GSEB Class 6 Social Science Notes Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

   

This GSEB Class 6 Social Science Notes Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.

ચાલો, ઇતિહાસ જાણીએ Class 6 GSEB Notes

→ સામાજિક વિજ્ઞાન આપણને મનુષ્યના સામાજિક જગતથી માહિતગાર કરે છે.

→ સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન સમાજજીવનનો પરિચય કરાવે છે; જ્યારે ઇતિહાસ માનવસમાજના ભૂતકાળની માહિતી આપે છે.

→ ઇતિહાસ જાણવા માટે તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓનાં હાડકાં, આભૂષણો, પોશાક, પ્રવાસવર્ણનો (ડાયરી), ગ્રંથો વગેરે જેવા સ્ત્રોતો ઉપયોગી બને છે.

→ પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો.

→ તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો.

GSEB Class 6 Social Science Notes Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

→ ભોજપત્રો એટલે હિમાલયમાં થતાં ભૂર્જ નામનાં વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો.

→ તાડપત્રો અને ભોજપત્રોની હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી જોવા મળે છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે.

→ શિલાઓ અને પથ્થર પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. ઘણી વાર તે ધાતુ પર પણ મળી આવે છે.

→ રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. તેમાં અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે.

→ તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર.

→ પાટણનું શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, અમદાવાદની એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડોલૉજી – નવરંગપુરા, ભો. જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન – અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર – કોબા(ગાંધીનગર)માં તામ્રપત્રો સચવાયેલાં છે.

→ સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. તેમાંથી રાજાનું નામ, તેનાં ધર્મ, સંસ્કૃતિ વગેરેની તેમજ તેના સમયગાળાની માહિતી મળે છે.

→ ભારતમાં ઈ. સ. પૂર્વની 5મી સદીના “પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે.

→ ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે.

→ માનવસમાજના ભૂતકાળ વિશે જાણકારી આપનાર પુરાતત્ત્વશાસ્ત્રીઓ (Archaeologist) કહેવાય છે.

→ પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોનાં સંશોધનોથી આપણને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સિંધુ નદીકિનારે પાંગરેલી ભારતની મહાન સભ્યતાનાં દર્શન થાય છે.

→ મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન શ્વાંગ જેવા વિદેશી મુસાફરોનાં પ્રવાસવર્ણનોમાંથી આપણા દેશનાં પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે.

→ ઇન્ડિયા’ શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં ‘સિંધુ’ કહેવાય છે.

→ ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઈન્ડસ કહેતા હતા. → ભારત’ નામ ઋગ્વદમાંથી જાણવા મળે છે.

→ ભરત નામનો માનવસમૂહ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ “ભારત’ તરીકે ઓળખાય છે.

→ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો છે. તેને આપણે ઈસવી સન કહીએ Gl27. A.D. – Anno Domini Rize Szų (ledall gott પછીનાં વર્ષો.

GSEB Class 6 Social Science Notes Chapter 1 ચાલો, ઇતિહાસ જાણીએ

→ ઈસવી સન પૂર્વે (B.C. –Before Christ) એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય.

→ C.E. એટલે Common Era (સામાન્ય કે સાધારણ યુગ), galla B.C.E. Bad Before Common Era (211444 કે સાધારણ યુગ પૂર્વે).

→ ઘણી વાર સાલવારીને A.D.ને બદલે C.E. અને B.C.ને બદલે B.C.B. તરીકે પણ લખવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *