Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 13 ઉત્પાદન ઉદ્યોગો Important Questions and Answers.
GSEB Class 10 Social Science Important Questions Chapter 13 ઉત્પાદન ઉદ્યોગો
દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો છે વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો …………. % ફાળો છે.
A. 18
B. 40
C. 29.
ઉત્તરઃ
C. 29.
પ્રશ્ન 2.
ઈ. સ. 1855માં કોલકાતા નજીક ……………………… માં શણનું કારખાનું સ્થપાયું હતું.
A. રિસરા
B. કુલ્ટા
C. શિવેરા
ઉત્તરઃ
A. રિસરા
પ્રશ્ન 3.
ઈ. સ. …………………………… માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થપાઈ.
A. 1907
B. 1920
C. 1912
ઉત્તરઃ
A. 1907
પ્રશ્ન 4.
સુતરાઉ કાપડ ઉદ્યોગ એ ………………….. પાયાનો ઉદ્યોગ કહેવાય.
A. કાચા
B. નાના
C. મોટા
ઉત્તરઃ
C. મોટા
પ્રશ્ન 5.
ખાંડસરી ઉદ્યોગ એ …………………….. પાયાનો ઉદ્યોગ કહેવાય.
A. નાના
B. મોટા
C. કાચા
ઉત્તરઃ
A. નાના
પ્રશ્ન 6.
…………………………… ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે.
A. શણ
B. ખાંડ
C. કાપડ
ઉત્તરઃ
C. કાપડ
પ્રશ્ન 7.
સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત ………………………….. સ્થાન ધરાવે છે.
A. તૃતીય
B. પ્રથમ
C. દ્વિતીય
ઉત્તરઃ
C. દ્વિતીય
પ્રશ્ન 8.
ભારતમાં ……………………. માં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ.
A. કાનપુર
B. મુંબઈ
C. અમદાવાદ
ઉત્તરઃ
B. મુંબઈ
પ્રશ્ન 9.
…………………………… સુતરાઉ કાપડનું વિશ્વમહાગનર (Cottonopolls of India) કહેવાય છે.
A. અમદાવાદ
B. મુંબઈ
C. નાગપુર
ઉત્તરઃ
B. મુંબઈ
પ્રશ્ન 10.
ગુજરાતમાં ………………………… અને પૂર્વનું માન્ચેસ્ટર’ કહે છે.
A. અમદાવાદ
B. વડોદરા
C. સુરત
ઉત્તરઃ
A. અમદાવાદ
પ્રશ્ન 11.
ગુજરાતમાં ……………………….. શહેરને ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ કહે છે.
A. સુરત
B. અમદાવાદ
C. જામનગર
ઉત્તર:
B. અમદાવાદ
પ્રશ્ન 12.
તમિલનાડુમાં …………………………… આ શહેર સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે.
A. કોઈમ્બતૂર
B. ચેન્નઈ
C. મદુરાઈ
ઉત્તર:
A. કોઈમ્બતૂર
પ્રશ્ન 13.
શણ અને શણમાંથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વિશ્વમાં ? ભારતનું સ્થાન ……………………… છે.
A દ્વિતીય
B. તૃતીય
C. પ્રથમ
ઉત્તર:
C. પ્રથમ
પ્રશ્ન 14.
શણની નિકાસમાં વિશ્વમાં ભારતનો ક્રમ …………………………… છે.
A. પહેલો
B. બીજો
C. ત્રીજો
ઉત્તર:
B. બીજો
પ્રશ્ન 15.
રેશમના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ ……………………………… છે.
A. પહેલો
B. બીજો
C. ત્રીજો
ઉત્તર:
B. બીજો
પ્રશ્ન 16.
ભારતમાં ………………………. માં ઊની કાપડની મિલો સૌથી વધારે છે.
A. જમ્મુ-કશ્મીર
B. હરિયાણા
C. પંજાબ
ઉત્તર:
C. પંજાબ
પ્રશ્ન 17.
શેરડીના રસમાંથી ……………………………. બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે.
A. ગોળ
B. ખાંડ
C. ખાંડસરી
ઉત્તર:
A. ગોળ
પ્રશ્ન 18.
દમાસ્કસમાં ………………………. બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.
A. સૂડી-ચપ્પ
B. તોપ
C. તલવાર
ઉત્તર:
C. તલવાર
પ્રશ્ન 19.
ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં …………………….. ખાતે સ્થપાયું હતું.
A. પોર્ટોનોવા
B. ચેન્નઈ
C. મદુરાઈ
ઉત્તર:
A. પોર્ટોનોવા
પ્રશ્ન 20.
ઈ. સ. 1907માં ઝારખંડના ………………………. માં લોખંડ-પોલાદનું કારખાનું સ્થપાયું.
A. બોકારો
B. જમશેદપુર
C. બર્નપુર
ઉત્તર:
B. જમશેદપુર
પ્રશ્ન 21.
ગુજરાતમાં ………………………… ખાતે મીની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
A. દ્વારકા
B. હજીરા
C. ઓખા
ઉત્તરઃ
B. હજીરા
પ્રશ્ન 22.
લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન …………………….. છે.
A. ત્રીજું
B. ચોથું
C. પાંચમું
ઉત્તરઃ
C. પાંચમું
પ્રશ્ન 23.
ભારતમાં તાંબા-ગાળણ ઉદ્યોગનો સૌપ્રથમ એકમ ઝારખંડમાં ……………………. ખાતે સ્થાપવામાં આવ્યો.
A. ઘાટશિલા
B. જમશેદપુર
C. બોકારો
ઉત્તરઃ
A. ઘાટશિલા
પ્રશ્ન 24.
કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે …………………….. મુખ્ય છે.
A. નાઇટ્રિક ઍસિડ
B. કૉસ્ટિક સોડા
C. પેટ્રોરસાયણ
ઉત્તરઃ
C. પેટ્રોરસાયણ
પ્રશ્ન 25.
રસાયણ ઉદ્યોગમાં ………………………. નું સ્થાન દેશમાં સર્વોપરી છે.
A. ગુજરાત
B. મહારાષ્ટ્ર
C. તમિલનાડુ
ઉત્તરઃ
A. ગુજરાત
પ્રશ્ન 26.
દેશનું રાસાયણિક ખાતરનું કારખાનું સૌપ્રથમ ઈ. સ. 1906માં તમિલનાડુમાં ………………………….. ખાતે સ્થપાયું હતું.
A. પોર્ટોનોવા
B. રાનીપેટ
C. સિંદરી
ઉત્તરઃ
B. રાનીપેટ
પ્રશ્ન 27.
રાસાયણિક ખાતર ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઈઝર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના …………………. ખાતેથી થયો.
A. સિંદરી
B. પટના
C. ભાગલપુર
ઉત્તરઃ
A. સિંદરી
પ્રશ્ન 28.
……………………….. ઉદ્યોગને ‘Sunrise Industry’ પણ કહે છે.
A. પ્લાસ્ટિક
B. સિમેન્ટ
C. રસાયણ
ઉત્તરઃ
A. પ્લાસ્ટિક
પ્રશ્ન 29.
સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન ………………………….. છે.
A. પહેલું
B. બીજું
C. ત્રીજું
ઉત્તરઃ
B. બીજું
પ્રશ્ન 30.
રેલવે એન્જિન ………………………. પ્રકારનાં છે.
A. બે
B. ત્રણ
C. ચાર
ઉત્તરઃ
B. ત્રણ
પ્રશ્ન 31.
પશ્ચિમ બંગાળના મિહિજામમાં ………………………… માં ડીઝલ અને વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન થાય છે.
A. ટાટા લોકોમોટિવ વર્ક્સ
B. ડીઝલ લોકોમોટિવ વર્ક્સ
C. ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ
ઉત્તરઃ
C. ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ
પ્રશ્ન 32.
મુસાફરો માટેના રેલ-ડબ્બા …………………… માં બને છે.
A. પેરામ્બર
B. કંડલા
C. ચેન્નઈ
ઉત્તરઃ
A. પેરામ્બર
પ્રશ્ન 33.
વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન ………………….. છે.
A. પાંચમું
B. ચોથું
C. પહેલું
ઉત્તરઃ
A. પાંચમું
પ્રશ્ન 34.
…………………………. માં મોટા કદનાં વહાણો બને છે.
A. કોલકાતા
B. વિશાખાપટ્ટનમ
C. ચેન્નઈ
ઉત્તરઃ
B. વિશાખાપટ્ટનમ
પ્રશ્ન 35.
………………………… માં મોટા કદનાં વહાણો બને છે.
A. મુંબઈ
B. માગોવા
C. કોચી
ઉત્તરઃ
C. કોચી
પ્રશ્ન 36.
ભારતમાં ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની સ્થાપના ઈ. સ. ………………………… માં થઈ.
A. 1905
B. 1925
C. 1910
ઉત્તરઃ
A. 1905
પ્રશ્ન 37.
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL)ની સ્થાપના ……………………………… માં થઈ હતી.
A. બેંગલૂર
B. મુંબઈ
C. દિલ્લી
ઉત્તરઃ
A. બેંગલૂર
પ્રશ્ન 38.
……………………….. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે.
A. નાગપુર
B. બેંગલૂરુ
C. હૈદરાબાદ
ઉત્તરઃ
B. બેંગલૂરુ
પ્રશ્ન 39.
ભારતનું …………………….. શહેર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે.
A. જયપુર
B. દિલ્લી
C. બેંગલુરુ
ઉત્તરઃ
C. બેંગલુરુ
પ્રશ્ન 40.
……………………… જેવા અતિનુકસાનકારક વાયુને કારણે હવા પ્રદૂષિત બની છે.
A. નાઇટ્રોજન
B. કાર્બન ડાયોક્સાઈડ
C. સલ્ફર ડાયૉક્સાઇડ
ઉત્તરઃ
C. સલ્ફર ડાયૉક્સાઇડ
પ્રશ્ન 41.
ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું?
A. રિસરામાં
B. શ્રીરામપુરમાં
C. ટીદાગઢમાં
D. કૃષ્ણનગરમાં
ઉત્તરઃ
A. રિસરામાં
પ્રશ્ન 42.
ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીપણાને આધારે જૂથમાં વહેંચતા એક જૂથ અલગ પડે છે.
A. ખાનગી સાહસ
B. જાહેર સાહસ
C. ભાગીદારી પેઢી
D. સંયુક્ત સાહસ
ઉત્તરઃ
C. ભાગીદારી પેઢી
પ્રશ્ન 43.
ઈ. સ. 1874માં લોખંડ બનાવવાનું કારખાનું ક્યાં સ્થપાયું?
A. રિસરામાં
B. કુલ્ટીમાં
C. બર્નપુરમાં
D. જમશેદપુરમાં
ઉત્તરઃ
B. કુલ્ટીમાં
પ્રશ્ન 44.
ભારતમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કયો છે?
A. સિમેન્ટ ઉદ્યોગ
B. ખાંડ ઉદ્યોગ
C. સુતરાઉ કાપડ ઉદ્યોગ
D. લોખંડ-પોલાદ ઉદ્યોગ
ઉત્તરઃ
C. સુતરાઉ કાપડ ઉદ્યોગ
પ્રશ્ન 45.
ગુજરાતના કયા શહેરને ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ કહે છે?
A. સુરતને
B. રાજકોટને
C. અમદાવાદને
D. વડોદરાને
ઉત્તરઃ
C. અમદાવાદને
પ્રશ્ન 46.
ગુજરાતના કયા શહેરને પૂર્વના માન્ચેસ્ટર’નું બિરુદ મળેલું છે?
A. અમદાવાદને
B. સુરતને
C. ભરૂચને
D. કલોલને
ઉત્તરઃ
A. અમદાવાદને
પ્રશ્ન 47.
ભારતમાં લોખંડ અને પોલાદનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું?
A. કુલ્ટીમાં
B. બર્નપુરમાં
C. જમશેદપુરમાં
D. પોર્ટોનોવામાં
ઉત્તરઃ
D. પોર્ટોનોવામાં
પ્રશ્ન 48.
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
A. દુર્ગાપુર – પશ્ચિમ બંગાળ
B. ભદ્રાવતી – કર્ણાટક
C. સેલમ – આંધ્ર પ્રદેશ
D. ભિલાઈ – છત્તીસગઢ
ઉત્તરઃ
C. સેલમ – આંધ્ર પ્રદેશ
પ્રશ્ન 49.
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?
A. જમશેદપુર – ઝારખંડ
B. બર્નપુર- પશ્ચિમ બંગાળ
C. ભદ્રાવતી – કર્ણાટક
D. ભિલાઈ – મધ્ય પ્રદેશ
ઉત્તરઃ
D. ભિલાઈ – મધ્ય પ્રદેશ
પ્રશ્ન 50.
ભારતમાં રાસાયણિક ખાતરોનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું?
A. કલોલમાં
B. ભરૂચમાં
C. વડોદરામાં
D. રાનીપેટમાં
ઉત્તરઃ
D. રાનીપેટમાં
પ્રશ્ન 51.
ગુજરાતના નીચે આપેલા નકશામાં તીર વડે દર્શાવેલ રાસાયણિક ખાતરનું કારખાનું કયા સ્થળે આવેલું છે?
A. કંડલા
B. જામનગર
C. અમદાવાદ
D. અમરેલી
ઉત્તરઃ
A. કંડલા
પ્રશ્ન 52.
સિમેન્ટ ઉદ્યોગ માટે નીચેના ક્યા પદાર્થની જરૂર પડતી નથી?
A. ચૂનાનો પથ્થર
B. ઍલ્યુમિનિયમવાળી માટી
C. ચિરોડી
D. ચકમક
ઉત્તરઃ
D. ચકમક
પ્રશ્ન 53.
કોના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે?
A. રેશમના
B. કપાસના
C. ઊનના
D. પ્લાસ્ટિકના
ઉત્તરઃ
B. કપાસના
પ્રશ્ન 54.
ભારતનું કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે?
A. દિલ્લી
B. બેંગલૂરુ
C. મુંબઈ
D. હૈદરાબાદ
ઉત્તરઃ
B. બેંગલૂરુ
પ્રશ્ન 55.
દેશમાં ચાર પ્રકારનું રેશમ પેદા કરવામાં આવે છે. તેમાં નીચેનો એક વિકલ્પ રેશમ નથી.
A. મૂગા
B. નાયલૉન
C. ટસર
D. ઈરી
ઉત્તરઃ
B. નાયલૉન
પ્રશ્ન 56.
નીચેના પૈકી કયા શહેરમાં તલવાર બનાવવા માટે ભારતમાંથી લોખંડની આયાત કરવામાં આવતી?
A. બગદાદ
B. અંકારા
C. રિયાધ
D. દમાસ્કસ
ઉત્તરઃ
D. દમાસ્કસ
પ્રશ્ન 57.
ક્યું જોડકું ખોટું છે?
A. પશ્ચિમ બંગાળ – કુલ્ટી
B. ઝારખંડ – જમશેદપુર
C. કર્ણાટક – ભદ્રાવતી
D. આંધ્ર પ્રદેશ – બર્નપુર
ઉત્તરઃ
D. આંધ્ર પ્રદેશ – બર્નપુર
પ્રશ્ન 57.
આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટકાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન લાગે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. આ ધાતુ કઈ છે?
A. નિકલ
B. જસત
C. સીસું
D. ઍલ્યુમિનિયમ
ઉત્તરઃ
D. ઍલ્યુમિનિયમ
પ્રશ્ન 58.
ભારતમાં આધુનિક ઢબે જહાજ (વહાણ) બાંધવાનાં મુખ્ય કેન્દ્રો કયાં છે?
A. વિશાખાપટ્ટનમ અને મુંબઈ
B. વિશાખાપટ્રમ અને ચેન્નઈ
C. કોચી અને કંડલા
D. પારાદ્વીપ અને તિરુવનંતપુરમ
ઉત્તરઃ
B. વિશાખાપટ્રમ અને ચેન્નઈ
પ્રશ્ન 59.
જળ-પ્રદૂષણનો સૌથી વધુ મહત્ત્વનો સ્ત્રોત કયો છે?
A. ઔદ્યોગિક કચરો
B. જીવજંતુઓ
C. વનસ્પતિ
D. વાયુઓ
ઉત્તરઃ
A. ઔદ્યોગિક કચરો
પ્રશ્ન 60.
પ્રદૂષણ અટકાવવા કયું બળતણ જરૂરી છે?
A. કૃત્રિમ વાયુ
B. પ્રાકૃતિક વાયુ
C. પેટ્રોલ
D. કેરોસીન
ઉત્તરઃ
B. પ્રાકૃતિક વાયુ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
પ્રશ્ન 1.
ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગોનો ફાળો 29 % છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
ઈ. સ. 1855માં કોલકાતા નજીક રિસરામાં શણનું કારખાનું સ્થપાયું.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 3.
ઈ. સ. 1874માં કુલ્ટીમાં લોખંડ-પોલાદ બનાવવાનું કારખાનું સ્થપાયું.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
ઈ. સ. 1920માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદનું કારખાનું સ્થપાયું.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
સુતરાઉ કાપડનો ઉદ્યોગ મોટા પાયાનો ઉદ્યોગ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 6.
ખાંડસરી ઉદ્યોગ નાના પાયાનો ઉદ્યોગ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 7.
ભારતની અર્થવ્યવસ્થામાં શણ ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 8.
સુતરાઉ કાપડની નિકાસમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 9.
મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 10.
કોઈમ્બતૂરને સુતરાઉ કાપડનું વિશ્વમહાનગર’ કહે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 11.
અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર’ કહે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 12.
વડોદરાને ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ કહે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 13.
તમિલનાડુમાં કોઇમ્બતૂર સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 14.
શણ અને શણમાંથી બનેલી વસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન દ્વિતીય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 15.
શણની નિકાસમાં વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 16.
ભારતમાં ત્રણ પ્રકારનાં રેશમનું ઉત્પાદન થાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 17.
ટસર અને મૂગા રેશમના પ્રકારો છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 18.
ભારતમાં પંજાબમાં ઊની કાપડની મિલો સૌથી વધારે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 19.
પંજાબમાં ધારીવાલ, અમૃતસર અને લુધિયાણા ઊની કાપડનાં મુખ્ય કેન્દ્રો છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 20.
દમાસ્કસમાં લશ્કરી તોપો બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 21.
ગુજરાતમાં અંકલેશ્વર પાસે મીની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 22.
લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 23.
ભારતમાં સૌપ્રથમ તાંબાગાળણ ઉદ્યોગનો એકમ ઝારખંડમાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 24.
અકાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રોરસાયણ મુખ્ય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 25.
રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 26.
દેશનું રાસાયણિક ખાતરનું કારખાનું સૌપ્રથમ તમિલનાડુમાં રાનીપેટ ખાતે સ્થપાયું હતું.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 27.
પ્લાસ્ટિક ઉદ્યોગને Moonrise Industry પણ કહે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 28.
સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ પહેલો છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 29.
મુસાફરો માટેના રેલ-ડબ્બા પેરામ્બર, બેંગલૂર, કપૂરથલા અને કોલકાતામાં બને છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 30.
વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન ત્રીજું છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 31.
હાલમાં વરાળથી ચાલતાં એન્જિનો પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 32.
ચેન્નઈ અને વિશાખાપટ્ટનમમાં મોટા કદનાં વહાણોનું ઉત્પાદન થાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 33.
બેંગલૂરુ શહેર રસાયણ ઉદ્યોગની રાજધાની ગણાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 34.
બેંગલુર શહેર ભારતની ‘સિલિકોન વેલી’ કહેવાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 35.
કાર્બન મોનૉક્સાઈડ અને નાઇટ્રોજન જેવા અતિ નુકસાનકારક વાયુઓને કારણે હવા પ્રદૂષિત બની છે.
ઉત્તરઃ
ખોટું
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કોની નીતિએ ભારતમાં ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી?
ઉત્તરઃ
બ્રિટિશ શાસનની
પ્રશ્ન 2.
ઈ. સ. 1855માં કોલકાતા નજીક શણનું કારખાનું ક્યાં સ્થપાયું?
ઉત્તરઃ
રિસરામાં
પ્રશ્ન 3.
જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને કયા ઉદ્યોગો કહે છે?
ઉત્તરઃ
મોટા પાયાના
પ્રશ્ન 4.
જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને ક્યા ઉદ્યોગો કહે છે?
ઉત્તરઃ
નાના પાયાના
પ્રશ્ન 5.
મુંબઈને કયા ઉદ્યોગનું વિશ્વમહાનગર’ કહે છે?
ઉત્તરઃ
સુતરાઉ કાપડ
પ્રશ્ન 6.
ગુજરાતમાં કયા શહેરને પૂર્વનું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ કહે છે?
ઉત્તરઃ
અમદાવાદને
પ્રશ્ન 7.
કોને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે?
ઉત્તરઃ
શણને
પ્રશ્ન 8.
ગુજરાતના કયા શહેરોમાં ઊની વસ્ત્રોનાં કેન્દ્રો છે?
ઉત્તરઃ
અમદાવાદ અને જામનગર
પ્રશ્ન 9.
પોચું, લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી શું બનાવવામાં આવે છે?
ઉત્તરઃ
કાગળ
પ્રશ્ન 10.
કયા ઉદ્યોગને ‘Sunrise Industry પણ કહે છે?
ઉત્તરઃ
પ્લાસ્ટિક ઉદ્યોગને
પ્રશ્ન 11.
કયા ઉદ્યોગે બેંગલુરુને પોતાની રાજધાની બનાવ્યું છે?
ઉત્તરઃ
ઈલેક્ટ્રોનિક ઉદ્યોગે
પ્રશ્ન 12.
કયું શહેર ભારતની સિલિકોન વેલી કહેવાય છે?
ઉત્તરઃ
બેંગલૂરુને
પ્રશ્ન 13.
કયું પ્રદૂષણ માનવીના બહેરાશનું એક કારણ છે?
ઉત્તરઃ
ધ્વનિ-પ્રદૂષણ
પ્રશ્ન 14.
ભારતમાં ઉદ્યોગોની પરંપરા ક્યારથી ચાલી આવે છે?
ઉત્તરઃ
સિંધુખીણની સભ્યતાથી
પ્રશ્ન 15.
અઢારમી સદી સુધી ભારત કયા ઉદ્યોગમાં આગળ હતો?
ઉત્તરઃ
વહાણો બનાવવાના
પ્રશ્ન 16.
કોના વિકાસ વિના આર્થિક વિકાસ અસંભવ જ થઈ જાય છે?
ઉત્તરઃ
ઔદ્યોગિક વિકાસ વિના
પ્રશ્ન 17.
ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના 29 % જેટલો ફાળો કોનો છે?
ઉત્તરઃ
ઉદ્યોગોનો
પ્રશ્ન 18.
ઈ. સ. 1907માં ટાટા લોખંડ-પોલાદની કંપની ક્યાં સ્થપાઈ હતી?
ઉત્તરઃ
જમશેદપુરમાં
પ્રશ્ન 19.
ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં કયા ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે?
ઉત્તરઃ
વસ્ત્ર ઉદ્યોગનું
પ્રશ્ન 20.
ઉત્પાદન અને રોજગારીની દષ્ટિએ કયો ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે?
ઉત્તરઃ
સુતરાઉ કાપડનો ઉદ્યોગ
પ્રશ્ન 21.
શરૂઆતનાં વર્ષોમાં સુતરાઉ કાપડની મિલો ક્યાં શહેરોમાં સ્થપાઈ હતી?
ઉત્તરઃ
મુંબઈ અને અમદાવાદમાં
પ્રશ્ન 22.
બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ કયો છે?
ઉત્તરઃ
શણના કાપડનો ઉદ્યોગ
પ્રશ્ન 23.
શણના કાપડની મોટા ભાગની મિલો કઈ નદીને કિનારે આવેલી છે?
ઉત્તરઃ
હુગલી નદી
પ્રશ્ન 24.
ભારતમાં કેટલા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે?
ઉત્તરઃ
ચાર
પ્રશ્ન 25.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના રેશમને કયા દેશની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે?
ઉત્તરઃ
ચીનની
પ્રશ્ન 26.
ભારતમાં સૌથી વધારે ઊની મિલો કયા રાજ્યમાં છે?
ઉત્તરઃ
પંજાબમાં
પ્રશ્ન 27.
ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું હતું?
ઉત્તરઃ
તમિલનાડુના પોર્ટોનોવામાં
પ્રશ્ન 28.
કયા ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ કહી શકાય?
ઉત્તરઃ
લોખંડ અને પોલાદના ઉદ્યોગને
પ્રશ્ન 29.
દમાસ્કસમાં શું બનાવવા માટે ભારતમાંથી લોખંડની આયાત કરવામાં આવતી?
ઉત્તરઃ
તલવાર
પ્રશ્ન 30.
લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?
ઉત્તરઃ
પાંચમું
પ્રશ્ન 31.
ઍલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે?
ઉત્તરઃ
બૉક્સાઈટ
પ્રશ્ન 32.
ભારતમાં સૌપ્રથમ તાંબાગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ (ICC) દ્વારા ક્યાં સ્થાપવામાં આવ્યો?
ઉત્તરઃ
ઝારખંડમાં ઘાટશિલા ખાતે
પ્રશ્ન 33.
રસાયણોના બે પ્રકાર કયા કયા છે?
ઉત્તરઃ
કાર્બનિક અને અકાર્બનિક
પ્રશ્ન 34.
દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં સ્થપાયું હતું?
ઉત્તરઃ
તમિલનાડુમાં રાનીપેટ ખાતે
પ્રશ્ન 35.
રેલવે એંજિનના પ્રકાર ક્યા ક્યા છે?
ઉત્તરઃ
વરાળ, ડીઝલ અને વિદ્યુત.
પ્રશ્ન 36.
વર્તમાન સમયમાં વરાળથી ચાલતાં એંજિનો કઈ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે?
ઉત્તરઃ
હેરિટેજ રેલવેમાં
પ્રશ્ન 37.
‘ભારતમાં મોટા કદનાં વહાણોનું બાંધકામ ક્યાં શહેરોમાં થાય છે?
ઉત્તરઃ
કોચી અને વિશાખાપટ્ટનમમાં
પ્રશ્ન 38.
ભારતમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL)ની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
ઉત્તરઃ
બેંગલૂરમાં
પ્રશ્ન 39.
કયા અતિ નુકસાનકારક વાયુઓને કારણે હવા પ્રદૂષિત બની છે?
ઉત્તરઃ
કાર્બન મોનૉક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ
પ્રશ્ન 40.
અતિશય ઘોંઘાટના કારણે મનુષ્ય શેનો અનુભવ કરે છે?
ઉત્તરઃ
માનસિક તાણનો
નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
પ્રશ્ન 1.
ભારતના ઈલેક્ટ્રૉનિક ઉદ્યોગ વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતમાં ઇલેક્યૂનિક ઉદ્યોગની શરૂઆત ઈ. સ. 1905માં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપનાથી થઈ.
- ઈ. સ. 1958માં બેંગલુરુમાં ભારત ઈલેક્ટ્રનિક્સ લિમિટેડ(BEL)ની સ્થાપના થઈ. તેનો મુખ્ય હેતુ સૈન્ય, આકાશવાણી અને હવામાન વિભાગનાં ઉપકરણો બનાવવાનો હતો.
- આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ISRO- ઇસરો) સાથે સહયોગ કરી તે અનેક ઇલેક્ટ્રિક ઉપકરણોનું ઉત્પાદન કરે છે.
- ભારતનો ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગ એક વિકસિત ઉદ્યોગ છે. ભારતમાં રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, સેલ્યુલર ફોન, કમ્યુટર વગેરે અનેક ઇલેક્ટ્રૉનિક ઉપકરણો બને છે. આ ઉદ્યોગના પ્રતાપે લોકોનાં જીવન, જીવનશૈલી અને દેશના અર્થતંત્રમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે. કમ્યુટર આ ઉદ્યોગનું અદ્ભુત ઉપકરણ છે.
- ભારતમાં 1990ના દશકામાં કમ્યુટર ઉદ્યોગ હાર્ડવેરના રૂપે શરૂ થયો. હાર્ડવેર ઉપરાંત સૉફ્ટવેર ક્ષેત્રે પણ ભારતે અસાધારણ વિકાસ સાધ્યો છે.
- બેંગલૂરુ ઈલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે. તે ભારતની સિલિકોન વેલી’ તરીકે પણ ઓળખાય છે.
- ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગના વિકાસ માટે દેશમાં જુદાં જુદાં કેન્દ્રોમાં સૉફ્ટવેર ટેક્નોલૉજી પાર્ક’, વિજ્ઞાન પાર્ક અને પ્રોદ્યોગિકી પાર્ક વિકસાવવામાં આવ્યા છે.
- અંતરિક્ષ ટેક્નોલૉજીના ક્ષેત્રે પણ ભારતીય ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગનું નોંધપાત્ર યોગદાન છે.
પ્રશ્ન 2.
ભારતના પરિવહન-ઉપકરણ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર:
ભારતમાં રેલવે, સડક, જલમાર્ગ અને હવાઈ માર્ગે થતાં પરિવહન માટે અનેકવિધ ઉપકરણો બને છે.
રેલવેઃ ભારતીય રેલ પોતાની જરૂરિયાતનાં ઉપકરણો, જેવાં કે રેલવે એંજિન, મુસાફરીના ડબ્બા, માલગાડીનાં વેગનો વગેરે પોતે તૈયાર કરે છે. રેલના પાટા અને રેલ-સ્લીપરો ભારતનાં લોખંડ-પોલાદનાં કારખાનાંમાં બને છે.
- રેલવે એજિન ત્રણ પ્રકારનાં છેઃ વરાળ એંજિન, ડીઝલ એંજિન અને વિદ્યુત એંજિન. વર્તમાન સમયમાં વરાળથી ચાલતાં એંજિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે.
- રેલવે એજિનોનું નિર્માણ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે.
(*નોંધઃ જમશેદપુરમાં જૂન, 1970થી રેલવે એંજિનનું નિર્માણ થતું નથી.) અહીંનાં કારખાનાં ડીઝલ અને ઈલેક્ટ્રિક એંજિનો બનાવે છે, જે ઈંધણ-સક્ષમ અને પ્રદૂષણ-મુક્ત હોય છે. - મુસાફરીના ડબ્બા (કોચ) પેરામ્બર, બેંગલૂર, કપૂરથલા અને કોલકાતામાં બને છે. આ ઉપરાંત, વેગનો, રેલવેના પાટા, એંજિન પાર્ટ્સ, વ્હીલ વગેરે રેલવેનાં કારખાનાં તેમજ ખાનગી ક્ષેત્રમાં બનાવવામાં આવે છે.
સડક-વાહનોઃ ભારતમાં સડકપરિવહન સૌથી વધુ વ્યાપક છે. તેને માટે દેશમાં ટ્રક, બસ, કાર, ઑટોરિક્ષા, ટ્રેક્ટર, મોટરસાઇકલ, સ્કૂટર અને સાઇકલનું મોટા પાયે ઉત્પાદન થાય છે.
સડક-વાહનોનું ઉત્પાદન મોટા ભાગે ખાનગી ધોરણે થાય છે. વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પાંચમું સ્થાન ધરાવે છે. ટ્રેક્ટરો અને સાઈકલોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેથી આ વાહનોની ભારત વિદેશોમાં નિકાસ કરે છે.
જહાજ-બાંધકામ:
વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ – બાંધવાનાં મુખ્ય પાંચ કેન્દ્રો છેઃ વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્માગોવા (મુડગાંવ). આ બધાં જાહેર ક્ષેત્રમાં છે. ખાનગી ક્ષેત્રની બાંધકામ ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે છે.
મોટા કદનાં જહાજોનું બાંધકામ કોચી અને વિશાખાપટ્ટનમમાં થાય છે.
હવાઈ જહાજ બાંધકામઃ ભારતમાં હજી સુધી નાગરિક ઉડ્ડયન (યાત્રિકો) માટે વિમાનો બનતાં નથી. પરંતુ સૈન્યની જરૂરિયાત માટે ચોક્કસ પ્રકારનાં વિમાનો બનાવવા માટે બેંગલુરુ, કોરાપુટ, નાશિક, હૈદરાબાદ, કાનપુર અને લખનઉમાં આ ઉદ્યોગના એકમો સ્થાપવામાં આવ્યા છે.
ભારતમાં હેલિકોપ્ટરો પણ બને છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :
પ્રશ્ન 1.
ભારતના શણ ઉદ્યોગ વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતના શણ ઉદ્યોગની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે: – શણ એ ભારતનો દ્વિતીય સ્થાનનો મુખ્ય ઉદ્યોગ છે.
- શણ અને તેમાંથી બનતી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. શણની વસ્તુઓની નિકાસમાં તેનું સ્થાન બાંગ્લાદેશ પછી બીજું છે.
- ભારતમાં શણની લગભગ 70 મિલો છે. તેમાંની મોટા ભાગની પશ્ચિમ બંગાળમાં છે.
- શણની ચીજોનું 80 % ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં, 10 % આંધ્ર પ્રદેશમાં તથા બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, અસમ અને , ત્રિપુરામાં થાય છે.
- શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટા ભાગની શણ મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. શણઉત્પાદક ક્ષેત્રોની નિકટતા, સસ્તા જળપરિવહનની સુવિધા, શણને સંસાધિત કરવા માટે પૂરતું પાણી, સસ્તો માનવશ્રમ, બૅન્કો અને વીમાની સગવડો તથા ઉત્પાદનની નિકાસ માટે બંદરોની સગવડને લીધે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે.
- શણ ઉદ્યોગ નિકાસ દ્વારા સારા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ કમાઈ આપે છે, પરંતુ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ ઘટી રહી છે. શણનું ઉત્પાદન-ખર્ચ વધતું જાય છે અને શણની જગ્યાએ – વપરાતી અન્ય કૃત્રિમ વસ્તુઓની સ્પર્ધા વધી રહી છે. ભારતનો શણ ઉદ્યોગ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે.
[વિશેષઃ યૂ.એસ., કેનેડા, રશિયા, યૂ.એ.ઈ., ઑસ્ટ્રેલિયા, યૂ.કે. વગેરે ભારતીય શણના મુખ્ય ગ્રાહકો છે.]
પ્રશ્ન 2.
ભારતના રેશમી કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપો.
ઉત્તરઃ
ભારત વર્ષોથી તેના રેશમી કાપડ માટે પ્રસિદ્ધ છે. રેશમનું ઉત્પાદન કરતા દેશોમાં વિશ્વમાં ચીન પછી ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે.
- ભારતમાં ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. શેતૂર, ઈરી, ટસર અને મૂગા (muga).
- આજે ભારતમાં રેશમી કાપડની લગભગ 300 મિલો છે.
- ભારતમાં કર્ણાટક, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ-કશ્મીર વગેરે રેશમનું ઉત્પાદન કરનારા મુખ્ય રાજ્યો છે.
- ભારતીય રેશમી કાપડ અને વસ્ત્રોની નિકાસ મુખ્યત્વે યુરોપ, આફ્રિકા અને મધ્ય-પૂર્વના દેશોમાં થાય છે. આ ઉપરાંત, જર્મની, સિંગાપુર, યુ.એસ.એ., કુવૈત, મલેશિયા, રશિયા, યુ.કે., સાઉદી અરેબિયા વગેરે દેશોમાં પણ ભારતીય રેશમી કાપડ અને વસ્ત્રોની નિકાસ થાય છે.
- આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના રેશમ ઉદ્યોગને ચીનની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે.
પ્રશ્ન 3.
ભારતના ઊની (ગરમ) કાપડના ઉદ્યોગ વિશે માહિતી ? આપો.
ઉત્તર:
ભારતમાં ઊની (ગરમ) કાપડ ઉદ્યોગની શરૂઆત કુટિર ઉં ઉદ્યોગ રૂપે થઈ હતી.
- તેની પહેલી મિલ કાનપુરમાં સ્થપાઈ હતી. તે પછી ધારીવાલ અને 3 બેંગલુરુમાં આવી મિલો શરૂ થઈ.
- ભારતનો ગરમ (ઊની) કાપડ ઉદ્યોગ પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, જમ્મુ-કશ્મીર અને રાજસ્થાનમાં કેન્દ્રિત થયેલો છે.
- આજે ભારતમાં ઊની (ગરમ) કાપડની સૌથી વધારે મિલો પંજાબમાં છે. એ પછી મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો છે.
- પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર; મહારાષ્ટ્રમાં મુંબઈ; ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર, આગરા અને મિર્ઝાપુર; ગુજરાતમાં અમદાવાદ અને જામનગર; હરિયાણામાં પાનીપત અને ગુડગાંવ, રાજસ્થાનમાં બીકાનેર અને જયપુર; જમ્મુ-કશ્મીરમાં શ્રીનગર તથા કર્ણાટકમાં બેંગલુરુ ઊની કાપડ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે.
- ભારતમાં ઊનમાંથી ગાલીચા પણ બનાવવામાં આવે છે.
- ભારત યુ.એસ.એ., રશિયા, યુ.કે., કેનેડા, જર્મની, ફ્રાન્સ વગેરે યુરોપના દેશોમાં ઊની કાપડની નિકાસ કરે છે.
પ્રશ્ન 4.
ભારતના ખાંડ ઉદ્યોગ વિશે નોંધ લખો.
અથવા
ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી બીજું સ્થાન ધરાવતા ખાંડ ઉદ્યોગ વિશે સમજ આપો. (March 20)
ઉત્તર:
ભારતમાં ખાંડ ઉદ્યોગ વિશેની નોંધ નીચે પ્રમાણે છે :
- ભારતમાં ખેતી-આધારિત ઉદ્યોગમાં કાપડ પછી ખાંડ ઉદ્યોગ દ્વિતીય ક્રમે છે.
- ખાંડ ઉદ્યોગ શેરડી પર આધાર રાખે છે. ભારતમાં પુષ્કળ શેરડી – પાકતી હોવાથી ગોળ અને ખાંડસરી મળીને ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ છે.
- શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે. આ કારણે ખાંડનાં કારખાનાં શેરડી-ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે.
- ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાનાં કારખાનાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં કેન્દ્રિત થયેલાં છે.
- ગુજરાતમાં ખાંડનાં કારખાનાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડિનાર, તાલાળા ગીર વગેરે સ્થળોએ આવેલાં છે.
[વિશેષઃ દક્ષિણ ભારતમાં થતી શેરડીમાં ગળપણ વધુ હોવાથી ખાંડ ઉદ્યોગ હવે દક્ષિણ ભારતમાં વધુ વિકસી રહ્યો છે.]
પ્રશ્ન 5.
ભારતના ઍલ્યુમિનિયમ-ગાળણ ઉદ્યોગનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તરઃ
ઍલ્યુમિનિયમ-ગાળણ ભારતનો મહત્ત્વનો ધાતુ ઉદ્યોગ છે.
- ઍલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટિપાલ (malleable), વિદ્યુત અને ગરમીની સુવાહક તથા કટાય નહિ તેવી ધાતુ હોવાથી – મેંગેનીઝ, તાંબું, જસત, લિથિયમ અને મેગ્નેશિયમ સાથેની તેની વજનમાં હલકી પણ પોલાદ જેવી મજબૂત મિશ્રધાતુઓ સડકનાં વાહનો, રેલવે, હવાઈ જહાજ તથા અનેક યાંત્રિક સાધનો બનાવવા માટે વપરાય છે.
- ઍલ્યુમિનિયમના ઉત્પાદન-ખર્ચના 30થી 40 જ વિદ્યુત પેટે જાય છે. આથી જ્યાં જળવિદ્યુત અથવા સસ્તી વિદ્યુત અને બૉક્સાઇટ મળે ત્યાં જ ઍલ્યુમિનિયમ-ગાળણ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે.
- ભારતમાં ઍલ્યુમિનિયમ-ગાળણનાં કેન્દ્રો ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરલ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં આવેલાં છે.
પ્રશ્ન 6.
ભારતના તાંબુ-ગાળણ ઉદ્યોગ વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતનો તાંબું-ગાળણ ઉદ્યોગ એક મહત્ત્વનો ઉદ્યોગ છે.
- તાંબું વિદ્યુતનું સુવાહક છે તેમજ તે અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ ધરાવે છે. તેથી તેનો ઉપયોગ વધ્યો છે.
- વિદ્યુતનાં ઉપકરણો, રેફ્રિજરેટર, ઍરકંડિશનર, ઑટોમોબાઇલ, રેડિયેટર, ઘરવપરાશનાં સાધનો વગેરેમાં તાંબાનો ઉપયોગ થાય છે.
- ભારતમાં તાંબુ ગાળવાનો સૌપ્રથમ એકમ ભારતીય તાંબા નિગમ (ઇન્ડિયન કૉપર કૉર્પોરેશન –ICC) દ્વારા ઝારખંડ રાજ્યમાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો હતો.
- ઈ. સ. 1972માં ભારતીય તાંબા નિગમને હિંદુસ્તાન કૉપર લિમિટેડ (HCL)’ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. આજે હિંદુસ્તાન કૉપર લિમિટેડ દ્વારા તેમજ ખાનગી ક્ષેત્રે તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે.
- ભારતમાં તાંબાનું ઉત્પાદન દેશની જરૂરિયાત પૂરી કરી શકતું નથી, તેથી તેને ઝામ્બિયા, ચિલી, યુ.એસ.એ. અને કેનેડાથી આયાત કરવામાં આવે છે.
પ્રશ્ન 7.
ભારતના રસાયણ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર:
ભારતના અર્થતંત્રમાં રસાયણ ઉદ્યોગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
- ભારતમાં અકાર્બનિક (inorganic) અને કાર્બનિક (carbonic) એમ બંને પ્રકારના રસાયણ ઉદ્યોગો ઝડપથી વિકસી રહ્યા છે.
- અકાર્બનિક રસાયણોમાં ગંધકનો તેજાબ, નાઈટ્રિક ઍસિડ, ક્ષારીય છે સામગ્રી, સોડા એશ, કૉસ્ટિક સોડા અને ક્લોરિનનો સમાવેશ થાય ૮ છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગોના સંદર્ભે પેટ્રોરસાયણો (પેટ્રોકેમિકલ્સ) મુખ્ય છે.
- પેટ્રોરસાયણોનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ-રસાયણ, દવાઓ વગેરે બનાવવા માટે થાય છે.
- અકાર્બનિક રસાયણ ઉદ્યોગ દેશના ઘણા ભાગોમાં વ્યાપ્ત છે, જે જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનીજ તેલની રિફાઈનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે.
- જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્ત્વનું છે. – રસાયણ ઉદ્યોગમાં દેશમાં ગુજરાતનું સ્થાન સર્વોપરી છે.
- ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે.
પ્રશ્ન 8.
ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તરઃ
વિવિધ પ્રકારનાં મકાનો, સડકો અને બંધોડમ્સ)ના નિર્માણ માટે સિમેન્ટ જરૂરી છે.
- સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ બીજો છે.
- વિશ્વના સિમેન્ટના કુલ ઉત્પાદનના 6 % જેટલું સિમેન્ટનું ઉત્પાદન ભારતમાં થાય છે.
- સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂના-પથ્થર, ચિરોડી, ઍલ્યુમિના બૉક્સાઇટ) અને ચીકણી માટી (સિલિકા) જેવા વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે. સિમેન્ટનું ઉત્પાદન પણ વજનમાં ભારે હોય છે. તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલનાં પ્રાપ્તિસ્થાનોની નજીક સ્થાપવામાં આવે છે. તેને કોલસો અને વીજળીની પણ જરૂર પડે છે.
- ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે. પોરબંદર, દ્વારકા, સિક્કા, સેવાલિયા વગેરે સ્થળોએ સિમેન્ટનાં કારખાનાં આવેલાં છે.
[વિશેષઃ ભારતમાં સિમેન્ટ ઉદ્યોગ બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ વગેરે રાજ્યોમાં વિકસ્યો છે.].
પ્રશ્ન 9.
ઔદ્યોગિક પ્રદૂષણો વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર:
ઉદ્યોગોને લીધે મુખ્યત્વે ચાર પ્રકારનાં પ્રદૂષણો જોવા મળે છેઃ
- હવા-પ્રદૂષણ,
- જળ-પ્રદૂષણ,
- ભૂમિ-પ્રદૂષણ અને
- ધ્વનિ-પ્રદૂષણ.
- ઉદ્યોગો થકી નીકળતા ધુમાડામાં કાર્બન મોનૉક્સાઈડ અને સલ્ફર ડાયૉક્સાઈડ જેવા અતિ હાનિકારક વાયુઓ હોય છે. તે હવાને પ્રદૂષિત કરે છે. હવા પ્રદૂષણ જીવજંતુઓ, પદાર્થો અને સમગ્ર પર્યાવણને નુકસાન કરે છે.
- ઔદ્યોગિક કચરાવાળું પાણી જળ-પ્રદૂષણ ફેલાવે છે. આજે ઘણાં કારખાનાં સરકારી નિયમોને અવગણીને દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે. તેથી એ નદીઓ અને બીજા જળસ્રોતોનું પાણી ખૂબ જ દૂષિત બન્યું છે.
- કેટલાક ઉદ્યોગોમાં ખૂબ અવાજ થાય છે. પરિવહન સાધનો પણ અવાજ ઉત્પન્ન કરે છે. મોટાં યંત્રો અને જૂનાં થઈ ગયેલાં મશીનોના કર્કશ, મોટા અને તીવ્ર અવાજો લોકો માટે અસહ્ય થઈ પડે છે. તેથી વધુ પડતા અવાજો પણ પ્રદૂષણ છે. તેનાથી માનવીને બહેરાશ . આવી શકે છે. અતિશય ઘોંઘાટને કારણે માનવી માનસિક તાણ પણ અનુભવે છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:
પ્રશ્ન 1.
ભારતના કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો.
ઉત્તર:
ભારતના કૃત્રિમ કાપડના ઉદ્યોગની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે:
- ભારતમાં આજે માનવ-નિર્મિત રેસામાંથી બનતા કૃત્રિમ કાપડ૨ (સિન્ટેટિક)ની મોટી માંગ છે.
- મજબૂતાઈ, ટકાઉપણું, રંગવાની તેમજ વણાટની સરળતા, આકર્ષક દેખાવ વગેરે ગુણોને લીધે રેયૉન, નાઇલૉન, ટેરીન અને ડેક્રોન 3 જેવાં કૃત્રિમ કાપડોએ કાપડ ઉદ્યોગમાં મોટી ક્રાંતિ સર્જી છે.
- કૃત્રિમ કાપડની ગુણવત્તા વધારવા માટે કૃત્રિમ રેસા સાથે કપાસ, રેશમ કે ઊનના રેસા ભેળવીને મિશ્ર કાપડ તૈયાર કરાય છે.
- આ ઉદ્યોગ કેરલ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં વિકસ્યો છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્લી, વડોદરા, કાનપુર, ચેન્નઈ, અમૃતસર, ગ્વાલિયર, મોદીનગર અને કોલકાતા આ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રો છે.
પ્રશ્ન 2.
ઍલ્યુમિનિયમ ઉદ્યોગ ક્યાં સ્થપાય છે? શા માટે?
ઉત્તર:
ઍલ્યુમિનિયમ ઉત્પાદન-ખર્ચના 40થી 50 % વિદ્યુત પેટે 3 જાય છે. આથી જ્યાં જળવિદ્યુત અથવા સસ્તી વિદ્યુત સરળતાથી મળે રે ત્યાં જ ઍલ્યુમિનિયમ-ગાળણ ઉદ્યોગ સ્થપાય છે.
પ્રશ્ન 3.
ગુજરાતના રસાયણ ઉદ્યોગનાં કેન્દ્રો જણાવી, ચાર રસાયણોનાં નામ લખો.
ઉત્તરઃ
અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે ગુજરાતના રસાયણ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે. ચાર રસાયણોનાં નામ ગંધકનો તેજાબ, નાઈટ્રિક ઍસિડ, સોડા ઍશ અને કૉસ્ટિક સોડા. આ ચારેય અકાર્બનિક રસાયણો છે.
પ્રશ્ન 4.
ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં Sunrise Industry કહે છે.
- ભારતમાં દર વર્ષે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે.
- વૉટર પ્રફિંગ અને બીબામાં ઢાળી શકાય તેવા ગુણને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ પૅકિંગ, રસાયણોના સંચયન, ટેસ્ટાઈલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં થાય છે.
- ભારતમાં દિલ્લી, મુંબઈ, કોલકાતા, બેંગલૂરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતૂર, ચેન્નઈ વગેરે પ્લાસ્ટિક ઉત્પાદનનાં મુખ્ય – કેન્દ્રો છે.
પ્રશ્ન 5.
રેલવે-એંજિનના પ્રકાર જણાવી તેના ઉત્પાદનનાં સ્થળો જણાવો.
ઉત્તરઃ
રેલવે-એંજિનના ત્રણ પ્રકાર છે:
- વરાળ એંજિન,
- ડીઝલ એંજિન અને
- વિદ્યુત એંજિન.
વર્તમાન સમયમાં વરાળથી ચાલતાં એંજિનોનો ઉપયોગ માત્ર પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ થાય છે.
ડીઝલ અને વિદ્યુત એંજિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં મિહિજામમાં ચિત્તરંજન લોકોમોટિવ વક્સમાં અને વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વસમાં થાય છે.
[નોંધઃ જમશેદપુરમાં ‘ટાટા એંજિનિયરિંગ ઍન્ડ લોકોમોટિવ કંપની વર્ક્સ(TELco-ટેલ્કો)માં જૂન 1970થી રેલવે એંજિનોનું નિર્માણ થતું નથી.’]
પ્રશ્ન 6.
ભારતનાં સડક વાહનો વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તરઃ
આઝાદી પહેલાં વિદેશોમાંથી આયાત કરેલા ગાડીના જુદા જુદા ભાગોને જોડીને ગાડીઓ બનાવવામાં આવતી હતી.
- આજે ભારતમાં ટ્રક, બસ, મોટરકાર, મોટરસાઈક્લ, સ્કૂટર, સાઈકલ વગેરે વાહનો બનાવવાનાં કારખાનાં સ્થપાયાં છે.
- દેશમાં સડક વાહનોનું ઉત્પાદન ખાનગી ક્ષેત્રે થાય છે.
- વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.
- આજે દેશમાં તૈયાર થતાં વાહનો અને તેના જુદા જુદા ભાગોની વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે.
- ભારતમાં ટ્રેક્ટર અને સાઈકલોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ વાહનોની વિદેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે.
પ્રશ્ન 7.
ભારતમાં રાસાયણિક ખાતર ઉદ્યોગની ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
ભારતના રાસાયણિક ખાતર ઉદ્યોગની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે:
- ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું 1906માં તમિલનાડુના રાનીપેટ ખાતે સ્થપાયું હતું. પરંતુ આ ઉદ્યોગનો વાસ્તવિક વિકાસ 1951માં ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઑફ ઈન્ડિયા દ્વારા ઝારખંડના સિંદરીમાં સ્થપાયેલા કારખાનાથી થયો. “હરિયાળી ક્રાંતિને લીધે ખાતરની માંગ વધવાથી તેમજ કુદરતી વાયુની સુલભતાથી દેશના ઘણા ભાગોમાં રાસાયણિક ખાતરનાં કારખાનાં સ્થપાયાં છે.
- દેશના કુલ ઉત્પાદનના 50%થી વધુ રાસાયણિક ખાતરોનું ઉત્પાદન ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરલમાં થાય છે.
- ગુજરાતમાં કંડલા, કલોલ, વડોદરા, હજીરા, ભરૂચ વગેરે શહેરોમાં રાસાયણિક ખાતરનાં કારખાનાં આવેલાં છે.
પ્રશ્ન 8.
સુતરાઉ કાપડ ઉદ્યોગ સામેના પડકારો જણાવો.
અથવા
ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ છે?
ઉત્તર:
ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે
- ઊંચી જાતના રૂની અછત
- જર્જરિત થઈ ગયેલી જૂની યંત્રસામગ્રીનો ઉપયોગ
- અનિયમિત વીજ-પુરવઠો
- શ્રમિકોની ઓછી ઉત્પાદકતા
- કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા.
- વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે પડકારો – સમસ્યાઓ છે.
પ્રશ્ન 9.
ભારતમાં સુતરાઉ કાપડની મિલો મુખ્યત્વે ક્યાં ક્યાં આવેલી છે?
ઉત્તર:
ભારતમાં સુતરાઉ કાપડની મિલો મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે.
- મહારાષ્ટ્રમાં મુખ્યત્વે મુંબઈ, સોલાપુર, પુણે, કોલ્હાપુર, જલગાંવ અને નાગપુર; ગુજરાતમાં અમદાવાદ, સુરત, લોલ, ભરૂચ, પોરબંદર, ભાવનગર, રાજકોટ અને વડોદરા, તમિલનાડુમાં કોઇમ્બતૂર, ચેન્નઈ અને મદુરાઈ; પશ્ચિમ બંગાળમાં હાવડા, કોલકાતા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર; ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગરા, ઇટાવા, લખનઉ અને મોદીનગર તથા મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર, ઇંદોર, ઉજ્જૈન અને દેવાસમાં આ મિલો આવેલી છે.
- આ ઉપરાંત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ. સુતરાઉ કાપડની મિલો આવેલી છે.
પ્રશ્ન 10.
પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ શાથી વધુ વિકસ્યો છે?
અથવા
પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન તે લોકોના ઘરમાં શણનાં પગલૂછણિયાં, સૂતળી, કંતાન-કોથળાનો વપરાશ ખૂબ વધારે પ્રમાણમાં છે જોવા મળ્યો. આવું શા માટે હશે? (March 20)
ઉત્તર:
શણ-ઉત્પાદક ક્ષેત્રોની નિકટતા, સસ્તા જળપરિવહનની સુવિધા, શણને સંસાધિત કરવા માટે પૂરતું પાણી, સસ્તો માનવશ્રમ, કે બૅન્કો અને વિમાની સગવડો તથા ઉત્પાદનની નિકાસ માટે બંદરોની 5 સગવડને લીધે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ વધુ વિકસ્યો છે.
શણને સંસાધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટા ભાગની શણ મિલો હુગલી નદીના કિનારે આવેલી છે.
પ્રશ્ન 11.
ભારતનો શણ ઉદ્યોગ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે? (August 20)
ઉત્તર:
ભારતનો શણ ઉદ્યોગ નીચેની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે:
- આંતરરાષ્ટ્રીય અને દેશના બજારમાં શણની ચીજવસ્તુઓની માંગ ઘટી રહી છે. તેની જગ્યાએ વપરાતી કૃત્રિમ વસ્તુઓ પ્રમાણમાં વધુ ટકાઉ અને ચડિયાતી છે. તેથી આ વસ્તુઓની સ્પર્ધા વધી રહી છે.
- બીજી તરફ શણ અને તેની વસ્તુઓનું ઉત્પાદન-ખર્ચ વધતું જાય છે. ભારતનો શણ ઉદ્યોગ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.
પ્રશ્ન 12.
ભારતમાં ગરમ (ઊની) કાપડ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો કયાં કયાં છે?
ઉત્તર:
ભારતના ગરમ (ઊની) કાપડ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર; મહારાષ્ટ્રમાં મુંબઈ; ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર, આગરા અને મિઝપુર; ગુજરાતમાં અમદાવાદ અને જામનગર, હરિયાણામાં પાનીપત અને ગુડગાંવ; રાજસ્થાનમાં બીકાનેર અને જયપુરજમ્મુ-કશ્મીરમાં શ્રીનગર તથા કર્ણાટકમાં બેંગલૂર છે.
પ્રશ્ન 13.
ભારતમાં લોખંડ-પોલાદનાં કારખાનાં ક્યાં ક્યાં આવેલાં છે?
ઉત્તર:
ભારતમાં લોખંડ-પોલાદનાં કારખાનાં ઝારખંડમાં જમશેદપુર અને બોકારો ખાતે, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર અને બર્નપુર ખાતે, કર્ણાટકમાં ભદ્રાવતી અને વિજયનગર ખાતે, છત્તીસગઢમાં ભિલાઈ ખાતે, ઓડિશામાં રાઉરકેલા ખાતે, આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમ ખાતે તથા તમિલનાડુમાં સેલમ ખાતે આવેલાં છે.
પ્રશ્ન 14.
પરિવહન ઉપકરણ રેલવે ઉદ્યોગનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર:
ભારતીય રેલ પોતાની જરૂરિયાતનાં ઉપકરણો, જેવાં કે રેલવે એંજિન, મુસાફરીના ડબ્બા, માલગાડીનાં વેગનો વગેરે પોતે તૈયાર કરે છે. રેલના પાટા, રેલ-સ્લીપરો અને એંજિન પા અને વહીલ ભારતના લોખંડ-પોલાદનાં કારખાનાંમાં બને છે.
- રેલવે એંજિનોનું નિર્માણ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે. અહીંનાં કારખાનાં ડીઝલ અને વિદ્યુત જિનો બનાવે છે, જે ઈંધણ-સક્ષમ અને પ્રદૂષણ-મુક્ત હોય છે.
- મુસાફરીના ડબ્બા (કોચ) પેરામ્બર, બેંગલૂર, કપૂરથલા અને કોલકાતામાં બને છે. વેગનો રેલવેનાં કારખાનાં તેમજ ખાનગી ક્ષેત્રમાં બનાવવામાં આવે છે.
સંકલ્પના સમજાવો:
પ્રશ્ન 1.
મોટા પાયા પરનો ઉદ્યોગ
ઉત્તર:
જે ઉદ્યોગમાં શ્રમિકોની સંખ્યા ઘણી વધારે હોય (વધુ ; રોજગારી મળે) અને જેનું ઉત્પાદન પણ મોટું હોય તે ઉદ્યોગ “મોટા પાયા પરનો ઉદ્યોગ કહેવાય છે. દા. ત., ભારતનો સુતરાઉ કાપડ ઉદ્યોગ.
પ્રશ્ન 2.
નાના પાયા પરનો ઉદ્યોગ
ઉત્તરઃ
જે ઉદ્યોગ વ્યક્તિગત માલિકીના ધોરણે ઓછા શ્રમિકો થકી ચલાવાતો હોય તે ઉદ્યોગ નાના પાયા પરનો ઉદ્યોગ’ કહેવાય છે. દા. ત., ખાંડસરી ઉદ્યોગ.
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ઉદ્યોગ એટલે શું?
ઉત્તરઃ
માનવી દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોનાં સ્વરૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને “ઉદ્યોગ’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 2.
કાચા માલના સ્ત્રોતોને આધારે ઉદ્યોગોને કયા કયા જૂથમાં વહેંચી શકાય?
ઉત્તર:
કાચા માલના સ્ત્રોતોને આધારે ઉદ્યોગોને કૃષિ-આધારિત છે ઉદ્યોગો અને ખનીજ-આધારિત ઉદ્યોગોના જૂથમાં વહેંચી શકાય.
પ્રશ્ન 3.
માલિકીના આધારે ઉદ્યોગોને કયાં કયાં જૂથોમાં વહેંચવામાં આવે છે?
ઉત્તરઃ
માલિકીના આધારે ઉદ્યોગોને
(1) ખાનગી,
(2) જાહેર,
(3) સંયુક્ત અને
(4) સહકારી એમ
ચાર જૂથોમાં વહેંચવામાં આવે છે.
પ્રશ્ન 4.
કૃષિ-આધારિત ઉદ્યોગો એટલે શું?
ઉત્તર:
જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે અનાજ તેલીબિયાં, શેરડી, કપાસ, શણ જેવી ખેતપેદાશો વપરાય છે તે ઉદ્યોગો કૃષિ-આધારિત ઉદ્યોગો’ કહેવાય છે.
પ્રશ્ન 5.
કૃષિ-આધારિત ઉદ્યોગો કયા કયા છે?
ઉત્તર:
સુતરાઉ કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, ઊની કાપડ, 1 : ખાંડ, કાગળ, ખાદ્ય તેલો વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ-આધારિત ઉદ્યોગ છે.
પ્રશ્ન 6.
સુતરાઉ કાપડની મિલની સ્થાપનામાં કયાં પરિબળો મહત્ત્વનાં છે?
ઉત્તરઃ
સુતરાઉ કાપડની મિલની સ્થાપના માટે રૂના પુરવઠા ઉપરાંત મોટું બજાર, ભેજવાળી આબોહવા, સસ્તો અને સક્ષમ માનવશ્રમ તથા પરિવહન, બૅન્ક અને વિદ્યુત વગેરેની સગવડો મહત્ત્વનાં પરિબળો છે.
પ્રશ્ન 7.
ભારત કયા કયા દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે?
ઉત્તર:
ભારત, રશિયા, યુનાઇટેડ કિંગ્ડમ, યુ.એસ.એ., સુદાન, નેપાળ, ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ તેમજ દક્ષિણ આફ્રિકાના દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે.
પ્રશ્ન 8.
ભારતમાં કેટલા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે? કયું કર્યું?
ઉત્તર:
ભારતમાં ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે: (1) શેતૂર, (2) ઈરી, (3) ટસર અને (4) મૂગા.
પ્રશ્ન 9.
કાગળ શામાંથી બનાવવામાં આવે છે?
ઉત્તરઃ
પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે.
પ્રશ્ન 10.
કયા કયા ઉદ્યોગોનો સમાવેશ ખનીજ-આધારિત ઉદ્યોગમાં થાય છે?
ઉત્તરઃ
લોખંડ-પોલાદ, ઍલ્યુમિનિયમ, તાંબું, રસાયણો, ખાતરો, સિમેન્ટ, પરિવહન ઉપકરણો, કાચ વગેરે બનાવવાના ઉદ્યોગોનો તેમજ ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગનો સમાવેશ ખનીજ-આધારિત ઉદ્યોગમાં થાય છે.
પ્રશ્ન 11.
ભારતમાં લોખંડ-પોલાદનાં કારખાનાં ક્યાં ક્યાં આવેલાં છે?
ઉત્તર:
ભારતમાં લોખંડ-પોલાદનાં કારખાનાં કુલ્ટી, જમશેદપુર, બર્નપુર, ભદ્રાવતી, ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુર, બોકારો, વિશાખાપટુર્નામ, સેલમ વગેરે સ્થળોએ આવેલાં છે.
પ્રશ્ન 12.
ટાટા સિવાયનાં લોખંડ-પોલાદનાં કારખાનાંનો વહીવટ કોને સોંપવામાં આવ્યો છે?
ઉત્તરઃ
ટાટા સિવાયનાં લોખંડ-પોલાદનાં કારખાનાંનો વહીવટ સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ(SAIL)ને સોંપવામાં આવ્યો છે.
પ્રશ્ન 13.
ઍલ્યુમિનિયમ ક્યા કયા વિશિષ્ટ ગુણો ધરાવે છે?
ઉત્તર:
એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટિપાલ (malleable) વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણો ધરાવે છે.
પ્રશ્ન 14.
તાંબાની ઉપયોગિતા જણાવો.
ઉત્તર:
વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એરકંડિશનર, ઓટોમોબાઇલ, રેડિયેટર, ઘરવપરાશનાં વાસણો વગેરેમાં તાંબાનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 15.
પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે?
ઉત્તરઃ
પૅકિંગ, રસાયણોના સંચયન, ટેક્સ્ટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 16.
ભારતમાં ડીઝલ અને વિદ્યુત રેલવે એજિનોનું ઉત્પાદન ક્યાં ક્યાં થાય છે?
ઉત્તર:
ભારતમાં ડીઝલ અને વિદ્યુત રેલવે એજિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં મિહિજામ ખાતે ચિત્તરંજન લોકોમોટિવ વક્સમાં અને વારાણસી ખાતે ડીઝલ લોકોમોટિવ વક્સમાં થાય છે.
પ્રશ્ન 17.
ભારતમાં લડાયક વિમાનો બનાવવાના એકમો ક્યાં ક્યાં સ્થાપવામાં આવ્યા છે?
ઉત્તર:
ભારતમાં લડાયક વિમાનો બનાવવાના એકમો બેંગલૂર, કોરાપુટ, નાશિક, હૈદરાબાદ, કાનપુર અને લખનઉમાં સ્થાપવામાં આવ્યા છે.
પ્રશ્ન 18.
ભારત ઈલેક્ટ્રૉનિક્સ લિમિટેડ(BEL)ની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી? તેનો હેતુ શો હતો?
ઉત્તર:
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સ્થાપના ઈ. સ. 1905માં બેંગલુરુમાં કરવામાં આવી. તેનો હેતુ સૈન્ય, આકાશવાણી અને હવામાન વિભાગ માટેનાં ઉપકરણો બનાવવાનો હતો.
પ્રશ્ન 19.
આજે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) કોની સાથે સહયોગ કરી ઇલેક્ટ્રિક ઉપકરણોનું નિર્માણ કરે છે?
ઉત્તર:
આજે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO) સાથે સહયોગ કરી ઇલેક્ટ્રિક ઉપકરણોનું નિર્માણ કરે છે.
પ્રશ્ન 20.
ભારતમાં બેંગલૂરુને કયાં નામથી ઓળખવામાં આવે છે?
ઉત્તર:
ભારતમાં બેંગલૂરુને “ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગની રાજધાની 3 અને ભારતની સિલિકોન વેલી’ જેવાં નામોથી ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 21.
પર્યાવરણીય અતિક્રમણ થયું ક્યારે કહેવાય?
ઉત્તર:
કુદરતી અને માનવસર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય ત્યારે પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય.
પ્રશ્ન 22.
પ્રદૂષણના પ્રકારો જણાવો.
ઉત્તર:
પ્રદૂષણના મુખ્ય ચાર પ્રકાર છે :
- હવા-પ્રદૂષણ,
- જળ-પ્રદૂષણ,
- ભૂમિ-પ્રદૂષણ અને
- ધ્વનિ-પ્રદૂષણ.
પ્રશ્ન 23.
કયા વાયુઓને લીધે હવા પ્રદૂષિત થાય છે?
ઉત્તર:
કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનૉક્સાઈડ અને સલ્ફર ડાયૉક્સાઈડ જેવા નુકસાનકારક વાયુઓને લીધે હવા પ્રદૂષિત થાય છે.
પ્રશ્ન 24.
ઔદ્યોગિક પ્રદૂષણ એટલે શું?
ઉત્તરઃ
ઉદ્યોગો થકી પેદા થતા વિવિધ પ્રકારના હાનિકારક વાયુઓ, ધુમાડા, નિઃસ્ત્રાવ અને ઘન તેમજ તરલ દ્રવ્યો હવા, જળ, જમીન અને ભૂમિને દૂષિત કરે છે તથા મોટાં તેમજ ખામીવાળા મશીનો 3 અનિચ્છનીય અવાજો પેદા કરે છે. આ બધાને ઔદ્યોગિક પ્રદૂષણ કહે છે.
યોગ્ય જોડકાં જોડો :
પ્રશ્ન 1.
‘અ’ | ‘બ’ |
1. સુતરાઉ કાપડનું વિશ્વમહાનગર | a. રાનીપેટ |
2. પૂર્વનું માન્ચેસ્ટર | b. ઘાટશિલા |
3. સૌથી વધુ ઊની કાપડની મિલો | c. અમદાવાદ |
4. તાંબા-ગાળણ ઉદ્યોગનો એકમ | d. મુંબઈ |
e. પંજાબ |
ઉત્તર:
‘અ’ | ‘બ’ |
1. સુતરાઉ કાપડનું વિશ્વમહાનગર | d. મુંબઈ |
2. પૂર્વનું માન્ચેસ્ટર | c. અમદાવાદ |
3. સૌથી વધુ ઊની કાપડની મિલો | e. પંજાબ |
4. તાંબા-ગાળણ ઉદ્યોગનો એકમ | b. ઘાટશિલા |
પ્રશ્ન 2.
‘અ’ | ‘બ’ |
1. રાસાયણિક ખાતરનું કારખાનું | a. કોચી |
2. મુસાફરો માટેના રેલ-ડબ્બા | b. બેંગલુરુ |
3. જહાજ બાંધવાનો ઉદ્યોગ | c. હૈદરાબાદ |
4. ભારતની સિલિકોન વેલી | d. પેરામ્બર |
e. રાનીપેટ |
ઉત્તર:
‘અ’ | ‘બ’ |
1. રાસાયણિક ખાતરનું કારખાનું | e. રાનીપેટ |
2. મુસાફરો માટેના રેલ-ડબ્બા | d. પેરામ્બર |
3. જહાજ બાંધવાનો ઉદ્યોગ | a. કોચી |
4. ભારતની સિલિકોન વેલી | b. બેંગલુરુ |