GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન Important Questions and Answers.

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

વિશેષ પ્રશ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો:

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :

પ્રશ્ન 1.
નીચેના પૈકી શ્વેતકણોનું કાર્ય કર્યું છે?
A. શરીરના કોષોને પોષક દ્રવ્યો પહોંચાડવાનું
B. શરીરના કોષોને ઑક્સિજન પહોંચાડવાનું
C. શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપવાનું
D. ઘા પડતા રુધિરના ગંઠાઈ જવાની ક્રિયા દ્વારા રુધિર વહેતું અટકાવવાનું
ઉત્તર:
C. શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપવાનું

પ્રશ્ન 2.
મનુષ્યના રુધિરનો કયો ઘટક હીમોગ્લોબિન ધરાવે છે?
A. શ્વેતકણ
B. રુધિરકણિકાઓ
C. રુધિરરસ
D. રક્તકણ
ઉત્તર:
D. રક્તકણ

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 3.
ધમની વિશેનું કયું વિધાન સાચું નથી?
A. ધમની હંમેશાં ઑક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે.
B. ધમની હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિરનું વહન કરે છે.
C. ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે.
D. ધમનીમાં વાલ્વ હોતાં નથી.
ઉત્તર:
A. ધમની હંમેશાં ઑક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે.

પ્રશ્ન 4.
શરીરના ભાગોમાંથી કાર્બન ડાયૉક્સાઈડયુક્ત (અશુદ્ધ) રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે?
A. જમણા ક્ષેપક
B. જમણા કર્ણક
C. ડાબા ક્ષેપક
D. ડાબા કર્ણક
ઉત્તર:
B. જમણા કર્ણક

પ્રશ્ન 5.
હૃદયના કયા ખંડોમાં ઑક્સિજનયુક્ત (શુદ્ધ) રુધિર હોય છે?
A. જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં
B. બંને કર્ણકોમાં
C. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં
D. બંને ક્ષેપકોમાં
ઉત્તર:
C. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 6.
હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસાંમાં આવે છે?
A. જમણા ક્ષેપક
B. ડાબા ક્ષેપક
C. જમણા કર્ણક
D. ડાબા કર્ણક
ઉત્તર:
A. જમણા ક્ષેપક

પ્રશ્ન 7.
હૃદયનો કયો ખંડ સૌપ્રથમ ઑક્સિજનયુક્ત રુધિર મેળવે છે?
A. જમણું કર્ણક
B. જમણું ક્ષેપક
C. ડાબું ક્ષેપક
D. ડાબું કર્ણક
ઉત્તર:
D. ડાબું કર્ણક

પ્રશ્ન 8.
રુધિર અને શરીરના કોષો વચ્ચે વિવિધ દ્રવ્યોનો વિનિમય કોના દ્વારા થાય છે?
A. ધમની
B. શિરા
C. કેશિકાઓ
D. વાહિકાઓ
ઉત્તર:
C. કેશિકાઓ

પ્રશ્ન 9.
કયાં પ્રાણીઓમાં પરિવહનતંત્રનો અભાવ છે?
A. પક્ષીઓ અને ઉભયજીવીઓ
B. મનુષ્ય અને માછલી
C. વાદળી અને જળવ્યાળ
D. વંદો અને અળસિયું
ઉત્તર:
C. વાદળી અને જળવ્યાળ

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 10.
પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા મૂત્રનો ત્યાગ કરે છે?
A. 1 – 1.8 લિટર
B. 3 – 5 લિટર
C. 5 – 7 લિટર
D. 4 – 5 લિટર
ઉત્તરઃ
A. 1 – 1.8 લિટર

2. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
રુધિરના પ્રવાહી ભાગને …………………………. કહે છે.
ઉત્તરઃ
રુધિરરસ

પ્રશ્ન 2.
શરીરના જુદા જુદા ભાગોમાંથી કાર્બન ડાયૉક્સાઇડયુક્ત રુધિર હૃદય તરફ લાવતી રુધિરવાહિનીને ……………………. કહે છે.
ઉત્તરઃ
શિરા

પ્રશ્ન 3.
શિરામાં ……………………….. આવેલા હોય છે, જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે.
ઉત્તરઃ
વાલ્વ

