Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 1 ભારતનો વારસો Important Questions and Answers.
GSEB Class 10 Social Science Important Questions Chapter 1 ભારતનો વારસો
દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
ભારત પ્રાચીન …………………. ધરાવતો દેશ છે.
A. સભ્યતા
B. સંસ્કૃતિ
C. વારસો
ઉત્તરઃ
B. સંસ્કૃતિ
પ્રશ્ન 2.
ભારતના પ્રાચીન ગ્રંથ ………………… માં ભારત વિશે ભારતવર્ષ શબ્દનો ઉપયોગ થયો છે.
A. વિષ્ણુપુરાણ
B. શિવપુરાણ
C. ગરુડપુરાણ .
ઉત્તરઃ
A. વિષ્ણુપુરાણ
પ્રશ્ન 3.
ભારતમાં વેપાર કરવા માટે આવેલી વિદેશી પ્રજા સમય જતાં ભારતીય સંસ્કૃતિના ………………….. માં ભળી ગઈ.
A. પ્રવાહ
B. પરંપરા
C. આદર્શી
ઉત્તરઃ
B. પ્રવાહ
પ્રશ્ન 4.
ભારત વિસ્તારની દષ્ટિએ વિશ્વમાં ……………………… સ્થાન ધરાવે છે.
A. ચોથું
B. પાંચમું
C. સાતમું
ઉત્તરઃ
C. સાતમું
પ્રશ્ન 5.
ભારત જનસંખ્યાની દષ્ટિએ વિશ્વમાં ……………………… સ્થાન ધરાવે છે.
A. બીજું
B. ત્રીજું
C. ચોથું
ઉત્તરઃ
A. બીજું
પ્રશ્ન 6.
ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ અને ………………….. વારસો આપ્યો છે.
A. ભવ્ય
B. વૈવિધ્યસભર
C. આધ્યાત્મિક
ઉત્તરઃ
B. વૈવિધ્યસભર
પ્રશ્ન 7.
ભારતીય સંસ્કૃતિ ……………………… અને વેપારી રહી છે.
A. શાંતિપ્રિય
B. વિકાસશીલ
C. અહિંસક
ઉત્તરઃ
A. શાંતિપ્રિય
પ્રશ્ન 8.
સંસ્કૃતિ એટલે ‘…………………….’
A. પ્રગતિ
B. સોંદર્યપ્રધાન વિકાસ
C. જીવન જીવવાની રીત
ઉત્તરઃ
C. જીવન જીવવાની રીત
પ્રશ્ન 9.
“પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે …………………… વારસો.”
A. સાંસ્કૃતિક
B. પ્રાકૃતિક
C. પર્યાવરણિક
ઉત્તરઃ
B. પ્રાકૃતિક
પ્રશ્ન 10.
આપણે સૌ …………………… નાં સંતાન છીએ.
A. પ્રકૃતિ
B. ધરતી
C. સંસ્કૃતિ
ઉત્તરઃ
A. પ્રકૃતિ
પ્રશ્ન 11.
ભૂમિ-આકારો દ્વારા અનેક ……………………. નું સર્જન જોવા મળે છે.
A. પર્વતો
B. ઉચ્ચપ્રદેશો
C. ભૂમિદશ્યો
ઉત્તરઃ
C. ભૂમિદશ્યો
પ્રશ્ન 12.
હિમાલયમાં …………………. નાં જંગલો આવેલાં છે.
A. વિષુવવૃત્તીય
B. પર્વતીય
C. તરાઈ
ઉત્તરઃ
C. તરાઈ
પ્રશ્ન 13.
ભારતીય સંસ્કૃતિ સિંધુ અને …………………… નદીના કિનારે પાલનપોષણ પામી છે.
A. રાવી
B. બિયાસ
C. જેલમ
ઉત્તરઃ
A. રાવી
પ્રશ્ન 14.
આપણે નદીને ‘……………………. ‘નું બહુમાન આપ્યું છે.
A. જનદેવી
B. લોકમાતા
C. જગમાતા
ઉત્તરઃ
B. લોકમાતા
પ્રશ્ન 15.
ભારતની પ્રજા આદિ સમયથી …………………….. રહી છે.
A. પ્રકૃતિપ્રેમી
B. શાંતિપ્રિય
C. પર્યાવરણપ્રેમી
ઉત્તરઃ
C. પર્યાવરણપ્રેમી
પ્રશ્ન 16.
…………………….. વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે.
A. વટસાવિત્રી
B. ગૌરી
C. જયા-પાર્વતીના
ઉત્તરઃ
A. વટસાવિત્રી
પ્રશ્ન 17.
વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના …………………… નાં જંગલોમાં જોવા મળે છે.
A. સાતપુડા
B. બરડા
C. ગીર
ઉત્તરઃ
C. ગીર
પ્રશ્ન 18.
ભારતમાં …………………… ની સુરક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવ્યાં છે.
A. જંગલી પ્રાણીઓ
B વન્ય જીવો
C. આદિવાસીઓ
ઉત્તરઃ
B વન્ય જીવો
પ્રશ્ન 19.
સાંસ્કૃતિક વારસો એટલે …………………… વારસો.
A. માનવસર્જિત
B. ભૌતિક
C. જૈવિક
ઉત્તરઃ
A. માનવસર્જિત
પ્રશ્ન 20.
…………………… સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બાબતોની ભેટ આપી છે.
A. ઐતિહાસિક
B. પ્રાચીન
C. પ્રાગું ઐતિહાસિક
ઉત્તરઃ
C. પ્રાગું ઐતિહાસિક
પ્રશ્ન 21.
……………………. ની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે.
A. હાથવણાટ
B. ભરત-ગૂંથણ
C. શિલ્પ-સ્થાપત્ય
ઉત્તરઃ
C. શિલ્પ-સ્થાપત્ય
પ્રશ્ન 22.
મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપર ………………… અને વૃષભનું શિલ્પ છે.
A. વાઘ
B. સિંહ
C. હાથી
ઉત્તરઃ
B. સિંહ
પ્રશ્ન 23.
…………………. ની ગુફાઓનું નિમણિ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલ છે.
A. ઇલોરા
B. અજંતા
C. ઍલિફન્ટા
ઉત્તરઃ
A. ઇલોરા
પ્રશ્ન 24.
પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતું લોથલ ………………….. તાલુકામાં આવેલું છે.
A. ધંધુકા
B. વિરમગામ
C. ધોળકા
ઉત્તરઃ
C. ધોળકા
પ્રશ્ન 25.
વડનગરનું ……………………. ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.
A. જૈનમંદિર
B. કીર્તિતોરણ
C. સૂર્યમંદિર
ઉત્તરઃ
B. કીર્તિતોરણ
પ્રશ્ન 26.
મોઢેરાનું ………………….. ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.
A. સૂર્યમંદિર
B. જૈનમંદિર
C. સહસ્ત્રલિંગ તળાવ
ઉત્તરઃ
A. સૂર્યમંદિર
પ્રશ્ન 27.
જૂનાગઢનો ……………………. નો મકબરો ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.
A. અહમદશાહ
B. મુહમ્મદશાહ
C. મહોબતખાન
ઉત્તરઃ
C. મહોબતખાન
પ્રશ્ન 28.
……………………. નો મેળો ગિરનાર(જૂનાગઢ)માં મહા વદ 9થી 12 દરમિયાન ભરાય છે.
A. વૌઠા
B. ભવનાથ
C. તરણેતર
ઉત્તરઃ
B. ભવનાથ
પ્રશ્ન 29.
………………….. નો મેળો ધોળકા(અમદાવાદ)માં કારતક સુદ પૂનમના રોજ ભરાય છે.
A. ભાંગુરિયા
B. તરણેતર
C. વૌઠા
ઉત્તરઃ
C. વૌઠા
પ્રશ્ન 30.
………………… નો મેળો આહવા-ડાંગ)માં ફાગણ સુદ પૂનમના રોજ ભરાય છે.
A. ડાંગ દરબાર
B. ભાંગુરિયા
C. માધવપુર ઉત્તરઃ
ઉત્તરઃ
A. ડાંગ દરબાર
પ્રશ્ન 31.
…………………. નો મેળો ઉનાવા(મહેસાણા)માં રજબ માસની તા. 16થી 22 દરમિયાન ભરાય છે.
A. મીરા દાતાર
B. નકળંગ
C. ભડિયાદ
ઉત્તરઃ
A. મીરા દાતાર
પ્રશ્ન 32.
………………… નો મેળો ગરબાડા(દાહોદ)માં હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે.
A. ભાંગુરિયા
B. ડાંગ દરબાર
C. ગોળ ગધેડા
ઉત્તરઃ
C. ગોળ ગધેડા
પ્રશ્ન 33.
……………………. નો મેળો ક્વાંટ(છોટાઉદેપુર)માં હોળીથી રંગપાંચમ સુધી ભરાય છે.
A. ગોળ ગધેડા
B. ભાંગુરિયા
C. ડાંગ દરબાર
ઉત્તરઃ
B. ભાંગુરિયા
પ્રશ્ન 34.
………………… જાતિ ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે.
A. નેગ્રીટો
B. ઑસ્ટ્રેલૉઇડ
C. મોંગોલૉઇડ
ઉત્તરઃ
A. નેગ્રીટો
પ્રશ્ન 35.
નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) આફ્રિકામાંથી ……………………… નો રસ્તે થઈ ભારતમાં આવેલા.
A. ઈરાન
B. ઇરાક
C. બલૂચિસ્તાન
ઉત્તરઃ
C. બલૂચિસ્તાન
પ્રશ્ન 36.
…………………… જાતિના લોકો વર્ણ શ્યામ, 4થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા.
A. અલ્પાઇન
B. ઑસ્ટ્રેલૉઇડ
C. નેગ્રીટો
ઉત્તરઃ
C. નેગ્રીટો
પ્રશ્ન 37.
…………………….. પ્રજા ભારતમાં અગ્નિ એશિયામાંથી આવેલી હતી.
A. ઑસ્ટ્રેલૉઇડ
B મોંગોલૉઇડ
C. આર્મેનોઇડ
ઉત્તરઃ
A. ઑસ્ટ્રેલૉઇડ
પ્રશ્ન 38.
ભારતમાં આવેલા આર્યો ઑસ્ટ્રેલૉઇડ લોકોને …………………… કહેતા.
A. નિષાદ
B. કિરાત
C. નોર્ડિક
ઉત્તરઃ
A. નિષાદ
પ્રશ્ન 39.
ભારતમાં …………………. પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો.
A. સીદી
B. ભીલી
C. આદિવાસી
ઉત્તરઃ
B. ભીલી
પ્રશ્ન 40.
ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ……………………… પ્રજાનો ફાળો વિશિષ્ટ છે.
A. ઑસ્ટ્રેલૉઇડ
B. મોંગોલૉઇડ
C. ડિનારિક
ઉત્તરઃ
A. ઑસ્ટ્રેલૉઇડ
પ્રશ્ન 41.
દ્રવિડ લોકો …………………… ની સિંધુ સંસ્કૃતિના સર્જકો હતા.
A. મોહેં-જો-દડો
B. પાષાણ યુગ
C. દક્ષિણ ભારત
ઉત્તરઃ
A. મોહેં-જો-દડો
પ્રશ્ન 42.
દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા …………………. લોકોએ આપી હોવાનું મનાય છે.
A. આર્ય
B. દ્રવિડ
C. અલ્પાઇન
ઉત્તરઃ
B. દ્રવિડ
પ્રશ્ન 43.
દ્રવિડોના મૂળ દેવો ………………….. એ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા.
A. આય
B. હબસીઓ
C. ડિનારિક
ઉત્તરઃ
A. આર્યો
પ્રશ્ન 44.
………………. માં માતૃમૂલક કુટુંબપ્રથા પ્રચલિત હતી.
A. આર્યો
B. હબસીઓ
C. દ્રવિડો
ઉત્તરઃ
C. દ્રવિડો
પ્રશ્ન 45.
પ્રારંભિક ………………….. સાહિત્ય ઊર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે.
A. બૌદ્ધ
B. તમિલ
C. જૈન
ઉત્તરઃ
B. તમિલ
પ્રશ્ન 46.
………………………. પ્રજા ઉત્તર-પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી હતી.
A. મોંગોલૉઇડ
B. અલ્પાઇન
C. ડિનારિક
ઉત્તરઃ
A. મોંગોલૉઇડ
પ્રશ્ન 47.
મોંગોલૉઇડ લોકો ……………………….. તરીકે ઓળખાતા.
A. નોડિક
B. કિરાત
c. નિષાદ
ઉત્તરઃ
B. કિરાત
પ્રશ્ન 48.
ભારતની ……………………… સભ્યતાના નિર્માતાઓ આર્ય (નોર્ડિક) લોકો હતા.
A. આર્ય
B. હિંદુ
C. સિંધુ
ઉત્તરઃ
A. આર્ય
પ્રશ્ન 49.
આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ……………………. નામ અપાયું હતું.
A. સપ્તસિંધુ
B. હિંદુસ્તાન
C. આર્યાવર્તન
ઉત્તરઃ
C. આર્યાવર્ત
પ્રશ્ન 50.
વાયવ્ય ભારતમાં સાત મોટી નદીઓ વહેતી હોવાથી આયોએ તેને ……………………. નામ આપ્યું.
A. સપ્તહિંદુ
B. સપ્તસિંધુ
C. સપ્તભારત
ઉત્તરઃ
B. સપ્તસિંધુ
પ્રશ્ન 51.
………………….. અન્ય પ્રજા કરતાં વધુ વિકસિત હતા.
A. દ્રવિડો
B. મોંગોલૉઇડ પ્રજા
C. આર્યો
ઉત્તરઃ
C. આયોં
પ્રશ્ન 52.
ભારતમાં આવેલી વિવિધ પ્રજાની સંસ્કૃતિઓનાં વિશિષ્ટ તત્ત્વો અપનાવી લઈને એક ……………………. સંસ્કૃતિનું સર્જન થયું.
A. ભારતીય
B. સમન્વયી
C. સંપૂર્ણ
ઉત્તર:
B. સમન્વયી
પ્રશ્ન 53.
ભારતમાં આવેલી પ્રજા પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અર્થાત્ તેમનું …………………… થયું.
A. ભારતીયકરણ
B. સમન્વય
C. સામાજિકીકરણ
ઉત્તર:
A. ભારતીયકરણ
પ્રશ્ન 54.
……………………. એ ભારતને અઢળક સમૃદ્ધિ આપી છે.
A. નદીઓ
B. પ્રકૃતિ
C. સમુદ્રો
ઉત્તર:
B. પ્રકૃતિ
પ્રશ્ન 55.
…………………. વારસો કુદરતની ભેટ છે.
A. સાંસ્કૃતિક
B. પ્રાકૃતિક
C. ઐતિહાસિક
ઉત્તર:
B. પ્રાકૃતિક
પ્રશ્ન 56.
આદિમાનવ ……………………… માં ઉત્પન્ન થયા હતા.
A. ઉત્તર-પૂર્વ આફ્રિકા
B. પૂર્વ-દક્ષિણ આફ્રિકા
C. પશ્ચિમ-દક્ષિણ આફ્રિકા
ઉત્તર:
B. પૂર્વ-દક્ષિણ આફ્રિકા
પ્રશ્ન 57.
ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના ……………….. પ્રજા તરીકે થતી હતી.
A. પ્રાચીન
B. પ્રાચીનતર
C. પ્રાચીનતમ
ઉત્તર:
C. પ્રાચીનતમ
પ્રશ્ન 58.
પ્રાચીન કાળમાં હિંદુઓ ……………………. કહેવાતા.
A. આર્ય
B. કિરાત
C. દ્રવિડ
ઉત્તર:
A. આર્ય
પ્રશ્ન 59.
પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી ………………….. ભારતમાં હતી.
A. અગ્નિ
B. વાયવ્ય
C. ઈશાન
ઉત્તર:
B. વાયવ્ય
પ્રશ્ન 60.
આર્યો …………………. હતા.
A. શાંતિપ્રિય
B. વાસ્તવદર્શી
C. પ્રકૃતિપ્રેમી
ઉત્તર:
C. પ્રકૃતિપ્રેમી
પ્રશ્ન 61.
ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકસી હતી?
A. સિંધુ અને જેલમ
B. સિંધુ અને રાવી
C. સિંધુ અને બિયાસ
D. સતલુજ અને રાવી
ઉત્તર:
B. સિંધુ અને રાવી
પ્રશ્ન 62.
ભારતની પ્રજા અતિપ્રાચીન યુગથી પર્યાવરણપ્રેમી રહી છે, તેની સાક્ષી છે પ્રજાનો …
A. કુટુંબપ્રેમ
B. દેશપ્રેમ
C. ઉત્સવપ્રેમ એ.
D. વૃક્ષપ્રેમ
ઉત્તર:
D. વૃક્ષપ્રેમ
પ્રશ્ન 63.
ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્ત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે?
A. કચ્છ
B. બનાસકાંઠા
C. જૂનાગઢ
D. સાબરકાંઠા
ઉત્તર:
A. કચ્છ
પ્રશ્ન 64.
ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે?
A. નેગ્રીટો
B. આમેંનૉઇડ
C. ઑસ્ટ્રેલૉઇડ
D. મોંગોલૉઇડ
ઉત્તર:
C. ઑસ્ટ્રેલૉઇડ
પ્રશ્ન 65.
પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો ધરાવતી જે પ્રાચીન ભારતમાં આવી હતી તે …
A. ઓસ્ટ્રેલૉઇડ પ્રજા હતી.
B. અલ્પાઇન પ્રજા હતી.
C. મોંગોલૉઇડ પ્રજા હતી.
D. આર્મેનૉઇડ પ્રજા હતી.
ઉત્તર:
C. મોંગોલૉઇડ પ્રજા હતી.
પ્રશ્ન 66.
રંગે શ્યામ, લાંબું-પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી રે પ્રાચીન ભારતમાં આવેલી તે …..
A. દ્રવિડ પ્રજા હતી.
B. આર્મેનૉઇડ પ્રજા હતી.
C. મોંગોલૉઇડ પ્રજા હતી.
D. ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા હતી.
ઉત્તર:
D. ઓસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા હતી.
પ્રશ્ન 67.
રંગે શ્યામ, 4થી 5 ફૂટ ઊંચી અને વાંકડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે …
A. મોંગોલૉઇડ (કિરાત) પ્રજા હતી.
B. ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા હતી.
C. આર્મેનૉઇડ પ્રજા હતી.
D. નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) પ્રજા હતી.
ઉત્તર:
D. નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) પ્રજા હતી.
પ્રશ્ન 68.
ભારતમાં આવેલી કઈ ત્રણ જાતિઓ એકસમાન ભૌતિક ગુણો ધરાવે છે?
A. અલ્પાઇન, ડિનારિક, મોંગોલૉઇડ
B. ડિનારિક, આર્મેનૉઈડ, ઑસ્ટ્રેલૉઇડ
C. મોંગોલૉઇડ, અલ્પાઇન, આર્મેનૉઇડ
D. અલ્પાઇન, ડિનારિક, આર્મેનૉઇડ
ઉત્તર:
D. અલ્પાઇન, ડિનારિક, આર્મેનૉઈડ
પ્રશ્ન 69.
નીચે આપેલ ચિત્ર કઈ સંસ્કૃતિની યાદ અપાવે છે?
A. લોથલની
B. સિંધુખીણની
C. રૂપડની
D. ધોળાવીરાની
ઉત્તર:
B. સિંધુખીણની
પ્રશ્ન 70.
કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે?
A. નેગ્રીટો
B. દ્રવિડ
C. ઓસ્ટ્રેલૉઇડ
D. આર્મેનોઇડ
ઉત્તર:
A. નેગ્રીટો
પ્રશ્ન 71.
આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના
જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે?
A. કલમ – 51 (ક)માં
B. કલમ – 48 (છ)માં
C. કલમ – 57 (જ)માં
D. કલમ – 51 (છ)માં
ઉત્તર:
A. કલમ – 51 (ક)માં
પ્રશ્ન 72.
અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા કઈ હતી?
A. દ્રવિડો
B મોંગોલૉઇડ
C. આર્યો (નોડિક)
D. ઑસ્ટ્રેલૉઇડ
ઉત્તર:
C. આય (નોર્ડિક)
પ્રશ્ન 73.
નીચેનામાંથી એક જોડકું ખરું નથી, તે શોધીને ઉત્તર લખો.
A. ગૌરવર્ણ, બદામી આંખો – દ્રવિડો
B. શ્યામ વર્ણ, વાંકડિયા વાળ – નેગ્રીટો (હબસી)
C. શ્યામ રંગ, ચપટું નાક – ઑસ્ટ્રેલૉઇડ
D. પીળો વર્ણ, ચપટો ચહેરો – મોંગોલૉઇડ
ઉત્તર:
A. ગૌરવર્ણ, બદામી આંખો – દ્રવિડો
પ્રશ્ન 74.
નીચેનાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:
1. આફ્રિકા | a. કિરાત |
2. અગ્નિ એશિયા | b. ડિનારિક |
3. મધ્ય એશિયા | c. નિષાદ |
4. ઉત્તર-પશ્ચિમ ચીન | d. નીગ્રો (નેગ્રીટો – હબસી) |
e. કોલ |
A. (1 – e), (2 – d), (3 – b), (4 – a).
B. (1 – C), (2 – a), (3 – d), (4 – e).
C. (1 – d), (2 – C), (3 – B), (4 – a).
D. (1 – e), (2 – b), (3 – a), (4 – c).
ઉત્તરઃ
1. આફ્રિકા | d. નીગ્રો (નેગ્રીટો – હબસી) |
2. અગ્નિ એશિયા | c. નિષાદ |
3. મધ્ય એશિયા | b. ડિનારિક |
4. ઉત્તર-પશ્ચિમ ચીન | a. કિરાત |
પ્રશ્ન 75.
ભારતમાં શુભ કાર્યોના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં કયા એક શબ્દનો ઉપયોગ થતો નથી?
A. ભારતવર્ષ
B. જંબુદ્વીપ
C. આર્યાવર્ત
D. હિંદુસ્તાન
ઉત્તરઃ
D. હિંદુસ્તાન
પ્રશ્ન 76.
હિમાલયની ગિરિમાળા ભારતની કઈ દિશામાં આવેલી છે?
A. ઉત્તર
B. દક્ષિણ
C. પૂર્વ
D. પશ્ચિમ
ઉત્તરઃ
A. ઉત્તર
પ્રશ્ન 77.
પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાનાં ઉદાહરણો ક્યાં જોવા મળે છે?
A. હિતોપદેશની વાર્તાઓમાં
B. જૈન ધર્મની જાતક કથાઓમાં
C. બોદ્ધ ધર્મની જાતક કથાઓમાં
D. બૃહદારણ્ય ઉપનિષદમાં
ઉત્તરઃ
C. બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં
પ્રશ્ન 78.
નીચેના પૈકી કઈ ચિકિત્સા-પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત નથી?
A. નિસર્ગોપચાર
B. ઍલોપથી
C. આયુર્વેદિક
D. યુનાની
ઉત્તરઃ
B. ઍલોપથી
પ્રશ્ન 79.
નીચેના પૈકી યાત્રાનું કયું સ્થળ હિમાલયમાં આવેલું નથી? –
A. કેદારનાથ
B. અમરનાથ
C. શિવનાથ
D. બદ્રીનાથ
ઉત્તરઃ
C. શિવનાથ
પ્રશ્ન 80.
આપણી રાષ્ટ્રમુદ્રામાં નીચેના પૈકી કઈ આકૃતિ નથી?
A. ચાર સિંહોની
B. બળદની
C. ઘોડાની
D. વાઘની
ઉત્તરઃ
D. વાઘની
પ્રશ્ન 81.
નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ એતિહાસિક મહત્ત્વ ધરાવતું નથી?
A. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ
B. ચાંપાનેરનો રાજમહેલ
C. વિરમગામનું મુનસર તળાવ
D. મોઢેરાનું સૂર્યમંદિર
ઉત્તરઃ
B. ચાંપાનેરનો રાજમહેલ
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
(1) હિમાલયની ગિરિમાળા ભારતની દક્ષિણ સીમાએ આવેલી છે.
ઉત્તર:
ખોટું
(2) ભારત વિશ્વમાં વિસ્તારની દષ્ટિએ સાતમા ક્રમે છે.
ઉત્તર:
ખરું
(3) ભારત વિશ્વમાં જનસંખ્યાની દૃષ્ટિએ પાંચમા ક્રમે છે.
ઉત્તર:
ખોટું
(4) ભારતની સંસ્કૃતિમાંથી સત, વિ અને શૌરવનો અનુભવ પ્રાપ્ત થાય છે.
ઉત્તર:
ખોટું
(5) વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ.
ઉત્તર:
ખરું
(6) પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે.
ઉત્તર:
ખરું
(7) પ્રકૃતિ સાથેના આપણા વ્યવહારનાં ઉદાહરણો પંચતંત્ર અને હું હિતોપદેશની વાર્તાઓમાં જોવા મળે છે.
ઉત્તર:
ખોટું
(8) નિસગૉપચાર, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ પ્રકૃતિ પર આધારિત છે.
ઉત્તર:
ખરું
(9) હિમાલય પર્વત એ ભૂમિ-આકાર છે.
ઉત્તર:
ખરું
(10) આપણી રાષ્ટ્રમુદ્રામાં ત્રણ સિંહોની આકૃતિ છે.
ઉત્તર:
ખોટું
(11) સાંસ્કૃતિક વારસો એટલે કુદરતસર્જિત વારસો.
ઉત્તર:
ખોટું
(12) ભારતની શિલ્પ-સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે.
ઉત્તર:
ખરું
(13) દાઢીવાળા પુરુષનું શિલ્પ એ સિંધુખીણની સંસ્કૃતિનો એક પુરાતન અવશેષ છે.
ઉત્તર:
ખરું
(14) સમ્રાટ અશોકનો શિલાલેખ ચાંપાનેરમાં આવેલો છે.
ઉત્તર:
ખોટું
(15) 18 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર ગુજરાતનું એક તીર્થસ્થાન છે.
ઉત્તર:
ખોટું
(16) શામળાજીનો પૂનમનો મેળો કારતક સુદ 11થી પૂનમ સુધી ભરાય છે.
ઉત્તર:
ખરું
(17) નેગ્રીટો અથવા નીગ્રો જાતિના લોકો (હબસી) ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે.
ઉત્તર:
ખરું
(18) નેગ્રીટો વર્ષે શ્યામ, 5થી 6 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા.
ઉત્તર:
ખોટું
(19) ઑસ્ટ્રેલૉઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી.
ઉત્તર:
ખરું
(20) ઑસ્ટ્રેલૉઇડ લોકો વર્ષે શ્યામ, લાંબું અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક ધરાવતા હતા.
ઉત્તર:
ખરું
(21) ભારતમાં આવેલા આર્યો ઑસ્ટ્રેલૉઇડ લોકોને “કિરાત’ કહેતા.
ઉત્તર:
ખોટું
(22) ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો.
ઉત્તર:
ખરું
(23) ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં નેગ્રીટો પ્રજાનો
ફાળો વિશિષ્ટ છે.
ઉત્તર:
ખોટું
(24) દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબપ્રથા પ્રચલિત હતી.
ઉત્તર:
ખરું
(25) આર્યોમાં દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા હતી.
ઉત્તર:
ખોટું
(26) અલ્પાઇન લોકો કિરાત’ તરીકે ઓળખાતા હતા.
ઉત્તર:
ખોટું
(27) ભારતની આર્ય-સભ્યતાના નિર્માતાઓ નોર્ડિક લોકો હતા.
ઉત્તર:
ખરું
3. નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:
(1) ભારતીય સંસ્કૃતિમાંથી શાનો અનુભવ થાય છે? – સત, ચિત્ અને માનનો
(2) પ્રાકૃતિક વારસો કોની ભેટ છે? – કુદરતની
(3) કોના દ્વારા અનેક ભૂમિદશ્યોનું સર્જન જોવા મળે છે? – ભૂમિ-આકારો દ્વારા
(4) આપણે નદીને શાનું બહુમાન આપ્યું છે? – લોકમાતાનું
(5) વિશ્વમાં એશિયાઈ સિંહો ગુજરાતનાં કયાં જંગલોમાં જોવા મળે છે? – ગીરનાં જંગલોમાં
(6) આપણી કઈ મુદ્રામાં ચાર સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ જોવા મળે છે? – રાષ્ટ્રમુદ્રામાં
(7) સાંસ્કૃતિક વારસો એટલે શું? – માનવસર્જિત વારસો
(8) ભારતની શિલ્પ-સ્થાપત્યની કલા કેટલાં વર્ષ જેટલી પ્રાચીન છે? – 5000 વર્ષ
(9) સિંધુખીણની સંસ્કૃતિના એક પુરાતન અવશેષનું નામ આપો. – દાઢીવાળો પુરુષ (અથવા નર્તકીની મૂતિ)
(10) ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ છે? – નેગ્રીટો (અથવા નીગ્રો)
(11) શ્યામ રંગ, લાંબું અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક એ કઈ પ્રજાની શારીરિક વિશેષતા હતી? – ઑસ્ટ્રેલૉઇડ પ્રજાની (નિષાદ પ્રજાની)
(12) દ્રવિડોમાં કઈ કુટુંબપ્રથા પ્રચલિત હતી? – માતૃમૂલક
(13) કઈ પ્રજા ઉત્તર-પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી હતી? – મોંગોલૉઇડ
(14) પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો એ કઈ પ્રજાનાં શારીરિક લક્ષણો હતાં? – મોંગોલૉઇડ
(15) કઈ પ્રજા “કિરાત’ તરીકે ઓળખાતી હતી? – મોંગોલૉઇડ
(16) આય બીજા કયા નામે ઓળખાતા હતા? – નોર્ડિક
(17) આયએ વાયવ્ય ભારતને કયું નામ આપ્યું હતું? – સપ્તસિંધુ
(18) મોઢેરામાં કયો મહોત્સવ ઊજવાય છે? – ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ
(19) 12 જ્યોતિર્લિંગો પૈકીનું કયું મંદિર ગુજરાતમાં છે? – સોમનાથ મંદિર
(20) વડનગરમાં કયો મહોત્સવ ઊજવાય છે? – તાના-રીરી
(21) ભાવનગર જિલ્લામાં કયું જૈન તીર્થ આવેલું છે? – પાલીતાણા
(22) પાટણમાં કયું જાણીતું તળાવ આવેલું છે? – સહસ્ત્રલિંગ
(23) અમદાવાદમાં કઈ જાણીતી મસ્જિદ આવેલી છે? – જામા મસ્જિદ
(24) દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કઈ પ્રજાએ આપી હોવાનું મનાય છે? – દ્રવિડોએ
(25) જૈન તીર્થ પાલીતાણા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? – ભાવનગર
(26) શામળાજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? – અરવલ્લી
(27) રણછોડરાયજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? – ખેડા
(28) તાના-રીરી મહોત્સવ ક્યાં ઊજવાય છે? – વડનગરમાં
(29) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઊજવાય છે? – મોઢેરામાં
(30) ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? – જૂનાગઢમાં પ
યોગ્ય જોડકાં જોડોઃ
1.
‘અ’ | ‘બ’ |
1. તરાઈનાં જંગલો | a. ખેડા જિલ્લો |
2. નદી | b. અરવલ્લી જિલ્લો |
3. એશિયાઈ સિંહો | c. હિમાલય |
4. રણછોડરાયજી મંદિર | d. ગીરનાં જંગલો |
e. લોકમાતા |
ઉત્તર:
‘અ’ | ‘બ’ |
1. તરાઈનાં જંગલો | c. હિમાલય |
2. નદી | e. લોકમાતા |
3. એશિયાઈ સિંહો | d. ગીરનાં જંગલો |
4. રણછોડરાયજી મંદિર | a. ખેડા જિલ્લો |
2.
‘અ’ (મેળો) | ‘બ’ (સ્થળ) |
1. ભવનાથનો મેળો (March 20) | a. બનાસકાંઠા |
2. તરણેતરનો મેળો (August 20) | b. આહવા |
3. ડાંગ દરબારનો મેળો | c. મહેસાણા |
4. ભાદરવી પૂનમનો મેળો | d. જૂનાગઢ |
e. સુરેન્દ્રનગર |
ઉત્તર:
‘અ’ (મેળો) | ‘બ’ (સ્થળ) |
1. ભવનાથનો મેળો (March 20) | d. જૂનાગઢ |
2. તરણેતરનો મેળો (August 20) | e. સુરેન્દ્રનગર |
3. ડાંગ દરબારનો મેળો | b. આહવા |
4. ભાદરવી પૂનમનો મેળો | a. બનાસકાંઠા |
3.
‘અ’ | ‘બ’ |
1. નેગ્રીટો | a. નિષાદ |
2. ઑસ્ટ્રેલૉઇડ | b. કિરાત |
3. આયો | c. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ |
4. મોંગોલૉઇડ | d. ડિનારિક |
e. પ્રકૃતિપ્રેમી |
ઉત્તરઃ
‘અ’ | ‘બ’ |
1. નેગ્રીટો | c. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ |
2. ઑસ્ટ્રેલૉઇડ | a. નિષાદ |
3. આયો | e. પ્રકૃતિપ્રેમી |
4. મોંગોલૉઇડ | b. કિરાત |
4.
‘અ’ | ‘બ’ |
1. આય | a. માતૃમૂલક કુટુંબપ્રથા |
2. દ્રવિડો | b. હબસીઓ |
3. નેગ્રીટો | c. મધ્ય એશિયામાંથી આગમન |
4. ઑસ્ટ્રેલૉઇડ | d. નોડિક |
e. અગ્નિ એશિયામાંથી આગમન |
ઉત્તર:
‘અ’ | ‘બ’ |
1. આય | a. માતૃમૂલક કુટુંબપ્રથા |
2. દ્રવિડો | b. હબસીઓ |
3. નેગ્રીટો | c. મધ્ય એશિયામાંથી આગમન |
4. ઑસ્ટ્રેલૉઇડ | d. નોડિક |
e. અગ્નિ એશિયામાંથી આગમન |
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે?
ઉત્તર :
ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, “ભરતખંડ, જંબુદ્વીપ’, “આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 2.
ભારત કઈ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે? –
ઉત્તર:
ભારત ઉત્તરે હિમાલયની ગિરિમાળા, દક્ષિણે હિંદ મહાસાગર, પૂર્વે બંગાળાનો ઉપસાગર અને પશ્ચિમે અરબ સાગર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે.
પ્રશ્ન 3.
ભારતની સંસ્કૃતિમાંથી કઈ ત્રણ બાબતોનો અનુભવ થાય છે.
ઉત્તર:
ભારતની સંસ્કૃતિમાંથી “સત’, ‘જિત’ અને “માનન્ટ’ આ ત્રણ બાબતોનો અનુભવ થાય છે.
પ્રશ્ન 4.
ભારતની સંસ્કૃતિ કેવી રીતે સમૃદ્ધ બની?
ઉત્તર:
ભારતમાં આવીને સ્થાયી થયેલી જુદી જુદી વિદેશી પ્રજાની સંસ્કૃતિ સાથેની આદાન-પ્રદાનની પરસ્પરની પ્રક્રિયા દ્વારા ભારતની ૬ સંસ્કૃતિ સમૃદ્ધ બની.
પ્રશ્ન 5.
ભારતની સંસ્કૃતિનાં કયાં મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે?
ઉત્તર:
ભારતની સંસ્કૃતિનાં અહિંસા અને વિશ્વશાંતિ જેવાં મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે.
પ્રશ્ન 6.
ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, જંગલો, નદીઓ અને ખીણપ્રદેશો, ઝરણાં, સાગરો, દરિયાકિનારા, ફળદ્રુપ મેદાનો, રણો, ખનીજો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ-પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 7.
પ્રકૃતિ સાથેનો આપણો વારસો શ્રદ્ધાપૂર્ણ છે તેનાં દષ્ટાંતો ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
પ્રકૃતિ સાથેનો આપણો વારસો શ્રદ્ધાપૂર્ણ છે તેનાં દષ્ટાંતો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે.
પ્રશ્ન 8.
કઈ કઈ ચિકિત્સાપદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે? .
ઉત્તર:
નિસર્ગોપચાર (નેચરોપથી), આયુર્વેદિક, યુનાની વગેરે ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે.
પ્રશ્ન 9.
હિમાલયમાં કયાં પ્રસિદ્ધ યાત્રાધામો આવેલાં છે?
ઉત્તર:
હિમાલયમાં અમરનાથ, બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી વગેરે પ્રસિદ્ધ યાત્રાધામો આવેલાં છે.
પ્રશ્ન 10.
ભારતની કઈ કઈ નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસરો કરી છે?
ઉત્તર:
ભારતની સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસરો કરી છે.
પ્રશ્ન 11.
કઈ બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્ત્વ સૂચવે છે?
ઉત્તરઃ વડ, પીપળો અને તુલસીની પૂજા તેમજ વડસાવિત્રીનું વ્રત વગેરે બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્ત્વ સૂચવે છે.
પ્રશ્ન 12.
ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણપ્રેમી રહી છે તેની સાક્ષી કોણ પૂરે છે?
ઉત્તર:
ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, તેની સાક્ષી તેનો વૃક્ષપ્રેમ, પુષ્યપ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે.
પ્રશ્ન 13.
અતિપ્રાચીન કાળથી આપણા જીવનને કોણે સમૃદ્ધ બનાવ્યું છે?
ઉત્તરઃ
અનાજ, કઠોળ, તેલીબિયાંના છોડ, ધન્ય-ધાન્યથી લહેરાતાં ખેતરો, વનસમૃદ્ધિથી ભરેલાં જંગલો, ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ વગેરેએ અતિપ્રાચીન કાળથી આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે.
પ્રશ્ન 14.
માનવજીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ કોણે બનાવ્યું છે?
ઉત્તર:
હરડે, આંબળાં, બહેડાં, કુંવારપાઠું, અરડૂસી, લીમડો વગેરે ઔષધિઓએ અને મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો,
નિશીગંધા, જૂઈ વગેરે પુષ્પોએ માનવજીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે.
પ્રશ્ન 15.
ભારતમાં કયાં કયાં વન્ય પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલાં, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહુડી વગેરે વન્ય પ્રાણીઓ જોવા મળે છે.
પ્રશ્ન 17.
સાંસ્કૃતિક વારસો એટલે શું?
ઉત્તર:
સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાનાં કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત, કલા-કૌશલ દ્વારા જે કાંઈ સર્યું છે; તેને “સાંસ્કૃતિક વારસો કહેવાય.
પ્રશ્ન 18.
ગુજરાતમાં કયાં કયાં સ્થળોએ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે?
ઉત્તર :
ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ ધર્મની અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે.
પ્રશ્ન 19.
નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) ક્યાંથી ભારતમાં આવ્યા હતા?
ઉત્તર :
નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) આફ્રિકામાંથી બલૂચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા.
પ્રશ્ન 20.
નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) પ્રજાની શારીરિક વિશેષતા શી છે?
ઉત્તરઃ
શ્યામ વર્ણ, 4થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) પ્રજાની શારીરિક વિશેષતા છે.
પ્રશ્ન 21.
ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજાની શારીરિક વિશેષતા શી હતી?
ઉત્તર :
શ્યામ રંગ, લાંબું અને પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ એ ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજાની શારીરિક વિશેષતા હતી.
પ્રશ્ન 22.
કઈ જાતિઓમાં ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજાનાં લક્ષણો વિશેષ જોવા મળે છે?
ઉત્તર :
ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, * નિકોબાર અને બ્રહ્મદેશ (મ્યાનમાર) વગેરે જાતિઓમાં ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજાનાં લક્ષણો વિશેષ જોવા મળે છે.
પ્રશ્ન 23.
કયાં કૌશલ્યો માટે ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા જાણીતી હતી?
ઉત્તરઃ
માટીનાં વાસણો બનાવવાં, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્યો માટે ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા જાણીતી હતી.
પ્રશ્ન 24.
દક્ષિણ ભારતમાં કઈ કઈ ભાષાઓ બોલતા લોકો વસે છે?
ઉત્તર:
દક્ષિણ ભારતમાં દ્રવિડકુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો (દ્રવિડો) વસે છે.
પ્રશ્ન 25.
મધ્ય એશિયામાંથી આવેલી કઈ ત્રણ પ્રજા સમાન ભૌતિક ગુણો ધરાવે છે?
ઉત્તરઃ
મધ્ય એશિયામાંથી આવેલી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ નામની પ્રજા
પ્રશ્ન 27.
મોંગોલૉઇડ (કિરાત) પ્રજાની શારીરિક વિશેષતાઓ શી હતી?
ઉત્તરઃ
પીળો વર્ણ, ચપટો ચહેરો અને ચપટું નાક, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો એ મોંગોલૉઇડ (કિરાત) પ્રજાની શારીરિક વિશેષતાઓ હતી.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ભારતની વિશેષતાઓ જણાવો.
અથવા
સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો.
ઉત્તર:
ભારતના પ્રાચીન ગ્રંથ ‘વિષ્ણુપુરાણ’માં ભારત માટે ‘ભારતવર્ષ’ નામનો ઉલ્લેખ છે.
- ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ‘ભારતવર્ષ’, ભરતખંડ’, “બુદ્દીપ’, ‘આર્યાવર્ત’ વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે.
- ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે.
- વિશ્વમાં ભારત વિસ્તારની દષ્ટિએ સાતમું અને વસ્તીની દષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે.
- ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે.
પ્રશ્ન 2.
સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત’ (The way of Life) શીખવે છે એમ શાથી કહી શકાય?
ઉત્તરઃ
વ્યક્તિનાં આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવાચાલવાની ઢબ, અથોપાર્જનની રીતો વગેરે “સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી એમ કહી શકાય કે, સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત (The Way of Life) શીખવે છે.
પ્રશ્ન 3.
વારસો’ (Heritage) એટલે શું?
ઉત્તર:
“સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી (Generation) પોતાની અનુગામી પેઢીને આપે છે. એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે અને વળી, એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ, પેઢી-દર-પેઢી જે કાંઈ આપણને મળે છે, તેને “વારસો’ (Heritage) કહે છે.
પ્રશ્ન 4.
ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકારો દર્શાવી તેના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય તે આલેખો.
ઉત્તર:
ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકારો આ પ્રમાણે છેઃ
- પ્રાકૃતિક વારસો અને
- સાંસ્કૃતિક વારસો.
પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણાં, નદીઓના ખીણપ્રદેશો, જંગલો, વિશાળ ફળદ્રુપ મેદાનો, રણો, સાગરો, દરિયાકિનારા, ઋતુઓ, વૃક્ષો અને અન્ય વનસ્પતિ, જીવજંતુઓ, પશુ-પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 5.
ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોણે 3 કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે?
ઉત્તરઃ
ભારતના લોકોએ તેમજ અનેક ઋષિમુનિઓ, સંતો, વિદ્વાનો, વિદુષીઓ, ચિંતકો, કલાકારો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞ, ઇતિહાસકારો, સમાજસુધારકો, કલાકારો, કારીગરો વગેરેએ ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
પ્રશ્ન 6.
સિંધુખીણનાં કયાં શિલ્પો જોઈને આપણે આપણાં સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવીએ છીએ?
ઉત્તરઃ
સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલી દેવ-દેવીઓની પ્રતિમાઓ, માનવ આકૃતિઓ, પશુઓ અને કેટલાંક રમકડાં તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ તથા નર્તકીની મૂર્તિ વગેરે શિલ્પો જોઈને આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવીએ છીએ.
પ્રશ્ન 7.
કયાં શિલ્પો અને સ્થાપત્યો જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે?
ઉત્તરઃ
મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને ગુપ્તયુગની કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ વગેરે જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે.
પ્રશ્ન 8.
આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ $ થાય છે?
ઉત્તરઃ
મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચેત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્નનન કરેલાં સ્થળો, ઐતિહાસિક સ્મારકો તેમજ આપણા સ્વાતંત્ર્ય-સંગ્રામનાં ઐતિહાસિક સ્થળો વગેરેનો આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે.
પ્રશ્ન 9.
આપણે નદીને લોકમાતા’નું બિરુદ આપ્યું છે. શા માટે?
ઉત્તર:
પ્રાચીન ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીઓને કિનારે વિકસી હતી.
- ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે.
- નદીઓ પીવાનું, ઘરવપરાશનું અને ઉદ્યોગો માટેનું પાણી તેમજ સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી મહત્ત્વની જરૂરિયાતો પૂરી પાડવામાં મુખ્ય ફાળો આપી રહી છે.
- માટીનાં વાસણો, મકાનો અને લીંપણ માટે તથા ઉદ્યોગોના વિકાસ માટે નદીઓ પાણી પૂરું પાડે છે.
- પ્રાચીન કાળથી નદીઓએ ઉષા અને સંધ્યાનાં ભૂમિદશ્યો દ્વારા સુંદર પ્રાકૃતિક વારસો આપ્યો છે.
- આમ, નદીની વિવિધલક્ષી ઉપયોગિતાને કારણે આપણે નદીને લોકમાતા’નું બિરુદ આપ્યું છે.
પ્રશ્ન 10.
આર્યો પ્રકૃતિપ્રેમી હતા એમ શાથી કહી શકાય?
ઉત્તરઃ
આર્યો વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા-આરાધના કરતા હતા.
- તેમણે પ્રકૃતિનાં તત્ત્વોની સ્તુતિઓ (વેદિક ઋચાઓ – મંત્રો) રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞયાગાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી.”
- આથી કહી શકાય કે, આ પ્રકૃતિપ્રેમી હતા.
પ્રશ્ન 11.
પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું “ભારતીયકરણ’ કેવી રીતે થયું?
ઉત્તરઃ
સમયાંતરે ભારતમાં અનેક વિદેશી પ્રજા આવી. લાંબા સમયના વસવાટને કારણે ભારત તેમનું વતન બની ગયું. આ બધી પ્રજા વચ્ચે લગ્નસંબંધો દ્વારા સંમિશ્રણ થતું ગયું. બધાંની વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ વગેરે દ્વારા પણ તેમનો સમન્વય થતો ગયો. આમ, પ્રારંભકાળથી જ ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું. ભારતીય સંસ્કૃતિમાં વિદેશી પ્રજાનું વિલીનીકરણ એટલી હદે થયું કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, એટલે કે એ વિદેશી પ્રજાનું “ભારતીયકરણ’ થયું.
પ્રશ્ન 12.
ગુજરાતનાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતાં સ્થળો કયાં કયાં છે?
ઉત્તર :
ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્ત્વીય સ્થળો લોથલ (ધોળકા તાલુકો), રંગપુર (લીમડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો), ધોળાવીરા કચ્છ જિલ્લો), રોઝડી અથવા શ્રીનાથગઢ (રાજકોટ જિલ્લો) વગેરે મુખ્ય છે.
પ્રશ્ન 13.
ગુજરાતનાં ધાર્મિક મહત્વ ધરાવતાં સ્થળો – તીર્થસ્થાનો હું કયાં કયાં છે?
ઉત્તર:
ધાર્મિક સ્થળો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગદ્ગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી (બનાસકાંઠા જિલ્લો), બહુચરાજી (મહેસાણા જિલ્લો), મહાકાલીનું મંદિર (પાવાગઢ – પંચમહાલ જિલ્લો), મીરા દાતાર (ઉનાવા – મહેસાણા જિલ્લો), જેનતીર્થ પાલિતાણા (ભાવનગર જિલ્લો), રણછોડરાયજીનું મંદિર (ડાકોર, ખેડા જિલ્લો), શામળાજી (અરવલ્લી જિલ્લો) વગેરે ગુજરાતનાં ધાર્મિક મહત્ત્વ ધરાવતાં તીર્થસ્થાનો છે.
પ્રશ્ન 14.
ગુજરાતનાં જાણીતાં ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો કયાં કયાં છે?
ધાર્મિક સ્થળો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગદ્ગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી (બનાસકાંઠા જિલ્લો), બહુચરાજી (મહેસાણા જિલ્લો), મહાકાલીનું મંદિર (પાવાગઢ – પંચમહાલ જિલ્લો), મીરા દાતાર (ઉનાવા – મહેસાણા જિલ્લો), જેનતીર્થ પાલિતાણા (ભાવનગર જિલ્લો), રણછોડરાયજીનું મંદિર (ડાકોર, ખેડા જિલ્લો), શામળાજી (અરવલ્લી જિલ્લો) વગેરે ગુજરાતનાં ધાર્મિક મહત્ત્વ ધરાવતાં તીર્થસ્થાનો છે.
સાંસ્કૃતિક મહોત્સવોઃ પોળો વિજયનગર – સાબરકાંઠા જિલ્લો), પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ (અમદાવાદ), તાના-રીરી મહોત્સવ (વડનગર), ઉત્તરાર્ધ – નૃત્ય મહોત્સવ (મોઢેરા), રણોત્સવ (કચ્છ) વગેરે ગુજરાતનાં જાણીતાં સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે.
પ્રશ્ન 15.
“સદીઓથી ભારતની પ્રજાએ વન્ય જીવનનું મહત્ત્વ સ્વીકાર્યું છે.” કેવી રીતે?
ઉત્તરઃ
પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વન્ય જીવન (wildlife: સદીઓથી ભારતની પ્રજા પ્રાણીપ્રેમી છે. તેમણે વન્ય જીવોનું મહત્ત્વ સ્વીકાર્યું છે.
- હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોઝ, શિયાળ, સસલાં, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહૂડી વગેરે અનેક વન્ય પ્રાણીઓએ ભારતની સંસ્કૃતિને વૈવિધ્યપૂર્ણ બનાવી છે.
- વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતનાં ગીરનાં જંગલોમાં જોવા નું મળે છે.
- લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્ય જીવોને દેવ-દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે.
- એ પ્રાણીઓની સુરક્ષા માટે કાયદા બનાવ્યા છે તેમજ તેમના જતન અને સંવર્ધન માટે સરકારે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યાં છે.
- ભારતના બંધારણે આપણી રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહો, ઘોડો, હાથી અને બળદની આકૃતિને સ્થાન આપીને વન્ય જીવોનું ગૌરવ કર્યું છે.
પ્રશ્ન 16.
ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજામાં કોનો કોનો સમાવેશ થાય છે?
અથવા
ભારતની ભૂમિ પર અન્ય પ્રદેશોમાંથી આવેલી પ્રાચીન પ્રજા કઈ કઈ છે?
ઉત્તર:
ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજામાં નેગ્રીટો (હબસી), ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ), દ્રવિડ, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ, મોંગોલૉઇડ, આર્યો વગેરેનો સમાવેશ થાય છે. દ્રવિડો મૂળ ભારતના હતા.
પ્રશ્ન 17.
“પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિપ્રેમી રહી છે.” કેવી રીતે?
ઉત્તર:
પરિશિષ્ટ
ગુજરાતના મેળાઓ
ગુજરાતના મેળાઓ છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ, જુદા જુદા સમયે પરંપરાગત રીતે તથા ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે, જે પૈકી મુખ્ય મેળાઓની વિગત નીચે પ્રમાણે છે:
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ શાથી કહી શકાય?
ઉત્તરઃ
નદીઓ, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ તેમજ જળ, વાયુ, અગ્નિ અને આકાશ જેવી પ્રકૃતિની શક્તિઓને ભારતીય સંસ્કૃતિએ દેવી રૂપ આપ્યું છે. દા. ત., સિંધુ, બ્રહ્મપુત્ર, ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, નર્મદા તેમજ અન્ય સઘળી નદીઓને આપણે “લોકમાતા’ તરીકે પવિત્ર ગણીને પૂજીએ છીએ.
- પીપળો, વડ અને તુલસીને પવિત્ર ગણીને તેમને ધાર્મિક મહત્ત્વ આપ્યું છે.
- કેટલાંક પશુ-પંખીઓને દેવી-દેવતાઓનાં વાહનો તરીકે સ્વીકાર્યા છે.
- આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને ઋતુઓ સાથે સાંકળવામાં આવ્યું છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે.
- આપણાં ગીતો, કાવ્યો, તહેવારો, ઉત્સવો અને ચિત્રાંકનોમાં વિષયવસ્તુ રૂપે પ્રકૃતિ અને ઋતુચક્રને સ્થાન અપાયું છે.
- આયુર્વેદ, યુનાની ચિકિત્સાપદ્ધતિ અને નેચરોપથી (પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિ) સંપૂર્ણપણે પ્રકૃતિ પર જ આધારિત છે.
- ઉપર્યુક્ત બાબતો પરથી કહી શકાય કે, આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે.
પ્રશ્ન 2.
ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે ઑસ્ટ્રેલૉઇડ પ્રજાનો પરિચય આપો.
અથવા
ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજાનો પરિચય આપો.
ઉત્તર:
ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજામાં નેગ્રીટો (હબસી), ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ), દ્રવિડ, અલ્પાઇન, ડિનારિક, આર્મેનૉઈડ, આર્યો વગેરેનો ફાળો હતો.
[નિોંધઃ આ પ્રશ્નના ઉત્તર માટે ઉપર આપેલી પ્રજામાંથી કોઈ એક પ્રજાની માહિતીને પણ ઉત્તરરૂપે માન્ય રાખી છે.]
- ઑસ્ટ્રેલૉઇડ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી. આય તેમને “નિષાદ’ કહેતા હતા. અથવા
- શ્યામ રંગ, લાંબું અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી.
- ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઑસ્ટ્રેલૉઇડ પ્રજાનાં મોટા ભાગનાં લક્ષણો જોવા મળે છે.
- તેઓ માટીનાં વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્યો ધરાવતા હતા.
- તેઓ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા.
- ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો હતો.
પ્રશ્ન 3.
“દ્રવિડોએ ભારતીય સંસ્કૃતિના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપેલ છે.” વિધાન સમજાવો.
ઉત્તરઃ
દ્રવિડોઃ દ્રવિડો સિંધુખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર મનાય છે. તેમણે દેવીને માતારૂપે અને પરમાત્માને પિતારૂપે માન્યાં હતાં, જેમાંથી શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો હતો. આ ઉપરાંત, પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે વિકસાવી હતી. દ્રવિડો માતૃમૂલક-માતૃપ્રધાન કુટુંબપ્રથા ધરાવતા હતા. તેઓને આકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેની જાણકારી હતી. તીર, ભાલા, તલવાર વગેરે તેમનાં શસ્ત્રો હતાં. તેઓ ખેતીકામનાં અને સુતરાઉ કાપડ બનાવવાનાં સાધનોથી પરિચિત હતા. ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. દ્રવિડકુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો (દ્રવિડો) દક્ષિણ ભારતમાં જોવા મળે છે. બલૂચિસ્તાનમાં પણ આ જૂથની ભાષા બોલતો જનસમૂહ વસે છે.
પ્રશ્ન 4.
ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો.
અથવા
ટૂંક નોંધ લખોઃ ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચે તફાવત ઉત્તર ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે:
ભારતનો પ્રાકૃતિક વારસો | ભારતનો સાંસ્કૃતિક વારસો |
1. પ્રાકૃતિક વારસો પ્રકૃતિએ સર્જેલો છે. | 1. સાંસ્કૃતિક વારસો માનવસર્જિત છે. |
2. તે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. | 2. તે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. |
3. ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણાં, નદીઓના ખીણપ્રદેશો, જંગલો, મેદાનો, રણો, સાગરો, દરિયાકિનારા, ઋતુઓ, વૃક્ષો અને વનસ્પતિ, જીવજંતુઓ, પશુ-પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. | 3. ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, તૂપો, ચેત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉખનન કરેલાં સ્થળો, જળાશયો, આપણા સ્વાતંત્ર્ય-સંગ્રામ સહિતનાં ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે. |
4. તેણે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. | 4. તેણે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. |
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
“ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે.” વિધાન સમજાવો.
ઉત્તર:
ભારતના પ્રાચીન ગ્રંથ “
વિષ્ણુપુરાણ’માં ભારત વિશે નીચે મુજબનો ઉલ્લેખ છેઃ
“उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम्,
वर्ष तद् भारत नाम भारती यत्र संसतिः॥”
એટલે કે, સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારતવર્ષ છે, જેનાં સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં “ભારતવર્ષ”, “ભરતખંડ’, “જેબુદ્દીપ’, ‘આર્યાવર્ત’ વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં વ્યાપાર માટે આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન-પ્રદાન થકી દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યાં છે. એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો.
આમ, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે.
પ્રશ્ન 2.
ભારતની સંસ્કૃતિનો પરિચય આપો. અથવા ટૂંક નોંધ લખો : ભારતનો વારસો
ઉત્તર:
ભારત દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે.
- ભારતની સંસ્કૃતિ શાંતિપ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે.
- ભારતની સંસ્કૃતિ “સત’, “વિત’ અને ‘માનન્દની અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે.
- ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન-પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે.
- ભારતની સંસ્કૃતિનાં અહિંસા અને વિશ્વશાંતિનાં મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યાં છે. જગતના દેશોએ એ મૂલ્યો
સ્વીકાર્યા છે. - સિંધુખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાનાં આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા-કૌશલ દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યાં છે.
- અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઈતિહાસકારો, સમાજસુધારકો, કલાકારો, કારીગરો વગેરેએ ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
- ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાનાં ધર્મ, શાસન-વ્યવસ્થા, રીતરિવાજો, પરંપરાઓ, ભાષા, લિપી, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યાં. તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિ નિર્માણ પામી.
પ્રશ્ન 3.
પ્રાકૃતિક વારસાનાં અંગો તરીકે ભૂમિદશ્યો (Land scapes) અને નદીઓ(Rivers)નો પરિચય આપો. અથવા પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓનું મહત્ત્વ સમજાવો.
અથવા
“ભારતની નદીઓ અતિપ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ’ રહી છે.” શાથી?
ઉત્તર:
પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ભૂમિદશ્યો (Land scapes): ભૂમિના વિવિધ આકારો સુંદર ભૂમિદશ્યો સર્જે છે. દા. ત., હિમાલય પર્વત એક ભૂમિ-આકાર છે.
- તેમાં બરફ આચ્છાદિત ગિરિશિખરો, વિપુલ જલરાશિ ધરાવતી નદીઓ, અસ્મલિત પ્રવાહ વહેતાં ઝરણાં, તરાઈનાં જંગલો, અમરનાથ, બદરીનાથ અને કેદારનાથ, માનસરોવર જેવાં પવિત્ર તીર્થધામો, માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ ગોડવિન ઑસ્ટિન, નંદાદેવી વગેરે ઉચ્ચ શિખરો આવેલાં છે. તે બધાં હિમાલય પર્વતે સર્જેલાં ભૂમિદશ્યો છે.
- એ ભૂમિદશ્યોએ સદીઓથી ભારતના લોકજીવન, વ્યવસાયો,
રહેણીકરણી, આચારવિચાર વગેરે પર ગાઢ અસર કરી છે. - હિમાલય પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો જ એક ભાગ છે છે. તેણે ભારતીય પ્રજાજીવનને અનેક રીતે સમૃદ્ધ બનાવ્યું છે.
- આમ, આર્યોના સમયથી જ પર્વતો પવિત્ર અને પૂજનીય બન્યા છે.
પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓ (Rivers): અતિપ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પુજાય છે.
- ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે જ થયો હતો. તેથી ભારતની સંસ્કૃતિ નદી-સંસ્કૃતિ કહેવાય છે.
- સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે.
- પ્રાચીન સમયથી જ લોકોએ પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો માટે નદીઓનાં પાણીનો ઉપયોગ કર્યો છે.
- આપણી સંસ્કૃતિના સર્જકોએ નદીકિનારાની માટીમાંથી વાસણો, લીંપણ, મકાનો અને રમકડાં બનાવ્યાં હતાં. આમ, નદીઓએ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે.
- નદીકિનારે જોવા મળતાં ઉષા અને સંધ્યાનાં વિવિધ ભૂમિદશ્યોએ માનવીમાં સૌંદર્ય-સૂઝ, કલા-સૂઝ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજાજીવનને સુંદર બનાવ્યું છે.
- આમ, અતિપ્રાચીન સમયથી આજ દિન સુધી ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં નદીઓએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. તેથી ભારતની નદીઓ અતિપ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ’ રહી છે.
પ્રશ્ન 4.
પ્રાકૃતિક વારસાનાં અંગો તરીકે વનસ્પતિજીવન (Vegetation) 249 qolu qr(Wildlife)ừ urzu 2414.
ઉત્તર:
1. પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વનસ્પતિજીવન (Vegetation) અતિપ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિપ્રેમી અને પર્યાવરણપ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે.
- મનુષ્ય, પ્રાણી અને પશુ-પક્ષીનો આહાર પ્રકૃતિ પર આધારિત છે.
- આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે.
- ધનધાન્યથી લહેરાતાં ખેતરો, વનશ્રીથી સમૃદ્ધ જંગલો અને ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિએ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે.
- અનાજ, કઠોળ, તેલીબિયાં વગેરે પાકોના છોડવાઓ; આમળાં, હરડે, બહેડાં, કુંવારપાઠું, તુલસી, અરડૂસી, લીમડો વગેરે ઔષધિઓના છોડ; ગુલાબ, ચંપો, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી, નિશીગંધા, જૂઈ વગેરે પુષ્પો – આ બધાં માનવજીવનને સુંદર, નિરામય અને સમૃદ્ધ બનાવવામાં ખૂબ ઉપયોગી બન્યાં છે. વનસ્પતિજીવનનો ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન પર વ્યાપક પ્રભાવ છે.
- તુલસીના છોડની રોજ સવારે કરવામાં આવતી પૂજા, વડસાવિત્રીનું વ્રત વગેરે વનસ્પતિજીવનનું ધાર્મિક મહત્ત્વ દર્શાવે છે.
2. પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વન્ય જીવન (wildlife: સદીઓથી ભારતની પ્રજા પ્રાણીપ્રેમી છે. તેમણે વન્ય જીવોનું મહત્ત્વ સ્વીકાર્યું છે.
- હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોઝ, શિયાળ, સસલાં, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહૂડી વગેરે અનેક વન્ય પ્રાણીઓએ ભારતની સંસ્કૃતિને વૈવિધ્યપૂર્ણ બનાવી છે.
- વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતનાં ગીરનાં જંગલોમાં જોવા નું મળે છે.
- લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્ય જીવોને દેવ-દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે.
- એ પ્રાણીઓની સુરક્ષા માટે કાયદા બનાવ્યા છે તેમજ તેમના જતન અને સંવર્ધન માટે સરકારે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યાં છે.
- ભારતના બંધારણે આપણી રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહો, ઘોડો, હાથી અને બળદની આકૃતિને સ્થાન આપીને વન્ય જીવોનું ગૌરવ કર્યું છે.
પ્રશ્ન 5.
ભારતની પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો.
ઉત્તર:
ભારતની પ્રાચીનતમ છ પ્રજા આ પ્રમાણે હતી :
1. નેગ્રીટો (હબસી),
2. ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ),
3. દ્રવિડો,
4. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનૉઇડ,
5. મોંગોલૉઇડ (કિરાત) તથા
6. આયોં.
1.નેગ્રીટો (હબસી) કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. શ્યામ વર્ણ, 4થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી.
2. ઓસ્ટ્રેલૉઇડ (નિષાદ) તે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી. આર્યો તેમને નિષાદ કહેતા હતા. શ્યામ રંગ, લાંબું અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી. ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઑસ્ટ્રેલૉઇડ પ્રજાનાં મોટા ભાગનાં લક્ષણો જોવા મળે છે. માટીનાં વાસણો બનાવવાં, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્યો તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ તેઓ ધરાવતા હતા. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો હતો.
૩. દ્રવિડોઃ દ્રવિડો સિંધુખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર મનાય છે. તેમણે દેવીને માતારૂપે અને પરમાત્માને પિતારૂપે માન્યાં હતાં, જેમાંથી શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો હતો. આ ઉપરાંત, પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે વિકસાવી હતી. દ્રવિડો માતૃમૂલક-માતૃપ્રધાન કુટુંબપ્રથા ધરાવતા હતા. તેઓને આકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેની જાણકારી હતી. તીર, ભાલા, તલવાર વગેરે તેમનાં શસ્ત્રો હતાં. તેઓ ખેતીકામનાં અને સુતરાઉ કાપડ બનાવવાનાં સાધનોથી પરિચિત હતા. ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. દ્રવિડકુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો (દ્રવિડો) દક્ષિણ ભારતમાં જોવા મળે છે. બલૂચિસ્તાનમાં પણ આ જૂથની ભાષા બોલતો જનસમૂહ વસે છે.
4. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનૉઇડઃ આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. આ ત્રણેય જાતિઓ સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી. આ પ્રજાના અંશો ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા વગેરે પ્રદેશોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.
5. મોંગોલૉઇડ (કિરાત) આ પ્રજા ઉત્તર-પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારત આવી હતી. તેઓ ઉત્તર અસમ, પૂર્વ બંગાળ,
સિક્કિમ, ભૂતાન, અરુણાચલ વગેરે પ્રદેશોમાં વસ્યા હતા. સમય જતાં તેઓ ભારતીય જ બની ગયા. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, ચપટું નાક વગેરે તેમની શારીરિક વિશેષતાઓ હતી.
6. આર્યોઃ આર્ય (નોર્ડિક) પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓનાં ઉમદા તત્ત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. આયોં પ્રકૃતિપ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા-આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિનાં તત્ત્વોની સ્તુતિઓ (વેદિક ઋચાઓ – મંત્રો) રે રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞયાગાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે.
પરિશિષ્ટ
ગુજરાતના મેળાઓ
ગુજરાતના મેળાઓ છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ, જુદા જુદા સમયે પરંપરાગત રીતે તથા ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે, જે પૈકી મુખ્ય મેળાઓની વિગત નીચે પ્રમાણે છે: