Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 10 ભારત: કૃષિ Important Questions and Answers.
GSEB Class 10 Social Science Important Questions Chapter 10 ભારત: કૃષિ
દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ? વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ……………………….. છે.
A. વ્યાપાર
B. પશુપાલન
C. કૃષિ
ઉત્તરઃ
C. કૃષિ
પ્રશ્ન 2.
ભારતની શ્રમશક્તિના લગભગ ……………………….. % લોકો ખેતીકામમાં જોડાયેલ છે.
A. 72
B. 60
C. 48
ઉત્તરઃ
B. 60
પ્રશ્ન 3.
ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ ……………………….. % જેટલો હિસ્સો છે.
A. 22
B. 52
C. 35
ઉત્તરઃ
A. 22
પ્રશ્ન 4.
ભારતની નિકાસમાં ખેતી પાકો અને ખેતપેદાશોનો લગભગ ……………………… % જેટલો હિસ્સો છે.
A. 24
B. 12
C. 18
ઉત્તરઃ
C. 18
પ્રશ્ન 5.
જીવનનિર્વાહ ખેતીને ……………………… ખેતી પણ કહે છે.
A. આદ્ર
B. આત્મનિર્વાહ
C. સ્થળાંતરિત
ઉત્તરઃ
B. આત્મનિર્વાહ
પ્રશ્ન 6.
જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને ………………………. ખેતી કહે છે.
A. સૂકી
B. સ્થળાંતરિત
C. જીવનનિર્વાહ
ઉત્તરઃ
A. સૂકી
પ્રશ્ન 7.
સ્થળાંતરિત ખેતીને ……………………… ખેતી પણ કહે છે.
A. ઝૂમ
B. જીવનનિર્વાહ
C. આત્મનિર્ભર
ઉત્તરઃ
A. ઝૂમ
પ્રશ્ન 8.
…………………….. ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.
A. સઘન
B. આદ્ર
C. ઝૂમ
ઉત્તરઃ
C. ઝૂમ
પ્રશ્ન 9.
…………………….. ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સુવિધા હોવી જરૂરી છે.
A. ટકાઉ
B. આદ્ર
C. બાગાયતી
ઉત્તરઃ
C. બાગાયતી
પ્રશ્ન 10.
………………………. ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે.
A. સઘન
B. આદ્ર
C. મિશ્ર
ઉત્તર:
A. સઘન
પ્રશ્ન 11.
……………………. ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે.
A. જીવનનિર્વાહ
B. આદ્ર
C. સઘન
ઉત્તરઃ
C. સઘન
પ્રશ્ન 12.
…………………….. ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
A. સજીવ
B. મિશ્ર
C. બાગાયતી
ઉત્તરઃ
A. સજીવ
પ્રશ્ન 13.
…………………….. ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.
A. બાગાયતી
B. સઘન
C. સજીવ
ઉત્તરઃ
C. સજીવ
પ્રશ્ન 14.
સજીવ ખેતીને ……………………… ખેતી પણ કહે છે.
A. સઘન
B. જૈવિક
C. બાગાયતી
ઉત્તરઃ
B. જૈવિક
પ્રશ્ન 15.
………………………… ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે.
A. સજીવ
B. જીવનનિર્વાહ
C. આદ્ર
ઉત્તરઃ
A. સજીવ
પ્રશ્ન 16.
……………………….. ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા-બતકાં ઉછેર, મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
A. સજીવ
B. મિશ્ર
C. સઘન
ઉત્તરઃ
B. મિશ્ર
પ્રશ્ન 17.
ચોમાસાના પાકને …………………….. પાક પણ કહે છે.
A. જાયદ
B. રવી
C. ખરીફ
ઉત્તરઃ
C. ખરીફ
પ્રશ્ન 18.
શિયાળુ પાકને ……………………….. પાક પણ કહે છે.
A. રવી
B. ખરીફ
C. જાયદ
ઉત્તરઃ
A. રવી
પ્રશ્ન 19.
ઉનાળુ પાકને …………………… પાક પણ કહે છે.
A. ખરીફ
B. જાયદ
C. રવી છે.
ઉત્તરઃ
B. જાયદ
પ્રશ્ન 20.
…………………….. એ ખરીફ અને જાયદ પાક બને છે.
A. ચણા
B. ઘઉં
C. ડાંગર
ઉત્તરઃ
C. ડાંગર
પ્રશ્ન 21.
ઘઉં અને ચણા એ ………………………. પાકો છે.
A. ખરીફ
B. જાયદ
C. રવી
ઉત્તરઃ
C. રવી
પ્રશ્ન 22.
ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ ………………………… % વિસ્તારમાં ધાન્ય પાકોની ખેતી થાય છે.
A. 60
B. 75
C. 80
ઉત્તરઃ
B. 75
પ્રશ્ન 23.
ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત ………………………… ક્રમે છે.
A. પહેલા
B. ત્રીજા
C. બીજા
ઉત્તરઃ
C. બીજા
પ્રશ્ન 24.
ડાંગર એ ……………………… કટિબંધીય પાક છે.
A. ઉષ્ણ
B. સમશીતોષ્ણ
C. ઉષ્ણ અને સમશીતોષ્ણ
ઉત્તરઃ
A. ઉષ્ણ
પ્રશ્ન 25.
ઘઉં એ ……………………… કટિબંધીય પાક છે.
A. ઉષ્ણ
B. શીત
C. સમશીતોષ્ણ
ઉત્તરઃ
C. સમશીતોષ્ણ
પ્રશ્ન 26.
હરિયાળી ક્રાંતિ પછી ………………………. નું ઉત્પાદન બમણું થયું છે.
A. ડાંગર
B. ઘઉં
C. ચા
ઉત્તરઃ
B. ઘઉં
પ્રશ્ન 27.
…………………. ને ‘ઘઉંનો કોઠાર’ કહે છે.
A. પંજાબ
B ઉત્તર પ્રદેશ
C. ગુજરાત
ઉત્તરઃ
A. પંજાબ
પ્રશ્ન 28.
……………………. અનાજનો રાજા ગણાય છે.
A. મકાઈ
B. ડાંગર
C. ઘઉં
ઉત્તરઃ
C. ઘઉં
પ્રશ્ન 29.
…………………… ના લોટમાંથી રોટલી, ભાખરી, લાડુ, શીરો, કેક, બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે.
A. ઘઉં
B. જુવાર
C. મકાઈ
ઉત્તરઃ
A. ઘઉં
પ્રશ્ન 30.
………………………….. એ ખરીફ અને રવી પાક છે.
A. ઘઉં
B. મગફળી
C. જુવાર
ઉત્તરઃ
C. જુવાર
પ્રશ્ન 31.
……………………. એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે.
A. જુવાર
B. ઘઉં
C. બાજરી
ઉત્તરઃ
C. બાજરી
પ્રશ્ન 32.
ગુજરાતમાં બાજરીના વાવેતરમાં …………………… જિલ્લો મોખરે છે.
A. બનાસકાંઠા
B. સાબરકાંઠા
C. સુરત
ઉત્તરઃ
A. બનાસકાંઠા
પ્રશ્ન 33.
…………………… એ ધાન્ય ખરીફ પાક છે.
A. ચણા
B. ઘઉં
C. મકાઈ
ઉત્તરઃ
C. મકાઈ
પ્રશ્ન 34.
…………………… નો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે.
A. મકાઈ
B. ઘઉં
C. જુવાર
ઉત્તરઃ
A. મકાઈ
પ્રશ્ન 35.
શાકાહારી લોકો માટે …………………… એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે.
A. જુવાર
B. મકાઈ
C. કઠોળ
ઉત્તરઃ
C. કઠોળ
પ્રશ્ન 36.
તુવેર, અડદ, મગ, મઠ વગેરે કઠોળ ……………………… પાકો છે.
A. ખરીફ
B. રવી
C જાયદ
ઉત્તરઃ
A. ખરીફ
પ્રશ્ન 37.
ચણા, વટાણા અને મસૂર ………………….. પાકો છે.
A. જાયદ
B. રવી
C. ખરીફ
ઉત્તરઃ
B. રવી
પ્રશ્ન 38.
ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ વાવેતર ……………………… જિલ્લામાં થાય છે.
A. વડોદરા
B. પાટણ
C. કચ્છ
ઉત્તરઃ
A. વડોદરા
પ્રશ્ન 39.
ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર ………………………. જિલ્લામાં થાય છે.
A. મહેસાણા
B. કચ્છ
C. પાટણ
ઉત્તરઃ
B. કચ્છ
પ્રશ્ન 40
ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર ……………………. જિલ્લામાં થાય છે.
A. પાટણ
B. મહેસાણા
C. સુરેન્દ્રનગર
ઉત્તર:
A. પાટણ
પ્રશ્ન 41.
………………………. એ તેલીબિયાં પાકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
A. તલ
B. સરસવ
C. મગફળી
ઉત્તર:
C. મગફળી
પ્રશ્ન 42.
મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ …………………….. છે.
A. ત્રીજો
B. બીજો
C. પહેલો
ઉત્તર:
B. બીજો
પ્રશ્ન 43.
ભારતમાં મગફળીના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય ……………………. ક્રમે છે.
A. પ્રથમ
B. બીજા
C. ત્રીજા
ઉત્તર:
A. પ્રથમ
પ્રશ્ન 44.
બધાં તેલીબિયામાં ………………………. સૌથી વધારે તેલનું પ્રમાણ ધરાવે છે.
A. મગફળી
B. સરસવ
C. તલ
ઉત્તર:
C. તલ
પ્રશ્ન 45.
ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર ……………………. જિલ્લામાં થાય છે.
A. જૂનાગઢ
B. બનાસકાંઠા
C. ભાવનગર
ઉત્તર:
B. બનાસકાંઠા
પ્રશ્ન 46.
વિશ્વમાં ભારત …………………… ની સૌથી વધુ નિકાસ કરે છે.
A. એરંડા
B. તલ
C. મગફળી
ઉત્તર:
B. તલ
પ્રશ્ન 47.
સરસવ એ ………………………… પાક છે.
A. જાયદ
B. ખરીફ
C. રવી
ઉત્તર:
C. રવી
પ્રશ્ન 48.
એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત ……………………… %ના હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે.
A. 64
B. 52
C. 72.
ઉત્તર:
A. 64
પ્રશ્ન 49.
ભારતમાં એરંડાના કુલ ઉત્પાદનના લગભગ …………………… % ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
A. 80
B. 70
C. 90
ઉત્તર:
A. 80
પ્રશ્ન 50.
ચા એ …………………….. કટિબંધીય પાક છે.
A. ઉષ્ણ
B. સમશીતોષ્ણ
C. ઉષ્ણ અને સમશીતોષ્ણ
ઉત્તર:
C. ઉષ્ણ અને સમશીતોષ્ણ
પ્રશ્ન 51.
ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન ……………………. છે.
A. પહેલું
B. બીજું
C. ત્રીજું
ઉત્તર:
B. બીજું
પ્રશ્ન 52.
ભારતમાં ………………………. નો કૂર્મ પ્રદેશ કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે.
A. કર્ણાટક
B. આંધ્ર પ્રદેશ
C. તેલંગણા
ઉત્તર:
A. કર્ણાટક
પ્રશ્ન 53.
ચૉકલેટ ………………… માંથી બને છે.
A. ચા
B. તલ
C. કોકો
ઉત્તર:
C. કોકો
પ્રશ્ન 54.
કપાસ …………………. પાક છે.
A. જાયદ
B. ખરીફ
C. રવી
ઉત્તર:
B. ખરીફ
પ્રશ્ન 55.
રૂ …………………… માં ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે.
A. ચીન
B. ભારત
C. પાકિસ્તાન
ઉત્તર:
B. ભારત
પ્રશ્ન 56.
કપાસનો વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન અને ગુણવત્તામાં ભારતમાં ગુજરાત …………………….. ક્રમે છે.
A. બીજા
B. ત્રીજા
C. પ્રથમ
ઉત્તર:
C. પ્રથમ
પ્રશ્ન 57.
વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં ……………………. ક્રમે છે.
A. પહેલા
B. બીજા
C. ત્રીજા
ઉત્તર:
B. બીજા
પ્રશ્ન 58.
વિશ્વમાં વાવેતરની દષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ……………………… માં થાય છે.
A. બ્રાઝિલ
B. ચીન
C. ભારત
ઉત્તર:
C. ભારત
પ્રશ્ન 59.
ભારતમાં શેરડીના વધુ વાવેતરમાં ……………………… રાજ્ય મોખરે છે.
A. ઉત્તર પ્રદેશ
B. મહારાષ્ટ્ર
C. ગુજરાત
ઉત્તર:
A. ઉત્તર પ્રદેશ
પ્રશ્ન 60.
ભારતમાં ખાંડના વધુ ઉત્પાદનમાં …………………………. રાજ્ય મોખરે છે.
A. બિહાર
B. મહારાષ્ટ્ર
C. ઉત્તર પ્રદેશ
ઉત્તર:
B. મહારાષ્ટ્ર
પ્રશ્ન 61.
હાલમાં શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત ………………………….. ક્રમે છે.
A. પ્રથમ
B. દ્વિતીય
C. તૃતીય
ઉત્તર:
A. પ્રથમ
પ્રશ્ન 62.
………………………. ના રેસાને ‘ગોલ્ડન ફાઇબર’ કહેવામાં આવે છે.
A. શણ
B. શેરડી
C. રબર
ઉત્તર:
A. શણ
પ્રશ્ન 63.
તમાકુ …………………… પાક છે.
A. ખરીફ
B. જાયદ
C. રવી
ઉત્તર:
A. ખરીફ
પ્રશ્ન 64.
…………………. કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ(ક્ષીર)માંથી રબર તૈયાર થાય છે.
A. વેટેક્ષ
B. રેટેલ
C. લેટેક્ષ
ઉત્તર:
C. લેટેક્ષ
પ્રશ્ન 65.
રબરના ઉત્પાદનમાં વિશ્વમાં …………………………. પ્રથમ ક્રમે છે.
A. બ્રાઝિલ
B. મલેશિયા
C. ભારત
ઉત્તર:
B. મલેશિયા
પ્રશ્ન 66.
જીરુ, વરિયાળી અને ઇસબગૂલના ઉત્પાદનમાં વિશ્વમાં ………………….. પ્રથમ ક્રમે છે.
A. ગુજરાત
B. પંજાબ
C. મધ્ય પ્રદેશ છે
ઉત્તર:
A. ગુજરાત
પ્રશ્ન 67.
વિશ્વના મસાલાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ …………………….. % જેટલો છે.
A. 55
B. 65
C. 35
ઉત્તર:
C. 35
પ્રશ્ન 68.
વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનો ક્રમ છે.
A. પહેલો
B. બીજો
C. ત્રીજો
ઉત્તર:
B. બીજો
પ્રશ્ન 69.
સરકારે દરેક ………………………… મથકે ખેડૂત તાલીમકેન્દ્રની સ્થાપના કરી છે.
A. જિલ્લા
B. તાલુકા
C. ગ્રામ્ય
ઉત્તર:
A. જિલ્લા
પ્રશ્ન 70.
ભારતનું કૃષિક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશાGDP)નો લગભગ …………………………. % હિસ્સો ધરાવે છે.
A. 12
B. 27
C. 17.
ઉત્તર:
C. 17.
પ્રશ્ન 71.
રોજિંદા ખોરાકમાં વપરાતા બધા પ્રકારના અનાજમાં …………………… શ્રેષ્ઠ છે.
A. ઘઉં
B. ડાંગર
C. બાજરી
ઉત્તર:
A. ઘઉં
પ્રશ્ન 72.
…………………….. લીલા પશુચારા તરીકે વધુ વપરાય છે.
A. બાજરી
B. જુવાર
C. મકાઈ
ઉત્તરઃ
B. જુવાર
પ્રશ્ન 73.
ભારતમાં ખેતીક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. આ માટેનાં પરિબળોમાં કયું એક પરિબળ સાચું નથી?
A. વરસાદનું વધુ પ્રમાણ
B. સિંચાઈની અપૂરતી સગવડો
C. નાના કદનાં ખેતરો
D. વધારે વસ્તી
ઉત્તરઃ
A. વરસાદનું વધુ પ્રમાણ
પ્રશ્ન 74.
કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે?
A. જીવનનિર્વાહ ખેતીને
B. સૂકી ખેતીને
C. સ્થળાંતરિત ખેતીને
D. સજીવ ખેતીને
ઉત્તરઃ
C. સ્થળાંતરિત ખેતીને
પ્રશ્ન 75.
કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?
A. સ્થળાંતરિત ખેતીમાં
B. સજીવ ખેતીમાં
C. આદ્ર ખેતીમાં
D. સઘન ખેતીમાં
ઉત્તરઃ
D. સઘન ખેતીમાં
પ્રશ્ન 76.
ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો પાક કયો છે?
A. ઘઉં
B. જુવાર
C. બાજરી
D. ડાંગર
ઉત્તરઃ
D. ડાંગર
પ્રશ્ન 77.
ભારતના કયા રાજ્યને ‘ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે?
A. ગુજરાત
B. મહારાષ્ટ્ર
C. પંજાબ
D. બિહાર
ઉત્તરઃ
C. પંજાબ
પ્રશ્ન 78.
દેશમાં હરિયાળી ક્રાંતિ પછી કયા પાકનું ઉત્પાદન બમણું થયું છે?
A. મગફળીનું
B. એરંડાનું
C. શેરડીનું
D. ઘઉંનું
ઉત્તરઃ
D. ઘઉંનું
પ્રશ્ન 79.
કયું ધાન્ય ‘અનાજનો રાજા’ ગણાય છે?
A. ડાંગર
B. મકાઈ
C. ઘઉં
D. જુવાર
ઉત્તરઃ
C. ઘઉં
પ્રશ્ન 80.
કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે?
A. પોટાશનું
B. યૂરિયાનું
C. નાઈટ્રોજનનું
D. ફૉસ્ફરસનું
ઉત્તરઃ
C. નાઈટ્રોજનનું
પ્રશ્ન 81.
કર્ણાટકના કયા પ્રદેશમાં કૉફી પુષ્કળ થાય છે?
અથવા
કર્ણાટકનો કયો વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે?
A. કૂર્ગ
B. ધારવાડ
C. બેલગામ
D. ચિત્રદુર્ગ
ઉત્તરઃ
A. કૂર્ગ
પ્રશ્ન 82.
ભારતમાં ક્યો પાક ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે?
A. તમાકુ
B. મગફળી
C. જુવાર
D. ३
ઉત્તરઃ
D. ३
પ્રશ્ન 83.
કયા પાકને હિમથી નુકસાન થાય છે?
A. કપાસ
B. ચણા
C. શેરડી
D. ડાંગર
ઉત્તરઃ
A. કપાસ
પ્રશ્ન 84.
ભારતમાં કયા પાકને ‘ગોલ્ડન ફાઇબર’ કહે છે?
A. શણ
B. કપાસ
C. રબર
D. તમાકુ
ઉત્તરઃ
A. શણ
પ્રશ્ન 85.
રેતાળ ગોરાડુ જમીન, 20 °સે જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ તેમજ આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ – આ કયા પાક માટે અનુકૂળ છે?
A. કપાસ
B. ઘઉં
C. બાજરી
D. તમાકુ
ઉત્તરઃ
D. તમાકુ
પ્રશ્ન 86.
નીચેના પૈકી કયો પાક ઔષધીય પાક છે?
A. ઇસબગૂલ
B. અજમો
C. વરિયાળી
D. અશ્વગંધા
ઉત્તરઃ
D. અશ્વગંધા
પ્રશ્ન 87.
નીચેના પૈકી કયો પાક સુગંધિત પાક છે?
A. ગળો
B. ફુદીનો
C. ગરમર
D. અશોક
ઉત્તરઃ
B. ફુદીનો
પ્રશ્ન 88.
હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લડાખમાં કર્યું ફળ વિશેષ થાય છે?
A. સફરજન
B. કેળાં
C. દ્રાક્ષ
D. સંતરાં
ઉત્તરઃ
A. સફરજન
પ્રશ્ન 89.
ગુજરાતમાં કયા સ્થળે ‘સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી’ આવેલી છે?
A. દાંતીવાડા
B. વડોદરા
C. આણંદ
D. જૂનાગઢ
ઉત્તરઃ
A. દાંતીવાડા
પ્રશ્ન 90.
કૉફીના ઉત્પાદન માટે નકશામાં દર્શાવેલો કયો પ્રદેશ જાણીતો છે?
A. કાનમ
B. ચરોતર
C. કૂર્ગ
D. કોલાર
ઉત્તરઃ
C. કૂર્ગ
પ્રશ્ન 91.
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
A. જુવાર, બાજરી – શુષ્ક ખેતી
B. ચા, કૉફી – જીવનનિર્વાહ ખેતી
C. ડાંગર, શેરડી – આદ્ર (ભીની) ખેતી
D. રબર, કોકો – બાગાયતી ખેતી
ઉત્તર:
B. ચા, કૉફી – જીવનનિર્વાહ ખેતી
પ્રશ્ન 92.
ભારતમાં હેક્ટરદીઠ ખેતી-પાકોનું ઉત્પાદન ઓછું થાય છે. તેમાં એક કારણ સાચું નથી.
A. સામાજિક કારણો, નાનાં ખેતરો, ખેતીલાયક જમીન ઓછી
B. સિંચાઈની અપૂરતી સગવડો
C. વૈજ્ઞાનિક અભિગમનો અભાવ
D. શિક્ષિત ખેડૂતો
ઉત્તર:
D. શિક્ષિત ખેડૂતો
પ્રશ્ન 93.
કૌસમાં આપેલા પાકોને રવી પાક અને ખરીફ પાકોમાં વિભાજિત કર્યા છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો: (મગ, મસૂર, ચણા, અડદ).
A. રવી પાક – અડદ અને મગ, ખરીફ પાક – મસૂર અને ચણા
B. રવી પાક – અડદ અને ચણા, ખરીફ પાક – મગ અને મસૂર
C. ખરીફ પાક – મગ અને ચણા, રવી પાક – અડદ અને મસૂર
D. ખરીફ પાક – અડદ અને મગ, રવી પાક – મસૂર અને ચણા
ઉત્તર:
D. ખરીફ પાક – અડદ અને મગ, રવી પાક – મસૂર અને ચણા
પ્રશ્ન 94.
હરિયાળી ક્રાંતિનો શો અર્થ થાય છે?
A. પશુપાલનનો વિકાસ કરી દૂધ ઉત્પાદન વધારવું.
B. વધુ વૃક્ષો વાવી વનવિસ્તારમાં વધારો કરવો.
C. ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય તેવી વનસ્પતિની ખેતી કરવી.
D. સંસ્થાગત સુધારા, સંકરણ બિયારણ, સિંચાઈ સુવિધા વગેરેના પરિણામે કૃષિ-ઉત્પાદનોમાં વધારો થવો.
ઉત્તર:
D. સંસ્થાગત સુધારા, સંકરણ બિયારણ, સિંચાઈ સુવિધા વગેરેના પરિણામે કૃષિ-ઉત્પાદનોમાં વધારો થવો.
પ્રશ્ન 95.
નીચે ભારતના કેટલાક પાક, તેને માટે જરૂરી જમીન, તે પકવતાં રાજ્યો અને તેની વિશિષ્ટતા દર્શાવતી ગોઠવણી આપેલ છે. તેમાંથી સાચી ગોઠવણી ઓળખી કાઢો.
A. ચા ઢોળાવવાળી લોહતત્ત્વયુક્ત જમીન – અસમ અને પશ્ચિમ બંગાળ – નિકાસમાં મોખરે
B. જુવારઃ સૂર્યનો સીધો તાપ ન પડે તેવી જમીન – ગુજરાત અને રાજસ્થાન – રોકડિયો પાક
C. તમાકુ કાળી જમીન – આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ – બીડી
D. મગફળી કઠણ જમીન – પંજાબ અને કશ્મીર – પાકનો રાજા
ઉત્તર:
C. તમાકુ કાળી જમીન – આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ – બીડી
પ્રશ્ન 96.
કયો પાક ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે અને દક્ષિણ ભારતમાં રવી પાક તરીકે ઉગાડવામાં આવે છે?
A. એરંડા
B. તલ
C. સરસવ
D. મગફળી
ઉત્તર:
B. તલ
પ્રશ્ન 97.
ચા અને કૉફી બને પાકો કયાં રાજ્યોમાં થાય છે?
A. અસમ અને મહારાષ્ટ્રમાં
B. પશ્ચિમ બંગાળ અને કેરલમાં
C. તમિલનાડુ અને કર્ણાટકમાં
D. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં
ઉત્તર:
C. તમિલનાડુ અને કર્ણાટકમાં
પ્રશ્ન 98.
ICARનું પૂરું નામ જણાવો.
A. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ
B. ઇન્ડિયન કૉર્પોરેશન ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ
C. ઇન્ડિયન કમિટી ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ
D. ઇન્ડિયન કૉર ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ :
ઉત્તર:
A. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
(1) ભારતમાં શ્રમશક્તિના લગભગ 72 % જેટલા લોકો ખેતીના કામમાં જોડાયેલા છે.
ઉત્તરઃ
ખોટું
(2) ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો લગભગ 22 % જેટલો છે.
ઉત્તરઃ
ખરું
(3) ભારત એક કૃષિપ્રધાન દેશ છે.
ઉત્તરઃ
ખરું
(4) સ્થળાંતરિત (ઝૂમ)ખેતીમાં ઉત્પાદન ઘણું ઓછું થાય છે.
ઉત્તરઃ
ખરું
(5) સઘન ખેતીમાં ધાન્ય પાકોનું વાવેતર વધુ કરાય છે.
ઉત્તરઃ
ખોટું
(6) આદ્ર ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે.
ઉત્તરઃ
ખોટું
(7) સજીવ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ઉત્તરઃ
ખરું
(8) ચોમાસામાં લેવામાં આવતો પાક જાયદ પાક કહેવાય છે.
ઉત્તરઃ
ખોટું
(9) શિયાળામાં લેવામાં આવતો પાક રવી પાક કહેવાય છે.
ઉત્તરઃ
ખરું
(10) ઉનાળામાં લેવામાં આવતો પાક ખરીફ પાક કહેવાય છે.
ઉત્તરઃ
ખોટું
(11) ડાંગર અને મકાઈ બને ખરીફ અને જાયદ પાક છે.
ઉત્તરઃ
ખરું
(12) ઘઉં અને ચણા બને રવી પાક છે.
ઉત્તરઃ
ખરું
(13) ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ નંબરે છે.
ઉત્તરઃ
ખોટું
(14) ડાંગર એ સમશીતોષ્ણ કટિબંધીય પાક છે.
ઉત્તરઃ
ખોટું
(15) ઘઉં એ ઉષ્ણ કટિબંધીય પાક છે.
ઉત્તરઃ
ખોટું
(16) ગુજરાત ‘ઘઉંનો કોઠાર’ કહેવાય છે.
ઉત્તરઃ
ખોટું
(17) ઘઉં અનાજનો રાજા ગણાય છે.
ઉત્તરઃ
ખરું
(18) જુવાર ખરીફ અને રવી પાક છે.
ઉત્તરઃ
ખરું
(19) ઘઉં એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે.
ઉત્તરઃ
ખોટું
(20) ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે.
ઉત્તરઃ
ખરું
(21) મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે.
ઉત્તરઃ
ખરું
(22) માંસાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે.
ઉત્તરઃ
ખોટું
(23) તુવેર, અડદ, ચણા, મગ, મઠ વગેરે ખરીફ પાક છે.
ઉત્તરઃ
ખોટું
(24) ચણા, વટાણા અને મસૂર રવી પાક છે.
ઉત્તરઃ
ખરું
(25) મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે છે.
ઉત્તરઃ
ખોટું
(26) દેશમાં કુલ મગફળીના ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે છે.
ઉત્તરઃ
ખોટું
(27) તેલીબિયાંમાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે.
ઉત્તરઃ
ખરું
(28) ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે.
ઉત્તરઃ
ખરું
(29) વિશ્વમાં ભારત શિંગતેલની સૌથી વધુ આયાત કરતો દેશ છે.
ઉત્તરઃ
ખોટું
(30) સરસવ એ રવી પાક છે.
ઉત્તરઃ
ખરું
(31) એરંડા ખરીફ અને રવી પાક છે.
ઉત્તરઃ
ખરું
(32) ભારતમાં એરંડાના ઉત્પાદનના લગભગ 90 % ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
ઉત્તરઃ
ખોટું
(33) ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય પાક છે.
ઉત્તરઃ
ખરું
(34) કૉફીના પાકને પહાડી ઢોળાવો પર ઉછેરવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
(35) કોકોમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
(36) શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત બીજા ક્રમે છે.
ઉત્તરઃ
ખોટું
(37) કપાસ રવી પાક છે.
ઉત્તરઃ
ખોટું
(38) ભારતમાં રૂ ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે.
ઉત્તરઃ
ખરું
(39) કપાસના કુલ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે.
ઉત્તરઃ
ખોટું
(40) વિશ્વમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે.
ઉત્તરઃ
ખરું
(41) ભારતમાં શેરડીના વાવેતરમાં મહારાષ્ટ્ર મોખરે છે, જ્યારે ખાંડના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે.
ઉત્તરઃ
ખોટું
(42) શણના રેસાને ‘ગોલ્ડન ફાઇબર’ કહે છે.
ઉત્તરઃ
ખોટું
(43) તમાકુ ખરીફ પાક છે.
ઉત્તરઃ
ખોટું
(44) વિશ્વમાં રબરના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે.
ઉત્તરઃ
ખોટું
(45) જીરુ, વરિયાળી અને ઇસબગૂલના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાને છે.
ઉત્તરઃ
ખોટું
(46) વિશ્વના મસાલાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 52 % જેટલો છે.
ઉત્તરઃ
ખોટું
(47) સરકારે દરેક તાલુકામથકે ખેડૂત તાલીમકેન્દ્રની સ્થાપના કરી છે.
ઉત્તરઃ
ખોટું
(48) ભારતમાં ખેતી ગૌણ વ્યવસાય છે.
ઉત્તરઃ
ખોટું
(49) ખેતીની પેદાશોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે છે.
ઉત્તરઃ
ખોટું
(50) ઘઉંનું વાવેતર 100 સેમીથી વધુ વિસ્તારોમાં થાય છે.
ઉત્તરઃ
ખોટું
(51) ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે.
ઉત્તરઃ
ખરું
(52) જમીનની ફળદ્રુપતા જાળવવા કઠોળનું આંતરપાક (Inter crop) તરીકે વાવેતર થાય છે.
ઉત્તરઃ
ખરું
(53) ભારતીય ભોજનમાં કઠોળનું ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે.
ઉત્તરઃ
ખોટું
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખોઃ
(1) ભારતની અર્થવ્યવસ્થા શાના પર આધારિત છે? – ખેતી પર
(2) ગુજરાતના ભાલ પ્રદેશમાં કઈ ખેતી દ્વારા ચણા અને ઘઉંનો પાક નું લેવામાં આવે છે? – સૂકી ખેતી
(3) કઈ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે? – સ્થળાંતરિત (ઝૂમ) ખેતીમાં
(4) કઈ ખેતી ખૂબ જ માવજત સાથે કરવામાં આવે છે? – બાગાયતી ખેતી
(5) કઈ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ખૂબ થાય છે? – સઘન ખેતીમાં
(6) કઈ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે? – સજીવ ખેતીની
(7) કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી? – સજીવ ખેતીમાં
(8) કઈ ખેતીમાં પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું અને કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે? – સજીવ ખેતીમાં
(9) કઈ ખેતીમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે? – સજીવ ખેતીમાં
(10) પાણીની વધુ જરૂરિયાતવાળો પાક કયો છે? – ડાંગર
(11) ભારતની એક તૃતીયાંશ ખેતભૂમિ પર કયા પાકની ખેતી કરવામાં આવે છે? – ઘઉંની
(12) કયો પાક અનાજનો રાજા ગણાય છે? – ઘઉં
(13) ગુજરાતમાં બાજરીના વાવેતરમાં કયો જિલ્લો મોખરે છે? – બનાસકાંઠા
(14) મકાઈનો પાક કયા વિસ્તારોમાં વધુ થાય છે? – ડુંગરાળ
(15) શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે? – કઠોળ
(16) ગુજરાતમાં ખાદ્યતેલ તરીકે કયું તેલ વધુ વપરાય છે? – શિંગતેલ
(17) તેલીબિયાંમાં તેલનું સૌથી વધુ પ્રમાણ શામાં હોય છે? – તલમાં
(18) ઉત્તર ભારતનો મહત્ત્વનો તેલીબિયાં પાક કયો છે? – સરસવ
(19) કોનું પાણી સ્વાથ્યવર્ધક પીણા તરીકે ઉપયોગી છે? – નાળિયેરનું
(20) ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ કયો છે? – ચા
(21) કયા પાકને કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે? – કૉફીના પાકને
(22) વિશ્વમાં વાવેતરની દષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર કયા દેશમાં થાય છે? – ભારતમાં
(23) શણના રેસાને શું કહે છે? – ગોલ્ડન ફાઇબર
(24) વિશ્વમાં રબરના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? – મલેશિયા
(25) ચૉકલેટ શામાંથી બનાવવામાં આવે છે? – કોકોમાંથી
(26) ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં કઈ પ્રવૃત્તિ ગણાય છે? – જીવનનિર્વાહની
(27) ક્યા પ્રકારની ખેતીમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી થાય છે? – આદ્ર ખેતીમાં
(28) કયા પ્રકારની ખેતીમાં રોકડિયા પાકોનું વધુ વાવેતર થાય છે? – સઘન ખેતીમાં
(29) કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે? – સઘન ખેતીને
(30) કઈ ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે? – સજીવ ખેતીની
(31) કયા પાકની ખેતીમાં માનવશ્રમની વધુ જરૂરિયાત રહે છે? – ડાંગરના પાકની
(32) ક્યા પાકની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે? – ઘઉંના પાકની
(33) રોજિંદા ખોરાકમાં વપરાતા બધા પ્રકારના અનાજમાં કર્યું અનાજ શ્રેષ્ઠ છે? – ઘઉં
(34) ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં કયા પાકનું સૌથી વધુ વાવેતર થાય છે? – મકાઈનું
(35) ભારતમાં તલના ઉત્પાદન અને વાવેતરના વિસ્તારમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? – ગુજરાત
(36) ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં કયા પાકનું વાવેતર કરવામાં આવે છે? – નાળિયેરીનું
(37) કપાસના છોડ પરથી શાનું ઉત્પાદન મેળવવામાં આવે છે? – રૂનું
(38) હિમથી કયા પાકને નુકસાન થાય છે? – કપાસના પાકને
(39) ભારતમાં કયા રાજ્ય તમાકુ-ગુટખા પર સૌપ્રથમ પ્રતિબંધ મૂક્યો છે? – સિક્કિમ રાજ્ય
(40) જીરુ, વરિયાળી અને ઇસબગૂલના ઉત્પાદનમાં વિશ્વમાં કર્યું રાજ્ય પ્રથમ સ્થાને છે? – ગુજરાત
યોગ્ય જોડકાં જોડોઃ
1.
‘એ’ | ‘બ’ |
1. જીવનનિર્વાહ ખેતી | a. જૈવિક ખેતી |
2. સ્થળાંતરિત ખેતી | b. વ્યાપારી ખેતી |
3. સઘન ખેતી | c. બાગાયતી ખેતી |
4. સજીવ ખેતી | d. ઝૂમ ખેતી |
e. આત્મનિર્વાહ ખેતી |
ઉત્તર:
‘એ’ | ‘બ’ |
1. જીવનનિર્વાહ ખેતી | e. આત્મનિર્વાહ ખેતી |
2. સ્થળાંતરિત ખેતી | d. ઝૂમ ખેતી |
3. સઘન ખેતી | b. વ્યાપારી ખેતી |
4. સજીવ ખેતી | a. જૈવિક ખેતી |
2.
‘એ’ | ‘બ’ |
1. ઉષ્ણ કટિબંધીય પાક | a. જુવાર |
2. સમશીતોષ્ણ કટિબંધીય પાક | b. ડાંગર |
3. ઘઉનો કોઠાર | c. ઘઉ |
4. લીલો પશુચારો | d બાજરી |
e. પંજાબ |
ઉત્તર:
‘એ’ | ‘બ’ |
1. ઉષ્ણ કટિબંધીય પાક | b. ડાંગર |
2. સમશીતોષ્ણ કટિબંધીય પાક | c. ઘઉ |
3. ઘઉનો કોઠાર | e. પંજાબ |
4. લીલો પશુચારો | a. જુવાર |
3.
‘એ’ | ‘બ’ |
1. શ્રમજીવીઓનું ધાન્ય | a. મકાઈ |
2. ખરીફ અને રવી પાક | b. કઠોળ |
3. ખરીફ પાક | c. બાજરી |
4. પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત | d. મગફળી |
e. જુવાર |
ઉત્તર:
‘એ’ | ‘બ’ |
1. શ્રમજીવીઓનું ધાન્ય | c. બાજરી |
2. ખરીફ અને રવી પાક | e. જુવાર |
3. ખરીફ પાક | a. મકાઈ |
4. પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત | b. કઠોળ |
4.
‘એ’ | ‘બ’ |
1. તેલનું સૌથી વધુ પ્રમાણ | a. સરસવ |
2. રવી પાક | b. તલ |
3. ખરીફ અને રવી પાક | c. ३ |
4. સફેદ સોનું | d. એરંડા |
e. શણ |
ઉત્તર:
‘એ’ | ‘બ’ |
1. તેલનું સૌથી વધુ પ્રમાણ | b. તલ |
2. રવી પાક | a. સરસવ |
3. ખરીફ અને રવી પાક | d. એરંડા |
4. સફેદ સોનું | c. ३ |
5.
‘એ’ | ‘બ’ |
1. ખરીફ પાક | a. સિક્કિમ |
2. ગોલ્ડન ફાઇબર | b. ખેતી |
3. ભારતનો મુખ્ય વ્યવસાય | c. પશ્ચિમ બંગાળ |
4. તમાકુ-ગુટખા પર પ્રતિબંધ મૂકનાર દેશનું પ્રથમ રાજ્ય | d. શણ |
e. કપાસ |
ઉત્તર:
‘એ’ | ‘બ’ |
1. ખરીફ પાક | e. કપાસ |
2. ગોલ્ડન ફાઇબર | d. શણ |
3. ભારતનો મુખ્ય વ્યવસાય | b. ખેતી |
4. તમાકુ-ગુટખા પર પ્રતિબંધ મૂકનાર દેશનું પ્રથમ રાજ્ય | a. સિક્કિમ |
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
ખેતી સાથે દેશની કઈ કઈ બાબતો જોડાયેલી છે?
ઉત્તર:
ખેતી સાથે ભારતની સામાજિક-આર્થિક પરિસ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર વગેરે બાબતો જોડાયેલી છે.
પ્રશ્ન 2.
બાગાયતી ખેતી માટે શાની જરૂર પડે છે?
ઉત્તર:
બાગાયતી ખેતી માટે મોટી મૂડી, સુદઢ આયોજન, ટેકનિલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ તેમજ પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની સગવડો વગેરેની જરૂર પડે છે.
પ્રશ્ન 3.
ભારતમાં ઋતુઓના સંદર્ભે કૃષિપાકોને કેટલા વિભાગમાં ? વહેંચવામાં આવે છે? કયા કયા?
ઉત્તર:
ભારતમાં ઋતુઓના સંદર્ભે કૃષિપાકોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે:
- ખરીફ (ચોમાસું) પાક,
- રવી (શિયાળુ) પાક,અને
- જાયદ (ઉનાળુ) પાક.
પ્રશ્ન 4.
ભારતમાં બાગાયતી ખેતીમાં કયા કયા પાક લેવામાં આવે છે?
ઉત્તર:
ભારતમાં બાગાયતી ખેતીમાં ચા, કૉફી, સિંકોના, તેજાના, રબર, નાળિયેર, ફળફળાદિ વગેરેના પાક લેવામાં આવે છે.
પ્રશ્ન 5.
ભારતમાં મુખ્યત્વે કયા કયા મસાલા પાકની ખેતી થાય છે?
ઉત્તર:
ભારતમાં મુખ્યત્વે જીરુ, વરિયાળી, ઇસબગૂલ, ધાણા, મેથી, રાઈ, સુવા, અજમો, કાળાં મરી, તજ, લવિંગ વગેરે મસાલા પાકની ખેતી થાય છે.
પ્રશ્ન 6.
ગુજરાતમાં મુખ્યત્વે ક્યા ક્યા ઔષધીય પાકો થાય છે?
ઉત્તરઃ
ગુજરાતમાં મુખ્યત્વે અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીંઢી આવળ, સફેદ મુસળી, મધુનાશીની, અશોક, ગરમર, લીંડી પીપર, ગળો, કુંવારપાઠું વગેરે ઔષધીય પાકો થાય છે.
પ્રશ્ન 7.
ડાંગરના પાક માટે કયા કયા અનુકૂળ સંજોગો જરૂરી છે?
ઉત્તર:
ડાંગરના પાક માટે નદીઓના કાંપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુતમ 20 °સે જેટલું તાપમાન અને 120 સેમી કે તેથી વધુ વરસાદ જરૂરી છે.
પ્રશ્ન 8.
ભારતમાં ડાંગરનો પાક કયાં રાજ્યોમાં વધુ થાય છે?
ઉત્તર:
ભારતમાં ડાંગરનો પાક પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ રાજ્યોમાં વધુ થાય છે.
પ્રશ્ન 9.
ઘઉંના પાક માટે કયા કયા અનુકૂળ સંજોગો હોવા જરૂરી છે?
ઉત્તર:
ઘઉંના પાક માટે ફળદ્રુપ ગોરાડુ કે કાળી જમીન 15 થી 25 સે જેટલું શીતળ તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ કે સિંચાઈ જરૂરી છે.
પ્રશ્ન 10.
ઘઉંનું ઉત્પાદન ભારતનાં ક્યાં રાજ્યોમાં વધુ થાય છે?
ઉત્તરઃ
ઘઉંનું ઉત્પાદન ભારતનાં ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય , પ્રદેશ, હરિયાણા, બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાં વધુ થાય છે.
પ્રશ્ન 11.
ભારતમાં મકાઈનો પાક મુખ્યત્વે કયાં ક્યાં રાજ્યોમાં થાય છે?
ઉત્તર:
ભારતમાં મકાઈનો પાક મુખ્યત્વે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ, જમ્મુકશ્મીર, હિમાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં થાય છે.
પ્રશ્ન 12.
ગુજરાતના ક્યા કયા જિલ્લાઓમાં તુવેર, મગ-મઠ અને અડદનું સૌથી વધુ વાવેતર થાય છે?
ઉત્તર:
ગુજરાતમાં તુવેરનું વડોદરા જિલ્લામાં, મગ-મઠ કચ્છ ? જિલ્લામાં અને અડદનું પાટણ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે.
પ્રશ્ન 13.
ભારતમાં તલનું ઉત્પાદન કયાં રાજ્યોમાં વધુ થાય છે?
ઉત્તર:
ભારતમાં તલનું ઉત્પાદન ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં વધુ થાય છે.
પ્રશ્ન 14.
ભારતમાં સરસવનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો કયાં ક્યાં છે?
ઉત્તર:
ભારતમાં સરસવનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાત છે.
પ્રશ્ન 15.
ભારતના કયા કયા પ્રદેશોમાં નાળિયેરીના બગીચા આવેલા છે?
ઉત્તર:
ભારતમાં કેરલ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને અંદમાન-નિકોબાર તેમજ લક્ષદ્વીપ ટાપુઓમાં નાળિયેરીના બગીચા આવેલા છે.
પ્રશ્ન 16.
ભારતમાં ચાનું વધુ ઉત્પાદન કયાં કયાં રાજ્યોમાં થાય છે?
ઉત્તર:
ભારતમાં ચાનું વધુ ઉત્પાદન અસમ, પશ્ચિમ બંગાળ, { તમિલનાડુ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને કેરલમાં થાય છે.
પ્રશ્ન 17.
ભારતમાં કયાં કયાં રાજ્યોમાં કોકોનું વાવેતર અને ઉત્પાદન 3 વધી રહ્યું છે?
ઉત્તર:
ભારતમાં કેરલ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં કોકોનું વાવેતર અને ઉત્પાદન વધી રહ્યું છે.
પ્રશ્ન 18.
ભારતમાં કપાસ પકવતાં મુખ્ય રાજ્યોનાં નામ આપો.
ઉત્તર:
ભારતમાં કપાસ પકવતાં મુખ્ય રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, તેલંગણા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, તમિલનાડુ, ઓડિશા અને રાજસ્થાન છે.
પ્રશ્ન 19.
ગુજરાતમાં કપાસનું વધુ ઉત્પાદન કયા કયા જિલ્લાઓમાં થાય છે?
ઉત્તર:
ગુજરાતમાં કપાસનું વધુ ઉત્પાદન સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ વગેરે જિલ્લાઓમાં થાય છે.
પ્રશ્ન 20.
શેરડીમાંથી શું શું બને છે? ઉત્તરઃ શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી અને ઇથેનોલ બને છે.
પ્રશ્ન 21.
શેરડીના પાક માટે કયા કયા અનુકૂળ સંજોગો જરૂરી છે?
ઉત્તરઃ
શેરડીના પાક માટે નદીઓના કાંપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 21થી 27 °સે જેટલું તાપમાન અને 75થી 100 સેમી જેટલો વરસાદ જરૂરી છે.
પ્રશ્ન 22.
વિશ્વના તમાકુ ઉગાડતા અને નિકાસ કરનારા મુખ્ય ચાર દેશો કયા છે?
ઉત્તર:
વિશ્વમાં ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકા તમાકુ ઉગાડતા અને નિકાસ કરનારા મુખ્ય ચાર દેશો છે.
પ્રશ્ન 23.
ભારતમાં રબરનું ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યો કયાં 3 કયાં છે?
ઉત્તર:
ભારતમાં રબરનું ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યો કેરલ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરા છે.
પ્રશ્ન 24.
ભારતમાં કેળાં કયાં રાજ્યોમાં થાય છે?
ઉત્તર:
ભારતમાં કેળાં તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં થાય છે.
પ્રશ્ન 25.
ભારતમાં સફરજન કયાં કયાં રાજ્યોમાં થાય છે?
ઉત્તર:
ભારતમાં સફરજન જમ્મુ-કશ્મીર, લડાખ અને હિમાચલ પ્રદેશમાં થાય છે.
પ્રશ્ન 26.
ભારતમાં દ્રાક્ષ મુખ્યત્વે કયાં કયાં રાજ્યોમાં થાય છે?
ઉત્તર:
ભારતમાં દ્રાક્ષ મુખ્યત્વે ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર, લડાખ, પંજાબ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં થાય છે.
પ્રશ્ન 27.
ભારતમાં ખેતી માટે કયાં અદ્યતન સાધનો વપરાવાં લાગ્યાં છે?
ઉત્તર:
ભારતમાં ખેતી માટે સબમર્સિબલ કે મોનોબ્લૉક પંપ, ટ્રેક્ટર, ટ્રેઇલર, રોટાવેટર, થ્રેશર, હાર્વેસ્ટર જેવાં અદ્યતન સાધનો વપરાવાં લાગ્યાં છે.
પ્રશ્ન 28.
ભારતમાં મુખ્યત્વે કયાં કયાં રાસાયણિક ખાતરો વપરાય છે?
ઉત્તર:
ભારતમાં મુખ્યત્વે NPK (નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટાશ), DAP (ડાઈ અમોનિયમ ફૉસ્કેટ), યૂરિયા તેમજ જૈવિક ખાતરો (બાયોફર્ટિલાઈઝર), પ્રવાહી જૈવિક ખાતર જેવાં રાસાયણિક ખાતરો વપરાય છે.
પ્રશ્ન 29.
ગુજરાતમાં કયા કયા સ્થળે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે?
ઉત્તર:
ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે.
પ્રશ્ન 30.
સરકારે કઈ રીતે ખેડનારને જમીનમાલિકીનો સાચો હક આપ્યો છે?
ઉત્તરઃ
સરકારે ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીનમાલિકીનો સાચો હક આપ્યો છે.
પ્રશ્ન 31.
સરકારે જમીનમાલિકીની અસમાનતા કઈ રીતે દૂર કરી છે?
ઉત્તર:
સરકારે જમીન ટોચમર્યાદાના કાયદા દ્વારા જમીનમાલિકીની અસમાનતા દૂર કરી છે.
પ્રશ્ન 32.
ખેડૂતોને ખેતીના પાકોનું વીમાકીય રક્ષણ કઈ રીતે પૂરું પાડવામાં આવે છે?
ઉત્તર:
પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતીના પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
પ્રશ્ન 33.
સરકારે ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કઈ સુવિધા પૂરી પાડી છે?
ઉત્તર:
સરકારે ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ-વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશવ્યવહારની સુવિધા પૂરી પાડી છે.
પ્રશ્ન 34.
સરકારે કયા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી છે?
ઉત્તર:
સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા (Food Security Act) દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી છે.
પ્રશ્ન 35.
ભારતના મોટા ભાગના વિસ્તારમાં બે કે તેથી વધુ પાકનું વાવેતર શાથી કરી શકાય છે?
ઉત્તર:
ભારતમાં ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈની સગવડો અને કુશળ તથા મહેનતુ ખેડૂતો છે. તેથી ભારતના મોટા ભાગના વિસ્તારમાં બે કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે.
સંકલ્પનાઓ સમજાવો:
પ્રશ્ન 1.
જીવનનિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી
ઉત્તર:
જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના જ ભરણપોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતી ‘જીવનનિર્વાહ’ કે ‘આત્મનિર્વાહ ખેતી’ કહેવાય છે. બહુ નાનાં ખેતરો ધરાવતા ખેડૂતો આ પ્રકારની ખેતી કરે છે. દેશના મોટા ભાગના વિસ્તારમાં ખેતી જીવનનિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે.
પ્રશ્ન 2.
સૂકી (શુષ્ક) ખેતી
ઉત્તર:
જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અપૂરતી છે અને માત્ર વરસાદ પર જ આધાર છે તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સચવાતા ભેજના આધારે વર્ષમાં એક જ પાક લઈ શકાય છે તેને ‘સૂકી ખેતી’ કહે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે.
પ્રશ્ન 3.
આદ્ર (ભીની) ખેતી
ઉત્તર:
જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે ત્યાં આદ્ર ખેતી થાય છે. તેમાં વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે.
પ્રશ્ન 4.
સ્થળાંતર (ઝૂમ) ખેતી
ઉત્તર :
જંગલોમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. તેમાં વૃક્ષોને કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. બે-ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતાં તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. તેને ‘ઝૂમ ખેતી’ પણ કહે છે.
પ્રશ્ન 5.
બાગાયતી ખેતી
ઉત્તર:
સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી ‘બાગાયતી ખેતી’ કહેવાય છે. તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. તેને માટે મોટી મૂડી, સુદઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિચાઈ અને પરિવહનની સગવડો વગેરેની જરૂર પડે છે.
પ્રશ્ન 6.
સઘન ખેતી
ઉત્તર:
જ્યાં સિંચાઈની સારી સગવડ છે, ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ-ઉત્પાદન કરી શકે છે. તેથી તે ઊંચી જાતનાં બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુ ને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી ‘સઘન ખેતી’ કહેવાય છે. તેમાં આર્થિક વળતરને વધુ મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી’ પણ કહે છે.
પ્રશ્ન 7.
સજીવ ખેતી
ઉત્તરઃ
જે ખેતીમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારનાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તે ‘સજીવ ખેતી’ કહેવાય છે. આ ખેતીમાં પાકના પોષણ માટે છાણિયું ખાતર, : અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.
પ્રશ્ન 8.
ટકાઉ ખેતી
ઉત્તર :
ખેતીની આ પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે, જ્યારે પોષણ માટે રાસાયણિક ખાતરની જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને સ્થાને જૈવિક નિયંત્રક, જળ-સંરક્ષણ વગેરે બાબતોની ખાસ કાળજી લેવામાં આવે છે.
પ્રશ્ન 9.
મિશ્ર ખેતી
ઉત્તરઃ
ખેડૂતો આવકની પૂર્તિ માટે ખેતી સાથે પશુપાલન, મરઘા-બતકાંઉછેર, મત્સ્યઉછેર, મધમાખી ઉછેર વગેરે આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. આ પ્રવૃત્તિઓ સાથેની ખેતી “મિશ્ર ખેતી’ કહેવાય છે. -મિશ્ર ખેતીથી ખેડૂતની સમૃદ્ધિ વધે છે.
પ્રશ્ન 10.
ખરીફ પાક
ઉત્તર :
ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. ઉદા, ડાંગર, જુવાર, બાજરી, .
પ્રશ્ન 11.
રવી પાક
ઉત્તર:
શિયાળામાં લેવામાં આવતા પાકને ‘રવી પાક’ કહે છે. ઉદા., ઘઉં, ચણા, સરસવ.
પ્રશ્ન 12.
ઝાયદ પાક
ઉત્તરઃ
ઉનાળામાં લેવામાં આવતા પાકને ઝાયદ પાક કહે છે. ઉદા., તરબૂચ, શાકભાજી, કાકડી.
પ્રશ્ન 13.
GROFED
ઉત્તર:
ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ’ GROFED ના ટૂંકા નામે ઓળખાય છે. તે ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે તેલીબિયાની ખરીદી કરે છે.
નીચેનાં વિધાનોનાં ભૌગોલિક કારણો આપોઃ
પ્રશ્ન 1.
ભારતની કૃષિપેદાશોમાં વિવિધતા જોવા મળે છે.
અથવા
ભારતની કૃષિપેદાશોમાં શાથી વિવિધતા જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં પહાડી, કાંપની, રેતાળ, લાલ, કાળી, પડખાઉ વગેરે વિવિધ પ્રકારની જમીનો છે.
- એ પ્રમાણે ઠંડી અને ગરમ, સમઘાત અને વિષમ, સૂકી અને ભેજવાળી એમ વિવિધ પ્રકારની આબોહવા છે.
- એક તરફ ભારે વરસાદના પ્રદેશો છે, તો બીજી તરફ નહિવત્ વરસાદના સૂકા પ્રદેશો પણ છે.
- જમીન અને આબોહવાની આ વિવિધતાઓ મુજબ ભારતના જુદા જુદા પ્રદેશોમાં અને ભિન્ન ભિન્ન ઋતુઓમાં જુદા જુદા પાક થાય છે.
- તેથી ભારતની કૃષિપેદાશોમાં વિવિધતા જોવા મળે છે.
પ્રશ્ન 2.
ભારતમાં ડાંગર સૌથી વધુ મહત્ત્વનો ધાન્ય પાક છે.
અથવા
ભારતમાં ડાંગર સૌથી મહત્ત્વનો ધાન્ય પાક શાથી ગણાય છે?
ઉત્તર:
ભારતના ઉત્તરના મેદાનના પૂર્વ ભાગમાં, ઈશાન પ્રદેશમાં તથા કિનારાનાં મેદાનોમાં ભારે વરસાદ પડે છે.
- આ પ્રદેશોની આબોહવા ગરમ અને ભેજવાળી છે, એટલે અહીં અનાજોમાં માત્ર ડાંગરનો પાક લઈ શકાય છે. આ ઉપરાંત, વધુ વરસાદવાળા અન્ય ભાગોમાં પણ ડાંગર મુખ્ય પાક છે.
- આમ, ભારતમાં તેના કુલ વાવેતર વિસ્તારના \(\frac { 1 }{ 4 }\) ભાગમાં ડાંગર પકવવામાં આવે છે અને દેશના અડધા ભાગના લોકોનો તે મુખ્ય ખોરાક છે.
- તેથી ભારતમાં ડાંગર સૌથી વધુ મહત્ત્વનો ધાન્ય પાક છે.
પ્રશ્ન 3.
પંજાબને ‘ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે.
અથવા
પંજાબને ‘ઘઉંનો કોઠાર’ શાથી કહેવામાં આવે છે?
ઉત્તર:
ઘઉંના પાકને ફળદ્રુપ ગોરાડુ જમીન, વાવણી વખતે 10° થી 15° સે જેટલું અને લલણી વખતે 20° થી 25° સે જેટલું તાપમાન અને 75 સેમી વાર્ષિક વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા પ્રદેશોમાં સિંચાઈની મદદથી ઘઉંનો પાક લેવામાં આવે છે.
- પંજાબમાં નદીઓના કાંપની જમીન અને નહેરોની સિંચાઈની આદર્શ સગવડો છે તેમજ શિયાળામાં શીતળ આબોહવા અને થોડો વરસાદ પણ મળી રહે છે.
- વળી, પંજાબમાં હરિયાળી ક્રાંતિ’ની પદ્ધતિએ ઘઉંની ખેતી થવા લાગી હોવાથી ઘઉંનું હેક્ટરદીઠ ઉત્પાદન સૌથી વિશેષ છે.
- આ કારણે પંજાબમાં ઘઉંનું વિપુલ ઉત્પાદન થાય છે. આથી પંજાબને ‘ઘઉનો કોઠાર’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 4.
ઘઉં અનાજનો રાજા ગણાય છે.
અથવા ઘઉને અનાજનો રાજા શા માટે કહેવામાં આવે છે?
ઉત્તરઃ
ઘઉં દુનિયાનો સૌથી વધુ મહત્ત્વનો ખોરાકી પાક છે. ઘઉંમાં બીજા કોઈ પણ અનાજ કરતાં વધારે પોષક તત્ત્વો હોય છે.
- તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફૉસ્ફરસ જેવાં જરૂરી ખનીજ તત્ત્વો પણ હોય છે.
- તેમાંથી રોટલી, ભાખરી, બ્રેડ (પાંઉ), બિસ્કિટ, કેક, મૅકરોની, સ્પગેટી વગેરે અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાંની કોઈ ને કોઈ વિશ્વના કરોડો લોકોના રોજિંદા ખોરાકમાં વપરાય છે.
- આથી ઘઉં ‘અનાજનો રાજા’ ગણાય છે.
પ્રશ્ન 5.
ચાનો પાક પહાડી ઢોળાવો પર ઉગાડવામાં આવે છે.
અથવા
ચાનો પાક શા માટે પહાડી ઢોળાવો પર ઉગાડવામાં આવે છે?
ઉત્તર:
ચાના પાક માટે આશરે 200 સેમી જેટલો વરસાદ, 20 થી 30 સે તાપમાન તથા પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લોહતત્ત્વવાળી જમીન આવશ્યક છે.
- લાંબી વર્ષાઋતુ અને આંતરે આંતરે ઝાપટાંરૂપે પડતો વરસાદ ચાને 3 વધુ માફક આવે છે.
- ચાના છોડનાં મૂળ પાસે પાણી ભરાઈ રહે તો છોડ કોહવાઈ જાય છે.
- તેથી જ્યાં પાણી સહેલાઈથી વહી જાય એવા અને ચાના છોડને અનુકૂળ આબોહવા ધરાવતા પહાડી ઢોળાવો પર ચાનો પાક ઉગાડવામાં આવે છે.
પ્રશ્ન 6.
કૉફીના છોડને વૃક્ષોની છાયામાં ઉછેરવામાં આવે છે.
અથવા
કૉફીના છોડને વૃક્ષોની છાયામાં કેમ ઉછેરવામાં આવે છે?
ઉત્તર:
કૉફીના છોડને 15 થી 28 સે જેટલું તાપમાન માફક આવે છે. આથી વધુ તાપમાન કે સૂર્યનો સીધો તાપ તેને માફક આવતો નથી.
આથી કૉફીના છોડને પહાડી ઢોળાવો પર મોટાં વૃક્ષોની છાયામાં ઉછેરવામાં આવે છે.
પ્રશ્ન 7.
ભારતમાં શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે.
ઉત્તરઃ
ઉત્તર પ્રદેશમાં નદીઓના કાંપની દળદાર અને રસાળ જમીન છે તેમજ નહેરોની અને કૂવાઓની સિંચાઈની સગવડ છે.
- આ ઉપરાંત શેરડીના પાકને અનુકૂળ આબોહવા, તાપમાન અને વરસાદ છે.
- આથી લગભગ આખા ઉત્તર પ્રદેશમાં શેરડી ખૂબ પાકે છે. આમ, ભારતમાં શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે.
પ્રશ્ન 8.
ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે.
અથવા
ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં શાથી થાય છે?
ઉત્તર:
શણના છોડને જેમાં દર વર્ષે નવો કાંપ પથરાતો હોય 3 તેવી નદીઓના મુખત્રિકોણપ્રદેશની ચીકણી અને ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 30થી 40 સે જેટલું ઊંચું તાપમાન અને 100 સેમી કરતાં વધારે વરસાદની જરૂર પડે છે.
આ બધી અનુકૂળતાઓ ગંગા નદીના મુખત્રિકોણપ્રદેશમાં ખૂબ મોટા પ્રમાણમાં મળી રહેતી હોવાથી ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ભારતની કૃષિપેદાશો જણાવો.
ઉત્તર:
ભારતમાં જમીન અને આબોહવાના વૈવિધ્યને લીધે નીચે પ્રમાણે વિવિધ પ્રકારની કૃષિપેદાશો થાય છે:
- ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, રાગી અને જવ જેવા ધાન્ય – પાકો.
- ચણા, અડદ, મગ, મઠ, વાલ, વટાણા, તુવેર અને મસૂર જેવાં કઠોળ.
- મગફળી, સરસવ, તલ, સોયાબીન, કરડી, અળશી, એરંડા જેવાં તેલીબિયાં અને નાળિયેર.
- ચા, કૉફી અને કોકો જેવાં પીણાં.
- કપાસ, શણ, શેરડી, તમાકુ અને રબર જેવા રોકડિયા પાકો.
- મરી, તજ, ઇલાયચી, લવિંગ જેવા તેજાના તેમજ ધાણા, મેથી, જીરું, હળદર, રાઈ, સુવા, અજમો, મરચાં જેવા મસાલાઓ.
- અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીંઢી આવળ, સફેદ મુસળી, મધુનાશીની, અશોક, ગરમર, લીંડી પીપર, ગળો, કુંવારપાઠું વગેરે ઔષધીય પાકો.
- ફુદીનો, મેથોલ, પામરોઝા, લેમનગ્રાસ વગેરે સુગંધિત પાકો.
- વિવિધ પ્રકારની શાકભાજી.
- કેરી, કેળાં, દ્રાક્ષ, પપૈયાં, સફરજન, નાસપાતી, જામફળ, સીતાફળ, મોસંબી, સંતરાં વગેરે ફળો.
- ગુલાબ, મોગરો, જૂઈ, ગલગોટા, એસ્ટર, રજનીગંધા વગેરે ફૂલો.
પ્રશ્ન 2.
ક્યાં કારણોસર ભારતમાં કૃષિક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી?
અથવા
ક્યાં કારણોસર વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન ઓછું છે?
ઉત્તરઃ
નીચેનાં કારણોસર ભારતમાં કૃષિક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. પરિણામે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં કૃષિ-ઉત્પાદન ઓછું છેઃ
- ભારતના ખેડૂતો મહેનતુ છે, પણ તેમાંથી બહુ મોટા ભાગના ગરીબ અને અભણ છે. તેમની ગરીબી અને નિરક્ષરતાને લીધે તેઓને નાનાં ખેતરો માટે ટ્રેક્ટર, થ્રેસર, પંપ વગેરે યાંત્રિક સાધનો વસાવવાં કે વાપરવાં મોંઘાં પડે છે. પરિણામે કૃષિ-ઉત્પાદન વધારી શકાતું નથી.
- ભારતની ખેતી મુખ્યત્વે વરસાદ પર અવલંબે છે, જે ઘણો અનિયમિત અને અનિશ્ચિત છે. પરિણામે કૃષિ-ઉત્પાદન ઓછું થાય છે.
- દેશના કેટલાક ભાગોમાં કૃષિ માટે જરૂરી વરસાદ પડતો નથી, તેમજ સિંચાઈની પણ સગવડ નથી. આ ભાગોમાં કૃષિપેદાશ ઓછી થાય છે.
- દેશના માત્ર 40 % વાવેતર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. બાકીના વિસ્તારમાં વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે.
- ભારતમાં થયેલા મોટા વસ્તીવધારાના કારણે ખેતરોનાં કદ નાનાં છે થતાં જાય છે. ખૂબ નાનાં ખેતરોમાં કૃષિ-ઉત્પાદન ઓછું થાય છે.
- ભારતના ખેડૂતો કૃષિ-ઉત્પાદનો વધારવા માટે પ્રયોગાત્મક વલણ ધરાવતા નથી. તેઓ સુધારેલાં બિયારણો, રાસાયણિક ખાતરો, આધુનિક કૃષિમંત્રો, વૈજ્ઞાનિક કૃષિ-પદ્ધતિઓ વગેરેનો ઓછો ઉપયોગ કરે છે.
- સમાજમાં ખેતીના વ્યવસાયનો દરજ્જો નીચો મનાતો હોવાથી શિક્ષિત લોકો આ વ્યવસાયમાં જોડાતા નથી.
પ્રશ્ન 3.
ભારતના કઠોળના પાક વિશે માહિતી આપો.
ઉત્તરઃ
શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે.
- ભારતમાં જુદી જુદી ઋતુમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર વગેરે કઠોળ પાકે છે.
- તુવેર, અડદ, મગ અને મઠા એ ખરીફ પાક છે; જ્યારે ચણા, વટાણા અને મસૂર એ રવી પાક છે.
- વધુ વરસાદવાળા વિસ્તારો સિવાય લગભગ બધાં જ રાજ્યોમાં જુદાં જુદાં કઠોળ ઉગાડવામાં આવે છે.
- ભારતમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યો કઠોળનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
- ગુજરાતમાં તુવેરનું વડોદરા જિલ્લામાં, મગ-મઠનું કચ્છ જિલ્લામાં અને અડદનું પાટણ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે.
- કઠોળના પાક દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું પુનઃસ્થાપન થાય છે. તેથી ધાન્ય પાકની સાથે કે ધાન્ય પાકો પછી જમીનની ફળદ્રુપતા જાળવવા કઠોળનું આંતરપાક (Inter crop) તરીકે વાવેતર કરવામાં આવે છે.
પ્રશ્ન 4.
શેરડીના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારાં ભારતનાં રાજ્યો કે પ્રદેશોનાં નામ જણાવો.
ઉત્તરઃ
શેરડીના ઉત્પાદનમાં ભારત એક અગ્રગણ્ય દેશ છે.
- શેરડીમાંથી ગોળ, ખાંડ, ખાંડસરી જેવા ખાદ્ય પદાર્થો બને છે.
- વાવેતરની દષ્ટિએ વિશ્વમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે.
- ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં બીજું છે.
- શેરડીના પાકને લાવાની કાળી જમીન કે નદીઓનાં મેદાનની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 21° થી 27°સે જેટલું તાપમાન તથા 75થી 100 સેમી જેટલો વરસાદ માફક આવે છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી પાક લેવામાં આવે છે.
- ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, 3 પંજાબ, હરિયાણા, બિહાર અને ગુજરાતમાં શેરડી પાકે છે.
- ભારતમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં થાય છે, પરંતુ ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર મોખરે છે.
- ગુજરાતમાં શેરડી મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાકે છે.
- ગુજરાતમાં કોડીનાર, બારડોલી, ગણદેવી અને પેટલાદમાં ખાંડની મિલો છે, જેમાંની મોટા ભાગની સહકારી ધોરણે ચાલે છે.
પ્રશ્ન 5.
કૃષિક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાની શી અસરો થઈ છે?
ઉત્તરઃ
કૃષિક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાની નીચે પ્રમાણે વ્યાપક અસરો થઈ છેઃ
- તેનાથી કૃષિમાં ‘હરિયાળી ક્રાંતિ’ આવી છે. અનાજના ઉત્પાદનમાં સારો એવો વધારો થવાથી દેશ અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યો છે.
- પહેલાં અનાજની આયાત કરવી પડતી. તેની જગ્યાએ હવે થોડી નિકાસ કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વળી, ‘સઘન કૃષિ’ અને વાવેતર વિસ્તારમાં વધારો (કૃષિ-વિસ્તરણ) શક્ય બન્યાં છે.
- હરિયાળી ક્રાંતિથી અનાજનું રાષ્ટ્રીય ભંડોળ ઊભું કરી શકાયું છે. પરિણામે અર્થતંત્ર સ્વાવલંબનના માર્ગે પ્રગતિ કરતું થયું છે.
- ખેડૂતોની આવક વધી છે. રોજગારી ક્ષેત્રે સુધારો થઈ રાષ્ટ્રનો વિકાસ થયો છે.
- ટેકનિકલ સુધારાની કેટલીક વિપરીત અસરો પણ થઈ છે.
- રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીન-પ્રદૂષણ થયું છે. તેનાથી જમીનની ફળદ્રુપતાને અને માનવીના સ્વાથ્યને માઠી અસર પહોંચી છે.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
ભારતમાં કૃષિ માટે કઈ કઈ અનુકૂળતાઓ છે?
ઉત્તર:
ભારતમાં કૃષિ માટે નીચે મુજબની અનુકૂળતાઓ છેઃ
- ભારતમાં ખેતીલાયક ફળદ્રુપ મેદાનોનો મોટો વિસ્તાર છે. દેશમાં આશરે 48% સ્પષ્ટ વાવેતર વિસ્તાર છે.
- ભારતમાં લગભગ બારે માસ ખેતી થઈ શકે તેવી વિવિધ પ્રકારની આબોહવા છે અને જુદા જુદા પાકોને અનુકૂળ વિવિધ પ્રકારની જમીનો છે.
- ભારતના ખેડૂતો ઘણા મહેનતુ અને કુશળ છે.
- ભારતના લગભગ 40% વિસ્તારોમાં સિંચાઈની સગવડો છે અને તેનો વિસ્તાર વધારવા માટે પ્રયાસો થઈ રહ્યા છે.
પ્રશ્ન 2.
ખેત-ઉત્પાદનમાં વધારો કરવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા કઈ ખેત-પદ્ધતિઓ ભારતમાં વધુ પ્રચલિત છે?
ઉત્તરઃ
ખેત-ઉત્પાદનમાં વધારો કરવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા ભારતમાં સજીવ ખેતી, પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી વગેરે ખેત-પદ્ધતિઓ વધુ પ્રચલિત છે.
પ્રશ્ન 3.
જાયદ પાક એટલે શું? તેનો સમય કયો છે? અથવા ઉનાળાના પાકને કયા નામે ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
ઉનાળામાં માર્ચથી જૂન સુધીના સમયગાળામાં લેવામાં આવતા પાકને ‘જાયદ પાક’ કહે છે. ઉદા., તરબૂચ, શાકભાજી, કાકડી.
પ્રશ્ન 4.
રોકડિયા પાક એટલે શું? ભારતમાં પાકતા મુખ્ય રોકડિયા પાક કયા કયા છે?
ઉત્તર:
જે પાકમાંથી બનતી વસ્તુઓની બજારમાં મોટી માંગ હોય છે, તે પાકને રોકડિયા પાક કહે છે. આ પાકનું ઉત્પાદન વેપાર-ઉદ્યોગ માટે કરવામાં આવે છે. ભારતમાં પાકતા મુખ્ય રોકડિયા પાક કપાસ, શણ, શેરડી, તમાકુ, રબર વગેરે છે.
પ્રશ્ન 5.
ભારતમાં મુખ્યત્વે કયાં કયાં ફળોની ખેતી થાય છે? કેળાં, સફરજન અને દ્રાક્ષનું ઉત્પાદન મુખ્યત્વે કયાં કયાં રાજ્યોમાં વધુ થાય છે?
ઉત્તર:
ભારતમાં મુખ્યત્વે કેરી, કેળાં, દ્રાક્ષ, પપૈયાં, સફરજન, નાસપાતી, મોસંબી, સંતરાં, ચીકુ, દાડમ, જામફળ, સીતાફળ વગેરે ફળોની ખેતી થાય છે. કેળાં મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં વધુ થાય છે. સફરજન રૂ મુખ્યત્વે કશ્મીરના ખીણ પ્રદેશમાં તેમજ લડાખમાં અને હિમાચલ પ્રદેશમાં રૂ થાય છે. દ્રાક્ષનું ઉત્પાદન મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને હરિયાણામાં વધુ થાય છે.
પ્રશ્ન 6.
ગુજરાતમાં કઈ સંસ્થાઓ ખેડૂતો પાસેથી પોષણક્ષમ ભાવે ? કૃષિપેદાશો ખરીદે છે?
ઉત્તર:
- ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ (Natural Agricultural Co-operative Marketing Federation of India – NAFED),
- ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ į (Gujarat Co-operative Oilseeds Growers’ Federation – GROFED),
- રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (National Dairy Development Board – NDDB) અને
- ગુજરાત સ્ટેટ કૉ-ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ (GUJCOMASOL) વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિપેદાશો ખરીદે છે.
પ્રશ્ન 7.
કૃષિ-આધારિત ઉદ્યોગો કયા કયા છે?
ઉત્તરઃ
સુતરાઉ કાપડ, શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે કૃષિ-આધારિત ઉદ્યોગો છે.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
વિવિધ કૃષિ-પદ્ધતિઓ સવિસ્તર વર્ણવો.
અથવા
ભારતમાં કઈ કઈ કૃષિ-પદ્ધતિઓ પ્રચલિત છે? દરેક વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતમાં સજીવ ખેતી, ટકાઉ (પોષણક્ષમ) ખેતી, મિશ્ર ખેતી વગેરે કૃષિ-પદ્ધતિઓ પ્રચલિત છે.
1. સજીવ ખેતી જે કૃષિ-પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈ પણ હું પ્રકારનાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને ‘સજીવ ખેતી’ કહે છે.
- તેમાં જમીનના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે.
- તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
- સજીવ ખેતી (જૈવિક ખેતી)ની પેદાશો પોષણયુક્ત હોય છે.
- તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.
- તેમાં ખનીજ, વિટામિન અને જીવનશક્તિ આપતાં તત્ત્વો હોય છે.
- સજીવ ખેતીની પેદાશોની માંગ ખૂબ રહે છે, તેથી ખેડૂતોને આર્થિક વળતર સારું મળે છે.
2. ટકાઉ ખેતીઃ આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ-સંરક્ષણ વગેરે બાબતોની પૂરતી કાળજી લેવામાં આવે છે.
૩. મિશ્ર ખેતીઃ આ પ્રકારની ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા-બતકાંઉછેર, મધમાખી ઉછેર, મત્સ્યઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
પ્રશ્ન 2.
ભારતમાં કૃષિક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો.
અથવા
કૃષિમાં ટેકનિકલ સુધારાનું મહત્ત્વ સમજાવો. (August 20)
ઉત્તર:
ભારતમાં ખેતીનાં સાધનો, બિયારણો અને ખાતરોમાં આવેલાં પરિવર્તનો ટેકનિકલ સુધારા ગણાય છે.
- ભારતનો ખેડૂત સિંચાઈ માટે પહેલાં કોસ, રેટ વગેરેનો ઉપયોગ કરતો હતો. તેની જગ્યાએ હવે તે સબમર્સિબલ કે મોનોબ્લૉક, સોલર પંપ વગેરે વાપરતો થયો છે.
- ઓછા પાણીએ વધુ પાક લેવા માટે તે ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે.
- આજનો ખેડૂત સુધારેલાં બિયારણો અને બીજની સંકરણ જાતોનો ઉપયોગ કરવા લાગ્યો છે. તે NPK (નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ), DAP (ડાઈ અમોનિયમ ફૉફેટ) અને યુરિયા જેવાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતો થયો છે.
- બાયોફર્ટિલાઈઝરનો પણ ઉપયોગ થાય છે. સરકાર બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા આર્થિક મદદ અને રાહત પણ આપે છે.
- ખેડૂત તેના પાકને કીટકો અને રોગોથી બચાવવા કીટકનાશક અને જંતુનાશક દવાઓ તેમજ “બાયોકંટ્રોલર(જેવિક નિયંત્રક) નો ઉપયોગ કરે છે. સરકાર આ અંગે માહિતી, માર્ગદર્શન તેમજ આર્થિક મદદ આપે છે.
- ખેડૂતોને વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન, DD કિસાન ચૅનલ, મોબાઇલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551 (કિસાન કૉલ સેન્ટર), સરકારના ખેડૂત વેબપોર્ટલ, i-ખેડૂત અને agrimarket જેવી મોબાઇલ એપ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
- જિલ્લા કક્ષાએ ‘ખેડૂત તાલીમ’ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. તેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવે છે.
- વળી, કૃષિક્ષેત્રે સરકાર દ્વારા થતાં સંશોધનો અને નવી તકનિકોની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા ગ્રામસેવકોની નિમણૂક કરવામાં આવે છે.
- કુશળ કૃષિવિદ અને કૃષિવૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે તેમજ નવા સંશોધનો કરવા માટે દેશના લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. – ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે.
- કૃષિક્ષેત્રે સંશોધન કરવા માટે ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ICAR)’અને ‘ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઍન્ડ એજ્યુકેશન (DARE)’ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે.
- સરકાર ખેડૂતોને ખેતી માટે વિવિધ પ્રકારની સબસિડી અને ઓછા વ્યાજદરે લોન આપી મદદ કરે છે.
પ્રશ્ન 3.
ટૂંક નોંધ લખો હરિયાળી ક્રાંતિ
અથવા
ભારતમાં કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે એમ શાથી કહી શકાય?
અથવા
કારણો આપોઃ ભારતમાં હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે.
ઉત્તરઃ
સુધારેલાં બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને હરિયાળી ક્રાંતિ (Green Revolution) કહે છે.
- કૃષિ-ઉત્પાદનોમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો.
- ખેડૂતોને સુધારેલાં બિયારણો, વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા. પરિણામે કૃષિ-ઉત્પાદનોમાં વધારો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળી.
- હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકનું વિક્રમજનક ઉત્પાદન થયું છે. કપાસ, શેરડી, શણ, તેલીબિયાં જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે.
- દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અનાજની અછત હતી, ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે.
- આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસરો જણાતી નથી. અનાજના બફર સ્ટૉકને લીધે દુષ્કાળ કે અછતનો સરળતાથી સામનો કરી શકાયો છે.
- અન્નક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહનરૂપ એક ઐતિહાસિક સિદ્ધિ છે.
પ્રશ્ન 4.
ભારતમાં આજે અનાજનું સંરક્ષણ કરવાનું શાથી જરૂરી બન્યું છે?
અથવા
ભારતમાં આજે અનાજનો સંગ્રહ કરવાનું શાથી જરૂરી બન્યું છે?
ઉત્તરઃ
ભારતમાં આઝાદી પછી હરિયાળી ક્રાંતિ થવાથી અનાજ ઉત્પાદનમાં દેશ સ્વાવલંબી બન્યો છે. એ સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે.
- ઈ. સ. 1951માં ભારતની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી, તે વધીને ઈ. સ. 2011માં આશરે 121 કરોડ જેટલી થઈ હતી. તેથી દેશમાં અનાજની માંગમાં વધારો થયો છે.
- ઈ. સ. 1950 – 1951માં ભારતમાં 51 કરોડ ટન અનાજ પેદા થયું હતું. તે વધીને ઈ. સ. 2013-2014માં વિક્રમજનક 265.04 કરોડ ટન થયું હતું.
- આજે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય એટલું અનાજ દેશના ગોદામોમાં છે.
- અનાજના એ ભંડારો જાળવી રાખવા અને તેમાં વધારો કરવો તે જરૂરી બન્યું છે.
- અનાજનો બફર સ્ટૉક ઊભો કરીને દુષ્કાળ કે અનાજની અછતના સમયે અનાજની તંગી નાબૂદ કરી શકાય તેમ છે.
- અનાજના ગોદામોના અનાજને બગડતું અટકાવવા માટે અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ.
- દર વર્ષે ગોદામોમાં અનાજને બગડતું અટકાવવું ખાસ જરૂરી બન્યું છે. આ માટે અનાજના સંગ્રહણ અને પ્રબંધનની સંગીન વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે.
- સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા (Food Security Act) દ્વારા દેશની ગરીબ પ્રજાને અનાજ વહેંચવાનું શરૂ કર્યું છે.
- આમ, દર વર્ષે દેશમાં મબલખ અનાજ થતું હોવાથી તેનું સંરક્ષણ કરવું અનિવાર્ય બન્યું છે.
- આજે ભારત અનાજક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે, પરંતુ ભવિષ્યમાં ક્યારે પણ દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દેશમાં અનાજનો સંગ્રહ કરવાનું જરૂરી બન્યું છે.
પ્રશ્ન 5.
જુવાર, બાજરી અને મકાઈ માટે કયા અનુકૂળ સંજોગો ? જરૂરી છે? તેમનું નોંધપાત્ર ઉત્પાદન ભારતનાં રાજ્યો કે પ્રદેશોનાં નામ જણાવો.
ઉત્તર:
જુવાર, બાજરી અને મકાઈ જાડાં ધાન્ય તરીકે ઓળખાય છે.
- સામાન્ય રીતે જ્યાં વરસાદ થોડો ઓછો પડે છે, જમીન ઓછી ફળદ્રુપ છે અને સિંચાઈની સગવડ અલ્પ છે ત્યાં આ ખરીફ પાકો લેવામાં આવે છે.
1. જુવાર તેને 50 સેમી જેટલો વરસાદ, 25થી 30 સે જેટલું તાપમાન તથા કાળી અને ગોરાડુ જમીન અનુકૂળ છે.
- ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું – ધાન્ય છે.
- દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જુવારનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે.
- જુવાર ખરીફ અને રવી પાક છે.
- જુવારનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે.
- તે કર્ણાટક, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ગુજરાત રાજ્યોમાં પણ સારી પાકે છે.
- ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લાઓમાં થાય છે.
- જુવાર લીલા પશુચારા તરીકે વિશેષ વપરાય છે.
2. બાજરીઃ તે શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે.
- તે 40થી 50 સેમી જેટલો વરસાદ, 25થી 30 °સે જેટલું તાપમાન તથા ઓછી ફળદ્રુપ રેતાળ જમીનવાળા પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે.
- ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ બાજરીનો પાક થાય છે.
- ગુજરાતમાં બાજરીનું સૌથી વધારે વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. આ ઉપરાંત, કચ્છ અને સાબરકાંઠામાં પણ બાજરી થાય છે.
૩. મકાઈ તે ખરીફ ધાન્ય પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધારે વાવેતર થાય છે.
- તે ડુંગરાળ વિસ્તારોમાં વધુ ઉગાડાય છે, જ્યાં તે લોકોનો મુખ્ય ખોરાક છે.
- મકાઈના પાકને પાણી નીતરી જાય એવી ઢોળાવવાળી, કાળી, કઠણ અને પથરાળ જમીન, 50થી 100 સેમી જેટલો વરસાદ અને 21થી 27 °સે જેટલું તાપમાન વધુ માફક આવે છે.
- રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ, જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ વગેરે તેનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
- ગુજરાતમાં મકાઈનો પાક પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં થાય છે.
- મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઉપયોગ ઔદ્યોગિક ઉત્પાદનોમાં થાય છે.
પ્રશ્ન 6.
ચા, કૉફી અને કોકોના પાકો માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારાં ભારતનાં રાજ્યો કે પ્રદેશોનાં નામ જણાવો.
ઉત્તર:
1. ચા તેના પાક માટે લોહતત્ત્વવાળી અને પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી જમીન જરૂરી છે.
- ચાના છોડનાં મૂળ પાસે પાણી ભરાઈ રહે તો છોડ કોહવાઈ જાય છે.
- તેને 20થી 30 સે જેટલું તાપમાન અને 200 સેમી જેટલા વરસાદની જરૂર રહે છે.
- લાંબી વર્ષાઋતુ અને આંતરે આંતરે ઝાપટાંરૂપે પડતો વરસાદ તેને વધુ માફક આવે છે.
- ચા ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધનો પાક છે.
- ભારતમાં ચાનું વધુ ઉત્પાદન અસમ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડના પહાડી ઢોળાવો પર થાય છે.
- ભારતમાં ચાનું 75 % ઉત્પાદન અસમ અને પશ્ચિમ બંગાળમાં થાય છે.
- વિશ્વમાં ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.
- શ્રીલંકા, ચીન અને ભારત ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે.
2. કૉફીઃ તેના છોડને પહાડી ઢોળાવ પર, સૂર્યનો સીધો તાપ બહુ ન લાગે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે.
- તેને 15થી 28 °સે જેટલું તાપમાન અને 150થી 200 સેમી જેટલો વરસાદ અને પર્વતીય ઢોળાવવાળી જમીન માફક આવે છે.
- ભારતમાં કૉફી કર્ણાટક, કેરલ અને તમિલનાડુમાં વધારે થાય છે.
- કર્ણાટકનો કૂર્ગ વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે.
૩. કોકો કોકો વૃક્ષના ફળનાં બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. કોકો પેય પદાર્થ છે. તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે.
- કોકોને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધારે વરસાદની જરૂર રહે છે.
- કોકોનું ઉત્પાદન આફ્રિકાના દેશોમાં થાય છે.
- ભારતમાં તેનું વાવેતર અને ઉત્પાદન કેરલ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ છે અને તમિલનાડુમાં થાય છે.
પ્રશ્ન 7.
કપાસના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારાં ભારતનાં રાજ્યો કે પ્રદેશોનાં નામ જણાવો.
ઉત્તર:
વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે.
- કપાસમાંથી મળતું રૂ મુખ્યત્વે કાપડ બનાવવા માટે વપરાય છે. રૂ ભારતમાં ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે.
- તેનાં બી(કપાસિયા)નું તેલ ખાદ્યતેલ તરીકે અને કપાસિયા દુધાળાં પશુઓના ખાણ તરીકે વપરાય છે.
- કપાસ ખરીફ પાક છે. તેના પાકનો સમયગાળો 6થી 8 મહિનાનો હોય છે.
- તેને કાળી અને ખનીજ દ્રવ્યોના વધુ પ્રમાણવાળી લાવારસની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20થી 35 સે જેટલું તાપમાન અને 30થી 70 સેમી જેટલો વરસાદ માફક આવે છે.
- લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી જમીન તેને વધુ અનુકૂળ થાય છે. તેને હિમથી નુકસાન થાય છે.
- ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને રાજસ્થાન વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
- ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે.
- ગુજરાતમાં ભરૂચ જિલ્લાનો ‘કાનમ પ્રદેશ’ ઊંચા પ્રકારના કપાસ માટે જાણીતો છે.
- ગુજરાતના ખેડૂતો બી.ટી. કપાસનું વાવેતર કરે છે. પરિણામે તેના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ગુણવત્તામાં ગુજરાત રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમે છે.
પ્રશ્ન 8.
નીચે જણાવેલ દરેક પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારાં ભારતનાં રાજ્યો કે પ્રદેશોનાં નામ જણાવો : [ પ્રત્યેકના 3 ગુણ]
1. શણ
ઉત્તર:
વિશ્વમાં શણના ઉત્પાદનમાં હાલમાં ભારત પ્રથમ સ્થાને છે. શણના રેસાને ‘ગોલ્ડન ફાઇબર’ કહે છે.
- જેમાં દર વર્ષે નવો કાંપ પથરાતો હોય એવી નદીઓના મુખત્રિકોણપ્રદેશોની ચીકણી અને ફળદ્રુપ જમીન શણના પાકને વધુ માફક આવે છે.
- આ પાક માટે ગરમ અને ભેજવાળી આબોહવા, 30થી 40 °સે જેટલું તાપમાન અને 100 સેમીથી વધુ વરસાદ જરૂરી છે.
- ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખત્રિકોણપ્રદેશમાં થાય છે. અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ શણ થાય છે.
- શણમાંથી સૂતળી, કંતાન, કોથળા, સાદડી, દોરડાં, થેલીઓ, પગરખાં અને હસ્તકારીગરીના નમૂના બને છે.
2. તમાકુ
ઉત્તર:
તમાકુ ખરીફ પાક છે.
- તમાકુના પાકને રેતાળ ગોરાડુ જમીન, 20 °સે જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ માફક આવે છે.
- જ્યાં વરસાદ ઓછો પડે છે ત્યાં સિંચાઈથી પાક લેવામાં આવે છે.
- તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીનનું મહત્ત્વ વધારે છે.
- ભારતમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં તમાકુ વધુ પાકે છે.
- ગુજરાતનો ખેડા અને આણંદ જિલ્લાઓનો ‘ચરોતર’ પ્રદેશ તમાકુના ઊંચા ઉત્પાદનના કારણે સોનેરી પાનનો મુલક’ કહેવાય છે. આ ઉપરાંત, મહેસાણા, વડોદરા અને પંચમહાલમાં પણ તમાકુનું વધુ વાવેતર થાય છે.
- ભારતમાં કુલ બીડી-તમાકુનું 80 % ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
- દેશની તમાકુના પાંચમા ભાગની નિકાસ કરવામાં આવે છે.
- તમાકુનો ઉપયોગ બીડી, સિગારેટ, છીંકણી, ગુટખા વગેરે બનાવવામાં થાય છે.
- તમાકુનું સેવન સ્વાથ્ય માટે હાનિકારક છે. ભારતમાં સિક્કિમ રાજ્ય તમાકુ-ગુટખાના સેવન પર પ્રતિબંધ મૂક્યો છે.
3. રબર
ઉત્તરઃ
લેટેક્ષ કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ(ક્ષીર)માંથી રબર તૈયાર થાય છે. રબરના બગીચામાંથી એકઠા કરેલ દૂધમાં એસેટિક ઍસિડ મેળવીને તેને ધીમા તાપે ગરમ કરીને રબર બનાવવામાં આવે છે.
- રબરમાંથી બનાવવામાં આવતાં વિવિધ ઉત્પાદનોમાં ટાયર અને ટ્યૂબ મુખ્ય છે.
- રબરના ઉત્પાદનમાં વિશ્વમાં મલેશિયા પ્રથમ સ્થાને છે, જ્યારે ભારત પાંચમા સ્થાને છે.
- ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદવાળાં ક્ષેત્રોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે.
- ભારતમાં કેરલ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરામાં રબરનું ઉત્પાદન થાય છે.
પરિશિષ્ટ 1.
ભારતની કૃષિપેદાશોની ભૌગોલિક માહિતી
પરિશિષ્ઠ 2.
1. ઋતુઓના સંદર્ભમાં કૃષિપાકોનું વર્ગીકરણ :
2. ભારતની મુખ્ય કૃષિપેદાશોઃ