અને સુખદ સમાધાન થાય છે?
A. લોકઅદાલતના
B. સેસન્સ અદાલતના
C. તાલુકા અદાલતના
D. વડી અદાલતના
ઉત્તર :
A. લોકઅદાલતના
4. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કઈ ખાસ વિધિ દ્વારા હોદા પરથી દૂર કરી શકાય છે?
A. રાજીનામાની વિધિ
B. મહાભિનિષ્ક્રમણની વિધિ
C. મહાભિયોગની વિધિ
D. આપેલ પૈકી એક પણ નહિ.
ઉત્તર :
મહાભિયોગની વિધિ
5. કઈ અદાલતમાં ન્યાયાધીશ 5 લાખ સુધીના કેસોની સુનાવણી હાથ ધરે છે?
A. તાલુકા અદાલત
B. લોકઅદાલત
C. જિલ્લા અદાલત
D. સેસન્સ અદાલત
ઉત્તરઃ
તાલુકા અદાલત
6. અનિલભાઈ ગુનો કરે છે ત્યારે અશોકભાઈનો હક છીનવાઈ જાય છે. તે સમયે ન્યાયની જરૂર પડે ત્યારે ન્યાય મેળવવા ક્યાં જશે?
ઉત્તર:
રાજ્યની વડી અદાલતમાં
7. રોજબરોજના કેસોના ભારણ ઘટાડવામાં કઈ અદાલતની રચના કરવામાં આવી છે?
ઉત્તરઃ
લોકઅદાલતની
8. અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ અને ત્રિપુરા રાજ્યમાં શા માટે એક જ અદાલત આવેલી છે?
ઉત્તરઃ
બંધારણની જોગવાઈ મુજબ બે કે તેથી વધુ રાજ્યો માટે એક વડી અદાલત હોઈ શકે છે. ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતાં ભારતનાં આ પૂર્વોત્તર રાજ્યોના દરેક રાજ્યનો વિસ્તાર ખૂબ જ ઓછો છે. તેથી આ રાજ્યો માટે એક જ વડી અદાલત રાખવામાં આવી છે.
9. રહીમભાઈની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે. નોકરીના સ્થળે અન્યાયી પ્રવૃત્તિનો ભોગ બન્યા છે. આવી પરિસ્થિતિમાં પોતે ન્યાય મેળવવા ક્યાં જશે?
ઉત્તરઃ
રહીમભાઈ ન્યાય મેળવવા માટે પોતાના તાલુકાની તાલુકા અદાલતમાં જઈ શકે છે.
બંધબેસતાં જોડકાં જોડો :
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) તાબાની અદાલત | (1) સિટી સિવિલ |
(2) જિલ્લા ન્યાયાધીશની અદાલત નિમણૂક | (2) સેશન્સ ન્યાયાધીશ |
(3) ફોજદારી મુકદ્દમાના | (3) ઈ. સ. 1961 ન્યાયાધીશ |
(4) રાજ્યપાલ | (4) મહાનગર (મેટ્રો શહેર) |
(5) તાલુકા અદાલત |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) તાબાની અદાલત | (5) તાલુકા અદાલત |
(2) જિલ્લા ન્યાયાધીશની અદાલત નિમણૂક | (4) મહાનગર (મેટ્રો શહેર) |
(3) ફોજદારી મુકદ્દમાના | (2) સેશન્સ ન્યાયાધીશ |
(4) રાજ્યપાલ | (1) સિટી સિવિલ |
2.
વિભાગ ‘અ’ | વિભાગ બ’ |
(1) વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક | (1) લોકઅદાલત |
(2) ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને | (2) બંધારણનું સંરક્ષક અને વાલી |
(3) સર્વોચ્ચ અદાલત | (3) સર્વોચ્ચ અદાલત |
(4) રાષ્ટ્રપ્રમુખ | (4) ભારતનું ન્યાયતંત્ર |
(5) નઝીરી અદાલત |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ બ’ |
(1) વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક | (4) ભારતનું ન્યાયતંત્ર |
(2) ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને | (3) સર્વોચ્ચ અદાલત |
(3) સર્વોચ્ચ અદાલત | (5) નઝીરી અદાલત |
(4) રાષ્ટ્રપ્રમુખ | (2) બંધારણનું સંરક્ષક અને વાલી |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક | (1) અમદાવાદ |
(2) બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા | (2) ગાંધીનગર |
(3) કેસોનો ઝડપી અને સુખદ સમાધાન લાવે છે. | (૩) રાષ્ટ્રપ્રમુખ |
(4) ગુજરાત રાજ્યની વડી અદાલત | (4) લોકઅદાલત |
(5) સર્વોચ્ચ અદાલત |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક | (૩) રાષ્ટ્રપ્રમુખ |
(2) બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા | (5) સર્વોચ્ચ અદાલત |
(3) કેસોનો ઝડપી અને સુખદ સમાધાન લાવે છે. | (4) લોકઅદાલત |
(4) ગુજરાત રાજ્યની વડી અદાલત | (1) અમદાવાદ |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સર્વોચ્ચ અદાલત | (1) First Information Report |
(2) નઝીરી અદાલત | (2) Public Interest Litigation |
(3) જાહેર હિતની અરજી | (3) અમદાવાદ |
(4) પ્રથમ દર્શાય નોંધ | (4) સર્વોચ્ચ અદાલત |
(5) દિલ્લી |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સર્વોચ્ચ અદાલત | (5) દિલ્લી |
(2) નઝીરી અદાલત | (4) સર્વોચ્ચ અદાલત |
(3) જાહેર હિતની અરજી | (2) Public Interest Litigation |
(4) પ્રથમ દર્શાય નોંધ | (1) First Information Report |