Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 20 પ્રચલન અને હલનચલન Important Questions and Answers.
GSEB Class 11 Biology Important Questions Chapter 20 પ્રચલન અને હલનચલન
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
મનુષ્યમાં પદ્મલ હલનચલનનાં બે જુદા જુદા કાર્યો જણાવો.
ઉત્તર:
શ્વાસવાહિનીમાં પલ્મોના હલનચલન દ્વારા વાતાવરણના હવા સાથે દાખલ થયેલા ધૂળનાં રજકણો દૂર કરાય છે. અંડવાહિની નિવાપમાં અંડકોષોનો માર્ગ પસ્મલ હલનચલન દ્વારા જોવા મળે છે.
પ્રશ્ન 2.
અંડવાહિની નિવાપમાં કયા પ્રકારના હલનચલન દ્વારા અંડકોષો પ્રવેશે છે ?
ઉત્તર:
પહ્મલ હલનચલન.
પ્રશ્ન 3.
પ્રચલન એટલે શું?
ઉત્તર:
સમગ્ર શરીરનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર.
પ્રશ્ન 4.
હલનચલન એટલે શું ?
ઉત્તર:
જયારે સમગ્ર શરીર સ્થિર હોય અને શરીરના ધરીના સંબંધિત શરીરનો ભાગ ગતિ દર્શાવે તેને હલનચલન કહે છે.
પ્રશ્ન 5.
હાઈડ્રા અને અળસિયામાં કઈ રીતે હલનચલન થાય છે ?
ઉત્તર:
હાઈડ્રામાં : અધિચ્છદીય સ્નાયુકોષો.
અળસિયામાં : વર્તુળી અને આયામ સ્નાયુઓ.
પ્રશ્ન 6.
સમુદ્રતારામાં પ્રચલન માટે કઈ રચના જોવા મળે છે ?
ઉત્તર:
નાલિપગો.
પ્રશ્ન 7.
હાઈડ્રામાં પ્રચલનના બે પ્રકારો જણાવો.
ઉત્તર:
- લુપિંગ,
- સમરસોલ્ટીંગ (ઊંધા માથે ગતિ/ગુલાંટી).
પ્રશ્ન 8.
કોષરસનાં સૂક્ષ્મતંતુકો કેવા પ્રકારનું હલનચલન દર્શાવે છે ?
ઉત્તર:
અમીબીય હલનચલન.
પ્રશ્ન 9.
અમીબોઇડ હલનચલન કેવી રીતે થાય છે?
ઉત્તર:
જીવરસનાં ચોક્કસ દિશાનાં પરિવહનથી ખોટાં પગ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 10.
હલનચલનનાં પ્રકારો જણાવો.
ઉત્તર:
- અમીબીય,
- પÆલ,
- સ્નાયુલ.
પ્રશ્ન 11.
કયા અંગોના બંધારણમાં અરેખિત સ્નાયુ જોવા મળે છે ?
ઉત્તર:
નાનું આંતરડું, ફેફસાં, મૂત્રપિંડ વગેરે.
પ્રશ્ન 12.
સ્નાયુતંતુ સમૂહને જોડી રાખતી સંયોજક પેશીનું નામ જણાવો.
ઉત્તર:
સંપુટ (Fascia).
પ્રશ્ન 13.
સ્નાયુતંતુબંડ (Sarcomere) કોને કહે છે ?
ઉત્તર:
બે Z-રેખાની વચ્ચે રહેલો સ્નાયુતંતુકનો ભાગ, જે સ્નાયુતંતુનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
પ્રશ્ન 14.
સ્નાયુરસપડ કોને કહે છે ?
ઉત્તર:
સ્નાયુતંતુના કોષરસ પડને સ્નાયુરસપડ કહે છે.
પ્રશ્ન 15.
સ્નાયુસંકોચનની ક્રિયા માટે જવાબદાર ઘટક કયું છે ?
ઉત્તર:
Ca++ આયન્સ.
પ્રશ્ન 16.
કેટલાંક સ્નાયુતંતુકો લાલ રંગના દેખાય છે, તેનું કારણ શું છે ?
ઉત્તર:
માયોગ્લોબિનનું ઊંચું પ્રમાણ.
પ્રશ્ન 17.
સ્નાયુતંતુના વિશિષ્ટ લક્ષણો કયા છે ?
ઉત્તર:
ઉત્તેજના, સંકોચનશીલતા, સ્થિતિસ્થાપકતા અને પ્રસરણશીલતા સ્નાયુતંતુના વિશિષ્ટ લક્ષણો છે.
પ્રશ્ન 18.
કંકાલ સ્નાયુને રેખિત સ્નાયુ શા માટે કહે છે ?
ઉત્તર:
કંકાલ સ્નાયુ પર ઘેરા અને આછા રંગના પટ્ટા જોવા મળે છે, માટે તેને રેખિત સ્નાયુ કહે છે.
પ્રશ્ન 19.
સ્નાયુસંકોચન માટે કયા તંતુકો જવાબદાર છે ?
ઉત્તર:
સ્નાયુસંકોચન માટે એક્ટિન અને માયોસિન સ્નાયુતંતુકો જવાબદાર છે.
પ્રશ્ન 20.
કંકાલ સ્નાયુમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું ખનીજતત્ત્વ કયું છે?
ઉત્તર:
Ca++ આયન્સ.
પ્રશ્ન 21.
પાચનમાર્ગની દીવાલ પર કેવા પ્રકારના સ્નાયુતંતુકો જોવા મળે છે ?
ઉત્તર:
અનૈચ્છિક / સરળ સ્નાયુ / કોઠાંતર સ્નાયુ.
પ્રશ્ન 22.
ક્યા સંકોચનશીલ પ્રોટીનનું વજન સ્નાયુતંતુના પ્રોટીનના 55% જેટલું જોવા મળે છે ?
ઉત્તર:
માયોસિન.
પ્રશ્ન 23.
કયા સ્નાયુતંતુકો માયોગ્લોબિન અને પુષ્કળ કણાભસૂત્રો ધરાવે છે?
ઉત્તર:
લાલ સ્નાયુઓ.
પ્રશ્ન 24.
સ્નાયુસંકોચન માટે શક્તિનો સ્ત્રોત શું છે ?
ઉત્તર:
ATP.
પ્રશ્ન 25.
કયા આયન્સ સ્નાયુ સંકોચનમાં મદદ કરે છે ?
ઉત્તર:
Ca ++ અને Mg++.
પ્રશ્ન 26.
માયોલોજી (Myology) કોને કહે છે ?
ઉત્તર:
સ્નાયુઓના અભ્યાસને માયોલોજી કહે છે.
પ્રશ્ન 27.
સ્નાયુતંતખંડમાં આવેલા બે પ્રકારના તંતુકો કયા છે ?
ઉત્તર:
એક્ટિન અને માયોસિન.
પ્રશ્ન 28.
સ્નાયુતંતુકખંડમાં ક્યો સ્નાયુતંતુક, સ્નાયુસંકોચન દરમિયાન સરકે છે ?
ઉત્તર:
એક્ટિન સ્નાયુતંતુક,
પ્રશ્ન 29.
સ્નાયુસંકોચન માટે સરકતા તંતુઓનો વાદ કોના દ્વારા રજૂ કરાયો ?
ઉત્તર:
એચ. ઈ, હકઝલી અને એ. એફ. હેકલી.
પ્રશ્ન 30.
સ્નાયુની સતત ઉત્તેજનાને કારણે વારંવાર થતી સ્નાયુસંકોચનની ક્રિયાને શું કહે છે ?
ઉત્તર:
રીટેની (કંપવા).
પ્રશ્ન 31.
હૃદ સ્નાયુતંતુમાં જોવા મળતી અધોબિંબ તક્તી કોને કહે છે ?
ઉત્તર:
હૃદ સ્નાયુઓનાં પરસ્પર જોડાણ સ્થાને જાડી અધોબિંબ તક્તીઓની રચના જોવા મળે છે.
પ્રશ્ન 32.
સ્નાયુ શ્રમિત કેમ થાય છે ?
ઉત્તર:
લેક્ટિક એસિડના ભરાવાના કારણે,
પ્રશ્ન 33.
સ્નાયુસંકોચન દરમિયાન કયા તંતુકો સંતુનિર્માણ કરે છે ?
ઉત્તર:
એક્ટિન તંતુકો.
પ્રશ્ન 34.
“રીગર મોર્ટીસ’ એટલે શું ?
ઉત્તર:
વ્યક્તિના મૃત્યુ બાદ નાયુકોષ 02ની ગેરહાજરીમાં ATP નું સંશ્લેષણ કરી શકતા નથી, પરિણામે જકડાઈ જાય છે. સ્નાયુની આ સ્થિતિને રીગર-મોર્ટીસ કહે છે.
પ્રશ્ન 35.
સ્કંધમેખલાનું કાર્ય શું હોય છે ?
ઉત્તર:
સ્કંધમેખલા અગ્ર ઉપાંગને જોડાણ પૂરું પાડે છે.
પ્રશ્ન 36.
કાસ્થિમાં નરમ આધારક હોવાનું કારણ શું છે ?
ઉત્તર:
કાસ્થિમાં કોન્કાઇટીન ક્ષારોનું વધુ સંકેન્દ્રણ હોય છે,
પ્રશ્ન 37.
અસ્થિનું આધારક સખત કેમ હોય છે ?
ઉત્તર:
અસ્થિના આધારકમાં Ca++ ના ક્ષારોનું ઊંચું સંકેન્દ્રણ જોવા મળે છે.
પ્રશ્ન 38.
નિતંબમેખલાના બે અર્ધ ભાગના જોડાણ સ્થાનને શું કહે છે ?
ઉત્તર:
પુરોનિતંબકાસ્થિ સંધાન (Pubic symphysis).
પ્રશ્ન 39.
સ્કંધમેખલાના અસ્થિના નામ શું છે ?
ઉત્તર:
અક્ષક, સ્કંધા
પ્રશ્ન 40.
લાંબા અસ્થિઓના છેડાઓ કયા ભાગથી આવરિત હોય છે ?
ઉત્તર:
કાસ્થિ .
પ્રશ્ન 41.
ખોપરી (cranium)માં કેટલાં અસ્યિ જોવા મળે છે ?
ઉત્તર:
8 અસ્થિ ,
પ્રશ્ન 42.
ઉચ્ચ સસ્તનમાં, નીચલા જડબામાં કર્યું અસ્થિ જોવા મળે છે ?
ઉત્તર:
અધોઈનું (Mandible),
પ્રશ્ન 43.
પુખ્ત મનુષ્યમાં કણસ્થિઓની સંખ્યા કેટલી હોય છે ?
ઉત્તર:
૩ (ત્રણ).
પ્રશ્ન 44.
મનુષ્યના કંકાલતંત્રમાં સૌથી નાનું અસ્થિ ક્યું છે ?
ઉત્તર:
પૈડું (Stapes).
પ્રશ્ન 45.
મનુષ્યની ખોપરી કેવા પ્રકારની છે ?
ઉત્તર:
લિકંદૂકીય (Discondylic),
પ્રશ્ન 46.
સસ્તનમાં ગ્રીવા કશેરૂકાઓની સંખ્યા કેટલી છે ?
ઉત્તર:
7 શ્રીવા કશેરૂકાઓ.
પ્રશ્ન 47.
કટિ કોરૂકાઓ ક્યા પ્રદેશમાં આવેલી છે ?
ઉત્તર:
ઉંદરીય પ્રદેશ,
પ્રશ્ન 48.
કયા સ્થાને કરોડસ્તંભ, નિતંબમેખલા સાથે જોડાણ ધરાવે છે ?
ઉત્તર:
ત્રિકાસ્થિ (Sacral).
પ્રશ્ન 49.
કઈ કશેરૂકા ચાર કશેરૂકાઓનાં જોડાણથી બને છે ?
ઉત્તર:
પુચ્છાસ્થિ.
પ્રશ્ન 50.
સ્કંધાસ્થિનું સ્થાન ક્યાં છે ?
ઉત્તર:
બીજી અને સાતમી પાંસળીઓની ઉપર.
પ્રશ્ન 51.
ઉપાંગીય કંકાલમાં શેનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
મેખલા અને ઉપાંગાસ્થિ.
પ્રશ્ન 52.
મનુષ્યના પશ્વ ઉપાંગમાં કુલ કેટલા અસ્થિ જોવા મળે છે ?
ઉત્તર:
10 અસ્થિ .
પ્રશ્ન 53.
ઉર્વસ્થિ સ્કંધમેખલાના કયા ભાગ સાથે સંધાન ધરાવે છે ?
ઉત્તર:
અંધ ઉલૂખલ (Glenoid cavity).
પ્રશ્ન 54.
સ્કંધ પ્રદેશ કયા અસ્થિનો બનેલ છે ?
ઉત્તર:
અંધાસ્થિ .
પ્રશ્ન 55.
હાંસડીના અસ્થિનું શું નામ છે ?
ઉત્તર:
અક્ષકે.
પ્રશ્ન 56.
નિતંબમેખલાનાં શ્રોણી અસ્થિમાં કેટલા અસ્થિ જોડાયા હોય છે ? ક્યા ?
ઉત્તર:
ત્રણ – નિતંબાસ્થિ, આસનાસ્થિ, પુરોનિતંબકાસ્થિ.
પ્રશ્ન 57.
મનુષ્યના શરીરના સૌથી લાંબા અસ્થિનું નામ જણાવો.
ઉત્તર:
ઉર્વસ્થિ.
પ્રશ્ન 58.
મનુષ્યના શરીરમાં કુલ કેટલા અસ્થિ જોવા મળે છે ?
ઉત્તર:
206.
પ્રશ્ન 59.
અગ્ર અને પશ્વ ઉપાંગમાં કેટલા અસ્થિ હોય છે ?
ઉત્તર:
એગ્ર ઉપાંગ – 30, પલ્પ ઉપાંગ – 30.
પ્રશ્ન 60.
મનુષ્યના કરોડસ્તંભમાં કેટલી કોરૂ કામો આવેલી છે ?
ઉત્તર:
26 જશેરૂકા.
પ્રશ્ન 61.
મનુષ્ય શરીરમાં સૌથી નાનું અસ્થિ કયું છે ?
ઉત્તર:
અંતઃકર્ણમાં આવેલું પગડું (Stapes).
પ્રશ્ન 62.
ઉભય (Tibia) નલાસ્થિ (Fibula) શું છે ?
ઉત્તર:
નળક પ્રદેશમાં આવેલ અસ્થિ છે.
પ્રશ્ન 63.
શરીરમાં સૌથી મજબૂત અસ્થિ કર્યું છે ?
ઉત્તર:
ઉભય (Tibia).
પ્રશ્ન 64.
મનુષ્યના કરોડસ્તંભનું કશેરૂકા સૂત્ર લખો.
ઉત્તર:
C7T12L5S(5)C(4) = 26
પ્રશ્ન 65.
મનુષ્યની ખોપરીના અસ્થિ વચ્ચે કયા પ્રકારનો સાંધો જોવા મળે છે ?
ઉત્તર:
તંતુમય સાંધો (સીવન).
પ્રશ્ન 66.
પાંસળી અને ઉરોસ્થિ વચ્ચેના સાંધાનું નામ શું છે ?
ઉત્તર:
કાસ્થિમય/અંશતઃ ચલ સાંધો.
પ્રશ્ન 67.
ઉર્વસ્થિ અને નિતંબમેખલા વચ્ચે કેવા પ્રકારનો સાંધો જોવા મળે છે ?
ઉત્તર:
કંદૂક અને ઉલૂખલ સાંધો.
પ્રશ્ન 68.
મણિબંધાસ્થિઓ વચ્ચે કેવા પ્રકારનો સાંધો જોવા મળે છે ?
ઉત્તર:
સરકતો સાંધો.
પ્રશ્ન 69.
અગ્ર બાહુ સાથે અરિય પ્રકોઠાસ્થિ કેવા પ્રકારનો સાંધો ધરાવે છે ?
ઉત્તર:
મિજાગરા સાંધો.
પ્રશ્ન 70.
ઓસ્ટિઓપોરોસીસ કોને કહે છે ?
ઉત્તર:
Ca++ અને PO4– નું હાડકાંમાંથી શોષણ થવાના કારણે હાડકાંની ઘનતા ઓછી થવી.
પ્રશ્ન 71.
ગાઉટમાં કયા પદાર્થનો ભરાવો જોવા મળે છે ?
ઉત્તર:
યુરિક ઍસિડના સ્ફટિકો.
પ્રશ્ન 72.
કયા અંતઃસ્ત્રાવની ઊણપથી ઓસ્ટિઓપોરોસીસ થાય છે ?
ઉત્તર:
કેલ્સિટોનીન અને પેરાથોર્મોન.
પ્રશ્ન 73.
કયા વિટામીન અને ખનીજની ઊણપ ઓસ્ટીઓપોરોસીસને પ્રેરે છે ?
ઉત્તર:
વિટામીન D અને Ca+2
પ્રશ્ન 74.
રૂમેટાઇડ આર્થરાઇટીસ શું છે?
ઉત્તર:
સાયનોવિયલ કલામાં સોજો આવવાને રૂમેટાઇડ આર્થરાઇટીસ કહે છે.
પ્રશ્ન 75.
માયસ્પેનીયા ગ્રેવીસ કોને કહે છે ?
ઉત્તર:
સ્વ-રોગપ્રતિકારક રોગ છે. ચેતા સ્નાયુસંધાનને અસર કરે છે.
પ્રશ્ન 76.
સ્નાયુમય દુર્વિકાર (ડીસ્ટ્રોફી) કેમ થાય છે ?
ઉત્તર:
જનીનિક ખામીને લગતો રોગ છે.
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
નીચેના પ્રાણીઓનાં પ્રચલન અંગોના નામ જણાવો.
ઉત્તર:
- પેરામિણ્યમ – પલ્મો
- હાઈડ્રા – સૂત્રરંગો
- અળસિયું – વજકેશો
- મત્સ્ય – મીનપક્ષ
પ્રશ્ન 2.
હાઈડ્રામાં પ્રચલનની કઈ કઈ પદ્ધતિ જોવા મળે છે ?
ઉત્તર:
તરવું, ચાલવું, સમરસોલ્ટીંગ (ગુલાંટી).
પ્રશ્ન 3.
પ્રચલન અને હલનચલનની સમજૂતી તેમજ તફાવત આપો.
ઉત્તર:
હલનચલન એ શરીરના અંગોનું સ્થાનફેર કે સ્થિતિમાં ફેરફાર ક્ય સિવાય દર્શાવાતી ગતિ છે, જ્યારે પ્રચલનમાં સમગ્ર પ્રાણીશરીર એક સ્થાનથી બીજા સ્થાન તરફ ગતિ દર્શાવે છે.
પ્રશ્ન 4.
વનસ્પતિઓ દ્વારા કેવા પ્રકારનું હલનચલન દર્શાવાય છે ?
ઉત્તર:
વનસ્પતિનાં ભાગો પ્રકાશાનુવર્તી કે ભૂવર્તાય પ્રકારનું હલનચલન દર્શાવે છે.
પ્રશ્ન 5.
પ્રચલનની અગત્યતા શું છે ?
ઉત્તર:
પ્રચલન સામાન્ય રીતે ખોરાકની શોધ, આશ્રય, પ્રજનન સ્થાન, પ્રજનન સાથી, દુશ્મનોથી રક્ષણ વગેરે માટે જરૂરી છે.
પ્રશ્ન 6.
સ્નાયુ શ્રમિત શા માટે થાય છે ?
ઉત્તર:
સ્નાયુના શ્રમિત થવાનો અર્થ છે સ્નાયુની અસ્થાયી રીતે ઉત્તેજના શક્તિનો લોપ થવો, કારણ લેક્ટિક ઍસિડનો ભરાવો. સંપૂર્ણ રીતે શ્રમિત સ્નાયુ ચેતાની ઉત્તેજનાનો પ્રતિચાર નથી દર્શાવતો.
પ્રશ્ન 7.
સ્નાયુસંકોચન માટે ‘સરકતા તંતુના સિદ્ધાંત’ દ્વારા તમે શું સમજી શકો છો ?
ઉત્તર:
એક્ટિન તંતુકો, માયોસિન તંતુકો પર ઝડપથી વારંવાર ક્રમિક રીતે, 40 – 50મિનિટ સરકે છે, જેના કારણે સંકોચન જોવા મળે છે,
પ્રશ્ન 8.
સ્નાયુસંકોચન દરમિયાન થતાં રાસાયણિક ફેરફાર વર્ણવો.
ઉત્તર:
ગ્લાયકોજનનો ઉપયોગ અજારક રીતે થાય છે અને લેક્ટિક ઍસિડનો ભરાવો જોવા મળે છે.
પ્રશ્ન 9.
માયોસિન તંતુકની રચના સમજાવો.
ઉત્તર:
માયોસિન તંતુકના બે ભાગ છે : HMM અને LMM, જે અનુક્રમે શીર્ષ અને પુચ્છના ભાગની રચના કરે છે.
પ્રશ્ન 10.
સ્નાયુસંકોચન દરમિયાન Ca++ અને ATP નો ફાળો દેશવો.
ઉત્તર:
ATP ના જળવિભાજનની ઉત્પન્ન થતી શક્તિ અને Ca++ આયન્સ, સ્નાયુતંતુના સરકવા સમયે ઉપયોગ થાય છે, જે સ્નાયુસંકોચન પ્રેરે છે.
પ્રશ્ન 11.
લાલ સ્નાયુ કોને કહે છે ?
ઉત્તર:
કેટલાક સ્નાયુઓમાં માયોગ્લોબિનના પુષ્કળ પ્રમાણમાં હાજરીને કારણે તે લાલ રંગના દેખાય છે, માટે તેને લાલ સ્નાયુ કહે છે,
પ્રશ્ન 12.
સફેદ સ્નાયુ કોને કહે છે ?
ઉત્તર:
સફેદ સ્નાયુ ઓછા પ્રમાણમાં માયોગ્લોબિનને કારણે ફીક્કાં સફેદ જોવા મળે છે.
પ્રશ્ન 13.
જાર કે સ્નાયુ કોને કહે છે ?
ઉત્તર:
લાલ સ્નાયુઓ સંકોચન દરમિયાન 0-નો ઉપયોગ કરે છે, માટે તેમને જરાક ખાધું કહે છે.
પ્રશ્ન 14.
સ્નાયુસંકોચન દરમિયાન સ્નાયુતંતુકનો કયો ભાગ ટૂંકો થાય છે ?
ઉત્તર:
I-બિંબ અને Z-પ્રદેશ સ્નાયુસંકોચન દરમિયાન ટૂંકા થાય છે.
પ્રશ્ન 15.
ચેતા સ્નાયુસંધાન અથવા પ્રેરક અંત-તક્તી કોને કહે છે ?
ઉત્તર:
ચાલ કે મૈતાનાં પૈતાન્તો અને સ્નાયુતંતુ કેના સ્નાયુતંતુપડ બંનેના સંપર્ક સ્થાને રચાતી તક્તી જેવી રચનાને ચેતા સ્નાયુસંધાન કહે છે.
પ્રશ્ન 16.
અંતઃકંકાલ અને બહિકંકાલ વચ્ચેના બે મહત્ત્વના તફાવત જણાવો.
ઉત્તર:
- અંતઃકંકાલ : મધ્ય ગર્ભસ્તરીય,
- બહિકંકાલ : બાધ ગર્ભસ્તરીય ઉત્પત્તિ ધરાવે છે.
- અંતઃકંકાલ જીવંત પેશી છે,
- અસ્થિ અને કાસ્થિ, = બર્ડિકંકાલ નિર્જીવ પેશી કે જૈવરાસાયણિક સ્ત્રાવથી બનતી રચના છે વાળ, નખ, પીંછા વગેરે.
પ્રશ્ન 17.
કંકાલ કોને કહે છે ? તેના બે અગત્યનાં કાર્યો જણાવો.
ઉત્તર:
કંકાલ શરીરને આધાર આપતું બંધારણીય માળખું છે. તે અસ્થિ અને કાસ્થિનું બનેલું છે. તે પ્રચલન, આકાર અને સ્થિતિ જાળવવામાં મદદ કરે છે. શરીરના નાજુક અંગોનું રક્ષણ કરે છે.
પ્રશ્ન 18.
મનુષ્યમાં ત્રણ પ્રકારની પાંસળીઓ છે. તેનાં નામ ઉદાહરણ સાથે જણાવો.
ઉત્તર:
- સાચી પાંસળીઓ : 1 થી 7 પાંસળીઓ
- ખોટી પાંસળીઓ : 8, 9 અને 10મી પાંસળી
- તરતી પાંસળીઓ : 11, 12 પાંસળી
પ્રશ્ન 19.
ઉપાંગીય કંકાલતંત્રમાં આવેલા અસ્થિઓના નામ જણાવો.
ઉત્તર:
ખોપરી, ઉરોસ્ટિ, કરોડસ્તંભ, પાંસળી પિંજર, ક, મસ્તિષ્ક પેટીનાં અસ્થિઓનાં નામ જણાવો. જ. અગ્ર કપાલી, મધ્ય કપાલી, શંખક, પશ્વ કપાલી, ફિનોઈડ અને ઇથેમોઈડ.
Higher Order Thinking Skills (HOTS)
પ્રશ્ન 1.
પ્રચલન માટે કોના દ્વારા સહનિયમન થતું જોવા મળે છે ?
ઉત્તર:
પ્રચલનમાં સ્નાયુઓની ક્રિયાવિધિ, કંકાલતંત્ર અને ચેતાતંત્રનું સંપૂર્ણ સહનિયમન થતું જોવા મળે છે.
પ્રશ્ન 2.
કશા દ્વારા દર્શાવાતાં હલનચલનનાં કેટલાક ઉદાહરણ આપો.
ઉત્તર:
- શુક્રકોષોનું આંતરાલીય પ્રવાહીમાં તરવું.
- સ્નાન વાદળી દ્વારા નલિકામય તંત્રમાં પાણીનો પ્રવાહ ઉત્પન્ન કરવો. યુગ્લીનામાં પ્રચલન.
પ્રશ્ન 3.
ગ્લાયકોજનનું અજાર ર્ક વિઘટન સમજાવો.
ઉત્તર:
દરેક સ્નાયુઓમાં પ્રતિક્રિયા સમય જુદો જુદો જોવા મળે છે, વારંવાર થતી નાયુની ઉત્તેજનાને કારણે ગ્લાયકોજનનું વિઘટન થઈ લેક્ટિક ઍસિડ ઉત્પન્ન થાય છે, જેના કારણે સ્નાયુ શ્રમિત થાય છે.
પ્રશ્ન 4.
અજાર કે સ્નાયુ કોને કહે છે ?
ઉત્તર:
કેટલાક સ્નાયુઓમાં માયોગ્લોબિનનું પ્રમાણ ઓછું જોવા મળે છે, તેથી તે ફીક્કો,સફેદ દેખાવ ધરાવે છે. તેઓ શક્તિ મેળવવા માટે અજા૨ક પ્રક્રિયા પર આધાર રાખે છે, માટે તેને અજરક સ્નાયુ કહે છે.
પ્રશ્ન 5.
સ્નાયુઓ તેના સંકોચન દરમિયાન શક્તિ ક્યાંથી મેળવે છે ?
ઉત્તર:
સ્નાયુઓ તેમના સંકોચન દરમિયાન ATP માંથી શક્તિ મેળવે છે, ATP, માયોસિન ATPase ની હાજરીમાં ADP +PI માં જળવિભાજન પામે છે. ત્યારબાદ સ્નાયુતંતુ કોમાં ફરી ATP નિર્માણ પામે છે. આ માટે સ્નાયુ બીજી શક્તિસભર પદાર્થ ક્રીએટીન ફોરફેટ (CP) ધરાવે છે. તે ADP ના ATPમાં રૂપાંતરમાં મદદ કરે છે.
પ્રશ્ન 6.
ખોપરીને દ્રિકંદૂકાય કેમ કહે છે?
ઉત્તર:
ખોપરી, કરોડસ્તંભના અગ્ર ભાગ સાથે બે પશ્વ કપાલી કંદૂક દ્વારા સંધાન ધરાવે છે માટે તેને કિંદૂકીય કહે છે.
પ્રશ્ન 7.
ઇનોમિનેટ (અનામી) અસ્થિ એટલે શું ?
ઉત્તર:
સ્કંધમેખલા અને નિતંબમેખલાના અસ્થિ તેમની સંખ્યા અને ગોઠવણીમાં સમાનતા ધરાવે છે. દા.ત., નિતંબમેખલા બે શ્રોણી અસ્થિ ધરાવે છે. સ્કંધમેખલામાં ધાસ્થિ અને અક્ષક અસ્થિ જોવા મળે છે. સ્કંધમેખલા સ્કંધ ઉલૂખલ દ્વારા ભુજાસ્થિ સાથે નિતંબમેખલા, નિતંબ ઉલુખલ દ્વારા ઉર્વસ્થિ સાથે જોડાણ દર્શાવે છે.
પ્રશ્ન 8.
પ્રતિસ્થાપી અસ્થિ એટલે શું ?
ઉત્તર:
ગર્ભીય અવસ્થામાં કંકાલતંત્ર કાસ્થિમય રચના ધરાવે છે. ત્યારબાદ તેનું કઠિનીકરણ થતાં અસ્થિનું નિર્માણ થાય છે. આવા પ્રકારનાં અસ્થિને પ્રતિસ્થાપી અસ્થિ કહે છે.
Curiosity Questions
પ્રશ્ન 1.
મનુષ્યના શરીરમાં પણ અમીબીય ગતિ અને પક્ષ્મીય ગતિ જોવા મળે છે. આટલા જટિલ દેહઆયોજન ધરાવતા પ્રાણીમાં આને માટેનું શું તાર્કિક કારણ આપી શકાય ?
ઉત્તર:
- અમીબીય હલનચલન ભક્ષક કોષો અને શ્વેતકણો દ્વારા દર્શાવાય છે, જે હાનિકારક સૂક્ષ્મ જીવોનું ભક્ષણ કરી શરીરને રોગપ્રતિકારકતા આપે છે.
- શ્વાસવાહિનીમાં જોવા મળતું પલ્મોનું હલનચલન વાતાવરણની હવા સાથે પ્રવેશતા ધૂળનાં રજકણોને અટકાવે છે અને તેમને શ્વાસમાર્ગમાં આગળ જતા રોકે છે.
- અંડવાહિની નિવારના પશ્નોનાં હલનચલન દ્વારા અંડકોષનું તેમાં સરળતાથી વહન થાય છે.
- આમ, મનુષ્યમાં આ પ્રકારનાં હલનચલનથી રક્ષણ તેમજ વહન જેવા કાર્યો થઈ શકે છે.
પ્રશ્ન 2.
વિધાન-1 : પ્રચલન એટલે પ્રાણીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર. વિધાન-2 : બધાં જ પ્રચલન એ હલનચલન છે, પણ બધાં જ હલનચલન એ પ્રચલન નથી. આ વિધાનને તાર્કિક રીતે સમજાવો.
ઉત્તર:
પ્રચલન એ સજીવનું એક સ્થાનથી બીજા સ્થાન તરફનું ઐચ્છિક સ્થાનાંતર (ગતિ) છે. હલનચલન અને પ્રચલન અલગ પાડવા મુશ્કેલ છે. બંને એકબીજાથી સંકલિત છે તે આ રીતે સમજાવી શકાય. પ્રચલન દરમિયાન હલનચલન થાય છે, સ્થાનાંતર થાય છે, પણ જરૂરી નથી કે હલનચલન દરમિયાન પ્રચલન કે સ્થાનાંતર થાય.
પ્રશ્ન 3.
સ્નાયુસંકોચનનો Ca++નો શો ફાળો છે ?
ઉત્તર:
જયારે ચેતા સ્નાયુસંધાન આગળ એસિટાઇલ કોલાઇનનો સાવ થાય છે, સ્નાયુતંતુપડની પ્રવેશ્યશીલતામાં ફેરફાર થાય છે, સ્નાયુ કોષરસ જાળમાંથી Ca++ સ્નાયુ રસમાં મુક્ત થાય છે, જે એક્ટિન તંતુકોના અને માયોસિન તંતુકો પર સરક્વાની ક્રિયાની શરૂઆત પ્રેરે છે.
પ્રશ્ન 4.
હૃદ સ્નાયુતંતુ, અન્ય સ્નાયુઓ કરતાં અલગ પડે છે. વિધાનની પુષ્ટિ કરો.
ઉત્તર:
હૃદ સ્નાયુ, રેખિત સ્નાયુતંતુ કોની જેમ રેખિત છે. તેઓ ક્યારેય શ્રમિત થતા નથી. તેઓ ઊર્મિવેગના ઉત્તેજનાની સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, આમ, આપણે કહી શકીએ કે હૃદ સ્નાયુતંતુ, કાર્યની દૃષ્ટિએ અન્ય પ્રકારના સ્નાયુથી જુદો પડે છે.
પ્રશ્ન 5.
બધાં જ આંતરિક અંગોની ગતિ/હલનચલન અનૈચ્છિક પ્રકારનું છે. શા માટે ?
ઉત્તર:
આંતરિક અંગોનું અસ્તર કોઠાંતર/સરળ સ્નાયુનું બનેલું છે, તેઓ સ્વયંવર્તી અનૈચ્છિક ચેતાઓ દ્વારા ચેતાકરણ પામે છે, તેથી બધાં જ આંતરિક અંગોનું હલનચલન/ગતિ અનૈચ્છિક પ્રકારનું જોવા મળે છે.
પ્રશ્ન 6.
કરોડસ્તંભમાં 33 કશેરૂકાઓ હોવા છતાં તેની સંખ્યા 26 ગણાય છે. કેમ ?
ઉત્તર:
કરોડસ્તંભમાં 7 ગ્રીવા કશેરૂકા, 12 ઉરસીય કશેરૂકા, 5 કટિ કશેરૂકા, 5 ત્રિક કશેરૂકા જોડાઈ 1 ત્રિકાસ્થિ અને 4 પુચ્છ કશેરૂકા જોડાઈ 1 પુચ્છાસ્થિ બનાવે છે. આમ, કુલ 26 કશેરૂકા જોવા મળે છે.
પ્રશ્ન 7.
છેલ્લી બે જોડ પાંસળીઓને તરતી પાંસળીઓ કેમ કહે છે ?
ઉત્તર:
11મી અને 12મી જોડ પાંસળીઓ ફક્ત કરોડસ્તંભ સાથે જોડાણ ધરાવે છે. તે વક્ષ બાજુ પાંસળી પિંજર સાથે જોડાણ ધરાવતી નથી, માટે તેને તરતી પાંસળીઓ કહે છે.
પ્રશ્ન 8.
કંકાલતંત્રમાં મેખલાઓનો શો ફાળો છે ?
ઉત્તર:
મેખલાઓ અગ્ર ઉપાંગ તેમજ પશ્વ ઉપાંગના અસ્થિઓ માટે જોડાણ સપાટી પૂરી પાડે છે. તે ઉપાંગના હલનચલન માટે જરૂરી હોય છે. તે ખભા અને જાંઘના સ્નાયુઓને જોડાણ સપાટી પૂરી પાડે છે. શરીરનો આકાર અને સ્થિતિ જાળવે છે. નાજુક અંગો જેવા કે મૂત્રપિંડ, ફેફસાં વગેરેનું રક્ષણ કરે છે.