This GSEB Class 7 Science Notes Chapter 18 દૂષિત પાણીની વાર્તા covers all the important topics and concepts as mentioned in the chapter.
દૂષિત પાણીની વાર્તા Class 7 GSEB Notes
→ 22 માર્ચ – વિશ્વ જળદિન
→ એક અહેવાલ મુજબ આશરે 1 બિલિયન (અબજ) મનુષ્યોને પીવા માટે સલામત અને શુદ્ધ પાણી નથી.
→ વસ્તીવધારો, પ્રદૂષણ, ઔદ્યોગિક વિકાસ, ગેરવ્યવસ્થા અને બીજાં ઘણાં પરિબળોને કારણે પાણીની અછત વધતી જાય છે.
→ પાણી શુદ્ધીકરણ એ બધા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલા દૂર કરવાની પ્રક્રિયા છે. આ પ્રકારની ક્રિયાવિધિ એ સામાન્ય રીતે સુએઝ ટ્રીટમેન્ટ’ તરીકે ઓળખાય છે.
→ સુએઝ (ગટરોનું ગંદું પાણી) એ પ્રવાહી કચરો છે. તેમાંના મોટા ભાગનું પાણી એ દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવે છે. આ દ્રવ્યોને પ્રદૂષકો કહે છે.
→ પ્રદૂષિત પાણીના શુદ્ધીકરણની પ્રક્રિયામાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, જે પ્રદૂષિત પાણીને દૂષિત કરતા ભોતિક, રાસાયણિક અને જૈવિક ઘટકોને દૂર કરે છે.
→ નદીનું પાણી કુદરતી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ થાય છે, જે પ્રમાણે સુએઝ ટ્રીટમેન્ટ પ્રક્રિયામાં કરવામાં આવે છે.
→ ખુલ્લી ગટરો ઉભરાય છે ત્યારે રસ્તા પર તથા મકાનની આજુબાજુ ગંદુ પાણી વહે છે.
→ ખાદ્યતેલ અને ચરબી ગટરમાં ના ખાલી કરવા જોઈએ. તેલ અને ચરબીને કચરાપેટીમાં નાખવા જોઈએ. રંગકો, જંતુનાશકો, દવાઓ, મોટર ઑઇલ, રસાયણો પાણીના શુદ્ધીકરણમાં મદદ કરતાં સૂક્ષ્મ જીવોને મારી નાખે છે. તેથી તેમને સીધા ગટરમાં ન નાખવા.
→ નબળી સફાઈ અને દૂષિત પીવાનું પાણી વિવિધ પ્રકારના રોગોનાં કારણ છે.
→ હજુ ઘણા લોકો ખુલ્લામાં, નદીકિનારે, રેલવે ટ્રેક પર, ખેતરોમાં અને ઘણી વાર સીધા પાણીમાં મળ ત્યાગ કરે છે. સારવાર ન પામેલ મળ એ સ્વાથ્ય માટે હાનિકારક છે.
→ દૂષિત પાણીથી ટાઈફોઈડ, કૉલેરા, કમળો, ઝાડા જેવા પાણીજન્ય રોગો થાય છે.
→ કેટલીક સંસ્થાઓ માનવમળ નિકાલ ટેક્નોલૉજી પ્રદાન કરે છે. આવા શૌચાલયોને સફાઈની જરૂરત રહેતી નથી. શૌચાલયોમાંથી સીધો મળ ઢંકાયેલ પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે.
→ આપણે આપણું વાતાવરણ સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે ફાળો આપવો જોઈએ. તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે.