This GSEB Class 10 Social Science Notes Chapter 13 ઉત્પાદન ઉદ્યોગો covers all the important topics and concepts as mentioned in the chapter.
ઉત્પાદન ઉદ્યોગો Class 10 GSEB Notes
→ ઉદ્યોગ માનવી દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોનાં સ્વરૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ‘ઉઘોગ’ કહેવામાં આવે છે.
→ ઔદ્યોગિક વિકાસના પાયામાં કુદરતી સંસાધનોનો પર્યાપ્ત ઉપયોગ રહેલો છે,
→ ભારતમાં સૌપ્રથમ ઈ. સ. 1853માં ચારકોલ આધારિત ‘લોહ ગાળણ’ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું, પરંતુ તે ચાલુ રહી શક્યું નહિ,
→ ભારતમાં ઈ. સ. 1907માં જમશેદપુરમાં ‘યટા લોખંડ-પોલાદની કંપની’ની સ્થાપના થવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળી.
→ ઉદ્યોગોનું વર્ગીકરણ : ઉદ્યોગોને માનવશ્રમ, કાચો માલ, કાચા – માલનો સ્ત્રોત અને માલિકીના ધોરણના આધારે કેટલાંક જૂથોમાં વહેંચવામાં આવે છે.
→ મોટા પાયા પરના અને નાના પાયા પરના ઉદ્યોગો જે ઉઘોગોમાં ઘણા લોકોને રોજગારી મળી શકે તે મોટા પાયા પરના ઉદ્યોગો છે. દા. ત., સુતરાઉ કાપડનો ઉદ્યોગ, જેમાં કારીગરોની સંખ્યા ઓછી હોય તે નાના પાયા પરના ઉદ્યોગો છે. દા. ત., ખાંડસરી ઉદ્યોગ.
→ માલિકીના આધારે ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી જૂથોમાં વહેંચી શકાય.
→ કાચા માલના સૌતના આધારે ઉદ્યોગોને કૃષિ આધારિત અને ખનીજ-આધારિત જૂથોમાં વહેંચી શકાય. સુતરાઉ, રેશમી અને શણનું કાપડ, ખાંડ, ખાધ તેલ વગેરે ઉદ્યોગો કૃષિ-આધારિત છે.
→ સુતરાઉ કાપડ : આ ઉદ્યોગ ભારતનો સૌથી મોટો ઉદ્યોગ છે. તે 3.5 કરોડ લોકોને રોજી આપે છે. શરૂઆતમાં મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાઈ હતી. આજે તે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વધુ છે, મહારાષ્ટ્રમાં મુંબઈ, સોલાપુર, નાગપુર: ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા; તમિલનાડુમાં કોઇમ્બતુર, ચેન્નઈ, મદુરાઈ; પશ્ચિમ બંગાળમાં હાવડા, મુર્શિદાબાદ, ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગરા, મોદીનગર અને મધ્ય પ્રદેશમાં સ્વાલિયર, ઇંઘેર, ઉજ્જૈન તેમજ દેવાસ સુતરાઉ કાપડ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રો છે. ભારત અનેક દેશોમાં સુતરાઉ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે.
→ શણનું કાપડ : શણ અને તેની ચીજોના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. દેશના શલના કુલ ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ લગભગ 80 %, આંધ્ર પ્રદેશ લગભગ 10 % અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરા વગેરે રાજ્યોમાં થાય છે. પશ્ચિમ બંગાળની મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે.
→ રેશમી કાપડ : ભારતમાં શેતૂર, ઈરી, ટસર અને મૂગા એમ ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. રેશમના ઉત્પાદનમાં ભારત, ચીન પછી દ્વિતીય ક્રમ ધરાવે છે. કર્ણાટક, તમિલનાડુ, આંધ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, પંજાબ તથા જમ્મુ-કશ્મીરમાં થાય છે. બેંગલૂરુ, મૈસૂર, કાંચીપુરમ, મુર્શિદાબાદ, શ્રીનગર વગેરે રેશમનાં મુખ્ય ઉત્પાદક કેન્દ્રો છે.
→ ગરમ (ઊન) કાપડ : આ ઉદ્યોગ મુખ્યત્વે પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા અને રાજસ્થાનમાં કેન્દ્રિત થયો છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર; મહારાષ્ટ્રમાં મુંબઈ ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર, આગરા અને મિઝપુર, ગુજરાતમાં અમદાવાદ અને જામનગર; હરિયાલ્લામાં પાનીપત અને ગુડગાંવ, કરમીરમાં શ્રીનગર અને કર્ણાટકમાં બેંગલુર આ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે. ભારતમાં ઉનમાંથી ગાલીચા પન્ન બનાવવામાં આવે છે.
→ ત્રિમ કાપડ માનવ-નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત અને ટકાઉ હોય છે. ઊંચી જાતનું કાપડ બનાવવા માટે કૃત્રિમ રેસામાં કપાસ, રેશમ કે ઊનના રેસા પણ ભેળવવામાં આવે છે. આ ઉદ્યોગ કેરલ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વિકસ્યો છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્લી, અમૃતસર, ગ્વાલિયર, વડોદરા, કાનપુર, મોદીનગર અને કોલકાતા તેનાં મુખ્ય કેન્દ્રો છે.
→ ખાંડ ઉદ્યોગઃ ગોળ, ખાંડસરી મળીને ખાંડના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. શેરડી વજનમાં ભારે છે અને કપાયા પછી તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી ખાંડનાં કારખાનાં શેરડી-ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે. ભારતમાં ખાંડની મોય ભાગની મિલો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં છે. કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ગુજરાત અને પંજાબ પણ મહત્ત્વના ખાંડ ઉત્પાદકો છે.
→ કાગળ ઉદ્યોગ પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. ભારતમાં આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં કાગળ ઉદ્યોગ વિકસ્યો છે.
→ લોખંડ-પોલાદ, તાંબુ, ઍલ્યુમિનિયમ, રસાયણ, ખાતર, સિમેન્ટ, પરિવહન ઉપકરણો, ઇલેક્ટ્રોનિક વગેરે ઉદ્યોગો ખનીજ-આધારિત , ઉઘોગો છે.
→ લોખંડ અને પોલાદ ઉદ્યોગ : ભારતમાં આધુનિક લોખંડ ઉદ્યોગનો વાસ્તવિક પ્રારંભ પશ્ચિમ બંગાળના કુલ્ટી ખાતે થયો. તેનું મોટા પાયા પરનું ઉત્પાદન 1907માં જમશેદપુરમાં શરૂ થયું. તે પછી બર્નપુર અને ભદ્રાવતીમાં પોલાદનાં કારખાનાં સ્થપાયાં. ત્યારબાદ ભિલાઈ, રાઉરકેલા, દુગપુર, બોકારો, વિશાખાપર્તમ અને સેલમમાં સ્થપાયાં. લોખંડ-પોલાદ ઉદ્યોગમાં કાચા માલ તરીકે લોહ અયસ્ક, કોલસો, ચૂના-પથ્થર અને મેંગેનીઝની કાચી ધાતુ વપરાય છે. આ પદાર્થો ભારે છે અને મોટી જગ્યા રોકતા હોવાથી લોખંડપોલાદ ઉદ્યોગ કાચા માલનાં ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થપાયો છે. સિવાયનાં લોખંડ-પોલાદનાં બધાં કારખાનાંનો વહીવટ Dલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ(SAIL)ને સોંપવામાં આવ્યો છે. લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પાંચમા ક્રમે છે.
→ ઍલ્યુમિનિયમ-ગાળણ: તે ભારતનો મહત્ત્વનો ધાતુ ઉદ્યોગ છે. ઍલ્યુમિનિયમ હલકી, મજબૂત, ટિપાઉં, વિદ્યુત અને ગરમીની સુવાહક તથા કટાય નહિ એવી ધાતુ હોવાથી મેંગેનીઝ, તાંબું, જસત અને મૅગ્નેશિયમ સાથેની તેની મિશ્રધાતુઓ મોટરકાર, રેલવે, હવાઈ જહાજ તથા અનેક યાંત્રિક સાધનો બનાવવા માટે
વપરાય છે.
→ ભારતમાં તાંબાનું સૌપ્રથમ કારખાનું ભારતીય તાંબા નિગમ (Icc) દ્વારા ઝારખંડના સિંગભુમ જિલ્લામાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યું હતું. વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, ઍરકંડિશનર, ઑટોમોબાઈલ, રેડિયેટર, ઘરવપરાશનાં વાસણો વગેરેમાં તાંબાનો ઉપયોગ થાય છે.
→ રસાયણ ઉદ્યોગ : ભારતમાં અકાર્બનિક અને કાર્બનિક એમ બંને પ્રકારના રસાયણ ઉદ્યોગો ઝડપથી વિકસી રહ્યા છે. અકાર્બનિક રસાયણોમાં ગંધકન તેજાબ, નાઈટ્રિક ઍસિડ, વિવિધ એલ્કલાઈ, સોડા એંશ તથા સ્ટિક સોડનો સમાવેશ થાય છે. ભારે કાર્બનિક રસાયણોમાં પસેરસાયણ મુખ્ય છે. પેટ્રોરસાયણો કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ, રસાયણો અને દવાઓમાં વપરાય છે, જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં ભારત વિકાસશીલ દેશોમાં અગ્રસ્થાને છે.
→ રાસાયણિક ખાતર ઉદ્યોગઃ આ ઉદ્યોગનું સૌપ્રથમ કારખાનું ઈ. સ. 1906માં તમિલનાડુમાં રાનીપેટ ખાતે સ્થપાયું હતું. ભારતમાં આ ઉદ્યોગનો વાસ્તવિક વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરીમાં સ્થપાયેલા ખાતરના કારખાનાથી થયો. હરિયાળી ક્રાંતિને લીધે ખાતરોની માંગ વધવાથી તેમજ કુદરતી વાયુની સુલભતાથી દેશના મોટા ભાગનાં રાજ્યોમાં ખાતરનાં કારખાનાં સ્થપાયાં છે. ખાતરોનું ઉત્પાદન ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરલમાં થાય છે. ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ક્લોલ, કંડલા, ભરૂચ, હજીરા, વડોદરા વગેરે સ્થળોએ સ્થાપિત થયેલા છે.
→ પ્લાસ્ટિક ઉદ્યોગ: પ્લાસ્ટિક ઉદ્યોગને sunive Industry કહે છે. પૅકિંગ, રસાયક્લોના સંચયન, ટેક્સ્ટાઇલ, મકાન બાંધકામ, વાહન-નિમણિ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. ભારતમાં દિલ્લી, મુંબઈ, કોલકાતા, બેંગલૂરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતૂર, ચેન્નઈ વગેરે પ્લાસ્ટિક ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રો છે.
→ સિમેન્ટ ઉદ્યોગ: આ ઉદ્યોગ માટે ચૂના-પથ્થર, કોલસો, ચિરોડી, બૉક્સાઇટ, ચીકણી માટી વગેરે જેવા વજનદાર અને પલ્લી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે. તેથી તે કાચા માલના પ્રાપ્તિસ્થાનની નજીક સ્થાપવામાં આવે છે. સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો બીજો ક્રમ છે. પરિવહન-ઉપકરણ ઉદ્યોગ:
→ રેલવે : ભારત રેલવે એંજિન, મુસાફરીના ડબ્બા, માલગાડીનાં વૈગનો વગેરેના ઉત્પાદનની બાબતમાં આત્મનિર્ભર છે. રેલના પાય અને રેલ-સ્લીપરો લોખંડ-પોલાદનાં કારખાનાંમાં બને છે. એંજિનોનું નિર્માણ ચિત્તરંજન અને વારાક્ષસીમાં થાય છે. મુસાફરીના ડબ્બા પરામ્બર, બેંગલુર, કપૂરથલા અને કોલકાતામાં બને છે.
→ સડક વાહનો : ભારતમાં ટ્રક, બસ, કાર, ટ્રેક્ટર, મોટરસાઇકલ, સ્કૂટરે અને સાઇકલનું ઉત્પાદન મોટા પાયે થાય છે. વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.
→ જહાજ-બાંધકામ : ભારતમાં વિશાખાપટુર્નામ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્યા ગોવામાં જહાજો બને છે. વિશાળકાય જહાજો કોચી અને વિશાખાપટ્સમમાં તૈયાર થાય છે.
→ હવાઈ જહાજ બાંધકામ : ભારતમાં નાગરિક ઉડ્ડયનનાં જહાજો બનતાં નથી, પરંતુ સૈન્યની જરૂરિયાત માટે ચોક્કસ પ્રકારનાં વિમાનો અને વૈલિકોપ્ટરો બેંગલુરુ, કોરાપુટ, નાશિક, હૈદરાબાદ અને લખનઉનાં કારખાનાંઓમાં બનાવવામાં આવે છે.
→ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ: ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની સ્થાપના ઈ. સ. 1905માં રેડિયો સેટ અને લિફોન ઉદ્યોગ દ્વારા થઈ. તેનો હેતુ સૈન્ય, આકાશવાણી અને હવામાન વિભાગ માટેનાં ઉપકરણો બનાવવાનો હતો. આજે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) સાથે સહયોગ કરી ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે. ભારતમાં બેંગલુરુને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની અને ભારતની ‘સિલિકોન વેલી’ જેવાં નામોથી ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગના વિકાસ માટે બેંગલુરુમાં સૉફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક અને પ્રોદ્યોગિકી પાર્ક બનાવવામાં આવ્યા છે.
→ ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણ અતિક્રમણ ઉદ્યોગો થકી પેદા થતા વિવિધ પ્રકારના હાનિકારક વાયુઓ, ધુમાડા, નિઃસ્રાવ અને ઘન તેમજ તરલ દ્રવ્યો હવા, જળ, જમીન અને ભૂમિને દૂષિત કરે છે તથા મોટાં તેમજ ખામીવાળાં મશીનો અનિચ્છનીય અવાજો પેદા કરે છે. આ બધાંને ઔદ્યોગિક પ્રદૂષણ કહે છે. કુદરતી અને માનવસર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય ત્યારે પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય. પ્રદૂષણના મુખ્ય ચાર પ્રકાર છે : (1) હવા-પ્રદૂષણ, . (2) જળ-પ્રદૂષણ, (3) ભૂમિ-પ્રદૂષણ અને (4) ધ્વનિ-પ્રદૂષણ. કાર્બન ડાયૉક્સાઇડ, કાર્બન મોનૉક્સાઇડ અને સલ્ફર ડાયૉક્સાઇડ જેવા નુકસાનકારક વાયુઓને લીધે હવા પ્રદૂષિત થાય છે. ઉદ્યોગોનાં મોટાં અને જૂનાં થઈ ગયેલાં મશીનોના અને પરિવહનનાં સાધનોના કર્કશ, મોટા અને તીવ્ર અવાજોને કારણે ધ્વનિ પ્રદૂષણ વધ્યું છે.
→ પર્યાવરણનું અવક્રમણ રોકવાના ઉપાયોઃ ઉદ્યોગો માટે યોગ્ય સ્થાનો નક્કી કરીને, સારાં યંત્રો અને ઉપકરણો વસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે. ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા-પ્રદૂષણ ઓછું કરી શકાય છે. ફિલ્ટર, પ્રેસિપિટેટર અને અંબર જેવાં સાધનોની મદદથી પ્રદૂષકોને હવામાં જતા રોકી શકાય છે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતાં પહેલાં તેનું શુદ્ધીકરણ કરવાથી જળ-પ્રદૂષણ ઘટાડી શકાય છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી શકાય છે.