GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ Important Questions and Answers.

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

વિશેષ પ્રશ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નોઃ

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
નીચેનામાંથી ક્યો કચરો કોહવાટ (વિઘટન) પામી શકે છે?
A. શાકભાજીના નકામા ભાગો
B. કાચના ટુકડા
C. પ્લાસ્ટિકનાં તૂટેલાં રમકડાં
D. ધાતુનો ભંગાર
ઉત્તરઃ
A. શાકભાજીના નકામા ભાગો

પ્રશ્ન 2.
નીચેનામાંથી કયો કચરો કોહવાટ (વિઘટન) પામતો નથી?
A. શાકભાજીની છાલ
B. વધેલો ખોરાક
C. ખરી પડેલાં પાંદડાં
D. પૉલિથીનની કોથળી
ઉત્તરઃ
D. પૉલિથીનની કોથળી

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 3.
કયો પદાર્થ કમ્પોસ્ટ બનાવવા માટે વાપરી શકાય?
A. પ્લાસ્ટિક
B. ઍલ્યુમિનિયમ ફોઇલ
C. નકામું ઘાસ
D. લોખંડનો ભંગાર
ઉત્તરઃ
C. નકામું ઘાસ

પ્રશ્ન 4.
નીચેનામાંથી કયા જૂથના પદાર્થો કમ્પોસ્ટ બનાવવા વાપરી શકાય નહિ?
A. પ્લાસ્ટિક પેપર, ધાતુનાં પતરાં, તૂટેલો કાચ
B. વનસ્પતિનાં પાંદડાં, પ્રાણીઓના મળમૂત્ર, શાકભાજીનો કચરો
C. ડાંગરનું ભૂસું, કાગળ, પક્ષીઓની અઘાર
D. ચાના કૂચા, ફળોના નકામાં ભાગ, છાપાનો કાગળ
ઉત્તરઃ
A. પ્લાસ્ટિક પેપર, ધાતુનાં પતરાં, તૂટેલો કાચ

પ્રશ્ન 5.
નીચેનામાંથી કોનું પુનઃનિર્માણ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે?
A. પ્લાસ્ટિકની તૂટેલી ડોલ
B. ધાતુઓનો ભંગાર
C. છાપાની પસ્તી
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 6.
ઝાડનાં ખરી પડેલાં પાંદડાંના ઢગલાનું શું કરવું જોઈએ?
A. બાળી નાખવો જોઈએ.
B. તળાવ કે નદીમાં નાખવો જોઈએ.
C. કમ્પોસ્ટ ખાતર બનાવવા ઉપયોગમાં લેવો જોઈએ.
D. ભૂકો કરી પેસ્ટ બનાવવી જોઈએ.
ઉત્તરઃ
C. કમ્પોસ્ટ ખાતર બનાવવા ઉપયોગમાં લેવો જોઈએ.

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 7.
લાલ અળસિયાંઓમાં કઈ વિશિષ્ટ સંરચના હોય છે, જે ખોરાકનો ભૂકો કરવામાં તેને મદદ કરે છે?
A. દાંત
B. પેષણી
C. વજકોષો
D. કવચ
ઉત્તરઃ
B. પેષણી

પ્રશ્ન 8.
કાગળના પુનઃનિર્માણમાં શાનો ઉપયોગ કરવો જોઈએ નહિ?
A. જૂનાં સમાચારપત્રો
B. જૂની નોટબુકો
C. મૅગેઝિન
D. ચમકતા કાગળ
ઉત્તરઃ
D. ચમકતા કાગળ

પ્રશ્ન 9.
ક્યો કચરો જલદી અને સંપૂર્ણ કોહવાઈ જાય છે?
A. વધેલ એઠવાડ
B. કપડાના ટુકડા
C. જૂના ચંપલ
D. તૂટેલો કાચ
ઉત્તરઃ
A. વધેલ એઠવાડ

પ્રશ્ન 10.
શાનો કચરો કેટલાય દિવસો સુધી કોહવાતો નથી?
A. પ્લાસ્ટિકનું રમકડું
B. શાકભાજીની છાલ
C. બગડેલા ફળ
D. ચાના કૂચા
ઉત્તરઃ
A. પ્લાસ્ટિકનું રમકડું

2. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
સફાઈ કામદારો ઘરના અને અન્ય સ્થળોના કચરાને કચરાગાડીમાં એકત્રિત કરીને નીચાણવાળા ખુલ્લા વિસ્તારોમાં જ્યાં ઊંડા ખાડા હોય છે ત્યાં લઈ જાય છે. આ ખુલ્લા વિસ્તારોને …………………….. કહે છે.
ઉત્તરઃ
જમીન પુરાણ-વિસ્તાર

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 2.
પદાર્થોનું કોહવાવું અને ખાતરમાં રૂપાંતર થવાની ક્રિયાને ………………….. કહે છે.
ઉત્તરઃ
કમ્પોસ્ટિંગ

પ્રશ્ન 3.
જે કચરો માટીમાં દબાવવાથી સંપૂર્ણ કોહવાઈ જાય તેવો હોય છે તેને ……………………….. રંગની કચરાપેટીમાં નાખવો જોઈએ.
ઉત્તરઃ
લીલા

પ્રશ્ન 4.
…………………….. રંગની કચરાપેટીમાં પુનઃઉપયોગ કરવામાં આવતી વસ્તુઓ નાખવામાં આવે છે.
ઉત્તરઃ
ભૂરા

પ્રશ્ન 5.
લાલ અળસિયાંઓની મદદથી ખાતર બનાવવાની ક્રિયાને ……………………. કહે છે.
ઉત્તરઃ
વર્મીકમ્પોસ્ટિંગ

પ્રશ્ન 6.
લાલ અળસિયાં વધારે …………………….. કે ………………….. વાતાવરણમાં જીવંત રહી શકતાં નથી.
ઉત્તરઃ
ગરમ, ઠંડા

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 7.
રદ્દી કાગળના મોટા જથ્થાને …………………….. ની પ્રક્રિયા વડે નવા સ્વરૂપમાં ફેરવી તેનો ઉપયોગ કરી શકાય છે.
ઉત્તરઃ
પુનઃનિર્માણ

પ્રશ્ન 8.
………………….. ને ગરમ કરવાથી અથવા સળગાવવાથી સ્વાથ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે.
ઉત્તરઃ
પ્લાસ્ટિક

3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
રસોડાના કચરાને કયા રંગની કચરાપેટીમાં નાખવો જોઈએ?
ઉત્તરઃ
લીલા રંગની

પ્રશ્ન 2.
તૂટેલા પ્લાસ્ટિક અને કાચ તથા ધાતુઓના ભંગારને ક્યા રંગની કચરાપેટીમાં નાખવા જોઈએ?
ઉત્તરઃ
ભૂરા રંગની

પ્રશ્ન 3.
કયું સજીવ વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવામાં ઉપયોગી છે?
ઉત્તરઃ
લાલ અળસિયું

પ્રશ્ન 4.
લાલ અળસિયાં તેના ખોરાકને શાની મદદથી દળીને ઝીણો બનાવે છે?
ઉત્તરઃ
પેષણી (Gizzard)

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 5.
લાલ અળસિયું કેટલા દિવસમાં પોતાના શરીરના વજન જેટલો આહાર ખાય છે?
ઉત્તરઃ
એક દિવસમાં

પ્રશ્ન 6.
અળસિયાંના સારા ઉછેર માટે કેવી જમીનની આવશ્યકતા છે?
ઉત્તરઃ
ભેજવાળી ભીની જમીન

4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
સૂકાં પાંદડાં કોહવાટ ન પામે તેવો કચરો છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
પ્લાસ્ટિકના કચરાનું વર્ષો સુધી પણ વિઘટન થતું નથી.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 3.
વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય કચરાનું વિઘટન થઈ શકે છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 4.
સૂકાયેલાં પાંદડાંના કચરાના નિકાલ માટે તેને સળગાવી દેવો જોઈએ.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
રસોડાનો કચરો માટીમાં દબાવી રાખવાથી સંપૂર્ણ કોહવાટ પામે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 6.
વર્મીકમ્પોસ્ટ માટે ખાડામાં રહેલાં લાલ અળસિયાને મીઠું, તેલ, સરકો, માંસ અને દૂધ ખોરાક તરીકે આપવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 7.
લાલ અળસિયાં દાંત વડે ખોરાકને ચાવે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
પ્લાસ્ટિકનો કચરો વીણનારા વાસ્તવમાં આપણી મદદ કરે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 9.
બધા જ પ્રકારના પ્લાસ્ટિકના કચરાનું પુનઃનિર્માણ કરી શકાતું નથી.
ઉત્તરઃ
ખરું

