Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 12 વિદ્યુત તથા પરિપથ Important Questions and Answers.
GSEB Class 6 Science Important Questions Chapter 12 વિદ્યુત તથા પરિપથ
વિશેષ પ્રસ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નોઃ
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
વિદ્યુત આપતું સાધન કયું છે?
A. ટ્યૂબલાઈટ
B. વિદ્યુતકોષ
C. સૂર્યકૂકર
D. વિદ્યુત બલ્બ
ઉત્તરઃ
B. વિદ્યુતકોષ
પ્રશ્ન 2.
વિદ્યુત વાપરતું સાધન કયું છે?
A. સૂર્યકૂકર
B. સ્ટવ
C. ટ્યૂબલાઈટ
D. વિદ્યુતકોષ
ઉત્તરઃ
C. ટ્યૂબલાઈટ
પ્રશ્ન 3.
વિદ્યુતકોષને કેટલા ટર્મિનલ હોય છે?
A. એક
B. બે
C. ચાર
D. એક પણ નહિ
ઉત્તરઃ
B. બે
પ્રશ્ન 4.
વિદ્યુતકોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે?
A. ધાતુની પટ્ટીમાંથી
B. રાસાયણિક પદાર્થોમાંથી
C. ટૉર્ચમાંથી
D. ટર્મિનલમાંથી
ઉત્તરઃ
B. રાસાયણિક પદાર્થોમાંથી
પ્રશ્ન 5.
વિદ્યુત-સુવાહક પદાર્થ કયો છે?
A. પ્લાસ્ટિક
B. તાંબાનો તાર
C. ચૉક
D. રબર
ઉત્તરઃ
B. તાંબાનો તાર
પ્રશ્ન 6.
વિદ્યુત-અવાહક પદાર્થ કયો છે?
A. પેન્સિલની કાળી સળી
B. લોખંડની ખીલી
C. ટાંકણી
D. કાચ
ઉત્તરઃ
D. કાચ
પ્રશ્ન 7.
સ્વિચ અને ઇલેક્ટ્રિક પ્લગના ઉપરના ભાગ જેને આપણે સ્પર્શ કરીએ છીએ તે શાના બનેલા છે?
A. વિદ્યુત-સુવાહક પદાર્થના
B. વિદ્યુત-અવાહક પદાર્થના
C. વિદ્યુત અર્ધવાહક પદાર્થના
D. ધાતુના
ઉત્તરઃ
B. વિદ્યુત-અવાહક પદાર્થના
પ્રશ્ન 8.
થરમૉકોલ કેવો પદાર્થ છે?
A. વિદ્યુત-સુવાહક
B. વિદ્યુત રક્ષક
C. વિદ્યુત-અવાહક
D. વિદ્યુત-અર્ધવાહક
ઉત્તરઃ
C. વિદ્યુત-અવાહક
2. ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
મોટા જથ્થામાં વીજળી ઉત્પન્ન કરવા માટેના સ્થળને …………………… કહે છે.
ઉત્તરઃ
વીજમથક
પ્રશ્ન 2.
પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બના પાતળા તારને ………………….. કહે છે.
ઉત્તરઃ
ફિલામેન્ટ
પ્રશ્ન 3.
વિદ્યુત બલ્બ કે અન્ય વીજઉપકરણો બંધ કરવા કે ચાલુ કરવા …………………… ઉપયોગ થાય છે.
ઉત્તરઃ
સ્વિચ
પ્રશ્ન 4.
વિદ્યુતકોષનો ધાતુનો તકતીવાળો ભાગ એ તેનો …………………………… ટર્મિનલ છે.
ઉત્તરઃ
ઋણ
પ્રશ્ન 5.
વિદ્યુત બલ્બનો ………………………… તૂટી ગયેલો હોય તેને ઊડી ગયેલો (ક્યૂઝ) બલ્બ કહે છે.
ઉત્તરઃ
ફિલામેન્ટ
પ્રશ્ન 6.
વિદ્યુત પરિપથ ………………………… હોય ત્યારે વિદ્યુતપ્રવાહ વહે છે.
ઉત્તરઃ
પૂર્ણ
પ્રશ્ન 7.
વિદ્યુત પરિપથમાં સ્વિચ બંધ (OFF) હોય, ત્યારે વિદ્યુતપરિપથ ………………….. ગણાય.
ઉત્તરઃ
અપૂર્ણ
પ્રશ્ન 8.
વિદ્યુત પરિપથમાં જોડેલ બલ્બ ત્યારે જ પ્રકાશિત થાય છે, જ્યારે પરિપથમાં ………………………. પસાર થાય છે.
ઉત્તરઃ
વિદ્યુતપ્રવાહ
3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ટૉર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે?
ઉત્તરઃ
વિદ્યુતકોષમાંથી
પ્રશ્ન 2.
વિદ્યુતકોષના ધાતુની કેપવાળો ભાગ કયો ટર્મિનલ છે?
ઉત્તરઃ
ધન ટર્મિનલ
પ્રશ્ન 3.
વિદ્યુતકોષનો ઋણ ટર્મિનલ કયો છે?
ઉત્તરઃ
ધાતુની તકતી
પ્રશ્ન 4.
વિદ્યુતપ્રવાહ વહેવાના માર્ગને શું કહે છે?
ઉત્તરઃ
વિદ્યુત પરિપથ
પ્રશ્ન 5.
ટૉર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે?
ઉત્તરઃ
ફિલામેન્ટ
પ્રશ્ન 6.
વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહની દિશા કઈ તરફ હોય છે?
ઉત્તરઃ
ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફ
પ્રશ્ન 7.
વિદ્યુતકોષના બે ટર્મિનલ વચ્ચે વિદ્યુતપ્રવાહના વહનના સળંગ માર્ગને શું કહેવાય છે?
ઉત્તરઃ
વિદ્યુતપરિપથ પૂર્ણ થયો કહેવાય
પ્રશ્ન 8.
વિદ્યુત-સુવાહક પદાર્થોનાં નામ આપો.
ઉત્તરઃ
ઍલ્યુમિનિયમ, ચાંદી
પ્રશ્ન 9.
વિદ્યુત-અવાહક પદાર્થોનાં નામ આપો.
ઉત્તરઃ
રબર, ચામડું
પ્રશ્ન 10.
કઈ બે ધાતુ વિદ્યુતની શ્રેષ્ઠ સુવાહક છે?
ઉત્તરઃ
ચાંદી અને તાંબુ
4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
વિદ્યુતકોષ (સેલ) વિદ્યુત ઉત્પન્ન કરે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
વિદ્યુતકોષને ટર્મિનલ હોતા નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 3.
સ્વિચ ઑન કરવાથી વીજળીના બલ્બનો ફિલામેન્ટ ગરમ થવાથી પ્રકાશિત થાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
બલ્બના બે ટર્મિનલ એકબીજાને અડકેલા રહે તેમ ગોઠવવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહની દિશા ઋણ ટર્મિનલથી ધન ટર્મિનલ તરફ હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટેલો હોય, તો વિદ્યુતકોષ અને બલ્બ સાથેનું યોગ્ય જોડાણ કરવા છતાં વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 7.
સ્વિચની મદદથી વિદ્યુત પરિપથને પૂર્ણ બનાવી શકાય છે, પરંતુ પરિપથ અપૂર્ણ બનાવી શકાતો નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 8.
વિદ્યુત પરિપથ પૂર્ણ થાય ત્યારે વિદ્યુતપ્રવાહનું વહન થતું નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 9.
આપણું શરીર વિદ્યુત-અવાહક છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 10.
તાંબાનો વાયર વિદ્યુત-સુવાહક છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 11.
વિદ્યુતના સ્રોત વિના વિદ્યુત પરિપથ પૂર્ણ પરિપથ કહેવાય.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 12.
વાહક તાર પર પ્લાસ્ટિકનું આવરણ હોય છે.
ઉત્તરઃ
ખરું
5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
વિદ્યુતકોષનો ઉપયોગ શામાં થાય છે?
ઉત્તર:
વિદ્યુતકોષનો ઉપયોગ વિદ્યુત સ્રોત તરીકે રેડિયો, ઘડિયાળ, કેમેરા, ટૉર્ચ, રિમોટ કંટ્રોલ, ગેસ ગીઝર, કેટલાંક રમકડાં વગેરેમાં થાય છે.
પ્રશ્ન 2.
વિદ્યુતકોષને કેટલા ટર્મિનલ (ધ્રુવો) છે? કયા કયા?
ઉત્તરઃ
વિદ્યુતકોષને બે ટર્મિનલ (ધુવો) છે:
- ધન ટર્મિનલ (ધ્રુવ) અને
- ઋણ ટર્મિનલ (ધ્રુવ).
પ્રશ્ન 3.
વિદ્યુતકોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે?
ઉત્તર:
વિદ્યુતકોષમાં રહેલાં રસાયણો વપરાઈ જાય ત્યારે વિદ્યુતકોષ વીજળી આપતો બંધ થઈ જાય છે.
પ્રશ્ન 4.
બલ્બમાં ફિલામેન્ટનું કાર્ય શું છે?
ઉત્તરઃ
બલ્બમાં વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે ફિલામેન્ટને લાલચોળ ગરમ કરે છે. આથી ફિલામેન્ટ પ્રકાશિત બની પ્રકાશ આપે છે.
પ્રશ્ન 5.
વિદ્યુતકોષનો સિદ્ધાંત શો છે?
ઉત્તરઃ
વિદ્યુતકોષનો સિદ્ધાંત રાસાયણિક ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર.
પ્રશ્ન 6.
વિદ્યુત વાપરતાં ચાર સાધનોનાં નામ આપો.
ઉત્તરઃ
ટ્યૂબલાઈટ, વિદ્યુત ગોળો, વિદ્યુત પંખો, ટીવી, એસી (AC), ઘરઘંટી વગેરે વિદ્યુત વાપરતાં સાધનો છે.
પ્રશ્ન 7.
વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ક્યારે કહેવાય?
ઉત્તર:
વિદ્યુતપ્રવાહનું વહન થવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કહેવાય છે. .
પ્રશ્ન 8.
બલ્બ ફ્યુઝ થયો (ઊડી ગયો) એમ શા પરથી કહી શકાય?
ઉત્તરઃ
બલ્બના અંદરના ભાગમાં જોતાં ફિલામેન્ટ તૂટેલો માલૂમ પડે, તો બલ્બ ફ્યુઝ થયો છે એમ કહી શકાય.
પ્રશ્ન 6.
વ્યાખ્યા આપો
- વિદ્યુત પરિપથ
- વિદ્યુત-સુવાહક પદાર્થ
- વિદ્યુત-અવાહક પદાર્થ
ઉત્તરઃ
- વિદ્યુત પરિપથ વિદ્યુતપ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે.
- વિદ્યુત-સુવાહક પદાર્થ જે પદાર્થમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત-સુવાહક પદાર્થ કહે છે.
- વિદ્યુત-અવાહક પદાર્થ જે પદાર્થમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થઈ ન શકે તેને વિદ્યુત-અવાહક પદાર્થ કહે છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નો:
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
વિદ્યુતનો ઉપયોગ કયાં કયાં કાર્યો કરવામાં થાય છે?
ઉત્તર:
વિદ્યુત(વીજળી)નો ઉપયોગ નીચેનાં કાર્યો કરવા માટે થાય છે?
- કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે.
- જમીન પરની ટાંકીમાં ભરેલા પાણીને અગાસી કે ધાબા પરની ટાંકીમાં પહોંચાડવા.
- ઘરઘંટી વડે અનાજ દળવામાં.
- લિફ્ટ દ્વારા ઉપરના માળે જવા તથા નીચે આવવા.
- ઘરમાં, ઑફિસોમાં તથા કારખાનામાં પ્રકાશ મેળવવા.
- કારખાનામાં મશીનો ચલાવવા.
- ઘરનાં સાધનો જેવાં કે મિક્સર, એસી, રેફ્રિજરેટર, વૉશિંગ મશીન, ઇસ્ત્રી વગેરે ચલાવવા.
પ્રશ્ન 2.
વિદ્યુતકોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો. તેના વિશે ટૂંકમાં સમજાવો.
ઉત્તરઃ
ધાતુના (જસતના) પાત્રમાં રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે. તેના ઉપરના ભાગે ધાતુની ટોપી જેવો ભાગ છે, જે ધન (+) ટર્મિનલ કહેવાય છે. નીચેના ભાગે ધાતુની સળંગ તકતી હોય છે, જે ઋણ (-) ટર્મિનલ કહેવાય છે.
વિદ્યુતકોષમાં સંગૃહીત રાસાયણિક પદાર્થો વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે તેમાંના રાસાયણિક પદાર્થો વપરાઈ જાય ત્યારે વિદ્યુતકોષ વીજળી પેદા કરવાનું બંધ કરે છે. હવે તે નકામો બને છે. આ નકામા વિદ્યુતકોષને સ્થાને નવો વિદ્યુતકોષ બદલવો પડે છે. વિદ્યુતકોષ વિદ્યુતના સ્ત્રોત તરીકે ઘડિયાળમાં, ACના રિમોટ કંટ્રોલમાં, કેમેરામાં તથા ટૉર્ચમાં વપરાય છે.
પ્રશ્ન 3.
ટૉર્ચમાં વિદ્યુત પરિપથ પૂર્ણ કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
ટૉર્ચની સ્વિચ આગળ ખસેડતાં ટૉર્ચની અંદરના ભાગે સ્વિચ સાથે જોડેલી વાહકપટ્ટી બલ્બને અડકે છે અને વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આથી વિદ્યુત પરિપથમાં આવેલ બલ્બમાં વિદ્યુતપ્રવાહ વહે છે અને બલ્બ પ્રકાશિત થાય છે.
પ્રશ્ન 4.
ટૉર્ચના બલ્બની રચના સમજાવો.
ઉત્તરઃ
ટૉર્ચના બલ્બમાં કાચનો ગોળો હોય છે. કાચના ગોળાની અંદર મધ્યમાં પાતળો ગૂંચળામય તાર હોય છે. આને ફિલામેન્ટ કહે છે. વિદ્યુતપ્રવાહ પસાર કરતાં
બલ્બનો આ ભાગ પ્રકાશિત થાય છે. આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે. આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે. આ બે મોટા તારમાંથી એક તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલ હોય છે. બીજો તાર આધારકેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલ હોય છે. બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો અને ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ છે. તેઓ એકબીજાને અડકે નહિ તે રીતે ગોઠવેલા હોય છે.
પ્રશ્ન 5.
વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શો છે?
ઉત્તરઃ
વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુતપ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે. સ્વિચને બંધ સ્થિતિમાંથી ચાલુ (ON) સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આથી બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી બંધ (OFF) સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુતપ્રવાહ વહેતો બંધ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી.
આમ, સ્વિચ વડે તેની સાથે જોડેલ વિદ્યુત ઉપકરણને ચાલુ તેમજ બંધ કરી શકીએ છીએ.
પ્રશ્ન 6.
વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો?
ઉત્તર:
વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે નીચે મુજબની કાળજી રાખીશું:
- પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહિ.
- બે વાયર જોડતી વખતે અવાહક ટૅપનો ઉપયોગ કરીશું.
- પાણીવાળા (ભીના) હાથે સ્વિચને અડકીશું નહિ.
- વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું.
- વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુતકોષનો ઉપયોગ કરીશું.
પ્રશ્ન 2.
તફાવત આપો: વિદ્યુત-સુવાહક પદાર્થો અને વિદ્યુત-અવાહક પદાર્થો
ઉત્તર:
વિદ્યુત-સુવાહક પદાર્થો | વિદ્યુત-અવાહક પદાર્થો |
1. તેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થઈ શકે છે. | 1. તેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થઈ શકતો નથી. |
2. વિદ્યુતપ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા વિદ્યુત-સુવાહકનો ઉપયોગ થાય છે. | 2. વિદ્યુતપ્રવાહના સીધા સંપર્કથી બચવા વાહક તારના આવરણમાં અને વિદ્યુતનાં સાધનોના હાથામાં વિદ્યુત અવાહકનો ઉપયોગ થાય છે. |
3. લોખંડ, તાંબું જેવી ધાતુઓ વિદ્યુત-સુવાહક છે. | 3. રબર, ઍબોનાઇટ જેવા પદાર્થો વિદ્યુત-અવાહક છે. |
પ્રશ્ન 3.
નીચેનાનું વિદ્યુત-સુવાહક પદાર્થો અને વિદ્યુત-અવાહક પદાર્થોમાં – વર્ગીકરણ કરો:
ચામડું, લોખંડની સોય, ઍબોનાઈટ, ચાવી, પ્લાસ્ટિક, ગ્રેફાઇટ (પેન્સિલની કાળી સળી), ઊન, રેશમ, ઍસિડ, શુદ્ધ પાણી, રબર, એલ્યુમિનિયમ, માનવશરીર, હવા, ક્ષારયુક્ત પાણી.
ઉત્તર:
વિદ્યુત-સુવાહક પદાર્થો લોખંડની સોય, ચાવી, ગ્રેફાઇટ (પેન્સિલની કાળી સળી), ઍસિડ, ઍલ્યુમિનિયમ, માનવશરીર, ક્ષારયુક્ત પાણી.
વિદ્યુત-અવાહક પદાર્થો ચામડું, ઍબોનાઇટ, પ્લાસ્ટિક, ઊન, રેશમ, શુદ્ધ પાણી, રબર, હવા.
(C) વિસ્તૃત પ્રશ્નો:
1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિસહ સમજ આપો.
ઉત્તર:
વિદ્યુતકોષના બંને છેડા વાયર (વાહક તારી મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે.
સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુતકોષ, બે વાયર અને બલ્બ ઉપયોગમાં લેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુતકોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી.
પ્રશ્ન 2.
સ્વિચ સહિતના વિદ્યુત પરિપથની સમજ આપો.
ઉત્તરઃ
આકૃતિમાં સ્વિચ સહિતનો વિદ્યુત પરિપથ પૂર્ણ દર્શાવેલ છે. તેમાં વિદ્યુતકોષ, બલ્બ, સ્વિચ અને ત્રણ વાયર ઉપયોગમાં લેવાય છે. આકૃતિ મુજબની સાધનોની ગોઠવણ કરવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને પરિપથમાં વિદ્યુતપ્રવાહ વહે છે. આથી બલ્બ પ્રકાશિત બને છે.
વિદ્યુતપરિપથ તૈયાર કરવા નીચે મુજબની રીત અપનાવવામાં આવે છે:
- બલ્બના એક છેડા સાથે વિદ્યુતકોષના એક છેડાને વાયર વડે જોડવામાં આવે છે.
- બલ્બના બીજા છેડાને સ્વિચના A છેડા સાથે વાયર વડે જોડવામાં આવે છે.
- વિદ્યુતકોષના બીજા છેડાને સ્વિચના B છેડા સાથે વાયર વડે જોડવામાં આવે છે.
- આ રીતે તૈયાર કરેલા વિદ્યુત પરિપથમાં સ્વિચની સેફ્ટી પિનનો છેડો B સાથે સંપર્કમાં લાવવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ બને છે.
પ્રશ્ન 2.
નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરોઃ
* આપેલી વસ્તુઓ વિદ્યુત-સુવાહક છે કે વિદ્યુત-અવાહક તે નક્કી કરતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો.
હેતુઃ આપેલી વસ્તુઓ વિદ્યુત-સુવાહક છે કે વિદ્યુતઅવાહક તે નક્કી કરવું.
સાધન-સામગ્રીઃ ટૉર્ચનો બલ્બ, વિદ્યુતકોષ, અવાહક ટૅપ, વાયરના ટુકડા, રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, ચાવી, પેનની રીફિલ, દીવાસળી, સેફટી પિન, પ્લાસ્ટિકની ચમચી, ઍલ્યુમિનિયમનો તાર, ઍબોનાઇટ.
પદ્ધતિઃ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ તૈયાર કરો.
- છેડા A અને છેડા B વચ્ચે યોગ્ય અંતર રાખો.
- A અને B છેડાઓને આપેલ વસ્તુઓ સાથે એક પછી એક જોડો.
- તે દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહિ તે જુઓ.
તમારાં અવલોકન કોષ્ટકમાં નોંધો.
અવલોકન કોષ્ટક:
નિર્ણયઃ
- ચાવી, સેફટી પિન અને ઍલ્યુમિનિયમનો તાર વિદ્યુત-સુવાહક છે.
- રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, પેનની રીફિલ, દીવાસળી, પ્લાસ્ટિકની ચમચી અને ઍબોનાઇટ વિદ્યુત-અવાહક છે.
HOTS પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
નીચે આપેલી આકૃતિ (a) અને (b) પૈકી શામાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે?
A. ફક્ત (a)માં
B. ફક્ત (b)માં
C. (a) અને (b) બંનેમાં
D. (a) અને (b) બંનેમાંથી એકેય નહિ
ઉત્તરઃ
A. ફક્ત (a)માં
પ્રશ્ન 2.
બાજુમાં વીજળીના બલ્બની આકૃતિ આપેલી છે. તેમાં દર્શાવેલ A, B, C અને D ભાગો પૈકી કયો ભાગ ફિલામેન્ટ દર્શાવે છે?
A. ભાગ A
B. ભાગ 3
C. ભાગ C
D. ભાગ D
ઉત્તરઃ
C. ભાગ C
પ્રશ્ન 3.
વિદ્યુતકોષમાં કઈ પ્રકારની ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર થાય છે?
A. વિદ્યુત-ઊર્જાનું ઉષ્મા-ઊર્જામાં
B. રાસાયણિક ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં
C. રાસાયણિક ઊર્જાનું ઉષ્મા-ઊર્જામાં
D. વિદ્યુત-ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં
ઉત્તરઃ
B. રાસાયણિક ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં
પ્રશ્ન 4.
નીચેના પૈકી કઈ આકૃતિ વિદ્યુત પરિપથ પૂર્ણ દર્શાવે છે?
ઉત્તરઃ
(C)
પ્રશ્ન 5.
નીચે વિદ્યુત પરિપથ પૂર્ણ થયેલ દર્શાવ્યો છે. બલ્બ પ્રકાશે છે. હવે, બલ્બની જરૂર ન હોવાથી બંધ કરવો છે, તો શું કરશો એમ પૂછતાં ચાર વિદ્યાર્થીઓ જુદા જુદા ઉત્તર આપે છે.
અજય : P છેડો છૂટો કરવો જોઈએ.
બકુલ : Q છેડો છૂટો કરવો જોઈએ.
કરણ : R છેડો છૂટો કરવો જોઈએ.
ડિમ્પલ : S છેડો છૂટો કરવો જોઈએ.
તો આ ચાર વિદ્યાર્થીઓના ઉત્તર પૈકી કોના ઉત્તર સાચા છે?
A. અજય અને કરણ
B. અજય અને ડિમ્પલ
C. ચારેય પૈકી એકેય નહિ
D. ચારેય સાચા
ઉત્તર:
D. ચારેય સાચા