Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 14 વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરો Important Questions and Answers.
GSEB Class 8 Science Important Questions Chapter 14 વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરો
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો:
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
વિદ્યુતદ્રાવણમાંથી જ્યારે વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે તેના રંગમાં ફેરફાર થાય છે. જે વિદ્યુતપ્રવાહની …………………… અસર દર્શાવે છે.
A. રાસાયણિક
B. ઉષ્મીય
C. ચુંબકીય
D. પ્રકાશીય
ઉત્તરઃ
A. રાસાયણિક
પ્રશ્ન 2.
ઈલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે વિદ્યુતદ્રાવણ એ એવું દ્રાવણ છે કે ………………….. હોય છે.
A. જે કોઈ પણ ઍસિડિક દ્રાવણ
B. જે કોઈ પણ બેઝિક દ્રાવણ
C. જે કોઈ પણ ક્ષારયુક્ત દ્રાવણ
D. જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય તે એક ઘટક તરીકે
ઉત્તરઃ
D. જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય તે એક ઘટક તરીકે
પ્રશ્ન 3.
પાણીના વિદ્યુત-પૃથક્કરણમાં …
A. હાઇડ્રોજન વાયુ ઍનોડ પાસે અને ઑક્સિજન વાયુ કૅથોડ પાસે ઉદ્ભવે છે.
B. ઑક્સિજન વાયુ ઍનોડ પાસે અને હાઇડ્રોજન વાયુ કેથોડ પાસે ઉદ્ભવે છે.
C. હાઈડ્રોજન આયનો ઍનોડ પાસે વિમુક્ત થાય છે.
D. હાઇડ્રોક્સિલ આયનો કેથોડ પાસે વિમુક્ત થાય છે.
ઉત્તરઃ
B. ઑક્સિજન વાયુ ઍનોડ પાસે અને હાઇડ્રોજન વાયુ કેથોડ પાસે ઉદ્ભવે છે.
પ્રશ્ન 4.
કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ…
A. પહેલાંના જેટલું જ હોય છે.
B. પહેલાં કરતાં વધી જાય છે.
C. પહેલાં કરતાં ઘટી જાય છે.
D. ચોક્કસપણે વધે છે કે ઘટે છે કહી શકાય નહિ.
ઉત્તરઃ
B. પહેલાં કરતાં વધી જાય છે.
પ્રશ્ન 5.
ખાદ્યપદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબાઓ પર શાનું આવરણ – ચઢાવવામાં આવે છે?
A. ટિનનું
B. ઝિનું
C. ક્રૉમિયમનું
D. લોખંડનું
ઉત્તરઃ
A. ટિનનું
પ્રશ્ન 6.
ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુતપ્રવાહની …………………….. અસર છે.
A. ભૌતિક
B. ઉષ્મીય
C. ચુંબકીય
D. રાસાયણિક
ઉત્તરઃ
D. રાસાયણિક
પ્રશ્ન 7.
વિદ્યુત બલ્બ વિદ્યુતપ્રવાહની ……………………. અસરને લીધે પ્રકાશિત થાય છે.
A. રાસાયણિક
B. ચુંબકીય
C. ઉષ્મીય
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
C. ઉષ્મીય
પ્રશ્ન 8.
નળના પાણીમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેનું વિઘટન (decomposition) થાય છે જેને ……………………… કહે છે.
A. ડાયાલિસીસ
B. હાઇડ્રોલિસીસ
C. વિદ્યુત-પૃથક્કરણ
D. વિદ્યુત પ્લેટિંગ
ઉત્તરઃ
C. વિદ્યુત-પૃથક્કરણ
પ્રશ્ન 9.
નીચેનામાંથી શેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી?
A. વિનેગરનું દ્રાવણ
B. ખાંડનું દ્રાવણ
C. લીંબુના રસનું દ્રાવણ
D. કૉસ્ટિક સોડાનું દ્રાવણ
ઉત્તરઃ
B. ખાંડનું દ્રાવણ
પ્રશ્ન 10.
વિદ્યુત-પૃથક્કરણની પ્રક્રિયામાં કઈ ઊર્જા પાણીનું વિઘટન તેના ઘટક તત્ત્વોમાં કરે છે?
A. ઉષ્મા-ઊર્જા
B. પ્રકાશ-ઊર્જા
C. રાસાયણિક ઊર્જા
D. વિદ્યુત-ઊર્જા
ઉત્તરઃ
D. વિદ્યુત-ઊર્જા
પ્રશ્ન 11.
નીચેનામાંથી કઈ વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવતું નથી?
A. કારનું બમ્પર
B. ગેસ સ્ટવ
C. તળવાનો તવો
D. સાઈકલની ઘંટડી
ઉત્તરઃ
C. તળવાનો તવો
પ્રશ્ન 12.
કોની ગતિના કારણે વિદ્યુતદ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે?
A. અણુઓ
B. પરમાણુઓ
C. ઇલેક્ટ્રૉન્સ
D. આયનો
ઉત્તરઃ
D. આયનો
પ્રશ્ન 13.
એક પાત્રમાં રાખેલ વિદ્યુતદ્રાવણમાં કાર્બનના બે સળિયા અંશતઃ ડુબાડતાં બનતી રચનાને ……………………….. કહે છે.
A. સંગાહક કોષ (Storage Cell)
B. જૈવિક કોષ
C. રાસાયણિક કોષ
D. પુનઃ કાર્યાન્વિત કોષ (Rechargeable Cell)
ઉત્તરઃ
C. રાસાયણિક કોષ
પ્રશ્ન 14.
તાંબાની ફૂલદાની પર ચાંદીનું આવરણ ચઢાવવા માટે કયા વિદ્યુતદ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ?
A. સિલ્વર નાઇટ્રેટ
B. કૉપર નાઈટ્રેટ
C. સોડિયમ નાઇટ્રેટ
D. કૉપર સલ્ફટ
ઉત્તરઃ
A. સિલ્વર નાઇટ્રેટ
પ્રશ્ન 15.
વિદ્યુત પરિપથમાં વહેતા નિર્બળ વિદ્યુતપ્રવાહની ભાળ મેળવવા માટે ટૉર્ચ-બલ્બ ટેસ્ટમાં ટૉર્ચ-બલ્બના સ્થાને …………. વાપરવામાં આવે છે.
A. LEAD
B. LED
C. dB
D. MCB
ઉત્તરઃ
B. LED
પ્રશ્ન 16.
…………………….. વિદ્યુતનું અવાહક છે.
A. લાકડું
B. લોખંડ
C. તાંબું
D. ગ્રેફાઇટ
ઉત્તરઃ
A. લાકડું
પ્રશ્ન 17.
નીચેનામાંથી કયું વિદ્યુતદ્રાવણ નથી?
A. કૉપર સલ્લેટનું દ્રાવણ
B. સક્યુરિક ઍસિડ
C. સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ
D. આલ્કોહોલ
ઉત્તરઃ
D. આલ્કોહોલ
2. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
જે પદાર્થ પર ઇલેક્ટ્રૉપ્લેટિંગ કરવાનું હોય તેને …………………………… તરીકે લેવો જોઈએ.
ઉત્તરઃ
કૅથોડ
પ્રશ્ન 2.
અલ્પ પ્રમાણમાં પાણીમાં રહેલ ખનીજ ક્ષાર તેને વિદ્યુતનું ……………………….. બનાવે છે.
ઉત્તરઃ
વાહક
પ્રશ્ન 3.
બાથરૂમના નળ અને સાઇકલની ઘંટડીનો દેખાવ ચળકાટવાળો બનાવવા તેમના પર ……………………… નું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે.
ઉત્તરઃ
ક્રૉમિયમ
પ્રશ્ન 4.
પાણીના વિદ્યુત-પૃથક્કરણની પ્રક્રિયામાં ઑક્સિજન વાયુ ……………….. પાસે ઉદ્ભવે છે.
ઉત્તરઃ
ઍનોડ
પ્રશ્ન 5.
વિદ્યુતભારોની એક ચોક્કસ દિશામાં થતી ગતિના કારણે …………………… રચાય છે.
ઉત્તરઃ
વિદ્યુતપ્રવાહ
પ્રશ્ન 6.
જે પ્રવાહી તેનામાં રહેલ ધન અને ઋણ આયનોને લીધે વિદ્યુતનું વહન કરે છે તેને …………………….. કહે છે.
ઉત્તરઃ
વિદ્યુતદ્રાવણ
પ્રશ્ન 7.
જે બંધ માર્ગ પર વિદ્યુતપ્રવાહનું વહન થાય છે તેને ……………………. કહે છે.
ઉત્તરઃ
વિદ્યુતપરિપથ
પ્રશ્ન 8.
નિયંદિત પાણી એ વિદ્યુતનું …………………… છે.
ઉત્તરઃ
અવાહક
પ્રશ્ન 9.
નિર્બળ વિદ્યુતપ્રવાહ પસાર થવાને કારણે ………………… પ્રકાશિત થઈ શકે છે.
ઉત્તરઃ
LED
પ્રશ્ન 10.
LED સાથે જોડાયેલ બે તારોને ………………………. કહે છે.
ઉત્તરઃ
લીસ (leads)
પ્રશ્ન 11.
નળનું પાણી એ વિદ્યુતનું ……………… છે.
ઉત્તરઃ
વાહક
પ્રશ્ન 12.
વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરનો સામાન્ય ઉપયોગ ………………….. છે.
ઉત્તરઃ
ઈલેક્ટ્રોપ્લેટિંગ
પ્રશ્ન 13.
વિદ્યુતદ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર થવાથી ……………………… અસર ઉદ્ભવે છે.
ઉત્તરઃ
રાસાયણિક
પ્રશ્ન 14.
ટેસ્ટર પરિપથમાં ……………………… નું થતું કોણાવર્તન વિદ્યુતપ્રવાહના વહનનો નિર્દેશ કરે છે.
ઉત્તરઃ
ચુંબકીય સોય
પ્રશ્ન 15.
વિદ્યુતપ્રવાહની ……………………. અસરને લીધે બલ્બ પ્રકાશિત થાય છે.
ઉત્તર:
ઉષ્મીય
પ્રશ્ન 3.
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખોઃ
(1) બધાં દ્રાવણો વિદ્યુતના વાહક હોય છે.
(2) વિદ્યુત પરિપથની ખૂબ નજીક મૂકેલ ચુંબકીય સોયનું કોણાવર્તન તેમાં “વિદ્યુતપ્રવાહ વહી રહ્યો છે તેનો નિર્દેશ કરે છે.
(3) LEDમાં અતિ સૂક્ષ્મ વિદ્યુતપ્રવાહ પસાર થાય તોપણ તે પ્રકાશિત થાય છે.
(4) શુદ્ધ પાણીમાં ખાંડ નાખીને તેને ઓગાળતાં બનતું ખાંડનું દ્રાવણ વિદ્યુતનું સુવાહક છે.
(5) કૉપર સલ્ફટના દ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં કૉપર ઍનોડ પર જમા થાય છે.
(6) વિદ્યુતપ્રવાહ વિદ્યુતદ્રાવણમાં પસાર થતાં રાસાયણિક અસર ઉપજાવે છે.
(7) ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં જે પદાર્થ પર પ્લેટિંગ કરવાનું હોય તેને બૅટરીના ધન છેડા (ધ્રુવ) સાથે જોડવામાં આવે છે.
(8) કૂવાના પાણીમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં હાઈડ્રોજન વાયુ કેથોડ પાસે ઉદ્ભવે છે.
(9) પેટ્રોલ વિદ્યુતનું સુવાહક છે.
(10) નિયંદિત પાણીમાં સોડિયમ હાઇડ્રોક્સાઈડ ઉમેરતાં તે વિદ્યુતદ્રાવણ બને છે.
(11) વિદ્યુતદ્રાવણમાં વિદ્યુતપ્રવાહનું વહન ઇલેક્ટ્રૉન્સની ગતિના કારણે થતું નથી.
(12) LED એક વિદ્યુત ગોળો છે જે ટેસ્ટરમાં વપરાય છે.
(13) જે પ્રવાહી ઍસિડિક કે બેઝિક કે ક્ષારયુક્ત હોય તે વિદ્યુતનું વાહક હોય છે.
(14) વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરને કારણે ક્ષારયુક્ત દ્રાવણોને શુદ્ધ કરી શકાય છે.
ઉત્તર:
ખરાં વિધાનઃ (2), (3), (6), (8), (10), (11), (12), (13)
ખોટાં વિધાનોઃ (1), (4), (5), (7), (9), (14)
સુધારીને લખેલાં વિધાનોઃ
(1) માત્ર વિદ્યુતદ્રાવણો જ વિદ્યુતના વાહક હોય છે.
(4) શુદ્ધ પાણીમાં ખાંડ નાખીને તેને ઓગાળતાં બનતું ખાંડનું દ્રાવણ વિદ્યુતનું અવાહક છે.
(5) કૉપર સલ્ફટના દ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં કૉપર કૅથોડ પર . જમા થાય છે.
(7) ઇલેક્ટ્રોપ્લેટિંગની ઘટનામાં જે પદાર્થ પર પ્લેટિંગ કરવાનું હોય તેને બૅટરીના ત્રણ છેડા (ધ્રુવ) સાથે જોડવામાં આવે છે.
(9) પેટ્રોલ વિદ્યુતનું અવાહક છે.
(14) વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરને કારણે ક્ષારયુક્ત દ્રાવણોમાં વિદ્યુતવહન થાય છે.
4. નીચેના પ્રશ્નોના ઉત્તર માત્ર એક શબ્દમાં આપો?
પ્રશ્ન 1.
વિદ્યુતદ્રાવણોમાં કયા વિદ્યુતભારવાહકો હોય છે?
ઉત્તર:
ધન અને ઋણ આયનો
પ્રશ્ન 2.
LEDનું પૂરું નામ લખો.
ઉત્તર:
Light emitting Diode
પ્રશ્ન 3.
વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ જણાવો.
ઉત્તર:
વિદ્યુતપ્રવાહની હાજરી જાણવા (અથવા ભાળ મેળવવા)
પ્રશ્ન 4.
ચુંબકીય સોયને વિદ્યુતપ્રવાહનું વહન કરતાં તારની નજીક મૂકવામાં આવે તો શું થાય?
ઉત્તર:
ચુંબકીય સોયનું કોણાવર્તન થાય
પ્રશ્ન 5.
વિદ્યુત ટેસ્ટરના પરિપથમાં LEDનું જોડાણ કરતી વખતે તેનો કયો તાર બૅટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ?
ઉત્તર:
લાંબો તાર
પ્રશ્ન 6.
આપણું શરીર વિદ્યુતનું સુવાહક છે કે અવાહક?
ઉત્તર:
સુવાહક
પ્રશ્ન 7.
નીચેનામાંથી વિલક્ષણને શોધી કાઢો :
પ્લાસ્ટિક, કૉપર, ઍલ્યુમિનિયમ, ગ્રેફાઇટ.
ઉત્તર:
પ્લાસ્ટિક
પ્રશ્ન 8.
નીચેનામાંથી વિલક્ષણને શોધી કાઢો :
લીંબુનું શરબત, નળનું પાણી, વનસ્પતિ તેલ, મીઠાનું દ્રાવણ.
ઉત્તર:
વનસ્પતિ તેલ
પ્રશ્ન 9.
તળાવના પાણીમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં હાઈડ્રોજન વાયુ કયા ઇલેક્ટ્રૉડ પાસે ઉદ્ભવે છે?
ઉત્તર:
કેથોડ
પ્રશ્ન 10.
આલ્કોહોલ પ્રવાહી એ વિદ્યુતનું સુવાહક છે કે અવાહક?
ઉત્તર:
અવાહક
પ્રશ્ન 11.
ધાતુ પદાથોમાં વિદ્યુતભારવાહકો ક્યા હોય છે?
ઉત્તર:
મુક્ત ઈલેક્ટ્રૉન્સ
પ્રશ્ન 12.
આયનોના પ્રકાર જણાવો.
ઉત્તર:
ધન અને ઋણ
પ્રશ્ન 13.
ઇલેક્ટ્રૉલ્સ પાણીમાં અંશતઃ ડૂબેલા હોય અને તેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે, તો ઇલેક્ટ્રૉન્ટ્સ પાસે હાઈડ્રોજન અને ઑક્સિજન વાયુ ઉદ્ભવે છે. તેનું નિદર્શન કયા વૈજ્ઞાનિકે કર્યું?
ઉત્તર:
વિલિયમ નિકોલસ
પ્રશ્ન 14.
સાઈકલના હેન્ડલ પર કયા દ્રવ્યનું પ્લેટિંગ કરવામાં આવે છે?
ઉત્તર:
ક્રૉમિયમ
પ્રશ્ન 15.
સોનીઓ સસ્તી ધાતુઓ પર કોનું પ્લેટિંગ કરે છે?
ઉત્તર:
ચાંદી અને સોનું
પ્રશ્ન 16.
ખાદ્યપદાર્થોના સંગ્રહ માટે વપરાતા ડબાઓ ઉપર શાનું આવરણ ચઢાવવામાં આવે છે?
ઉત્તર:
ટિન
પ્રશ્ન 17.
પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગર્ડર પર ક્યા દ્રવ્યનું આવરણ ચઢાવવામાં આવે છે?
ઉત્તરઃ
ઝિક
5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
વિદ્યુત ટેસ્ટના પ્રકાર જણાવો.
ઉત્તરઃ
વિદ્યુત ટેસ્ટરના ત્રણ પ્રકાર છેઃ
- ટૉર્ચ-બલ્બ ટેસ્ટર,
- LED ટેસ્ટર અને
- ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર.
પ્રશ્ન 2.
વિદ્યુતપ્રવાહ દ્વારા ઉત્પન્ન થઈ શકતી ત્રણ અસરો જણાવો.
ઉત્તરઃ
વિદ્યુતપ્રવાહ દ્વારા ઉત્પન્ન થઈ શકતી ત્રણ અસરો આ મુજબ છે:
- વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર,
- વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર અને
- વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર.
પ્રશ્ન ૩.
આપેલ પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં તેની ચકાસણી તમે કેવી રીતે કરશો?
ઉત્તરઃ
આપેલ પ્રવાહીને પાત્રમાં રાખી ઇલેક્ટ્રૉમૅગ્નેટિક ટેસ્ટરના ઉપયોગથી તે વિદ્યુતનું વહન કરશે કે નહીં તે જાણી શકાય છે.
પ્રશ્ન 4.
ઇલેક્ટ્રોપ્લેટિંગ કરતાં કારખાનાંઓમાં ઉપયોગમાં લેવાઈ ગયેલાં વિદ્યુતદ્રાવણોનો નિકાલ ક્યાં અને કેવી રીતે કરવો જોઈએ?
ઉત્તરઃ
ઇલેક્ટ્રોપ્લેટિંગ કરતાં કારખાનાંઓમાં ઉપયોગમાં લેવાઈ ગયેલાં વિદ્યુત દ્રાવણોનો નિકાલ સ્થાનિક સત્તાધિકારીની કચરાના નિકાલ માટેની માર્ગદર્શિકા પ્રમાણે કરવો જોઈએ.
પ્રશ્ન 5.
શા માટે અમુક મર્યાદા સુધી તાજાં ફળો અને શાકભાજી વિદ્યુતનું વહન કરે છે?
ઉત્તરઃ
તાજાં ફળો અને શાકભાજીમાં હાજર એવા વિવિધ ક્ષારોના કારણે તેઓ અમુક મર્યાદા સુધી વિદ્યુતનું વહન કરે છે.
પ્રશ્ન 6.
દરિયાનું પાણી અને નળનું પાણી બંનેમાંથી કોણ વધુ વિદ્યુતવાહક છે? શા માટે?
ઉત્તરઃ
દરિયાનું પાણી, નળના પાણી કરતાં વિદ્યુતનું વધુ વાહક છે, કારણ કે તેમાં ક્ષારની માત્રા વધુ હોય છે.
પ્રશ્ન 7.
નીચેની આકૃતિ ધ્યાનથી જુઓઃ
આપેલા વિદ્યુત પરિપથોમાંથી કયો વિદ્યુત પરિપથ સાચું અવલોકન દર્શાવે છે?
ઉત્તર:
આકૃતિમાં આપેલા વિદ્યુત પરિપથોમાંથી વિદ્યુત પરિપથ A સાચું અવલોકન દર્શાવે છે.
પ્રશ્ન 8.
ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વડે બટાટાના એક ટુકડામાં વિદ્યુતપ્રવાહ થોડા સમય માટે પસાર કરતાં ઍનોડની આસપાસ કયા રંગનો ડાઘ વિદ્યુતપ્રવાહની કઈ અસરના લીધે બનશે?
ઉત્તરઃ
ઇલેક્ટ્રૉમૅગ્નેટિક ટેસ્ટર વડે બટાટાના એક ટુકડામાં વિદ્યુતપ્રવાહ થોડા સમય માટે પસાર કરતાં ઍનોડની આસપાસ લીલાશ પડતા ભૂરા રંગનો ડાઘ વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરના લીધે બનશે.
પ્રશ્ન 9.
ઇલેક્ટ્રૉપ્લેટિંગ એટલે શું?
ઉત્તરઃ
વિદ્યુતવહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચઢાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રૉપ્લેટિંગ કહે છે.
પ્રશ્ન 10.
વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર એટલે શું?
ઉત્તર:
વિદ્યુતનું વહન કરી શકે તેવા કોઈ પ્રવાહીમાં વિદ્યુતપ્રવાહ પસાર થવાને કારણે રાસાયણિક ક્રિયા / પ્રક્રિયા થાય છે, જેને વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર કહે છે.
પ્રશ્ન 11.
સુવાહક એટલે શું? તેનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર:
જે પદાર્થ વિદ્યુતપ્રવાહનું વહન સરળતાથી કરે છે તેને સુવાહક કહે છે. દા. ત., કૉપર, ઍલ્યુમિનિયમ.
પ્રશ્ન 12.
અવાહક એટલે શું? તેનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર:
જે પદાર્થમાંથી વિદ્યુતપ્રવાહનું વહન થઈ શકતું નથી તેને અવાહક કહે છે. દા. ત., લાકડું, રબર.
પ્રશ્ન 13.
પાણી સિવાય વિદ્યુતનું વહન કરે છે તેવા બે પ્રવાહી પદાર્થોનાં નામ લખો.
ઉત્તર:
પાણી સિવાય વિદ્યુતનું વહન કરે છે તેવા બે પ્રવાહી લીંબુનું શરબત અને વિનેગરનું દ્રાવણ છે.
પ્રશ્ન 14.
કેટલીક વાર આપેલ પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે પણ ટેસ્ટરનો ટૉર્ચબલ્બ પ્રકાશિત થતો નથી. કેમ?
ઉત્તર:
કેટલીક વાર આપેલ પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે પણ ટેસ્ટરમાંથી પસાર થતો પ્રવાહ નિર્બળ હોવાને લીધે તેનો ટૉર્ચ-બલ્બ પ્રકાશિત થતો નથી.
પ્રશ્ન 15.
વિદ્યુત બલ્બનો કયો ભાગ પ્રકાશિત થતો હોય છે?
ઉત્તરઃ
વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે તથા તે પ્રકાશિત થવાનું શરૂ કરે છે અને પ્રકાશ આપે છે.
પ્રશ્ન 16.
વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર એટલે શું?
ઉત્તરઃ
વાહકતારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતા તેની પાસે રાખેલ ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તેનો અર્થ વાહકતાર પોતે ચુંબક તરીકે વર્તે છે, જેને વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર કહે છે.
પ્રશ્ન 17.
નળના પાણીમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતા ઉદ્ભવતી રાસાયણિક અસરના કારણે ઈલેક્ટ્રૉસ પાસે કયા વાયુઓ નિર્માણ પામે છે?
ઉત્તરઃ
નળના પાણીમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતા ઉદ્ભવતી રાસાયણિક અસરના કારણે ઍનોડ પાસે ઑક્સિજન વાયુ અને કૅથોડ પાસે હાઇડ્રોજન વાયુ નિર્માણ પામે છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નો
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
LEDનું પૂરું નામ લખો. LEDની આકૃતિ દોરી તેનો ઉપયોગ જણાવો. LED અને ટૉર્ચ-બલ્બ વચ્ચેનો ભેદ લખો.
ઉત્તરઃ
LED = Light Emitting Diode
LEDનો ઉપયોગ : પરિપથમાં નિર્બળ વિદ્યુતપ્રવાહની જાણકારી મેળવવા.
LED વિદ્યુતપ્રવાહની પ્રકાશીય અસર પર અને ટૉર્ચ-બલ્બ વિદ્યુતપ્રવાહની ઉષ્મીય (+ પ્રકાશીય) અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. નિર્બળ વિદ્યુતપ્રવાહની જાણકારી LED દ્વારા મળી શકે છે પણ ટૉર્ચ-બલ્બ દ્વારા મળી શકતી નથી, કારણ કે ટૉર્ચ-બલ્બને પ્રકાશિત કરવા પ્રબળ વિદ્યુતપ્રવાહ તેમાંથી પસાર થવો જોઈએ જે બલ્બના ફિલામેન્ટને ગરમ કરી શકે અને પછી તે પ્રકાશિત થાય.
પ્રશ્ન 2.
વિદ્યુત ટેસ્ટરના પ્રકારો લખો અને કયું ટેસ્ટર કઈ પરિસ્થિતિમાં વપરાય તે જણાવો.
ઉત્તરઃ
વિદ્યુત ટેસ્ટરના ત્રણ પ્રકારો છે :
- ટૉર્ચ-બલ્બ ટેસ્ટર
- LED ટેસ્ટર અને
- ઇલેક્ટ્રોમૅગ્નેટિક ટેસ્ટર.
જે પરિપથમાં પ્રબળ વિદ્યુતપ્રવાહ વહેતો હોય અને તેની જાણકારી મેળવવી હોય, તો ટૉર્ચ-બલ્બ ટેસ્ટર વપરાય છે.
જે પરિપથમાં નિર્બળ વિદ્યુતપ્રવાહ વહેતો હોય અને તેની જાણકારી મેળવવી હોય, તો LED ટેસ્ટર કે ઈલેક્ટ્રૉમૅગ્નેટિક ટેસ્ટર વપરાય છે.
LED ટેસ્ટર મોંઘું હોય છે, તેથી સામાન્ય રીતે નિર્બળ વિદ્યુતપ્રવાહની જાણકારી મેળવવા ઇલેક્ટ્રોમૅગ્નેટિક ટેસ્ટર વપરાય છે.
પ્રશ્ન 3.
વિદ્યુતદ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર થવાને લીધે ઉદ્ભવતી અસરો જણાવો.
ઉત્તર:
વિદ્યુતદ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક ક્રિયાઓ / પ્રતિક્રિયાઓ થાય છે, તેના પરિણામ સ્વરૂપે…
- ઇલેક્ટ્રૉન્ટ્સ પર વાયુના પરપોટા બની શકે છે.
- ઇલેક્ટ્રૉન્ટ્સ પર ધાતુ જમા થતી જોવા મળી શકે છે.
- વિદ્યુતદ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે.
ઉપરોક્ત રાસાયણિક ક્રિયાઓ પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લેવાતાં દ્રાવણ અને ઇલેક્ટ્રૉન્ટ્સના પ્રકાર પર આધાર રાખે છે.
પ્રશ્ન 4.
વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર એટલે શું? તેનાં બે ઉદાહરણો આપો.
ઉત્તર:
વિદ્યુતદ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેમાં રાસાયણિક ફેરફાર કે પ્રક્રિયા થતી જોવા મળે છે. જેને વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર કહેવામાં આવે છે.
ઉદાહરણોઃ
- વિદ્યુતદ્રાવણનો રંગ બદલાય છે.
- ઇલેક્ટ્રૉપ્લેટિંગની ઘટના જોવા મળે છે.
પ્રશ્ન 5.
પરિપથમાં વહેતા વિદ્યુતપ્રવાહની જાણકારી મેળવવા માટે વિદ્યુતપ્રવાહની કઈ અસરનો ઉપયોગ થાય છે?
(a) જ્યારે ટૉર્ચ-બલ્બ વપરાશમાં હોય ત્યારે અને
(b) જ્યારે ચુંબકીય સોય વપરાશમાં હોય ત્યારે.
ઉત્તર:
(a) જ્યારે ટૉર્ચ-બલ્બ પરિપથમાં વપરાશમાં હોય ત્યારે વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થાય છે અને
(b) જ્યારે ચુંબકીય સોય પરિપથમાં વપરાશમાં હોય ત્યારે વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 6.
નિયંદિત પાણી (શુદ્ધ પાણી) વિદ્યુતનું વાહક નથી. શા માટે? તેને વાહક બનાવવા શું કરશો?
ઉત્તરઃ
નિયંદિત પાણીમાં કોઈ પણ ક્ષારો, ખનીજ દ્રવ્યો હાજર હોતા નથી. તેથી તેની અંદર ધન આયનો અને ત્રણ આયનો શક્ય નથી. તેથી તેમાંથી વિદ્યુત વહન શક્ય નથી.
નિયંદિત પાણીને વાહક બનાવવા માટે તેમાં ઍસિડ, બેઇઝ કે ક્ષાર ઉમેરીશું.
પ્રશ્ન 7.
લોખંડના નળ પર જ્યારે ક્રૉમિયમનું આવરણ ચઢાવવામાં આવે છે ત્યારે વિદ્યતુપ્રવાહની કઈ અસર ઉપયોગી બને છે? આ પ્રક્રિયાનું નામ લખો.
ઉત્તર:
લોખંડના નળ પર જ્યારે ક્રૉમિયમનું આવરણ ચઢાવવામાં આવે છે ત્યારે વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર ઉપયોગી બને છે. આ પ્રક્રિયાનું નામ ઇલેક્ટ્રોપ્લેટિંગ છે.
પ્રશ્ન 8.
લોખંડની વસ્તુ પર કૉપરનું આવરણ ચઢાવવું છે, તો બૅટરીના કયા ધુવાધન કે ઋણ)ને લોખંડની વસ્તુ સાથે જોડવો જોઈએ? આ હેતુ માટે તમે કયું? વિદ્યુતદ્રાવણ વાપરશો?
ઉત્તરઃ
લોખંડની વસ્તુ પર કૉપરનું આવરણ ચઢાવવું હોય, તો બૅટરીના ત્રણ ધ્રુવને લોખંડની વસ્તુ સાથે જોડવો જોઈએ.
લોખંડની વસ્તુ પર કૉપરનું આવરણ ચઢાવવા માટે કૉપર સલ્લેટનું દ્રાવણ વાપરવું જોઈએ.
પ્રશ્ન 9.
સુનીલને લોખંડના ચમચા પર ચાંદીનું આવરણ ચઢાવવું છે. તેના માટે તે બકરમાં સિલ્વર નાઈટ્રેટ(AgNO3)નું દ્રાવણ લે છે અને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા માટેની સાદી સર્કિટ બનાવે છે, તો સુનીલે લોખંડના ચમચા સાથે બૅટરીનો કયો ધ્રુવ 7 છેડો જોડવો જોઈએ? બીજા ઇલેક્ટ્રૉડ તરીકે તેણે ક્યા દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ?
ઉત્તરઃ
સુનીલને લોખંડના ચમચા પર ચાંદીનું આવરણ ચઢાવવું છે. તેના – માટે તે બીકરમાં સિલ્વર નાઈટ્રેટ(AgNO3)નું દ્રાવણ લે છે અને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા માટેની સાદી સર્કિટ બનાવે છે, તો સુનીલે લોખંડના ચમચા સાથે બૅટરીનો સણ ધ્રુવ જોડવો જોઈએ. બીજા ઇલેક્ટ્રૉડ માટે તેણે ચાંદીના સળિયા કે પ્લેટનો ઉપયોગ કરવો જોઈએ.
પ્રશ્ન 10.
નીચેના ચાર પરિપથોને ધ્યાનથી જુઓ. કયા પરિપથમાંનો બલ્બ પ્રકાશિત થશે? માત્ર “હા” કે “ના” લખો.
ઉત્તરઃ
પરિપથ A – ના, પરિપથ B – ના, પરિપથ C – હા, પરિપથ D – હા
પ્રશ્ન 11.
તમને એક અશુદ્ધ ધાતુ Aની બનેલી વસ્તુ તથા બીજી શુદ્ધ ધાતુ Bની બનેલી વસ્તુ આપવામાં આવેલ છે, તો અશુદ્ધ ધાતુ Aની બનેલી વસ્તુને તમે કેવી રીતે શુદ્ધ કરશો?
ઉત્તર:
વિદ્યુત-પૃથક્કરણના પ્રયોગમાં અશુદ્ધ ધાતુ ની બનેલી વસ્તુને બૅટરીના ધન છેડા સાથે અને શુદ્ધ ધાતુ Bની બનેલી વસ્તુને બૅટરીના કણ છેડા સાથે જોડવી જોઈએ.
તદુપરાંત, અશુદ્ધ ધાતુ A એક ધાતુ ઘટક તરીકે વિદ્યુતદ્રાવણમાં હોય તેવું વિદ્યુતદ્રાવણ લેવું જોઈએ.
ત્યારબાદ વિદ્યુતદ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી થોડા સમય બાદ શુદ્ધ ધાતુ ઋણ ધ્રુવ પર એકઠી થશે.
પ્રશ્ન 12.
ઉપરનો પરિપથ ધ્યાનથી જુઓ. જ્યારે પરિપથમાંના બે છેડા મુક્ત A અને B વચ્ચે થોડીક) જગ્યા હોય છે, ત્યારે પરિપથમાં વિદ્યુતપ્રવાહ વહેતો નથી. શું આ દર્શાવે છે કે હવા એ વિદ્યુતની અવાહક છે? શું હવા ક્યારેય વિદ્યુતનું વહન ન કરી શકે? ટૂંકમાં સમજાવો.
ઉત્તરઃ
હા. હવા એ વિદ્યુતની અવાહક છે.
કારણ કે જ્યારે આપેલ પરિપથના બે મુક્ત છેડા A અને B વચ્ચે જગ્યા હોય છે, ત્યારે તેમની વચ્ચે હવા છે અને પરિપથમાં વિદ્યુતપ્રવાહ વહેતો નથી. તેથી હવા એ વિદ્યુતની અવાહક છે.
હવે, જો હવામાં ખૂબ જ ભેજ હોય અને ખૂબ મોટો વૉલ્ટેજ હાજર હોય, તો હવા એ વિદ્યુતની વાહક બની શકે છે. દા. ત., ચોમાસામાં આકાશમાં થતી વીજળી વાતાવરણ મારફતે પૃથ્વી / જમીન પર આવી શકે છે.
પ્રશ્ન 13.
પારો (મર્ક્યુરી) પ્રવાહી છે અને તે વિદ્યુતનું વહન કરે છે. તો શું તેનો ઉપયોગ વિદ્યુતદ્રાવણ (Electrolyte) તરીકે થઈ શકે? કેમ?
ઉત્તરઃ
ના. પારો (મર્ક્યુરી) પ્રવાહી છે પણ ધાતુ છે. તેમાં ધન અને ત્રણ આયનો હોતા નથી, પારો તેમાંના મુક્ત ઈલેક્ટ્રૉન્સના કારણે વિદ્યુતનું વહન કરે છે, તેથી પારાનો ઉપયોગ વિદ્યુતદ્રાવણ તરીકે થઈ શકે નહીં.
2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
ઘન મીઠું વિદ્યુતનું અવાહક છે પણ તેને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તે વિદ્યુતનું વાહક બને છે.
ઉત્તરઃ
મીઠું જ્યારે ઘન અવસ્થામાં હોય છે ત્યારે તેની અંદર ધન આયનો અને ત્રણ આયનો મુક્ત હોતા નથી. પણ જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે છે છે, ત્યારે તેમાંના સોડિયમના ધન આયનો અને ક્લોરિનના સણ આયનો મુક્ત થાય છે. જે મીઠાના દ્રાવણમાં ગતિ કરવા માટે મુક્ત છે; તેથી મીઠાના દ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેમાં વિદ્યુતપ્રવાહનું વહન થાય છે એટલે કે મીઠાનું દ્રાવણ વિદ્યુતનું વાહક બને છે.
પ્રશ્ન 2.
બને છેડાઓથી છોલેલી પેન્સિલને પ્રયોગશાળામાં વિદ્યુતના વાહક તરીકે વાપરી શકાય છે.
ઉત્તરઃ
જ્યારે પેન્સિલના બંને છેડાઓને છોલવામાં આવે છે ત્યારે તેના બંને છેડા પાસે પેન્સિલની અણી જે ગ્રેફાઇટ દ્રવ્યની બનેલી છે, તે ખુલ્લી થાય છે. ગ્રેફાઇટ વિદ્યુતનું વાહક છે, તેથી બંને છેડાઓથી છોલેલી પેન્સિલને પ્રયોગશાળામાં વિદ્યુતના વાહક તરીકે વાપરી શકાય છે.
પ્રશ્ન 3.
ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લિપર પહેરે છે.
ઉત્તરઃ
રબર એ વિદ્યુતનું અવાહક છે. તેથી જો કદાચ ક્યાંક વાયરિંગ ઢીલું હોય કે તેમાં લીકેજ હોય અથવા વિદ્યુત ઉપકરણ ખામીયુક્ત હોય, તો ઇલેક્ટ્રિશિયનને ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગી શકતો નથી અને સંભવિત અકસ્માતને ટાળી શકાય છે. તેથી ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લિપર પહેરે છે.
પ્રશ્ન 4.
સામાન્ય પાણી વિદ્યુતનું વાહક છે પણ શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે.
ઉત્તર:
સામાન્ય પાણી એટલે નળનું પાણી, કૂવામાંનું પાણી જેની અંદર અનેક ક્ષારો અને ખનીજ દ્રવ્યો કુદરતી રીતે ઓગળેલા હોય છે. જેના કારણે તેમાં ધન અને ઋણ આયનો હાજર હોય છે; પણ શુદ્ધ પાણીમાં કોઈ ક્ષારો કે ખનીજ દ્રવ્યો હોતા નથી, તેથી તેમાં ધન અને ત્રણ આયનો હોતા નથી. પરિણામે તે વિદ્યુતનું અવાહક છે.
પ્રશ્ન 5.
વ્યવહારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓ જેવી કે બાથરૂમનાં નળ, રસોડાના ગેસ બર્નર વગેરે પર કૉમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે.
ઉત્તરઃ
ક્રૉમિયમ ધાતુ એવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે જેના લીધે તેનો દેખાવ ચળકતો છે, તેને કાટ લાગતો નથી અને તે ઉઝરડાઓને રોકે છે. તેથી વ્યવહારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓ જેવી કે બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર વગેરે પર ક્રૉમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે.
પ્રશ્ન 6.
ખાદ્યપદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા લોખંડના બનેલા ડબાઓ ઉપર ટિનનું આવરણ ચઢાવવામાં આવે છે.
ઉત્તરઃ
ટિન એ લોખંડ કરતાં ઘણું ઓછું ક્રિયાશીલ છે. તેથી જો લોખંડના ડબાઓ પર ટિનનું આવરણ ચઢાવવામાં આવે, તો ખાદ્યપદાર્થ સીધે સીધો લોખંડના સંપર્કમાં આવતો નથી. પરિણામે તે ખાદ્યપદાર્થ બગડવાથી બચી જાય છે. તેથી ખાદ્યપદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા લોખંડના બનેલા ડબાઓ ઉપર ટિનનું આવરણ ચઢાવવામાં આવે છે.
પ્રશ્ન 7.
પુલ બનાવવા માટે વપરાતા ગર્ડર પર ઝિંકનું આવરણ ચઢાવવામાં આવે છે.
ઉત્તરઃ
લોખંડમાં ઘસાઈને ખવાઈ જવાનો અને કાટ લાગવાનો ગુણધર્મ છે. તેથી લોખંડને કાટ અને ઘસારાથી બચાવવા માટે પુલ બનાવવા માટે વપરાતા ગર્ડર પર ઝિંકનું આવરણ ચઢાવવામાં આવે છે.
પ્રશ્ન 8.
ઇલેક્ટ્રોપ્લેટિંગ કરતાં કારખાનાંઓમાં વપરાતા દ્રવ્યો -વિદ્યુતદ્રાવણોનો નિકાલ, પર્યાવરણના સંરક્ષણ માટે યોગ્ય રીતે માનવવસ્તીથી દૂર તરફ કરવામાં આવે છે.
ઉત્તર:
કારખાનાંઓમાં ઇલેક્ટ્રૉપ્લેટિંગની ઘટનામાં વપરાતાં દ્રવ્યો- વિદ્યુતદ્રાવણો, ઘણા પ્રકારના ક્ષારો, ઝેરી તત્ત્વો, પ્રદૂષકો ધરાવે છે, જે મુખ્યત્વે ઍસિડિક પ્રકૃતિ ધરાવે છે; જે પર્યાવરણ અને મનુષ્ય-જાતિ માટે હાનિકારક છે. તેથી પર્યાવરણની જાળવણી માટે અને મનુષ્યોના સ્વાથ્ય માટે તેઓનો નિકાલ યોગ્ય રીતે માનવવસ્તીથી દૂર તરફ કરવામાં આવે છે.
પ્રશ્ન 9.
ઉઘાડા પગે ભીના હાથ વડે ઇલેક્ટ્રિક સ્વિચને અડકવું જોખમકારક છે.
ઉત્તર:
કોઈ વ્યક્તિના પગ ઉઘાડા હોય અને તે જમીન પર ઊભો હોય ત્યારે તેનો ભૌતિક સંપર્ક સીધે સીધો પૃથ્વી સાથે હોય છે. પૃથ્વી વિદ્યુતનું વહન કરી . શકે છે. હવે, જો તે વ્યક્તિના હાથ ભીના હોય અને તે ઇલેક્ટ્રિક સ્વિચને અડકે, તો ઇલેક્ટ્રિક સ્વિચમાંથી વિદ્યુતપ્રવાહ તેના શરીરમાં દાખલ થશે અને પરિપથ પૂર્ણ થવાથી તેને ઇલેક્ટ્રિક શોક લાગશે. જેના લીધે તેનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી ઉઘાડા પગે ભીના હાથ વડે ઇલેક્ટ્રિક સ્વિચને અડકવું જોખમકારક છે.
3. યોગ્ય જોડકાં બનાવો:
પ્રશ્ન 1.
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) અવાહક | (a) વિદ્યુતપ્રવાહની હાજરી જાણવા |
(2) સુવાહક | (b) વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર |
(3) વિદ્યુતનો બંધ માર્ગ | (c) વિદ્યુતદ્રાવણ |
(4) LED ટેસ્ટર | (d) તાંબું |
(5) મીઠાનું દ્રાવણ | (e) 2042 |
(6) ઇલેક્ટ્રોપ્લેટિંગ | (e) વિદ્યુત પરિપથ |
ઉત્તરઃ
(1) → (e), (2) → (d), (3) → (f), (4) → (a), (5) → (c), (6) → (b).
પ્રશ્ન 2.
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) તાંબું અને ઍલ્યુમિનિયમ | (a) ઇલેક્ટ્રૉડ |
(2) ઇલેક્ટ્રોમૅગ્નેટિક ટેસ્ટર | (b) વિદ્યુતદ્રાવણો |
(3) કાર્બનનો સળિયો | (c) સુવાહક |
(4) વિદ્યુત-પૃથક્કરણ | (d) વિદ્યુતપ્રવાહની હાજરી જાણવા |
(5) લીંબુનો રસ | (e) ઇલેક્ટ્રૉપ્લેટિંગ |
(6) ઍસિડ, બેઇઝ અને ક્ષારનાં દ્રાવણો | (f) વિદ્યુતનું મંદવાહક |
ઉત્તરઃ
(1) → (c), (2) → (d), (3) → (a), (4) → (e), (5) → (f), (6) → (b).
(C) વિસ્તૃત પ્રશ્નો
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો:
પ્રશ્ન 1.
ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની ઉપયોગિતા વર્ણવો.
ઉત્તરઃ
ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાના ઉપયોગો નીચે મુજબ છે :
- ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચઢાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે, જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી.
દા. ત., કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાનાં ગેસ બર્નર, સાઈકલનાં હેન્ડલ, પૈડાંઓની રીમ અને બીજી ઘણી વસ્તુઓ પર ક્રૉમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે, કારણ કે ક્રૉમિયમનો ચળકતો દેખાવ ધરાવે છે. તેને કાટ લાગતો નથી. તે ઉઝરડાઓને અવરોધે છે. - સોનીઓ ઘણી વાર સસ્તી ધાતુઓમાંથી આભૂષણો બનાવે છે અને પછી તેના પર ચાંદી અને સોનાનો ઢોળ ચઢાવે છે. આ આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાનાં બનેલાં લાગે છે, પરંતુ હકીક્તમાં તે ઘણાં સસ્તાં હોય છે.
- ખાદ્યપદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટિનના ડબાઓમાં લોખંડની ઉપર ટિનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવતું હોય છે, કારણ કે ટિન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે. આ રીતે ખાદ્યપદાર્થ લોખંડના સીધા સંપર્કમાં આવતા નથી અને બગડવાથી બચી જાય છે.
- પુલ અને વાહનોના અમુક ભાગોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. લોખંડમાં કાટ લાગવાનો અને ઘસાઈને ખવાઈ જવાનો ગુણધર્મ હોય છે. તેથી તેને કાટ અને ઘસારાથી બચાવવા માટે લોખંડ પર ઝિંકનું , આવરણ ચઢાવવામાં આવે છે.
પ્રશ્ન 2.
લોખંડની બનેલી દરવાજાની ચાવી પર ઝિંક ધાતુનું આવરણ ચઢાવવા માટેના પ્રયોગનું વર્ણન કરો. વિદ્યુતદ્રાવણ તરીકે ઝિંક સલ્ફટ લો. (તમને ઝિંકનો સળિયો અને લોખંડની ચાવી આપેલ છે.)
ઉત્તર:
એક બીકરમાં ઝિંક સલ્ફટનું દ્રાવણ લો. ઝિકના સળિયાને સ્વિચ મારફતે બૅટરીના ધન ધ્રુવ સાથે જોડો, પછી તેને દ્રાવણમાં ડુબાડો.
લોખંડની ચાવીને કાચ પેપર વડે ઘસીને ચોખ્ખી કરો. ત્યારબાદ ચાવીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બૅટરીના કણ ધ્રુવ સાથે જોડો, પછી તેને દ્રાવણમાં ડુબાડો.
ઝિંક સલ્ફટના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં ઝિંકના ધન આયનો અને સલ્ફટના કણ આયનો દ્રાવણમાં છૂટા પડે છે. ઝિકના ધન આયનો બૅટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલ ચાવી તરફ આકર્ષાય છે અને તેના પર જમા થાય છે.
તે જ વખતે ઝિંકના સળિયા પરથી સમાન માત્રામાં ઝિંકના ધન આયનો દ્રાવણમાં આવે છે. આ પ્રકારે ઝિંક સલ્ફટના દ્રાવણની સાંદ્રતા જળવાઈ રહે છે અને ઝિકના સળિયા પરથી ઝિંક લોખંડની ચાવી પર સ્થાનાંતરિત થઈને જમા થાય છે.
પ્રશ્ન 3.
નળના પાણીમાં (અથવા મંદ મીઠાના દ્રાવણમાં) વિદ્યુતપ્રવાહ પસાર કરવા માટેનો નામનિર્દેશન સાથેનો પરિપથ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો?
(i) ઇલેૉક્સ કયા દ્રવ્યના બનેલા છે?
(ii) ઇલેક્ટ્રૉડની કેપ કયા દ્રવ્યની બનેલી છે?
(iii) કઈ ધાતુનો તાર ઇલેક્ટ્રૉસની કેપ પર વીંટાળેલ છે?
(iv) વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તમને જોવા મળતું અવલોકન લખો.
(v) ઉદ્ભવતા વાયુઓનાં નામ જણાવો.
(vi) નળના પાણીમાં થતા ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ?
ઉત્તર:
- કાર્બન
- પિત્તળ (કૉપર + ઝિંક) ધાતુની
- તાંબાનો તાર
- બંને ઇલેક્ટ્રૉફ્ટ પાસે વાયુઓ ઉત્પન્ન થાય છે.
- ઑક્સિજન અને હાઇડ્રોજન
- હા. આ રાસાયણિક ફેરફાર છે.
પ્રશ્ન 4.
આકૃતિ (a)માં દર્શાવેલ પરિપથમાં બલ્બ પ્રકાશિત થતો નથી. તેથી રાજુ આકૃતિ (b) મુજબનો નવો પરિપથ બનાવે છે. પરિણામે રાજુને ચુંબકીય સોયનું કોણાવર્તન જોવા મળે છે, તો
(a) ચુંબકીય સોયનું કોણાવર્તન શાનો નિર્દેશ કરે છે?
(b) આકૃતિ (a)માં દર્શાવેલ પરિપથમાંનો બલ્બ શા માટે પ્રકાશિત થતો નથી?
(c) આકૃતિ (b)માં દર્શાવેલ ચુંબકીય સોયની આસપાસ વીંટાળેલા વાહકતારના, આંટાઓની સંખ્યા વધારવામાં આવે, તો શું થાય?
(d) આકૃતિ (b)માં દર્શાવેલ બૅટરીના વિદ્યુતકોષોની સંખ્યા વધારવામાં આવે, તો કયું અવલોકન જોવા મળશે?
ઉત્તર:
(a) પરિપથમાં વિદ્યુતપ્રવાહનું વહન થઈ રહ્યું છે તેનો નિર્દેશ કરે છે.
(b) પરિપથમાં વહેતો પ્રવાહ નિર્બળ હોવાને લીધે બલ્બ પ્રકાશિત થતો નથી.
(c) ચુંબકીય સોયનું કોણાવર્તન વધશે.
(d) ચુંબકીય સોયનું કોણાવર્તન હજુ પણ વધશે.
HOTS પ્રકારના પ્રસ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
વિદ્યુતપ્રવાહ …………………….. અસર ઉત્પન્ન કરી શકે છે.
A. માત્ર ઉષ્મીય
B. માત્ર રાસાયણિક
C. માત્ર ચુંબકીય
D. રાસાયણિક, ઉષ્મીય અને ચુંબકીય ત્રણેય
ઉત્તર:
D. રાસાયણિક, ઉષ્મીય અને ચુંબકીય ત્રણેય
પ્રશ્ન 2.
બૂઝોના કાકાએ પોતાના ગામની નજીક એક ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું કારખાનું બનાવ્યું છે. કારખાનાના નકામા કચરાનો નિકાલ કઈ રીતે અથવા ક્યાં કરવો જોઈએ?
A. નજીકની નદીમાં
B. નજીકના તળાવમાં
C. નજીકના અનાજના ખેતરમાં
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તર:
D. આપેલ પૈકી એકેય નહિ
પ્રશ્ન 3.
નીચેનામાંથી કયું દ્રાવણ પ્રવાહી વિદ્યુતનું અવાહક છે?
A. લીંબુનું શરબત
B. વનસ્પતિ તેલ
C. વિનેગરનું દ્રાવણ
D. નળનું પાણી
ઉત્તર:
B. વનસ્પતિ તેલ
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયું દ્રાવણ નીચેની આકૃતિમાં દર્શાવેલ બલ્બને પ્રકાશિત કરી શકશે નહીં?
A. સોડિયમ ક્લૉરાઇડનું દ્રાવણ
B. કૉપર સલ્ફટનું દ્રાવણ
C. ખાંડનું દ્રાવણ
D. સિલ્વર નાઈટ્રેટનું દ્રાવણ બૅટરી
ઉત્તરઃ
C. ખાંડનું દ્રાવણ