Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
ભારત હંમેશાં વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે તેનું મુખ્ય કારણ કર્યું છે?
A. ભારતનું સમૃદ્ધ સાહિત્ય
B. ભારતની શાસનવ્યવસ્થા
C. ભારતની આર્થિક સમૃદ્ધિ
D. ભારતની વિદ્યાપીઠો
ઉત્તરઃ
C. ભારતની આર્થિક સમૃદ્ધિ
પ્રશ્ન 2.
ઈસુની પંદરમી સદીમાં યુરોપમાં થયેલાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે?
A. નવજાગરણના નામે
B. નવજાગૃતિના નામે
C. નવનિર્માણના નામે
D. નવરચનાના નામે
ઉત્તરઃ
B. નવજાગૃતિના નામે
પ્રશ્ન ૩.
તુર્કોએ કૉસ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું?
A. ઈ. સ. 1498માં
B. ઈ. સ. 1492માં
C. ઈ. સ. 1430માં
D. ઈ. સ. 1453માં
ઉત્તરઃ
D. ઈ. સ. 1453માં
પ્રશ્ન 4.
ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કર્યું હતું?
A. કૉન્સેન્ટિનોપલ
B. દમાસ્કસ
C. જેરુસલેમ
D. તહેરાન
ઉત્તરઃ
A. કૉન્સેન્ટિનોપલ
પ્રશ્ન 5.
તુર્કોએ કયું શહેર જીતી લેતાં યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી?
A. કાબુલ
B કૉન્સેન્ટિનોપલ
C. દમાસ્કસ
D. જેરુસલેમ
ઉત્તરઃ
B કૉન્સેન્ટિનોપલ
પ્રશ્ન 6.
નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યક્તા હતી?
A. મરી-મસાલાની
B. રેશમી કાપડની
C. અફીણની
D. ઇમારતી લાકડાંની
ઉત્તરઃ
A. મરી-મસાલાની
પ્રશ્ન 7.
નીચેના પૈકી કયા દેશે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્ન કર્યો નહોતો?
A. પોર્ટુગલે
B. સ્પેઇને
C. હોલેન્ડ
D. ફ્રાન્સ
ઉત્તરઃ
D. ફ્રાન્સ
પ્રશ્ન 8.
ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?
A. કોલંબસે
B. બાર્થોલોમ્યુ ડાયઝ
C. વાસ્કો-દ-ગામાએ
D. કેપ્ટન કૂકે
ઉત્તરઃ
C. વાસ્કો-દ-ગામાએ
પ્રશ્ન 9.
વાસ્કો-દ-ગામાં કયા દેશનો વતની હતો?
A. ઇટલીનો
B. સ્પેઇનનો
C. હોલેન્ડનો
D. પોર્ટુગલનો
ઉત્તરઃ
D. પોર્ટુગલનો
પ્રશ્ન 10.
ઈ. સ. 1498માં વાસ્કો-દ-ગામા ભારતના કયા બંદરે આવ્યો હતો?
A. સુરત
B. કાલિકટ
C. કોચીન
D. મછલીપટ્ટનમ
ઉત્તર:
B. કાલિકટ
પ્રશ્ન 11.
ઈ. સ. 1498માં કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો?
A. આબુકર્ક
B. સામુદ્રિક
C. અભેડા
D. ફરુખશિયર
ઉત્તરઃ
B. સામુદ્રિક
પ્રશ્ન 12.
ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી?
A. ફ્રાન્સિસ-ડી-ડિસોઝાએ
B. ટૉમસ-ડી-હેનીબાલે
C. ફ્રાન્સિકો-ડી-અભેડાએ
D. અલ્ફાન્ઝો-ડી-આબુકર્કે
ઉત્તરઃ
D. અલ્ફાન્ઝો-ડી-આબુકર્કે
પ્રશ્ન 13.
પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી?
A. ઈ. સ. 1503માં
B. ઈ. સ. 1505માં
C. ઈ. સ. 1530માં
D. ઈ. સ. 1535માં
ઉત્તરઃ
C. ઈ. સ. 1530માં
પ્રશ્ન 14.
પોર્ટુગીઝોએ નીચેના પૈકી કયા સ્થળના સુલતાનને હરાવ્યો નહોતો?
A. ગોલકોંડાના
B. અહેમદનગરના
C. કાલિકટના
D. બીજાપુરના
ઉત્તરઃ
A. ગોલકોંડાના
પ્રશ્ન 15.
નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા ‘સાગરના સ્વામી’ ગણાતી હતી?
A. અંગ્રેજ
B. ડેનિશ
C. ડચ
D. પોર્ટુગીઝ
ઉત્તરઃ
D. પોર્ટુગીઝ
પ્રશ્ન 16.
ડચ પ્રજા ક્યાંની વતની હતી?
A. ડેન્માર્કની
B. હોલેન્ડની
C. ગ્રેટબ્રિટનની
D. ફ્રાન્સની
ઉત્તરઃ
B. હોલેન્ડની
પ્રશ્ન 17.
ભારતમાં ડેનિશ પ્રજાએ પોતાનું વેપારીમથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું?
A. કોલકાતામાં
B. ઢાકામાં
C. સીરામપુરમાં
D. હુગલી નદીના કિનારે
ઉત્તરઃ
C. સીરામપુરમાં
પ્રશ્ન 18.
ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી?
A. ઈ. સ. 1600માં
B. ઈ. સ. 1605માં
C. ઈ. સ. 1618માં
D. ઈ. સ. 1951માં
ઉત્તરઃ
A. ઈ. સ. 1600માં
પ્રશ્ન 19.
અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી (વેપારીમથક) ક્યાં અને ક્યારે સ્થાપી?
A. હુગલી નદીના કિનારે, ઈ. સ. 1605માં
B. સુરતમાં, ઈ. સ. 1613માં
C. સીરામપુરમાં, ઈ. સ. 1610માં
D. મદ્રાસ(ચેન્નાઈ)માં, ઈ. સ. 1612માં
ઉત્તરઃ
B. સુરતમાં, ઈ. સ. 1613માં
પ્રશ્ન 20.
કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી (વેપારીમથક) સ્થાપવાની પરવાનગી આપી?
A. ઔરંગઝેબે
B. જહાંગીરે
C. શાહજહાંએ
D. અકબરે
ઉત્તર:
B. જહાંગીરે
પ્રશ્ન 21.
અંગ્રેજોની ‘ફોર્ટ વિલિયમ’ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે?
A. ગોવિંદપુર
B. કોલકાતા
C. સીરામપુર
D. ઢાકા
ઉત્તરઃ
B. કોલકાતા
પ્રશ્ન 22.
ક્યા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ – (ચેન્નઈ)ને પટ્ટે લઈને કોઠી સ્થાપી?
A. ટૉમસ-રોએ
B. ક્લાઇવે
C. સેન્ટ જ્યોર્જે
D. ફ્રેન્કો માર્ટિને
ઉત્તરઃ
D. ફ્રેન્કો માર્ટિને
પ્રશ્ન 23.
ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ?
A. ઈ. સ. 1639માં
B. ઈ. સ. 1664માં
C. ઈ. સ. 1672માં
D. ઈ. સ. 1668માં
ઉત્તરઃ
B. ઈ. સ. 1664માં
પ્રશ્ન 24.
ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું?
A. મછલીપટ્સમ
B. મદ્રાસ (ચેન્નાઈ)
C. કારીકલ
D. કલકત્તા (કોલકાતા)
ઉત્તરઃ
A. મછલીપટ્સમ
પ્રશ્ન 25.
અંગ્રેજોએ ઈ. સ. 1651માં કયા સ્થળે પોતાની પ્રથમ કોઠી સ્થાપી?
A. મદ્રાસ(ચેન્નાઈ)માં
B. સુરતમાં
C. બંગાળમાં
D. પોંડીચેરી(પુડુચેરી)માં
ઉત્તરઃ
C. બંગાળમાં
પ્રશ્ન 26.
ક્લાઇવે સિરાજ-ઉદ્-દૌલાના કયા મુખ્ય સેનાપતિને નવાબ બનાવવાનું વચન આપ્યું?
A. મીરકાસીમને
B. મીરનાસીમને
C. ફરુખશિયરને
D. મીરજાફરને
ઉત્તરઃ
D. મીરજાફરને
પ્રશ્ન 27.
પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું?
A. ઈ. સ. 1752માં
B. ઈ. સ. 1757માં
C. ઈ. સ. 1761માં
D. ઈ. સ. 1772માં
ઉત્તરઃ
B. ઈ. સ. 1757માં
પ્રશ્ન 28.
કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ?
A. પ્લાસીના
B. કર્ણાટકના
C. બક્સરના
D. મદ્રાસ(ચેન્નઈ)ના
ઉત્તરઃ
A. પ્લાસીના
પ્રશ્ન 29.
કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા (ઓડિશા)ના દીવાની અધિકારો મળ્યા?
A. મદ્રાસ(ચેન્નઈ)ના
B. બક્સરના
C. તાંજોરના
D. પ્લાસીના
ઉત્તરઃ
B. બક્સરના
પ્રશ્ન 30.
અંગ્રેજોને દીવાની અધિકારો મળતાં બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી?
A. એકચક્રી શાસનપદ્ધતિ
B. દીવાની શાસનપદ્ધતિ
C. દ્વિમુખી શાસનપદ્ધતિ
D. દીવાની સહાય પદ્ધતિ
ઉત્તર:
C. દ્વિમુખી શાસનપદ્ધતિ
પ્રશ્ન 31.
દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે થયો?
A. ઈ. સ. 1751માં
B. ઈ. સ. 1771માં
C. ઈ. સ. 1761માં
D. ઈ. સ. 1781માં
ઉત્તર:
C. ઈ. સ. 1761માં
પ્રશ્ન 32.
કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું?
A. બાલાજી વિશ્વનાથના
B. ટીપુ સુલતાનના
C. રઘુનાથરાવના
D. હૈદરઅલીના
ઉત્તર:
D. હૈદરઅલીના
પ્રશ્ન ૩૩.
પ્રથમ બે મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા?
A. હૈદરઅલી સાથે
B. રણજિતસિંહ સાથે
C. ટીપુ સુલતાન સાથે
D. બાજીરાવ બીજા સાથે
ઉત્તર:
A. હૈદરઅલી સાથે
પ્રશ્ન 34.
તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા?
A. નાના ફડણવીસ સાથે
B. ટીપુ સુલતાન સાથે
C. હૈદરઅલી સાથે
D. મહંમદઅલી સાથે
ઉત્તર:
B. ટીપુ સુલતાન સાથે
પ્રશ્ન 35.
ક્યા મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદરઅલીનું અવસાન થયું?
A. પ્રથમ
B. દ્વિતીય
C. તૃતીય
D. ચતુર્થ
ઉત્તર:
B. દ્વિતીય
પ્રશ્ન 36.
કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સાથે પરાજિત થતાં ટીપુ સુલતાનને ભયંકર નુકસાન થયું હતું?
A. પ્રથમ
B. દ્વિતીય
C. તૃતીય
D. ચતુર્થ
ઉત્તર:
C. તૃતીય
પ્રશ્ન 37.
કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો?
A. પ્રથમ
B. દ્વિતીય
C. તૃતીય
D. ચતુર્થ
ઉત્તર:
D. ચતુર્થ
પ્રશ્ન 38.
પ્રથમ અંગ્રેજ – મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ?
A. સાલબાઈની
B. વસઈની
C. બડગાંવની
D. પુણેની
ઉત્તર:
A. સાલબાઈની
પ્રશ્ન 39.
દ્વિતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધમાં કયા ગવર્નર જનરલે મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી?
A. લૉર્ડ હેસ્ટિંગ્સ
B. લૉર્ડ કોર્નવૉલિસે
C. લૉર્ડ ડેલહાઉસીએ
D. લૉર્ડ વેલેસ્લીએ
ઉત્તર:
D. લૉર્ડ વેલેસ્લીએ
પ્રશ્ન 40.
પેશ્વાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું?
A. કોલ્હાપુરમાં
B. નાગપુરમાં
C. પુણેમાં
D. સાતારામાં
ઉત્તર:
C. પુણેમાં
પ્રશ્ન 41.
ઈ. સ. 1773માં કયો ધારો અમલમાં આવ્યો?
A. સનદી ધારો
B. પીટનો ધારો
C. નિયામક ધારો
D. ખાલસા ધારો
ઉત્તર:
C. નિયામક ધારો
પ્રશ્ન 42.
કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી?
A. પીટના ધારા અન્વયે
B. નિયામક ધારા અન્વયે
C. ખાલસા ધારા અન્વયે
D. સનદી ધારા અન્વયે
ઉત્તર:
B. નિયામક ધારા અન્વયે
પ્રશ્ન 43.
કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી?
A. નિયામક ધારા અન્વયે
B. પીટના ધારા અન્વયે
C. સનદી ધારા અન્વયે
D. ખાલસા ધારા અન્વયે
ઉત્તર:
A. નિયામક ધારા અન્વયે
પ્રશ્ન 44.
કયા ધારાથી ગવર્નર જનરલને ભારતના વહીવટીતંત્રનો વડો બનાવવામાં આવ્યો?
A. નિયામક ધારાથી
B. ખાલસા ધારાથી
C. પીટના ધારાથી
D. સનદી ધારાથી
ઉત્તર:
A. નિયામક ધારાથી
પ્રશ્ન 45.
કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી?
A. લૉર્ડ વેલેસ્લીએ
B. લૉર્ડ ડેલહાઉસીએ
C. લૉર્ડ કૉર્નવૉલિસે
D. લૉર્ડ હેસ્ટિંગ્સ
ઉત્તર:
C. લૉર્ડ કૉર્નવૉલિસે
પ્રશ્ન 46.
બ્રિટિશ સંસદે કયા ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી?
A. ઈ. સ. 1757ના ધારા અન્વયે
B. ઈ. સ. 1762ના ધારા અન્વયે
C. ઈ. સ. 1858ના ધારા અન્વયે
D. ઈ. સ. 1853ના ધારા અન્વયે
ઉત્તર:
D. ઈ. સ. 1853ના ધારા અન્વયે
પ્રશ્ન 47.
કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસખાતાની સ્થાપના કરી?
A. લૉર્ડ કૉર્નવૉલિસે
B. લૉર્ડ વેલેસ્લીએ
C. વૉરન હેસ્ટિંગ્સ
D. લૉર્ડ હેસ્ટિંગ્સ
ઉત્તર:
A. લૉર્ડ કૉર્નવૉલિસે
પ્રશ્ન 48.
કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી?
A. લૉર્ડ હેસ્ટિંગ્સ
B. લૉર્ડ વેલેસ્લીએ
C. લૉર્ડ ડેલહાઉસીએ
D. વોરન હેસ્ટિંગ્સ
ઉત્તર:
D. વોરન હેસ્ટિંગ્સ
પ્રશ્ન 49.
કયા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી?
A. લૉર્ડ વેલેસ્લીએ
B. લૉર્ડ ડેલહાઉસીએ
C. રિપને
D. લૉર્ડ વિલિયમ બેન્ટિકે
ઉત્તર:
D. લૉર્ડ વિલિયમ બેન્ટિકે
પ્રશ્ન 50.
કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી?
A. લૉર્ડ રિપને
B. લૉર્ડ વિલિયમ બેન્ટિકે
C. લૉર્ડ ક્રેનિંગે
D. લૉર્ડ ડેલહાઉસીએ
ઉત્તર:
B. લૉર્ડ વિલિયમ બેન્ટિકે
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ઈ. સ. 1453માં ………………………. એ કૉન્સેન્ટિનોપલ જીતી લીધું.
ઉત્તર:
તુર્કો
2. પ્રાચીન કાળમાં ……………………… ભારત અને યુરોપના વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું.
ઉત્તર:
કૉસ્ટેન્ટિનોપલ
૩. યુરોપની પ્રજાને ભારતના ……………………….. ની તાતી જરૂરિયાત રહેતી હતી.
ઉત્તર:
મરી-મસાલા
4. જમીનમાર્ગે થતો વેપાર બંધ થતાં યુરોપિયન પ્રજાએ ભારત પહોંચવા માટે …………………………… શોધવા પ્રયત્નો શરૂ કર્યા.
ઉત્તર:
જળમાર્ગ
5. ઈ. સ. 1498માં પોર્ટુગલ નાવિક ………………………. ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો.
ઉત્તર:
વાસ્કો-દ-ગામા
6. …………………….. એ પોર્ટુગલથી ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી.
ઉત્તર:
વાસ્કો-દ-ગામા
7. ઈ. સ. 1498માં વાસ્કો-ગામાએ કાલિકટના રાજા …………………………. પાસેથી મરી-મસાલાનો વેપાર કરવાની પરવાનગી મેળવી.
ઉત્તર:
સામુદ્રિક (ઝામોરિન)
8. ઈ. સ. 1505માં પોર્ટુગલે વાઇસરૉય ………………………. ને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો.
ઉત્તર:
ફ્રાન્સિકો-ડી-અભેડા
9. વાઇસરૉય ……………………. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી.
ઉત્તર:
અલ્ફાન્ઝો-ડી-આબુકર્કે
10. ઈ. સ. 1530માં પોર્ટુગીઝોએ ……………………. ને પોતાની રાજધાની બનાવી.
ઉત્તર:
ગોવા
11. ઈસુની 16મી સદીમાં પોર્ટુગીઝો ‘………………………..; ગણાતા હતા.
ઉત્તર:
સાગરના સ્વામી
12. ડચ (વલંદા) લોકો ……………………… ના વતની હતા.
ઉત્તર:
હોલેન્ડ
13. ડચ (વલંદા) પ્રજાએ ગોલકોંડાના શાસક પાસેથી પરવાનગી મેળવી ‘…………………….’ માં પોતાનું સ્થાન જમાવ્યું.
ઉત્તર:
મસલીપટ્ટનમ (મછલીપટ્ટનમ)
14. ડેનિશ પ્રજા ………………….. ની વતની હતી.
ઉત્તર:
ડેન્માર્ક
15. ડૅનિશ પ્રજાએ બંગાળમાં ……………………… માં કોઠી (મથક) સ્થાપી હતી.
ઉત્તર:
સીરામપુર
16. ઈ. સ. ……….. માં ઇંગ્લેન્ડમાં ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ની સ્થાપના કરવામાં આવી.
ઉત્તર:
1600
17. ઈ. સ. 1613માં અંગ્રેજોએ ……………………. માં પોતાની પ્રથમ કોઠી (મથક) સ્થાપી.
ઉત્તર:
સુરત
18. અંગ્રેજોએ ……………………. નદીના કિનારે વેપારી કોઠી(મથક)ની સ્થાપના કરી.
ઉત્તર:
હુગલી
19. અંગ્રેજોએ ઊભી કરેલી કિલ્લેબંધીવાળી ‘…………………………’ નામની નવી વસાહત આજે કોલકાતા તરીકે ઓળખાય છે.
ઉત્તર:
ફૉર્ટ વિલિયમ
20. ઈ. સ. 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી ……………………… ને ભાડાપટ્ટે લઈ કોઠી (મથક) સ્થાપી.
ઉત્તર:
મદ્રાસ(ચેન્નાઈ)
21. ઈ. સ. ………………………. માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ.
ઉત્તર:
1664
22. ફ્રેન્ચોએ ઈ. સ. 1668માં …………………….. માં પોતાની પ્રથમ કોઠી (મથક) સ્થાપી.
ઉત્તર:
સુરત
23. ઈ. સ. 1673માં ફ્રેન્ચોએ …………………… ની સ્થાપના કરી.
ઉત્તર:
પોંડીચેરી (પુદુચેરી)
24. અંગ્રેજોએ ઈ. સ. ………………………… માં બંગાળમાં પોતાની પ્રથમ કોઠી(મથક)ની સ્થાપના કરી.
ઉત્તર:
1651
25. ઈ. સ. 1757માં બંગાળના નવાબ ………………………. અને અંગ્રેજો વચ્ચે ‘પ્લાસી’નું યુદ્ધ થયું.
ઉત્તર:
સિરાજ-ઉદ્-દૌલા
26. બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલાના મુખ્ય સેનાપતિ ………………………. ના વિશ્વાસઘાતના કારણે પ્લાસીના યુદ્ધમાં નવાબની હાર થઈ.
ઉત્તર:
મીરજાફર
27. ઈ. સ. ………………………. સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસનમાં પરિવર્તિત થઈ ગયું.
ઉત્તર:
1818
28. ઈ. સ. ……………………… માં બક્સરનું યુદ્ધ થયું.
ઉત્તર:
1664
29. બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવાબ …………………… હતો.
ઉત્તર:
મીરકાસીમ
30. …………………. ના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ના દીવાની અધિકારો મળ્યા.
ઉત્તર:
બક્સર
31. બક્સરના યુદ્ધમાં વિજયી બનેલા અંગ્રેજોને દીવાની અધિકારો મળતાં બંગાળમાં ………………………. -પદ્ધતિ અમલમાં આવી.
ઉત્તર:
દ્વિમુખી શાસન
32. …………………… ના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું.
ઉત્તર:
હૈદરઅલી
33. દ્વિતીય મૈસૂર વિગ્રહ દરમિયાન ………………………. નું મૃત્યુ થતાં બંને પક્ષે સંધિ થઈ.
ઉત્તર:
હૈદરઅલી
34. તૃતીય મૈસૂર વિગ્રહમાં ………………………… ની હાર થઈ.
ઉત્તર:
ટીપુ સુલતાન
35. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ……………………… લડતાં લડતાં વીરગતિ પામ્યો.
ઉત્તર:
ટીપુ સુલતાન
36. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં વિજયી બનેલા અંગ્રેજોએ મૈસૂરનું રાજ્ય અગાઉના ……………………….. રાજવંશને સોંપ્યું.
ઉત્તર:
વાડિયાર
37. ઈ. સ. 1761માં ……………………. ના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ.
ઉત્તર:
પાણીપત
38. મરાઠાઓએ – પેશ્વાએ પોતાના રાજ્યને …………………… વિભાગોમાં વહેંચ્યું.
ઉત્તર:
ચાર
૩9. પેશ્વાના નિયંત્રણ હેઠળ ……………………… રાજ્યમંડળના સભ્યો હતા.
ઉત્તર:
કૉન્ફડરેસી Confederacy)
40. પેશ્વાનું મુખ્ય મથક ………………………….. માં હતું.
ઉત્તરઃ
પુણે
41. મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે ……………………. ની સંધિ થઈ.
ઉત્તર:
સાલબાઈ
42. ગવર્નર જનરલ …………………….. ભારતમાં સનદી સેવાઓ (Civil Services) શરૂ કરી.
ઉત્તર:
કૉર્નવોલિસે
43. ઈ. સ. 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં ……………………… ની નિમણૂક કરવામાં આવી.
ઉત્તર:
ગવર્નર જનરલ
44. ઈ. સ. …………………………. ના સનદી ધારા અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો.
ઉત્તર:
1833
45. ઈ. સ. …………………………. ના સનદી ધારા અન્વયે ગવર્નર જનરલને સંપૂર્ણ ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી.
ઉત્તર:
1833
46. ગવર્નર જનરલ …………………….. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યાં.
ઉત્તર:
કૉર્નવૉલિસે
47. ઈ. સ. …………………..ના સનદી ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાની હિમાયત કરવામાં આવી.
ઉત્તર:
1853
48. ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે આધુનિક …………………….. ની સ્થાપના કરી.
ઉત્તર:
પોલીસખાતા
49. ગવર્નર જનરલ …………………….. ભારતમાં ન્યાયતંત્રની સ્થાપના કરી.
ઉત્તર:
વૉરન હેસ્ટિંગ્સ
50. ઈ. સ. 1773ના …………………… ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી.
ઉત્તર:
નિયામક
51. ગવર્નર જનરલ લૉર્ડ ……………………. સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી.
ઉત્તર:
વિલિયમ બેન્ટિક
52. ગવર્નર જનરલ લૉર્ડ ……………………… ના સમયમાં કલકત્તા (કોલકાતા), મદ્રાસ (ચેન્નાઈ) અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી.
ઉત્તર:
વિલિયમ બેન્ટિક
53. ઈ. સ. ……………………….. માં ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી.
ઉત્તર:
1833
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. આર્થિક સમૃદ્ધિને કારણે ભારત હંમેશાં વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે.
ઉત્તરઃ
ખરું
2. ઈસુની 15મી સદીમાં ભારતમાં થયેલાં સામાજિક અને ધાર્મિક પરિવર્તનો ‘નવજાગૃતિ’ના નામે ઓળખાય છે.
ઉત્તરઃ
ખોટું
૩. ઈ. સ. 1453માં યહૂદીઓએ કૉન્સેન્ટિનોપલ જીતી લીધું.
ઉત્તરઃ
ખોટું
4. કૉન્ટિનોપલ ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું.
ઉત્તરઃ
ખરું
5. યુરોપની પ્રજાને માંસ સાચવવા ભારતના મરી-મસાલાની ખૂબ આવશ્યકતા રહેતી.
ઉત્તરઃ
ખરું
6. યુરોપનાં ફ્રાન્સ, પોર્ટુગલ, સ્પેઇન વગેરે રાષ્ટ્રએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા પ્રયાસો કર્યા.
ઉત્તરઃ
ખોટું
7. વાસ્કો-દ-ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો.
ઉત્તરઃ
ખરું
8. કાલિકટના રાજા સામુદ્રિક (ઝામોરિને) પોર્ટુગીઝોને સુતરાઉ કાપડનો વેપાર કરવાની પરવાનગી આપી.
ઉત્તરઃ
ખોટું
9. વાઇસરૉય ફ્રાન્સિકો-ડી-અભેડાએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી.
ઉત્તરઃ
ખોટું
10. 16મી સદીમાં પોર્ટુગીઝો સાગરના સ્વામી બન્યા હતા.
ઉત્તરઃ
ખરું
11. ડચ (વલંદા) પ્રજાએ ઈ. સ. 1658ની આસપાસ શ્રીલંકામાં મરી-મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો.
ઉત્તરઃ
ખરું
12. હોલેન્ડની ડેનિશ પ્રજાએ બંગાળમાં સીરામપુરમાં કોઠી(મથકોની સ્થાપના કરી.
ઉત્તરઃ
ખોટું
13. ઈ. સ. 1700માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી.
ઉત્તરઃ
ખોટું
14. અંગ્રેજોએ ઈ. સ. 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠી(મથક)ની સ્થાપના કરી.
ઉત્તરઃ
ખરું
15. ઈ. સ. 1639માં ફ્રાન્સિસે મદ્રાસ(ચેન્નઈ)ભાડાપટ્ટે લઈ કોઠી (મથક) સ્થાપી.
ઉત્તરઃ
ખોટું
16. ઈ. સ. 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ.
ઉત્તરઃ
ખરું
17. દક્ષિણ ભારતમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા.
ઉત્તરઃ
ખરું
18. બંગાળના નવાબ સુજા-ઉદ્-દૌલાએ 15 જૂન, 1756ના રોજ ફૉર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા.
ઉત્તરઃ
ખોટું
19. બંગાળના નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા (કોલકાતા) અંગ્રેજોને આપી દીધું.
ઉત્તરઃ
ખરું
20. પ્લાસીના યુદ્ધમાં વિજયી બનેલા અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા.
ઉત્તરઃ
ખરું
21. બક્સરનું યુદ્ધ 22 ઑક્ટોબર, 1757માં થયું.
ઉત્તરઃ
ખરું
22. બક્સરના યુદ્ધથી દીવાની હકો મળતાં મદ્રાસ(ચેન્નઈ)માં દ્વિમુખી શાસનપદ્ધતિ અમલમાં આવી.
ઉત્તરઃ
ખોટું
23. અંગ્રેજોને મૈસૂર રાજ્ય સાથે ત્રણ વિગ્રહો થયા.
ઉત્તરઃ
ખોટું
24. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈ. સ. 1782માં હૈદરઅલીનું અવસાન થતાં બંને પક્ષ વચ્ચે સંધિ થઈ.
ઉત્તર:
ખરું
25. તૃતીય મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન લડતાં લડતાં વીરગતિ પામ્યો.
ઉત્તર:
ખોટું
26. ઈ. સ. 1761માં પાણીપતના બીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ.
ઉત્તર:
ખોટું
27. પેશ્વાની સત્તાનું મુખ્ય મથક પુણેમાં હતું.
ઉત્તર:
ખરું
28. અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચેના પ્રથમ યુદ્ધને અંતે બંને પક્ષો વચ્ચે સાલબાઈની સંધિ થઈ.
ઉત્તર:
ખરું
29. દ્વિતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધમાં ડેલહાઉસીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી.
ઉત્તર:
ખોટું
30. તૃતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની કારમી હાર થઈ.
ઉત્તર:
ખોટું
31. ઈ. સ. 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી.
ઉત્તર:
ખરું
32. ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમે મહેસૂલતંત્ર અને ન્યાયતંત્રને અલગ કર્યા.
ઉત્તર:
ખોટું
33. ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમે કલકત્તા(કોલકાતા)માં સ્થાપેલી તાલીમ સંસ્થા ફૉર્ટ વિલિયમ કૉલેજ તરીકે ઓળખાય છે.
ઉત્તર:
ખરું
34. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ ઔદ્યોગિક નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું.
ઉત્તર:
ખોટું
35. ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી.
ઉત્તર:
ખોટું
36. ગવર્નર જનરલ લૉર્ડ હેસ્ટિંગ્સ ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી.
ઉત્તર:
ખોટું
37. અંગ્રેજોએ ભારતમાં હિંદુ અને મુસ્લિમ કાયદાઓને સ્થાને અંગ્રેજી કાયદા લાગુ કર્યા.
ઉત્તર:
ખરું
38. લૉર્ડ વિલિયમ બેન્ટિકે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી.
ઉત્તર:
ખરું
39. ઈ. સ. 1893માં ભારતમાં અંગ્રેજોએ આધુનિક કાયદાની શરૂઆત કરી.
ઉત્તર:
ખરું
40. બ્રિટિશ ન્યાયવિષયક વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્યવાદને મજબૂત બનાવવાનો હતો.
ઉત્તરઃ
ખોટું
બંધબેસતાં જોડકાં જોડો:
1.
વિભાગ ‘અ’ (સાલ) | વિભાગ ‘બ’ (બનાવો) |
(1) ઈ. સ. 1453 | (1) ભારત આવવાનો નવો જળમાર્ગ શોધાયો. |
(2) ઈ. સ. 1498 | (2) ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. |
(3) ઈ. સ. 1530 | (3) ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. |
(4) ઈ. સ. 1600 | (4) તુર્કોએ કૉસ્ટેન્ટિનોપલ જીતી લીધું. |
(5) પોર્ટુગીઝોએ ગોવાને રાજધાની બનાવી. |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ (સાલ) | વિભાગ ‘બ’ (બનાવો) |
(1) ઈ. સ. 1453 | (4) તુર્કોએ કૉસ્ટેન્ટિનોપલ જીતી લીધું. |
(2) ઈ. સ. 1498 | (1) ભારત આવવાનો નવો જળમાર્ગ શોધાયો. |
(3) ઈ. સ. 1530 | (5) પોર્ટુગીઝોએ ગોવાને રાજધાની બનાવી. |
(4) ઈ. સ. 1600 | (3) ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. |
2.
વિભાગ ‘અ’ (સાલ) | વિભાગ ‘બ’ (બનાવો) |
(1) ઈ. સ. 1613 | (1) ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. |
(2) ઈ. સ. 1651 | (2) પોંડીચેરી(પુડુચેરી)ને બાદ કરતાં, ફ્રેન્ચો ભારતમાંથી સત્તાવિહિન થયા. |
(3) ઈ. સ. 1664 | (3) અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી (મથક) સ્થાપી. |
(4) ઈ. સ. 1761 | (4) અંગ્રેજોએ હુગલી નદીના કિનારે કોઠી(મથક)ની સ્થાપના કરી. |
(5) અંગ્રેજોએ સુરતમાં પ્રથમ કોઠી (મથક) સ્થાપી. |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ (સાલ) | વિભાગ ‘બ’ (બનાવો) |
(1) ઈ. સ. 1613 | (5) અંગ્રેજોએ સુરતમાં પ્રથમ કોઠી (મથક) સ્થાપી. |
(2) ઈ. સ. 1651 | (4) અંગ્રેજોએ હુગલી નદીના કિનારે કોઠી(મથક)ની સ્થાપના કરી. |
(3) ઈ. સ. 1664 | (1) ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. |
(4) ઈ. સ. 1761 | (2) પોંડીચેરી(પુડુચેરી)ને બાદ કરતાં, ફ્રેન્ચો ભારતમાંથી સત્તાવિહિન થયા. |
3.
વિભાગ ‘અ’ (સાલ) | વિભાગ ‘બ’ (બનાવો) |
(1) ઈ. સ. 1651 | (1) હૈદરઅલીનું અવસાન થયું. |
(2) ઈ. સ. 1757 | (2) ટીપુ સુલતાન વીરગતિ પામ્યો. |
(3) ઈ. સ. 1764 | (3) અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી (મથક) સ્થાપી. |
(4) ઈ. સ. 1782 | (4) પ્લાસીનું યુદ્ધ |
(5) બક્સરનું યુદ્ધ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ (સાલ) | વિભાગ ‘બ’ (બનાવો) |
(1) ઈ. સ. 1651 | (3) અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી (મથક) સ્થાપી. |
(2) ઈ. સ. 1757 | (4) પ્લાસીનું યુદ્ધ |
(3) ઈ. સ. 1764 | (5) બક્સરનું યુદ્ધ |
(4) ઈ. સ. 1782 | (1) હૈદરઅલીનું અવસાન થયું. |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) પાણીપતનું ત્રીજું યુદ્ધ | (1) પુણે |
(2) પેશ્વાનું મુખ્ય મથક | (2) નાગપુર |
(3) પ્રથમ અંગ્રેજ – મરાઠા યુદ્ધ | (3) મરાઠાઓની હાર થઈ |
(4) દ્વિતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધ | (4) સાલબાઈની સંધિ |
(5) લૉર્ડ વેલેસ્લી |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) પાણીપતનું ત્રીજું યુદ્ધ | (3) મરાઠાઓની હાર થઈ |
(2) પેશ્વાનું મુખ્ય મથક | (1) પુણે |
(3) પ્રથમ અંગ્રેજ – મરાઠા યુદ્ધ | (4) સાલબાઈની સંધિ |
(4) દ્વિતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધ | (5) લૉર્ડ વેલેસ્લી |
5.
વિભાગ ‘અ’ (સાલ) | વિભાગ ‘બ’ (બનાવો) |
(1) ઈ. સ. 1813 | (1) ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત થઈ. |
(2) ઈ. સ. 1818 | (2) ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપારી એકાધિકાર નાબૂદ થયો. |
(3) ઈ. સ. 1833 | (3) ભારતમાં સનદી સેવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાની હિમાયત થઈ. |
(4) ઈ. સ. 1853 | (4) ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના થઈ. |
(5) સમગ્ર ભારત પર બ્રિટિશ સત્તા સ્થપાઈ. |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ (સાલ) | વિભાગ ‘બ’ (બનાવો) |
(1) ઈ. સ. 1813 | (2) ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપારી એકાધિકાર નાબૂદ થયો. |
(2) ઈ. સ. 1818 | (5) સમગ્ર ભારત પર બ્રિટિશ સત્તા સ્થપાઈ. |
(3) ઈ. સ. 1833 | (1) ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત થઈ. |
(4) ઈ. સ. 1853 | (3) ભારતમાં સનદી સેવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાની હિમાયત થઈ. |
6.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) વાસ્કો-દ્-ગામા | (1) પોર્ટુગીઝ રાજ્યના સ્થાપક |
(2) ફ્રાન્સિકો-ડી-અભેડા | (2) પોર્ટુગલ નાવિક |
(3) અલ્ફાન્ઝો-ડી-આબુકર્ક | (3) પોર્ટુગીઝો |
(4) સાગરના સ્વામી | (4) પ્રથમ પોર્ટુગીઝ વાઇસરૉય |
(5) અંગ્રેજો |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) વાસ્કો-દ્-ગામા | (2) પોર્ટુગલ નાવિક |
(2) ફ્રાન્સિકો-ડી-અભેડા | (4) પ્રથમ પોર્ટુગીઝ વાઇસરૉય |
(3) અલ્ફાન્ઝો-ડી-આબુકર્ક | (1) પોર્ટુગીઝ રાજ્યના સ્થાપક |
(4) સાગરના સ્વામી | (3) પોર્ટુગીઝો |
7.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ફૉર્ટ વિલિયમ | (1) મીરજાફરનો વિશ્વાસઘાત |
(2) મદ્રાસ (ચેન્નઈ) | (2) સિરાજ-ઉદ-ઉદ્દોલા |
(3) બંગાળનો નવાબ | (3) કોલકાતા |
(4) પ્લાસીનું યુદ્ધ | (4) મીરકાસીમનો વિશ્વાસઘાત |
(5) ફ્રેન્કો માર્ટિન |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ફૉર્ટ વિલિયમ | (3) કોલકાતા |
(2) મદ્રાસ (ચેન્નઈ) | (5) ફ્રેન્કો માર્ટિન |
(3) બંગાળનો નવાબ | (2) સિરાજ-ઉદ-ઉદ્દોલા |
(4) પ્લાસીનું યુદ્ધ | (1) મીરજાફરનો વિશ્વાસઘાત |
8.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) પ્લાસીનું યુદ્ધ | (1) હૈદરઅલી |
(2) બક્સરનું યુદ્ધ | (2) ટીપુ સુલતાન |
(3) પ્રથમ મૈસૂર વિગ્રહ | (3) રઘુનાથરાવ (રાઘોબા) |
(4) ચતુર્થ મૈસૂર વિગ્રહ | (4) બંગાળનો નવાબ મીરકાસીમ |
(5) ક્લાઇવ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) પ્લાસીનું યુદ્ધ | (5) ક્લાઇવ |
(2) બક્સરનું યુદ્ધ | (4) બંગાળનો નવાબ મીરકાસીમ |
(3) પ્રથમ મૈસૂર વિગ્રહ | (1) હૈદરઅલી |
(4) ચતુર્થ મૈસૂર વિગ્રહ | (2) ટીપુ સુલતાન |
9.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મૈસૂર રાજ્ય | (1) મરાઠાઓનો કારમો પરાજય |
(2) તૃતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધ | (2) ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસ |
(3) ભારતમાં સનદી સેવાઓ શરૂ કરનાર | (3) વાડિયાર રાજવંશ |
(4) સનદી સેવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ | (4) ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિક |
(5) ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસી |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મૈસૂર રાજ્ય | (3) વાડિયાર રાજવંશ |
(2) તૃતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધ | (1) મરાઠાઓનો કારમો પરાજય |
(3) ભારતમાં સનદી સેવાઓ શરૂ કરનાર | (2) ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસ |
(4) સનદી સેવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ | (5) ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસી |
10.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) આધુનિક પોલીસખાતાનો સ્થપક | (1) લૉર્ડ વિલિયમ બેર્દિક |
(2) ન્યાયતંત્રની શરૂઆત કરનાર | (2) 1953નો સનદી ધારો |
(3) ન્યાયતંત્રમાં ભારતીયોની ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક | (3) નિયામક ધારો |
(4) ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક | (4) લૉર્ડ કૉર્નવૉલિસ |
(5) લૉર્ડ વૉરન હેસ્ટિંગ્સ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) આધુનિક પોલીસખાતાનો સ્થપક | (4) લૉર્ડ કૉર્નવૉલિસ |
(2) ન્યાયતંત્રની શરૂઆત કરનાર | (5) લૉર્ડ વૉરન હેસ્ટિંગ્સ |
(3) ન્યાયતંત્રમાં ભારતીયોની ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક | (1) લૉર્ડ વિલિયમ બેર્દિક |
(4) ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક | (3) નિયામક ધારો |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
‘નવજાગૃતિ’ એટલે શું?
ઉત્તર:
ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનોને ‘નવજાગૃતિ’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 2.
ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું?
ઉત્તર:
ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કૉન્સેન્ટિનોપલ હતું.
પ્રશ્ન 3.
કૉન્સેન્ટિનોપલ શહેર ક્યારે, કોણે જીતી લીધું?