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 4.
ઑક્સિજનયુક્ત રુધિરને ફેફસાંમાંથી હદય તરફ લાવતી રુધિરવાહિનીને …………………….. કહે છે.
ઉત્તરઃ
ફફસીય શિરા

પ્રશ્ન 5.
હૃદયના ઉપરના બે ખંડોને ……………………. કહે છે.
ઉત્તરઃ
કર્ણકો

પ્રશ્ન 6.
ફુલ્ફસીય ધમની દ્વારા રુધિર ……………………….. માં વહન પામે છે.
ઉત્તરઃ
ફેફસાં

પ્રશ્ન 7.
ડૉક્ટર ………………………. સાધન દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે.
ઉત્તરઃ
સ્ટેથોસ્કોપ

પ્રશ્ન 8.
મનુષ્યના ઉત્સર્જનતંત્રનો અગત્યનો અવયવ ……………………. છે.
ઉત્તરઃ
મૂત્રપિંડ

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 9.
મૂત્રવાહિની ………………… અને ………………… ને જોડતી નળી છે.
ઉત્તરઃ
મૂત્રપિંડ, મૂત્રાશય

પ્રશ્ન 10.
મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા મશીન વડે ગાળવામાં આવે છે તે પદ્ધતિને ……………………. કહે છે.
ઉત્તરઃ
ડાયાલિસિસ

3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો:

પ્રશ્ન 1.
રુધિરના રક્તકણોમાં કયું રંજક દ્રવ્ય આવેલું છે?
ઉત્તરઃ
હીમોગ્લોબિન

પ્રશ્ન 2.
રુધિર ગંઠાવાની ક્રિયા કયા કોષો દ્વારા થાય છે?
ઉત્તરઃ
રુધિરકણિકાઓ

પ્રશ્ન 3.
હૃદયમાંથી ઑક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી રુધિરવાહિનીને શું કહે છે?
ઉત્તરઃ
ધમની

પ્રશ્ન 4.
હૃદયમાંથી કાર્બન ડાયૉક્સાઈયુક્ત રુધિરને ફેફસાં સુધી પહોંચાડતી રુધિરવાહિની કઈ છે?
ઉત્તરઃ
ફક્સીય ધમની

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 5.
ફુલ્ફસીય શિરામાં કેવું રુધિર હોય છે?
ઉત્તરઃ
ઑક્સિજનયુક્ત (શુદ્ધ) રુધિર

પ્રશ્ન 6.
હૃદયના નીચેના બે ખંડોને શું કહે છે?
ઉત્તરઃ
ક્ષેપકો

પ્રશ્ન 7.
રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે?
ઉત્તરઃ
રુધિરરસ

પ્રશ્ન 8.
રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવમાં થાય છે?
ઉત્તરઃ
મૂત્રપિંડ

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 9.
મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર ક્યાં એકઠું થાય છે?
ઉત્તરઃ
મૂત્રાશય

પ્રશ્ન 10.
પાણી અને ખનીજ ક્ષારોના દ્રાવણના વહન માટેની વાહક પેશી કઈ છે?
ઉત્તરઃ
જલવાહક પેશી

4. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
હીમોગ્લોબિનની હાજરીને લીધે શરીરના કોઈ ભાગને ઈજા થતા રુધિર ગંઠાઈ જાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
હૃદયના ધબકારા અને નાડી દર બંનેની સંખ્યા સરખી હોય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 3.
દોડતી વખતે નાડી દર વધે છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 4.
ધમનીમાં રુધિર શાંત પ્રવાહે એકધારું વહે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
શિરામાં વાલ્વ હોતા નથી, જ્યારે ધમનીમાં વાલ્વ હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 6.
રક્તકણો લાલ રંગના અને શ્વેતકણો સફેદ રંગના હોય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
કર્ણકો કરતાં ક્ષેપકો કદમાં મોટાં છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 8.
કર્ણકો કરતાં ક્ષેપકોની દીવાલ જાડી હોય છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 9.
હૃદયના ખંડોની દીવાલ સ્નાયુઓની બનેલી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 10.
ફુડુસીય ધમની ઑક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 11.
ઉચ્છવાસ દરમિયાન ફેફસાં દ્વારા કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 12.
મૂત્રમાં 95 % પાણી, 2.5 % યુરિયા અને 2.5 % બીજા નકામા દ્રવ્યો હોય છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 13.
જલવાહક પેશી ખોરાકનું વહન કરે છે.
ઉત્તરઃ
ખોટું

5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
રુધિરમાં કયા કયા કોષો હોય છે?
ઉત્તરઃ
રુધિરમાં આવેલા કોષો રક્તકણો, શ્વેતકણો અને રુધિરકણિકાઓ (કે ત્રાકકણો) છે.

પ્રશ્ન 2.
રુધિરમાં હીમોગ્લોબિનનું કાર્ય શું છે?
ઉત્તરઃ
રુધિરમાં રહેલું હીમોગ્લોબિન ઑક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોના કોષોને ઓક્સિજન પહોંચાડે છે.

પ્રશ્ન 3.
રુધિરમાં રહેલા શ્વેતકણોનું કાર્ય શું છે?
ઉત્તરઃ
રુધિરમાં રહેલા શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગમુક્ત રાખે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 4.
રુધિરવાહિનીઓના પ્રકાર જણાવો.
ઉત્તરઃ
રુધિરવાહિનીઓના ત્રણ પ્રકાર છેઃ

  1. ધમની
  2. શિરા
  3. કેશિકાઓ.

પ્રશ્ન 5.
ધમની કોને કહે છે?
ઉત્તરઃ
હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી રુધિરવાહિનીને , ધમની કહે છે.

પ્રશ્ન 6.
શિરા કોને કહે છે?
ઉત્તરઃ
શરીરના વિવિધ ભાગોમાંથી રૂધિરને હૃદય તરફ લઈ જતી રુધિરવાહિનીને શિરા કહે છે.

પ્રશ્ન 7.
ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક શા માટે હોય છે?
ઉત્તર:
ધમનીમાં રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે થતો હોવાથી ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે.

પ્રશ્ન 8.
નાડી દર એટલે શું?
ઉત્તરઃ
એક મિનિટમાં થતાં નાડી ધબકારની સંખ્યાને નાડી દર કહે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 9.
આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર જણાવો.
ઉત્તરઃ
આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર 72થી 80 જેટલો હોય છે.

પ્રશ્ન 10.
ફુલ્ફસીય શિરામાં રુધિરનું વહન ક્યાંથી કઈ તરફ થાય છે?
ઉત્તર:
ફુડુસીય શિરામાં રુધિરનું વહન ફેફસાંથી હૃદયના ડાબા કર્ણક તરફ થાય છે.

પ્રશ્ન 11.
હૃદયનું સ્થાન જણાવો.
ઉત્તરઃ
હૃદય એ ઉરસગુહામાં નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું રહે તે રીતે આવેલું છે.

પ્રશ્ન 12.
હૃદયના કદ વિશે જણાવો.
ઉત્તરઃ
હૃદય સામાન્ય રીતે માણસની હાથની મુઠ્ઠી જેટલા કદનું છે.

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 13.
હૃદયના કયા ભાગમાં ઑક્સિજનયુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયૉક્સાઈયુક્ત રુધિર હોય છે?
ઉત્તરઃ
હૃદયના ડાબા ભાગમાં (ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં) ઑક્સિજનયુક્ત રુધિર અને તેના જમણા ભાગમાં (જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં) કાર્બન ડાયૉક્સાઈડયુક્ત રુધિર હોય છે.

પ્રશ્ન 14.
રુધિરકેશિકાઓ કોને કહે છે?
ઉત્તરઃ
પેશીઓ પાસે ધમનીઓની નાની વાહિકાઓ અને શિરાઓને જોડતી વધુ પાતળી (બારીક નળીઓને રુધિરકેશિકાઓ કહે છે.

પ્રશ્ન 15.
મનુષ્યના ઉત્સર્જનતંત્રના અવયવો જણાવો.
ઉત્તરઃ
મનુષ્યના ઉત્સર્જનતંત્રના અવયવો મૂત્રપિંડ (Kidney), મૂત્રવાહિની (Ureter), મૂત્રાશય (Urinary Bladder), મૂત્રમાર્ગ (Urethra) અને મૂત્રછિદ્ર છે.

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 6.
વ્યાખ્યા આપોઃ

  1. ઉત્સર્જન
  2. પેશી

ઉત્તરઃ

  1. ઉત્સર્જનઃ કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે.
  2. પેશી સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારનાં કાર્ય કરવા માટે એકઠા થાય છે, તેને પેશી કહે છે.

(B) ટૂંકજવાબી પ્રશ્નો

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
રુધિરના ઘટકો જણાવી તે દરેકનાં કાર્ય લખો.
ઉત્તરઃ
રુધિરના ઘટકો અને તે દરેકનાં કાર્ય નીચે મુજબ છે :

  1. રુધિરરસ તે શરીરમાં પોષક દ્રવ્યોનું વહન કરે છે.
  2. રક્તકણો તે શરીરના કોષોમાં ઑક્સિજન પહોંચાડે છે.
  3. શ્વેતકણો તે શરીરનું રોગ સામે રક્ષણ કરે છે.
  4. રુધિરકણિકાઓ તે રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે.

પ્રશ્ન 2.
રુધિરનાં કાર્યો જણાવો.
ઉત્તરઃ
રુધિરનાં કાર્યો:

  1. તે શરીરમાં પોષક દ્રવ્યો, ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડનું વહન કરે છે.
  2. તે શ્વેતકણોની મદદથી રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપે છે.
  3. ઘા પડે ત્યારે રુધિર ગંઠાઈ જઈ વધુ રુધિર વહી જતું અટકાવે છે.
  4. તે શરીરનું તાપમાન જાળવી રાખે છે. આ

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 3.
માનવરુધિર પરિવહનની રેખાકૃતિ દોરો.
ઉત્તર:
GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન 1

પ્રશ્ન 4.
રુધિરવાહિનીના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં સમજાવો.
ઉત્તરઃ
રુધિરવાહિનીના પ્રકાર નીચે મુજબ છે: 1. ધમની 2. શિરા 3. કેશિકાઓ (રુધિરકેશિકાઓ)

  1. ધમનીઃ તે હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. તેમાં સામાન્ય રીતે ઑક્સિજનયુક્ત (શુદ્ધ) રુધિર હોય છે (અપવાદઃ ફુસ્કુસીય – ધમની). ધમનીની દીવાલ પ્રમાણમાં જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. તેમાં રુધિર ઊંચા વેગ અને દબાણથી વહન પામે છે.
  2. શિરા તે શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય તરફ લાવે છે. તેમાં સામાન્ય રીતે કાર્બન ડાયૉક્સાઈયુક્ત (અશુદ્ધ) રુધિર હોય છે (અપવાદઃ ફુડુસીય શિરા). શિરાની દીવાલ પાતળી હોય છે. શિરામાં વાલ્વ હોય છે.
  3. કેશિકાઓ ધમનીઓ નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે. વાહિકાઓ કોષો પાસે વધુ પાતળી બારીક નળીઓ જાળારૂપે વિભાજિત થાય છે. આને કેશિકાઓ કહે છે. કેશિકાઓ કોષોને પોષક દ્રવ્યો અને ઑક્સિજન આપી ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે, જે રુધિરને હૃદય તરફ લઈ જાય છે.
    આમ, કેશિકાઓ ધમની અને શિરા વચ્ચે જાળા સ્વરૂપે વિસ્તરેલી રચના છે.

2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ

પ્રશ્ન 1.
શરીરના કોઈ ભાગ પર ઘા પડતાં તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે.
ઉત્તરઃ

  1. શરીરના કોઈ ભાગ પર ઘા પડતાં તેમાંથી રુધિર વહેવા માંડે છે. (2) રુધિર હવાના સંપર્કમાં આવતા ગંઠાઈ જવાની કુદરતી પ્રક્રિયા શરૂ થાય છે. આ પ્રક્રિયા થવા માટે રુધિરરસનું ખાસ પ્રોટીન અને રુધિરકણિકાઓ અગત્યનો ભાગ ભજવે છે. (3) આથી ઘા પર તાંતણાનો સ્તર જામે છે. આમ, રુધિર ગંઠાઈ જવાના ગુણને લીધે ઘામાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 2.
રુધિરમાંના શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે..
ઉત્તરઃ

  1. રુધિરમાંના શ્વેતકણો શરીરનું રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે.
  2. શરીરમાં દાખલ થયેલા રોગના જંતુઓનો શ્વેતકણો સામનો કરે છે અને રોગના જંતુઓનો નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે.
  3. આમ, શ્વેતકણો રોગના જંતુઓ સામે લડવાનું, સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી અને તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેમને શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો કહેવાય છે.

પ્રશ્ન 3.
ઉનાળામાં આપણને પરસેવો વળે છે.
ઉત્તરઃ

  1. ઉનાળામાં ગરમ વાતાવરણ હોય છે. ઉનાળાની ગરમીમાં પણ આપણા શરીરનું તાપમાન 37 °C જળવાઈ રહેવું જરૂરી છે.
  2. ઉનાળામાં બહારની ગરમીને લીધે શરીર ગરમ થાય છે. આથી શરીરને ઠંડું બનાવી શરીરનું તાપમાન જાળવી રાખવું જરૂરી બને છે.
  3. પરસેવાનું બાષ્પીભવન થવાથી ઠંડક ઉત્પન્ન થાય છે. આથી શરીર ઠંડું પડી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેથી ઉનાળામાં પરસેવો વળે છે.

3. તફાવતના મુદ્દા આપોઃ

પ્રશ્ન 1.
રક્તકણો અને શ્વેતકણો
ઉત્તરઃ

રક્તકણો શ્વેતકણો
1. તે લાલ રંગના રુધિરના કોષો છે. 1. તે સફેદ રંગના રુધિરના કોષો છે.
2. તેમાં હીમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે. 2. તેમાં હીમોગ્લોબિન નામનું રજક દ્રવ્ય આવેલું નથી.
3. તે શરીરના કોષોને ઑક્સિજન પહોંચાડે છે. 3. તે રોગના જંતુઓ સામે લડી શરીરને રોગ સામે રક્ષણ આપે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 2.
ધમની અને શિરા
ઉત્તરઃ

ધમની શિરા
1. તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે. 1. તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે.
2. તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે પામે છે. 2. તેમાં રુધિર શાંત પ્રવાહે એકધારું વહન છે.
3. તેમાં વાલ્વ હોતા નથી. 3. તેમાં વાલ્વ હોય છે.
4. તેની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક છે. 4. તેની દીવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે.

પ્રશ્ન 3.
કર્ણકો અને ક્ષેપકો
ઉત્તરઃ

કર્ણકો ક્ષેપકો
1. તે હૃદયના ઉપલા ખંડો છે. 1. તે હૃદયના નીચેના ખંડો છે.
2. તેની દીવાલ પાતળી છે. 2. તેની દીવાલ જાડી છે.
3. તે શરીરનાં અંગોમાંથી રુધિર મેળવે છે. 3. તે હૃદયના કર્ણકોમાંથી રુધિર મેળવે છે.
4. તેમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે. 4. તેમાંથી રુધિર હૃદયના બહારના ભાગોમાં વહન પામે છે.

પ્રશ્ન 4.
જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક
ઉત્તરઃ

જમણું ક્ષેપક ડાબું  ક્ષેપક
1. તેમાં કાર્બન ડાયૉક્સાઈડયુક્ત રુધિર હોય છે. 1. તેમાં ઑક્સિજનયુક્ત રુધિર હોય છે.
2. તેમાંથી રુધિર ફેફસાંમાં જાય છે. 2. તેમાંથી રુધિર શરીરના વિવિધ ભાગોમાં જાય છે.
3. તેની દીવાલ ડાબા ક્ષેપક જેટલી જાડી હોતી નથી. 3. તેની દીવાલ જમણા ક્ષેપક કરતાં વધુ જાડી અને મજબૂત હોય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 5.
મૂત્રપિંડ અને મૂત્રાશય
ઉત્તરઃ

મૂત્રપિંડ મૂત્રાશય
1. તેનો આકાર વાલના દાણા જેવો છે. 1. તેનો આકાર અંડાકાર છે.
2. તેમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે અને મૂત્ર છૂટું પડે છે. 2. તે મૂત્રનો સંગ્રહ કરે છે.
3. મૂત્રપિંડ બે હોય છે. 3. મૂત્રાશય એક જ હોય છે.

પ્રશ્ન 6.
જલવાહક પેશી અને અન્નવાહક પેશી
ઉત્તરઃ

જલવાહક પેશી અન્નવાહક પેશી
1. તે મૂળે ચૂસેલા પાણી અને ખનીજ દ્રવ્યોના દ્રાવણનું વહન કરે છે. 1. તે પ્રકાશસંશ્લેષણીય નીપજોનું વહન કરે છે.
2. તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ થાય છે. 2. તેમાં વહન ઉપર અને નીચે બંને દિશામાં થાય છે.

(C) વિસ્તૃત પ્રશ્નો

નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
હૃદયની આંતરિક રચના અને કાર્ય આકૃતિ દોરી સમજાવો.
ઉત્તરઃ
GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન 2
આંતરિક રચનાઃ હૃદયની વચ્ચે સ્નાયુનો એક ઊભો સળંગ પડદો હોય છે, જે તેને ડાબા અને જમણા એમ બે ભાગોમાં વહેંચે છે. આ બંને ભાગોમાં એકેક આડો પડદો હોય છે. આમ, હૃદયમાં ચાર ખંડો હોય છે. ઉપરના ખંડોને કર્ણકો અને નીચેના ખંડોને લેપકો કહે છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે, ક્ષેપક તરફ ખૂલતો વાલ્વ હોય છે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે, ક્ષેપક તરફ ખૂલતો વાલ્વ હોય છે.

કાર્ય: શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયૉક્સાઈડયુક્ત રુધિર બે મહાશિરાઓ મારફતે જમણા કર્ણકમાં આવે છે. તે જ વખતે ફેફ્સામાંથી આવતુ ઑક્સિજનયુક્ત (શુદ્ધ) રુધિર ફુફસીય શિરાઓ મારફતે ડાબા કર્ણકમાં આવે છે. હવે કર્ણકોનું સંકોચન થતાં જમણા કર્ણકમાંનું રુધિર જમણા ક્ષેપકમાં આવે છે અને ડાબા કર્ણકમાંનું રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે.

ક્ષેપકોનું સંકોચન થતાં જમણા ક્ષેપકમાંનું કાર્બન ડાયૉક્સાઈયુક્ત રુધિર ફુફસીય ધમની મારફતે ફેફસાંમાં જાય છે અને ડાબા ક્ષેપકમાંથી ઑક્સિજનયુક્ત (શુદ્ધ) રુધિર મહાધમની મારફતે શરીરના વિવિધ ભાગોમાં જાય છે. આમ, હૃદયના સંકોચન અને વિસંકોચન(શિથિલન)ની ક્રિયાથી રુધિરના વહનની ક્રિયા સતત ચાલતી રહે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 2.
મનુષ્યનું ઉત્સર્જનતંત્ર આકૃતિ દોરી વર્ણવો.
ઉત્તરઃ
મનુષ્યના ઉત્સર્જનતંત્રના અવયવો મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ છે. મૂત્રમાર્ગને છેડે મૂત્રછિદ્ર છે.
GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન 3

  1. મૂત્રપિંડઃ મૂત્રપિંડ બે છે. તે વાલના દાણા આકારના છે. મૂત્રપિંડમાં રુધિરના ગાળણની પ્રક્રિયા થાય છે. મૂત્રપિંડની રુધિરકેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે. જ્યારે રુધિર મૂત્રપિંડના અસંખ્ય ઉત્સર્ગ એકમોમાં પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે. પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિર્માણ પામે છે.
  2. મૂત્રવાહિની મૂત્રપિંડમાં છૂટો પડેલો મૂત્ર સ્વરૂપે નકામો કચરો મૂત્રવાહિની દ્વારા વહન પામી મૂત્રાશયમાં આવે છે.
  3. મૂત્રાશય મૂત્રાશય એક પ્રકારની કોથળી છે, જેમાં મૂત્રનો સંગ્રહ થાય છે. અમુક પ્રમાણમાં મૂત્ર એકઠું થતાં તેની કુદરતી હાજત લાગે છે.
  4. મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી મૂત્રને મૂત્રમાર્ગમાંથી મૂત્રછિદ્ર દ્વારા બહાર કાઢવામાં આવે છે.

પ્રશ્ન 3.
વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો.
ઉત્તરઃ
વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનીજ દ્રવ્યોના દ્રાવણનું શોષણ કરે છે. મૂળે શોષેલા આ દ્રાવણને વનસ્પતિના પ્રકાંડ અને પણ સુધી પહોંચાડવાનું હોય છે. વળી, વનસ્પતિનાં પર્ણોમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલ ખોરાકને વનસ્પતિના બધા ભાગો સુધી વહન કરવાનું હોય છે. આ માટે વનસ્પતિમાં વાહક પેશીઓ હોય છે. પાણી અને ખનીજ દ્રવ્યોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે. જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું (નેટવર્ક) બનાવે છે, જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે. આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં થઈ શકે છે.

વનસ્પતિનાં પર્ણોમાં તૈયાર થયેલ ખોરાકના વહન માટેની વાહક પેશીને અન્નવાહક પેશી કહે છે. ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં વહન થાય છે. આમ, જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે.

HOTS પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન 4 માં લખો

પ્રશ્ન 1.
શરીરના કયા અવયવમાં કાર્બન ડાયૉક્સાઈડયુક્ત રુધિર ઑક્સિજનયુક્ત રુધિરમાં ફેરવાય છે?
A. હૃદયમાં
B. ફેફસાંમાં
C. મૂત્રપિંડમાં
D. ડાબા ક્ષેપકમાં
ઉત્તરઃ
B. ફેફસાંમાં

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 2.
શિરા વિશેનું કયું વિધાન ખોટું છે?
A. તે શરીરના વિવિધ ભાગોમાંથી હૃદયમાં રુધિર લાવે છે.
B. તે હંમેશાં કાર્બન ડાયૉક્સાઈડયુક્ત રુધિરનું વહન કરે છે.
C. તેમાં વાલ્વ હોય છે.
D. તેની દીવાલ પ્રમાણમાં પાતળી હોય છે.
ઉત્તરઃ
B. તે હંમેશાં કાર્બન ડાયૉક્સાઈડયુક્ત રુધિરનું વહન કરે છે.

પ્રશ્ન 3.
મનુષ્યમાં ઑક્સિજનયુક્ત રુધિરના વહનનો સાચો માર્ગ કયો છે?
A. શરીરના ભાગો → જમણું કર્ણક → જમણું ક્ષેપક → ફેફસાં
B. શરીરના ભાગો → ડાબું કર્ણક → ડાબું ક્ષેપક → ફેફસાં
C. ફેફસાં → ડાબું કર્ણક → ડાબું ક્ષેપક → શરીરના ભાગો
D. ફેફસાં → જમણું કર્ણક → જમણું ક્ષેપક → શરીરના ભાગો
ઉત્તરઃ
C. ફેફસાં → ડાબું કર્ણક → ડાબું ક્ષેપક → શરીરના ભાગો

પ્રશ્ન 4.
ફુલ્ફસીય શિરા શામાં ખૂલે છે?
A. ફેફસાંમાં
B. જમણા કર્ણકમાં
C. ડાબા કર્ણકમાં
D. ડાબા ક્ષેપકમાં
ઉત્તરઃ
C. ડાબા કર્ણકમાં

પ્રશ્ન 5.
પાણી અને ખનીજ દ્રવ્યોના દ્રાવણના વહન માટે કઈ રચના છે?
A. જલવાહક પેશી
B. અન્નવાહક પેશી
C. સ્નાયુ પેશી
D. રક્ષકકોષો
ઉત્તરઃ
A. જલવાહક પેશી

GSEB Class 7 Science Important Questions Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 6.
માછલી જેવાં જળચર પ્રાણીઓ મૂત્રમાં શાનું ઉત્સર્જન કરે છે?
A. એમોનિયા
B. યુરિયા
C. યૂરિક ઍસિડ
D. લૅક્ટિક ઍસિડ
ઉત્તર:
A. એમોનિયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *