Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ

Students frequently turn to Computer Class 12 GSEB Solutions and GSEB Computer Textbook Solutions Class 12 Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ for practice and self-assessment.

GSEB Computer Textbook Solutions Class 12 Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ

પ્રશ્ન 1.
માહિતી-સંકોચન વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તરઃ
માહિતી-સંકોચન (Data Compression)

  • અદ્યતન કમ્પ્યૂટર સિસ્ટમમાં લાખો ફાઈલો હોય છે. ઘણી વખત એક કમ્પ્યૂટરમાંથી બીજા કમ્પ્યૂટરમાં અથવા સંગ્રહ ઉપકરણમાં ઘણી બધી ફાઈલો અથવા ડિરેક્ટરી પરિવહન કરવાની જરૂર પડે છે.
  • જ્યારે આપણે આવી કમ્પ્યૂટર ફાઈલ એક કમ્પ્યૂટરમાંથી બીજા કમ્પ્યૂટરમાં અથવા સંગ્રહ ઉપકરણમાં સ્થાનાંતરિત કરવાની જરૂર પડે, ત્યારે સ્થાનાંતરિત અથવા સંગ્રહ થતો માહિતીનો જથ્થો ચિંતાનો વિષય બની શકે છે.
  • મોટા જથ્થામાં માહિતીના પરિવહનમાં નીચેની સમસ્યા ઉદ્ભવી શકે છે :
    1. પરિવહન વધુ સમય લે.
    2. જો પિરવહન માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે, તો ઇન્ટરનેટની ધીમી ગતિના કારણે ઘણો વધુ સમય લાગે.
    3. ઇન્ટરનેટ ઉપર મોટા જથ્થામાં માહિતીનું પરિવહન ઊંચી કિંમતમાં પરિણમે છે.
    4. ફાઈલ અને ડિરેક્ટરીનું સંગ્રહ ઉપકરણમાં પરિવહન કરવામાં આવે, તો સંગ્રહ ઉપકરણની મર્યાદિત ક્ષમતાની સમસ્યા ઉદ્ભવે.
  • ઉપરની સમસ્યાઓને ધ્યાનમાં લઈને શક્ય હોય ત્યાં કમ્પ્યૂટર ફાઈલ અને આખી ડિરેક્ટરી દ્વારા રોકવામાં આવતી જગ્યાને ઘટાડવાની જરૂર પડે છે. અનુકૂળતાની દૃષ્ટિએ, ઘણા બધા કિસ્સામાં ફાઈલના વિશાળ જથ્થા અથવા જિટલ ડિરેક્ટરી બંધારણ કરતાં એક અલગ ફાઈલને નિયંત્રિત કરવી ઇચ્છનીય છે.
  • કમ્પ્યૂટર વૈજ્ઞાનિકોએ આખી ડિરેક્ટરીને એક ફાઈલમાં મૂકવા માટેની તનિક વિકસાવી છે. આવી ફાઈલને ‘આર્ચિવ’ ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે.
  • કમ્પ્યૂટર ફાઈલ અને ડિરેક્ટરી માટેની સંગ્રહસ્થાન- (Memory)ની જરૂરિયાતો ઘટાડવા માટેની તનિકોને ‘માહિતી-સંકોચન’(Data Compression) કહે છે.
  • સામાન્ય રીતે માહિતી-સંકોચન, માહિતીના સંકેતલેખન દ્વારા માહિતીના પુનરાવર્તનને ઓળખવા અને આવા પુનરાવર્તનને ઘટાડવા અથવા દૂર કરવાનું કામ કરે છે.
  • ઉદાહરણ તરીકે, આકૃતિ માં દર્શાવેલ કવિતા ધ્યાનમાં લો. અહીં ઘણા બધા શબ્દોનું ઘણી બધી વખત પુનરાવર્તન છે. તેથી દરેક શબ્દને એક અંક અથવા અક્ષર દ્વારા રજૂ કરી શકાય.
  • આવી સંકેતલિપિમાં લખાયેલી ફાઈલની શરૂઆતમાં ટેબલની અંદર દરેક અંક અથવા અક્ષર કયા શબ્દને રજૂ કરે છે, તે માહિતી દર્શાવવામાં આવે છે. (આ માહિતી ફાઈલને તેના મૂળ સ્વરૂપમાં ફેરવવા માટે જરૂરી છે.) ત્યારપછી દરેક શબ્દ માટે એક અંક અથવા અક્ષર વાપરવામાં આવે છે.
  • અહીં ટેબલની શરૂઆતમાં અંતમાં ^ (કેરેટ) ચિહ્ન અને ચિહ્નનું નિશાન મૂકવામાં આવે છે.
  • આકૃતિ ના બીજા ભાગમાં સાંકેતિક લિપિમાં લખેલ ફાઈલ પણ દર્શાવેલ છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 1

  • ઉપરના ઉદાહરણમાં મૂળ ફાઈલનું કદ 324 બાઇટ હતું, જેને સંકેતલિપિમાં ફેરવ્યા બાદ બનેલ ફાઈલનું કદ 226 બાઇટ થાય છે.
  • ઊલટી પ્રક્રિયા વડે સંકેતલિપિમાં લખેલ ફાઈલને ગમે ત્યારે તેના મૂળ રૂપમાં ફેરવી શકાય છે.
  • અહીં આપેલ પદ્ધતિ એકદમ સરળ છે. મૂળ માહિતી- સંકોચનનો પ્રોગ્રામ વ્યવહારુ-અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે, જે ફાઈલના કદમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરે છે.
  • સમૃદ્ધ લિનક્સ આર્ચિવના સંચાલન માટે તૈયાર નિઃશુલ્ક અને ઓપન સોર્સ સૉફ્ટવેર પૂરા પાડે છે, જેને આર્શિવ મૅનેજર તરીકે ઓળખવામાં આવે છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ

પ્રશ્ન 2.
આપણને માહિતી-સંકોચન ટૂલની જરૂરત શા માટે છે?
ઉત્તરઃ
માહિતી-સંકોચન (Data Compression)

  • અદ્યતન કમ્પ્યૂટર સિસ્ટમમાં લાખો ફાઈલો હોય છે. ઘણી વખત એક કમ્પ્યૂટરમાંથી બીજા કમ્પ્યૂટરમાં અથવા સંગ્રહ ઉપકરણમાં ઘણી બધી ફાઈલો અથવા ડિરેક્ટરી પરિવહન કરવાની જરૂર પડે છે.
  • જ્યારે આપણે આવી કમ્પ્યૂટર ફાઈલ એક કમ્પ્યૂટરમાંથી બીજા કમ્પ્યૂટરમાં અથવા સંગ્રહ ઉપકરણમાં સ્થાનાંતરિત કરવાની જરૂર પડે, ત્યારે સ્થાનાંતરિત અથવા સંગ્રહ થતો માહિતીનો જથ્થો ચિંતાનો વિષય બની શકે છે.
  • મોટા જથ્થામાં માહિતીના પરિવહનમાં નીચેની સમસ્યા ઉદ્ભવી શકે છે :
    1. પરિવહન વધુ સમય લે.
    2. જો પિરવહન માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે, તો ઇન્ટરનેટની ધીમી ગતિના કારણે ઘણો વધુ સમય લાગે.
    3. ઇન્ટરનેટ ઉપર મોટા જથ્થામાં માહિતીનું પરિવહન ઊંચી કિંમતમાં પરિણમે છે.
    4. ફાઈલ અને ડિરેક્ટરીનું સંગ્રહ ઉપકરણમાં પરિવહન કરવામાં આવે, તો સંગ્રહ ઉપકરણની મર્યાદિત ક્ષમતાની સમસ્યા ઉદ્ભવે.
  • ઉપરની સમસ્યાઓને ધ્યાનમાં લઈને શક્ય હોય ત્યાં કમ્પ્યૂટર ફાઈલ અને આખી ડિરેક્ટરી દ્વારા રોકવામાં આવતી જગ્યાને ઘટાડવાની જરૂર પડે છે. અનુકૂળતાની દૃષ્ટિએ, ઘણા બધા કિસ્સામાં ફાઈલના વિશાળ જથ્થા અથવા જિટલ ડિરેક્ટરી બંધારણ કરતાં એક અલગ ફાઈલને નિયંત્રિત કરવી ઇચ્છનીય છે.
  • કમ્પ્યૂટર વૈજ્ઞાનિકોએ આખી ડિરેક્ટરીને એક ફાઈલમાં મૂકવા માટેની તનિક વિકસાવી છે. આવી ફાઈલને ‘આર્ચિવ’ ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે.
  • કમ્પ્યૂટર ફાઈલ અને ડિરેક્ટરી માટેની સંગ્રહસ્થાન- (Memory)ની જરૂરિયાતો ઘટાડવા માટેની તનિકોને ‘માહિતી-સંકોચન’(Data Compression) કહે છે.
  • સામાન્ય રીતે માહિતી-સંકોચન, માહિતીના સંકેતલેખન દ્વારા માહિતીના પુનરાવર્તનને ઓળખવા અને આવા પુનરાવર્તનને ઘટાડવા અથવા દૂર કરવાનું કામ કરે છે.
  • ઉદાહરણ તરીકે, આકૃતિ માં દર્શાવેલ કવિતા ધ્યાનમાં લો. અહીં ઘણા બધા શબ્દોનું ઘણી બધી વખત પુનરાવર્તન છે. તેથી દરેક શબ્દને એક અંક અથવા અક્ષર દ્વારા રજૂ કરી શકાય.
  • આવી સંકેતલિપિમાં લખાયેલી ફાઈલની શરૂઆતમાં ટેબલની અંદર દરેક અંક અથવા અક્ષર કયા શબ્દને રજૂ કરે છે, તે માહિતી દર્શાવવામાં આવે છે. (આ માહિતી ફાઈલને તેના મૂળ સ્વરૂપમાં ફેરવવા માટે જરૂરી છે.) ત્યારપછી દરેક શબ્દ માટે એક અંક અથવા અક્ષર વાપરવામાં આવે છે.
  • અહીં ટેબલની શરૂઆતમાં અંતમાં ^ (કેરેટ) ચિહ્ન અને ચિહ્નનું નિશાન મૂકવામાં આવે છે.
  • આકૃતિ ના બીજા ભાગમાં સાંકેતિક લિપિમાં લખેલ ફાઈલ પણ દર્શાવેલ છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 1

  • ઉપરના ઉદાહરણમાં મૂળ ફાઈલનું કદ 324 બાઇટ હતું, જેને સંકેતલિપિમાં ફેરવ્યા બાદ બનેલ ફાઈલનું કદ 226 બાઇટ થાય છે.
  • ઊલટી પ્રક્રિયા વડે સંકેતલિપિમાં લખેલ ફાઈલને ગમે ત્યારે તેના મૂળ રૂપમાં ફેરવી શકાય છે.
  • અહીં આપેલ પદ્ધતિ એકદમ સરળ છે. મૂળ માહિતી- સંકોચનનો પ્રોગ્રામ વ્યવહારુ-અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે, જે ફાઈલના કદમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરે છે.
  • સમૃદ્ધ લિનક્સ આર્ચિવના સંચાલન માટે તૈયાર નિઃશુલ્ક અને ઓપન સોર્સ સૉફ્ટવેર પૂરા પાડે છે, જેને આર્શિવ મૅનેજર તરીકે ઓળખવામાં આવે છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ

પ્રશ્ન 3.
આર્ચિવ (આર્કાઇવ્ઝ) મૅનેજરનાં મુખ્ય લક્ષણોની યાદી બનાવો.
ઉત્તરઃ
આર્થિવ મૅનેજર (Archive Manager)