ઉત્તર:
ઈ. સ. 1453માં તુર્કોએ કૉન્સેન્ટિનોપલ શહેર જીતી લીધું.
પ્રશ્ન 4.
પ્રાચીન સમયથી ભારતમાંથી યુરોપના દેશોમાં કઈ કઈ ચીજવસ્તુઓની નિકાસ થતી?
ઉત્તર:
પ્રાચીન સમયથી ભારતમાંથી યુરોપના દેશોમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી-મસાલા, તેજાના, ગળી, સૂરોખાર, ઇમારતી લાકડાં, અફીણ વગેરે ચીજવસ્તુઓની નિકાસ થતી.
પ્રશ્ન 5.
તુર્કોએ કૉસ્ટેન્ટિનોપલ જીતી લેતાં શું પરિણામ આવ્યું?
ઉત્તર:
તુર્કોએ કૉસ્ટેન્ટિનોપલ જીતી લેતાં યુરોપના દેશોમાં કે ભારતનો માલ (ચીજવસ્તુઓ) જતી બંધ થઈ ગઈ.
પ્રશ્ન 6.
યુરોપિયન પ્રજાએ ભારત સુધી પહોંચવાનો નવો જળમાર્ગ શોધવાના પ્રયત્નો શા માટે શરૂ કર્યા?
ઉત્તર:
ભારત અને યુરોપ વચ્ચે જમીનમાર્ગે ચાલતો વેપાર બંધ થઈ જતાં યુરોપિયન પ્રજાએ ભારત સુધી પહોંચવાનો નવો જળમાર્ગ શોધવાના પ્રયત્નો શરૂ કર્યા.
પ્રશ્ન 7.
ભારત આવવાનો નવો જળમાર્ગ ક્યારે, કોણે શોધ્યો?
ઉત્તર:
ભારત આવવાનો નવો જળમાર્ગ ઈ. સ. 1498માં પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો-દ-ગામાએ શોધ્યો.
પ્રશ્ન 8.
કાલિકટમાં પોર્ટુગીઝોને મરી-મસાલાનો વેપાર કરવાની સંમતિ કોણે આપી?
ઉત્તર:
ઈ. સ. 1498માં વાસ્કો-દ-ગામાં ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો ત્યારે કાલિકટમાં સામુદ્રિક (ઝામોરિન) રાજા રાજ્ય કરતો હતો. તેણે કાલિકટમાં પોર્ટુગીઝોને મરી-મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી.
પ્રશ્ન 9.
પોર્ટુગલે ક્યારે, કોને, શા માટે ભારત મોકલ્યો?
ઉત્તરઃ
પોર્ટુગલે ઈ. સ. 1505માં પોતાના વાઇસરૉય ફ્રાન્સિકો-ડી-અભેડાને પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા ભારત મોકલ્યો.
પ્રશ્ન 10.
ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી?
ઉત્તર:
પોર્ટુગીઝ વાઇસરૉય અલ્ફાન્ઝો-ડી-આબુકર્ક ગોવા સહિત કેટલાંક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી.
પ્રશ્ન 11.
પોર્ટુગીઝોએ ભારતમાં કયા કયા સ્થળે પોતાનાં વેપારીમથકો (કોઠીઓ) સ્થાપ્યાં?
ઉત્તરઃ
પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ, કોચીન, કમ્બુર, ગોવા, વસઈ, દીવ, દમણ વગેરે સ્થળે પોતાનાં વેપારીમથકો (કોઠીઓ) સ્થાપ્યાં.
પ્રશ્ન 12.
પોર્ટુગીઝો ‘સાગરના સ્વામી’ શાથી કહેવાતા?
ઉત્તરઃ
ભારતની કોઈ પણ વ્યક્તિએ હિંદ મહાસાગરના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. આમ, પોર્ટુગીઝો દરિયાઈ માર્ગ પર એકહથ્થુ સત્તા ધરાવતા હોવાથી તેઓ ‘સાગરના સ્વામી’ કહેવાતા.
પ્રશ્ન 13.
ડચ (વલંદા) લોકો ક્યાંના વતની હતા?
ઉત્તરઃ
ડચ (વલંદા) લોકો હોલેન્ડ(નેધરલૅન્ડ્ઝ)ના વતની હતા.
પ્રશ્ન 14.
ડચ (વલંદા) લોકોએ ભારતમાં કયાં સ્થળોએ વેપાર જમાવ્યો?
ઉત્તરઃ
ડચ (વલંદા) લોકોએ ભારતમાં બંગાળમાં, મલબારના વિસ્તારમાં, મસલીપટ્ટનમ (મછલીપટ્ટનમ) વગેરે સ્થળોએ વેપાર જમાવ્યો.
પ્રશ્ન 15.
ડેનિશ લોકો ક્યાંના વતની હતા? ભારતમાં તેમણે કયા સ્થળે વેપારીમથક(કોઠી)ની સ્થાપના કરી હતી?
ઉત્તરઃ
ડેનિશ લોકો ડેન્માર્કના વતની હતા. ભારતમાં તેમણે બંગાળમાં સીરામપુરમાં વેપારીમથક(કોઠી)ની સ્થાપના કરી હતી.
પ્રશ્ન 16.
(બ્રિટિશ) ઈસ્ટ ઈન્ડિયા કંપની ક્યાં, ક્યારે અને શા માટે સ્થપાઈ હતી?
ઉત્તર:
(બ્રિટિશ) ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈ. સ. 1600માં ઇંગ્લેન્ડમાં પૂર્વનાં રાષ્ટ્રો સાથે એકાધિકાર વેપાર કરવા માટે સ્થપાઈ હતી.
પ્રશ્ન 17.
ટૉમસ રોએ કોની પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી?
ઉત્તરઃ
ટૉમસ રોએ દિલ્લીના મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી.
પ્રશ્ન 18.
ભારતમાં બ્રિટિશ) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પ્રથમ વેપારીમથક (કોઠી) ક્યારે, ક્યાં સ્થાપ્યું?
ઉત્તર:
ભારતમાં બ્રિટિશ) ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારીમથક (કોઠી) ઈ. સ. 1613માં સુરતમાં સ્થાપ્યું.
પ્રશ્ન 19.
અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારીમથક (કોઠી) ક્યારે, ક્યાં સ્થાપ્યું?
ઉત્તરઃ
અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારીમથક (કોઠી) ઈ. સ. 1651માં હુગલી નદીના કિનારે સ્થાપ્યું.
પ્રશ્ન 20.
અંગ્રેજોએ હુગલી નદીના કિનારે સ્થાપેલી કોઠીને શું કહેવામાં આવતી? તેનો શો ઉપયોગ કરવામાં આવતો?
ઉત્તરઃ
અંગ્રેજોએ હુગલી નદીના કિનારે સ્થાપેલી કોઠીને ‘ફેક્ટરી’ કહેવામાં આવતી. ફેક્ટરીમાં આવેલા ગોદામમાં કંપનીના અધિકારીઓ બેસતા તેમજ અહીં નિકાસ કરવા માટેનો માલસામાન રાખવામાં આવતો.
પ્રશ્ન 21.
અંગ્રેજોને ક્યારે અને કયાં ગામોની જમીનદારી મળી હતી?
ઉત્તરઃ
અંગ્રેજોને ઈ. સ. 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર આ ત્રણ ગામોની જમીનદારી મળી હતી.
પ્રશ્ન 22.
અંગ્રેજોએ બંગાળમાં કઈ નવી વસાહત ઊભી કરી હતી? તે આજે કયા નામે ઓળખાય છે? ,
ઉત્તરઃ
અંગ્રેજોએ બંગાળમાં ‘ફૉર્ટ વિલિયમ’ નામની નવી વસાહત ઊભી કરી હતી. તે આજે કોલકાતા નામે ઓળખાય છે.
પ્રશ્ન 23.
કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ(ચેન્નઈ)ને ભાડાપટ્ટે લઈ ત્યાં કોઠી સ્થાપી હતી?
ઉત્તરઃ
ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ(ચેન્નઈ)ભાડાપટ્ટે લઈ ત્યાં કોઠી સ્થાપી હતી.
પ્રશ્ન 24.
ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ?
ઉત્તરઃ
ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ઈ. સ. 1600માં થઈ.
પ્રશ્ન 25.
ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારીમથક (કોઠી) ક્યારે, ક્યાં સ્થાપ્યું? તેમનું મુખ્ય મથક કયું હતું?
ઉત્તરઃ
ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારીમથક (કોઠી) ઈ. સ. 1668માં સુરતમાં સ્થાપ્યું. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ હતું.
પ્રશ્ન 26.
ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે ક્યા વિગ્રહો થયા? શા માટે?
ઉત્તરઃ
ઈ. સ. 1739માં ફ્રેન્ચોએ કારીકલ પર સત્તા સ્થાપીને દક્ષિણ ભારતમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. આથી દક્ષિણ ભારતમાં વેપાર કરવા માટે એકહથ્થુ સત્તા સ્થાપવા અંગ્રેજોએ ફ્રેન્ચો સાથે યુદ્ધ કર્યા, જે ‘કર્ણાટક વિગ્રહો’ કહેવાય છે.
પ્રશ્ન 27.
કર્ણાટક વિગ્રહોનું શું પરિણામ આવ્યું?
ઉત્તરઃ
કર્ણાટક વિગ્રહોમાં અંગ્રેજો સામે ફ્રેન્ચોની હાર થઈ. પરિણામે પોંડીચેરી (પુદુચ્ચેરી) સિવાય ફ્રેન્ચોનાં બધાં વેપારીમથકો અંગ્રેજોએ પડાવી લીધાં; ફ્રેન્ચો સત્તાવિહીન થયા. અંગ્રેજોએ પોંડીચેરી(પુડુચેરી)માં પણ કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવી.
પ્રશ્ન 28.
ભારતમાં ફ્રેન્ચોએ ક્યા ક્યા સ્થળે વેપારીમથકો (લેઠીઓ) સ્થાપ્યાં હતાં?
ઉત્તર:
ભારતમાં ફ્રેન્ચોએ મદ્રાસ (ચેન્નઈ), સુરત, મછલીપટ્ટનમ, પોંડીચેરી (પુદુચ્ચેરી), કારીકલ વગેરે સ્થળે વેપારીમથકો (કોઠીઓ) સ્થાપ્યાં હતાં.
પ્રશ્ન 29.
અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી (વેપારીમથક) ક્યારે સ્થાપી?
ઉત્તર:
અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી (વેપારી{ મથક) ઈ. સ. 1651માં સ્થાપી.
પ્રશ્ન 30.
સિરાજ-ઉદ્-દૌલાએ અંગ્રેજોના ફોર્ટ વિલિયમ વેપારીમથક (કોઠી) પર શા માટે આક્રમણ કર્યું? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
અંગ્રેજોએ પોતાના ફૉર્ટ વિલિયમ વેપારીમથક(કોઠી)ની કિલ્લેબંધી કરી. તેથી સિરાજ-ઉદ્દોલાએ ફૉર્ટ વિલિયમ વેપારીમથક (કોઠી) પર આક્રમણ કર્યું અને અંગ્રેજોને હરાવ્યા.
પ્રશ્ન 31.
પ્લાસીનું યુદ્ધ ક્યારે, કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
પ્લાસીનું યુદ્ધ ઈ. સ. 1757માં અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજ-ઉદ્દોલા વચ્ચે થયું. આ યુદ્ધમાં સિરાજ-ઉદ્દોલાની હાર થઈ.
પ્રશ્ન 32.
બક્સરનું યુદ્ધ ક્યારે, કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
બક્સરનું યુદ્ધ બંગાળના નવાબ મીરકાસીમ, અયોધ્યાના નવાબ અને મુઘલ બાદશાહ શાહઆલમની સંયુક્ત સેના અને અંગ્રેજોની સેના વચ્ચે ઈ. સ. 1764માં થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. પરિણામે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)માં જમીનમહેસૂલ ઉઘરાવવાના દિવાની અધિકારો મળ્યા.
પ્રશ્ન 33.
દ્વિમુખી શાસનપદ્ધતિ એટલે શું?
ઉત્તરઃ
કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસનપદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસનપદ્ધતિ’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 34.
અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસનપદ્ધતિ કયા પ્રદેશોમાં અમલમાં આવી હતી?
ઉત્તરઃ
અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસનપદ્ધતિ બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)માં અમલમાં આવી હતી.
પ્રશ્ન 35.
કોના નેતૃત્વમાં મૈસૂર રાજ્ય સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું? ક્યારે બન્યું?
ઉત્તરઃ
દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી ઈ. સ. 1761માં હૈદરઅલીના નૈતૃત્વમાં મૈસૂર રાજ્ય સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું.
પ્રશ્ન 36.
અંગ્રેજોને કયાં કયાં મૈસૂર યુદ્ધો કોની કોની સાથે થયાં?
ઉત્તર:
અંગ્રેજોને ચાર યુદ્ધો પૈકી પ્રથમ બે યુદ્ધો હૈદરઅલી સાથે અને પછીનાં બે યુદ્ધો હૈદરઅલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયાં.
પ્રશ્ન 37.
દ્વિતીય મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
દ્વિતીય મૈસૂર વિગ્રહ મૈસૂરના હૈદરઅલી અને અંગ્રેજો વચ્ચે થયો. વિગ્રહ દરમિયાન ઈ. સ. 1782માં હૈદરઅલીનું અવસાન થતાં છેવટે બંને પક્ષો વચ્ચે સંધિ થઈ.
પ્રશ્ન 38.
તૃતીય મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
તૃતીય મૈસૂર વિગ્રહ અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે થયો. તેમાં ટીપુ સુલતાનની હાર થઈ.
પ્રશ્ન 39.
ચતુર્થ મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તરઃ
ચતુર્થ મૈસૂર વિગ્રહ અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે થયો. આ વિગ્રહમાં ટીપુ સુલતાન લડતાં લડતાં વીરગતિ પામ્યો; અંગ્રેજોએ મૈસૂરના શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને સુદઢ બનાવ્યું.
પ્રશ્ન 40.
દિલ્લીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓને શાથી નિષ્ફળતા મળી?
ઉત્તરઃ
ઈ. સ. 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. આથી, દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં તેમને નિષ્ફળતા મળી.
પ્રશ્ન 41.
પેશ્વાએ પોતાના રાજ્યને કેટલા અને કયા કયા રાજવંશોમાં વહેંચ્યું હતું?
ઉત્તર:
પેશ્વાએ પોતાના રાજ્યને ચાર રાજવંશોમાં વહેંચ્યું હતું : સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે.
પ્રશ્ન 42.
પેશ્વા(સર્વોચ્ચ મંત્રી)ના નિયંત્રણમાં કયા કયા રાજવંશો હતા?
ઉત્તર:
પેશ્વા(સર્વોચ્ચ મંત્રી)ના નિયંત્રણમાં આ ચાર રાજવંશો હતાઃ
- સિંધિયા,
- હોલકર,
- ગાયકવાડ અને
- ભોંસલે.
પ્રશ્ન 43.
પેશ્વાના નિયંત્રણ હેઠળ કયા સભ્યો હતા?
ઉત્તર:
પેશ્વાના નિયંત્રણ હેઠળ કૉન્ફડરેશી (Confederacy) રાજ્યમંડળના સભ્યો હતા.
પ્રશ્ન 44.
પેશ્વાનું મુખ્ય મથક કયું હતું?
ઉત્તરઃ
પેશ્વાનું મુખ્ય મથક પુણે હતું.
પ્રશ્ન 45.
અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે થયેલા પ્રથમ યુદ્ધને અંતે કઈ સંધિ થઈ?
ઉત્તર:
અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે થયેલા પ્રથમ યુદ્ધને અંતે સાલબાઈની સંધિ થઈ.
પ્રશ્ન 46.
દ્વિતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
દ્વિતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધમાં લૉર્ડ વેલેસ્લીના હાથે મરાઠાઓની સખત હાર થઈ. પરિણામે અંગ્રેજોને મરાઠાઓ પાસેથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગરા અને દિલ્લીના પ્રદેશો મળ્યા.
પ્રશ્ન 47.
તૃતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
તૃતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધમાં મરાઠાઓનો કારમો પરાજય થયો. પુણેમાંથી પેશ્વાને હટાવીને તેને કાનપુર પાસે બિઠુરમાં મોકલી દીધો અને તેને પેન્શન બાંધી આપ્યું.
પ્રશ્ન 48.
ઈ. સ. 1773ના નિયામક ધારા અન્વયે શી જોગવાઈ ? કરવામાં આવી?
ઉત્તરઃ
ઈ. સ. 1773ના નિયામક ધારા અન્વયે ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડા તરીકે ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને તેને મદદ કરવા ત્રણ સભ્યોની કાઉન્સિલ રચવામાં આવી. તદુપરાંત, ભારતમાં સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોટીની સ્થાપના થઈ.
પ્રશ્ન 49.
ઈ. સ. 1893ના સનદી ધારા અન્વયે શી જોગવાઈ કરવામાં આવી?
ઉત્તર:
ઈ. સ. 1833ના સનદી ધારા અન્વયે ગવર્નર જનરલને સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી તેમજ ગવર્નર જનરલની કાઉન્સિલમાં એક કાયદા સભ્યની નિમણૂક કરવામાં આવી.
પ્રશ્ન 50.
ઈ. સ. 1853ના સનદી ધારા અન્વયે શી જોગવાઈ કરવામાં આવી?
ઉત્તર:
ઈ. સ. 1853ના સનદી ધારા અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટા ભાગની સત્તાઓ પોતાને હસ્તક લઈ લીધી તેમજ સનદી સેવાઓ(Civil Services)માં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા બ્રિટિશ સંસદે હિમાયત કરી.
પ્રશ્ન 51.
ભારતમાં સનદી સેવાઓ કોણે શરૂ કરી હતી?
ઉત્તર:
ભારતમાં સનદી સેવાઓ ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે શરૂ કરી હતી.
પ્રશ્ન 52.
ગવર્નર જનરલ લૉ કૉર્નવૉલિસે ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા શું કર્યું?
ઉત્તરઃ
ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યાં.
પ્રશ્ન 53.
ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓને તાલીમ આપવા માટે શી વ્યવસ્થા કરી?
ઉત્તરઃ
ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓને તાલીમ આપવા માટે કલકત્તા(કોલકાતા)માં ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કરવામાં આવી.
પ્રશ્ન 54.
ઈ. સ. 1850 સુધી અંગ્રેજોનું વહીવટી માળખું કેવું હતું?
ઉત્તર:
ઈ. સ. 1850 સુધી અંગ્રેજોના વહીવટી માળખામાં ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક સેવાઓ, સૈન્ય, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્ત્વના વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવતી હતી. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ક્લાર્ક તથા સેનિક જેવી ઓછા પગારવાળી નોકરીઓ પર ભારતીયોની નિમણૂક કરવામાં આવતી હતી.
પ્રશ્ન 55.
ભારતમાં બ્રિટિશ શાસનની લશ્કરી નીતિનું મુખ્ય લક્ષ્યધ્યેય શું હતું?
ઉત્તર:
ભારતમાં બ્રિટિશ શાસનની લશ્કરી નીતિનું મુખ્ય લક્ષ્ય-ધ્યેય ભારત જીતવાનું અને ભારતના આંતરિક વિદ્રોહોને – બળવાઓને દબાવવાનું તેમજ બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું.
પ્રશ્ન 56.
આધુનિક પોલીસખાતાની સ્થાપના – રચના કોણે કરી હતી?
ઉત્તરઃ
આધુનિક પોલીસખાતાની સ્થાપના – રચના ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે કરી હતી.
પ્રશ્ન 57.
ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે જિલ્લા કક્ષાએ પોલીસતંત્રની કેવી રચના કરી હતી?
ઉત્તર:
ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે જિલ્લા કક્ષાએ પોલીસતંત્રમાં પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક(DSP – ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ)ની નિમણૂક કરી તેમજ જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશન શરૂ કરાવી તેના અધિકારી તરીકે ફોજદારની નિમણૂક કરી.
પ્રશ્ન 58.
ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી?
ઉત્તર:
ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સ કરી.
પ્રશ્ન 59.
ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે ન્યાયતંત્રમાં મુખ્ય શો સુધારો કર્યો?
ઉત્તર:
ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે ચાર પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લા ન્યાયાધીશના હાથ નીચે દીવાની અદાલતની સ્થાપના કરી. તેણે જિલ્લા અદાલતો ઉપર સદર દીવાની અદાલતો સ્થાપી.
પ્રશ્ન 60.
ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવોલિસે કયો કાયદાવિષયક સુધારો કર્યો?
ઉત્તર:
ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે સૌને માટે એકસમાન કાયદા બનાવ્યા તેમજ હિંદુ અને મુસ્લિમ કાયદાઓને સ્થાને અંગ્રેજી કાયદા અમલમાં મૂક્યા.
પ્રશ્ન 61.
ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે ન્યાયતંત્રમાં કયા સુધારા કર્યા?
ઉત્તરઃ
ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે સૌપ્રથમ વખત ન્યાયતંત્રમાં ભારતીયોને ઊંચા હોદ્દાઓ પર નીમવાની શરૂઆત હાઈકોર્ટોની સ્થાપના કરી.
પ્રશ્ન 62.
ઈ. સ. 1833માં કાયદાવિષયક શો સુધારો કરવામાં આવ્યો?
ઉત્તર:
ઈ. સ. 1833માં કાયદાઓને લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પ્રાચીન અને મધ્યયુગમાં ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી?
અથવા
કારણો આપોઃ પ્રાચીન અને મધ્યયુગમાં ભારત વિશ્વના દેશોના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું હતું.
ઉત્તર:
પ્રાચીન અને મધ્યયુગમાં ભારત આર્થિક દષ્ટિએ ખૂબ { સમૃદ્ધ દેશ હતો. એ સમયે ભારતનાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી-મસાલા, તેજાના, ગળી, સૂરોખાર, ઇમારતી લાકડાં, અફીણ વગેરે ચીજવસ્તુઓની યુરોપનાં બજારોમાં ભારે માંગ રહેતી. યુરોપની પ્રજા મહઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા તેમને ભારતના મરી-મસાલાની અત્યંત આવશ્યકતા રહેતી. તેથી ભારતના મરી-મસાલા ઉપરાંત, સુતરાઉ કાપડ ખૂબ ઊંચી તુર્કીના માર્ગે યુરોપના દેશોમાં જતી. એ વસ્તુઓના વેચાણમાંથી ભારતના વેપારીઓ પુષ્કળ ધન કમાતા. ભારતની આવી આર્થિક સમૃદ્ધિને કારણે પ્રાચીન અને મધ્યયુગમાં ભારત વિશ્વના દેશોના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું હતું.
પ્રશ્ન 2.
ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપીય પ્રજાએ પોતાનું શાસન છે સ્થાપ્યું? કેવી રીતે?
ઉત્તર:
ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજાએ પોતાનું સ્થાન સ્થાપ્યું.
ઈ. સ. 1498માં વાસ્કો-દ-ગામા ભારતના મલબાર કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો ત્યારે ત્યાં સામુદ્રિક (ઝામોરિન) નામના રાજાનું શાસન હતું. તેણે પોર્ટુગીઝોને મરી-મસાલાનો વેપાર કરવાની પરવાનગી આપી. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈ. સ. 1503માં કોચીનમાં અને ઈ. સ. 1505માં કન્વરમાં વેપારીમથકો સ્થાપ્યાં. પોર્ટુગલે ઈ. સ. 1505માં પોતાના વાઈસરૉય ફ્રાન્સિકો-ડી-અભેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. એ પછી આવેલા વાઇસરૉય અલ્ફાન્ઝો-ડી-આબુકર્ક ગોવા સહિત કેટલાંક બંદરો પર વિજય મેળવી ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ઈ. સ. 1530માં પોર્ટુગીઝોએ ગોવાને રાજધાની બનાવી.
તેમણે ઈ. સ. 1534માં વસઈને, ઈ. સ. 1535માં દીવને અને ઈ. સ. 1559માં દમણને જીતી લીધાં. તેમણે અહેમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવી, ભારતના પશ્ચિમ કિનારે પોર્ટુગીઝ શાસનની સ્થાપના કરી.
પ્રશ્ન 3.
અંગ્રેજોએ ભારતમાં શરૂઆતમાં વેપારીમથકો ક્યાં અને ક્યારે સ્થાપ્યાં?
ઉત્તરઃ
ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓએ ભારત અને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે ઈ. સ. 1600માં લંડનમાં ‘ઈસ્ટ ઇન્ડિયા કંપ’નીની સ્થાપના કરી. ઈ. સ. 1613માં અંગ્રેજોએ મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી ફરમાન મેળવી સુરત ખાતે પોતાનું પ્રથમ વેપારીમથક (કોઠી) સ્થાપ્યું. ઈ. સ. 1633માં અંગ્રેજોએ બાલાસોરમાં વેપારીમથક (કોઠી) સ્થાપ્યું. તેમણે બંગાળમાં ઈ. સ. 1651માં હુગલી નદીના કિનારે વેપારીમથક (કોઠી) સ્થાપ્યું. અંગ્રેજોને ઈ. સ. 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામનાં ત્રણ ગામોની જમીનદારી મળી. અહીં તેમણે ‘ફૉર્ટ વિલિયમ’ નામની નવી વસાહત ઊભી કરી. આગળ જતાં તેનો કલકત્તા (કોલકાતા) શહેર તરીકે વિકાસ થયો.
પ્રશ્ન 4.
પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ-ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું.
સિરાજ-ઉદ્-દૌલાએ 15 જૂન, 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને પરાજિત કર્યા. આ સમાચાર મળતાં મદ્રાસ(ચેન્નઈ)ના અંગ્રેજોએ ક્લાઇવના નેતૃત્વ નીચે લશ્કરને કલકત્તા (કોલકાતા) મોકલ્યું. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા (કોલકાતા) અંગ્રેજોને આપી દીધું. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ-ઉદ્દોલાને હરાવી શકે તેમ નહોતા. તેથી તેમણે સિરાજ-ઉદ્-દૌલાને હરાવવા લાંચ અને લાલચ જેવી કૂટનીતિ – કાવતરાનો આશરો લીધો. ક્લાઇવે બંગાળના મુખ્ય સેનાપતિ મીરજાફરને નવાબ બનાવવાની લાલચ આપીને તેનો ટેકો મેળવ્યો (તેને ફોડી નાખ્યો). તેણે બંગાળના મોટા શાહુકારી જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાના પક્ષમાં લીધા.
માર્ચ, 1757માં અંગ્રેજોએ ફ્રેન્ચ વસાહત પર આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. પરિણામે 23 જૂન, 1757ના રોજ મુર્શિદાબાદ પાસે આવેલા ‘પ્લાસી’ના મેદાનમાં ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સૈન્ય અને સિરાજ-ઉદ્-દૌલાના સૈન્ય વચ્ચે યુદ્ધ થયું. સેનાપતિ મીરજાફરના વિશ્વાસઘાતને કારણે પ્લાસીના યુદ્ધમાં સિરાજ-ઉદ્દોલાની હાર થઈ. સિરાજ-ઉદ્-દૌલાને પકડીને તેની હત્યા કરવામાં આવી.
અંગ્રેજોએ મીરજાફરને બંગાળનો નવાબ બનાવ્યો, તેના બદલામાં મીરજાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી અને જકાત ભર્યા વિના વેપાર કરવાની છૂટ આપી. આમ, પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો.
પ્રશ્ન 5.
બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તરઃ
બક્સરનું યુદ્ધ 22 ઑક્ટોબર, 1764ના રોજ બંગાળના નવાબ મીરકાસીમ, અવધના નવાબ અને મુઘલ શહેનશાહ શાહઆલમ બીજાના સંયુક્ત લશ્કર અને મૅજર મનરોના નેતૃત્વ હેઠળના અંગ્રેજોના લશ્કર વચ્ચે થયું. સંયુક્ત લશ્કરમાં 50,000 સૈનિકો હતા, જ્યારે અંગ્રેજોના લશ્કરમાં માત્ર 7072 સૈનિકો જ હતા. આમ છતાં, સંયુક્ત લશ્કરની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ.
અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે મીરકાસીમને પદભ્રષ્ટ કર્યો. યુદ્ધને અંતે થયેલા કરાર મુજબ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)માં જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી, જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી. દીવાની સત્તાથી અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના શાસક અને માલિક બન્યા.
આમ, બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓરિસ્સા- રે (ઓડિશા)માં અંગ્રેજોની અને નવાબની બેવડી શાસનપદ્ધતિ અમલમાં આવી. આ વ્યવસ્થા ‘દ્વિમુખી શાસનપદ્ધતિ’ તરીકે ઓળખાઈ.
પ્રશ્ન 6.
દ્વિતીય, તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો કોની કોની વચ્ચે થયા? એ વિગ્રહોનાં શાં પરિણામો આવ્યાં?
ઉત્તરઃ
તૃતીય મૈસૂર વિગ્રહ અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે થયો. તેમાં ટીપુ સુલતાનની હાર થઈ.
ચતુર્થ મૈસૂર વિગ્રહ અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે થયો. આ વિગ્રહમાં ટીપુ સુલતાન લડતાં લડતાં વીરગતિ પામ્યો; અંગ્રેજોએ મૈસૂરના શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને સુદઢ બનાવ્યું.
ઈ. સ. 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. આથી, દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં તેમને નિષ્ફળતા મળી.
પ્રશ્ન 7.
અંગ્રેજ – મરાઠા યુદ્ધો કોની કોની વચ્ચે થયાં? એ યુદ્ધોનાં શાં પરિણામો આવ્યાં?
ઉત્તરઃ
અંગ્રેજ-મરાઠા યુદ્ધો અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે થયાં. પ્રથમ અંગ્રેજ – મરાઠા યુદ્ધ ઈ. સ. 1775થી 1782 દરમિયાન થયું. આ યુદ્ધમાં કોઈની હાર-જીત ન થઈ. તેથી અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે ઈ. સ. 1782માં સાલબાઈની સંધિ થઈ. એ સંધિ મુજબ બંનેએ એકબીજાના પ્રદેશો પરત આપ્યા. દ્વિતીય અંગ્રેજ-મરાઠા યુદ્ધ ઈ. સ. 1803 થી 1805 દરમિયાન થયું. તેમાં ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગરા અને દિલ્લીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા. તૃતીય અંગ્રેજ-મરાઠા યુદ્ધ ઈ. સ. 1817 થી 1819 દરમિયાન થયું. તેમાં ગવર્નર જનરલ લૉર્ડ હેસ્ટિંગ્સ અને મરાઠા પેશ્વા વચ્ચે થયું. આ યુદ્ધમાં મરાઠા પેશ્વાનો સખત પરાજય થયો. લૉર્ડ હેસ્ટિંગ્સ પેશ્વાને પુણેમાંથી હટાવીને કાનપુર પાસે બિઠુરમાં મોકલી દીધો અને તેને વાર્ષિક પેન્શન બાંધી આપ્યું. આ યુદ્ધમાં વિજય મળવાથી વિંધ્યાચળથી છેક દક્ષિણ ભારત સુધી અંગ્રેજ કંપનીની સત્તા સ્થપાઈ. આમ, તૃતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધને અંતે સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ.
પ્રશ્ન 8.
ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે કયા કયા વહીવટી સુધારા કર્યા?
ઉત્તરઃ
ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે આ પ્રમાણે સુધારા કર્યાઃ
- કંપનીને બાહોશ અમલદારી મળી રહે એ માટે તેણે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી.
- તેણે કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ મૂકી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યાં.
- તેણે મહેસૂલીતંત્ર અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ કર્યા.
- તેણે બંગાળને 23 જિલ્લાઓમાં વહેંચી નાખ્યું અને દરેક જિલ્લા પર કલેક્ટરની નિમણૂક કરી. એ કલેક્ટરોને જિલ્લાને લગતી વહીવટી અને ન્યાયવિષયક સત્તાઓ સોંપી.
પ્રશ્ન 9.
અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયવિષયક વ્યવસ્થા કેવી હતી?
ઉત્તરઃ
- ગવર્નર જનરલ લૉર્ડ વૉરન હેસ્ટિંગ્સના સમયમાં ઈ. સ. 1773ના નિયામક ધારા અન્વયે કલકત્તા(કોલકાતા)માં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી.
- ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે ચાર પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના હાથ નીચે દીવાની અદાલતની સ્થાપના કરી.
- જિલ્લા અદાલતો ઉપર સદર દીવાની અદાલતો સ્થપાઈ.
- જિલ્લા અદાલત નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તાલુકા અદાલતો સ્થપાઈ.
- ભારતીય ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા.
- ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી. તેણે કલકત્તા (કોલકાતા), મદ્રાસ (ચેન્નાઈ) અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરી.
- ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી અદાલતોની સ્થાપના કરવામાં આવી.
- ઈ. સ. 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. હિંદુ અને મુસ્લિમ કાયદાઓને સ્થાને અંગ્રેજી કાયદા શરૂ કરવામાં આવ્યા.
નીચેના વિધાનોનાં ઐતિહાસિક કારણો આપોઃ
પ્રશ્ન 1.
પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વનું છે.
ઉત્તર:
ઈ. સ. 1757ના પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ બંગાળના નવાબ પાસેથી 24 પરગણાં વિસ્તારની જાગીર મેળવી. એ દ્વારા તેઓ ભારતમાં એક સ્વતંત્ર પ્રદેશના માલિક બન્યા. તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. આ યુદ્ધથી બંગાળનો નવાબ સંપૂર્ણપણે અંગ્રેજ કંપનીના વર્ચસ્વ નીચે આવ્યો; અને અંગ્રેજો જ બંગાળના સાચા માલિક બન્યા. આમ, પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો હોવાથી ઐતિહાસિક દષ્ટિએ તેનું ઘણું મહત્ત્વ છે.
પ્રશ્ન 2.
બક્સરના યુદ્ધથી અંગ્રેજો બંગાળના વિધિસર માલિક બન્યા.
ઉત્તર:
ઈ. સ. 1764માં બંગાળના નવાબ મીરકાસીમ, અવધ(અયોધ્યા)ના નવાબ અને મુઘલ બાદશાહ શાહઆલમની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે બક્સરમાં યુદ્ધ થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. યુદ્ધને અંતે થયેલી સંધિ મુજબ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)માંથી જમીનમહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી. આમ, બક્સરના યુદ્ધમાં વિજય મળવાથી અંગ્રેજોને દીવાની સત્તા મળતાં અંગ્રેજો વિધિસર અર્થાત્ વાસ્તવિક રીતે બંગાળના માલિક બન્યા.
પ્રશ્ન 3.
અંગ્રેજ સરકારે ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરી.
ઉત્તર:
ભારતમાં અંગ્રેજી રાજ્યનો વિસ્તાર વધવાથી અંગ્રેજ સરકારની વહીવટી જવાબદારીઓ વધી. ભારતના વહીવટીતંત્રમાં ભારતીય શાસનવ્યવસ્થા જાણતા હોય એવા નોકરિયાતો – અધિકારીઓની જરૂરિયાત ઊભી થઈ. એ જરૂરિયાત પૂરી કરવા માટે ભારતના લોકોમાંથી યોગ્ય લાયકાતવાળી વ્યક્તિઓની ભરતી કરવા માટે અંગ્રેજ સરકારે ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરી.
પ્રશ્ન 4.
અંગ્રેજોના વહીવટીતંત્રનું મુખ્ય ધ્યેય ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનું હતું.
ઉત્તર:
અંગ્રેજો ભારતમાં આવ્યા તે અગાઉ ભારતમાં પરંપરાગત ભારતીય વહીવટીતંત્ર અમલમાં હતું. અંગ્રેજોનું મુખ્ય ધ્યેય ભારતનું આર્થિક શોષણ કરી પોતાના દેશ ઇંગ્લેન્ડને સમૃદ્ધ – ધનવાન બનાવવાનું હતું. આથી, ભારતમાં સામ્રાજ્ય સ્થાપ્યા પછી તેમણે ભારતમાં પોતાનું આધુનિક વહીવટીતંત્ર સ્થાપિત કર્યું. એ વહીવટીતંત્ર ભારતની પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવતું હતું. આથી કહી શકાય કે, અંગ્રેજોના વહીવટીતંત્રનું મુખ્ય ધ્યેય ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનું હતું.
પ્રવૃત્તિઓ
1. વિદ્યાર્થીઓ વિશ્વના નકશામાં પોર્ટુગલના લિસ્બન બંદરથી ભારતના કાલિકટ બંદર સુધીના જળમાર્ગનો રસ્તો અને સ્થળો હું દર્શાવે. (જુઓ આ પ્રકરણના પાના નં. 1 ઉપર આપેલો નકશો.)
2. ઈ. સ. 1773થી ઈ. સ. 1856 સુધી ભારતમાં બ્રિટિશ કંપનીના શાસકો તરીકે રહેલા ગવર્નર જનરલનાં નામોની યાદી બનાવો.
૩. તમારા વિષયશિક્ષક પાસેથી અમેરિકન ક્રાંતિ વિશે માહિતી મેળવો.
4. તમારા ઘરમાં વપરાતા મરી-મસાલા, તેજાના અને સૂકા મેવા વિશે માહિતી મેળવો.
5. ભૌગોલિક સંશોધનોના સમય દરમિયાન શોધાયેલ વિવિધ પ્રદેશો અને સંશોધકોને લગતી માહિતી એકઠી કરો.
6. વર્તમાન સમયના ન્યાયતંત્ર અને પોલીસતંત્રના માળખા વિશે માહિતી મેળવો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો:
પ્રશ્ન 1.
15મી સદીમાં યુરોપમાં આવેલાં સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે?
A. નવજાગૃતિ
B. ઔદ્યોગિક ક્રાંતિ
C. ભૌગોલિક શોધખોળો
D. સામાજિક જાગૃતિ
ઉત્તર:
A. નવજાગૃતિ
પ્રશ્ન 2.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
A. ઈ. સ. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું.
B. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળની ચોવીસ પરગણાં વિસ્તારની જાગીર મળી.
C. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ની દીવાની સત્તા મળી.
D. પ્લાસીના યુદ્ધમાં મીરજાફરે વિશ્વાસઘાત કર્યો હતો.
ઉત્તર:
C. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ની દીવાની સત્તા મળી.
પ્રશ્ન ૩.
ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓ માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે?
A. પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ
B. ડચ, પોર્ટુગીઝો, અંગ્રેજ, ફ્રેન્ચ
C. ફ્રેન્ચ, ડચ, અંગ્રેજ, પોર્ટુગીઝો
D. અંગ્રેજ, પોર્ટુગીઝો, ડચ, ફ્રેન્ચ
ઉત્તર:
A. પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ
પ્રશ્ન 4.
બક્સરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશોના દિવાની (મહેસૂલી) અધિકારો પ્રાપ્ત થયા હતા?
A. બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબના
B. મૈસૂર, પુણે, બંગાળના
C. બંગાળ, બિહાર, ઓડિશાના
D. ઓડિશા, ઉત્તર પ્રદેશ, મૈસૂરના
ઉત્તર:
C. બંગાળ, બિહાર, ઓડિશાના
પ્રશ્ન 5.
ભારતમાં ક્યા ધારા (કાયદા) અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી?
A. ઈ. સ. 1784 – પિટ્ટનો ધારો
B. ઈ. સ. 1773 – નિયામક ધારો
C. ઈ. સ. 1799 – કૉર્નવૉલિસ કાયદો
D. ઈ. સ. 1833- ચાર્ટર ઍક્ટ
ઉત્તર:
B. ઈ. સ. 1773 – નિયામક ધારો
પ્રશ્ન 6.
કયા ગવર્નર જનરલે ભારતમાં હિંદુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા અમલમાં મૂક્યા?
A. લૉર્ડ કૉર્નવોલિસે
B. લૉર્ડ વેલેસ્લીએ
C. લૉર્ડ ડેલહાઉસીએ
D. લૉર્ડ વિલિયમ બેન્ટિકે
ઉત્તર:
D. લૉર્ડ વિલિયમ બેન્ટિકે
પ્રશ્ન 7.
‘ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી?
A. મુંબઈમાં
B. મદ્રાસ(ચેન્નઈ)માં
C. દિલ્લીમાં
D. કલકત્તા(કોલકાતા)માં
ઉત્તરઃ
D. કલકત્તા(કોલકાતા)માં