This GSEB Class 8 Maths Notes Chapter 5 માહિતીનું નિયમન covers all the important topics and concepts as mentioned in the chapter.
માહિતીનું નિયમન Class 8 GSEB Notes
→ રોજબરોજના જીવનમાં અનેક કિસ્સા દ્વારા એકત્રિત કરાતી વિગતને માહિતી (Data) કહેવામાં આવે છે.
→ માહિતીનો ટૂંકમાં અભ્યાસ કરવા માટે તેને આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે.
→ ચિત્ર આલેખ (A Actograph) : આપેલી માહિતીને ચોક્કસ સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતને ચિત્ર આલેખ કહેવાય છે.
→ લંબ આલેખ (દંડ આલેખ) (A Bar Graph): સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબ આલેખ કહે છે. અહીં સ્તંભોની ઊંચાઈ જે-તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે. સ્તંભોની પહોળાઈનું કોઈ મહત્ત્વ હોતું નથી.
→ દ્વિ-લંબ આલેખ (Double Bar Graph): જે લંબ આલેખમાં બે પ્રકારની માહિતીને એકસાથે દર્શાવવામાં આવે છે તેને દ્વિ-લંબ આલેખ કહેવામાં આવે છે.
→ અવલોકન (Observation) ઃ તપાસ હેઠળની વસ્તુ કે એકમ સાથે સંકળાયેલ ચલના લક્ષણનાં માપને અવલોકન કહે છે.
→ માહિતી (Data): અવલોકનોના સમૂહને માહિતી કહે છે.
→ પ્રાપ્તાંક (Observed value) : ચલનાં લક્ષણ પર મળતાં અવલોકનોની કિંમતને પ્રાપ્તાંક કહે છે.
→ માહિતીનો વિસ્તાર (Range of Data): મળેલા પ્રાપ્તાંકો પૈકી મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંક વચ્ચેના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે.
→ માહિતીના પ્રકારઃ માહિતીના બે પ્રકાર હોય છે
- સંખ્યાત્મક માહિતી
- ગુણાત્મક માહિતી
→ વર્ગીકરણ Classification) માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મો અનુસાર જુદા જુદા વર્ગોમાં કે સમૂહોમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે.
→ આવૃત્તિ (Frequency) : આવૃત્તિ-વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકો છે તે દર્શાવતી સંખ્યાને તે વર્ગની આવૃત્તિ કહે છે.
→ આવૃત્તિ-વિતરણ (Frequency Distribution) સંખ્યાત્મક માહિતીનાં ચલનાં મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ| વિતરણ કહે છે.
→ વર્ગ (Class) : જ્યારે સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે જુદા જુદા સમૂહોમાં વહેંચી નાખવામાં આવે, ત્યારે આ પ્રત્યેક સમૂહને વર્ગ કહે છે.
→ માહિતીને એક જ વર્તુળના ભાગ તરીકે દર્શાવીએ, તો તેને વર્તુળ-આલેખ અથવા પાઈ-ચાર્ટ કહેવાય. અથવા વર્તુળાકાર પ્રદેશ દ્વારા કરવામાં આવતી માહિતીની ચિત્રાત્મક રજૂઆતને વર્તુળ-આલેખ કહે છે.
→ વર્તુળ-આલેખમાં માહિતી દર્શાવવા માટે માહિતીને અંશમાપમાં ફેરવવી પડે.
→ વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યાઓ વડે બનતા બધા ખૂણાઓનાં માપનો સરવાળો 360° થાય છે.
→ જ્યારે ખૂણાઓનાં માપ સિવાયની માહિતીને અંશમાપમાં ફેરવવી હોય, ત્યારે 360°નો આધાર લેવાય છે. વર્તુળ-આલેખ દોરવોઃ
→ આપેલી પ્રત્યેક માહિતીને 360°ના આધારે અંશમાપમાં ફેરવવામાં આવે છે.
→ દરેક માહિતી માટે એવી બે ત્રિજ્યાઓ દોરવામાં આવે છે કે જેથી બનતા ખૂણાનું માપ આપેલી માહિતીના અંશમાપ જેટલું હોય.
→ આપણે સામાન્ય બોલચાલની ભાષામાં “સંભાવના’, ‘તક’, “મોટે ભાગે, ‘શક્યતા’ વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ.
→ કોઈ પ્રયત્નની ચોક્કસ પરિસ્થિતિમાં વિશ્લેષણ મેળવવાનો ગાણિતિક અભ્યાસ એટલે સંભાવના.
→ પ્રયત્ન: પ્રયત્ન એ એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે છે.
→ ઘટના: પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગનાં કેટલાંક પરિણામોનું એકત્રીકરણ છે.