This GSEB Class 8 Maths Notes Chapter 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter.
ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ Class 8 GSEB Notes
→ કેટલીક સમતલ આકૃતિઓને બે જ માપ હોય છે ? લંબાઈ અને પહોળાઈ. આવા આકારો દ્વિ-પરિમાણીય (Two-Dimensional) આકાર કહેવાય છે. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ વગેરે 2-D આકાર છે.
→ કેટલાક ઘન પદાર્થને ત્રણ માપ હોય છે : લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ (કે ઊંડાઈ). આવા પદાર્થો ત્રિ-પરિમાણીય (Three-Dimensional) આકાર કહેવાય છે. સમઘન, નળાકાર, શંકુ, ગોલક વગેરે 3-D આકાર છે.
→ નકશા દ્વારા નિશ્ચિત વસ્તુ / સ્થળને અન્ય વસ્તુ / સ્થળની સાપેક્ષ(સંદર્ભ)માં દર્શાવાય છે.
→ જુદી જુદી વસ્તુસ્થળને દર્શાવવા માટે જુદા જુદા સંકેતોનો (સંજ્ઞાઓનો) ઉપયોગ થાય છે.
→ નકશામાં કોઈ પરિપ્રેક્ષ્ય (યથાર્થ ચિત્ર) કે સંદર્ભ નથી, જેથી નકશામાં દષ્ટિબિંદુ કે દષ્ટિકોણને કોઈ સ્થાન નથી. એટલે કે નકશામાં નજીકની વસ્તુ મોટી અને દૂરની વસ્તુ નાની દર્શાવવાની જરૂર હોતી નથી. નકશામાં દરેક સમાન વસ્તુનું કદ એકસરખું રાખવામાં આવે છે. કોઈ પણ સ્થળનો નકશો હંમેશાં તેના Top View(ઉપરથી દેખાતું દશ્ય)ને ધ્યાનમાં રાખી દોરવામાં આવે છે. નકશામાં અન્ય કોઈ દશ્ય(view)ને સ્થાન નથી.
→ નકશામાં પ્રમાણમાપ(સ્કેલમાપ)નો ઉપયોગ થાય છે. નિશ્ચિત નકશા માટે પ્રમાણમાપ (સ્કેલમા૫) એક જ રહે છે એટલે કે બદલાતું નથી. વાસ્તવિક અંતરને પ્રમાણસર ઘટાડીને નકશાને કાગળ પર દર્શાવાય છે.
→ સમઘન, લંબઘન, પ્રિઝમ, પિરામિડ જેવા ઘન આકારોને ફલક (Faces), ધાર (Edges) તથા શિરોબિંદુ (Vertices) હોય છે. આવા ઘનને બહુફલક (Polyhedrons) કહેવાય છે.
‘યુલરનું સૂત્ર’ → F + V – E = 2
બહુલકના અગત્યના બે પ્રકાર છે: ( 1 ) પ્રિઝમ ( i ) પિરામિડ
પ્રિઝમઃ જે બહુફલકનો પાયો અને મથાળું એકરૂપ (Congruent) બહુકોણ હોય અને બાકીના ફલક સમાંતરબાજુ ચતુષ્કોણ હોય તેને પ્રિઝમ કહે છે. પ્રિઝમનો પાયો ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, સમાંતરબાજુ ચતુષ્કોણ હોઈ શકે.
પિરામિડઃ આ બહુફલકનો પાયો કોઈ પણ સંખ્યાવાળો બહુકોણ હોય છે. તેના ફલકો પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણ હોય છે. આ ત્રિકોણાકાર ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે.
→ જેનો પાયો ત્રિકોણ હોય તે ત્રિકોણીય પ્રિઝમ, જેનો પાયો ચોરસ હોય તે ચતુષ્કોણીય પ્રિઝમ… એમ ઓળખાય.
→ જેનો પાયો ત્રિકોણ હોય તે ત્રિકોણીય પિરામિડ, જેનો પાયો ચોરસ હોય તે ચતુષ્કોણીય પિરામિડ… એમ ઓળખાય.