  • આર્ચિવ મૅનેજર એક કરતાં વધુ ફાઈલ અથવા આખી ડિરેક્ટરીને એક ફાઈલમાં જોડી દે છે, જે આર્ચિવ (ફાઈલનો ભંડાર) તરીકે ઓળખાય છે.
  • લિનક્સમાં TAR (ટેપ આર્ચિવ) એ સર્વસામાન્ય આર્ચિવ માળખું છે. તે આર્ચિવને સંકોચનની સગવડ પણ પૂરી પાડે છે, જે તેની ફાઈલનું કદ ઘટાડે છે. તે એક કરતાં વધુ સંકોચન અલ્ગોરિધમ અને સંકુચિત ફાઈલ માળખાને સમર્થન આપે છે.
  • ઝિપ (zip) ફાઈલ માળખું અને tar.gz ફાઈલ માળખું એ સર્વસામાન્ય સંકુચિત ફાઈલ માળખું છે.
  • ઝિપ ફાઈલ માળખું એક કરતાં વધુ ફાઈલને એક zip ફાઈલમાં સંગ્રહ કરે છે.
  • યુનિક્સ અથવા લિનક્સ પદ્ધતિમાં સામાન્ય રીતે એક કરતાં વધુ ફાઈલોને એક ટાર (Tar) માળખાની સંકોચન રહિત ફાઈલમાં ભેગી કરવામાં આવે છે અને ત્યારબાદ gzip પ્રોગ્રામ(GNU zip)નો ઉપયોગ કરીને ઝિપ માળખાની ફાઈલમાં સંકોચન કરવામાં આવે છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 2

  • લિનક્સમાં ફાઈલોના જથ્થાને અથવા સૉફ્ટવેરને વિતરણ કરવા માટે ‘ટારબૉલ’ એ ખૂબ જ સામાન્ય માળખું છે.
  • ઝિપ માળખું પણ જુદા જુદા નામ હેઠળ જુદા જુદા વિનિયોગ માટે ઉપયોગમાં આવે છે. ઉદાહરણ તરીકે, જાવામાં JAR ફાઈલ અને ઑફિસમાં OpenOffice.org ફાઈલ માળખું ઝિપસંકોચનનો ઉપયોગ કરે છે.
  • નવી આર્ચિવ બનાવવા, આર્ચિવ ખોલવા કે ફાઈલ માળખાં પસંદ કરવા આર્ચિવ મૅનેજર ફાઈલ નામનો અનુલંબન (Extension) ભાગ ફાઈલ માળખાને ઓળખવા માટે ઉપયોગમાં લે છે.

આર્થિવ મૅનેજરના વિવિધ વિનિયોગ :

    1. આર્ચિવ ફાઈલની વિષયવસ્તુના અન્વેષણ માટે
    2. ફાઈલોને બહાર કાઢવા માટે
    3. આર્ચિવમાં નવી ફાઈલોને ઉમેરવા માટે
    4. આર્ચિવમાંથી ફાઈલોને દૂર કરવા માટે વગેરે

આર્ચિવ મૅનેજર શરૂ કરવાની રીત :

    1. ફાઈલ બ્રાઉઝરમાં આર્ચિવ ફાઈલ ઉપર ડબલ ક્લિક કરવાથી
    2. ફાઈલ અથવા ડિરેક્ટરી ઉપર જમણી (રાઇટ) ક્લિક કરી મેનૂમાંથી compress વિકલ્પ પસંદ કરીને.
  • જ્યારે આર્થિવ મૅનેજરમાં આર્ચિવ ખૂલેલી હોય ત્યારે આકૃતિ માં દર્શાવ્યા મુજબ ફાઈલ બ્રાઉઝરમાં ખોલેલી ફાઈલ જેવી જ દેખાય છે.
  • આર્થિવ મૅનેજર આપણને આર્ચિવ ફાઈલનો ઉપયોગ કરીને બૅકઅપ લેવા, બાહ્ય સંગ્રહ ઉપકરણ વડે સ્થાનાંતરિત કરવા નેટવર્ક વડે સ્થાનાંતરિત કરવા, તકતી (Disk) ઉપરની જગ્યા બચાવવા વગેરે માટે ઉપયોગી છે.

પ્રશ્ન 4.
VLC મીડિયા પ્લેયરનાં મુખ્ય લક્ષણો જણાવો.
ઉત્તરઃ
VLC મીડિયા પ્લેયરનાં લક્ષણો (Characteristics of VLC Media Player)

  • VLC મીડિયા પ્લેયરનાં લક્ષણો નીચે જણાવ્યા મુજબ છે :
    1. તે લગભગ દરેક પ્રખ્યાત કોડેક અને માળખાંને સમર્થન આપે છે.
    2. તે મોટા ભાગનાં ઉપકરણો જેવાં કે વેબ કૅમેરા, એચડી મૉનિટર, દરેક પ્રકારનાં સ્પીકર, માઇક્રોફોન, હેડફોન વગેરેને સમર્થન આપે છે.
    3. ઓડિયો અને વીડિયો વગાડવા માટે VLC ઘણા બધા વિકલ્પો આપે છે.
    4. તે મલ્ટિમીડિયા ફાઈલને એક માળખામાંથી બીજા માળખામાં પરિવર્તિત પણ કરી શકે છે.
    5. તે નેટવર્કમાં રહેલા બીજા કમ્પ્યૂટરમાંથી ઓડિયો અને વીડિયો મેળવી શકે છે અને મોકલી પણ શકે છે.
  • હવે આપણે VLC પ્લેયરમાં ઉપલબ્ધ વિવિધ વિકલ્પો સમજીએ.
  • Applications → Sound & Video મેનૂ વડે VLC શરૂ કર્યા પછી, Media → Open File… મેનૂ વિકલ્પ વડે આપણે એક અથવા વધારે ફાઈલને ખોલી શકીએ છીએ.
  • Media → Open Directory … વિકલ્પ વડે એકસાથે આખી ડિરેક્ટરી ખોલી શકાય છે.
  • જ્યારે એક અથવા વધારે ફાઈલ ખૂલેલી હોય, ત્યારે તે ફાઈલ પ્લે-લિસ્ટમાં ઉમેરાય છે. પ્લે-લિસ્ટ એ મીડિયા ફાઈલ વગાડવાની યાદી છે. તેને અનુક્રમ પ્રમાણે અથવા આડાઅવળા ક્રમમાં વગાડી શકાય છે.
  • VLC પ્લેયરમાં આગળ કે પાછળનાં ટ્રક ઉપર પણ જઈ શકાય છે.
  • બીજી વખત પસંદગીના ટ્રેક વગાડવા આપણે પ્લે- લિસ્ટને સેવ પણ કરી શકીએ છીએ.
  • View → Playlist વિકલ્પની મદદથી પ્લે-લિસ્ટ ખોલી શકાય છે.
  • Media → Save Playlist to File વિકલ્પ વડે પ્લે-લિસ્ટ સેવ કરી શકાય છે.
  • VLC પ્લે-લિસ્ટમાં M3U માળખું એ સર્વસામાન્ય માળખું છે.

VLC પ્લેયરમાં ઉપલબ્ધ વિવિધ બટન તથા તેના ઉપયોગ :

  • VLC પ્લેયર વિન્ડોના નીચેના ભાગમાં એક પ્રગતિ લીટી (પ્રોગ્રેસ બાર) દર્શાવવામાં આવે છે, જે ચાલુ ટ્રૅકનો કુલ સમય અને ટૂંક કેટલો વાગી ચૂક્યો છે તે સમય દર્શાવે છે.
  • તેની નીચે પ્લે-બટન Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 3 હોય છે. જ્યારે ટ્રંક વાગતો હોય, ત્યારે આ બટન પોઝ બટન (II) બની જાય છે. જ્યારે આપણે વગાડવાનું અટકાવી દઈએ, ત્યારે પાછું આ બટન પ્લેમાં ફેરવાઈ જાય છે.
  • ત્યારપછીના ત્રણ બટનમાંનું વચ્ચેનું બટન Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 4 એ ટ્રૅકને વગાડતો સંપૂર્ણ બંધ કરવા માટેનું છે. જ્યારે ડાબી તરફ અને જમણી તરફના ડબલ તીરવાળાં બટન આપણને આગળના અને પાછળના ટ્રૅક ઉપર લઈ જાય છે.
  • ત્યારપછીનું બટન વીડિયોને વિન્ડોમાં જોવા અથવા આખી સ્ક્રીનમાં જોવાના વિકલ્પમાં ફેરવવા માટેનું કાર્ય કરે છે.
  • ત્યારપછીનું બટન એ પ્લે-લિસ્ટ દર્શાવવા માટેનું છે.
  • VLCમાં મલ્ટિમીડિયા ફાઈલને એક માળખામાંથી બીજા માળખામાં પરિવર્તિત કરવા Media → Convert/Save વિકલ્પનો ઉપયોગ થાય છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ

પ્રશ્ન 5.
ગૂગલ નકશાના વિનિયોગની યાદી બનાવો.
ઉત્તરઃ
ગૂગલ નકશાના વિનિયોગ (Applications of Google Map)

  • ગૂગલ નકશાઓ કોઈ એક જગ્યાની માહિતી જુદા જુદા સ્વરૂપે આપી શકે છે. આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે તેનો સામાન્ય દેખાવ એ નકશો (Map View) છે. અહીં સૅટેલાઇટ બટન ઉપર ક્લિક કરવાથી આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે નકશાને ઉપગ્રહ ચિત્રના દેખાવમાં ફેરવી શકાય છે.
  • આ તસવીર પરિચિત ઇમારતો અને રસ્તાઓ ઓળખવા માટે પર્યાપ્ત સ્પષ્ટ હોય છે. તથા આ સેવા એક જગ્યા Aથી બીજી જગ્યા B સુધી પહોંચવા માટેનો દિશાનિર્દેશ પણ કરે છે.
  • આકૃતિ તેનું ઉદાહરણ દર્શાવે છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 5
Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 6

ગૂગલ નકશાની મદદથી નીચેનાં કાર્યો સરળતાથી થઈ શકે છે :

  1. જો આપણે GPS રિસિવરવાળું મોબાઇલ ઉપકરણ વાપરીએ, તો મુસાફરી દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું માર્ગદર્શન મળે છે.
  2. રસ્તા ઉપર અથવા ગીચ શહેરી વિસ્તારમાં ચાલતાં અથવા વાહન ચલાવતા આ સેવા હાલની જગ્યાએથી નિશ્ચિત જગ્યા સુધી પહોંચવાનો રસ્તો નક્કી કરી આપે છે. તથા સ્ક્રીન ઉપર અથવા બોલીને માર્ગદર્શન આપે છે.
  3. આ સેવાના ઉપયોગથી ચોક્કસ જગ્યા પણ શોધી શકાય છે.
  4. આ સેવાનો ઉપયોગ કરીને આપણે જે શહેરથી પરિચિત ન હોઈએ, તેવા શહેર અથવા અજાણી જગ્યા પર પહોંચવા માટેનો દિશાનિર્દેશ પણ મેળવી શકાય છે.
  5. સરકારી સંસ્થાઓ અને વેપારીઓ, લોકોને પોતાની ઑફિસે કઈ રીતે પહોંચવું તેની માહિતી પણ ગૂગલ નકશા પર પૂરી પાડે છે.
  6. પ્રવાસીની માહિતી દર્શાવતી વેબ સાઇટ અને સરકારનો પ્રવાસન વિભાગ પણ આ સેવાનો ઉપયોગ કરે છે.
  7. બસનો માર્ગ દર્શાવવા, ચાલુ ટ્રેનનો હાલનો વિસ્તાર દર્શાવવા વગેરે કાર્યો માટે પણ આ સેવાનો ઉપયોગ થાય છે.
  8. આ સેવા નજીકનું ATM, બૅન્ક, ભોજનાલય, બસસ્ટૉપ અથવા જરૂરી કોઈ પણ સ્થળ શોધવાની સગવડ પણ આપે છે.

પ્રશ્ન 6.
કૅરેક્ટર મૅપ (અક્ષર નકશો) પ્રોગ્રામનો ઉપયોગ સમજાવો.
ઉત્તરઃ
અક્ષર નકશો (Character Map)

  • આકૃતિ માં અક્ષર નકશો દર્શાવેલ છે. તેનો ઉપયોગ કોઈ પણ વિનિયોગમાં યુનિકોડ (Unicode) અક્ષર દાખલ કરવા માટે થાય છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 7
અક્ષર નકશા(Character Map)માં નીચે મુજબ કાર્ય કરી શકાય છે :

    1. પ્રથમ ડાબી તકતી(પેન)માંથી લિપિ (Script) પસંદ કરવી ત્યારબાદ જે અક્ષરને લખાણ અથવા નકલના વિસ્તારમાં ઉમેરવાનો હોય, તેના ઉપર ડબલ-ક્લિક કરવી.
    2. ડબલ-ક્લિક કર્યા બાદ ખાલી જગ્યા અને ચિહ્નોને કી-બોર્ડ વડે સીધા જ દાખલ કરી શકાય છે.
    3. અક્ષરો ભેગા કરવા, જેમ કે ગુજરાતીમાં ‘દીર્ઘ ઈ’ ઉમેરવા માટે અનુરૂપ યોગ્ય અચલને ભેગા કરવા પડે છે.
  • આકૃતિ માં દર્શાવ્યા મુજબ નીચે સ્ટેટસ લાઇનમાં પસંદ કરેલ અક્ષરની ટૂંકી માહિતી દર્શાવવામાં આવે છે. જ્યારે તે અક્ષર વિશેની વધુ માહિતી ‘કૅરેક્ટર ડિટેઇલ્સ’ નામના ટૅબમાં આપેલ હોય છે.
  • આપણે પસંદ કરેલ અક્ષરને કૉપી (Copy) કરીને બીજા કોઈ વિનિયોગમાં પેસ્ટ (Paste) પણ કરી શકીએ છીએ.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ

Computer Class 12 GSEB Notes Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ

VLC મીડિયા પ્લેયર (The VLC Media Player)

  • VLC (VideoLAN Client) એક મહત્ત્વનું ઓપન સોર્સ મીડિયા પ્લેયર ટૂલ છે, જે આકૃતિ માં દર્શાવ્યું છે. તે તેની લાક્ષણિકતા અને સાર્વત્રિકતાને કારણે ખૂબ જ પ્રખ્યાત છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 8

  • પૅરિસમાં વિશ્વવિદ્યાલયના સંગીતપ્રિય વિદ્યાર્થીઓએ અભ્યાસલક્ષી પ્રોજેક્ટ માટે શરૂ કરેલ VLC મીડિયા પ્લેયર હાલમાં જાહેર જનતા માટે ઘણી બધી ઑપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ છે અને કરોડો વખત ડાઉનલોડ થયેલ છે.
  • હાર્ડવેર ઉપકરણ (Audio/Video Streams) પરથી આવતી મલ્ટિમીડિયા માહિતીને કમ્પ્યૂટરની માહિતીમાં ફેરવવા અને કમ્પ્યૂટર ઉપરની માહિતીને હાર્ડવેર ઉપકરણ ઉપર વગાડવા, ફરીથી ઓડિયો વીડિયોમાં ફેરવવાના ઘણા બધા માર્ગ ઉપલબ્ધ છે.
  • આ પરિવર્તન (સાંકેતીકરણ) અને ઊલટું પરિવર્તન (અસાંકેતીકરણ) એક સૉફ્ટવેર વડે કરવામાં આવે છે, જેને કોડેક (કોડર-ડીકોડર) તરીકે ઓળખવામાં આવે છે. દરેક મલ્ટિમીડિયા માહિતીના માળખાને પોતાનું કોડેક જરૂરી હોય છે.
  • VLC મીડિયા પ્લેયર દરેક પ્રખ્યાત કોડેક અને દરેક પ્રખ્યાત માળખાને સમર્થન આપે છે.

ગૂગલ નકશો (Google Map)

  • ગૂગલ નકશો એ ગૂગલ ઇનકૉર્પોરેશનની ઇન્ટરનેટ આધારિત નિઃશુલ્ક સેવા છે. ગૂગલે ઉપગ્રહની મદદ વડે આકૃતિ મેળવીને, કાર ઉપર કૅમેરા બાંધીને, બીજી સંસ્થાઓ પાસેથી માહિતી ખરીદીને અને દુનિયાના હજારો વ્યક્તિગત ઉપયોગકર્તાઓ પાસેથી માહિતી મેળવીને આખી પૃથ્વીના વિશાળ નકશાની માહિતી ભેગી કરી છે, જેને ગૂગલ નકશા દ્વારા જોઈ શકાય છે.
  • ગૂગલ નકશામાં નીચે મુજબની સગવડ ઉપલબ્ધ હોય છે :
    1. ગૂગલ નકશો કોઈ પણ વ્યક્તિને નકશામાં ફેરફારની પરવાનગી આપે છે.
    2. ગૂગલ નકશો કોઈ પણ વ્યક્તિને જમીનની નિશાની, ઇમારત વગેરે ઓળખવા માટે પરવાનગી આપે છે.
    3. તે કોઈ પણ જગ્યાનો ફોટોગ્રાફ અપલોડ કરવાની પરવાનગી આપે છે.
    4. તે કોઈ પણ જગ્યાની પરીક્ષણ-માહિતી આપવાની પરવાનગી આપે છે. આકૃતિ માં ગૂગલ નકશાની સેવા દર્શાવેલ છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 9

  • ગૂગલ નકશાની સેવાનો ઉપયોગ સ્માર્ટ ફોન અને ટૅબ્લેટમાં ખૂબ જ થાય છે તે બ્રાઉઝરમાં http://www.google.co.in વેબ સાઇટમાંથી અથવા http://maps.google.co.in આપીને મેળવી શકાય છે.
  • મોબાઇલ ફોનમાં આ સેવા ફોનના વેબ બ્રાઉઝર વડે અથવા ગૂગલ નકશાના વિનિયોગ (Application) વડે મેળવી શકાય છે.
  • જ્યારે આ સેવા આપણે ચાલુ કરીએ છીએ, ત્યારે તે પ્રથમ આપણા હાલના વિસ્તારને જાણવાનો પ્રયત્ન કરે છે. (કમ્પ્યૂટર ઉપર હાલનો વિસ્તાર ઇન્ટરનેટથી મેળવે છે, જ્યારે મોબાઇલ ફોન પર GPS (Global Positioning System) સગવડનો ઉપયોગ કરીને મેળવે છે.)

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ

‘આર’ સૉફ્ટવેર (The ‘R’ Software)

  • ‘આર’ એ એક આંકડાકીય ગણતરી માટેનું નિઃશુલ્ક સૉફ્ટવેર છે. તેનો આંકડાકીય વિશ્લેષણ માટે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને તેને પોતાની સ્ક્રિન્ટિંગ ભાષા છે. તથા તે કેસ-સેન્સિટિવ ભાષા છે.
  • ‘આર’ને બે કાર્યપ્રદેશ છે :
    1. કમાન્ડ લાઇન અને
    2. ગ્રાફિક્સ.
  • જો આપણે GUI પ્રદેશનો ઉપયોગ કરવો હોય, તો આપણે ઉબુન્ટુ સૉફ્ટવેર કેન્દ્રમાંથી ‘આર’ કમાન્ડર અથવા ‘આર’ સ્ટુડિયો નામનું ગ્રાફિકલ એડિટર પ્રસ્થાપિત કરવું પડે છે.
  • ટર્મિનલ વિન્ડોમાંથી ‘આર’ લિપિને બોલાવવા માટે, ટર્મિનલ ખોલીને કમાન્ડ પ્રૉમ્પ્ટ ઉપર ‘આર’ (R) લખો અને એન્ટર કી દબાવો. આથી આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે ‘આર’ પ્રૉમ્પ્ટ સાથે સ્વાગત સંદેશ મળશે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 10

  • R કૉમેન્ટની નિશાની તરીકે # ચિહ્નનો ઉપયોગ કરે છે. # પછીનું કોઈ પણ લખાણ (લાઇનના અંત સુધી) કૉમેન્ટ તરીકે ગણવામાં આવે છે.
  • Rમાં નંબર અને સ્પ્રિંગ બે મૂળભૂત ડેટા ટાઇપ છે. સ્પ્રિંગને એક અવતરણ (‘ ‘) અથવા ડબલ અવતરણ- (“ ”)માં બાંધવામાં આવે છે.
  • Rમાં બીજી પ્રોગ્રામિંગ ભાષાની જેમ જ સામાન્ય પ્રક્રિયકો અને વિધેયો પણ ઉપલબ્ધ છે.
  • Rમાં વસ્તુઓની ક્રમિક યાદી (ઍરે અથવા લિસ્ટ) સામાન્યપણે ઉપયોગમાં આવે છે અને તેનો વેક્ટર તરીકે પણ ઉલ્લેખ થાય છે.
  • Rમાં યાદી (લિસ્ટ) બનાવવા માટે C વિધેયનો ઉપયોગ થાય છે, જે જુદા જુદા નંબરને એક યાદીમાં ભેગા કરે છે.
  • Rમાં અચલનું નામ દાખલ કરી એન્ટર કી દબાવવાથી તેનું મૂલ્ય દેખાશે. (જુઓ આકૃતિ.)

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 11
આકૃતિ માં નીચેની બાબતોની નોંધ લેવી :

  1. અહીં > ની નિશાની ‘આર’નો પ્રૉમ્પ્ટ દર્શાવે છે.
  2. વિધાન a ← 10 ‘a’ નામનો અચલ બનાવે છે અને તેને કિંમત 10 આપે છે.
  3. વિધાન > a પછી એન્ટર કી દબાવતા અચલ aની કિંમત દેખાશે.
  4. વિધાન > a * b પછી એન્ટર કી દબાવતા અચલ ‘a’ અને ‘b’ની કિંમતનો ગુણાકાર કરી, તેનું પરિણામ પ્રૉમ્પ્ટ ઉપર દર્શાવે છે.

સામાન્ય ‘R’ કમાન્ડ (Common ‘R’ Commands)
Rમાં ઉપયોગમાં લેવાતા સામાન્ય કમાન્ડ નીચે દર્શાવ્યા છે :

કમાન્ડ ઉપયોગ
q( ) Rમાંથી બહાર નીકળવા
help( ) ઑનલાઇન મદદ મેળવવા
demo( ) કંઈક પ્રદર્શન જોવા
help.start( ) બ્રાઉઝરમાં ઑનલાઇન મદદ ખોલવા
help(function name) કોઈ નિશ્ચિત વિધેય માટે મદદ મેળવવા

 

  • જ્યારે આપણે ની બહાર નીકળીએ ત્યારે આપણને પૂછવામાં આવે છે કે આપણે માહિતીને (અચલની કિંમતને) સેવ કરવી છે? જો આપણે ‘“હા’” કહીએ, ત્યારે વર્તમાન ડિરેક્ટરીની એક ફાઈલમાં આ માહિતી સેવ કરવામાં આવે છે અને જ્યારે આ જ ડિરેક્ટરીમાં ફરી વખત આપણે R શરૂ કરીએ, ત્યારે આ માહિતીને ઉપલબ્ધ કરે છે. આકૃતિ વિધેય 1s( ) દ્વારા દર્શાવેલ અચલની યાદી દર્શાવે છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 12

  • Rમાં ક્રમાંકની હારમાળા બનાવવા માટે ‘શરૂનો નંબર’ : ‘અંતનો નંબર’ વાક્યરચનાનો ઉપયોગ થાય છે.
    દા. ત., 1: 5 એ c(1, 2, 3, 4, 5)ની બરાબર છે.
  • R આંકડાશાસ્ત્રનાં કાર્યો પણ કરી શકે છે. આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે યાદીમાંથી ન્યૂનતમ, મહત્તમ કિંમત, મધ્યક અને મધ્યસ્થ શોધવા માટે min(list), max(list), mean(list) અને median(list) વિધેયનો ઉપયોગ કરી શકાય છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 13

‘આર’માં આલેખ દોરવા (Plotting in ‘R’)

  • Rમાં યુનિવર્સિટીમાં વિદ્યાશાખા (Faculty) પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતો બાર ચાર્ટ દોરવા માટે કરવા પડતાં કાર્યો આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 14

  • અહીં આપણે વિદ્યાર્થીઓની સંખ્યાની વિભાગ અનુસાર એક યાદી અને એક વિદ્યાશાખા(Faculty)ની યાદી બનાવેલ છે.
  • ત્યારબાદ barplot( ) વિધેયમાં જુદી જુદી આર્ગ્યુમેન્ટ પાસ કરીને આલેખ બનાવેલ છે. અહીં પહેલી આર્ગ્યુમેન્ટ માહિતીની યાદી છે અને બાકીની તમામ આર્ગ્યુમેન્ટનું સ્વરૂપ નામ = કિંમત છે.
  • આપણે આર્ગ્યુમેન્ટ તરીકે main, xlab, ylab, names.arg, ylim અને borderનો ઉપયોગ કર્યો છે, જે મુખ્ય મથાળું (Title), એક્સ ધરીનું લેબલ, વાય ધરીનું લેબલ, બાર માટેની કિંમત, વાય ધરી ઉપરની કિંમતની રેન્જ અને બોર્ડરનો કલર દર્શાવે છે.
    નોંધ : Rમાં જ્યારે કમાન્ડ લાંબો હોય અને કમાન્ડ પૂરો થયા પહેલા આપણે એન્ટર કી દબાવીએ, તો જ્યાં સુધી કમાન્ડ પૂરો ન થાય ત્યાં સુધી R આપણને + પ્રૉમ્પ્ટ આપે છે.
  • આકૃતિ માં આપણે આકૃતિ માં આપેલ કમાન્ડ દ્વારા તૈયાર કરેલ આલેખ દર્શાવેલ છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 15

  • સામાન્યતઃ આલેખને ગ્રીડલાઇન હોતી નથી.
  • આકૃતિ માં આપેલ કોડનો ઉપયોગ કરીને હિસ્ટોગ્રામ દોરી શકાય, જે આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે દેખાશે.
  • અહીં ચાર્ટમાં જુદા જુદા વિદ્યાર્થીઓના કોઈ એક વિષયના 100માંથી મેળવેલા ગુણ દર્શાવેલ છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 16
Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 17

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ

રેશનલ પ્લાન (Rational Plan)

  • જુદા જુદા કાર્યક્ષેત્રમાં કામ કરતા લોકો જેવા કે બાંધકામ, ઇજનેરી સેવા અને સલાહકાર વેપાર-ધંધા અથવા સૉફ્ટવેર બનાવવા વગેરેને યોજના (Project) ઉપર કામ કરવાનું હોય છે અને આવી યોજનામાં સમય, નાણાં અને સાધનોની મુશ્કેલી હોય છે.
  • કોઈ પણ કારણોસર આવી યોજના મોડી પૂરી થાય તો યોજનાનો ખર્ચ વધી જાય છે. આ તબક્કે આવી યોજનાના સંચાલન માટે એક સુવ્યવસ્થિત ગોઠવણી કરવી પડે છે, જે નિર્ધારિત સમયમાં અને નાણાંમાં યોજના પૂરી કરવામાં મદદ કરે.
  • રેશનલ પ્લાન એ એક એવો ઓપન સોર્સ સૉફ્ટવેર છે જે યોજનાના સંચાલકને આવો પ્લાન બનાવવામાં, નિર્વાહ કરવામાં મદદ
    કરે છે.

રેશનલ પ્લાનમાં ત્રણ ડેસ્કટૉપ ઉત્પાદનનો સમાવેશ થાય છે :

    1. રેશનલ પ્લાન સિંગલ,
    2. રેશનલ પ્લાન મલ્ટિ અને
    3. રેશનલ પ્લાન વ્યૂઅર.

રેશનલ પ્લાન સિંગલ (Rational Plan Single)

  • રેશનલ પ્લાન સિંગલ એ સ્વતંત્ર યોજનાના સંચાલન માટે ઉપયોગી છે. તે બીજી યોજના સાથે જોડાયેલ કે કૉમન સાધનોનો વપરાશ કરતી અન્ય યોજના સાથે જોડાણ માટે હોતો નથી.
  • રેશનલ સિંગલનાં કાર્યો નીચે મુજબ છે :
    1. તે સંચાલકને સામાન્ય યોજના માટેની માહિતી જેવી કે નામ, નોંધ, લીંક, ધારણાઓ, અવરોધ અને જોખમો વગેરે માહિતી યોજના સાથે જોડવા આપે છે.
    2. તે વિગતવાર નોંધપત્રક બનાવવા, તેમાં સુધારાવધારા કરવા તથા તેને દૂર કરવાની સગવડ આપે છે.
    3. એક વખત સાધનસામગ્રી બની ગયા પછી તેને આપણે કાર્યની ફાળવણી કરી શકીએ છીએ. જે આપણી યોજનાનું ટ્રેકિંગ ટૂલ પૂરું પાડે છે. જેવા કે, નિર્ણાયક પાથ, કાર્ય માટેની લક્ષ્ય પૂર્ણતાની કિંમત, માહિતીના સમયસર તબક્કાનું કામ અને કિંમત વગેરે.
    4. તેમાં આપણે છાપી શકાય તેવો અહેવાલ બનાવી શકીએ છીએ અને બીજી યોજના સંચાલનના ટૂલમાંથી માહિતી આયાત કરી શકીએ છીએ અને બીજા માળખામાં માહિતી નિકાસ પણ કરી શકીએ છીએ.

રેશનલ પ્લાન મલ્ટિ (Rational Plan Multi)
રેશનલ પ્લાન મલ્ટિ એ એવી યોજનાનું સંચાલન કરવામાં મદદ કરે છે કે જેમાં એક કંપનીનાં સાધનો જુદી જુદી યોજનામાં વહેંચાયેલા હોય. તે એકબીજા ઉપર આધારિત યોજનાનું સંચાલન પણ કરે છે.

રેશનલ પ્લાન મલ્ટિનાં કાર્યો નીચે મુજબ છે :

  1. તેમાં રેશનલ પ્લાન સિંગલમાં આપેલ તમામ ફિચર્સનો સમાવેશ થાય છે.
  2. તે દરેક યોજનામાં રોકાયેલ સાધનોની માહિતીની ગણતરી કરી આપે છે.
  3. તે જુદી જુદી યોજનાઓ સાથે સંબંધિત કાર્યનું જોડાણ, યોજનાની માહિતીનું વિશ્લેષણ અને યોજનાનો પોર્ટફોલિયો બનાવવાની પરવાનગી આપે છે.

રેશનલ પ્લાન વ્યૂઅર (Rational Plan Viewer)

  • રેશનલ પ્લાન વ્યૂઅર મૂળ ફાઈલના માળખાં(.xrp)માં રહેલ યોજનાને વહેંચવા (શેર કરવા) માટે બનાવેલ છે.
  • તેનો ઉપયોગ માઇક્રોસૉફ્ટ યોજના(Project)ની ફાઈલ ખોલવા માટે પણ થાય છે.
  • રેશનલ વ્યૂઅર સાધનોને ફાળવેલી કામગીરી જોવા માટે તેમજ ગોઠવેલ કાર્યપદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર યોજનાનો વિકાસ જોવા માટે ખૂબ જ ઉપયોગી છે.
    નોંધ : રેશનલ પ્લાન ફક્ત ઉબુન્ટુ 12.04 અને ત્યા૨- પછીના વર્ઝનમાં જ ઉપલબ્ધ છે.

સ્કાઇપ (Skype)

  • યાહુ મેસેન્જર, ગૂગલ ટૉક અથવા રેડિબૉલમાં આપણે વાસ્તવિક સમયમાં ગપસપ (ચૅટિંગ) કરી શકીએ છીએ. અને તેમાં લખાણ, દશ્ય અને શ્રાવ્ય માહિતીનો પણ ઉપયોગ કરીએ છીએ.
  • સ્કાઇપ એ એક એવું સૉફ્ટવેર છે, જે આપણને કમ્પ્યૂટરમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કૉલ કરવા માટેની સગવડ આપે છે.
  • સ્કાઇપનાં કાર્યો નીચે મુજબ છે :
    1. તે ઉપયોગકર્તાને અવાજ, લખાણ અને વીડિયોનો ઉપયોગ કરીને બીજા સાથે સંપર્ક કરવાની સગવડ આપે છે.
    2. તે ઉપયોગકર્તાને તેના ટેલિફોન નેટવર્કમાં ફોન કરવાની પણ સગવડ આપે છે.
    3. સ્કાઇપમાં કરેલ ફોન નિઃશુલ્ક હોય છે.
    4. તે ફાઈલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવાની તેમજ વીડિયો કૉન્ફરન્સની સગવડ પણ પૂરી પાડે છે.
  • સ્કાઇપ સૉફ્ટવેરને નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે, પરંતુ સોર્સ કોડ માલિકીનો હોવાથી તેમાં કોઈ પણ પ્રકારના સુધારાવધારા કરી શકાતા નથી.
    નોંધ : સ્કાઇપનો ઉપયોગ કરવો હોય, તો અવાજ(સાઉન્ડ)નું ઇનપુટ અને આઉટપુટ કાર્યરત હોવું જોઈએ.
  • આપણે સ્કાઇપને સૉફ્ટવેર કેન્દ્રમાંથી પ્રસ્થાપિત કરી શકીએ છીએ.
  • સ્કાઇપ શરૂ કરવા માટે Applications → Internet → Skype વિકલ્પ પસંદ કરવામાં આવે છે, જેથી આકૃતિ માં દર્શાવ્યા મુજબની વિન્ડો જોઈ શકાય છે.

Computer Class 12 GSEB Solutions Chapter 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ 18

  • સ્કાઇપનો ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાનું ખાતું હોવું જોઈએ. જો ખાતું ન હોય, તો “Don’t have a Skype Name?” ઉપર ક્લિક કરી યોગ્ય પગલાં અનુસરી નામ અને પાસવર્ડ બનાવી શકાય છે.
  • આકૃતિ માં બતાવેલ Skype Name અને Passwordનાં ટેક્સ્ટ બૉક્સમાં માહિતી ભરી “Sign in” બટન પર ક્લિક કરી બીજા સ્કાઇપના ઉપયોગકર્તા સાથે સંવાદ કરી શકાય છે અથવા ફોન કૉલ કરી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *