Computer Class 11 GSEB Solutions Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય

Students frequently turn to Computer Class 11 GSEB Solutions and GSEB Computer Textbook Solutions Class 11 Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય for practice and self-assessment.

GSEB Computer Textbook Solutions Class 11 Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય

પ્રશ્ન 1.
મલ્ટિમીડિયા એટલે શું? મલ્ટિમીડિયાના ઘટકોની યાદી બનાવો.
ઉત્તર:
મલ્ટિમીડિયા શબ્દ બે શબ્દો મળીને બન્યો છે :

    1. મલ્ટિપલ (Multiple) અને
    2. મીડિયા (Media). મલ્ટિમીડિયા એટલે લખાણ (Text), ચિત્રો (Graphics), વીડિયો (Video) અને ઍનિમેશન (Animation) જેવાં વિવિધ માધ્યમોનું એકત્રીકરણ.

મલ્ટિમીડિયાના ઘટકો નીચે જણાવ્યા પ્રમાણેના છે :

  1. લખાણ (Text),
  2. ધ્વનિ (Audio),
  3. ચિત્ર (Graphic),
  4. વીડિયો (Video) અને
  5. ઍનિમેશન (Animation).

પ્રશ્ન 2.
ટાઇપફેસ અને ફૉન્ટ એટલે શું?
ઉત્તર:
એકસમાન દેખાવ ધરાવતા અક્ષરોના સમૂહને ટાઇપફેસ કહે છે. દા. ત., Times, Arial, Courier વગેરે.
ટાઇપફેસને બે વર્ગમાં વહેંચી શકાય :

  1. સેરિફ (Serif) અને
  2. સાન્સ સેરિફ (Sans Serif).

જુદી જુદી શૈલીઓ અને જુદા જુદા કદ ધરાવતા અક્ષરોને ‘ફૉન્ટ’ કહે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય

પ્રશ્ન 3.
સંવાદિત ઘટકો વિશે માહિતી આપો.
ઉત્તરઃ
સંવાદિત ઘટકો (Interactive Objects)

  • મહત્તમ સંવાદિતતા ધરાવતી મલ્ટિમીડિયા રજૂઆત સૌથી વધુ અસરકારક નીવડે છે. કેટલીક વાર ઉપયોગકર્તા રજૂઆતના કોઈ અંશને છોડી દેવા માગતો હોય અથવા તો વારંવાર નિહાળવા ઇચ્છતો હોય તેમ બનવા જોગ છે.
  • આ પ્રકારના કિસ્સામાં ઉપયોગકર્તાને નૅવિગેશન માટે બટન અથવા હાઇપરલિંક આપવામાં આવે છે.
  • જ્યારે આ સંવાદિત ઘટકો પર ક્લિક કરવામાં આવે છે ત્યા૨ે રજૂઆતનો પ્રવાહ ઉપયોગકર્તાની પસંદગી મુજબ બદલાઈ જાય છે.

મલ્ટિમીડિયાનું વર્ગીકરણે (Classification of Multimedia)

  • સામાન્ય રીતે મલ્ટિમીડિયાનું વર્ગીકરણ બે ભાગમાં કરવામાં આવે છે: (1) સંવાદિત (Interactive) અને (2) અસંવાદિત (Non-interactive).
  • સંવાદિત મલ્ટિમીડિયામાં માધ્યમ-ઘટકોનો ક્રમ અને સમય ઉપયોગકર્તા દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
    અસંવાદિત મલ્ટિમીડિયામાં માધ્યમ-ઘટકોનો ક્રમ અને સમય ઉપયોગકર્તા દ્વારા નિયંત્રિત કરી શકાતો નથી કે બદલી શકાતો નથી. દા.ત., ટેલિવિઝન કે રેડિયો દ્વારા કરવામાં આવતું સંચારણ.
  • અસંવાદિત મલ્ટિમીડિયામાં ઉપયોગકર્તા માધ્યમને પ્રારંભથી અંત સુધી સીધેસીધું નિહાળે છે. પ્રવાહ પર તેનું કોઈ નિયંત્રણ હોતું નથી.
  • કાર્યક્ષેત્રને આધારે પણ મલ્ટિમીડિયાનું બે ભાગમાં વર્ગીકરણ કરી શકાય છે : (1) મનોરંજનક્ષેત્ર અને (2) શિક્ષણક્ષેત્રે ઉપયોગી.

પ્રશ્ન 4.
મલ્ટિમીડિયાનું વર્ગીકરણ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.
ઉત્તરઃ
મલ્ટિમીડિયાનું વર્ગીકરણે (Classification of Multimedia)

  • સામાન્ય રીતે મલ્ટિમીડિયાનું વર્ગીકરણ બે ભાગમાં કરવામાં આવે છે: (1) સંવાદિત (Interactive) અને (2) અસંવાદિત (Non-interactive).
  • સંવાદિત મલ્ટિમીડિયામાં માધ્યમ-ઘટકોનો ક્રમ અને સમય ઉપયોગકર્તા દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
    અસંવાદિત મલ્ટિમીડિયામાં માધ્યમ-ઘટકોનો ક્રમ અને સમય ઉપયોગકર્તા દ્વારા નિયંત્રિત કરી શકાતો નથી કે બદલી શકાતો નથી. દા.ત., ટેલિવિઝન કે રેડિયો દ્વારા કરવામાં આવતું સંચારણ.
  • અસંવાદિત મલ્ટિમીડિયામાં ઉપયોગકર્તા માધ્યમને પ્રારંભથી અંત સુધી સીધેસીધું નિહાળે છે. પ્રવાહ પર તેનું કોઈ નિયંત્રણ હોતું નથી.
  • કાર્યક્ષેત્રને આધારે પણ મલ્ટિમીડિયાનું બે ભાગમાં વર્ગીકરણ કરી શકાય છે : (1) મનોરંજનક્ષેત્ર અને (2) શિક્ષણક્ષેત્રે ઉપયોગી.

પ્રશ્ન 5.
જુદાં જુદાં ક્ષેત્રોમાં થતાં મલ્ટિમીડિયાના ઉપયોગ વર્ણવો.
ઉત્તરઃ
મલ્ટિમીડિયાના ઉપયોગો (Usage of Multimedia)
મલ્ટિમીડિયા આપણા જીવનનું અભિન્ન અંગ બની ચૂક્યું છે. અલગ અલગ ક્ષેત્રોમાં મલ્ટિમીડિયાના ઉપયોગો નીચે મુજબ છે :

શિક્ષણ અને તાલીમ (Education and Training)

  • મલ્ટિમીડિયાનો ઉપયોગ કમ્પ્યૂટર આધારિત તાલીમ (Computer Based Training-CBT) માટે કરવામાં આવે છે.
  • CBTનો ઉપયોગ બાલવાડીથી લઈ અનુસ્નાતક શિક્ષણ સુધીના તમામ વયજૂથ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે.
  • શિક્ષણ અને તાલીમ માટે મલ્ટિમીડિયાના કેટલાક ઉપયોગો નીચે મુજબ છેઃ
    1. વ્યાખ્યાન તૈયાર કરી પ્રસારિત કરી શકાય છે.
    2. વીડિયો-કૉન્ફરન્સિંગની મદદથી અન્યત્ર રહેલ નિષ્ણાતને જોઈ અને સાંભળી શકાય છે.
    3. શસ્ત્રક્રિયાની તનિક વિદ્યાર્થીઓ સમક્ષ મલ્ટિમીડિયા દ્વારા પ્રદર્શિત કરી શકાય, જેથી પછીથી તેને પ્રત્યક્ષ અમલમાં મૂકી શકાય.
    4. ફીડબેંકનો ઉપયોગ કરી વિદ્યાર્થીની પ્રગતિની નોંધ રાખી શકાય છે.

વિજ્ઞાપન (Advertisements)
વિજ્ઞાપનક્ષેત્રમાં મલ્ટિમીડિયા આવશ્યક ભાગ ભજવે છે. રોમાંચક ઍનિમેશન અને ટૂંકા અસ૨કા૨ક શબ્દપ્રયોગો જાહેરાતને આકર્ષક બનાવી શકે છે; તેનાથી વેચાણ વધે છે.

મનોરંજન (Entertainment)
ઍનિમેશન અને મૂવીમાં વિશિષ્ટ અસરો ઉમેરવા માટે મનોરંજનક્ષેત્રમાં મલ્ટિમીડિયાનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે.

પત્રકારત્વ (Journalism)

  • પત્રકારત્વ ક્ષેત્રમાં મલ્ટિમીડિયા ઘણું ઉપયોગી છે. નિયત સમયાંતરે ઘણાં સામયિકો અને વર્તમાનપત્રો પ્રકાશિત થતાં હોય છે. આજે વર્તમાનપત્રોમાં માત્ર લખાણ નહીં, પરંતુ તસવીરો પણ જોઈ શકીએ છીએ.
  • ઇ-વર્તમાનપત્રો (E-newspapers) અને ઇ-સામયિકો (E-magazines) પણ ઑનલાઇન ઉપલબ્ધ હોય છે.

Computer Class 11 GSEB Solutions Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય

પ્રશ્ન 6.
મલ્ટિમીડિયાની રચના માટેનાં સોપાનની યાદી બનાવો. દરેક સોપાન સંક્ષેપમાં સમજાવો.
ઉત્તરઃ
મલ્ટિમીડિયાની રચનાનાં વિવિધ સોપાનો (Stages in Multimedia Production)

મલ્ટિમીડિયાની રચનાનાં મુખ્ય છ સોપાનો છે, જે નીચે મુજબ છે :
(1) સંશોધન અને વિશ્લેષણ (Research and Analysis) : આ સોપાન દરમિયાન પ્રેક્ષકો, તેમની કક્ષા, તેમની આવશ્યકતા અને યોગ્યતા વિશે સંશોધન કરવામાં આવે છે.
પ્રસ્તુતિ માટેની શક્ય એવી તમામ વિગતો પણ અહીં એકત્રિત કરવામાં આવે છે.

(2)સ્ક્રિસ્ટિંગ કે ફ્લો ચાર્જિંગ (Scripting or Flowcharting) : મલ્ટિમીડિયાની યોજનાના પ્રવાહને નક્કી કરવાની ક્રિયા સ્ક્રિસ્ટિંગ કે ફ્લો ચાર્કિંગ તરીકે ઓળખાય છે.
આ માટે ઉપયોગકર્તા પસંદ કરી શકે તે માટે મુખ્ય મેનૂ અને તેમાં આવેલી શાખાઓ માટે ફ્લો ચાર્ટની રચના કરવામાં આવે છે.

(3) સ્ટોરી બોર્ડિંગ (Storyboarding): આ સોપાન અન્વયે યોજના વાસ્તવિક રીતે દર્શનીય બને છે. દરેક સ્ક્રીન કેવો દેખાશે, કયા માધ્યમ-ઘટકોનો ઉપયોગ કરવાનો છે અને તેમને સ્ક્રીન પર કયા સ્થાને મૂકવાનાં છે તે અહીં નક્કી કરવામાં આવે છે.

(4) માધ્યમ-ઘટકોનું એકત્રીકરણ અને સંરચના (Collection of Media Elements and Construction): સ્ટોરી બોર્ડ તૈયાર થઈ ગયા બાદ, ડિઝાઇનર પાસે યોજનાનો નમૂનો (Prototype) તૈયાર હશે અને હવે યોજના માટે ઉપયોગમાં લેવાનાં હોય તેવાં ચિત્રો અને અન્ય માધ્યમ-ઘટકોની રચના શરૂ કરવામાં આવે છે. દા. ત., ધ્વનિ અને વીડિયોનું મુદ્રણ.

(5) પ્રોગ્રામિંગ (Programming): માધ્યમ- ઘટકોનાં એકત્રીકરણ અને સંરચના પછી મેક્રોમીડિયા ફ્લૅશ, સીન્ફિગ, હાઇપર કાર્ડ વગેરે સૉફ્ટવેર પૅકેજની મદદથી તેમને અંતિમ ઉત્પાદન સ્વરૂપે યોજના સાથે સાંકળવામાં આવે છે.

(6) ચકાસણી (Testing) : મલ્ટિમીડિયા યોજનાનું આ અંતિમ સોપાન છે. આ સોપાનમાં માધ્યમ-ઘટકો આવશ્યકતા અનુસાર કાર્ય કરી રહ્યા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. આ સોપાનમાં મલ્ટિમીડિયા યોજનાની પ્રસ્તુતિની શૈલી અને વિગતો પ્રેક્ષકોને આકર્ષક લાગશે કે નહીં તેનો પણ વિચાર કરવામાં આવે છે.

પ્રશ્ન 7.
નીચેના ઘટકો માટેનાં જુદાં જુદાં ફાઈલ સ્વરૂપોની યાદી બનાવો :
(1) ધ્વનિ
(2) વીડિયો
(3) ચિત્ર
ઉત્તરઃ
(1) ધ્વનિ :

ફાઈલ એક્સ્ટેન્શન ફાઈલનો પ્રકાર સમજૂતી
.mid, .midi MIDI ફાઈલ MIDI (Musical Instrument Digital Interface) ફાઈલ સંગીત પ્રકારની વિગતોનો સંગ્રહ કરે છે.
.rm, .ram Real Audio ફાઈલ .ram (Real Audio Metadata) એ ધ્વનિ અને વીડિયો ફાઈલનું સંયોજન છે.
.wav Wave ફાઈલ વેવસ્વરૂપમાં ધ્વનિ ફાઈલ
.wma Windows Media Audio ફાઈલ વિન્ડોઝ મીડિયા કૉમ્પ્રેશનથી સંકુચિત કરવામાં આવેલી ધ્વનિ ફાઈલ
.mp3, .mpga MP3 Audio ફાઈલ સંકુચિત ધ્વનિ સ્વરૂપ

(2) વીડિયો :

ફાઈલ એક્સ્ટેન્શન ફાઈલનો પ્રકાર સમજૂતી
.avi Audio Video Interleave ફાઈલ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં વીડિયો ચલાવવા માટે માઇક્રોસૉફ્ટ દ્વારા બનાવેલ ફાઈલ સ્વરૂપ
.wmv Windows Media Format ફાઈલ ઇન્ટરનેટ ૫૨ સ્ટ્રિમિંગ વિનિયોગો માટે માઇક્રોસૉફ્ટ દ્વારા બનાવેલું એક સંકુચિત વીડિયો ફાઈલ સ્વરૂપ
.mpg, .mpeg Moving Pictures Expert Group ફાઈલ ઇન્ટરનેટ પર વીડિયો વહેંચવા માટેનું પ્રચલિત સ્વરૂપ
.mov Quick Time Format ફાઈલ ઍપલ કંપની દ્વારા રચિત, ઇન્ટરનેટ પરથી સરળતાથી ડાઉનલોડ થઈ શકે તે માટેનું સંકુચિત ફાઈલ સ્વરૂપ
.rm, .ram Real Video Format ફાઈલ .ram (Real Audio Metadata) એ ધ્વનિ અને વીડિયોનું સંકલન છે.
.swf, .flv Adobe Flash Shock wave ફાઈલ એડોબ ફ્લૅશ સૉફ્ટવેર દ્વારા બનાવવામાં આવેલી લખાણ અને ચિત્રો ધરાવતી ઍનિમેશન ફાઈલ
.mp4 MPEG4 Video ફાઈલ ઇન્ટરનેટ ૫૨ વીડિયો વહેંચવા માટેનું સામાન્ય ફાઈલ સ્વરૂપ

(3) ચિત્ર :

ફાઈલ એક્સ્ટેન્શન ફાઈલનો પ્રકાર સમજૂતી
.bmp Bitmap ફાઈલ બીટમૅપ ડિજિટલ ચિત્રનો સંગ્રહ કરવા માટેની સંકોચન રહિત ચિત્ર ફાઈલ.
.gif Graphical Interchange Format ફાઈલ લખાણ સાથે નાનાં ચિત્રો તથા વેબ ચિત્રો માટે સામાન્ય મર્યાદિત રંગોનો ઉપયોગ.
.png Portable Network Graphic વેબ ચિત્રોનો સંગ્રહ કરવા માટેનું સ્વરૂપ અને 32 બીટ રંગોનું સમર્થન. તે gifનું ફાઈલ સુધારેલું સ્વરૂપ છે.
.jpeg/ .jpg Joint Photographic Expert Group ચિત્ર ફાઈલ ડિજિટલ કૅમેરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સામાન્ય ચિત્ર ફાઈલ સ્વરૂપ. 24 બીટ રંગો સુધીનું સમર્થન.
.psd PhotoShop Document એડોબ ફોટોશૉપ દ્વારા બનાવવામાં આવેલી ચિત્ર ફાઈલ.
.tif Tagged Image File સ્વરૂપ અત્યંત લવચીક (Flexible), પ્લૅટફૉર્મથી સ્વતંત્ર (Platform independent) અને હાલમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું સ્વરૂપ

Computer Class 11 GSEB Notes Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય

પરિચય (Introduction)
સંચારણને વધુ પ્રભાવશાળી બનાવવા માટે મલ્ટિમીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય

મલ્ટિમીડિયા (Multimedia)

  • મલ્ટિમીડિયા શબ્દ બે શબ્દો મળીને બન્યો છે : (1) મલ્ટિપલ (Multiple) અને(2) મીડિયા (Media).
  • મલ્ટિમીડિયા એટલે લખાણ (Text), ધ્વનિ (Audio), ચિત્રો (Graphics), વીડિયો (Video) અને ઍનિમેશન (Animation) જેવાં વિવિધ માધ્યમોનું એકત્રીકરણ.
  • હાલમાં શિક્ષણ, રંગમંચ, જાહેરાત, ફૅશન, રમતો વગેરેનાં ક્ષેત્રોમાં મલ્ટિમીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. આકૃતિ માં મલ્ટિમીડિયાનાં પાંચ જુદા જુદા ઘટકો દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય 1

મલ્ટિમીડિયાના ઘટકો (Multimedia elements)
લખાણ (Text)

  • કોઈ પણ વિષયની રજૂઆત માટે તેમાં લખાણ ઉમેરવાની ક્રિયા એ મલ્ટિમીડિયાનું એક પાયારૂપ પગલું છે.
  • ઉપયોગકર્તાને માહિતી પૂરી પાડવા માટે લખાણનો ઉપયોગ કરવામાં આવે છે.
  • લખાણ એ શબ્દ, લીટી કે ફકરા એમ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે.
  • મલ્ટિમીડિયા માટે લખાણ સ્વરૂપની વિગતો દર્શાવવા માટે કોઈ પણ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી શકાય છે.
  • ટેક્સ્ટમાં વિવિધ અસર મેળવવા ગ્રાફિક સૉફ્ટવેરનો ઉપયોગ કરી શકાય છે. વ્યવસાયિક જરૂરિયાત માટે મલ્ટિમીડિયા સૉફ્ટવેર દ્વારા લખાણના જુદા જુદા પ્રકાર, કદ, રંગ અને શૈલી મેળવી શકાય છે.
  • એકસમાન દેખાવ ધરાવતા અક્ષરોનો સમૂહ ટાઇપફેસ તરીકે ઓળખાય છે. દા. ત., Times, Arial, Courier વગેરે.
  • કદ એટલે અક્ષરના ઉપરના ભાગથી નીચેના ભાગ જેટલું અંતર. તેને પૉઇન્ટ એકમ દ્વારા રજૂ કરવામાં આવે છે. દા. ત., 16 પૉઇન્ટ, 24 પૉઇન્ટ, 30 પૉઇન્ટ વગેરે.

Computer Class 11 GSEB Solutions Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય 2

  • ટાઇપફેસને બે વર્ગમાં વહેંચી શકાય : (1) સેરિફ (Serif) અને (2) સાન્સ સેરિફ (Sans Serif).
  • સેરિફ પ્રકારના ફૉન્ટમાં અક્ષરના છેડા પર થોડું સુશોભન કરવામાં આવેલું હોય છે. Times, Century, Bookman વગેરે સેરિફ ફૉન્ટનાં ઉદાહરણ છે.
  • લીટીમાં આવેલ લખાણને વધુ સરળતાપૂર્વક વાંચી શકાતા હોવાને કારણે સેરિફ ફૉન્ટનો ઉપયોગ છાપેલાં પાના માટે વધુ કરવામાં આવે છે. સામાન્ય રીતે મોટા પ્રમાણમાં લખાણનું વાંચન કરવાનું હોય ત્યારે સેરિફ ફૉન્ટનો ઉપયોગ થાય છે.
  • સાન્સ સેરિફ સુશોભન વગરના ફૉન્ટ છે. Arial, Verdana અને Helvetica સાન્સ સેરિફ પ્રકારના ફૉન્ટનાં ઉદાહરણ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે મથાળા કે શીર્ષક માટે કરવામાં આવે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય 3

  • લખાણને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા ફૉન્ટવર્કનો ઉપયોગ કરી શકાય, જે ઓપનઑફિસ ઇમ્પ્રેસમાં ઉપલબ્ધ હોય છે.

Computer Class 11 GSEB Solutions Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય 4

ધ્વનિ (Audio)

  • અવાજ (Sound) એ મલ્ટિમીડિયાનો સૌથી મહત્ત્વનો ઘટક છે. ધ્વનિ (Audio) એટલે કોઈ પણ ભાષાની અર્થપૂર્ણ બોલી (Speech).
  • અવાજનાં એનેલૉગ સ્વરૂપને સાઉન્ડ (Sound) તથા ડિજિટલ સ્વરૂપને ઓડિયો (Audio) તરીકે ઓળખવામાં આવે છે.
  • પ્રસ્તુતકર્તાની ગેરહાજરીમાં ધ્વનિ મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ શૈક્ષણિક સીડી આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે.
  • ઉપયોગકર્તા ધ્વનિને ચાલુ કે બંધ રાખી શકે છે, પરંતુ શિક્ષણ-પ્રક્રિયા ધ્વનિની હાજરીમાં વધુ ઉપભોગ્ય બને છે. આ પ્રકારની મલ્ટિમીડિયા રજૂઆત બનાવવા માટે ધ્વનિનું મુદ્રણ કરવું પડે છે.
  • ઉબન્ટુ લિનક્સ દ્વારા ઉપલબ્ધ ધ્વનિમુદ્રણ માટેના વિનિયોગ(Audio Recording Application)નો ઉપયોગ ધ્વનિ મુદ્રિત કરવા કરી શકાય છે.

Computer Class 11 GSEB Solutions Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય 5
આકૃતિ માં દર્શાવેલ સાઉન્ડ રેકૉર્ડરમાં અલગ અલગ કાર્ય કરવા માટે નીચે મુજબનાં બટન આવેલાં હોય છેઃ

Computer Class 11 GSEB Solutions Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય 6

  • ધ્વનિ અને વીડિયો જેવા મલ્ટિમીડિયા ઘટકોનો સંગ્રહ મીડિયા ફાઈલમાં કરવામાં આવે છે.
  • મીડિયા ફાઈલનો પ્રકાર જાણવા માટે તેના અનુલંબન (એક્સ્ટેન્શન) નામનો ઉપયોગ કરવામાં આવે છે.
  • સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતાં ધ્વનિ સ્વરૂપો વિશે નીચે દર્શાવેલ કોષ્ટકમાં માહિતી આપવામાં આવી છેઃ
  • ઇન્ટરનેટ પર સૌથી પ્રચલિત સંકોચન રહિત (Uncompressed) ફાઈલ સ્વરૂપ .wav છે.
  • મુદ્રિત સંગીત માટે .mp3 એ નવું સંકુચિત (Compressed) સ્વરૂપ છે.

ચિત્ર (Graphics)

  • સામાન્ય રીતે મલ્ટિમીડિયા રજૂઆતો ચિત્ર આધારિત હોય છે. ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી યાદ રાખવી અને સમજવી વધુ સરળ હોય છે.
  • ચિત્રનો સંગ્રહ કરવા કમ્પ્યૂટર બે અલગ અલગ સ્વરૂપનો ઉપયોગ કરે છે: (1) બીટમૅપ (Bitmap) કે રાસ્ટર (Raster) અને (2)સદિશ ચિત્ર (Vector graphic).
  • કમ્પ્યૂટર બીટમૅપ (Bitmap) કે રાસ્ટર (Raster) ચિત્ર નામે ઓળખાતા પિક્સેલ-નકશા(Pixel Map)નો ઉપયોગ કરે છે.
  • પિક્સેલ (Pixel) એ સ્ક્રીન પર આવેલું એક નાનું ટપકું છે. નકશો (Map) એ આ ટપકાઓનો દ્વિ-પરિમાણીય શ્રેણિક છે. આમ, બીટમૅપ એ નાનાં નાનાં ટપકાઓનો એક સરળ શ્રેણિક છે.
  • સદિશ ચિત્ર (Vector graphic) નામના સ્વરૂપમાં ચિત્ર ગાણિતિક સમીકરણોના સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે.
  • સ્ક્રીન પર બીટમૅપ અને દેિશ બંને પ્રકારનાં ચિત્રો એકસમાન દેખાય છે.

Computer Class 11 GSEB Solutions Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય 7

Computer Class 11 GSEB Solutions Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય

  • જ્યારે બીટમૅપ ચિત્રને વિસ્તૃત કરવામાં આવે ત્યારે તે આકૃતિ (b)માં દર્શાવ્યા પ્રમાણે ઝાંખું (Blur) થઈ જાય છે. જ્યારે સદિશ ચિત્રો વિસ્તૃત કર્યા બાદ પણ પહેલાનાં જેવા જ દેખાય છે, કારણ કે તેમાં વિગતોનો ગાણિતિક સમીકરણોના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવ્યો હોય છે.
  • નીચેના કોષ્ટકમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતાં ચિત્ર ફાઈલ સ્વરૂપો દર્શાવ્યા છેઃ
  • .gif, .jpeg અને .png જેવા બીટમૅપ ફાઈલ સ્વરૂપ સ્વયં-સંકોચનની પદ્ધતિનો ઉપયોગ કરે છે.
  • સ્કેનરનો ઉપયોગ કરી, ચિત્રને સ્કેન કરી ડિજિટલ સ્વરૂપમાં પરિવર્તિત કરવામાં આવે છે.
  • ચિત્રમાં સુધારા કરવા એડોબ ફોટોશૉપ, GIMP માઇક્રોસૉફ્ટ પેઇન્ટ અને અન્ય પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય છે.

વીડિયો અને ઍનિમેશન (Video and Animation)

  • ઍનિમેશન દ્વારા કોઈ પણ મલ્ટિમીડિયા વિનિયોગને અત્યંત સક્ષમ બનાવી શકાય છે. વીડિયો કે ઍનિમેશન ઉમેરવાથી કોઈ પણ સ્થિર રજૂઆતને ગતિશીલ બનાવી શકાય છે.
  • એનેલૉગ કે ડિજિટલ પ્રકારના વીડિયો લઈ શકાય તેવા સાધન દ્વારા મેળવવામાં આવેલાં કુદરતી દૃશ્યોની શ્રેણીને ‘વીડિયો’ કહે છે. આ સાધન વેબ કૅમેરા, ડિજિટલ કૅમેરા કે પછી મોબાઇલ ફોન હોઈ શકે છે.
  • સમયની ગતિ પ્રમાણે બદલાતાં ચિત્રોને ઍનિમેશન કહે છે. ચિત્રિત આકૃતિઓ દ્વારા ઍનિમેશનની રચના કરવામાં આવે છે.
  • ઍનિમેશનને બે વિભાગમાં વહેંચી શકાય છે : (1) દ્વિ- પરિમાણીય (Two-Dimensional 2D) અને (2) ત્રિ- પરિમાણીય (Three-Dimensional 3D).
  • દ્વિ-પરિમાણીય ઍનિમેશનમાં સ્ક્રીન પરના ચિત્રમાં X અને Y અક્ષને સંબંધિત દાર્શનિક ફેરફારો કરવામાં આવે છે. Macromedia Flash, Synfig Studio અને Pencil એ દ્વિ-પરિમાણીય પ્રકારનાં ઍનિમેશન સૉફ્ટવેરનાં ઉદાહરણ છે.
  • ત્રિ-પરિમાણીય ઍનિમેશનમાં દર્શનીય ફેરફારોને X, Y અને Z અક્ષને અનુલક્ષીને દર્શાવવામાં આવે છે. Maya, Blender અને 3DMax એ ત્રિ-પરિમાણીય ઍનિમેશન સૉફ્ટવેરનાં ઉદાહરણ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય 8

  • ઉબન્ટુ લિનક્સમાં VLC media playerનો ઉપયોગ કરી વીડિયો મુદ્રિત કરી શકાય છે.

Computer Class 11 GSEB Solutions Chapter 1 મલ્ટિમીડિયાનો પરિચય 9

  • મુદ્રિત થયેલા વીડિયોને કોઈ પણ મલ્ટિમીડિયા વિનિયોગ સાથે સાંકળી શકાય છે. વીડિયો લેવા માટે ઉબન્ટુ સૉફ્ટવેર સેન્ટરમાં ઉપલબ્ધ અન્ય એક સૉફ્ટવેર Cheese Webcam Boothનો પણ ઉપયોગ કરી શકાય છે.
  • નીચેના કોષ્ટકમાં વીડિયો માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતાં ફાઈલ સ્વરૂપો દર્શાવ્યા છેઃ
  • ઇન્ટરનેટ પર સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું વીડિયો ફાઈલ સ્વરૂપ mp4 છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *