Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Std 11 Gujarati Lekhan Kaushalya Padartha Grahana/Padya Samiksha પદ્યાર્થગ્રહણ / પદ્યસમીક્ષા Questions and Answers, Notes Pdf.
GSEB Std 11 Gujarati Lekhan Kaushalya Padartha Grahana/Padya Samiksha
Std 11 Gujarati Lekhan Kaushalya Padartha Grahana/Padya Samiksha Questions and Answers
‘પદ્યાર્થગ્રહણ’ કે ‘પદ્યસમીક્ષા’ એટલે કાવ્યનો ભાવાર્થ સારી રીતે સમજવો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો આપવા.
પધાર્થગ્રહણ / પધસમીક્ષા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
1. આપેલા કાવ્યને શાંત – સ્વસ્થચિત્તે બે-ત્રણ વાર વાંચી જાઓ.
કાવ્ય વાંચતાં પહેલાં એક વાર પ્રશ્નો વાંચી લેવા જોઈએ.
2. કાવ્યમાં રહેલા મુખ્ય વિચારને સમજવાનો પ્રયત્ન કરો.
તેમાં રહેલી કલ્પના કે અલંકારને સમજવાનો પ્રયત્ન કરો. કાવ્યમાં આવતા અઘરા શબ્દો સમજવા માટે પૂર્વાપર સંબંધનો ઉપયોગ કરવો.
૩. એક-એક પ્રશ્ન વાંચીને તેનો ઉત્તર કાવ્યમાંથી શોધી કાઢો.
ઉત્તરોને લગતા મુદ્દાઓની એક રફ પાના પર નોંધ કરો. બધા પ્રશ્નોના ઉત્તરો માટેના મુદ્દા નોંધી લીધા બાદ તેમના આધારે પ્રશ્નોના ઉત્તર લખો.
4. ઉત્તરો ટૂંકા, મુદાસર અને પોતાની ભાષામાં જ લખવા જોઈએ.
કાવ્યની ભાષા ભલે અઘરી હોય પણ એના પર આધારિત પ્રશ્નનો ઉત્તર લખવાનો હોય ત્યારે સરળ ભાષામાં લખવો. કોઈ પણ ઉત્તર ચાર-પાંચ વાક્યોથી વધુ વિસ્તૃત ન થવો જોઈએ.
5. તમારા ઉત્તરોના લખાણમાં જોડણી, વિરામચિહ્નો વગેરે પર ખાસ ધ્યાન આપો.
જો લખાણની ભાષા શુદ્ધ નહીં હોય, તો ગુણ કપાઈ જવાની શક્યતા છે.
6. શીર્ષકઃ કાવ્યના ભાવ અથવા વિચારનું પ્રતિબિંબ પડતું હોય એવું અને ટૂંકું શીર્ષક આપવું.
શીર્ષક કાવ્યનો આત્મા છે, તેથી શીર્ષક આપતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી.
7. લખેલા ઉત્તરો એક વાર ધ્યાનપૂર્વક વાંચી જવા.
હવે કાવ્યસમીક્ષા માટે અહીં આપેલાં કાવ્યો અને તેમના પ્રશ્નોત્તરોનો ચીવટપૂર્વક અભ્યાસ કરો.
નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી, તેની નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
1. પીઠે બાંધ્યા મણમણ તણા બોજ, ને ચાલવાનું
વાંકાચૂકા ચઢઊતરના દીર્ઘ માર્ગો પર હ્યાં;
હૈયા કેરા અમૃતરસમાં ઘોળવાં ઝેર ઝાઝાં,
ને એ સોને અમૃતમય દેવાં બનાવી કલાથી:
આવા મોંઘા કઠિન કપરા જીવને એક દીક્ષા
જો ના દે તું જગતગુરુ! તો માંગું છું અન્ય ભિક્ષા?
જન્મી હી કુટિલ વ્યવહાર શકું કેડી કોરી,
જો વૈષમ્ય અકુટિલ રહું સાચવી સાચદોરી.
સીંચી સીંચી જલહૃદયનાં પથરાળી ધરામાં
મેં ઉગાડું, કંઈ વહી શકું ઉપરે અંતરે વા,
છો ને રેલો મુજ જીવનનો અન્ય આંખો ન દેખે,
તોયે જમ્મુ મુજ હું સમજું લાગિયું કાંક લેખે,
જો તું દે ના જગતગુરુ ઓ ! આટલી એક ભિક્ષા
તો હું યાચું, દઈશ ન કદી જન્મની ફેર શિક્ષા.
– સુંદરજી બેટાઈ
પ્રશ્નો:
(1) માનવીએ કેવા માર્ગે ચાલવાનું છે?
(2) કવિ મનુષ્યજીવનને મોંધું, કપરું અને કઠિન શા માટે કહે છે?
(3) કવિ પ્રભુ પાસે શી દીક્ષા માગે છે?
(4) પ્રભુ કવિને ઈચ્છિત ભિક્ષા ન આપે તો કવિ બીજું શું માગે છે? શા માટે?
(5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) માનવીએ ચિંતાઓ અને જવાબદારીઓનો ભારે બોજ ઊંચકીને જીવનના વાંકાચૂકા, ઊંચાનીચા અને લાંબા માર્ગે ચાલવાનું છે.
(2) કવિ મનુષ્યજીવનને મોંધું, કપરું અને કઠિન કહે છે, કારણ કે મનુષ્ય વખતોવખત પોતાના હૈયાના અમૃતરસમાં સંસાર તરફથી મળતાં વિષને સમાવી લઈ તેને અમૃતમય બનાવવાની કલા કેળવવી પડે છે.
(3) કુટિલ વ્યવહારોવાળા જગતમાં જન્મેલા કવિ જગતની અનેક વિષમતાઓ વચ્ચે પણ સત્યનું સૂત્ર પકડી રાખીને અકુટિલ રહેવાની પ્રભુ પાસે દીક્ષા માગે છે.
(4) પ્રભુ કવિને ઇચ્છિત ભિક્ષા ન આપે તો કવિ પુનર્જન્મથી મુક્તિ માગે છે, કારણ કે જેને સાર્થક ન બનાવી શકાય એવું જીવન કવિને ખપતું નથી.
(5) કાવ્યનું યોગ્ય શીર્ષક: જીવનદીક્ષા
2. આપણે ભરોસે આપણે હાલીએ
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
ખુદનો ભરોસો જેને હોય નહીં રે, તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરુ
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણના સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, હો ભેરુ
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર?
એના કરતૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ. હો ભેરુ
– પ્રફ્લાદ પારેખ
પ્રશ્નો:
(1) ‘તારે ભરોસે રામ’ એવું ગાનારને કવિ શા માટે ખોટો કહે છે?
(2) “આપણે જ આપણે છઈએ. આ પંક્તિ સમજાવો.
(3) કવિ કોનો હાથ ઝાલવાની વાત કરે છે? શા માટે?
(4) આ કાવ્યમાં સાગર અને વહાણ શેનાં રૂપકો છે?
(5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) ‘તારે ભરોસે રામ’ એવું ગાનારને કવિ ખોટો કહે છે; કારણ કે જેને પોતાની જાત પર ભરોસો ન હોય તેનો ભગવાન પરનો ભરોસો નકામો કરે છે.
(2) “આપણે જ આપણે છઈએ એટલે આપણે જ આપણને ડુબાડીએ છીએ કે આપણે જ આપણને ઉગારીએ છીએ અને આપણે જ આપણને સામે પાર લઈ જઈએ છીએ.
(3) કવિ મહેનતનો હાથ ઝાલવાની વાત કરે છે; કારણ કે જે પોતાની મહેનતનો હાથ ઝાલે છે તે જ આ સંસારસાગરને સફળતાપૂર્વક પાર કરી શકે છે.
(4) આ કાવ્યમાં સાગર એ સંસાર માટેનું અને વહાણ એ જીવન માટેનું રૂપક છે.
(5) કાવ્યનું યોગ્ય શીર્ષક: ખુદનો ભરોસો
3. એટલો તને ઓળખ્યો, વ્હાલા
ઓળખું જરાય નહિ,
લાખ લીટીએ લખું તોયે,
લખ્યો લખાય નહિ, …એટલો
સૂરજ-તાપના જેટલો તીખો
અડ્યો અડાય નહિ,
ચંદર-ચાંદની જેટલો મીઠો
ઝાલ્યો ઝલાય નહિ. …એટલો
યુગયુગોની ચેતના જેવડો
વરસ્યો વરણાય નહિ,
જનમોજનમ હેતના જેવડો
પરણ્યો પરણાય નહિ. …એટલો
– હસમુખ પાઠક
પ્રશ્નો : (1) કવિએ ‘હાલા’ સંબોધન કોના માટે કર્યું છે?
(2) કવિએ ઈશ્વરને ઓળખવા યોજેલાં કોઈ પણ બે ઉપનામો લખો.
(3) કવિએ આ કાવ્યમાં શી મથામણ અનુભવી છે?
(4) ઈશ્વરના સ્વરૂપમાં રહેલો વિરોધાભાસ સૂચવતી પંક્તિઓ દર્શાવો.
(5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) કવિએ ‘લા’ સંબોધન ઈશ્વર માટે કર્યું છે.
(2) કવિએ ઈશ્વરને ઓળખવા માટે યોજેલાં બે ઉપનામો: “યુગયુગોની ચેતના” અને “જનમોજનમનાં હેત’.
(3) કવિ ઈશ્વરને સંપૂર્ણપણે કેમ ઓળખવો, એનું વર્ણન કેમ કરવું, એનો સ્પર્શ કેમ કરવો, એને હાથમાં કેમ ઝીલવો અને એની સાથે કેમ પરણવું એની મથામણ અનુભવે છે.
(4) ઈશ્વરના સ્વરૂપમાં રહેલો વિરોધાભાસ સૂચવતી પંક્તિઓ:
સૂરજ-તાપના જેટલો તીખો,
અડ્યો અડાય નહિ,
ચંદર-ચાંદની જેટલો મીઠો
ઝાલ્યો ઝલાય નહિ.
(5) કાવ્યનું યોગ્ય શીર્ષક: કવિની મથામણ
4. ન રૂપ, નહીં રંગ, ઢંગ પણ શા અનાકર્ષક?
નહીં નયન વીજની ચમક ના છટા ચાલમાં,
ગુલાબ નહીં ગાલમાં, નીરખી રોજે રોજે થતું;
કલા વિરૂપ સર્જને શિદ રહ્યો વિધિ વેડફી?
અને નીરખું રોજ મોહક સુરેખ નારી કૃતિ –
પડશે નયનવીજ જેની ઉર-અદ્રિ ચૂરેચૂરા ઢળે થઈ,
અને વિરૂપ જડ નારીનો હું પતિ, અતુષ્ટ,
દઈ દોષ ભાગ્ય-બલને વહંતો ધુરા.
વહ્યા દિન અને બની જનની એ શિશુ એકની,
ઉમંગથી ઉછેરતી લઘુક પ્રાણના પિણ્ડને,
અને લઘુક પિણ્ડજીવનથી ઊભરાતું શિશુ,
થતું ચૂંટણભેર, છાતી અહીં આવી છુપાય,
ને હસે નયન માતને નીરખી નેહની છાલક,
મને થતું: તને અગર ચાહવા બની શકાય જો બાલક
– જયંત પાઠક
પ્રશ્નોઃ
(1) કવિની પત્ની કેવી હતી?
(2) પત્નીને જોઈ કવિને શું થતું?
(3) બીજી સ્ત્રીઓ કવિને કેવી લાગતી?
(4) બાળક શું કરતું હતું?
(5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) કવિની પત્નીનાં રૂપ-રંગ અને રીતભાત અનાકર્ષક હતાં. તેનાં નયનોમાં વીજળીની ચમક ન હતી, ચાલમાં છટા ન હતી 3 અને ગાલમાં ગુલાબની કુમાશ કે લાલી ન હતી.
(2) પત્નીને જોઈને કવિને એવો વિચાર આવતો કે સર્જનહાર આવી વિરૂપ નારીના સર્જન પાછળ પોતાની કલા શા માટે વેડફી રહ્યો હશે?
(3) બીજી સ્ત્રીઓ કવિને મોહક અને સુખ લાગતી, જેની નેત્રક્ટાક્ષરૂપી વીજળી પડતાં પાષાણદય પણ ચૂરેચૂરા થઈ ઢળી પડે!
(4) બાળક ઘૂંટણભેર દોડતું આવી માતાની ગોદમાં લપાતું. માતાનું મુખ જોઈજોઈ તે ખૂબ હરખાતું અને તેની આંખોમાં આનંદ અને મોં પર હાસ્ય છલકાતાં.
(5) કાવ્યનું યોગ્ય શીર્ષક: બની શકાય જો બાળક
5. કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલી જા, મન રે ભોળા ! આપણા જુદા આંક,
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ,
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ,
ખુલ્લાં ખેતર અડખેપડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાંય આવો છે લાભ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ !
– મકરંદ દવે
પ્રશ્નો :
(1) કવિ પાસે શું શું નથી? એની એમના મન પર શી અસર થાય છે?
(2) ઉપરવાળી બૅન્ક કઈ છે? તે કેવી રીતે ઉપયોગી થાય છે?
(3) સોનાની સાંકડી ગલી એટલે શું? ધનલોભી માણસો માટે કવિ શું કહે છે?
(4) કવિને ધૂળિયો મારગ શા માટે ગમે છે?
(5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તર :
(1) કવિ પાસે થોડા સિક્કા અને થોડી નોટો નથી. પણ કવિના મન પર એની જરાય અસર થતી નથી. કવિનું ગણિત ? જુદું હોવાથી તે પોતાની જાતને ગરીબ કે રાંક માનતા નથી.
(2) ઉપરવાળી બૅન્ક એટલે ઈશ્વર. તે સર્વ રીતે સમૃદ્ધ છે. સૌને રોજેરોજનો ખોરાક આપે છે અને કાલની ચિંતા કરવા દેતો નથી. તે માનવીઓને ભૂખ્યા જગાડે છે, પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી.
(3) ‘સોનાની સાંકડી ગલી’ એટલે ધનાઢ્ય લોકોનું વૈભવશાળી જીવન. ધનના લોભી લોકોનું જીવન સ્વાર્થપૂર્ણ હોય છે. તેમના હતમાં પણ ગણતરીપૂર્વકનો સ્વાર્થ છુપાયેલો હોય છે. ધનની પાછળ આંધળી દોટ મૂકતા લોકો કવિને જીવતાજાગતાં પ્રેત જેવા લાગે છે.
(4) કવિને ધૂળિયો મારગ ગમે છે, કારણ કે એમાં આપણા રૂ જેવા કૈક અલગારી સાથીઓ મળી જાય છે, મન ખોલીને તેમની સાથે સુખદુઃખની વાતો કરી શકાય છે. આવું જીવન નૈસર્ગિક અને સાચું છે. એમાં બનાવટ કે દંભ હોતાં નથી. માણસ-માણસ વચ્ચે સાચા પ્રેમસંબંધો હોય છે.
(5) કાવ્યનું યોગ્ય શીર્ષક: ધૂળિયે મારગ
6. દેશ તો આઝાદ થતાં થઈ ગયો,
તે શું કર્યું?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?
‘લાંચરુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા !”
રોષથી સો દોષ ગોખ્યા,
ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને ય શિર આવે ન,
જો! તેં કર્યું? આપ બળ ખર્મી પૂરણ?
જો, દેશના આ ભાગ્યમાં તે શું ભર્યું?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવી હર પળે;
સ્વાતંત્ર્યના ગઢ કાંગરા કરવત ગળે.
ગાફેલ થા હુંશિયાર! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે,
હર એક હિંદી હિંદ છે,
હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ :
એ સ્વાતંત્ર્યદિનની બંદગી.
– ઉમાશંકર જોશી
પ્રશ્નોઃ
(1) કવિ આપણને શો પ્રશ્ન કરે છે?
(2) આઝાદી બાદ દેશની દશા કેવી થઈ ગઈ છે?
(3) કવિ દેશવાસી પાસેથી કેવી અપેક્ષા રાખે છે?
(4) સ્વાતંત્ર્યદિને કવિ શી પ્રાર્થના કરે છે?
(5) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) કવિ આપણને પ્રશ્ન કરે છે: “દેશ આઝાદ થઈ ગયો તેમાં તેં શું કર્યું? દેશ બરબાદ થતાં રહી ગયો તેમાં કોનું પુણ્ય આગળ આવ્યું?”
(2) આઝાદી બાદ દેશમાં લાંચરુશ્વત, આળસ, સત્તાની સાઠમારી, સગાવાદ, કાળાં બજાર, મોંઘવારી જેવાં દૂષણોની સીમા ન રહી.
(3) કવિ દેશવાસી પાસે અપેક્ષા રાખે છે કે તે ગાફેલ ન રહે. તે હંમેશાં સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવા તૈયાર રહે.
(4) સ્વાતંત્ર્યદિને કવિ પ્રાર્થના કરે છે કે દેશ કમળની પાંખડીઓની જેમ ખીલે અને દેશની સુવાસ ફેલાય.
(5) કાવ્યનું યોગ્ય શીર્ષક: સ્વાતંત્ર્યદિનની બંદગી