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 10.
આપણે કચરાને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને બહાર ફેંકવો જોઈએ.
ઉત્તરઃ
ખોટું

5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
આપણા ઘરના કે આસપાસના કચરાને દૂર કરવામાં ન આવે તો શું થાય?
ઉત્તરઃ
આપણા ઘરના કે આસપાસના કચરાને દૂર કરવામાં ન આવે તો ગંદકી ફેલાય અને આપણું તથા સમાજનું આરોગ્ય જોખમાય.

પ્રશ્ન 2.
વર્મીકમ્પોસ્ટ કોને કહેવાય?
ઉત્તરઃ
લાલ અળસિયાંની મદદથી બનાવવામાં આવતા કમ્પોસ્ટ ખાતરને વર્મીકમ્પોસ્ટ કહે છે.

પ્રશ્ન 3.
કયા પદાર્થોને બાળવાથી ધુમાડો અને હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે?
ઉત્તર:
પ્લાસ્ટિક, પૉલિથીન અને રબરનાં ટાયર બાળવાથી ધુમાડો અને હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 4.
ક્યા પ્રકારના કચરાનું પુનઃનિર્માણ કરી તેને ઉપયોગી પદાર્થો તરીકે નવા સ્વરૂપમાં મેળવવામાં આવે છે?
ઉત્તર:
પ્લાસ્ટિક, ધાતુનો ભંગાર અને કાચના ટુકડા જેવા અવિઘટનીય કચરાનું પુનઃનિર્માણ કરી તેને ઉપયોગી પદાર્થો તરીકે નવા સ્વરૂપમાં મેળવવામાં આવે છે.

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 5.
કયા પદાર્થોનો બનેલો કચરો પર્યાવરણને સૌથી વધુ દૂષિત કરે છે?
ઉત્તર:
પ્લાસ્ટિક અને પૉલિથીનનો કચરો પર્યાવરણને સૌથી વધુ દૂષિત કરે છે.

પ્રશ્ન 6.
કમ્પોસ્ટ ખાતર બનાવતી વખતે કોહવાટની ક્રિયા સંપૂર્ણ થઈ ક્યારે કહેવાય?
ઉત્તરઃ
કમ્પોસ્ટ ખાતર બનાવતી વખતે કચરો દાણાદાર, કાળા રંગનો અને ખરાબ વાસ વગરનો જણાય ત્યારે કોહવાટની ક્રિયા સંપૂર્ણ થઈ કહેવાય.

પ્રશ્ન 7.
લાલ અળસિયાને કેવું રહેઠાણ વધુ અનુકૂળ છે?
ઉત્તરઃ
લાલ અળસિયાંને જમીનનું નીચેનું સ્તર જ્યાં બહુ ગરમી કે બહુ ઠંડી ન હોય, જ્યાં સીધો સૂર્યપ્રકાશ ન મળતો હોય તથા ભીની ભેજવાળી જમીન હોય તેવું રહેઠાણ વધુ અનુકૂળ છે.

પ્રશ્ન 8.
વર્મીકમ્પોસ્ટ માટે ઉછેરવામાં આવતાં લાલ અળસિયાંને કેવો ખોરાક આપવો જોઈએ?
ઉત્તરઃ
વર્મીકમ્પોસ્ટ માટે ઉછેરવામાં આવતાં લાલ અળસિયાંને ખોરાકમાં શાકભાજી, ફળોના નકામા ભાગો, ચા-કૉફીના કૂચા, પાંદડાં, ઘાસ વગેરે આપવા.

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 9.
વર્મીકમ્પોસ્ટ માટે ઉછેરવામાં આવતાં લાલ અળસિયાને કેવો ખોરાક આપવો જોઈએ નહિ?
ઉત્તરઃ
વર્મીકમ્પોસ્ટ માટે ઉછેરવામાં આવતાં લાલ અળસિયાંને મીઠું, અથાણાં, તેલ, વિનેગર, માંસ અને દૂધની બનાવટો ખોરાકમાં આપવી ન જોઈએ.

પ્રશ્ન 10.
કયા પ્રકારના કચરાને ભૂરા રંગની કચરાપેટીમાં નાખવો જોઈએ?
ઉત્તરઃ
કોહવાટ (વિઘટન) ન પામે તેવો કચરો જેવા કે પ્લાસ્ટિકનો કચરો, લોખંડનો ભંગાર અને કાચનો સામાન ભૂરા રંગની કચરાપેટીમાં નાખવો જોઈએ.

પ્રશ્ન 11.
કયા પ્રકારના કચરાને લીલા રંગની કચરાપેટીમાં નાખવો જોઈએ?
ઉત્તરઃ
વિઘટન પામે તેવો કચરો જેવો કે રસોડાનો કચરો, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય કચરો લીલા રંગની કચરાપેટીમાં નાખવો જોઈએ.

પ્રશ્ન 12.
પ્લાસ્ટિકની કોથળીઓ ગટરમાં જવાથી શું થાય?
ઉત્તર:
પ્લાસ્ટિકની કોથળીઓ ગટરમાં જવાથી ગટર બ્લૉક થઈ જાય અને ગટર ઉભરાઈને ગંદું પાણી બહાર રસ્તા પર ફેલાય.

પ્રશ્ન 13.
આપણે દુકાનેથી ખરીદેલી વસ્તુઓ ભરવા પ્લાસ્ટિકની કોથળીઓને બદલે શાનો ઉપયોગ કરવો જોઈએ?
ઉત્તરઃ
આપણે દુકાનેથી ખરીદેલી વસ્તુઓ ભરવા પ્લાસ્ટિકની કોથળીઓને બદલે કાગળની કોથળી કે કપડાંની થેલીનો ઉપયોગ કરવો જોઈએ.

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 14.
ખેતરોમાં અને રસ્તા પરનાં સૂકાયેલાં પાંદડાંના કચરાને સળગાવી: દેવાથી શું થાય?
ઉત્તરઃ
ખેતરોમાં અને રસ્તા પરના સૂકાયેલાં પાંદડાંના કચરાને સળગાવવાથી સ્વાથ્ય માટે હાનિકારક વાયુ તથા ધુમાડો ઉત્પન્ન થાય છે, જે વાતાવરણને પ્રદૂષિત કરે છે.

પ્રશ્ન 15.
જમીન પુરાણ-વિસ્તાર કચરાથી સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે તેનું શું કરવામાં આવે છે?
ઉત્તરઃ
જમીન પુરાણ-વિસ્તાર કચરાથી સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે તેની ઉપર બગીચો અથવા રમતનું મેદાન બનાવી દેવામાં આવે છે.

(B) ટૂંકજવાબી પ્રમો

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ક્યર એટલે શું? કઈ કઈ વસ્તુઓનો કચરામાં સમાવેશ કરવામાં આવે છે?
ઉત્તરઃ
અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજવસ્તુઓ, જેને ફેંકી દેવી જરૂરી છે તેને કચરો કહે છે.
કચરામાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે:

  1. રસોડાનો કચરો જેવા કે શાકભાજી અને ફળોની છાલ, તેના બગડેલા નકામા ભાગો, વધેલ એંઠવાડ, ઈંડાનાં કોચલાં, ચાના કૂચા વગેરે.
  2. વપરાયેલી પૉલિથીનની અને પ્લાસ્ટિકની કોથળીઓ, ખાવાની વસ્તુઓના પૅકિંગના રેપર્સ, ઍલ્યુમિનિયમના રેપર્સ અને ફૉઇલ, તૂટેલા કાચ, જૂનાં પગરખાં, તૂટેલાં રમકડાં, ધાતુઓનો ભંગાર, જૂનાં કપડાં વગેરે.
  3. વૃક્ષનાં સૂકાં પાંદડાં, પાકનો કચરો, જૂનાં સમાચારપત્રો, મૅગેઝિન, નોટબુકો, કાગળના ટુકડા વગેરે.

પ્રશ્ન 2.
શા માટે કચરાને ખુલ્લી જગ્યામાં ફેંક્વો જોઈએ નહિ?
ઉત્તરઃ
કચરાને ખુલ્લી જગ્યામાં ફેંકવાથી ગંદકી થાય છે. કચરો સડે (કોહવાય) ત્યારે દુર્ગધ ફેલાય છે, જે આરોગ્ય માટે હાનિકારક બને છે અને રોગનો ફેલાવો થાય, છે. કચરાને પ્રાણીઓ ફેદ, પવનથી વેરાય, વરસાદના પાણીમાં તણાઈ આજુબાજુ ફેલાય છે. આથી કચરાને ખુલ્લી જગ્યામાં ફેંકવો જોઈએ નહિ.

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 3.
ઘરગથ્થુ કચરાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર:
ઘરગથ્થુ કચરો આપણે આપણી કચરાપેટીમાં એકઠો કરીએ છીએ. કે દરરોજ નગરપાલિકાની કચરાગાડી આવી ઘરનો કચરો લઈ જાય છે. આ કચરાને શહેરની બહાર ખુલ્લા નીચાણવાળા વિસ્તારમાં ઊંડા ખાડા હોય ત્યાં લઈ જાય છે. આ ખુલ્લા વિસ્તારને જમીન પુરાણ-વિસ્તાર કહે છે. અહીં કચરાને બે વિભાગમાં અલગ કરી તેનો યોગ્ય નિકાલ કરાય છે.

પ્રશ્ન 4.
શા માટે આપણે વનસ્પતિનાં સૂકાં પાંદડાં અને ખેતીના પાકનો કચરો સળગાવી દેવો ન જોઈએ?
ઉત્તરઃ
વનસ્પતિનાં સૂકાં પાંદડાં અને ખેતીના પાકનો કચરો કમ્પોસ્ટ ખાતર બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય છે. આ રીતે કચરાનો યોગ્ય નિકાલ થાય છે અને ઉત્તમ પ્રકારનું કમ્પોસ્ટ ખાતર મળે છે. વળી વનસ્પતિનાં સૂકાં પાંદડાં અને ખેતીના પાકનો કચરો સળગાવી દેવામાં આવે તો સ્વાથ્ય માટે નુકસાનકારક વાયુ તથા ધુમાડો ઉત્પન્ન થાય છે. આ રીતે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે, તેથી આપણે ધનસ્પતિનાં સૂકાં પાંદડાં અને ખેતીના પાકનો કચરો સળગાવી દેવો ન જોઈએ.

પ્રશ્ન 5.
કાગળનું પુનઃનિર્માણ (પુનઃચક્રણ) એટલે શું? તેના ફાયદા જણાવો.
ઉત્તરઃ
વપરાયેલ કાગળને પલાળી તેનો માવો બનાવી તેમાંથી નવા કાગળ બનાવવાની પ્રક્રિયાને કાગળનું પુનઃનિર્માણ (પુનઃચક્રણ) કહે છે.
કાગળના પુનઃનિર્માણ (પુનઃચક્રણ)ના ફાયદાઃ (1) કાચો માલ વાપર્યા વગર ઓછા ખર્ચે નવા કાગળ બનાવી શકાય છે. (2) નવાં વૃક્ષો કાપવાની જરૂર પડતી નથી. આથી પર્યાવરણને નુકસાન થતું નથી.

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 6.
પ્લાસ્ટિકની કોથળીઓ વાપરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
ઉત્તર:
પ્લાસ્ટિકની કોથળીઓ વાપરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી – જોઈએ:

  1. કેટલીક પ્લાસ્ટિકની કોથળી ખાવાની વસ્તુઓ રાખવા યોગ્ય હોતી નથી. આથી ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે માન્યતા પ્રાપ્ત પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો.
  2. ક્યારેક દુકાનદાર પ્લાસ્ટિકની એવી કોથળીઓનો ઉપયોગ કરે છે, જેનો તેણે પહેલાં કોઈ અન્ય કાર્યમાં ઉપયોગ કર્યો હોય.
  3. પ્લાસ્ટિકની થેલીઓનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો. જુદી જુદી વસ્તુઓ માટે જુદી જુદી પ્લાસ્ટિકની થેલીઓ વાપરવાને બદલે શક્ય હોય તો એક જ પ્લાસ્ટિકની થેલીમાં વધારે વસ્તુઓ મૂકી શકાય.

2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ

પ્રશ્ન 1.
કચરાને બાળી નાખવો જોઈએ નહિ.
ઉત્તરઃ
કચરાને બાળવાથી ધુમાડો ઉત્પન્ન કરે છે તથા હાનિકારક વાયુઓ પેદા થાય છે. આથી આપણા સ્વાથ્યને નુકસાન થાય છે. વળી તેનાથી હવામાં પ્રદૂષણ ફેલાય છે. કચરામાં પ્લાસ્ટિક કે રબર હોય, તો દુર્ગધ પેદા કરે તેવા, વાયુઓ ઉત્પન્ન થાય છે જે સ્વાથ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. આથી કચરાને બાળી નાખવો જોઈએ નહિ.

પ્રશ્ન 2.
પ્લાસ્ટિકના કચરાનો નિકાલ ગંભીર સમસ્યા છે.
ઉત્તરઃ
પ્લાસ્ટિકના કચરાનું વિઘટન થતું નથી. આથી તેનો નિકાલ કમ્પોસ્ટ ખાતર બનાવીને કે જમીનમાં દાટીને કરી શકાય નહિ. પ્લાસ્ટિકના કચરાને સળગાવવાથી હાનિકારક વાયુ મુક્ત કરે છે. આથી તેનો સળગાવીને નિકાલ કરી શકાય નહિ. બ્ધા પ્રકારના પ્લાસ્ટિકનું પુનઃનિર્માણ પણ થઈ શકતું નથી. પ્લાસ્ટિકનો કચરો પડ્યો રહે તો તે હજારો વર્ષ પછી પણ પ્લાસ્ટિક સ્વરૂપમાં રહે છે. આથી પ્લાસ્ટિકના કચરાનો નિકાલ ગંભીર સમસ્યા છે.

પ્રશ્ન 3.
રખડતાં પ્રાણીઓ કચરો ખાવાથી મૃત્યુ પામે છે.
ઉત્તર:
પ્લાસ્ટિકના કચરાનું વિઘટન થતું નથી. લોકો ક્યારેક કચરાને પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરીને બહાર ફેંકે છે. રખડતાં પ્રાણીઓ ખોરાકની શોધમાં જ્યારે આવી કોથળીઓને જુએ છે, તો કચરાની સાથે પ્લાસ્ટિકની કોથળીઓને પણ ગળી જાય છે. પ્લાસ્ટિક ખાદ્યપદાર્થ તરીકે ઝેરી છે. આ કારણથી પ્રાણીઓ મૃત્યુ પામે છે.

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 3.
વર્ગીકરણ કરો:

નીચેના પદાર્થોનું કોહવાટ (વિઘટન) પામે તેવા અને વિઘટન ન પામે તેવા કિચરામાં વર્ગીકરણ કરો:
એઠવાડ, નકામી ખીલીઓ, ફળોના નકામા ભાગો, ધાતુઓનો ભંગાર, શાકભાજીની છાલ, કાચના ટુકડા, પૉલિથીનની થેલીઓ, વનસ્પતિનાં ખરેલાં પર્ણો.
ઉત્તર:
વિઘટન પામે તેવો કચરોઃ એઠવાડ, ફળોના નકામા ભાગો, શાકભાજીની છાલ, વનસ્પતિનાં ખરેલાં પર્ણો
વિઘટન ન પામે તેવો કચરો નકામી ખીલીઓ, ધાતુઓનો ભંગાર, કાચના ટુકડા, પૉલિથીનની થેલીઓ

(C) વિસ્તૃત પ્રશ્નોઃ

પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો:

પ્રશ્ન 1.
શહેરોમાં મ્યુનિસિપાલિટી દ્વારા કચરાનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તરઃ
શહેરના સફાઈ કર્મચારીઓ કચરાપેટીમાંથી કચરો કચરાગાડીમાં લઈ જાય છે. તેના વિસ્તારમાંથી એકત્રિત કરીને આ કચરાને નીચાણવાળા ખુલ્લા વિસ્તારોમાં જ્યાં ઊંડા ખાડા હોય છે ત્યાં લઈ જાય છે. આ ખુલ્લા વિસ્તારોને જમીન પુરાણ-વિસ્તાર કહે છે. ત્યાં કચરાને પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા કચરાને પુનઃઉપયોગમાં ન લઈ શકાય તેવા કચરાથી અલગ કરવામાં આવે છે. આ પ્રકારે કચરામાં ઉપયોગી તેમજ બિનઉપયોગી એમ બંને ઘટકો હોય છે.

બિનઉપયોગી ઘટકોને અલગ કરીને જમીન પુરાણ-વિસ્તારમાં ફેલાવીને તેને માટી વડે ઢાંકી દેવામાં આવે છે. જ્યારે આ જમીન પુરાણ-વિસ્તાર સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે તેની ઉપર બગીચો કે રમતનું મેદાન બનાવવામાં આવે છે. લગભગ 20 વર્ષ સુધી તેના ઉપર કોઈ બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી.

કચરાના ઉપયોગી ઘટકોને ખાતર બનાવવામાં ઉપયોગ કરાય છે. તેને માટે જમીન પુરાણ-વિસ્તારની નજીક ખાતર બનાવવાવાળા વિસ્તારોનું નિર્માણ કરવામાં આવે છે. આ રીતે તેનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય છે.

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 2.
કાગળનું પુનઃનિર્માણ (પુનઃચક્રણ) સમજાવો.
ઉત્તરઃ
કાગળનું પુનઃનિર્માણ (પુનઃચક્રણ) નીચેની રીતે કરવામાં આવે છે:

  1. કાગળના પુનઃનિર્માણ માટે વધુ જથ્થામાં કાગળ જોઈએ. આ માટે જૂનાં સમાચારપત્રો, મૅગેઝિન, જૂની નોટબુકો, છૂટા કાગળ, નકામા કાગળો એકઠા કરો.
  2. કાગળોના નાના નાના ટુકડા કરો.
  3. એક ટબમાં જરૂરી ગરમ પાણી લઈ તેમાં કાગળના ટુકડા નાખો. કાગળના ટુકડાઓને એક દિવસ માટે પાણીમાં ડૂબાડી રાખો. (તેમાં ધોવાનો સોડા પણ નાખી શકાય.)
  4. બીજા દિવસે ભીના કાગળના ટુકડાને બારીક વાટી ઘટ્ટ લૂગદી બનાવો.
  5. હવે ફ્રેમ પર લગાડેલ જાળી લઈ તેના પર આ ઘટ્ટ લૂગદીને ફેલાવો. લૂગદીની સપાટી એકસરખી બનાવવા માટે ફ્રેમને ધીમે ધીમે હલાવો.
  6. પાણીને બહાર નીકળી જવા દો. ફ્રેમ પર જૂનું સમાચારપત્ર કે કપડું પાથરો. આમ કરવાથી લુગદીમાનું વધારાનું પાણી શોષાઈ જશે.
  7. હવે જાળીને કાગળના સ્તર સહિત કોરા સમાચારપત્ર પર કાળજીપૂર્વક ઊંધી પાડો.
  8. કાગળના સ્તર પર બીજું સમાચારપત્ર કે બ્લૉટિંગ પેપર મૂકી તેના પર થોડું દબાણ આપી વધારાનું પાણી દૂર કરો.
  9. આ કાગળને લગભગ બે દિવસ સુધી તાપમાં સુકાવા દો. કાગળ વળી ન જાય તે માટે સમાચારપત્રની કિનારી પર ભારે વસ્તુ મૂકો.
    આ રીતે કાગળનું પુનઃનિર્માણ કરી નવો કાગળ બનાવી શકાય છે.

પ્રશ્ન 3.
વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત વર્ણવો.
ઉત્તરઃ
વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવું. સાધન-સામગ્રી શાકભાજી અને ફળોના નકામા ભાગો, લાલ અળસિયાં, છાપાના કાગળ, લીલા પાંદડાં, રેતી, પાણી.
GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ 1
પદ્ધતિઃ

  1. એવી જગ્યા પસંદ કરો, જ્યાં બહુ ગરમી કે બહુ ઠંડી ન હોય તથા ત્યાં સીધો સૂર્યપ્રકાશ મળતો ન હોય.
  2. આ જગ્યા પર આશરે 30 સેમી ઊંડો ખાડો કરો.
  3. ખાડાના તળિયે 1 સેમી કે 2 સેમી જાડું પડ બને પણ તેમ રેતી પાથરો.
  4. રેતીના પડ પર શાકભાજીનો કચરો, ફળની છાલ, ચાના કૂચા, ઘાસ, લીલાં પર્ણો, કાગળ, ભૂસું, સૂકું છાણ પાથરો.
  5. તેના પર થોડું પાણી છાંટી પડને ભીનું કરો.
  6. આ પડને દબાવો નહિ પણ પોચું રાખો જેથી તેને હવા અને ભેજ મળે.
  7. તેના પર કેટલાંક લાલ અળસિયાં મૂકો.
  8. તેમના પર શણનો કોથળો કે ઘાસ વડે હળવેથી ઢાંકી દો.
  9. લાલ અળસિયાંને જરૂરી ખોરાક તરીકે શાકભાજીનો કચરો, ફળોના ટુકડા, ચાના કૂચા અને ઘાસને લગભગ 2-3 સેમી ઊંડાઈએ મૂકો.
  10. કેટલાક દિવસો પછી ખાડામાં રહેલા પદાર્થોને ધીમે ધીમે હલાવતા રહો.
  11.  ચાર અઠવાડિયાં પછી ખાડો ઉઘાડી તેનું નિરીક્ષણ કરો.

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

અવલોકનઃ
ખાડામાં પોચું, માટી જેવું કાળું દ્રવ્ય જોવા મળે છે.

નિર્ણયઃ
લાલ અળસિયાંની મદદથી વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવી શકાય છે.

HOTS પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ 2 માં લખો

પ્રશ્ન 1.
નીચેનામાંથી કયા કચરાનું ઝડપથી વિઘટન થાય છે?
A. વધેલો ખોરાક
B. કાચના ટુકડા
C. ધાતુના કૅન
D. ચળકતા કાગળ
ઉત્તરઃ
A. વધેલો ખોરાક

પ્રશ્ન 2.
નીચેનામાંથી કયું કચરાનું ઉદાહરણ ન કહેવાય?
A. ખાદ્ય પદાર્થનું રેપર
B. એંઠવાડ
C. અથાણાની બૉટલ
D. છાપાની પસ્તી
ઉત્તરઃ
C. અથાણાની બૉટલ

GSEB Class 6 Science Important Questions Chapter 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ

પ્રશ્ન 3.
લાલ અળસિયાની મદદથી બનાવેલા ખાતરને શું કહે છે?
A. કમ્પોસ્ટ
B. વર્મીકમ્પોસ્ટ
C. ખોળનું ખાતર
D. રાસાયણિક ખાતર
ઉત્તરઃ
B. વર્મીકમ્પોસ્ટ

પ્રશ્ન 4.
કયા પદાર્થનું વિઘટન લાંબા સમય સુધી પણ થઈ શકતું નથી?
A. જૂના કપડાં
B. ચામડાના ચંપલ
C. પ્લાસ્ટિક
D. છાપાનો કાગળ
ઉત્તરઃ
C. પ્લાસ્ટિક

પ્રશ્ન 5.
વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવતી વખતે લાલ અળસિયાને કયો ખોરાક આપવો જોઈએ નહિ?
A. ચાના કૂચા
B. ફળોની છાલ
C. નિંદણ
D. અથાણું
ઉત્તરઃ
D. અથાણું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *