Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 14 વિધુતપ્રવાહ અને તેની અસરો Important Questions and Answers.
GSEB Class 7 Science Important Questions Chapter 14 વિધુતપ્રવાહ અને તેની અસરો
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નોઃ
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો
પ્રશ્ન 1.
વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે?
A. વિદ્યુતકોષ
B. ટ્યૂબલાઇટ
C. ક્યૂઝ
D. વિદ્યુત બલ્બ
ઉત્તરઃ
A. વિદ્યુતકોષ
પ્રશ્ન 2.
વિદ્યુત વાપરતું સાધન કયું છે?
A. વિદ્યુત બલ્બ
B. વિદ્યુતકોષ
C. વિદ્યુતકળ
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
A. વિદ્યુત બલ્બ
પ્રશ્ન 3.
વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે?
ઉત્તરઃ
(B)
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુતકોષ વપરાતો નથી?
A. ટૉર્ચ
B. TV રિમોટ
C. ઘડિયાળ
D. ફ્યુઝ
ઉત્તરઃ
D. ફ્યુઝ
પ્રશ્ન 5.
કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે?
A. વિદ્યુતઈસ્ત્રી
B. વિદ્યુત વૉટર હીટર
C. વિદ્યુત બલ્બ
D. રૂમ હીટર
ઉત્તરઃ
C. વિદ્યુત બલ્બ
પ્રશ્ન 6.
નીચેનામાંથી કયું સાધન વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે?
A. ગીઝર
B. વિદ્યુતચુંબક
C. વિદ્યુતકળ
D. વિદ્યુતકોષ
ઉત્તરઃ
A. ગીઝર
પ્રશ્ન 7.
નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે?
A. વિદ્યુત હીટર
B. ઇલેક્ટ્રિક સગડી
C. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી
D. વિદ્યુત ઘંટડી
ઉત્તરઃ
D. વિદ્યુત ઘંટડી
પ્રશ્ન 8.
ફ્યૂઝ વિદ્યુતપ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે?
A. ઉષ્મીય
B. ચુંબકીય
C. શારીરિક
D. રાસાયણિક
ઉત્તરઃ
A. ઉષ્મીય
2. ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
બે કે બેથી વધુ વિદ્યુતકોષોના જોડાણને ……………….. કહે છે.
ઉત્તરઃ
બૅટરી
પ્રશ્ન 2.
વિદ્યુતકોષની સંજ્ઞામાં ટૂંકી અને જાડી રેખા …………………… ધ્રુવ દર્શાવે છે.
ઉત્તરઃ
કણ
પ્રશ્ન 3.
સંજ્ઞાઓની મદદ વડે વિદ્યુત પરિપથની …………………………. દોરવી ઘણી જ સરળ છે.
ઉત્તરઃ
રેખાકૃતિ
પ્રશ્ન 4.
બલ્બની અંદરના પાતળા તારને ………………………. કહે છે.
ઉત્તરઃ
ફિલામેન્ટ
પ્રશ્ન 5.
ઇલેક્ટ્રિક હીટરમાંના તારના ગૂંચળાને ………………………… કહે છે.
ઉત્તરઃ
ઍલિમેન્ટ
પ્રશ્ન 6.
વિદ્યુત ઘંટડી, વિદ્યુતપ્રવાહની …………………… અસર પર કાર્ય કરતું સાધન છે.
ઉત્તરઃ
ચુંબકીય
3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો?
પ્રશ્ન 1.
વિદ્યુત બૅટરી માટે કઈ સંજ્ઞા વપરાય છે?
ઉત્તરઃ
પ્રશ્ન 2.
નિક્રોમ તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તાર ખૂબ ગરમ થાય છે. આને વિદ્યુતપ્રવાહની કઈ અસર કહે છે?
ઉત્તરઃ
ઉષ્મીય
પ્રશ્ન 3.
વિદ્યુત ઘંટડીમાં કયું ચુંબક વપરાય છે?
ઉત્તરઃ
વિદ્યુતચુંબક
પ્રશ્ન 4.
વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો?
ઉત્તરઃ
ઑસ્ટી
પ્રશ્ન 5.
ઇલેક્ટ્રિક હીટરમાં વપરાતું તારનું ગૂંચળું શાનું બનેલું હોય છે?
ઉત્તરઃ
નિકોમ
4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
સામાન્ય વ્યવહારમાં વપરાતા કેટલાક વિદ્યુતના ઘટકોને સંજ્ઞા વડે દર્શાવી શકાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
ટૉર્ચમાં બે કે ત્રણ વિદ્યુતકોષોને એકની પાછળ એક તે રીતે ગોઠવવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 3.
કેટલીક વખત વિદ્યુત હોલ્ડરમાં વિદ્યુતકોષોને પાસપાસે ગોઠવવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
વિદ્યુતકળને વિદ્યુત પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
બંધ પરિપથ હોય ત્યારે પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુતપ્રવાહ વહેતો નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
ફ્યૂઝ વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
વિદ્યુતઈસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 8.
વિદ્યુતચુંબકનું ચુંબકત્વ કાયમી હોય છે.
ઉત્તરઃ
ખોટું
5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
વિદ્યુતકોષને કેટલા ધ્રુવો છે? કયા કયા?
ઉત્તરઃ
વિદ્યુતકોષને બે ધ્રુવો છેઃ
- ધન ધ્રુવ
- ઋણ ધ્રુવ
પ્રશ્ન 2.
વિદ્યુતકોષની સંજ્ઞામાં ધન ધ્રુવ માટે અને ઋણ ધ્રુવ માટે કઈ સંજ્ઞા છે?
ઉત્તરઃ
વિદ્યુતકોષના ધન ધ્રુવ માટે લાંબી ઊભી રેખા (|) અને ઋણ ધ્રુવ માટે ટૂંકી જાડી રેખા (l) વપરાય છે.
પ્રશ્ન 3.
વિધુતકળ માટે જોડાણની અવસ્થા અને ખુલ્લી અવસ્થા માટે કઈ કઈ સંજ્ઞાઓ વપરાય છે?
ઉત્તર:
વિદ્યુતકળ માટે જોડાણની અવસ્થા (ON) માટે સંજ્ઞા અને. ખુલ્લી અવસ્થા (OFF) માટે સંજ્ઞા વપરાય છે.
પ્રશ્ન 4.
કયાં વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુતકોષ વપરાય છે?
ઉત્તરઃ
ટૉર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, Tv રિમોટ, AC રિમોટ કંટ્રોલ, ઘડિયાળ અને કેટલાંક રમકડાંમાં વિદ્યુતકોષ વપરાય છે.
પ્રશ્ન 5.
બૅટરી કોને કહે છે?
ઉત્તરઃ
બે કે તેથી વધુ વિદ્યુતકોષોના જોડાણને બૅટરી કહે છે.
પ્રશ્ન 6.
વિદ્યુત પરિપથમાં જોડેલો બલ્બ ક્યારે પ્રકાશિત થઈ શકે?
ઉત્તર:
જ્યારે વિદ્યુતકળ જોડાણની સ્થિતિમાં (ON) હોય અને વિદ્યુત પરિપથ સંપૂર્ણ થયેલો હોય ત્યારે જ બલ્બ પ્રકાશિત થઈ શકે છે.
પ્રશ્ન 7.
બંધ વિદ્યુત પરિપથ કોને કહે છે?
ઉત્તરઃ
જ્યારે વિદ્યુતકળ જોડાણની ON) અવસ્થામાં હોય ત્યારે બૅટરીના ધન છેડાથી બૅટરીના કણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. આવા પરિપથને બંધ પરિપથ કહે છે.
પ્રશ્ન 8.
ખુલ્લો પરિપથ કોને કહે છે?
ઉત્તરઃ
જ્યારે વિદ્યુતકળ ખુલ્લી (OFF) અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. તેને ખુલ્લો પરિપથ કહે છે.
પ્રશ્ન 9.
વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતાં સાધનો જણાવો.
ઉત્તરઃ
વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતાં સાધનો ઇલેક્ટ્રિક ઈસ્ત્રી, રૂમ હીટર, ઇલેક્ટ્રિક વૉટર હીટર, ઇલેક્ટ્રિક કિટલી, હેર ડ્રાયર, હૉટ પ્લેટ, ઇલેક્ટ્રિક સગડી વગેરે છે.
પ્રશ્ન 10.
વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતાં સાધનો જણાવો.
ઉત્તરઃ
વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતાં સાધનો વિદ્યુત ઘંટડી, ટેલિગ્રાફ, ટેલિફોન, માઇક્રોફોન, ભારે વજન ઊંચકતા ક્રેન વગેરે છે.
પ્રશ્ન 11.
વિદ્યુત જનરેટર શું છે?
ઉત્તરઃ
વિદ્યુત જનરેટર એ યાંત્રિક ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર કરી વિદ્યુતઊર્જા ઉત્પન્ન કરતું સાધન છે.
પ્રશ્ન 12.
પ્રકાશ માટે વિદ્યુત બલ્બ વાપરતાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, જે વિદ્યુતનો વ્યય છે. વિદ્યુતનો વ્યય ઘટાડવા વિદ્યુત બલ્બને બદલે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર:
વિદ્યુત બલ્બને બદલે ફ્લોરેસન્ટ ટ્યૂબલાઈટ, કૉપેક્ટ ફ્લોરેસન્ટ લેમ્પ (CFL) તથા એલઇડી (LED) બલ્બનો ઉપયોગ કરવાથી વિદ્યુતનો વ્યય ઘટાડી શકાય છે.
પ્રશ્ન 13.
તારમાં વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કઈ બાબતો પર આધાર રાખે છે?
ઉત્તરઃ
તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તારના દ્રવ્ય પર, તારની લંબાઈ પર અને જાડાઈ (આડછેદના ક્ષેત્રફળ) પર આધાર રાખે છે.
પ્રશ્ન 14.
વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે?
ઉત્તર:
વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય થોમસ આલ્વા એડિસનને ફાળે જાય છે.
પ્રશ્ન 15.
યૂઝમાં કયા પ્રકારનો તાર વપરાય છે?
ઉત્તરઃ
વિદ્યુત પરિપથમાં ખૂબ વધુ પ્રમાણમાં વિદ્યુતપ્રવાહ પસાર થાય ત્યારે તરત જ પીગળી જાય અને તૂટી જાય તેવા ખાસ પ્રકારના દ્રવ્યોમાંથી બનાવેલો તાર વપરાય છે.
[ટ્યૂિઝનો તાર સામાન્ય રીતે કલાઈ અને સીસાની મિશ્રધાતુમાંથી બનાવવામાં આવે છે.]
(B) ટૂંકજવાબી પ્રશ્નો
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
બૅટરી એટલે શું? બૅટરીમાં વિદ્યુતકોષોની ગોઠવણી સમજાવો.
ઉત્તર:
એક વિદ્યુતકોષનો ધન ધ્રુવ ત્યાર પછીના વિદ્યુતકોષના ઋણ ધ્રુવ સાથે ‘જોડવામાં આવે છે. આવા બે કે બેથી વધુ વિદ્યુતકોષના જોડાણને બૅટરી કહે છે.
ટૉર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, TVનું કે ACનું રિમોટ કંટ્રોલ જેવાં ઘણાં વિદ્યુત ઉપકરણોમાં બે કે બેથી વધુ વિદ્યુતકોષો જોડવા પડે છે. કેટલાંક ઉપકરણોમાં જેવાં કે ટૉર્ચ, રમકડાં વગેરેમાં વિદ્યુતકોષોને એકની પાછળ એક એ રીતે ગોઠવવામાં આવે છે, તો કેટલાકમાં વિદ્યુતકોષોને પાસપાસે ગોઠવવામાં આવે છે.
એક વિદ્યુતકોષના ધન ધ્રુવને ત્યાર પછી ગોઠવેલા બીજા વિદ્યુતકોષના ઋણ ધ્રુવ સાથે જાડા તાર કે ધાતુની પટ્ટી વડે જોડેલા હોય છે.
પ્રશ્ન 2.
બંધ વિદ્યુત પરિપથ અને ખુલ્લો પરિપથ એટલે શું? આકૃતિ દોરી સમજાવો.
ઉત્તરઃ
બંધ વિદ્યુત પરિપથ : જ્યારે વિદ્યુતકળા જોડાણની (ON) અવસ્થામાં હોય ત્યારે બૅટરીના ધન ધ્રુવથી બૅટરીના કણ ધ્રુવ સુધીનો પરિપથ પૂર્ણ . થાય છે. આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે ? છે. આ પરિપથમાં વિદ્યુતપ્રવાહ બધા ભાગોમાંથી વહે છે. આ વખતે બલ્બ પ્રકાશે છે.
ખુલ્લો વિદ્યુત પરિપથ : જ્યારે વિદ્યુતકળ ખુલ્લી (OFF) અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. તેને ખુલ્લો પરિપથ કહે છે. આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુતપ્રવાહ વહેતો નથી. તેથી બલ્બ પ્રકાશિત થતો નથી.
પ્રશ્ન 3.
વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર સમજાવો.
ઉત્તર :
વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને તેના બે છેડા વચ્ચે નિકોમનો તાર મૂકો. વિદ્યુતકળને જોડાણની (ON) સ્થિતિમાં લાવો. આથી વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહ પસાર થશે. થોડી સેકન્ડ પછી નિક્રોમનો તાર ગરમ થયેલ માલમ પડે છે. વધુ સમય સુધી વિદ્યુતપ્રવાહ પસાર થવા દેતા નિક્રમનો તાર વધુ ગરમ થાય છે. આમ, તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આને વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર કહે છે.
પ્રશ્ન 4.
વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ શો છે?
ઉત્તરઃ
વિદ્યુત પરિપથમાં રાખેલા ક્યૂઝનો તાર જલદી પીગળી જાય તેવી ધાતુનો * બનેલો હોય છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર ઉત્પન્ન થતી ઉષ્માને લીધે પીગળી જાય છે અને વિદ્યુતપ્રવાહ પરિપથમાં વહેતો બંધ થઈ જાય છે. આથી વિદ્યુત ઉપકરણોને તેમજ પરિપથને થતું નુક્સાન અટકે છે. આ માટે વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે.
પ્રશ્ન 5.
વિદ્યુત પરિપથમાં રાખેલો યૂઝ ક્યારે ઊડી જાય છે? ક્યૂઝ ઊડી જાય ત્યારે શું થાય છે?
ઉત્તરઃ
ફ્યુઝનો તાર ખાસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવે છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ક્યૂઝનો તાર પીગળીને તૂટી જાય છે. આને ક્યૂઝ ઊડી ગયો તેમ કહેવાય છે. ક્યૂઝ ઊડી જવાથી વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. આથી – વિદ્યુત ઉપકરણો કામ આપતાં બંધ થઈ જાય છે અને વિદ્યુત પરિપથને તેની સાથે જોડેલાં વિદ્યુત ઉપકરણોને નુકસાન થતું અટકે છે.
પ્રશ્ન 6.
વિદ્યુત પરિપથમાં જોડેલી MCB (એમસીબી) શું છે?
ઉત્તરઃ
ઘર, ઑફિસ કે કારખાનામાં વિદ્યુત પરિપથમાં શૉર્ટસર્કિટથી બચવા માટે રૂમમાં બોર્ડ પર MCBની ગોઠવણ કરેલી હોય છે. હાલના સમયમાં યૂઝના સ્થાને MCB(મિનિએચર સર્કિટ બ્રેકર)નો વપરાશ વધવા લાગ્યો છે. આ ખાસ પ્રકારની વિદ્યુતકળ (સ્વિચ) છે, જે વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય કે ઑવરલૉડિંગ થાય ત્યારે આપમેળે બંધ (OFF) થઈ જાય છે. તમે તેને ચાલુ (ON) કરો ત્યારે ફરીથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આથી શોર્ટસર્કિટ કે આગ લાગવાની ઘટના બનતી અટકે છે.
પ્રશ્ન 7.
શૉર્ટસર્કિટ એટલે શું? ઑવરલૉડિંગ એટલે શું? તેમનાથી શું નુકસાન થાય?
ઉત્તરઃ
શૉર્ટસર્કિટઃ પરિપથના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવના વાયરો ભેગા થઈ જાય તેને શૉર્ટસર્કિટ કહે છે. જ્યારે વાહક તાર ઉપર ચઢાવેલ અવાહક પડ તૂટી ગયું હોય અથવા સાધનમાં ખામી ઊભી થાય ત્યારે શૉર્ટસર્કિટ થવાની સંભાવના રહે છે. પરિપથમાં જે બિંદુએ શૉર્ટસર્કિટ થયું હોય ત્યાં તણખા ઝરે છે અને આગ લાગવાની સંભાવના રહે છે.
ઑવરલોડિંગ : જ્યારે એક જ વિદ્યુતના સૉકેટમાં ઘણાં ઉપકરણો જોડવામાં આવે છે ત્યારે વધુ પ્રમાણમાં વિદ્યુતપ્રવાહ વાહક તારમાં વહે છે. આ વિદ્યુતપ્રવાહ વાહક તારની ક્ષમતા કરતાં વધારે હોય, ત્યારે વાહક તાર ગરમ થઈ જાય છે. આવી – પરિસ્થિતિને ઑવરલૉડિંગ કહે છે. ઑવરલૉડિંગને કારણે કેટલીક વાર વાયરિંગ બળી જાય છે કે આગ લાગે છે. આથી આપણે AC કે રેફ્રિજરેટર જેવાં વધુ વિદ્યુતપ્રવાહ ખેંચતાં ઉપકરણો માટે 15 A ક્ષમતાવાળો વાયર વાપરીએ છીએ.
પ્રશ્ન 8.
વિદ્યુતચુંબકના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
વિદ્યુતચુંબકના ઉપયોગો નીચે મુજબ છે : (1) વિદ્યુત ઘંટડીમાં વિદ્યુતચુંબક તરીકે (2) ટેલિગ્રાફ જેવાં સાધનોમાં (3) બંદરો પર માલ ઉતારવા-ચડાવવા માટે કેનમાં ઉપયોગ (4) કચરાના ઢગલામાંથી લોખંડનો ભંગાર જુદો કરવા ક્રેનમાં (5) આંખમાં લોખંડની રજકણો પડી હોય તો તેને દૂર કરવા (6) કેટલાંક રમકડાંની બનાવટમાં
2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે.
ઉત્તરઃ
- ઘરમાં આપવામાં આવતા વિદ્યુતપ્રવાહની પ્રબળતા કોઈ વાર વધી જવાની સંભાવના રહેલી છે. આથી વિદ્યુતનાં સાધનોને નુકસાન થાય છે.
- વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવાથી વિદ્યુતપ્રવાહની પ્રબળતા વધારે હોય ત્યારે ક્યૂઝનો તાર પીગળી જાય છે.
- આથી તરત જ વિદ્યુત પરિપથ ખુલ્લો બને છે. પરિણામે ઘરમાં વિદ્યુતપ્રવાહ આવતો બંધ થઈ જાય છે અને વિદ્યુતનાં સાધનોને તેમજ વિદ્યુત પરિપથને થતું નુકસાન અટકે છે. આથી વિદ્યુત પરિપથમાં ક્યૂઝ રાખવામાં આવે છે.
પ્રશ્ન 2.
વિદ્યુત ઈસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે.
ઉત્તરઃ
- નિક્રોમના તારનો વિદ્યુત અવરોધ વધારે છે.
- આથી તેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તે સખત ગરમ થઈ જાય છે.
- આ વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર છે.
- નિક્રોમના તાર દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા ખૂબ વધારે હોવાથી વિદ્યુતઈસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે.
પ્રશ્ન 3.
જોડકાં જોડો:
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) વિદ્યુત ડ્યૂઝ | (a) વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર |
(2) ઑસ્ટેડ | (b) વિદ્યુતચુંબક |
(3) બેટરી | (c) વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર |
(4) એડિસન | (d) બે કે બેથી વધુ વિદ્યુતકોષોનું જોડાણ |
(e) વિદ્યુત બલ્બ |
ઉત્તરઃ
(1) → (c), (2) → (a), (3) → (d), (4) → (e).
(C) વિસ્તૃત પ્રશ્નોઃ
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
વિદ્યુત ઘંટડીની આકૃતિ દોરી, તેની રચના અને કાર્ય સમજાવો.
ઉત્તર:
રચનાઃ
- લાકડાના બોર્ડ પર એક લોખંડના ટુકડા પર વીંટાળેલા વિદ્યુતના તારનું ગૂંચળું ફીટ કરેલું હોય છે. ગૂંચળું વિદ્યુતચુંબક તરીકે વર્તે છે.
- વિદ્યુતચુંબકની નજીક નરમ લોખંડની પટ્ટી રાખવામાં આવે છે. તેના એક છેડે લોખંડની હથોડી જોડેલી હોય છે.
- આ હથોડીની સામે સહેજ દૂર ધાતુની વાટકી ઝૂ વડે બેસાડેલી હોય છે.
- નરમ લોખંડની પટ્ટીની નજીક સંપર્ક ક્રૂ રાખેલો હોય છે.
- વિદ્યુતચુંબકના બે છેડા પૈકી એક છેડાને નરમ લોખંડની પટ્ટી સાથે અને બીજા છેડાને વિદ્યુતકોષ મારફતે ક્રૂ સાથે જોડેલો હોય છે.
કાર્યઃ
- સ્વિચ દબાવવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આથી વિદ્યુતચુંબકમાં વિદ્યુતપ્રવાહ પસાર થવાથી તેમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય છે.
- તેથી નરમ લોખંડની પટ્ટી વિદ્યુતચુંબક તરફ આકર્ષાય છે.
- આ વખતે પટ્ટીને છેડે રહેલી હથોડી ધાતુની વાટકી સાથે અથડાય છે અને અવાજ ઉત્પન્ન કરે છે.
- વિદ્યુતચુંબક લોખંડની પટ્ટીને આકર્ષે છે તે વખતે સ્કૂનું જોડાણ પટ્ટી સાથે તૂટી જતાં વિદ્યુત પરિપથમાં ભંગાણ પડે છે અને ગૂંચળામાંથી વહેતો વિદ્યુતપ્રવાહ અટકી જાય છે.
- ગૂંચળું હવે ચુંબક તરીકે રહેતું નથી. તેથી તે લોખંડની પટ્ટીને આકર્ષી શકતું નથી.
- લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને પાછી આવતા તે ફરીથી સ્કૂના સંપર્કમાં આવે છે.
- પટ્ટી ઝૂના સંપર્કમાં આવતા વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ વહે છે.
- આથી ગૂંચળું ચુંબક બનતા – લોખંડની પટ્ટીને આકર્ષે છે અને ફરીથી હથોડી ધાતુની વાટકી સાથે અથડાઈ અવાજ ઉત્પન્ન કરે છે.
- આ પ્રક્રિયા ઝડપથી ક્રમિક રીતે પુનરાવર્તન પામે છે અને ઘંટડી સતત રણકતી રહે છે.
પ્રશ્ન 2.
વિદ્યુત તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તારનું ગૂંચળું ચુંબક તરીકે વર્તે છે, તે સાબિત કરતો પ્રયોગ આકૃતિ સહિત વર્ણવો.
ઉત્તર:
વિદ્યુત તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે તે સાબિત કરવું.
સાધન-સામગ્રીઃ દીવાસળીની પેટી, વિદ્યુતનો તાર, વિદ્યુતકોષ, વિદ્યુત બલ્બ, વિદ્યુતકળ, હોકાયંત્રની સોય.
પદ્ધતિઃ
- વપરાઈ ગયો લી દીવાસળીની પેટીમાંથી અંદરનું ખાનું કાઢી લો. હવે, તેની ઉપર વિદ્યુતના તારના થોડાક આંટા મારીને તારને લપેટો.
- ખાનાની અંદરના ભાગમાં નાની હોકાયંત્રની ડબી મૂકો.
- હવે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને છેડાનું વિદ્યુતકળ તથા વિદ્યુતકોષ સાથે જોડાણ કરો.
- હોકાયંત્રની સોય કઈ દિશામાં સ્થિર છે તેની નોંધ કરો.
- હોકાયંત્રની સોય નજીક ગજિયા ચુંબકને લાવીને જુઓ કે શું થાય છે.
- હવે, હોકાયંત્રની સોયને ધ્યાનથી જોતાં જોતાં વિદ્યુતકળને ‘ON’ સ્થિતિમાં લાવો. તમે શું જોયું? શું હોકાયંત્રની સોયનું આવર્તન થયું?
- વિદ્યુતકળને “OFF” સ્થિતિમાં ખસેડો. શું હોકાયંત્રની સોય તેની મૂળભૂત સ્થિતિમાં આવી ગઈ?
પ્રયોગનું થોડા સમય સુધી પુનરાવર્તન કરો. આ પ્રયોગ શું દર્શાવે છે.
અવલોકનઃ
- હોકાયંત્રની સોય નજીક ગજિયા ચુંબકને લાવતાં સોયનું આવર્તન થાય છે.
- વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં હોકાયંત્રની સોયનું આવર્તન થાય છે.
- વિદ્યુત પરિપથમાં વિદ્યુતકળ OFF કરી વિદ્યુતપ્રવાહ બંધ કરતાં હોકાયંત્રની સોય મૂળ સ્થિતિમાં ઉત્તર-દક્ષિણ આવી જાય છે.
નિર્ણય:
વિદ્યુત પરિપથમાં વિદ્યુતના તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે નજીકમાં રહેલી હોકાયંત્રની સોયમાં આવર્તન થાય છે. આમ, આ વખતે વિદ્યુત તાર ચુંબક તરીકે વર્તે છે.
પ્રશ્ન ૩.
આપેલ લોખંડની ખીલીનું વિદ્યુતચુંબક બનાવવાનો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો.
ઉત્તર:
આપેલ લોખંડની ખીલીનું વિદ્યુતચુંબક બનાવવું.
સાધન-સામગ્રીઃ લોખંડની ખીલી, ઈસ્યુલેટેડ તાર, વિદ્યુતકોષ, વિદ્યુતકળ.
પદ્ધતિઃ
- આશરે 75 સેમી લાંબો ઈસ્યુલેટેડ (પ્લાસ્ટિક કે કપડાંના કવર ધરાવતો) વળી શકે તેવો તાર અને 6થી 10 સેમી લાંબી લોખંડની ખીલી લો.
- તારને ખીલીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વીંટાળી દો.
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓને વિદ્યુતકળ વડે વિદ્યુતકોષ સાથે જોડો.
- ખીલીની નજીક કે તેના પર થોડીક ટાંકણીઓ મૂકો.
- હવે, વિદ્યુતપ્રવાહ ચાલુ કરો. શું થાય છે? શું ટાંકણીઓ ખીલીની અણી પર વળગી જાય છે?
- વિદ્યુતપ્રવાહ બંધ કરો. શું હજી પણ ટાંકણીઓ ખીલીની અણી પર વળગી રહેલી છે?
અવલોકનઃ
તારનું ગૂંચળું (તારની કૉઇલ) તેમાં વિદ્યુતપ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે. જ્યારે વિદ્યુતપ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે તારનું ગૂંચળું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે.
નિર્ણય:
વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી લોખંડની ખીલી વિદ્યુતચુંબક બને છે.
પ્રશ્ન 4.
ટૂંક નોંધ લખોઃ ક્યૂઝ
ઉત્તરઃ
- ઘરમાં જોવા મળતા વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. મુખ્ય ક્યૂઝ સામાન્ય રીતે ઇલેક્ટ્રિક મીટરની બાજુમાં મૂકવામાં આવે છે.
- ફ્યુઝમાં ખાસ જાતનો ધાતુનો (લાઈ અને સીસાની મિશ્રધાતુનો) પાતળો તારનો ટુકડો ક્યૂઝના પોર્સેલિનના બનેલા હોલ્ડરમાં A અને B ભાગને જોડતો રહે તેમ બાંધવામાં આવે છે.
- શૂઝનો તાર સહેલાઈથી પીગળી જાય તેવો હોય છે.
- જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે. આને ક્યૂઝ ઊડી ગયો એમ કહેવાય છે.
- ક્યૂઝનો તાર પીગળી જવાથી વિદ્યુત પરિપથ ખુલ્લો થાય છે.
- આથી વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુતપ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને તેમને થતું નુકસાન કે આગ લાગવાનો બનાવ અટકે છે.
- ઊડી ગયેલા ક્યૂઝમાં નવો તાર બાંધી ક્યૂઝને કાર્યરત કરી શકાય છે.
HOTS પ્રકારના પ્રસ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંધી હતી?
A. ઑસ્ટેડ
B. વૉલ્ટાએ
C. ઍમ્પિયરે
D. ગેલેલિયોએ
ઉત્તરઃ
A. ઑસ્ટેડ
પ્રશ્ન 2.
નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુત-ઊર્જાનું પ્રકાશ-ઊર્જામાં રૂપાંતર થાય છે?
A. વિદ્યુતઇસ્ત્રી
B. ટ્યૂબલાઇટ
C. વિદ્યુત ઘંટડી
D. ફ્યુઝ
ઉત્તરઃ
B. ટ્યૂબલાઇટ
પ્રશ્ન 3.
નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુતચુંબકનો ઉપયોગ થાય છે?
A. હોકાયંત્ર
B. ઇલેક્ટ્રિક સ્ત્રી
C. વિદ્યુત ઘંટડી
D. વિદ્યુત હીટર
ઉત્તરઃ
C. વિદ્યુત ઘંટડી
પ્રશ્ન 4.
વાહક તારમાં વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો કઈ બાબત પર આધાર રાખતો નથી?
A. દ્રવ્યની જાત
B. તારની લંબાઈ
C. તારનું કદ
D. તારની જાડાઈ
ઉત્તરઃ
C. તારનું કદ
પ્રશ્ન 5.
નીચે વિદ્યુતચુંબક બનાવવા પરિપથ આપેલા છેઃ
ઉપરના પૈકી પ્રબળ વિદ્યુતચુંબકત્વ કયા પરિપથમાં ઉત્પન્ન થશે?
A. આકૃતિ (1)
B. આકૃતિ (2)
C. આકૃતિ (3)
D. આકૃતિ (4)
ઉત્તર:
D. આકૃતિ (4)